news
stringlengths
209
9.48k
class
int64
0
2
બિગ બોસ 7ના ઘરમાં એલી હોવાથી સલમાન ખાનને ઘણી તકો મળતી હતી કે તે પોતાની ગર્લફ્રેન્ડ કૅટરિના કૈફ અંગે વાત કરે અને કોમેન્ટ કરે , પરંતુ હવે સલમાન ખાનને બીજી વખત આ તક નહીં મળે , કારણ કરે એલી અવરામ બિગ બોસના ઘરમાંથી બહાર થઇ ચુકી છે . સલમાન ખાન એલીની સરખામણી કૅટરિના કૈફ સાથે કરતા હતા અને કહેતા હતા કે એલી પાંચ વર્ષ પહેલાની કૅટરિના જેવી દેખાય છે અને વાતો કરે છે . ઘરના સભ્યો પણ એલીના નામથી સલમાન ખાનની મસ્તી કરતા હતા . બધાને લાગતુ હતુ કે એલી સલમાનની આટલી નજીક છે અને કોઇપણ પ્રકારના વિવાદમાં નથી તો તે આ વર્ષે બિગ બોસ વિજેતા બની શકે છે , પરંતુ એલીનું આ રીતે બિગ બોસમાંથી બહાર જવાથી ઘરના સભ્યો ચોંકી ગયા હતા . આ શનિવારે જ્યારે સલમાન ખાને એલી અવરામને ઘરની બહાર આવવાનું કહ્યું તો ઘરના સભ્યો ઘણા ચોંકી ગયા . સોફિયા જે એલી સાથે તેની ટ્વિન્સ સિસ્ટરની જેમ એક્ટિંગ કરતી હતી અને દરેક સમયે બન્ને સાથે રહીને મસ્તી કરતા હતા , તે રડવા લાગી . સોફિયાએ કહ્યું કે , એલીને બહાર ના મોકલો , તેના સ્થળે મને બહાર મોકલી દો . સોફિયા ઉપરાંત એન્ડી , સંગ્રામ સિંહ પણ એલીની ઘણી નજીક હતા . એલી ઘરની અંદર કોઇની સાથે ઝઘડો કરતી નહોતી , તેથી એલી બધાને પસંદ હતી . એલી અવરામ હવે રવિવારના એપિસોડમાં સલમાન ખાન સાથે બિગ બોસના ઘરમાં વિતાવેલા પોતાના સમયને લઇને વાતો કરશે અને સાથે જ સલમાન ખાન તેને એક મોટો બોમ્બ આપશે જે તેને બિગ બોસના પ્રતિભાગીઓ પર ફોડવાનો રહેશે . એલી ઘરની બહાર જતી વખતે ઘણી ખુશ હતી કે તે તેના મિત્રોને મળી શકશે , પરંતુ સાથે જ બિગ બોસના ઘર અને પોતાના બિગ બોસના ઘરમાં બનેલા મિત્રોને છોડીને જવાનું દુઃખ પણ હતું .
1
આઇપીએલ 10 સિઝનની આજે 25મી મેચ છે , જે મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે આ મેચ હાલ મુંબઇના ખચાખચ ભરેલા વાનખેડે સ્ટેડિયમમાં રમાઇ રહી છે . ત્યારે આ મેચની તમામ લેટેસ્ટ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો . અહીં અમે તમને આ મેચની તમામ અપડેટ આપતા રહીશું . Update : મુંબઇ ઇન્ડિયન્સ : પાર્થિવ પટેલ , જોસ બટલર , નીતિશ રાણા , રોહિત શર્મા ( કેપ્ટન ) , કિરોન પોલાર્ડ , હાર્દિક પંડ્યા , કૃણાલ પંડ્યા , હરભજન સિંહ , મિશેલ મેકલેરેઘન , મિશેલ જોનસન , જસપ્રિત બુમરાહ દિલ્હી ડેરડેવિલ્સઃ આદિત્ય તારે , શ્રેયસ અય્યર , સંજુ સેમસન , કરૂણ નાયર , રિષભ પંત , ક્રિસ મોરિસ , કોરી એન્ડરસન , પેટ કમિન્સ , કાગિસો રબાડા , અમિત મિશ્રા , ઝહિર ખાન
2
ડોપ ટેસ્ટમાં ફેલ થવાવાળા પહેલવાન નરસિંહ યાદવ વિશે ખબર આવી છે કે છેલ્લા ઘણા દિવસથી બદનામીના કારણે તેમને આત્મહત્યા કરવાનું નક્કી કરી લીધું હતું . આવું કહેવું છે નરસિંહ યાદવના મિત્રોનું , જે નરસિંહ યાદવ સાથે પહેલવાની કરતા હતા . નરસિંહ યાદવના સાથીઓનું કહેવું છે કે ડોપ ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ તેઓ અંદરથી તૂટી ગયા છે . હવે તેઓ રિયો જવાની નહિ પરંતુ સજાની સુનાવણીની રાહ જોઈ રહ્યા છે જે બુધવારે છે . નરસિંહ યાદવની જેમ જ તેમના સાથીઓને પણ લાગી રહ્યું છે કે તેના વિરુષ ષડયંત્ર કરવામાં આવ્યું છે . બુધવારે રાષ્ટ્રીય ડોપિંગ એજન્સી તેમના વિરુષ સજાનું એલાન કરશે . નરસિંહ યાદવને સ્ટીરોઈડના સેવનનો દોશી માનવામાં આવ્યો છે . હવે રિયો ઓલમ્પિકમાં ભારત તરફ થી 74 કિલો વર્ગમાં કોઈ જ પ્રતિનિધત્વ નહિ કરે .
2
નિયા શર્મા હાલમાં પોતાની ફોટોને કારણે ચર્ચાનો વિષય બની છે . થોડા દિવસ પહેલા જ નિયા શર્માને એક સોશ્યિલ મીડિયા યુઝરે બદસુરત કહી હતી . ત્યારે નિયા શર્માએ તેને જવાબ આપ્યો હતો કે તમે મારો બદસુરત ચહેરો ટીવી પર જોશો , શૉ જોતા રહેજો . નિયા શર્માના જવાબે લોકોનું દિલ જીતી લીધું છે . નિયા શર્માની ગણતરી ટીવીની હોટ અભિનેત્રીઓમાં થાય છે . સોશ્યિલ મીડિયા પર નિયા શર્માએ પોતાની સંસ્કારી ઇમેજ બિલકુલ બદલી નાખી છે . નિયા શર્મા વિશે વાત કરવામાં આવે તો તેને પોતાના કરિયરની શરૂઆત ' એક હજારો મેં મેરી બહેના ' ઘ્વારા કરી હતી . નિયા શર્મા ઇન્સ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ ફોટો શેર કરતી રહે છે . આ વખતે પણ નિયા શર્માએ હોટ ફોટો શેર કરી છે . તેનો આ રેડ બોલ્ડ લૂક ફેન્સને પસંદ આવી રહ્યો છે . આ લૂકમાં નિયાનો સેક્સી અંદાઝ જોઈને હોશ ઉડી જશે . રેડ બિકીનીમાં એક્ટ્રેસે આપ્યા સેક્સી પોઝ , જોઈને જ હોશ ઉડી જશે આ ફોટો જોયા પછી આ વાતમાં કોઈ જ શંકા નથી કે નિયા આખરે એશિયાની સેક્સી સુપરસ્ટારમાં શામિલ છે . કેરિયર વિશે વાત કરવામાં આવે તો નિયા શર્મા જમાઈ રાજા પછી વિક્રમ ભટ્ટની વેબસીરીઝ ટ્વિસ્ટેડમાં જોવા મળી હતી . નિયા શર્મા ખુબ જ જલ્દી વિક્રમ ભટ્ટની ફિલ્મ ઘ્વારા પોતાનો બોલિવૂડ ડેબ્યુ પણ કરવા જઈ રહી છે . હાલમાં તે ટીવી શૉ ઇશ્ક મેં મરજાવામાં જોવા મળી રહી છે . કરિશ્મા તન્નાએ બાથટબમાં કરી આવી હરકત , તસવીરોએ સનસની મચાવી ટેલિવિઝન સ્ટારની વર્ષની સૌથી બોલ્ડ તસવીરો પર એક નજર કરો . . .
1
મુંબઇ ઇન્ડિયન્સ ટીમે બુધવારે ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં આઇપીએલ છની 33મી મેચમાં કોલકાતાને 5 વિકેટે હરાવી ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરને તેના જન્મ દિવસની ભેટ આપી હતી . મુંબઇ ઇન્ડિયન્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 1 બોલ બાકી રહેતા જ લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું . મુંબઇના ડ્વેન સ્મિથને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા . કોલકાતા નાઇટ રાઇડર્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું . કોલકાતાએ નિર્ધારિત ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 159 રન બનાવ્યા હતા . મુંબઇની ટીમે 19.5 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 162 રન બનાવી પોતાની જીત નોંધાવી લીધી . છેલ્લી ઓવરમાં મુંબઇને જીતવા માટે 10 રનોની જરૂરિયાત હતી . રજત ભાટિયા ઓવર કરી રહ્યા હતા . કીરન પોલાર્ડ ( 33 ) પહેલા જ બોલે મનોજ તિવારીના હાથે કેચઆઉટ થઇ ગયા . બીજા બોલે અંબાજી રાયડૂએ એક રન લીધો પરંતુ ત્રીજા બોલે હરભજન સિંહે છગ્ગો ફટકારી દીધો . ચોથા બોલે હરભજને એક રન લીધો અને પાંચમાં બોલે રાયડૂ ચોગ્ગો લગાવીને મુંબઇ ઇન્ડિયન્સને જીત અપાવી દીધી . આ જીત સાથે જ મુંબઇ ઇન્ડિયન્સ નવ ટીમોની હરોળમાં છઠ્ઠુ સ્થાન પ્રાપ્ત થયું છે . નાઇટ રાઇડર્સ સાતમાં સ્થાને ખસકી ગયું છે . બંને ટીમોએ સાત - સાત મેચ રમી છે . મુંબઇ ઇન્ડિન્સે ચાર મેચ જીત્યા છે જ્યારે નાઇટ રાઇડર્સે માત્ર બે મેચમાં જ જીત મેળવી છે .
2
એવલીન શર્મા એ હાલમાં જ સોશિયલ મીડિયા પર પોતાની તસ્વીરો નાખી છે . જેમાં તે બિકીની પહેરીને દરિયાકાઠે મજાની પળો માણી રહી છે . તસ્વીરોમાં એવલીન શર્મા ખુબ જ સુંદર લાગી રહી છે . પોતાની પ્રથમ ફિલ્મ સિડની વિથ લવમાં એવલીન શર્માએ લુબૈના સ્નાઇડરની ભૂમિકા ભજવી હતી અને પછી તેઓ યે જવાની હૈ દીવાની ફિલ્મમાં દેખાયાં . એટલુ જ નહીં , હૉટ એન સેક્સી ગર્લ એવલીન શર્માએ પછી નૌટંકી સાલા , ઇશક , યારિયાં તથા મૈં તેરા હીરો ફિલ્મોમાં કામ કર્યું . Hot Pics : શું હવે એવલીન શર્મા હોલીવૂડ ફિલ્મ માટે કરશે આ ? મોટાભાગના લોકોને જાણ નહીં હોય કે એવલીન શર્માનું સાચુ નામ લક્ષ્મી શર્મા છે . તેઓ જર્મનીના ફ્રૅંકફર્ટ ખાતે 12મી જુલાઈ , 1986ના રોજ જન્મ્યા હતાં . બૉલીવુડમાં એન્ટ્રી કરતા પહેલા એવલીને બ્રિટિશ ફિલ્મ ટર્ન લેફ્ટમાં કામ કર્યુ હતું . તો જુઓ એવલીન શર્મા ની હાલમાં જ આવેલી કેટલીક હોટ તસ્વીરો . . .
1
હાલમાં અને પહેલા પણ શ્રીલંકા ક્રિકેટરોના નામ કોઈને કોઈ વિવાદમાં આવતા રહ્યા છે . શ્રીલંકા ક્રિકેટના પૂર્વ કપ્તાન સનથ જયસૂર્યા પર પણ આરોપો લાગી રહ્યા છે . સનથ જયસૂર્યા પર હાલમાં એક નવો આરોપ લાગ્યો છે . સનથ જયસૂર્યા વિરુદ્ધ ભારતમાં સડી સુપારી સ્મગલિંગ કરવાનો આરોપ છે . પાકિસ્તાનના આ ક્રિકેટરે ફિક્સિંગની વાત કબૂલ કરી , માફી પણ માંગી ખરેખર સરકારી વિભાગે નાગપુરમાં કરોડો રૂપિયાની સડી સોપારી જપ્ત કરી . આ મામલે વેપારીની પૂછપરછ કરવામાં સનથ જયસૂર્યાનું નામ સામે આવ્યું . આપને જણાવી દઈએ કે આ મામલે સનથ જયસૂર્યા સાથે બીજા પણ બે ખેલાડીઓનું નામ સામે આવ્યું છે . પરંતુ હજુ સુધી તેમના નામોનો ખુલાસો નથી થઇ શક્યો .
2
બૉલીવુડના ટ્રેજેડી કિંગ દિલીપ કુમારે બુધવારે પોતાનો 91મો જન્મ દિવસ પોતાના નજીકના મિત્રો અને તબીબો સાથે ઉજવ્યો . તાજેતરમાં જ દિલીપ કુમાર સાથે ક્યારેય કામ ન કરી શકવા અંગે અફસોસ વ્યક્ત કરનાર આશા પારેખ , સલીમ ખાન અને હેલન પણ દિલીપના ઘરે હાજર રહ્યા હતાં , તો યુવા અભિનેત્રીઓમાં રાણી મુખર્જી પાર્ટીમાં પહોંચ્યા હતાં . દેવદાસ , મધુમતી તથા મુઘલ - એ - આઝમ જેવી ફિલ્મો માટે જાણીતા દિલીપ કુમાર તાજેતરમાં જ બીમાર પડી ગયા હતાં . ત્યારથી જ તેમની સેવા - સશ્રુષામાં 30થી 40 તબીબોની ટીમ લાગેલી છે અને આ તમામ તબીબો દિલીપના જન્મ દિવસની પાર્ટીમાં હાજર હતાં . દિલીપે પોતાના છ દાયકાના કૅરિયરમાં જ્વાર ભાટા , મેલા , નયા દૌર , તરાના , દેવદાસ , ગંગા જમુના , લીડર , મુઘલ - એ - આઝમ , શક્તિ , કર્મા , સૌદાગર જેવી ફિલ્મો આપી હતી . તેમની છેલ્લી ફિલ્મ કિલા 1998માં રિલીઝ થઈ હતી . દિલીપ કુમારે 1966માં તેમના કરતા વીસ વરસ નાના સહ - કલાકાર સાયરાબાનુ સાથે લગ્ન કર્યા હતાં . ચાલો તસવીરોમાં જોઇએ કોણ - કોણ પહોંચ્યું દિલીપ કુમારના જન્મ દિવસની પાર્ટીમાં :
1
આજથી એટલે ક સાત ઑગસ્ટથી માન્ચેસ્ટર ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની ચોથી ટેસ્ટ રમાવાની છે . ઇંગ્લેન્ડના સુકાની કૂક સહિત અનેક બેટ્સમેનોએ સાઉથમ્પટન ટેસ્ટમાં ફોર્મ પરત મેળવી લીધું છે , તો બીજી તરફ ટીમ ઇન્ડિયા સામે ટોચના બે બોલર્સનું ઇજાગ્રસ્ત થવું અને ધમાકેદાર બેટિંગ કરી શકે તેવા બેટ્સમેનોનું સતત નિષ્ફળ જવું એ માથાનો દુઃખાવો બની ગયું છે . જોકે , હાલની ટીમ ઇન્ડિયા મુશ્કેલીઓમાંથી બહાર આવવાનું સારી પેઠે જાણે છે અને તેથી એવી આશા પણ રાખવામાં આવી રહી છેકે ભારત માન્ચેસ્ટર ખાતે ઇંગ્લેન્ડને સારી એવી સ્પર્ધા આપશે . તેમ છતાં ભૂતકાળમાં આ મેદાન પર રમાયેલી મેચો પર ધ્યાન આપવામાં આવે તો ઘણા એવા ખેલાડીઓ છેકે જેમણે સારી બેટિંગ અને બોલિંગ થકી ભારતને હારની કગારમાંથી બચાવી ટેસ્ટને ડ્રો કરવામાં સફળતાં મેળવી હતી . જેમાં મહમ્મદ અઝહરુદ્દિનની 1990ની મેચની ઇનિંગ અને દિલીપ જોશીની 1982ની મેચમાં નાખેલી શાનદાર બોલિંગ છે . તો ચાલો તસવીરો થકી આ મેદાન સાથે જોડાયેલા રસપ્રદ આંકડાઓ પર નજર ફેરવીએ . માન્ચેસ્ટર ટેસ્ટઃ ધોની સામે હશે આ ચાર પડકારો નવી ‘ટીમ ઇન્ડિયા ' માં સ્થાન , જાણો શું કહ્યું કર્ણ - સેમસને આ પણ વાંચોઃ - અનુભવીઓની અવગણનાઃ ઇંગ્લેન્ડ સામે ટકારશે આ નવી ‘ટીમ ઇન્ડિયા '
2
જાણીતા દિગ્દર્શક અનુરાગ કશ્યપે ટ્વિટર ઉપર માહિતી આપી છે કે ઇંટરનેટ ઉપર તેમની આગામી ફિલ્મ અગ્લીનું જે પોસ્ટર શૅર કરાયું છે , તે સાચું છે . ફિલ્મમાં રોનિત રૉય , તેજસ્વિની કોલ્હાપુરે , વિનીત કુમાર સિંહ , વિપિન શર્મા , પલ્લવી શારદા , સિદ્ધાંત કપર , અંશિકા શ્રીવાસ્તવ તથા ગિરીશ કુલકર્ણી લીડ રોલમાં છે . અનુરાગ કશ્યપ હાલ પોતાની આવનાર ફિલ્મ બૉમ્બે ટૉકીઝ અંગે ચર્ચામાં છે . ચાર લઘુકથાઓના સમ્પુટ સમાન બૉમ્બે ટૉકીઝ ફિલ્મમાં એક લઘુકથા અનુરાગની પોતાની છે કે જે તેમણે જ દિગ્દર્શિત કરી છે . અનુરાગની આગામી ફિલ્મ અગ્લી અંગે થોડાંક દિવસ તેમણે જણાવ્યું હતું કે તેઓ આ ફિલ્મ અંગે એટલું જ કહી શકે છે કે તે એક લાગણીશીલ ફિલ્મ છે . આ ફિલ્મ રોમાંચક હોવાની સાથે ખૂબ જ લાગણીશીલ ફિલ્મ છે . ફિલ્મની વાર્તા એક એવી વ્યક્તિની છે કે જે પોતાના ભૂતકાળમાંજુએ છે અને અનુભવે છે કે તેનું કોઈ પણ સ્વપ્ન પૂર્ણ થયું નથી . પછી કંઇક એવું થાય છે કે જેથી તેને અનુભવાય છે કે તે અને તેની નૈતિકતા ખૂબ જ નબળી છે . ફિલ્મ આ જ વર્ષના મધ્યમાં રિલીઝ થશે .
1
ભારતીય રિઝર્વ બેંકે પહેલી વાર કંઇક તેવું કર્યું છે જે આજ પહેલા કોઇએ નથી કર્યું . ભારતીય રિઝર્વ બેંકે 30 જૂને 2017માં પૂર્ણ થતા સપ્તાહની બેલેન્સ શીટ જાહેર ના કરવાનો નિર્ણય લીધો છે . 30 જૂનના રોજ ભારતીય રિઝર્વ બેંકનું એકાઉન્ટિંગ યર પૂર્ણ થઇ જશે . આ સાથે જ નવેમ્બર 2016માં થયેલી નોટબંધીની અસર જાણવા માટે હવે તમારે વધુ રાહ જોવી પડશે . કેન્દ્રીય બેંક હજી પણ સર્કુલેશનમાં જાહેર કરેલા ચલણનું અનુમાન લગાવવા માટે કામ કરી રહી છે . જે બેલેન્સ શીટની લાયેબલિટી માટે સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે . એક અર્થશાસ્ત્રીના જણાવ્યા મુજબ સર્કુલેશનમાં જાહેર ચલણ કેન્દ્રીય બેંકની બેલેન્સ શીટ સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે . અને તેને જનતાની સામે રાખવી જરૂરી છે . જુલાઇના અંત સુધી ભારતીય રિઝર્વ બેંક ડીટેલ બનાવીને તેને ઓગસ્ટમાં રિલિઝ કરવામાં આવે છે . ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર ઉર્જિત પટેલે 12 જુલાઇના રોજ સંસદીય સમિતિને કહ્યું હતું કે નોટોની ગણતરી હજી પણ ચાલુ છે . અને જલ્દી જ તે જાણકારી મેળવીને આ અંગે અધિકૃત જાહેરાત કરશે . ઉલ્લેખનીય છે કે 9 નવેમ્બર 2016થી નોટબંધી કરવામાં આવી છે . જે હેઠળ 500 અને 1000 રૂપિયાની જૂની નોટો બંધ કરી દેવામાં આવી હતી . અને તેના બદલે 500ની નવી અને 2000ની પણ નવી નોટો જાહેર કરવામાં આવી હતી . નોટબંધીના બે અઠવાડિયા સુધી બેન થયેલ કેટલી નોટો જમા થઇ છે તે અંગેથી સુચના રિઝર્વ બેંક દ્વારા આપવામાં આવતી હતી . પણ બે વીક પછી આ અંગે જાણકારી આપવાનું બંધ કરવામાં આવ્યું હતું .
0
ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારા ક્રિકેટ મુકાબલામાં દર્શકોની દિલચસ્પીનો અંદાજો લગાવી શકાય છે કે T - 20 વર્લ્ડકપ પહેલાં રમાનારી અભ્યાસ મેચમાં આ એક જ મુકાબલો છે કે જેનું સીધી પ્રસારણ ટીવી પર કરવામાં આવશે . આ મેચથી બંને ટીમને સુપર - 8 મુકાબલાના માટે એકબીજાની કમજોરી અને મજબૂતીને જાણવાની તક મળશે . ભારત અને પાકિસ્તાનની ટીમ આ મેચમાં પુરી તાકાત સાથે ઉતરશે . હાલમાં બંને ટીમોની સ્થિતિ મજબૂત જોવા મળી છે . ભારતે ન્યૂઝીલેંડને ટેસ્ટ સિરિઝમાં પછાડી છે . ભારતીય ટીમને એક T - 20 મેચમાં ફક્ત એક રનથી હારનો સામનો કરવો પડ્યો છે , જો કે તેનાથી ટીમના આત્મવિશ્વાસમાં કોઇ ફરક પડશે નહી . બીજી તરફ તાજેતરમાં દુબઇમાં સંપન્ન થયેલા T - 20 સીરીઝમાં પાકિસ્તાને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 2 - 1થી વિજય મેળવવામાં સફળતા મેળવી છે . ભારતીય ટીમઃ મહેન્દ્ર સિંહ ધોની ( કેપ્ટન / વિકેટ કિપર ) , ગૌતમ ગંભીર , વિરેન્દ્ર સહેવાગ , વિરાટ કોહલી , રોહિત શર્મા , સુરેશ રૈના , હરભજન સિંહ , રવિચંદ્રન અશ્વિન , લક્ષ્મીપતિ બાલાજી , પિયૂષ ચાવલા , અશોક ડિંડા , ઝહીર ખાન , ઇરફાન પઠાણ , યુવરાજ સિંહ , મનોજ તિવારી પાકિસ્તાન ટીમઃ મોહમંદ હફીઝ ( કેપ્ટન ) , અબ્દુલ રઝાક , અસદ શફીક , ઇમરાન નઝીર , કામરાન અકમલ ( વિકેટ કિપર ) , મોહંમદ સામી , નાસિર જશમેદ , રાજા હસન , સઇદ અઝમલ , શાહિદ આફ્રીદી , શોએબ મલિક , સોહેલ તનવીર , ઉમર અકમલ , ઉમર ગુલ , યાસિર અરાફાત
2
ગેજેટ્સની દુનિયામાં સેમસંગ ફરી એકવાર ભારતમાં તેની લેટેસ્ટ ટેકનોલોજીવાળા ટેબથી ધૂમ મચાવવા આવી રહી છે . દક્ષિણ કોરિયાની કંપની સેમસંગે જાહેરાત કરી છે કે તે આ મહિને ગેલેક્સી ટેબ 3ના બે મોડેલ્સ લોન્ચ કરશે . કંપની આ ટેબને બે સ્ક્રીન સાઇઝમાં લાવી રહી છે . એક સ્ક્રીનની સાઇઝ 8.3 ઇંચ હશે , જ્યારે બીજી સ્ક્રીનની સાઇઝ 10.1 ઇંચ હશે . સેમસંગ ગેલેક્સી ટેબ 3ની ખાસ બાબત એ હશે કે 8 ઇંચવાળા ટેબમાં એક ફીચર એવું છે કે આપ બોલશો અને મેઇલ આપોઆપ ટાઇપ થઇ જશે . જો કે કંપનીએ હજી સુધી આ બંને ટેબની કિંમતો અંગે કોઇ વાત કરી નથી . ફીચર્સ : બંને ટેબ એન્ડ્રોઇડ 4.2 જેલી બીન ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે . બંને ટેબલેટ માત્ર વાઇફાઇ ટેકનોલોજી , 3જી અને એલટીઇ વેરિયન્ટ્સને સપાર્ટ કરશે . 8 ઇંચવાળું ટેબ : તેમાં 1.5 ગીગા હર્ટ્ઝનું ડ્યુઅલ કોર પ્રોસેસર છે . તેની સ્ક્રીનનું રેઝોલ્યુશન 1280 * 800 છે . તેમાં 1.5 જીબીની રેમ છે . તેની સાથે જ WXGA ડિસ્પ્લે અને 5 મેગા પિક્સલનો કેમેરા પણ હશે . તેમાં ટ્રાન્સલેટર પણ આપવામાં આવ્યું છે . જે વોઇસ કમાન્ડ ટેકનોલોજીને આધારે પણ કામ કરે છે . 10 ઇંચવાળું ટેબ : તેમાં 1.6 ગીગા હર્ટ્ઝનું ડ્યુઅલ કોર પ્રોસેસર છે . તેની સ્ક્રીનનું રેઝોલ્યુશન 1280 * 800 છે . તેમાં 1 જીબીની રેમ છે . તેની સાથે જ WXGA TFTડિસ્પ્લે , 3 મેગા પિક્સલનો કેમેરા અને 1.3 મેગા પિક્સલનો ફ્રન્ટ વીજીએ કેમરા પણ હશે . તેની મેમરી 16થી 32 જીબી સુધી વધારી શકાશે .
0
અન્ય મૂડી અને સંપત્તિ અનુસાર સોનાના વેચાણ ઉપર પણ કેપિટલ ગેઇન ટેક્સ લાગે છે . જો આપે સોનાની ખરીદી કરીને તેના પર નફો મળે તે રીતે તેનું વેચાણ કર્યું તો તેના પર કેપિટલ ગેઇન ટેક્સ ચૂકવવો ફરજિયાત છે . સોનાના વેચાણથી થતા નફા પર કેટલો ટેક્સ લાગે ? સોનાના વેચાણથી થતા નફા પર કેટલો ટેક્સ લાગે તેનો આધાર તેને કેટલા સમય માટે રાખવામાં આવ્યું હતું તેના પર રહેલો છે . ઉદાહરણ તરીકે આપે સોનાની ખરીદી અને વેચાણ નફો મળે તે રીતે ત્રણ વર્ષની અંદર કર્યું તો આપના પર શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન લાગે છે . શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન પર લાગતો ટેક્સ રેટ સામાન્ટ ટેક્સ દર જેટલો જ હોય છે . જો આપ ત્રણ વર્ષથી વધારે સમય માટો સોનુ રાખો અને તેનું નફો થાય તે રીતે વેચાણ કરો તો તેના પર 20 ટકાનો કેપિટલ ગેઇન ટેક્સ લાગે છે . દાખલા તરીકે તમે સોનાની ખરીદી કરીને વેચાણ કર્યું અને તેના પર રૂપિયા 10,000નો નફો મેળવ્યો તો રૂપિયા 2,000 ટેક્સ લાગશે . આ કારણે સોનામાં રોકાણ નફાકારક માનવામાં આવતું નથી . આ કારણે અનેક લોકો ગોલ્ડ ઇટીએફમાં રોકાણ કરે છે . તેમાં શેર્સ પર લાગે તે રીતે જ ટેક્સ લાગે છે . સોના પર વેલ્થ ટેક્સ જો આપની પાસે રૂપિયા 30 લાખથી વધારે મૂલ્યનું સોનુ હોય તો આપને વેલ્થ ટેક્સ લાગે છે . જો આપને ત્યાં ઇન્કમ ટેક્સની રેઇડ પડે અને આપે વેલ્થ ટેક્સ ભર્યો ના હોય તો આપનું સોનુ જપ્ત થઇ શકે છે . આ ઉપરાંત રૂપિયા 5 લાખથી વધારે રકમનું સોનુ ખરીદવા પર પાન કાર્ડ હોવું જરૂરી છે .
0
નવી દિલ્હીઃ દેશની કેટલીય બેંકોને કરોડો રૂપિયાનો ચૂનો લગાવી ફરાર થયેલ વિજય માલ્યા ફરી એકવાર બેંકોને 100 ટકા રૂપિયા પરત કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે . જેટ એરવેઝને બંધ થવા બદલ વિજય માલ્યાએ ટ્વીટ કરીને સરકાર પર હુમલો બોલ્યો . તેમણે કિંગફિશર એરલાયન્સ અને જેટ એરવેઝની સરખામણી કરી છે . માલ્યાએ ટ્વીટમાં લખ્યું કે જેટ એરવેઝ બંધ થવા અંગે ટીવી પર ડિબેટ જોઈ , વેતન ન મળતાં કર્મચારીઓ ભારે દુખી છે , આ ક્ષેત્રના દિગ્ગજો પણ નાખુશ છે . જેટ બંધ થવાથી સૌથી મોટી સમસ્યા રોજગાર અને લોકોની પીડા છે . સાથે જ માલ્યાએ તમામ બેંકોને 100 ટકા કેએએફ વાપ કરવા પ્રસ્તાવ આપ્યો છે અને પૂછ્યું કે શું કોઈ બેંક આવું કરવા માટે તૈયાર છે . હું પૈસા ચૂકવવા તૈયાર જણાવી દઈએ કે જેટ એરવેઝ આર્થિક તંગીને કારણે બંધ થઈ ગઈ છે , જેટની પણ તમામ ઉડાણ બંધ કરી દેવામાં આવી છે . વધુ એક ટ્વીટ કરી માલ્યાએ લખ્યું કે કિંગફિશર એરલાઈન્સની સાથે કેટલીય અન્ય કંપનીઓ પણ બંધ થઈ ગઈ . કોઈએ પણ આ વિચાર્યું નહોતું કે જેટ બંધ થઈ જશે અને આટલા સારા બિઝનેસનો આ હાલ થઈ જશે . કોઈપણ એવી કંપની નહિ હોય જેની વિરુદ્ધ સીબીઆઈ અને ઈડીની રેડ પડી છે , છતાં તે પૈસા ચૂકવવા તૈયાર છે . પહેલા પીએમ પર નિશાન સાધ્યું હતું અગાઉ માલ્યાએ ટ્વીટ કરી આરોપ લગાવ્યો હતો કે પીએમ મોદી જૂઠું બોલી રહ્યા છે અથવા તો દેશની બેંકો . તેણે આરોપ લગાવ્યો કે ભારતની સરકાર પ્રાઈવેટ કંપની અને સરકારી કંપનીની વચ્ચે ભેદભાવ કરી રહી છે . માલ્યાએ દાવો કર્યો કે સરકારે મારી પાસેથી કુલ વ્યાજથી ક્યાંય વધુ રૂપિયા વસૂલ કર્યા છે , પરંતુ લંડનમાં આ બેંકો બીજા દાવા કરી રહી છે . પાકિસ્તાનને કારણે એર ઇન્ડિયાને રોજ 60 કરોડ રૂપિયાનું નુકશાન
0
મુંબઈ , 10 જાન્યુઆરી : વર્ષ 2000માં રિલીઝ થયેલી ફિલ્મ કહો ના પ્યાર હૈ સાથે બૉલીવુડમાં એક સુપરસ્ટારની એન્ટ્રી થઈ અને તે એન્ટ્રી હતી રાકેશ રોશનના પુત્ર હૃતિક રોશનની . પોતાના સિક્સ પૅક તેમજ ચાર્મિંગ પર્સનાલિટી દ્વારા હૃતિકે યંગસ્ટર્સને ખાસ તો યુવતીઓને પોતાનું ઘેલુ લગાડી દીધું . હૃતિકની પ્રથમ ફિલ્મ કહો ના પ્યારે બૉક્સ ઑફિસે ઉત્તમ દેખાવ કર્યો અને આ સાથે જ હૃતિકને બૉલીવુડના સુપરસ્ટાર્સ વચ્ચે લાવી મૂક્યો . ખૂબ ઓછા એવા સ્ટારસન્સ હોય છે કે જેમને પોતાની પ્રથમ જ ફિલ્મ દ્વારા બૉક્સ ઑફિસે હિટ સ્ટારની લિસ્ટમાં જોડાવાની તક મળે છે . હૃતિક રોશન તેવા ઓછા સ્ટારસન્સમાંના એક હતાં . હૃતિક રોશનનો આજે 40મો જન્મ દિવસ છે અને પોતાના આ જન્મ દિવસે તેઓ કોઈ પણ પ્રકારની પાર્ટી કે ઉજવણી નથી કરી રહ્યાં , કારણ કે આ જન્મ દિવસે તેમની સાથે તેમના પત્ની અને બાળપણના મિત્ર સુઝાન નથી . હૃતિક રોશન માટે આજનો જન્મ દિવસ એટલો ખાસ નથી કે જેટલો ગત વર્ષે હતો . જન્મ દિવસ હોવા છતા હૃતિક રોશને મીડિયા સાથે અંતર જાળવી રાખ્યો છે કે જેથી તેમને કોઈ તેમના અંગત જીવન અંગે કોઈ પ્રશ્ન ન કરી શકે . હૃતિક રોશન અને સુઝાન રોશન માટે વર્ષ 2013 ખૂબ જ મુશ્કેલીઓથી ભરેલુ રહ્યું . વર્ષનો આરંભ જ આરંભ જ હૃતિકની બ્રેન સર્જરી જેવા વિઘ્ન સાથે થયો અને વર્ષાંતે હૃતિક - સુઝાનની જોડી તુટી ગઈ કે જે બૉલીવુડની આદર્શ જોડી ગણાતી હતી . હૃતિક રોશન માટે વર્ષ 2013 ખૂબ જ સંકટો વાળુ રહ્યું . માત્ર રિલેશનશિપ અંગે જ નહીં , પણ તેમના બાળકો અને તેમના પોતાના આરોગ્ય અંગે પણ આ વર્ષે હેરાન કર્યું . જોકે વર્ષ 2013 હૃતિક રોશન માટે માત્ર ક્રિશ 3ની સફળતા ધરાવવા માટે યાદગાર રહેશે . તમામ ઝંઝાવાતો વચ્ચે હૃતિકની ફિલ્મ ક્રિશ 3 સુપરહિટ રહી . દર વર્ષે મીડિયા સાથે પોતાના જન્મ દિવસે મળી સેલિબ્રેટ કરનાર હૃતિક રોશન આ વર્ષે પોતાનો જન્મ દિવસ ખૂબ જ સાદગી અને શાંતિપૂર્વક ઉજવી રહ્યાં છે .
1
લાગે છે કે શાહિદ કપૂરના સિતારા ફરી ચમકી રહ્યાં છે . એટલે જ તો તેમની ફટા પોસ્ટર નિકલા હીરો ફિલ્મે સારી સફળતા મેળવી , તો આવનાર ફિલ્મ આર રાજકુમારના ગીત ગંદી બાત . . . એ પણ ઇંટરનેટ ઉપર ધૂમ મચાવી છે . આપને જાણીને આશ્ચર્ય થશે કે ગંદી બાત . . . ગીતે માત્ર ત્રણ જ દિવસમાં દસ લાખ કરતા વધુ હિટ્સ મેળવી છે . નોંધનીય છે કે ફિલ્મ આર રાજકુમારમાં શાહિદ કપૂર સાથે પ્રથમ વાર અભિનેત્રી સોનાક્ષી સિન્હા નજરે પડશે . અગાઉ ફિલ્મનું નામ રૅમ્બો રાજકુમાર હતું . હવે તે આર રાજકુમાર થઈ ગયું છે . ફિલ્મનું ઑફિસિયલ ટ્રેલર રિલીઝ થઈ ગયું છે . દિગ્દર્શક પ્રભુ દેવા છે , તો નિર્માતા સુનીલ લુલા અને વિક્કી રાજાણી . ફિલ્મ 6ઠી ડિસેમ્બરે રિલીઝ થશે .
1
સલમાન ખાનના ચિંકારા શિકાર મામલે એક નવો વળાંક આવી ગયો છે . 14 વર્ષ પહેલા ગાયબ થયેલો પ્રમુખ સાક્ષી હરીશ દુલાની જેઓ તે દિવસે જીપ ચલાવી રહ્યા હતા . તેઓ પાછા આવી ગયા છે . હરીશ દુલાનીએ સાફ સાફ શબ્દોમાં કહ્યું છે કે સલમાન ખાને જ હરણનો શિકાર કર્યો હતો . સલમાન ખાને જ કાળા હરણને માર્યું છે , મેં જાતે જોયું હતું . . . હરીશે આગળ જણાવ્યું કે 14 વર્ષથી તેઓ સંતાયા હતા , ગાયબ થઇ ગયા હતા કારણકે તેમના પિતાને પરેશાન કરવામાં આવતા હતા . રોજ તેમને ફોન પર ધમકીઓ આપવામાં આવતી હતી . આ બધાથી ગભરાઈને તેઓ જોધપુર છોડીને ચાલ્યા ગયા . ટાઈમ્સ નાવ સાથેને વાતચીતમાં તેમને બધી જ વાત જણાવી છે . તો જુઓ કેમ ગાયબ હતા મુખ્ય સાક્ષી હરીશ દુલાની . . .
1