reivew
stringlengths
4
2.98k
sentimentGOLD
stringclasses
4 values
RRR'નો ફર્સ્ટ હાફ ઘડિયાળના કાંટે ચાલતો હોય તેવો લાગે છે. મલ્લી ફિલ્મમાં ઈમોશનલ ટચ આપે છે, ગીતો છે અને 'નાટુ નાટુ'માં રામારાજુ અને ભીમને ડાન્સ કરતાં જોઈને તમારા ચહેરા પર સ્માઈલ આવી જશે. બંને વચ્ચેની મિત્રતાને ફાલતી ફર્સ્ટ હાફમાં જોઈ શકો છો. ભીમ જેનિફર સાથે દોસ્તી કરવાની કોશિશ કરે છે તે સીન જોઈને હસવું પણ આવશે. સિનેમાની દ્રષ્ટિએ ફિલ્મમાં છૂટછાટ લેવામાં આવી છે પરંતુ બીજા ભાગની સરખામણીમાં તે ખાસ ધ્યાને પડે તેવી નથી. કેટલાક ફિલ્મો વધારે પડતાં ખેંચાયા છે અને તેને જોયા કરવાની પ્રક્રિયા થકવી નાખતી છે. રામારાજુની વાગદત્તા સીતા (આલિયા ભટ્ટ)ની વાર્તામાં એન્ટ્રી અને રામ ચરણનું બીજા લૂકમાં થયેલું ટ્રાન્સફોર્મેશન જબરદસ્તી ઘૂસાડવામાં આવ્યા હોય તેવું લાગે છે. ભીમ વિશે વધુ કહેવાયું નથી છતાં તે ફિલ્મમાં વ્યવસ્થિત ગોઠવાઈ જાય છે જ્યારે રામારાજુની વાર્તાની એક પછી એક પરત ખુલતી જાય છે તેને ખેંચવામાં આવી હોય તેવું લાગ્યા કરે છે. ક્લાઈમેક્સ જોયા પછી તમને વધુ જોવાની ઈચ્છા જાગે છે. ફિલ્મનું સારું પાસું એ છે કે તે તમને ચકિત કરી મૂકે છે. ફિલ્મના શરૂઆતના ભાગમાં વપરાયેલા અલંકારોને રાજમૌલી ચતુરાઈથી ફિલ્મના પાછળના ભાગમાં પણ વાપરે છે.કોમર્શિયલ ફિલ્મ, એક્શન ડ્રામા અને સંપૂર્ણ મનોરંજક ફિલ્મ પૂરી પાડવામાં રાજમૌલી એકદંરે સફળ રહ્યા છે. સ્ક્રીનપ્લે સચોટ હોવાના કારણે ફિલ્મની લંબાઈ નડતરરૂપ નથી લાગતી. ફિલ્મના કેટલાક ભાગમાં વધુ સારા વીએફએક્સનો ઉપયોગ કરી શકાયો હોત. જૂનિયર એનટીઆરે આ ફિલ્મમાં પોતાના કરિયરનું શ્રેષ્ઠ પર્ફોર્મન્સ આપ્યું છે. ભીમ તરીકે જૂનિયર એનટીઆર આકર્ષક લાગે છે અને ખાસ કરીને મલ્લીને શોધવાના પ્રયત્નો અને ઈમોશનલ સીન્સમાં તેને જોવાની મજા જ અલગ છે. ઉપરાંત રામારાજુ માટેનો તેનો પ્રેમ પણ અતુલ્ય છે. રામ ચરણે પણ તેના પાત્રમાં આવતા ટ્રાન્સફોર્મેશનના દરેક તબક્કામાં જીવ રેડી દીધો છે. તારક અને ચરણના રોલમાં કેમેસ્ટ્રી ખૂબ જરૂરી હતી અને તે દેખાય પણ છે. આલિયા ભટ્ટ, ઓલિવિયા મોરિસ, સમુતિરાકણી, અજય દેવગણ, શ્રીયા સરણ સહિતના કલાકારોએ પોતાના ફાળે આવેલો ભાગ બખૂબી નિભાવ્યો છે. ઓલિવિયાનું પર્ફોર્મન્સ દિલ જીતી લેનારું છે. એલિસન અને રેનું કામ પણ વખાણવાલાયક છે. કેરવાનીનો ઓરિજિનલ સાઉન્ડ ટ્રેક બધાને પસંદ આવે તેવો નથી પરંતુ બેકગ્રાઉન્ડ મ્યૂઝિક ખૂબ સારું છે. સેનથિલનું કેમેરાવર્ક પણ સારું છે.
1
તાહિર રાજ ભસીન બેક ટુ બેક 3 ફિલ્મોમાં જોવા મળ્યો છે. 83, રંજિશ હી સહી અને હવે તે તાપસી પન્નુ સાથે લૂપ લપેટામાં પણ જોવા મળશે. કાલી કાલી આંખેમાં તાહિર સતત પોતાને સાબિત કરવાનો પ્રયત્ન કરતો જણાઈ રહ્યો છે. આની અસર તેના અભિનય પર દેખાય છે. તે પોતાના પાત્રને પૂરતો ન્યાય આપવાનો પ્રયત્ન કરે છે. અમુક સીન્સમાં તેના ચહેરાના હાવભાવ થોડા ફીકા લાગે છે. જો ડિરેક્ટર તેની પ્રતિભાને સ્ક્રીન પર થોડી વધારે સારી રીતે લાવવાનો પ્રયત્ન કરતા તો સારુ રહેતું. શ્વેતા ત્રિપાઠી પોતાના દમદાર અભિનય માટે ઓળખાય છે. ફરી એકવાર તે મિરઝાપુરની ગોલૂની જેમ જણાઈ રહી છે. આ સીરિઝમાં સૌથી સારું કામ આંચલ સિંહ, સૌરભ શુક્લા અને બૃજેન્દ્ર કાલાએ કર્યું છે.યે કાલી કાલી આંખેમાં આંચલ સિંહને મજબૂત રોલ મળ્યો છે. તે વાર્તની જરુર અનુસાર દમદાર પર્સનાલિટી અને બોલ્ડ અંદાજ સાથે પોતાના પાત્રને પૂરતો ન્યાય આપવાનો પ્રયત્ન કરે છે. આંચલ આ વેબ સીરિઝનું સૌથી મજબૂત પાત્ર છે અને તેણે ઘણો સારો અભિનય કર્યો છે.બાલિકા વધૂ જેવા લોકપ્રિય શૉના ડિરેક્ટર સિદ્ધાર્થ સેનગુપ્તાએ યે કાલી કાલી આંખે સીરિઝ ડાઈરેક્ટ કરી છે. આ પહેલા તેઓ ઓલ્ટ બાલાજીની સીરિઝ અનદેખી અને અપહરણ માટે ડિરેક્શન કરી ચૂક્યા છે. તેમના માટે આ પ્રોજેક્ટ મોટો હતો. આ વેબ સીરિઝની સ્ટોરી તેમણે અનાહતા મેનન અને વરુણ બડોલા સાથે મળીને લખી છે. વાર્તાની સ્ક્રિપ્ટ અને ડિરેક્શનમાં નાના પડદાની સ્ટાઈલ દેખાઈ આવે છે. ડિરેક્ટરે દરેક એપિસોડને બાંધવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ અનેક વાર તે ઢીલ છુટી જતી હોય તેમ લાગે છે. અમુક દ્રશ્યો બિનજરુરી લાગે છે. નેટફ્લિક્સ પર રીલિઝ આ વેબ સીરિઝથી દર્શકોની આશાઓ વધારે છે. સૌરભ શુક્લા, તાહિર રાજ, બૃજેન્દ્ર કાલા અને શ્વેતા ત્રિપાઠી જેવા કલાકારો આશાઓને બમણી કરે છે.તાહિર રાજ અને શ્વેતા ત્રિપાઠીની આ વેબ સીરિઝ 90ના દશકની ફિલ્મોની યાદ અપાવશે જેમાં મેકર્સે ઓટીટીનો મસાલો નાંખ્યો છે. જો તમે 90ના દશકની બોલિવૂડ થ્રિલર ફિલ્મોના ફેન હોવ તો આ ફિલ્મ તમને ચોક્કસપણે સારી લાગશે. વેબ સીરિઝમાં અમુક ગીતો છે, જે દર્શકોને પસંદ આવે તેની શક્યતા ઓછી જણાઈ રહી છે. સીરિઝના ઈમોશનલ સીનમાં પણ તમે ભાવુક નથી થઈ શકતા. કલાકારો અને ડિરેક્ટરે ઘણી મહેનત કરી છે, પરંતુ ફિલ્મને એવરેજ કહી શકાય.
1
સની દેઓલના દીકરા કરણની આ બીજી ફિલ્મ છે. તેણે 2019માં ફિલ્મ 'પલ પલ દિલ કે પાસ' દ્વારા બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. બીજી ફિલ્મમાં કરણનું કામ પહેલી કરતાં સુધર્યું છે. ખાસ કરીને સ્ક્રીન પર તેનો કોન્ફિડન્સ જોવા મળે છે. જોકે, તેણે હજી વધુ મહેનત કરવાની જરૂર છે. ખાસ કરીને એક્સપ્રેશન અને ડાયલોગ ડિલિવરી પર કામ જરૂરી છે.કેદી બંદ' બાદ અન્યા સિંહે પણ આ ફિલ્મમાં સારું કામ કર્યું છે. સાવંત અને વિશેષે પણ પાત્રને ન્યાય આપ્યો છે. આ બધા જ યંગ એક્ટર્સ છે અને પડદા પર તાજગી લઈને આવ્યા છે. જોકે, એડિટિંગ ટેબલ પર થોડી વધારે મહેનત કરવાની જરૂર હતી. સ્ક્રિપ્ટ હજી થોડી વધારે ટાઈટ કરી શકાઈ હોત. ફિલ્મની વાર્તા હળવા અંદાજમાં આહળ વધે છે. ફિલ્મમાં ઝાકિર હુસૈન અને રાજેશ કુમાર જેવા દિગ્ગજોએ પાત્રને ન્યાય કર્યો છે પરંતુ નિરાશા અભય દેઓલને જોઈને થાય છે કારણકે તેને વધુ સ્ક્રીન ટાઈમ નથી મળ્યો. કરણ દેઓલ પહેલીવાર કાકા અભય સાથે કામ કરી રહ્યો છે. અભય દેઓલ ખૂબ સારો અભિનેતા છે. કોમેડીથી માંડીને ડ્રામા સુધી તેનો અલગ જ અંદાજ છે. કરણ અને અભયને સાથે સ્ક્રીન ટાઈમ મળ્યો હોત તો સારું. ફિલ્મની વાર્તામાં અભયના ફાળે કંઈ ખાસ કરવાનું આવતું નથી. એટલે જ તે માત્ર હાજરી પુરાવીને આગળ વધી જાય છે. વેલ્લે કોમેડી ફિલ્મ છે ત્યારે તેની જવાબદારી અભયના ખભે સોંપી શકાઈ હોત. ફિલ્મમાં મૌની રોય શા માટે છે તે સમજાતું નથી.ફિલ્મનું મ્યૂઝિક રોચક કોહલી, જસલીન રોયલ, JAM8 અને યુગ ભુસાલે કમ્પોઝ કર્યું છે. ફિલ્મમાં 6 ગીતો છે જે આજના જમાના મુજબ થોડા વધારે લાગે છે. જોકે, આ ગીતો સાંભળવામાં સારા લાગે છે. હળવા અંદાજમાં આગળ વધતી ફિલ્મમાં સેટ પણ થઈ જાય છે. એકદંરે આ એવી ફિલ્મ છે જે સ્વચ્છ કોમેડી બતાવે છે, મનોરંજન પૂરું પાડે છે. દેઓલ પરિવારના નવા સભ્યને સ્ક્રીન પર જોવો હોય તો ફિલ્મ જોઈ શકાય. હળવી શૈલીની ફિલ્મ પરિવાર અને મિત્રો સાથે જોવી હોય તો જોઈ શકાય.
1
ફિલ્મ 'અંતિમ: ધ ફાઈનલ ટ્રુથ'નું ડિરેક્શન મહેશ માંજરેકરે કર્યું છે જેણે ગેંગસ્ટરની કહાણી માટેનું સ્ટેજ તૈયાર કર્યું છે. આ સંપૂર્ણપણે મનોરંજક ફિલ્મ છે. છતાં તેમાં ઓછું એક્શન જોવા મળી રહ્યું છે. આ ફિલ્મમાં એક્શન કરતા વધારે ડાયલોગબાજી છે જે કહાણીમાં અડચણરૂપ જોવા મળી રહી છે. ઈન્ટરવલ પહેલા મોટા પ્લોટ ટ્વિસ્ટ છે જે ઈન્ટરવલ પછી તમામ પાત્રો માટેની ગતિ બનાવી રાખવામાં મદદ કરે છે. મહેશ માંજરેકરે ખૂબ હોશિયારીપૂર્વક ગ્રામીણ અને શહેરી મહારાષ્ટ્ર રજૂ કર્યું છે. કરણ રાવતની સિનેમેટોગ્રાફીએ શહેરમાં થઈ રહેલા સતત વિકાસને સારી રીતે દર્શાવ્યો છે. પોપ્યુલર મરાઠી એક્ટર્સે ફિલ્મને વધારે મજબૂત કરી છે. છતાં ફિલ્મમાં એક જેવા સંઘર્ષને વારંવાર દેખાડવામાં આવ્યા છે. સાથે જ ફિલ્મમાં ચારેય ગીતો જબરદસ્ત છે.ફિલ્મમાં આયુષ શર્મા અને મહિમા મકવાણાની લવ કેમેસ્ટ્રી ખૂબ કંટાળાજનક છે.જો તમને જૂના જમાનાની ફિલ્મો પસંદ આવતી હોય તો 'અંતિમ: ધ ફાઈનલ ટ્રુથ'માં મજા પડશે. કારણકે આ ફિલ્મમાં જૂના જમાનાની ફિલ્મોની ચીજવસ્તુઓને મોટાપાયે રજૂ કરાઈ છે. 'અંતિમ: ધ ફાઈનલ ટ્રુથ' મનોરંજનની સાથે-સાથે માફિય ડૉન કેવી રીતે જમીન પચાવે છે તે પણ દર્શાવાયું છે.
1
હાઈલાઈટ્સ: ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે ફિલ્મ 'હમ દો હમારે દો'. હળવી કોમેડી ડ્રામા ફિલ્મ પરિવાર સાથે વીકએન્ડ પર જોઈ શકો છો. દરેક કલાકારોએ ફિલ્મમાં ઉત્તમ કામ કર્યું છે.એક્ટર: રાજકુમાર રાવ, ક્રિતી સેનન, પરેશ રાવલ, રત્ના પાઠક શાહ, અપારશક્તિ ખુરાના ડાયરેક્ટર: અભિષેક જૈન શ્રેણી: હિન્દી, કોમેડી સમય: 2 કલાક 9 મિનિટ રેટિંગ: 3/5 હિરેન કોટવાની: બોલિવુડમાં આજકાલ હળવી શૈલીની કોમેડી ડ્રામા ફિલ્મો બનાવાનું ચલણ વધ્યું છે. આ ફિલ્મોની ખાસિયત એ હોય છે કે, દરેક પ્રકારની ઓડિયન્સ તે પસંદ આવે છે. આ પ્રકારની ફિલ્મોમાં દમદાર કલાકારો હોય તો પૂછવું જ શું, ફિલ્મ સફળ થાય જ છે. ફિલ્મ 'હમ દો હમારે દો'માં રાજકુમાર રાવ, ક્રિતી સેનન, પરેશ રાવલ, રત્ના પાઠક શાહ કોમેડીનો જબરદસ્ત ડોઝ આપે છે.ફિલ્મની વાર્તા સરસ રીતે શરૂ થાય છે. ડાયરેક્ટર અભિષેક જૈન આ પહેલા ઘણી હિટ ગુજરાતી ફિલ્મોનું ડાયરેક્શન કરી ચૂક્યા છે. ફિલ્મનો સ્ક્રીનપ્લે પ્રશાંત ઝાએ લખ્યો છે પરંતુ તેમાં ખાસ દમ નથી, સુધારો કરી શકાયો હોત. ફિલ્મનો ફર્સ્ટ હાફ ફાસ્ટ છે પરંતુ સેકંડ હાફ થોડો બોજારૂપ લાગે છે કારણકે તમને પહેલેથી બધી જ ખબર હોય છે. છેલ્લે એવું લાગે છે ફિલ્મને ઉતાવળમાં આટોપીને હેપી એન્ડિંગ તરફ લઈ જવાઈ છે. એક્ટિંગ રાજકુમાર રાવ હંમેશાની જેમ પોતાના પાત્રમાં પ્રાણ ફૂંકી રહ્યો છે. રાજકુમાર રાવની એક્ટિંગ ખૂબ સહજ લાગે છે, તેને પડદા પર જોઈને એવું જ લાગે કે તે આ પાત્રને અસલમાં પણ જીવી રહ્યો છે. ક્રિતી સેનન પણ પોતાના પાત્ર સાથે ન્યાય કરવામાં સફળ રહી છે. આમ જોવા જઈએ તો ફિલ્મની આત્મા પરેશ રાવલ અને રત્ના પાઠક શાહ છે, તેઓ એક સમય બાદ ફિલ્મમાં લીડ એક્ટર્સનું સ્થાન લઈ છે. બંનેની જબરદસ્ત કેમેસ્ટ્રી ફિલ્મમાં જોવા મળે છે. અપારશક્તિ ખુરાનાને હીરોના મિત્રના રોલમાં ટાઈપકાસ્ટ કરી દેવાયો છે. જોકે, તેણે પોતાનું પાત્ર સરસ રીતે ભજવ્યું છે. સાનંદ વર્મા, મનુ ઋષિ ચઢ્ઢા અને પ્રાચી શાહ પંડ્યાએ સપોર્ટિંગ રોલમાં સારું કામ કર્યું છે.
1
હાઈલાઈટ્સ: ગુજરાતના એક નાનકડા ગામની પૃષ્ઠભૂમિ પર બનેલી છે ફિલ્મ ભવાઈ. ફિલ્મમાં પ્રતિક ગાંધી અને એન્દ્રિતા રે મુખ્ય પાત્રોમાં જોવા મળશે. સ્કેમ 1992 ફેમ પ્રતિક ગાંધીની આ ફિલ્મ જોવા જેવી છે કે નહીં? હાર્દિકની આ ફિલ્મ અનેક મહત્વના મુદ્દાઓને ઉજાગર કરે છે, જેમ કે ફિલ્મી પડદા પર પાત્રો ભજવતા લોકોને વાસ્તવમાં પણ તેવા જ માની લેવા, ધર્મની આડમાં થતી રાજનીતિ, ધર્માંધતા, વગેરે વગેરે. આ તમામ અત્યારના સમયના મુદ્દાઓ છે, જેનો સામનો આપણે બધા કરીએ છીએ. પરંતુ લાગી રહ્યું છે કે ફિલ્મ બાબતે શરુઆતમાં જે વિવાદ થયો હતો તેના કારણે મેકર્સે આ તમામ બાબતોને ફિલ્મમાંથી ઘણી ઓછી કરી લીધી છે. જેના કારણે આ તમામ ટ્રેક પ્રભાવિત નથી કરતા અને ફિલ્મ એક સામાન્ય લવ સ્ટોરી જ લાગે છે. ફિલ્મમાં લવ સ્ટોરીની શરુઆત પણ ઈન્ટરવલ પછી થાય છે.ઈન્ટરવલ પછી ફિલ્મમાં એક પછી એક ત્રણ ગીતો આવે છે. ગીતો ચોક્કસપણે સારા છે, છતાં તે પ્રભાવિત નથી કરી શકતા. લવ સ્ટોરીમાં કોન્ફ્લિક્ટની પણ કમી છે. જો કે, ગામના સ્થાનિકો, ભાષા, રામલીલાનો બેકડ્રોપ અને મંચની પાછળની હળવી ક્ષણો, વગેરે દર્શકોને મજા કરાવી શકે છે. જેમ કે, એક સીનમાં લોકો રામજીનો આશિર્વાદ લેવા પહોંચે છે, જ્યારે મેકઅપ વગર ઉભેલા રામ પોતે જ ગેટ પર તેમને રોકે છે. લક્ષ્મણની રામમાં અપગ્રેડ થવાની ઈચ્છા, વગેરે જેવા સીન પસંદ આવી શકે છે.ફિલ્મમાં અભિનયની વાત કરીએ કો, પ્રતિક ગાંધીએ ફરી એકવાર સાબિત કર્યો છે કે તે ઘણો સાર અભિનેતા છે. આ સિવાય અંકુર ભાટિયા, રાજેશ શર્મા, અભિમન્યુ સિંહ વગેરેએ પણ પોતાના પાત્ર ઘણી સારી રીતે ભજવ્યા છે.
1
શિદ્દત' જનૂની ભરેલી પ્રેમકહાણી છે. જેને મુખ્યત્વે વાર્તાના હીરો જગ્ગીના દ્રષ્ટિકોણથી વણવામાં આવી છે. તેનું પ્રેમિકાને પામવાનું જે ગાંડપણ છે તેને દર્શકો સુધી પહોંચાડવા માટે દર્શકોને પૂરતો સમય આપવામાં આવ્યો છે. ફિલ્મનો ફર્સ્ટ હાફ કેમ્પસ રોમાન્સ આધારિત છે. તેમાં ફ્લર્ટિંગ અને નાચ-ગાન છે. જોકે, પ્રેમકહાણીમાં આગળ શું થશે તે જાણવાની ઉત્સુકતા પણ જળવાઈ રહેશે. 'શિદ્દત'માં પાત્રો વધારે પ્રમાણમાં નથી. પરંતુ જેટલા પણ છે તેને સુંદર રીતે તૈયાર કરવામાં આવ્યા છે. મોહિત રૈના અને ડાયના પેન્ટીની વાર્તા ભરોસાપાત્ર લાગતી નથી. તે ફિલ્મની મુખ્ય વાર્તાની આસપાસ સપોર્ટ તરીકે ઉમેરવામાં આવી છે. સની કૌશલના પાત્રની જટીલતા એ છે કે તે જનૂની પ્રેમી છે અને તેની ચારેબાજુ કેટલીક સીમાઓ છે, તેમ છતાં તે પોતાને સાબિત કરવા માટે પોતાનું શ્રેષ્ઠ આપે છે. જોકે, તેના પાત્રનો ગ્રાફ એટલો ઉપર-નીચે થાય છે કે, થોડા સમય બાદ વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. રાધિકા મદાન સ્ક્રીન પર કાર્તિકાના સંઘર્ષને બતાવામાં પાછી પડે છે. તેની સ્ટ્રગલ સ્પષ્ટપણે દેખાય છે. ગૌતમના પાત્રમાં મોહિત રૈનાનું કાસ્ટિંગ સારું છે. તે ઈમિગ્રેશન લોયરના પાત્રમાં છે. ડાયના પેન્ટી પોતાના રોલમાં ખૂબસૂરત લાગે છે. જોકે, તેના રોલને વધુ થોડો નિખારી શકાયો હોત. 'શિદ્દત'માં લવસ્ટોરી દર્શાવાઈ છે ત્યારે સચિન-જિગરનું મ્યૂઝિક સરેરાશથી વધુ સારું છે. ફિલ્મ જોતી વખતે જ ગમવા માંડે તેવું સંગીત છે. અમલેંદુ ચૌધરીની સિનેમેટોગ્રાફી પ્રભાવિત કરે છે.'શિદ્દત' સાથે સૌથી મોટી સમસ્યા એ છે કે, તે કાગળ પર રોમાંચક લાગતી હશે પરંતુ પડદા પર તેને ઉતારતી વખતે ખેંચવામાં આવી હોય તેવું લાગે છે. ખાસ કરીને સેકન્ડ હાફમાં ફિલ્મ ધીમી લાગે છે. ઘણીવાર ફિલ્મની વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહે છે. જોકે, એક સસ્પેન્સ છે જે દર્શકોને જકડી રાખે છે. જોકે, આજના સમયમાં જ્યારે રિયાલિસ્ટિક ફિલ્મો વધારે બની રહી છે ત્યારે આવી જનૂની, ગાંડપણવાળી અને થોડી કાચી પ્રેમકહાણી દર્શાવતી ફિલ્મો ઓછી જોવા મળે છે. 'શિદ્દત' વધારે પ્રભાવિત તો નથી કરતી પરંતુ છાપ ચોક્કસ છોડી જશે.
1
ફિલ્મનો પ્લોટ ઘણો સારો છે. ફિલ્મની શરુઆત પણ ઘણી સારી થાય છે. વાર્તા તરત જ ટ્રેક પર આવી જાય છે. પંકજ ત્રિપાઠીના અમુક કૉમિક સીન પણ સારા છે. મિમીના પાત્રમાં કૃતિ સેનન પણ સારી લાગે છે. કૃતિના અમુક સીન ઘણાં જ સારા છે. કૃતિ પાસે ફિલ્મમાં કરવા માટે ઘણુ બધુ હતું પરંતુ સ્ક્રીનપ્લે ઘણો નબળો લખવામાં આવ્યો છે. એક સમય પછી તમે કંટાળવા લાગો છો. ફિલ્મ જરુર કરતા વધારે લાંબી છે. જો કે કૃતિ સેનને ફિલ્મમાં એક્ટિંગ ઘણી જ સારી કરી છે, પરંતુ જ્યારે સ્ક્રીનપ્લે જ નબળો હોય તો કલાકાર કંઈ નથી કરી શકતા. કૃતિ અને પંકજ સિવાય ફિલ્મમાં મનોજ પહવા, સુપ્રિયા પાઠક અને સઈ તમ્હાનકર સપોર્ટિંગ રોલમાં છે અને તમામ લોકોએ પોતાના પાત્રને પૂરતો ન્યાય આપ્યો છે. મિમીના રોલમાં કૃતિની એન્ટ્રી ધમાકેદાર છે. ફિલ્મનું ગીત પરમ સુંદરી પહેલાથી જ હિટ છે. એક્ટિંગ બાબતે એક પણ કલાકારે નબળું કામ નથી કર્યું. પરંતુ સ્ક્રીનપ્લે અને ડિરેક્શન ફિલ્મને નબળી બનાવે છે. આ ફિલ્મ સંપૂર્ણપણે કૃતિ સેનન અને પંકજ ત્રિપાઠીની છે. કૃતિ સેનનની ક્ષમતા આપણે પહેલા પણ જોઈ ચુક્યા છીએ. અહીં પણ કૃતિ ઘણું કરી શકતી હતી પરંતુ લીડ રોલ હોવા છતાં તેના કેરેક્ટરને એટલી સ્પેસ આપવામાં નથી આવી જેટલી આપવી જોઈતી હતી. ડિરેક્ટરને કદાચ પંકજ ત્રિપાઠી પર વધારે ભરોસો હતો, માટે તેમને ઘણો સ્પેસ આપવામાં આવ્યો છે. પંકજ ત્રિપાઠીના ડાયલોગ્સની ટાઈમિંગ હંમેશાની જેમ જબરદસ્ત છે. કૃતિ સેનન સાથે આ તેમની ત્રીજી ફિલ્મ છે. આ પહેલા તેમણે બરેલી કી બરફી અને લુકા છુપીમાં સાથે કામ કર્યું છે. જો કે પંકજ ત્રિપાઠી મોનોટોનસ થઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. મનોજ પહવા, સુપ્રિયા પાઠક અને સઈ તમ્હાનકરને પણ પોતાના પાત્રને ન્યાય આપ્યો છે.
1
તમે ફિલ્મનું ટ્રેલર જોયું હશે તો વાર્તાનો થોડો-ઘણો અંદાજો આવી ગયો હશે. આ ફિલ્મ એકદમ પ્રિયદર્શનની કોમેડી ફિલ્મ જેવી છે જેમાં તમને લાઉડ કોમેડી સીન, કોમિક સિચ્યુએશન અને ગેરસમજણ જોવા મળશે. જો તમે કોમેડી ફિલ્મોના શોખીન હશો તો જરાપણ નિરાશ નહીં થાવ. જોકે, કંઈક નવું જોવાની ઈચ્છા રાખતા હશો તો ચોક્કસ નાસીપાસ થશો કારણકે આ ફિલ્મ પ્રિયદર્શની દરેક કોમેડી ફિલ્મ જેવી છે. ઈન્ટરનેટ પર દરેક જોનરનું કન્ટેન્ટ છે તો પછી 'હંગામા 2'માં જૂની કોમેડી નિરાશ કરી શકે છે. ફિલ્મ જોઈને લાગશે કે આ પ્રિયદર્શનની જૂની ફિલ્મો 'હંગામા', 'હલચલ', 'દે ધના ધન' અને 'માલામાલ વીકલી'ની ખીચડી છે. ફિલ્મ થોડી લાંબી છે અને તેમાં જૂના જોક્સ અને પંચલાઈનોનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે.ફિલ્મમાં પ્રિયદર્શનના ફેવરિટ કલાકારો જેવા કે, મનોજ જોષી, પરેશ રાવલ, ટીકૂ તલસાણિયા, જોની લીવર અને રાજપાલ યાદવ જોવા મળશે. નવી એન્ટ્રીમાં મિઝાન જાફરી, પ્રણિતા સુભાષ, આશુતોષ રાણા અને શિલ્પા શેટ્ટી છે. એક્ટિંગની વાત કરીએ તો, તમે કોઈ એક્ટર સામે આંગળી ના ઉઠાવી શકો કારણકે દરેકે સારું કામ કર્યું છે. સૌથી મોટી વાત એ છે કે, કોઈને પણ સ્ક્રીનટાઈમ વધારે નથી અપાયો. દરેક કેરેક્ટ દર 5-10 મિનિટે આવતું જતું રહે છે. આ જ કારણે કદાચ સ્ટોરીમાં કંઈ નવીનતા નથી લાગતી. મિઝાન અને પ્રણિતાએ ડેબ્યૂ કર્યું છે ત્યારે કદાચ તેઓ ફિલ્મમાં સ્થાન બનાવામાં સફળ રહ્યા છે.
1
નિર્દેશક સંજય ગુપ્તાએ ફિલ્મની શરૂઆત ચેઝિંગ અને ખૂનના રૂંવાડા ઊભા કરી નાખતા દ્રશ્ય સાથે કરી છે. ફિલ્મનો ફર્સ્ટ હાફ ધમાકેદાર એક્શન અને ઈમોશનથી દર્શકોને બાંધી રાખે છે. પોતાની ફિલ્મના પાત્રોના લૂક, એક્શન અને ડાયલોગબાજીને લાર્જર ધેન લાઈફ બનાવવા સંજય ગુપ્તાની વિશેષતા છે. આ ફિલ્મમાં પણ તેમણે આ બાબત બખૂબી દર્શાવી છે. સંજય ગુપ્તાની વાર્તામાં તાજગી નથી. સેકન્ડ હાફમાં ઝડપથી બદલાતા ઘટનાક્રમ કહાણીને ગૂંચવી નાખે છે. ક્લાઈમેક્સ નિર્દેશકે પોતાની ગમતી શૈલીમાં રાખ્યો છે. 'બંદૂક સે નિકલી ગોલી ન ઈદ દેખતી હૈ ન હોલી', 'મરાઠી કો જો રોકેશા, મરાઠી ઉસે ઠોકેગા' જેવા સંવાદ દર્શકોની તાળીઓ અને સીટી માટે રાખવામાં આવ્યા છે.ફિલ્મનો લૂક સંપૂર્ણપણે 80ના દશકાનો અનુભવ કરાવે છે. સંગીતની વાત કરીએ તો પાયલ દેવ નેગીનું ગીત 'ડંકા બજેગા' ફિલ્મની વાર્તાને આગળ લઈ જાય છે પરંતુ હની સિંહનું ગીત 'શોર મચેગા' અચાનક જ આવી જાય છે. હાહાકાર મચાવતા એક્શન દ્રશ્યોને જોતાં જ્હોન ગેંગસ્ટરના રોલમાં બંધ બેસે છે. ઈમરાન હાશ્મીની એન્ટ્રી ફિલ્મમાં મોડી થાય છે પરંતુ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટના રોલમાં વટ પડે છે. જોન અને ઈમરાન એકબીજા પર ભારે પડતાં દેખાય છે. મહેશ માંજરેકર કિંગમેકર ભાઉના રૂપમાં જામે છે. અમોલ ગુપ્તે ગાયતોંડેના રોલમાં ચકિત કરશે. કાજલ અગ્રવાલ અને અંજના સુખાની જેવી એક્ટ્રેસના ભાગે ફિલ્મમાં કંઈ ખાસ કરવાનું આવ્યું નથી. પ્રતીક બબ્બર, રોહિત રોય, ગુલશન ગ્રોવર વગેરે કલાકારોએ પોતાની ભૂમિકાને ન્યાય આપ્યો છે. સુનીલ શેટ્ટી મહેમાન કલાકારની ભૂમિકામાં છે.
1
મીરાના રૂપમાં ફિલ્મની શરૂઆતથી જ પરિણિતી ચોપડાનું પાત્ર સ્ટ્રોન્ગ છે. ડાયરેક્ટર રિભૂ દાસગુપ્તાએ ફિલ્મની લીડને શરૂઆતથી જ એક પ્રકારે ફિલ્મ પર હાવી કરી દીધી છે. મીરાની જિંદગીમાં આવતા ઉતાર-ચડાવ પરિણીતી પોતાની એક્ટિંગ દ્વારા બતાવવામાં સફળ રહી છે. મીરાના પાત્રના ઘણાં પડ તમને જોવા મળશે. મીરા પર્ફેક્ટ લાઈફ માટે નૂસરતની જિંદગીને જોવે છે પરંતુ તે એ સમજતી નથી કે પર્ફેક્ટ લાઈફ જેવું કશું હોતું જ નથી. નૂસરતના જીવનમાં પણ પરેશાનીઓ છે. ફિલ્મનો પહેલો હાફ થોડો કંટાળજનક લાગી શકે છે પરંતુ સેકંડ હાફ રોમાંચિત કરી શકે છે.અંગ્રેજી ફિલ્મમાં પરિણીતીએ ભજવેલું પાત્ર એમિલી બ્લંટે નિભાવ્યું હતું અને રોલ માટે તેના ખૂબ વખાણ થયા હતા. ત્યારે સ્વાભાવિક છે કે રોલ ઉત્કૃષ્ટ રીતે નિભાવવા માટે પરિણીતી પર દબાણ રહે. પરિણીતીએ આ રોલને પૂરતો ન્યાય આપવાનો પ્રયાસ કર્યો છે. રિભૂ દાસગુપ્તાએ અગાઉ સાઈકોલોજિકલ થ્રીલર જોનરમાં 'માઈકલ' અને 'તીન' જેવી ફિલ્મો બનાવી છે ત્યારે તેમને એ અનુભવ પણ અહીં કામ લાગ્યો હશે. અદિતિ રાવ હૈદરીનો રોલ નાનો હતો માટે તેની પાસે કંઈ ખાસ કરવા જેવું હતું. પોલીસ ઓફિસર તરીકે કીર્તિ કુલ્હારીનું પાત્ર પણ પરિણીતીના પાત્ર નીચે દબાઈ જાય છે. એક શ્રેષ્ઠ ફિલ્મની હિન્દી રિમેક બનાવવી જવાબદારીનું કામ હોય છે ત્યારે ફિલ્મની ટીમ સંપૂર્ણપણે સફળ રહી છે તેમ ના કહી શકાય પરંતુ થોડાઘણા અંશે ન્યાય આપવાનો પ્રયાસ કર્યો છે.
1
આ ફિલ્મમાં રામપ્રસાદના દીકરા મનોજ પાહવા, નિનાદ કામત, વિનય પાઠક અને પરમ્બ્રાત ચેટરજીની ભૂમિકામાં છે. તે બધાએ તેમના પાત્રને ખૂબ જ સારી રીતે નિભાવ્યું છે. ડિરેક્ટર તરીકે સીમા પહવાની આ પહેલી ફિલ્મ છે પરંતુ તેણે તેને એકદમ વાસ્તવિક લાગે તેવું નિર્માણ કર્યું છે અને મધ્યમ વર્ગના ભારતીય પરિવારની ભાવના બતાવવામાં સફળ રહી છે. જો કે, ક્યાંક સીમા પહવાનું લેખન એટલું અસરકારક રહ્યું નથી જેના કારણે વાર્તા અને ઘણા દ્રશ્યો તમને ભાવનાત્મક બનાવતા નથી.ફિલ્મના અન્ય કલાકાર કોંકણા સેન શર્મા, સુપ્રિયા પાઠક, વિક્રાંત મેસીએ પણ પોતાના કેરેક્ટરને ખૂબ જ સારી રીતે નિભાવ્યું છે. જો બધું મળીને જોવામાં આવે તો સ્ટોરી સારી છે અને ટેલેન્ટેડ સ્ટાર્સનો કાફલો ભર્યો છે. આ ફિલ્મ મનોરંજક હોવા છતાં પણ દર્શકો પર અસર છોડવામાં સફળ નથી થતી.
1
‘અંગ્રેજી મીડિયમ’ પહેલા આવેલી ઈરફાન ખાનની ફિલ્મ ‘હિન્દી મીડિયમ’ના નિર્દેશક સાકેત ચૌધરીએ ભાષાના સ્તરે વહેંચાયેલા સમાજના પ્રાસંગિક વિષયને સ્પર્શ કર્યો હતો. અહીં નિર્દેશક હોમી અદજાનિયાએ આગળ વધીને યુવા પેઢી દ્વારા વિદેશ જવાનું આકર્ષણ દર્શાવવાની સાથે પિતા-પુત્રીના સંબંધના વિવિધ પડ પણ ખુલ્લા કર્યા છે. ફિલ્મનો ફર્સ્ટ હાફ ખૂબ મનોરંજક અને ચોક્કસ છે પરંતુ સેકન્ડ હાફમાં વાર્તા ખેંચવામાં આવી છે.ઈન્ટરવલ બાદ ફિલ્મમાં ઘણા ટ્રેક અને પાત્રોની એન્ટ્રી થાય છે. ક્લાઈમેક્સ થોડો નાટકીય છે જેનો અંદાજો પહેલાથી લગાવી શકાય તેવો જ છે. હોમીની ખૂબી એ છે કે, કોમિક પાસું હોવા છતાં ફિલ્મને લાઉડ થવા દીધી નથી. નાના શહેરની માનસિકતા, બોલચાલ અને પહેરવેશને પાત્રો સાથે બરાબર બંધ બેસાડ્યા છે. સચિન-જિગર અને તનિષ્ક બાગચીનું સંગીત સરેરાશ છે.ઈરફાન ખાન જેટલો સમય સ્ક્રીન પર હોય છે તેટલી વાર પોતાની બોડી લેંગ્વેજ, ગજબની કોમિક ટાઈમિંગ અને ઉદયપુરી ઉચ્ચારણ તેમજ ભાવુક દ્રશ્યોથી તમને જકડી રાખે છે. ઈરફાન ખાનનો અભિનય એટલો સહજ છે કે, કેન્સર જેવી બીમારીમાંથી રિકવર થઈને ઈરફાને આ ફિલ્મ શૂટ કરી હશે તેવો અંદાજો પણ ના આવે. પિતા તરીકે ઈરફાનના કેટલાક દ્રશ્યો આંખો ભીની કરી નાખે તેવા છે. દીકરી તરીકે રાધિકા મદાન ઈરફાનની પૂરક છે.બળવાખોર, માસૂમ, સપના જોવાવાળી અને પિતાને પ્રેમ કરતી દીકરી તરીકે રાધિકાના પત્રમાં ઘણા સ્તર છે. જેને તેણે ઈમાનદારીથી નિભાવ્યા છે.પિતા-પુત્રી તરીકે ઈરફાન અને રાધિકાની કેમેસ્ટ્રી વખાણવાલાયક છે. ભાઈ તરીકે ઈરફાન અને દીપક ડોબરિયાલની જુગલબંધી જબરદસ્ત છે. તે પોતાના પાત્ર દ્વારા ખૂબ મજા કરાવે છે.પોતાની દમદાર સ્ક્રીન પ્રેસન્સથી કરીના છવાઈ ગઈ છે. પરંતુ બે-ચાર દ્રશ્યોમાં તેના ભાગે ખાસ કંઈ આવતું નથી. પંકજ ત્રિપાઠી નાનકડા પણ યાદગાર રોલમાં છે. સાથી કલાકારોની ભૂમિકામાં ડિમ્પલ કાપડિયા, તિલોત્તમા શોમ, રણવીર શૌરી, કીકૂ શારદા વગેરેએ પોતાના પાત્રો સરસ રીતે નિભાવ્યા છે.
1
ડાયરેક્ટર હાર્દિક મહેતાની આ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સાઈડકિક્સ કહેવાતા તે કલાકારોના અસ્તિત્વના દુઃખને વર્ણવે છે, જેને આપણે તેના નામથી નહીં પરંતુ સાઈડ એક્ટર્સ તરીકે જાણીએ છીએ. આ દુઃખને વર્ણવતા તેમણે મેલોડ્રામાનો સહારો લીધા વગર ફિલ્મને રિયલિસ્ટક અને ફની રીતથી ટ્રિટ કરી છે. ફિલ્મ સાઈડ એક્ટર્સના દ્રષ્ટિકોણથી દર્શાવવામાં આવી છે અને તેમાં ઈન્ડસ્ટ્રીની ઘણી બધી બાબતોને અંડરલાઈન કરવામાં આવી છે. કેવી રીતે કલાકાર પોતાના અભિનયના નશામાં પરિવારને ઉપેક્ષિત કરી દે છે અને પછી કેવી રીતે તિરસ્કારનો સામનો કરવો પડે છે.આ બધા ટ્રેક્સ ફિલ્મને મજબૂતી આપે છે. ફિલ્મને રિયલિસ્ટિક રાખવા માટે ડાયરેક્ટરે વિજૂ ખોટે, બીરબલ, અવતાર ગિલ તેમજ લિલિપુટ જેવા કલાકારોનો ઉપયોગ કર્યો છે. જો કે સ્ક્રીનપ્લે થોડો સારો હોવો જોઈતો હતો. સેકન્ડ હાફ સ્લો છે.જે બાદ ક્લાઈમેક્સ રંગ જમાવે છે.અભિનયના મામલે સંજય મિશ્રા લાજવાબ છે. તેમણે ન માત્ર અલગ-અલગ રોલના ગેટઅપને ન્યાય આપ્યો છે પરંતુ તે રોલના બોડી લેંગ્વેજ માટે મહેનત પણ ખૂબ કરી છે. કાસ્ટિંગ ડાયરેક્ટર બનેલા ગુલાટીના રૂપમાં દીપક ડોબરિયાલ યાદ રહી જાય છે. સુધીરની દીકરીના રોલમાં સારિકા સિંહ અને સ્ટ્રગલિંગ એક્ટ્રેસના રૂપમાં ઈશા તલવારે સરસ એક્ટિંગ કરી છે.
1
ડિરેક્ટર રાકાએ સ્ટોરીમાં પ્રેમ અને ફ્રેન્ડ ઝોન જેવી બાબતોને સારી રીતે વણી છે. આ ફિલ્મને તમે રોમાન્ટિક ફેમિલી ફિલ્મ પણ કહી શકો છો. જે 90ના દશકમાં આવેલી ફિલ્મ્સની યાદ અપાવે છે. રાકા જો સિકવન્સમાં થોડો ડ્રામા અને થ્રિલ ઉમેરી શક્યો હોત તો સ્ટોરી દમદાર બની શકી હોત. કારણકે કેટલીક જગ્યાએ સ્ટોરી સાવ ફ્લેટ જતી હોય તેવું લાગે છે. જોકે, આ ફિલ્મમાં લંડનની સુંદરતા ખૂબ જ સરસ રીતે દર્શાવવામાં આવી છે.ચંદન કોવલીની સિનેમેટોગ્રાફી એકદમ આકર્ષક છે. ફિલ્મનો સ્ક્રિનપ્લે હજુ ચુસ્ત થઈ શક્યો હોત. કેવું છે એક્ટરનું કામ? એક્ટર તરીકે હિમેશ રેશમિયાનું કામ ઉમદા બન્યું છે. પડદા પર તેને જોવો અટપટું નથી લાગતું. તેણે પોતાના માટે સહજ અને સાદો રોલ પસંદ કર્યો. સોનિયા માન પોતાના રોલમાં ક્યૂટ અને સુંદર લાગી રહી છે. સાથી કલાકાર પણ ઠીકઠાક છે. ફિલ્મનું સંગીત સૌથી ઉમદા છે.
1
નિતિન કક્ડના નિર્દેશનમાં બનાવાયેલી જવાની જાનેમન દર્શાવે છે કે સમાજમાં સંબંધો કેવી રીતે બદલાઈ રહ્યા છે. તમે આ ફિલ્મને યૂથ સેન્ટ્રિક ફિલ્મ કહી શકો છો. ફિલ્મમાં સંબંધો મોડર્ન અવતારમાં જોવા મળશે. તેને જસ્ટિફાઈ કરવા માટે ડિરેક્ટરે સ્વદેશી પાત્રો સાથે વિદેશી પૃષ્ઠભૂમિ પસંદ કરવાની સમજદારી દાખવી છે.ફિલ્મિસ્તાન અને મિત્રોં જેવી ફિલ્મ બનાવી ચૂકેલા નિતિન કક્કડની સ્ટોરી ભલે આધુનિક હોય પરંતુ તેમાં નવીનતા છે. પાત્રોને એસ્ટાબ્લિશ કરવામાં ડિરેક્ટર સમય વેડફ્યા વિના સીધા સ્ટોરીના સેન્ટર પર આવી જાય છે. ફર્સ્ટ હાફમાં સ્ટોરી સડસડાટ દોડે છે પરંતુ સેકન્ડ હાફમાં ઈન્ટરવલ પછી સ્ટોરી ડલ પડી જાય છે. જો કે નવા પાત્ર આવવાથી સ્ટોરીમાં તાજગી જરૂર લાગે છે.ફિલ્મ અનેક પાર્ટ્સમાં દર્શકોને હસાવવામાં સફળ રહે છે. ક્લાઈમેક્સ પ્રેડિક્ટેબલ છે પરંતુ તેમાં મેલોડ્રામા નથી. પાત્ર સાચા છે કે ખોટા તેની જફામાં પડ્યા વિના સ્ટોરીના પ્રવાહમાં વહેતા જોવા મળે છે. ફિલ્મમાં અનેક સંગીતકાર છે પરંતુ ફિલ્મનું સંગીત એવરેજ જ બન્યું છે.સૈફ અલી ખાનનો સ્વેગ, બોડી લેંગ્વેજ, અભિનય, એનર્જી અને ઈમોશન તેના પાત્ર જેઝને યાદગાર બનાવી દે છે.તેમાં કોઈ શક નથી કે તે આ પ્રકારના અર્બન પાત્રોમાં પરફેક્ટ લાગે છે. આ રોલમાં તે પોતાની અભિનય ક્ષમતાનો પરચો આપે છે. અલાયા ફર્નિચરવાલાની આ પહેલી ફિલ્મ છે પરંતુ તેણે પોતાની ભૂમિકાને ખૂબ જ સહજતાથી અને સુંદરતાથી ભજવી છે. તેનામાં એક સારી અભિનેત્રી બનવાની તમામ સંભાવના છે. તબ્બુ નાનકડી ભૂમિકામાં દર્શકોનું મનોરંજન કરે છે. તબ્બુ જેવી સશક્ત અભિનેત્રીને વધુ સ્ક્રીન સ્પેસ મળવી જોઈતી હતી. સૈફની ફ્રેન્ડ રિયાના રૂપમાં કુબ્રા સેઈટે દમદાર એક્ટિંગ કરી છે. સપોર્ટિંગ રોલમાં કુમુદ મિશ્રાએ સારુ કામ કર્યું છે. ચંકી પાંડે, ફરીદા જલાલ જેવા પાત્રો ઠીકઠાક છે.જો તમને આધુનિક સ્ટોરીઝ જોવી ગમતી હોય અને સૈફ અલી ખાનના ચાહક હોવ તો આ ફિલ્મ જોવી જોઈએ. ફિલ્મને અમારા તરફથી ત્રણ સ્ટાર્સ.
1
સ્ટ્રીટ ડાન્સર થ્રીડી આમ તો ડાન્સ આધારિત ફિલ્મ છે પરંતુ તેમાં તમે ફિલ્મના પાત્રોની અંગત યાત્રાનો પણ હિસ્સો બની શકશો.ફિલ્મની લીડ પેર શ્રદ્ધા કપૂર અને વરુણ ધવન પ્રભાવશાળી છે.ફિલ્મ રેમો ડિસૂઝાની સિગ્નેચર સ્ટાઈલથી બનાવવામાં આવી છે. ફિલ્મમાં રેમોએ જેઝ, કન્ટેમ્પરરી, આફ્રો, ક્રમ્પ, લોકિંગ એન્ડ પોપિંગ, એનિમેશન ટટિંગ, અર્બન અને સ્લો મો સહિત અનેક પ્રકારના ડાન્સ પ્રેક્ષકોને દેખાડ્યા છે. ફિલ્મમાં આખી દુનિયાના અમુક સૌથી સારા પરફોર્મર્સ પણ છે. ફિલ્મમાં કર્લી વાળ અને અદભૂત નૃત્યુ કળા સાથે નોરા ફતેહી દર્શકોના દિલ જીતી લેશે એ નિશ્ચિત છે.શ્રદ્ધા કપૂર અને વરૂણ ધવન દિલથી દેસી NRIના પાત્રમાં જોવા મળે છે. તેમણે પોતાના ડાન્સ પાછળ ખાસ્સી મહેનત કરી છે. તેમની સાથે બેકગ્રાઉન્ડમાં ખૂબ ટેલેન્ટેડ ડાન્સર્સ હોવા છતાંય આ બંનેની મહેનત પરદા પર દેખાય છે. શ્રદ્ધાએ એરોગન્ટ યુવતીના રોલને ન્યાય આપ્યો છે. જ્યારે સંવેદનશીલ સહેજના પાત્રમાં વરૂણ ધવન પણ જામે છે.ફિલ્મમાં VFXનો ઉપયોગ ઘણી સારી રીતે કરાયો છે. રેમોએ ટેક્નોલોજીનો એ રીતે ઉપયોગ કર્યો છે જેથી દર્શકોને ફિલ્મ જોવાની મજા પડી જાય. ફિલ્મમાં પ્રભુદેવા સરપ્રાઈઝ પેકેજ છે. તેણે મુકાબલાનું નવું વર્ઝન રજૂ કર્યું છે જે ખરેખર જોવાલાયક છે.ફિલ્મનું નબળુ પાસુ તેની લંબાઈ છે. ફિલ્મની ડાન્સ સિક્વન્સ સારી છે પરંતુ લખાણ નબળું છે. ફર્સ્ટ હાફ દર્શકોને કન્ફ્યુઝ કરનારો અને સેકન્ડ હાફ નિરાશ કરનારો છે. આ એક પરફોર્મન્સ ઓરિયન્ટેડ ફિલ્મ છે જેમાં ઢગલાબંધ ગીતો છે. દર પાંચથી સાત મિનિટે ડાન્સ સિક્વન્સ અને પ્રતિસ્પર્ધીઓની સામસામે બોલાચાલી દર્શાવાઈ છે. ડાન્સ આધારિત ફિલ્મો પસંદ કરનારા દર્શકો પણ તેનાથી કંટાળી જાય છે. ઉપરાંત આ ફિલ્મ અમુક પ્રકારના ઓડિયન્સ માટે જ બની છે. ડાન્સ ખૂબ ગમતો હોય અને બોલિવુડ ફિલ્મના ગ્લેમરસ સેટ જોવા ગમતા હોય તેવા દર્શકોને જ આ ફિલ્મ ગમશે.સ્ટ્રીટ ડાન્સર 3D દર્શકોને એક મજબૂત મેસેજ આપે છે. તે પ્રતિકૂળતામાં પ્રેમની તાકાત, જાણ્યા-અજાણ્યા પ્રત્યે સહાનુભૂતિ દાખવવાનો સંદેશો આપે છે સાથે સાથે જીવનમાં દોસ્તીનું મહત્વ પણ દર્શાવી જાણે છે.જો કે ફિલ્મ સરસ વણાઈ નથી. સ્ટોરી માટે નહિ તો પણ ડાન્સ માટે આ ફિલ્મ જોવા જેવી ખરી. સાથે જ ફિલ્મ જોવા જતા ગીતો પર થિરકવા તૈયાર રહેજો. અમારા તરફથી ફિલ્મને 3.5 સ્ટાર્સ.
1
આ ફિલ્મ અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મોમાંથી એક કહેવાઇ રહી છે. જોરદાર એક્શન સિક્વન્સ અને ભરપૂર સ્ટાર કાસ્ટની સાથેની આ ફિલ્મમાં ઘણા ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ જોવા મળશે અને સાથે જ ફિલ્મ 'સાહો' માં એક હીરોની સામે વિલન અનેક જોવા મળશે.પ્રભાસ અને શ્રદ્ઘા સ્ટાટર ફિલ્મ 'સાહો' નો ફર્સ્ટ હાફ એક્શનથી ભરપૂર છે. પ્રભાસની સ્ક્રીન પેઝન્સ શરૂઆતથી જ દેખાવવા લાગે છે. પ્રભાસ આ રોલમાં ફિટ તો બેસે છે પરંતુ ફિલ્મ 'બાહુબલી' જેવો ચાર્મ તેનામાં નહી જોવા મળે. ફિલ્મમાં તેની ડાયલોગ ડિલિવરી જાણી કરીને સ્લો રાખવામાં આવી છે કારણ કે પ્રભાસનું કેરેક્ટર એટલુ રહસ્યમયી છે કે લોકો તેના વિષે અંદાજો લગાવતા જ રહે. શ્રદ્ઘા કપૂર ફિલ્મમાં ખૂબ જ બ્યૂટીફુલ અને ગ્લેમરસ લાગી રહી છે, પરંતુ તેનું કેરેક્ટર ઠીક છે, શ્રદ્ઘાને એક સ્ટ્રોન્ગ કૉપ બતાવવાની જગ્યાએ નબળી બતાવવામાં આવી છે, જેને વાંરવાર હીરો આવીને બચાવે છે. પ્રભાસ-શ્રદ્ઘાની કેમેસ્ટ્રીમાં કંઇક મીસિંગ લાગી રહ્યુ છે. તો હીરો હોય તો વિલન તો હોય જ.. ફિલ્મમાં તમામ વિલનમાંથી ચંકી પાંડે પોતાના રોલથી ઇમ્પ્રેસ કરી શકશે. બાકી તમામ વિલન તેના કેરેક્ટરમાં ફિટ નથી બેસતા. મ્યૂઝિકની વાત કરવામાં આવે તો એવુ લાગી રહ્યુ છે કે સ્ટોરીમાં ગીતોને ખોટી જગ્યાએ રાખવામાં આવ્યા છે, જે આ ફિલ્મને વધુ લાંબી બનાવી દે છે. ફિલ્મમાં એક્શન સીન્સમાં પણ ક્યાંકને ક્યાંક સ્પેશિયલ ઇફેક્ટ એટલી સરસ નહી દેખાય જેટલી હોવી જોઇએ. જોવા જોઇએ તો ફિલ્મમાં પ્રભાસ હોવા છતાં નબળી સ્ટોરી લાઇન અને નબળા ડિરેક્શનને કારણે ડિરેક્ટર સુજીતે એક સારો ચાન્સ ગુમાવી દીધો છે.જો તમે 'બાહુબલી' પછી પ્રભાસના ફેન થઇ ગયા છો, પરંતુ જો તમે 'બાહુબલી' જેવો જ પ્રભાસનો ચાર્મ જોવા માંગો છો તો કદાચ આ ફિલ્મ તને ડિસપોઇન્ટ કરી શકે છે. જોકે લોન્ગ વિકેન્ડ આવી રહ્યુ છે તો ચોક્કસથી તમે આ ફિલ્મ ફેમિલીની સાથે જોઇ શકો છો.
1
પહેલી વખત ડિરેક્શન કરી રહેલા રાજ શાંડિલ્યએ સારી કૉમેડી ફિલ્મ બનાવી છે. જાણીતા લેખક હોવાને કારણે તે સ્ટોરીમાં હાસ્ય અને મનોરંજનની ક્ષણો લાવી શક્યા છે. ફર્સ્ટ હાફ સુધી ફિલ્મ ઘણી ધીમી લાગે છે. જોકે સેકન્ડ હાફમાં સ્ટોરી સ્પીડ પકડે છે. પ્રિ-કલાઇમેક્સમાં કોમેડી ઑફ એરર દર્શકોને હસાવવામાં મદદ કરશે. સ્ક્રીનપ્લે ઠીક છે. ફિલ્મમાં એન્ડમાં જ્યારે ડિકેર્ટર મેસેજ આપવાનો પ્રયત્ન કરે છે કે, સોશ્યલ મીડિયા પર ઘણા મિત્રો હોવા છતાં રિયલ લાઇફમાં વ્યકિત એકલો હોય છે જે હૃદયને સ્પર્શી નથી શકતો. આયુષ્માન ખુરાના આ ફિલ્મમાં ઓડિયન્સને પેટ પકડીને હસાવશે ચોક્કસથી. પૂજાના રૂપમાં તેનુ વૉઇસ મોડ્યુલેશન અને બોડી લેંગ્વેજ શાનદાર છે, તેણે પોતાના કેરેક્ટરને જસ્ટિસ આપ્યો છે. આયુષ્માનના પિતા બનેલા અનુ કપૂરનું કામ સારું છે અને ઘણા સીન્સમાં તે આયુષ્માન પરથી લાઇમલાઇટ છીનવી લે છે. નુસરત ભરૂચાને સ્ક્રીન પર કંઈ ખાસ કરવાનો મોકો નથી મળ્યો, છતાં તેણે સારું કામ કર્યુ છે. મનજોત સિંહ અને વિજય રાજ પણ હસાવવામાં પાછળ નથી પડતા. અભિષેક બેનર્જી, નિધિ બિશ્ત, રાજ ભણસાલીએ પોતાના રોલને સારી રીતે કર્યા છે. મીત બ્રધર્સના સંગીતમાં દિલ કા ટેલિફોન, રાધે રાધે ગીત સારા છે. ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યૂઝિક પણ સારું છે અને સાથે જ સોંગ્સની કોરિયોગ્રાફી સારી છે.
1
મુરગાદોસની આ ફિલ્મ સુપરસ્ટાર રજનીકાંત માટે જ બનાવવામાં આવી છે. આમાં મુરગાદોસે રજનીકાંતના કરિશ્મા અને સુપરસ્ટારડમને વટાવીને કોમર્શિયલ એક્શન-ડ્રામા ફિલ્મ બનાવવાની કોશિશ કરી છે. આ ફિલ્મ મુરગાદોસની અગાઉની સુપહિટ ફિલ્મો જેટલી સરસ નથી પરંતુ કોમર્શિયલ ફિલ્મ જોવા માંગતા દર્શકોને મજા પડશે. આ ફિલ્મનું સૌથી મજબૂત પાસુ રજનીકાંત અને તેની દીકરી વચ્ચેની કેમેસ્ટ્રી છે. તમે પણ બાપ-દીકરીના સંબંધોના પ્રેમમાં પડી જશો. એક ક્ષણ તો એવી પણ છે જેમાં તમારુ દિલ તૂટી જશે અને નિવેથા થોમસે ફિલ્મમાં ખૂબ સારો અભિનય કર્યો છે.દરબારમાં એ ચીજ પણ દર્શાવાઈ છે કે ફિલ્મનો હીરો હવે મોટી ઉંમરનો થઈગયો છે. આપણને આદિત્ય અને લીલી (નયનતારા) વચ્ચે રોમેન્ટિક ટ્રેક પણ જોવા મળે છે.અમુક સીનમાં રજનીકાંત યુવાન હોય તે સમય પણ દર્શાવાયો છે જેમાં મેક અપ અને કોશ્ચ્યુમ ડિપાર્ટમેન્ટે ઘણું સારુ કામ કર્યું છે. એક સીનમાં ડિરેક્ટર આપણને દર્શાવે છે કે બંને ઉંમરના આદિત્ય વચ્ચે કેટલું અંતર છે. આ ચીજને એવી રીતે ટ્રીટ કરવામાં આવી છે કે રજનીકાંતના ચાહકોને એવું ન લાગે કે તેમના હીરોનું અપમાન કરવામાં આવ્યું છે.ફિલ્મના વિલનની વાત કરીએ તો સુનિલ શેટ્ટી મજબૂત રોલમાં નથી ઢળી શક્યો. ફિલ્મમાં તે ખાસ્સુ નુકસાન પહોંચાડે છે પરંતુ જ્યારે તેનો અને ફિલ્મના હીરોનો સામનો થાય છે ત્યારે સીન જોઈએ તેવી ઉત્સુકતા નથી જગાવી શકતો. ફિલ્મનો ક્લાઈમેક્સ થોડો ઉતાવળે લખાયો હોય તેવું લાગે છે અને આદિત્યને જે જોઈએ છે તે ઘણું આસાનીથી મળી ગયું હોવાનું જણાય છે.રજનીકાંત અને સાઉથની એક્શન મૂવીના ચાહકોને આ ફિલ્મ જરૂર ગમશે. ફિલ્મને અમારા તરફથી ત્રણ સ્ટાર્સ.
1
અર્જુન કપૂર અને ક્રિતી સેનનની કેમિસ્ટ્રી ફિલ્મનો એક મોટો પ્લસ પોઈન્ટ છે. જો કે 2 કલાકથી લાંબી આ ફિલ્મ આટલા બધા પાત્રોને કારણે ક્યાંક ક્યાંક બોઝિલ થઈ જાય છે.ફિલ્મમાં ક્રિતી સેનનની એક્ટિંગ સરાહનીય છે, અર્જુન કપૂર ઠીકઠાક છે અને ફિલ્મના ક્લાઈમેક્સમાં તે જામે છે. સંજય દત્ત પોતાના પાત્રમાં જામે છે અને અહમદ શાહ અબ્દાલીના રૂપમાં ડરાવનો લાગે છે. ફિલ્મમાં સહયોગી કલાકારોના રૂપમાં મોહનીશ બહેલ, પદ્મિની કોલ્હાપુરે, ઝીનત અમાન અને નવાબ શાહે પોતપોતાના પાત્રો સાથે સારો ન્યાય કર્યો છે. ફિલ્મના સેટ અને ડિઝાઈન્સ પાછળ તગડો ખર્ચ કરવામાં આવ્યો છે જે ફિલ્મમાં દેખાય છે. અજય અતુલનું મ્યુઝિક કર્ણ પ્રિય છે અને ફિલ્મમાં સંગીત તમારો મૂડ બનાવી દેશે.ઐતિહાસિક યુદ્ધ આધારિત ફિલ્મો જોવાનો શોખ હોય તો આ ફિલ્મ જોઈ શકો છો.
1
આ ફિલ્મમાં એડવેન્ચરની ઉણપ છે. ડિરેક્ટર ક્રિસ બક અને જેનિફર લી આ ફિલ્મને વધારે મનોરંજક બનાવી શક્યા નથી. એલ્સાના એક્શન સીકવન્સ ખૂબ જ ઉમદા છે પરંતુ ઓછા છે. એલ્સાનું કેરેક્ટર એકદમ ફ્લેટ અને એકરંગી છે.એનાનું કેરેક્ટર પ્રેમાણ શેડ્સ ધરાવે છે. ક્રિસ્ટોફ અને એનાનો રોમાન્ટિક એંગલ સારો છે. એલોફની કોમેડી મજેદાર છે. મ્યૂઝિકલ ફિલ્મ હોવાના કારણે તેમાં અનેક ગીત છે પરંતુ ડબ વર્ઝનમાં તે વચ્ચે વચ્ચે આવતા હોય તેવું લાગે છે.જોકે, ઉમદા વીએફએક્સથી રચાયેલી એલ્સા અને એનાની જાદુઈ દુનિયા અને જંગલ ખૂબ જ સુંદર લાગે છે. શા માટે જોવી જોઈએ ફિલ્મ? જો તમે એનિમેશન ફિલ્મ્સના શોખીન હોવ તો આ ફિલ્મ એકવાર જરુર જોઈ શકો છો.
1
ફિલ્મના ગીત ‘વૂમનિયા’ અને ‘ઉડતા તીતર’ પહેલાથી જ ફેમસ છે અને સારા લાગી રહ્યાં છે. ફિલ્મના ડાયલોગ્સ પણ ઠીકઠાક છે જોકે, સૌથી વધારે તમને તાપસી અને ભૂમિનો પ્રોસ્થેટિક મેકઅપ આંખમાં ખૂંચે તેવી છે.ફિલ્મનો ફર્સ્ટ હાફ થોડો ધીમો છે પરંતુ સેકન્ડ હાફ દર્શકોને બાંધી રાખે છે. શા માટે જોવી જોઈએ? નારી સશક્તિકરણ, મોટિવેશનલ અને ગ્રામીણ પરિવેશની ફિલ્મો પસંદ હોય તો સમગ્ર પરિવાર સાથે આ ફિલ્મ જોઈ શકો છો.
1
આ ફિલ્મ અનુજા ચૌહાણના પુસ્તક પર આધારિત છે. તેનો ફર્સ્ટ હાફ હળવો ફૂલ છે અને તે દર્શકોનું સારુ એવું મનોરંજન કરે છે. પરંતુ ટુકડા ટુકડામાં.ઈન્ટરવલ પહેલા ફિલ્મની ગતિ ઘણી ધીરી છે. સેકન્ડ હાફમાં ઝોયા ફેક્ટર ઓન થતા સાથે જ ફિલ્મ ગતિ પકડે છે. પરંતુ જે રીતે ડિરેક્ટર ઝોયાના લક ફેક્ટરથી ભારતીય ટીમને જીતતા દેખાડે છે તે બાલિશ લાગે છે. કેમેન્ટેટરની કોમેન્ટ્રી હસાવે છે પરંતુ તમે વિચારમાં પડી જાવ છો કે ક્રિકેટમાં આ પ્રકારની કોમેન્ટ્રી શક્ય છે કે નહિ. નિર્દેશકે મનોરંજનને ધ્યાનમાં રાખીને ક્રિકેટની આસપાસ ફરતી આ ફિલ્મમાં ઘણી સિનેમેટિક લિબર્ટી લીધી છે.સોનમ કપૂર આ પ્રકારના રોલ પહેલા પણ કરી ચૂકી છે પરંતુ આ વખતે તેના કોમિક ટાઈમિંગમાં ખાસ્સો સુધારો જોવા મળે છે. ફિલ્મનું મુખ્ય આકર્ષણ દુલકર સલમાન છે. કારવાં પછી આ તેની બીજી ફિલ્મ છે. ફિલ્મમાં તે ન માત્ર ક્યુટ અને હેન્ડસમ લાગે છે, પરંતુ પોતાના રોલને પણ પૂરી પ્રતિબદ્ધતાથી નિભાવે છે.ફિલ્મમાં એક સીન માટે આવેલો અનિલ કપૂર દર્શકોને હસાવવામાં સફળ રહે છે. ઝોયાના પિતાના રૂપમાં સંજય કપૂર અને ભાઈ દિલાવરના રૂપમાં સિકંદર ખેરે સારુ કામ કર્યું છે. રોબિનના રોલમાં અંગદ બેદીએ ઈન્ટેન્સિટી જાળવી રાખી છે. શંકર-અહેસાન-લૉયે કાળ અને મેહરૂ જેવા સુંદર ગીતો બનાવ્યા છે.જો તમને લાઈટ કોમેડી ફિલ્મો જોવી પસંદ હોય તો આ ફિલ્મ જોઈ શકો છો.
1
ફર્સ્ટ ટાઈમ નિર્દેશક તરીકે શિલ્પી દાસગુપ્તાએ એક ખૂબ જ બોલ્ડ અને ગુપ્ત કહેવાતા વિષયની આસપાસ કોમેડી બનાવી છે, પરંતુ સ્ટોરની સમસ્યા છે કે તે ખૂબ ધીમે ધીમે આગળ વધે છે. ફિલ્મ પોતાના અસરકારક પંચથી વધારે કોમેડી બની શકી હોત. ફિલ્મ વચ્ચે વચ્ચે પોતાની પકડ ગુમાવી દે છે, જોકે નાના શહેરનો માહોલ અને માનસિકતાને નિર્દેશકે યોગ્ય રૂપે દર્શાવ્યો છે. ફિલ્મનો ક્લાઈમેક્સ મજેદાર છે. એક્ટિંગ બોબી બેદીના રૂપમાં સોનાક્ષી સિન્હાએ ગજબ કામ કર્યું છે.તેણે પોતાના પાત્રને ચહેરાના હાવભાવથી વધારે સશક્ત બનાવ્યું છે. સેક્સ જેવા ટૈબૂ વિશે વાત કરનારી બોબીએ માસુમીયત ગુમાવા નથી દીધી. સોનાક્ષીના લવ ઈન્ટ્રેસ્ટના રૂપમાં નવોદિત એક્ટર પ્રિયાંશ જોરા ક્યૂટ લાગી રહ્યો છે, પરંતુ તેનું પાત્ર વધારે મોટું નથી. રૈપ સ્ટારના રૂપમાં બાદશાહ સારો લાગી રહ્યો છે. તેણે પોતાના પાત્રને સારી રીતે નીભાવ્યું છે. વરુણ શર્માએ ટૂકડામાં મનોરંજન કર્યું છે. હવે તેને એક જ પ્રકારનું પાત્ર ભજવવાનું બંધ કરવું જોઈએ. અન્નૂ કપૂર અને કુલભૂષણ ખરબંદા પોતાના પાત્રો સાથે સારી રીતે ન્યાય કર્યો છે. ઘણા સંગીતકારોની ઉપસ્થિતિ છતાં ‘કોકા’, ‘શહર કી લડકી’ અને ‘સાંસ તો લે લે’ જેવા સોન્ગ એવરેજ બન્યા છે. શા માટે જોવી જોઈએ જો તમે મુદ્દાવાળી કોમેડી ફિલ્મના શોખીન હોય તો આ ફિલ્મ જોવા જઈ શકો છો.
1
આ હળવીફૂલ ફિલ્મમાં ડિરેક્ટરે પ્રેમ જેવા ગંભીર અને ગૂઢ વિષયને સારી રીતે વણી લેવાનો પ્રયત્ન કર્યો છે. તેમાં તપન વ્યાસની સિનેમેટોગ્રાફીએ ચાર ચાંદ લગાવી દીધા છે. ફિલ્મમાં સુરતના સુંદર લોકેશન્સ કેમેરામાં કંડારવામાં આવ્યા છે જે ગુજરાતી ફિલ્મોને પસંદ કરતા દર્શકો માટે નવુ નજરાણું છે.દરેક ફિલ્મમાં અમદાવાદને જોઈને હવે દર્શકો પણ કંટાળ્યા છે. ફિલ્મમાં અમુક ડાયલોગ્સ પણ ખૂબ સરસ લખાયા છે જે ફિલ્મ પૂરી થયા બાદ પણ તમારા મગજમાં ચોંટી જાય છે. મંથન જોશીના બોલ અને પ્રશાંત સાતોસેની ધૂન ફિલ્મમાં દૂધમાં સાકર ભળે તેમ ભળી જાય છે. મોજીલો ગુજરાતી અને ગુજરાતી બ્રેક અપ સોંગ ફિલ્મમાં જોવાની મજા પડી જાય છે.આ સાથે લવ સોંગ તૂ જ રે સ્વપ્નવત સુંદર દેખાય છે. ફિલ્મનો ફર્સ્ટ હાફ ઝડપી છે જ્યારે સેકન્ડ હાફ થોડો લાંબો ખેંચાતો હોય તેવુ લાગે છે. બંને કપલ વચ્ચે થોડી રોમેન્ટિક મોમેન્ટ્સ હાઈલાઈટ કરવાનો પ્રયાસ કરાયો છે. અમુક સારા કોમેડી સીન્સ છે પરંતુ ફિલ્મની લંબાઈ વધારે હોવાને કારણે ફિલ્મ થાપ ખાી જાય છે. રાહુલ અને શ્રેયાનો બ્રેકઅપ સીન પણ એટલો અસરકારક રીતે નથી ફિલ્માવાયો. તે ગળે ઉતરે એવો નથી. પરફોર્મન્સની વાત કરીએ તો વસંતી તરીકે સેજલ શાહની પાત્રવરણી એકદમ પરફેક્ટ થઈ છે. માઈરા દોશીની આ પહેલી ફિલ્મ છે અને તે પોતાના હાસ્યથી સ્ક્રીન પર છવાઈ જાય છે.જો કે તેની ડાયલોગ ડીલિવરી ખાસ ઈમ્પ્રેસિવ નથી, ખાસ કરીને મનોજ જોષી સાથેની સીનમાં. દિવ્યાંગ ઠક્કરે પાંચ વર્ષ પછી ઘણુ સરસ કમેબેક કર્યું છે. તે રમણિકના લવગુરુ રાહુલ તરીકે દર્શકોને પસંદ આવે તેવો છે. નાના રોલમાં ઓજસ રાવલ પોતાની છાપ છોડી જાય છે. મનોજ જોષીની વાત કરીએ તો તેમને ફિલ્મનો ભાર પોતાના ખભે ઉપાડતા ઘણી સારી રીતે આવડે છે. જો તમે સ્વીટ, રોમેન્ટિક, અર્થસભર ફિલ્મ જોવા માંગતા હોવ તો ચાસણી ફેમિલી સાથે જોવા જેવી સારી ફિલ્મ છે. અમારા તરફથી ફિલ્મને 3 સ્ટાર્સ.
1
અલાદીન અને જિનીની વાર્તા વર્ષોથી લોકો જાણે છે. આ પહેલા ડિઝનીએ તેના પર એનિમેટેડ સીરીઝ પણ બનાવી હતી જેને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. આ ફિલ્મમાં મસૂદ અને સ્કોટની નવી જોડી તાજગી લાવી છે. સ્ક્રીન પર બંનેની કેમિસ્ટ્રી કમાલની છે. ફિલ્મનું સૌથી મોટું સરપ્રાઈઝ પેકેજ અને મજબૂત પક્ષ છે જિનીના રૂપમાં વિલ સ્મિથ. ફિલ્મના મુખ્ય વિલન ઝફરનો રોલ પણ સારી રીતે ક્રિએટ કરવામાં આવ્યો છે.જોકે ફિલ્મનું ડિરેક્શન ક્યાંક ક્યાંક નબળું પડે છે. ફિલ્મમાં સોન્ગ અને ડાન્સ સીક્વેન્સ જરૂર વગર જ ઉમેરવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. ફિલ્મ 2 કલાક 8 મિનિટ લાંબી છે. બધા કેરેક્ટર્સને ડેવલપ કરવાને કારણે એવું થયું હોઈ શકે પરંતુ લાગી રહ્યું છે કે ડિરેક્ટરે ઉતાવળ કરીને ફિલ્મ પૂર્ણ કરી દીધી છે.
1
આશિષ મહેરા (અજય દેવગણ)ના મિત્ર રાજેશ (જાવેદ જાફરી)ને ખબર પડે છે કે તેનું દીકરીની ઉંમરની છોકરી આયેશા (રકુલ પ્રીત સિંહ) સાથે અફેર ચાલે છે તો તે આશિષને સલાહ આપે છે, “આ એજ ગેપ નહિ, જનરેશન ગેપ છે.” આ લવ અફેરમાં ક્યુટ રોમાન્સની ઘણી ચીજો છે. એકબીજાથી સાવ જુદી જ પર્સનાલિટીને પ્રેમમાં પડતા જોવાની મજા આવશે. આ ફિલ્મમાં અજય દેવગણ ટોપ ફોર્મમાં છે. ફિલ્મમાં તેને વારંવાર ‘બુઢ્ઢો’ કે ‘અંકલ’ કહેવાય ત્યારે દર્શકો હસવાનું રોકી નથી શકતા. 50 વર્ષની ઉંમરે પણ 20 વર્ષની છોકરી સાથે તેની કેમિસ્ટ્રી ખરાબ નથી લાગતી. રકુલનો કોન્ફિડન્સ અને ગ્લેમર અજય દેવગણની બરોબરી કરે તેવા છે.હંમેશાની જેમ આ ફિલ્મમાં તબ્બુએ પોતાનો રોલ ખૂબ જ સહજતાથી નિભાવ્યો છે. તેનું પરફોર્મન્સ અને એક્સપ્રેશન લાજવાબ છે. ફિલ્મમાં તબુની સુંદરતાને પણ પરદા પર સરસ રીતે દર્શાવાઈ છે. તબુનું કોમિક ટાઈમિંગ દર્શકોને પેટ પકડીને હસાવશે. ફિલ્મમાં અમુક નબળી કડીઓ છે જેમ કે ફિલ્મના લેખક લવ રંજન અને તરુણ જૈન તબુની ટેલેન્ટનો પૂરેપૂરો ફાયદો નથી ઉઠાવી શક્યા. તે આશિષે મંજૂને કેમ છોડી તેના પર પણ ખાસ પ્રકાશ નથી પાડવામાં આવ્યો.ફિલ્મના સેકન્ડ હાફમાં વિચિત્ર સંજોગો ઊભા થતા જાય છે જેને કારણે મતભેદ થાય છે. જો કે ડિરેક્ટર આકિવ અલીએ આધુનિક વિચારો અને જૂના નૈતિક મૂલ્યો વચ્ચે બેલેન્સ કરવાનો પ્રયત્ન કર્યો છે. અમુક મોટા મતભેદને અવિશ્વસનીય રીતે ઉકેલવામાં આવ્યા છે. જિમ્મી શેરગિલનું પાત્ર વધુ કન્ફ્યુઝન ઊભુ કરવા માટે જ જાણે લવાયું છે. જિમી સાથે વધુ કોમેડી સીન ઊભા કરી શકાયા હોત પણ આવું થયું નહિ.ફિલ્મનું મ્યુઝિક અને ગીતો નબળા છે પરંતુ બેકગ્રાઉન્ડ સ્કોર મજબૂત છે. તે અનેક સીન્સને વધુ ચોટદાર બનાવે છે. ફિલ્મમાં મેચ્યોરિટીથી તલાક, લિવ ઈન અને એજ ગેપ રોમાન્સ જેવા મુદ્દા આવરી લેવાયા છે. ડાયરેક્ટરે ફિલ્મને અણધાર્યો ક્લાઈમેક્સ આપ્યો છે. ઓવરઓલ દે દે પ્યાર દે એક મજેદાર ફિલ્મ છે જે અવારનવાર એક જ મુદ્દાને હાઈલાઈટ કરે છે કે જ્યારે વાત પ્રેમની હોય, ઉંમર ફક્ત એક આંકડો જ બનીને રહી જાય છે. અમારા તરફથી ફિલ્મને 3.5 સ્ટાર્સ.
1
ફિલ્મનો વિષય રસપ્રદ છે પરંતુ ક્યાંકને ક્યાંક આ ફિલ્મની ક્રિએટીવ ટીમે એવા મુદ્દાઓને પણ આવરી લેવાની કોશિશ કરી છે. જેથી ફિલ્મની મૂળ વાત ભૂલાય જતી હોય તેવું લાગે છે. ઉદાહરણ તરીકેઃ એજ્યુકેશન સિસ્ટમનો મુદ્દો, આમ છતાં પણ ડી ટાઉનમાં આ ફિલ્મની રજૂઆત એક ગેમ ચેન્જર સાબિત થશે તેવું માનવામાં આવે છે. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોમેડી સિવાય પણ ફિલ્મ મેકર્સે આ ફિલ્મ રજૂ કરીને એક ઉત્કૃષ્ટ પ્રયોગ કર્યો છે.આ ફિલ્મની સિનેમેટોગ્રાફી ઉત્તમ છે પરંતુ મલ્હાર ઠાકર, અર્ચન ત્રિવેદી અને નિસર્ગ ત્રિવેદીના ક્લોઝઅપ શોટ્સ ટાળી શકાયા હોત. જો વાત કરવામાં આવે એડિટીંગની તો ફિલ્મનું દરેક પાસું એકબીજા સાથે સારી રીતે કનેક્ટ થતું જોવા મળે છે. અમર કંધાનું મ્યૂઝિક વખાણવા લાયક છે. ફિલ્મમાં ક્લાસિક ટ્યૂનને સારી રીતે ફિલ્મના સબ્જેક્ટ સાથે આવરી લીધી છે. ફિલ્મનું સોંગ ‘વીરો આયો’, ‘શંખ બજે રે’ સારા છે. નિરેન ભટ્ટ અને જય ભટ્ટે ફિલ્મ માટે સારા લિરિક્સ લખ્યાં છે. ડાયલોગ અને સ્ક્રિનપ્લે પણ સારા છે.પર્ફોર્મન્સ વિશે વાત કરવામાં આવે તો મલ્હાર ઠાકરને તેની હેપી ગો લકી ઈમેજ છોડીને સીરિયસ રોલ કરવા માટે દાદ આપવી પડે. કિંજલ રાજપ્રિયા ફર્સ્ટ હાફમાં સુંદર લાગી રહી છે. જોકે, બીજા હાફમાં તે દર્શકો પર જોઈએ તેવો પ્રભાવ છોડી શકી નથી. શર્વરી જોશીનું કેરેક્ટર હજુ થોડુ લંબાવી શકાયું હોત. રિપોર્ટર તરીકે નિસર્ગ ત્રિવેદીનું પર્ફોર્મન્સ લાજવાબ છે. જોકે, આ ફિલ્મનું સરપ્રાઈઝ એલિમેન્ટ છે અર્ચન ત્રિવેદી, ‘ઢ’ ફિલ્મનાં સ્વીટ દાદાજીથી તરત જ સચિન મજમૂદાર તરીકેના એક ખંધા રાજનેતા તરીકેનો ડાર્ક શેડ વખાણવા લાયક છે.કુલ મળીને જોવા જઈએ તો આ એક પોલિટિકલ ડ્રામા ફિલ્મ છે. દોસ્તી-ફ્રેન્ડશીપ કોમેડીથી આગળ વધી આ ફિલ્મ સારો એટેમ્પ્ટ કહી શકાય. દર્શકોને ફિલ્મ ક્યાંક ક્યાંક ધીમી થતી હોવાનું લાગે છે પરંતુ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આ પ્રકારની સીરિયસ અને મીનિંગફુલ મૂવી એકવાર તો માણી જ શકાય.
1
સમલૈંગિક સંબંધો પર આ પહેલા પણ ‘અનફ્રીડમ’, ‘ફાયર’, ‘માય બ્રધર નિખિલ’, ‘આઈ એમ’, ‘બોમ્બે ટોકીઝ’ જેવી ફિલ્મ આવી છે. જોકે, ગત વર્ષે સપ્ટેમ્બરમાં કોર્ટ દ્વારા સમલૈંગિકતાને અપરાધની શ્રેણીમાંથી બહાર કર્યા પછી ડિરેક્ટર શૈલી ચોપડાની ‘એક લડકી કો દેખા તો ઐસા લગા’ આ મુદ્દે LGBT સમુદાય જ નહી પરંતુ સંપૂર્ણ સમાજ માટે એક મહત્વપૂર્ણ ફિલ્મ સાબિત થશે. ફિલ્મમાં સમલૈંગિક સંબંધોની ભાવનાત્મક રજૂઆત તો મજબૂત છે જ પરંતુ તેમના સેક્સ્યુઅલ ઓરિયન્ટેશન પર વાત થઈ નથી. એવું લાગે છે કે ડિરેક્ટરે આ પગલું યુએ સર્ટિફિકેટ મેળવવા માટે ઉઠાવ્યું છે.ડિરેક્ટર શૈલીધર ચોપડાની આ પહેલી ફિલ્મ છે. જ્યાં તેમણે એવા સંબંધને સ્ટોરીમાં ગૂંથ્યું છે જેને કાયદાકિય માન્યતા તો મળી છે પરંતુ સમાજ હજુ પણ તુચ્છ દ્રષ્ટિથી જુવે છે. સમાજ સમલૈંગિકતાને કુદરતી સમજવાની જગ્યાએ બીમારીની જેમ જુએ છે. જ્યાં સુધી ડિરેક્શનની વાત છે તો ફિલ્મ ફર્સ્ટ હાફમાં પણ ધીમી ગતિએ આગળ વધે છે. જોકે, સેકન્ડ હાફમાં જ્યારે તે મુદ્દા પર આવે છે ત્યારે રસપ્રદ અને સંવેદનશીલ થઈ જાય છે. ફિલ્મનો સ્ક્રિનપ્લે સુસ્ત છે. ક્લાઈમેક્સ ફિલ્મી હોવાની સાથે પ્રિડિક્ટેબલ પણ છે. લેખક-નિર્દેશન સોનમ-રેજીનાની રિલેશનશીપ ટ્રેકને ઉંડાણ આપ્યું હોત તો ફિલ્મ અવ્વલ કક્ષાની બની હોત.જો એક્ટિંગની વાત કરવામાં આવે તો રોલ અનુસાર સ્વીટી તરીકે સોનમે પોતાની માસૂમિયત જાળવી રાખી છે. તો પોતાની સમલૈંગિક પાર્ટનર રેજિના સાથે તેની સ્ટ્રોંગ કેમિસ્ટ્રી જોવા મળતી નથી. જોકે, તેણે સમાજમાં સમલૈંગિક થવાના શ્રાપને સારી રીતે દર્શાવ્યો છે. પિતા તરીકે અનિલ કપૂરે ખૂબ જ ઉમદા કામ કર્યું છે. એવું લાગે છે કે રિયલ લાઈફ કેમિસ્ટ્રી રીલ લાઈફમાં પણ કામ કરી ગઈ. રાજકુમાર રાવ પોતાના સહજ અને સૌમ્ય અંદાજમાં જોવા મળ્યો છે. જૂહી ચાવલા પોતાની કોમિક ટાઈમિંગથી ફિલ્મને રાહત આપે છે. જૂહી અને અનિલને લાંબા સમય પછી પડદા પર જોવા સારા લાગે છે.રેજિનાનું કેરેક્ટ્રાઈઝેશન થોડું વધારવાની જરુર હતી. સપોર્ટિંગ કાસ્ટમાં મધુમાલતી કપૂર, સીમા પાહવા બ્રિજેન્દ્ર કાલા અને અભિષેક દુહાને સારુ કામ કર્યું છે. રોચક કોહલીના સંગીતમાં ‘એક લડકી કો દેખા તો ઐસા લગા’ ટાઈટલ ટ્રેક પણ ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. મિર્ચી ટોપ 20ની લિસ્ટમાં આ ગીત સોળમા સ્થાન પર છે. ન્યૂ એજ રિલેશનશિપ તરીકે આ ફિલ્મ જરુરી છે.
1
બાળા સાહેબ ઠાકરેના નામથી ઓળખાતા બાળ કેશવ ઠાકરે લોકપ્રિય નેતા હોવાની સાથે સાથે એક કોન્ટ્રોવર્શિયલ વ્યક્તિ હતા. તેમની રાજકીય કારકિર્દીમાં અનેક રસપ્રદ ક્ષણો આવી હતી અને તેમના કેટલાક ભાષણનો કારણે હુલ્લડો પણ ફાટી નીકળ્યા હતા. ફિલ્મમાં ઠાકરે વખણાયા છે અને વખોડાયા છે તે બંને પાસા જોવા મળશે. ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકીએ પાવરફૂલ પરફોર્મન્સ આપ્યો છે અને પરદા પર બાળ ઠાકરેનું પાત્ર જીવંત કર્યું છે. જો કે સ્ક્રીનપ્લે નબળો હોવાથી ફિલ્મ જોઈએ એવી સારી નથી બની.આ સ્ટોરી 1960થી શરૂ થાય છે જ્યારે બાળ ઠાકરે એક પ્રેસ જર્નલ માટે કાર્ટૂનિસ્ટ તરીકે કામ કરતા હતા. ત્યાર બાદ સ્ટોરી 70,80 અને 90ના દાયકામાં આકાર લે છે. સામાન્ય રીતે હીરોને બાયોપિકમાં લાર્જર ધેન લાઈફ બતાવવાનો હોય તો કામ આસાન થઈ જાય છે પરંતુ ઠાકરેમાં બાળ ઠાકરેની કારકિર્દીનું વાસ્તવિક ચિત્રણ છે. એટલી હદે કે તે કોર્ટમાં ઊભા રહીને કબૂલ કરે છે કે તેમની પાર્ટીના કાર્યકર્તાઓએ બાબરી મસ્જિદ પાડવામાં ફાળો આપ્યો હતો. ઠાકરે ક્યારેય તોળી તોળીને બોલનારામાંના નહતા. ડિરેક્ટર અભિજીત પાનસે પણ આ જ રસ્તે ચાલ્યા છે. ઠાકરેના જીવનનું માત્ર સારુ ચિત્ર ઊભુ કરવાને બદલે તેમણે વાસ્તવિકતા બતાવી છે. હા, પણ તે ઠાકરેને લોકોના હીરો બતાવવાની કોશિશ જરૂર કરે છે.ડિરેક્ટરે ફિલ્મમાં અમુક સારા નિર્ણયો કર્યા છે. જેમ કે ફર્સ્ટ હાફ બ્લેક એન્ડ વ્હાઈટમાં છે. તેને કારણે દર્શક જૂના સમયમાં પહોંચી જાય છે. CGIની મદદથી આબેહૂબ જૂની મુંબઈ પરદા પર રજૂ કરાઈ છે. ફિલ્મમાં સાચા નેતાઓ સાચા નામ સાથે દર્શાવાયા છે અને ફિલ્મનું કાસ્ટિંગ જબરદસ્ત છે. અમુક સિનેમેટિક ટ્રાન્ઝિશન તમારા દિમાગમાં ચોંટી જશે જેમ કે બાબરી મસ્જિદની ટોચે પડતા હથોડા પરથી સીધા જજના ગ્રેવલનો સીન.ફિલ્મનું સૌથી સબળુ પાસુ નવાઝુદ્દીનનો બાળ ઠાકરે તરીકેનો અભિનય છે. એક્ટરે ઠાકરેના બોલચાલની નકલ કરવાની કોશિશ ન કરીને સમજણનું કામ કર્યું છે. નવાઝ મિનિમલ મેકઅપમાં દેખાય છે અને શિવસેનાના સુપ્રીમોના પાત્રને પૂરો ન્યાય આપે છે. રસપ્રદ વાત એ છે કે 2016માં નવાઝે પોતાના ગામ બુધનામાં રામલીલા પરફોર્મન્સ પડતુ મૂકવું પડ્યું હતું કારણ કે શિવસેનાના કાર્યકર્તાઓએ તેના વિરુદ્ધ ફરિયાદ કરી હતી. ત્યાર પછી નવાઝે આદિત્ય ઠાકરેનો સંપર્ક કરી મામલો થાળે પાડવો પડ્યો હતો. અમૃતા રાવનો સાવ નાનો અને નગણ્ય રોલ છે. જ્યોર્જ ફર્નાન્ડિઝ, શરદ પવાર અને બીજા પાત્રોએ નવાઝના પાત્રને ફિલ્મમાં સારો સપોર્ટ આપ્યો છે.ફિલ્મમાં ઠાકરેને જેવા હતા તેવા ચીતરાયા છે. ફિલ્મની પ્રામાણિકતા બિરદાવા લાયક છે પરંતુ ફિલ્મમાં સ્પષ્ટતાનો અભાવ છે. વધુ અનુભવી લેખકે ફિલ્મ લખી હોત તો કમાલ થાત. નવાઝના પરફોર્મન્સને કારણે ફિલ્મના નબળા પાસા ઢંકાઈ જાય છે. ફિલ્મને અમારી તરફથી 3 સ્ટાર.નોંધઃ ઠાકરે ફિલ્મ રાજ્યસભાના MP અને શિવસેનાના સભ્ય સંજય રાવતે લખી અને પ્રોડ્યુસ કરી છે.
1
આપણે પ્રોડક્શન હાઉસ અને ડિરેક્ટર ફૈસલ હાશ્મી તથા આખી ટીમને ગુજરાતીમાં સાઈ-ફાઈ થ્રિલર બનાવવાનો પ્રયત્ન કરવા બદલ ઢગલાબંધ ધન્યવાદ આપવા પડે. પહેલી વાર ગુજરાતીમાં આ ક્ષેત્રે કોઈએ ફિલ્મ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. તેની VFX ઘણઈ સારી છે. તેનું સેટ-અપ ભવ્ય છે અને સ્ટોરી લાઈન આમ પ્રેડિક્ટેબલ છતાંય રસપ્રદ છે. પોતાની બીજી જ ફિલ્મમાં ડિરેક્ટર ફૈઝલ હાશ્મીએ ખાસ્સી પ્રગતિ કરી છે. તેમનો ફિલ્મમાં કેમિયો પણ રસપ્રદ છે. ફિલ્મનું એડિટિંગ ક્રિસ્પ અને શાર્પ છે જેથી ફિલ્મ લાંબી તણાઈ નથી.ફિલ્મ મહદંશે સરસ લખાઈ છે પરંતુ ઈન્ટરવલ પહેલા અમુક ચીજોના રીપિટેશનને કારણે ફિલ્મ કંટાળાજનક બની જાય છે. હોલિવુડ ફિલ્મો જોવાના શોખીન હશો તો આ ફિલ્મ તમને આ ટાઈપની ઘણી ફિલ્મોની યાદ અપાવશે.પરફોર્મન્સની વાત કરીએ તો ધ્વનિત તેની પહેલી ફિલ્મ કરતા ઘણો વધારે કોન્ફિડન્ટ લાગે છે પણ તેના અમુક સ્ટન્ટ તમને ગળે ઉતરે તેવા નથી. ન્યુઝ એન્કર તરીકે કિંજલ રાજપ્રિયા સુંદર લાગે છે અને શું થયુ? કરતા તેનો રોલ સાવ અલગ જ છે. સ્મિત પંડ્યા અને ઉત્કર્ષ મઝુમદારે મજબૂત પરફોર્મન્સ આપ્યા છે. જેકોબ તરીકે વિક્કી શાહ પણ જામે છે.સાઈ-ફાઈ ડ્રામામાં કોઈ ગીત નથી અને તે ઓડિયન્સને સીટ સાથે જકડી રાખે તેવી છે. વીકેન્ડમાં ફ્રી હોવ તો એક વાર આ ફિલ્મ જોવા જેવી ખરી. અમારા તરફથી ફિલ્મને 3.5 સ્ટાર.
1
ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર પુસ્તર પર આધારિત આ ફિલ્મમાં પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ (અનુપમ ખેર) અને તેમના મીડિયા એડવાઈઝર સંજય બારુ (અક્ષય ખન્ના)ની વચ્ચેના સંબંધને ખૂબ સારી રીતે દેખાડવામાં આવ્યો છે. ફિલ્મના મોટાભાગના હિસ્સામાં સંજય બારુ મનમોહન સિંહની મીડિયામાં ઈમેજ માટે સંઘર્ષ કરતા રહે છે. બીજી તરફ. UPA સરકારની ખાસ વાતો જેમ કે, ન્યૂક્લિયર ડીલ, સોનિયા ગાંધીના એકાધિકારને પણ દેખાડવામાં આવ્યા છે.જો આ ફિલ્મમાં જો કેટલાક ટ્વીસ્ટ્સ ન દેખાડાયા હોત અને દમદાર પ્રદર્શન ન હોત તો ફિલ્મ ડગમગાઈ ગઈ હોત.અનુપમ ખેરે એક શાંત રહેનારા વડાપ્રધાનની ભૂમિકા ભજવી છે જેમણે એક એવા સમયે વડાપ્રધાન પદ ગ્રહણ કર્યું હતું જ્યારે સ્થિતિ ખૂબ જ સંદિગ્ધ હતી. આ ભૂમિકામાં તેમનું પ્રદર્શન શાનદાર છે. તેમણે ખૂબ જ સરળતાથી મનમોહન સિંહના અંદાજ અને બોલચાલ પોતાની અંદર ઢાળી લીધી છે. ધીમે-ધીમે દર્શક તેમની સાથે જોડાઈ જાય છે. તે ક્યારેય સાચો નિર્ણય લેવાની હિંમત એકઠી કરે છે તો ક્યારેક તેમના પર રહેલા તાકાતો સામે નમી જાય છે. પણ એ અક્ષય ખન્ના એ સુનિશ્ચિત કરે છે કે, આ પૉલિટિકલ ડ્રામામાં કોઈ ડલ મૉમેન્ટ ન રહે. તે એક સૂત્રધારની જે દર્શકોને સારી રીતે બાંધી રાખે છે.સોનિયા ગાંધીની ભૂમિકા ભજવી રહેલી જર્મન એક્ટ્રેસ સુજેન બર્નર્ટે પોતાની ભૂમિકા ગંભીરતાથી ભજવી છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના પાત્રો ભજવનારા એક્ટર્સને વધારે તક મળી નથી. દિવ્યા સેઠ શાહે મહમોહન સિંહની પત્ની ગુરશરન કૌરનું પાત્ર ખૂબ શાનદાર રીતે ભજવ્યું છે. જોકે, આ ઉપરાંત વિપક્ષના નેતાઓ અને ન્યૂઝ એન્કર્સની ભૂમિકા ભજવનારા એક્ટર્સ માત્ર તેમના ડુપ્લિકેટ બનીને રહી જાય છે.આ ઉપરાંત જનતા પર મનમોહન સિંહના નિર્ણયોનો પ્રભાવ માત્ર ન્યૂઝરૂમ અને અખબારોની હેડલાઈન્સ સુધી જ મર્યાદિત રાખવામાં આવ્યો છે. ક્યાંય-ક્યાંય ફિલ્મ થોડી બોરિંગ લાગવા માડે છે કારણ કે, તેમાં માત્ર બંધ દરવાજા અથવા કોઈ ફાઈલ ફુટેજ દેખાડવામાં આવતા હોય છે. ફિલ્મે થોડી બહાદુરી સાથે અસલ પાત્રોના નામ લીધા છે અને તેમને એ જ રીતે દેખાડ્યા છે જેવી રીતે તેમને જોવામાં આવે છે. ફિલ્મના રાઈટિંગ થોડું ઊંડાણ લાવી શકાયું હોત જેનાથી દરેક પાત્ર વિશે થોડું વધારે દેખાડી શકાત.બૉલિવૂડમાં ઘણી પોલિટિકલ ડ્રામા બની ચૂકી છે. તે ગંભીર અને જટિલ રહી છે. આવામાં ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ તમારી જાણકારી વધારવા કરતા માત્ર તમારું મનોરંજન કરે છે.
1
પેટ્ટા ડાયરેક્ટ કાર્તિક સુબ્બારાજની ફિલ્મ ઓછી પરંતુ રજનીકાંતની મસાલા ફિલ્મ વધારે છે. રજનીના ફેન્સ ફરી એક વખત થલાઈવા સ્ટાઈલમાં જોવા મળશે. ફિલ્મમાં કોમેડી, રજનીના ડાયલોગ્સ અને સ્ટાઈલ જોવા મળશે. એટલેકે રજનીકાંતની વધુ એક એન્ટરટેઈન ફિલ્મ છે.ફિલ્મના અપ્રોચથી લાગી રહ્યું છે કે આ ફિલ્મ સુપરહિત સાબિત થશે. જોકે કેટલીક બાબતો તમને પસંદ ન પણ આવે, જેમ કે ફિલ્મ ઘણી લાંબી છે, કોલેજના સીન પણ લાંબા છે, ગીતોની જરુર નથી. આ ઉપરાંત ફિલ્મના વિલન નવાઝનું પાત્ર વધારે મજબૂત લખવું જોઈતું હતું. જોકે રજનીકાંત જ ફિલ્મને હિટ કરાવવા માટે કાફી છે.
1
આ ફિલ્મનું સૌથી સબળુ પાસુ એ છે કે તે દેશભક્તિથી છલોછલ બીજી ફિલ્મો કરતા અલગ બની છે. આ ઘણી બેલેન્સ્ડ ફિલ્મ છે. પણ નબળી બાજુ એ છે કે ફિલ્મમાં રિસર્ચનો સદંતર અભાવ છે. તેને કારણે ફિલ્મમાં મોટો હિસ્સો વિહાનની પર્સનલ લાઈફ વિષે બતાવી દેવાયો છે. એમાં કશું ખોટું નથી પણ તેને કારણે ફિલ્મનું ફોકસ આર્મીના જવાનોએ આ બ્રિલિયન્ટ મિશન કેવી રીતે પાર પાડ્યું તેના પરથી હટી જાય છે.અભિનયની વાત કરીએ તો વિકી કૌશલ તેના પાત્રમાં ઊંડાઈ લાવવામાં સફળ ગયો છે. અમુક સીનમાં તે કાચો પડે છે પણ સરવાળે તેણે મેચ્યોર પરફોર્મન્સ આપ્યું છે. યામી ગૌતમ ફિલ્મમાં એજન્ટના રોલમાં ફિટ નથી બેસતી. ઈન્ટરોગેશન રૂમમાં બેસવા માટે જેવી કડક પર્સનાલિટી જોઈએ તેના માટે યામી ઘણી નબળી પડે છે. ‘તેરે અખરોટ મૂંહ સે નિકાલ દૂંગી’ જેવી લાઈન બોલવા માટે યામી ઢીલી પડે છે. પરેશ રાવલ તેની ભૂમિકા પરફેક્શનથી ભજવે છે. તેનું પાત્ર દેશના નેશનલ સિક્યોરિટી એડવાઈઝર અજિત ડોભલ પર આધારિત છે અને તે આખી ફિલ્મનું સૌથી સબળુ પાસુ છે. એરફોર્સ પાઈલટ તરીકે ક્રિતી કુલ્હારીને પણ કંઈ ખાસ કરવાનો મોકો નથી મળ્યું.ફિલ્મનો હીરો મિશન પરથી તેના બધા જ માણસોને જીવતા પાછા લાવવાનું વચન પાળે છે. એક્શન મૂવી ગમતી હોય તો આ ફિલ્મ સારી વન ટાઈમ વૉચ છે. અમારા તરફથી ફિલ્મને 3 સ્ટાર્સ.
1
આ ફિલ્મ અંગે ઘણા સમયથી ગણગણાટ હતો. આ ફિલ્મથી બોલિવુડનો જાણીતો એક્ટર રોહિત રોય ગુજરાતી સિનેમામાં પર્દાર્પણ કરી રહ્યો છે. આ ફિલ્મનું નિર્દેશન અને અભિનય એક સાથે સંભાળવુ આસાન કામ નથી. પરંતુ સની પંચોલીએ આ ફિલ્મમાં સંનિષ્ઠ પ્રયત્ન કર્યો છે. ફિલ્મના ફર્સ્ટ હાફમાં તમને ભાગ્યે જ દેશ પ્રત્યેનો પ્રેમ જોવા મળશે. ફિલ્મ તેના મુખ્ય મુદ્દા પર આવતા સમય લે છે. પહેલા હાફમાં તમને જય અને તેના મિત્રો વચ્ચેનું બોન્ડિંગ અને ભૂમિ (શ્રિયા તિવારી) પ્રત્યેની લાગણી વિષે જ વધુ જાણવા મળશે.ફિલ્મમાં ભૂમિ અને જય વચ્ચે કેમિસ્ટ્રી સારી છે. તેમની વચ્ચેના ડાયલોગ્સ સાથે દર્શકો તેમની જાતને સાંકળી શકશે. આ ઉપરાંત જય અને તેના મિત્રો વચ્ચે પણ કેટલીક સારી પળો કેમેરામાં ઝીલાઈ છે. ખાસ કરીને સપોર્ટિંગ એક્ટર્સમાં પાર્થ ઠાકરનું પરફોર્મન્સ વખાણવા જેવું છે. નેગેટિવ રોલમાં ઋષિકેશ ઈન્ગલે પણ જામે છે. રોહિત રોય અને મનોજ જોષી તેમના પાત્રોને સહજતાથી નિભાવે છે. ફિલ્મમાં કેટલાક ગણગણવા ગમે તેવા ગીતો પણ છે જે સ્ક્રીનપ્લેમાં ભળી જાય છે.ફિલ્મનો સેકન્ડ હાફ વધુ સારો બન્યો છે. તેમાં કેટલીક ચેઝ અને ફાઈટ સિક્વન્સ તથા કુસ્તી જોવાની મજા આવે છે. અંતમાં ટ્વિસ્ટ દર્શકોને સરપ્રાઈઝ કરી દે તેવો છે. આ ફિલ્મ પરફોર્મન્સને કારણે જોવી ગમે તેવી બની છે. જો એડિટિંગ વધુ સ્માર્ટ કરાયુ હોત તો દર્શકોને જોવાની વધુ મજા પડત. એક અલગ વિષય પર ગુજરાતી ફિલ્મ બનાવવાનો આ સારો પ્રયાસ છે. અમારા તરફથી ફિલ્મને 3 સ્ટાર.
1
લવયાત્રિ એક સાધારણ લવસ્ટોરી છે. તેનાથી વધારે ફિલ્મમાં કંઈ જ નથી. ડિરેક્ટર અભિરાજ મીનાવાલાની આ પહેલી ફિલ્મ છે અને તેમણે બોલિવૂડના જૂના મસાલાનો ઉપયોગ કરીને સેફ ગેમ રમવાનો પ્રયત્ન કર્યો છે. જો કે ફિલ્મનો સ્ક્રીનપ્લે નબળો છે. ફિલ્મના કેરેક્ટર્સ તમને ગમશે, પરંતુ સ્ટોરી તમને આકર્ષક નહીં લાગે. ફિલ્મના ગીતો સુંદરતાથી શૂટ કરવામાં આવ્યા છે અને વૈભવી મર્ચન્ટની કોરિયૉગ્રાફી પણ સારી છે.પોતાની પહેલી ફિલ્મ કરી રહેલા આયુષ અને વરીના હજી એક્ટિંગમાં કાચા છે, તેમ કહેવું યોગ્ય રહેશે. જો કે સ્ક્રીન પર તેમની કેમિસ્ટ્રી સારી લાગે છે. સુસુના અંકલ તરીકે રામ કપૂર અને મિશેલના પિતા તરીકે રોનિત રૉયે સારું કામ કર્યુ છે અને ઈમોશનલ તેમજ ભારે-ભરખમ ડાયલોગ આપ્યા છે. લવરાત્રિ તે લોકો માટે સારી ફિલ્મ છે જે 90ના દશકામની રોમાન્ટિક ફિલ્મોના શોખીન છે.
1
જ્યારે ફિલ્મમાં હોટ સિંગર બેબી સિંહના રોલમાં ઐશ્વર્યા રાય બચ્ચન ખૂબ જ ગોર્જિયસ લાગે છે. જોકે તેના રોલ પર કંઈ ખાસ કામ કરવામાં આવ્યું ન હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે ટેલેન્ડેટ એક્ટર રાજકુમાર રાવ આ ફિલ્મમાં પ્રશાંતનો ખાસ દોસ્ત છે. રાજકુમાર રાવ સાથે જોકે તેની કેમેસ્ટ્રી અસ્વાભાવિક લાગે છે. જો કે કેટલાક કોમેડિ સીનના પાછળ છુપાઈ જાય છે.ફિલ્મ સેકન્ડ હાફમાં થોડી થોડી ટ્રેક પરથી ભટકી રહી હોય તેવું લાગે છે. જેમ કે બેબી સિંહની કોઈ બેકસ્ટોરી જ નથી અને તેની લાફઈમાં ફક્ત તેનો એક મેનેજર છે જે એવું જ ઇચ્છે છે કે એક રિયાલિટી શોમાં સ્ટેજ પર બેબી સિંહ વોર્ડરોબ માલફંક્શનનો શિકાર બને. ફિલ્મનો સેકન્ડ હાફ ખૂબ લાંબો છે અને ખેંચીને ચ્યુઇંગમ થઈ ગયો છે. તેમજ ફિલ્માં મ્યુઝિકની જો વાત કરવામા આવે તો ‘અચ્છે દિન’ને છોડીને ફિલ્મનો સાઉન્ડ ટ્રેક એટલો સારો નથી બની શક્યો.છલ્લે બધુ મળીને ફિલ્મ ફન્ને ખાં સ્ટાર્સથી ભરેલી મ્યુઝિકલ ડ્રામા ફિલ્મ છે. જેમાં સ્ટાર્સ પોતાના અવાજથી દુનિયાને પોતાના પગે લાવવા માગે છે. આ ફિલ્મ દેખાડે છે કે કઈ રીતે કોઈ પેરેન્ટ્સ પોતાના અધૂરા સપનાઓને પોતાના બાળકો દ્વારા પૂરા કરી દેખાડવા માગે છે. ફિલ્મના શો સ્ટોપર કહો કે આકર્ષણ એકમાત્ર અનિલ કપૂર જ છે. જેમણે પોતાની અફલાતૂન એક્ટિંગ દ્વારા ફિલ્મમાં રંગ લાવ્યો છે. ફક્ત અને ફક્ત આ માટે જ ફન્ને ખાં તમારે એકવાર જોવી જોઈએ.
1
લેખક-નિર્દેશક શાદ અલીએ ફિલ્મના ફર્સ્ટ હાફમાં સંદીપની હૉકી પ્લેયર બનવાની વાર્તા દેખાડી છે, જોકે, આમાં તેમણે કસબાના નાની-નાની મૉમેન્ટ્સ અને લીડ પેરના રોમાન્સ જોડીને વાર્તા કંટાળાજનક બનવા દીધી નથી. ઈન્ટરવલ પહેલા વાર્તા સીરિયસ વળાંક લે છે, જે તમને ભાવુક કરી દેશે. ‘ઉડતા પંજાબ’માં દિલજીતની એક્ટિંગને વખાણવામાં આવી હતી પણ ‘સૂરમા’માં તેણે જે અભિનય કર્યો છે તે શાનદાર છે. તે પોતાના પાત્રના દરેક ભાવ અને મૉમેન્ટને જીવંત રાખે છે. ફિલ્મમાં તેની હૉકીની સ્કિલ્સ પણ પ્રશંસનીય છે, પણ જે રીતે તેણે પાત્રને સમજ્યું અને ભજવ્યું તે દિલ જીતી લે છે.તાપસી પન્નૂ હંમેશાની જેમ એક્ટિંગ બાબતેનેશનલ હૉકી ટીમના કેપ્ટન, અર્જુન એવોર્ડ વિનર અને એક વ્યક્તિ જેને ભૂલથી ગોળી મારી દેવાઈ અને ત્યારબાદ પણ કમબેક કર્યું, તેની વાર્તા બાયોપિક રૂપે પડદા પર ઉતારવાના ઘણા ફાયદા છે. જોકે, શાદ અલીએ જે રીતે વાર્તા રજૂ કરી છે તેમાં સિનેમા માટે જરૂરી ડ્રામા અને સૉલિડ સબજેક્ટ મિસિંગ દેખાય છે. ફિલ્મમાં હૉકી સાથે જોડાયેલા ઘણા સીન છે પણ તેમાનો એકેય તમને થ્રિલ નહીં અપાવે. પોતાનું બેસ્ટ આપતી દેખાઈ પણ તેનું પાત્ર ફિલ્મના ટ્રેકને સ્લૉ કરે છે. સપોર્ટિંગ કાસ્ટના રૂપમાં અંગદ બેદી જેણે દિલજીતના મોટાભાઈનો રોલ કર્યો છે, શાનદાર એક્ટિંગ કરે છે. તેણે પણ પોતાના પાત્રને ખૂબ સારી રીતે પડદા પર ભજવ્યું છે.તો જો તમે જાણવા માગતા હોવ કે સંદીપ સિંહની જિંદગીમાં ક્યાં, કેમ, શું અને ક્યારે થયું થયું તો ‘સૂરમા’ ફિલ્મ તમારા માટે છે. આ દિલ સાથે જોડાયેલી વાર્તા છે જે તમારું દિલ જીતી શકે છે. આ ફિલ્મ તમને હકીકત દેખાડે છે પણ વાર્તામાં રોમાંચની ઉણપ તેને નબળી પાડે છે.
1
ચાર દોસ્ત પોતપોતાની જિંદગી સામે ઝઝૂમતા હોય છે અને તેમના દિલ તૂટે છે. બોલિવૂડમાં આ કોઈ નવો કોન્સેપ્ટ નથી પરંતુ ‘વીરે દી વેડિંગ’ એટલા માટે અલગ છે કે આ ફિલ્મમાં યુવતીઓ ચાર દોસ્ત છે. આ ચારે યુવતીઓ પોતાની શરતો પર જીવે છે અને નીડર તેમજ બેખૌફ થઈને વાત કરે છે. આ ચારેય સેક્સ અને ઓર્ગેઝમની પણ વાત કરે છે. તેઓ પોતાના હાલાત પર હસે છે. આ રીતની ફિલ્મને જોવી સારી લાગે છે જેમાં મહિલા કેરેક્ટરની પ્રગતી અને તેમની જિંદગીની ઉણપ તેમજ મુશ્કેલીઓને બતાવવામાં આવી હોય. આ કેરેક્ટર્સને ભૂલ કરવાની છૂટ હોય છે અને આ જ ફિલ્મની સુંદરતા છે.આ ચારેની ફ્રેન્ડશિપ ખૂબ જ મજબૂત છે. કેટલાક ઉત્તમ ડાયલોગ્સ પણ છે. જેને આ એક્ટ્રેસિસ પર શાનદાર રીતે ફિલ્માવવામાં આવ્યા છે. ફિલ્મના અનેક સીન તમને હસાવે પણ છે. જોકે, ફિલ્મમાં કેરેક્ટરના જીવનને હજુ થોડા વિસ્તારથી બતાવ્યું હોત તો વધારે સારુ રહેત. જેને દર્શક અનુભવી શકે. દર્શક આ કેરેક્ટરની સમસ્યા સમજે છે. પરંતુ પોતાને સાથે જોડી શકતા નથી. સ્ક્રિપ્ટ પર થોડું કામ કરવામાં આવ્યું હોત તો ફિલ્મ જાનદાર બની શકી હોત.યુવતીઓના ડાયલોગ રસપ્રદ છે પરંતુ ક્યાંક યુવતીઓની ગપ્પેબાજીમાં ખૂબ સમય બર્બાદ કરવામાં આવ્યો છે. આથી ફિલ્મની ગતિ ધીમી લાગે છે. દરેક ફ્રેમમાં આ ચારે યુવતીઓએ સારા આઉટફીટ્સ પહેર્યા છે. તે પાર્ટી કરી રહી હોય કે સફાઈ કરતી હોય. કોઈકના વિચારોમાં હોય કે સાથે બેઠી હોય. આ ચારે એક્ટ્રેસિસે પોતાના ડાયલોગ્સને ખૂબ જ આત્મવિશ્વાસ સાથે પડદા પર ઉતાર્યા છે.જોકે, બેકગ્રાઉન્ડ મ્યૂઝિક ક્યારેક ક્યારેક અસહ્ય લાગે છે. આ ઉપરાંત ‘તારીફાં’ અને ‘ભાંગડા તા સજદા’ જેવા ગીત તમને ખૂબ જ એન્ટરટેઈન કરશે. પડદા પર મહિલાઓના આવા કેરેક્ટર ખૂબ જ ઓછા જોવા મળે છે. જે બેખૌફ થઈને પોતાની ઈચ્છાઓ અને સેક્સ વિશે વાત કરી શકે. ‘વીરે દી વેડિંગ’માં આ બાબતે સારો પ્રયાસ કરવામાં આવ્યો છે. ખાસ તો તેના ડાયલોગ્સ અને સમસ્યાઓ સાથે યુવાઓ પોતાને કનેક્ટ કરી શકશે.
1
નિર્દેશક સુદીપ બંદોપાધ્યાયની ‘હોપ ઔર હમ’ની સ્ટોરીમાં અનેક મુદ્દાઓ વણી લેવામાં આવ્યાં છે. ફિલ્મમાં આશાની સાથે જ નસીબને પણ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. દરેક કેરેક્ટર સાચા અને સહજ લાગે છે પરંતુ ફિલ્મમાં અનેક જગ્યાએ પોતાની પકડ ગુમાવી દે છે અને સ્ટોરી એકધારી ગતિમાં ચાલે છે. ફિલ્મને સ્ક્રિનપ્લેની મદદ વડે રસપ્રદ બનાવી શકાઈ હોત. ફિલ્મમાં અનેક પળ એવી પણ આવે છે. જે તમારા મો પર સ્માઈલ લાવી દે છે.નસીરૂદ્દીન શાહે હંમેશની જેમ પોતાના કેરેક્ટરને ભરપૂર ન્યાય આપ્યો છે. નાગેશ શ્રીવાસ્તવના રોલમાં તેનું કામ સુંદર છે. આ સાથે જ બાળ કલાકાર કબીહ સાજિદે પણ સારો અભિનય કર્યો છે. નાના કબીરે પોતાના બાળ માનસિક દ્વંદ્વને સારી રીતે દર્શાવ્યો છે. સોનાલી કુલકર્ણીના ભાગે ખાસ કરવા જેવું કશું જ નથી. આમિર બશીર અને નીતિન કસ્તુરિયાની એક્ટિંગ ઠીકઠાક છે. ફિલ્મમાં સંગીતકાર રૂપર્ટ ફર્નાન્ડિઝનું સંગીત જોઇએ એવું સારૂ નથી. જો તમે પારિવારીક ફિલ્મના શોખીન હોવ તો આ ફિલ્મ જોઈ શકો છો.
1
ક્રાઈમ-ડ્રામા ફિલ્મ ‘મૉનસૂન શૂટઆઉટ’થી ડિરેક્શનની શરૂઆત કરનારા અમિત કુમારે આ ફિલ્મની સ્ટોરી કરતા સ્ટાઈલ પર વધારે ધ્યાન આપ્યું છે. ફિલ્મની આખી વાર્તા એ વાત પર ટકેલી છે કે, આદીનો સામનો જ્યારે ખૂનના આરોપી શિવા (નવાઝુદ્દીન સિદ્દીકી) સાથે થાય છે ત્યારે તેનો એક નિર્ણય કેવી રીતે શિવાની પૂરી જિંદગી બદલી શકે છે.ફિલ્મની સિનેમેટોગ્રાફીમાં મુંબઈ શહેરના મિજાજને શાનદાર રીતે દેખાડવામાં આવ્યો છે. પોતાની પહેલી ફિલ્મમાં વિજય વર્માએ સારું કામ કર્યું છે અને હત્યારાના રોલમાં નવાઝુદ્દીને નેગેટિવ રોલને બખૂબી નિભાવ્યો છે. ફિલ્મના એક્ટર્સ આવા રોલ પહેલા પણ ભજવી ચૂક્યા છે જેના કારણે તેમને પોતાના કેરેક્ટરને સ્ક્રીન પર પૂરી રીતે જીવંત કરવાની તક મળતી નથી. જોકે, તમે ક્રાઈમ-ડ્રામા ટાઈપની તમને પસંદ છે તો આ ફિલ્મ એકવાર જરૂરથી જોઈ શકાય છે.
1
ફિલ્મમાં ઝરીન ખાને પોતાની ઈમેજ મુજબ રોલ કર્યો છે. ગૌતમ રોડે અને અભિનવ શુક્લા સાથે ઝરીને ઘણા હોટ સીન આપ્યા છે. આ ફિલ્મ જોઈને એવું કહેવું કંઈ ખોટું નથી કે ઝરીને પોતાને રોમાંટિક-થ્રિલર જોનરની ફિલ્મો માટે એક ચોઈસ બનાવી લીધી છે. ફિલ્મમાં ગૌતમ, અભિવન અને મોહીતે એવરેજ પરફોર્મન્સ આપ્યું છે. ક્રિકેટમાંથી બોલિવૂડમાં એન્ટ્રી કરનારા શ્રીસંતે ફિલ્મમાં કંઈ ખાસ કામ કર્યું નથી. લિલેટ દુબેએ સારી રીતે પોતાનો રોલ નિભાવ્યો છે. ડિરેક્ટર અનંત નારાયણ દેસાઈએ દર્શકોને અંત સુધી જકડી રાખવાનો પ્રયત્ન મહદ અંશે સફળ થયા છે.
1
તનુજા ચંદ્રાનો સમાવેશ ગ્લેમર ઈન્ડસ્ટ્રીના એ ડિરેક્ટર્સમાં થાય છે જે બોક્સ ઑફિસ કલેક્સનની પરવા કર્યા વિના એવી ફિલ્મો બનાવે છે જે લોકોને પસંદ આવે. તેમની ફિલ્મ લિમિટેડ ક્લાસ માટે હોય છે. હવે તનુજા ચંદ્રા ઈરફાન ખાન જેવા મંજાયેલા કલાકારને લઈને કરીબ કરીબ સિંગલ જેવી ફિલ્મ લઈને આવ્યા છે. આ ફિલ્મ બોલિવુડની ચીલાચાલુ મસાલા ફિલ્મો કરતા અલગ છે પરંતુ તેને જોઈને એક દૂજે કે લિયે, ટુ સ્ટેટ્સ વગેરે ફિલ્મોની યાદ આવે છે.આ ફિલ્મમાં એક નોર્થ ઈન્ડિયન અને સાઉથ ઈન્ડિયનની પ્રેમ કહાની છે. આ સ્ટોરીને ખૂબ જ અલગ અંદાજમાં રજૂ કરવામાં આવી છે. ફિલ્મની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ફિલ્મને દિલ્હી, અલવર, ઋષિકેશ, ગંગટોક જેવા લોકેશન્સ પર શૂટ કરવામાં આવી છે. તનુજાએ પોતાની સિમ્પલ સ્ટોરીને આ લોકેશન્સ પર જે રીતે કંડારી છે તે જ આ ફિલ્મની યુએસપી બની ગઈ છે.ઈરફાન અને પાર્વતી બંને પોતાના કેરેક્ટરમાં એકદમ ફિટ બેસે છે. પાર્વતી સાઉથની જાણીતી એક્ટ્રેસ છે અને તેણે પોતાના કેરેક્ટરને બરાબર ન્યાય આપ્યો છે. ઈરફાન જ્યારે પણ સ્ક્રીન પર આવે ત્યારે દર્શકોને હસવાનો મોકો મળે છે. નેહા ધૂપિયા, ઈશા શ્રવણી, નવનીત નિશાન અને કેમિયો રોલમાં બ્રિજેન્દ્ર કાલા પોતાની છાપ છોડી ગયા છે.આ ફિલ્મમાં ગીતોને ફિલ્મનો રીતસર હિસ્સો બનાવવામાં આવ્યા છે. જાને દો અને ખત્મ હો જેવા સોંગ્સ જોવાની મજા આવે છે. ફિલ્મના લોકેશનના જેટલા વખાણ કરવામાં આવે તેટલા ઓછા છે. ટેકસીથી માંડીને પ્લેન સુધી અને ટ્રેનના લક્ઝરી ક્લાસથી માંડીને સ્લીપર ક્લાસના સીન્સ ખૂબ જ અસરકારક છે. ઋષિકેશ અને ગંગટોકના લોકેશન ઓડિયન્સના દિલ જીતી લેશે. પરંતુ ફિલ્મની ગતિ ઘણી ધીરી છે જેને કારણે ઓડિયન્સ કંટાળી જાય.ફિલ્મ જોવાના બે કારણ છે. ઘણા સમય પછી તનુજા ચંદ્રાની સ્ટાઈલની ફિલ્મ બની છે. બીજુ, ઈરફાન અને તનુજાની કેમેસ્ટ્રી ગજબ છે. પરંતુ ફિલ્મની સ્ટોરી ગોકળગાય ગતિએ આગળ વધે છે અને ફિલ્મના સીન્સ ઘણા લાંબા છે. આ ઉપરાંત દર્શકોને પહેલેથી જ ક્લાઈમેક્સ ખબર પડી જાય છે જેને ફિલ્મની ખામી ગણી શકાય.
1
આપણે અગાઉ રામ ઓર શ્યામ, ગોલમાલ, અંગૂર, સીતા ઓર ગીતા, ચાલબાઝ અને જુડવા જેવી ફિલ્મોમાં જોડિયા ભાઈ-બહેનોની દમદાર કોમેડી જોઈ ચૂક્યા છે. આથી મુબારકાંમાં તમને કંઈ એક્સ્ટ્રા સ્માર્ટ જોવા મળશે તેવી અપેક્ષા રાખીને ન જશો.જો કે અનીઝ બાઝમીની ખાસિયત ફિલ્મના વનલાઈનર્સ છે. ફિલ્મમાં કેટલીક જગ્યાએ તમે પણ ખડખડાટ હસી પડશો. ફિલ્મમાં એવા કેટલાંક વનલાઈનર્સ અને પંચ છે જે તમે પહેલા નહિ સાંભળ્યા હોય અને તમને તેના પર હસુ આવશે.એક બ્રિટિશ-પંજાબી તરીકે અનિલ કપૂરે લાજવાબ એક્ટિંગ કરી છે. અર્જુનના ફેન્સને તેનો આ રોલ ગમશે. ઈલિયેના, અથિયા કે નેહાના ભાગે કંઈ ખાસ કરવાનુ આવ્યુ નથી. તેમને મૂવીમાં શોભાના ગાંઠિયા તરીકે રાખવામાં આવી છે. રત્ના અને પવને ખૂબ સારા પરફોર્મન્સ આપ્યા છે. જો કે પવન અમુક સીન્સમાં ખૂબ જ લાઉડ લાગે છે.જો બોલિવુડ કોમેડી જોવી ગમતી હોવ તો આ વીકેન્ડ પર આ ફિલ્મ જુઓ, મજા આવશે. અમારા તરફથી ફિલ્મને 3 સ્ટાર.
1
છેલ્લા 12 વર્ષથી રામગોપાલ વર્મા સરકાર ફ્રેન્ચાઈઝીની ફિલ્મો બનાવી રહ્યા છે. તમે આ ફિલ્મ જોશો તો તમે અગાઉ આ ફિલ્મ જોઈ ચૂક્યા છો એવું જ લાગશે. આ ઉપરાંત શરૂઆતથી માંડીને અત્યાર સુધી અમિતાભ બચ્ચનની હાજરી પણ દર્શકોને બરાબર વર્તાય છે.આ ફિલ્મમાં તમને રામગોપાલ વર્માની ઇન્ટેન્સિટીની થોડી ઝલક જોવા મળે છે. આ ફિલ્મની સ્ટોરી કોઈપણ અવરોધ વિના પરદા પર ચાલતી રહે છે. જો કે આ ફિલ્મમાં આવતા ટ્વીસ્ટ અને ટર્નનો અંદાજ દર્શકોને ઘણી આસાનીથી આવી જાય છે. ફિલ્મના ડાયલોગ્સ અર્થપૂર્ણ છે પરંતુ તે ફિલ્મને અસરકારક નથી બનાવી શક્યા.સરકારની અગામી ફિલ્મોની જેમ જ આ ફિલ્મમાં પણ લાઈટ અને શેડોનો અદભૂત ઉપયોગ કરાયો છે. આ સાથે ગોવિંદા ગોવિંદા વાળું બેકગ્રાઉન્ડ સ્કોર પણ ફિલ્મમાં જામે છે. બચ્ચન દ્વારા ગવાયેલી ગણેશ આરતી તમને મંત્રમુગ્ધ કરી દેશે. આ ઉપરાંત અમિતાભની એક્ટિંગ અને અંદાજ પણ તમને અભિભૂત કરવા પૂરતા છે. અમિતાભના ચાહકો માટે આ એક શાનદાર ગિફ્ટ છે.અમિતાભ ઉપરાંત અમિત સાધ, મનોજ બાજપાઈ, જેકી અને રોનિતે પણ સારા પરફોર્મન્સ આપ્યા છે. સામે એક્ટ્રેસ યામી ગૌતમ, સુપ્રિયા અને રોહિણીનો રોલ ઘણો નાનો છે અને તે ગણતરીની મિનિટો માટે જ પરદા પર જોવા મળે છે.રામગોપાલ વર્માની આ ફિલ્મને અમારા તરફથી 5માંથી 3 સ્ટાર.
1
પિંક પછી ફરી એકવાર તાપસીએ પોતાને ઈન્ડસ્ટ્રીની બેસ્ટ એક્ટ્રેસ સાબિત કરી છે અને પુરવાર કર્યું છે કે તે પોતાના દમ પર ફિલ્મ હિટ કરાવી શકે છે. તાપસીના એક્શન અને સ્ટંટ સીન ફિલ્મની સૌથી મોટી USP છે. ટાસ્ક ફોર્સના ચીફના કેરેક્ટરમાં મનોજ બાજપેયી જામે છે. સાઉથના ફેમસ એક્ટર સુકુમારને પણ પોતાનું 100% પર્ફોમન્સ આપ્યું છે. અક્ષય કુમારે પોતાનો રોલ ઠીકઠાક કર્યો છે, જ્યારે અનુપમ ખેર, ડેની અને મુરલી શર્માએ પાછલી ફિલ્મ જેવું જ કામ કર્યું છે. ડિરેક્શન: શિવમ નાયરે ફિલ્મના ફાઈટ સીન અને તાપસીના કેરેક્ટર પર ખુબ મહેનત કરી છે. સ્ક્રિપ્ટ પર થોડુ ઓછું ધ્યાન આપવામાં આવ્યુ છે, અને આ જ કારણે ઈન્ટરવલ પહેલા ફિલ્મ શબાનાની ઓળખ ઉભી કરવામાં પસાર થઈ જાય છે અને ઈન્ટરવલ પછી ફિલ્મની સ્ટોરીમાં એક પછી એક ટર્ન આવે છે, જે દર્શકોને સ્ટોરી સાથે કનેક્ટ કરવામાં મદદ કરે છે. સોન્ગ સ્પીડ ઓછી કરી દે છે અને ફિલ્મને કારણ વગર લાંબી કરે છે.ફિલ્મ સાથે ટી-સિરીઝનું નામ જોડાયેલું છે, માટે સ્ટોરીમાં કારણ વિના 2-3 ગીતો ફિટ કરવામાં આવ્યા છે, પણ આ જ ગીતો ફિલ્મનો માઈનસ પોઈન્ટ ગણાય છે. કેમ જોવી?– જો તમે ‘બેબી’ જોઈ છે તો આ ફિલ્મ જરુર જુઓ. આ વખતે ફિલ્મ જોવાનું કારણ અક્ષય કુમાર નહીં, પણ તાપસી પન્નુની એક્ટિંગ અને સાથે કોઈ પણ બોડી ડબલની મદદ વિના કરવામાં આવેલા એક્શન સીન છે. ક્રિટિક્સ આ ફિલ્મને પાંચમાંથી 2.5 સ્ટાર આપે છે.
1
‘શિવાય’ના લીડ રોલમાં અજય દેવગણે ફરી એક વખત ગજબ એક્ટિંગ કરી છે, બરફના પહાડો અને બલ્ગેરિયાના રસ્તાઓ પર અજય પર ફિલ્માવેલા મોટાભાગના એક્શન સીન હોલીવૂડ ફિલ્મોના એક્શન સીનને ટક્કર આપે છે. એરિકાની સાથેના રોમેન્ટિક સીનમાં અજય જામતો નથી, પણ ઈમોશનલ સીનમાં તેણે અદ્ભૂત અભિનય કર્યો. ઓલ્ગાના પાત્રમાં એરિકા કાર સિલ્વર સ્ક્રીન પર ખુબ સુંદર લાગે છે, પણ તે એક્ટિંગથી ક્યાંય ઈમ્પ્રેસ નથી કરતી. શિવાયની દીકરી ગોરાનો રોલ કરનાર એબીગેલ એમ્સે પણ મહેનત કરી છે, પણ સાયશા સહેગલે પોતાના પાત્રને બસ ભજવી દીધું છે. સાયશાએ જો ઈન્ડસ્ટ્રીમાં લાંબી ઈનિંગ્સ રમવી હોય તો હજું ઘણું તેણે શીખવાની જરૂર છે, જ્યારે વીર દાસ, સૌરભ શુક્લા અને રિરીશ કર્નાડ નિરાશ કરે છે અને કંઈ ખાસ પ્રભાવ નથી છોડતા.જો વાત ડિરેક્શનની કરીએ તો અજયે નિરાશ કર્યા છે. અજયે એવી નબળી સ્ટોરી પર ફિલ્મ બનાવી છે, જેના પર પહેલા ઘણી ફિલ્મો બની ચૂકી છે. જ્યારે અજયે ફિલ્મને બે ભાગમાં વહેચી રાખી છે, પણ ઈન્ટરવર પહેલાની વાત કરીએ તો ફિલ્મામં બાપ-દીકરીની વચ્ચેની સ્ટોરી છે તો ઈન્ટરવલ પછી એક્શન સીન સામે ઈમોશનલ સીન નબળા લાગી રહ્યા છે. અજય એક્શન સીનને ઘટાડી શક્યો હોત, જ્યારે પોણા ત્રણ કલાકના સમયમાં 10-15 મિનિટ્સ ફિલ્મ પર કાતર ફેરવી હોત તો તે કંઈક વધુ સારું થઈ શકતું. હા અજયે દરેક એક્શન સીનમાં સખત મહેનત કરી છે તો તેમણે બાપ-દીકરીના સીનને પણ સારી રીતે ફિલ્માવ્યા છે. સંગીતઃ ફિલ્મનું સંગીત સ્ટોરી અને માહોલ મુજબ છે. ટાઈટલ સોંગ ‘વહી શૂન્ય હૈ..’ રિલીઝ પહેલા જ ઘણાં મ્યુઝિક ચાર્ટ પર ટોપ ફાઈવમાં પહોંચી ચૂક્યું છે. પણ ફિલ્મમાં બાકી તમામ ગીતો એવરેજ છે.જો તમે અજય દેવગણના પાક્કા ફેન હોવ તો શિવાય જોજો, કારણ કે ફિલ્મમાં કેટલાક એક્શન સીન્સ એવા છે જે તમને હચમચાવી મૂકશે, તો બરફવાળા પહાડો પર ફિલ્મની સિનેમોટોગ્રાફી કમાલની છે. જો સ્ટોરીના સાયલેન્સને અવોઈડ કરવામાં આવે તો અજયની આ મેગા બજેટ ફિલ્મ છે, જેમાં તમને એક્શન અને ઈમોશનલ બન્ને એન્જોય કરી શકશો.
1
એક્ટિંગઃ મુંબઈના લોકલ સ્લમ વિસ્તારમાં એક લીડર માટે હપતા વસૂલતા ભાઈટાઇપ મવાલી અને બેન્જો આર્ટિસ્ટનાં પાત્ર માટે રિતેશ દેશમુખે મહેનત કરી છે. બેન્જો વગાડતાં સીન્સમાં રિતેશના એક્સપ્રેશન્સ ખૂબ જામે છે. જ્યારે ક્રિસનો રોલ નરગિસ ફખરી ભજવી રહી છે, પરંતુ નરગિસની ફિલ્મ કરિયરની વાત કરીએ તો તેની સાથે વિદેશી યુવતીનું ટેગ લાગી ગયું છે. બેન્જોમાં નરગિસનું ક્રિસનું કેરેક્ટર આનાથી અછૂતું નથી. અન્ય કલાકારોમાં ધર્મેન્દ્ર યાવડેએ તેની દમદાર એક્ટિંગથી પોતાની હાજરીનો અહેસાસ કરાવ્યો છે. ડિરેક્શનઃ ઇન્ટરવલ પહેલાં રવિ જાધવ પોતાની આ સિમ્પલ સ્ટોરીનો પ્લોટ બનાવવામાં કંઈક વધુ ગૂંચવાઈ જાય છે. એક મ્યુઝિક મંડળી પર ફોકસ કરતી આ સ્ટોરીમાં તેમણે ન જાણે બોલિવૂડ ફિલ્મોમાં મોટે ભાગે જોવા મળતા મસાલાને ફિટ કરી દીધો છે. તેને લીધે મ્યુઝિક પર બનેલી ફિલ્મમાં ફાઇટ સીન, ઇમોશનલ સીનની સાથે સાથે કોમેડી સીન પણ ફિટ કરવામાં આવ્યા છે, જે સ્ટોરીને ટ્રેકથી ભટકાવી દેવાનું કામ કરે છે. જ્યારે ‘બેન્જો’ ટાઇટલ પર બનેલી આ ફિલ્મમાં બેન્જોને ઓછા ફૂટેજ મળ્યા છે. હા, ઇન્ટરવલ બાદ સ્ટોરી સ્પીડ પકડે છે. જાધવનાં એટલા માટે વખાણ કરવાં પડે, કારણ કે તેમણે સંપૂર્ણ ઇમાનદારી સાથે સમાજમાં બેન્જો આર્ટિસ્ટની સ્થિતિ રજૂ કરી છે, તો લીડ જોડી રિતેશ-નરગિસ ઉપરાંત સ્ટોરીનાં બાકી ત્રણ પાત્ર પેપર, ગ્રીસ અને વાજાને પણ સારા ફૂટેજ આપ્યા છે.મ્યુઝિકઃ વિશાલ-શેખરનું મ્યુઝિક સ્ટોરી અને માહોલમાં સંપૂર્ણપણે ફિટ થાય છે. ફિલ્મ બેન્જોની પૃષ્ઠભૂમિ પર છે તો આ સંગીતકાર જોડીએ ફિલ્મના મ્યુઝિકને અલગ ટ્રેકથી તૈયાર કરવામાં સારી એવી મહેનત કરી છે. ઇન્ટરવલ પહેલાં ફિલ્મમાં વધુ ગીતો છે, જે ફિલ્મની સ્પીડ સુસ્ત કરવાનું કામ કરે છે. કેમ જોવી જોઈએ? જો તમને મ્યુઝિક પર બનનારી ફિલ્મો પસંદ હોય અને રિતેશના તમે પાક્કા ફેન હોવ તો ‘બેન્જો’ એક વાર જોવી જોઈએ. પણ તમે સ્ટોરીમાં કંઈક નવું અને અલગ વિચારીને જશો તો અપસેટ થઈ શકો છો.
1
હીરોપંતી, બાગી બાદ એક વખત ફરી ટાઇગર શ્રોફે સાબિત કરી દીધું છે કે તે બોક્સ ઓફિસ પર દર્શકોની ભીડ એકઠી કરી શકે છે. જો એક્શન સીનની વાત કરીએ તો આ ફિલ્મમાં ટાઇગર સુપરહીરો બન્યો છે તો આ વખતે તેણે કંઇ અલગ જ પ્રકારના એક્શન, સ્ટંટ સીન્સ કર્યા છે. સુપરહીરોના લૂકમાં ટાઇગર ખૂબ જામે છે. વખાણવા લાયક કામ કર્યું હોય તો તે છે નેથન જોન્સ કે જેણે ખુબ સાર એક્શન સીન સાથે સારી એક્ટિંગ પણ કરી બતાવી છે. ફિલ્મમાં નેથનનો પહેલો સીન જેસલમેરના રણમાં દસ દિવસોમાં શૂટ કરવામાં આવ્યો છે. આ સીનમાં નેથન રેતીમાંથી બહાર આવતો દર્શાવવામાં આવ્યો છે. આ સીન માટે તેણે ખૂબ તૈયાર કરી હોય તેવું લાગી રહ્યું છે. આ ઉપરાંત નેથને હિન્દીના કેટલાક શબ્દો માટે પણ ખાસ તૈયારી કરી છે. કે.કે.મેનન એક વખત ફરી પોતાના જુના અંદાઝમાં જોવા મળ્યો. અન્ય કલાકારોમાં જેક્લીને આપેલું કામ સારી રીતે નિભાવ્યું છે. લાંબા સમય બાદ બિગ સ્ક્રીન ઉપર અમૃતા સિંહ બિન્દાસ સરદારનીના રોલમાં જામી રહી છે.ડાયેક્ટર રેમો ડિસૂઝાએ એક સિમ્પલ વાર્તા કે જેના પણ ઘણી ફિલ્મો બની ચૂકી છે, તે જ વાર્તામાં સુપરહીરોની એન્ટ્રી આપીને ખૂબ સારી રીતે રજૂ કરી છે જે તમને પસંદ આવશે. જો રેમો સ્ક્રીપ્ટ પર વધારે કામ કર્યું હોત તો ફિલ્મની સ્પીડ અંત સુધી દર્શકોને પકડી રાખતી, અઢી કલાકની ફિલ્મ વચ્ચે વચ્ચે ઢીલી પડે છે. સ્ક્રીનપ્લે હજુ વધુ સારો બનાવી શકાયો હોત. રેમોએ વાર્તાની સાથે કેટલાક સારા સોશિયલ મેસેજ આપવાનો સારો પ્રયાસ કર્યો છે જે બાળકોની સાથે તમને પણ પસંદ આવશે. રેમોએ એક્શન સીનને હોલિવૂડ જેવો લૂક આપવા માટે ખૂબ સારો પ્રયાસ કર્યો છે.‘ચલ ચલિએ’ ગીતને સારી રીતે રજૂ કરવામાં આવ્યું છે, પરંતુ ફિલ્મના ઘણા ગીતોને વાર્તાની જરૂરીયાત વગર ભરવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. આ જ ગીતોને કારણે ફિલ્મ ધીમી જઇ રહી છે.ઓસ્ટ્રેલિયન એક્ટર નેથન જોન્સના જોરદાર સ્ટંટ એક્શન સીન્સ, ટાઇગર શ્રોફનો બદલાયેલો લુક અને આ પ્રકારની સુપરહીરોની એન્ટ્રી બાળકોને ચોકક્સ પસંદ આવશે. જો આ વીક એન્ડ બાળકોના નામે કરવા માંગતા હોવ તો તેમને આ સુપરહીરો સાથે મળાવી શકો છો. આ ફિલ્મને 5 માંથી 3 સ્ટાર આપી શકાય.
1
આખી ફિલ્મના સેન્ટરમાં હેપ્પી છે. આ લીડ પાત્રને ડાયના પેન્ટી ઈમાનદારીથી અને મહેનતથી સ્ક્રીન પર જીવંત રાખે છે. આમ તો અમુક સીન્સમાં તે ઓવરએક્ટિંગનો શિકાર બની છે, પણ રોલની ડિમાન્ડ પર તે ખરી ઉતરી છે. બિલાલના રોલમાં અભય દેઓલે પણ નિરાશ નથી કર્યા. અલી ફઝલને વાર્તામાં ઘણી ઓછી ફુટેજ મળી છે. પિયૂષ મિશ્રાએ તેમની એક્ટિંગથી પોતાના પાત્રને જીવંત કરી દીધું હતું. લાહોર પોલીસના ઓફિસરના પાત્રમાં પીયૂષ મિશ્રા એ આ ફિલ્મની યૂએસપી છે. જિમ્મીનું પાત્ર તનુ વેડ્સ મનુંમાં તેના રોલમું એક્સટેન્શન હોય એવું લાગે છે. પાકિસ્તાની અભિનેત્રી મોમેલ શેખ ઠીકઠાક રહી.મુદસ્સર અઝીઝ પ્રખ્યાત રાઈટર છે. તેમની પાસેથે એક ધમાકેદાર વાર્તાની આશા હતી, પણ વાર્તા ધમાકેદાર નથી. પણ એક ડિરેક્ટર તરીકે તેમણે પોતાની વાર્તાને સારી રીતે રજુ કરી છે જે બોર નથી કરતી. ઈન્ટરવલ બાદ વાર્તા ટ્રેક પરથી ભટકતી હોય એવું લાગે છે. પણ સ્ક્રીન પર લાહોર અને ત્યાંની બોલી રજુ કરવામાં જરુર સફળ રહ્યા છે. સંગીત- અમુક ગીતો પોપ્યુલર પહેલાથી થયા છે, અને ફિલ્મમાં સંગીત ફિટ થઈ જાય છે. કેમ જોવી- ડાયના પેન્ટીનો અલગ લૂક, પિયૂષ મિશ્રાની અદ્દભુત એક્ટિંગ માટે જોવાય. જો કોઈ લોજિક વગરની લાઈટ કોમેડી પસંદ છે તો હેપીને મળીને અપસેટ નહી થાવો.
1
ડિરેક્શન: ડિરેક્ટર સૌમેન્દ્ર પઢી વિષય પરથી ભટક્યા નથી. સ્ટાર્ટથી લઈને લાસ્ટ સુધી તેમની ફિલ્મ અને પાત્રો પર પુરી પકડ રહી. જો કે, ઈન્ટરવલ પહેલાં ફિલ્મ થોડી ધીમી લાગશે અને અનેક પ્રશ્નો મુકીને અચાનક ફિલ્મનું પતી જવું દર્શકોને પસંદ ના આવ્યું.સંગીત: ફિલ્મનું સંગીત વાર્તા માટે ફિટ છે અને બેકગ્રાઉન્ડમાં વાગતા ગીતો વાર્તાનો જ ભાગ છે. કેમ જોવી? – ખેસ સંગઠન અને નેતાઓના અંગત અણબનાવોને કારણે એક ઉભરતા અને ટેલેન્ટેડ ખેલાડીના સપનાઓ કઈ રીતે તુટે છે જે આ ફિલ્મમાં જોવા મળશે. માસ્ટર મયૂરનો શ્રેષ્ઠ અભિનય ફિલ્મનો પ્લસ પોઈન્ટ છે.
1
એક્ટિંગઃ રજનીકાંત પર ઉંમર હાવી થઈ ગઈ છે. દરેક સીનને સ્ટાઇલિશ બનાવવાની કોશિશ કરવામાં આવી છે. વર્ષો બાદ પત્નીને મળવાની સીનમાં રજનીનો અભિનય દેખવા લાયક છે. રાધિકા આપ્ટેનો રોલ બહુ લાંબો નથી. તેમ છતાં તે તેની હાજરી બતાવી જાણે છે. ટોની લી (વિન્સ્ટન ચાઓ) વિલન તરીકે પરફેક્ટ છે. ધનસિકાએ ફિલ્મમાં કબાલીની પુત્રીનું પાત્ર ભજવ્યું છે. તેની ફિલ્મમાં એન્ટ્રી જોરદાર છે, પરંતુ બાદમાં તેના રોલનો યોગ્ય રીતે વિસ્તાર કરાયો નથી.ડિરેક્શનઃ રણજિત કોઈ સાધારણ ડિરેક્ટર નથી. તેમની અગાઉની ફિલ્મ ‘મદ્રાસ’ વખાણાઈ હતી. જોકે આ વખતે સ્ક્રિપ્ટ, સ્ટાઇલમાં કોઈ નવીનતા નથી, જે ‘મદ્રાસ’માં હતી. મહાનાયક, બિગ બજેટ અને રજનીકાંતના અસંખ્ય ચાહકો છતાં રણજિત તેનો ફાયદો ન ઉઠાવી શક્યા. રજનીના સ્ટારડમનો ઉપયોગ ન કરી શક્યા ઉપરાંત સ્ટોરી પણ સ્ક્રીન પર બેસાડી શક્યા નહિ. મ્યુઝિકઃ ફિલ્મમાં સંતોષ નારાયણને સંગીત આપ્યું છે. સ્ક્રીન પર જોવા ગમશે. જોકે ગીતો યાદ રાખવા લાયક નથી. સિનેમેટોગ્રાફી સારી છે. એડિટિંગ નબળું છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક ઇરિટેટિંગ કરે છે. કેમ જોવી જોઈએ?: રજનીકાંતની ફિલ્મો પસંદ કરતા હોવ તો આ ફિલ્મ મિસ ન કરવી જોઈએ.
1
છેલ્લા બે-ત્રણ અઠવાડીયાથી ‘ઉડતા પંજાબ’ સતત વિવાદોમાં હતી. હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી ગયા બાદ હવે આ ફિલ્મ દર્શકોની અદાલતમાં આવી ચૂકી છે. આ ફિલ્મના કેન્દ્રમાં પંજાબ અને નશાની લત છે અને આ તમામ બાબતોને સંપૂર્ણ ઇમાનદારી પૂર્વક દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. ફિલ્મમાં ગાળોની ભરમાર અને આલિયા ભટ્ટ પર દર્શાવેલા સીન્સ ઉપર ચોક્કસ ચર્ચા થઇ શકે છે. ત્રણ- ચાર સીન્સ પછી તેમને એક ગાળ સાંભળવા મળશે. કોર્ટે ફિલ્મને ત્રણ ડિસ્ક્લેમર અને એ સર્ટિફિકેટ સાથે રિલીઝ કરવાનો ઓર્ડર આપ્યો હતો. જો તમે ડાર્ક અને રિયાલિટી સાથે જોડાયેલી ફિલ્મ જોવાના શૌકીન હોય તો મિત્રો સાથે આ ફિલ્મ એક વખત જોઇ શકો છો.એક્ટિંગઃ ગબરૂ ટોમી સિંહના રોલમાં શાહિદ કપૂરએ કમાલની એક્ટિંગ કરી છે. ‘હૈદર’ પછી ફરી એક વખત ખૂબ સારી રીતે પોતાનો અભિનય પૂરવાર કર્યો છે. પંજાબ પોલીસમાં એએસાઇ સરતાજના રોલમાં દિલજીતે પણ દર્શકોને નિરાશ નથી કર્યા. કરીના કપૂર પોતાના રોલમાં ફીટ છે. અભિનંદનને પાત્ર કામગીરી હોય તો તે છે આલિયા ભટ્ટ, જેણે પોતાની જીવંત અને સારી એક્ટિંગથી પોતાને હાલના સમયની સારી એક્ટ્રેસ્ટ સાબિત કરી છે. બિહારના મજૂરના રોલમાં આલિયાની ગજબની એક્ટિંગ ફિલ્મની નંબર વન યૂએસપી છે. ‘હાઇવે’ પછી ફરી એક વખત આલિયાએ પોતાના ફેનના દિલ જીતી લીધા છે.નિર્દેશનઃ ડાયરેક્ટર અભિષેક ચૌબેએ શરૂઆતથી લઇ અંત સુધી ફિલ્મને એક મુદ્દા પર કેન્દ્રિત રાખી છે. અભિષેકે સંપૂર્ણ ઇમાનદારી સાથે બોક્સઓફિસની ચિંતા કર્યા વગર આ પ્રોજેક્ટ ઉપર કામ કર્યું છે. વાર્તાના તમામ પાત્રોને ખુબ સારી રીતે દર્શાવ્યા છે. સ્ક્રિપ્ટની માંગ મુજબ ફિલ્મમાં ખુબ વધારે ડાર્ક શેડમાં છે, અભિષેકએ પંજાબના કેટલાક રીયલ લોકેશન પર આ ફિલ્મનું શૂટિંગ કર્યું છે જે ફિલ્મનો પ્લસ પોઇન્ટ છે. ખરેખર ફિલ્મમાં ગાળોનો વરસાદ કરવામાં આવ્યો છે, પરંતુ વાર્તા અને પાત્રોને માહોલ સાથે જોડવા માટે ડાયરેક્ટરની આ મજબૂરી રહી હશે. ડાયરેક્ટર જો આ ગંદી ગાળોથી બચી શક્યા હોત તો ડ્રગ્સથી થતા ગેરફાયદાને દર્શાવતી આ ફિલ્મ ખાસ ટારગેટ ઓડિયનસ માટે ન રહેતા સિંગલ સ્ક્રીન થી લઇ મલ્ટિપ્લેક્સ પર ફિટ બેસતી. ફિલ્મનો બીજો પાર્ટમાં દર્શકોને જકડી રાખે છે.સંગીતઃ આ ફિલ્મ રિલીઝ પહેલા જ તેના ગીતો ‘ચિટ્ટા વે’ અને ઇક કુડી જાણીતા બન્યા છે. બેકગ્રાઉન્ડ મ્યૂઝિક પણ વાર્તા સાથે ફિટ બેસે છે. શા માટે જોવી આ ફિલ્મઃ જો તમે આલિયા ભટ્ટના ફેન હોવ તો તમારે જરૂર જોવી. શાહિદ અને કરીના કપૂરને એક સાથે જોવા માંગતા હોવ તો તમે નિરાશ થશો. સમગ્ર ફિલ્મમાં બંને કોઇ એક ફ્રેમમાં જોવા નથી મળતા. ‘હૈદર’ પછી ફરી એક વખત શાહિદ કપૂરે પોતાને સારા અભિનેતા તરીકે સાબિત કરી શક્યો છે. જો તમે હકીકતોને બોલ્ડ અંદાઝમાં રજૂ કરતી ફિલ્મો પસંદ હોય તો તમે આ ફિલ્મ જોવા જઇ શકો છો.
1
એક્ટિંગઃ સમગ્ર ફિલ્મની વાર્તા સૂરજ અને જેનીની આસપાસ ફરે છે. સૂરજના રોલમાં રણદીપ હુડ્ડાએ એક રેસલર અને લવર તરીકેનો રોલ ખુબ સારી રીતે કર્યો છે. જ્યારે અંધ યુવતીના રોલમાં કાજલ અગ્રવાલે પણ ખૂબ સારૂ કામ કર્યું છે, ફિલ્મમાં ઘણી વખત એવું પણ લાગ્યું કે જેનીના રોલમાં કાજલમાં ફના ફિલ્મની કાજોલ પણ જોવા મળતી હતી, આજ કારણ છે કે જેનીનો રોલ ફનાની કોઝોલ સાથે મળતો આવે છે. રણદીપ અને કાજલ અગ્રવાલ વચ્ચે કેટલાક સીન્સમાં સારી કેમેસ્ટ્રી જોવા મળી છે. નિર્દેશનઃ દીપક તિજોરીની આ ફિલ્મ અંદાજીત પાંચ વર્ષ પહેલા રીલિઝ થયેલી કોરિયન ફિલ્મ ઓલવેઝથી ઘણી પ્રેરણા મેળવી હોય તેવું લાગી રહ્યું છે. દીપકે સ્ક્રિપ્ટ મુજબ વાર્તાને આગળ લઇ જવાનો સારો પ્રયાસ કર્યો છે પરંતુ ઇન્ટરવલ પહેલા ફિલ્મ દર્શકો પર ભારે પડે છે. દિપકે રણદીપને એક કામયાબ ફાઇટર તો દર્શાવ્યો છે પરંતુ કેટલાક સીનમાં તેની નબળાઇ દર્શાવવામાં લાદી રહ્યું છે દિપક તેના લુક પર ધ્યાન નથી આપી શક્યા. જો કે લવ સીન્સમાં કાજલ અને રણદીપની ટ્યુનીંગ ખુબ સારી લાગી રહી છે. ડાયરેક્ટર તરીકે દીપકની કમજોરીએ પણ રહી છે કે ફિલ્મની વાર્તા ખુબ ધીમી છે અને દર્શકોને ફિલ્મનો અંત પહેલાથીજ ખબર પડી ગયો છે. દીપકે મલેશિયાની ખૂબસૂરતીને કેમેરામેન સાથે મળી ખુબ સારી રીતે રજૂ કરી છે.સંગીતઃ રીલીઝ પહેલા ફિલ્મના બે ગીતો ‘જીના મરના’ અને ‘કુછ તો હૈ’ કેટલાય મ્યૂઝિક ચાર્ટમાં ટોપ ફાઇવમાં પહોંચી ગયા છે. આ ગીતોને સારી રીતે દર્શાવવામાં આવ્યા છે. શા માટે ફિલ્મ જોવી જોઇએઃ મેલેશિયાના અદભૂત લોકેશન્સની સાથે સાથે રણદીપ-કાજલની સુંદર કેમેસ્ટ્રી, સિંઘમ અને સ્પેશિયલ 26 પછીના લાંબા સમય બાદ કાજલ અગ્રવાલની દમદાર એક્ટિંગ આ ફિલ્મનો પ્લસ પોઇન્ટ છે.
1
એક વાત તો માનવી પડે કે ટાઇગર શ્રોફ બિચારો મહેનતુ છોકરો છે. એણે જિમમાં જઈને જે પરસેવો પાડ્યો છે એ બધો જ એની આ ફિલ્મ ‘બાગી’ના એકેએક સીનમાં દેખાય છે. એના સિક્સ કે એઇટ પેક એબ્સ, એની માર્શલ આર્ટ્સની ટ્રેનિંગ, એના શરીરની ફ્લેક્સિબિલિટી બધું જ કાબિલેદાદ છે. એટલે જ એ જ્યારે વિલનોની ધોલાઈ કરતો હોય ત્યારે જરાય અસ્વાભાવિક કે વધારે પડતું લાગતું નથી. એક્શન સિક્વન્સીસ એના માટે તદ્દન નેચરલ લાગે છે. રાધર અફલાતૂન એક્શન હવે ટાઇગર શ્રોફની ફિલ્મોનો USP બની ગયો છે. પરંતુ બિચારો હજી એક્ટિંગમાં ઘણો કાચો છે. એના ચહેરા પર એક્સપ્રેશન્સ કાં તો આવતા નથી અને જે આવે છે તે નેચરલ લાગતા નથી.શ્રદ્ધા કપૂરનો ચાર્મ એવો જબરદસ્ત છે કે એને કોઇપણ યંગ એક્ટર સાથે મૂકી દો તે પર્ફેક્ટ જોડી જ બનાવી લેશે. એ ડાન્સ તો સારો કરી જ જાણે છે, પરંતુ અહીં એણે પણ અમુક ફાઇટ સીન કર્યા છે. એ જોઇને લાગે કે એક્શન સિક્વન્સિસમાં આ પણ કંઈ કમ નથી. ટૂંકમાં ટાઇગરની માચો એક્શન અને શ્રદ્ધા કપૂરની ક્યુટનેસ આ ફિલ્મનાં બે સૌથી સ્ટ્રોન્ગ પાસાં છે. ફિલ્મની સ્ટોરી સિમ્પલ છે. અત્યંત ટૂંકમાં કહીએ તો લવ ટ્રાયેન્ગલ. હીરો-હીરોઇનને એકબીજા સાથે પ્રેમ થઈ જાય. પરંતુ વિલનને પણ હીરોઇન સાથે પ્રેમ થઈ જાય. હીરોઇનને મેળવવા માટે એ કિડનેપિંગથી લઇને ખૂન કરવા સુધીના બધા જ હથકંડા અજમાવી લે. ઇવન એને કિડનેપ સુદ્ધાં કરી લે. જેને છોડાવવા માટે ટાઇગર શ્રોફ બેંગકોક સુધી લાંબો થાય અને સંખ્યાબંધ લોકોનાં હાડકાં તોડતો ફરે. હવે તો મામલો છેક કૉર્ટમાં પહોંચી ગયો છે, એટલે આખો દેશ જાણી ગયો છે કે આ ફિલ્મની ક્લાઇમેક્સની એક્શન સિક્વન્સ ઇન્ડોનેશિયન મુવી ‘રેઇડ રિડેમ્પશન’ પરથી ઊઠાવી લેવાઈ છે. અન્ય એક પ્રોડ્યુસરનું કહેવું છે કે એ ફિલ્મની રિમેક કરવાના અધિકારો એમની પાસે હતા અને આ લોકોએ બેઇમાનીથી તેને ઊઠાવી લીધી છે. ઠીક છે, જે હોય તે, પણ ટાઇગરને ઊછળી ઊછળીને ફાઇટ કરતો જોવો ગમે છે એટલું ચોક્કસ છે. ગમે તેવી અન્ય બાબતો છે કેરળનાં મસ્ત લોકેશન્સ. ત્યાંની નૈસર્ગિક બ્યુટિ આ ફિલ્મમાં મસ્ત રીતે ઝિલાઈ છે. જે લોકો કેરળ ફરી આવ્યા હશે એમને નોસ્ટેલ્જિક લાગશે અને નથી ગયા એમને જવાની ઇચ્છા થઈ આવશે, એ પણ ચોક્કસ છે. ન ગમે તેવી સૌથી મોટી વાત છે આ ફિલ્મની લંબાઈ. અઢી કલાકમાં સહેજ ઓછી એવી આ ફિલ્મ ઇન્ટરવલ પહેલાં અને પછી સરખી જ લાંબી લાગે છે. કેટલીયે સિક્વન્સ અને કલાકારો એવાં છે જેની ફિલ્મમાં કશી જ જરૂર હોય તેવું દેખાતું નથી અને છતાં ટાઇમ બગાડવા આવી પહોંચે છે. ફિલ્મના મુખ્ય ત્રણ કલાકારો (ટાઇગર, શ્રદ્ધા અને વિલન બનતા સુધીર બાબુ) સિવાય લગભગ કોઈ જ પાત્રની એક્ટિંગ કન્વિન્સિંગ લાગતી નથી. ઑવરઑલ આ ફિલ્મ માત્ર એક્શન ફિલ્મોના દીવાનાઓ માટે જ અને શ્રદ્ધા કપૂરના ફૅન્સ માટે છે. ટાઇગરની એક્શનને ફુલ માર્ક્સ. નવરા હોઇએ તો એકાદવાર જોઈ શકાય તેવી આ ફિલ્મને 2.5 મિર્ચી આઉટ ઓફ 5
1
રક્તદાન મહાદાન’ જેવાં સ્લોગનો અને છાશવારે યોજાતા બ્લડ ડૉનેશન કેમ્પોની પાછળ છુપાયેલી કોઈ વિકરાળ વાસ્તવિકતા સામે આવે તો? ધારો કે લોકોએ ભારે વિશ્વાસથી ડોનેટ કરેલું બ્લડ બ્લેક માર્કેટમાં વેચાતું હોય તો? આવા જ ખોફનાક વિષય પર વાર્તાને એકદમ રિયલિસ્ટિક ટચ આપીને વાત કરતી ફિલ્મ એટલે ‘લાલ રંગ.’ ફિલ્મમાં રણદીપ હૂડા લોહીનો વેપાર ચલાવે છે. સરકારી હૉસ્પિટલોમાંથી લોહી ચોરીને વેચવાનું અને સામે પ્રોફેશનલ ડૉનર્સ પાસેથી લોહી સસ્તા ભાવે ખરીદીને હૉસ્પિટલોમાં પધરાવી દેવાનું. લોહીના આ વેપારમાં દોસ્તી, દગો અને પ્રેમમાં નિષ્ફળતાનો રંગ ભળે એટલે વાત ઓર સિરિયસ થઈ જાય. ઉપરથી પોલીસ પણ પગેરું શોધતી આવે. હરિયાણાના કરનાલ બેઝ્ડ આ સ્ટોરી એકદમ રિયલિસ્ટિક ફીલ આપે છે. ત્યાંના લોકો, યંગસ્ટર્સ, એમની બોલચાલની ભાષા, એમનો પહેરવેશ, કોલેજ, હૉસ્પિટલો વગેરે એક પણ વાતમાં કૃત્રિમતા કે ફિલ્મી ટચ દેખાતો નથી. ‘લાલ રંગ’ ફિલ્મમાં સૌથી મજબૂત વાત છે તેનો હીરો રણદીપ હૂડા. એણે લોહીનો ધંધો કરતા ‘શંકર મલિક’નું પાત્ર એકદમ આત્મસાત્ કરી લીધું છે. હરિયાણવી બોલી એની માતૃભાષા જ છે, એટલે જ કદાચ એના પર તે એકદમ સહજ લાગે છે. એનું પાત્ર પણ સરસ રીતે લખાયેલું છે. એટલે થોડી વાર માટે પણ સ્ક્રીન પરથી રણદીપ હૂડા ગાયબ હોય તો આપણને અકળામણ થવા લાગે, એ હદે એ ફિલ્મ પર છવાઈ જાય છે.ફિલ્મમાં જે રીતે લોહીનો વેપાર થતો બતાવાયો છે એ જોઇને આપણે ભયથી થથરી જઇએ. ફિલ્મમાં લોકો જે રીતે ઠંડા કલેજે લોહીની લેતી દેતી કરે છે એ આપણને ભયનું લખલખું પસાર કરી દેવા માટે કાફી છે. ફિલ્મની સપોર્ટિંગ કાસ્ટમાં અગાઉ ‘પિત્ઝા’માં દેખાયેલો અક્ષય ઓબેરોય છે. એ બિચારો પોતાના તરફથી પ્રામાણિક પ્રયાસ કરે છે, પરંતુ એની એક્ટિંગમાં ખાસ્સી કચાશ દેખાઈ આવે છે. હા, ફિલ્મમાં ડિલાઇટફુલ વૉચ છે સતત ખોટું ઇંગ્લિશ બોલતી પિયા બાજપાઈ. સતત એક તોફાની સ્માઇલ એના ચહેરા પર રમતું રહે છે. જેમને હટકે ફિલ્મો જોવી ગમતી હોય એમના માટે આ ‘લાલ રંગ’ એક અફલાતૂન વૉચ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ ફિલ્મ રિયલિસ્ટિક સબ્જેક્ટ પર બનેલી ખરેખર લૅન્ડમાર્ક ફિલ્મ બની શકી હોત. પરંતુ ‘ફૅન’ની જેમ આ ‘લાલ રંગ’ પણ સૅકન્ડ હાફમાં ખાસ્સી ખેંચાય છે. સવા બે કલાક ઉપરની લંબાઈ અને વણજોઇતાં ગીતો તેની અસરકારકતાને ખાસ્સું ડેમેજ કરે છે. હા, લોકલ ફ્લેવરવાળાં ગીતો આ ફિલ્મને એક અનોખી ફીલ આપે છે એટલું તો નોંધવું પડે. પરંતુ એક ફિલ્મની રીતે જોઇએ તો આ ફિલ્મ એક ફાસ્ટ પેસ્ડ થ્રિલર હોવી જોઇતી હતી. પરંતુ તેને બદલે જાણે કશી ઉતાવળ જ ન હોય, તેમ ફિલ્મ એની રીતે ધીમે ધીમે આગળ વધ્યા કરે છે.આ ફિલ્મ રિયલ ઇન્ડિયામાં ચાલતા પ્રશ્નો પર પ્રકાશ ફેંકે છે અને તેમાં ઑથેન્ટિક રિયલ ફ્લેવર પણ છે. એટલે કોઇને આ ફિલ્મ એકદમ રુક્ષ લાગી શકે. પરંતુ તેમાં એક નહીં બલકે બબ્બે ક્યુટ લવ સ્ટોરીઝ પણ છે અને બંને હિરોઇનો (પિયા બાજપાઈ અને મીનાક્ષી દીક્ષિત) ક્યુટનેસમાં એકબીજાન હરિફાઈમાં ઊતરે એવી છે. ટિપિકલ નાચગાના ટાઇપની ફિલ્મોથી અલગ ફ્લેવરવાળી ફિલ્મો જોવી ગમતી હોય, તો આ ફિલ્મ ગમશે ‘લાલ રંગ’ને તેના ઑથેન્ટિક ટચ, મજબૂત રાઇટિંગ અને અબોવ ઑલ રણદીપ હૂડાના અફલાતૂન પર્ફોર્મન્સ માટે 2.5 મિર્ચીઝ આઉટ ઓફ 5
1
તમે જેને પ્રેમ કરતા હો એ છોકરી તમારી સાથે એની લાઈફનું સૌથી નાજુક રહસ્ય શે’ર કરતી હોય, બરાબર એ જ વખતે તમારો ફોન વાગે…તમારી અટકી પડેલી કરિયરનો ડ્રીમ પ્રોજેક્ટ સાકાર કરવા માટેની ઓપોર્ચ્યુનિટીવાળો ફોન-કોલ હોય અને તોય તમે ફોન ના ઉપાડો, તો તમે તમારી જાત કરતાં વધુ બીજાની લાગણીઓને પ્રાયોરિટી આપો છો. તમારા ભાઈ સાથે કોઈ વાતે કોન્ફલિક્ટ હોય પણ તમે ક્યારેય એની સાથે એ વાતે ઝઘડો ના કરો તો તમે ફેમિલીને બાંધી રાખવાના હિમાયતી છો. તમે બે સંતાનોમાંથી એક ને વધુ પ્રેમ આપો તો બીજાને ઈર્ષ્યા થાય. તમે ફાઈનાન્સિયલ ક્રાઈસીસ વખતે એક એવી ભૂલ કરો જે તમારું ફેમિલી માફ ના કરી શકે.આવા કેરેક્ટર્સથી ભરેલો એક પરિવાર છે. એક પરિવાર જેમાં સવાર પડે ને ઝઘડવાનું શરૂ થાય. રાઇટર-ડિરેક્ટર શકુન બત્રા એક સતત કોન્ફલિક્ટમાં રહેતા પરિવારની સ્ટોરી લઇને આવ્યા છે. નેવું વર્ષના દાદા ઋષિ કપૂરને આખરી ઇચ્છા થાય છે કે મરતાં પહેલાં આખા પરિવારનો એક પર્ફેક્ટ ફેમિલી ફોટો પડાવી લઇએ તો એમની આંખો શાંતિથી મિંચાય. પરંતુ મોટો પૌત્ર ફવાદ ખાન લંડનમાં રહે છે અને નાનો સિદ્ધાર્થ મલ્હોત્રા ન્યુ જર્સીમાં. એક સફળ રાઇટર છે, તો બીજો સ્ટ્રગલિંગ રાઇટર. દાદાની ઇચ્છા પૂરી કરવા આખોય પરિવાર એમના કુન્નુર ખાતેના ઘરે ભેગો થાય છે. બસ, એક પછી એક બધાંનાં સિક્રેટ ખૂલતાં જાય છે કે કોણે, કેમ, કેવી રીતે, કોની સાથે શું ઈમોશનલ દગો કર્યો! અને ઝઘડા ઝઘડી શરૂ. આ બે હોટ ભાઇઓની વચ્ચે લવ ઇન્ટરેસ્ટનો ટ્રાયેન્ગલ બનાવવા માટે આલિયા ભટ્ટ પણ છે. આ ફિલ્મમાં એકથી એક ચડિયાતા કલાકારો છે અને તમામની એક્ટિંગ સુપર્બ છે. ખાસ કરીને ઋષિ કપૂર. એ જે રીતે એફર્ટલેસલી કોમેડી પેદા કરે છે એ જોઇને આપણા મોંમાંથી નીકળી જાય કે દાદુ, યુ આર ગ્રેટ! તમામ કલાકારો પાસેથી એમના રોલ પ્રમાણેની પર્ફેક્ટ એક્ટિંગ કઢાવવા બદલ ડિરેક્ટરને ફુલ માર્ક્સ આપવા પડે.આ ફિલ્મમાં કેટલીયે ફન્ની સિચ્યુએશન્સ છે, જે આપણને હસાવવામાં સફળ રહે છે. પરંતુ આ ફિલ્મનો મુખ્ય ઝોક ભાંગેલું ફેમિલી અને તૂટેલા સંબંધો પર વધારે કેન્દ્રિત થયેલો છે. એટલે જ દર થોડી વારે ફિલ્મમાં પરિવારના સભ્યો વચ્ચે લડાઈ-ઝઘડો ફાટી નીકળે છે. એકાદ-બે વખત તો આવા નાટકીય ઝઘડા રસપ્રદ લાગે, પરંતુ પછી વારંવાર તેનું પુનરાવર્તન થવા માંડે એટલે આપણને પણ થાય કે હવે આ લોકો પાર મૂકે તો સારું. ઉપરથી વાર્તા અત્યંત ધીમે ધીમે આગળ વધે છે. ફિલ્મના ડિરેક્ટર શકુન બત્રા અત્યંત ટેલેન્ટેડ છે. એમણે અગાઉ ‘એક મૈં ઔર એક તૂ’ નામની એકદમ ફ્રેશ રોમેન્ટિક-કોમેડી ફિલ્મ બનાવેલી. અહીં પણ એમનાં રિયલ લાઇફનાં શાર્પ ઓબ્ઝર્વેશન્સ દેખાઈ આવે છે. ઇવન કેટલાંય સ્માર્ટ વનલાઇનર્સ પણ છે. પરંતુ આપણે અગાઉ ન જોયો કે અનુભવ્યો હોય એવો એકેય એન્ગલ પેશ કરતી નથી.પણ હા, સિદ્ધાર્થ, ફવાદ અને આલિયાની ક્યુટનેસ જોવા આવેલાઓ નિરાશ નહીં થાય. એમને મજા કરાવવા માટે ‘બાદશાહ’નું ‘લડકી બ્યુટીફૂલ’ ગીત પણ છે. જેમને લાગણીપ્રધાન નાટકીય ફિલ્મો-વાર્તાઓ ગમતી હોય એમને આ ફિલ્મમાં ચોક્કસ આનંદ આવશે. જો તમારો ફેવરીટ ટાઈમ પાસ જુના ફેમીલી આલ્બમ જોઇને ખુશ થવાનો હોય તો ગમે એવી ‘કપૂર એન્ડ સન્સ’ને ઉદારતાથી 4 મિર્ચીઝ out of 5.
1
ફિલ્મો જો ખરેખર સમાજનો આઈનો હોય તો તો દેશના મોટા ભાગના રાજકારણીઓ ભ્રષ્ટ છે, પોલીસતંત્ર પણ ભ્રષ્ટ છે. મોટા ભાગની પોલીસફોર્સ રાજકારણીઓ અને ગુંડાઓનો હાથો બની ગઈ છે અને એ ગુનેગારોને પકડીને ઠમઠોરવાને બદલે નિર્દોષ લોકોને જ દંડે છે. પોલીસનું નામ સાંભળીને ચોરને બદલે સામાન્ય માણસ થથરે છે. પ્રકાશ ઝાની ‘અપહરણ’ અને ‘ગંગાજલ’ તથા કંઇક અંશે ‘રાજનીતિ’, ‘આરક્ષણ’ જેવી ફિલ્મોમાં પણ આપણે એવું જ જોયું છે. પરંતુ એ ફિલ્મોમાં ખરે ટાણે ભ્રષ્ટ પોલીસનો આત્મા જાગ્રત થઈ જાય અને નઠારાં તત્ત્વોને સીધાદોર કરી દે. છેક ૨૦૦૩માં આવેલી ‘ગંગાજલ’ની સિક્વલમાં પણ એ જ વાત છે.મજાની વાત એ છે કે આ આખી સ્ટોરી આપણે ઓલરેડી ફિલ્મના ટ્રેલરમાં જોઈ જ ચૂક્યા છીએ. ફિલ્મમાં એનું એક્સ્ટેન્શન માત્ર છે. જે કંઈ ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ આવે છે, તે અગાઉની ફિલ્મોથી જરાય વિશેષ કે નવીન નથી. આ ફિલ્મ થકી પ્રકાશ ઝા કશું જ નવું કહેવા માગતા નથી, જે અગાઉ ન કહેવાયું હોય. છતાં ફિલ્મના ફર્સ્ટ હાફમાં ઘણે અંશે મજા પડે છે. તેનું કારણ છે, એકદમ પાવરપૅક્ડ પર્ફોર્મન્સીસ. આ વખતે ખુદ પ્રકાશ ઝા કેમેરાની સામે આવ્યા છે. એમનો દમદાર અવાજ, પડછંદ પર્સનાલિટી અને કરડો ચહેરો એમની ભ્રષ્ટ અને પ્રામાણિક બંને બાજુ બરાબરની રિફ્લેક્ટ કરે છે.પરંતુ જોવાની સૌથી વધુ મજા પડે છે પ્રિયંકા ચોપરાને. પોલીસ યુનિફોર્મ પ્રિયંકા ચોપરાને એટલો બધો સૂટ કરે છે કે એ સાચુકલી પોલીસ હોત તો એને જોઇને કેટલીયે છોકરીઓ પોલીસમાં આવવા ઇન્સ્પાયર થઈ ગઈ હોત. એક્શન સીન્સ, ચૅઝ સિક્વન્સ, ડાયલોગ્સ, એક પણ ઠેકાણે પ્રિયંકા ચોપરાનું પર્ફોર્મન્સ ઢીલું પડતું નથી. હોલિવુડ-બોલિવુડ વચ્ચે અપડાઉનને લીધે પ્રિયંકાની ડેટ્સની અવેઈલેબીલીટીનો પ્રોબ્લમ થયો હોય અને સ્ક્રીપ્ટમાં કોમ્પ્રોમાઈઝ થયો હોય એવું પણ લાગે ખરું. એક્ટિંગ ડિપાર્ટમેન્ટમાં બીજાં બે નામ સીધાં જ વખાણના બૉક્સમાં મૂકી શકાય એવાં છે. તે છે, માનવ કૌલ અને નિનાદ કામત. માનવ કૌલની બેસ્ટ એક્ટિંગના નમૂના આપણે ‘કાઈ પો છે’, ‘સિટીલાઇટ્સ’, ‘વઝીર’માં જોઈ ચૂક્યા છીએ. એ મિનિમમ લાઉડ થઇને પણ મૅક્સિમમ ઇમ્પેક્ટ આપી શકે છે. સામે પક્ષે જૂના ટીવી કલાકાર નિનાદ કામતના ભાગે બૅડ ગાયનો ટિપિકલ રોલ આવ્યો છે, જે એણે ઘણી કાબેલિયતથી નિભાવ્યો છે. બેકગ્રાઉન્ડ સ્કોર બહુ નબળો છે. ગીતોને જ બેકગ્રાઉન્ડ તરીકે વાપરવાને કારણે શરૂઆતના સીન્સની ઇન્ટેન્સિટી ઘટી જાય છે. સેકન્ડ હાફમાં કન્વીન્સીંગ ના હોવાને કારણે ફિલ્મ છે એના કરતાં પણ વધુ લાંબી લાગે છે.ઘણી બધી સિક્વન્સ નિરાંતે ફિલ્માવીને ફિલ્મને નાહકની લંબાવવામાં આવી છે. તેને જો એડિટ કરી નાખવામાં આવી, હોત તો ફિલ્મ આટલી લાંબી ન થઈ હોત. એમ તો પ્રિયંકા ચોપરાના ફૅન્સને પ્રિયંકાનો રોલ પ્રમાણમાં નાનો પણ લાગશે. ખાસ કશી નવીનતા ન હોવા છતાં આ ફિલ્મ એક વાર જોવી ગમે એવી તો બની જ છે. ફિલ્મનાં લીડિંગ સ્ટાર્સનાં પાવરફુલ પર્ફોર્મન્સ અને ફિલ્મના મેસેજ માટે ‘જય ગંગાજલ’ને ઉદારતાથી 3 મિર્ચી આપી શકાય.
1
ગુંડે', 'સુલતાન', 'ટાઈગર ઝિંદા હૈ' જેવી ફિલ્મોના ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફરે દમદાર કલાકારો સાથે અબૂધાબીની ગુરુગ્રામ હોટલમાં વિચિત્ર, બિહામણા અને ષડયંત્રો રચતા પાત્રોની એવી દુનિયા ઊભી કરી છે જેમાં તમે પણ ઓતપ્રોત થઈ જશો. ફિલ્મનો ફર્સ્ટ હાફ એકદમ ટાઈટ છે અને થ્રિલર ઈમ્પેક્ટ પર સાથે ઈન્ટરવેલ આવે છે એટલે તમને જોવા માટે તલપાપડ થઈ જાવ છો. મધ્યાંતર પછી અલી અબ્બાસ ઝફરે એક્શન પર વધુ ભાર આપ્યો છે. જે ફિલ્મનો સ્ટ્રોન્ગ પોઈન્ટ છે. એક્શનને અલગ અલગ પ્રકારે કોરિયોગ્રાફ કરવામાં આવી છે. રાજીવ ખંડેલવાલ અને શાહિદ કપૂરના ફાઈટ સીન જોરદાર છે. જોકે, ઈન્ટરવલ પછી સ્ક્રીનપ્લે નબળો પડી જાય છે. બેકગ્રાઉન્ડ સ્કોર સારું છે. ડાયલોગ પણ સારા લખવામાં આવ્યા છે. ફિલ્મમાં કેટલીક હળવી ક્ષણો છે જે હસાવે છે. ઓટીટી શાહિદ કપૂર માટે શુભ સાબિત થયું છે. ફર્ઝી નામની વેબ સીરીઝમાં તેના ખૂબ વખાણ થયા છે ત્યારે શાહિદે આ ફિલ્મમાં પણ ધારદાર એક્ટિંગ કરી છે. ફિલ્મના શીર્ષક પ્રમાણે સુમેર બ્લડી પણ છે અને ડેડી પણ છે. ક્રૂર, હિંસક અને ઝનૂની અંડર કવર એજન્ટ તરીકે પોતાની ડ્યૂટી અને દીકરાને બચાવવાની ઝંખના કઈ હદ સુધી તબાહી લાવી શકે છે તે શાહિદે પડદા પર સરસ રીતે બતાવ્યું છે. શાહિદ સિવાય રોનિત રોય, સંજય કપૂરની એક્ટિંગ પણ સારી છે. ડાયના પેન્ટીની ભૂમિકાને વધુ વિસ્તારી શકાઈ હોત. નાની ભૂમિકામાં પણ ઝીશાન કાદરીએ યાદગાર અભિનય કર્યો છે. રાજીવ ખંડેલવાની એક્ટિંગ સારી છે પરંતુ તેને વધુ સ્ક્રીન સ્પેસ મળી નથી. વિવાન ભટેના અને ચાઈલ્ડ આર્ટિસ્ટે પણ સારું કામ કર્યું છે.
2
કરિશ્મા તન્ના, ઝિશાન અયુબ અને હરમન બાવેજા અભિનીત આ વેબ સિરીઝ તમને જકડી રાખશે. શરૂઆતથી અંત સુધી કોઈને કોઈ નવી વાર્તા જોવા મળે છે. કરિશ્મા તન્નાએ સારો અભિનય કર્યો છે. ઝિશાન અય્યુબ એક અદ્ભુત અભિનેતા છે. તેની પાસે બને તેટલી સ્ક્રીન સ્પેસ હતી. તે ઘણી પરિપક્વતા સાથે ઉભરી આવ્યો છે. હરમન બાવેજા અધિકારી તરીકે સારો છે. તેણે યોગ્ય કામ પણ કર્યું છે. દર્શકો છેલ્લા એપિસોડ સુધી જાણવા માટે ઉત્સુક રહે છે કે હવે શું થશે અને જાગૃતિ જેલમાંથી કેવી રીતે બહાર આવશે?
2
માર્વેલ સિનેમેટિક યુનિવર્સની ફિલ્મોમાં સૌપ્રથમ દેખાડવામાં આવેલી મલ્ટિવર્સની અદ્ભુત દુનિયા, હોલીવુડ ફિલ્મોના મામલે ભારતીય દર્શકોની પ્રથમ પસંદગી બની ગઈ છે. પ્રેક્ષકોના મનપસંદ એવેન્જર સ્પાઈડર-મેને સૌપ્રથમ તેના ચાહકોને ફીચર ફિલ્મોમાં મલ્ટિવર્સના ખ્યાલનો પરિચય કરાવ્યો અને હવે તે તેના એનિમેટેડ અવતારમાં તેમને આગળ લઈ જાય છે. આ વાર્તા બાળકોથી લઈને મોટા સુધી દરેકને પસંદ આવશે. એક બાળકના માધ્યમથી તેની વાર્તાને આગળ લઈ જતી આ ફિલ્મ એક્શન અને લાગણીઓથી ભરપૂર છે. કોમેડીનો તડકો પણ છે. ફિલ્મની સૌથી મોટી તાકાત તેની શરૂઆતથી અંત સુધીની આકર્ષક વાર્તા છે, જે તમને મંત્રમુગ્ધ કરી દે છે. ખાસ કરીને ફિલ્મનો ક્લાઈમેક્સ ઘણો જોરદાર છે. ભારતીય સ્પાઈડરમેન પવિત્ર પ્રભાકરને ફિલ્મના હિન્દી સંસ્કરણમાં ક્રિકેટર શુભમન ગિલ દ્વારા અવાજ આપવામાં આવ્યો છે.
2
દહાડ' (Dahaad)નું શૂટિંગ રાજસ્થાનના અલગ-અલગ વિસ્તારોમાં કરવામાં આવ્યું છે. તનય સતમે પોતાની સિનેમેટોગ્રાફી વડે ગામડાને ખૂબ જ સુંદર રીતે દર્શાવ્યા છે. ખૂની અને પોલીસ વચ્ચેની રમત પહેલા જ એપિસોડથી જ શરૂ થાય છે, જે દર્શકોને આઠ એપિસોડ સુધી જકડી રાખે છે.રીમા કાગતી અને ઝોયા અખ્તરે આ સિરીઝનું નિર્માણ કર્યું છે. પટકથા રસપ્રદ છે, શોની તીવ્રતા ઓછી થતી નથી. હત્યારાના મગજમાં શું ચાલે છે, તે કેટલી હદે બર્બરતા કરી શકે છે અને દરેક વખતે પોતાને બચાવવા માટે તે જે યુક્તિઓ વાપરે છે તે જોવાની મજા આવે છે. દરેક એપિસોડની લંબાઈ આશરે 50-55 મિનિટ છે. જાતિ ભેદભાવ આ સમગ્ર સિરીઝના કેન્દ્રમાં મૂળ વિષય છે. અંજલિ ભાટીને ઉચ્ચ વર્ગના ઘરોમાં પ્રવેશવાની પણ મંજૂરી નથી. સિરીઝમાં આવા ઘણા દ્રશ્યો છે, જે આપણને અહેસાસ કરાવે છે કે દેશ ભલે 'વર્લ્ડ પાવર' હોય પરંતુ ભેદભાવ હજુ પણ છે, જે દુર્ભાગ્યપૂર્ણ છે. આ ક્રાઇમ ડ્રામા સિરીઝ બેક ટુ બેક ઘટનાઓ, ખુલાસાઓ અને પાવર-પેક્ડ પર્ફોર્મન્સને કારણે રસપ્રદ છે. OTT પર ડેબ્યૂના સંદર્ભમાં લીડ રોલમાં સોનાક્ષી સિન્હાનું પ્રદર્શન શાનદાર છે. તે પોતાનું પાત્ર અત્યંત ઇમાનદારીથી ભજવે છે. માર્શલ આર્ટની પ્રેક્ટિસ કરવી, શંકાસ્પદ વ્યક્તિને શોધવી વગેરે. ગુલશન દેવૈયા અને સોહમ શાહે પણ અન્ય અધિકારીઓની ભૂમિકામાં ખૂબ જ સરસ કામ કર્યું છે. વિજય વર્મા જ્યારે પણ સ્ક્રીન પર આવે છે ત્યારે છવાઈ જાય છે. તે મધ્યમ વર્ગના પરિણીત પુરુષ તરીકે પણ ધ્યાન આકર્ષિત કરે છે.
2
બોલિવૂડ દિગ્દર્શક સુધીર મિશ્રાની ફિલ્મ 'અફવા' મોબાઈલના ખતરનાક ઉપયોગ પર આધારિત છે. ફિલ્મનો ક્લાઈમેક્સ સંભવિત લાગે છે. સિનેમેટોગ્રાફર મોરસિયો વિડાલે રાત્રિ અને રાજસ્થાનની ભયાનકતાને સારી રીતે કેદ કરી છે. રાજસ્થાની લોક ગાયક મામે ખાન અને સુનેત્રા બેનર્જીએ ગાયેલું, 'આજ યે બસંત મેં ગહેરા અસર હૈ' વાર્તાને ગતિ આપે છે. જો અભિનયની વાત કરીએ તો ફિલ્મના તમામ કલાકારો શાનદાર છે. નવાઝ તેના આકર્ષક રોલથી દિલ જીતી લે છે, જ્યારે ભૂમિ નિવીના પાત્રમાં સારી છે અને તેને તેની બોલ્ડ અને બળવાખોર શૈલીથી યાદગાર બનાવે છે. શારીબ હાશ્મી ચંદનના પાત્રમાં સારો જોવા મળી રહ્યો છે. તે એક અભિનેતા તરીકે સતત રેન્ક પર ચઢી રહ્યો છે. જે દર્શકો સુમિત વ્યાસને અત્યાર સુધી સજ્જન ભૂમિકામાં જોવા માટે ટેવાયેલા છે તેઓ તેને એક નિર્દય, સત્તાના ભૂખ્યા પાત્રમાં જોશે જે દર્શકોને યાદ રહેશે. ટી ભાનુએ જાતીય શોષણનો ભોગ બનેલી પોલીસ મહિલાનું પાત્ર યાદગાર રીતે જીવ્યું છે.
2
પ્રિયંકા ચોપરા અને રિચર્ડ મેડેનની સાઈન્ટિફિક-ફિક્શન સ્પાઈ સીરિઝ 'સિટાડેલ' ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ ગઈ છે. રુસો બ્રધર્સના આ શો પાસેથી તેમને અને દર્શકો બંનેને ઘણી આશા છે. પહેલા જ સીનમાં તે તમને સ્લો-મોશન અપસાઈડ-ડાઉન ટિલ્ટ એન્ગલમાં એક બુલેટ ટ્રેનમાં લઈ જાય છે અને રોમાંચ જગાવે છે. સીરિઝમાં હોટશોટ જાસૂસ નાદિયા સિંહ અને મેસન કેનની તમારી સાથે મુલાકાત કરાવવામાં આવે છે. બંને એક મિશન પર છે અને અંડરકવર છે. આ સ્પાઈ-થ્રિલર શરૂઆતની થોડી જ સેકન્ડમાં તમારા મન અને દિમાગ પર છવાઈ જાય છે. પર્ફ્યૂમની બોટલમાં વિસ્ફોટક હોય કે જબરદસ્ત ફાઈટિંગ સીક્વન્સ, સીરિઝના પહેલા એપિસોડની થોડી મિનિટમાં સીરિઝ તેની સ્પીડ પકડે છે. આ સીરિઝનું પ્રોડક્શન મોટાપાયે કરવામાં આવે છે. શોના સ્ક્રીનપ્લેની સ્પીડ પણ ફાસ્ટ છે, જે દરેક મિનિટનો હિસાબ રાખે છે. તેવામાં દર્શક તરીકે તમે નજર હટાવી શકશો નહીં. પ્રિયંકા ચોપરા એક જાસૂસ તરીકે પોતાની તાકાતનું બખૂબી પ્રદર્શન કરે છે. એક્ટિંગ સિવાય તેણે ઘણા ચોંકાવનારા સ્ટંટ કર્યા છે, જે તમારું ધ્યાન ખેંચે છે. રિચર્ડ દરેક મિશન માટે ખતરનાક છે, કહાણીમાં એક પિતા અને પતિ તરીકે પ્રેમાળ પણ. ટેકનોલોજી એક્સપર્ટ તરીકે ઓરલિકના રોલમાં સ્ટેનલી ટુકીએ સારું કામ કર્યું છે. પ્રિયંકા અને રિચર્ડની કેમેસ્ટ્રી સ્ક્રિન પર આગ લગાવી રહી છે. લેસ્લી મેનવિલ મટિયોગએ બ્રિટેનના રાજદૂત ડેલિયા એચરના રોલમાં મજબૂત પર્ફોર્મન્સ આપ્યું છે.
2
:ભોલાનું પાત્ર સ્ક્રીન પર લાર્જર ધેન લાઈફ ફીલ આપે છે. દિગ્દર્શક તરીકે અજય દેવગણ પહેલા જ દ્રશ્યમાં ભરપૂર એક્શન સિક્વન્સ સાથે છવાઈ જાય છે. વાર્તા એક રાતની છે. આ ફિલ્મમાં 5-7 મિનિટની ચેઝિંગ સિક્વન્સ પણ છે. મૂળ ફિલ્મ 'કૈથી'માં એક્શન અને ઈમોશનનું સંતુલન હતું. એક્શનથી ભરપૂર ફિલ્મોમાં લડાઈ કે એક્શનનો તર્ક શોધવો મુશ્કેલ છે, એક જ હીરો એકસાથે 30-40 લોકોને કેવી રીતે મારી શકે છે, પરંતુ ભોલામાં જે રીતે એક્શન કોરિયોગ્રાફ કરવામાં આવી છે, તે જોરદાર છે. ફિલ્મના બેકગ્રાઉન્ડ મ્યુઝિક પર વધારે કામ કરવું જોઈતું હતું, જો કે 3Dમાં મૂવી જોવી એ સિનેમેટિક અનુભવ હોઈ શકે છે. મ્યુઝિકની વાત કરીએ તો 'નઝર લગ જાયેગી' ગીત ખૂબ જ સુંદર છે. અભિનય અને કાસ્ટિંગ ફિલ્મનો મજબૂત પાસું છે. તબ્બુએ બહાદુર પોલીસની ભૂમિકાને સંપૂર્ણ ન્યાય આપ્યો છે. તે ભાવનાત્મક દ્રશ્યોમાં પણ જીતવામાં સફળ થાય છે. અજયની પત્નીના ગેસ્ટ રોલમાં અમલા પોલ સુંદર લાગી રહી છે. સંજય મિશ્રાએ હવાલદારની ભૂમિકાને સુંદર રીતે નિભાવી છે, જે પોતાના પોલીસ સ્ટેશનને માફિયાઓથી બચાવવાનો પ્રયાસ કરે છે. જ્યારે દીપક ડોબરિયાલને એક ભયાનક વિલન તરીકે યાદ કરવામાં આવશે, ગજરાજ રાવ આશ્ચર્યચકિત થાય છે.
2
અનુભવે તેની ફિલ્મમાં એવી ઘણી ઘટનાઓ દર્શાવી છે કે જેઓ કોરોનામાં સમસ્યાનો ભોગ બન્યા હતા, પરંતુ તેમનું ધ્યાન પરપ્રાંતીય મજૂરો અને સામાજિક તેમજ જાતિના ભેદભાવ પર રહે છે. કાસ્ટ અને ક્લાસના તફાવતની સાથે સાથે સિસ્ટમની મજબૂરીઓને પણ તેમના પાત્રો દ્વારા રજૂ કરાઈ છે. ફિલ્મનું લેખન ચુસ્ત છે, જેમાં "તાકાતવાળા અને ગરીબનો ન્યાય એક સરખો હોવો જોઈએ" જેવા સંવાદો છે. જે તમને ઘણું વિચારવા મજબૂર કરે છે. ઘણાંને લાગે છે કે ફિલ્મમાં લોકડાઉનની અન્ય ઘટનાઓને પણ આવરી લીધી હોત તો સારું હોત. જો અભિનયની વાત કરીએ તો ફિલ્મ દરેક રીતે ઉત્તમ છે. સૂર્ય કુમાર સિંહના રૂપમાં રાજકુમાર રાવ મજબૂત છે. પંકજ કપૂરે પોતાની ભૂમિકા અદ્ભુત રીતે ભજવી છે. પોલીસ અધિકારી તરીકે આશુતોષ રાણા તેમની ડાયલોગ ડિલિવરી સાથે ખૂબ જ સારા છે, પરંતુ તેમની ભૂમિકા વધુ વિગતવાર આપવી જોઈતી હતી. ભૂમિ પેડનેકરે તેની ભૂમિકા ખૂબ જ સુંદર રીતે નિભાવી છે, જ્યારે દિયા મિર્ઝાનું પાત્ર યાદગાર બની ગયું છે. આદિત્ય શ્રીવાસ્તવ પણ સારો દેખાઈ રહ્યો છે. કૃતિકા કામરાન એક રિપોર્ટર તરીકે સારું કરે છે.
2
એક્ટર મનોજ બાજપેયીની ફિલ્મ ગુલમહોર (Gulmohar) તારીખ 3 માર્ચના દિવસે સીધી ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે. આ ફિલ્મ રાજધાની દિલ્હીના પોશ વિસ્તારમાં આવેલા ગુલમહોર વિલામાં રહેતા એક શ્રીમંત પરિવારની વાર્તા છે. આ કુટુંબ ઉપરથી ચમકદાર લાગે છે, પણ અંદરથી તદ્દન વિખરાયેલું છે. મોટાભાગના હાઈ સોસાયટી પરિવારોની જેમ તેના સભ્યોએ પણ પોતાનો બંગલો વેચીને અલગ-અલગ ફ્લેટમાં શિફ્ટ થવાનું નક્કી કર્યું છે. તેમને લાગે છે કે તેઓ એકઘરમાં રહીને પ્રતિબંધોનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં આ ઘરથી દૂર જવાથી તેમને આઝાદી મળશે.લાંબા સમય પછી ફિલ્મી પડદે પરત ફરેલા શર્મિલા ટાગોર પણ કુસુમના રોલમાં શાનદાર લાગી રહ્યા હતા. લાંબા સમય સુધી સાઉથ સિનેમામાં કામ કરનાર સિમરન બોલિવૂડમાં કમબેક કરી રહી છે. જ્યારે સૂરજ શર્માએ પણ ફિલ્મમાં શાનદાર અભિનય કર્યો છે. ફિલ્મના બાકીના કલાકારોએ પણ પોતાની ભૂમિકા સારી રીતે નિભાવી છે. ફિલ્મનું સંગીત પણ સરસ છે.
2
Best Friend Forever માટે નેશનલ ફિલ્મ અવોર્ડ જીતી ચૂકેલ સંદીપ મોદીની સ્ટોરી અને સ્ક્રીનપ્લે પર ઘણી સારી પકડ છે. આપણે આર્યા અને ચુંબક વેબ સીરિઝમાં તેમનો કમાલ જોઈ ચૂક્યા છીએ. ધ નાઈટ મેનેજર પોતાના પ્રથમ એપિસોડથી જ રસપ્રદ સ્ટોરી અને થ્રિલર ટ્રીટમેન્ટને કારણે દર્શકોનું ધ્યાન ખેંચશે. જો કે, જ્યારે સ્ટોરી આગળ વધે છે અને શાન સેનગુપ્તા આર્મ ડીલિંગના કિંગ શૈલીની ટીમમાં જોડાય છે, ત્યારે સ્પીડ થોડી ધીમી થઈ જાય છે.એક સમયે સીરિઝની સ્પીડ ધીમી પડી જાય છે પરંતુ દર્શકો બોર નથી થઈ જતા. એક સ્પાઈ થ્રિલર તરીકે ધ નાઈટ મેનેજર મનોરંજન પૂરું પાડશે. પરંતુ સીરિઝમાં અમુક વાતો સમજની બહાર થઈ જાય છે. જેમ કે, શૈલી કહે છે કે તે કોઈ પણ માણસને સરળતાથી સમજી શકે છે. પણ તે શાન પર ઝડપથી વિશ્વાસ કરી બેસે છે. શૈલીના બિઝનેસને અને તેના એસ્ટેટને એક વિસ્મય કિલ્લાની જેમ બતાવવામાં આવે છે, જ્યાં સરળતાથી કોઈ પહોંચી નથી શકતું. પણ શાન અત્યંત સરળતાથી દરેક જગ્યાએ પહોંચી જાય છે.એક્ટિંગની વાત કરીએ તો શાનના રોલમાં આદિત્ય રૉય કપૂર જામે છે. તેણે દમદાર પર્ફોમન્સ આપ્યું છે. તે અત્યંત સહજતા સાથે આ પાત્રને અપનાવે છે. પૂર્વ સૈનિકના રોલમાં પણ તેણે સારો અભિનય કર્યો છે. અનિલ કપૂરની એક્ટિંગ વિશે તો તમામ લોકો જાણે છે. જો કે એવુ પણ લાગે છે કે એક શક્તિશાળી ગુનેગાર તરીકે તેની ક્ષમતાને ઓછી આંકવામાં આવી છે. બની શકે કે સ્પોટલાઈટ વેબ સીરિઝના હીરો શાન પર હોવાને કારણે અનિલ કપૂરના પાત્રને પૂરતો ન્યાય નથી મળી શક્યો. તેમ છતાં અનિલ કપૂરે પોતાના દમદાર અભિનયથી પાત્રને પૂરતો ન્યાય આપ્યો છે. શૈલીના રાઈટ હેન્ડ તરીકે બૃજ પાલનું પાત્ર શાશ્વત ચેટર્જીએ ભજવ્યું છે. તેનું કામ પણ દર્શકોનું ધ્યાન ખેંચશે. શોભિતાએ કાવેરીનો રોલ કર્યો છે, જો કે તેની વેબસ્ટોરી હજી સુધી સામે નથી આવી. પણ તે પોતાના રોલમાં સારી લાગી રહી છે. બ્રિટિશ સીરિઝની છ સિઝન બની ચૂકી છે, તેવામાં ધ નાઈટ મેનેજર હિન્દીની પ્રથમ સિઝનના અંતમાં અમુક એવા પ્રશ્નો દર્શકોના મનમાં હશે, જેના માટે તમે બીજી અને ત્રીજી સિઝનની રાહ જોશો.
2
દિગ્દર્શક અજયન વેણુગોપાલન (director-writer Ajayan Venugopalan) એક ફીલ ગુડ ફિલ્મ લઈને આવ્યા છે જે આશા જગાડે છે. ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે જીવન દરેક પરિસ્થિતિમાં સુંદર હોય છે અને જ્યારે પણ આપણે વિચારીએ છીએ કે જીવનમાં કંઈ જ બાકી નથી, ત્યારે આપણે આપણા જીવન સાથે ફરી એક વાર આપણી જાતને ફરીથી શોધી શકીએ છીએ. ફિલ્મની ગતિ થોડી ધીમી છે, ધીમી ગતિએ ચાલતી આ ફિલ્મ પાત્રોને ધીમી ગતિએ વિકસાવે છે અને એક મજાની દુનિયામાં લઈ જાય છે, જ્યાં માનવીય સંવેદનાઓનું ઘડતર પણ છે. માનવીય સ્પર્શની સાથે, ફિલ્મ નક્સલવાદ, અલગતાવાદ, સાંસ્કૃતિક શોખ, બાળકોનું સ્વાર્થી વલણ અને વધતી અસહિષ્ણુતા જેવા મુદ્દાઓને પણ સ્પર્શે છે. વાર્તાનો મૂળ ભાગ ખૂબ જ મજબૂત છે, જેને દિગ્દર્શક સુંદર રીતે ખેંચે છે. જોકે ફિલ્મના તમામ ટ્રેક થોડા ફિલ્મી લાગે છે, દિગ્દર્શક તેમને મુખ્ય કથાવસ્તુમાં સમાવી લે છે.અભિનયની બાબતમાં અનુપમ ખેર દરેક રીતે ઉત્તમ સાબિત થયા છે. પાત્રોને તેમની આગવી શૈલીમાં જીવવાની શૈલી તેમના પાત્રને આનંદ આપે છે. અનુપમે ઘણી જગ્યાએ સ્ટેલોનની સ્ટાઈલ પણ કરી છે. નીના ગુપ્તા સાથે તેમની કેમેસ્ટ્રી એકદમ નિર્દોષ છે. નીના એલ્સાની કેન્દ્રીય ભૂમિકામાં જીવંત છે. નીના એલ્સાનું પાત્ર ભજવે છે, જે કામ માટે સમર્પિત છે પરંતુ વોડકા અને બીયર જેવા પીણાંના શોખીન છે, જે વર્ષોથી તેના પ્રિયજનો માટે ઝંખે છે. તજ સિંઘ તરીકે શારીબ હાશ્મી મજામાં વધારો કરે છે. ફરી એકવાર તે પોતાની જાતને એક સક્ષમ અભિનેતા તરીકે બતાવે છે. જુગલ હંસરાજે પોતાના પાત્રને ન્યાય આપ્યો છે. નરગીસ ફખરીને બહુ સ્ક્રીન સ્પેસ મળી નથી. સપોર્ટિંગ કાસ્ટ ઠીક છે.
2
આ ફિલ્મ ટેક્નિકલી સાઉન્ડ છે અને સિનેમેટોગ્રાફી ફિલ્મનો મૂડ સેટ કરે છે. અમિત ત્રિવેદીનું સંગીત સરસ છે. 'નેટફ્લિક્સ એન્ડ ચિલ', 'મોહબ્બત સે ક્રાંતિ આયેગી' જેવા ગીતો મજેદાર છે. સદનસીબે ફિલ્મની લંબાઈ વધારે નથી. ફિલ્મનો ક્લાઈમેક્સ ચોંકાવનારો છે. આ ફિલ્મ કેમ જોવી જોઈએ? જેઓ ફિલ્મમેકર અનુરાગ કશ્યપના ફેન છે અને લવ સ્ટોરીના શોખીન છે તેઓને આ ફિલ્મ જોવાની મજા પડશે.
2
અભિનયની વાત કરીએ તો દીપક અંતાણી અને ચિન્મય માંડલેકરે ગાંધી અને ગોડસેની ભૂમિકા ભજવી છે. બંને આ પાત્રો સાથે ન્યાય કરે છે. તેમના ઉચ્ચાર પણ અનુકૂળ છે. આ સિવાય જવાહરલાલ નેહરુની ભૂમિકામાં પવન ચોપરા, બાબાસાહેબ આંબેડકર, મૌલાના આઝાદ, સરદાર પટેલ બધાએ ફિલ્મમાં યોગદાન આપ્યું છે.રાજકુમાર સંતોષીએ 'ગાંધી ગોડસે એક યુદ્ધ'નું નિર્દેશન કર્યું છે. તે આ ડ્રામા પર સારી પકડ બનાવે છે, ડિરેક્શનમાં ઘણાં ઉતાર-ચઢાવ આવે છે. પરંતુ ફિલ્મની ટ્રીટમેન્ટ, સિનેમેટોગ્રાફી સરસ લાગે છે. વિભાજન દરમિયાનની ઘણી ઘટનાઓ જાણે ફરી વખત જીવંત થઈ હોય તેમ દર્શાવવામાં આવી છે. અસગર વઝાહતના સંવાદો પ્રભાવશાળી છે. જયપ્રકાશ નારાયણ, હરિલાલ (હીરાલાલ) અને મણિલાલ ગાંધી અથવા ગોડસેના અન્ય નેતાઓને યાદ કરવાનો ઉલ્લેખ પણ છે. જો સંગીતની વાત કરીએ તો એ.આર. રહેમાને આપ્યું છે. બંને ગીતો વૈષ્ણવ જન તો... અને રઘુપતિ રાઘવ ફિલ્મમાં સારી રીતે સેટ થાય છે. Gandhi Godse – Ek Yudh જોવા જેવી ફિલ્મ છે. જો તમે ધીરજપૂર્વક પહેલો ભાગ પૂરો કરશો તો બીજા ભાગની મજા આવશે.
2
અવતાર: ધ વે ઓફ વૉટર'માં જંગલથી માંડીને દરિયાના એક્શન દ્રશ્યો તેમજ આકર્ષક લૂક જોવા મળી રહ્યો છે. 3 કલાકના સમયગાળામાં 'અવતાર: ધ વે ઓફ વૉટર'માં દર્શક જાણે એક અલગ જ દુનિયામાં પહોંચી જાય છે. 'અવતાર: ધ વે ઓફ વૉટર' એટલે કે અવતાર ફિલ્મના બીજા ભાગમાં દર્શકોને વધારે એક્શન તેમજ ઈમોશન જોવા મળશે. ખુશી સાદી છે અને આ આપણી સૌથી મોટી નબળાઈ તેમજ સૌથી મોટી તાકાત છે તે પ્રકારે ડાયલોગ જેક સલીના છે. 'અવતાર: ધ વે ઓફ વૉટર'માં અદ્ભુત સ્ટોરીટેલિંગ અને વિઝ્યુલ અનુભવ જોવા મળશે. તમે એક વખત 'અવતાર: ધ વે ઓફ વૉટર'ની જાદુઈ દુનિયામાં પહોંચી જશો પછી રિયલ લાઈફમાં આવવાનું મન નહીં થાય.ફિલ્મ 'અવતાર: ધ વે ઓફ વૉટર' જોતી વખતે એવું લાગે છે કે આપણે હિન્દી સિનેમાનો તે હોલીવુડ અવતાર જોઈ રહ્યા છીએ જેમાં પારિવારિક મૂલ્યો, માનવીય સંબંધો અને સામાજિક ભાવનાઓને શરૂઆતથી જ સમર્થન આપવામાં આવ્યું છે. હવે વાર્તા આગળ આવી ગઈ છે. પૃથ્વી હવે માનવીઓ માટે રહેવા યોગ્ય નથી અને એવા ગ્રહની શોધ ચાલી રહી છે જ્યાં માનવ વસાહત સ્થાપી શકાય. આ વખતે જેમ્સ કેમરોને માનવીય અને સમુદાયની સંવેદનાઓને ફિલ્મના કેન્દ્રમાં મૂકી છે. કેમરૂને સિનેમાની ઘણી નવી ટેક્નિક્સ પણ શોધી કાઢી છે. પાણીની અંદરના માનવીય અભિવ્યક્તિઓને કેમેરામાં કેપ્ચર કરવી અને પછી કોમ્પ્યુટર જનરેટેડ પાત્રોમાં તેને સંપૂર્ણપણે નવા સ્વરૂપમાં સ્ક્રીન પર રજૂ કરવી પ્રેક્ષકોને આશ્ચર્યચકિત કરે છે. ફિલ્મમાં દર્શાવવામાં આવેલા જળચર પ્રાણીઓ પણ આશ્ચર્યજનક છે. અને કેમેરોનને ફિલ્મના સંગીત તેની સિનેમેટોગ્રાફી અને તેના સંપાદન દ્વારા આ બધી લાગણીઓને પડદા પર લાવવામાં સૌથી વધુ મદદ મળે છે.
2
દિગ્દર્શક અજય બહલ અને સિનેમેટોગ્રાફર સુધીર ચૌધરીએ કુશળતાપૂર્વક ફિલ્મને હોરર ટ્રીટમેન્ટ આપી છે. પહાડો અને ધુમ્મસવાળું વાતાવરણ તેમને આ કાર્યમાં મદદ કરે છે. આર્ટ ડિરેક્ટરે વિક્ટોરિયન સ્ટાઈલવાળા વિલા સાથે સ્ક્રીન પર એક હૉન્ટિંગ એલિમેન્ટ ઉમેર્યું છે. ફિલ્મના પહેલા ભાગમાં જબરદસ્ત વાત છે અને તે તમને ઘણા પ્રસંગોએ ડરાવે છે. કેતન સોડાનો બેકગ્રાઉન્ડ સ્કોર આ દ્રશ્યોને વધુ ભયાનક બનાવે છે. ફિલ્મના પહેલા ભાગમાં તમે રોમાંચ અનુભવો છો. ડર અને રોમાંચનું મિશ્રણ જે તમે પ્રથમ હાફમાં જુઓ છો, તે બીજા ભાગમાં દૂર થઈ જાય છે. ફિલ્મમાં હોરર પ્લોટ ક્યાંક ગાયબ થઈ જાય છે. જો કે, હજુ પણ ફિલ્મ થ્રિલર અને સસ્પેન્સ જાળવી રાખે છે, જે તમને અંત સુધી સ્ક્રીન પર ચોંટાડીને રાખશે.
2
દિગ્દર્શક અનિરુદ્ધ ઐય્યરની વાર્તા બદલાની ભાવનાવાળી લાગી શકે છે, પરંતુ વાસ્તવમાં ફિલ્મમાં ઘણા સ્તરો છે, જે કટાક્ષની સાથે મનોરંજનનો ડોઝ આપે છે. તે મીડિયા ટ્રાયલ, બોયકોટ ટ્રેન્ડ, સ્ટાર સિસ્ટમ જેવા મુદ્દાઓ પર કટાક્ષ કરે છે. દિગ્દર્શક ચતુરાઈથી નાયકોને એવી પરિસ્થિતિમાં મૂકે છે કે જે પાત્રો તેમજ પ્રેક્ષકો માટે અણધારી હોય અને તે જ કાવતરુંનું મૂળ છે. જો કે, તેને પ્લોટ વિકસાવવામાં થોડો સમય લાગે છે. અનિરુદ્ધે નીરજ યાદવ સાથે મળીને ફિલ્મ લખી છે અને સંવાદો રસદાર છે. ફિલ્મ, તેના શીર્ષક મુજબ, એક્શનનો આકર્ષક ડોઝ આપે છે. કેટલાંક સિક્વન્સ નાટ્યાત્મક લાગે છે, પરંતુ અંતે તે મનોરંજક છે. કૌશલ શાહની સિનેમેટોગ્રાફી સારી છે. લંડનમાં શૂટ કરાયેલી એક્શન સિક્વન્સ રોમાંચક છે. આ સાથે તેણે લંડનની સુંદરતાને પણ સારી રીતે કેદ કરી છે. નિનાદ ખાનોલકર પોતાના એડિટિંગ વડે ફર્સ્ટ હાફને ચુસ્ત બનાવી શક્યા હોત. બેકગ્રાઉન્ડ સ્કોર રોમાંચમાં વધારો કરે છે. સંગીતની વાત કરીએ તો ગીતો સારા બન્યા છે. નોરા ફતેહીનું ગીત 'ઝેડા નશા' સારું છે. એક એક્શન હીરો એક્શન અવતારને પણ વિશ્વાસપાત્ર બનાવે છે. એક સ્ટાર જે એક સાદું જીવન જીવવા માટે મજબૂર છે, પરંતુ તે છોડવા માગતો નથી. 'હું એક્શન હીરો છું, છેલ્લે તાકાતનો ઉપયોગ કરું છું' જેવા સંવાદો બોલતો આયુષ્માન અંતમાં માણસની ડાર્ક બાજુ બતાવવાનું ભૂલતો નથી. ભૂરા તરીકેના જયદીપ અહલાવતના પાત્રમાં ચોક્કસપણે ઊંડાણનો અભાવ છે, પરંતુ તેના હરિયાણવી ઉચ્ચાર અને બોડી લેંગ્વેજમાં ધમાકેદાર છે. વિલન તરીકે તેને હીરોની સમાન સ્ક્રીન સ્પેસ મળી છે. ફિલ્મની બીજી ખાસ વાત એ છે કે ફિલ્મમાં કોઈ હીરોઈન નથી, પણ તેની ગેરહાજરી અનુભવાતી નથી. એક્ટર આયુષ્માન ખુરાનાનો એક્શન લૂક જોવા માગતા અને મનોરંજક ફિલ્મો જોવાના શોખીનો 'એન એક્શન હીરો' (An Action Hero) જોઈ શકે છે.
2
ફ્રેડી'નો આખો ભાર કાર્તિક અને અલાયાના ખભા પર છે. બંને હીરો પણ છે અને વિલન પણ. પહેલા અલાયાના અભિનયની વાત કરીએ તો, તેણે આ વખતે તેની ડેબ્યૂ ફિલ્મ 'જવાની જાનેમન' કરતાં સારું પર્ફોર્મ કર્યું છે. ઓવરએક્ટિંગ નથી કરી. ફિલ્મની વાર્તા જેમ-જેમ આગળ વધે છે તે પ્રમાણે તે તેમાં ઢળતી જાય છે. સ્ક્રીન પર મોટાભાગે કોમેડી કે રોમેન્ટિક રોલમાં જોવા મળેલો કાર્તિક આર્યન પહેલીવાર સનકીના રોલમાં દેખાય છે. તેણે પોતાના પાત્ર સાથે સંપૂર્ણ ન્યાય કર્યો છે. તેનું વધેલું વજન અને હાવભાવ બધું જ પાત્રને બંધબેસતું છે. 'ફ્રેડી'માં કાર્તિક અને અલાયાએ પોતાના અભિનયથી ઈમ્પ્રેસ કર્યા છે. ફિલ્મમાં અલાયા કાર્તિકને અભિનય મામલે બરાબરની ટક્કર આપી રહી છે.લેખન જેટલું સારું હશે એટલું જ મજબૂત ડાયરેક્શન પડદા પર જોવા મળશે. 'ફ્રેડી'માં આ વાત તમને જોવા મળશે. પરંતુ સસ્પેન્સ ખૂટતું હોય તેવું લાગશે. આવનારા ટ્વિસ્ટ અને ટર્ન્સનો અંદાજો દર્શકો શરૂઆતથી જ લગાવી શકે છે. કલાકારોની એક્ટિંગ અને ચંદન અરોડાનું એડિટિંગ આ ખામીઓ પર પડદો પાડે છે. સિનેમેટોગ્રાફી અયાનંકા બોઝે કરી છે, જે વાર્તાને નિખારે છે. સંગીતના મામલે પ્રીતમ ફરી એકવાર મજા કરાવશે.
2
ગુજરાતી ફિલ્મ મેડલમાં શિસ્તબદ્ધ શિક્ષકના રોલમાં એક્ટર જયેશ મોરે જ્યારે સરપંચના રોલમાં એક્ટર ચેતન દૈયાએ પાવરફુલ એક્ટિંગ કરી છે. પ્યૂન રમણના રોલમાં એક્ટર મૌલિક નાયક હંમેશાંની માફક દર્શકોને ખૂબ હસાવે છે. ત્યારે કોમેડીની સાથે સાથે નકારાત્મક એવા મોહનના રોલમાં એક્ટર હેમાંગ દવે દર્શકોનું અંત સુધી ધ્યાન ખેંચે છે. આ સિવાય બાળ કલાકારોનો અભિનય પણ પ્રમાણમાં સારો છે. આજે પણ ગામડાઓમાં જાતિ વ્યવસ્થા જોવા મળે છે જે વાત ફિલ્મ મેડલમાં ખૂબ અસરકારકરીતે રજૂ કરાઈ છે. જો તમે ગામડાનું બેકગ્રાઉન્ડ ધરાવતી એક પ્રેરણાત્મક ગુજરાતી ફિલ્મ જોવા માગો છો તો મેડલ ફિલ્મ જોવી જોઈએ. ગુજરાતી સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ મેડલના ડિરેક્ટર ધવલ જિતેશ શુકલએ ફિલ્મમાં આજના ગામની શાળાના પ્રશ્નો અને ત્યાં નડતી મુશ્કેલીઓને વાસ્તવિકરીતે રજૂ કરી છે. બાળ કલાકારો સાથે પણ ઘણું સુંદર કામ કરાવ્યું છે. સૌથી ખાસ વાત એ છે કે ગુજરાતની ગ્રામીણ બોલીને પડદા પર આબેહૂબરીતે રજૂ કરાઈ છે જેમાં એક્ટરની મહેનતનો પણ મોટો ફાળો રહેલો છે. ગામમાં ઘરની દીવાલો પર જોવા મળતા સુંદર ચિત્રો એ ફિલ્મનું સોનેરી પાસું છે.
2
હોરર અને કોમેડી ફિલ્મના કોમ્બિનેશનને ફિલ્મકારો હંમેશા રિસ્કી માને છે કારણકે મર્યાદિત દર્શકો આ ફિલ્મોને મળે છે. પરંતુ 'સ્ત્રી' અને 'બાલા'ના નિર્દેશક અમર કૌશિક બખૂબીથી ફિલ્મને ન્યાય આપે છે. ફિલ્મનો ફર્સ્ટ હાફ થોડો ધીમો છે પરંતુ ઈન્ટરવલ પછી ફિલ્મ ગતિ પકડે છે. ફિલ્મનો પ્રીક્લાઈમેક્સ પણ થોડો ખેંચવામાં આવ્યો હોય તેવું લાગે છે. કેટલાક સવાલોના જવાબ મળતા નથી. ફિલ્મ જોતાં પહેલા એવું લાગે છે કે, ક્યાંક વેરવુલ્ફ ફિલ્મોની સસ્તી કોપી સાબિત ના થાય પરંતુ જબરદસ્ત વીએફએક્સ આ આશંકાને ધોઈ નાખે છે.માણસમાંથી વરુના રૂપમાં વરુણ ધવનનું રૂપાંતરણ પ્રભાવિત કરનારું છે. નિર્દેશક તેને અરુણાચલના જંગલો સાથે જોડવામાં સફળ રહ્યા છે. ફિલ્મના વીએફએક્સ ઉપરાંત સિનેમેટોગ્રાફી પણ મજબતૂ પાસું છે. જિશુન ભટ્ટાચાર્જીના કેમેરાના લેન્સમાં અરુણાચલ પ્રદેશની સુંદરતા, રહસ્યમય જંગલો અને પૂનમનો દૂધિયો ચંદ્ર જોવો વિઝ્યુઅલ ટ્રીટ સાબિત થાય છે. ફિલ્મમાં હાસ્ય અને હોરર સાથે સામાજિક સહકારના પણ મુદ્દા છે. પ્રગતિના નામે પ્રકૃતિનો નાશ, ઉત્તર-પૂર્વના લોકો સાથે થયેલો ભેદભાવ, અરુણાચલ પ્રદેશને દેશનો ભાગ ના સમજવો વગેરે જેવા મુદ્દા ઉઠાવાયા છે. લેખક નીરેન ભટ્ટના ડાયલોગ જેવા કે, 'આજના જમાનામાં કોઈને કુદરતની પડી નથી, આપણા માટે બાલકનીમાં કુંડું જ નેચર છે.' 'કંઈ વાંધો નહીં ભાઈ તારા માટે જે મર્ડર છે, તે તેમના માટે ડિનર છે.' જે વિચાર પ્રેરક હોવા ઉપરાંત હસાવે પણ છે. ફિલ્મનું સંગીત સચિન-જિગરે આપ્યું છે. જ્યારે ગીતો અમિતાભ ભટ્ટાચાર્યએ લખ્યા છે. ફિલ્મમાં 'ચડ્ડી પહન કે ફૂલ ખિલા હૈ' ગીતનો પણ હળવા અંદાજમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. અભિનયના મામલે પણ ફિલ્મ ક્યાંય પાછળ પડે તેવી નથી. વરુણ ધવને ભાસ્કર અને વરુણ બંને રૂપમાં હાસ્ય અને હોરરનું સંતુલન જાળવી રાખ્યું છે. તેમનું પાત્ર વધારે પડતું નાટકીય થવાની સંભાવના હતી પરંતુ તેણે તેમ નથી કર્યું. બદલાપુર, સૂઈ ધાગા અને ઓક્ટોબર જેવી ફિલ્મો પછી વરુણ ધવન આ ફિલ્મમાં અભિનેતા તરીકે એક સ્તર ઊંચો આવ્યો છે. ક્રિતી સેનન અલગ લૂક અને રોલમાં જામી રહી છે. ફિલ્મમાં તેનો રોલ મહત્વપૂર્ણ છે. અભિષેક બેનર્જી અને દીપક ડોબરિયાલને ફિલ્મમાં ખાસ્સી સ્ક્રીન સ્પેસ મળી છે અને બંને કલાકારોએ પોતાના અભિનયના દમ પર કોમેડી જાળવી રાખી છે. જોમિનના રૂપમાં પાલિન કબાક માસૂમ અને ભોળો લાગે છે. તે પણ કોમેડીમાં સાથ આપે છે. ફિલ્મના અંતે 'સ્ત્રી' સાથે કનેક્શન પણ બતાવાયું છે.
2
2015ની ફિલ્મમાં વિજય સાલગાંવકર પોલીસ સ્ટેશનમાંથી પાવડો લઈને નીકળે છે. સાત વર્ષ પહેલા પૂર્ણ અપરાધનો એક સાક્ષી હતો અને આ જ કારણ છે કે પોલીસ આટલા વર્ષો પછી ફરીથી તપાસ કરવાનો વિચાર કરે છે. ફિલ્મનો પહેલો ભાગ જકડી રાખનારો હતો જ્યારે સિક્વલ પણ મજબૂતાઈથી ઊભી રહે છે. ફિલ્મમાં વાર્તા સહેજ પણ કળી શકાય તેવી નથી પરંતુ ક્યાંક ક્યાંક ફિલ્મ ખેંચવામાં આવી હોય તેવું લાગે છે. અમિતાભ ભટ્ટાચાર્યએ બનાવેલું ગીત 'સહી ગલત' અને ટાઈટલ ટ્રેક સારું છે. ફિલ્મનો બેકગ્રાઉન્ડ સ્કોર પણ સારો છે અને ડ્રામાને વધુ ઊંડાઈ આપે છે. એકદંરે 'દ્રશ્યમ 2'માં આવતા ટ્વિસ્ટ અને ટર્ન્સ તમને એક મિનિટ પણ સીટ પરથી હલવા નહીં દે.
2
પ્રોડ્યુસર-ડિરેક્ટર સૂરજ બડજાત્યાએ ઘણાં વર્ષો બાદ 'ઊંચાઈ' ફિલ્મ બનાવી છે. આ ફિલ્મમાં પણ રાજશ્રી પ્રોડક્શન્સના પારિવારિક અને સાંસ્કૃતિક મૂલ્યો જોવા મળે છે. ત્યારે રસપ્રદ વાત એ છે કે ડિરેક્ટર 'ઊંચાઈ' ફિલ્મની આ યાત્રા દ્વારા પાત્રોની આંતરિક સફરને કોઈપણ પ્રકારની ભાષણબાજી વિના આત્મવિશ્લેષણ દ્વારા રજૂ કરે છે. ભલે 'ઊંચાઈ'માં વૃદ્વ પાત્રોની વાત હોય પણ, તેમાં નવી પેઢીનો વિચાર અને તેઓની સમસ્યાને નકાર્યા નથી. સૂરજ બડજાત્યાએ 'ઊંચાઈ' ફિલ્મમાં એ વાતનું ધ્યાન રાખ્યું છે કે ફિલ્મમાં માત્ર કરુણ વાર્તા નહીં પરંતુ, હાસ્ય અને ઈમોશન પણ જોડાયા છે. હિમાલયની વાત પણ 'ઊંચાઈ'માં સુંદર રીતે રજૂ કરાઈ છે. પણ, એક એવી વાત પણ છે કે 'ઊંચાઈ'ની લંબાઈ આજના સમયની ફિલ્મમાં જોવા મળે તે કરતા લાંબી છે. 'ઊંચાઈ'નો ફર્સ્ટ હાફ લાંબો છે પણ બીજા હાફમાં તે થોડી અવ્યવસ્થિત દેખાય છે. 'ઊંચાઈ'માં દિલ્હી આગ્રા કાનપુર લખનઉ ગોરખપુર કાઠમંડુની યાત્રા ઘણી રસપ્રદરીતે રજૂ કરાઈ છે. ફિલ્મ 'ઊંચાઈ'માં તમામ લોકેશન સુંદર છે અને વિવિધ સ્થળોનું ફૂડ તેમજ સંસ્કૃતિ સારીરીતે રજૂ કરાઈ છે. 'ઊંચાઈ'માં તમામ પાત્રનો અભિનય ઘણો સારો છે. દોસ્તી અને જીવનના ઉદ્દેશ્યને સમજવા માટે 'ઊંચાઈ' ફિલ્મ ખાસ જુઓ.
2
ફિલ્મ 'મિલિ'માં જોવા મળે છે કે એક સામાન્ય સ્થિતિ કેવી રીતે હૉરર સ્થિતિમાં બદલાઈ જાય છે. ત્યારે આ સ્થિતિમાંથી બહાર આવવા માટે જાન્હવી કપૂર સતત પ્રયાસ કરે છે. ફિલ્મનો પહેલો ભાગ સિમ્પલ છે પણ બીજા ભાગમાં વાર્તામાં ઘણાં વળાંક આવે છે અને વાર્તા ધીરે ધીરે તે દિશામાં આગળ વધે છે. કોલ્ડ સ્ટોરેજની સ્થિતિમાંથી બહાર નીકળવા માટે મિલિ ઘણાં પ્રયાસ કરે છે. દર્શકોના શ્વાસ અધ્ધર થઈ જાય તેવી સ્થિતિ મિલિ ફિલ્મમાં જોવા મળે છે. કોલ્ડ સ્ટોરેજની અંદરનું ટેન્શન ક્રિએટ કરવા માટે ક્લોઝઅપ શોટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફિલ્મનું મ્યુઝિક એ આર રહેમાને કમ્પોઝ કર્યું છે જે ઘણું શાનદાર છે, જ્યારે ગીતો જાવેદ અખ્તરે લખ્યા છે. ફિલ્મમાં જાન્હવી કપૂરે ખૂબ સારી એક્ટિંગ કરી છે. તેની મહેનત પડદા પર દેખાઈ આવે છે. જો તમને આ પ્રકારની સર્વાઈવલ ડ્રામા ફિલ્મો જોવી પસંદ છે તો જાન્હવી કપૂરની ફિલ્મ મિલિ જોવી જોઈએ.
2
ડિરેક્ટર તરીકે સુપરહિટ ઓટીટી વેબસીરિઝ 'મિર્ઝાપુર' અને લેખક તરીકે 'મુબારકાં' જેવી કોમેડી ફિલ્મમો ભાગ રહી ચૂકેલા ગુરમીત સિંહે ન્યૂ એજ કોમેડી 'ફોન ભૂત' બનાવીને દર્શકોના દિલની ઈચ્છા પૂરી કરવાનો પ્રયાસ કર્યો છે. ફિલ્મમાં યંગ સ્ટાર્સ કેટરીના કૈફ, ઈશાન ખટ્ટર અને સિદ્ધાંત ચતુર્વેદી છે. તેના કારણે મોટી સંખ્યામાં યુવાનો ફિલ્મ જોવા માટે પહેલા જ દિવસે થિયેટર પહોંચી ગયા હતા. ગુરમીતે પણ હોરર અને કોમેડીથી સારી રીતે મનોરંજન પીરસવાનો પ્રયાસ કર્યો છે. ફિલ્મ શરૂઆતથી જ ભરપૂર મનોરંજન કરે છે અને ઈન્ટરવલ બાદ તો વધારે પણ મજેદાર થાય છે. ફિલ્મનો ક્લાઈમેક્સ પણ જબરદસ્ત છે. મીમ્સ અને વન લાઈનર્સનો પણ સારી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે જ ડાયલોગ મજેદાર અને સ્ક્રીનપ્લે પણ કસાયેલા છે. મ્યૂઝિક પણ ફિલ્મની ગતિને આગળ વધારે છે.મેકર્સને પોતાની ફિલ્મ પર ભરોસો છે અને તેથી જ ફિલ્મના અંતમાં સીક્વલની હિંટ આપી છે. એક્ટિંગની વાત કરીએ તો, કેટરીના કૈફે ભૂતનો રોલ સારી રીતે કર્યો છે. તો સિદ્ધાંત અને ઈશાન બંને પોતાના રોલમાં જામે છે. જો કે, ક્યારેક તેઓ ઓવરએક્ટિંગ કરતાં પણ દેખાય છે. જેકી શ્રોફે પણ સારું કામ કર્યું છે.
2
ડાયરેક્ટર ઈન્દ્ર કુમારે આ ફિલ્મના માધ્યમથી એક અલગ પ્રકારના સિનેમાને લોકો સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે અને તે અમુક અંશ સુધી સફળ પણ થયા છે. ફિલ્મની શરુઆત ધીમી છે, પરંતુ પછથી તેની ઝડપ વધે છે. ખાસકરીને યમલોકની સિક્વન્સ શરુ થયા પછી ફિલ્મનો અંદાજ બદલાઈ જાય છે. ઈન્ટરવલ પહેલા ફિલ્મમાં અનેક કોમિક સીન તમને હસાવશે. સેકન્ડ હાફમાં ફિલ્મ ઈમોશનલ ટચ સાથે જીવનને લગતા તમામ પાઠ શીખવે છે. વિવાદ થવાને કારણે ફિલ્મમાં અજય દેવગણના પાત્રનું નામ બદલીને YD કરવામાં આવ્યું છે. ફિલ્મ તમને મનોરંજન પૂરું પાડી શકશે. ક્લાઈમેક્સમાં જીવનને બદલવા માટે કામ લાગે તેવો મંત્ર પણ આપવામાં આવે છે.અભિનયની વાત કરીએ તો, અજય દેવગણે સારું કામ કર્યું છે. જો કે અજય દેવગણને ઘણાં ઓછા સીન મળ્યા છે. સિદ્ધાર્થ મલ્હોત્રાનો રોલ ફિલ્મમાં સૌથી વધારે મહત્વપૂર્ણ છે અને તેણે પોતાના પાત્રને ન્યાય આપ્યો છે. એક સ્વાર્થી અને મતલબી વ્યક્તિના રોલમાં તે જામે છે. રકુલપ્રીત પડદા પર અત્યંત સુંદર લાગે છે. તેણે પોતાના નાના રોલને ગંભીરતાપૂર્વક ભજવ્યો છે. નોરા ફતેહીનું ગીત પણ મોટા પડદા પર સારું લાગે છે. મનિકે ગીત તો ફિલ્મ રીલિઝ થાય તે પહેલા જ હિટ થઈ ગયુ હતું.
2
છેલ્લા થોડા સમયથી બોલિવુડ ઈન્ડસ્ટ્રી અને પેન ઈન્ડિયા ફિલ્મોને લઈને વિવાદ ચાલી રહ્યો છે. પરંતુ ગુજરાતી ફિલ્મ 'છેલ્લો શો' જોયા પછી અહેસાસ થાય છે કે હિન્દી અને સાઉથ સિનેમા ઉપરાંત અન્ય પ્રાદેશિક ભાષામાં બનતી ફિલ્મો પણ શાનદાર હોય છે. જોકે, પ્રાદેશિક ભાષામાં બનતી ફિલ્મો ભાષાની મર્યાદાના કારણે દર્શકોના મોટા વર્ગ સુધી નથી પહોંચી શકતી. આ ફિલ્મ પણ ઓસ્કરમાં જવાની ચર્ચા બાદ જ લાઈમ લાઈટમાં આવી છે. ડાયરેક્શનની દ્રષ્ટિએ પાન નલિને ફિલ્મને વાસ્તવિકતાની નજીક રાખવા માટે સેલ્યુલાઈડ હિન્દી ફિલ્મો અને પ્રોજેક્ટર ચલાવનારા ટેક્નિશિયનને રાખ્યો છે. તેમણે માસૂમ બાળપણ સાથે વાર્તાને જોડીને ઉત્તમ ફિલ્મ બનાવી છે. ફિલ્મમાં કેટલાય દ્રશ્યો જેવા કે, દોસ્તોની મદદથી રીલ ચોરી કરીને ખંડેરમાં જઈને ફિલ્મ જોવી, પ્રોજેક્ટરને ગાળીને તેમાંથી વાસણ બનાવવા અને રીલ્સમાંથી બંગડીઓ બનાવી વગેરેનું એક્ઝીક્યુશન ખૂબ સરસ થયું છે. નિર્દેશકે બે દ્રશ્યો વચ્ચેનું ટ્રાન્ઝિશન બતાવ્યું છે તે નેરેટિવ અને પાત્રની મનઃસ્થિતિને જોડે છે. સાથે જ સમયની મમ્મીના પાકકળાને પણ મજેદાર ઢંગથી નિર્દેશકે બતાવી છે.સ્વપ્નિલ સોનવણેની સિનેમેટોગ્રાફી, શ્રેયસ બેલતંગ્દય અને પ્રવીણ ભટ્ટનું એડિટિંગ ઠીક છે. સાયરિલ મોરીનનું સંગીત એવરેજ છે પરંતુ ફિલ્મના વિઝ્યુઅલ ઈફેક્ટ અને બેકગ્રાઉન્ડ મ્યૂઝિક દમદાર છે. પ્રી-ક્લાઈમેક્સ અને ક્લાઈમેક્સ જોઈને ભાવુક થઈ જશો. ભાવિનનો અભિનય હૃદયસ્પર્શી છે. એવું નહીં લાગે કે તે અભિનય કરે છે એવું જ લાગે છે જાણે કે તે અસલ વ્યક્તિ છે. ફઝલનું પાત્ર માર્મિક હોવાની સાથે વાસ્તવિક પણ છે, તેણે પાત્રને ન્યાય આપ્યો છે. ભાવિનના મિત્રો વિકાસ બાટા, રાહુલ કોળી, સોબાન માકવા, કિશન પરમાર, વિજય મેર પણ તેની જ જેમ માસૂમ લાગે છે. ચાવાળા પિતાની ભૂમિકામાં દીપેન રાવલ પણ જામે છે. મા તરીકે રિચા મીણા પણ સહજ લાગે છે.
2
કાંતારા' ઘણી સારી એક્શન થ્રિલર ફિલ્મ છે જેમાં એક્ટર ઋષભ શેટ્ટી છવાઈ જાય છે. તેણે આ ફિલ્મમાં લીડ રોલ કર્યો છે અને સાથે-સાથે ડિરેક્શન પણ કર્યું છે. 'કાંતારા' ફિલ્મ શરૂઆતથી જ દર્શકોને બાંધી રાખે છે. સ્થાનિક દેવતાની વાર્તા પણ ઘણી રસપ્રદ છે. ઈન્ટરવલ પછી પણ 'કાંતારા'માં જબરદસ્ત વળાંક આવે છે. 'કાંતારા'નું બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને સિનેમેટોગ્રાફી ખૂબ સારી છે. આ ફિલ્મને આઈએમડીબી પર 9.5 રેટિંગ મળ્યા છે. જો તમારે સારી એક્શન થ્રિલર ફિલ્મ જોવી હોય તો 'કાંતારા' થિયેટરમાં જોઈ શકો છો.
2
ડિરેક્ટર તરીકેની પહેલી ફિલ્મમાં અનુભૂતિ કશ્યપે કોમેડીની સાથે મહત્વપૂર્ણ મેસેજ આપવાનો પ્રયાસ કર્યો છે. ઈન્ટરવલ પહેલા ફિલ્મ મજેદાર કોમેડીથી મનોરંજન પૂરું પાડે છે. સ્ત્રી રોગ નિષ્ણાત બનેલા પુરુષ ડોક્ટર જેવા સંવેદનશીલ વિષય પર કોમેડી ફિલ્મ બનાવવી પડકારજનક છે, પરંતુ અનુભૂતિ તેમા સફળ રહી. પરંતુ ઈન્ટરવલથી લઈને ક્લાઈમેક્સ સુધીની ફિલ્મો મેલ ટચના માધ્યમથી તમામ પુરુષોને પોતાની માતા, ગર્લફ્રેન્ડ અથવા બીજી સ્ત્રીઓ પ્રત્યે જીવન સાથે જોડાયેલો પાઠ શીખવે છે.આયુષ્માન ખુરાના પોતાના રોલમાં પર્ફેક્ટ જોવા મળે છે. તો રકુલ પ્રીત સિંહે મજેદાર કોમેડીમાં તેને પૂરતો સાથ આપ્યો છે. શેફાલી શાહ હંમેશાની જેમ શાનદાર રોલમાં જોવા મળી, તો શીબા ચઢ્ઢાએ સિંગલ મધરનો રોલ બખૂબી નિભાવ્યો છે. બાકી કલાકારોએ પણ સારું કામ કર્યું છે.
2
પુષ્કર-ગાયત્રીએ 'વિક્રમ વેધા'ના પ્લોટને ડેવલપ કરવામાં વધારે સમય લીધો છે. જેથી ફિલ્મનો પહેલા ભાગ લાંબો અને ખેંચાયેલો લાગે છે. બીજા ભાગમાં વાર્તામાં ઘણાં વળાંક જોવા મળે છે. 'વિક્રમ વેધા'ને કાનપુર-લખનઉમાં બેકડ્રોપમાં રજૂ કરાઈ છે અને કેમેરાવર્ક એટલું સારું છે કે લખનઉ તેમજ કાનપુર એક અલગ અંદાજમાં જોઈ શકાય છે. 'વિક્રમ વેધા'નું એક્શન જબરદસ્ત છે. ફિલ્મમાં લવ સ્ટોરી વધારે સારી રીતે ડેવલપ થઈ શકે તેમ હતી. 'વિક્રમ વેધા'નો ક્લાઈમેક્સ બાજી મારી જાય છે અને ફિલ્મનો બેકગ્રાઉન્ડ સ્કોર પાવરફુલ છે. એવું કહી શકાય કે 'વિક્રમ વેધા' રિતિકની ફિલ્મ છે. તેમ છતાં સૈફ અલી ખાન પણ ફિલ્મનો આધારસ્તંભ સાબિત થાય છે. જો તમે એક્શન મનોરંજન ફિલ્મના શોખીન છો અને સૈફ-રિતિકની એક્ટિંગના ફેન છો તો 'વિક્રમ વેધા' ફિલ્મ જોવી જોઈએ.
2
ડિરેક્ટર મધુર ભંડારકરે 'બબલી બાઉન્સર'માં એક એવી વાર્તા રજૂ કરી છે કે જેમાં કેન્દ્રમાં એક મહિલા છે અને તે પ્રેમની શોધમાં છે. 'બબલી બાઉન્સર' દર્શકોને બાંધી રાખે છે અને તે માટે તેની પ્રશંસા થવી જોઈએ. 'બબલી બાઉન્સર'નો વિષય એકદમ અલગ છે. કારણકે, આપણે અત્યાર સુધીમાં ભાગ્યે જ મહિલા બાઉન્સર જોયા હશે. પણ, સ્ક્રીનપ્લે ક્યારેક ક્યારેક નબળો લાગે છે. 'બબલી બાઉન્સર'માં બબલીને પોતાની શોધ છે અને આ જર્નીમાં તે તમામ અડચણનો સામનો કરે છે. તેને એ વાતની જરાય ચિંતા નથી કે દુનિયા શું કહેશે. 'બબલી બાઉન્સર'ના સંવાદ ખૂબ જ સરસ છે. તેમજ ગીતો પણ ખૂબ સારા છે જે 'બબલી બાઉન્સર'ની વાર્તાને આગળ વધારવામાં મદદ કરે છે. તમન્ના ભાટિયાની એક્ટિંગ ખૂબ જ સારી છે. તેણે હરિયાણી બૉડી લેંગ્વેજ અને ભાષા પર ઘણી મહેનત કરી છે.
2
ફિલ્મના ડાયરેક્ટર રત્ના સિન્હા મિડલ ક્લાસ માનસિકતાને કોઈ દુઃખ સાથે નથી પીરસતા પરંતુ હળવા અંદાજમાં રજૂ કરે છે. આ જ ફિલ્મની યૂએસપી છે. ફિલ્મનો પહેલો ભાગ થોડો ધીમો લાગે છે પરંતુ ઈન્ટરવલ પછી ફિલ્મ ગતિ પકડે છે. ફિલ્મનો સ્ક્રીનપ્લે યૂથ ઓરિએન્ટેડ છે અને આ જ કારણે ફિલ્મમાં રોમાન્સની સાથે બ્રોમાન્સ પણ જોવા મળે છે. સમીર આર્ય અને મનીષ ખુશલાનીએ મસૂરીના રમ્ય લોકેશનોને સુંદરતાથી બતાવ્યા છે. ફિલ્મા સંવાદ મજેદાર છે, જે મિડલ ક્લાસની વાર્તાને સરસ રીતે દર્શાવે છે. સંગીતની વાત કરીએ તો હિમેશ રેશમિયાના કેટલાક ગીતો સારા છે. ફિલ્મની એડિટિંગ થોડી ચુસ્ત રાખવાની જરૂર હતી. ફિલ્મનો અંત ધારી શકાય તેવો હોવા છતાં રસપ્રદ છે. મિડલ ક્લાસ છોકરો પોતાના પરિવારનું મહત્વ સમજે છે અને પોતાના પિતાના સુપરમેન, માને સુપર વુમન અને ભાઈને કેપ્ટન અમેરિકા ગણાવે છે.મધ્યમવર્ગની પરેશાનીઓમાંથી નીકળીને કંઈક કરવાના સંઘર્ષને પ્રીત સારી રીતે પડદા પર ઉતારી શક્યો છે. યૂથફૂલ અને ક્યૂટ અંદાજથી તે લોકોનું મનોરંજન પણ કરે છે. કાવ્યા થાપર અને ઈશા સિંહે પણ ડેબ્યૂ ફિલ્મમાં સારું કામ કર્યું છે. મનોજ પાહવા હંમેશાની જેમ રોલમાં પર્ફેક્ટ સાબિત થયા છે. માની ભૂમિકામાં સપના સન પણ સહજ લાગે છે. ફિલ્મની સહયોગી કાસ્ટ સરેરાશ છે.
2
મિરાજ'ની ઓફિશિયલ હિન્દી રિમેક હોવા છતાં ફિલ્મમાં અનુરાગ કશ્યપની છાંટ સ્પષ્ટ દેખાય છે. જોકે, દર્શકોએ અનુરાગ પાસેથી થોડી વધુ ઊંડાણ અને લેયરવાળી વાર્તાની અપેક્ષા રાખી હતી. ફિલ્મ ભૂતકાળ અને વર્તમાનની ઘટનાઓ સાથે આગળ વધે છે એટલે ક્યાંક ક્યાંક જટિલ થઈ જાય છે તેમ છતાં ફિલ્મ જકડી રાખે છે. હંમેશાની જેમ અનુરાગનું મહિલાનું પાત્ર મજબૂત છે અને તેની ઝલક ફિલ્મના પહેલા જ દ્રશ્યમાં દેખાઈ જાય છે. તાપસી પન્નુ ડૉક્ટર અને નર્સ તરીકે પોતાની હાલની જિંદગી માટે મહેનત કરતી દેખાય છે. પહેલા સીનથી શરૂ થયેલી બેચેની છેક સુધી જળવાઈ રહે છે. ફિલ્મમાં ટાઈમ ટ્રાવેલ સાથે હત્યાનો ભેદ પણ ઉકેલાય છે જેનાથી સસ્પેન્સ અને થ્રિલર જળવાઈ રહે છે. ફિલ્મમાં બે ગીતો છે પણ તેના હોત તોય ચાલત કારણકે એડિટિંગ ચુસ્ત છે.અભિનયના મામલે તાપસી એક્કો સાબિત થઈ છે. ટાઈમ ટ્રાવેલ વચ્ચે તેણે પોતાના અભિયને ખાસ શૈલીમાં દમદાર અંદાજમાં બતાવ્યો છે. તેનો ઉશ્કેરાટ, પાગલપણું, મૂંઝવણ અને દુઃસાહસ તેના પાત્રને વધુ મજબૂત બનાવે છે. પોલીસકર્મીના રોલમાં જોવા મળેલા પાવેલ ગુલાટીએ પાત્ર સાથે ન્યાય કર્યો છે. સ્વાસતા ચેટર્જીએ પોતાના પાત્ર દ્વારા ફિલ્મના સસ્પેન્સ અને થ્રિલમાં વધારો કર્યો છે. રાહુલ ભટ્ટ, નાસર, હિમાંશી ચૌધરી, નિધિ સિંહ વગેરેએ પણ સારો અભિનય કર્યો છે.
2
ફોરેસ્ટ ગમ્પમાં દર્શાવવામાં આવેલા તમામ તત્વો, પ્રેમ, જીવન, ઈમાનદારી, નસીબ, તમને લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળશે. ફોરેસ્ટ ગમ્પ અને લાલ સિંહ ચઢ્ઢા વચ્ચે એક તફાવત એ છે તે હોલિવૂડ ફિલ્મમાં તમને તમામ બાબતો સહજતાથી દર્શાવવામાં આવી છે, જ્યારે લાલ સિંહ ચઢ્ઢામાં તેને બોલિવૂડનો તડકો આપવામાં આવ્યો છે. ઘણીવાર તમને લાગશે કે આમિર ખાનની બોડી લેંગ્વેજ PK જેવી જ છે. ઓરિજિનલ ફિલ્મમાં જ્યાં મૌનથી વાત દર્શાવવામાં આવી છે ત્યાં અહીં ડાયલોગ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફિલ્મને ભલે ભારતીય દર્શકોને ધ્યાનમાં રાખીને ઢાળવામાં આવી છે, પરંતુ ઓરિજિનલ ફિલ્મનો હાર્દ જાળવી રાખવામાં મેકર્સ સફળ રહ્યા છે. લાલ સિંહ ચઢ્ઢાની દુનિયા ફોરેસ્ટ જેવી જ છે.અતુલ કુલકર્ણીના સ્ક્રીનપ્લેમાં હકીકત અને કલ્પનાનો સંગમ જોવા મળે છે. તે એક કાલ્પનિક વાર્તા ભારતના સામાજિક-રાજકીય અને સાંસ્કૃતિક સંદર્ભમાં કહી રહ્યા છે. ફોરેસ્ટ ગમ્પમાં જીવનની સરખામણી ચોકલેટ સાથે કરવામાં આવી છે, અહીં પાણીપૂરીનો રૂપક તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. ભારતીય ફિલ્મ હોવાને કારણે અહીં રામ રથ યાત્રા, ઓપરેશન બ્લુ સ્ટાર, 1975ની કટોકટી, કારગીલ યુદ્ધ, બોમ્બે બોમ્બ બ્લાસ્ટ, ત્યારપછી થયેલા રમખાણો, આ તમામ ઘટનાઓ સામેલ કરવામાં આવી છે. અતુલ કુલકર્ણીએ આ મુશ્કેલ કામ ઘણી સારી રીતે કર્યું છે. અમિતાભ ભટ્ટાચાર્યએ ફિલ્મના ગીતો પણ ખૂબ સારા લખ્યા છે. ફિલ્મનો ઓપનિંગ ટ્રેક કહાની તમને ફિલ્મ સાથે પરિચિત કરાવવા માટે પૂરતો છે. ગીતના શબ્દો પણ ખૂબ માર્મિક છે. હવે જો આમિર ખાનની વાત કરીએ તો, આમિર ખાનની ફિલ્મની પસંદગીમાં એક ખાસિયત હોય છે. તે કોઈ ખાસ વિષય, મુદ્દાને લગતી ફિલ્મને પસંદ કરતો હોય છે. ફિલ્મના બહિષ્કારની ભલે વાતો ચાલી રહી હોય, પણ આમિર ખાને ફિલ્મમાં સફળતાપૂર્વક એક સંદેશ આપ્યો છે કે- ધર્મ કરતા વધારે મહત્વની માનવતા છે. ટોમ હેન્ક્સે જે રોલ 30ની ઉંમરમાં કર્યો હતો તે આમિરે 50 વર્ષની ઉંમરમાં કર્યો છે. લાલ સિંહ ચઢ્ઢાના પાત્રને સહજ બનાવવા માટે ઘણો પ્રયત્ન કરવામાં આવ્યો છે, પરંતુ અમુક સીનમાં તે થોડો ‘એક્સ્ટ્રા’ જણાય છે. ડાયલોગમાં સતત મૂકવામાં આવેલા પૉઝ, હમમમનો ઉપયોગ ઘણીવાર ફેક લાગી શકે છે. જે વાત આમિર ખાનના અભિનયમાં ખટકશે તે કરીના કપૂરે સરળતાથી કરી બતાવી છે. રુપાનું પાત્ર કરીને અદ્દભુત રીતે ભજવ્યું છે. ફોરેસ્ટ ગમ્પમાં આ પાત્ર જેનીનું હતું. તેણે અભિનયમાં જબરદસ્ત સંતુલન જાળવી રાખ્યું છે. મોના સિંહે પાત્રને પૂરતો ન્યાય આપ્યો છે. આ સિવાય માનવ વિજનું પાત્ર તમને લાંબા સમય સુધી યાદ રહી જાય તેવું છે. ભારતના વિવિધ ભાગોમાં ફિલ્મ શૂટ કરવામાં આવી છે. ભારતની રાજકીય સ્થિતિને પણ ફિલ્મમાં સારી રીતે દર્શાવવામાં આવી છે. તમે આ ફિલ્મ પરિવાર સાથે જોઈ શકશો. આટલુ જ નહીં, કામિની કૌશલનો ખાસ રોલ અને શાહરુખ ખાનનો કેમિયો પણ તમને ખુશ કરી દેશે.
2
જેરીના અમુક ડાયલોગ એવા છે જે સાંભળીને તમારી આંખો ભીંજાઈ શકે છે. માતા-દીકરી વચ્ચેના દ્રશ્યો ઘણાં ભાવુક કરનારા છે. જેરીના પાત્રમાં જાહ્વની કપૂરે માપસરની એક્ટિંગ કરી છે, સરળ ભાષામાં કહીએ તો જેટલી જરૂર હતી તેટલો જ અભિનય જેરીએ કર્યો છે. તે આ અંદાજમાં ફિટ જણાય છે. તે પોતાના ડાયલોગ્સમાં બિહારી ટચને પણ સારી રીતે લાવી શકી છે અને ફિલ્મના સંદર્ભમાં તે એક મોટી સફળતા છે. તમિલ ફિલ્મમાં જાહ્નવીનું પાત્ર લોકપ્રિય અભિનેત્રી નયનતારાએ ભજવ્યુ હતું. જાહ્નવી દિગ્ગજ નયનતારાની સરખામણીમાં પોતાને સંભાળી લે છે, કારણકે તેણે નયનતારાને કોપી કરવાનો પ્રયત્ન નથી કર્યો. જાહ્નવી કપૂરને સોશિયલ મીડિયા પર તમે ગ્લેમરસ અંદાજમાં જોતા હશો, પણ અહીં તે પોતાના પાત્રમાં ઢળી ગઈ છે. જેરીની માતાનું પાત્ર મીતા વશિષ્ઠે સુંદરતાથી ભજવ્યું છે. દીપક ડોબરિયાલ, સુશાંત સિંહ અને મોહન કંબોજે પણ ઘણો સારો અભિનય કર્યો છે.ચિડી બલ્લા, લાલ રંગ અને બારાત કંપની જેવી અનેક ફિલ્મો લખી ચૂકેલા પંકજ મટ્ટાએ જાહ્નવી કપૂરની આ ફિલ્મ પણ લખી છે. પંકજ માટે આ એક મોટો પ્રોજેક્ટ હતો અને તેણે તકનો લાભ લીધો છે. હળવા પંચ મૂકીને દર્શકોને તેમણે હસાવ્યા પણ છે. પંજાબ-બિહારનું કોકટેલ પણ જામે છે. ડિરેક્ટર તરીકે સિદ્ધાર્થ સેનગુપ્તાની આ પ્રથમ ફિલ્મ છે. તે આ સ્ટોરીને વધારે દમદાર બનાવી શકતા હતા. ફિલ્મનો ક્લાઈમેક્સ નબળો છે. જે સવાલો સાથે વાર્તાની શરુઆત થાય છે, તેનો જવાબ અહીં નથી મળતો.
2
રોકેટ્રી: ધ નંબી ઈફેક્ટ' ફિલ્મના લેખક-ડિરેક્ટર આર. માધવન છે જ્યારે ફિલ્મમાં વૈજ્ઞાનિકનો મુખ્ય રોલ પણ એક્ટર આર. માધવને ભજવ્યો છે. આ ફિલ્મ 'રોકેટ્રી: ધ નંબી ઈફેક્ટ' કુલ 2 ભાગમાં વહેંચાયેલી છે. જેમાં પ્રથમ ભાગમાં વૈજ્ઞાનિકની ઉપલબ્ધિઓ અને દેશમાં સ્પેસ વિજ્ઞાનમાં તેઓનું યોગદાન દર્શાવાયું છે. જેમાં નાસામાં મોટા પગારની જૉબ નકારી અને ઈસરો સાથે જોડાયેલા રહેવું, સ્કોટલેન્ડથી ફ્રીમાં સ્પેસનું યંત્ર લઈ આવવું, ફ્રાન્સથી ટેક્નિક શીખીને તેઓથી પણ સારું રોકેટ એન્જિન બનાવવું વગેરે સામેલ છે. આ જોતાં દર્શકોને કદાચ એવું લાગી શકે કે તેઓ કોઈ સાયન્સ ક્લબ અથવા લેબમાં પહોંચી ગયા છે. જેમાં વૈજ્ઞાનિકની વિદેશ યાત્રાના મોટાભાગના ડાયલોગ્સ અંગ્રેજીમાં છે જે સમજવામાં સામાન્ય દર્શકને થોડી મુશ્કેલી નડી શકે. ફિલ્મમાં એન્જિન ટેસ્ટિંગનો મુદ્દો પણ ગૌરવ અનુભવાય તેવો છે.બીજી બાજુ ફિલ્મ 'રોકેટ્રી: ધ નંબી ઈફેક્ટ'નો બીજો હિસ્સો જબરદસ્ત છે. જેમાં વૈજ્ઞાનિક નંબી નારાયણનની રોકેટ સાયન્સ ટેક્નિક વેચવાના ખોટા આરોપમાં ધરપકડ કરવામાં આવે છે અને પછી તેઓ આ અન્યાય સામે જ લડત ચલાવે છે તે દર્શાવાઈ છે. 'રોકેટ્રી: ધ નંબી ઈફેક્ટ' ફિલ્મનો પૂરો ભાર એક્ટર આર. માધવનના ખભે છે. તેમણે મજબૂતીથી આ ફિલ્મ ઉઠાવી છે. 'રોકેટ્રી: ધ નંબી ઈફેક્ટ'માં આર. માધવનનો યાદગાર અભિનય છે. ફિલ્મનું કેમેરા વર્ક પણ સારું છે કે જેમાં ભારત સહિત અમેરિકા, રશિયા, સ્કોટલેન્ડ, ફ્રાન્સની સુંદરતા સહિત સ્પેસ એન્જિનની ભવ્યતા દર્શાવાઈ છે. ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને ગીતો તેની વાર્તા અનુરૂપ છે. વૈજ્ઞાનિક નંબી નારાયણનના જીવન પર આધારિત આ ફિલ્મ 'રોકેટ્રી: ધ નંબી ઈફેક્ટ' ચોક્કસ જોવાલાયક છે.
2
સંબંધોની તિરાડ અને છૂટાછેડા મુદ્દા પર ફિલ્મની શરૂઆત થાયછે ત્યારે મનમાં સવાલ ચોક્કસથી ઉઠે છે કે ડાયરેક્ટર રાજ આગળ શું પીરસશે? પરંતુ આ જ વાર્તા આગળ જઈને નવા નવા રસપ્રદ વળાંક લે છે. પત્ની વધારે કમાતી હોવાથી પતિનો અહમ ઘવાય છે, લગ્ન બાદ મા બનવાનું દબાણ, લગ્ન પછી બધું બરાબર થઈ જશે તેવી વિચારધારા, સેટલ થવા માટે લગ્ન કરવાની વિચારધારા વગેરે જેવી ગંભીર બાબતોને ફિલ્મમાં રમૂજી અંદાજમાં રજૂ કરવામાં આવી છે. ફર્સ્ટ હાફની સરખામણીમાં ફિલ્મનો બીજો ભાગ વધુ મજબૂત છે. ફિલ્મની લંબાઈ થોડી ઘટાડી શકાઈ હોત. 'રિશ્તા તૂટને કી કોઈ એક વજહ નહીં હોતી, થોડી સી અધૂરી લડાઈયોં કી થકાન હોતી હૈ', જેવા ડાયલોગ વિચારનો પ્રેરે તેવા છે. ઉપરાંત કેટલાક વોટ્સએપ જોક ટાઈપ ડાયલોગ પણ છે. ફિલ્મના કોશ્ચ્યૂમ અને સેટની ભવ્યતા જોતાં જ આંખને ગમી જાય તેવી છે. પરંતુ સિનેમેટોગ્રાફી ઠીકઠાક છે. મ્યૂઝિકની વાત કરીએ તો 'નાચ પંજાબન' ગીત મ્યૂઝિક ચાર્ટમાં ઉપર છે. 'રંગી સારી', 'દુપટ્ટા' અને 'નૈન તા હીરે' જેવા હીતો પણ સારા છે.એક્ટિંગની દ્રષ્ટિએ અનિલ કપૂર મેદાન મારી જાય છે. ભીમના અતરંગી પાત્રને તેમણે મજેદાર અંદાજમાં ભજવ્યું છે. દર્શકોને પણ ખૂબ મજા આવશે. અનિલ કપૂરની સાથે નીતૂ કપૂર પણ બતાવી દે છે કે, પડદા પર લાંબા સમય સુધી ગાયબ રહેવા છતાં તેમના એક્ટિંગ ટેલેન્ટમાં કોઈ કમી નથી આવી. નીતૂને કેટલાક દમદાર સીન આપવામાં આવ્યા છે અને તેમણે તે બખૂબી નિભાવ્યા છે. એક્ટિંગના મામલે નીતૂ અને અનિલ કપૂરની જોડીનો વર્ષોનો અનુભવ દેખાય છે. કુકુના રોલમાં વરુણ ઈમોશનલ થવાની સાથે કોમિક ટાઈમિંગ સાથે પણ ન્યાય કરે છે. કિયારા દરેક ફિલ્મમાં વધુ નિખરતી જાય છે. સુંદર દેખાવાની સાથે તે પોતાના પાત્રોમાં પણ સરસ રીતે ઊતરી રહી છે. તેના અને વરુણ વચ્ચેના ઝઘડાનો સીન ખૂબ સરસ રીતે ભજવ્યો છે. ગિન્નીના રોલથી અભિનય જગતમાં ડેબ્યૂ કરનારી યૂટ્યૂબર પ્રાજક્તા કોલી આત્મવિશ્વાસથી છલોછલ લાગે છે. ગુરપ્રીતના રોલમાં મનીષ પૉલ પણ જામે છે.
2
નિર્દેશક તરીકે અનુભવ સિન્હા અલગ નેરેટિવ લઈને આવ્યા છે. દેશ માટે કામ કરતાં અંડરકવર એજન્ટ આયુષ્માન દ્વારા તેઓ સતત એક પછી એક સવાલ પૂછ્યે રાખે છે જે આપણને બેચેન કરી જાય છે. 'જો નકશામાંથી નોર્થ-ઈસ્ટના બધા રાજ્યોના નામ હટાવી લેવાય તો શું તમે તેને ઓળખી શકશો?' આ સવાલ ખૂંચી જાય તેવો છે. ફિલ્મનો ફર્સ્ટ હાફ થોડો ધીમો છે. નિર્દેશક તરીકે અનુભવ સિન્હાએ ફિલ્મમાં પોતાના પાત્રોના માધ્યમથી વાર્તાને ઘણાં પડમાં રજૂ કરી છે જે ત્યાંના સ્થાનિક અને રાજનૈતિક સંઘર્ષને દર્શાને છે. નિર્દેશકે ક્ષેત્રીય બોલી, બેકગ્રાઉન્ડ સ્કોર, લોકગીતો અને સિનેમેટોગ્રાફી દ્વારા ફિલ્મની વાર્તાને વધુ મજબૂત બનાવી છે. ફિલ્મનો વિઝ્યુઅલ ટોન કમાલનો છે. પરંતુ હાલ ફિલ્મ ધ્યાનથી જોવી પડશે નહીં તો ક્લાઈમેક્સ જટિલ લાગી શકે છે. ક્લાઈમેક્સનો ડાયલોગ વિચારતાં કરી મૂકે તેવો છે કે, 'આ ટુકડો કોઈને જોઈતો જ નથી, નહીંતર આટલા વર્ષોમાં આ નાનકડો પ્રશ્ન કેમ ના ઉકેલાઈ શક્યો હોત?'અમન ઉર્ફે જોશુઆના રોલમાં આયુષ્માન ખુરાના એવા એંગ્રી યંગમેનના લૂકમાં છે. નોર્થ-ઈસ્ટ અંગેના તેના સવાલો વિચારતા કરી મૂકનારા છે. હિન્દી અને હિન્દુસ્તાની હોવાની અસમંજસમાં ફસાયેલા અમનને પડદા પર જોવાની મજા આવે છે. પોતાની આ ભૂમિકામાં બોડી લેંગ્વેજ, એક્સપ્રેશન અને સંવાદો દ્વારા આયુષ્માન બાજી મારી જાય છે. નોર્થ-ઈસ્ટની અભિનેત્રી એન્ડ્રિયાને બોલિવુડ ફિલ્મમાં લીડ રોલમાં જોવી સુખદ લાગે છે. તેણે પોતાના આક્રોશ દ્વારા પોતાની સાથે થતાં ભેદભાવ અને ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કરતી વખતે જે જનૂન હોય તેને ખૂબ સારી રીતે દર્શાવ્યું છે. મનોજ પાહવા પણ અબરાર ભટ્ટની ભૂમિકામાં ચાર ચાંદ લગાવી રહ્યા છે. કુમુદ મિશ્રા, લોઈટોંગબામ ડોરેન્દ્ર અને જેડી ચક્રવર્તી જેવા કલાકારોએ પણ પોતાના પાત્રોને સારી રીતે ભજવ્યા છે.
2
સીરિઝનું લખાણ એટલું સટીક છે અને પાત્રો એટલા રસપ્રદ તૈયાર કરવામાં આવ્યા છે કે તમે તેની સાથે જોડાઈ જાઓ છો. અભિષેક ત્રિપાઠીના સંઘર્ષ, મનોસ્થિતિનો અનુભવ તમે પણ કરી શકશો. કોમેડી પણ વાસ્તવિક અને સહજ લાગે છે. અભિષેક ત્રિપાઠીએ અદ્દભુત અભિનય કર્યો છે. તે પોતાના પાત્રમાં ઢળી જાય છે. પ્રધાનજીના રોલમાં રઘુવીર યાદવ અને મંજુ દેવીના રોલમાં નીના યાદવ પણ જામે છે. સ્ક્રીન પર તેમને જોવા તમને ગમશે. પ્રથમ સિઝન કરતા આ વખતે નીના ગુપ્તાને વધારે સ્ક્રીનસ્પેસ મળી છે. ચંદન રોયે પણ પોતાનું પાત્ર અદ્દભુત રીતે ભજવ્યું છે.પંચાયત 2 એક એવી સિઝન છે જે કોમેડી કે પછી સામાજિક સંદેશાઓને તમારા પર થોપવાનો પ્રયત્ન નથી કરતી. સ્ટોરીલાઈન અત્યંત સાહજિક છે, એક ફ્લો આગળ વધી રહ્યો છે અને તમે પણ તેની સાથે આગળ વધી રહ્યા છો.
2
રનવે 34'ના ડિરેક્ટર અજય દેવગણ જ્યારે લેખકો સંદીપ કેવલાની અને આમિલ કીયાન ખાન છે. અમર મોહિલે અને જસલીન રોયલે 'રનવે 34'માં મ્યુઝિક આપ્યું છે. 'રનવે 34'માં સિનેમેટોગ્રાફર અસીમ બજાજનું કામ ખૂબ સારું છે. ઈન્ટરવલ પછી 'રનવે 34' ફિલ્મ જ્યારે ઈન્ક્વાયરી રૂમમાં પહોંચે છે ત્યારે તે શરૂઆત જેવી રોમાંચક નથી રહેતી. 'રનવે 34'માં અજય દેવગણનું ડિરેક્શન સારું છે. કેમેરાની આગળ અજય દેવગણ જેટલો સ્ટાઈલિશ છે તેટલો જ સ્માર્ટ ડિરેક્શનના કામમાં છે. તેણે 'રનવે 34'નો ઓપનિંગ સીન ખૂબ સારી રીતે શૂટ કર્યો છે. ઈન્ટરવલ પહેલા 'રનવે 34'માં ફ્લાઈટ લેન્ડિંગના સીન્સ ખૂબ જ રોમાંચક છે. 'રનવે 34'નો વિષય નવો છે અને તેના વિઝ્યુઅલ્સ પણ સરસ જોવા મળે છે. 'રનવે 34'માં તમામ એક્ટર્સે ખૂબ જ સારું પરફોર્મ કર્યું છે. અજય દેવગણનું ડિરેક્શન અને રોમાંચક વિઝ્યુઅલ્સ માટે 'રનવે 34' ફિલ્મ જોવી જોઈએ.
2
ફિલ્મમાં દિલ્હીના શાનદાર સ્ટ્રીટફૂડ (આલુ ટિક્કી ચાટ, દહી ભલ્લે)ની વાત કરવામાં આવી છે. ફિલ્મ મનોરંજક છે. હસાવે છે અને ઉત્સાહ પણ વધારે છે. આ ફિલ્મ એક મિનિટ પણ કંટાળો નહીં ઉપજવા દે અને ઉપદેશ પણ નહીં આપે. હિતેશનું કામ ખૂબ વખાણવાલાયક છે કારણકે તેમણે પોતાનો આધેડ ઉંમરનો હીરો દર્શક સાથે જોડાઈ શકે તે માટે તેને હારેલો કે પીડિત નથી બતાવ્યો. શકુન બત્રાની જેમ હિતેશ ભાટિયાએ પણ બાળકો અને તેમના માતાપિતાના દ્રષ્ટિકોણને અલગ રીતે રજૂ કર્યા છે. જોકે, કેટલીક ખામીઓ પણ છે પરંતુ આ જ ફિલ્મનું સૌથી મોટું આકર્ષણ પણ છે. ફિલ્મ જણાવે છે કે, પરિવારના સભ્યો વચ્ચે મતભેદ હોય છે પણ તેનાથી સાથ નથી છૂટતો. 'શર્માજી નમકીન' ઋષિ કપૂરની છેલ્લી ફિલ્મ છે. તેમના અવસાન બાદ આ ફિલ્મ રિલીઝ થઈ છે. ફિલ્મ જોયા પછી તમને લાગશે કે શર્માજીના પાત્રમાં તેમનાથી વધુ સારું કોઈ ના હોત. અસલ જિંદગીમાં પણ પોતાના પરિવાર અને ફૂડને પ્રેમ કરતાં ઋષિ કપૂરે આ પાત્રને ખૂબ જ સહજતાથી ભજવ્યું છે. ઋષિ કપૂરના પાત્રમાં હંમેશા ઈમાનદારીની છલકે છે. અસલ જિંદગીમાં ઋષિ કપૂર બિનધાસ્ત હતા. તેઓ ધ રાજ કપૂરના દીકરા હોય કે પછી રણબીર કપૂરના પિતા તેમણે અસલ જિંદગીના પણ દરેક રોલને સાહસથી નિભાવ્યો છે. 'શર્માજી નમકીન'ની ગણતરી ઋષિ કપૂરની સૌથી સારી ફિલ્મોમાં થઈ શકે છે. તેમને પડદા પર જોતાં જોતાં એક લાગણી થઈ આવે અફસોસની કે અહીં હસાવતા ઋષિ કપૂર હવે દુનિયામાં નથી રહ્યા. 'શર્માજી નમકીન' ભારતની પહેલી એવી ફિલ્મ છે જેમાં એક જ પાત્રને બે કલાકારોએ ભજવ્યું છે. કેન્સરના કારણે ઋષિ કપૂરની તબિયત નરમ ગરમ રહેતી હતી. આ બીમારી સામે જંગ લડતાં જ તેમનું નિધન થયું. એવામાં ફિલ્મ પૂરી કરવા માટે હિતેશ ભાટિયાએ મનોરંજન જગતના ઉમદા કલાકાર પરેશ રાવલને પસંદ કર્યા. રસપ્રદ એ છે કે પરેશ રાવલે ઋષિ કપૂરે જે રીતે શર્માજીનું પાત્ર ભજવ્યું તેની નકલ નથી કરી. તેમણે પોતાના અંદાજમાં પાત્ર ભજવ્યું છે. જોકે, આ ફિલ્મ સંપૂર્ણપણે ઋષિ કપૂરની છે. પડદા પર તેમનું સ્મિત જોઈને આંખો ભીની થઈ જાય છે.
2
લૂપ લપેટા જર્મન ફિલ્મ રન લોલા રનની હિન્દી એડોપ્શન છે. આ કોમેડી થ્રિલર ફિલ્મ હતી. ભલે લૂપ લપેટા ઓરિજિનલ ફિલ્મથી એક કલાક લાંબી છે, પણ આ ઓરિજિનલ ફિલ્મની જેમ દર્શકોને બાંધી રાખવામાં સફળ રહે છે. ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ ગોવામાં થયું છે. અક્ષય ભાટિયાના ડિરેક્શન હેઠળ તૈયાર થયેલી આ ફિલ્મના કેટલાંક સીન ખૂબ જ પ્રભાવશાળી બની રહ્યા છે. જો કે, શરૂઆતમાં એવું લાગે છે કે, કિરદારોને સ્થાપિત કરવા માટે કેટલી ઉતાવળ બતાવવામાં આવી છે. પરંતુ એક વાર ફિલ્મ શરૂ થઈ જાય છે તો ઓડિયન્સ સ્ટોરીની સાથે જોડાઈ જાય છે. ફિલ્મના રાઈટર્સ વિનય ચાવલા, અર્ણવ નંદૂરી અને આકાશ ભાટિયાએ પકડી રાખે એવી સ્ટોરી લખી છે. સિચ્યુએશન કોમિડી સીન સારી રીતે શૂટ કરવામાં આવ્યા છે.તાપસી પન્નૂની પોતાની ફિલ્મોમાં અલગ અલગ રોલ નિભાવવા માટે પ્રખ્યાત થઈ ચૂકી છે. આ વખતે પણ તાપસીએ એક અલગ જ પ્રકારની ભૂમિકા ભજવી છે. સાવીના રોલમાં તાપસીએ જીવ રેડી દીધો છે. આખી ફિલ્મમાં તે ભાગતી નજરે પડી રહી છે. આ ફિલ્મની સાથે તાપસીએ પોતાને એક કાબેલ એક્ટ્રેસ તરીકે સાબિત કરી દીધી છે. તાહિર રાજ ભસીને પોતાના સત્યાના રોલને ઠીક ઠાક નિભાવ્યો છે. સપોર્ટિંગ કાસ્ટની એક્ટિંગ પણ ખૂબ જ જોરદાર છે.
2
રૉકેટ બૉય્ઝ' સિરીઝના લેખક-ડિરેક્ટર બે મહાન વૈજ્ઞાનિક વચ્ચેની મિત્રતા અને દેશને વૈજ્ઞાનિક ક્ષેત્રે આગળ વધારવા માટેની એકતા દેખાડવામાં સફળ થયા છે.કુલ 8 એપિસોડની 'રૉકેટ બૉય્ઝ' સિરીઝ ઝડપથી આગળ વધે છે. જેમાં આગળ જતાં ડૉ. એપીજે અબ્દુલ કલામનો પણ પરિચય કરાવાયો છે. જેમાં તેઓનો યુવાનીનો સમય દર્શાવાયો છે. તેઓ સારાભાઈ સાથે રૉકેટ લૉન્ચ પર કામ કરતા દેખાડાયા છે. 'રૉકેટ બૉય્ઝ'ના સ્ક્રીનપ્લેમાં વર્ષ 1940થી 1960 વચ્ચે બનેલી ઐતિહાસિક ઘટનાઓની ક્લિપિંગ્સ પણ સામેલ કરાઈ છે. જે તમામ મૂળ કહાણી સાથે જોવા મળે છે. 'રૉકેટ બૉય્ઝ'નું લેખન-ડિરેક્શન તો સારું જ છે પણ સાથે-સાથે તેનું કેમેરાવર્ક અને એડિટિંગ પણ શ્રેષ્ઠ છે. એડિટરે 'રૉકેટ બૉય્ઝ'ના વિવિધ નેરેટિવ (કથા-વર્ણન), ટાઈમલાઈન, વાર્તાને એક સૂરમાં બાંધી છે. તેમજ કોસ્ચ્યુમ ડિઝાઈનર્સે પણ જૂના જમાનાના ડ્રેસ તૈયાર કરવામાં ખૂબ મહેનત કરી છે.'રૉકેટ બૉય્ઝ'માં વૈજ્ઞાનિક હોમી જહાંગીર ભાભાના રોલમાં એક્ટર જિમ સરભ સંપૂર્ણરીતે ફિટ છે જ્યારે એક્ટર ઈશ્વાક સિંહે ડૉ. સારાભાઈનું પાત્ર સારી રીતે ભજવ્યું છે. 'રૉકેટ બૉય્ઝ' સિરીઝમાં દરેક એપિસોડ અંદાજિત એક કલાકનો છે અને દરેક એપિસોડ સાથે વાર્તા ઝડપથી આગળ વધતા દર્શકો બંધાઈ રહે છે. જે લોકોને વિજ્ઞાનના વિષયમાં રુચિ છે તેઓને 'રૉકેટ બૉય્ઝ' થોડી વધારે પસંદ આવશે. 'રૉકેટ બૉય્ઝ' માત્ર એક સિરીઝ નથી પણ ભારતના દિગ્ગજો, તેમના સંઘર્ષ અને તેમની સતત મહેનતને એક શ્રદ્ધાંજલિ છે.
2