news
stringlengths
209
9.48k
class
int64
0
2
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ઘ્વારા તહેવારની શરૂઆતમાં લોકોને એક મોટી રાહત આપી છે . આરબીઆઇ સમીક્ષા બેઠકમાં રેપો રેટ સ્થિર રાખવામાં આવ્યો છે . આરબીઆઇ ક્રેડિટ પોલિસીમાં રિઝર્વ બેંક ઘ્વારા રેપો રેટ નથી વધારવામાં આવ્યો . આરબીઆઇ ઘ્વારા રેપો રેટ 6.50 ટકા જાળવી રાખવામાં આવ્યો છે , જયારે રિવાઇઝ રેપો રેટ 6.25 ટકા છે . બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે નીતિગત દરોમાં કોઈ પણ બદલાવ નહીં કરવામાં આવે , જયારે ઈન્ફ્લેશન રેટ પણ 4 ટકા જેટલો જ રહેશે . આરબીઆઇ ઘ્વારા વિત્તીય વર્ષ 2019 દરમિયાન જીડીપી ગ્રોથ 7.4 ટકા રહેવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે . રિઝર્વ બેંક સમીક્ષા બેઠક પહેલા આ વાતની સંભાવના ખુબ જ વધારે હતી કે આરબીઆઇ રેપો રેટમાં વધારો કરી શકે છે , જેથી મોંઘવારીને કાબુમાં લઇ શકાય . પરંતુ આરબીઆઇ ઘ્વારા લોકોને રાહત આપવામાં આવી છે . SBIના ગ્રાહકો માટે ખાસ ખબર , હવે 20 હજારથી વધુ રૂપિયા નહિ ઉપાડી શકો બેઠકમાં આરબીઆઇ ઘ્વારા મોંઘવારી 4 ટકા રાખવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે પરંતુ આ વખતે મોંઘવારી બેન્કના લક્ષ્ય કરતા ઉપર રહી છે . ધ્યાન આપવા જેવી બાબત છે કે આ પહેલાની બે સમીક્ષા બેઠકોમાં રિઝર્વ બેંકે રેપો રેટમાં વધારો કર્યો હતો . છેલ્લી વખતે કરવામાં આવેલા વધારા સાથે હાલમાં રેપો રેટ 6.5 ટકા જેટલો છે .
0
બેંગ્લોર , 28 મેઃ આઇપીએલમાં સ્પોટ ફિક્સિંગ સ્કેન્ડલના ખુલાસા બાદ જે ખેલાડીઓને અભિનેત્રીઓ સાથે સંબંધ રહ્યાં છે , તેમના અંગે ફિલ્મી વિશ્વમાં ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે . આઇપીએલના પહેલા સંસ્કરણમાં ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર લક્ષ્મી રાયનું નામ હાલ ચર્ચામાં રહ્યું છે . નોંધનીય છે કે , પહેલા તેનું નામ એસ શ્રીસંથ સાથે જોડવામાં આવ્યું હતું . દક્ષિણ ભારતની આ અભિનેત્રીનું નામ ટીમ ઇન્ડિયાના સુકાની મહેન્દ્ર સિંહ ધોની સાથે પણ જોડવામાં આવ્યું છે . સ્પોટ ફિક્સિંગમા શ્રીસંથનું નામ આવ્યા બાદ લક્ષ્મી રાયે આ વાતનો ઇન્કાર કર્યો છે કે તેનો ક્યારેય શ્રીસંથ સાથે સંબંધ રહ્યો છે . તેમણે જણાવ્યા પ્રમાણે તે છેલ્લે ત્રણ વર્ષ પહેલા શ્રીસંથને મળી હતી . તેણે એ વાત પ્રત્યે આપત્તિ વ્યક્ત કરી છે કે અનાવશ્યક રીતે તેનું નામ કોઇ ખેલાડી સાથે જોડી દેવામાં આવી રહ્યું છે . તેનાથી તેનું વ્યક્તિગત જીવન પ્રભાવિત થઇ રહ્યું છે . તેણે જણાવ્યું કે , તેના જીવનમાં કોઇ વ્યાપારી છે . શ્રીસંથ સાથે તેનું નામ ત્યારે ચર્ચામાં આવ્યું જ્યારે તેણે એક ફોટોશૂટ કરાવ્યું હતું . ત્યારબાદ શ્રીસંથ અને અભિનેત્રીને લઇને વાતો ઉડવા લાગી હતી , પરંતુ હવે તે શ્રીસંથ સાથે સંબંધોની અફવાઓને લઇને અપસેટ છે . જુઓ શ્રીસંથ અને લક્ષ્મી રાયનુ ફોટોશૂટ
2
કિંમતોમાં વધારા બાદ દિલ્હીમાં વેટ સહિત પેટ્રોલના ભાવ 2.83 રૂપિયા વધારી 74.10 રૂપિયે લીટર થઇ ગયા , જ્યારે મુંબઇમાં તે 78.61 રૂપિયાથી વધીને 81.57 રૂપિયા પ્રતિ લીટર થશે . જૂન બાદથી પેટ્રોલના ભાવમાં સતત છઠ્ઠી વખત વધારો થયો છે . આ દરમિયાન અત્યારસુધી પેટ્રોલના ભાવમાં કુલ 9.17 રૂપિયા લીટર સુધી વધી ગયા છે , જો કે , આ વધારામાં વેટ સામેલ નથી , જો વેટને સામેલ કરવામાં આવે તો દિલ્હીમાં એક જૂનથી અત્યારસુધીમાં પેટ્રોલ 11 રૂપિયા લીટર મોંઘુ થયું છે . ડીઝલના ભાવમાં 50 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે . વેટ સાથે આ વધારો 57 પૈસાનો થશે . દિલ્હીમાં આ વધારા સાથે ડીઝલ હવે 51.97 રૂપિયામાં વેચાશે . મુંબઇમાં તે 58.86 રૂપિયામાં વેચાશે . ઓઇલ કંપનીઓ દર બે અઠવાડિયે પેટ્રોલના ભાવની સમીક્ષા કરે છે . જૂન 2010 બાદ લાગુ કરવામાં આવેલા નવા આર્થિક માહોલમાં સરકારી કંપનીઓ પેટ્રોલના ભાવ વધારવા માટે સ્વતંત્ર છે . જ્યારે ડીઝલની કિંમતો પર હજુ પણ સરકારનું નિયંત્રણ છે . ભારત ઓઇલની પોતાની 80 ટકા જરૂરિયાતોન આયાત પર નિર્ભર છે .
0
કરણ જૌહરની નટખટ રાધાએ હાઈવેમાં એક સીધી - સાદી છોકરીનો અવતાર ધર્યો છે . નટખટ રાધાને ઓળખ્યાં કે કેમ ? અરે એ જ નટખટ રાધા સ્ટુડન્ટ ઑફ ધ ઈયર ફૅમ આલિયા ભટ્ટ . પોતાની પ્રથમ જ ફિલ્મ દ્વારા લોકોના દિલોમાં રાજ કરનાર આલિયા ભટ્ટ પોતાની બીજી ફિલ્મ હાઈવેમાં એક સીધી - સાદી છોકરીનો રોલ કરી રહ્યાં છે . ફિલ્મનું શૂટિંગ લગભગ સમાપ્તિના આરે છે અને આલિયાની માનીએ તો હાઈવે તેમના માટે પડકારજનક ફિલ્મ રહી . ગત વર્ષે કરણ જૌહર નિર્મિત સ્ટુડન્ટ ઑફ ધ ઈયર ફિલ્મમાં એક મૉડર્ન છોકરીની ભૂમિકા સાથે આલિયા ભટ્ટે પોતાના ફિલ્મી કૅરિયરની શરુઆત કરી હતી . દિગ્દર્શક ઇમ્તિયાઝ અલી તેમજ નિર્માતા સાજિદ નડિયાદવાલાની હાઈવે ફિલ્મમાં આલિયા ભટ્ટ એક સીધી - સાદી છોકરીના રોલમાં છે . ફિલ્મની વાર્તા બે એવા યુવાનોની છે કે જેમના સ્વભાવ એક - બીજાથી વિરુદ્ધ છે . આવો હાઈવે ફિલ્મની તસવીરી ઝલક સાથે જાણીએ આલિયા ભટ્ટના ફિલ્મ સાથે જોડાયેલા અનુભવો .
1
વૈશ્વિક બજારો સાથે જોડાયેલી કોમોડિટીને પહેલાં પણ સાંજના ટ્રેડિંગની મંજૂરી આપવામાં આવી હતી , પરંતુ છથી સાત વર્ષ પહેલાં આ પ્રમાણેના સાંજના વાયદા બંધ કરી દેવામાં આવ્યા હતા . વેપારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે સાંજના ટ્રેડિંગમાં હેડિંગ માટે કોઈ ચોકક્સ હેતુ રાખવામાં આવ્યો ન હતો અને સાંજના સમયના ટ્રેડિંગમાં હેજરો પણ ઓછા સક્રિય રહેતા હતા . તે ઉપરાંત સાંજના વેપારમાં ડબ્બા ટ્રેડિંગ અને ઉત્તર ભારત અને પશ્ચિમના અમુક દેશોમાં ખોટા ટ્રેડિંગને પ્રોત્સાહન મળતું હતું . આમ , અનેક સમસ્યાઓ સર્જાવાને કારણે એફ્એમસી દ્વારા સાંજનું ટ્રેડિંગ બંધ કરાવી દેવામાં આવ્યુ હતું . એફએમસીના ચેરમેન દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે એફએમસી દ્વારા એક્સચેન્જોમાં સાંજના ટ્રેડિંગને મંજૂરી આપવા માટે એકસચેન્જો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા છે . સોયાબીન અને તેલ , ક્રૂડ પામ તેલ , કપાસ , રબર ભારતીય શેરબજારમાં વૈશ્વિક કોમોડિટી એક્સચેન્જમાં સમાવેશ થાય છે . એફએમસી દ્વારા સૂચનો માગવામાં આવ્યાં છે કે એવી કઈ કઈ કોમોડિટી છે જેને સાંજના ટ્રેડિંગ સેશનમાં મજૂરી આપવી જોઈએ . એક એક્સચેન્જના અગ્રણી અધિકારીએ જણાવ્યું છે કે , માત્ર સોયાબીન અને ક્રૂડ ઓઈલમાં સાંજના વેપાર કરવાની મંજૂરી આપવી જોઈએ કારણ કે રબરનું મોટા ભાગનું ટ્રેડિંગ જાપાનમાં થાય છે અને પામ તેલનું મલેશિયા અને ઈન્ડોનેશિયામાં ટ્રેડિંગ કરવામાં આવે છે અને આ બજારો ભારતના સમયે સવારથી જ શરૂ થઈ જતા હોય છે . નિષ્ણાતોના મત પ્રમાણે પહેલાં પણ જ્યારે કોમોડિટી એકસ્ચેન્જમાં સાંજનું ટ્રેડિંગ શરૃ કરવામાં આવ્યું ત્યારે ખોટા વેપારોને પ્રોત્સાહન મળ્યું હતું અને આ વખતે પણ ખોટા વેપારને પ્રોત્સાહન મળવલાનો ભય રહેલો છે . એફ્એમસી દ્વારા શનિવારે એકસચેન્જો બંધ રાખવાની પણ ભલામણ કરવામાં આવી છે , કારણકે મોટા ભાગના એક્સચેન્જમા શનિવારે રોજિંદા વેપાર કરતા 50થી 70 ટકા જેટલા વેપારો ઓછા થતા હોય છે .
0
ભારતના બજારો અને બિઝનેસમાં સતત ઉતાર ચઢાવ જોવા મળે છે . સરકારના એક નિર્ણય કે નીતિની અસરથી વૃદ્ધિ , વિકાસ , રોજગારી , મોંઘવારી પર અસર પડે છે . ભારતનું ઉદ્યોગ જગત કઇ દિશામાં કેવી રીતે આગળ વધી રહ્યું છે . તેના રોજે રોજની મહત્વની હાઇલાઇટ્સ વાંચવા માટે સ્લાઇડરમાં ક્લિક કરો . . . માર્કેટમાં નવું IPO કૌભાંડ રંધાઇ રહ્યું છે ? ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ મુજબ ગણતરીના ઓપરેટર્સે વર્ષ 2005ના આઇપીઓ કૌભાંડમાં રિટેલ રોકાણકારોના હિસ્સાના શેર ' કોર્નર ' કરવા સંખ્યાબંધ ડિમેટ એકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો . હવે આવું જ ' કૌભાંડ ' હાલ બોન્ડ માર્કેટમાં ચાલી રહ્યું હોવાની શંકા છે . કેટલીક બ્રોકિંગ કંપનીઓ નોન - કન્વર્ટિબલ ડિબેન્ચર્સ ( NCD ) અને ટેક્સ ફ્રી બોન્ડ ઇશ્યૂમાંથી ઝડપી રોકડી કરવા પોતાના જ ગ્રાહકોના ડિમેટ ખાતા અને પરમેનન્ટ એકાઉન્ટ નંબર ( PAN ) ભાડે લઈ રહી છે . ટાટા મોટર્સની સાણંદ પ્લાન્ટ માટે નવી યોજના ટાટા મોટર્સે નિર્ણય લીધો છે કે હવે સાણંદ પ્લાન્ટમાં નેનોની સિવાય બીજી કારોનો પ્રોડક્શન પણ કરવામાં આવશે . નેનોનું ઓછું ઉત્પાદનના કારણે સાણંદ પ્લાન્ટની ક્ષમતાનો પૂરો ઉપયોગ નથી થઈ રહ્યો . ટાટા મોટર્સના સાણંદ પ્લાન્ટમાં 20,000ની ક્ષમતાવાળા પ્લાન્ટમાં ફક્ત 2000 નેનો જ બની રહ્યા છે . એટલે સાણંદ પ્લાન્ટની અસેંબલી લાઈનમાં બદલાવ થયો છે . પૂરી ક્ષમતાની સાથે પ્લાન્ટનો ઉપયોગના ઉપાયો પર વિચાર કરી રહ્યા છે . ડેબ્ટ મ્યુચ્યુઅલ ફંડ પર ટેક્સ 10 જુલાઇથી ગણાશે શુક્રવારે કેન્દ્રના નાણાપ્રધાન અરુણ જેટલીએ લોકસભામાં સંબંધિત રાહતની જાહેરાત કરતા જણાવ્યું હતું કે ડેબ્ટ મ્યુચ્યુઅલ ફંડ પરના વેરાનો 20 ટકાનો ઊંચો કર 1 એપ્રિલ , 2014ને બદલે , આ વર્ષનું અંદાજપત્ર રજૂ કરવાની તારીખ એટલે કે 10મી જુલાઇ , 2014થી અમલી ગણાશે . જેના કારણે રોકાણકારોને આંશિક રાહત મળી છે . ડીઝલના વેચાણની નવી નીતિ ઘડવાની તૈયારી શરૂ ચાલુ ખાતાની ખાધ ઘટાડવાના ઉપાય તરીકે સરકાર ડીઝલના વેચાણની નવી નીતિ તૈયાર કરી રહી છે . આ દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી ચૂકી છે . નરેન્દ્ર મોદી સરકાર તે મોંઘી ગાડીઓને સસ્તુ ડિઝલ આપવાનું બંધ કરશે . આ માટે એક ઉચિત ટેકનીકની શોધખોળ કરવામાં આવી રહી છે . જેનાથી પેટ્રોલ પંપ ઉપર એસયુવી જેવા વાહનોએ વધુ કિંમતે ડિઝલ ખરીદવુ પડશે .
0
બૉલીવુડ ફિલ્મોના નામ સામાન્ય રીતે મુંઝવણ પેદા કરે છે . શરુઆતમાં કે પછી રિલીઝથી બરાબર પહેલા ઘણી વખત ફિલ્મોના નામ બદલાઈ જાય છે . દિગ્દર્શકોએ તાબડતોડ નામ બદલવા પડે છે . ક્યારેક મેંટલનું નામ બદલાઈ જય હો કરી દેવામાં આવે છે , તો ક્યારેક અભિનેત્રી ફિલ્મનું નામ હીરોઇન થઈ જાય છે . નેમ ચેંજ ગેમ કરનાર નવી ફિલ્મોની યાદી જોઇએ , તો અનેક નામો સામે આવે છે . લેટેસ્ટ નેમ ચેંજ ન્યુઝમાં અમિતાભ બચ્ચન અને ફરહાન અખ્તરની ફિલ્મ દો છે . ફિલ્મ દોનું નામ બદલીને વઝીર કરી દેવામાં આવ્યું છે . તેવી જ રીતે કરણ જૌહરની ફિલ્મ વૅરિયર પણ હવે બની ગઈ છે બ્રધર . ચાલો તસવીરો સાથે જાણીએ કઈ - કઈ ફિલ્મો સાથે થઈ નેમ ચેંજ ગેમ :
1
વિશ્વમાં એક રીતે જોઇએ તો ક્રિકેટ અને ફૂટબોલ બે એવી રમતો છે કે જેનો ક્રેઝ દરેક દેશોમાં છવાયેલો જોવા મળે છે . જોકે આ સાથે જ અનેક એવી રમતો છે , જે વિશ્વના અમુક ભાગોમાં ઘણી જ લોકપ્રિય છે અને એ રમતો સાથે જોડાયેલા ખેલાડીઓના ચાહકોની સંખ્યા પણ વધારે છે . તો તેમાની કેટલીક રમતો ના દર્શકો ભારત જેવા અન્ય દેશો કે જ્યાં એ રમતોનો જોઇએ તેટલો ક્રેઝ નથી છતાં દર્શકો અને એ રમતોના રસિકો આપણને જોવા મળી જાય છે . જેને ધ્યાનમાં રાખીને અમે અહીં આજના ટોપ સ્પોર્ટ્સ ન્યુઝ અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ . આજના તાજા સમાચારની વાત કરવામાં આવે તો કોમનવેલ્થ ગેમ્સના ઉદ્ઘાટનમાં ભારતીય તિરંગાનું અપમાન કરતા તને ઉંઘો પકડવામાં આવ્યો હતો . જેની ટીકા થઇ રહી છે . જોકે ભારતીય ચેફ દે મિશન રાજ સિંહે કહ્યું છેકે તેમણે કમિટીને આ અંગે વાત કરી અને તુરંત આ ભૂલને સુધારી લેવા કહ્યું હતું . વિશ્વભરમાં સ્પોર્ટ્સ ન્યુઝ પર એક આછેરી નજર મારવા માટે તસવીરો પર ક્લિક કરો .
2
ઇન્શ્યોરન્સની વાત આવે ત્યારે દરેક વ્યક્તિ સજાગ થઇ જાય છે . મીઠાબોલા ઇન્શ્યોરન્સ એજન્ટની વાત ધ્યાનથી સાંભળે છે . અનેકવાર આ એજન્ટ્સ વ્યક્તિના જોખમ સામે વીમો લેવાને બદલે રોકાણના વિકલ્પ તરીકે વીમો લેવા માટે સમજાવે છે . આમાં તેમનો કોઇ વાંક પણ નથી . તેઓ આપણેને એજ વેચે છે જે આપણે ખરીદવા માંગીએ છીએ . પણ અહીં વિચારવાની બાબત એ છે કે શું ખરેખર વીમો એટલે કે ઇન્શ્યોરન્સ એ રોકાણ એટલે કે ઇન્વેસ્ટમેન્ટને લાયક છે ? આ અંગે પર્સનલ ફાઇનાન્સ અને ઇન્વેસ્ટમેન્ટના એક્સપર્ટનું શું કહેવું છે તે જાણવા યોગ્ય છે . તેના આધારે વ્યક્તિએ ઇન્શ્યોરન્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું કે નહીં તેનો નિર્ણય લેવો જોઇએ . . . ઇન્શ્યોરન્સનો મૂળ હેતુ સમજો વીમાનો મૂળ હેતુ જોખમ અને મૃત્યુ જેવા ગંભીર જોખમના સમયે આર્થિક સંકટમાંથી રક્ષણ આપવાનો છે . આ કારણે જ વીમા પોલિસી વ્યક્તિના મૃત્યુ બાદ તેની ગેરહાજરીમાં વ્યક્તિ પર નિર્ભર લોકોને રક્ષણ આપે છે . જેના કારણે વ્યક્તિના મૃત્યુ બાદ જો આવક અટકી જાય તો પણ પરિવારનું ભરણ પોષણ થઇ શકે તેટલી રકમ વીમાદારને મળે છે . મુંજવણ ક્યારે ઉભી થાય સામાન્ય રીતે વીમા પોલિસી ખરીદનાર વ્યક્તિ જેટલી રકમનો વીમો ઉતારવામાં આવ્યો હોય તે મુજબ તેનું વાર્ષિક પ્રીમિયમ ભરે છે . વ્યક્તિનું જ્યારે મૃત્યુ થાય છે ત્યારે તેના કુટુંબને પોલિસી મુજબના નાણા મળે છે . આ તબક્કા સુધી કોઇ જ મુંઝવણ હોતી નથી . ખરી મુંઝવણ ત્યારે ઉભી થાય છે જ્યારે વ્યક્તિ જોખમ સામે રક્ષણ મેળવવાને બદલે રોકાણ કરવા માટે વીમા પોલિસી ખરીદવાનો વિચાર કરે છે . ઇન્શ્યોરન્સ V / S ઇન્વેસ્ટમેન્ટ વીમા પોલિસીમાં આર્થિક સુરક્ષાનો જે હેતુ છે તે મૃત્યુ બાદ કુટુંબને લાભ આપવાનો છે . જો કે વર્તમાનમાં સ્થિતિ એ છે તે મોટા ભાગના પોલિસી ખરીદદારો જોખમ સામે સુરક્ષાને બદલે વીમા પોલિસીમાં રોકાણ કરવાથી લાભ થાય છે તેવા હેતુથી તેની ખરીદી કરે છે . વાસ્તવમાં જ્યારે વ્યક્તિ વીમા પોલિસીમાં દર્શાવેલી ટર્મ્સ અને કન્ડિશન્સ મુજબ ચોક્કસ વર્ષો જેમ કે 20 વર્ષ દરમિયાન મૃત્યુ નથી પામતી ત્યારે તેના હાથમાં કોઇ પ્રકારનો લાભ આવતો નતી . તેણે 10 વર્ષ કે 20 વર્ષ સુધી જે પ્રીમિયમ ભર્યું તે હાથમાંથી ગયું . રોકાણ તરીકે વીમા પોલિસી મોંઘો વિકલ્પ રોકાણની દ્રષ્ટિએ જોઇએ તો મોટા ભાગની વીમા પોલિસી ખર્ચાળ વિકલ્પ પુરવાર થાય છે . ચોક્કસ વર્ષ જેમ કે 20 વર્ષ બાદ તમને ચોક્કસ લાભ મળશે તેવા વિકલ્પ આપતી પોલિસીનું પ્રીમિયમ વધારે હોય છે . સાથે તમે આ 20 વર્ષોમાં જે પ્રિમિયમ ભરીને જે રોકાણ કર્યું તેટલું રોકાણ અન્ય ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં કર્યું હોય તો વીમાની સરખામણીમાં વધારે લાભ મળે છે . વળતરની ગણતરી કોઇ પણ રોકાણકાર માટે સૌથી મહત્વની બાબત એ હોય છે કે તેણે કરેલા રોકાણ પર મળતું વળતર યોગ્ય પ્રમાણમાં મળે છે કે નહીં . કોઇ પણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો તો તે સરેરાશ 12 ટકા જેટલું વળતર આપે છે . જો જોખમ કવર કરવાની જરૂર ના હોય અને મ્યુચ્યુઅલ ફંડમાં પણ રોકાણ ના કરવું હોય તો પીપીએફ તમને રોકાણ પર લાભ આપે છે . પીપીએફમાં તમને ટેક્સ ફ્રી 8.6 ટકા વ્યાજ મળે છે . નજીકની કોઇ પણ બેંકમાં તમને સામાન્ય રીતે 8 ટકા જેટલું વ્યાજ મળી રહેશે . વીમા પોલિસી રોકાણ માટે નથી વ્યવસ્થિત ગણતરી કરવામાં આવે તો સ્પષ્ટ થાય છે કે જો તમે માત્ર અને માત્ર રોકાણના હેતુથી વીમા પોલિસી ખરીદી રહ્યા હોવ તો તમે ખોટો વિકલ્પ પસંદ કરી રહ્યા છો . માર્કેટમાં રોકાણ માટે અનેક યોજનાઓ અને વિકલ્પો છે જે તમને વીમા પોલિસીની સરખામણીએ અનેકગણો વધારે લાભ આપી શકે છે . આ કારણે રોકાણ કરતા પહેલા બે વાર વિચારો અને પછી રોકાણ કરવું સલાહભર્યું છે .
0
મહેન્દ્ર સિંહ ધોનીએ અણસાર આપી દીધા છેકે ઇંગ્લેન્ડમાં આ તેમની અંતિમ ટેસ્ટ શ્રેણી છે . ભારતીય સુકાનીએ કહ્યું છેકે , લોર્ડ્સ ખાતે રમાયેલી શ્રેણીની બીજી ટેસ્ટ કે જેમાં ભારતે 95 રનની વિજય મેળવ્યો છે , તે તેમની કારકિર્દીની લોર્ડ્સ ખાતેની અંતિમ ટેસ્ટ મેચ છે . ધોની દ્વારા જ્યારે પણ આ પ્રકારના સંકેત આપવામાં આવે છે તે સૂક્ષ્મ હોય છે . તેમજ તે ટીમ પસંદગીકારોને યુવા ચહેરાને આ હોટ સીટ પર બેસાડવાનો સમય મળી જાય છે . લોર્ડ્સમાં વિજય અંગે ધોનીએ કહ્યું કે , હું કેવું અનુભવી રહ્યો છું તે સમજાવી શકું તે નથી . આ મારી લોર્ડ્સમાં અંતિમ ટેસ્ટ છે . હવે હું અહીં ક્યારે આવીશ તે મને ખબર નથી . આ એક યાદગાર મેચ છે . અહીં રમાયેલી અન્ય એક ટેસ્ટ મેચ ઘણી નજીક છે , મને યાદ છે 2007ની શ્રેણીમાં લાઇટ ઓછી હોવાના કારણે ટેસ્ટ મેચ ડ્રો કરી હતી અને તે સમયે હું અને શ્રીસંથ બેટિંગ કરી રહ્યાં હતા . અમે ટેસ્ટ બચાવી હતી અને શ્રેણીમાં જીત્યાં હતા . પર્થની આ સદીએ બદલી નાંખી હતી સચિનની કારકિર્દી લોર્ડ્સ ટેસ્ટ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ સિદ્ધિ લોર્ડ્સના 5 દિવસમાં વિશ્વ ક્રિકેટે જોયા ટીમ ઇન્ડિયાના પાંચ રત્નો તેમણે કહ્યું કે દરેક મેચ ખાસ હોય છે અને ભારત બહાર ટેસ્ટ મેચ જીતવી ઘણી જ ખાસ હોય છે . લોર્ડ્સ અંગે કહું તો તે ઘણી ખાસ છે , પરંતુ હાલના સમયે દરેક ટેસ્ટ મેચ સ્પેશિયલ છે . નોંધનીય છેકે , જ્યારે 2011માં ભારતનો 4 - 0થી પરાજય થયો હતો ત્યારે ધોનીની આકરી ટીકા થઇ હતી . લોર્ડ્સ ખાતેની મેચમાં પણ ઇશાંતની બોલિંગે કમાલ નહોતો દેખાડ્યો ત્યાં સુધી સ્થિતિ અલગ જ હતી .
2
નાણાં વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલા આ બિલમાં ડિલિવરી બેઈઝ ટ્રાન્ઝેકશન અને કરન્સી ડેરિવેટિવ્ઝ પર 0.001 ટકાના દરે સ્ટેમ્પ ડ્યૂટી લગાવવાનો પ્રસ્તાવ છે . જ્યારે ક્લિયરન્સ લિસ્ટ , ટ્રાન્સફર ડીલ અને ફ્યૂચર અને ઓપ્શન પર 0.003 ટકાના દરે સ્ટેમ્પ ડ્યૂટી લગાવવાની યોજના છે . આ રેટ અગ્રણી રાજ્ય દ્વારા જુદા જુદા સોદાઓ પર વસૂલવામાં આવતી સ્ટેમ્પ ડ્યૂટી કરતા ઘણી ઊંચી છે , પરંતુ રાજ્ય દ્વારા બે વર્ષે પહેલાં સૂચવાયેલા 0.005 ટકાના એકસમાન દર કરતાં ઘણા ઓછા છે . જોકે બજાર સાથે સંકળાયેલા લોકોના વિરોધના કારણે નવા દર અધિસૂચિત થઈ શકયા નથી . નાણાં વિભાગના ઉચ્ચ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે કેટલાંય રાજ્યની સરકાર શેરબજાર સાથે સંકળાયેલા કારોબારના સોદા પર સ્ટેમ્પ ડ્યૂટી વસૂલતી નથી . બજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે એકસમાન સ્ટેમ્પ ડ્યૂટી વસૂલવાની વ્યવસ્થાના કારણે સોદાની સંખ્યામાં વધારો થશે . એટલું જ નહીં ઈક્વિટી બજારમાં સોદાની પારદર્શિતા વધશે તથા ટેક્સચોરી પણ અટકાવી શકાશે . પ્રસ્તાવિત વ્યવસ્થા અંતર્ગત જમા લેવામાં આવેલ સ્ટેમ્પ ડ્યૂટીની રકમનો કેટલાક હિસ્સો રાજ્યને આપવામાં આવશે કે જે રાજ્યના લોકો સેલર હશે . વર્તમાન સમયમાં આ પ્રકારની ડ્યૂટીથી મહારાષ્ટ્રને સૌથી વધુ ફાયદો થઈ રહ્યો છે . કુલ વાર્ષિક સ્ટેમ્પ ડ્યૂટીમાંથી શેરબજાર સાથે જોડાયેલા કારોબારનો હિસ્સો 50 ટકા છે . તે સિવાય ગુજરાત , રાજસ્થાન , ઉત્તર પ્રદેશ અને દિલ્હી રાજ્યને પણ તેનો ફાયદો થઈ રહ્યો છે . બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે બજારમાંથી ઊંચા ટેક્સ ભારણને લઈને નાના રોકાણકાર બજારથી વિમુખ થઈ રહ્યા છે . દેશભરમાં એકસમાન ટેક્સ વ્યવસ્થા અમલી બનવાના કારણે જુદા જુદા રાજ્ય વચ્ચે સ્ટેમ્પ ડ્યૂટી ટેક્સમાં જે અંતર છે તેમાં ઘટાડો આવશે અને આ વ્યવસ્થાના કારણે સ્ટેમ્પ ડ્યૂટીની ટેક્સચોરી પણ અટકશે .
0
બોલિવૂડની વધુ એક મોટી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે . આ શુક્રવારે શાહિદ કપૂર અને શ્રદ્ધા કપૂરની બત્તી ગુલ મીટર ચાલુ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે . આ ફિલ્મ ઘણા કારણથી ખાસ છે . આ ફિલ્મના ટ્રેલરમાં પહાડી વિસ્તારોની પરેશાની , કોમેડી , પ્રેમ , દોસ્તી અને ડ્રામા બધું જ ઑડિયન્સને સ્પર્શી ગયું . જેથી તેઓ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે . બત્તી ગુલ મીટર ચાલુ ફિલ્મ જ્યાં શાહિદ કપૂર પદ્માવત કરતા બિલકુલ અલગ રોલમાં દેખાઈ રહ્યા છે . ત્યાં જ શ્રદ્ધા કપૂર માટે પણ આ ફિલ્મ ખુબ જ અગત્યની સાબિત થશે . હાલમાં જ શ્રદ્ધા કપૂરની ફિલ્મ સ્ત્રી સફળ થયા પછી જોવાનું છે કે તેની આ ફિલ્મ પણ સફળ થઇ શકે છે કે નહીં . આ ફિલ્મના ટ્રેલર રિલીઝ થવાની સાથે જ તેનો જોરદાર ક્રેઝ જોવા મળી રહ્યો છે . અહીં અમે તમને આ ફિલ્મ વિશે કેટલીક બાબતો જણાવવા જઈ રહ્યા છે .
1
આપની મધુબાલા હવે સિંહણ બનવા જઈ રહી છે . હા જી , અમે વાત કરીએ છીએ ટેલીવિઝન સીરિયલ મધુબાલા એક ઇશ્ક એક જુનૂનમાં મહત્વનો રોલ કરનાર દૃષ્ટિ ધામીની કે જેમને બૉલીવુડમાં બ્રેક મળી ગયું છે . દૃષ્ટિ ધામી હવે રૂપેરી પડદા ઉપર ચમકવા જઈ રહ્યાં છે અને તે પણ સિંઘમ 2 ફિલ્મમાં અને તે પણ અજય દેવગણ સાથે . ચોંકી ગયા ને ? પણ સમાચાર તો એવા જ આવી રહ્યાં છે કે આ વર્ષની સૌથી મોટી હિટ ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસના દિગ્દર્શક રોહિત શેટ્ટી ટુંકમાં જ પોતાની સુપરહિટ ફિલ્મ સિંગમની સિક્વલ બનાવવાની તૈયારી કરી રહ્યાં છે અને ફિલ્મ માટે તેમને એક નવા ચહેરાની શોધ હતી અને તેમની આ શોધ કલર્સના બહુચર્ચિત શો મધુબાલા એક ઈશ્ક એક જુનૂનની હીરોઇન દૃષ્ટિ ધામી ઉપર આવીને અટકી ગઈ છે . જો બધુ સમસુથરૂ રહે , તો દૃષ્ટિ ધામી લોકોને સિંઘમના સિંહ અજય દેવગણ સાથે તેમના સિંહણ એટલે કે હીરોઇન તરીકે નજરે પડી શકે છે . જોકે હાલ તો ઉડતા સમાચાર જ છે કે જેની ઉપર ઔપચારિક મહોર લાગવાની બાકી છે . જોઇએ આ વાતનો ઔપચારિક ખુલાસો ક્યારે થાય છે ? જોકે રોહિત શેટ્ટી ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મના પ્રમોશન અર્થે જ્યારે કલર્સના ડાન્સ રિયલિટી શો ઝલક દિખલા 6ના મંચે આવ્યા હતાં , ત્યારે પણ તેમણે દૃષ્ટિના બહુ વખાણ કર્યા હતાં અને જણાવ્યુ હતું કે આપનો ડાન્સ જોઈ મને લાગ્યું કે આપે સિલ્વર સ્ક્રીન પર હોવું જોઇએ , કારણ કે આપ એક સુંદર અભિનેત્રી તો છો જ , સાથે જ બહેતરીન ડાન્સર પણ છો . નોંધનીય છે કે ઝલક દિખલા જા 6 શોના વિનર દૃષ્ટિ ધામી જ રહ્યા હતાં . જુઓ - જાણો તસવીરો સાથે દૃષ્ટિ ધામી અંગે વધુ વિગતો :
1
મુંબઇ , 21 જૂનઃ જ્યારે પણ કાળા નાણાંની વાત આવે છે , ત્યારે દરેક વ્યક્તિના મોઢા પર એક જ વાત સાંભળવા મળે છે , ' પૈસા સ્વિસ બેન્ક પહોંચી ગયા હશે . ' દરરોજ વધતા ગોટાળાને જોઇને તમે જો એમ વિચારી રહ્યાં છો તો સ્વિસ બેન્કમાં ભારતીયોના નાણાં સતત વધી રહ્યાં છે , તો તમારી આ ખોટી સમજને અમે દૂર કરવા માગીએ છીએ . સાચુ તો એ છે કે ભારતીયના નાણાં વધી રહ્યાં નથી પરંતુ ઘટી રહ્યાં છે . છેલ્લા છ વર્ષોના આંકડા જોવામાં આવે તો અંદાજે 78 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે . સ્વિસ બેન્કમાં જમા ભારતીય નાણાં પર એક રિપોર્ટ જારી કરવામાં આવી છે , જે અનુસાર 2012માં સ્વિસ બેન્કમાં જમા ભારતીયોનું ધન 9000 કરોડ રૂપિયા થઇ ગયું છે . જ્યારે 2006માં આ રકમ 41400 કરોડ રૂપિયા હતી . જે 2002માં 18800 કરોડ હતી . 2007માં ઘટાડાનો દોર શરૂ થઇ ગયો . ઘટાડાના કારણે 2007માં ધન ઘટીને 27500 થઇ ગયું .
0
બૉલીવુડ અભિનેત્રી ટિસ્કા ચોપરા અંકુર અરોરા મર્ડર કેસ ફિલ્મ બાદ હવે કિસ્સા ફિલ્મમાં દેખાશે . ફિલ્મમાં તેઓ ઇરફાન ખાન સાથે દેખાશે . કિસ્સા ફિલ્મના સ્ક્રીનિંગ માટે ટિસ્કા ચોપરા આગામી ટોરંટો ઇંટરનેશનલ ફિલ્મ સમારંભ એટલે કે ટીઆઈએફએફમાં રેડ કારપેટ ઉપર ચાલશે . છેલ્લે અંકુર અરોરા મર્ડર કેસ ફિલ્મમાં દેખાયેલાં ટિસ્કા ચોપરા ટીઆઈએફએફમાં પહેરાનારી પોતાની ડ્રેસ અંગે દ્વિઘામાં છે . ટિસ્કાએ ટ્વિટર પર લખ્યું - થોડાંક જ દિવસોમાં ઇરફાન ખાન અને મારા દ્વારા અભિનીત એક નવી ફિલ્મ કિસ્સા સાથે ટીઆઈએફએફ 2013ની આગેવાની કરવાની છે . હું રેડ કારપેટ ઉપર શું પહેરું , ખૂબ જ મુંઝવણમાં છું . કિસ્સા ફિલ્મ એક ભારતીય - યૂરોપીય સંયુક્ત સાહસ હેઠળ બનનાર ફિલ્મ છે . ફિલ્મમાં ઇરફાન ખાન એક પંજાબી પુરુષની ભૂમિકામાં દેખાશે . ફિલ્મમાં તેઓ 1947માં થયેલ દેશના ભાગલા બાદના જીવન સાથે તાલમેલ બેસાડવાનો પ્રયત્ન કરતાં દેખાશે . ટીઆઈએફએફ 5મીથી 15મી સપ્ટેમ્બર સુધી યોજાશે .
1
ભારતની જાણીતી મહિલા પહેલવાન વિનેશ ફોગાટે મોટી ઉપલબ્ધિ મેળવી છે . હરિયાણાની આ પહેલવાને પ્રતિષ્ઠિત લૉરિયન્સ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડમાં નામાંકન મેળવીને પહેલી ભારતીય એથલીટ હોવાનો રેકોર્ડ બનાવી દીધો છે . આ પુરસ્કારનું આયોજન 18 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે . તમને જણાવી દઈએ કે 24 વર્ષની વિનેશે ઈજા હોવા છતા જોરદાર કમબેક કર્યુ છે . તેમણે ગોલ્ડ કોસ્ટ રાષ્ટ્રમંડળ રમતો અને જકાર્તા એશિયાઈ રમતોમાં સુવર્ણ પદક જીત્યો હતો . તેમણે લોરેન્સ વર્લ્ડ કમબેક ઓફ ધ યર ( વર્ષમાં કમબેક કરનાર સર્વશ્રેષ્ઠ ખેલાડી ) ની શ્રેણીમાં નામાંકિત કરવામાં આવી છે . વિનેશને 2016 ઓલિમ્પિક રમતોની 50 કિગ્રા ફ્રી સ્ટાઈલ સ્પર્ધા દરમિયાન ક્વાર્ટર ફાઈનલમાં ઢીંચણમાં ઈજા થઈ હતી . આ ભારતીય કુશ્તી સંઘ ઉપરાંત તમામ રમત પ્રેમીઓ માટે એક અવાંછિત ઘટના હતી કારણકે વિનેશ આ ઓલિમ્પકમાં પદકની પ્રબળ દાવેદાર તરીકે ગઈ હતી . હવે તેમને અમેરિકી ટૂર ચેમ્પિયનશીપ વિજેતા ગોલ્ફર ટાઈગર વુડ્ઝ સાથે આ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે . તમને જણાવી દઈએ કે વુડ્ઝે પણ પાંચ વર્ષ બાદ પોતાની પહેલી ટુર્નામેન્ટ જીતી છે . તે ઉપરાંત જાપાનના ફિગર સ્કેટર યુઝુરુ હાનયુ , કેનેડાના સ્નોબોર્ડર માર્ક મેકમોરિસ , અમેરિકાના મહાન સ્કી રેસર લિંડસે વોન અને નેધરલેન્ડના પેરાલિંપિક ચેમ્પિયન બિબિયન મેંટલ સ્પીને પણ આમાં નામાંકિત કરવામાં આવ્યા છે . ઉલ્લેખનીય છે કે ગઈ વખતે ભારતીય રમતોએ 2004 લોરિયન્સ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડમાં ત્યારે આ ઉપલબ્ધિ મેળવી હતી જ્યારે ભારતીય ક્રિકેટ ટીમ અને પાકિસ્તાની ક્રિકેટ ટીમે બંને દેશો વચ્ચે રાજકીય તણાવ છતાં એક આંતરરાષ્ટ્રીય મેચ રમીને લોરિયનન્સ સ્પોર્ટ ફોર ગુડ એવોર્ડ શેર કર્યો હતો . પરંતુ વિનેશની ઉપલબ્ધિ એ દ્રષ્ટિએ ખાસ છે કારણકે તે એવી પહેલી ભારતીય ખેલાડી છે જે આ પ્રતિષ્ઠિત એવોર્ડમાં નોમિનેટ થઈ . તેમને આ પુરસ્કારની સાત શ્રેણીઓમાંથી એકમાં નામાંકિત કરવામાં આવ્યા છે . આ પણ વાંચોઃ લદ્દાખના બર્ફીલા તોફાનમાં 10 પર્યટકો ફસાયા , તાપમાનના કારણે રેસ્ક્યુમાં મુશ્કેલી
2
લોકસભાની ચૂંટણી પહેલાં સરકાર દરેક વર્ગને ખુશ કરવાનો પ્રયાસ કરી રહી છે . સરકાર ટૂંક સમયમાં આ ક્રમમાં ઘર ખરીદનારને મોટી ભેટ આપી શકે છે . સીએનબીસી ની રિપોર્ટ મુજબ લોકસભાની ચૂંટણી પહેલાં મોદી સરકાર તેમના અંતિમ અંતર્ગત બજેટમાં ઘર ખરીદદારોને મોટી રાહત આપવાની તૈયારીમાં છે , જેના હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજનાનું બજેટ 50 ટકા સુધી વધારી શકે છે . સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજનાનું બજેટ વધારી વધુને વધુ લોકોને અફોર્ડેબલ હાઉસિંગ ફંડ પૂરું પાડવા માટે કામ કરશે . તેનું સૌથી મોટું લક્ષ્ય મધ્યમ વર્ગનું કુટુંબ બનશે . સરકાર મધ્યમ વર્ગને ખુશ કરી તેને વોટમાં બદલવાનો પ્રયાસ કરવામાં લાગી ગઈ છે . PMAY ના ફંડમાં વધારાથી ઘણા લોકોને વ્યાજદરોથી છૂટ મળી શકશે . સરકાર ફંડ વધે ત્યાં સુધી હાઉસિંગ ફોર ઓલ સ્કીમના ટાર્ગેટને પૂરો કરવા પર ભાર મૂકશે . 1 માર્ચથી નહીં યુઝ કરી શકો Paytm , ફોન પે , Mobikwik , સહિતના મોબાઈલ વોલેટ , જાણો કારણ તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ઉદ્દેશ દેશના આર્થિક રૂપે નબળા વર્ગને છત પૂરી પાડવાનો છે . આ યોજના હેઠળ નબળા વર્ગોને વ્યાજ પર સબસિડી આપવામાં આવે છે . અને સાથે લોનની ચુકવણી કરવા માટે 20 વર્ષ સુધી તેમની પાસે લાંબો સમય હોય છે જેથી તેમના પર દેવાનો બોજ ન પડે . શહેરી વિસ્તારોના ગરીબ અને મધ્યમ વર્ગને પણ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સમાવવામાં આવ્યા છે . આ યોજનાની પ્રારંભિક જોગવાઈઓ હેઠળ , હોમ લોનની રકમ 3 થી 6 લાખ રૂપિયા સુધીની હતી , જેના વ્યાજ પર સબસિડી આપવામાં આવતી હતી , પરંતુ સરકારે પછીથી તેને વધારી 18 લાખ રૂપિયા કરી છે . ચિપ વાળા ATM કાર્ડના ચક્કરમાં ખાતામાંથી નીકળી ગયા લાખ રૂપિયા
0
નવી દિલ્હી , 18 ઓક્ટોબર : ભારતના નાણાપ્રધાન અરૂણ જેટલીએ આજે દાવો કર્યો છે કે સ્વીસ સરકાર ભારતના કાળા નાણા અંગેની કેટલીક વિગતો આપવા માટે તૈયાર છે . આ વિગતો કેટલાક કેસોમાં આપવાની સહમતી દર્શાવવામાં આવી છે . આ સાથે તેમણે એમ પણ કહ્યું છે કે 1995ના કરાર કાળા નાણા કોના છે તેમના નામ આપવામાં બાધા બને છે . સુપ્રીમ કોર્ટમાં કાળા નાણા કોના છે તેમના નામ આપી શકવાની અક્ષમતા દર્શાવવાના દિવસે પત્રકારોના સવાલોના જવાબ આપતા અરૂણ જેટલીએ જણાવ્યું કે સ્વીત્સરલેન્ડ સરકારે એચએસબીસી અને લૈચટેંસ્ટેઇનની યાદી આપવાની તૈયારી દર્શાવી છે . તેમાં ભારતીય સત્તાવાળાઓએ એકત્ર કરેલા પુરાવા છે . જેટલીએ જણાવ્યું કે સ્વીસ ગવર્નમેન્ટ કાળા નાણા અંગેની માહિતી આપશે એ ઉપરાંત ઇન્ટેલિજન્સ એજન્સી દ્વારા પણ ભારતીય નાગરિકોના વિદેશમાં રહેલા બેંક એકાઉન્ટ અંગેની માહિતી આપવામાં આવશે . અરૂણ જેટલીએ જણાવ્યું કે વિદેશી સરકારો પાસેથી ભારત સરકાર ટેક્સ સંબંધિત તમામ માહિતી મેળવવા માટે જરૂરી પગલાં ભરી રહી છે . આ દ્વારા વિદેશોમાં રહેલા ભારતના કાળા નાણા દેશમાં પાછા લાવવામાં આવશે . આ મુદ્દે આજે સવારે જ સ્વીસ પ્રતિનિધિમંડળ ચર્ચા કરીને પરત ફર્યું છે . આજે આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં યોજાયેલી સુનવણીમાં અરૂણ જેટલીએ યુપીએ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું કે 1995માં કરાર યુપીએ સરકારે કર્યા હતા જેના કારણે અત્યારે કાર્યવાહી કરવામાં મુશ્કેલી આવી રહી છે .
0
ગેજેટ વિશ્વમાં દરરોજ આપણને એકથી એક ચઢિયાતા અને કલ્પી ના શકાય તેવા ગેજેટ જોવા મળતાં હોય છે . વિશ્વ આજે સ્માર્ટ દુનિયા સર્જવા તરફ આગળ વધી રહ્યું છે અને તેમાં વિવિધ કંપનીઓ પોતાનું યથાયોગ્ય યોગદાન પણ આપી રહી છે . જેમ કે પહેલા સાદા ફોન આવતા હતા , તેના સ્થાને આજે સ્માર્ટફોન માર્કેટમાં ધૂમ મચાવી રહ્યાં છે . તેવી જ રીતે હવે સાદી ઘડીયાળના બદલે સ્માર્ટવોચ માર્કેટમાં આવી ગઇ છે . વિયરેબલ ગેજેટ હજું ભારતમાં જોઇએ તેટલા પ્રમાણમાં લોકપ્રિય થયા નથી , જેટલા બીજા દેશોમાં થયા છે . વિયરેબલ ગેજેટનો અર્થ એવા ગેજેટ છે કે જેને આપણે પહેરી શકીએ છીએ , જેમ કે સેમસંગ અને સોની દ્વારા તાજેતરમાં આઇએફએ 2013ના શો દરમિયાન સ્માર્ટ ગિયર અને સ્માર્ટવોચ રજૂ કરવામાં આવી . આ જ રીતે આઇએફએ 2013માં અનેક બીજા વિયરબેલ ગેજેટ પણ લોન્ચ થયા જેમાં ટ્રૂ સ્માર્ટ , એકેએ સ્માર્ટવોચ , ટોક સ્માર્ટવોચ . તો ચાલો તસવીરો થકી આપણે આ ગેજેટ્સ અંગે વિસ્તારપૂર્વક માહિતી મેળવીએ .
0
જે પ્રકારે શુક્રવારે વિરાટની ટીમ ક્વાલીફાયર મેચમાં હારી ગઇ તે રીતે કોહલીના આંખોમાં આંસૂ આવી ગયા . લગભગ ખુદ કોહલીને પણ વિશ્વાસ ન્હોતો થઇ રહ્યો કે તેમની ટીમ આ પ્રકારે આઇપીએલ 8માંથી આઉટ થઇ જશે . મેચ દરમિયાન જ્યારે ગેઇલે હસીનો કેચ છોડ્યો , તે સમયે વિરાટનો ચહેરો નિરાશાથી ભરાઇ ગયો . તેમનો રડતો ચહેરો ઝડપથી સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે . જેની પર તેમના ચાહનાર દુઃખ પ્રકટ કરી રહ્યા હોય તો કેટલાંક લોકો હારનું ઠીકરું વિરાટ કોહલીના સિરે ફોડી રહ્યા છે . અત્રે નોંધનીય છે કે કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સે શુક્રવારે જેએસસીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં થયેલી આઇપીએલ - 8ના બીજા ક્વાલીફાયર મુકાબલામાં રોયલ ચેલેંજર્સ બેંગલોરને ત્રણ વિકેટથી માત આપીને ફાઇનલમાં પ્રવેશ બનાવી લીધો . વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેંજર્સનો આની સાથે જ આઇપીએલમાં પહેલીવાર ખિતાબ જીતવાનું સપરનું પણ તૂટી ગયું . રોયલ ચેલેન્જર્સ , સુપર કિંગ્સની સામે જીતવા માટે 140 રનોની એવરેજ લક્ષ્ય જ મૂકી શક્યા હતા . જોકે તેમના બોલરોએ પણ તેમને ચેન્નઇને આ લક્ષ્ય મેળવવામાં પણ ચેન્નઇને ખુબ જ સંઘર્ષ કરવો પડ્યો .
2
ઇલેક્ટ્રોનિક આઇટમ્સ ખરીદતા સમયે ઝીરો પરસેન્ટ ફાઇનાન્સ સ્કીમ્સ અત્યંત આકર્ષક લાગે છે . કારણ કે તેના પર ઇન્ટરેસ્ટ રેટ્સ લગાવવામાં આવતો નથી અને આપ હપ્તામાં ચૂકવણી કરી શકો છો . થોડા સમય પહેલા સુધી આ યોજનાઓ અત્યંત લોકપ્રિય હતી . જો કે હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની દરમિયાનગીરીથી તેમાં કેટલાક નિયંત્રણો લાદવામાં આવ્યા . ત્યાર બાદ આ યોજનાઓની લોકપ્રિયતા ઘટી છે . આમ છતાં કેટલીક કંપનીઓ આ યોજનાઓ ઓફર કરી રહી છે . અમે અહીં એવી કેટલીક બાબતો જણાવીએ છીએ જે આ યોજનાઓની ખરીદી પહેલા ધ્યાનમાં રાખવી જરૂરી છે . 1 . એન્સિલરી ચાર્જીસથી ચેતો અનેક યોજનાઓ ઝીરો પરસેન્ટ ઇન્ટરેસ્ટ રેટ ઓફર કરે છે . જો કે આમ છતાં તેમાં એન્સીલરી ચાર્જીસ હોવાની શક્યતા રહેલી છે . આ ચાર્જીસ ત્રણ ટકા જેટલા ઉંચા હોય છે . આ ચાર્જીસ એડમિનિસ્ટ્રેશન અને પ્રોસેસિંગ ફીના નામે વસૂલ કરવામાં આવે છે . આથી આવી લોન લેતા પહેલા તેના ચાર્જીસ અંગે વિચારવું જોઇએ . 2 . પ્રોડક્ટની પડતર વધે છે ? આ પ્રકારની લોન લેવાથી પ્રોડક્ટની પડતર વધે છે . કારણ કે આપ ઝીરો પરસન્ટ ઓફરનો લાભ લો છો પણ અન્ય ચાર્જીસ ચઢાવવામાં આવે છે . જેના કારણે વ્યક્તિ જે પ્રોડક્ટ ખરીદે છે તેની પડતર કિંમત વધી જાય છે . આમ કરતા પહેલા અન્ય જગ્યાઓએ આવી જ પ્રોડક્ટની કિંમતો જોવી જોઇએ . 3 . ડિસ્કાઉન્ટનો અર્થ રહેતો નથી ? જો આપે ઝીરો પરસન્ટ ફાઇનાન્સ સ્કીમમાં ઝુકાવ્યું હોય તો કદાચ એવું બને કે રોકડથી ખરીદી પર ડીલર આપને ડિસ્કાઉન્ટનો લાભ આપતો હોય તે મળી શકશે નહીં . 4 . રોકડની ચૂકવણીથી કેટલું ડિસ્કાઉન્ટ મળે ? આ માટે આપે રોકડથી ખરીદી પર કેટલું ડિસ્કાઉન્ટ મળશે તેની પૂછપરછ ડીલર સાથે કરી લેવી જોઇએ . જો ડીલર આપને 10 ટકા ડિસ્કાઉન્ટ આપતો હોય તો કેશથી ખરીદી કરવી સૌથી વધારે લાભકર્તા છે . 5 . ઝીરો પરસેન્ટ સ્કીમ RBI દ્વારા નિયંત્રિત છે કે નહીં ? આ પ્રકારની સ્કીમ્સ લેતા પહેલા ખાસ તપાસ કરવી જોઇએ કે આ સ્કીમ આરબીઆઇ દ્વારા તૈયાર કરવામાં આવેલા નિયમો અનુસાર છે કે નહીં ?
0
આ વર્ષ જતા જતા કોઈના માટે ચોંકાવનારી ખબર લઈને આવ્યું હોય તો તે ગોપી વહુ છે . ગોપી વહુ એટલે કે દેવોલિના ભટ્ટાચાર્ય . હાલમાં જ મુંબઈમાં એક હીરા વેપારીની મૌત મામલે દેવોલિના ભટ્ટાચાર્યનું નામ સમાચારોમાં ખુબ જ ચગ્યું હતું . પરંતુ તેમની વિરુદ્ધ કઈ પણ સાબિત થયું નહીં . દેવોલિના ફરી એક વાર ટીવી પર નહીં પરંતુ સોશ્યિલ મીડિયા પર આવી છે . સાથ નિભાના સાથિયા સિરિયલ બંધ થયા પછી દેવોલિના લાલ ઇશ્ક માં જોવા મળી હતી . હાલ ટીવીથી દૂર છે પણ ગોપી વહુ ઈન્સ્ટાગ્રામ પર અલગ જ રીતે ધૂમ મચાવી રહી છે . પોતાની હૉટ તસવીરોને લઈને ગોપી વહુ હાલ સોશિયલ મીડિયા પર છવાયેલી છે . દેવોલિના ભટ્ટાચાર્ય ઈન્ટરનેટ પર માત્ર પોતાની વાયરલ તસવીરોથી ચર્ચામાં રહે છે . આ પહેલા દેવોલિના ઘણીવાર બિકીનીમાં પણ પોતાની ફોટો શેર કરી ચુકી છે . છેલ્લે કેટલાક દિવસથી દેવોલિના તેની સંસ્કારી ઇમેજ તોડીને બોલ્ડ લૂકમાં જોવા મળી રહી છે . દેવોલિના હાલમાં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખુબ જ એક્ટિવ છે . ગોપી વહુએ ખુદની સંસ્કારી ઈમેજને તોડવાની કોશિશ કરી છે . ગોપી વહુએ પોતાના ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ પર ભારે એક્ટિવ છે . પાછલા કેટલાક દિવસોથી તે અતિશય બૉલ્ડ લુકમાં જોવા મળી રહી છે . આગળ જુઓ ગુપી વહુની વધુ હૉટ તસવીરો .
1
ઇંગ્લેન્ડ ખાતે હાલની ટીમ ઇન્ડિયાએ ટેસ્ટ ક્રિકેટમાં જે પ્રકારનું પ્રદર્શન કર્યું છે , તેનાથી ભારતીય ક્રિકેટ ટીમના ચાહકો ઘણા જ નારાજ થયા છે . બીસીસીઆઇ દ્વારા કડક પગલાં પણ ભરવામાં આવ્યા છે અને આગામી વિશ્વકપ કે જે 2015માં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની ધરતી પર રમાવાનો છે , તેમાં ટીમ ઇન્ડિયા સારું પ્રદર્શન કરે એ માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે . જેના ભાગરૂપે ટીમમાં નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે અને ભવિષ્યની ટીમ ઇન્ડિયા તૈયાર કરી છે . જેમાં ખાસ ધ્યાન આપવા યોગ્ય બે ખેલાડી છે એક કર્ણ શર્મા અને બીજો 19 વર્ષિય યુવા ખેલાડી સંજુ સેમસન . દરેક ભારતીય ક્રિકેટ ચાહક સંજુ સેમસનને મહેન્દ્ર સિંહ ધોનીના સ્થાને જોઇ રહ્યો છે . આ એવો ખેલાડી છેકે જેની પ્રતિભાને રાહુલ દ્રવિડ અને સચિન તેંડુલકર જેવા દિગ્ગજ ખેલાડીઓ દ્વારા વખાણવામાં આવી છે . સેમસન કે જે રાહુલ દ્રવિડને પોતાના પ્રેરણાસ્ત્રોત માને છે , તે કેરળનો ચોથો ખેલાડી છે , જેનો ભારતીય ક્રિકેટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે . તે ઇંગ્લેન્ડની ધરતી પર પાંચ વનડે અને એક ટી - 20 મેચમાં ભાગ લેશે . અહીં અમે સંજુ સેમસન સાથે જોડાયેલી 10 અજાણી વાતો તસવીરો થકી જણાવી રહ્યાં છીએ , તો ચાલો તેના પર નજર ફેરવીએ . ઇંગ્લેન્ડમાં રૈનાને મદદરૂપ થશે સચિને આપેલી ટિપ્સ ? ટીમના બોસ કોણ ? છેડાયો વિવાદ , ધોની - bcci આમને - સામને આ પણ વાંચોઃ - ક્રિકેટ જગતનો અનોખો રેકોર્ડઃ એક ખેલાડીએ લીધી છે 4202 વિકેટ
2
બેંગ્લોરમાં રમાયેલી સાતમી અને અંતિમ મેચ મેચના પ્રથમ દાવમાં રોહિત શર્માએ જબરજસ્ત બેટીંગ કરી હતી , તે વિશ્વના ત્રીજા ક્રમના એવા ખેલાડી બની ગયા છે જેમને વન - ડેમાં 200 રન ફટકાર્યા હોય . તેમને 158 બોલમાં તેને 209 રન બનાવ્યા છે . તેમાં 16 સિક્સર અને 12 ચોગ્ગાનો સમાવેશ થાય છે . રોહિત શર્માની ધમાકેદાર ઇનિંગના કારણે ભારતે આ મેચ 57 રનથી જીતી લીધી હતી . રોહિત શર્માએ પહેલાં ભારતના બે ખેલાડી સચિન તેન્ડુલકર અને વિરેન્દ્ર સહેવાગ 200 અથવા તેનાથી વધુ રન બનાવી શક્યા છે . સચિને અણનમ 200 રન બનાવ્યા હતા અને વિરેન્દ્ર સહેવાગે 219 રન બનાવ્યા હત . રોહિત શર્માએ કોઇપણ ભારતીય ખેલાડી દ્વારા સૌથી વધુ સિક્સર ફટકારવનો રેકોર્ડ પણ તોડ્યો છે . રોહિત શર્માએ પોતાની ઇનિંગમાં 16 સિક્સર ફટકારી હતી . અંતિમ ઓવરોમાં ઓસ્ટ્રેલાઇ બોલરો હાંફળા - ફાંફળા બની ગયા હતા . રોહિત શર્મા મેદાનમાં ચારેબાજુ ચોગ્ગા અને સિક્સર ફટકારી રહ્યાં હતા . અંતિમ પાંચ ઓવરોમાં ભારત દ્વારા 101 રન બનાવવામાં આવ્યા હતા . બેગ્લોર વન - ડેમાં ઓસ્ટ્રેલાઇ ટીમને પોતાના ફાસ્ટ બોલર મિશેલ જોનસનની યાદ જરૂર આવી ગઇ હશે . 209 રન બનાવીને રોહિત શર્મા આઉટ થઇ ગયા હતા , પરંતુ આ સ્કોર પોતાના માટે એક મોટો સ્કોર હતો . ગત મેચમાં સાઉથ આફ્રિકા વિરૂદ્ધ રમી રહેલી પાકિસ્તાનની આખી ટીમે 209 રન બનાવ્યા હતા . રોહિત શર્માની ધમાકેદાર ઇનિંગના કારણે ભારતે ઓસ્ટ્રેલિયા સમક્ષ 384 રનનો પહાડ જેવો લક્ષ્ય રાખ્યો હતો . જો ઓસ્ટ્રેલાઇ ટીમ સારી રીતે બેટીંગ કરતી તો મુકાબલો રોચક બની શકતો . સીરીઝના સાતમા અને અંતિમ મેચમાં ભારતે ટોસ હાર્યો હતો અને ઓસ્ટ્રેલિયાએ તેને પ્રથમ બેટીંગ માટે આમંત્રણ આપ્યું હતું . શિખર ધવનની સાથે રોહિત શર્માએ ઓપનિંગ પર ઉતર્યા હતા . રોહિત શર્માએ સારી શરૂઆત કરી હતી . ઓપનિંગ સારી રહી હતી પરંતુ કુલ 112 રનના સ્કોર પર શિખર ધવન આઉટ થઇ ગયો હતો . તેમને 57 બોલમાં 60 રન બનાવ્યા હતા .
2
નવી દિલ્હી , 9 ઓક્ટોબર : ભારે ઉદ્યોગમંત્રી પ્રફુલ્લ પટેલે 3 અરબ રૂપિયાના એક વિમાન ખરીદીના સોદા પર વાંધો ઉઠાવ્યો છે . આ સોદો વાયુસેના દ્વારા કરવામાં આવ્યો હતો . પટેલે પોતાનો વાંધો સુરક્ષા મંત્રી એ . કે . એન્ટનીને પત્ર લખીને વ્યક્ત કર્યો છે . પટેલની ફરિયાદ છે કે આ ડિલની ટેન્ડર પ્રક્રિયામાં પબ્લિક સેક્ટરની કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એટલે કે એચએએલને બહાર રાખવામાં આવ્યું , જ્યારે એચએએલમાં આ સોદાને પૂર્ણ કરવાની પૂરેપૂરી ક્ષમતા હતી . પટેલે પોતાની નારાજગી વ્યક્ત કરતો રક્ષામંત્રી એ . કે . એન્ટનીને એક પત્ર પાઠવ્યો છે . સૂત્રોની માનીએ તો સરકાર આ સેક્ટરમાં ખાનગી કંપનીઓને પણ તક આપવા માગે છે . આ સોદા અંતર્ગત સરકાર વિદેશી કંપની પાસેથી 16 એરક્રાફ્ટ ખરીદવા માગે છે . શરત અનુસાર આ કંપનીએ ભારતની ખાનગી કંપની સાથે મળીને 40 ટકા એરક્રાફ્ટનું નિર્માણ કરવાનું રહેશે .
0
રેસલિંગની દુનિયાના સુપરસ્ટાર અને 14 વાર વર્લ્ડ ચેમ્પિયન બનેલ ટ્રિપલ એચ થોડા દિવસો પહેલા ભારત આવ્યા હતા . ટ્રિપલ એચ વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઇન્મેન્ટ ( WWE ) ના સીઇઓ પણ છે અને ભારતમાં તેના પ્રમોશન અર્થે જ આવ્યા હતા . પ્રમોશન ઇવેન્ટમાં તેમણે બોલિવૂડના લોકપ્રિય એક્ટર અમિતાભ બચ્ચનનો ડાયલોગ પોતાના અંદાજમાં ફેન્સને સંભળાવ્યો હતો , જે સાંભળી ફેન્સ ક્રેઝી થઇ ગયા હતા . ટ્રિપલ એચનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે . એક ફેસબૂક ઇન્ટરવ્યૂ દરમિયાન ટ્રિપલ એચ આ ડાયલોગ બોલ્યા હતા . એન્કરે તેમને હિંદીમાં એક ડાયલોગ બોલવાનું કહ્યું હતું , જેના જવાબમાં તેઓ અમિતાભ બચ્ચનની સુપરહિટ ફિલ્મ ' શહેનશાહ ' નો ફેમસ ડાયલોગ બોલ્યા હતા . તેમણે કહ્યું હતું , ' રિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ લગતે હેં , નામ હે ટ્રિપલ એચ . ' કહેવું પડે , ટ્રિપલ એચની પર્સનાલિટીને આ ડાયલોગ ખાસો સૂટ કરે છે . ટ્રિપલ એચનું સાચું નામ છે માઇકલ લેવેસ્ક અને તેઓ છેલ્લા 20 વર્ષથી રેસલિંગમાં સક્રિય છે . અમિતાભ બચ્ચનનો ડાયલોગ બોલતા ટ્રિપલ એચનો આ વીડિયો જુઓ અહીં . . .
2
રિઝર્વ બેન્ક ( આરબીઆઈ ) એ નવા રંગમાં નવી 20 રૂપિયાની નવી નોટ રજૂ કરશે . આરબીઆઈએ આ સંદર્ભમાં એક જાહેરનામું જારી કર્યું છે . 20 રૂપિયાની નવી નોટ જારી કરવાની માહિતી ઉપરાંત , તેના વિશે વિગતવાર સમજાવામાં આવ્યું છે . આરબીઆઈએ તેમાં નવી નોટના નવા રંગ સહિત તમામ ફીચર્સને બદલ્યા છે . 20 રૂપિયાની આ નવી નોટમાં , આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસના હસ્તાક્ષર હશે . આ હશે 20 રૂપિયાની નવી નોટના ફીચર્સ રિઝર્વ બેન્ક દ્વારા જારી કરાયેલા 20 રૂપિયાની આ નવી નોટના આગળના ભાગમાં વચ્ચે મહાત્મા ગાંધીનું ચિત્ર છે . સાથે નોટની કિંમત હિન્દી અને અંગ્રેજી અંકોમાં પણ લખેલી હશે . આ સિવાય RBI , ભારત , India 20 માઇક્રો લેટર્સ તરીકે લખેલું હશે . સુરક્ષા પટ્ટી પર ભારત અને RBI લખેલું હશે . નોટના આગળના ભાગ પર , ગૅરંટી ક્લોઝ , ગવર્નરના હસ્તાક્ષર , આરબીઆઈનું પ્રતીક મહાત્મા ગાંધીની તસ્વીર જમણી તરફ હશે . અશોક સ્તંભ નોટની જમણી તરફ હશે . નોટનો નંબર ડાબીથી જમણી તરફ વધતા આકારમાં છપાયેલો હશે . આવી હશે 20 રૂપિયાની નવી નોટનો પાછળનો ભાગ નોટના પાછળના ભાગની ડાબી તરફ વર્ષ , સ્વચ્છ ભારતનું લોગો સૂત્ર અને ભાષાની પટ્ટી હશે . નોટની પાછળના ભાગમાં ઈલોરાની ગુફાઓનું ચિત્ર ભારતના સાંસ્કૃતિક વારસાનું પ્રતિનિધિત્વ કરશે . નોટ 63 મીમી પહોળી અને 129 મીમી લાંબી હશે . જોવા મળશે સાંસ્કૃતિક વારસાની ઝલક આરબીઆઈની સૂચના પ્રમાણે , નવી 20 રૂપિયાની નોટોના પાછળના ભાગમાં , દેશના સાંસ્કૃતિક વારસાને દર્શાવતી ઈલોરાની ગુફાઓને દર્શાવવામાં આવી છે . મહાત્મા ગાંધીની નવી સિરીઝની આ નોટનો રંગ લીલા સાથે પીળો હશે . આરબીઆઇએ એમ પણ કહ્યું છે કે નવી નોટો જારી થયા પછી પણ જૂની નોટો ચલણમાં રહેશે . Post Office ગેરંટી સાથે આ સ્કીમ કરોડપતિ બનાવશે , જાણો ડિટેઈલ
0
1999માં શ્રીલંકન બોલિંગ લિજન્ડ મુરલીધરનના વિવાદ બાદથી અત્યારસુધીમાં આઇસીસી દ્વારા ગેરકાયદે બોલિંગ એક્શનના કારણે પ્રતિબંધ લગાવવામાં આવેલો પાકિસ્તાની ઓફ સ્પિન બોલર સઇદ અજમલ 10મો આંતરરાષ્ટ્રીય બોલર છે . આઇસીસીએ જાહેર કર્યું છેકે પાકિસ્તાની સ્પિન બોલર સઇદ અજમલની બોલિંગ એક્શન 9 સપ્ટેમ્બર 2014ના રોજ ગેરકાયદે હતી . માત્ર દૂસરા જ નહીં પરંતુ અજમલની ઓફ સ્પિનર બોલિંગ પણ ગેરકાયદે હતી અને તેના કારણે વિશ્વના ટોપ રેન્ક્ડ સ્પિનર પર પ્રતિબંધ લગાવાયો છો . આઇસીસીએ કહ્યું છેકે , આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે આજે પૃષ્ટિ કરી છેકે સ્વતંત્ર વિશ્લેષકે પાકિસ્તાનના ઓફ સ્પિનર સઇદ અજમલની બોલિંગને ગેરકાયદે ગણી છે અને તેથી આ ખેલાડીને તુરંત ધોરણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બોલિંગ કરતો અટકાવવો જોઇએ . નિયમો અનુસાર કોઇપણ બોલર 15 ડિગ્રી સુધી કોણી વાળી શકે છે , પરંતુ અજમલ બોલિંગ કરતી વખતે તેના કરતા વધારે કોણી વાળે છે . આજે અમે અહીં વિશ્વ ક્રિકેટના એવા જ 10 બોલર અંગે જણાવી રહ્યાં છીએ જેમના પર આઇસીસી દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો . તો ચાલો તસવીરો થકી જાણીએ કે એ કયા કયા ખેલાડીઓ છે . pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; function googleAnalyticsCodeCommon ( ) { var main _ url = $ ( ' link [ rel = " canonical " ] ' ) . attr ( " href " ) ; var url = document . location . href ; var pattern = ' https : / / ' + window . location . hostname ; url = url . replace ( pattern , " " ) ; var title = document . title ; ga ( " oneindiagu . send " , { hitType : " pageview " , page : url , location : main _ url } ) ; ga ( " rosoneindia . send " , { hitType : " pageview " , page : url , location : main _ url } ) ; ga ( " dhoneindia . send " , { hitType : " pageview " , page : url , location : main _ url } ) ; url = document . location . href ; var jcode = ' var _ comscore = _ comscore | | [ ] ; var comscoreParams = { c1 : " 2 " , c2 : " 7732551 " , c3 : " " , c4 : " ' + url + ' " , c5 : " " , c6 : " " , c15 : " " } ; _ comscore . push ( comscoreParams ) ; var s = document . createElement ( " script " ) , el = document . getElementsByTagName ( " script " ) [ 0 ] ; s . async = true ; s . src = ( document . location . protocol = = " https : " ? " https : / / sb " : " http : / / b " ) + " . scorecardresearch . com / beacon . js " ; el . parentNode . insertBefore ( s , el ) ; ' ; setTimeout ( jcode , 500 ) ; var _ qevents = _ qevents | | [ ] ; ( function ( ) { var elem = document . createElement ( ' script ' ) ; elem . src = ( document . location . protocol = = " https : " ? " https : / / secure " : " http : / / edge " ) + " . quantserve . com / quant . js " ; elem . async = true ; elem . type = " text / javascript " ; var scpt = document . getElementsByTagName ( ' script ' ) [ 0 ] ; scpt . parentNode . insertBefore ( elem , scpt ) ; } ) ( ) ; _ qevents . push ( { qacct : " p - yjta2aSVPaHEL " } ) ; window . google _ analytics _ uacct = " UA - 110466 - 73 " ; } આ પણ વાંચોઃ - વિશ્વ ક્રિકેટનો અનોખો ચહેરોઃ પ્રેમ અને સ્કેન્ડલ વનડે , ટેસ્ટ અને ટી20માં આ ખેલાડીઓની છે શાનદાર સ્ટ્રાઇક રેટ આ પણ વાંચોઃ - રવિ શાસ્ત્રીએ કર્યો કોચ ફ્લેચરનો બચાવ , ગણાવ્યા ‘પિતા તુલ્ય ' pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ;
2
કહેવત છે કે પુસ્તકના દેખાવ પરથી પુસ્તકનો અંદાજો ન લગાવી શકાય . કંઇક આવું સની લિયોની મામલે પણ છે . સામાન્ય રીતે સની લિયોનીને બોલીવૂડ હિરોઇન અને અમુક પ્રકારની ફિલ્મો કરતી અભિનેત્રી તરીકે જોવામાં આવે છે . પણ આજે અમે તમને તેના એક બીજા પહેલું અંગે જણાવીશું . જે સની લિયોનીની બિઝનેસ વૂમનની ક્વોલિટીને બતાવે છે . ખૂબ જ ઓછા લોકો જાણે છે સની લિયોની પૈસા બનાવતા સારી રીતે આવડે છે . પણ તે રોકાણ પણ સારી રીતે કરે છે . શેર અને મ્યુચ્યુઅલ ફંડ સની કર્યું છે ભારે રોકાણ . Read also : Job : ડબલ ઇન્કમ કમાવવા ઇચ્છો છો ? તો અપનાવો આ રીત તો અહીં જાણો શું છે સની લિયોનીની રણનીતી , કેવી રીતે તે પોતાના પૈસાનું રોકાણ કરે છે અને કેવી રીતે તેમના પૈસાને ડબલ કરે છે . પછી જ નક્કી કરો કે ખરેખરમાં સની લિયોનીની વેપાર અંગે સારી સમજદારી છે કે નહીં . . .
0
પહેલા દારૂ ના પીવો તે શાનની વાત ગણાતી . પણ પછી ક્લચર તેવું થઇ ગયું કે વચ્ચે વચ્ચે મિત્રો સાથે એક - બે ડ્રિંક પી લીધું તો શું ખોટું કર્યું ! તેમાં પણ બોલીવૂડ એક તેવી જગ્યા છે . જ્યાં દારૂની પાર્ટીઓ થતી રહે છે . અને અનેક બોલીવૂડ સેલેબ્રિટી માટે દારૂ પીવો એક નોર્મલ વાત છે . પણ આ બધા તમા - જામની વચ્ચે કેટલાક તેવા પણ સેલેબ્રિટી છે જે તેમના સ્વાસ્થયને વધુ મહત્વ આપે છે . અને તે માટે જ તે દારૂને સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દે છે . વધુમાં તે વાત તો બધા જ જાણે છે કે જો સારું ફિઝિક્સ બનાવું હોય તો આલ્કોહોલને તો ના કહેવું પડશે . માટે જ કેટલાક હિરો અને હિરોઇનોએ દારૂ પીવા મામલે સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી છે . ત્યારે આ કયા કયા સેલેબ્રિટી છે જેમણે દારૂને ના કહીને યંગ જનરેશનને એક સારું ઉદાહરણ પૂરું પાડ્યું છે . તો જુઓ આ ફોટોસ્લાઇડર . . .
1
ભારતીય શેર બજારમાં ઉતાર ચઢાવનો સિલસિલો ચાલુ છે . શેરબજારનો ગ્રાફ ક્યારેક આસમાનને આંબી જાય છે તો ક્યારેક તળીએ આવી જાય છે . શુક્રવારે સપ્તાહના છેલ્લા કારોબારી સત્રમાં પણ બજાર નબળાઇ સાથે બંધ થયું હતું . હવે એવામાં શેર બજારના નિષ્ણાંત પાસેથી સલાહ મેળવવી જરૂરી છે કે આવનારા સમયમાં કયા શેર્સમાં કમાણી થઇ શકશે . જોકે એસપીતુલ્સ્યાન ડોટ કોમના એસપી સુલ્સ્યાનનું કહેવું છે કે હાલમાં હાલમાં બજારોમાં મંદીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે . પરંતુ શેર ધારકો દ્વારા બજાર પર નજરીયો ખૂબ જ સકારાત્મક છે . એવામાં આવનારું સપ્તાહ અને ડિસેમ્બર શ્રેણી બંને શેરબજાર માટે સારું રહેવાની આશા છે . સીએનબીજી આવાજના સ્રોત થકી એસ પી તુલ્સ્યાન બતાવી રહ્યા છે કે આવનારા સપ્તાહે આપ કયા શેર્સમાં રૂપિયા લગાવીને કમાણી કરી શકો છો . નોંધનીય છે કે આ માહિતી માત્ર અંદાજીત આંકડાઓના આધારે આપવામાં આવી રહી છે .
0
દ્રવિડે 51 બોલમાં છ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી શાનદાર 65 રન બનાવ્યા . આની વચ્ચે તેણે અંજિક્ય રહાણે ( 28 રન ) ની સાથે બીજી વિકેટ સુધી 65 અને સ્ટુઅર્ટ બિન્ની ( 40 ) ની સાથે ત્રીજી વિકેટ માટે 55 રનની ભાગીદારી નિભાવી . જેનાથી રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા સાત વિકેટમાં 165 રન બનાવ્યા હતા . વોર્નરે રક્ષણ અને આક્રમણનું સારું એવું ઉદાહરણ પૂરું પાડ્યું તેણે 56 બોલમાં 77 રન બનાવ્યા પરંતુ તે છેલ્લે સુધી ક્રીઝ પર ટકી શક્યો નહીં . તેનું 19મી ઓવરમાં રન આઉટ થવું ડેરડેવિલ્સને મોંઘું પડ્યું . ત્યારબાદ કૂપરે છેલ્લી ઓવરમાં મેચની દિશા પલટી નાખી . આ ઓવરમાં ડેરડેવિલ્સને 9 રનની જરૂરીયાત હતી પરંતુ કૂપરે માત્ર ત્રણ રન આપ્યા અને સામે બે વિકેટ ઝડપી લીધી . આમ ડેરડેવિલ્સ છ વિકેટ પર માત્ર 160 રન જ બનાવી શક્યું . રોયલ્સની આ કોટલા મેદાનમાં ચોથા મેચમાં પહેલી જીત હતી . જ્યારે ડેરડેવિલ્સની આ સતત બીજી હાર છે .
2
ઝડપી બોલર ચતારાની પાંચ વિકેટની મદદથી ઝિમ્બાવ્વેએ બીજી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટમાં પાંચમા દિવસે પાકિસ્તાનને 24 રનથી હરાવીને બે મેચની શ્રેણીને 1 - 1થી બરાબર કરી લીધી છે . ચતારાએ પોતાની ટેસ્ટ કારકિર્દીની સર્વશ્રેષ્ઠ બોલિંગ કરતા તેણે 61 રન આપીને પાંચ વિકેટ ઝડપી . પાકિસ્તાનના બેટ્સમેન ફરી એકવાર નિષ્ફળ રહ્યા અને સુકાની મિસબાહ ઉલ હકની અણનમ 79 રનની ઇનિંગ પછી પણ ટીમને નિષ્ફળતા હાથ લાગી હતી . ઝિમ્બાવ્વેને 264 રનના લક્ષ્યનો પીછો કરતા પાકિસ્તાનની ટીમ મિસબાહ અને ઓપનિંગ બેટ્સમેન ખુર્રમ મંજૂર ( 54 ) ની અડધી સદી પછી પણ 81 ઓવરમાં 239 રન પર ઓલાઉટ થઇ અને મેચ હારી ગઇ . મિસબાહે ત્યારબાદ અબ્દૂર રહમાન ( 16 ) સાથે સાતમી વિકેટ માટે 34 રન જોડ્યા . તિનાશે પનયંગારાએ રહમાનને વિકેટકીપર રિચમંડ મુતમબામીના હાથે કેચાઉટ કરાવ્યો હતો . ચતારાએ સઇદ અજમલ ( 02 ) માં એલબી આઉટ કરીને પાકિસ્તાનની આઠમી વિકેટને ઝટકો આપ્યો હતો . ત્યારબાદ પાકિસ્તાનની બે વિકેટ પણ ઝડપથી પડી ગઇ હતી . નોંધનીય છે કે ટેસ્ટ રમનારા કોઇપણ દેશ વિરુદ્ધ આ ઝિમ્બાવ્વેની પાંચમી અને પાકિસ્તાન વિરુદ્ધ ત્રીજી જીત છે . ટીમે પોતાની છેલ્લી મોટી જીત 2000 - 01માં નોંધાવી હતી , ત્યારે તેણે ભારતને હરાવ્યું હતું .
2
ફરી એકવાર હરભજન સિંહ નો ગુસ્સો મેદાન પર જોવા મળ્યો અને પોતાનું સંતુલન ગુમાવી બેઠા . ગઈકાલે રવિવારે મુંબઈ ઇન્ડિયન અને પુને વચ્ચે મુકાબલા માં હરભજન ની બોલિંગ વખતે અંબાતી રાયડુ થી મિસ ફિલ્ડ થઇ હતી અને જેના કારણે ચોક્કો લાગી ગયો . બસ પછી તો હરભજન સિંહ નો ગુસ્સો રાયડુ પર ભડકી ઉઠ્યો અને મેદાન માં જ તેને ગાળો આપવા લાગ્યા . હરભજન સિંહ ના આ વ્યવહારથી રાયડુ ને પણ ગુસ્સો આવી ગયો અને જવાબ આપવા માટે તેઓ દોડીને હરભજન પાસે ગયા . માહોલ બગડતો જોઇને હરભજન ને પોતાની ભૂલ નો અંદાજ આવી ગયો અને તેમને તરત જ માફી માગી લિધી . આ પહેલા પણ ઘણી વાર હરભજન સિંહ નો ગુસ્સો મેદાન પર જોવા મળ્યો છે . 2008 ની મોહાલી માં રમાયેલી મેચમાં હરભજન સિંહે શ્રીસંત ને થપ્પડ મારી દીધી હતી . જેના માટે હરભજન સિંહ પર 11 મેચોનો બેન અને 1 મેચ ફીસનો દંડ પણ લાગ્યો હતો .
2
પરિસુશ એટલે કે પરિણીતી ચોપરા અને સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ શુદ્ધ દેસી રોમાંસમાં ઘણું બધું એવું દેખાશે કે જે જરાય દેસી નથી . પહેલાં તો આ ફિલ્મ જ લિવ ઇન રિલેશનશિપ ઉપર આધારિત છે કે જે બાબત દેસી નથી અને બીજી તરફ ફિલ્મમાં પરિસુશના પૂરા 27 કિસિંગ સીન્સ છે કે જે દેસી લોકોને ભાગ્યે જ દેસી લાગશે . શુદ્ધ દેસી રોમાંસ ફિલ્મમાં પરિસુશ લિવ ઇન પાર્ટનર્સ બન્યાં છે , પરંતુ પરિણીતી ચોપરા અને સુશાંત સિંહ રાજપૂત વચ્ચે અનેક ઇંટીમેટ સીન્સ પણ શૂટ કરાયાં છે . જ્યારે આ અંગે પરિણીતીને પૂછાયું , તો તેમણે જણાવ્યું - પ્લીઝ ચીપ શબ્દોનો ઉપયોગ ન કરો . એમ તો ફિલ્મનું નામ શુદ્ધ દેસી રોમાંસ છે , પણ ફિલ્મમાં કંઈ પણ શુદ્ધ કે દેસી નજર નથી આવતું . પરિણીતીએ ફિલ્મના પ્રમોશન દરમિયાન અનેક વાર લખ્યું કે તેઓ ક્યારેય અંગ પ્રદર્શન વડે સફળતાની ઉંચાઇએ પહોંચવા નથી માંગતા , પણ તેઓ બોલ્ડનેસ બતાવી કદાચ એવું જ કંઈક કરવાની ફિરાકમાં છે . પરિણીતી ચોપરાની એક બોલ્ડ એક્ટ્રેસની ઇમેજ બની ચુકી છે . આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :
1
દક્ષિણ ભારતીય સિનેમામાં મોટું નામ ધરાવતાં મણિરત્નમ પુનઃ બૉલીવુડ ફિલ્મ બનાવવા જઈ રહ્યાં છે . તે પણ મોટા દિગ્ગજો સાથે . સમાચાર છે કે મણિરત્નમ ટુંકમાં જ આમિર ખાન અને એકતા કપૂર સાથે ફિલ્મ બનાવવાનાં છે . એવું નથી કે ત્રણે એક સાથે ફિલ્મમાં કામ કરવાના છે . હકીકતમાં મણિરત્નમની એક સ્ક્રિપ્ટ આમિર ખાનને ગમી ગઈ છે . તેથી તેઓ મણિરત્નમ સાથે કામ કરવા જઈ રહ્યાં છે , તો બીજી બાજુ એકતા કપૂર મણિરત્નમ સાથે મળી ફિલ્મ બનાવવા જઈ રહ્યાં છે . આમિર અને એકતા મણિરત્નમ સાથે જુદા - જુદા કામ કરવાનાં છે . મળતી માહિતી મુજબ મણિરત્નમે આમિર ખાન સાથે કરીના કપૂરને પણ સાઇન કર્યાં છે અને એ . આર . રહેમાનને સાઇન કરવાનાં છે . આપને જણાવી દઇએ કે મણિરત્નમે 2011માં મોટા બજેટની રાવણ ફિલ્મ બનાવી હતી કે જે સુપર ફ્લૉપ રહી હતી . ફિલ્મમાં ઐશ્વર્યા રાય , અભિષેક બચ્ચન ઉપરાંત સૂર્યા લીડ રોલમાં હતાં . ફિલ્મ રિલીઝ થયા બાદ અમિતાભ બચ્ચને ફિલ્મની ખૂબ ટીકા કરી હતી અને જણાવ્યુ હતું કે જાણીજોઈને અભિષેકના રોલ સાથે ચેડા કરી તેને ખરાબ બનાવાયુ હતું કે જેથી ફિલ્મ ફ્લૉપ થઈ . આ પછી બચ્ચન પરિવાર અને મણિરત્નમ વચ્ચે અણબનાવના સમાચારો પણ આવ્યા હતાં . મણિરત્નમે શાહરુખ ખાન સાથે પણ દિલ સે નામની ફ્લૉપ ફિલ્મ આપી હતી . હવે જોઇએ તેઓ આમિર ખાન સાથે કયો જાદૂ કરે છે ?
1
આઇપીએલ સ્પૉટ ફિક્સિંગ ગોટાળાના વધતા જતા સ્વરૂપને જોતાં આવતીકાલે ફાઇનલ નક્કી કાર્યક્રમ અનુસાર જ થશે અને વિવાદોમાં ઘેરાયેલ ચેન્નઇ સુપરકિંગ્સ સટ્ટેબાજીના આરોપોમાં પોતાના ઉચ્ચ અધિકારીની ધરપકડ છતાં લીગનો ભાગ બની રહેશે . બીસીસીઆઇના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે ચેન્નઇ સુપરકિંગ્સ અને મુંબઇ ઇન્ડિયંસ વચ્ચે ફાઇનલ ઇડન ગાર્ડન પર યોજાશે . બીસીસીઆઇના અધ્યક્ષ એન શ્રીનિવાસન અને ટીમના મુખ્ય કાર્યકારી અધિકારી ગુરૂનાથ મયપ્પનની ગઇકાલે રાત્રે મુંબઇ દ્વારા ધરપકડ બાદ ચેન્નઇ સુપરકિંગ્સની ટીમ વિવાદોથી ઘેરાયેલી છે . સૂત્રોને પુછવામાં આવ્યું હતું કે શું ચેન્નઇ સુપરકિંગ્સને ટીમોની આઇપીએલ અનુબંધની કલમ 12.3 ( સી ) અંતગર્ત બાહર કરવામાં આવી શકે છે તો સૂત્રોએ કહ્યું હતું કે હજુ સુધી આરોપો કોર્ટ સમક્ષ સાબિત થયા નથી . વ્યક્તિને દોષી ગણવામાં આવ્યાં છે . તાજેતરમાં મુંબઇ પોલીસે ગુરૂનાથ સાથે પુછપરછ કરી રહીછે . સૂત્રોના જણાવ્યા મુજબ આ કૌભાંડમાં પકડાયેલા અભિનેતા વિન્દુ દારા સિંહે પૂછપરછ દરમિયાન પોલીસને કહ્યું હતું કે ગુરુનાથ મયપ્પને રૂપિયા 10 લાખનો સટ્ટો લગાવ્યો હતો જે મેચ દીઠ રૂપિયા એક કરોડ સુધી ઉંચે ગયો હતો . મયપ્પને આ મોસમમાં પણ ચેન્નઈ ટીમની મેચો ઉપર સટ્ટો કર્યો હતો . મયપ્પન આજે મુંબઈ આવી પહોંચ્યા બાદ પોલીસ એમને પૂછપરછ માટે પહેલા દક્ષિણ મુંબઈસ્થિત પોલીસ મુખ્યાલયે લઈ ગઈ હતી અને ત્યાંથી એમને ક્રાઈમ બ્રાન્ચની ઓફિસે લઈ ગઈ હતી .
2
આ કેસમાં છેલ્લાં કેટલાક સમયથી સુબ્રોતો ગેરહાજર રહેતા હોવાથી છેવટે સેબીએ સમન્સ ઇશ્યૂ કરવા પડ્યા હતા . આ સાથે સેબી જણાવી દીધું હતું કે જો રૉય અને તેમના એક્ઝિક્યૂટિવ્સ સમન્સ અપાયા બાદ હાજર નહીં થાય તો પોતે સહારા ગ્રુપની કંપનીઓની મિલકતોને ટાંચંમાં લઇને તેનું વેચાણ કરી દેવાનો આદેશ આપશે . ઉલ્લેખનીય છે કે સુબ્રત રૉયના નેતૃત્વવાળા સહારા ગ્રુપની સમસ્યાઓ ઘટવાને બદલે વધતી જાય છે . તેની સામે મુંબઈ ઈકોનોમિક ઓફેન્સીસ વિંગે પ્રાથમિક તપાસ શરૂ કરી છે . સહારા ગ્રુપ તેના ઈન્વેસ્ટરોને ધમકાવે છે કે કેમ એ જાણવા માટે આ તપાસ શરૂ કરાઈ છે . સહારા જૂથ છેલ્લા કેટલાક સમયથી આર્થિક સંકડામણનો સામનો કરી રહી છે . કેન્દ્ર સરકારે જ સહારા વિરુદ્ધ આ તપાસ કરવાનો આદેશ મુંબઈની આર્થિક ગુનાશોધક એજન્સીને આપ્યો છે . પોતાના ત્રણ કરોડ ઈન્વેસ્ટરોને અંદાજે રૂપિયા 24,000 કરોડનું પેમેન્ટ કરવાને લગતા રીફંડ કેસમાં સહારા ગ્રુપ અને સુબ્રત રૉય સંડોવાયા છે . સહારા ગ્રુપની બે કંપની SIRECL અને SHCILને સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે તેઓ એમના બોન્ડ હોલ્ડરોને ત્રણ મહિનાની અંદર રૂપિયા 24,000 કરોડનું રીફંડની ચૂકવણી કરી આપે . ત્યારબાદ વર્ષ 2012ની પાંચમી ડિસેંબરે સુપ્રીમ કોર્ટે સહારાની કંપનીઓને પેમેન્ટ અંગે અમુક શરતો ઉપર સમય આપ્યો હતો . કોર્ટે સહારાને રૂપિયા 5120 કરોડની રકમનું પેમેન્ટ તાત્કાલિક કરી દેવા અને ત્યારબાદ રૂપિયા 10,000 કરોડનું પેમેન્ટ જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં અને બાકીની રકમ ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં કરવાનો આદેશ આપ્યો હતો .
0
શેર બજાર આજે સવારે જબરદસ્ત ઉછાળા સાથે ખુલ્યુ જેના કારણે રોકાણકારોના ચહેરા પર સ્મિત જોવા મળી રહ્યુ છે . છેલ્લા કેટલાક દિવસોથી શેર બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો તે બાદ છેવટે સેન્સેક્સ અને નિફ્ટીમાં આજે ઉછાળો જોવા મળ્યો છે . સેન્સેક્સ આજે 220 ના વધારા સાથે ખુલ્યો હતો જે છેલ્લે 38472.03 પર બંધ થયો હતો પરંતુ આજના ઉછાળા બાદ તે 38586.83 પર ખુલ્યો . એટલુ જ નહિ સવારે 10.13 વાગે તે 350 ના વધારા સુધી પહોંચીને 38600 સુધી પહોંચી ગયો હતો . વળી , નિફ્ટીમાં પણ આજે ઉછાળો જોવા મળ્યો અને આજે 11650 સુધી પહોંચી ગયો હતો . આ પહેલી વાર છે જ્યારે નિફ્ટી આ આંકડા સુધી પહોંચ્યો હોય . અત્યાર સુધીની નિફ્ટીનો આ સૌથી મોટો વધારો છે . આ વધારો વૈશ્વિક બજારમાં વધારાના કારણે જોવા મળ્યો છે . વોલ સ્ટ્રીટની મદદના કારણે શુક્રવારે પરિસ્થિતિમાં થોડો સુધારો આવ્યો હતો તે બાદ યુએસ ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે કહ્યુ કે સતત વધારો અમેરિકી અર્થવ્યવસ્થા અને રોજગારમાં વધારો લાવશે . પોવેલના આ નિવેદન બાદ એસએન્ડપી 500 ઈન્ડેક્સ અને નાસડેકમાં શુક્રવારે તેજી જોવા મળી હતી . આ પણ વાંચોઃ તીન મૂર્તિનું સ્વરૂપ બદલવાની કોશિશ ના કરે સરકારઃ મનમોહન સિંહ આજે સવારે તમામ મેટલ અને બેંકિંગ સેક્ટરમાં વધારો જોવા મળ્યો . આ શેરોમાં લગભગ એક ટકા વધારો જોવા મળ્યો . વળી , એફએમસીજી અને નાણાકીય સેવાઓ સાથે જોડાયેલ શેરોમાં પણ વધારો જોવા મળ્યો છે . પાવર ગ્રિડ , એસબીઆઈ , યેસ બેંકના શેરોમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે .
0
રોયટર્સના રિપોર્ટમાં કહેવાયું હતું કે " છેલ્લા દિવસમાં દેશની અગ્રણી બુલિયન બેંકો જેવી કે એચએસબીસી , ગોલ્ડમેન એન્ડ બાર્સેલ્સ વગેરેએ છેલ્લા 30 દિવસમાં તેમનું ગોલ્ડ ફોરકાસ્ટ ઘટાડ્યું છે . આ પાછળનું કારણ અમેરિકાની આર્થિક સ્થિતિમાં સુધારાની આગાહી અને ફેડરલ રિઝર્વ દ્વારા બોન્ડ ખરીદવાની કરવામાં આવેલી જાહેરાત છે . " વર્ષ 2000માં સોનાની કિંમતો 280 ડોલરની રેન્જમાં હતી , આજે આ કિંમતો વધીને 1598 ડોલરની રેન્જમાં પહોંચી ગઇ છે . હવે માનવામાં આવી રહ્યું છે કે પીળી ધાતુ સોનું છેલ્લા 12 વર્ષનો તેનો તેજીનો રેકોર્ડ તોડે એમ છે . વૈશ્વિક મંદી છતાં સોનાએ પોતાની મજબૂતી ટકાવી રાખી હતી . બીજું એક કારણ એમ પણ માનવામાં આવે છે કે વૈશ્વિક સ્તરે રિયલ એસ્ટેટમાં મંદી આવવાના કારણે સોનામાં રોકાણ વધ્યું હતું . આ કારણે આ સદીના આરંભથી જ સોનામાં 6થી 7 વાર મોટા ઉછાળા આવી ગયા છે . હવે અર્થતંત્રની ગાડી પાટે આવી રહી છે ત્યારે સોનામાં મંદીના ભણકારા વાગી રહ્યા છે .
0
હૉલીવુડના અનેક સ્ટાર્સ ઇંસ્ટાગ્રામ પર સક્રિય છે અને પોતાના ફૅન્સ તથા ફૉલોઅર્સ માટે અમેઝિંગ તસવીરો પોસ્ટ કરતા રહે છે . જોકે આપણે ગંભીરતાપૂર્વક અનુભવી શકીએ છીએ કે કિમ કાર્દર્શિયન ઇંસ્ટાગ્રામ ક્વીન છે કે જેઓ સારી રીતે જાણે છે કે આ સોશિયલ સાઇટ્સનો સેક્સિએસ્ટ વે તરીકે ઉપયોગ કરી કઈ રીતે ફોટો અને વીડિયો શૅરિંગ કરવાનું હોય છે . તેમાં કોઈ શંકા નથી કે રૉન્ચી , હૉટ તથા સ્ટનિંગ તસવીરોના શૅરિંગ સાથે કિમ કાર્દર્શિયન ક્વીન ઑફ ઇંસ્ટાગ્રામ છે . સ્વાભાવિક રીતે જ કિમ કાર્દર્શિયન તેમના દ્વારા પોસ્ટ - શૅર કરાયેલી તસવીરો અને વીડિયોના કારણે જ ક્વીન છે અને તેમને અવગણી ન શકાય . તેઓ અમેરિકિન રિયલિટી ટીવી સ્ટાર હોવાની સાથે રૅપર કૅન્યે વેસ્ટના પત્ની પણ છે . આમ છતાં તેમની ઇંસ્ટાગ્રામ ક્વીન તરીકેની જુદી જ ઓળખ તેમણે બનાવી છે . કિમ કાર્દર્શિયન હૉટ બિકિની સેલ્ફી તસવીરોના શૅરિંગથી લઈ દરેક રીતે ઇંસ્ટાગ્રામનો ભરપૂર ઉપયોગ કરે છે . તેમાં કોઈ આશ્ચર્ય નથી કે કિમ કાર્દર્શિયન સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર 18,673,259 ફૉલોઅર્સ ધરાવે છે . ચાલો તસવીરો સાથે આપને પણ બતાવીએ કે કિમ કાર્દશિયન કેમ ક્વીન ઑફ ઇંસ્ટાગ્રામ છે :
1
મેલબોર્ન , 13 ઑગસ્ટઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વૂ સુકાની ગ્રેગ ચેપલે તાજેતરમાં ઓલ ટાઇમ ઓસ્ટ્રેલિયન લેફ્ટ હેન્ડ ( ડાબોડી ) વનડે ટીમ જાહેર કરી છે , તેમણે આ ટીમ આંતરરાષ્ટ્રીય લેફ્ટ હેન્ડર્સ ડેની ઉજવણીના ભાગરૂપે જાહેર કરી હતી . આ ટીમમાં ચેપલે પ્રેરણાદાયક ખેલાડી એલન બોર્ડરને સુકાની તરીકે જાહેર કર્યા છે , જ્યારે એડમ ગિલક્રિસ્ટને ઉપસુકાની બનાવ્યા છે . તેમણે પોતાની આ ટીમની જાહેરાત ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની વેબસાઇટ પર કરી છે . પોતાની ટીમ પસંદગી અંગે તેમણે કહ્યું છેકે આ એક સરસ ક્રિકેટ ટીમ છે , એલન બોર્ડર નિર્વિવાદ રીતે સુકાની પદે યોગ્ય છે , કારણ કે તે એક પ્રેરણાત્મક ખેલાડી છે , એક સારા બેટ્મસેન છે , તેમજ જો જરૂરિયાત ઉભી થાય તો તેઓ સ્પિન બોલિંગ પણ ટીમ માટે કરી શકે છે . તો ચાલો તસવીરો થકી ગ્રેગ ચેપલની ટીમ પર નજર ફેરવીએ અને જાણીએ કે તેમાં કયા કયા ખેલાડીઓનો સમાવેશ કરવામા આવ્યો છે . pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; આ પણ વાંચોઃ - શું ધોન માટે લકી સાબિત થશે ‘અનલકી ' 13 ? . . તો ખેડૂત બની ગયો હોત વિરેન્દ્ર સેહવાગ આ પણ વાંચોઃ - પદ્મ પુરસ્કારો માટે ધોની અને કોહલીના નામની ભલામણ pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; function googleAnalyticsCodeCommon ( ) { var main _ url = $ ( ' link [ rel = " canonical " ] ' ) . attr ( " href " ) ; var url = document . location . href ; var pattern = ' https : / / ' + window . location . hostname ; url = url . replace ( pattern , " " ) ; var title = document . title ; ga ( " oneindiagu . send " , { hitType : " pageview " , page : url , location : main _ url } ) ; ga ( " rosoneindia . send " , { hitType : " pageview " , page : url , location : main _ url } ) ; ga ( " dhoneindia . send " , { hitType : " pageview " , page : url , location : main _ url } ) ; url = document . location . href ; var jcode = ' var _ comscore = _ comscore | | [ ] ; var comscoreParams = { c1 : " 2 " , c2 : " 7732551 " , c3 : " " , c4 : " ' + url + ' " , c5 : " " , c6 : " " , c15 : " " } ; _ comscore . push ( comscoreParams ) ; var s = document . createElement ( " script " ) , el = document . getElementsByTagName ( " script " ) [ 0 ] ; s . async = true ; s . src = ( document . location . protocol = = " https : " ? " https : / / sb " : " http : / / b " ) + " . scorecardresearch . com / beacon . js " ; el . parentNode . insertBefore ( s , el ) ; ' ; setTimeout ( jcode , 500 ) ; var _ qevents = _ qevents | | [ ] ; ( function ( ) { var elem = document . createElement ( ' script ' ) ; elem . src = ( document . location . protocol = = " https : " ? " https : / / secure " : " http : / / edge " ) + " . quantserve . com / quant . js " ; elem . async = true ; elem . type = " text / javascript " ; var scpt = document . getElementsByTagName ( ' script ' ) [ 0 ] ; scpt . parentNode . insertBefore ( elem , scpt ) ; } ) ( ) ; _ qevents . push ( { qacct : " p - yjta2aSVPaHEL " } ) ; window . google _ analytics _ uacct = " UA - 110466 - 73 " ; }
2
મુંબઇની કોર્ટે જામીન આપતા પહેલા શરત મૂકી છે હતી કે બંને દેશ છોડીને ક્યાંય જઇ શકશે નહીં . આ ઉપરાંત બંનેએ સપ્તાહમાં બે વાર મુંબઇ ક્રાઇમ બ્રાન્ચમાં હાજરી આપવી પડશે . વિંદુ દારા સિંગ અને મયપ્પન ઉપરાંત પ્રેમ તનેજા અને અલ્પશ પટેલના પણ જામીન આપવામાં આવ્યા છે . પાછલા દિવસોમાં મુંબઇ પોલીસે જ આ બંનેની ધરપકડ કરી છે . ઉલ્લેખનીય છે કે આઇપીએલમાં સ્પોટ ફિક્સિંગ મામલે રાજસ્થાન રોયલ્સના ત્રણ ખેલાડીઓની પૂછપરછમાંથી મળેલી કડીઓને આધારે ગુરુનાથ મયપ્પનની 23 મે , 2013ની રાત્રે મુંબઇમાંથી ધરપકડ કરવામાં આવી હતી . જ્યારે અભિનેતા વિંદુ દારા સિંહ રંધાવાને 21 મે , 2013ના રોજ પોલીસે ધરપકડ કરી હતી . ગઇ કાલે 3 જૂન , 2013ના રોજ આઇપીએલ સટ્ટેબાજી મામલાના આરોપી ગુરુનાથ મયપ્પન અને વિંદૂ દારા સિંહના પોલીસ રિમાન્ડ પૂરા થઇ ગયા હતા . જેથી મુંબઇ પોલીસે બંનેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બંનેને 14 જૂન સુધી જેલના હવાલે કરી દેવાનો આદેશ આપ્યો હતો .
2
કપ્તાન કૂલના નેજા હેઠળ ચમત્કારિક પ્રદર્શન કરી રહેલી ટીમ ઇન્ડિયાએ રવિવારે યજમાન ઇંગ્લેન્ડને માત્ર પાંચ રનથી હરાવીને આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી પોતાના નામે કરવાની સાથે જ પોતાની સિદ્ધિઓના ખજાનામાં વધુ એક મોતી પરોવી દીધો છે . ધોનીની કપ્તાનીમાં ભારતે 2007માં ટ્વેન્ટી 20 વિશ્વકપ અને 2011માં વનડે વિશ્વકપ જીત્યો અને સાથે સાથે ટીમ ટેસ્ટ અને વનડે રેન્કિંગમાં નંબર વન પહોંચી ગઇ છે . હવે ટીમ ઇન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફીની છેલ્લી આવૃત્તિને જીતીને આ છેલ્લા કિલ્લાને પણ પાર કરી લીધો . પોતાને ભાગ્યશાળી ગણાવતા કપ્તાને કહ્યું કે ' હું સૌભાગ્યશાળી છું કે ટીમે મારા નેતૃત્વમાં ટ્વેન્ટી 20 વિશ્વકપ , આઇસીસી વર્લ્ડકપ અને હવે ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ હાસલ કર્યો છે . મેં આ સફળતાને હાસલ કરવા માટે કંઇ ખાસ કર્યું નથી . અમારી ટીમ ટૂર્નામેન્ટ જીતી રહી છે તે મહત્વપૂર્ણ છે અને હવે મારુ ધ્યાન ત્રિકોણીય શ્રેણી પર કેન્દ્રીત છે . ' ટીમ ઇન્ડિયા ત્રીજીવાર ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પહોંચી છે . વર્ષ 2002 - 03માં તે શ્રીલંકાની સાથે સંયુક્ત વિજેતા બની હતી જ્યારે 2000 - 01માં તેને ફાઇનલમાં ન્યૂઝીલેન્ડના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો . ચેમ્પિયન્સ ટ્રોફીની આ છેલ્લી આવૃત્તિ હતી . આઇસીસીએ હવે આની સાથે સ્થાન પર ટેસ્ટ ચેમ્પિયન્સશિપ આયોજિત કરાવવાનો નિર્ણય કર્યો છે .
2
ટીવીનો સુપરહીટ શો નાગિન ભલે પૂરો થઇ ગયો હોઈ . પરંતુ તેની લોકપ્રિયતા હજુ પણ એવી ને એવી જ છે . આપને જણાવી દઈએ કે નાગિનની બીજી સીઝન નાગિન - 2 ખુબ જ જલ્દી આવી રહી છે . નિર્માતાઓ અનુસાર નાગિન - 2 સિરિયલ 100 દિવસની અંદર ચાલુ થઇ જશે . મોની રોય ઉર્ફ નાગિને ગોવામાં બતાવી કંઇ આવી હોટ અદાઓ જ્યાં નાગિન સિરિયલ પોતાની અલગ કહાનીને કારણે પોપ્યુલર રહી . ત્યાં જ નાગિનની મુખ્ય અભિનેત્રી મોની રોય પણ આ શો ધ્વારા ટીવીની સુપરહીટ અભિનેત્રી બની ચુકી છે . નાગિન ના અવતારમાં લોકોને મોની રોય ખુબ જ પસંદ આવી .
1
પુલવામાં આતંકી હુમલા બાદ ભારત સતત પાકિસ્તાનને અલગ પાડવાની મુહિમ કરી રહ્યુ છે . આ વર્ષે યોજાનારા વિશ્વ કપ માટે બીસીસીઆઈના સૂત્રોએ મોટી વાત કહી છે . બીસીસીઆઈએ સ્પષ્ટ કર્યુ છે કે જો ભારત સરકાર ઈચ્છે છે કે અમે વિશ્વકપમાં પાકિસ્તાન સામે નહિ રમીએ તે બેશક અમે પાકિસ્તાન સામે નહિ રમીએ . બીસીસીઆઈના સૂત્રએ આ વિશે કહ્યુ છે કે અમુક સમય બાદ આ વિશે સ્થિતિ સ્પષ્ટ થશે જ્યારે વિશ્વકપની નજીક પહોંચીશુ . બીસીસીઆઈના સૂત્ર અનુસાર આઈસીસીને આની સાથે કોઈ લેવાદેવા નથી . જો સરકારને કોઈ પણ સમયે એવુ લાગે કે આપણે પાકિસ્તાન સાથે ન રમવુ જોઈએ તો બેશક પાકિસ્તાન સામે નહિ રમીએ . જો કે બીસીસીઆઈએ એ પણ કહ્યુ છે કે જો ભારત પાકિસ્તાન સામે નહિ રમે તો પાકિસ્તાનને આ મેચના પોઈન્ટ મળી જશે અને તે મેચ રમ્યા વગર જ વિશ્વકપ જીતી શકે છે . અમે આ અંગે હજુ સુધી આઈસીસીનો સંપર્ક કર્યો નથી . તમને જણાવી દઈએ કે પુલવામા આતંકી હુમલા બાદ સતત એ અંગે માંગ ઉઠી રહી છે કે ભારતે પાકિસ્તાન સામે ન રમવુ જોઈએ . ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બોલર હરભજન સિંહે પણ આ અંગે માંગ કરી હતી કે ભારતે વિશ્વકપમાં પાકિસ્તાન સામે ન રમવુ જોઈએ . હરભજન સિંહે કહ્યુ કે આ આપણા માટે મુશ્કેલીનો સમય છે . આપણે આપણા સુરક્ષાબળો પર થયેલા હુમલાથી દુઃખી છીએ , આ અવિશ્વસનીય હતુ . આપણે આની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ . તેમણે કહ્યુ કે મને નથી લાગતુ કે પાકિસ્તાન સાથે ક્રિકેટના સંબંધ હોવા જોઈએ . જો આપણે તેની સાથે રમતા રહીશુ તો આપણી સાથે આ જ રીતનો વ્યવહાર કરશે . આ પણ વાંચોઃ પુલવામાઃ જૂઠ્ઠા છે પાક પીએમ ઈમરાન , હુમલા પહેલા પેશાવરમાં મસૂદે કરી હતી રેલી
2
જો તમે ટ્રેન દ્વારા મુસાફરી કરો છો તો તમારા માટે સારા સમાચાર છે . તમે રેલવે ટિકિટ બુકિંગ માટે ડિસ્કાઉન્ટ મેળવી શકો છો . ઘણા લોકોને રેલ્વે ટિકિટ બુકિંગમાં ડિસ્કાઉન્ટ આપે છે . મોટા ભાગના લોકો ફક્ત એટલું જ જાણે છે કે ટ્રેન ટિકિટોની બુકિંગમાં માત્ર વૃદ્ધ અને દિવ્યાંગોને ટિકિટોમાં છૂટ મળે છે , પરંતુ આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે કે વૃદ્ધ અને વિકલાંગ ઉપરાંત આ કેટેગરીમાં બીજા લોકોનો પણ સમાવેશ થાય છે . રેલવેની વેબસાઇટ પર આપેલી માહિતી અનુસાર ટ્રેન ટિકિટોની બુકિંગમાં બેરોજગાર યુવાનો ને પણ છૂટ મળે છે . રેલવે બેરોજગાર યુવાનોને ટિકિટ પર 50 થી 100 ટકા ડિસ્કાઉન્ટ આપે છે . જો કે આ માટે કેટલાક નિયમો છે . જેવા કે . . .
0
કોફી વિથ કરણમાં હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ એપિસોડના પ્રસારણના બીજા જ દિવસે ભારે કોન્ટ્રોવર્સી પેદા થઇ . હોટસ્ટારે એપિસોડને વેબસાઈટથી હટાવીને સમજદારી દાખવી . દરેક લોકો જાણવા માંગે છે કે આખરે કરણ જોહર આ મામલે શુ કહે છે . લોકો જાણવા માંગતા હતા કે કરણ જોહરે જે સવાલ પૂછ્યો જેના પર હાર્દિક પંડ્યાએ મહિલાઓ માટે આવી ટિપ્પણી હતી કે કેટલો યોગ્ય હતો ? શુ કરણ જોહર અને શૉના મેકરે આ બધું ટીઆરપી માટે કર્યું ? આખરે કરણ જોહર આ બધા જ સવાલોના જવાબ આપવા માટે આવી ગયા છે . પોતાની ચુપ્પી તોડતા કરણ જોહરે એક ખાસ ચેનલ સાથે વાતચીત કરતા આ મામલે ઘણા ચોંકાવનારા નિવેદનો આપ્યા છે . હાર્દિક પંડ્યા સાથે જોડાયેલા સવાલ પર ભડકી ઈશા ગુપ્તાઃ કોણે કહ્યુ તે મારો દોસ્ત છે ?
1
બેંગ્લોર , 17 એપ્રિલઃ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી ડેર ડેવિલ્સ વચ્ચે રમાયેલા રોમાંચક મેચમાં આરસીબીએ દિલ્હી પર શાનદાર વિજય હાંસલ કર્યો . મેચનો નિર્ણય સુપર ઓવરમાં આવ્યો આ સીઝનમાં દિલ્હીની આ સતત પાંચમી હાર છે , જ્યારે આરસીબી આ જીત સાથે પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર પહોંચી ગઇ છે . 153 રનોના ટાર્ગેટનો પીછો કરતા બેંગ્લોરના સુકાની વિરાટ કોહલીએ શાનદાર 65 રનની ઇનિંગ રમી . જો કે , ક્રિસ ગેઇલે આ મેચમાં બે છગ્ગા લગાવ્યા પરંતુ પોતાનો ઝલવો દેખાડવામાં નાકામ રહ્યો . મોર્કલની ઓવરમાં ગેઇલ 13 રનના વ્યક્તિગત સ્કોરમાં ઉમેશ યાદવના હાથે કેચ આઉટ થઇ ગયો . બેંગ્લોર તરફથી લોકેસ રાહુલએ 12 , એબીડી વિલિયર્સે 39 રન બનાવ્યા . મેચ અંતિમ ઓવર સુધી ખેંચાયો અને આખરે સ્કોર લેવલ તઇ ગયો . આ સ્થિતિમાં નિર્ણય સુપર ઓવરમાં આવ્યો . આ પહેલા , બેંગ્લોરના સુકાની વિરાટ કોહલીએ ટોસ જીતીને દિલ્હીને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું . દિલ્હીના બેટ્સમેને સારી શરૂઆત આપી પરંતુ તેને મોટી ઇનિંગમાં પરિવર્તિત કરી શક્યાં નહીં . પારીના અંતમાં કેદાર જાધવ 29 અને ઇરફાન પઠાણ 19 ( બન્ને અણનમ ) ને ઝડપી બોલિંગની મદદથી દિલ્હી બેંગ્લોરના 153 રનનો ટાર્ગેટ આપવામાં સફળ રહ્યું . ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં બન્ને ટીમોએ ચાર - ચાર પેસરને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કર્યા અને એક - એક સ્પિનરને મેદાન પર ઉતાર્યા હતા . ડેવિડ વોર્નર અને વિરેન્દ્ર સેહવાગની ઓપનિંગ જોડીએ દિલ્હીને સારી શરૂઆત અપાવી . આ દરમિયાન સેહવાગે આક્રમક રૂખ અપનાવ્યો જ્યારે વોર્નર સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો . વિનય કુમારની એક ઓવરમાં વોર્નર કેચ આઉટ થઇ ગયો અને દિલ્હીને પહેલો ઝટકો 43 રન પર પહોંચ્યો . આ જ સ્કોર પર મેક્ડોનાલ્ડે કોહલીના હાથે સેહવાગને કેચ આઉટ કરાવી દીધો . મનપ્રીત જુનેજા ( 17 ) , મહેલા જયવર્દને ( 28 ) એ ઇનિંગ સંભાળવાનો પ્રયત્ન કર્યો . જુનેજા ઉનડકટની ઓવરમાં આઉટ થયો જ્યારે મહેલા રનઆઉટ થયો હતો . બેન રોહરર ( 14 ) કોઇ કમાલ કરી શક્યો નહીં . જો કે , ઇરફાન અને જાધવે અંતિમ બે ઓવરમાં 30 રનની ભાગીદારી નોંધાવી હતી . જાધવે 16 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો જ્યારે પઠાણે આઠ બોલનો સામનો કરીને બે ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો .
2
ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી દરમિયાન જે પ્રકારનું ટીમ ઇન્ડિયાએ પ્રદર્શન કર્યું હતું અને શરમજનક રીતે ટેસ્ટ શ્રેણીને 1 - 3થી ગુમાવી છે , તેને લઇને દેશભરમાં ટીમ ઇન્ડિયાની ટીકા થઇ રહી છે , વિશેષ કરીને સુકાની મહેન્દ્ર સિંહ ધોની અને કોચ ફ્લેચરની . બીસીસીઆઇ દ્વારા કેટલાક આકરા પગલા ભરવામાં આવ્યા છે અને ફ્લેચરને સાઇડલાઇન કરવાની તૈયારીના ભાગરૂપે પૂર્વ સુકાની રવિ શાસ્ત્રીને ટીમના ડિરેક્ટર પદે પુનઃ નિયુક્ત કર્યા છે . આ બધાની વચ્ચે ભારતના સૌથી સફળ સુકાનીઓમાના એક સૌરવ ગાંગુલીએ ટીમ ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલા પ્રદર્શનની ઝાટકણી કાઢી છે . આ સાથે જ ગાંગુલીએ ધોનીને કેટલીક સલાહ પણ આપી છે . હાલની તકે જોવા જઇએ તે ગાંગુલી ટીમ ઇન્ડિયાની ટીકા કરે તે સ્વાભાવિક છે , ગાંગુલીના નેતૃત્વ હેઠળ ટીમે ઘણો જ સારો દેખાવ કર્યો હતો , ગાંગુલીએ વિદેશી ધરતી પર વિજય મેળવવાની ઝંખના ટીમ ઇન્ડિયામાં જાગૃત કરી હતી . ગાંગુલીએ ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં મળેલા પરાજય અંગે કહ્યું છેકે , મહેન્દ્ર સિંહ ધોનીએ ટેસ્ટ ફોર્મેટમાં નેતૃત્વ કરવા માટે ઘણું બધું કામ કરવાની જરૂર છે . ઓક્ટોબર - નવેમ્બરમાં ભારતને ઘરેલુ મેદાનમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ટેસ્ટ શ્રેણી રમવાની છે , એક તો ઘરેલુ મેદાન અને ઉપરથી ટેસ્ટ રેન્કિંગમાં વેસ્ટ ઇન્ડિઝ ઘણી નીચે છે , તેથી ગાંગુલીને ટીમ ઇન્ડિયાના પ્રદર્શન અંગે ચિંતા નથી , પરંતુ ગાંગુલી ચિંતિત છે કે ત્યારબાદ ડીસેમ્બરમાં ટીમ ઇન્ડિયાને ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરવાનો છે . pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; આ પણ વાંચોઃ - ઇંગ્લેન્ડમાં ખરાબ પ્રદર્શનઃ કોહલી - પૂજારાએ બનાવ્યા નવા રેકોર્ડ ફરી રવિ શાસ્ત્રીના શરણે બીસીસીઆઇ , બનાવ્યા ટીમ ડિરેક્ટર વિશ્વ ક્રિકેટનો ' ફાસ્ટેસ્ટ ' ઉભરતો સિતારો , કોહલીને પણ રાખી દીધો પાછળ આ પણ વાંચોઃ - ટેસ્ટ રેન્કિંગઃ ભારતીય બેટ્સમેનોને પછડાટ , અંગ્રેજોએ લગાવી છલાંગ pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; function googleAnalyticsCodeCommon ( ) { var main _ url = $ ( ' link [ rel = " canonical " ] ' ) . attr ( " href " ) ; var url = document . location . href ; var pattern = ' https : / / ' + window . location . hostname ; url = url . replace ( pattern , " " ) ; var title = document . title ; ga ( " oneindiagu . send " , { hitType : " pageview " , page : url , location : main _ url } ) ; ga ( " rosoneindia . send " , { hitType : " pageview " , page : url , location : main _ url } ) ; ga ( " dhoneindia . send " , { hitType : " pageview " , page : url , location : main _ url } ) ; url = document . location . href ; var jcode = ' var _ comscore = _ comscore | | [ ] ; var comscoreParams = { c1 : " 2 " , c2 : " 7732551 " , c3 : " " , c4 : " ' + url + ' " , c5 : " " , c6 : " " , c15 : " " } ; _ comscore . push ( comscoreParams ) ; var s = document . createElement ( " script " ) , el = document . getElementsByTagName ( " script " ) [ 0 ] ; s . async = true ; s . src = ( document . location . protocol = = " https : " ? " https : / / sb " : " http : / / b " ) + " . scorecardresearch . com / beacon . js " ; el . parentNode . insertBefore ( s , el ) ; ' ; setTimeout ( jcode , 500 ) ; var _ qevents = _ qevents | | [ ] ; ( function ( ) { var elem = document . createElement ( ' script ' ) ; elem . src = ( document . location . protocol = = " https : " ? " https : / / secure " : " http : / / edge " ) + " . quantserve . com / quant . js " ; elem . async = true ; elem . type = " text / javascript " ; var scpt = document . getElementsByTagName ( ' script ' ) [ 0 ] ; scpt . parentNode . insertBefore ( elem , scpt ) ; } ) ( ) ; _ qevents . push ( { qacct : " p - yjta2aSVPaHEL " } ) ; window . google _ analytics _ uacct = " UA - 110466 - 73 " ; }
2
હૈદરાબાદ , 12 સપ્ટેમ્બરઃ તેંલગાણા સરકારે ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાને તાજેતરમાં જ યુએસ ઓપનમાં મિક્સ ડબલનું ટાઇટલ જીતવા બદલ એક કરોડ રૂપિયાના પુરસ્કારથી સન્માનિત કરી છે . મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જણાવવામાં આવ્યા અનુસાર તેલંગણાની બ્રાન્ડ એમ્બેસેડર સાનિયા મિર્ઝાએ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની મુલાકાત લીધી હતી . રાવે તેને ટાઇટલ જીતવા બદલ શુભકામનાઓ આપી હતી કે તે આગામી ચીન ઓપન અને જાપાન ઓપનમાં પણ જીત હાંસલ કરે . નોંધનીય છેકે સાનિયા મિર્ઝા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી હતી . સાનિયા મિર્ઝાને યુએસ ઓપન પહેલા પણ રાજ્ય સરકાર તરફથી એક કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા . દેશની ટોચની ટેનિસ ખેલાડી સાનિયાએ બ્રાઝિલના બ્રૂનો સોરેસ સાથે આ ટાઇટલ જીત્યું હતું . સાનિયાનું આ ત્રીજું મિક્સ ડબલ ગ્રાન્ડ સ્લેમ છે . આ પહેલા સાનિયાએ પોતાના હમવતની મહેશ ભુપતિ સાથે 2009માં ઓસ્ટ્રેલિયા ઓપન અને 2012માં ફ્રેન્ચ ઓપનમાં ટાઇટલ જીત્યું હતું . આ તકે સાનિયા મિર્ઝાએ મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવનો આભાર માન્યો હતો . સાનિયાએ કહ્યું કે રાવે કહ્યું કે તેઓ ગર્વ અનુભવી રહ્યાં છે , મારું માનવું છેકે અમે સાથે મળીને તેલંગણાને વિશ્વ ફલક પર ચમકાવીશુ . તેમણે મારા પર વિશ્વાસ મુક્યો એ બદલ હું તેમનો આભાર માનું છું . અહીં સાનિયાને આપવામાં આવેલા પુરસ્કારની તસવીરો નીચે સ્લાઇડરમાં આપવામાં આવી છે . pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; આ પણ વાંચોઃ - CLT20માં નહીં રમી શકે રોહિત , કેપ્ટન્સી માટે ભજ્જી - પોલાર્ડ રેસમાં ક્રિકેટ ઇતિહાસમાં થયેલા પાંચ શાનદાર કમબેક આ પણ વાંચોઃ - ધોની સિવાય આ ક્રિકેટર્સની પણ છે અધધ સંપત્તિ pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; function googleAnalyticsCodeCommon ( ) { var main _ url = $ ( ' link [ rel = " canonical " ] ' ) . attr ( " href " ) ; var url = document . location . href ; var pattern = ' https : / / ' + window . location . hostname ; url = url . replace ( pattern , " " ) ; var title = document . title ; ga ( " oneindiagu . send " , { hitType : " pageview " , page : url , location : main _ url } ) ; ga ( " rosoneindia . send " , { hitType : " pageview " , page : url , location : main _ url } ) ; ga ( " dhoneindia . send " , { hitType : " pageview " , page : url , location : main _ url } ) ; url = document . location . href ; var jcode = ' var _ comscore = _ comscore | | [ ] ; var comscoreParams = { c1 : " 2 " , c2 : " 7732551 " , c3 : " " , c4 : " ' + url + ' " , c5 : " " , c6 : " " , c15 : " " } ; _ comscore . push ( comscoreParams ) ; var s = document . createElement ( " script " ) , el = document . getElementsByTagName ( " script " ) [ 0 ] ; s . async = true ; s . src = ( document . location . protocol = = " https : " ? " https : / / sb " : " http : / / b " ) + " . scorecardresearch . com / beacon . js " ; el . parentNode . insertBefore ( s , el ) ; ' ; setTimeout ( jcode , 500 ) ; var _ qevents = _ qevents | | [ ] ; ( function ( ) { var elem = document . createElement ( ' script ' ) ; elem . src = ( document . location . protocol = = " https : " ? " https : / / secure " : " http : / / edge " ) + " . quantserve . com / quant . js " ; elem . async = true ; elem . type = " text / javascript " ; var scpt = document . getElementsByTagName ( ' script ' ) [ 0 ] ; scpt . parentNode . insertBefore ( elem , scpt ) ; } ) ( ) ; _ qevents . push ( { qacct : " p - yjta2aSVPaHEL " } ) ; window . google _ analytics _ uacct = " UA - 110466 - 73 " ; }
2
ભારતીય બેડમિન્ટન ખેલાડી કિદાંબી શ્રીકાંતે ઑસ્ટ્રેલિયા ઓપનમાં જીત હાંસલ કરી ભારતનું ગૌરવ વધાર્યું છે . રવિવારે રમાયેલ ફાઇનલમાં શ્રીકાંતે ઓલમ્પિક ચેમ્પિયન અને વિશ્વમાં 6ઠ્ઠા નંબરના ચીનના ખેલાડી ચેન લાંગને 22 - 20,21 - 16થી માત આપી હતી . ગત અઠવાડિયે પણ શ્રીકાંતે ઇન્ડોનેશિયા ઓપનમાં જીત મેળવી હતી . વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જીત માટે ' મન કી બાત ' કાર્યક્રમમાં તેમને અભિનંદન આપ્યા હતા . ખાસ વાતોઃ શ્રીકાંતે ઑસ્ટ્રેલિયા ઓપનનો ખિતાબ જીતવાની સાથે જ બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયાએ તેમને ઇનામ આપવાની ઘોષણા કરી છે . બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયા ( બીએઆઇ ) ના અધ્યક્ષ હિમાંતા બિસ્વા સરમાએ શ્રીકાંતને 5 લાખ રૂપિયાનું રોકડ ઇનામ આપવાની ઘોષણા કરી છે . શ્રીકાંતે ઇન્ડોનેશિયા ઓપનનો ખિતાબ જીત્યો ત્યાર બાદ પણ બીએઆઇ એ શ્રીકાંતને પુરસ્કાર સ્વરૂપે 5 લાખ રૂપિયા આપવાની ઘોષણા કરી હતી . આ મેચમાં શ્રીકાંતે જાપાનના કાજુમાસા સાકાઇને માત આપી ઐતિહાસિક સફળતા પ્રાપ્ત કરી હતી .
2
ડ્વાયન બ્રાવો ( 22/3 ) અને આર . અશ્વિન ( 5ય2 ) ની શાનદાર બોલિંગના કારણે ચેન્નઇ સુપરકિંગ્સે એક રોમાંચક મુકાબલામાં મંગળવારે ઇન્ડિયન પ્રીમિયર લીગની 28મી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સને બે રનોથી હરાવી દીધું . બ્રાવો પોતાની શાનદાર બોલિંગના કારણે મેન ઓફ ધ મેચ પસંદ કરાયા . અશ્વિને પણ બે ઓવરોમાં બે વિકેટ હાસલ કરીને તેમનો સારો એવો સાથ આપ્યો . સુપરકિંગ્સની સાત મેચોમાં આ છઠ્ઠી જીત છે અને તે પોઇન્ટ ટેબલમાં શ્રેષ્ઠ સ્થાને પહોંચી ગઇ છે . રાજસ્થાન રોયલ્સ 11 પોઇન્ટની સાથે બીજા નંબર પર છે . નાઇટ રાઇડર્સની સાત મેચોમાં આ ત્રીજી હાર છે અને તે ત્રીજા સ્થાને છે . જોકે , નાઇટ રાઇડર્સને 135 રનોનું લક્ષ્ય મળ્યું હતું પરંતુ ટીમ નિર્ધારિત 20 ઓવરોમાં 9 વિકેટના નુકસાન પર 132 રન જ બનાવી શકી . નાઇટ રાઇડર્સને છેલ્લા બોલ પર સાત રનોની જરૂર હતી , પરંતુ રોયન ટેન ડસકેટ ચોગ્ગો લગાવીને 38 રન બનાવી અણનમ રહ્યા . ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરવા ઉતરેલી સુપરકિંગ્સ નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 134 રન બનાવી શક્યા હતા . ફાફ દૂ પ્લેસિસ સર્વાધિક 29 રન બનાવીને અણનમ રહ્યા . બાદમાં સુપરકિંગ્સ માટે પ્લેસિસ અને રવિન્દ્ર જાડેજાની 36 રનોની ભાગીદારીએ ટીમને સારી એવી સ્થિતિમાં પહોંચાડી .
2
દેશમાં સૌથી મોટું એટીએમ નેટવર્ક ચલાવનાર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ( એસબીઆઇ ) નું કહેવું છે કે એટીએમ ઓપરેશનમાં નુકસાન થઇ રહ્યું છે . તેના માટે ગ્રાહકો પાસે પૈસા વસૂલવાના પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું . રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ( આરબીઆઇ ) એ કહ્યું હતું કે એટીએમમાંથી પૈસા કાઢવાની લિમિટ મર્યાદિત કરવાના પ્રસ્તાવ વિચાર કરવો પડશે . બેંગ્લોરમાં એક એટીએમ મહિલા પર હુમલાને ઘટના બાદ વધારાના સુરક્ષા ઉપાયોના લીધે એટીએમ ઓપરેટ કરવાનો ખર્ચ વધી ગયો છે . એસબીઆઇની ચેરપર્સન અરૂંધતિ ભટ્ટાચાર્યએ રવિવારે કહ્યું હતું કે અમે જે પણ સર્વિસ આપી રહ્યાં છીએ , તેનાથી એસબીઆઇને કોઇ ફાયદો થવો જોઇએ . અમે કોર્મશિયલ દ્રષ્ટિકોણથી પ્રેક્ટિકલ મોડલ ઇચ્છીએ છીએ . અમે દર મહિને નુકસાન વેઠી ન શકીએ . કેટલાક રાજ્યોને છોડીને અન્ય સ્થળો પર એટીએમ ઓપરેશન નુકસાનમાં ચાલે છે . એસબીઆઇ હંમેશા માટે એટીએમ પર ' સબસિડી ' આપી ન શકે . હું વધુ એટીએમ લગાવવા માંગુ છું , પરંતુ મને એ સમજવું પડશે કે તેને ટકાઉ કેવી રીતે બનાવી શકાય . ઇન્ડિયન બેંક્સ એસોસિએશને પ્રસ્તાવ મૂક્યો છે કે એટીએમમાંથી પૈસા કાઢવાની સંખ્યા મર્યાદિત કરવામાં આવે . તેના પર રિઝર્વ બેંકના ડેપ્યુટી ગર્વનર એચ . આર . ખાને કહ્યું હતું કે અમે એસોસિએશનની 5 વખત પૈસા કાઢવાના પ્રસ્તાવની સમીક્ષા કરશે . કેટલાક અન્ય પ્રસ્તાવ પણ આવ્યા છે . કહેવામાં આવે છે કે લોકો વધુ રોકડનો ઉપયોગ કરી રહ્યાં છે .
0
ઉદ્દઘાટન સમારોહમાં ક્રિકેટ , ફિલ્મ અને રાજનીતિની મોટી - મોટી હસ્તીઓ પહોંચશે તેવી આશા છે . આ કારણે કોલકતાની તમામ પ્રમુખ હોટલો , હવાઇ મથકો અને સ્ટેડિયમની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે . સમારોહમાં શાહરુખ ઉપરાંત દીપિકા પાદૂકોણ , કેટરીના કૈફ અને અમેરિકન રેપર પિટબૂલ કાર્યક્રમ રજૂ કરશે . પહેલા આ સમારોહ માટે હોલિવૂડની દિગ્ગજ ગાયિકા અને અભિનેત્રી જેનિફર લોપેજનું નામ સામે આવ્યું હતું , પરંતુ આયોજકોએ અંતિમ સમયે પિટબુલની સાથે કરાર કરતા લોપેજનું પહેલીવાર ભારતમાં કાર્યક્રમ રજૂ કરવાની સંભાવનાઓ ખત્મ થઇ ગઇ છે . આઇપીએપના કમિશનર અને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ થોડા દિવસ પહેલા કહ્યું હતું કે સાત સપ્તાહ સુધી ભારતના વિભિન્ન શહેરોમાં આયોજિત થનારી આઇપીએલની છઠ્ઠી આવૃતિની ભવ્યતાને જોતા ઉદ્દઘાટન સમારોહને વધુ આકર્ષક બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે . આ સમારોહમાં રવીન્દ્ર સંગીતથી લઇને પિટબુલના રૈપ સંગીતને સાંભળવા મળશે . પહેલીવાર કોલકતામાં થઇ રહેલા ઉદ્દઘાટન સમારોહ માટે હજારોની સંખ્યામાં દર્શકો સ્ટેડિયમ પહોંચે તેવી આશા છે . એટલું જ નહીં , આ સમારોહમાં કોલકતામાં હાઇસ્કૂલ અને કોલેજના 300 બાળકો પણ પરફોર્મન્સ કરશે .
2
એવું પહેલીવાર બની રહ્યું છે જયારે યે હૈ મોહબતે સ્ટારે પોતાની હોટ ફોટો સોશ્યિલ મીડિયા પર શેર કરી હોય . અહીં અમે યે હૈ મોહબતે સ્ટાર રોશની વિશે વાત કરી રહ્યા છે . યે હૈ મોહબતે સીરિયલમાં આદિત્ય ભલ્લાની પત્નીની ભૂમિકા નિભાવનાર રોશની એટલે કે વિદિશા શ્રીવાસ્તવ ઘ્વારા ઇન્સ્ટાગ્રામ પર બોલ્ડ ફોટો શેર કરવામાં આવી છે , જેને તમે જોતા જ રહી જશો . યે હૈ મોહબતે સીરિયલમાં વિદિશા ખુબ જ સિમ્પલ જોવા મળે છે પરંતુ રિયલ લાઈફમાં આવું બિલકુલ પણ નથી . જો વિદિશા વિશે વાત કરવામાં આવે તો તેને સીરિયલમાં યે હૈ મોહબતે ઘ્વારા પોતાનો ડેબ્યુ કર્યો હતો . સલમાન ખાનની વિદેશી સ્ટારે સનસની મચાવી , બોલ્ડ ફોટો વાયરલ પરંતુ વિદિશા શ્રીવાસ્તવ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો પ્રખ્યાત ચેહરો છે . રિયલ લાઈફમાં વિદિશા શ્રીવાસ્તવ ફરવાનું ખુબ જ પસંદ કરે છે . એટલું જ નહીં પરંતુ તે બોલ્ડ રહેવું પણ પસંદ કરે છે . તેની ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ આ વાતનો પુરાવો આપે છે . તો એક નજર કરો સોશ્યિલ મીડિયા પર વાયરલ થતી ટીવી સ્ટારની બોલ્ડ તસવીરો પર . . . .
1
નવી દિલ્હી , 16 મેઃ ગુગલ નેક્સસ 4 લાંબી પ્રતિક્ષા બાદ ભારતમાં આવી ગયો છે . એન્ડ્રોઇડ પર ચાલનારા આ સ્માર્ટફોનને એલજી બનાવે છે , પરંતુ અત્યારસુધી તે ભારતમાં મળતો નહોતો . આ ફોનની કિંમત 25,999 રૂપિયા રાખવામાં આવી છે . ફીચર્સના મુકાબલે અન્ય હાઇ એન્ડ ફોન્સને ટક્કર આપનારા આ ફોનની કિંમત અન્યની સરખામણીએ ઘણી ઓછી માનવામાં આવે છે . આ ફોનની સૌથી મોટી ખાસિયત ગુગલ સર્વિસિજની સાથે ઇન્ટ્રિગ્રેશન છે . આ ફોનમાં ક્વોલકોમ સ્નૈપડ્રેગન એસ ફોર પ્રોસેસર , 1.5 ગીગાહર્ટ , 8/16 જીબી ઇન્ટરનલ મેમરી અને 2 જીબી રેમ છે , જેના કારણે ફોનની સ્પીડ ઘણી છે . તેમાં 1280x768નું રિઝોલ્યુશન અને જીરોગૈપ ટચ ટેક્નોલોજીવાળા 4.7 ઇંચ ટ્રૂ એચડી આઇપીએસ પ્લસ ડિસ્પલે છે . પિક્સલ ડેન્સિટી 320 પીપીઆઇ છે . કોર્નિંગ ગરિલા ગ્લાસ 2 થકી સ્ક્રિન પ્રોટેક્શન મળે છે . આ ફોનમાં 4.2 જેલીબીન એન્ડ્રોઇડ ઓસનો ઉપયોગ કરવામાં આવ્યો છે . નેક્સસ 4માં 8 મેગાપિક્સલ કેમેરા છે , જે ઘણી જ સારી તસવીર ખેંચે છે . તેમાં 1.3 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા પણ છે . ફોનમાં બ્લુટુથ , યુએસબી , વાઇફાઇ , એનએફસી અને એચડીએમઆઇ જેવી કનેક્ટિવિટી ઓપ્શન્સ છે . આ ફોનમાં વાયરલેસ ચાર્જિંગ છે . ફોનમાં 2100mAhની બેટરી છે . કંપની અનુસાર ફોની બેટરી અંદાજે 12 કલાકનો ટોકટાઇમ આપે છે . સ્ટેન્ડબાય ટાઇમ 564.5 કલાક છે .
0
રિલાયન્સ જીયોને ટ્કકર આપવા માટે પ્રીપેટ અને પોસ્ટપેડ પ્લાનની કિંમત અને વેલેડિટીમાં આઇડિયા સમેત અનેક કંપનીઓએ ફેરબદલ કર્યા છે . જેનો સીધો લાભ હાલ ગ્રાહકો મેળવી રહ્યા છે . એરટેલ પછી આઇડીયાએ પણ પોતાના ગ્રાહકો માટે સારા પ્લાન નીકાળ્યા છે . જેના ઓછી કિંમતે ગ્રાહકોને વધુ લાભ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે . વોડાફોન અને એરટેલના પ્લાન પછી આઇડિયાએ પણ અનલિમિટેડ પ્લાન બહાર પાડ્યો છે . જેમાં આઇડિયાએ તેના ગ્રાહકોને 1 જીબી ડેલી લિમિટ સાથે અનલિમિટેડ કોલિંગ વાળો પ્લાન લોન્ચ કર્યો છે . આ પ્લાનની કિંમત 357 રૂપિયા નક્કી કરવામાં આવી છે . આ પ્લાન માર્કેટમાં જીયોના 399 રૂપિયાના પ્લાનને ટક્કર આપી શકે તે માટે ખાસ બનાવવામાં આવ્યો છે . અને જીયોથી પણ ઓછી કિંમતે આઇડિયા તેના ગ્રાહકોને 1 જીબી ફ્રી ઇન્ટરનેટ સમેત ધણી બધી સુવિધાઓ આપી રહ્યું છે . ત્યારે આઇડિયાના આ નવા પ્લાન વિષે વિગતવાર જાણો અહીં . . .
0
1 જૂન , 2017 ને ગુરૂવારથી ઇંગ્લેન્ડમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની શરૂઆત થઇ હતી . ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી મેચ ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે રમાઇ હતી . આ મેચમાં ઇંગ્લેન્ડની ટીમે ટોસ જીતી પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો . મેદાનમાં પ્રથમ બેટિંગ કરવા પહોંચેલ બાંગ્લાદેશની ટીમે 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 305 રન બનાવ્યા હતા . સામે ઇંગ્લેન્ડની ટીમે 47.2 ઓવરમાં 2 ગુમાવી 306 રન ફટકાર્યા હતા અને 8 વિકેટથી બાંગ્લાદેશને હરાવ્યું હતું . પહેલી જ મેચમાં ઇંગ્લેન્ડે બાંગ્લાદેશને હરાવી અનેક શાનદાર રેકોર્ડ બનાવી લીધાં છે . સામે બાંગ્લાદેશની ટીમ ભલે મેચ ન જીતી શકી હોય , પરંતુ આ ટીમે પણ અનેક રેકોર્ડ પોતાને નામ કર્યાં છે . પહેલી મેચના રેકોર્ડ્સઃ
2
આજે એક પ્રેસ કોન્ફરન્સમાં બેંકોએ જણાવ્યું કે આરબીઆઇએ ઘટાડેલો રેપો રેટ ગ્રાહકો સુધી લાભ પહોંચાડવા માટે પૂરતો નથી . માર્કેટમાં લિક્વિડિટીની સ્થિતિ સરળ નહીં હોવાથી ઉંચા દરે નાણા મેળવવા પડે છે . આ કારણે વ્યાજ દરમાં ઘટાડાની કોઇ શક્યતા નથી . એસબીઆઇના ચેરમેન પ્રતીપ ચૌધરીએ જણાવ્યું કે " વ્યાજદર ઘટાડવાની કોઇ શક્યતાઓ નથી . અમારી ઉપ વ્યાજ દરો ઘટાડવા માટે કોઇ ફરજિયાત દબાણ નથી . વાસ્તવમાં આનો લાભ મળે એવું કશું જ નથી . " તેમણે અગાઉ એવા સંકેત આપ્યા હતા કે આરબીઆઇ કેશ રિઝર્વ રેશિયોમાં ઘટાડો ના કરે તો બેંકો ગ્રાહકોને નીચા દરે લોન ઉપલબ્ધ કરાવી શકે એમ નથી . આરબીઆઇએ જાહેર કરેલી નવી નીતિ બાદની પ્રેસ કોન્ફરન્સમાં બેંકોએ જણાવ્યું હતું કે તેમની એસેટ લાયેબિલિટી કમિટીસ ( એએલસીઓ ) મળશે , નવી નીતિની સમીક્ષા કરશે અને ત્યાર બાદ નક્કી કરશે કે દરો ઘટાડવા કે નહીં . એસબીઆઇએ જણાવ્યું છે કે દરોમાં ઘટાડાની કોઇ શક્યતા નથી . આઇસીઆઇસીઆઇ બેંકે જણાવ્યું છે કે વ્યાજ દરમાં ઘટાડો એ ફંડ કયા દરે મળે છે તેના પર આધાર રાખે છે . એક્સિસ બેંક અને પંજાબ નેશનલ બેંક દ્વારા પણ આવા જ પ્રતિસાદ આપવામાં આવ્યા હતા . તમામ બેંકોએ નજીકના ભવિષ્યમાં વ્યાજદર ઘટાડવાની શક્યતાઓ નકારી કાઢી હતી . આરબીઆઇ ગવર્નર ડી સુબ્બારાવે જણાવ્યું હતું કે " આપણે અર્થતંત્રમાં જરૂરી બચત કરવી પડે એમ છે . આ કારણે બેંકોની તેમના ગ્રાહકોને લાભ નહીં આપવાની ચિંતા પ્રસંશનીય છે . " જ્યારે વડાપ્રધાનની આર્થિક સલાહકાર સમિતિના ચેરમેન સી રંગરાજને જણાવ્યું હતું કે " ફુગાવો કેવો રહે છે તેના આધારે વ્યાજ દરમાં ઘટાડાની શક્યતા રહેલી છે . "
0
ફિફા વર્લ્ડ કપનો ખુમાર લોકોના માથા પર ચઢી રહ્યો છે જેમ જેમ મેચો રમાતી જાય છે તેમ તેમ લોકોમાં તેની દીવાનગી વધી રહી છે . ઉદાહરણ તરીકે આર્જેન્ટિનાના કેદીઓને મેચ નહીં બતાવવાને કારણે તેમને ભૂખ હડતાલ કરી નાખી . તેની સાથે સાથે ફિફાના પૂર્વ અધ્યક્ષ જેમના પર 6 વર્ષની બેન હતો તેમને વર્લ્ડ કપ જોવા માટે રાષ્ટ્રપતિ તરફથી મંજૂરી આપવામાં આવી . પરંતુ આ બધાની વચ્ચે એક એવો પણ મામલો છે જેને સાંભળીને તમે ચોંકી જશો . જરા વિચાર કરો કોઈ અંધ અને બહેરા , ગૂંગા વ્યક્તિને ફિફા વિશે શુ ખબર પડતી હશે . પરંતુ હવે અંધ અને બહેરા , ગૂંગા વ્યક્તિ પણ ફીફાનો આનંદ લઇ રહ્યા છે . ખરેખર કોલંબિયન ટીમના ફેન જૉશ રિચાર્ડ ગેલિગો ફૂટબૉલ જોઈને જ મોટા થયા છે . પરંતુ 9 વર્ષની ઉંમરમાં એક બીમારીને કારણે તેમને પોતાની આખો ગુમાવી દીધી તેની સાથે સાથે આ બીમારીને કારણે તેમની સાંભળવાની ક્ષમતા પણ છીનવાઈ ગયી . કોઈના પણ માટે આ ઘટના પછી ફૂટબૉલ જોવાનું સપનું તૂટી શકે છે . પરંતુ જૉશના મામલામાં આવું થયું નહીં . સ્કાય ન્યુઝ ઘ્વારા એક શાનદાર વીડિયો શેર કરવામાં આવ્યો છે . આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે જોશના મિત્ર સિઝરે એક નાની ફૂટબૉલ પીચ બનાવી છે . આ પીચ પર તેઓ પોતાના અંધ મિત્ર જોશને ફિફા મેચનું લાઈવ સમજાવે છે . સીઝર તેના મિત્ર જોશનો હાથ પકડે છે અને તેની આંગળીઓને ખેલાડીની પોઝિશન મુજબ ચલાવે છે . સીઝર પોતાની આખો ઘ્વારા મેચ જોઈને જોશને આંગળીઓના હલન ચલણ ઘ્વારા આખી મેચ સમજાવી દે છે . તેને સારી રીતે સમજવા માટે આ વીડિયો જુઓ . . .
2
જ્યાં ભારતના ઘણા સ્ટાર ખેલાડીઓની અત્યાર સુધી રિયો ઓલિમ્પિકમાં એક ખરાબ શરૂઆત થઇ છે . ત્યાં જ 22 વર્ષની દીપા કરમાકર એ જિમ્નાસ્ટિક ફાઈનલમાં પહોંચીને ઇતિહાસ રચી નાખ્યો છે . 52 વર્ષો પછી ઓલિમ્પિક ગેમોમાં જિમ્નાસ્ટિક સ્પર્ધામાં પહેલી ભારતીય મહિલા ખેલાડી તરીકે પ્રવેશ કરવાવાળી દીપા 14 ઓગસ્ટએ ભારત માટે મેડલ જીતવાવાળી પહેલી ભારતીય પણ બની શકે છે . તો જાણો દીપા સાથે જોડાયેલી ખાસ વાતો . . . 1 . દીપા કરમાકરનો જન્મ 9 ઓગષ્ટ 1993ના રોજ અગરતલામાં થયો હતો . 2 . દીપાએ માત્ર 6 વર્ષની ઉમરથી જ જિમ્નાસ્ટિકનો અભ્યાંસ શરૂ કર્યો હતો . 3 . દીપાએ 2007માં જુનિયર રાષ્ટ્રીય ચેમ્પિયન શિપ જીતી હતી . 4 . દીપાએ 2014માં રાષ્ટ્રીય મંડલમાં કાંસ્ય પદક જીત્યો હતો . 5 . દીપાએ એશિયાઈ ચેમ્પિયન શિપ 2015માં કાંસ્ય પદક જીત્યો હતો . 6 . દીપાને વર્ષ 2015માં અર્જુન એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો . 7 . દીપાએ રાજ્ય , રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર કુલ 77 મેડલ જીત્યા છે . જેમાં 67 ગોલ્ડ મેડલ છે .
2
કરાચીમાં હવાલી દ્વારા મરચુ મોકલી દે ! કે પછી , આજે રાવણનો મુકાબલો મંકી સાથે થશે ! કંઈ સમજાયું , ના સમજાયું તો અમે સમજાવીએ છીએ . આ છે સટ્ટાખોરીનો કોડવર્ડ . આ કોડવર્ડ દાઉદ ગેંગનાં બુકીએ તૈયાર કર્યો છે અને તેને સમજાવવું તેમનાં જ ગજાની વાત છે . જે શબ્દ પહેલીવાર સાંભળવામાં જ વગર મતલબનો લાગે , તે જ શબ્દો પર લાખો - કરોડોનો સટ્ટો લગાડાય છે . કરાચીમાં હવાલી દ્વારા મરચુ મોકલી દે . . . આ વાક્યમાં સટ્ટાની નવી ડિક્શનરી પ્રમાણે કરાચીનો મતલબ છે સટ્ટો લગાડો , હવાલીનો મતલબ છે હવાલાની રકમ અને મિર્ચી કે મરચાનો મતલબ છે એક કરોડ રૂપિયા . એટલે કે સટ્ટાનાં ખેલમાં એક કરોડ રૂપિયા હવાલા દ્વારા મોકલવાનો આદેશ અપાઈ રહ્યો છે . સટ્ટાખોરી અને મેચ ફિક્સિંગ મામલે તપાસ દરમિયાન દિલ્હી પોલીસે બુકી અને ખેલાડીઓની કોલ ઈન્ટરસેપ્ટ કરી . કોલની તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે દુબઈમાં બેઠેલા ડી - ગેંગનાં બુકીઝે પોલીસથી બચવા ખેલ અને ખેલાડીઓનાં કોડ બનાવી રાખ્યા છે અને સટ્ટો લગાવવા દરમિયાન તેઓ આ જ કોડ દ્વારા અન્ય બુકીઝને સંદેશો પહોંચાડી રહ્યા છે . જાણવા મળ્યું છે કે , તમામ કોડવર્ડ પાકિસ્તાનમાં તૈયાર થયા બાદ દુબઈ પહોંચતા હતા અને ત્યાંથી ડી - ગેંગનાં બુકીઝને આની ટ્રેનિંગ અપાતી હતી . સાથે જ સખત વોર્નિગ પણ અપાતી હતી કે સટ્ટાખોરીનો આખો ધંધો આ જ કોડવર્ડ દ્વારા ફેલાવાય . આવો જાણીએ અજીબ અને રમૂજી કોડવર્ડ્સ . . .
2
ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રણ ટેસ્ટ મેચની સીરિઝમાં પહેલી મેચ આજે એટલે કે બુધવારના રોજ ગાલેમાં રમાઇ હતી . આઇસીસી ટેસ્ટ રેકિંગમાં ટીમ ઇન્ડિયા હાલ નં . 1 પર છે . છેલ્લા થોડા સમયથી ટીમ ઇન્ડિયા ખૂબ સરસ રમી રહી છે અને આ ટેસ્ટ મેચમાં પણ વિરાટ કોહલીની સેના પોતાની વિજયગાથા ચાલુ રાખશે એવી આશા છે . જો કે , લગભગ બે વર્ષ પહેલાં આ જ સ્થળે ભારતને ભારે શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો . સ્કોર અપડેટ્સઃ ભારતીય ટીમઃ શિખર ધવન , અભિનવ મુકુંદ , ચેતેશ્વર પુજારા , વિરાટ કોહલી ( કપ્તાન ) , અજિંક્ય રહાણે , હાર્દિક પંડ્યા , રિદ્ધિમાન સાહા , રવિચંદ્રન અશ્વિન , રવીન્દ્ર જાડેજા , ઉમેશ યાદવ , મોહમ્મદ શમી શ્રીલંકા ટીમઃ દીમથ કરુણારત્ને , ઉપુલ થરંગા , કુસલ મેંડિસ , દાનુસ્કા ગુનાથિલકા , એન્જેલો મેથ્યૂઝ , એસેલા ગુણરત્ને , નિરોશન ડિકવેલ , દિલરૂવન પરેરા , રંગાના હેરાથ ( કપ્તાન ) , લાહિરુ કુમારા , નુવાન પ્રદીપ
2
બ્રાઝિલ , રશિયા , ભારત , ચીન અને દક્ષિણ આફ્રિકા ( BRICS ) દેશોના અગ્રણી નેતાઓ બ્રિક્સ સંમેલનમાં એકઠા થયા હતા . અહીં તેઓ બ્રિક્સ વ્યાવસાયિક પરિષદ શરૂ કરવાનો નિર્ણય લીઘો હતો . જેથી સભ્ય દેશોની કંપનીઓની વચ્ચે વેપાર , રોકાણ તથા સહયોગને પ્રોત્સાહિત કરી શકાય . બ્રિક્સ દેશોની બેઠક બાદ જાહેર કરવામાં આવેલા એક સત્તાવાર નિવેદનમાં નેતાઓએ જણાવ્યું હતું કે " અમે એ વાતથી સંતુષ્ટ છીએ કે નવી વિકાસ બેંક સ્થાપનાનો પ્રસ્તાવ વ્યાવહારિક છે અને તેને ચલાવી શકાય એમ છે . " તેમણે કહ્યું કે અમે માનીએ છીએ કે વિકાસશીલ દેશોમાં માળખાકીય સુવિધાઓ વિકસાવવામાં મુશ્કેલી આવે છે . કારણ કે આ માટે દેશોને લાંબા સમયનું ધિરાણ મળી શકતું નથી . આ દિશામાં તેમને ખાસ વિદેશી રોકાણ પણ મળતું નથી . બ્રિક્સ નેતાઓએ જણાવ્યું કે બ્રિક્સ દેશોમાં મૂડીગત સંસાધનોની ઉણપના કારણે વૈશ્વિક માંગ પ્રભાવિત થાય છે . બ્રિક્સ દેશોની મદદથી તેમાં સકારાત્મક સહાય મળશે . બેઠક બાદના નિવેદનમાં વિકાસ બેંકની રચનાના નિર્ણયની જાહેરાત તો કરવામાં આવી હતી પણ બેઠકમાં પ્રસ્તાવિત બેંકની મૂડી અંગે કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી . બ્રિક્સ દેશોના નાણા મંત્રીઓની બેઠકની મૂડી અને અન્ય મુદ્દાઓ પર સપ્ટેમ્બર સુધીમાં ચર્ચા વિચારણા કરીને પ્રસ્તાવ તૈયાર કરવામાં આવશે .
0
ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા હાલ દુબઇમાં રજાઓ માણી રહી છે . નોંધનીય છે કે , સાનિયાને કોઇ ' ઝમ્પર્બ ' પ્રકારની ઇન્જરી થઇ છે . આથી તે આવતા મહિને શરૂ થનાર ઓસ્ટ્રેલિયન ઓપનમાં ભાગ નહીં લઇ શકે . તેની ઇન્જરી વિશે વાત કરતા સાનિયા જણાવે છે કે , તેને ખુબ દુખાવો થાય છે . આ ઇન્જરી સાથે તે ચાલી શકે છે પરંતુ તે રમી શકે તેવી સ્થિતિમાં નથી . આથી તે ઓસ્ટ્રેલિયન ઓપનમાં ભાગ નહીં લે . આ ઇન્જરી ને સરખી કરવા હાલ તે દુબઇમાં એક ડાન્સ ક્લાસમાં જોડાઇ છે . જ્યાં તે ઝુંબા ડાંસ શીખી રહી છે . ઉલ્લેખનીય છે કે , સાનિયા દુબઇ જતા પહેલા તેના સાસરે એટલે કે પાકિસ્તાનમાં પણ થોડો સમય રહી હતી . પાકિસ્તાનમાં સાનિયાએ તેમના પતિ શોએબ મલિક અને આખી પાકિસ્તાનની ક્રિકેટ ટીમ સાથે ડિનર કર્યુ હતું . આ ડિનર મોહમ્મદ હાફીસ દ્વારા પાક . ટીમ દક્ષિણ આફ્રિકા જાય તે પહેલા રાખવામાં આવ્યું હતું . સાનિયા મિર્ઝા એ બાદ દુબઇ આવી ગઇ હતી . તેણે પોતાના ઝુંબા ડાન્સના વીડિયો ઇન્સટાગ્રામ પર મુક્યા હતા . આ વીડિયોમાં સાનિયા સલમાન ખાનની ફિલ્મ ' ટાઇગર ઝિંદા હે ' ના ગીત ' સ્વૈગ સે કરેંગે સબકા સ્વાગત ' પર ડાન્સ કરતી જોવા મળે છે . તો જુઓ આ વીડિયો . . .
2
પોર્નસ્ટાર મિયાં ખલિફાને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલીને એક સ્ટાર ફૂટબોલર મુસીબતમાં પડી ગયા છે . ખરેખરમાં આ સ્ટાર ફૂટબૉલરે પોર્નસ્ટાર મિયાં ખલિફાને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી , તો તેને સોશ્યિલ મીડિયા પર શેર કરી દીધી . ત્યારબાદ ફૂટબોલ ફેને તેને નિશાના પર લઇ લીધો . મિયાં ખલિફાને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલનાર આ સ્ટાર ખિલાડીનું નામ ચેડ કેલી છે . જે અમેરિકા તરફથી ફૂટબાલ રમે છે . તેને સ્નેપચેટથી તેને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી અને બંને વચ્ચે ચેટ પણ થઇ હતી . પરંતુ મિયાં ખલિફાએ ચેડની ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારી નહિ . એટલું જ નહિ પરંતુ તેની રિકવેસ્ટ મેસેજને ટ્વિટર પર પોસ્ટ કરી દીધી . સોશ્યિલ મીડિયા પર ચેડની એટલી બધી બેઇઝઝતી થઇ તેને પોતાનું ટ્વિટર એકાઉન્ટ ડીલીટ કરવું પડી ગયું . મિયાં ખલિફા વર્ષ 2014થી પોર્ન ઈન્ડસ્ટીઝ આવતાની સાથે જ ચર્ચામાં આવી ગયી . જોતજોતામાં તે સૌથી વધુ સર્ચ કરવામાં આવતી પોર્નસ્ટાર બની ગયી . મિયાએ પણ કહ્યું કે તેને જાનથી મારી નાખવાની ધમકી પણ મળી છે .
2
હૅકિંગની પૃષ્ઠભૂમિએ બનેલી ફિલ્મ મિકી વાયરસ દ્વારા બૉલીવુડમાં શરુઆત કરવા જઈ રહેલા જાણીતા ટેલીવિઝન એંકર મનીષ પૉલ કહે છે કે બૉલીવુડના સલમાન ખાન અને રણબીર કપૂર જેવા ટોચના સ્ટાર્સ તેમની ફિલ્મનું પ્રમોશન કરશે . નવોદિત દિગ્દર્શક સૌરભ વર્મા દિગ્દર્શિત મિકી વાયરસ હાસ્ય અને રોમાંચથી ભરપૂર ફિલ્મ છે . મનીષ પૉલ ફિલ્મમાં મિકી અરોરા નામના કૉમ્પ્યુટર હૅકરની ભૂમિકા ભજવી રહ્યાં છે . સોમવારે અહીં અંધેરા ગણેશ પંડાલ ખાતે મનીષે જણાવ્યું - સારૂં છે કે સલમાન ખાન , અનિલ કપૂર , માધુરી દીક્ષિત , કરણ જૌહર , રણબીર કપૂર તથા રેમો ફર્નાન્ડીઝ સાથે બીજા અનેક અભિનેતાઓ અને દિગ્દર્શકોએ મારી ફિલ્મના પ્રોમો રેકૉર્ડ કર્યા છે . હું આ વાતથી બહુ ખુશ ચું . તેમણે જણાવ્યું - આ પ્રોમો ટુંકમાં જ રિલીઝ થશે . આશા છે કે લોકો તેનો આનંદ માણશે . મનીષ પૉલ દિગ્દર્શક અભિષેક શર્માની 2010માં આવેલી ફિલ્મ તેરે બિન લાદેનની સિક્વલમાં પણ અભિનય કરનાર છે . ઝલક દિખલા જા 6 શોની યજમાની કરનાર મનીષ પૉલ કહે છે - હું તેરે બિન લાદેન ફિલ્મની સિક્વલમાં કામ કરી રહ્યો છું . ફિલ્મ ગત ફિલ્મ કરતાં વધુ મજાની હશે , કારણ કે સિક્વલમાં હું પણ છું .
1
બૉલીવુડ અભિનેતા સંજય દત્તની ફિલ્મ પોલીસગિરીનું ટીઝર રિલીઝ થઈ ગયું છે . આ ટીઝર જોતાં સ્પષ્ટ રીતે એમ લાગે છે કે જાણે તેમાં સંજય દત્તના દિલની વાત કહેવાતી હોય . એક બાજુ સંજય દત્ત આજે સુપ્રીમ કોર્ટના ચુકાદાના પગલે આજે યરવડા જેલમાં જતા રહ્યાં , તો બીજી બાજુ તેમની પોલીસગિરી ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ગયું છે . પોલીસગિરી ફિલ્મના ટીઝરમાં એક ગીત છે . તેના બોલ છે ‘બંદા ગુડ હૈ , દિલ કા શુદ્ધ હૈ , એક્શન હીરો ઔર નામ રૉબિન હુડ હૈ . . . . ' ગીતના આ બોલથી સ્પષ્ટ વર્તાય છે કે સંજય દત્ત જાણે હવે પોતે સુધરી ગયાં છે . સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન સંજય દત્તે અનેક વાર એમ જણાવ્યું કે તેઓ હવે સુધરી ગયાં છે અને અનેક ચૅરિટી કાર્યો પણ કરે છે . એટલું જ નહીં મુન્નાભાઈ એમબીબીએસ અને લગે રહો મુન્નાભાઈ જેવી ફિલ્મો કરી પણ તેમણે આ વાતની સાબિતી આપવાના પ્રયત્નો કર્યાં . પોલીસગિરી ફિલ્મના ટીઝરની શરુઆતમાં સંજય દત્ત કહે છે કે આજ સે ઇસ શહર મેં ગુંડાગિરી બંદ ઔર પોલીસગિરી શુરૂ , માઇંડ ઇટ . . . આ સંવાદ બાદ સંજય દત્ત બંદા ગુડ હૈ . . . ગીત પણ ગાતાં દેખાય છે . < center > < iframe width = " 100 % " height = " 417 " src = " http : / / www . youtube . com / embed / RdKhLWkw9DE " frameborder = " 0 " allowfullscreen > < / iframe > < / center >
1
કોલકતા , 21 એપ્રિલઃ કોલકતા ખાતે રમાયેલી આઇપીએલ છની 26મી મેચમાં કાઠિયાવાડી સુપર પાવર રવિન્દ્ર જાડેજાના ઓલરાઉન્ડર પ્રદર્શનના જોરે કોલકતા નાઇટ રાઇડર્સ સામે ચેન્નાઇ સુપર કિંગ્સનો ચાર વિકેટથી વિજય થયો છે . મેચ દરમિયાન પઠાણની વિકેટ ટર્નિંગ પોઇન્ટ હતો . આ મેચમાં કોલકતાએ પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઇને 120 રનનો લક્ષ્યાંક આપ્યો હતો , જે ચેન્નાઇએ છ વિકેટ ગુમાવીને 19.1 ઓવરમાં હાંસલ કરી લીધો હતો . ચેન્નાઇ તરફથી હસ્સીએ 40 જ્યારે જાડેજાએ 36 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી . કોલકતા તરફથી બાલાજી , નારાયણ , પઠાણ , કાલિસ અને સેનાનાયાકે એક - એક વિકેટ મેળવી હતી . લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ચેન્નાઇની શરૂઆત ખરાબ રહી હતી . સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ બધાને ચોંકાવી દેતા માઇકલ હસ્સી સાથે આર અશ્વિનને ઓપનિંગ મોકલ્યો હતો . પરંતુ અશ્વિન ધોનીના નિર્ણય પર ખરો ઉતર્યો નહોતો . તેણે 11 રન બનાવ્યા હતા . તે સુનિલ નારાયણની ઓવરમાં આઉટ થયો હતો . ત્યાર બાદ મુરલી વિજય 02 , સુરેશ રૈના 07 , ધોની 09 , બદરીનાથ 06 જ બનાવી શક્યા હતા . જ્યારે બીજા છેડે હસ્સીએ સમજદારીપૂર્વકની બેટિંગ કરી રહ્યો હતો . ચે ન્નાઇની છઠ્ઠી વિકેટ હસ્સીના રૂપમાં પડી હતી . હસ્સીએ સર્વાધિક 40 રન બનાવ્યા હતા . તેણે 51 બોલનો સામનો કરીને 1 છગ્ગો અને બે ચોગ્ગા ફટકાર્યા હતા . હસ્સીની વિકેટ પડ્યા બાદ રવિન્દ્ર જાડેજાએ બ્રેવો સાથે મળીને પોતાની ટીમને વિજય સુધી પહોંચાડી હતી . જેમાં રવિન્દ્ર જાડેજાએ વિસ્ફોટક બેટિંગ કરતા 14 બોલમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી અણનમ 36 રન બનાવ્યા હતા , જ્યારે બ્રેવો 7 રન પર અણનમ રહ્યો હતો . આ પહેલા ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી નાઇટ રાઇડર્સે નિર્ધારિત 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 119 રન બનાવ્યા હતા . કોલકતા તરફથી યૂસુફ પઠાણ અને સુકાની ગૌતમ ગંભીરે 25 - 25 રનની ઇનિંગ રમી . તેમના સિવાય દેવવ્રત દાસે 19 રન બનાવ્યા હતા . અન્ય વિકેટ નજર નાંખીએ તો , કાલિસ 00 , મોર્ગન 02 , તિવારી 13 , ભાટિયા 1 , એલ શુક્લા 1 , નારાયણ 13 રન બનાવ્યા હતા . જ્યારે સેનાનાયકે અણનમ સાત અને બાલાજીએ અણનમ નવ રન બનાવ્યા હતા . કોલકતા તરફથી રવિન્દ્ર જાડેજાએ સર્વાધિક ત્રણ વિકેટ મેળવી હતી , જ્યારે આર અશ્વિને બે અને મોરિસ - બ્રેવોએ એક - એક વિકેટ મેળવી હતી . ઓરલાઉન્ડર દેખાવ બદલ રવિન્દ્ર જાડેજાને મેન ઓફ મેચ જાહેર કરવામાં આવ્યો હતો .
2
બર્મિંઘમ , 8 સપ્ટેમ્બરઃ ભારતીય સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ ઇંગ્લેન્ડ વિરુદ્ધ એકમાત્ર ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં મળેલા ત્રણ રનના પરાજયની જવાબદારી સ્વીકારી છે અને કહ્યું છેકે , તે અંતિમ ઓવરમાં ખેલ સમાપ્ત કરવામાં નિષ્ફળ રહ્યો છે . ઇંગ્લેન્ડે પહેલા બેટિંગ કરતા ભારત સામે 181 રનનો લક્ષ્ય રાખ્યો હતો , પરંતુ ભારત વિરાટ કોહલીના ઇંગ્લેન્ડ પ્રવાસની પહેલી અડધી સદી છતાં પણ પાંચ વિકેટ પર 177 રન જ બનાવી શક્યું હતું . ધોનીએ કહ્યું કે , અંતિમ છ બોલમાં 17 રન બનાવવા હંમેશા મુશ્કેલ હોય છે . મે પહેલા બોલે ચોગ્ગો ફટકાર્યો હતો . અંતિમ ઓવરમાં મે ઓછામાં ઓછા બે શોટ એવા ગુમાવ્યા જેના પર બાઉન્ડ્રી ફટકારી શકાતી હતી . આ મુશ્કેલ કામ હતું અને આવું ત્યારે થાય જ્યારે બધી જ બાબતો તમારા પક્ષમાં ના હોય . બીજા છેડે અંબાતી રાયડૂ હતા , પરંતુ ભારતીય સુકાનીએ પોતે જ જવાબદારી લેવાનો નિર્ણય કર્યો અને વચમાં એકપણ રન લીધા નહીં . આ અંગે ધોનીએ કહ્યું કે મને લાગ્યું કે મારા બેટથી રન બની રહ્યાં છે તેથી મારે જવાબદારી ઉઠાવવી જોઇએ પરંતુ તેવું થયું નહીં . રાયડૂ ત્યારે જ આવ્યો હતો , જે બોલે તેણે રમ્યા હતા તેના પર તે બેટની વચ્ચેથી શોટ મારી શકવામાં નિષ્ફળ જઇ રહ્યો હતો , તેથી મે વિચાર્યુ કે મારે જવાબદારી લેવી પડશે . વધું વાંચવા તસવીરો પર ક્લિક કરો . pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; function googleAnalyticsCodeCommon ( ) { var main _ url = $ ( ' link [ rel = " canonical " ] ' ) . attr ( " href " ) ; var url = document . location . href ; var pattern = ' https : / / ' + window . location . hostname ; url = url . replace ( pattern , " " ) ; var title = document . title ; ga ( " oneindiagu . send " , { hitType : " pageview " , page : url , location : main _ url } ) ; ga ( " rosoneindia . send " , { hitType : " pageview " , page : url , location : main _ url } ) ; ga ( " dhoneindia . send " , { hitType : " pageview " , page : url , location : main _ url } ) ; url = document . location . href ; var jcode = ' var _ comscore = _ comscore | | [ ] ; var comscoreParams = { c1 : " 2 " , c2 : " 7732551 " , c3 : " " , c4 : " ' + url + ' " , c5 : " " , c6 : " " , c15 : " " } ; _ comscore . push ( comscoreParams ) ; var s = document . createElement ( " script " ) , el = document . getElementsByTagName ( " script " ) [ 0 ] ; s . async = true ; s . src = ( document . location . protocol = = " https : " ? " https : / / sb " : " http : / / b " ) + " . scorecardresearch . com / beacon . js " ; el . parentNode . insertBefore ( s , el ) ; ' ; setTimeout ( jcode , 500 ) ; var _ qevents = _ qevents | | [ ] ; ( function ( ) { var elem = document . createElement ( ' script ' ) ; elem . src = ( document . location . protocol = = " https : " ? " https : / / secure " : " http : / / edge " ) + " . quantserve . com / quant . js " ; elem . async = true ; elem . type = " text / javascript " ; var scpt = document . getElementsByTagName ( ' script ' ) [ 0 ] ; scpt . parentNode . insertBefore ( elem , scpt ) ; } ) ( ) ; _ qevents . push ( { qacct : " p - yjta2aSVPaHEL " } ) ; window . google _ analytics _ uacct = " UA - 110466 - 73 " ; } આ પણ વાંચોઃ - વનડે ક્રિકેટના ઇતિહાસના ટોપ પાંચ અપસેટ
2
ફ્લિપકાર્ટ છોડ્યા બાદ બિન્ની બંસલે પહેલી વાર મૌન તોડ્યુ છે અને જણાવ્યુ કે હાલમાં તે શું કરી રહ્યા છે . ફ્લિપકાર્ટ છોડે તેમને ત્રણ મહિના થઈ ગયા છે . વૉલમાર્ટ સાથે ભાગીદારી બાદ ફ્લિપકાર્ટમાંથી તેમની વિદાય થઈ ગઈ અને હવે તે xto10x Technologies ( એક્સટુ10એક્સ ટેકનોલોજીસ ) પર ફોકસ કરી રહ્યા છે . બિન્ની બંસલે કહ્યુ કે આ કંપનીની સ્થાપના તેમણે પોતાના પૂર્વ સહકર્મી સાઈકિરણ કૃષ્ણમૂર્તિ સાથે કરી છે . તેમણે પોતાના ખાસ દોસ્તો સાથે મળીને એક ટીમ બનાવી છે અને એક ઓફિસ પણ બનાવી લીધી છે . સાથે અમુક અગ્રણી સ્ટાર્ટઅપ કસ્ટમર્સ પણ બનાવી લીધા છે . તેમણે બ્લૂમબર્ગને આપેલા પોતાના પહેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યુ કે ફ્લિપકાર્ટમાંથી નીકળ્યા બાદ તેમનુ જીવન હવે કેવુ છે . હવે તેમણે પોતાના જીવનનો નવો અધ્યાય શરૂ કરી દીધો છે . તેમણે નવા ઈ કોમર્સની સ્થાપના કરી દીધી છે . હવે તેમનુ પૂરુ ફોકસ પોતાની આ કંપની પર છે . આ સ્ટાર્ટઅપ દ્વારા તે ભારતીય સ્ટાર્ટઅપ ઉદ્યમીઓને સમયને અનુકૂળ નિર્ણયો લેવામાં મદદ કરશે . તેમણે કહ્યુ કે આ સ્ટાર્ટઅપની મદદથી એક - એક કરીને હું 10 સ્ટાર્ટઅપ્સની મદદ કરી શકુ છુ પરંતુ મારો ઉદ્દેશ પ્રારંભિક અને મિડ - સ્ટેજવાળા 10 હજાર ઉદ્યમીઓની મદદ કરવાનો છે . તમને જણાવી દઈએ કે ફ્લિપકાર્ટની 77 ટકા ભાગીદારી વૉલમાર્ટ દ્વારા ખરીદાયા બાદ બિન્ની બંસલે તેનાથી અંતર કરી લીધુ . તેમના પર ગંભીર આરોપ લાગ્યા ત્યારબાદ તેમણે ફ્લિપકાર્ટને અલવિદા કરી દીધુ . હવે બિન્ની નવા પ્રોજેક્ટ પર ફોકસ કરી રહ્યા છે . આ પણ વાંચોઃ Kiss for Peace ! પોપ અને ઈમામના આ ફોટાએ સોશિયલ મીડિયા પર કર્યો તમાશો
0
માનવામાં આવી રહ્યું છે કે , વોર્નરે ઇંગ્લેન્ડના જે ખેલાડી સાથે મારપીટ કરી છે , તે રૂટ હચો . ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જારી કરેલા એક નિવેદન અનુસાર ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સીએ આચાર સંહિતાનું ઉલ્લઘનના અહેવાલ આવ્યા બાદ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ડેવિડ વોર્નરને ઓસ્ટ્રેલિયાની ન્યુઝીલેન્ડ સામેની મેચમાંથી બહાર કરી દીધો છે . વોર્નરને નિયમ છેના ઉલ્લંઘન અંતર્ગત અહેવાલમાં કહેવામાં આવ્યુ છે કે એ અશોભનીય વ્યવહાર સાથે સંબંધિત છે . તેમની ઇંગ્લેન્ડના ખેલાડી સાથે રવિવારે બન્ને ટીમો વચ્ચે રમાયેલી મેચ બાદ કથિત રીતે બોલાચાલી થઇ હતી જે બાદમાં મારપીટ સુધી પહોંચી ગઇ હતી . ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ ( ઇસીબી ) એ પણ આ ઘટના પર નીવેદન જારી કર્યું છે , પરંતુ તેમણે પોતાના ખેલાડી રૂટનું નામ લીધું નથી . ઇસીબીએ જો કે કહ્યું છે કે , વોર્નરે કોઇપણ પ્રકારની ઉશ્કેરણી વગર જ હુમલો કર્યો હતો . ઓસ્ટ્રેલિયન ટીમ શરૂઆતી મેચમાં ઇંગ્લેન્ડ સામે 48 રનથી હારી ગઇ હતી . આ ઘટના દારૂના નશામાં બર્મિંગહામ બારમાં થઇ હતી . ઇસીબીએ કહ્યું કે , આજે સવારે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન બાદ ઇસીબીએ પૃષ્ટિ કરતા કહ્યું છેકે ઇંગ્લેન્ડની ઓસ્ટ્રેલિયા પર 48 રનની જીત બાદ ડેવિડ વોર્નરે બર્મિંગહામ બારમાં ઇંગ્લેન્ડ ટીમના સભ્ય સાથે કોઇપણ પ્રકારની ઉશ્કેરણી વગર મારપીટ કરી હતી . તેમના જણાવ્યાનુસાર , વોર્નરે અનુચિત વ્યવહાર કરવાની વાતનો સ્વિકાર કર્યો છે અને તેમણે આ ઘટનામા સામેલ ખેલાડીની માફી માંગી લીધી છે , જેનો સ્વિકાર પણ કરી લેવામાં આવ્યો છે . ઇંગ્લેન્ડ ટીમ પ્રબંધનની પૂરી તપાસ બાદ જાણવા મળ્યુ છે કે , ઇંગ્લેન્ડનો ખેલાડી મારપીટમાં જરા પર જવાબદાર નથી .
2
ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરતાં વેસ્ટઇંડિઝે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટના નુકશાન પર 129 રન બનાવ્યા હતા . શ્રીલંકાની આક્રમક બોલીંગ સામે વેસ્ટઇંડિઝના બેસ્ટમેનો એક રન માટે તરસતાં હતાં . ઘાતક બેસ્ટમેન ક્રિસ ગેલ 9 બોલમાં 2 રન બનાવી આઉટ થઇ ગયો હતો . જ્યારે બીજા ઓપનર જોનસન ચાર્લ્સ 12 રન બનાવી શક્યા હતા . ઇવેન બ્રાવોએ 34 બોલમાં 40 રન બનાવીને ટીમના સ્કોરને તેજી આપી હતી . ત્યારબાદ સેમ્યુઅલ્સે પોતાની અર્ધસદીથી ટીમના સ્કોરમાં તેજીથી રન જોડ્યા હતા . સેમુઅલ્સે 35 બોલમાં 50 રન બનાવ્યા હતાં . શ્રીલંકાના અજંતા મેંડિસે 2 વિકેટ લીધી હતી જ્યારે એન્જેલો મૈથ્યૂઝ , નુવાન કુલ શેખરા , અને જીવન મેંડિસે એક - એક વિકેટ મેળવી હતી .
2
અમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘટવાનું નામ નથી લઈ રહી , રોજ વધી રહેલા ભાવને પગલે સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓ વધી રહી છે . અમદાવાદમાં એક દિવસની રાહત બાદ આજે ફરી પેટ્રોલ - ડીઝલની કિંમતોમાં વધારો થયો છે . અમદાવાદાં પેટ્રોલની કિંમત 13 પૈસાના વધારા સાથે 82.10 જ્યારે અમદાવાદમાં ડીઝલની કિંમત 12 પૈસાના વધારા સાથે 79.67 રૂપિયાની સપાટી પર પહોંચી ગઈ છે . દિલ્હીમાં પેટ્રોલની કિંમતો 14 પૈસાના વધારા સાથે 83 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગઈ છે જ્યારે 13 પૈસાના વધારા સાથે ડીઝલ પણ 74.24 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે . જ્યારે મુંબઈમાં પેટ્રોલની કિંમત 90.35 અને ડીઝલ 78.82 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે . જણાવી દઈએ કે અગાઉ 6 રાજ્યોએ વેટ ઘટાડવા પર સમહતી સાધી હતી . બીજી બાજુ કેન્દ્ર સરકાર તરફથી પણ પેટ્રોલ - ડીઝલની કિંમતો પર લગામ લગાવવા માટે એકપછી એક બેઠકો કરી રહી છે , પરંતુ હજુ સુધી કોઈપણ પ્રકારનો હલ મળ્યો નથી . ગુડ ન્યૂઝઃ અહીં પેટ્રોલ પર મળી રહી છે 100 રૂપિયાની છૂટ અગાઉ મંગળવારે મળેલી બેઠકમાં ઉત્તર પ્રદેશ , હરિયાણા , હિમાચલ પ્રદેશ , પંજાબ , દિલ્હી અને ચંદીગઢ એ વાતને લઈને રાજી થઈ ગયાં કે અહિં પેટ્રોલ - ડીઝલની કિંમત એક સમાન હશે . દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું કે આનાથી સરકારનું રાજસ્વ વધશે અને કાળાબજારી પર પણ રોક લગાવી શકાશે . 6 રાજ્યોમાં ઘટશે પેટ્રોલ - ડીઝલના ભાવ , ગુજરાતીઓ હજુ પરેશાન
0
અહીં વાત થઇ રહી છે સુપરસ્ટાર રિતિક રોશન વિશે . તેમની આવનારી ફિલ્મ કાબિલ 26 જાન્યુઆરી 2017 રિલીઝ થવાની છે . ફિલ્મનું ટ્રેલર રિલીઝ થવાનું છે . પરંતુ ફિલ્મ કાબિલનું હિટ થવું રિતિક રોશન માટે ખુબ જ જરૂરી માનવામાં આવે છે . લગભગ 2 વર્ષના ગેપ પછી રિતિક રોશનની ફિલ્મ મોહેંજોદરો રિલીઝ થયી . પરંતુ ફિલ્મને દર્શકોએ નકારી નાખી . રિતિક રોશનની ફિલ્મ મોહેંજોદરો બોક્સઓફિસ પર ઊંધા માથે પટકાઈ હતી . ત્યાં જ યશરાજ ફિલ્મ્સની ઠગ ઓફ હિન્દુસ્તાન પણ રિતિક રોશનના હાથથી નીકળી ગયી અને આમિર ખાનને મળી ચુકી છે . ક્યાંક ને ક્યાંક રિતિકને પોતાની સ્ટારડમ કાયમ રાખવા માટે કાબિલને બોક્સઓફિસ પર હિટ કરાવવું ખુબ જ જરૂરી છે .
1
મુંબઈ , 24 સપ્ટેમ્બર : પુખ્તો માટેની અભિનેત્રી સન્ની લિયોનની હૃદયપૂર્વક ઇચ્છા છે કે બૉલીવુડ પ્રેમીઓ તેમને દિલથી અપનાવી લે , પરંતુ તેની આ ઇચ્છા પૂર્ણ થતી હોય એવું લાગતું નથી . હવે તમે પૂછશો કે કેમ અને કઈ રીતે ? તો ચાલો અમે આપને બતાવી દઇએ . સન્ની એડલ્ટ ફિલ્મોની મલ્લિકા છે . લોકો તેને પોર્ન સ્ટાર તરીકે ઓળખે છે . તેની ફિલ્મો જોઈને વાહ - વાહ તો કરે છે , પણ તેને પોતાના ઘરમાં જોવા નથી માંગતા . સન્ની હાલ કરોડો પૈસા લઈને મુંબઈના બિલ્ડરોને ત્યાં પોતાના પતિ સાથે ચક્કર લગાવી રહી છે , જેથી તેને માયાનગરીમાં એક આશિયાનો મળી જાય , પરંતુ સન્નીની પોર્ન ઈમેજને પગલે કોઈ પણ બિલ્ડર સન્નીને મકાન આપવા તૈયાર નથી . એવું પણ સંભળાય છે કે સન્ની લિયોન લોકોને મોમાંગી કિંમત આપવા પણ તૈયાર છે . છતાં કોઈએ તેને ઘર વેચવાની ઑફર કરી નથી . શક્ય છે કે આ જ એક મોટું કારણ હશે સન્ની લિયોનના પેલા નિવેદનનું , જેમાં તેણે જણાવ્યુ હતું કે હવે તે ફેમિલી પિક્ચર કરવા માંગે છે , જેથી લોકો તેની ફિલ્મો આખા કુટુમ્બ સાથે બેસીને જોઈ શકે .
1
Jio મોબાઇલ ફોન ખરીદવા માટે લાંબા સમયથી રાહ જોતા લોકો હવે ગણતરીના કલાકોમાં આ ફોન લેવા માટે ઓનલાઇન બુકિંગ કરાવી શકશે . 24 ઓગસ્ટ સાંજે 5:30 વાગે જીઓ મોબાઇલ ફોનનું બુકિંગ શરૂ થશે . ફોનની કિંમત 1500 રૂપિયા છે જે રિફંડેબલ છે . ઉલ્લેખનીય છે કે આ ફોનની જાહેરાત રિલાયન્સે પોતાની વાર્ષિક જનરલ મીટિંગમાં કરી હતી . ત્યારે આ ફોનનું બુકિંગ પણ વહેલા તે પહેલાના આધારે કરવામાં આવી રહ્યું છે . ઉલ્લેખનીય છે કે આ ફોનમાં તમારે સિક્યોરીટી પેટે જ 1500 રૂપિયા આપવાને છે જે પાછળથી તમને પાછા મળશે . સાથે જ 153 રૂપિયા ભરે તમે દર મહિને કોલિંગ અને અનલિમિટેડ ડેટાની સુવિધા ઉઠાવી શકશો . સાથે જ તેમાં મેસેજિંગ અને મનોરંજન માટે પણ અનેક સુવિધા છે . વધુમાં ઘરના ટીવી સાથે જોડેને પણ તમે તમારી ગમતી સિરિયલ આ ફોન દ્વારા જોઇ શકો છો . ત્યારે સાંજે મોટી સંખ્યામાં લોકો જીયો ફોન માટે બુકિંગ કરાવશે તેવું માનવામાં આવી રહ્યું છે .
0
ભારત અને ઇંગ્લેંડ વચ્ચે રમાઇ રહેલ ટેસ્ટ મેચનો આજે ત્રીજો દિવસ મુરલી વિજયની વિકેટ પડતાની સાથે ખતમ થયો . ત્રીજા દિવસે ભારત તરફથી ચેતેશ્વર પૂજારાએ પોતાના કેરિયરની 9 મી સદી અને મુરલી વિજયે 7મી ટેસ્ટ સદી ફટકારી . ભારત 300 રનને પાર પહોંચી ગયુ છે અને તેની 6 વિકેટ હજુ પણ હાથમાં છે . પરંતુ હજુ તે ઇંગ્લેંડથી 218 રન પાછળ છે . આ પહેલા ભારતના દિવસની શરુઆત સારી નહોતી રહી . ગૌતમ ગંભીર દિવસની બીજી ઓવરમાં જ આઉટ થઇ ગયો હતો . ત્યારબાદ મુરલી વિજય અને ચેતેશ્વર પૂજારાએ શાનદાર પાર્ટનરશીપ કરી . આ પાર્ટનરશીપના દમ પર ભારત 300 ને પાર પહોંચ્યુ . ત્રીજા દિવસનો ખેલ ખતમ થવા સુધી ભારતે પોતાનો દાવ 108.3 ઓવર રમીને 4 વિકેટના નુકશાન પર 319 રન બનાવી લીધા છે . ચોથા દિવસના ખેલમાં ભારતની સામે ઇંગ્લેંડના લક્ષ્યને ચેઝ કરવાની સાથે તેને સારો એવો ટાર્ગેટ પણ આપવો પડશે . પૂજારાએ 169 બોલ પર 15 ચોગ્ગાની મદદથી સદી ફટકારી . બીજા છેડે મુરલી વિજયે 254 બોલ પર 8 ચોગ્ગા અને 3 છક્કાની મદદથી સદી ફટકારી . ગંભીરની વિકેટ પડ્યા બાદ આ બંનેએ ભારતનો દાવ સંભાળી લીધો . ત્યારબાદ ચેતેશ્વર પૂજારા સ્ટોક્સના બોલ પર 124 રન બનાવીને આઉટ થઇ ગયો . મુરલી વિજય પણ આદિલ રશીદના બોલ પર 126 રન બનાવીને આઉટ થઇ ગયો . હવે વિરાત કોહલી અને અમિત મિશ્રા ક્રીઝ પર છે . ત્રીજા દિવસે ભોજનકાળ સુધી ભારતે પહેલી ઇનિંગમાં એક વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા હતા . અમિત મિશ્રા ( 0 ) અને વિરાટ કોહલી ( 26 ) ક્રીઝ પર છે . ભારતને પહેલો ઝટકો દિવસની બીજી ઓવરમાં જ ગૌતમ ગંભીરના રુપમાં લાગ્યો . તેમને 29 રનના સ્કોર પર સ્ટુઅર્ટ બ્રોડે એલબીડબલ્યૂ કરી દીધો . અત્યારે ભારતનો સ્કોર 4 વિકેટ પર 319 રન છે અને તે હજુ પણ 218 રન પાછળ છે . ઉલ્લેખનીય છે કે બીજા દિવસના ખેલની સમાપ્તિ સુધી ઇંગ્લેંડે ભારત સામે પોતાના પહેલા દાવમાં બધી વિકેટ ગુમાવીને 537 રનનો વિશાળ સ્કોર બનાવી દીધો હતો . ક્રિકેટ વિશેષગ્નોનું માનવુ છે કે આજે વિકેટ ટર્ન લઇ શકે છે માટે બેટ્સમેનોએ સંભાળીને રમવાની જરુર છે .
2
ઢીશુમ ફિલ્મમાં એ બધું છે જે તમને એક મસાલા ફિલ્મમાં મળી રહે છે . મારધાડ , એક્શન , કોમેડી , ગીતો , સસ્પેન્સ , ટ્વિસ્ટ બધું જ છે . રોહિત ધવને પુરી કોશિશ કરી છે કે ફિલ્મમાં કોઈ ખામી ના રહી જાય . આ કોશિશ તેમની ફિલ્મમાં પણ દેખાઈ આવે છે . આખરે ઢીશુમએ બોક્સ ઓફિસ પર શાનદાર રીતે પોતાની પકડ બનાવી રાખી છે . માનવામાં આવે છે કે ફિલ્મ પોતાના પહેલા જ વિકેન્ડમાં 36 કરોડનો આંકડો પાર કરી જશે . આ ફિલ્મ ઘ્વારા વરુણ ધવનએ સાબિત કરી દીધું છે કે બોક્સ ઓફિસ તેના પર નિર્ભર રહી શકે છે . તો જાણો કેટલી કમાણી કરી ચૂક્યું છે વરુણ અને જ્હોનનું ઢીશુમ . . . .
1
તેમણે આગામી સમયમાં વહેલી લોકસભા ચૂંટણીઓની સંભાવના અગે જણાવ્યું કે ચૂંટણીઓ વહેલી નહીં યોજાય . સરકાર આગામી 13 મહિના સુધી ચાલુ રહેશે . આ કારણે તે નાની પણ મહત્વની પહેલ કરશે . જે કારણે દેશને 8 ટકાનો વૃદ્ધિદર પ્રાપ્ત થાય તેવા પ્રયત્નો થશે . ચિદમ્બરમે જણાવ્યું કે આર્થિક સુધારા માટે અનેક બાબતો કરવાની જરૂર છે . જેમાં મહત્વના ખરડાઓ પસાર કરવાના છે . મહત્વના નિર્ણયો લઇને તેને અમલી બનાવવાના છે . તેમાંથી કેટલાક કાર્યકારી છે જેને અમલમાં મૂકતા બે ચાર મહિનાનો સમય લાગશે . તેમણે જણાવ્યું કે અમે કેટલીક મોટી પહેલોને આગળ વધારીશું . જેના કારણે ભારતના અર્થતંત્રમાં સુધારો આવશે .
0
કૅટરીના કૈફે તાજેતરમાં જ બચ્ચન પરિવારની દિવાળી પાર્ટીમાં હાજરી આપી . અભિષેક બચ્ચન તથા ઐશ્વર્યા રાયે પોતાના ઘરે યોજાયેલ દિવાળી પાર્ટીમાં બૉલીવુડની મોટી - મોટી હસ્તીઓને આમંત્રિત કરી હતી અને તેમાં કૅટરીનાનો પણ સમાવેશ થતો હતો . કૅટને આ પાર્ટીમાં જોઈ અનેક લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયાં . એટલા માટે નહીં કે તેમની સાથે રણબીર કપૂર પણ આ પાર્ટીમાં આમંત્રિત હતાં , પણ એટલા માટે કે સલમાનની બે એક્સ - ગર્લફ્રેન્ડ્સ એક સાથે એક છત નીચે નજરે પડી . આ અગાઉ કૅટરીના કૈફ અને ઐશ્વર્યા રાય ક્યારેય એક સાથે એક છત નીચે કે એક મંચ ઉપર દેખાયા નહોતાં . કૅટે તાજેતરમાં જ બચ્ચન પરિવારના જુહૂ રેસિડેંસ જલસામાં યોજાયેલ દિવાળી પાર્ટીમાં હાજરી આપી . કહે છે કે ઐશે પોતે કૅટને દિવાળી પાર્ટીમાં આમંત્રિત કરી હતી . એમ પણ તાજેતરમાં જ ધૂમ 3 ફિલ્મના શૂટિંગ દરમિયાન સેટ ઉપર ઐશ - કૅટ વચ્ચે ઘણી મૈત્રી જોવા મળી હતી , કારણ કે ઐશના પતિ એટલે કે અભિષેક બચ્ચન ધૂમ સિરીઝમાં સતત જળવાયેલા છે અને કૅટરીના કૈફ આ સિરીઝમાં નવા છે . શૂટિંગ દરમિયાન જ્યારે ઐશ પોતાના હબી અભિષેક સાથે શૂટ પર ગયાં , તો કૅટ સાથે પણ મુલાકાત કરી . જોકે એમ કહેવું ખોટુ નહીં હશે કે કૅટ અને ઐશ વચ્ચે જે કોલ્ડ વૉર ચાલતી હતી , તેની પાછળ માત્ર સલમાન ખાન જ હતાં . છેલ્લા કેટલાંક સમયથી કૅટ - ઐશ વચ્ચે ઘણી બધી એવી વાતો બની કે જેથી બંને વચ્ચે ગેરસમજણ ઊભી થઈ . પહેલા તો કૅટે ઐશને રિપ્લેસ કરી પોતે બાર્બી ડૉલનો ટૅગ મેળવી લીધો અને તે પછી ઐશને રિપ્લેસ કરી નક્ષત્ર ડાયમંડની એડ પણ પોતાના નામે કરી લીધી . ખેર , હાલ તો આપણે તસવીરો વડે જાણીએ વધુ કહાણી :
1
ગયા અઠવાડિયે સુધાર પછી સેન્સેક્સ ફરી એકવાર નીચે આવી ગયો છે . મંગળવારે સવારે 9.15 વાગ્યે રૂપિયો ડોલરને મુકાબલે ગગડીને 73 નજીક આવી ગયો છે . ડોલર સામે 32 પૈસા ગગડીને રૂપિયો 72.95 પર આવી ગયો . ઈરાન અને અમેરિકી પ્રતિબંધ પહેલા આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત વધવાની અસર રૂપિયા પર પણ પડી હતી અને સોમવારે ડોલરને મુકાબલે રૂપિયો 43 પૈસા તૂટીને 72.63 રૂપિયા પ્રતિ ડોલર પર બંધ થયો હતો . રૂપિયો સોમવારે 43 પૈસા તૂટીને 72.63 રૂપિયા પ્રતિ ડોલર પર બંધ થયો હતો . આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત વધવાને કારણે લોકો અચાનક બિકવાલી કરવા લાગ્યા . આપને જણાવી દઈએ કે ક્રૂડ સોમવારે 80 ડોલર પ્રતિ બેરલ ચાલ્યો ગયો હતો , જે નવેમ્બર 2014 પછી સૌથી મોંઘુ છે . જોવા જઇયે કે ગયા અઠવાડિયે રૂપિયામાં સુધાર જોવા મળ્યો હતો પરંતુ આ અઠવાડિયે રૂપિયો ફરી એકવાર ગગડતો દેખાઈ રહ્યો છે . પર્સનલ લોન લેતા પહેલાં ધ્યાન રાખો આ 5 બાબતો શેરબજાર વિશે વાત કરવામાં આવે તો મંગળવારે શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 100 પોઇન્ટ સુધી નીચે ગગડ્યો હતો . પરંતુ ત્યારપછી તેમાં થોડો સુધારો જોવા મળતા 60 પોઇન્ટ ઘટાડા સાથે સેન્સેક્સ 36,366.30 પર કારોબાર કરી રહ્યો છે જયારે નિફટી 37 પોઇન્ટ ગગડીને 10,929.95 પર કારોબાર કરી રહી છે . સોમવારનો દિવસ પણ સેન્સેક્સ માટે સારો ના હતો . શેર્સનું વિશ્લેષણ કરતા પહેલા આ વાતો જાણી લો જયારે રૂપિયામાં થતા ઘટાડાને કારણે તેલ કંપનીઓને વિદેશથી તેલ મંગાવવા માટે ભારે કિંમત ચૂકવવી પડી રહી છે . તેને કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે . બેન્કિંગ , ઓટો , એફએમસીજી , ઓઇલ એન્ડ ગેસ અને પાવર સેક્ટર શેરમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે . ભારતીય નોટોને છાપવામાં કેટલો ખર્ચ થાય છે તે અહીં જાણો
0
નવી દિલ્હી , 19 જાન્યુઆરીઃ નેપિયર વનડેમાં ન્યૂઝીલેન્ડે ભારતને 24 રનથી હરાવી દીધું છે . 293 રનોનું લક્ષ્ય પાર કરવા મેદાનમાં ઉતરેલી ટીમ ઇન્ડિયા 49માં ઓવરમાં 268 રન પર જ પેવેલિયન ભેગી થઇ ગઇ . ભારત તરફથી વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી , પરંતુ કોહલીની આ શાનદાર સદી ભારતને જીત અપાવી શકી નહી . કોહલીએ 111 બોલમાં 123 રનની પારી રમી . વિરાટ ઉપરાંત કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ 40 રન બનાવ્યા . ન્યૂઝીલેન્ડ તરફથી સૌથી વધારે 4 વિકેટ મેક્લેગેને પોતાના નામે કરી , આ પહેલા કોરી એન્ડરસના ધમાકેદાર અર્ધસદીના જોરે ન્યૂઝીલેન્ડે 50 ઓરવમાં 7 વિકેટના નુકસાન પર 292 રન બનાવ્યા . એન્ડરસન ઉપરાંત ન્યૂઝીલેન્ડ તરફથી વિલિયમ્સે 88 બોલમાં 71 રનોની પારી ખેલી , જ્યારે ટેલરે 82 બોલમાં 55 રન બનાવ્યા . ભારત તરફથી મોહમ્મદ શમીએ સૌથી વધારે 4 વિકેટ પોતાના નામે કરી જ્યારે જાડેજા , ઇશાંત અને ભુવનેશ્વરના ખાતામાં 1 - 1 વિકેટ આવી . નેપિયર વનડેમાં જીતની સાથે ન્યૂઝીલેન્ડે 5 મેચોની શ્રેણીમાં 1 - 0થી બઢત બનાવી લીધી છે .
2
pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; ( function ( ) { try { var tcptElm = document . createElement ( " script " ) ; tcptElm . async = true ; tcptElm . type = " text / javascript " ; tcptElm . src = " https : / / b - s . tercept . com / pixel ? account _ id = TCPT - 1552 " ; tcptElm . src = tcptElm . src + " & loc = " + escape ( document . URL ) + " & rfr = " + escape ( document . referrer ) ; var s = document . getElementsByTagName ( " script " ) [ 0 ] ; s . parentNode . insertBefore ( tcptElm , s ) ; } catch ( i ) { } } ) ( ) ; આર યા પારના મુકાબલામાં કાંગારૂઓ પર કેરેબિયન દરેક રીતે ભારે પડ્યા . ક્રિસ ગેઇલની તોફાની બેટિંગ દ્વારા વેસ્ટઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 206 રનનો ઝંગી સ્કોર આપ્યો હતો . જેનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાની આખી ટીમ 16.4 ઓવરમાં જ માત્ર 131 રન પર જ ઓલ આઉટ થઇ ગઇ હતી . કાંગારૂઓમાં માત્ર કપ્તાન જયોર્જ બેલેએ શાનદાર 63 રનની પારી રમી હતી જોકે ઓસીનો અન્ય કોઇ ખેલાડી ક્રિઝ પર ટકી શક્યો નહીં . વેસ્ટઇન્ડીઝ તરફથી રવિ રામ પાલે ત્રણ વિકેટ ઝડપી હતી , જ્યારે બદ્રી , સુનીલ નરેન અને કેરોન પોલાર્ડે 2 - 2 વિકેટ ઝડપી હતી . આ પહેલા વેસ્ટઇન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કરી 20 ઓવરમાં ચાર વિકેટ પર 205 રન બનાવ્યા . જેમાં ક્રિસ ગેઇલે 41 બોલમાં 75 રન ફટકારી દીધા . ઓસીનો કોઇ બોલર કેરેબિયનોને રોકી શક્યો નહીં , અને કેરેબિયને ઝંગી સ્કોર બનાવી દીધો . ઓસી તરફથી કુમીન્સને 2 અને સ્ટાર્ક અને ડોર્થીએ 1 - 1 વિકેટ ઝડપી હતી . pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; var tcpt _ loaded = 0 ; googletag . cmd . push ( function ( ) { tcpt _ loaded = ( window . tercept & & window . tercept . init ) ? 1 : 0 ; ( tcpt _ loaded = = 1 ) ? ( window . tercept . init ( 1008496,200 , false ) ) : " " ; } ) ; var target _ words = [ ] ; var gptadslots = [ ] ; var url = document . location . href ; var pattern = / \ / ( [ 0 - 9 ] [ a - z ] - _ ) * \ / / g ; var url _ section = url . split ( ' / ' ) ; var number _ pattern = / ^ [ 0 - 9 ] + $ / ; var topic _ pattern = / topic\ / ( . * ) / g ; var search _ pattern = / \ ? q = ( . * ) & / g ; var file _ pattern = / ( . * ) \ . html / i ; var ga _ value = ' ' ; var domain _ varifier = / ( . * ) \ . ( . * ) \ . ( . * ) / g ; var file _ chunk = ' ' ; var value = ' ' ; var topSlot = [ ] , bottomSlot = [ ] ; var viroolSlot ; for ( var i = 1 ; i < url _ section . length ; i + + ) { ga _ value = url _ section [ i ] ; if ( ga _ value . length > 0 ) { if ( ga _ value . match ( topic _ pattern ) ) { target _ words . push ( RegExp . $ 1 ) ; } else if ( ga _ value . match ( file _ pattern ) ) { ga _ value = ga _ value . replace ( ' _ ' , ' - ' ) ; ga _ value = ga _ value . replace ( ' . html ' , ' ' ) ; target _ words . push ( ga _ value ) ; console . log ( " ga - added value " + ga _ value ) ; file _ chunk = ga _ value . split ( ' - ' ) ; for ( var x in file _ chunk ) { if ( ! file _ chunk [ x ] . match ( file _ pattern ) ) { target _ words . push ( file _ chunk [ x ] ) ; } } } else if ( ga _ value . match ( search _ pattern ) ) { target _ words . push ( RegExp . $ 1 ) ; } else { if ( url _ section [ i ] . match ( domain _ varifier ) ) { if ( RegExp . $ 1 = = ' www ' ) value = RegExp . $ 2 ; else value = RegExp . $ 1 ; } else value = url _ section [ i ] ; target _ words . push ( value ) ; } } } console . log ( target _ words ) ; try { googletag . cmd . push ( function ( ) { var curr _ url = document . location . href ; if ( curr _ url . indexOf ( " / news / " ) > - 1 ) { googletag . pubads ( ) . set ( " page _ url " , " https : / / www . oneindia . com / news / " ) ; } else if ( curr _ url . indexOf ( " / movies / " ) > - 1 ) { googletag . pubads ( ) . set ( " page _ url " , " https : / / www . filmibeat . com / " ) ; } else if ( curr _ url . indexOf ( " / nri / " ) > - 1 ) { googletag . pubads ( ) . set ( " page _ url " , " https : / / www . oneindia . com / news / " ) ; } else if ( curr _ url . indexOf ( " / business / " ) > - 1 ) { googletag . pubads ( ) . set ( " page _ url " , " https : / / www . goodreturns . in / " ) ; } else if ( curr _ url . indexOf ( " / sports / " ) > - 1 ) { googletag . pubads ( ) . set ( " page _ url " , " https : / / www . oneindia . com / news / " ) ; } else { googletag . pubads ( ) . set ( " page _ url " , " https : / / www . oneindia . com / news / " ) ; } googletag . defineSlot ( ' / 1008496 / gujarati - top - 728x90 ' , [ [ 728,90 ] , [ 970,90 ] , [ 970,250 ] ] , ' div - gpt - ad - 1384836365243 - 3 ' ) . addService ( googletag . pubads ( ) ) . setTargeting ( ' tcpt ' , ( tcpt _ loaded & & window . tercept . gettcptTarget ( ' / 1008496 / gujarati - top - 728x90 / div - gpt - ad - 1384836365243 - 3 ' , [ [ 728,90 ] , [ 970,90 ] , [ 970,250 ] ] , 1 ) ) | | [ ' TCPT _ NL ' ] ) . setTargeting ( ' tcpt2 ' , ( tcpt _ loaded & & window . tercept . gettcptTarget ( ' / 1008496 / gujarati - top - 728x90 / div - gpt - ad - 1384836365243 - 3 ' , [ [ 728,90 ] , [ 970,90 ] , [ 970,250 ] ] , 2 ) ) | | [ ' TCPT _ NL ' ] ) . setTargeting ( ' tcpt3 ' , ( tcpt _ loaded & & window . tercept . gettcptTarget ( ' / 1008496 / gujarati - top - 728x90 / div - gpt - ad - 1384836365243 - 3 ' , [ [ 728,90 ] , [ 970,90 ] , [ 970,250 ] ] , 3 ) ) | | [ ' TCPT _ NL ' ] ) ; googletag . defineSlot ( ' / 1008496 / gujarati - island - 300x250 ' , [ [ 300,250 ] , [ 300,600 ] ] , ' div - gpt - ad - 1384836365243 - 2 ' ) . addService ( googletag . pubads ( ) ) . setTargeting ( ' tcpt ' , ( tcpt _ loaded & & window . tercept . gettcptTarget ( ' / 1008496 / gujarati - island - 300x250 / div - gpt - ad - 1384836365243 - 2 ' , [ [ 300,250 ] , [ 300,600 ] ] , 1 ) ) | | [ ' TCPT _ NL ' ] ) . setTargeting ( ' tcpt2 ' , ( tcpt _ loaded & & window . tercept . gettcptTarget ( ' / 1008496 / gujarati - island - 300x250 / div - gpt - ad - 1384836365243 - 2 ' , [ [ 300,250 ] , [ 300,600 ] ] , 2 ) ) | | [ ' TCPT _ NL ' ] ) . setTargeting ( ' tcpt3 ' , ( tcpt _ loaded & & window . tercept . gettcptTarget ( ' / 1008496 / gujarati - island - 300x250 / div - gpt - ad - 1384836365243 - 2 ' , [ [ 300,250 ] , [ 300,600 ] ] , 3 ) ) | | [ ' TCPT _ NL ' ] ) ; if ( screen . width > = 1280 ) { googletag . defineSlot ( ' 1008496 / oneindia - inside - gujarati - right - rail ' , [ [ 160,600 ] , [ 120,600 ] , [ 300,250 ] , [ 300,600 ] ] , ' div - gpt - ad - 1433158874614 - 1 ' ) . addService ( googletag . pubads ( ) ) ; } if ( data _ match _ vdo ) { googletag . defineSlot ( ' / 1008496 / Virool - Inline - Video - RP ' , [ 1,1 ] , ' div - gpt - ad - 1542173993327 - 0 ' ) . addService ( googletag . pubads ( ) ) ; } if ( document . getElementById ( ' div - gpt - ad - 1468990096444 - 0 ' ) ) { googletag . defineSlot ( ' / 1008496 / oi - guj - inarticle - 300x250 - 1 ' , [ 300,250 ] , ' div - gpt - ad - 1468990096444 - 0 ' ) . addService ( googletag . pubads ( ) ) ; } if ( document . getElementById ( ' div - gpt - ad - 1468990096444 - 1 ' ) ) { googletag . defineSlot ( ' / 1008496 / oi - guj - inarticle - 300x250 - 2 ' , [ 300,250 ] , ' div - gpt - ad - 1468990096444 - 1 ' ) . addService ( googletag . pubads ( ) ) ; } if ( document . getElementById ( ' div - gpt - ad - 1506054776114 - 0 ' ) ) { googletag . defineSlot ( ' / 1008496 / vuukle - comments - 300x250 ' , [ [ 250,250 ] , [ 300,250 ] , [ 400,250 ] , [ 480,300 ] , [ 728,90 ] , [ 970,90 ] , [ 970,250 ] , [ 600,300 ] , [ 600,338 ] , [ 300,600 ] ] , ' div - gpt - ad - 1506054776114 - 0 ' ) . addService ( googletag . pubads ( ) ) ; } if ( document . getElementById ( ' div - gpt - ad - 1378114593997 - 1 ' ) ) { googletag . defineSlot ( ' / 1008496 / news - inside - page - island - 300x250 ' , [ [ 160,600 ] , [ 120,600 ] , [ 300,250 ] , [ 300,600 ] ] , ' div - gpt - ad - 1378114593997 - 1 ' ) . addService ( googletag . pubads ( ) ) ; } var containerElem = document . getElementById ( ' containerMain ' ) ; if ( containerElem ) { if ( containerElem . hasAttribute ( ' data - adcont _ identity ' ) ) { var oicmscontidentify = containerElem . getAttribute ( ' data - adcont _ identity ' ) ; if ( oicmscontidentify = = " true " ) { target _ words . push ( ' oicmscontidentify ' ) ; } } } googletag . pubads ( ) . setTargeting ( " host " , location . hostname ) ; googletag . pubads ( ) . setTargeting ( " curl " , window . location . href . split ( ' ? ' ) [ 0 ] ) ; window . streamampClientConfig = { targets : { topic : target _ words } } ; window . streamamp . initialize ( true ) ; googletag . pubads ( ) . addEventListener ( ' slotRenderEnded ' , function ( event ) { var slotId = event . slot . getSlotElementId ( ) ; var eachSize = event . slot . getSizes ( ) [ 0 ] [ ' l ' ] + ' x ' + event . slot . getSizes ( ) [ 0 ] [ ' j ' ] ; if ( eachSize = = = ' 300x250 ' ) { if ( event . isEmpty ) { backupAds ( slotId , ' computer ' , 300,250,1 ) ; } } } ) ; } ) ; } catch ( err ) { console . log ( " article - page - ad : " + err ) ; } function backupAds ( divId , device , width , height , styleFlag ) { var ad _ frame = document . createElement ( " iframe " ) ; ad _ frame . src = " / common / adaptive / mobi / ads / backup - ad . html ? device = " + device ; ad _ frame . id = " google _ ad _ frame " ; ad _ frame . scrolling = " no " ; ad _ frame . width = width + " px " ; ad _ frame . height = height + " px " ; ad _ frame . style . border = " none " ; if ( styleFlag = = 1 ) { ad _ frame . style . float = " left " ; } var refnode = document . getElementById ( divId ) ; document . getElementById ( divId ) . innerHTML = ' ' ; document . getElementById ( divId ) . style . display = ' block ' ; document . getElementById ( divId ) . appendChild ( ad _ frame ) ; }
2
ભારતના દરેક નાગરિક સુધી પહોંચવાના પ્રયાસ કરતી ગૂગલે આજે દિલ્હીમાં ભારતીય ભાષાઓ માટે એક નવા પ્રોડક્ટ અને ફિચર્સની જાહેરાત કરી છે . આ જાહેરાત મુજબ ઇન્ડિયન લેંગવેજ - ડિફાઇનિંગ ઇન્ડિયાઝ ઇન્ટરનેટ શીર્ષક સાથે ગૂગલ અને કેપીએમજીની એક સંયુક્ત રિપોર્ટ જાહેર કરી છે . આજથી ગૂગલ ટ્રાંસલેટ ગૂગલની નવી ન્યૂરલ મશીન ટ્રાંસલેશન ટેકનીકનો ઉપયોગ કરશે . જે હેઠળ ગૂગલ અંગ્રેજી અને ભારતની 9 ભાષાઓ વચ્ચે ટ્રાંસલેશનની સુવિધા આપશે . ગૂગલ અંગ્રેજી અને અન્ય 9 ભાષામાં હિંદી , બંગાળી , મરાઠી , તેલુગુ , ગુજરાતી , પંજાબી , મલયાલમ અને કન્નડ વચ્ચે ટ્રાંસલેશનની સુવિધા આપશે . ન્યૂરલ ટ્રાંસલેશન ટેકનિક જૂની ટેકનિક કરતા સારું કામ કરશે . ગૂગલની જાહેરાત મુજબ ન્યૂરલ મશીન ટ્રાંસલેશન ટેકનિકનો પહેલા ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં આવતા ઓટો ટ્રાંસલેટ ફંકશનમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે . તેના લીધે ભારતીય લોકો ઇન્ટનેટ પર મળતા કોઇ પણ પેજને કુલ 9 ભાષામાં જોઇ શકશે . આ નવી ટ્રાંસલેશન સુવિધા તમામ યુઝર્સ માટે ગૂગલ સર્ચ અને મેપમાં પણ ઉપલબ્ધ રહેશે . ટ્રાંસલેશનની આ સુવિધા ડેસ્કટોપ અને મોબાઇલ બન્ને પર મળશે . નોંધનીય છે કે ગૂગલના ભારતમાં લગભગ 23.4 કરોડડ યૂઝર છે . અને તે ભારતીય ભાષાઓનો ઇન્ટરનેટ માટે મોટા પ્રમાણમાં ઉપયોગ કરે છે . તેનાથી વિરુદ્ધ ખાલી 17.5 કરોડ લોકો જ અંગ્રેજી ભાષાનો ભારતમાં ઉપયોગ કરે છે .
0
બુધવારે પણ શેર બજારમાં ઉછાળો જોવા મળ્યો અને પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સે 400 પોઈન્ટની છલાંગ લગાવી જ્યારે નિફ્ટીએ 10,700 ના આંકડાને પાર કરી ગયો . હાલમાં સેન્સેક્સ 401 પોઈન્ટના વધારા સાથે 35,563 ના સ્તરે કારોબાર કરી રહ્યો છે . વળી , નિફ્ટી 120 પોઈન્ટના ઉછાળા સાથે 10,705 ના સ્તરે કારોબાર કારોબાર કરી રહ્યો છે . બુધવારે રૂપિયામાં પણ સામાન્ય સુધારો જોવા મળ્યો છે . આ પણ વાંચોઃ પાકિસ્તાનઃ લાહોરની જેલમાં માસૂમ જૈનબના હત્યારાને ફાંસીએ લટકાવાયો આ પહેલા મંગળવારે સેન્સેક્સ 297.38 પોઈન્ટના વધારા સાથે 35 હજારને પાર અને નિફ્ટી 72.25 પોઈન્ટના વધારા સાથે 35,004.33 પર જ્યારે નિફ્ટી 37.65 પોઈન્ટના ઉછાળા સાથે 10,550 પોઈન્ટ પર ખુલ્યો હતો . સેન્સેક્સે છેલ્લા કેટલાક દિવસોમાં વધારો મેળવ્યો છે જેના કારણે શેર બજારમાં રોનક જોવા મળી રહી છે . આ પણ વાંચોઃ સબરીમાલા પર સંગ્રામઃ દક્ષિણમાં પગપેસારો કરવાનો ભાજપ માટે સારો મોકો રૂપિયાની શરૂઆત આજે સામાન્ય વધારા સાથે થઈ છે અને તે 73.34 પર ખુલ્યો . જો કે બાદમાં તે 73.43 સુધી પહોંચી ગયો . થોડી વાર બાદ ફરીથી રૂપિયો ડૉલરના મુકાબલે 5 પૈસા વધીને 73.41 ના સ્તરે ખુલ્યો છે જે છેલ્લા 2 સપ્તાહનું સૌથી ઉંચુ સ્તર છે . રૂપિયો મંગળવારે ડૉલરના મુકાબલે 73.47 પર બંધ થયો હતો .
0
ચેમ્પિયન્સ ટ્રોફી 2017માં સોમવારે શ્રીલંકા અને પકિસ્તાન વચ્ચેની મેચમાં પાકિસ્તાને શ્રીલંકાને 3 વિકેટથી હરાવી સેમિ - ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે . જો કે , સાથે જ સ્લો ઓવર રેટ માટે પાકિસ્તાની ખેલાડીઓને દંડ કરવામાં આવ્યો છે . આઇસીસી મેચના રેફરીઝના એલીટ પેનલ મેમ્બર ક્રિસ બોર્ડે પાકિસ્તાની ટીમ પર સ્લો ઓવર રેટ માટે ફાઇન ચાર્જ કર્યો છે . આઇસીસીના નિયમોની કલમ 2.5.1માં સ્લો રન રેટ માટે ખેલાડીઓને દંડ કરવાની જોગવાઇ છે . નિશ્ચિત સમયમાં ઓવર પૂરી ન કરતાં ખેલાડીઓની મેચ ફીમાંની 10 ટકા રકમ દંડ તરીકે કાપવામાં આવે છે . ટીમના કપ્તાન પાસેથી મેચ ફીના 20 ટકા દંડ વસૂલવામાં આવે છે . આ હિસાબે પાકિસ્તાની ટીમના કપ્તાન સરફરાઝ અહમદને મેચ ફીના 20 ટકા અને અન્ય ખેલાડીઓને મેચ ફીના 10 ટકા દંડ કરવામાં આવ્યો છે . જો બીજી વાર પાકિસ્તાની ટીમ સ્લો ઓવર રેટ માટે જવાબદાર રહેશે , તો કપ્તાનને એક મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવશે .
2
છેલ્લા કેટલાંક દિવસથી ચર્ચાનો વિષય બનેલી રાંઝણા ફિલ્મ ટુંકમાં જ રૂપેરી પડદે આવી રહી છે . ફિલ્મમાં સોનમ કપૂર તથા ધનુષ મુખ્ય ભૂમિકામાં છે , પરંતુ સાથે જ અભય દેઓલ પણ એક મહત્વના રોલમાં નજરે પડનાર છે . રાંઝણા ફિલ્મની વાર્તા એક ખૂબ જ સુંદર , પણ સિમ્પલ લવ સ્ટોરી છે . આજકાલ તો એમેય લવ - સ્ટોરીઝનુ પૂર આવેલું છે . તેવામાં રાંઝણા ફિલ્મની સિમ્પલીસિટી જ તેની યૂએસપી છે . ફિલ્મમાં સોનમ - ધનુષે પોતાના અભિનયમાં પ્રાણ પૂરી દીધાં છે . વાર્તા : રાંઝણા ફિલ્મની વાર્તા ત્રણ પાત્રોની આજુબાજુ ફરે છે . પ્રથમ પાત્ર છે જોયા ( સોનમ કપૂર ) કે જે માત્ર 15 વરસની છે અને સ્કૂલમાં ભણે છે . જોયાનો રોલ કરવા માટે સોનમે જયા બચ્ચન અભિનીત ગુડ્ડી ફિલ્મ જોઈ હતી . બીજું પાત્ર છે કુંદન ( ધનુષ ) કે જે બે વસ્તુઓ માટે ખૂબ જ પૅશનેટ છે . પ્રથમ બાબત છે જોયા કે જેને તે ખૂબ જ પ્રેમ કરે છે અને બીજી બાબત છે તેનું શહેર બનારસ . બનારસ માટે કુંદનનો પ્રેમ એટલા માટે આટલું વધારે છે , કારણ કે તે જોયાને પહેલી વાર અહીં જ મળ્યો હતો . ત્રીજું મહત્વનું પાત્ર છે અકરમ ( અભય દેઓલ ) કે જે જોયા સાથે પ્રેમ કરે છે . જોયા અકરમને પ્રેમ કરે છે કે જે એક યુનિવર્સિટી સ્ટુડંટ છે . જોયા અકરમને ચાહે છે , પણ કુંદન જોયાને ચાહે છે . આ ત્રણેયની જ ઝિંદગીઓ એક - બીજા સાથે જોડાયેલી છે . આવો વધુ જાણીએ રાંઝણા ફિલ્મની પ્રણય - કથા અંગે :
1
કૈટરીના કૈફે હાલમાં વોગ ઇન્ડિયા માટે એક સુપરહોટ ફોટોશૂટ કરાવ્યું છે . જેને જોઇને ભલભલાના હોશ ઉડી શકે છે . બીચ , બ્યૂટી અને બિકનીનું પરફેક્ટ કોમ્બીનેશન હતું આ ફોટોશૂટ . જેને જોઇને તમારા સપનામાં પણ કેટરીના જ આવે તો નવાઇ નહીં . વળી જે પણ તસવીરો બહાર આવી છે તે વાત જોઇને એક વાત તો સ્પષ્ટ થાય છે કે કેટરીનાની ફિલ્મો ચાલે કે ના ચાલે પણ તેની તસવીરો ધૂમ ચાલે છે ! નોંધનીય છે કે હાલમાં કેટરીના કૈફની ફિલ્મ બાર બાર દેખા આવી રહી છે જેમાં તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે રોમાન્સ કરતી નજરે પડવાની છે . ત્યારે તે પહેલા વોગ મેગેઝિનની આ હોટ તસવીરો જુઓ જેમાં કેટરીના ખૂબ જ સ્લીમ અને ટ્રીમ દેખાય છે . અને તેની સુંદરતાની જેમ જ આ ફોટોશૂટ પણ છે સુપર હોટ . . .
1
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ( આરબીઆઇ - RBI ) એ મંગળવારે રેપો રેટ , રિવર્સ રેપોરેટ અને સીઆરઆરના દરો યથાવત રાખીને ફરી સંકેત આપી દીધા કે આગામી થોડા સમયમાં તે આ દરોમાં કોઇ કાપ કૂપ કરશે નહીં . જેથી હોમ લોન , પર્સનલ લોન , ગોલ્ડ લોન , ઓટો લોન , એજ્યુકેશન લોન વગેરેના વ્યાજદર આગામી સમયમાં ઘટશે નહીં . રેપો રેટ એ દર છે જે દરે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભારતની અન્ય બેંકોને નાણા આપે છે . જ્યારે આરબીઆઇ ઇન્ટરેસ્ટ રેટ કે રેપો રેટમાં ઘટાડો કરે છે ત્યારે દેશમાં વિવિધ વ્યાજ દરોમાં પણ ઘટાડો થાય છે . દેશમાં અન્ય બેંકો એટલા માટે વ્યાજદર ઘટાડે છે કારણ કે તેને નાણા સસ્તા દરે મળે છે . જો કે દર વખતે આમ થાય એ જરૂરી નથી . દરેક બેંક વ્યાજ દર નક્કી કરતા પહેલા પોતાની મિલકતો , જવાબદારીઓને ધ્યાનમાં લે છે . જો કે સામાન્ય રીતે રેપો રેટ ઘટતા દેશમાં વ્યાજદર ઘટે છે . આરબીઆઇએ કેવી રીતે આપ્યો સંકેત આરબીઆઇ ગવર્નર રઘુરામ રાજને અનેક પ્રસંગે જણાવ્યું છે કે તે મોટી ચિંતા છે . જ્યારે પણ ફુગાવો વધે છે ત્યારે કોઇ પણ સેન્ટ્રલ બેંક વ્યાજ દર ઘટાડતી નથી . RBIએ જણાવ્યું છે કે ફુગાવો 8 ટકાએ રહેશે .
0
બૉલીવુડના પ્રથમ સુપર સ્ટાર રાજેશ ખન્નાની છેલ્લી ફિલ્મ રિયાસતને કેન્દ્રીય ફિલ્મ પ્રમાણન બોર્ડ એટલે કે સીબીએફસી તરફથી યૂએ પ્રમાણપત્ર મળ્યું છે . અત્યાર સુધી અટકી પડેલી આ ફિલ્મ સુપર સ્ટારની 71મી જન્મ જયંતીએ એટલે કે 29મી ડિસેમ્બરે રિલીઝ થવાની શક્યતા છે . રાજેશ ખન્નાની આ ફિલ્મ વર્ષ 2012માં રાજેશના જન્મ દિવસે જ રિલીઝ થવાની શક્યતા હતી પરંતુ પછી તેની રિલીઝ ડેટ તેમની પુણ્યતિથિ 18મી જુલાઈ સુધી ટાળી દેવામાં આવી . જોકે ફિલ્મની રિલીઝ ડેટ અંગે હજી કંઈ સ્પષ્ટતા કરાઈ નથી , પરંતુ ફિલ્મના દિગ્દર્શક અશોક ત્યાગી કહે છે કે હવે સૌની નજરો રિયાસત ફિલ્મ ઉપર છે . ત્યાગીએ જણાવ્યું - રાજેશ ખન્ના જીવનનું પ્રતિનિધિત્વ કરે છે . તેથી તેમની પુણ્યતિથિએ ફિલ્મ રિલીઝ કરવી યોગ્ય નહોતું . ફિલ્મ હવે યૂએ પ્રમાણપત્ર સાથે રિલીઝ થવા તૈયાર છે . રિયાસત ફિલ્મમાં ગૌરી કુલકર્ણી , આર્યન વૈદ્ય , આર્યમન રામસે તથા રઝા મુરાદ પણ છે . ત્યાગીને લાગે છે કે રાજેશ ખન્નાના 71મા જન્મ દિવસથી બે દિવસ પૂર્વે ફિલ્મને રિલીઝ કરવું યોગ્ય ગણાશે . રાજેશ ખન્નાનો 71મો જન્મ દિવસ 29મી ડિસેમ્બરે છે . નોંધનીય છે કે પ્રથમ બૉલીવુડ સુપર સ્ટાર રાજેશ ખન્નાનું ગત 18મી જુલાઈ , 2012ના રોજ નિધન થઈ ગયુ હતું . તેમણે પોતાના કૅરિયરમાં આરાધના , કટી પતંગ , આનંદ , અમર પ્રેમ , દો રાસ્તે , આન મિલો સજના તેમજ અન્ય અનેક સફળ ફિલ્મો આપી હતી .
1
નવી દિલ્હીઃ ઓઈલ કંપનીઓ તરફથી સતત બીજા દિવસે બુધવારે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં રહાત આપવામાં આી છે . બુધવારે પેટ્રોલ - ડીઝલની કિંમતમાં કોઈ વધારો થયો નથી . ચારો મહાનગરમાં પેટ્રોલ - ડીઝલની કિંમત જૂના સ્તરે બનેલ છે . સોમવારે પેટ્રોલમાં પ્રતિ લીટર 21 પૈસાની તેજી જોવા મળી હતી . જ્યારે મંગળવારે અને બુધવારે પેટ્રોલ - ડીઝલની કિંમતમાં કોઈ બદલાવ થયો નથી . બુધવારે ઓઈલ કિંમતો જૂના સ્તરે રી જેનું કારણ આમ આદમી પાર્ટીને મળેલ રાહત છે . બુધવારે દિલ્હી , કોલકાતા , મુંબઈ અને ચેન્નઈમાં પેટ્રોલનો રેટ જૂના સ્તરે ક્રમશઃ 68.50 રૂપિયા , 70.64 રૂપિયા , 74.16 રૂપિયા અને 71.07 રૂપિયા પ્રતિ લીટર યથાવત રહ્યો છે . જ્યારે દિલ્હી , કોલકાતા , મુંબઈ અને ચેન્નઈમાં ડીઝલની કિંમતો ક્રમશઃ 62.24 રૂપિયા , 64.01 રૂપિયા , 65.12 રૂપિયા અને 65.70 રૂપિયા પ્રતિ લીટરે રહી છે . આંતરરાષ્ટ્રીય માર્કેટમાં 25 ડિસેમ્બર 2018ના રોજ 50 ડૉલર પ્રતિ બરલ સુધી પહેંચનાર બ્રેન્ટ ક્રૂડની કિંમતમાં વધારો થયો હતો . બ્રેન્ટ ક્રૂડની કિંમતોમાં વધારા બાદ પેટ્રોલ - ડીઝલના ભાવ પાછલા દિવસોમાં સ્થિર છે . બ્રેન્ટ ક્રૂડની કિંમતો બુધવારે 1.26 ટકા વધીને 59.46 ડોલર પ્રતિ બેરલે પહોંચી ગઈ છે . અનુમાન છે કે આગામી કેટલાક દિવસોમાં ભાવમાં વધારો જોવા મળી શકે છે . ' પ્રધાનમંત્રી મોદી 21મી સદીના આંબેડકર છે ' : ઉત્તરાખંડ સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવત
0
હાલમાં જ જાણીતી બોલીવૂડ અભિનેત્રી ચિત્રાંગદા સિંહ પોતાના ડાયરેક્ટર પર આરોપ લગાવ્યો કે તેણે ચિંત્રાગદા સાથે જબરદસ્તી સેક્સી સીન કરાવ્યો . અને ના પાડવા છતાં તેણે બધાની સામે તેને ટોકી અને ખરી ખોટી વાતો સંભળાવી . જેના કારણે તે રડીને આ સેટ છોડીને જતી રહી . નોંધનીય છે કે આ વખતે તેમની સાથે સેટ પર નવાઝુદ્દીન સિદ્દીકી પણ હતા . અને આ ફિલ્મને અડધેથી છોડીને ચિંત્રાગદા ચાલી ગઇ . નિર્દેશકની જબરજસ્તી સેક્સ સીન માંગણી , ચિત્રાંગદાએ રડીને છોડ્યો ફિલ્મ સેટ ત્યારે હવે ફિલ્મ ડાયરેક્ટર કુશાન નંદીના પાર્ટનર કિરણ શ્રોફે આ મામલે કેટલીક નવી વાતો સામે મૂકી છે . જેણે આ આખા મુદ્દાની બીજી બાજુ બતાવી છે . ત્યારે શું છે આ આખો મુદ્દો અને કિરણ શ્રોફે આ સમગ્ર પ્રકરણ પર ચિંત્રાગદા વિષે કેવી કેવી વાતો કહી છે તે વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં . . . .
1
ગાંગુલીએ કહ્યું કે કેટલાંક ખેલાડી ક્રિકેટને કલંકિત ના કરી શકે . તેમને ફિક્સિંગ માટે કોઇ મજબૂર ના કરી શકે . આ કામ માત્ર ક્રિકેટર જ કરી શકે છે બીજું કોઇ નહીં . હું શ્રીસંતથી ઘણો ઉદાસીન છું . આની સાથે તેમણે કહ્યું કે આ સંપૂર્ણ રીતે ટેલેન્ટને વ્યર્થ કરનારી પ્રવૃત્તિ છે . ગાંગુલીએ કહ્યું કે હું રાહુલ દ્રવિડ માટે ખરેખર દુઃખી છું . ગાંગુલીએ જણાવ્યું કે દોષી ખેલાડીઓ પર આજીવન પ્રતિબંધ લગાવવો જોઇએ . બીસીસીઆઇએ આખા મામલામાં તપાસ પૂરી થવા સુધી બધા જ આરોપી ખેલાડીઓને આઇપીએલથી સસ્પેન્ડ કરી દીધા છે . બીસીસીઆઇ સંચાલન અધિકારી પ્રો . રત્નાકર શેટ્ટીએ પત્રકારોને જણાવ્યું કે , આ મામલામાં ક્રિકેટ બોર્ડનું સખત વલણ જારી રહેશે . બોર્ડ પહેલા પણ ફિક્સિંગ જૈવા મુદ્દાને લઇને પોતાનું વલણ સ્પષ્ટ કરી ચૂક્યું છે અને ક્રિકેટની ભાવનાને ઠેસ પહોંચાડનાર લોકોની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે અને બોર્ડ આ મામલામાં પણ નિયમોનુંસાર આરોપી ખેલાડીઓ પર કાર્યવાહી કરશે .
2
બિગ બૉસ 10 ના દરેક સભ્યોને તમે હવે જાણી ચૂક્યા હશો . આ શો હવે વધુ રસપ્રદ બની રહ્યો છે . આમ લોકો અને સેલિબ્રિટી વચ્ચેના વિવાદ હવે વધુ ટીઆરપી અપાવશે . આ સાથે સેવક અને માલિકના ફંડા . . . ઘણા રસપ્રદ છે . અમે તમને આ શો સાથે જોડાયેલ એ બે કંટેસ્ટંટ વિશે જણાવીએ , જે આ શો માં આવવા માટે પહેલા ઘણી વાર મનાઇ કરી ચૂક્યા છે . જી હા , તે કંટેસ્ટંટ કોઇ બીજુ નહિ પણ બાની અને રાહુલ દેવ છે . રિપોર્ટ્સની માનીએ તો આ બંનેને બિગ બૉસમાં છેલ્લી ઘણી સિઝનથી બોલાવવાની કોશિશ કરવામાં આવી રહી હતી પરંતુ દરેક વખતે આ બંને આ ઑફર ઠુકરાવતા હતા . આ વખતે બિગ બૉસ 10 માં આ બંનેએ આવવા માટે હા પાડી દીધી . આની પાછળ શું કારણ હોઇ શકે છે . સો એ સો ટકા પૈસા . જી હા , રાહુલ દેવ અને બાની આ સિઝનના એવા બે કંટેસ્ટંટ છે જેમને સૌથી વધુ રકમ આપવામાં આવી રહી છે . રિપોર્ટ્સની માનીએ તો , સીરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હે માં નૈતિકની ભૂમિકાથી લોકપ્રિય બનેલા કરણ મહેરાને પણ આ શો માટે એક કરોડ રુપિયા આપવામાં આવી રહ્યા છે . તમને જણાવી દઇએ કે બિગ બૉસ પોતાના કંટેસ્ટંટને ત્રણ કેટેગરીમાં રાખે છે અને તે પ્રમાણે વીકલી પે પણ કરે છે . ગયા વર્ષે સલમાને દરેક એપિસોડ માટે 8 કરોડ રુપિયા લીધા હતા . ગયા વર્ષે હાઇએસ્ટ પેડ કંટેસ્ટંટ રીમી સેન હતી પરંતુ તે ના તો દર્શકોને પસંદ આવી કે ના પ્રોડ્યુસર્સને ફાયદો પહોચાડી શકી . આશા છે કે આ વખતે વી જે બાની અને રાહુલ દેવ શો ના પ્રોડ્યુસર્સને નિરાશ નહિ કરે .
1
આગામી 13મી ડિસેમ્બરે રિલીઝ થતી સન્ની લિયોનની ફિલ્મ જૅકપૉટનું પ્રમોશન જોરશોરથી ચાલે ચે . પોતાની ફિલ્મ અંગે અત્યંત ઉત્સાહિત પોર્ન સ્ટાર સન્ની લિયોનનું કહેવું છે કે તેઓ આશા કરે છે કે આગામી ફિલ્મ જૅકપૉટમાં દર્શકો તેમના અભિનય કૌશલ્યને વખાણશે . જૅકપૉટ વાર્તા પ્રધાન ફિલ્મ છે . તે બહુ ઝડપથી આગળ વધે છે . આ ફિલ્મ માત્ર મારા આકર્ષણ અંગેની નથી . આશા છે કે દર્શકોને મારુ એક જુદુ પાસુ જોવા મળશે કે જ્યાં મારો અભિનય વખણાશે . કૈઝાદ ગુસ્તાદ દિગ્દર્શિત જૅકપૉટ ફિલ્મમાં સન્નીના નાયક અભિનેતા - નિર્માતા સચિન જોશી છે . ફિલ્મ આ શુક્રવારે રિલીઝ થવાની છે કે જેમાં દિગ્ગજ અભિનેતા નસીરુદ્દીન શાહ પણ છે . સન્ની લિયોને જિસ્મ 2 દ્વારા બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું . ભારતની ધરતી પર બિગ બૉસ 4 દ્વારા અભિનય કૅરિયર શરૂ કરનાર સન્ની લિયોન શૂટઆઉટ એટ વડાલા ફિલ્મમાં આયટમ સૉંગ પણ કરી ચુક્યાં છે અને જૅકપૉટના પ્રમોશન માટે તેઓ બિગ બૉસ 7માં પણ પહોંચી શકે છે .
1
15 સપ્ટેમ્બરથી એશિયા કપ 2018નો પ્રારંભ થઈ ગયો છે . આજે ભારત અને હોંગકોંગ વચ્ચે મેદાની મુકાબલો છે પણ સૌકોઈની નજર 19મી સપ્ટેમ્બર એટલે કે બુધવારે ભારત - પાકિસ્તાન વચ્ચે થનાર ટક્કર પર છે . ચેમ્પિયન્સ ટ્રોફી બાદ પહેલી વખત ફેન્સ ભારત - પાકિસ્તાનનો મુકાબલો નિહાળવા માટે રાહ જોઈને બેસી ગયા છે . વિરાટ કોહલીની ગેરહાજરીમાં રોહિત શર્માએ ટીમની કમાન સંભાળી છે . બંને દેશની ટીમ એકબીજાને ટક્કર આપે તેવી છે ત્યારે મુકાબલો રોમાંચક હશે . મેચ પહેલા જ કેટલાક ઐતિહાસિક આંકડાઓ પર નજર કરો . એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કુલ 12 વખત ટક્કર થઈ છે જેમાંથી મેન ઈન બ્લૂ 6 વખત જીત્યા જ્યારે ગ્રીન આર્મી પાંચ વખત જીત્યા અને એક વખત રિજલ્ટ જાહેર નહોતું થઈ શક્યું . ભારતીય ટીમે કુલ 6 વખત એશિયા કપ ટાઈટલ જીત્યું જ્યારે પાકિસ્તાન માત્ર 2 વખત જ એશિયા કપના વિનર બની શક્યું . ભારત - પાકિસ્તાન વચ્ચે થયેલી ટક્કરમાં ભારત તરફથી વિરાટ કોહલીએ 45.90ની એવરેજથી સૌથી વધુ 459 રન ફટકાર્યા છે જેમાં બે સદી પણ સામેલ છે . જો કે એશિયા કપ 2018 માટે વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે . જ્યારે પાકિસ્તાન તરફથી મોહમ્મદ હાફિઝે 54.62ની રન રેટથી સૌથી વધુ 437 રન ફટકાર્યા હતા . જો કે મોહમ્મદ હાફિઝ પણ આ મેચ નહિ રમી શકે . કમરની ઈજામાંથી પરત ફરેલા ભૂવનેશ્વર કુમારે એશિયા કપમાં પાકિસ્તાન વિરુદ્ધ સૌથી વધુ વિકેટ ખેડવી છે , કુલ 7 મેચમાં ભૂવનેશ્વર કુમારે 11 વિકેટ ઝડપી છે . ભૂવનેશ્વર બાદ ઈશાંત શર્માએ પણ 7 મેચમાં 11 વિકેટ ઝડપી છે . જ્યારે પાકિસ્તાન તરફથી ભારત વિરુદ્ધના મુકાબલામાં સૌથી વિકેટ ઝડનાર બોલર છે ઑફ સ્પીનર સઈદ અજમલ . અજમને 9 મેચમાં કુલ 20 વિકેટ ખેડવી હતી . જો કે હવે તેઓ ક્રિકેટમાંથી રિટાયર્ડ થઈ ગયા છે . ભારત - પાકિસ્તાન વચ્ચે થયેલા મુકાબલા 1984 એશિયા કપઃ પાકિસ્તાનને ભારતે 54 રને હરાવ્યું . 1988 એશિયા કપઃ ભારતે પાકિસ્તાનને 4 વિકેટે હરાવ્યું . 1995 એશિયા કપઃ પાકિસ્તાને ભારતને 97 રને હરાવ્યું . 1997 એશિયા કપઃ વરસાદના કારણે મેચ રદ થઈ . 2000 એશિયા કપઃ પાકિસ્તાને ભારતને 44 રને હરાવ્યું . 2004 એશિયા કપઃ પાકિસ્તાને ભારતને 59 રને હરાવ્યું . 2008 એશિયા કપઃ ગ્રુપ સ્ટેજમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું , જ્યારે સુપર ફોર સ્ટેજમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું હતું . 2010 એશિયા કપઃ ભારતે પાકિસ્તાનને 3 વિકેટે હરાવ્યું . 2012 એશિયા કપઃ ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું . 2014 એશિયા કપઃ પાકિસ્તાને ભારતને 1 વિકેટે હરાવ્યું . 2016 એશિયા કપઃ ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું . બુધવારની ભારત - પાકિસ્તાન વચ્ચેની મેચ ગ્રુપ સ્ટેજ મેચ છે , જે બાદ સુપર ફોર સ્ટેજ અને શક્ય છે કે ફાઈનલમાં પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેદાની જંગ થઈ શકે છે . સંભવિત XI - ભારત રાહુલ , મનિષ પાંડે , એમ . એસ . ધોની , કેદાર જાધવ , હાર્દિક પંડ્યા , ભુવનેશ્વર કુમાર , કુલદીપ યાદવ , જસપ્રીત બુમરાહ , યુઝવેન્દ્ર ચહલ બેંચ - અંબાતી રાયડુ , દિનેશ કાર્તિક , અક્ષર પટેલ , શાર્દુલ ઠાકુર , ખલીલ અહમદ સંભવિત XI - પાકિસ્તાન ઈમામ - ઉલ - હક , ફખર જમન , બાબર આઝમ , આસિફ અલી , શોએબ મલિક , સર્ફરાઝ એહમદ , શાદાબ ખાન , હસન અલી , મોહમ્મદ આમિર , જુનૈદ ખાન , ઉસ્માન ખાન . બેંચ - ફહિમ અશ્રફ , હરિસ સોહેલ , મોહમ્મદ નવાઝ , શાહિન આફ્રિદી , શાન મસૂદ .
2
નવી દિલ્હીઃ નવી જીડીપી શ્રૃંખલા મોદી સરકારનો વિકાસ દર યૂપીએથી વધુ છે . જી હાં , રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણ કાર્યાલયે નરેન્દ્ર મોદી સરકાર અંતર્ગત ભારતના જીડીપી શ્રૃંખલાની ગણતરી કરવા માટે ઉપયોગમાં લેવાયેલ કોર્પોરેટ મામલાના મંત્રાલયમાં ખામિઓ ઢૂંઢી લીધી છે , જે તાજા આંકડાઓ અંતર્ગત વિવાદાસ્પદ આંકડા લાવે છે . જણાવી દઈએ કે 2015માં મોદી સરકારે 2004 - 2005થી 2011 - 2012 સુધી જીડીપી ગણતરી માટે આધાર વર્ષને સંશોધિત કર્યું હતું . જેનાથી પૂર્વવર્તી યૂપીએ પ્રશાસનના વિકાસના અનુમાનમાં મહત્વપૂર્ણ ઘટાડો આવ્યો હતો . જ્યારે જૂની શ્રૃંખલા 2010 - 11 માટે વૃદ્ધિના અનુમાન લગાવ્યા હતા . ભારતીય અર્થવ્યવસ્થા દ્વારા પ્રાપ્ત ઉચ્ચતમ 10.26 ટકા , સંશોધિત આધાર વર્ષે આને ઘટાડી 8.5 ટકા કરી દીધું . જણાવી દઈએ કે જીડીપી શ્રૃંખલા કેન્દ્રીય સંખ્યિકી કાર્યાલય , સરકારી એજન્સી દ્વારા તૈયાર કરવામાં આવે છે જે તમામ સાંખ્યિકીય ગતિવિધિઓનું સમન્વય કરે છે . ખાનગી કોર્પોરેટ ક્ષેત્ર માટે ભારતીય જીડીપી શ્રૃંખલા એ ભારતીય રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવેલ કંપનીઓના સર્વેક્ષણ પર નિર્ભર કરે છે . કોર્પોરેટ મામલાના મંત્રાલય દ્વારા બનાવવામાં આવેલ એમસીએ - 21 ડેટાબેઝને નિયોજિત કર્યું છે જેમાં એક સૂચી રજિસ્ટર્ડ કંપનીઓની પણ સામેલ છે . જો કે પર્યાપ્ત ડેટાબેસના ઉપયોગ વિશે શરૂઆતથી જ સવાલો ઉઠાવવામાં આવ્યા છે , જેનાથી આ ડેટાની વિશ્વસનીયતા પર ચિંતા વધી રહી છે . જો કે જણાવી દઈએ કે આ તર્ક બુધવારે ઘટતો જણાયો હતો . જ્યારે મિંટે દાવો કર્યો હતો કે એનએસએસઓએ સેવા ક્ષેત્રના ઉદ્યમોનો તાજેતરના રિપોર્ટમાં જોયું હતું કે એમસીએ - 21ના નમૂનામાં પસંદ કરવામાં આવેલ એક તૃતિયાંશથી વધુ કંપનીઓને ખોટી રીતે વર્ગીકૃત કરવામાં આવી હતી . Jio એ ફરીથી કર્યો ધમાકો , હવે એક રીચાર્જમાં 3 મહિના માટે બધું જ FREE
0
નોંધનીય છે કે યુએસ એફડીએ પ્લાન્ટ ખાતે ઉત્પાદિત દવાની ગુણવત્તા સાથે બાંધછોડ કરવામાં આવી છે અને તે યુએસ માર્કેટમાં આવી દવાનું વેચાણ બંધ કરવા માગે ત્યારે ઈમ્પોર્ટ એલર્ટ ઈસ્યુ કરવામાં આવે છે . પાછલા સપ્તાહે ભારતીય ફાર્માસ્યુટિકલ સેકટરની અગ્રણી કંપની રેનબેકસી પણ છેતરપિંડી તથા ભેળસેળના ક્રિમિનલ ચાર્જિસમાં ભૂલો સ્વીકારી યુએસ કાયદા ખાતા સાથે 50 કરોડ ડોલરમાં પતાવટ કરવા સહમતિ થઈ હતી . કંપનીએ સ્વીકાર્યું હતું કે ઉત્પાદનમાં ભેળસેળ થઈ હતી . ભારતમાંથી યુએસમાં મોટા પ્રમાણમાં દવાઓની નિકાસ થાય છે . રેનબેકસી , વોકહાર્ટ , સન ફાર્મા જેવી ફાર્માસ્યુટિકલ કંપનીઓ જેનેરિક દવાઓની યુએસમાં મોટા પ્રમાણમાં નિકાસ કરે છે . યુએસ એફડીએના આવા વલણને લઈને ફાર્માસ્યુટિકલ સેકટરના અગ્રણીઓએ ચિંતા વ્યકત કરી છે . દરમિયાન એફડીઆઈની નીતિને લઈને વોકહાર્ટ કંપનીના શેરમાં પણ નરમાઈ જોવા મળી છે . નોંધનીય છે કે પાછલા 12 મહિનામાં આ શેરમાં 700 ટકાનો ઉછાળો નોંધાયો હતો . હવે આગામી સમયમાં તેના શેર પર આ મુશ્કેલીની અસર જોવા મળશે .
0