translation
translation
{ "en": "It includes many initiatives like clean drinking water, human rights, nutrition, program related to agriculture.", "gu": "તેમાં સ્વચ્છ પીવાનું પાણી, માનવાધિકાર, પોષણ, ખેતી સાથે જોડાયેલા પ્રોગ્રામ વગેરે અનેક પહેલ સામેલ છે." }
{ "en": "Written letter to colleagues: I am extremely emotional as I write this letter.", "gu": "સહકર્મીઓને પણ લખ્યો પત્ર: હુ આ પત્ર લખતા અત્યંત ભાવુક છુ." }
{ "en": "As a Pepsico family all of you have a special place in my heart.", "gu": "પેપ્સિકો પરિવાર તરીકે તમે બધાએ મારા હૃદયમાં ખાસ સ્થાન બનાવ્યુ છે." }
{ "en": "The day I announced my resignation.", "gu": "જે દિવસે મેં રાજીનામુ આપવાની જાહેરાત કરી હતી." }
{ "en": "From that day until now, I spoke to several colleagues from all around the world and received an overwhelming amount of messages.", "gu": "તે દિવસથી અત્યારસુધીમાં વિશ્વભરમાંથી મે અનેક સહકર્મીઓ સાથે વાત કરી, અઢળક મેસેજ મળ્યા." }
{ "en": "However, due to the absence of time I could not answer all the messages.", "gu": "જો કે, સમયના અભાવે હુ તમામ મેસેજના જવાબ આપી શકી નથી." }
{ "en": "But I have read all the messages.", "gu": "પરંતુ મે બધા મેસેજ વાંચ્યા છે." }
{ "en": "I do not have the words to explain how important you all are to me.", "gu": "મારી પાસે શબ્દો નથી કે, તમે મારા માટે કેટલા મહત્વના છો." }
{ "en": "I have become emotional to see your feelings.", "gu": "તમારા લોકોની લાગણી જોઈ હું ભાવુક બની છું." }
{ "en": "However, I will be working as a chairperson of the company until the beginning of the new year.", "gu": "જો કે, આગામી વર્ષની શરૂઆત સુધી હું કંપનીના ચેરપર્સન તરીકે કાર્યરત છુ." }
{ "en": "Thinking about this, I read my first letter I sent you in 2006", "gu": "આ અંગે વિચારતા મે તમને 2006માં મોકલેલો મારો પ્રથમ પત્ર વાંચ્યો." }
{ "en": "In which it was written that this is a challenging time for the business.", "gu": "તેમાં મે લખ્યુ હતું કે, આ બિઝનેસ માટે પડકારભર્યો સમય છે." }
{ "en": "We will have to face it.", "gu": "આપણે તેનો સામનો કરવો પડશે." }
{ "en": "It has to be moulded in our framework.", "gu": "તેને આપણા ઢાંચામાં બદલવો પડશે." }
{ "en": "Otherwise it will change us.", "gu": "નહીં તો તે આપણને બદલી દેશે." }
{ "en": "That means we have to be more constructive than before.", "gu": "અર્થાત આપણે પહેલાંની તુલનાએ વધુ રચનાત્મક બનવુ પડશે." }
{ "en": "We have done this in the past 12 years.", "gu": "ગત 12 વર્ષોમાં આપણે આ જ કર્યુ છે." }
{ "en": "You all have contributed a lot to strengthen the company.", "gu": "તમે જ કંપનીને મજબૂત બનાવવા ઘણુ યોગદાન આપ્યુ છે." }
{ "en": "One lion is missing in Mota Baraman area, Forest Department was informed.", "gu": "મોટા બારમણ વિસ્તારમાં એક સિંહ લાપતા, વનવિભાગને જાણ કરાઇ" }
{ "en": "Suspicious of the lion being ill, lion lovers are concerned.", "gu": "પુખ્ય વયનો સિંહ બિમાર હોવાની આશંકા , સિંહપ્રેમીઓમાં ચિંતા" }
{ "en": "Rabarika round of the TulsiShyam Range, means a round without any protection.", "gu": "તુલસીશ્યામ રેન્જના રબારીકા રાઉન્ડ એટલે ધણીધોરી વગરનો રાઉન્ડ." }
{ "en": "In the Revenue region, known as the Mota Baramana Salwava, below the Raydi Pati Beat, a pair of 2 lions have stayed there a long time.", "gu": "ત્યારે અહીં રાયડી પાટી બીટ નીચે આવતા મોટા બારમણનો સળવા તરીકે ઓળખાતો રેવન્યુ વિસ્તારમાં પાછલા ઘણા સમયથી અહીં એક 2 સિંહોની જોડી રહે છે." }
{ "en": "Both lions live together permanently and even hunted their prey together.", "gu": "બંને સિંહો કાયમી સાથે જ રહે છે અને શિકાર પણ સાથે જ કરે છે." }
{ "en": "However, since one lion disappeared two days ago, the forest department has been informed by local farmers.", "gu": "જો કે બે દિવસથી એક સિંહ લાપતા થયો હોય સ્થાનિક ખેડૂતો દ્વારા વનવિભાગને જાણ કરવામા આવી છે." }
{ "en": "One lion has disappeared from the Raydi Pati Beat, avenue area, which falls below the Rabarika round of Tulsi Shyam range.", "gu": "તુલસીશ્યામ રેન્જના રાબારીકા રાઉન્ડ નીચે આવતા રાયડી પાટી બીટના આવતા રેવન્યુ વિસ્તારમાંથી એક સિંહ લાપતા થયો હોવાનું હાલ સામે આવ્યું છે." }
{ "en": "More than 15 lions are living here in this range.", "gu": "ત્યારે અહીં આ રાઉન્ડમાં 15 કરતા વધારે સિંહો વસવાટ કરી રહ્યા છે." }
{ "en": "In pairs of two lions, these lions, living in the Salva dhar area, are adults.", "gu": "ત્યારે 2 સિંહોની જોડીમાં સળવા ધાર વિસ્તારમાં રહેતા આ બંને સિંહો પુખ્ત વયના છે." }
{ "en": "Just four days before, these two lions had enjoyed a banquet of lamb near the substation of Mota Baraman village.", "gu": "ત્યારે હજુ ચાર દિવસ પહેલા જ આ બંને સિંહોએ મોટા બારમણ ગામના સબ સ્ટેશન નજીક એક વાછરડીનું મારણ કરી મિજબાની માણી હતી." }
{ "en": "The leftover lamb was moved to the protected place, not by the forest department but by the local people.", "gu": "જ્યારે વધેલા મારણને વનવિભાગ દ્વારા નહીં પરંતુ સ્થાનિક લોકો દ્વારા સુરક્ષિત જગ્યાએ ખસેડવામા આવ્યું હતું." }
{ "en": "The two lions were then seen here for 2 days.", "gu": "ત્યાર બાદ આ બંને સિંહોની જોડી 2 દિવસ અહીં જોવા મળી હતી." }
{ "en": "But in the last 48 hours, from the pair, one lion has not been seen.", "gu": "પરંતુ પાછલા 48 કલાકથી આ સિંહોની જોડીમાં એક સિંહ જોવા મળી રહ્યો નથી." }
{ "en": "So people of this area are concerned.", "gu": "ત્યારે આ વિસ્તારના લોકોના મન મુંજાયા છે." }
{ "en": "While reporting to the forest department, they are just sitting in the forest department doing the survey.", "gu": "ત્યારે વનવિભાગને જાણ કરવા છતાં વનવિભાગ ઓફીસમાં બેઠા બેઠા સર્વે કરી રહ્યા છે." }
{ "en": "The possibility of one of the lions likely to have a loose bowel motion is being discussed amongst local farmers", "gu": "જ્યારે આ સિંહો પૈકી એક સિંહને હગાર જાડો થવાના બદલે સિંહને પાતળા ઝાડા થઈ હોવાનું સંભાવના સ્થાનિક ખેડૂતોમાં ચર્ચાઈ રહ્યું છે." }
{ "en": "It is necessary to take the stool samples of more than 15 lions of this area, and send it to the forensic lab.", "gu": "જ્યારે આ વિસ્તારના 15 કરતા વધુ સિંહોના હગારના નમૂના લઈ ફોરેન્સિક લેબમાં મોકલવા અન્યત જરૂરી છે." }
{ "en": "Otherwise, there is any wonder if like the Dalkhiniyana range where the lions are dying like dogs, the event might repeat itself here too?", "gu": "અન્યથા દલખાણીયા રેન્જમાં સિંહોની કૂતરાની માફક મોતને ભેટી રહ્યા છે તેમ અહીં આ ઘટનાનું પુનરાવર્તન થાય તો નવાઈ નહીં ?" }
{ "en": "Need to send samples to the laboratory.", "gu": "નમુના લેબોરેટરીમા મોકલવા જરૂરી" }
{ "en": "An employee of the forest department on condition of remaining anonymous said that more than 15 lions are living in the Rabarika round of the Tulsi Shyam range.", "gu": "વનવિભાગના એક કર્મચારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે તુલસીશ્યામ રેન્જના રબારીકા રાઉન્ડમાં 15 કરતા વધારે સિંહો વસવાટ કરી રહ્યા છે." }
{ "en": "Their stools should be thick. Instead it is very thin.", "gu": "તેને હગાર જાડો હોવો જોઈએ તેના કરતાં એકદમ પાતળો જાડો જોવા મળી રહ્યો છે." }
{ "en": "When the lions get diarrhoea and their body become impaired, as soon as possible, it is necessary to move the location of these lions and send these samples to the forensic lab to know why their stools are not thick", "gu": "સિંહોને ઝાડા થઈ જાય છે અને શરીર અશકત થવા લાગે છે ત્યારે આ તમામ સિંહોને વહેલી તકે લોકેશન કરી આ હગાર જાડો કેમ નથી થતો તેના નમૂના લઈ ફોરેન્સિક લેબમાં મોકલવા અન્યત જરૂરી છે." }
{ "en": "Image- Pruthvi Rathod", "gu": "તસ્વીર- પૃથ્વી રાઠોડ" }
{ "en": "Inquiry in office", "gu": "અધિકારીની ઓફીસમાં બેઠા- બેઠા તપાસ" }
{ "en": "Tulsi Shyam Range's RFO Parimal Patel avoided answering the phone when asked to comment on the incident.", "gu": "તુલસીશ્યામ રેન્જના આરએફઓ પરિમલ પટેલને આ ઘટના અંગે પૂછવા માટે જ્યારે ફોન કરવામાં આવતા ફોન ઉપાડવાનું ટાળ્યું હતું." }
{ "en": "And as if nothing had happened, sitting in the office, he was searching for the lion.", "gu": "અને જેમ કંઈ ઘટના ઘટી જ ન હોય તેમ ઓફીસમાં બેઠા બેઠા તપાસ કરાવી રહ્યા હતા." }
{ "en": "According to the forest sources.", "gu": "તેવું વનવિભાગના સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે." }
{ "en": "Reported as the lion looked ill - Sudanese", "gu": "સિંહ બિમાર હોવાનુ જણાતા જાણ કરી- સુદાણી" }
{ "en": "In a telephonic conversation with Shivlal Sudanani, who had informed the forest department of Mota Baraman, he said that both of these lions and are a pair.", "gu": "મોટા બારમણના વનવિભાગને જાણ કરનાર શિવલાલ સુદાણી સાથે ટેલિફોનિક વાતચીત થતા તેઓએ જણાવ્યું હતું કે આ બંને સિંહો છે અને બેલડી જોડી છે." }
{ "en": "For last two days, one of these lions has not been seen and because I thought that lion was looking ill, I informed the forest department.", "gu": "ત્યારે છેલ્લા 2 દિવસથી આ સિંહ પૈકી એક જોવા મળતો નથી અને આ સિંહ બીમાર હોવાનું મને લાગી રહ્યું હોવાથી મેં વનવિભાગ મે જાણ કરી હતી." }
{ "en": "The police reached the spot and arrested five people.", "gu": "પોલિસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને 5 વ્યક્તિની ધરપકડ કરી છે" }
{ "en": "Ahmedabad: An incident of stone pelting at the shop in the Odhav area of in the city has come to light.", "gu": "અમદાવાદઃ શહેરના ઓઢવ વિસ્તારમાં દુકાન પર પથ્થરમારો કરવામાં આવ્યો છે." }
{ "en": "According to the received information, more than 50 people have attacked and pelted stones at the shop in Odhav's Vijay Estate as the man was not vacating the shop.", "gu": "પ્રાપ્ત માહિતી અનુંસાર ઓઢવના વિજય એસ્ટેટમાં દુકાન ખાલી ન કરનાર યુવક પર 50 થી વધુ લોકોએ હુમલો કર્યો છે અને તેની દુકાન પર પથ્થર મારો કર્યો છે." }
{ "en": "Two people have been injured in the incident.", "gu": "આ પથ્થરમારામાં 2 વ્યક્તિને ઈજા થઈ છે." }
{ "en": "As soon as the incident was reported, the police reached the spot and arrested five people.", "gu": "ઘટનાની જાણ થતા જ પોલિસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને 5 વ્યક્તિની ધરપકડ કરી છે." }
{ "en": "The possibility of the forest department and their relatives being responsible for the lion's death.", "gu": "સિંહોના મોત પાછળ વનવિભાગ અને તેમના મળતીયાઓ જ જવાબદાર હોવાની શક્યતા" }
{ "en": "To cover this incident, when Delhi and Dehradun teams came to the spot for investigation, the truck load of the bones of dead animals, near Pavna Chakki, was removed from here.", "gu": "આ ઘટનાને ઢાંકવા માટે જ્યારે દિલ્હી અને દેહરાદૂનની ટીમ તપાસ અર્થે આવી ત્યારે આ પાવન ચક્કી પાસે પડેલા એક ગાડી પશુઓના હાડકા અહીંથી હટાવી દેવામાં આવ્યા હતા" }
{ "en": "Hetendra Singh Rathod, Khambha: The loss of 23 lions one after another at Sarsiya Vidi Dulkhaniya range of the Gir East region has disturbed the entire state.", "gu": "હિતેન્દ્રસિંહ રાઠોડ, ખાંભાઃ ગીર પૂર્વની દલખાણીયા રેન્જની સરસિયા વીડી ખાતે એક બાદ એક 23 સિંહ મોતને ભેટતા સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયો છે." }
{ "en": "Although this incident took place more than two weeks ago, the forest department has no solid information.", "gu": "આ ઘટનાને લગભગ બે અઠવાડીયાથી વધુ સમય થઈ ગયો હોવાછતાં વનવિભાગ પાસે કોઈ નક્કર માહિતી નથી." }
{ "en": "Following that, other healthy lions are being banned in the name of the virus and the incident is being diversified.", "gu": "જેને પગલે અન્ય સ્વસ્થ સિંહોને વાઇરસના નામે બંધી બનાવી ઘટનાને ડાઇવર્ટ કરવામાં આવી રહી છે." }
{ "en": "According to the data, there is a possibility that the forest department and their relatives are responsible for the lions' death.", "gu": "મળતી માહિતી પ્રમાણે સિંહોના મોત પાછળ વનવિભાગ અને તેમના મળતીયાઓ જ જવાબદાર હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે." }
{ "en": "According to the sources, at Sarsiya Vidi near Pavna Chakki, due to eating 14 sick goats, two cows and one dead buffalo infected with rabies, the lions are likely to have died due to serious viruses.", "gu": "સૂત્રો મુજબ, સરસિયા વીડીમાં પવનચક્કી પાસે નાંખવામાં આવેલા 14 રોગિષ્ટ બકરાં, 2 ગાય અને હડકવામાં મૃત્યું પામેલી 1 ભેંસ સહિતના પશુઓના મૃતદેહ ખાવાને કારણે સિંહો ગંભીર વાઇરસનો શિકાર થતા મોતને ભેટ્યા હોવાની સંભાવના છે." }
{ "en": "Forest Department officials want to suppress the case.", "gu": "વનવિભાગના અધિકારીઓ દબાવવા માગે છે મામલો" }
{ "en": "The corrupt officials of the forest department may try to cover this incident, even though there are some dutiful officers and employees too, who want to bring open the responsible forest department in this incident.", "gu": "આ ઘટના પર વનવિભાગના ભ્રષ્ટ અધિકારીઓ ભલે ઢાંક પિછોડો કરે પણ તેમની સામે કર્તવ્યનિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ પણ છે અને તે આ ઘટનામાં જવાબદાર વનવિભાગને ખુલ્લું પાડવા માંગે છે." }
{ "en": "However, these officers are kept away from the case.", "gu": "જો કે આ પ્રકારના અધિકારીઓને સમજી વિચારીને જ દૂર રાખવામાં આવી રહ્યા છે." }
{ "en": "A virus entered the lions due to eating dead animals: forest officials", "gu": "મૃત પશુઓને ખાવાથી સિંહોમાં વાઇરસ પ્રવેશ્યોઃ વન અધિકારી" }
{ "en": "A forest official on the condition of anonymity said that 7 lions' deaths are being shown as the in-fighting, while 16 others have died due to the virus.", "gu": "આ અંગે એક વન અધિકારી દ્વારા નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું કે 7 સિંહના મોત ઇનફાઈટમાં બતાવવામાં આવી રહ્યા છે, જ્યારે અન્ય 16 સિંહ વાઇરસના કારણે મોતને ભેટ્યા છે." }
{ "en": "The lions who died due to the virus had consumed dead animals at Sarsiya Vidi.", "gu": "વાઇરસને કારણે મૃત્યું પામેલા સિંહોમાં સરસિયા વીડીમાં નાંખવામાં આવેલા મૃત પશુઓને ખાવાથી વાઇરસ પ્રવેશ્યો હતો." }
{ "en": "By the time the forest department was informed of this incident, the lions had already caught this virus.", "gu": "વનવિભાગને આ ઘટનાની જાણ થઈ ત્યાં સુધીમાં તો સિંહો આ વાઇરસનો શિકાર થઈ ચૂક્યા હતા." }
{ "en": "However, it is difficult to determine how many lions ate this meat.", "gu": "જો કે કેટલા સિંહોએ આ માંસ ખાધું તે નક્કી કરવું મુશ્કેલ છે." }
{ "en": "Know more about the details of how the virus spread and how the bones of dead animals were removed.", "gu": "આગળ જાણો દિલ્હીની ટીમ આવી ત્યારે મૃતપશુઓના હાડકા હટાવી લેવાયા અને કેવી રીતે વાઇરસ ફેલાયો તે અંગેની વિગતો" }
{ "en": "To save the lions, CDV antiviral vaccine was sent to the Rajkot from the US, it was then sent to Junagadh.", "gu": "સિંહોને બચાવવા USથી રાજકોટ આવી CDV વાઇરસ વિરોધી રસી, જૂનાગઢ મોકલાઈ" }
{ "en": "Until the CBI or CID investigate, the truth won't be exposed.", "gu": "આ ઘટનાની જ્યાં સુધી સીબીઆઈ કે સીઆઇડી તપાસ નહીં થાય ત્યાં સુધી હકકિત બહાર આવી શકશે નહીં" }
{ "en": "When the team from Delhi came, the bones of the dead animals were removed.", "gu": "દિલ્હીની ટીમ આવી ત્યારે મૃતપશુઓના હાડકા હટાવી લેવાયા" }
{ "en": "At present, 30 lions have been caught and kept at Jasadhar Animal Care, and this incident is being diversified.", "gu": "હાલ જંગલમાંથી 30 જેટલા સિંહને પકડીને જસાધાર એનિમલ કેર ખાતે રાખવામાં આવ્યા છે અને આ ઘટનાને ડાઇવર્ટ કરવામાં આવી રહી છે." }
{ "en": "The official further said that when the team of Delhi and Dehradun came to the spot, to cover the incident, a truck load of the bones of dead animals, near Pavna Chakki, was removed from the area.", "gu": "આ અધિકારીએ વધુમાં જણાવ્યું કે,આ ઘટનાને ઢાંકવા માટે જ્યારે દિલ્હી અને દેહરાદૂનની ટીમ તપાસ અર્થે આવી ત્યારે આ પાવન ચક્કી પાસે પડેલા એક ગાડી પશુઓના હાડકા અહીંથી હટાવી દેવામાં આવ્યા હતા." }
{ "en": "This work was done by the interstate laborers so that no one can knew about it. The fact is that the forest department is responsible somewhere behind this lions' deaths.", "gu": "કોઈને પણ જાણ ન થાય તે માટે આ કામગીરી આંતરરાજ્યના મજૂરો પાસે કરાવવામાં આવી હતી.એક વાત તો સત્ય હકીકત છે કે, આ સિંહોના મોત પાછળ ક્યાંકને ક્યાંક વનવિભાગ જવાબદાર છે." }
{ "en": "We won't know the truth till the CBI or the CID investigation is done. A division official on condition of anonymity said that 28 days ago, at Pawanchalkki in Sarsiya Vidi, 14 dead diseased goats from Virpur village, 2 diseased cows of Govindpur and 1 buffalo infected with rabies from some village was placed here.", "gu": "આ ઘટનાની જ્યાં સુધી સીબીઆઈ કે સીઆઇડી તપાસ નહીં થાય ત્યાં સુધી હકકિત બહાર આવી શકશે નહીં.વનવિભાગના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, 28 દિવસ પહેલા સરસિયા વીડીમાં આવેલી પવનચક્કી પાસે વીરપુર ગામના 14 મૃત રોગિષ્ટ બકરાં, ગોવિંદપુરની 2 રોગિષ્ટ ગાય અને કોઈ ગામની 1 હડકાયી ભેંસને અહીં નાંખવામાં આવ્યા હતા." }
{ "en": "In the dead lions, the virus was ingested by eating dead cattle in n Sarsiya Vidi.", "gu": "મૃત્યું પામેલા સિંહોમાં સરસિયા વીડીમાં નાંખવામાં આવેલા મૃત પશુઓને ખાવાથી વાઇરસ પ્રવેશ્યો હતો." }
{ "en": "After eating dogs or other carnivorous animals, the virus spreads.", "gu": "કૂતરા કે અન્ય માંસાહારી પશુને ખાધા બાદ ફેલાઇ છે વાઇરસ" }
{ "en": "It is true that this virus has spread after eating dog or other carnivorous animals, but in the sunlight, the saliva bacteria of the animal disappears only in seconds in the meat consumed by dogs or other animals.", "gu": "એક વાત સાચી છે કે કૂતરા કે અન્ય માંસાહારી પશુને ખાધા બાદ આ વાઇરસ ફેલાઇ છે, પરંતુ સનલાઈટમાં જો કૂતરા કે અન્ય પશુ પ્રાણી દ્વારા ખાવામાં આવેલા માસમાં તે પ્રાણીની લાળના બેક્ટેરિયા ગણતરીની સેકન્ડ્સમાં જ ગાયબ પણ થઈ જાય છે." }
{ "en": "If a rogue dog has eaten a dead animal and a lion or a wild animal eat the same animal, this virus enters the lion or wild animal's body directly.", "gu": "જો કોઈ હડકાયા કૂતરાએ પશુનું મારણ ખાધું હોય અને તેણે ખાધેલું મારણ સિંહ કે વન્ય પ્રાણી ખાય તો આ વાઇરસ સીધો તેના શરીરમાં પ્રવેશી જાય છે." }
{ "en": "Ajab-Gajab Desk:- A couple in the Philippines was shocked when they saw their new born child, because the baby was born without a face.", "gu": "અજબ-ગજબ ડેસ્કઃ- ફિલીપીન્સમાં એક કપલ ત્યારે શોક્ડ થઈ ગયુ જ્યારે તેણે પોતાના બાળકને જોયો, કારણ કે તે બાળક ચહેરા વિના જ જન્મ્યો હતો." }
{ "en": "This is due to a rare type of physical disorder, which occurs to approximately one in 20,000.", "gu": "એક દુર્લભ પ્રકારના ફિઝિકલ ડિસઓર્ડરના કારણે આવુ થયુ, જે આશરે 20 હજાર ભ્રૂણોમાંથી કોઈ એકને થાય છે." }
{ "en": "The child's parents say that this has happened due to the side effects of a drug.", "gu": "બાળકના પેરેન્ટ્સનુ કહેવુ છે કે દવાના સાઇડ ઇફેક્ટના કારણે આવું થયુ છે." }
{ "en": "Knowing about the child, the father was in trauma, while the mother had lost consciousness.", "gu": "બાળકના વિશે જાણીને એક તરફ જ્યાં પિતાને ભયાનક સદમો લાગ્યો છે તો બીજી તરફ માતા સૂધબૂધ ગુમાવી બેઠી હતી." }
{ "en": "Doctors did not expect that the child would live longer, although after all the problems, the child is still alive and recently they celebrated his first birthday.", "gu": "ડૉક્ટર્સને અપેક્ષા ન હતી કે તે વધુ દિવસ સુધી જીવી શકશે, જોકે તમામ સમસ્યાઓ પછી પણ તે જીવે છે અને હાલમાં જ તેણે તેનો પહેલો બર્થડે પણ સેલિબ્રેટ કર્યો હતો." }
{ "en": "This is a story of Matthew Gillado, the one-year-old son of Raven and his wife Isabel, who live in the Philippines.", "gu": "આ સ્ટોરી ફિલીપીન્સમાં રહેતા રાવેન અને તેની પત્ની ઇસાબેલના એક વર્ષના દીકરા મૈથ્યૂ ગિલાડોની છે." }
{ "en": "He was born last year without a face.", "gu": "જેનો જન્મ ગયા વર્ષે વિના ચહેરાનો થયો હતો." }
{ "en": "It was due to a rare type of physical disorder.", "gu": "એક ખૂબ જ દુર્લભ પ્રકારના જન્મજાત ડિસઓર્ડરના કારણે આવુ થયુ." }
{ "en": "Due to this illness, during pregnancy, the cranial vault bone lying in the skull did not form and his face could not form.", "gu": "આ બીમારીના કારણે ગર્ભાવસ્થા દરમિયાન મૈથ્યૂના મગજમાં રહેલા ક્રેનિયલ વોલ્ટનું હાડકું ન બની શક્યુ અને તેનો ચહેરો કોઈ આકાર ન લઈ શક્યો." }
{ "en": "After that, his face looks as if a bomb has exploded within his head.", "gu": "તેના પછી જોવામાં તેનો ચહેરો એવો લાગે છે જાણે તેના માથાની અંદર બોમ ફાટી ગયો હોય." }
{ "en": "In July last year, when the child's mother, Isabel Gilado, went for the first ultrasound, after seeing the report, doctors thought that the unborn baby was less likely to survive.", "gu": "ગયા વર્ષે જુલાઈમાં જ્યારે બાળકની માતા ઇસાબેલ ગિલાડો પહેલો અલ્ટ્રાસાઉન્ડ કરાવવા ગઈ હતી તો રિપોર્ટ જોઈને ડૉક્ટર્સને ગર્ભસ્થ બાળકના જીવવાની શક્યતા ઘણી ઓછી લાગી હતી." }
{ "en": "However, despite all the problems and the doubts of the doctors, he was born on 3rd October last year.", "gu": "જોકે, તમામ સમસ્યાઓ અને ડૉક્ટર્સની આશંકાઓ પછી પણ ગયા વર્ષે 3 ઓક્ટોબરના તેનો જન્મ થયો." }
{ "en": "According to the couple, Isabel had a fever in the first month of pregnancy.", "gu": "કપલના મુજબ પ્રેગ્નેન્સીના પહેલા મહિનામાં ઇસાબેલને તાવ આવી ગયો હતો." }
{ "en": "After that, she took a medicine called Bioflu for a week.", "gu": "તેના પછી તેણે એક વીક માટે બાયોફ્લૂ નામની દવા લીધી હતી." }
{ "en": "Which is made up of phenylphrine HCI, chlorphaminamine and paracetamol.", "gu": "જે ફેનાઇલફ્રાઇન HCI, ક્લોરફેનામાઇન નરેટ અને પેરાસિટામોલથી મળીને બને છે." }
{ "en": "The parents think that this drug might have spoiled the face of the child.", "gu": "કપલને લાગે છે કે આ દવાના કારણે જ બાળકનો ચહેરો બગડી ગયો હશે." }
{ "en": "Because the face is not in a proper shape, there are a lot of problems in feeding the baby..", "gu": "યોગ્ય શેપમાં ચહેરો ન હોવાથી બાળકને ખવડાવા-પીવડાવામાં પણ ખૂબ સમસ્યાઓ આવે છે." }
{ "en": "He has to be fed drops of milk.", "gu": "તેને ટીપા-ટીપા કરીને દૂધ પીવડાવવું પડે છે." }
{ "en": "Also, it is necessary to give vitamin supplements to keep him healthy.", "gu": "સાથે જ હેલ્ધી બનાવી રાખવા માટે તેને વિટામિનની ગોળીઓ પણ આપવી પડે છે." }
{ "en": "The father was frightened after seeing the face of the child.", "gu": "બાળકનો ચહેરો જોઈને ગભરાઇ ગયા હતા પિતા" }