reivew
stringlengths
4
2.98k
sentimentGOLD
stringclasses
4 values
ડિરેક્ટર હબીબ ફૈઝલ આ મૂવીમાં સંગીતબદ્ધ રીતે એક સામાજિક મુદ્દો રજૂ કરવાની કોશિશ કરે છે. તેમના વિચારો ઘણા ઉમદા છે અને તેમણે જે વિષય પસંદ કર્યો છે તે પણ થોડો હટકે છે. પરંતુ આ ગહેરાઈ તેમની ફિલ્મમાં દેખાતી નથી. ગીતો ફિલ્મમાં જામે છે પરંતુ યાદ રહે તેવા નથી. વળી, દર્શકોને ફિલ્મના પાત્રો સાથે હમદર્દી કેળવી નથી શકતા.ફિલ્મમાં અડર ટ્રાયલ કેદીઓની વ્યથા સારી રીતે રજૂ કરવામાં આવી છે. અંડર ટ્રાયલ શબ્દ ફિલ્મની છેલ્લી 10 મિનિટમાં અને ફિલ્મની શરૂઆતમાં એટલી બધી વાર યુઝ કરવામાં આવ્યો છે કે તમારા માથામાં હથોડાની જેમ વાગવા માંડે છે.આ ફિલ્મથી રણબીર કપૂરનો માસીનો દીકરો આદાર જૈન બોલિવુડમાં પર્દાર્પણ કરી રહ્યો છે. ક્યાંક ક્યાંક તેનામાં રણબીરની ઝલક દેખાય છે. તે કેમેરા સામે કોન્ફિડન્ટ છે પરંતુ એવું લાગે છે કે તે અજાણતા જ રણબીર કપૂરની નકલ કરવા જાય છે. જેને કારણે તેનું પરફોર્મન્સ કથળી ગયું છે. આન્યા સિંહ આદાર કરતા અનેકગણી સારી એક્ટ્રેસ છે અને તેની સ્ક્રીન પ્રેઝન્સ સારી છે. આ આખા મૂવીમાં સૌથી જોવા જેવું કોઈ હોય તો તે આન્યા છે. વોર્ડન તરીકે સચિન પલગાંવકરે સારુ પરફોર્મન્સ આપ્યું છે.ઓવર ઓલ મૂવીનો વિષય સારો છે પરંતુ ફિલ્મનો આત્મા ગુમ હોય તેવું લાગે છે. બળવાની ભાવના જેટલી ઉગ્રતાથી દેખાવી જોઈએ તે ફિલ્મમાં નથી દેખાતી. આ ફિલ્મને અમારા તરફથી 2.5 સ્ટાર્સ.
0
ફિલ્મની સ્ક્રિપ્ટ સમજવામાં અઘરી નથી. એક રુટિન સ્ટોરીની જેમ જ તમને સમયસર કોરિયોગ્રાફ સોન્ગ્સ અને ફાઈટિંગ સીન જોવા મળશે. દર 15 મિનિટે એક ગીત, લડાઈ જોવા મળશે.આ પહેલા ટાઈગરની હિરોપન્તી અને બાગી જેવી ફિલ્મો બોક્સ ઓફિસ પર આવી ચુકી છે, જેમાં માત્ર તેની બોડી બિલ્ડિંગ અને કામ પ્રત્યેની પ્રામાણિકતા જોવા મળી હતી. ડિરેક્ટર શબ્બીર ખાન સાથેની ટાઈગરની આ ફિલ્મ જોવા માટે પણ તમારે વધારે સમજવાની કે વિચારવાની જરુર નહીં પડે. આ ફિલ્મમાં પણ ટાઈગરનું ડાન્સ પ્રત્યેનું પેશન જોવા મળે છે. બસ આમાં ડાયલોગ થોડા અલગ છે. બાકી કંઈ અલગ નથી.મહિન્દર(નવાઝુદ્દીન સિદ્દીકી) મુન્નાને હાયર કરે છે જેથી તે ડાન્સ શીખી શકે. રાજસ્થાની ભાષામાં વાતચીત કરનારો આ ડોન મેરઠની ડ્રીમ ડાન્સર ડૉલીને ઈમ્પ્રેસ કરવા માંગે છે. નવાઝ દરેક ફિલ્મમાં કંઈક નવું કરે છે અને આ ફિલ્મમાં પણ તેમણે આ વાત જાળવી રાખી છે. નવાઝના કેરેક્ટરને જોઈને તમને ચોક્કસ હસવું પડશો.આ ફિલ્મથી ડેબ્યુ કરનારી નીધિએ પ્રયત્ન તો સારો કર્યો છે અને ઓવર કોન્ફિડન્ટ પણ જોવા મળી છે. પણ દર્શકોનું ધ્યાન નીધિ કરતાં વધારે ટાઈગર ખેંચે છે.જો તમે ડાન્સ મુવ્સના શોખીન છો તો મુન્ના માઈકલ જોવા જાઓ. જો કે ફિલ્મમાં કંઈ નવું જોવા નહીં મળે પણ નવા મુવ્સ ડાન્સ લવર્સને ચોક્કસ ગમશે.આ ફિલ્મને અમારા તરફથી 5માંથી 2.5 સ્ટાર્સ…
0
આ ફિલ્મની લીડ જોડીની વાત કરીએ તો નાના પાટેકર અને માહી ગિલ બંને ગ્લેમર ઈન્ડસ્ટ્રીઝના ખૂબ સારા કલાકાર છે. આ બંને કલાકારો પોતાના અભિનયના દમ પર દર્શકોને એક ક્લાસ મળી રહે છે. ‘વેડિંગ એનિવર્સરી’ ની વાત કરીએ તો આ નબળી અને વિખેરાયેલી સ્ક્રિપ્ટ પર તૈયાર થયેલી આ ફિલ્મમાં કોઈ ખાસ દમ જોવા નથી મળી રહ્યો. કમાણી તો દૂર પોતાનો ખર્ચ મેળવે તો પણ સારું છે. ગોવાના ખૂબ સુંદર લોકેશન પર શૂટ કરવામાં આવેલી આ ફિલ્મની સૌથી મોટી નબળાઈ એ છે કે નાના અને માહી પોતાના ફેન્સ વચ્ચે જે ઈમેજ પહેલાથી બનેલી છે તેનાથી વિરૂધ્ધ બંને કલાકારો પાત્ર ભજવી રહ્યા છે.નાના અને માહી બંને ખૂબ સારા કલાકાર છે, પરંતુ અહીં બને પોતાના પાત્રોને પોતાની સાથે જોડી શક્યા નથી. નાનાએ પોતાની દમદાર અવાજના દમ ઉપર પોતાના હાજરી હોવાની કોશિશ કરી છે તો માહી પાત્ર સાથે પોતાને જોડી શકી નથી. નિર્દેશકઃ એવું લાગી રહ્યું છે કે પ્રોડક્શન કંપનીને ફિલ્મ બનાવવાની એટલી બધી ઉતાવણ હતી કે હોમવર્ક કર્યા વગર સ્ક્રિપ્ટ પર કામ શરૂ કરી દીધું હોય તેવું લાગી રહ્યું છે. એવામાં શેખર ઝાનું નબળું ડિરેક્શન ફિલ્મની ગતિને વધુ ધીમી કરી દે છે. સંગીતઃ પોણા બે કલાકની આ ફિલ્મમાં ગીતોની જરૂર ન હતી તેમ છતાં કેમ ગીતો ફિટ કરવામા આવ્યા છે. આ ગીતો વાર્તાની ગતિને ધીમી કરે છે.જો તમે નાના અને માહી ગિલના ફેન છો તો ફિલ્મ જોવી જોઈએ કે તેમણે કેવું કામ કર્યું છે એક અલગ પ્રકારના રોલમાં.
0
ફિલ્મમાં એક ક્ષણ એવી આવે છે જ્યારે રેન્ડૉલનું કેરેક્ટર નિભાવતો સોનુ સૂદ અકળાઈ જાય છે અને દાંત ભીસીને જેકી ચેનને કહે છે, “મને બોર ન કરો…”. આ એક જ લાઈનમાં ફિલ્મનો રિવ્યુ આવી જાય છે.મૂવી એટલી એબરપ્ટ રીતે શરૂ થાય છે કે તમને એવું લાગે કે તમે ભૂલથી કોઈ સીરિયલનો સીધો એપિસોડ 3 ચાલુ કરી દીધો છે. પહેલી 10 મિનિટમાં જ પ્રેક્ષકો પર એટલી બધી ઇન્ફોર્મેશનનો મારો થાય છે કે પ્રેક્ષકો કાં તો કન્ફ્યુઝ થઈ જાય છે અથવા તો રસ ગુમાવી દે છે.ફિલ્મમાં થોડુ કૂંગ ફુ તો જોવા મળે છે પરંતુ યોગાની તો કોઈ ઝલક પણ નથી. ફક્ત ઇન્ડિયાને ટાઈટલમાં દેખાડવા માટે આ શબ્દ ઘૂસાડવામાં આવ્યો છે. ઇંગલિશ ડબિંગ યોગ્ય રીતે નથી કરાયું એટલે ફિલ્મ જોવામાં મજા નથી આવતી. ટ્રાન્સલેશનમાં ઘણી ચીજો તો સમજમાં પણ નથી આવતી. ફિલ્મમાં ઇન્ડિયાને સાવ જૂની ઢબે રજૂ કરાયું છે (જેમ કે હાથીઓ, ઘરેણામાં લદાયેલા રાજકુમારો, મંદિરો, મદારીઓ). જેકી ચેન ચાર્મિંગ છે. સોનુ સૂદ વિલનની ભૂમિકા વધુ સારી રીતે નિભાવી શક્યો હોત. ફિલ્મની સૌથી ફની મોમેન્ટ બે કેરેક્ટર્સ વચ્ચે નહિ પરંતુ જેકી ચેન અને સિંહ વચ્ચેની વાતચીત વખતે ક્રિએટ થાય છે. તમે કૂંગ ફુ યોગા જવા જાઓ તો તમે જ ઊંઘમાં સરી પડો તેવી પૂરેપૂરી શક્યતા છે.
0
પોતાની પહેલી ફિલ્મની દ્રષ્ટિએ બંને લીડ કલાકારો- હર્ષવર્ધન અને સૈયામીએ સારી મહેનત કરી છે. મોટાભાગે સ્ટાર્સ સંતાનો બોલિવૂડમાં એન્ટ્રી માટે બોક્સ ઓફિસ પર ભીડ એકઠી કરતી ફિલ્મો પસંદ કરે છે, પરંતુ હર્ષવર્ધનની પ્રશંસા કરવી પડશે કે તેણે એક ચેલેન્જિંગ પાત્ર સાથે પોતાની કેરિયરની શરૂઆત કરી. સૂચીના રોલમાં સૈયામી જામે છે, પરંતુ તેની ડાયલોગ ડિલિવરીમાં હજુ દમ નથી. પ્રિન્સના રોલમાં અનુજ ચૌધરી ફિટ રહ્યો, તો ઓમ પુરીએ પોતાનો રોલ બસ નિભાવી દીધો.રાકેશ ઓમ પ્રકાશ મેહરાએ કદાચ વિચારી લીધું હતું કે, એ કહાનીને તેઓ એક આર્ટ ફિલ્મની જેમ રજૂ કરશે. કહાની ઝડપ ઘણી ધીમી છે, પરંતુ ફિલ્મનો કેનવાસ ભવ્ય છે. રાજસ્થાન અને લેહ-લદ્દાખના આઉટડોર લોકેશનના દ્રશ્ય ખૂબ સારા છે. જો રાકેશે લોકેશન અને સિનેમેટોગ્રાફીને સારી બનાવવાની સાથે-સાથે ફિલ્મની સ્ક્રિપ્ટ પર પણ થોડી વધુ મહેનત કરી હોય તો કદાચ આ ફિલ્મ યુવા દર્શકોને વધુ પસંદ પડી હોત.સંગીત આ ફિલ્મનો મજબૂત પક્ષ છે. ભલે ગીતોની ભરમાર ચે, પરંતુ તેને કહાની સાથે જોડીને રજૂ કરવાનો સારો પ્રયાસ કરાયો છે. શંકર-અહેસાન-લોયની પ્રશંસા કરવી પડે કે તેમણે કહાની અને માહોલ મુજબ ફિલ્સમાં સંગીત આપ્યું. શા માટે જોવી: સુંદર ફોટોગ્રાફી અને લોકેશન આ ફિલ્મને જોવાના કેટલાક કારણો હોઈ શકે છે. તો નબલી સ્ક્રિપ્ટ, ફિલ્મની સુસ્ત ઝડપ ઉપરાંત સદીઓ જૂની પ્રેમ કહાનીને નવા પ્રયોગ સાથે પીરસવી બોક્સ ઓફિસ પર તેના બિઝનેસને અસર કરશે.
0
મરાઠી ખેડૂતના રોલમાં શ્રેયસ તલપડેએ સારી એક્ટિંગ કરી છે. સુનંદાના રોલમાં મંજરી ફડનીસ શ્રેયસની ઓપોઝિટ સારે લાગે છે. સ્ટેટના હોમ મિનિસ્ટરના રોલમાં હેમંત પાંડેએ ઓવર એક્ટિંગ કરી છે તો બીજી તરફ વિશ્વજિત પ્રધાન નાનકડા પાત્રમાં પણ પોતાની છાપ છોડી જાય છે.યંગ ડિરેક્ટર અજિત સિન્હાની આ પહેલી ફિલ્મ છે. નબળી સ્ક્રિપ્ટને કારણે અજિતની ફિલ્મ ક્યાંય પકડમાં રહેતી નથી. ફિલ્મની શરૂઆત ખૂબ નબળી છે તો ઇન્ટરવલ બાદ પણ ફિલ્મ ટ્રેક જાળવી રાખતી નથી. શ્રેયસ પોતે મરાઠી છે, તેથી તેણે તુકારામનું પાત્ર પોતાના બળે કંઈક પ્રભાવશાળી બનાવવાની કોશિશ કરી છે. બેશક ફિલ્મનો સબ્જેક્ટ સારો હતો, પરંતુ જો સ્ક્રિપ્ટ પર હોમ વર્ક કર્યા વિના તેની પર ફિલ્મ બને તો કદાચ કંઈક અસરકારક બની શકી હોત. મ્યુઝિકઃ ફિલ્મનું સંગીત ઠીક-ઠાક છે. ફિલ્મમાં એવું કોઈ ગીત નથી, જે તમને થિયેટરની બહાર ગયા બાદ યાદ રહી શકે. કેમ જોવી જોઈએઃ એવું કોઈ કારણ નથી કે અમે તમને ‘વાહ તાજ’ જોવાનું કહી શકીએ. જો બે કલાકનો સમય પાસ કરવો હોય તો જોઈ આવો, પરંતુ નિર્ણય તમારો જ રહેશે.
0
યુવા ડિરેક્ટર નિત્યા મેહરા આ ફિલ્મ પહેલાં ‘લાઇફ ઓફ અ પાઈ’ જેવી સફળ ફિલ્મથી વાહવાહી મેળવી ચૂક્યાં છે. બેશક, નિત્યા આ હોલિવૂડ ફિલ્મના આસિસ્ટન્ટ ડિરેક્ટર હતાં, પરંતુ હોલિવૂડ ફિલ્મની સાથે જોડાવાનો ફાયદો તેમને બોલિવૂડમાં ડિરેક્ટર તરીકે પદાર્પણ કરવામાં મળ્યો. નિત્યાએ પોતાની પ્રથમ ફિલ્મ માટે અલગ વિષય પસંદ કર્યો હતો, પરંતુ નવો વિષય પસંદ કરવા છતાં તેમણે સબ્જેક્ટ અને કેરેક્ટર્સ પર વધુ હોમવર્ક કરવાને બદલે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં વધુ પડતી ઉતાવળ કરી છે.ઇન્ટરવલ પહેલાં સુધી ટ્રેક પર એક ગતિથી ચાલી રહેલી ફિલ્મ ઇન્ટરવલ બાદ ભટકાઈ જાય છે. ફિલ્મનો વિષય નવો અને રસપ્રદ છે, પરંતુ પ્રેઝન્ટેશનની વાત કરીએ તો અહીં ફિલ્મ નબળી પડી ગઈ છે. કેટરીનાનો નવો બોલ્ડ લુક, કોસ્ટ્યૂમ, સારાં લોકેશન્સ અને ‘કાલા ચશ્માં…’ જેવું હિટ સોંગ આ ફિલ્મનો થોડીક દિલચસ્પ બનાવે છે.જય વર્માનું પાત્ર ભજવવામાં સિદ્ધાર્થ મલ્હોત્રાએ મહેનત કરી છે. આ કેરેક્ટરમાં સિદ્ધાર્થ ઘણા અલગ અલગ શેડ્સમાં જોવા મળે છે. યંગ પ્રોફેસરથી લઈને વિદેશમાં મેચ્યોર જય વર્માના આ પાત્રમાં અલગ અલગ ઉંમર બતાવાઈ છે. ‘ફિતુર’ના ઘણા સમય બાદ આ ફિલ્મમાં દેખાયેલી કેટરીના કૈફે પણ પોતાના પાત્રને ખૂબ તાકાત અને મનથી ભજવ્યું છે. આ વખતે સ્ક્રીન પર કેટરીનાનો બોલ્ડ અવતાર જોવા મળશે. કેરેક્ટરની ડિમાન્ડને કેટરીનાએ ન્યાય આપ્યો છે. કેટરીનાના પિતા રામ કપૂર તેમના કેરેક્ટરમાં ફિટ છે, પરંતુ કેટલાક સીન્સમાં તેમના બોલવાનો અંદાજ કંઈક વધુ લાઉડ થઈ જાય છે. સ્યાની ગુપ્તા અને રંજિત કપૂર તેમના રોલમાં ઠીકઠાક છે.યંગ ડિરેક્ટર નિત્યા મેહરાએ બોલિવૂડમાં કરિયરની શરૂઆતમાં એક એવો સબ્જેક્ટ પસંદ કર્યો છે, જેની પર ફિલ્મ બનાવતા ડિરેક્ટર્સ ખચકાય છે. વર્તમાનથી ભવિષ્ય સુધી જે સ્ટોરી બે-ત્રણ કેરેક્ટર્સની આસપાસ ફરતી હોય તેવા સબ્જેક્ટ પર અઢી કલાક સુધી દર્શકોને બેસાડી રાખવા સરળ નથી, પરંતુ સ્ક્રિપ્ટમાં ઇનોવેશન થવાની સાથે સાથે થાઈલેન્ડનાં લોકેશન્સ, કેટરીના-સિદ્ધાર્થની જોડીને ડિફરન્ટ અંદાજમાં રજૂ કરવાને કારણે દર્શકને ઇન્ટરવલ સુધી તો પકડી રાખવામાં ફિલ્મ સફળ થાય છે. નિત્યાએ ફિલ્મની શરૂઆત વીતેલા કાલ, આજ અને આવનારા કાલના વિષય સાથે કરી છે, પણ ઇન્ટરવલ સુધી સ્ટોરીમાં કશું નવું ન હોવાને કારણે ફિલ્મની ગતિ સુસ્ત લાગે છે. જો નિત્યાએ સ્ક્રીન પ્લે પર ફિલ્મની શરૂઆત પહેલાં થોડું વધુ કામ કર્યું હોત તો ચોક્કસ દર્શક આ ફિલ્મને એક વાર ફરી જોવા આવત.આ ફિલ્મની રિલીઝ પહેલાં પ્રોડક્શન કંપનીએ ‘કાલા ચશ્માં…’ને ખૂબ પ્રમોટ કર્યું. ગીતમાં કેટ અને સિદ્ધાર્થનો અંદાજ અને લુક પણ જોવાલાયક છે. આ ગીત ફિલ્મની સૌથી મોટી યુએસપી છે, બાકી ગીત માત્ર કામચલાઉ છે.જો તમે કેટરીનાના જબરદસ્ત ફેન અને ‘ધૂમ 3’ બાદ પોતાની મનપસંદ એક્ટ્રેસને બિનધાસ્ત, સેક્સી અને હોટ અંદાજમાં જોવા બેતાબ હોવ તો આ ફિલ્મને ‘બાર-બાર’ તો નહિ, એક વાર જોઈ શકાય. ક્રિટિક્સના આ ફિલ્મને પાંચમાંથી 3 પોઇન્ટ આપી રહ્યા છે.
0
આઠ વર્ષ બાદ આશુતોષ ગોવારીકરે રિતિક સાથે એક એવા પ્રોજક્ટ પર કામ કર્યુ છે, જેના પર કામ કરવાની હિંમત ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ભાગ્યે જ કોઈ કરી શકે. હજારો વર્ષ જુની મોહેંજો દારો સંસ્કૃતિને મોટા પડદા પર લાવવાનો પ્રયત્ન તો કર્યો છે, પણ આ બિગ બજેટ ફિલ્મ ભવ્ય સેટ્સના ચક્રવ્યુહમાં જ ફસાઈને રહી ગઈ.અભિનય– સરમનના રોલમાં રિતિકે સારી એક્ટિંગ કરી છે. એક્શન સીન્સમાં તો રિતિક લાજવાબ છે. પૂજા હેગડે માટે કરવા માટે કંઈ ખાસ ના હતુ, પણ ચાનીના રોલમાં તેની એક્ટિંગ જોઈને લાગે છે કે તેણે હજુ એક્ટિંગની એબીસીડી શિખવાની જરુર છે. અન્ય કલાકારોમાં કબીર બેદી અને મનીષ ચૌધરી પ્રભાવિત કરે છે. અરુણોદય સિંહ મૂંજાના પાત્રમાં જામતા નથી. ડિરેક્શન– આશુતોષે આ વિષય પર રિસર્ચ કરીને જ કામ કર્યુ છે, આ વાત તમને ફિલ્મના શરુઆતના સિન્સમાં જ સમજાઈ જશે. જો કે તેમણે કારણવિના વાર્તાને થોડી લાંબી ખેંચી છે. ઈન્ટરવલ પહેલા ફિલ્મ કોઈ ધારાવાહિક જેવી લાગશે. ચાની અને સરમનની લવ સ્ટોરીને મોહેંજો દારોની પૃષ્ઠભૂમિ સાથે બતાવવાના ચક્કરમાં આશુતોષ એવા તો ગુંચવાઈ ગયા કે ઈન્ટરવલ પછી સ્ક્રિપ્ટ તેમના હાથમાંથી નીકળી જતી હોય એવું લાગે છે. એક્શન સિક્વન્સને અદ્દભુત રિતે ફિલ્માવવામાં આવ્યા છે.એ.આર.રહેમાને ફિલ્મ પ્રમાણે સંગીત આપ્યુ છે. ટાઈટલ સોન્ગની સાથે સાથે તૂ હે ગીતનું ફિલ્માંકન પણ સારી રીતે થયું છે. કેમ જોવી?– જો તમે રિતિકના ફેન છો તો તમારા ફેવરિટ સ્ટારને નવા લુકમાં જોવા આ ફિલ્મ જોવી, અને આશુતોષ ગોવારિકર સ્ટાઈલની ફિલ્મો પસંદ છે તો પણ જોઈ શકાય. જો તમે હજારો વર્ષ જુની સંસ્કૃતિની તલાશમાં જશો તો ચોક્કસ નિરાશ થશો.
0
એક માણસ ભૂલથી બૉર્ડર ક્રોસ કરીને પાકિસ્તાન જેવા દેશમાં જતો રહે અને પછી આતંકવાદી હોવાના ગુના હેઠળ આખી જિંદગી જેલમાં સડતો રહે એનાથી મોટી ટ્રેજેડી બીજી કઈ હોઈ શકે? ઈ.સ. ૧૯૯૦માં પંજાબના ભિખિવિંડના સરબજિત સિંઘ સાથે આ જ ઘટના બનેલી. એની બહેન દલબીર કૌરે પોતાના ભાઈને છોડાવવા માટે કોઈ કચાશ રાખી નહોતી. પરંતુ સરબજિત જીવતેજીવ ક્યારેય ભારત પાછો આવી શક્યો નહીં અને એનો મૃતદેહ જ ભારત પાછો આવેલો.આ બધી વાતો જગજાહેર છે. ડિરેક્ટર ઉમંગ કુમારે એના પરથી સરબજિતની બાયોપિક બનાવી છે, પરંતુ એમાં એણે કશું જ એક્સ્ટ્રા ઑર્ડિનરી કહ્યું નથી. બલકે સરબજિતની દાસ્તાનને એકદમ ફિલ્મી બનાવી નાખી છે. આ જ ઉમંગ કુમારે અગાઉ પ્રિયંકા ચોપરાને લઇને એક તદ્દન એવરેજ ફિલ્મ ‘મૅરી કોમ’ બનાવેલી, અને એમાં પણ ફિલ્મી મસાલો ભભરાવેલો. સરબજિત ફિલ્મ માટે એટલું કહી શકાય કે તેમાં સબરજિતની પોતાની પીડા અને એને છોડાવવા માટે એના પરિવારે અને ખાસ તો એની બહેન દલબીરો જે દોડધામ કરેલી તે બખૂબી ઝીલાઈ છે. ખાસ કરીને રણદીપ હૂડાએ સરબજિતનું તંદુરસ્ત પંજાબી યુવાનમાંથી એક કૃષકાય કેદીમાં થયેલું ટ્રાન્સફર્મેશન સરસ રીતે ઝિલાયું છે. એની મહેનત પણ દેખાઈ આવે છે.સામે પક્ષે ઐશ્વર્યાએ અગેઇન પોતાનો હાઈ પીચ મૅલોડ્રામેટિક રોલ જ રિપીટ કર્યો છે. એની એક્ટિંગમાં લાઉડનેસ છે. વળી, ફિલ્મનું ફોકસ ઐશ્વર્યા પર વધારે પડતું થઈ ગયું છે, તેને કારણે પીડા કરતાં ફિલ્મમાં ચારેકોર લાઉડનેસ જ દેખાય છે. કદાચ આ બંને એક્ટરો પર ફોકસ રહેવાને કારણે અથવા તો સ્ક્રિપ્ટની ડિમાન્ડ પ્રમાણે, જે હોય તે પરંતુ રિચા ચઢ્ઢા ફિલ્મમાંથી ખૂલીને બહાર આવતી નથી. ઇવન એના ભાગે સીન-ડાયલોગ પણ સાવ ઓછા આવ્યા છે.આખી ફિલ્મની લંબાઈ સવા બે કલાક કરતાં થોડી ઓછી છે, પરંતુ દર થોડા સમયાંતરે આવી પડતાં ગીતોને કારણે ફિલ્મ ખાસ્સી લાંબી લાગે છે. ઇવન ફિલ્મનું રાઇટિંગ પણ લગભગ એવરેજ કક્ષાનું જ છે. ભાગ્યે જ કોઈ યાદ રહી જાય એવા સંવાદો મૂકવામાં આવ્યા છે સિવાય એક – ‘મેં નહીં મેરા નામ પૂરી દુનિયામેં સરબજિત સિંઘની પોતાની સ્ટોરી જ એટલી બધી ટ્રેજિક છે, કે તે એઝ ઇટ ઇઝ બતાવી દે તોય લોકો હચમચી ઊઠે. તેમાં આટલા બધા ફિલ્મી મસાલા ન ઉમેર્યા હોત તો પણ તે લોકોને સ્પર્શવાની જ હતી. પરંતુ ડિરેક્ટર ઉમંગ કુમારે લોકોને પરાણે રડાવવાનું નક્કી કર્યું હોય તેવું દેખાઈ આવે છે. અલબત્ત, અમુક દૃશ્યો ખરેખર હૃદયસ્પર્શી બન્યા છે. સરબજિત સિંઘ તરીકે રણદીપ હૂડાની ઍક્ટિંગને લીધે જીવંત બની રહેલી આ ફિલ્મ બિલકુલ એવરેજ કક્ષાની છે. જેને મૅક્સિમમ 2.5 Mirchis out of 5ઘૂમ રહા હૈ … ‘આઝાદ’!’ રેડટેપિઝમને કારણે ફસાયેલી વ્યક્તિને છોડાવવા માટે મથતાં સ્વજનોનાં એક્સપેક્ટેડ ટિપિકલ સંવાદો જ નાખવામાં આવ્યા છે. એટલે એ મુદ્દે પણ આ ફિલ્મ એવરેજ લેવલથી ઉપર ઊઠી શકી નથી.
0
તમારા હસબન્ડ પ્રોડ્યુસર હોય, તમારી પાસે વાપરવા માટે બહુ પૈસા હોય, તમને ફિલ્મો બનાવવાનો કીડો હોય અને તમારી અગાઉની ‘યારિયાં’ જેવી ફિલ્મ બાય ફ્લૂક હિટ જતી રહી હોય, એટલે આવો હથોડો માથા પર ફટકારવાનો? પુલકિત સમ્રાટ અને યામી ગૌતમ સ્ટારર આ ફિલ્મમાં બહુ બધું એવું બને છે જે જોઇને તમે યા તો તમારું માથું પટકો અથવા તો ‘યે ક્યા હો રહા હૈ યાર?’ જેવા સવાલો પૂછવા માંડો. જેમ કે, એક તો આ ફિલ્મ ઘડીક ઉત્તરાખંડ જેવા ટનકપુરમાં ચાલે, ઘડીક મુંબઈમાં, ઘડીક લદ્દાખમાં, ઘડીક કેનેડામાં, ઘડીક ચંડીગઢમાં? શા માટે, તો કહે એ ખબર નહીં! આ ફિલ્મમાં ઘરડા રિશિ કપૂર છે. શા માટે, ખબર નહીં. એ ફોટોગ્રાફર કમ જ્યોતિષી છે. અચાનક એક કોન્ટ્રાક્ટ માટે પુલકિતભાઈ કેનેડા એક કેમ્પમાં પહોંચી જાય અને ત્યાં ઉર્વશી રાઉતેલા સાથે પ્રેમ-પ્રેમ રમવા માંડે. ત્યાં અચાનક યામી પણ પ્રગટ થાય. કઈ રીતે? ખબર નહીં. એ કૅમ્પમાં કોમેડિયન ભારતી પણ આવી જાય. શું કામ? ખબર નહીં. ફિલ્મમાં એક્ઝેક્ટ્લી કોણ કોના પ્રેમમાં પડે છે એ કદાચ ડિરેક્ટર બેનને પણ ખબર નહીં હોય.નાખી દેવા જેવા જોક્સ, ફાલતુ ફિલોસોફી અને સડિયલ કોમેડીથી ભરચક છે આ ‘સનમ રે.’ આ ફિલ્મનું મ્યુઝિક સિવાય એક પણ પાસું અપીલ કરી શકે તેવું નથી. પરંતુ મ્યુઝિક સાંભળવા માટે કંઈ ફિલ્મ જોવા માટે થિયેટર સુધી લાંબા થવું પડે એવી સ્થિતિ તો છે નહીં (મિર્ચી શેને માટે છે?!). આ અત્યંત કંગાળ ફિલ્મને માત્ર તેના મ્યુઝિક માટે 1.5 મિર્ચી આપી શકાય.
0
સની પોતાના ડબલ રોલમાં બન્ને પાત્રોને સારી રીતે ભજવ્યા છે. પરંતુ સ્ક્રિપ્ટ અને પાત્રોમાં દમ ન હોવાના કારણે પોતાના પાત્રને પુરતો ન્યાય નથી આપી શકતી. એવું કહેવું ખોટું છે કે સનીએ આ વખતે ફેન્સે આકર્ષિત કરવા માટે એક્ટિંગ નહીં પણ પોતાની બોલ્ડ અદાઓનો આધાર લે છે. વીર દાસ અને તુષાર પોતાના પાત્રોને અસરદાર બનાવવા માટે મેહનત તો કરી, પરંતુ સ્ક્રિપ્ટના કારણે આ બન્ને તે અસર નથી છોડી શક્યા. અન્ય કલાકારોમાં અસરાની, શાદ રંધાવા અને સુરેશ મેનનના પ્રભાવિત કર્યું છે. જ્યારે રિતેશ દેશમુખની એન્ટ્રી મજેદાર રહી છે. સંગીતઃ પોર્ન બે કલાકમાં વારંવાર નાખવામાં આવેલા ગીતોની સ્ટોરીની ગતિને ધીમે કરે છે. જેમાં લૈા તેરી અને બસંતી બન્ને ગીતોનું ફિલ્માંકન સારું થયું છે.જો તમે સની લિયોનીના પાક્કા ફેન છો અને સનીની બ્યુટી અને તેની અદાઓ જોવા માંગો છો તો થિયેટરમાં જોજો. આ ફિલ્મને એક વખત જોઈ શકાય. ફિલ્મમાં એવું કંઈ ખાસ નથી…
0
મુંબઈકર ફિલ્મની વાર્તા આદિલથી શરૂ થાય છે જે ઉત્તર પ્રદેશથી સારા ભવિષ્યની શોધમાં મુંબઈ આવે છે. બીજી તરફ મુન્નુ (વિજય સેતુપતિ) પણ ડોન બનવાનું સપનું લઈને આંદામાનથી મુંબઈ આવ્યો છે. સંજય મિશ્રાનું પાત્ર પોતાના પરિવારનું ધ્યાન રાખવા ડ્રાઈવર તરીકે મુંબઈ આવ્યા છે, જ્યારે વિક્રાંત મેસીનું પાત્ર એક મોટી કંપનીમાં કામ કરતી ઈશિતા (તાન્યા માણિકતલા)ના પ્રેમમાં છે. જ્યારે પીકેપી (રણવીર શોરી) મુંબઈનો ડોન છે. જો કે દરેકની વાર્તાઓ અલગ-અલગ હોય છે, પરંતુ એક સમયે તેઓ એકબીજાને મળે છે. ખરેખર, મુન્નુ ડોન બનવાની ઇચ્છામાં એક ગેંગમાં જોડાય છે. પ્રથમ દિવસે તે શાળામાંથી એક બાળકનું અપહરણ કરવાનો છે, પરંતુ તે ભૂલથી ડોનના પુત્રને ઉપાડી ગયો. તે પછી વાર્તામાં શું થાય છે? આ જાણવા માટે તમારે આખી ફિલ્મ જોવી પડશે. સંતોષ સિવન માટે આટલા બધા પાત્રો સાથેની ફિલ્મ બનાવવી એ એક પડકાર હતો, પરંતુ તેમ છતાં તે તેમનો સારો પ્રયાસ કહેવાય. જો કે તે વિજય સેતુપતિ અને રણવીર શૌરીની ભૂમિકા થોડી વધારે કરી શક્યા હોત. ખાસ કરીને વિજય અને રણવીરના પાત્રોની પૃષ્ઠભૂમિએ તેમની ભૂમિકાને મજબૂત બનાવી હશે. તેની બોલિવૂડ ડેબ્યુ ફિલ્મમાં વિજય સેતુપતિની સામે શાનદાર કામ કરીને તેની આગામી હિન્દી ફિલ્મો પાસેથી અપેક્ષાઓ વધારી છે. તે જ સમયે, રણવીર શૌરી પણ ડોનના રોલમાં જામી ગયો છે. વિક્રાંત મેસી OTT પર સારું કામ કરી રહ્યો છે. સચિન ખેડેકર પણ તેમની ભૂમિકામાં યોગ્ય છે. જ્યારે સંજય મિશ્રા અને બ્રિજેન્દ્ર કાલા જેવા સક્ષમ કલાકારોનો વધુ ઉપયોગ થઈ શક્યો હોત. હ્રદુ હારુન અને તાન્યા માણિકતલાએ પણ તેમની ભૂમિકાઓ અનુસાર સારું કામ કર્યું છે.
1
રાધિકા આપ્ટે, સુમિત વ્યાસ અને રાજેશ શર્મા અભિનિત ફિલ્મ 'મિસિસ અંડરકવર' ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે. આ ફિલ્મના રાઈટર અને ડાયરેક્ટર અનુશ્રી મહેતાએ સ્પાય કોમેડી ફિલ્મમાં હસાવવાની સાથે મહિલા સશક્તિકરણનો પણ સંદેશ આપ્યો છે. સાથે જ હાઉસવાઈફને ઓછી આંકતા લોકોને પણ સંદેશ આપ્યો છે. જોકે, ફિલ્મની વાર્તા એટલી દમદાર નથી. આ ફિલ્મ વધુ સારી બની શકી હોત. પહેલા હાફમાં ફિલ્મની વાર્તા મનોરંજન પૂરું પાડે છે. ફિલ્મમાં કોમન મેન નામના અપરાધી થકી તેની માનસિકતાને દર્શાવી છે જે મહિલાઓની પ્રગતિને સાંખી નથી શકતી.સેકંડ હાફમાં ફિલ્મની નાયિકા ટિપિકલ હાઉસવાઈફ લાગે છે પણ તે દુર્ગાનું રૂપ ધારણ કરે છે. રાધિકા આપ્ટેએ હંમેશાની જેમ શાનદાર એક્ટિંગ કરી છે. હાઉસવાઈફ અને એજન્ટના રૂપમાં તે જામે છે. રાજેશ શર્મા સિક્રેટ સર્વિસ ચીફના કોમિક અવતારમાં જામી રહ્યા છે. સુમિત વ્યાસે વિલનનો રોલ બખૂબી નિભાવ્યો છે. આશરે પોણા બે કલાકની આ ફિલ્મ તમને હસાવશે અને મજા કરાવશે સાથે જ મહિલાઓને ઓછી ના આંકવાનો સંદેશ આપે છે. જોકે, ફિલ્મમાં કેટલીક બાબતો અટપટી લાગે છે.
1
કોમેડી કિંગ કપિલ શર્મા ગંભીર રોલ કરવા માટે પડદા પર ઉતર્યો છે. 'ફિરાક' અને 'મંટો' પછી ડાયરેક્ટર અને એક્ટ્રેસ નંદિતા દાસની આ ત્રીજી ફિલ્મ ભારતના અર્થતંત્ર પર કટાક્ષ કરે છે. એક ફૂડ ડિલિવરી બોયના રેટિંગ, ઈન્ટેસિવ્સ અને પર્ફોર્મન્સની વિડંબણા આ ફિલ્મમાં દર્શાવાઈ છે. પરિવારની અંદર લિંગને લઈને થતાં ભેદભાવને પણ દર્શાવે છે. નંદિતા દાસે ક્લાસ અને કાસ્ટના વિભાજનને પણ દર્શાવ્યું છે. પ્રતિમા જ્યારે અમીરોના બિલ્ડિંગમાં માલિશ માટે જાય છે ત્યારે તેને સર્વિસ લિફ્ટથી જવાનું કહેવામાં આવે છે. જે આ વિભાજન દર્શાવે છે.ફિલ્મમાં મજૂરો અને બેરોજગારીના એંગલને પણ દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મમાં મજૂર છે એટલે મજબૂર છે અથવા તો એમ કહો કે, મજબૂર છે એટલે જ મજૂર છીએ, જેવા અર્થસભર ડાયલોગ્સ પણ છે. અમીર અને ગરીબ વચ્ચેના ભેદભાવને પણ સારી રીતે દર્શાવાયો છે. અમીર લોકો એક આવોકાડો પણ સરળતાથી લઈ શકે જ્યારે તેના જેટલા રૂપિયા કમાવવા માટે સામાન્ય માણસને અઠવાડિયા સુધી ભટકવું પડે છે.'ઝ્વિગાટો' કેટલાય સામાજિક અને આર્થિક પ્રસંગોને સ્પર્શે છે પરંતુ ફિલ્મની સૌથી મોટી સમસ્યા એ છે કે તે અત્યંત ધીમી છે. ફિલ્મનો પહેલો ભાગ ખૂબ ધીમી ગતિથી આગળ વધે છે અને એકાએક ઈન્ટરવલ આવી જાય છે. તમને આશા જાગે છે કે, ફિલ્મના બીજા ભાગમાં કોઈ ટ્વિસ્ટ આવશે પરંતુ સેકન્ડ હાફમાં પણ એ ગતિ આવતી નથી. જોકે, અંત સુખદ છે પણ તે એકાએક પ્રગટ થાય છે અને તેની સાથે કનેક્ટ નથી થઈ શકાતું. સિનેમેટોગ્રાફર રંજન પાલિત ભુવનેશ્વર ગલીઓના માધ્યમથી સામાન્ય લોકોની જિંદગીને દર્શાવવામાં સફળ રહ્યા છે.કપિલ શર્માને પોતાની કોમેડિયન તરીકેની છાપથી અલગ કંઈક કરવાની તક મળી ત્યારે તેણે તે વેડફી નહીં. કપિલ શર્મા માનસના રોલમાં જામે છે. ફિલ્મમાં તે હતાશ, નિરાશ અને નાખુશ જોવા મળે છે પરંતુ આ જ તેના પાત્રની લાક્ષણિકતા છે. પ્રતિમાના રૂપે શહાના ગોસ્વામીની એક્ટિંગ દમદાર છે. ઝારખંડના લઢણ સાથે તેણે પત્નીના રૂપમાં પારિવારિક અને સામાજિક વિષમતાને સુંદર રીતે રજૂ કરી છે. સ્વાનંદ કિરકિરે, ગુલ પનાગ અને સયાની ગુપ્તા નાના-નાના રોલમાં જોવા મળ્યા છે. સહયોગી કાસ્ટ વાર્તાને અનુરૂપ છે.
1
ફિલ્મના ટાઈટલ પરથી તમને લાગશે કે ફિલ્મની સ્ટોરી દેશભક્તિ આધારિત હશે. ફિલ્મની શરુઆત પણ એવી જ રીતે થાય છે. પરંતુ આગળ વધતા જ સ્ટોરી પોતાની પકડ ગુમાવી દે છે અને પછી બધો ફોકસ લવ સ્ટોરી પર જતો જોવા મળશે. ક્લાઈમેક્સ આવે ત્યાં સુધી તો ફિલ્મ એક વ્યક્તિગત બદલાની સ્ટોરી બની જાય છે. ફિલ્મની એક્શન કોરિયોગ્રાફી એક પ્લસ પોઈન્ટ છે અને તેમાં તેમની મહેનત પણ સ્પષ્ટપણે દર્શાઈ આવે છે. પણ ફિલ્મ આગળ વધે છે તેમ કન્ફ્યુઝન પણ વધતું જાય છે. એક્શન વચ્ચે કેરેક્ટર્સ વચ્ચેનો સંબંધ સમજવો મુશ્કેલ બની જાય છે. અમુક પ્રશ્નોના ઉત્તર તમને ફિલ્મના અંતમાં પણ નથી મળતા. સંગીતની વાત કરીએ તો કી કરિયે અને દમદમ મસ્ત કલંદર જેવા ગીતો સારા છે. તુર્કી અને અફઘાનિસ્તાનના સીન્સ ઘણાં રસપ્રદ છે. સિનેમેટોગ્રાફી દમદાર છે. ફિલ્મના અમુક ડાયલોગ આકર્ષક છે.પરિણીતી ચોપરા પાછલી અમુક ફિલ્મોથી પોતાની બબલી ઈમેજથી હટકે કંઈક કરવાનો પ્રયત્ન કરે છે. સંદીપ ઔર પિંકી ફરાર, સાયના, ધ ગર્લ ઓન ધ ટ્રેન જેવી ફિલ્મો તેનું ઉદાહરણ છે. અહીં પણ તેણે કંઈક નવું ટ્રાય કર્યું છે. પંજાબી સિંગર હાર્ડી સંધૂ મિર્ઝાનો રોલ દમદાર છે. ખાલિદ ઉમર તરીકે શરદ કેલકરના રોલમાં કંઈક નવું નથી. અંડરકવર એજન્ટ તરીકે રજત કપૂર અને દિબ્યેંદુ ભટ્ટાચાર્યએ પાત્રને ન્યાય આપ્યો છે.
1
બ્રહ્માસ્ત્ર'ની વાર્તા અયાન મુખર્જીએ લખી છે. વાર્તામાં કહેવા માટે ઘણું છે પરંતુ તેને સ્ક્રીનપ્લેમાં જે રીતો પરોવાયી છે તે જટિલ લાગે છે. ફિલ્મમાં બ્રહ્માસ્ત્રને મેળવવાની લડાઈ દેખાડવામાં આવી છે પરંતુ બ્રહ્માસ્ત્રનો ઉદય કેવી રીતે થયો અને તેની પાછળનો ઉદ્દેશ શું છે જેવા કેટલાય સવાલોના ઊંડાણમાં ઉતર્યા વિના જ ફિલ્મ આગળ વધી જાય છે. ફિલ્મમાં બ્રહ્માસ્ત્રના ટુકડાની રક્ષા કરતાં બ્રહ્માંશો પોતાના સુપરપાવરથી ફક્ત બ્રહ્માસ્ત્રને બચાવવા માટે લડતા રહે છે. દુનિયા, સમાજ, લોકો પરત્વે તેમનું શું યોગદાન છે તેના પર સહેજ પણ ભાર અપાયો નથી. ફિલ્મમાં મુખ્ય પાત્રો ઉપરાંત સામાન્ય જનતા દેખાતી નથી. ફિલ્મમાં ઈશા અને શિવાની પ્રેમકહાણી મહત્વનો ભાગ છે પરંતુ તે એટલી આકર્ષક નથી બની શકી. રણબીર અને આલિયા વચ્ચેની કેમેસ્ટ્રી ખાસ છાપ છોડતી નથી.ફિલ્મનું સૌથી નબળું પાસું ડાયલોગ લખનારા હુસૈન દલાલ સાબિત થયા છે. ફિલ્મ જેટલી ભવ્ય અને આકર્ષક છે તેના ડાયલોગ એટલા જ સાધારણ છે. ફિલ્મની ઝડપી ગતિ, શાનદાર વીએફએક્સ, દમદાર એક્શન સીન અને પ્રીતમના પહેલા જ હિટ થઈ ચૂકેલા કેસરિયા, દેવા દેવા અને ઈશ્ક કા ભૂત જેવા ગીતો તેમજ બ્રેકગ્રાઉન્ડ સ્કોર મળીને ઘણા ખરા અંશ સુધી સ્ક્રીનપ્લેની ખામીઓને દૂર કરે છે. ફિલ્મ મોટા પડદા પર એક શાનદાર સિનેમેટિક અનુભવ કરાવે છે.એક્ટિંગની વાત કરીએ તો, રણબીર કપૂરે પોતાના પાત્રમાં જીવ રેડી દીધો છે. આ જ વાત નેગેટિવ રોલમાં દેખાયેલી મૌની રોય માટે લાગુ પડે છે. જોકે, આલિયા ભટ્ટ ફિલ્મમાં પોતાની પ્રતિભા સાથે ન્યાય નથી કરી શકી. તે ડાયલોગ અનુભવ્યા વિના માત્ર બોલતી હોય એવું લાગે છે. અમિતાભ બચ્ચને ગુરુજીના રોલમાં પર્ફેક્શન સાથે કામ કર્યું છે. શાહરૂખ ખાનનો કેમિયો ફિલ્મનું સરપ્રાઈઝ પેકેજ છે. નંદી અસ્ત્રના રૂપે નાગાર્જુનનો રાઈટર-ડાયરેક્ટર અયાન મુખર્જી પૂરતો ઉપયોગ નથી કરી શક્યો.
1
ફિલ્મનો મોટોભાગ એક મોટી ચાલીના રૂમમાં ફિલ્માવાયો છે. ફિલ્મની વાર્તા એક સર્કલમાં ફરે છે. એટલે ફિલ્મ એક સમયે નીરસ લાગે છે. ક્લાઈમેક્સ વિરોધાભાસી છે. 'ડાર્લિંગ્સ' ઘરેલુ હિંસા પર એક કેસ સ્ટડી છે, જે તમને બાંધી રાખે છે. જોકે, ફિલ્મમાં આલિયા ભટ્ટ અને શેફાલી શાહ ના હોત તો કદાચ ફિલ્મ જકડી ના રાખી શકી હોત. આ બંને અભિનેત્રીઓની આંખો પણ જાણે તમારી સાથે વાત કરે છે. બંને એક્ટ્રેસે શાનદાર પર્ફોર્મન્સ આપ્યું છે. સાથે જ તેમની કેમેસ્ટ્રી પણ જબરદસ્ત છે. તેઓ નીરસ સીન્સમાં પણ દમ ભરી દે છે. મા અને દીકરીના સંબંધ પણ આ ફિલ્મને ગતિ આપે છે અને મૂડ સેટ કરે છે. ઈમોશનલ સીન્સ હોય કે મુશ્કેલ લાગતા દ્રશ્યો કોમેડી સાથે તેને પીરસવામાં આવ્યા છે.પોતાના જીવનના પુરુષોથી નિરાશ થયા છતાં પણ આ બંને પાત્રો પોતાને પીડિતના રૂપે જોવા નથી માગતા. જે ડોમેસ્ટિક ડ્રામાનો સૌથી રસપ્રદ ભાગ છે. પુરુષોના વિશેષાધિકાર, શારીરિક-ભાવનાત્મક શોષણ અને ડરાવવા-ધમકાવા પર આ ફિલ્મ ધ્યાન ખેંચે છે. વાર્તાના વિષય અને તેને લઈને રાઈટર-ડાયરેક્ટર જે દર્શાવવા માગતા હતા તે પ્રભાવશાળી છે. પરંતુ વાર્તાની ઢબ અને એડિટિંગમાં થોડી વધુ મહેનતની જરૂર હતી.
1
આ ફિલ્મમાં હોલિવુડની ફિલ્મો જેવા જબરદસ્ત એક્શન સીક્વન્સ છે. ટેકનોલોજી સાઈડ મજબૂત છે, કેમેરાવર્ક પણ જોવા જેવું છે, પરંતુ ડિરેક્ટર કહાણીના મામલે નબળા સાબિત થયા છે. માતા-પિતાના મોતનો બદલો લેવાવાળા ઈમોશન હોય કે માસૂમ બાળકોનો મુદ્દો, ક્યાંકને ક્યાંક કહાણી તમને ભાવનાત્મક રીતે જોડવામાં ઓછી સાબિત થાય છે. ફિલ્મનો સ્ક્રીનપ્લે સારો થઈ શકતો હતો. કોઈ લવ એંગલ વગરની આ ફિલ્મ તેજ રફ્તાર એક્શન છતાં લાંબી લાગે છે. મ્યૂઝિકની વાત કરીએ તો, બાદશાહના 'શી ઈઝ ઓન ફાયર' સિવાય અન્ય સોન્ગ નિરાશ કરે છે. ફિલ્મનો ક્લાઈમેક્સ પ્રિડિક્ટેબલ સાબિત થાય છે.આ ફિલ્મ પૂરી રીતે કંગના રનૌત છે. 'જિસમ સે રૂહ અલગ કરના બિઝનેસ હૈ મેરા' ડાયલોગ બોલનારી કંગના ખરેખર અગ્નિ તરીકે એક્શનના મામલે સારા-સારા લોકોની છુટ્ટી કરે છે. હાઈ ઓક્ટન એક્શનમાં તેની ચંપળતા, એક્સપ્રેશન અને લૂક જોવા જેવો છે. તેણે પોતાના લૂકમાં ગ્લેમર ટચ આપ્યો છે. રુદ્રવીર તરીકે અર્જુન રામપાલનો વિલન અંદાજ દમદાર છે. તેના લૂકને અલગ બનાવવાનો પ્રયાસ કરાયો છે. રોહિણી તરીકે દિવ્યા દત્તાએ જે ક્રૂરતાનો પરિચય આપ્યો છે, તેનાથી તે એક સમર્થ એક્ટ્રેસ હોવાનું સાબિત થાય છે. શારિબ હાશમીએ તેની ભૂમિકાને ન્યાય આપ્યો છે, પરંતુ તેને થોડી વધારે સ્ક્રીન સ્પેસ આપવાની જરૂર હતી.
1
હીરોપંતી 2'માં એક્શન, રોમાન્સ, ગીતો, ઈમોશન, સોશિયલ મેસેજ, વિદેશી લોકેશન સહિત તમામ એન્ટરટેઈનમેન્ટ તત્વો છે પરંતુ, સૌથી મહત્વની વાત એ છે કે 'હીરોપંતી 2'ની વાર્તા ખૂબ જ નબળી છે. ટાઈગરનું હીરોઝમ દેખાડતા 'હીરોપંતી 2'માં કેટલાંક એવા સીન્સ છે જે કેટલીક વખત હાસ્યાસ્પદ લાગે છે. 'હીરોપંતી 2'માં હોલિવૂડ સ્ટાઈલનું એક્શન, ડાન્સ, રોમાન્સ તેમજ સીટી વાગે એવા ડાયલોગ્સ ફેન્સને આકર્ષિત કરે છે. 'હીરોપંતી 2'માં એવી પણ સમસ્યા છે કે દર 2થી 3 સીન પછી એક ગીત આવે છે અને એક્શન શરૂ થઈ જાય છે. 'હીરોપંતી 2'માં એ આર રહેમાનનું સંગીત મજા આવે તેવું નથી. છતાં 'હીરોપંતી 2'ની કોરિયોગ્રાફી સારી છે અને ક્લાઈમેક્સ રસપ્રદ છે. 'હીરોપંતી 2'માં એક્ટર ટાઈગર શ્રોફનું એક્શન જોરદાર છે અને તેનો એકદમ સ્ટાઈલિશ લૂક જોવા મળી રહ્યો છે. પરંતુ, એક્ટ્રેસ તારા સુતરિયા નિરાશ કરે છે. 'હીરોપંતી 2'નો પ્લસ પોઈન્ટ એક્ટર નવાઝુદ્દિન સિદ્દિકીની દમદાર એક્ટિંગ છે. જે દર્શકોને ભરપૂર મનોરંજન કરાવે છે.
1
સમયનો વેડફાટ કર્યા વગર ડિરેક્ટર રાજેશ માસુસ્કર દર્શકોને લીધા કહાણીમાં ડૂબકી મરાવે છે. પહેલીથી જ ફ્રેમથી તમે ડીસીપી રુદ્રવીર સિંહની સાથે સફર પર નીકળી પડો છો.મેકર્સે અનન્યા બિરલાના ડાર્ક વિઝ્યુઅલ ટોન અને થીમ સોન્ગ 'તેરા ઈનામ'થી શરૂઆત કરતા શોને ઈન્ટેન્સ બનાવ્યો છે. એપિસોડ લાંબા છે, પરંતુ બાંધેલા રાખે છે. દરેક એપિસોડના અંતમાં તમારી અંદર આગળનો એપિસોડ જોવાની ઈચ્છા જગાવે છે. અજય દેવગણે પોતાના ડિજિટલ ડેબ્યૂમાં છાપ છોડી છે. પરંતુ, આવા રોલ તે કરિયરમાં અગાઉ પણ નીભાવી ચૂક્યો છે. રુદ્ર 'લાર્જર ધેન લાઈફ' વાળી ઈમેજ સાથે છે. શોમાં બાકી એક્ટર્સ પણ પોતાના કેરેક્ટરમાં બરાબર છે. મેકર્સે ઓરિજનલ શોને ભારતીય દર્શકો પ્રમાણે બનાવવામાં મહેનત કરી છે, તે સારી વાત છે. જો એપિસોડની લંબાઈ ટૂંકી હોત તો વધારે સારુ રહેત, તો તેમા કેટલાક નવા કેસ પણ જોડી શકાયા હોત, જે અસલ સીરિઝનો ભાગ નથી. તેવામાં સીરિઝની કહાણી અને અંતને લઈને દર્શકો પાસે કંઈને કંઈક બિલકુલ નવુ પણ હોત.
1
ભારતીય સમાજમાં એક બહુ મોટા વર્ગમાં હજી પણ અલગ-અલગ જાતિ/ધર્મ વચ્ચે લગ્નને માન્યતા નથી આપવામાં આવતી. ઘણાં વિસ્તારોમાં આવા લગ્નો બાદ વાત તાલિબાની સજા અને ઓનર કિલિંગ સુધી પહોંચી જાય છે. ફિલ્મ 'લવ હોસ્ટેલ' (Love Hostel)માં આવી જ વાર્તા બતાવવામાં આવી છે જેમાં બે અલગ ધર્મના પ્રેમ કરનારી જોડીને પોતાનો જીવ બચાવવા માટે અહી-તહીં દોડવું પડે છે.ફિલ્મની થોડી મિનિટોમાં જ અંદાજો આવી જાય છે કે, ફિલ્મમાં શું બકાવાશે. આ ટોપિક પર કેટલીય ફિલ્મો બની છે અને આ ફિલ્મ સહેજ પણ અલગ નથી. ફિલ્મમાં કંઈ નવું પણ નથી. સમય સાથે લવસ્ટોરી નબળી પડવા માંડે છે. ફિલ્મ ધીમે-ધીમે સ્લો થવા લાગે છે. ડાયરેક્ટરે ફિલ્મને સારી બનાવવાની પૂરતી કોશિશ કરી છે પરંતુ લેખન નબળું છે. પ્રશંસનીય વાત એ છે કે, ફિલ્મમાં કોઈ નાચ-ગાન નથી જેથી ફિલ્મની વાર્તામાં હળવાપણું નથી આવતું. જોકે, એ નથી સમજાતું કે આંતરધર્મીય લગ્નની સાથે આ ફિલ્મની વાર્તામાં સમલૈંગિક સંબંધોને શા માટે દર્શાવાની કોશિશ કરાઈ છે.ફિલ્મની સૌથી સારી યૂએસપી તેનું કાસ્ટિંગ છે. સાન્યા, વિક્રાંત અને બોબીએ પોતાના પાત્રોમાં જીવ રેડી દીધો છે. ખાસ કરીને બોબી દેઓલની એક્ટિંગના વખાણ કરવા રહ્યા કારણકે નેગેટિવ રોલમાં તેનો ખૂંખાર અંદાજ જોવા મળ્યો છે. સાન્યા અને વિક્રાંત કપલ તરીકે ક્યૂટ લાગે છે. ફિલ્મની સપોર્ટિંગ કાસ્ટે પણ સારું કામ કર્યું છે.
1
ડિરેક્ટર લાનાએ નિયો અને ટ્રેનિટી(કૈરી-એની મૉસ)ના રોમાન્સ પર વધારે ધ્યાન કેન્દ્રિત નથી કર્યું. પરંતુ તેને ફિલોસોફિકલ અંદાજમાં આગળ વધાર્યો છે. ફિલ્મમાં વધારે એક્શન સિક્વન્સ નથી. જો તમે એક્શન સિક્વન્સની આશા રાખીને ફિલ્મ જોશો તો નિરાશ થશો. અમુક વાર તમને લાગશે કે ફિલ્મ થોડી ખેંચાઈ રહી છે. અનેક સીન્સમાં તમને પાછલી ફિલ્મોની યાદ આવશે. તમે પાછલી ફિલ્મો સાથે કનેક્ટ થઈ શકશો. જો કે પાછલી ફિલ્મોની સરખામણીમાં એન્ટરટેઈનમેન્ટ બાબતે થોડી નબળી છે, પરંતુ એક સારી સિક્વલ ફિલ્મ તરીકે તેની ગણતરી થઈ શકે છે. કિયાનૂ રીવ્સને જોઈને લાગે છે કે કદાચ તે પોતે હજી અવઢવમાં છે કે નિયોના પાત્ર સાથે પડદા પર પાછા આવવાનો નિર્ણય યોગ્ય છે કે નહીં. ટ્રિનિટીના રોલને કૈરીએ સારી રીતે ભજવ્યો છે. તેને જોઈને કહી ના શકાય કે તે બે દશક પછી આ રોલ કરી રહી છે. એજન્ટ સ્મિથના રોલમાં જોનાથન ગ્રોફે સારું કારમ કર્યું છે. પ્રિયંકા ચોપરાનો રોલ નાનો છે, પરંતુ તે મહત્વપૂર્ણ પાત્રમાં જોવા મળશે. પ્રિયંકાએ પોતાનું કામ સારી રીતે કર્યું છે. મેટ્રિક્સ 4 એક એવી સિક્વલ ફિલ્મ છે, જે તમારા ભૂતકાળમાં લઈ જશે. ફિલ્મ જોવા માટે તમારી પાસે પાછલી ફિલ્મોના બેકગ્રાઉન્ડની જાણકારી હોવી જરુરી છે. જો તમે પહેલી ત્રણ ફિલ્મો નથી જોઈ તો તમને સલાહ છે કે પહેલા તે જોઈ લેવામાં આવે.
1
ફિલ્મના રાઈટર રજત અરોરાએ વાર્તા અને ડાયલોગ્સની દ્રષ્ટિએ અહાન માટે કોઈ કચાશ રાખી નથી. એક્શન-રોમાન્સ તેના ફાળે ઘણો આવે છે. મિલન લુથરિયાની ફિલ્મમાં આમ તો ભારે-ભારે ડાયલોગ્સ હોય જ છે. 'તડપ'માં પણ આ વાત જોવા મળશે. જોકે, ઘણીવાર દર્શક તરીકે ક્યારેક બોજા જેવું લાગે છે. ફિલ્મનો પ્લોટ અને તેની વાર્તા થોડા સમય બાદ થાકેલી અને ફસાયેલી હોય તેવું લાગે છે.ફિલ્મમાં રોમેન્ટિક સીન હોય કે ઈમોશનલ, તારા દરેકમાં સુંદર લાગે છે. જોકે, સ્ક્રીનપ્લેમાં તેની પાસે કરવા માટે કંઈ ખાસ નથી. જો તેને થોડી વધારે સ્પેસ મળી હોત તો તે સારું કામ કરી શકી હોત.ફિલ્મ વાર્તાની દ્રષ્ટિએ થાપ ખાઈ જાય છે. 2 કલાક 10 મિનિટની વાર્તામાં ઘણી જગ્યાએ ફિલ્મ કંટાળાજનક લાગવા માંડે છે. ઈન્ટરવલ પહેલા ફિલ્મની ગતિ ધીમી ચાલે છે પણ સેકંડ હાફમાં એવું લાગે છે કે ફિલ્મને કોઈ રેસમાં મૂકી હોય. ફિલ્મમાં ઘણાં ટ્વિસ્ટ છે, જે ડ્રામા ક્રિએટ કરે છે. કેટલાક દમદાર એક્શન સીન છે. એક દર્શક તરીકે ફિલ્મ ઠીકઠાક લાગે છે અને અડધી રોમાંચક.પ્રીતમના ગીતો ગણગણી શકાય તેવા છે. આ લવસ્ટોરી સારી છે. મસૂરીની ખૂબસૂરતી બતાવામાં સિનેમેટોગ્રાફરે કોઈ કચાશ રાખી નથી. 'તડપ' એક કોમર્શિયલ ફિલ્મ છે. પરંતુ આ વાતને નજરઅંદાજ ના કરી શકાય કે કેટલીક એવી સિક્વન્સ છે જે ફિલ્મમાં ફિટ થતી નથી. ફિલ્મની લવસ્ટોરી દર્શકોને ભાવનાત્મક રીતે જોડી શકવામાં સક્ષમ નથી.એકંદરે 'તડપ' એવી ફિલ્મ છે જેમાં રોમાન્સ છે, એક્શન છે, સંગીત છે અને સુંદર વાદીઓ છે. સ્ક્રીનપ્લે પર થોડી વધુ મહેનત કરી હો તો ફિલ્મ જોયા પછી દર્શકો સુંદર છાપ લઈને થિયેટરમાંથી નીકળત.
1
ધમાકા' સંપૂર્ણપણે કાર્તિક આર્યનની ફિલ્મ છે. ફિલ્મની વાર્તા તમને જકડી રાખે છે પરંતુ સ્ક્રિપ્ટ એટલી મજબૂત નથી. ફિલ્મમાં કેટલાક અત્યંત નાટકીય ડાયલોગ પણ છે. ફિલ્મમાં મીડિયાકર્મીઓને એક પ્રકારે નેગેટિવ રૂપમાં દર્શાવાયા છે. ફિલ્મમાં મીડિયાને સંદેશ આપવાની કોશિશ કરાઈ છે કે, તેમને શા માટે લોકશાહીનો ચોથો સ્તંભ કહેવામાં આવે છે. ફિલ્મમાં રામ માધવાનીનું ડાયરેક્શન ચોક્કસથી વખાણવાલાયક છે.'ધમાકા' એક પ્રકારે વન-મેન શો છે, જેમાં કાર્તિક આર્યનને સંપૂર્ણ મોકો મળે છે અને તેણે પાત્રને ન્યાય આપ્યો છે. કાર્તિકની એક્ટિંગ જોઈતી હતી તેવી લાઉડ નહોતી પરંતુ તેની મહેનત ચોક્કસથી સ્ક્રીન પર દેખાય છે. કાર્તિકે સાબિત કર્યું છે કે તે ચોકલેટી બોયના પાત્રો ઉપરાંત પણ સારા રોલ નિભાવી શકે છે. કાર્તિકની પત્નીના રોલમાં મૃણાલ ઠાકુર છે પરંતુ તેના ફાળે ફિલ્મમાં ખાસ કશું કરવાનું આવતું નથી. કાર્તિકની બોસના રોલમાં અમૃતા સુભાષે સારું કામ કર્યું છે.
1
ડિરેક્ટર રુમી જાફરીએ પાત્રોને સ્થાપિત કરવામાં સમય લગાડ્યો છે. ઈન્ટરવલ સુધી વાર્તામાં કશું બનતું નથી અને માત્ર પાત્રોની ડાયલોગબાજી જોવા મળે છે. જ્યારે ઈન્ટરવલ પછી વાર્તા આગળ વધે છે પણ અંત સુધીમાં ઘણાં સવાલોના જવાબ મળતા નથી. ફિલ્મનું સ્થળ વાર્તાને અનુરૂપ છે. સિનેમેટોગ્રાફર બિનોદ પ્રધાનનું કામ સુંદર છે. આ ફિલ્મ સ્લોવાકિયાના પહાડોમાં શૂટ થઈ છે અને ત્યાં શૂટ થયેલી આ પહેલી ઈન્ડિયન ફિલ્મ છે. કોસ્ચ્યુમ ડિઝાઈનરે ખાસ્સી મહેનત કરી છે.અમિતાભ બચ્ચન અને ઈમરાન હાશમી આ ફિલ્મના પ્લસ પોઈન્ટ છે. તેમણે આ ફિલ્મને બાંધી રાખવાનો પૂરો પ્રયાસ કર્યો છે. ફિલ્મમાં રિયા ચક્રવર્તી નાના રોલમાં છે. આ સિવાય અન્ય કલાકારો જેવા કે સિદ્ધાંત કપૂર, અન્નુ કપૂર, સમીર સોની, ધ્રિતિમાન ચેટરજી અને રઘુબીર યાદવનું કામ સારું છે. ફિલ્મનું સંગીત ઠીક છે.
1
ભૂજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા'ના મેકર્સે ડિસ્ક્લેમરમાં પહેલા જ સ્પષ્ટીકરણ કર્યું હતું કે, આ ફિલ્મની વાર્તા સત્ય ઘટનાથી પ્રેરિત છે પણ કાલ્પનિક છે. મતલબ કે, ઈતિહાસને કહાણીની ફિલ્મી પડદે થોડી સિનેમેટિક છૂટછાટ લઈને બતાવાઈ છે. આ ફિલ્મ ઘણીવાર વાર્તાની બારીકાઈથી દૂર જતી રહે છે. ફિલ્મની કહાણીમાં મિલિટ્રી ઓપરેશન સાથે ઈમોશનલ ભજન પણ બતાવાયું છે. રનવે રિપેર કર્યા બાદ મોટા અવાજમાં લોકો ભજન ગાય છે અને ઢોલ વગાડે છે જ્યારે હકીકતે આ ગુપ્ત ઓપરેશન હતું. વાસ્તવિક વાર્તા કંઈક એવી છે કે ભૂજની મહિલાઓ લીલા રંગના કપડાં પહેરીને જાય છે અને શરીર પર છાણની પટ્ટીઓ લગાવે છે જેથી દુશ્મનોની નજરથી બચી શકે. આમ, તો ડ્રામાને અવગણી શકાયો હોત પરંતુ આ પ્રકારની ગંભીર વાર્તામાં તર્કને નેવે મૂકી દેવાય તે અયોગ્ય છે. ફિલ્મની વાર્તા થોડી વધુ સાવચેતી રાખીને લખી શકાઈ હોત. ફિલ્મના ફર્સ્ટ હાફમાં ઢગલાબંધ કેમિયો કેરેક્ટર્સ અને કારણ વિનાના બહાદુરીના ભાષણના કારણે છૂટી છવાઈ લાગે છે. ભૂજ એરબેઝના અટેકના ઉપર-નીચે બતાવાયો છે. જોકે, સેકન્ડ હાફમાં ફિલ્મ પોતાના રિયલ લોકેશન પર આવે છે, જેના પર આ વાર્તા બની છે. જોકે, ફિલ્મની વાર્તા જકડી રાખે તેવી છે. વિધાકોટ પોસ્ટ અને દેશની સુરક્ષામાં જોડાયેલા 120 સૈનિકોથી માંડીને ટ્રકની મદદથી પ્લેન લેન્ડ કરાવાનો સીન દમદાર છે. આકાશમાં ફાઈટર પ્લેન વચ્ચેની જંગ જકડી રાખશે.સાઉન્ડ અને વિઝ્યુઅલ મોટા પડદાને ધ્યાનમાં રાખીને મૂકવામાં આવ્યા છે. પરંતુ ફિલ્મના VFX સાવ સામાન્ય છે જ્યારે સાઉન્ડ રણભૂમિ સુધી લઈ જવામાં સફળ રહે છે. અજય દેવગણના સ્લો મોશન શોર્ટ્સ છે અને તેમાં તે પોતાના કેરેક્ટરમાં ડૂબેલો જોવા મળે છે. સંજય દત્ત, સોનાક્ષી સિન્હા, શરદ કેલકર, નોરા ફતેહી, એમી વિર્કે પોતાના ફાળે આવેલું કામ સારી રીતે કર્યું છે. નવની પરિહારે ઈન્દિરા ગાંધીના રોલમાં સારો કેમિયો કર્યો છે.
1
ફિલ્મની વાર્તા ઘણી સારી છે અને એવુ લાગે છે જાણે પ્રિયદર્શનની કોઈ ફિલ્મનો પ્લોટ હોય. શરુ થતાની સાથે જ ફિલ્મ ટ્રેક પર આવી જાય છે, પરંતુ ફિલ્મ આગળ વધે છે તેમ નબળી પડતી જાય છે. તમને ખબર પડવા લાગે છે કે આગળ શું થવાનું છે. ડિરેક્ટર દેવાંશુ સિંહે સમાજની અનેક સમસ્યાઓ જેમ કે જાતિવાદ, ઓનર કિલિંગ અને દહેજને એક જ વાર્તામાં સોશિયલ કોમેડીના સ્વરુપમાં બતાવવાનો પ્રયત્ન કર્યો છે. તેમનો પ્રયત્ન સારો છે અને ફિલ્મનો પ્લોટ પણ સારો છે. આવા મુદ્દાઓ પર દર્શકો એક મજબૂત સ્ક્રીનપ્લે વાળી ફિલ્મ જોવાનું પસંદ કરે છે, પરંતુ ડિરેક્ટર તેમાં સફળ નથી રહ્યા. ફિલ્મની શરુઆત તો સારી છે પરંતુ અંત અત્યંત નબળો છે. ફિલ્મના ડાયલોગ્સમાં પણ કોઈ પંચલાઈન નથી. ડાયલોગ્સ પણ ઘણાં નબળા છે, જે ફિલ્મ પત્યા પછી તમને ભાગ્યે જ યાદ રહે. ખરા અર્થમાં એક નબળા સ્ક્રીનપ્લેને કારણે એક ઘણી સારી ફિલ્મ બનતા બનતા રહી ગઈ.વિક્રાંત મેસીને એક સારા અભિનેતા તરીકે ઓળખવામાં આવે છે અને આ ફિલ્મમાં પણ તણે પોતાના પાત્રને પૂરો ન્યાય આપ્યો છે. તે બિહારી યુવકના રોલમાં ઘણો સહજ જણાય છે. કૃતિની સ્ક્રીન પ્રેઝન્સ ઘણી સારી છે અને તે ફિલ્મમાં અત્યંત સુંદર પણ લાગે છે. એક્ટિંગ બાબતે વિક્રાંતની સરખામણીમાં થોડી પાછળ પડે છે. ફિલ્મમાં ગૌહર ખાનનો રોલ નાનો છે પરંતુ તેણે સારું કામ કર્યું છે.
1
આ ફિલ્મનો પહેલો ભાગ ખુરશી પર જકડી રાખે તેવો છે પરંતુ બીજો ભાગ થોડો કંટાળાજનક છે. જો કે, એક્ટર્સના પર્ફોર્મન્સ વખાણવાલાયક છે.
1
ગુજરાતી ફિલ્મો માટે નેશનલ એવોર્ડ જીતી ચૂકેલા દિગ્દર્શક મિખિલ મુસાલેની આ પહેલી હિંદી ફિલ્મ છે. મનોરંજન સાથે મેસેજ આપનારી આ ફિલ્મ તેમણે સારા ઈરાદાથી બનાવી છે પરંતુ તકલીફ એ છે કે તે આમાં કંઈ નવું નથી પીરસી શક્યા. નિષ્ફળ બિઝનેસમેનના સફળ બનવાના જુગાડ પર બૉલિવુડમાં અનેક ફિલ્મો બની ચૂકી છે.તેમાં નિર્દેશકે સેક્સ પ્રોબ્લેમ જેવા ટેબૂ ગણાતા મુદ્દાને પણ જોડી લીધો છે. આવા જ પ્રકારનો ડ્રામા અને ક્લાઈમેક્સ થોડા સમય પહેલા ખાનદાની શફાખાનામાં જોવા મળ્યો હતો.સ્ટોરી એક ઈન્ટરેસ્ટિંગ નોટ પર શરૂ થાય છે. ગુજરાતનો સ્ટ્રગલિંગ બિઝનેસમેન રઘુવીર મહેતા અત્યાર સુધી 13 જુદા-જુદા બિઝનેસ આઈડિયા લાગુ પાડવાના ચક્કરમાં ફેલ થઈ ચૂક્યો છે. તેની તેજતર્રાર, સુંદર અને ભણેલી-ગણેલી પત્ની રુક્મિણી (મૌની રૉય) સારા-નરસા દિવસોમાં તેનો સાથ આપે છે.પરંતુ તેમના માથે નાના છોકરાની જવાબદારી પણ છે. રઘુવીરનો કઝિન વનરાજ (સુમીત વ્યાસ) અને તેના મોટા કાકા (મનોજ જોશી) તેને આર્થિક મદદ તો કરે છે પરંતુ તેની નિષ્ફળતા ગણાવી તેને ઉતારી પાડવાનો એક મોકો નથી છોડતા. ત્યારે જ રઘુવીરને વનરાજ સાથે ચીન જવાનો મોકો મળે છે. ત્યાં તેની મુલાકાત તેની જ કોમના જાણીતા વેપારી તન્મય શાહ (પરેશ રાવલ) સાથે થાય છે.તે તેને બિઝનેસનો એવો ગુરુ મંત્ર આપે છે જેને અમલમાં મૂકીને રઘુવીર પોતાની જાતને સાબિત કરી શકે.તે સેક્સ લાઈફની સંતુષ્ટિ માટે એક પ્રોડક્ટ ટાઈગર સૂપ પર કામ શરૂ કરે છે. તેને સફળ બનાવવા માટે તે લો-પ્રોફાઈલ સેક્સોલોજિસ્ટ વર્દી સાથે હાથ મિલાવે છે. શું રઘુવીર આ વખતે સેક્સ પ્રોડક્ટના બિઝનેસમાં સફળ થઈ શકશે? કે પછી હંમેશાની જેમ તેને નિષ્ફળતા મળશે? આ માટે તમારે ફિલ્મ જોવી પડશે.ફિલ્મનો ફર્સ્ટ હાફ નબળો છે. તેની સ્પીડ ઘણી ધીરે આગળ વધે છે. ઘણા કેરેક્ટર ફિલ્મમાં કેમ છે તે જ નથી સમજાતુ. ફિલ્મ ટુકડે ટુકડે સારી છે. સેકન્ડ હાફમાં ફિલ્મ સ્પીડ પકડે છે. આખી ફિલ્મમાં ગુજરાતી ફ્લેવર જાળવી રાખવા બદલ નિર્દેશકને અભિનંદન આપવા પડે.ક્લાઈમેક્સ રસપ્રદ છે જો કે તેમાં ભાષણ વધઆરે થઈ ગયું હોય એવું લાગે છે. તે સોનાક્ષી સિંહાની ખાનદાની શફાખાનાની યાદ અપાવી જાય છે.પરફોર્મન્સની વાત કરીએ તો રાજકુમાર રાવના અભિનય પર કોઈ આંગળી ન ઉઠાવી શકે. તેણે હંમેશાની જેમ પોતાનું કામ ખૂબ સારી રીતે કર્યું છે. ગુજરાતી લહેકામાં તેનો સંવાદ મજેદાર છે.મૌની રૉયના કેરેક્ટરને ડિરેક્ટર ખાસ ન્યાય નથી આપી શક્યા. તે સુંદર જરૂર લાગે છે. બોમન ઈરાની ફિલ્મની જાન છે. ડોક્ટર વર્દીના પાત્રમાં તેમણે પ્રાણ ફૂંકી દીધા છે અને પોતાના હાવ-ભાવથી આ કેરેક્ટરને રસપ્રદ બનાવ્યું છે. પરેશ રાવલ ઘણા લાંબા સમય પછી ફિલ્મમાં દેખાયા છે. અમાયરા દસ્તૂરનું પાત્ર સાવ વેસ્ટ થઈ ગયું છે. સુમીત વ્યાસ અને ગજરાજ સિંહના પાત્ર પર વધુ મહેનત કરાવી જોઈતી હતી.સચિન-જીગરના સંગીતમાં નેહા કક્કડ, દર્શન રાવલ અને સચિન જીગરે ગાયેલું ગીત ઓઢણી દર્શકોને ઘણું પસંદ આવી રહ્યું છે. આ ગીત અત્યારે રેડિયો મિર્ચી ટોપ 20 લિસ્ટમાં પાંચમાં નંબરે છે જ્યારે આ જ ફિલ્મનું ગીત સનેડો 11મા ક્રમે છે. રાજકુમારના ફેન્સ અને હળવીફુલ કોમેડી પસંદ કરનારા દર્શકોએ આ ફિલ્મ જોવી જોઈએ. અમારા તરફથી ફિલ્મને 2.5 સ્ટાર્સ.
1
નરસિંહા રેડ્ડી (ચિરંજીવી) ઉય્યાલાવાડાનો લશ્કરી શાસક છે.તેના ગુરુ ગોસાઈ વેંકન્ના (અમિતાભ બચ્ચન)ની સલાહ પર તે એક ઝનૂની યોદ્ધા અને નેતા બને છે. તે પોતાની પ્રજાના ભલા માટે કશું પણ કરી શકે છે. તે સુંદર નર્તકી લક્ષ્મી (તમન્ના)ના પ્રેમમાં પડે છે પણ સંજોગોવશાત્ તેણે સિદ્ધિમા (નયનતારા) સાથે લગ્ન કરવા પડે છે. ઈસ્ટ ઈન્ડિયા કંપનીની ક્રૂરતાથી પરેશાન નરસિંહા બીજા રાજા અવુકુ રાજુ (સુદીપ) અને રાજા પાંડી (વિજય સેતુપતિ) સાથે મળીને એક બળવો શરૂ કરે છે.તે ન માત્ર બ્રિટિશર્સ સામે પરંતુ પોતાના લોકો સામે પણ લડે છે જે તેના મિશનને નિષ્ફળ બનાવવા માંગે છે. નરસિંહા રેડ્ડીનો સંઘર્ષ 1857ના વિપ્લવનું કારણ બને છે. આ ફિલ્મ પણ ઈતિહાસ પર આધારિત એક ભવ્ય ફિલ્મ છે. જો કે ફિલ્મને વધુ ડ્રામેટિક બનાવવા માટે સર્જકોએ થોડી છૂટછાટ લીધી છે.ચિરંજીવી બળવાના આગેવાન તરીકે સારા ફોર્મમાં છે. તે સાબિત કરે છે કે તેનામાં અશક્યને પણ શક્ય બનાવવાની ક્ષમતા છે. સુદીપની સ્ક્રીન પ્રેઝન્સ પણ વખાણવાલાયક છે, તે ઓડિયન્સ પર ઊંડી છાપ છોડી જાય છે. ચિરંજીવી સાથે તેની કેમિસ્ટ્રી ઘણી સારી છે. નયનતારા અને તમન્ના એ બંને અભિનેત્રીઓએ પોતાનો રોલ સારી રીતે ભજવ્યો છે. જો કે તેમના રોલને ખાસ સ્કોપ નથી મળ્યો. અમિતાભ બચ્ચનની નાની પરંતુ પાવરફૂલ ભૂમિકા છે. આ ફિલ્મ તેલુગુ, તમિલ, મલયાલમ, કન્નડ અને હિંદી એમ પાંચ ભાષામાં રીલીઝ થઈ રહી છે. જો કે ફિલ્મનું લેખન હતાશાજનક છે. ડિરેક્ટર સુરેન્દર રેડ્ડીનું ડિરેક્શન અને સ્ક્રીન પ્લે અમુક જગ્યાએ લથડિયા ખાય છે. 2 કલાક 50 મિનિટની આ ફિલ્મ ઘણી લાંબી છે. એડિટિંગ થોડુ ધારદાર હોત તો મજા આવત.આવા વિષય પર લખાતી ફિલ્મોના ડાયલોગ મજબૂત હોવા જરૂરી છે પરંતુ સાઈ રા…ના ડાયલોગ સરખામણીએ નબળા છે. બીજા હાફમાં સ્ટોરી ગતિ પકડે છે અને પછી એક્શન જોવાની મજા આવે છે. મોટા ભાગના સ્ટંટ સાચા લાગે તેવા છે. મ્યુઝિક ઠીકઠાક છે પરંતુ ગીતોના બોલ કાનને ખટકે તેવા છે. આ ફિલ્મ દેશદાઝની ભાવના જગાવે એવી છે. પરંતુ તમે બળવાની વાત કરો ત્યારે તેમાં દેશદાઝની ભાવના હોય તે સ્વાભાવિક છે. ફિલ્મમાં અમુક ખામી છે પરંતુ ફિલ્મના સર્જકોએ જે રીતે ઈતિહાસના ભૂલાઈ ગયેલા પ્રકરણને આપણી સામે ભવ્ય રીતે રજૂ કર્યું છે, તે જોતા આ ફિલ્મને વખાણવી જ પડે. અમારા તરફથી ફિલ્મને 3 સ્ટાર.
1
ડિરેક્ટર સમીપ કંગની આ ફિલ્મ તેની બ્લોકબસ્ટર પંજાબી ફિલ્મ “કેરી ઓન જટ્ટા”ની રિમેક છે. ફિલ્મમાં કોમેડી ઓફ એરર્સની ભરમાર છે. હસવા માટેનું કન્ફ્યુઝન પણ થાય છે, પણ નબળા સ્ક્રીન પ્લેના કારણે સ્ટોરી પર પકડ નથી બનતી. ફિલ્મમાં ડાયલૉગ્સ એવા છે જે સ્ત્રીઓની ગરીમાને ઠેસ પહોંચાડનારા લાગે છે. કોમેડિના કેટલાક પંચ જરુર છે, જે હસાવે છે અને ક્લાઈમેક્સ મનોરંજક છે. સીનિયર એક્ટર ઋષિ કપૂર આ દિવસોમાં ન્યૂયોર્કમાં કેન્સરની સારવાર કરાવી રહ્યા છે, તેઓ એક્ટિંગના મામલે ફિલ્મનો આધાર સ્તંભ સાબિત થયા છે.રાજેશ શર્માએ તેમની સાથે એક્શન-રિએક્શનની સારી જુગલબંદી રજૂ કરી હતી. ફિલ્મના નાયક ઓમકાર કપૂર અને સની સિંહે ઠીક-ઠીક કામ કર્યું છે. ઈન્ટરવલ પછી એન્ટ્રી મારનારા ટોમી પાંડેની ભૂમિકામાં જિમી શેરગિલ ખૂબ હસાવે છે, પણ રુચા વૈધને વધારે સ્ક્રીન સ્પેસ નથી મળી. અન્ય પાત્રોમાં લિલેટ દુબે, મનોજ જોશી, રાકેશ બેદીએ સારું કામ કર્યું છે. ઘણાં સંગીતકારો છતાં માત્ર “સેટરડે નાઈટ” ગીત એવરેજ બની શક્યું છે. કેમ જોશોઃ કોમેડીના શોખીન આ ફિલ્મ જરુર જુએ..
1
વિવેક અગ્નિહોત્રીએ આ ફિલ્મને વિશ્વસનીય બનાવવા માટે અનેક ઐતિહાસિક પુસ્તકો, ખબરો, સંદર્ભો અને તથ્યોનો યોગ્ય રીતે ઉપયોગ કર્યો છે. પરંતુ સાથે એક મોટું ડિસ્ક્લેમર આપ્યું છે કે તેમણે સિનેમેટિક લિબર્ટી લીધી છે. પરંતુ અફસોસ એ વાતનો કે તે આ મુદ્દાને યોગ્ય રીતે એક્ઝિક્યુટ નથી કરી શક્યા. આ ફિલ્મ ફર્સ્ટ હાફમાં લાંબી ખેંચાતી હોય તેવી લાગે છે. સેકન્ડ હાફમાં ડ્રામા એટલો વધારે છે કે ડિરેક્ટર લાલ બહાદુર શાસ્ત્રીની અકુદરતી મોતને સાબિત કરવા માટે બેબાકળા થઈ જાય છે.ફિલ્મના ક્લાઈમેક્સમાં ડિરેક્ટર પોતાનો પોઈન્ટ સાબિત કરે છે. પરંતુ તેમણે જે તથ્ય દર્શાવ્યા છે તેની વિશ્વસનીયતાની પરખ કરવા માટે તમારી પાસે કોઈ માધ્યમ નથી. દર્શક તરીકે તમારુ કન્ફ્યુઝન વધઈ જાય છે. ઉદય સિંહ મોહિતેની સિનેમેટોગ્રાફી વખાણવા લાયક છે. ફિલ્મનું બેકગ્રાઉન્ડ સંગીત, ગીત સબ ચલતા હૈ ફિલ્મમાં ખલેલ પહોંચાડે છે. ફિલ્મની મજબૂતી તેની સારી કાસ્ટ છે.આ ફિલ્મમાં બધા જ કલાકારોએ ઉમદા અભિનય કર્યો છે. નસીરુદ્દીન શાહનો રોલ ઘણો નાનો છે. મિથુન ચક્રવર્તીએ શ્યામ સુંદર ત્રિપાઠીની ભૂમિકામાં ખૂબ મનોરંજન કર્યું છે. પલ્લવી જોશી લાંબા અરસા બાદ પરદે જોવા મળી છે. પંકજ ત્રિપાઠી, મંદિરા બેદી, રાજેશ શર્માએ પોતાના પાત્રોને સારો ન્યાય આપ્યો છે. રાગિણીના રૂપમાં શ્વેતાએ પાવરપેક્ડ પરફોર્મન્સ આપ્યું છે. તેણે આ કોમ્પ્લિકેટેડ ભૂમિકા સારી રીતે નિભાવી છે. જો તમને ઈતિહાસને સંલગ્ન ફિલ્મો ગમતી હોય તો આ ફિલ્મ જરૂર ગમશે. અમારા તરફથી ફિલ્મને 2.5 સ્ટાર્સ.
1
કેદારનાથ એક સામાન્ય લવસ્ટોરી છે જેની પૂર અને તબાહી કારણે શ્વાસ મળે છે. ફિલ્મમાં 2013માં ઉત્તરાખંડમાં વેરાયેલા વિનાશને દેખાડવામાં આવ્યો છે. સ્ક્રીનપ્લેમાં કેટલીક ખામીઓ અને સારી વાતો છે. આખા ડ્રામાની વચ્ચે ફિલ્મની મજબૂત કરી છે ડેબ્યૂટન્ટ સારા અલી ખાન. પડદા પર તેનું પ્રથમ પરફોર્મન્સ ખૂબ જ શાનદાર અને જાનદાર છે અને તે દર્શકોને જકડી રાખે છે.ફિલ્મ ‘કેદારનાથ’ના પહાડોમાં ફિલ્માવાઈ છે. તુષાર કાન્તિની ડ્રોન અસિસ્ટેડ સિનેમેટોગ્રાફી કમાલની છે. હિમાલયની સુંદર તસવીરોને ખૂબ સુંદરતાથી ફિલ્માવાઈ છે. વાર્તામાં સ્થાનીક લોકો વચ્ચે અનોખો સંબંધ છે. હિન્દુ શ્રદ્ધાળુઓને ખૂબ સન્માન આપવામાં આવે છે તેમની યાત્રા પૂરી કરાવવા માટે મુસ્લિમ પીઠ્ઠુ હાજર છે. અભિષેક કપૂર અને કનિકા ઢિલ્લનનું લેખન કેદારનાથમાં સેક્યુલર વાતાવરણને દર્શાવે છે. ફિલ્મમાં હોટલ, મૉલ્સ અને પર્યટનના વ્યવસાયિકરણની પણ ટિપ્પણી કરવામાં આવી છે. આના કારણે પર્યાવરણને નુકસાન પહોંચ્યું છે અને તે મોટી તબાહીના કારણ બન્યા. આ શક્તિશાળી મુદ્દાને ફિલ્મમેકરે થોડો સ્પર્શ્યો અને આગળ વધી ગયા.ફિલ્મનો ફોકસ મુક્કુ અને મંસૂરની લવ-સ્ટોરી પર જ રહે છે. જોકે, બંનેના રોમાન્સને સ્થાપિત કરવામાં ફિલ્મ થોડી ધીમી લાગવા માંડે છે. સારા અલી ખાનનું પરફોર્મન્સ દમદાર છે. ક્યાંક-ક્યાંક તે ‘બેતાબ’ અને ‘ચમેલી કી શાદી’ જેવી ફિલ્મોની અમૃતા સિંહ (સારાની મા)ની યાદ અપાવે છે. કેમેરા પર તેનો કૉન્ફિડન્સ તેની પ્રતિભાની એક ઝલક છે. તે જે પણ સીનમાં દેખાય છે તેને તેણે પૂરી રીતે પોતાનો બનાવી લીધો છે. સુશાંત સિંહ પણ સારાની મહેનતને પૂરી કરતો દેખાયો છે પણ તેનું આનાથી સારું પરફોર્મન્સ દર્શકો અગાઉ જોઈ ચૂક્યા છે.લવ સ્ટોરીના હિસાબથી ફિલ્મમાં એકપણ રોમેન્ટિક ગીત નથી જે દર્શકોનું ધ્યાન ખેંચી શકે. ‘નમો-નમો’ ઉપરાંત અમિત ત્રિવેદી કેદારનાથના મૂડ પ્રમાણે મ્યૂઝિક આપવામાં સફળ રહ્યો નથી. આ પ્રકારના વિનાશ વચ્ચે લવ સ્ટોરીને સ્થાપિત કરવાની અભિષેક કપૂરની કોશિશ મહત્વાકાંક્ષી હતી. CGI ઈફેક્ટ્સ લાઈવ એક્શને મળીને ઘણા પ્રભાવશાળી સીન્સ બનાવ્યા છે.
1
આ ફિલ્મ એક દુર્ભાગ્યપૂર્ણ સત્ય ઘટના પર આધારિત છે જેમાં એક નિર્દોષ છોકરી વિચિત્ર સંજોગોમાં ઘેરાઈ જાય છે. આ ફિલ્મમાં નાની છોકરીએ કેમેરા સામે જે નેચરલ એક્ટિંગ કરી છે તે જોઈને તમે દંગ થઈ જશો. મોટા ભાગની ફિલ્મ છોકરી ફસાઈ ગઈ તેના પર આધારિત છે પરંતુ આ પરિસ્થિતિ કેવી રીતે ઊભી થઈ તેના અંગે પણ ફિલ્મ પ્રકાશ પાડે છે. આ ફિલ્મ તમને છેક સુધી જકડી રાખે તેવી છે.આ ફિલ્મનો મુખ્ય પ્રયત્ન ટેન્શન અને અનિશ્ચિતતાના માહોલ વચ્ચે પિહુની સ્ટોરી કહેવાનો છે. પરંતુ ફિલ્મનું કેમેરા વર્ક ફિલ્મના સેટિંગને સૂટ થાય તેવું નથી. કેમેરા એંગલ્સને કારણે ફિલ્મ જોવાનો થોડો કંટાળો આવે છે. આ ઉપરાંત થોડા સમય બાદ આખા એપાર્ટમેન્ટમાં એકલી ફરતી છોકરીની વાત થોડા સમય પછી રિપિટેટિવ લાગે છે. જે ફિલ્મમાં ઓછા કેરેક્ટર્સ હોય તે ફિલ્મ ખૂબ જ સારી રીતે એડિટ થયેલી હોવી જરૂરી છે નહિં તો દર્શકોને તે જોવામાં મજા નથી આવતી. પિહુ આ દૃષ્ટિએ થોડું ખેંચાઈ હોય તેવુ લાગે છે. ફિલ્મ 20 મિનિટ ટૂંકી હોત તો વધુ મજા પડત.પિહુ ફિલ્મ આપણા સમાજની વાસ્તવિકતાનો અરીસો છે. એક તો ઘરેલુ હિંસાની બાળકો પર થતી અસર અને મોટા શહેરોમાં પોતાના નજીકના સગા સંબંધીઓ સિવાય બીજા કોઈની પરવા ન કરવાનો એટિટ્યુડ, આ બંને સમાજનો ભોગ લઈ રહ્યા છીએ. આ બંને થીમને ફિલ્મ સારો ન્યાય કરે છે.આમ આવી અલગ ટોપિક પર બનેલલી ફિલ્મ કલ્ટ ફિલ્મ બની શકે છે. ફિલ્મમાં તમને આંગળીના નખ ચાવવા મજબૂર કરી દે તેવી કેટલીક ક્ષણો છે. પરંતુ વિનોદ કપરીના અનિયમિત રાઈટિંગ અને ડિરેક્શનને કારણે ફિલ્મ જોઈએ એટલી સારી નથી બની. જો ફિલ્મ થોડી વધારે ધગશથી બનાવી હોત તો આ ફિલ્મ ગજબ કરી શકી હોત. અમારા તરફથી ફિલ્મને 3 સ્ટાર.
1
આ ફિલ્મ આશાઓ, ઈચ્છાઓ અને સંઘર્ષોની સામે નીડરતાની વાર્તા છે કે જે ધીરી હોવા છતાં તમારી કલ્પનાઓને બાંધી રાખે છે. આ ફિલ્મ એક રીતે રીમાએ તેના ઘર અને ગામડાનાં સુંદર લોકોને આપેલી ભેટ છે. જે લોકોને ધીમી ગતિએ ચાલતી ફિલ્મો પસંદ નથી, તે લોકોની ધીરજની પરીક્ષા આ ફિલ્મ હોઈ શકે છે પણ ફિલ્મની ડિરેક્ટર અને લેખિકા રીમાએ તેના અંદાજમાં ફિલ્મના તમામ પાત્રો અને તેમના જીવનનું વિવરણ કરવામાં સમય લીધો છે. અસમના દ્રશ્યો અને ત્યાંની ધૂનની અદ્ભૂત સિનેમેટોગ્રાફી અને ઓડિયોગ્રાફી દ્વારા રીમા તમને ફિલ્મના પાત્ર ધૂનુના સપનાઓની દુનિયામાં લઈ જાય છે.શાનદાર વિઝ્યુલ્સ અને ઈમોશન્સ સિવાય રીમાનું લેખન પણ સરસ છે કે જેમાં લૈંગિક સમાનતાને સારી રીતે આ કહાનીમાં પરોવી કરી દીધી છે. ધૂનુની માતા તેની પુત્રીનો ઉછેર પુત્રની માફક કરે છે. તે ધૂનુનો સાથ આપે છે અને છોકરીને છોકરીની જેમ ઉછેરવાનું કહેતા સમાજ સામે લડત પણ આપે છે. ફિલ્મની મહિલાઓ તે સામાજિક, શારીરિક અને માનસિક સમસ્યાઓ સામે સંઘર્ષ કરે છે કે જેમ બે ટંકની રોટી કમાવવા માટે એક પુરુષ સંઘર્ષ કરે છે.
1
ડિરેક્ટર સુનૈના ભટનાગર ઈમ્તિયાઝ અલીને આસિસ્ટ કરી ચુકી છે. અને અમુક સીન્સમાં તમને ઈમ્તિયાઝની ઈમ્પેક્ટ જોવા મળશે. સ્ટોરીનો બેઝિક પ્લોટ રસપ્રદ છે, પણ પેસ થોડી સ્લૉ છે. ફિલ્મને 20 મિનિટ નાની બનાવી શકાતી હતી. સ્ટોરીમાં માયાના કેરેક્ટર અને પરિવેશ પર મહેનત કરવામાં આવી છે, પણ ઈન્ટરવલ પછી ખોવાઈ જવાના એંગલને જસ્ટિફાય કરવામાં નથી આવ્યો. તો પણ ફિલ્મ પોઝિટિવ સાઈડ બતાવવામાં સફળ રહી છે. સાયક ભટ્ટાચાર્યની સિનેમેટોગ્રાફી દમદાર છે,ડિયર માયા ફિલ્મથી મનીષાએ દમદાર એન્ટ્રી કરી છે. તેના ડાર્ક સર્કલ, લોકો પ્રત્યેનો અવિશ્વાસ અને કડક વલણથી લઈને જીવનમાં આશાની કિરણ સુધીના સીન્સ મનીષાએ અદ્દભુત રીતે ભજવ્યા છે. મનીષાએ રિયલિસ્ટિક અપ્રોચ સાથે પર્ફોમન્સ આપ્યું છે. ડેબ્યુ કરનારી એક્ટ્રેસ શ્રેયા સિંહ ચૌધરી અને મદીહા ઈમામે પણ સારી એક્ટિંગ કરી છે. ઈમામ વધારે ધ્યાન ખેંચે છે.ફિલ્મનું મ્યુઝિક જો વધારે સ્ટ્રોંગ હોતું તો ફિલ્મને વધારે સારો સપોર્ટ મળતો. સોન્ગ્સની કોઈ રિકોલ વેલ્યુ નથી.આ ફિલ્મને અમારા તરફથી 5માંથી 3 સ્ટાર્સ
1
ફિલ્મના એક ડાયલોગમાં અભિમન્યુનો એજન્ટ તેને જણાવે છે, “ગુલઝાર જેવું લખવાની કોશિશ ન કરીશ.” ફિલ્મના લેખકોએ તેમની જ આ સલાહને માનવા જેવી હતી. સાદી સીધી સિચુએશનને સમજાવવા માટે આટલી અઘરી ભાષા વાપરવાની ક્યાં જરૂર છે?ફિલ્મ અનેક જગ્યાએ ગોથા ખાઈ જાય છે. પરંતુ એક વાત છે કે રોમેન્ટિક કોમેડી તમારી અંદર ક્યાંક મીઠાશ ભરી દે છે. પરિણીતી ચોપરા અને આયુષ્માન ખુરાના વચ્ચેની કેમિસ્ટ્રી અફલાતુન છે. તેમનો બોલિવુડ મૂવીઝ માટેનો પ્રેમ પરદા પર દેખાય છે. ક્યારેક તેઓ બચકાની હરકત કરે છે તો ક્યારેક તેમના પર દિલ આવી જાય છે.બંગાળમાં આકાર લેતી આ ફિલ્મમાં હાસ્ય છે, કેટલીક સ્વીટ મોમેન્ટ્સ છે અને કેચી સોંગ્સ છે. પરંતુ છેલ્લે દર્શકોને કંઈ ખાસ નવું જોયું હોય તેવું નથી લાગતું.પરફોર્મન્સની વાત કરીએ તો પરિણીતી ચોપરા આ ફિલ્મમાં બરાબર ખીલી છે. તેના ફાળે એક મજબૂત પાત્ર આવ્યું છે અને તેણે વાસ્તવિક લાગે તે રીતે આ પાત્રને પરદા પર જીવંત કર્યું છે. આયુષ્માનનું કેરેક્ટર તો જાણે બિંદુએ કરેલી ભૂલો ભોગવવા જ ઊભું કર્યું હોય તેવું લાગે છે. પરંતુ આયુષ્માન આ કેરેક્ટરમાં પણ ચાર્મિંગ લાગે છે.રોમેન્ટિક ફિલ્મ જોવી ગમતી હશે તો મેરી પ્યારી બિંદુ તમે એન્જોય કરી શકશો. બાકી જો કંઈ નવું જોવાનું પસંદ કરતા હોવ તો આ મૂવી તમને કંઈ ખાસ ઑફર નહિં કરી શકે.અમારા તરફથી આ ફિલ્મને 5માંથી 3 સ્ટાર.
1
આ ફિલ્મ કોઈનો પણ પક્ષ લીધા વિના ગામડામાં ચાલતી સામાજિક સમસ્યાઓ પર સુંદર રીતે પ્રકાશ પાડે છે. દુઃખની વાત એ છે કે વિવાદ ટાળવા ફિલ્મમાં અવારનવાર ‘ડાઈલ્યુટેડ કોન્ટ્રોવર્શિયલ’ સીન્સના ડિસક્લેમર દર્શાવવા પડે છે જેમાં ફિલ્મની ડાર્ક હ્યુમર ક્યાંક ખોવાઈ જાય છે. ફિલ્મનું નેરેશન એ રીતે થયું છે કે પ્રેક્ષકોને કેટલાંક સવાલના જવાબ જ નથી મળતા અને તેઓ ફિલ્મના કેરેક્ટર્સ સાથે લાગણીથી જોડાઈ નથી શકતા. ઘણીવાર ફિલ્મ થોડા પ્રશ્નોના જવાબ શોધવાનું પ્રેક્ષકો પર છોડી દે તે સારું છે પરંતુ આ ફિલ્મના દિગ્દર્શક શ્લોક શર્મા દર્શકો પાસેથી કંઈક વધારે પડતી જ અપેક્ષા રાખે છે. ક્યારેક તો ફિલ્મની કડી જોડતા જોડતા થાકી જવાય છે. કારણ ગમે તે હોય તે પંરતુ તેને કારણે પ્રેક્ષકો ફિલ્મથી વિમુખ થઈ જાય છે.ફિલ્મની તાકાત ફિલ્મના કલાકારો છે. આ માટે કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાને ક્રેડિટ આપવી જ રહે. ખાસ કરીને બંને નાના છોકરાઓએ જોરદાર પરફોર્મન્સ આપ્યું છે. 31 વર્ષની શ્વેતા ત્રિપાઠીએ 14 વર્ષની છોકરીનું કિરદાર નિભાવીને દર્શકોને અચંબામાં મૂકી દીધા છે. નવાઝુદ્દીન સિદ્દીકીએ ફરીથી પુરવાર કરી દીધું છે કે તે આજની તારીખે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી ઉમદા કલાકારોમાંનો એક છે. તે કોઈ પણ જાતના પ્રયત્ન વિના ગુસ્સો, હતાશા, ખુશી જેવી વિવિધ લાગણીઓને સુંદર રીતે પર્દા પર જીવંત કરે છે.હરામખોરમાં દર્શકોને આકર્ષવાની ક્ષમતા છે પરંતુ તેની સ્ટોરીલાઈન થોડી અટપટી હોવાથી દર્શકોને ફિલ્મ સમજવામાં મુશ્કેલી પડી શકે છે.
1
આ ફિલ્મના ટાઈટલને પ્રોડક્શન કંપનીએ એક ખાસ ક્લાસ અને લીકથી અલગ બની ફિલ્મોને પસંદ કરનાર ક્લાસને ટાર્ગેટ કરીને રાખ્યું છે. ફિલ્સનો પ્રેસ શો પૂરો થયા પછી આ ફિલ્સના પીઆરઓ સાથે જ્યારે કેટલાક ક્રિટિક્સે ફિલ્મના ટાઈટલનું કારણ પૂછ્યું તો પીઆરઓને પોતાને જ તે અંગે કંઈ ખબર ન હતી.આઠ વર્ષના ગાળામાં જ એક શહેરમાં તદ્દન એક જ સ્ટાઈલમાં બનેલી કિડનેપિંગની બે અલગ-અલગ ઘટનાઓને એક અલગ અને રોમાંચક રીતે રજૂ કરાઈ છે. જોકે, જો બે કિડનેપિંગની ઘટનાઓની વાત કરીએ તો ફિલ્મનું ટાઈટલ ‘દો’ હોવું જોઈએ, ‘તીન’ નહીં. એક સીનિયર ક્રિટિક્સનું માનીઓ તો કેમકે ફિલ્મની આખી વાર્તા ત્રણ લીડ પાત્રો અમિતાભ બચ્ચન, નવાજુદ્દીન સિદ્દીકી અને વિદ્યા બાલનની આસપાસ ફરે છે, એટલે પ્રોડ્યૂસરે ફિલ્મનું ટાઈટલ થોડા અલગ અંદાજમાં ‘તીન’ રાખ્યું, પરંતુ ફિલ્મમાં ત્રણ નહીં પરંતુ ચાર મહત્વના પાત્રો છે, વાર્તામાં બિગ બી એટલે કે જોન ઉપરાંત દાદાજી પણ છે અને આ પાત્ર આ ફિલ્મનું મહત્વપૂર્ણ પાત્ર છે.આ પહેલા વિદ્યા બાલન સાથે કહાની જેવી રોમાંચક, થ્રિલર સુપર હિટ ફિલ્મ બનાવી ચૂકેલા ડાયરેક્ટર સુજોય ઘોષે આ ફિલ્મનું ડાયરેક્શન જાતે સંભાળવાને બદલે રિભુ દાસ ગુપ્તાને સોંપ્યું, ચોક્કસ રિભુએ સ્ક્રિપ્ટની સાથે ઘણી હદ સુધી ન્યાય કર્યો છે, પરંતુ ઈન્ટરવલ પહેલા ફિલ્મના સીન્સ વિના કારણે ખેંચવામાં આવ્યા તો ક્લાઈમેક્સમાં એવો દમ નથી દેખાતો જે સુજોયની કહાનીમાં જોવા મળ્યો હતો. કોલકાતાના બેકગ્રાઉન્ડ પર બનેલી આ ફિલ્મનું શૂટિંગ રિભુએ કોલકાતાની ઓળખ બની ચૂકેલા ટોમ ટ્રેન, હાવડા બ્રિજ વગેરે ઘણા લોકેશન્સ પર કર્યું, તો કેટલાક સીન્સ જોઈ એવું લાગે છે કે, રિભુએ સ્ટાર્ટ ટૂ ફિનિશ બિગ બીના પાત્રને જ કંઈક વધારે મહત્વ આપ્યું.એક્ટિંગ: આખી ફિલ્મ ચાર મહત્વના પાત્રોની આસપાસ ફરતી રહે છે., પોતાની પૌત્રીને અપહરણકારોને સજા અપાવવા માટે ભટકતા દાદાજીના પાત્રને બિગ બીએ જે રીતે નિભાવ્યું છે, એ રીતે બીજું કોઈ નિભાવી શક્યું ન હોત. ઈન્સ્પેક્ટર માર્ટિનના રોલમાં નવાજુદ્દીન સિદ્દીકી ખૂબ જામ્યો, તો વિદ્યા બાલન પણ તેના પાત્રમાં સો ટકા ફિટ છે. નાનાજીના પાત્રમાં સબ્યસાંચી મુખર્જીને ચોક્કસ ઓછા ફૂટેજ મળ્યા, પરંતુ 3 દિગ્ગજ કલાકારોની હાજરીમાં પોતાની એક્ટિંગને તેમણે સાબિત કરી બતાવી છે. નિર્દેશન: રિભુ દાસ ગુપ્તાએ સ્ક્રિપ્ટની સાથે ઘણી હદ સુધી ન્યાય કર્યો છે, રિભુ કોલકાતાના માહોલને ફિલ્મમાં ઉતારવામાં સંપૂર્ણ રીતે સફળ રહ્યા છે, તો બીજી તરફ તેમણે દરેક કલાકાર પાસેથી સારું કામ લીધું છે. પણ, ખબર નહીં કેમ તેમણે પૂર ઝડપે દોડતી વાર્તામાં તેમણે ગીતો કેમ ઘૂસાડ્યા છે. ચોક્કસ, બેકગ્રાઉન્ડમાં ફિલ્માવેલા ગીતો ફિલ્મનો ભાગ બનાવીને રજૂ કરાયા, પરંતુ કહાનીની ઝડપને ચોક્કસ ઓછી કરે છે, ક્લાઈમેક્સ કારણ વગર ખેંચ્યો છે. સંગીત: ફિલ્મના ગીતો માહોલ મુજબ છે, બિગ બીના અવાજમાં એ ગીત ચોક્કસ વાર્તાનો ભાગ બનાવીને રજૂ કરાયું છે. શા માટે જોવી: બિગ બીની જોરદાર એક્ટિંગ, કોલકાતાના શાનદાર લોકેશનની સાથે થોડું અલગ અને નવું જોનારા દર્શકોની પરીક્ષામાં આ ફિલ્મ પાસ થઈ શકે છે.
1
બોલીવૂડમાં કેટલાક ફિલ્મ મેકર્સ એવા છે જે બોક્સ ઓફિસની કમાણીનો મોહ છોડીને પોતાના મિજાજની એવી ઓફ બીટ ફિલ્મો બનાવામાં જરા પણ ડગતા નથી. નોંધનીય છે કે, આ પ્રકારની ફિલ્મોનું મોટું માર્કેટ નથી હોતું. હંસલ મહેતાની પાછલી ફિલ્મ ‘શાહિદ’ અને ‘સીટી લાઈફ’એ પણ પ્રશંસાઓ અને એવોર્ડ એકઠા કર્યા હતા, જ્યારે આ બન્ને ફિલ્મો બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ નહોતી કરી શકી. હવે પોતાના મિજાજને અકબંધ રાખીને હંસલ મહેતા ‘અલીગઢ’ લઈને આવ્યા છે.આ ફિલ્મમાં મનોજ બાજપઈએ અદ્ભૂત એક્ટિંગ કરી છે અને તે આલોચકોને સણસણતો જવાબ આપ્યો છે જે તેમની પાછલી એકાદ ફિલ્મ ફ્લોપ રહ્યા બાદ તેમના કરિયર સામે સવાલો ઉઠવા લાગ્યા હતા. પ્રોપેસર ડૉક્ટર સિરસના પાત્રની બારીકાઈ દરેક ફ્રેમમાં જોવા મળે છે. યુનિવર્સિટી દ્વારા સસ્પેન્ડ કરાયા બાદ પોતાના ફ્લેટમાં એકડા અને ડરી-ડરી રહેતા પ્રોફેસરના પાત્રને મનોજ વાજપઈએ લાજબાદ રીતે ભજવ્યું છે. તો સાઉથ ઈન્ડિયન જર્નલિસ્ટના પાત્રમાં રાજકુમાર રાવે પ્રભાવશાળી રીતે ભજવ્યું છે. આશીષ વિદ્યાર્થીના વકીલના પાત્રોની દર્શકો ચર્ચા કરે તેવી છાપ તે છોડી જાય છે. ડિરેક્શનઃ હંસલની ફિલ્મમાં ઘણાં સીન્સને અલિગઢના રિયલ લોકેશન પર સુંદર રીતે શૂટ કરવામાં આવ્યા છે. જ્યારે ડિરેક્ટર હંસલ પ્રોફેસરના એકલાપણાને પણ ગજબ રીતે રજૂ કર્યો છે. ઈન્ટર્વલ પહેલા સ્ટોરીની ગતિ સુસ્ત છે, પણ આવા ગંભીર સબ્જેક્ટ પર બનતી ફિલ્મોને એક અલગ ટ્રેક પર શૂટ કરવામાં આવતી હોય છે, જેમાં હંસલ સંપૂર્ણ રીતે સફળ થયા છે. હંસલે ફિલ્મના લગભગ તમામ પાત્રો પાસે સારું કામ કઢાવ્યું છે અને સ્ટોરીની ડિમાન્ડ મુજબ ફૂટેજ પણ લીધું છે.મ્યુઝિકઃ આ પ્રકારની ફિલ્મોમાં કોઈ ખાસ જગ્યા નથી બની શકતી. બેગ્રાઉન્ડ મ્યુઝિક પ્રભાવશાળી છે તો સ્ટોરીની ડિમાન્ડ પ્રમાણે ફિલ્મમાં લતા મંગેશકરે ગાયેલા ગીતોને જગ્યા આપવામાં આવી છે જે પ્રભાવશાળી છે. કેમ જોશોઃ જો તમે કંઈક નવું અને રિયલ લાઈફને જોડતી ફિલ્મો જોવાના શોખીન હોવ તો આ ફિલ્મ તમારા માટે જ છે. અને મનોજ વાજપઈના ફેન છો તો આ ફિલ્મ તમને જરૂર ગમશે. તો મશાલા અને એક્શન ફિલ્મોના શોખીનો માટે આ ફિલ્મમાં કંઈ નથી.
1
”જખ મારતી હૈ પુલીસ, ઉતાર કે ફેંક દો યે વર્દી, ઔર પહન લો બલવંતરાય કા પટ્ટા અપને ગલે મેં.. અંધે બહરોં કા શહર હૈ યે, પથ્થર હૈ યે સબ કે સબ, યહાં તો બસ સર ફોડા જા સકતા હૈ… આનેવાલે ચૌબીસ ઘંટો મેં તુમ્હારે ચૌબીસ ટુકડે કર કે, હર ટુકડે કા અલગ અલગ અંતિમ સંસ્કાર કરુંગા…” આવા ડાયલોગ્સવાળી 1990ની કલ્ટ હિટ ફિલ્મ ‘ઘાયલ’ આજે પણ ટીવી પર ચાલતી હોય (ગઇકાલે જ આવતી હતી!) તોય ચેનલ ફેરવવાની ઇચ્છા ન થાય એવી હતી. સની દેઓલ જ્યારે ટેબલ પર હાથ પછાડે કે ત્રાડ પાડે ત્યારે એક સમયે થિયેટરમાં સોપો પડી જતો. અફસોસ, કે એવો એકેય ડાયલોગ આ સિક્વલમાં નથી. એ સમયે સની દેઓલની ત્રાડમાં જે ખોફ વર્તાતો હતો તે પણ આજે વર્તાતો નથી.‘ઘાયલ વન્સ અગેઇન’ આમ તો ફેઇથફુલ સિક્વલ છે. અગાઉની સ્ટોરી જ્યાં પૂરી થયેલી ત્યાંથી જ આ વાર્તા શરૂ થાય છે. ઇવન જૂની ઘાયલના નોસ્ટાલ્જિક ક્લિપિંગ્સ પણ આપણને બતાવવામાં આવે છે. આજે પણ એ અજય મહેરાએ એટલે કે સની દેઓલે સચ્ચાઈનો સાથ છોડ્યો નથી. હવે એ ‘સત્યકામ’ નામની ન્યૂઝ વેબસાઇટ ચલાવે છે અને સાઇડમાં સની દેઓલ એન્ડ કંપની પોતાની સ્ટાઇલમાં વિજિલાન્ટે જસ્ટિસ પણ ચલાવે છે. જ્યારે આખા દેશની તમામ મશીનરીને પોતાના ઇશારે નચાવતા ઇન્ડસ્ટ્રિયાલિસ્ટને આંટીમાં લેવાની વાત આવે ત્યારે આપણા સનીપાજી શું કરે એ દાસ્તાન એટલે આ ‘ઘાયલ વન્સ અગેઇન.’ સની દેઓલની સૌથી મોટી આઇડેન્ટિટી એટલે એમની ટેબલતોડ એક્શન, જે અહીં પૂરેપૂરી સંતોષાય છે. બે અત્યંત લાંબી ચૅઝ સિક્વન્સ જોઇને તમે કદાચ કંટાળો, પણ એમણે પોતાના સ્નાયુઓને બરાબરની મહેનત કરાવી છે. આ ફિલ્મની એક્શન સિક્વન્સીસ માટે સની દેઓલે હૉલિવૂડના (સ્પાઇડર મેન, બૉર્ન સિરીઝ, ઇન્ડિયાના જોન્સ, જેમ્સ બોન્ડ અને મિશન ઇમ્પોસિબલ ફેમ) એક્શન ડિરેક્ટર ડૅન બ્રેડલીને તેડાવ્યા હતા અને ફિલ્મ જોઇને લાગે છે કે એમને આપેલા પૈસા પૂરેપૂરા વસૂલ કરાવ્યા છે.પરંતુ ખાલી એક્શનથી જ તો કેવી રીતે પેટ ભરાય? એક તો ફિલ્મમાં બે લાંબી એક્શનથી ભરેલી ચૅઝ સિક્વન્સીસને બાદ કરી નાખો તો બહુ થોડી ફિલ્મ બચે છે. બીજું, ફિલ્મની ઓવરઓલ સ્ટોરી ખાસ ગળે ઊતરે એવી નથી અને ખાસ કરીને તે જે રીતે પેશ કરાઈ છે એ જોતાં ખાસ્સી હાસ્યાસ્પદ લાગવા માંડે છે. કોઈ ઉદ્યોગપતિ બધું જ પોતાના ઇશારે નચાવતો હોય અને તે માટે આખું મુંબઈ ઉથલપાથલ કરી નાખે એ અત્યારની જનરેશનને કઈ રીતે ગળે ઊતરે? વળી, ફિલ્મમાં ખૂબ બધો મેલોડ્રામા ઠાલવ્યો છે, જેથી ફિલ્મ વાસ્તવિકતાથી ઓર દૂર ચાલી જાય છે. ક્લાઇમેક્સ આવતાં આવતાં વધુ એક સાઇડટ્રેક ઉમેરાય અને વાર્તા કંઇક જુદી જ દિશામાં ચાલવા માંડે. અહીં કલાકારોનો કાફલો છે. સોહા અલી ખાનથી લઇને મનોજ જોશી, સચિન ખેડેકર, ઓમ પુરી, નરેન્દ્ર ઝા, ટિસ્કા ચોપરા, નાદીરા બબ્બર … અને તોય ફિલ્મમાં ખરેખર દમદાર લાગે એવા પાત્રની ખોટ વર્તાય છે. તેમ છતાં આજે પણ સની દેઓલ સની દેઓલ છે. એના ચાહકોને તો આ ફિલ્મમાં મજા પડશે જ. પરંતુ સારું રાઇટિંગ હોત તો આ ફિલ્મ સનીના ફેન્સ ના હોય તેમને પણ મજા પડે તેવી બની શકી હોત. ઑવરઑલ, અત્યંત ઉદારતાથી સનીના ‘ઢાઈ કિલોના હાથ’ માટે ઢાઈ મિર્ચીઝ આઉટ ઓફ 5.
1
ટ્રેલર પરથી જ ક્લિયર હતું કે આ ફિલ્મમાં એક માથાફરેલો કોચ છે, તકના અભાવમાં જીવતી એક ટેલેન્ટેડ બૉક્સર છે અને એ તક તથા જીતની વચ્ચે ઊભેલો એક વિલન છે. એટલે કુતૂહલ એ જ હતું કે આ ફિલ્મ નવું શું ઑફર કરવાની છે. પરંતુ કોથળામાંથી બિલાડું એવું નીકળ્યું છે કે તેમાં ભાગ્યે જ કશું નવું પેશ કરાયું છે. મતલબ કે ફિલ્મ અત્યંત પ્રીડિક્ટેબલ છે. આ પ્રકારની ટિપિકલ સ્પોર્ટ્સ ફિલ્મો જે રસ્તે ચાલે છે, આ ‘સાલા ખડૂસ’ પણ એ જ ચીલાચાલુ રસ્તે ચાલે છે. તેમ છતાં આ ફિલ્મ સાવ નાખી દેવા જેવી નથી.આ ફિલ્મનો સૌથી મોટો પ્લસ પોઇન્ટ છે આર. માધવન. એણે રોલને અનુરૂપ શરીર વધાર્યું છે અને બાવડાં બનાવ્યાં છે. એટલે એને જોઇને સહેજે માનવાનું મન થાય કે આ બૉક્સિંગનો ભૂતપૂર્વ ખેલાડી હશે જ. પરંતુ બૉક્સિંગમાં એની પીઠ પાછળ થયેલી દગાબાજીને કારણે એ અત્યંત આખાબોલો અને કડવા સ્વભાવનો થઈ ગયો છે. આદિ તોમરના આવા ખડૂસ પાત્રને એણે બરાબર જીવી જાણ્યું છે. બીજો પ્લસ પોઇન્ટ છે ફિલ્મની નવોદિત અભિનેત્રી રિતિકા સિંઘ. રિતિકા સિંઘ હકીકતમાં એક મિક્સ્ડ માર્શલ આર્ટની ખેલાડી છે. એટલે એનામાં એક બૉક્સરની બૉડી લેંગ્વેજ સ્વાભાવિક રીતે જ ઝીલાઈ છે. વળી, એનું પાત્ર પણ માધવનના જેવું જ ખડૂસ છે. એ બટકબોલાપણું આ રિતિકાએ પણ બરાબર ઝીલ્યું છે. ટૂંકમાં ગુરુ-શિષ્યની આ આખાબોલી જોડી પડદા પર સાથે જોવી ગમે છે.ત્રીજો અને સૌથી મોટો પ્લસ પોઇન્ટ છે આ ફિલ્મની લંબાઈ. આ ‘સાલા ખડૂસ’ માંડ પોણા બે કલાક લાંબી છે. એટલે મોટે ભાગે ફિલ્મને કારણ વિના લંબાવવાનો ચાન્સ અપાયો નથી. તેમ છતાં ફિલ્મમાં આપણી ટિપિકલ નબળાઈ એવાં ગીતો તો નાખવામાં આવ્યાં જ છે. અહીં જરૂર ન હોવા છતાં પાંચ ગીતો છે. તેને કારણે ફિલ્મ થોડી લાંબી લાગે છે, પરંતુ ઓવરઑલ ફિલ્મ આપણને ક્યાંય થાકવા દેતી નથી. પરંતુ આ ફિલ્મને એક ફર્ગેટેબલ સ્પોર્ટ્સ ફિલ્મ બનાવીને મૂકી દેતું પાસું છે તેની જૂની ને જાણીતી સ્ટોરી. આપણે બોલીવુડમાં જેટલી પણ સ્પોર્ટ્સ ફિલ્મો જોઈ છે તેની આસપાસ જ આ ફિલ્મની વાર્તા પણ ફર્યા કરે છે. ઇવન બૉક્સિંગને જ ધ્યાનમાં રાખીને ‘મેરી કોમ’ બની હતી તેને પણ હજુ ઝાઝો સમય નથી થયો. ત્યારે આ ‘સાલા ખડૂસ’ લોકોને એકદમ જોયેલી જોયેલી લાગે તેમાં કશી નવાઈ નથી.આમ તો ફિલ્મમાં જોવી ગમે એવી એક્ટિંગ માત્ર માધવન અને લીડિંગ લેડી રિતિકાની જ છે. પરંતુ જમાના જૂના વિલન ઝાકિર હુસૈન, એનાથીયે જૂના એમ. કે. રૈના અને સાઉથના નાઝિરને જોવાની મજા પડે છે એ કબૂલવું પડે.ઑવરઑલ, જુઓ તો ખાસ કશો ફાયદો નથી અને ન જુઓ તો કશું ગુમાવવા જેવું નથી એવી આ એવરેજ ફિલ્મ છે. તેને અઢી મિર્ચીઝ આપી શકાય. સાંભળ્યું છે કે તુષાર કપૂર વિશ્વમાં સૌથી ભંગાર ફિલ્મો કરવાનો રેકોર્ડ કરવાનો છે. સતત બીજા અઠવાડિયે આવેલી એની બીજી એડલ્ટ કોમેડી ફિલ્મ ‘મસ્તીઝાદે’ એની પહેલી ફિલ્મને પણ સારી કહેવડાવે એવી ભંગાર સાબિત થઈ રહી છે. ટૂંકમાં, છેટા રહેજો રાજ..
1
આ ફિલ્મના ડિરેક્ટર અપૂર્વ સિંહ કાર્કી (Apoorv Singh Karki)એ લેખક દીપક કિંગરાણી (Deepak Kingrani) સાથે સત્ય ઘટનાથી પ્રેરિત વાર્તા પર બનાવી છે. લગભગ અઢી કલાકની આ ફિલ્મ તમને સંપૂર્ણ રીતે બાંધી રાખે છે. જો કે ફિલ્મના મોટાભાગના દ્રશ્યો કોર્ટરૂમના છે, પરંતુ મનોજ બાજપેયીના પાત્રના ઘણાં શેડ્સ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યા છે. ફિલ્મના લેખક દીપકે મનોજના પાત્રને એક સક્ષમ વકીલ તેમજ એક પુત્ર અને પિતા તરીકે વિકસાવ્યું છે. ફિલ્મની સૌથી ખાસ વાત એ છે કે એક સામાન્ય વકીલને ખૂબ જ સામાન્ય રીતે બતાવવામાં આવ્યો છે. તે જૂના સ્કૂટર પર કોર્ટમાં જાય છે. દીકરાને પણ સ્કૂલે લઈ જાય છે. બાબાનો બચાવ કરવા આવેલા મોટા અને પ્રખ્યાત વકીલોથી તે ચોક્કસપણે પ્રભાવિત છે, પરંતુ દલીલોના આધારે તેઓ તેમને ચૂપ પણ કરી દે છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં ફિલ્મોથી લઈને વેબ સિરીઝ સુધી મનોજ બાજપેયીએ પોતાની છાપ છોડી છે. તે માત્ર તેના ચહેરાના હાવભાવથી જ નહીં પરંતુ તેની બોડી લેંગ્વેજથી પણ વકીલની ભૂમિકામાં ડૂબેલો જોવા મળે છે. ખાસ કરીને ક્લાઈમેક્સમાં કોર્ટમાં તેમની ક્લોઝિંગ સ્પીચ તમને સ્તબ્ધ કરી દેશે. મનોજની સામે કેસ લડનાર વિપિન શર્માએ સારો અભિનય કર્યો છે, પરંતુ અન્ય મોટા વકીલોની ભૂમિકા એટલી નથી જામતી.
2
ફિલ્મ 'ચોર નિકલ કે ભાગા' (Chor Nikal Ke Bhaaga) એક ચોર અંકિત (સની કૌશલ)ની વાર્તા છે જે કરોડોના હીરાની ચોરી કરવા એરહોસ્ટેસ નેહા ગ્રોવર (યામી ગૌતમ)ના પ્રેમમાં પડે છે. તેને લગ્નનાં સપના બતાવીને હીરાની ચોરી કરવાની યોજના બનાવે છે.દિગ્દર્શક અજય સિંહએ બે કલાકની ક્રાઈમ થ્રિલર ફિલ્મમાં દર્શકોને વ્યસ્ત રાખવાનો પૂરો પ્રયાસ કર્યો છે. શરૂઆતમાં ફિલ્મની વાર્તા એક રોમાંસ લાગે છે, પરંતુ ધીમે ધીમે જ્યારે વાર્તાના સ્તરો ખુલવા લાગે છે, ત્યારે તમે તેમાં ઊંડા જાઓ છો. ફિલ્મની વાર્તા તમને ક્લાઈમેક્સ સુધી જકડી રાખે છે. ફિલ્મમાં યામી ગૌતમે સારી એક્ટિંગ કરી છે. સાથે જ ફિલ્મમાં સની કૌશલ પણ જામી ગયો છે. તેણે એક ચોરની ભૂમિકા ભજવી છે જે પોતાને સૌથી હોશિયાર માને છે. ફિલ્મના બાકીના કલાકારોએ રોલની માગ પ્રમાણે સરસ અભિનય કર્યો છે. ખાસ કરીને શરદ કેલકર ગુપ્તચર અધિકારીની ભૂમિકામાં યોગ્ય છે.
2
છેલ્લા કેટલાય સમયથી એવી ફિલ્મ નથી આવી જેનો ફર્સ્ટ હાફ અને સેકંડ હાફ સંપૂર્ણપણે અલગ હોય. ઈન્ટરવલ પહેલા આ ફિલ્મ ઈમ્તિયાઝ અલીની ફિલ્મ 'તમાશા'ના કોર્સિકાવાળા ચેપ્ટર જેવી લાગે છે. જ્યારે ઈન્ટરવલ બાદ આ ફિલ્મ સૂરજ બડજાત્યા અને કરણ જોહરની કોકટેલ જેવી લાગે છે, જેને લવ રંજને પ્રિયદર્શનના અંદાજમાં પરોવી છે. ફિલ્મના પહેલા ભાગમાં સુંદર સમુદ્ર કિનારો છે, બિકીનીમાં હીરોઈન છે, સ્વીમવેરમાં હીરો છે અને નાચવા મજબૂર કરી દે તેવા ગીતો છે. આ બધું જ જોઈને આંખોને ઠંડક થાય છે પરંતુ લક્ષ્યહીન લાગે છે. ફિલ્મના પાત્રો શું ઈચ્છે છે તે ખબર નથી. એવામાં દર્શક તરીકે આપણે એ જોવાની અને સમજવાની કોશિશ કરીએ છીએ જે બતાવાયું અને સમજાવાયું નથી. ફિલ્મમાં કાર્તિક આર્યનનો શાનદાર કેમિયો છે. આ ફિલ્મની વાર્તા માટે બૂસ્ટરની જેમ કામ કરે છે કારણકે સેકંડ હાફમાં ફિલ્મ ઝડપથી આગળ વધે છે અને ફેમિલી એન્ટરટેઈનર બની જાય છે. લવ રંજનની અગાઉની ફિલ્મોની જેમ મહિલાઓમાં અહીં દુશ્મન નથી. મિકીની પ્રોગ્રેસિવ મમ્મીના રોલમાં ડિમ્પલ કપાડિયા છે. તેની બહેનના રોલમાં હસલીન કૌર છે. તે કંજૂસ, જરૂરિયાતમંદ અને વાકોડિયો પ્રેમી છે. લવ રંજનની ફિલ્મોમાં હંમેશા છોકરાઓનો દ્રષ્ટિકોણ બતાવાયો છે. આ વખતે નવા જમાનાના ડેટિંગ અને મોડર્ન લવના ખતરા પર ધ્યાન કેંદ્રિત કરવામાં આવ્યું છે. 'તારે પ્રેમ કરવો છે કે ટાઈમપાસ?', મિકી ટિન્નીને આવા સીધા સવાલ પૂછે છે જેથી સમયનો બગાડ ના થાય. બંને એકબીજાને જલ્દી પ્રેમ કરવા લાગે છે. બંને વાતોડિયા છે અને જરૂરી તેમજ અગત્યની વાતો સિવાય બધી જ વાતો કરે છે. વધુ બોલવું અને સાંભળવું ઓછું. અહીં બંને વચ્ચે છોકરા-છોકરીવાળો ઝઘડો નથી. મુદ્દો એ છે કે તેઓ મહત્વપૂર્ણ બાબતે વાત જ નથી કરતા. મિકી અને ટિન્ની એકબીજા માટે જરૂરી અને મુશ્કેલ નિર્ણયો કરી શકે છે? ફિલ્મ જોતાં જોતાં દર્શકોને પણ લાગે છે કે બધું બરાબર થઈ જાય. જોકે, આ રિફ્રેશિંગ ફિલ્મ છે .રણબીરે જ્યારે ફિલ્મી પડદે ભાંગી પડેલા વ્યક્તિનું પાત્ર ભજવ્યું છે ત્યારે તે નિખરી ઉઠ્યો છે. તેની ચુપ્પી ઘણું કહી જાય છે. જોકે, અહીં તે નવા જોનરમાં પ્રવેશ્યો છે. એવા જોનરમાં જ્યાં કાર્તિક આર્યને મહારત હાંસલ કરેલી છે. જબરદસ્ત રોમાન્સ, વાતોડિયાપણું અને એક પછી એક મોનોલોગ. આ ફિલ્મમાં કદાચ રણબીર સૌથી વધુ ડાયલોગ બોલ્યો છે. શ્રદ્ધા સાથે તે સારો લાગે છે પરંતુ બંને વચ્ચેની કેમેસ્ટ્રી પર કામ કરવાની જરૂર હતી. શ્રદ્ધા ફિલ્મમાં ઉત્સાહી દેખાઈ રહી છે. ડિમ્પલ કપાડિયા અને હસલીન કૌર પણ અલગ તરી આવે છે. બોની કપૂરના ભાગે ખાસ કંઈ કરવાનું આવ્યું નથી. ફિલ્મ જેટલી લાંબી છે એ જોતાં ફિલ્મના પાત્રોને થોડી વધુ ઊંડાઈ આપી શકાઈ હોત.
2
તુમ્હારી સુલુ' ફિલ્મમાં વિદ્યા બાલનને સામાન્ય ગૃહિણી તરીકે દર્શાવી ચૂકેલા ડાયરેક્ટર સુરેશ ત્રિવેણીએ આ વખતે વિદ્યા બાલનની ક્ષમતાનો સારી રીતે ઉપયોગ કર્યો છે. આ થ્રિલર ફિલ્મ શરૂઆતથી અંત સુધી તમને બેચેન કરી મૂકે છે. માયા અને રુખસાનાના પાત્રો મુખ્ય છે, બંને વચ્ચે ખૂબ ઓછા સંવાદો છે પરંતુ લાગણીઓ દ્વારા આ બંને પાત્રો વાર્તામાં પ્રાણ ફૂંકે છે. ફિલ્મ ધીમી ગતિએ આગળ વધે છે. ફિલ્મની લંબાઈ થોડી ઘટાડી શકાઈ હોત પરંતુ ફિલ્મનું ટેક્નિકલ પાસું મજબૂત છે. નોકરિયાત મહિલાઓ પર દબાણ, સિંગલ મધરના પડકારો, પ્રતિષ્ઠા જાળવી રાખવાનું પ્રેશર, ઉચ્ચ વર્ગ અને નિમ્ન વર્ગનો ભેદ અને તેનાથી પણ વધારે ભિન્ન સોશિયો-ઈકોનોમિકલ પાત્રોનું મનઃ સ્થિતિ સારી રીતે દર્શાવાઈ છે. ક્લાઈમેક્સ વાર્તાનું સૌથી બેચેન કરી નાખતું પાસું છે અને સૌથી સશક્ત પણ. ડાયરેક્ટરે સમુદ્રની ગર્જના કરતી લહેરો વચ્ચે ફિલ્મના અંતને બખૂબી દર્શાવ્યો છે. ફિલ્મનો બેકગ્રાઉન્ડ સ્કોર સારો છે. સૌરભ ગોસ્વામીનું કેમેરા વર્ક ઉદાસી અને ઉકળાટને જાળવી રાખે છે.વિદ્યા બાલન અને શેફાલી શાહ ફિલ્મની વાર્તાનો આધારસ્તંભ સાબિત થયા છે. બંને અભિનેત્રીઓએ પોતાના અભિનય દ્વારા એકબીજાને જોરદાર ટક્કર આપી છે. વિદ્યા પોતાના અપરાધભાવને દર્શાવવામાં સફળ રહી છે તો શેફાલીનો આક્રોશ પણ વખાણવાલાયક છે. બંને અભિનેત્રીઓએ પોતાના પાત્રોના ગ્રે શેડને કાળો નથી થવા દીધો. માનવીય સંવેદનાઓ જાળવી રાખે છે. લાંબા સમય બાદ રોહિણી હટંગડ્ડીને વિદ્યા બાલનની માના રૂપે જોઈને આનંદ થાય છે. ઈકબાલ ખાન અને માનવ કૌલની ભૂમિકા નાની છે પરંતુ તેઓ છાપ છોડી જાય છે. અન્ય પાત્રોમાં વિધાત્રી, શ્રીકાંત, મોહન પણ એકદમ ફિટ બેસે છે.
2
સંબંધમાં કોઈ બેવફાઈ ક્યારે અને કેમ કરે છે? ડાયરેક્ટર શકુન બત્રા ફિલ્મ 'ગહેરાઈયાં'માં સંબંધોની ઉપલી સપાટી વિશે વાત નથી કરતાં તેઓ તેના ઊંડાણમાં ઉતર્યા છે. આ પ્રકારની ફિલ્મો હિન્દી સિનેમામાં ખૂબ ઓછી બની છે. ફિલ્મ સ્પષ્ટપણે વુડી એલનની સાઈકોલોજીકલ થ્રિલર ફિલ્મ 'મેચ પોઈન્ટ' (2005)થી પ્રેરિત છે. ડાયરેક્ટર શકુન બત્રાએ ફિલ્મમાં માત્ર ઈન્ટીમસી એ રીતે દર્શાવી છે કે તમે ફિલ્મમાં શારીરિક પ્રેમ કરતાં વધુ કંઈક શોધવા મથો છો. કલ્પના કરો કે, તમે જેને પ્રેમ કરો છો તે તમારી સામે ભાવનાત્મક દ્રષ્ટિએ નગ્ન થઈ જાય તો? તમારી આ નબળાઈ પર સમાજ તમને પશ્ચાતાપ કરવા મજબૂર કરે છે? ફિલ્મમાં આ મુદ્દો પણ દર્શાવાયો છે.શકુન બત્રા પ્રેમ અને પરિવારના સંબંધોના લેયર પડદા પર અનફીલ્ટર કરીને દર્શાવી શક્યા છે. આની ઝલક 'કપૂર એન્ડ સન્સ'માં પણ જોવા મળી હતી. તેઓ વ્યક્તિની જટિલ વર્તણૂકના દરેક પહેલુને પોતાની વાર્તામાં સ્થાન આપે છે. એ વાતોને પણ જગ્યા આપે છે જે ઘણીવાર ફિલ્મની વાર્તામાં સમાવવી મુશ્કેલ લાગે છે.દીપિકા પાદુકોણે ફરી એકવાર છાપ છોડનારો અભિનય કર્યો છે. તે ઘણી જગ્યાએ આંખમાં આંખ નાખ્યા વિના ઘણું કહી જાય છે. સિદ્ધાંતે પણ પોતાના પાત્રને ભજવવામાં કસર નથી રાખી. તેના પાત્રના પણ ઘણાં લેયર્સ છે. બંનેના પર્ફોર્મન્સ વખાણવાલાયક છે. બંનેના દિલમાં લાગણીઓનું તોફાન છે પરંતુ ચહેરા પર નિરવ શાંતિ છે. આ ભાવને દીપિકા અને સિદ્ધાંતે ખૂબ સારી રીતે દર્શાવ્યા છે. ફિલ્મની વાર્તા પ્રમાણે કાસ્ટિંગ આનાથી વધુ સારી થઈ જ ના શકી હોત. એવી વાર્તા છે જે સામાન્ય અને સહજ રીતે શરૂ થાય છે પરંતુ બાદમાં થ્રિલરનું રૂપ લે છે. એક ઊંડી, અંધારી દુનિયામાં લઈ જાય છે. ફિલ્મ ટાઈમ બોમ્બની જેમ આગળ વધે અને દર્શકોમાં પણ ડર રહે છે કે હવે આગળ શું થશે. ફિલ્મની થ્રિલને પડદા પર ઉતારવામાં સિનેમેટોગ્રાફી અને સાઉન્ડનું મોટું યોગદાન છે. ઘણા સીન એવી રીતે ડિઝાઈન કરવામાં આવ્યા છે જ્યાં અતિશય શાંતિ છે પરંતુ અંદર ખૂબ શોરબકોર છે.જોકે, ફિલ્મમાં કંઈક એવું પણ છે જે ડંખે છે અને તે જ ફિલ્મની લંબાઈ. ફિલ્મ ઘણીવાર ખેંચવામાં આવી હોય તેવું લાગે છે. સેકન્ડ હાફમાં ફિલ્મ એવી રીતે આગળ વધે છે કે તમે વિચારે ચડી જાવ કે કઈ દિશામાં જઈ રહી છે. 2 કલાક અને 28 મિનિટ લાંબી આ ફિલ્મ ક્યારેક કંટાળજનક પણ લાગે છે, થકવી નાખે છે. જોકે, એકંદરે ફિલ્મમાં એવી ઘણી બાબતો છે જે દિલને સ્પર્શી જાય છે. જો તમે કંઈક અલગ જોવા માગતા હો તો 'ગહેરાઈયાં' નિરાશ નહીં કરે.
2
મોદીએ કેવી રીતે ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને ભારતના વડાપ્રધાનની ખુરશી મેળવી? આ જાણવા માટે તમારે થિયેટર્સમાં જવું પડશે. ખાસ કરીને ફિલ્મમાં મોદી સાથે જોડાયેલા ચા વેચવાળો, લગ્ન, ગુજરાતના રમખાણ અને તેમની જિંદગી સાથે જોડાયેલા તમામ અન્ય સવાલોના જવાબ આપવાના પ્રયત્ન કરાયા છે. બીજી તરફ ફિલ્મ મોદીની જિંદગીના ઘણા અજાણ્યા પાસાઓથી પણ રૂબરુ કરાવે છે. ફિલ્મને સત્યઘટનાઓથી પ્રેરિત કહેવામાં આવી રહી છે, પણ વિવાદોથી બચવા માટે શરૂઆતમાં લાંબુ-પહોળું ડિસ્ક્લેઈમર આપવામાં આવ્યું છે.ફિલ્મની વાર્તા તેના ક્રિએટિવ પ્રોડ્યૂસર સંદીપ સિંહે લખી છે તો ડાયલૉગ્સ અને સ્ક્રીનપ્લેમાં વિવેક ઓબેરૉયને પણ ક્રેડિટ મળી છે, માત્ર સવા બે કલાકની આ સ્ટોરીમાં મોદીના ચિતપરિચિત અંદાજને સમેટવામાં આવ્યો છે. ફર્સ્ટ હાફમાં ફિલ્મની વાર્તા મોદીના બાળપણથી ગુજરાતના કોમી રમખાણો સુધી જાય છે, તો સેકન્ડ હાફમાં તેમના ભારતના વડાપ્રધાન બનવાની સફર દેખાડવામાં આવી છે. ફિલ્મના કેટલાક ડૉક્યૂમેન્ટ્રી સીન્સ જેવા સીન્સને છોડી દેવામાં આવે તો સમગ્ર ફિલ્મ તમને બાંધીને રાખે છે. ‘મેરી કૉમ’ અને ‘સરબજીત’ જેવી બાયોપિક ફિલ્મો બનાવી ચૂકેલા ઉમંગ કુમારે વડાપ્રધાન મોદી પર શાનદાર ફિલ્મ બનાવી છે.બીજી તરફ ફિલ્મમાં વિવેકે પણ મોદીના રોલમાં સારી એક્ટિંગ કરી છે. વહેલી સવારે 2 વાગ્યે ઉઠીને પ્રોસ્થેટિક મેકઅપ કરાવનારો વિવેક મહદઅંશે મોદીનો લુક અપનાવવામાં સફળ રહ્યો છે. તેણે મોદીના અવાજને કૉપી કરવાના પણ સંપૂર્ણ પ્રયત્ન કર્યા છે. બીજી તરફ અમિત શાહના રોલમાં મનોજ જોશી પણ ફિટ બેસી રહ્યાં છે. ફિલ્મના ડાયલૉગ જોરદાર છે અને સ્ક્રીપ્ટ તથા સ્ક્રીનપ્લે પણ કસેલા છે. ફિલ્મના લોકેશન્સ સુંદર દેખાઈ રહ્યાં છે. ખાસ કરીને હિમાલયમાં ફિલ્માવવામાં આવેલા સીન્સની સિનેમેટોગ્રાફી જબરદસ્ત છે. ફિલ્મનું સંગીત સ્ટોરીને ગતિ આપે છે, બેકગ્રાઉન્ડ સ્કોર પણ ઘણો સારો છે.
2
નિર્દેશક એઝાઝ ખાનની આ ત્રીજી ફિલ્મ છે. અને હામીદના બહાને તેઓ કાશ્મીરના મુદ્દાને દર્શાવે છે. જે આપણાથી અજાણ્યાં નથી. તેણે સેના અને કાશ્મીરીઓની અથડામણ, અલગાવવાદીઓ દ્વારા માસૂમ અને યુવાનોની આઝાદી અને અલ્લાહના નામે ભટકાવવું, કાશ્મીરના ગુમ થયેલા લોકો, ઘરનો આધાર ગાયબ થયા પછી પત્ની અને બાળકોનું એકલું રહેવાનું દર્દ, સેનાના જવાન દ્વારા કાશ્મીરી પરિવાર માટે પેદા થયેલી સહાનુભૂતિનો ખોટો અર્થ લેવો, પરિવારથી દૂર સીઆરપીએફ જવાનોમાં થયેલું ફસ્ટ્રેશન જેવા અનેક મુદ્દાઓ ખૂબ જ સંવેદનશીલ છે.બસ ફિલ્મની એક સૌથી મોટી સમસ્યા છે તેની લંબાઈ. ફર્સ્ટ હાફ ખૂબ જ ખેંચાયેલો લાગે છે પરંતુ જેવો હામિદનો કોલ અલ્લાહ ઉર્ફ અભયને લાગે છે ત્યારે સ્ટોરી દોડવા લાગે છે. ફિલ્મનું એડિટિંગ થોડું સારુ હોત તો ફિલ્મનો ફર્સ્ટ હાફ મજબૂત બની શકે. રવિન્દ્ર રંધાવા અને સુમિત સક્સેનાના સંવાદો તમને ક્યાંક હસવા પર તો ક્યાંક વિચારવા પર મજબૂર કરી દે છે. ફિલ્મમાં નાનો હામિદ જ્યારે સેનાના વાહનો પર પથ્થર ઉઠાવીને મારે છે તે દ્રશ્ય તમને સ્તબ્ધ કરી દે છે.લીડ રોલમાં બાળ કલાકાર તાલ્હાની માસૂમિયત અને અભિનય દિલને સ્પર્શ કરી જાય છે. તેણે હામિદનો રોલ જે સહજતાથી કર્યો છે. તે ખરેખર અભિભૂત કરી દેનારો છે. પોતાના પતિને શોધતી મહિલા તરીકે રસિકા દુગ્ગલનું કામ પણ સારુ છે. સુમિત કૌલને વધારે સ્ક્રિન સ્પેસ નથી મળી પરંતુ તે પોતાની ભૂમિકામાં છાપ છોડી જાય છે. અભય તરીકે વિકાસ વર્મા સરળ રહ્યો છે. આ ઉપરાંત અન્ય સ્ટાર્સે પણ ફિલ્મમાં સારુ કામ કર્યું છે. જો સંવેદનશીલ અને અલગ રીતની ફિલ્મ્સ જોવાના શોખીન હોવ તો ફિલ્મ જરુર જોવી જોઈએ.
2
આજે બ્રહ્માંડમાં ભલે બધી તરફ નફરતની જંગ છેડાયેલી હોય, પરંતુ આ તમામ નફરતો પર એક પ્રમે ભર્યો સંબંધ ભારે છે. આટલું જ નહીં, આ ખાસ રિલેશન કોઈ પોતાના અથવા તેમના જેવા વ્યક્તિ સાથે નહીં પરંતુ અન્ય ગ્રહથી આવેલા વિશાળકાય મશીન અને ધરતીની 18 વર્ષની યુવતી વચ્ચે જોડાઈ જાય છે. હોલિવૂડની સુપરહીટ સાયન્સ ફિક્શન ફ્રેન્ચાઈજી ટ્રાન્સફોર્મર્સની છઠ્ઠી ફિલ્મ ‘બમ્બલબી’ છે. ડિરેક્ટર ટ્રેવિસ નાઈટની ખૂબજ સફળ સાઈ-ફાઈ ફ્રેન્ચાઈજી ટ્રાન્સફોર્મર્સ આમ તો પોતાના એક્શન માટે જાણીતી છે, પરંતુ બમ્બલબીમાં દર્શકોને ઈમોશન્સનો ફુલ ડોઝ મળે છે.ટ્રાન્સફોર્મર્સ ફ્રેન્ચાઈજીના અનુરૂપ ફિલ્મની શરૂઆત અને અંતમાં ધમાકેદાર એક્શન જોવા મળે છે, પરંતુ બમ્બલબીની રીયલ સાઈટ તેના ઈમોશન અને ફની સીન્સ છે. બ્લિટ્ઝવિંગ સાથે જંગમાં તેની બધી શક્તિઓ અને યાદશક્તિ ગુમાવી ચૂકેલા બમ્બલબી ચાર્લીના આદેશોને એક માસૂમ બાળકની જેમ ફોલો કરે છે. ફિલ્મમાં બતાવાય છે કેવી રીતે બે અલગ અલગ ગ્રહના લોકો એકબીજાની લાઈફ બદલી નાખે છે. ફિલ્મમાં જ્યાં ચાર્લી બમ્બલબીને જીવન આપે છે, તો નિરાશ ચાર્લી પણ લાઈફમાં બમ્બલી આવતા ફરીથી જીવવા લાગે છે.ડિરેક્ટર ટ્રેવિસ નાઈટે ફિલ્મમાં ઈમોશન્સને વધારે મહત્વ આપ્યું છે. આ ફિલ્મની ખાસિયત છે, પરંતુ થોડાક અંશે તેની કમજોરી પણ છે, કારણ કે ટ્રાન્સફોર્મર્સ સીરીઝમાં સતત ધાંસૂ એક્શન જોવાની ઉમ્મીદ રાખનારા ફેન્સને થોડી નિરાશા થઈ શકે છે. ચાર્લીના રૂપમાં હેલી સ્ટેનફેલ્ડની શાનદાર એક્ટિંગ છે, તો બાકી કલાકારો પણ એક્ટિંગ સારી છે. એક્શન, ઈમોશન અને એડવેન્ચરના ટ્રિપલ ધમાલવાળી આ ફિલ્મ જોઈ શકાય છે.
2
જો તમે ચોલ સામ્રાજ્યની મહાગાથાને ભવ્યરૂપે જોવા માગો છો તો 'PS - 1' થિયેટર્સમાં જોવી જોઈએ. પણ, જો તમે એવી અપેક્ષા સાથે થિયેટરમાં જશો કે કશું ધમાકેદાર જોવા મળશે તો 'PS - 1' તમને નિરાશ કરી શકે છે.
2
આ ફિલ્મ 2017માં રીલીઝ થયેલી મરાઠી ફિલ્મ ચિ વા ચિ સૌ કા પર આધારિત છે. હરિશ્ચનદ્રા ચિ ફેક્ટરી, એલિઝાબેથ એકાદશી જેવી વખણાયેલી ફિલ્મો બનાવનાર ડિરેક્ટર પરેશ મોકાશીએ આ મરાઠી ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મના કથાવસ્તુને પકડી રાખીને ફિલ્મના લેખકો મિતાઈ શુક્લા ને નેહલ બક્ષીએ ખૂબ જ કલાત્મક રીતે ફિલ્મને ગુજરાતી ટચ આપતો સ્ક્રીનપ્લે તૈયાર કર્યો છે. આ કારણે ફિલ્મ સીધી ગુજરાતી દર્શકોને સ્પર્શી જાય છે. ડિરેક્ટર નીરજ જોશીની અગાઉની ફિલ્મ કેશ ઓન ડિલિવરી દર્શકોને આકર્ષવામાં નિષ્ફળ ગઈ હતી પરંતુ આ ફેમિલી-ડ્રામામાં તેમણે કમાલનું કામ કર્યું છે. ફિલ્મનું ડિરેક્શન સરસ છે, એડિટિંગ પણ કમાલનું છે અને લોકેશન્સ નયનરમ્ય છે. પાર્થ ભરત ઠક્કરનું મ્યુઝિક પણ વખાણવાલાયક છે. પંખી રે અને મન મેળો ગીત તો એવા છે કે ફિલ્મ પતે પછી પણ તમારા દિમાગમાં ચાલ્યા કરે.ફિલ્મના પાત્રો જીવંત અને મજબૂત છે. દરેક પ્રાણીઓ સાથે સાવિને વાત કરતી જોવાની તમને મજા પડશે. એથી વિરુદ્ધ પાણીનું એક એક ટીપુ બચાવવા મથતા સત્યાને જોઈને પણ તમને કૌતુક થશે. મલહાર અને દીક્ષાની સ્ક્રીન પર કેમિસ્ટ્રી જામે છે. પણ તે એક વાર પ્રેમમાં પડે પછી તેમના સંબંધોમાં જે પેશન હોવુ જોઈએ તે ફિલ્મમાંથી ગાયબ છે. કેટલીક જગ્યાએ ઓવરએક્ટિંગ પણ જોવા મળે છે. તમે સત્યાની દાદીનો રોલ નિભાવતા ગોપી દેસાઈના પ્રેમમાં પડી જશો. આખી ફિલ્મમાં સૌથી કૂલ અને તરવરિયુ પાત્ર છે દાદીનું. તે YOLO (યુ ઓન્લી લિવ વન્સ)ની થિયરીમાં માને છે, સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે અને તેના બોયફ્રેન્ડ સાથએ લગ્ન કરવા માટે ભાગી પણ જાય છે. હેમંત ઝા, પ્રશાંત બારોટ, અલ્પના બુચ અને છાયા વોરા પેરેન્ટ્સના રોલમાં જામે છે. સાવિના ટીનેજ ભાઈ ટિનિયાનું પાત્ર પણ સારુ છે. તે તેના પિતાને પોતાના પ્રેમ વિષે સમજાવતા જ્યારે કહે છે- “ક્યા કરે યે કમ્બખ્ત ચીઝ હી એસી હે” ત્યારે તમે ખડખડાટ હસવાનું રોકી નહિ શકો.ફિલ્મમાં અનેક ફની ડાયલોગ્સ છે. જેવા કે લફડુ વિથ રિસ્પેક્ટ એટલે રિલેશનશીપ, ચિકન સૂપના પારણા, વધારેમાં વધારે શું થાય, છોકરો કે છોકરી વગેરે તમને પેટ પકડીને હસાવશે. ફિલ્મ સારી બની છે પણ છેલ્લે અડધો કલાક ખેંચાતો હોય તેવુ લાગે. છેલ્લા ભાગમાં થોડા વધારે સારા ડાયલોગ્સ હોત તો મજા આવત. જે દર્શકો વધુ સારી ગુજરાતી ફિલ્મો જોવા માંગે છે તેમણે આ ફિલ્મ જરૂર જોવી જોઈએ.
2
ફિલ્મનું એક કેરેક્ટર કહે છે કે લાલચ સારી છે. આ વિચાર સ્ટોક માર્કેટના ખેલાડીઓને બરાબર ફિટ બેસે છે. દુનિયામાંથી કરોડો રૂપિયા ફટાફટ પૈસા કમાવા સ્ટોક માર્કેટમાં રૂપિયા ઈન્વેસ્ટ કરે છે. બાઝાર ફિલ્મમાં પૈસો તમારી નૈતિકતા પર કેવી રીતે હાવી થઈ જાય છે તે દર્શાવ્યું છે અથવા તો ઘણા લોકો પૈસા સામે પણ નૈતિકતા જાળવી રાખે છે. તમે જે પ્રકારના વ્યક્તિ હશો તે પ્રકારના કેરેક્ટર સાથે તમે પોતાની જાતને સાંકળી શકશો. રોમેન્ટિક અને ફેમિલી ફિલ્મો જોઈને કંટાળેલા લોકો માટે બાઝાર એક અલગ જ અનુભવ સાબિત થશે. ફિલ્મનું સૌથી મજબૂત પાસુ છે સેફનું દમદાર પરફોર્મન્સ. તેના વાળમાં ગ્રે વાળની લટ તેના રોલના ગ્રે શેડ્સ જેટલી જ સેક્સી છે. આ ફિલ્મ પર માઈકલ ડગલાસની 1987ની ફિલ્મ વૉલ સ્ટ્રીટની સ્પષ્ટ અસર જોઈ શકાય છે. આ થ્રિલર માત્ર અને માત્ર પૈસા, પૈસા અને વધારે પૈસા અંગે છે. દર્શકોને પૈસા પાછળની આ દોટ ઘણું મનોરંજન આપશે.ફિલ્મ ઘણી સ્મૂધ બની છે અને તે દર્શકોને સ્ટોક બ્રોકર, પાવર બ્રોકર્સ, બિઝનેસમેન અને ઉદ્યોગપતિઓ તથા પૈસાદાર અને પાવરફૂલ લોકોની દુનિયાની એક ઝાંખી આપે છે. શ્રુતિ ગુપ્તેએ કરેલું પ્રોડક્શન ડિઝાઈન ફિલ્મની ભવ્યતાને સારી રીતે પરદા પર દર્શાવે છે. જ્હોન સ્ટુવર્ટ એડ્યુરીએ આપેલું બેકગ્રાઉન્ડ મ્યુઝિક થ્રિલર થીમ સાથે સારી રીતે મેળ ખાય છે. ફિલ્મ મહદંશે દર્શકોને જકડી રાખે તેવી છે.અસીમ અરોરાએ ફિલ્મ સારી લખી છે પરંતુ કેટલાક લૂપહોલ્સ ટાળી શકાયા હોત. મોટાભાગની સિચ્યુએશન વોલસ્ટ્રીટ જેવી જ છે. વળી ફિલ્મની શરૂઆત થોડી ધીમી છે. બીજા ભાગમાં ફિલ્મ ગતિ પકડે છે અને દર્શકોને સરપ્રાઈઝ કરે છે. સેફનું ગુજરાતી બિઝનેસમેન તરીકેનું પાત્ર અને થોડા થોડા ગુજરાતી ડાયલોગ્સ તમારુ દિલ જીતી લેશે. દલાલ સ્ટ્રીટનો સેટ અપ વાસ્તવિક જ લાગે છે. બઝારમાં દરેક કેરેક્ટર ગ્રે છે અને નૈતિકતાને પોતાની દૃષ્ટિએ જુએ છે. જો ફિલ્મમાં ગીતો ઓછા હોત તો ફિલ્મ વધુ સારી બની હોત.ગુજરાતી બિઝનેસમેન તરીકે સૈફનું પરફોર્મન્સ લાજવાબ છે. તેનો એટિટ્યુડ અને લૂક્સ તેના કેરેક્ટર માટે બરાબર જામે છે. ગ્રે શેડ્સમાં સૈફ ખરેખર ચમકી ઊઠે છે. આ ફિલ્મથી પર્દાર્પણ કરનારો રોહન મહેરા પણ એક્ટિંગમાં પાક્કો છે. તેના પહેલા જ પરફોર્મન્સમાં તે અભિનય પરની મજબૂત પકડ દર્શાવે છે. રાધિકા આપ્ટે પણ મજબૂત રોલમાં છે. ચિત્રાંગદા સિંહ અને મનીષ ચૌધરી નાના રોલમાં પણ પોતાની છાપ છોડી જાય છે.બાઝાર ફિલ્મમાં તમને શેરબજારની બોલચાલની ભાષા સાંભળવા મળશે અને ટ્રેડિંગની અંદરની દુનિયાની ઝાંખી મળશે. આવા નવા વિષય પર પણ સારી હિન્દી ફિલ્મ બની શકે છે તેનું બાઝાર એક ઉમદા ઉદાહરણ છે. આ ફિલ્મની ટિકિટમાં તમારા પૈસા અને ટાઈમ ઈન્વેસ્ટ કરશો તો અફસોસ નહિ થાય.
2
ત્રણ પેઢી સુધી ચાલતી આ સ્ટોરી હિસ્ટોરિકલ, પીરિયડ, ફેન્ટસી, હોરર જેવી અનેક જોનર્સનું મિશ્રણ છે. જે શ્રીપદ નારાયણ પેન્ડસેના મરાઠી ઉપન્યાસ ‘તુંબડચે ખેત’ પર આધારિત છે. નિર્દેશક રાહી અનિલ બર્વેએ પોતાની આ પહેલી જ ફિલ્મમાં નવા અને વ્યાપક દ્રષ્ટિકોણથી એન્ટ્રી કરી છે. ફિલ્મને સશક્ત બનાવવા માટે ક્રિએટિવ ડિરેક્ટર આનંદ ગાંધીનો સાથ મળ્યો છે. ‘તુંબાડ’ હિંદુસ્તાની હોરર ફિલ્મ્સના શરીરમાં આત્મા ઘૂસવાની અને તંત્ર-મંત્ર, ઝાડ-ફૂંક જેવી બીબાઢાળ ફિલ્મ્સને તોડે છે.ઉત્તમ વિઝ્યુઅલ ઈફેક્ટ્સ અને પંકજ કુમારની સિનેમેટોગ્રાફી શરુઆતથી જ ડરનું વાતાવરણ પેદા કરી દે છે. અનેક સીન ડરના માર્યા આંખ મીચવા પર મજબૂર કરી દે છે. સેકન્ડ હાફમાં કેટલાક સીન રીપીટેટિવ લાગે છે. જેથી ક્યારેક રસ ઓછો થઈ જાય છે. જોકે, ક્લાઈમેક્સ સીન રુંવાટા ઉભા થઈ જાય તેવો હોય છે. ફિલ્મ ‘સિમરન’માં પોતાની નેચરલ એક્ટિંગ માટે વખાણાયેલા સોહમ શાહ વિનાયકના રોલમાં ખૂબ જ જમાવટ કરે છે. તેની માના રોલમાં જ્યોતિ માલશે અને તેના દીકરાના રોલમાં બાળ કલાકાર મોહમ્મદ સમદે પણ સુંદર કામ કર્યું છે. અજય-અતુલ અને જેસ્પર કીડનું સંગીત ફિલ્મમાં જામે છે. હોરર ફિલ્મ્સના શોખીનને આ ફિલ્મ જરુર પસંદ આવશે.
2
જીવનના રોજબરોજના પડકારોનો સામનો કરીને પણ એક મિડલ ક્લાસ વ્યક્તિ મૌજી હંમેશા કહેતો રહે છે, સબ ઠીક હૈ. ફિલ્મમાં તમને એન્ટરટેઈનમેન્ટનો ભરપૂર મસાલો મળશે. પછી તે મૌજીની પર્સનલ સમસ્યાઓ હોય, તેની નોકરી હોય, માલિકનો ગુસ્સો હોય, બીમાર મા હોય કે પછી તેના પર હંમેશા ગુસ્સો કરતા રહેતા તેના પિતા હોય. મૌજીની પત્નીને ઘરના કામોને કારણે ક્યારે પતિ સાથે સારો સમય પસાર કરવાનો સમય નથી મળતો. સુઈ ધાગા એક સામાન્ય માણસની જિંદગીના સંઘર્ષની સ્ટોરી છે. વરુણ ધવને ઈમાનદારીથી પોતાના કેરેક્ટરને ભજવ્યો છે, જ્યારે અનુષ્કા પણ સરળતાથી પોતાના કેરેક્ટરમાં ઢળી ગઈ છે.ફિલ્મમાં આ બન્નેના કેરેક્ટર વચ્ચે રોમાન્સ વિના પણ પ્રેમ દેખાઈ આવે છે. સપોર્ટિંગ કેરેક્ટર્સમાં રઘુવીર યાદવ તમને મૌજીના પિતાના રુપમાં ઈમ્પ્રેસ કરશે. મૌજીના માતાના રોલમાં આભા પરમારે પણ સારી એક્ટિંગ કરી છે, તે સ્ક્રીન પર હંમેશાની જે પોતાના કેરેક્ટર સાથે ન્યાય કરે છે.ડિરેક્ટર શરદ કટારિયાએ ફિલ્મને ઘણી રિયલ રાખી છે. ફિલ્મના ફર્સ્ટ હાફમાં દરેક કેરેક્ટર પોતાની સમસ્યાઓ સાથે સ્થાપિત થાય છે. ડાયલોગ પણ એવા અંદાજમાં લખવામાં આવ્યા છે જે રીતે આપણે દરરોજ રુટિનમાં વાતચીત કરતા હોઈએ. ફિલ્મનું સંગીત અને ગીતો સ્ટોરી સાથે જોડાતા જણાઈ રહ્યા છે. ફિલ્મ કોઈ ઉપદેશ આપતી હોય તેમ નથી લાગી રહ્યું અને તમે એન્ડ સુધી અંદાજો પણ નહીં લગાવી શકો. જો કે ફિલ્મ અમુક વાર એટલી સીરિયસ થઈ જાય છે કે તમે બોર થવા લાગો. તો પણ સારી સ્ટોરી અને અનુષ્કા-વરુણની એક્ટિંગને કારણે તમે ફિલ્મ જોઈ શકો છો.
2
‘લવ એન્ડ રિલેશનશિપ્સ આર કૉમ્પ્લિકેટેડ’ એટલે પ્યાર અને રિલેશનશિપ જટિલ હોય છે, આ સ્ટેટસ તમે અનેક જગ્યાએ વાંચ્યુ અને સાંભળ્યું હશે. અનુરાગ કશ્યપ નિર્દેશિત અને આનંદ.એલ. રાય નિર્મિત ‘મનમર્ઝિયા’માં આ જ સ્ટેટસને ખૂબ જ સુંદરતા અને મેચ્યોરિટી સાથે દેખાડવામાં આવ્યું છે. ફિલ્મની વાર્તા ભલે પ્રણય ત્રિકોણ જેવા જૂના આઈડિયાની આસપાસ ફરતી હોય પણ આ ફિલ્મકારોની સ્ટોરી ટેલિંગનો અંદાજ નવો અને અનોખો છે, જે કદાચ પરંપરાગત વિચારશરણી ધરાવતા દર્શકોને ગળે ન ઉતરે પણ તમારે એ વિચારવું પડશે કે, અનુરાગ કશ્યપ જેવા વિદ્રોહી ફિલ્મકારે ક્યાં કોઈ પરંપરાનું અનુકરણ કર્યું છે?અનુરાગની આ ફિલ્મ આજના સમયના એવા પ્રેમની વ્યાખ્યાને ચિત્રિત કરે છે, જેમાંથી મોટાભાગના આજના યુવાનો પસાર થાય છે. પાત્રોની બોલ્ડનેસની બાબતમાં આનંદ એલ રાય એક કદમ આગળ વધ્યા છે તો અનુરાગ તેમને ટ્રીટ કરતા ખૂબ નરમાશથી વર્તતા દેખાયા છે. અનુરાગે પાત્રોના સિક્વન્સ અને દૃશ્યોને એટલી સુંદરતાથી ગૂંથ્યા છે કે, તમે તેમને જજ કરવાને બદલે તેમની સાથે વહેવા લાગો છો. અમૃતસરની રહેનારી રુમી અને વિકીનો શારીરિક પ્રેમ તમે ચોંકાવે છે પણ ક્યાંક ને ક્યાંક તે તમારી દુનિયાનો ભાગ બની જાય છે. નિર્દેશક તરીકે અનુરાગ આ ફિલ્મમાં એક અંદાજમાં જોવા મળે છે. તેને કનિકા ઢિલ્લન જેવી લેખિકાનો પણ શાનદાર સાથ મળ્યો છે.ફિલ્મના ઘણા દ્રશ્યો એવા છે, જે ખૂબ જ મજેદાર છે. તે તમને મલ્ટિપલ ઈમોશન્સનો અહેસાસ કરાવે છે. તમને અંત સુધી ખબર પડી શકતી નથી કે, રુમી કઈ બાજુ જશે? ક્લાઈમેક્સ ખૂબ જ શાનદાર છે. એક્ટિંગ બાબતે ‘મનમર્ઝિયા’ કમાલની છે. તાપસીનું આ ફિલ્મનું કેરેક્ટર તેની કરિયરનું સૌથી ઉત્કૃષ્ટ કેરેક્ટર છે તેમ કહેવું ખોટું નથી. તેણે એક અનકન્વેન્શનલ કેરેક્ટરને એટલું કન્વિન્સિંગલી ભજવ્યું છે કે, તમે તેના પ્રેમમાં પડી જશો. અભિષેક બચ્ચનનું સંયમિત પરફોર્મન્સ વાર્તા ખાસ બનાવે છે. દારૂ પીને બારમાં નાચવાવાળું દૃશ્ય અને ક્લાઈમેક્સમાં અભિષેક-તાપસીનો સંવાદ ફિલ્મના હાઈ પૉઈન્ટ છે.વિકી કૌશલે પોતાના પાત્રને નિપુણતાથી ન્યાય આપ્યો છે, જેને પ્રેમ તો સમજાય છે પણ જિંદગી અને જવાબદારી નહીં. તેનો ફંકી લુક તેના પાત્રને બળ આપે છે. ફિલ્મમાં સપોર્ટિંગ કાસ્ટ પણ સરસ છે. સંગીત બાબતે બધા જ ગીતો સૉલફુલ છે. અમિત ત્રિવેદીના સંગીતમાં ‘હલ્લા’ ‘ગ્રે વાલા શેડ’ ‘ડરાયા’ જેવા તમામ ગીતો સારા બની જાય છે.
2
અત્યાર સુધી બિગ બી અને આર. બાલકીની જોડી ‘ચીની કમ’, ‘પા’ અને ‘શમિતાભ’માં જોવા મળી. પરંતુ તેમણે આ ફિલ્મમાં પણ અમિતાભ બચ્ચનની સાવ ગેરહાજરી નથી. ‘કી અન્ડ કા’માં અમિતાભ બચ્ચનની સાથે જયા બચ્ચનને પણ એક મહત્વના પાત્ર તરીકે રજૂ કર્યા છે. જો આ ફિલ્મની સ્ટોરી પર ધ્યાન આપીએ તો ખ્યાલ આવશે કે આ ફિલ્મ આર. બાલ્કીની પર્સનલ લાઈફથી વધુ પ્રભાવિત છે. ગૌરીની ઉંમથી બાલ્કી લગભગ 12-13 વર્ષ નાની છે. ગોરી ટોટલી કરિયર ઓરિએન્ટેડ વુમન છે, બીજી તરફ બાલકીને ઘર સંભાળવું વધુ પસંદ પડે છે. જ્યારે ગૌરી ડાયરેક્ટર તરીકે શ્રીદેવી સ્ટારર ફિલ્મ ‘ઈંગ્લિશ વિંગ્લિશ’ બનાવી રહી હતી ત્યારે બાલ્કીએ આખું ઘર સંભાળ્યું હતું. ગૌરી ભગવાનનો આભાર વ્યક્ત કરે છે કે તેને પત્નીવતા પતિ આપ્યો. તો બાલ્કીનું પણ માનવું છે કે હમેશા પત્ની જ શા માટે કિચનને બધું સંભાળે? પતિ આવું આમ શા માટે ન કરે? હવે જ્યારે ‘કી એન્ડ કા’ દર્શકોની સામે છે ત્યારે લાગે છે કે ફિલ્મ બનાવવાની પ્રેરણા બાલીકને તેમની પર્સનલ લાઈફ અને ઘરેથી જ મળી હશે.એક્ટિંગઃ જો એક હાઉસ હસ્બન્ડ તરીકે અર્જુન કપૂરની એક્ટિંગની વાત કરીએ તો અર્જુને આ કામ સુંદર રીતે કર્યું છે. પિતાની સાથે તણાવ વચ્ચે ઘરમાં કીયની માની સાથે સમય ગુજરતા અમુક સીન્સમાં અર્જુનની એક્ટિંગ જોવા લાયક છે. રસોડાથી ઘરના બીજા ખુણામાં ફરતું અર્જુનનું પાત્ર છોકરીઓને વધુ પસંદ પડી શકે છે. કીયાનું પાત્ર કરીના કપૂર માટે પરફેક્ટ છે. કરીનાએ અદ્ભૂત એક્ટિંગ કરીને સ્ક્રીનને જીવિત કરી દીધી છે. અને હા, સ્ક્રીન પર સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની એન્ટ્રી દર્શકો માટે સર્પાઈઝ ટ્રીટ જ કહી શકાય છે. કીયાની માના પાત્રમાં સ્વરુપ સંપતે પણ સારું કામ કર્યું છે. રંજીત કપૂરે પણ નિરાશ નથી કર્યા. ડાયરેક્શનઃ આર. બાલ્કીએ આ ફિલ્મને એક નવા નજરિયા અને મલ્ટીપ્લેક્સ કલ્ચરની સાથે-સાથે જેન એક્સની પસંદને ધ્યાનમાં રાખીને બનાવવાની કોશિશ કરી છે, પરંતુ ઈન્ટર્વલ પહેલા ફિલ્મની ગતિ ખાસ્સી સુસ્ત છે અને કી એન્ડ કાની મુલાકાતોના સીન્સને પણ ખાસ્સા ખેંચ્યા છે. કરીના-અર્જુનની વચ્ચે ઘણા લીપ લોક સીન્સ છે જેનાથી બચી શકાયું હોત. હા, બાલ્કીએ પોતાના પ્રિય સુપર સ્ટાર અમિતાભ અને જયા બચ્ચનના પેકેસ ફિલ્મમાં દર્શકોને સરપ્રાઈઝની રીતે રજૂ કર્યા છે. જે સ્ટોરીનો મહત્વનો ભાગ પણ છે.સંગીતઃ આ ફિલ્મના રિલીઝ પહેલા ફિલ્મના બે ગીતો ‘હાઈ હીલ’ અને ‘જી હુજૂરી’ મ્યુઝિક લવર્સમાં રિટ થઈ ચૂક્યા હતા. બાલ્કીની પ્રશંસા કરવી પડે કે તેમણે ‘જી હુજૂરી’ ગીતને ફિલ્મના માહોલ મુજબ વારંવાર યોગ્ય સિચ્યુએશન પર ફિટ કરી છે. શા માટે જોશોઃ એક નવો ઓબ્જેક્ટ, અર્જુન અને કરીનાની સારી કેમેસ્ટ્રી. જો તમે બાલ્કીની ફિલ્મોને મિસ નથી કરતા તો આ વખતે રિયલ લાઈફને મળતી આ ફિલ્મને મિસ ન કરો. ફિલ્મમાં સુસ્ત ગતિ અને નબળી સ્ક્રીપ્ટ માઈનસ પોઈન્ટ છે.
2
એ સ્ક્વેર અને બી સ્ક્વેર એ જોડિયા બાળકોના નામ છે, જેમને પાછળથી બે-બે અલગ-અલગ કપલ દ્વારા રોય (Ranveer Singh) અને જોય (Varun Sharma) તરીકે નામ આપવામાં આવે છે, જેઓ તેમને દત્તક લે છે. ધીમે-ધીમે ચારેય બાળકો મોટા થાય છે અને એકબીજા સાથે ટકરાય છે. આ ફિલ્મ ચોક્કસરીતે એક લાઈનની જ વાર્તા છે. જેમા રોહિત શર્માની દરેક ફિલ્મોમાં જોવા મળતા કોમેડીનો તકડો ખૂટે છે.ઊટીની મનોહર ટેકરીઓની વચ્ચે થીમ પાર્ક જેવા 'સર્કસ'નો સેટ ઉભો કરવામાં આવ્યો છે, જે 60 અને 70ના દશકાના વચ્ચેના સમયની ઝાંખી પૂરી પાડે છે. ઘણા બોલિવુડ ક્લાસિક નંબરો સ્ક્રીન પર જોવા મળે છે અને કલાકારોના જૂના કોસ્ચ્યુમ કરતાં એક માત્ર વસ્તુ વધુ મોટેથી છે, તે છે તેમની એક્ટિંગ. બોલિવુડમાં આપણે અત્યારસુધીમાં ઘણી તેવી ફિલ્મો જોઈ છે જે છેક સુધી દર્શકોને આનંદ કરાવે છે. જેમાં રોહિત શેટ્ટીની ફિલ્મોનો પણ સમાવેશ થાય છે. જો કે, 'સર્કસ'માં ક્યાંકને ક્યાંક આ જ વાતનો અભાવ જોવા મળે છે.ફિલ્મમાં ભાગ્યે જ એવા સીન છે જે તમને હસવા માટે મજબૂર કરશે. ખાસ કરીને જ્યારે ફિલ્મનો હીરો 'જ્યુબિલી સર્કસ'માં ખુલ્લા હાથથી બે વાયરને એકબીજા સાથે અડાડે છે ત્યારે તેના ભાઈને જોરદાર ઈલેક્ટ્રિક કરંટ લાગે છે. જો કોઈ તેને અડે તો તેઓ પણ કરંટ અનુભવે છે. સર્કસ ખતમ થયા બાદ તેની સાથે બધું ઠીક થવા લાગે છે. તમને આ પ્રકારના સીનમાં મજા આવશે પરંતુ બાકીનો પ્લોટ સીટ પર બેસવા નહીં દે. સારા એક્ટરોનો સ્ટિરિયોટાઈપ પાત્રોમાં વેડફાટ, હસવું ન આવે તેવા ડાયલોગ સહિત ઘણું બધું કંટાળો અપાવે છે. સ્ક્રીનપ્લે કંઈ ફ્રેશ પીરસતું નથી. ફિલ્મમાં પંચલાઈનની પણ ઉણપ છે.રણવીર સિંહે તેના બંને પાત્રોને સારી રીતે દેખાડવાના પ્રયાસો કર્યા છે, પરંતુ દુર્ભાગ્ય રીતે પૂરતો ન્યાય આપી શક્યો નથી. 'કરંટ લગા રે'માં દીપિકા પાદુકોણનો કેમિયો હાઈલાઈટ છે, જે થોડી રાહત આપે છે. વરુણ શર્માની કોમિક ટાઈમિંગ વેડફવામાં આવી છે અને અંતમાં જ્હોની લીવર (પોલસોન ભાઈ તરીકે) થોડું ઓર્ગેનિક હાસ્ય લઈને આવે છે. તેઓ થોડી જ મિનિટના સ્ક્રીન ટાઈમિંગમાં આખી ટીમને સાથે લાવે છે. રોયની પત્ની માલાના પાત્રમાં પૂજા હેગડે જામે છે, જ્યારે જેક્લીન ફર્નાન્ડિઝ ગર્લફ્રેન્ડ બની છે. 'સર્કસ' ઘણા સારા એક્ટરોથી બનેલી ફિલ્મ છે, પરંતુ ખાસ કમાલ કરી શકી નથી.
0
મોટા સ્તર પર બનેલી ફિલ્મ 'PS - 1'માં બધું જોરદાર હશે તેવું માની થિયેટરમાં આવેલા દર્શકો નિરાશ થાય છે. જો એક્ટિંગની વાત કરીએ તો 'PS - 1'માં કાર્તિએ જોરદાર કામ કર્યું છે. તેમજ જયરામ રવિએ પણ સારી એક્ટિંગ કરી છે. ઐશ્વર્યા રાય બચ્ચન આ ફિલ્મમાં ખૂબ જ આકર્ષક દેખાઈ રહી છે. 'PS - 1'નું સંગીત ખૂબ જ સારું છે જે એ આર રહેમાને આપ્યું છે. જ્યારે રવિ વર્મનનું કેમેરાવર્ક કમાલનું છે. જો તમે ચોલ સામ્રાજ્યની મહાગાથાને ભવ્યરૂપે જોવા માગો છો તો 'PS - 1' થિયેટર્સમાં જોવી જોઈએ. પણ, જો તમે એવી અપેક્ષા સાથે થિયેટરમાં જશો કે કશું ધમાકેદાર જોવા મળશે તો 'PS - 1' તમને નિરાશ કરી શકે છે.
0
આદિત્યએ તેના એક્શન અવતાર માટે ઘણી મહેનત કરી છે. તેની મહેનત દેખાઈ છે. કેટલાક કોરિયોગ્રાફ્ડ એક્શન સીન પડદા પર સારા પણ લાગે છે, પરંતુ આ સીન પહેલા પણ ઘણી ફિલ્મોમાં જોવા મળયા છે. સંજના સાંઘીને એક એક્શન સીક્વન્સ સિવાય કંઈ ખાસ કરવા નથી મળ્યું, કારણ કે તેના પાત્રને ઠીકથી ઘડવામાં આવ્યું નથી. ઓમના કાકા અને રૉ અધિકારી તરીકે આશુતોષ રાણા સૌથી પ્રામાણિક કલાકાર લાગે છે. નાના રોલમાં પણ જેકી શ્રોફનું ટશન યથાવત્ છે. પ્રકાશ રાજ પોતાને પુનરાવર્તિત કરતાં દેખાઈ છે. છેલ્લે ટ્વિસ્ટ પણ ઝોલા ખાય છે, કુલ મળીને જો તમારી પાસે નકામો સમય અને પૈસા હોય તો જ આદિત્ય રોય કપૂરના આ એક્શન અવતાર પાછળ વેડફી શકો છો.
0
અન્ય સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મોની સરખામણીમાં અહીં ડ્રામાથી ભરપૂર ક્લાઈમેક્સ સીન્સ આપવામાં નથી આવ્યા. લેખક કિરણ યદ્દનોપવિતે ટેક્નિકલ વસ્તુઓ કરતા વધારે મહત્વ ભાવનાત્મક પરિબળોને આપ્યું છે. જો કે રાઈટર-ડિરેક્ટરે ક્રિકેટની રમતમાં થતી રાજનીતિ પર પ્રકાશ પાડ્યો હતો તો વધારે સારુ હતું. એક ક્રિકેટર તરીકે પ્રવીણ તાંબેએ પોતાની નૈતિક દુવિધાઓનો સમનો કર્યો, વૃદ્ધ માતાની ચિંતા, એક પત્ની અને 3 બાળકોની દેખરેખ કરી, આ તમામ વાતો ફિલ્મમાં સમાવી શકતા હતા. આ ફિલ્મની સ્ટોરીને વધારે સારી રીતે રજૂ કરી શકાતી હતી. શ્રેયસ તલપડેના અભિનયની વાત કરીએ તો એક સારો અભિનેતા છે. તેણે સ્પોર્ટ્સ ડ્રામા ઈકબાલમાં ઘણું સારું કામ કર્યુ હતું. પડદા પર તેણે ગુસ્સાને સંયમિત રીતે છુપાવવો, નિરાશ કરતી આશા વગેરે જેવી ભાવનાઓ સુંદરતાથી દર્શાવી છે. મરાઠી હોવાને કારણે મુંબઈકરના રોજીંદા જીવનને સરળતાથી દર્શાવી શકે છે. ઈકબાલની જેમ આ વખતે પણ શ્રેયસ પાસે એક ઘણી સારી તક હતી જ્યાં તે પોતાની એક્ટિંગથી તમામ લોકોને ચોંકાવી શકતો હતો, પરંતુ તે આ વખતે ચૂકી ગયો.પરમબ્રતે તાજેતરમાં ઘણી ફિલ્મોમાં સારો અભિનય કર્યો છે. આ ફિલ્મમાં પણ તેણે ગ્રે શેડમાં પોતાની એક્ટિંગથી સૌને ચોંકાવ્યા છે. આશિષ વિદ્યાર્થી એક ઓફબીટ કોચની ભૂમિકામાં છે, જેમનું પાત્ર ન વ્હાઈટ છે ન બ્લેક. ફિલ્મમાં શ્રીમતી તાંબેનું પાત્ર અંજલિ પાટિલે સારી રીતે ભજવ્યું છે.
0
મોટાભાગની સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મમાં ખાસ કરીને બાયોપિકમાં સીધી સટ વાર્તા કહી દેવાય છે. આવી રીતે જન્મ થયો, આ રીતે ઉછેર, પછી ટ્રેનિંગ અને પછી જીત. અમોલ ગુપ્તેએ પણ પોતાની ફિલ્મને સિમ્પલ રાખી છે. ફિલ્મમાં સાયનાની કથિત પ્રતિસ્પર્ધી પીવી સિંધુ સાથે જોડાયેલા વિવાદોને સ્પર્શવાની કોશિશ પણ નથી કરવામાં આવી. ફિલ્મમાં પીવી સિંધુનો ક્યાંય ઉલ્લેખ પણ નથી. સ્પષ્ટ છે કે ડાયરેક્ટર વિવાદોથી બચવા માગતા હતા. આ ફિલ્મ સાયનાની જીવનની વાર્તા છે અને પ્રયાસ એ જ રહ્યો છે કે ફિલ્મની વાર્તામાં દેશભક્તિનો રંગ જોવા મળે.ફિલ્મમાં કલ્પનાઓનું ઘણું મહત્વ હોય છે. એવામાં ઘણાં સીન એવા છે જેને જોઈને તમને લાગશે કે ખરેખર આવું બન્યું હશે? એક સીનમાં મા પોતાની 12 વર્ષની દીકરીને લાફો મારી દે છે કારણકે તે રનર અપનું મેડલ જીતીને ખુશ છે. પિતા તેને સમજાવે છે કે જીતવું કેમ જરૂરી છે. માતાપિતા પોતાના સપના સંતાનો દ્વારા પૂરા કરવા માગે છે ત્યારે વાર્તા એક પછી એક ગૂંથાતી જાય છે. ફિલ્મમાં સાયનાના સંઘર્ષને મહાન રૂપ આપીને નથી દર્શાવાયો અને તેની જીત પણ શ્રેષ્ઠતમ હોય તેવી રીતે નથી દર્શાવાઈ. અમોલ ગુપ્તે સરળ વાર્તા દ્વારા એ બતાવવાની કોશિશ કરી રહ્યા છે કે સાયના એક ખેલાડી તરીકે પોતાનું કામ કરતી રહી. તે રમતી રહી. એક સરળ વાર્તામાં મનોરંજન પૂરું પાડીને તેને રસપ્રદ બનાવી દર્શકોને પીરસવી મુશ્કેલ હોય છે. જો કે, અમોલ આ કરવામાં સફળ રહ્યો છે. ફિલ્મમાં ડાયરેક્ટરે બાળકો પાસે સરસ કામ કરાવ્યું છે. ખાસ કરીને મુંબઈની 10 વર્ષની નિશા કૌર જેણે સાયનાનો બાળપણનો રોલ કર્યો છે તેની સાથે સારું ટ્યૂનિંગ જોવા મળ્યું છે.ફિલ્મમાં નિશા કૌરની એક્ટિંગ રસપ્રદ છે. તે સાયનાનું બાળપણ બતાવે છે સાથે જ પોતાની સ્કીલ્સને પણ મઠારી છે જેથી તે ફિલ્મી પડદે સારી દેખાય. પરિણીતી ચોપરાની વાત કરીએ તો બેડમિન્ટન ચેમ્પિયનના રોલમાં ઢળવું તેના માટે મુશ્કેલ હતું કારણકે તેને ગેમની ટેક્નિક શીખવા અને બાકીની ટ્રેનિંગ લેવા માટે ખૂબ ઓછો સમય મળ્યો હતો. એવામાં ઘણી જગ્યાએ ખામી તેની આંખમાં દેખાઈ આવે છે. આમ જોવા જઈએ તો પરિણીતીએ ખૂબ સારું કામ કર્યું છે. તેણે શારીરિક રીતે પોતાને કેરેક્ટરમાં ઢાળવા માટે ખૂબ પ્રયાસ કર્યા છે. અમોલ ગુપ્તે માટે સૌથી મુશ્કેલ કામ સાયના નહેવાલની વાર્તાને સહજ રીતે મનોરંજક બનાવાનું હતું કારણકે સાયનાના જીવન સાથે કોઈ વિવાદ નથી જોડાયેલા તેમજ તેનું જીવન પારદર્શી રહ્યું છે. દુનિયાભરમાં ડંકો વગાડનારી સાયનાની વાર્તામાં બહુ સ્ટ્રગલ પણ નથી કારણકે તેના માતાપિતાએ ખૂબ સહયોગ આપ્યો હતો. પ્રેમાળ બહેન, મિત્રોનું મોટું ઝૂંડ અને પતિ (પરુપલ્લી કશ્યપ) પણ છે જે સાયના માટે ચીયરલીડર બન્યા છે. સાયના બાળપણથી જ એક વિજેતાની જેમ ઉછરી હતી. એવામાં કોઈ સંઘર્ષ નથી જે દર્શકોના દિલના તારને સ્પર્શી શકે. જો કે, અમોલ ગુપ્તેએ આખી ફિલ્મમાં સાયનાને 'સિંહણ' દર્શાવવાની કોશિશ કરી છે. આ ફિલ્મ વધુ યાદગાર બનાવી શકાઈ હોત તેમાં કોઈ બેમત નથી પરંતુ યુવાનોને પ્રેરિત કરવામાં ઊણી ઉતરતી દેખાય છે.
0
જો તમે રાઘવ લોરેન્સની તમિલ ફિલ્મ 'કંચના' જોઈ છે તો સ્ટોરી તે જ છે પરંતુ ટ્રિટમેન્ટ થોડી અલગ છે. પહેલો સીન જોરદાર છે અને અક્ષય કુમારની એન્ટ્રી ધમાકેદાર છે. અક્ષય કુમારની પરફોર્મન્સ સારી છે પરંતુ જ્યારે તમને લાગે છે કે ફિલ્મ ઝડપથી આગળ વધવી જોઈએ ત્યારે તેમાં નાટકિય સીન તેને સ્લો કરી દે છે. આટલું જરૂર છે કે ફિલ્મમાં લક્ષ્મીની એન્ટ્રી ધમાકેદાર છે અને અક્ષય કુમારે પોતાના પાત્રને સારો ન્યાય આપ્યો છે. જે પ્રશંસાના પાત્ર છે. એક લાંબા સમય બાદ અક્ષય કોમેડી રાખીને પણ સીરિયસ પાત્રને તેના અંજામ સુધી પહોંચાડ્યું છે. લક્ષ્મીના પાત્રમાં શરદ કેલકારનો નાનકડો રોલ છે પરંતુ તે છાપ છોડી જાય છે. જો તમને હોરર ફિલ્મોથી ડર લાગે છે તો આ ફિલ્મને જોઈ લો કારણ કે આ હોરર ફિલ્મ નથી પરંતુ એક સારો સંદેશ આપે છે.અક્ષય અને કિઆરાની જોડી જામી રહી નથી કારણ કે અક્ષયની ઉંમર દેખાય છે પરંતુ કિઆરાના લુક્સ તો તમે જાણો જ છો. કિઆરા દરેક ફિલ્મ સાથે વધુ સારી થતી જાય છે. રાધવ લોરેન્સે ફિલ્મનું ડિરેક્શન કર્યું છે તો સાઉથના પ્રભાવથી તમે નહીં બચી શકો. જો તમને સાઉથની ફિલ્મો પસંદ છે તો ઠીક નહીંતર પહેલા સોન્ગ બાદ ફિલ્મથી તમારું ધ્યાન ભટકી જશે અને કદાચ જોવાનું પણ મન નહીં કરે. આ ફિલ્મનું દરેક સોન્ગ સ્ટોરીને ખતમ કરવાનું કામ કરે છે. ભલે 'બુર્જ ખલીફા' સોન્ગ હિટ થઈ ગયું પરંતુ જો તમે થિયેટરમાં આ ફિલ્મ જોવા ગયા હોત તો નિશ્ચિત રૂપે વોશરૂમમાં જતા રહ્યા હોત. ફિલ્મમાં સપોર્ટિંગ કાસ્ટ તરીકે અશ્વિની કલસેકર, રાજેશ શર્મા, આયશા રજા અને મનુ ઋષિએ સારું કામ કર્યું છે.
0
નિર્દેશક અહમદ ખાને ‘બાગી 3’ એક શાનદાર એક્શન એન્ટરટેનર ફિલ્મ બનાવવામાં જરાય કચાશ રાખી નથી. ફિલ્મમાં લીડ હીરોના ચહેરાને બિલકુલ ભાવ વિનાનો રાખવામાં આવ્યો છે જેથી એ પડદા પર ખૂંખાર દેખાય. હાલ ટાઈગર શ્રોફ બોલિવુડમાં સૌથી વધુ કમાણી કરતો એક્શન સ્ટાર બની ગયો છે અને તેણે ફિલ્મમાં પણ જબરદસ્ત એક્શન સીન્સ કર્યા છે. તેની પર્ફેક્ટ બોડી અને દમદાર એટિટ્યૂડથી દરેક એક્શન એકદમ વાસ્તવિક લાગે છે.જો કે, દર્શકોને એક્શનની સાથે તેના કેટલાક ઈમોશનલ અને કોમેડી સીન પણ જોવા મળશે.ફિલ્મમાં શ્રદ્ધા કપૂર ખૂબ ગ્લેમરસ લાગી રહી છે અને ફર્સ્ટ હાફમાં તેના કોમેડી સીન ખૂબ હસાવશે. શ્રદ્ધાનું પાત્ર ફિલ્મની વાર્તા માટે ખાસ મહત્વનું ના હોવાથી તેને વધુ પર્ફોર્મ કરવાનો મોકો મળ્યો નથી. બીજી તરફ સમજાતું નથી કે રિતેશ દેશમુખની ભૂમિકા મહત્વની હોવા છતાં તે સ્લોમેન ચાઈલ્ડ તરીકે કેમ વર્તી રહ્યો છે. તેને સતત પ્રોટેક્શનની જરૂર કેમ પડે છે. આશ્ચર્યની વાત તો એ છે કે, ફિલ્મમાં તેને નબળો દર્શાવાયો હોવા છતાં પોલીસનો રોલ આપવામાં આવ્યો છે. સાથે જ તેના પર્ફોર્મંસમાં પણ ફિલ્મની વાર્તા મુજબનો દમ નહોતો. એટલું જ નહીં ફિલ્મનો અજીબોગરીબ અંત દર્શકો પચાવી શકે તેવો નથી.એક તરફ સીરિયાનો સેટઅપ તમને ડરામણો અનુભવ કરાવશે. ત્યારે બીજી તરફ મુખ્ય વિલન અબૂ જલાલ (જમીલ ખોરી)ને બાદ કરતાં બાકીના તમામ વિલન કાર્ટૂન જેવા લાગી શકે છે.જમીલનું પર્ફોર્મંસ વખાણવાલાયક છે. ફરહાદ સામજીના ડાયલોગ ઘણી જગ્યાએ હ્યૂમર માટે છે. ફિલ્મનું મ્યૂઝિક સરેરાશ છે પરંતુ સારું છે કે ફિલ્મમાં વધુ ગીતો નથી. એક્શન ડિઝાઈન (અહમદ ખાન) પ્રશંસનીય છે પરંતુ કેમેરા વર્ક થોડું નબળું છે.ફિલ્મમાં ઘણા શોટ્સ સ્લો મોશનમાં છે, કાન ફાડી નાખતા ધડાકા અને દમદાર એક્શન સીન્સ છે. જો કે, ફિલ્મની નબળી વાર્તા સારા પાસા ખાઈ જાય છે.
0
નિર્દેશક ગગનપુરીની વાર્તા રસપ્રદ છે પરંતુ તેને યોગ્ય રીતે વિસ્તારી શક્યા નથી. નિર્દેશકે પ્રયાસ કર્યો હોત તો 90ના દશકાનો માહોલ વધુ કોમેડી અંદાજમાં દર્શાવી શક્યા હોત. બુદ્ધિશાળી દાદીની સામે સુનીલ અને સુપ્રિયાને સ્કૂલે જતાં વિદ્યાર્થીઓ તરીકે દર્શાવવાની વાત પચતી નથી. ક્લાઈમેક્સ જલદી પૂરો કરી દેવાયો છે. જો કે, ફિલ્મમાં અમુક દ્રશ્યો એવા છે જે ચહેરા પર હાસ્ય લાવી દેશે. તો કેટલાક ઈમોશનલ દ્રશ્યો હૃદયસ્પર્શી છે.દીકરા સુનીલના રોલમાં મનુ ઋષિ ચઢ્ઢાએ સારું કામ કર્યું છે. માતા માટે કંઈપણ કરી છૂટવા તૈયાર દીકરાના રોલમાં તે એકદમ બંધબેસે છે. દાદી તરીકે ડોલી અહલૂવાલિયા શાનદાર રહી. માહી પણ પોતાના પાત્રને ન્યાય આપવામાં સક્ષમ રહી. પૌત્ર-પૌત્રીના રોલમાં શરદ રાણા-અર્ચિતા શર્મા ઠીકઠાક હતા. રાજેશ શર્મા, સુપ્રિયા શુક્લા અને મહક મનવાનીની એક્ટિંગ સરેરાશ હતી.જોવાય કે નહીં: ફિલ્મ જોવાની રહી જાય તો પણ કંઈ વાંધો નથી.
0
આજથી લગભગ 17 વર્ષ પહેલા રિલીઝ થયેલી ગોપાલ વર્માની ફિલ્મ ‘ભૂત’ની ગણના ભારતીય સિનેમાની સૌથી યાદગાર હોરર ફિલ્મોમાં થાય છે. એટલે જ જ્યારે વર્ષો બાદ ધર્મા જેવું મોટું પ્રોડક્શન હાઉસ વિકી કૌશલ જેવા ટેલેન્ટેડ કલાકાર સાથે એ જ શીર્ષકવાળી ફિલ્મ ‘ભૂત’ લઈને આવે તો દર્શક તરીકે તમને કંઈક નવું જોવાની અપેક્ષા ચોક્કસ હશે. પરંતુ ફર્સ્ટ ટાઈમ ડાયરેક્ટર ભાનુ પ્રતાપ સિંહ પોતાની ડેબ્યૂ ફિલ્મમાં એવું ખાસ કંઈ બતાવી શક્યા ન શક્યા જે હોરર પ્રેમીઓએ અગાઉ જોયું ના હોય.નિઃસંકોચ ફિલ્મનો પહેલો સીન ખૂબ ડરામણો છે, જોઈને મોંમાથી ચીસ નીકળી જાય તેવો. પરંતુ જેમ જેમ ફિલ્મ આગળ વધે છે તેમ ડર ઓછો થતો જાય છે. ફિલ્મમાં વિકી કૌશલની અંગત જિંદગીનો કિસ્સો આમિર ખાનની ફિલ્મ ‘તલાશ’ની યાદ અપાવશે. ફિલ્મમાં અમુક દ્રશ્યો ખૂબ ડરામણા છે પરંતુ નવીનતાનો અભાવ છે. છત અને દિવાલ પર ગરોળીની જેમ ફરતી ચુડેલ આપણે પહેલા પણ જોઈ ચૂક્યા છીએ. ભૂતનો મેકઅપ ડરાવવાને બદલે હાસ્ય ઉપજાવે તેવો છે.બેકગ્રાઉન્ડ મ્યૂઝિકે ડર વધારવામાં સારો સાથ આપ્યો છે. પરંતુ સ્ક્રીનપ્લે નબળો હોવાને કારણે પુનરાવર્તનનો અનુભવ થાય છે.હોરર ફિલ્મોને સશક્ત બનાવવા માટે વપરાયેલા કમ્પ્યૂટર ગ્રાફિક્સ પૂરતા નથી. ફિલ્મના સેકંડ હાફમાં ફિલ્મની વાર્તા ગૂંચવાઈ જાય છે. ક્લાઈમેક્સમાં ‘હીમ ક્લિમ ચામુંડાય’ મંત્રના કારણે આ ફિલ્મ ટિપિકલ હોરર ફિલ્મ બનીને રહી જાય છે. ફિલ્મના અંતે નિર્દેશક બીજો ભાગ બનવાનો હોવાનો ઈશારો કરે છે.ડિપ્રેશનગ્રસ્ત અને અપરાધ ભાવ હેઠળ દબાયેલા પૃથ્વીનું પાત્ર વિકી કૌશલે બખૂબી નિભાવ્યું છે. ડર અને અચરજના દ્રશ્યોમાં પણ તે દમદાર લાગે છે. મહેમાન કલાકાર તરીકે ભૂમિ છાપ છોડી જાય છે પરંતુ આશુતોષ રાણા જેવા સશક્ત અભિનેતાના પાત્રને ફિલ્મમાં બરાબર દર્શાવાયું નથી. સહયોગી કાસ્ટ પણ ઠીક-ઠીક છે.
0
ફિલ્મનો ફર્સ્ટ હાફ ખૂબ જ સ્લો છે, ધીમે ધીમે ફિલ્મ આગળ વધે છે જ્યાં ઘણા કેરેક્ટર્સ ફિલ્મમાં કેમ છે તે નથી સમજાતુ. ફિલ્મ ટુકડે ટુકડે સારી છે. સેકન્ડ હાફમાં ફિલ્મ સ્પીપ પકડે છે. આખી ફિલ્મમાં ગુજરાતી ફ્લેવર જાળવી રાખવા બદલ નિર્દેશનને અભિનંદન આપવા પડે. ક્લાઇમેક્સ રસપ્રદ છે પરંતુ તે પણ લાંબો લાગે છે. એક્ટિંગની વાત કરવામા આવે તો રાજકુમાર રાવની એક્ટિંગ ખૂબ જ સારી છે ગુજરીતા લહેકામાં તેનો સંવાદ મજેદાર છે. મૌની રૉય કંઇ ખાસ નથી. તેને માત્ર ફિલ્મમાં સુંદરતા માટે રાખી હોય તેવુ લાગી રહ્યુ છે. બોમન ઇરાની ફિલ્મની જાન છે. ડોક્ટરની વર્દીમાં તેણે પ્રાણ ફૂંક્યા છે. . પરેશ રાવલ ઘણા લાંબા સમય પછી ફિલ્મમાં દેખાયા છે. અમાયરા દસ્તૂરનું પાત્ર સાવ વેસ્ટ થઇ ગયુ છે. સુમીત વ્યાસ અને ગજરાજ રાવના પાત્રમાં વધારે મહેનતની જરૂર હતી. સચિન-જીગરના મ્યૂઝિકમાં નેહા કક્કડ, દર્શન રાવલ અને સચિન જીગરે ગાયેલું ગીત ઓઢણી ઓડિયન્સને પસંદ આવી રહ્યુ છે. આ સિવાય ફિલ્મમાં ગુજરાતી ટચ હોવાથી ઘણું મ્યૂઝિક ગુજરાતીઓને પસંદ આવશે.
0
હાઉસફૂલ સીરીઝની ફિલ્મ જોવા જતા હોવ તો દિમાગ ઘરે જ મૂકીને જવું જોઈએ. હાઉસફૂલ 4 આમાં જરાય અપવાદ નથી.ફિલ્મમાં અઢળક પાત્રો છે જે ભૂતકાળમાંથી વર્તમાન લાઈફમાં ફરી જીવિત થાય છે. ફિલ્મની કોમેડીમાં જરાય દિમાગ દોડાવવા જેવું નથી. ફિલ્મમાં દર્શકોને હસાવવા ચીપ કૉમેડી નાંખવામાં આવી છે. ખાસ કરીને, રાજકુમારી મીના ધરમપુત્ર તેની સાથે લગ્ન કરે એ માટે તેની જાતીય સતામણી થઈ હોવાનું નાટક કરે છે. વાસી જોક અને સસ્તી કોમેડીની ફિલ્મમાં ભરમાર છે. અભિનેત્રીઓમાં ક્રિતી સેનનને સૌથી લાંબો રોલ મળ્યો છે જેને તે ન્યાય કરે છે. ક્રિતી ખરબંદા અને પૂજા હેગડેના ભાગે ખાસ કશું આવ્યું નથી. આખા મૂવીમાં ત્રણેય સરખા કલરના કપડામાં દેખાય છે. જેથી તમે તેમને અલગ ઓળખી જ ન શકો. રિતેશ દેશમુખ અમુક અમુક જગ્યાએ દર્શકોને હસાવવામાં સફળ જાયછે. મનોજ પાહવા, નવાઝુદ્દીન સિદ્દીકી, રાણા દગ્ગુબાટી અને જ્હોની લીવર ફિલ્મમાં સાવ વેડફાઈ ગયા છે. અર્ચના પુરણ સિંહ ઘણીવાર ફોટામાં જોવા મળી જાય છે.ફિલ્મનો ભાર અક્ષય કુમારે પોતાના ખભે ઊઠાવ્યો છે. કોમિક ટાઈમિંગને કારણે અક્ષય કુમારનું પરફોર્મન્સ ઘણું વખાણવાલાયક છે. હાઉસફૂલ જોવા જવું હોય તો દિમાગ ઘરે મૂકીને જ જજો. ફિલ્મની છેલ્લી 30 મિનિટમાં ક્રિતી ખરબંદ અવારનવાર પૂછે છે, “યે સબ ક્યા હો રહા હૈ?” ફિલ્મની ઑડિયન્સને પણ આવું જ લાગે છે. જો તમને હાઉસફૂલ ટાઈપની ફિલ્મો ગમતી હોય તો કદાચ તમને આ ફિલ્મ ગમશે. પરંતુ જો ન ગમતી હોય તો ફિલ્મની ટિકિટ બુક કરાવતા પહેલા સો વાર વિચાર કરજો.
0
ડિરેક્ટર તિગ્માંશુ ધૂલિયાએ પોતાની રોમાન્ટીક કોમેડી માટે મજેદાર સીન્સ પસંદ કર્યા છે પરંતુ અનેક ટ્રેક્સ ચલાવવા માટે તેની પર નિયંત્રણ નથી રહ્યું. ફર્સ્ટ હાફમાં સ્ક્રીનપ્લેમાં એટલા લોચા છે કે સમજમાં જ નથી આવતું કે શું થઈ રહ્યું છે. સેકન્ડ હાફમાં સ્ટોરી સીરિયસ થયા પછી ઝડપ પકડે છે પરંતુ તમે સરળતાથી અનુમાન લગાવી શકો છો. આ ફિલ્મમાં અનેક રસપ્રદ પંચ છે. જે વાતાવરણને એન્ટરટેઈનિંગ બનાવે છે. જોકે, પછી એક હદ પછી ફિલ્મની લંબાઈ 2 કલાક દસ મિનિટ વધુ પડતી જ લાગે છે. જોકે, ફિલ્મ ટ્રિટમેન્ટ માટે તિગ્માંશુના વખાણ કરવા પડશે. ફિલ્મનો ક્લાઈમેક્સ ખૂબ જ નબળો છો.અલી ફઝલની એક્ટિંગ દરેક ફિલ્મે ધારદાર થતી જાય છે. પોતાની ભૂમિકાથી તેણે સંતુલન સાધ્યું છે. સાઉથ એક્ટ્રેસ શ્રદ્ધા આ ફિલ્મથી પોતાનું બોલિવૂડ ડેબ્યૂ કરી રહી છે. તેણે મૈથિલીનો રોલ ખૂબ જ સુંદરતાથી નિભાવ્યો છે. તેની અને અલીની જોડી પડદા પર ખૂબ જ સારી લાગે છે. તિગ્માંશુ ધૂલિયાએ હિંદી ફિલ્મ્સના ફેન તરીકે ખૂબ જ મનોરંજન કરાવ્યું છે. તેઓ જ્યારે પણ પડદા પર આવે છે ત્યારે હળવી સ્માઈલ આવી જાય છે. પરંતુ હજું તેમનું કેરેક્ટર વધુ સ્ટ્રોંગ બની શક્યું હોત. દીપરાજ રાણાનો અંદાજ અલગ જ જોવા મળે છે. દોસ્તોના રોલમાં દરેક કલાકારોએ સારુ કામ કર્યું છે. સંજય મિશ્રાએ હંમેશની જેમ ધારદાર કામ કર્યું છે. આકૃતિ કક્કર અને રાણા મજમૂદારના સંગીતમાં કેટલાક ગીત સારા છે. આ ફિલ્મ એક વાર જોઈ શકાય છે પરંતુ એ શરતે કે તમે વધુ આશા લઈને ન જાઓ તો…
0
આ ફિલ્મ જોતા જોતા તમને તમારા બાળપણની મીઠી યાદો વાગોળવા મળશે. ફોટોગ્રાફ (સેલ્ફી નહિ) આ લાગણીઓને પરદા પર જીવંત કરવાની કોશિશ કરે છે. સ્માર્ટ ફોન અને સોશિયલ મીડિયા પાછળ ગાંડપણના જમાનામાં આવી શાંત ફિલ્મ ભાગ્યે જ જોવા મળે છે. તેમાંય સાવ અલગ જ પ્રકારનો રોમાન્સ દર્શાવવામાં આવ્યા છે. તેના મુખ્ય પાત્રો બસ એકબીજા સાથે નજર મિલાવીને ઘણી બધી વાતો કહી જાય છે. તે બોલે છે ઓછુ એટલે આપણે તેમના દિમાગમાં શું ચાલતું હશે તે પકડવું પડશે. ડિરેક્ટરે ઘણું સારુ કામ કર્યું છે પરંતુ ફિલ્મ હજુ વધારે સારી બની શકી હોત.ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકીએ સુપર્બ પરફોર્મન્સ આપ્યું છે. તે પોતાની લાગણીઓને શબ્દો વિના પણ સારી રીતે દર્શાવી જાણે છે. સાન્યા આ રોલ માટે થોડી કાચી પડે છે તો પણ નવાઝ જેવા એક્ટર સામે તેણે સારી ઝીંક ઝીલી છે. ફિલ્મ ઘણી ધીમી છે પરંતુ ફિલ્મમાં થોડા થોડા સમયે સારી ક્ષણો આવતી રહે છે. મુંબઈ અને તેનું ફૂડ પણ ફિલ્મનો મહત્વનો હિસ્સો બની જાય છે.લંચબોક્સના ડિરેક્ટરની આ ફિલ્મમાં તેના પાત્રોના જીવનમાં ઝાંકવાની આપણને તક મળી છે પરંતુ અમુક પ્રશ્નોના જવાબ તમને ડિરેક્ટર નથી આપી શકતા. જેમ કે મિલોની કેમ ક્યારેય સંઘર્ષમાં પડવા નથી માંગતી? કેમ તે હંમેશા બીજાની વાત ચૂપચાપ માની લે છે? તે જેવી દર્શાવી છે તેવી કેમ છે? તેના કોઈ જવાબ નથી મળતા. કોઈ વ્યક્તિ અમુક પ્રકારનું વર્તન શા માટે કરે છે? તેનો જવાબ ડિરેક્ટર નથી આપી શકતા. લંચબોક્સથી અલગ આ ફિલ્મનું લેખન એટલું મજબુત નથી. આથી અમુક પોઈન્ટ પછી ફિલ્મ કંટાળાજનક બની જાય છે.જો તમને સંદિગ્ધ અંત ગમતો હોય, તમને ફિલ્મના એન્ડ અંગે તુક્કા લગાવવા ગમતા હોય તો આ ફિલ્મ તમને ગમશે. આ પરફેક્ટ ફિલ્મ નથી. પરંતુ જો તમારે ભૂતકાળની અમુક ક્ષણો ફરી જીવવી હોય તો આ ફિલ્મ જોઈ શકાય. અમારા તરફથી ફિલ્મને 3 સ્ટાર્સ.
0
પડદા પર આમિર અને અમિતાભને સાથે જોવા તેમના ફેન્સ માટે કોઈ ટ્રીટ સમાન હશે. અમિતાભ બચ્ચને આ ઉંમરે પણ શાનદાર એક્શન સીન્સવાળો રોલ કર્યો છે. પાણીના જહાજો પર તેમના ફાઈટિંગના સીન્સ શાનદાર છે. મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિરે હંમેશાની જેમ પોતાના રોલમાં જામેલા રહ્યા. એક મસ્તીખોર ઠગના પાત્રને તેમણે સારી રીતે નિભાવ્યો. ફાતિમા સના શેખને પણ દંગલ બાદ કરિયરની શરૂઆતમાં જ એક વધુ મોટી ફિલ્મ મળી છે. ફિલ્મની રિયલ એક્ટ્રેસ તે જ છે. કેટરિના કૈફને ફિલ્મમાં ઘણી ઓછી ફૂટેજ મળી છે. તે માત્ર બે સોન્ગ પૂરતી જ દેખાય છે. જોન ક્લાઈવના પાત્રમાં લોયડ ઓવેન પણ જોરદાર લાગી રહ્યા છે.આમિર ખાન અને અમિતાભ બચ્ચન પહેલીવાર ફિલ્મી પડદે સાથે આવનારી ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દોસ્તાન પહેલા અંગ્રેજ ઓફિસર ફિલિપ મિડોજ ટેલરની બેસ્ટસેલર નોવેલ કંફેશન્સ ઓફ એ ઠગ પર આધારિત હોવાની ચર્ચા હતી. પરંતુ હવે આ ફિલ્મ સંપૂર્ણ રીતે કાલ્પનિક આધારિત કહેવાઈ રહી છે. જોકે ફિલ્મના ટ્રેલરને જોયા બાદથી જ ફેન્સે ફિલ્મની તુલના પાઈરેટ્સ ઓફ કેરેબિયનની ફિલ્મો સાથે આમિર ખાનની તુલના કેપ્ટન જેક સ્પેરો સાથે કરવાનું શરૂ કરી દીધું હતું. કેટલાક સીન્સમાં આમિર જેકનું દેસી વર્જન પણ લાગે છે. તો ક્યાંક-ક્યાંક ફિલ્મ પાઈરેટ્સ ઓફ કેરેબિયન પણ લાગે છે. તો લડાઈને કેટલાક એક્શન સીન્સ બાહુબલીની દિટ્ટો કોપી લાગે છે.ફિલ્મના ડિરેક્ટર વિજય કૃષ્ણ આચાર્યએ પોતાની ફિલ્મની સ્ક્રિપ્ટ લખવા માટે કેટલીક જગ્યાએ ઘણી મહેનત કરી છે,પરંતુ તેઓ તેને ન્યાય નથી આપી શક્યા. ફિલ્મની સ્ટોરી ખૂબ જ નબળી છે. તો ડિરેક્શનમાં પણ તે ધૂમ 3 જેવો જાદૂ નથી ચલાવી શક્યા. પહેલા હાફમાં ફિલ્મની સ્ટોરી થોડી નબળી છે, પરંતુ બીજા હાફમાં સ્ટોરી ખૂબ જ બોરિંગ બની જાય છે. ફિલ્મમાં કેટલાક સસ્પેન્સ પણ છે, પરંતુ તે તમને પ્રભાવિત નથી કરી શકતા. ફિલ્મની સ્ટોરીનો આઈડિયા તમને પહેલા જ આવી જાય છે. આમિર ખાન ફિલ્મમાં ઠગો અને અંગ્રેજોને એટલી વાર ઠગે છે કે તમે વિચાર કરતા રહી જશો કે છેવટે તેમણે કોને ઠગ્યા? પરંતુ ક્લાઈમેક્સમાં તમને જાણ થઈ જાય છે કે આમિરે આ વખતે ભવ્ય સેટ્સ, મોટી સ્ટારકાસ્ટ અને મોટા માટો પાણીના જહાજો બતાવીને ખૂબ જ સુંદરતાથી દર્શકોને ઠગી લીધા છે.ફિલ્મની શૂટિંગ જોધપુરના મેહરાનગઢ કિલ્લામાં થઈ છે. આ ઉપરાંત જહાજવાળી લડાઈના સીન માલ્ટામાં શૂટ કરાયા છે. માનુષ નંદનની સિનેમટાગ્રાફી કમાલની છે, જે તમને રોમાંચિત કરી દેશે. ખાસ કરીને પાણીના જહાજો પર લડાઈના સીન. ફિલ્મના સેટ ખૂબ ભવ્ય છે. પરંતુ 1795માં સમયને ભવ્ય રીતથી બતાવવા માટે કદાચ તેનું બજેટ 350 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. તો નબળી સ્ટોરી પર પોણા ત્રણ કલાકની ફિલ્મની લંબાઈ તમને વધારે લાગે છે.ફિલ્મનું મ્યુઝિક અજય-અતુલે આપ્યું છે. જોકે તેના ત્રણેય ગીતો કંઈ ખાસ નથી. ફિલ્મનું કોઈપણ ગીત રેડિયો મિર્ચીના ટોપ ચાર્ટમાં શામેલ નથી. ફિલ્મના આઈએમડીબી પર 10માંથી 6.2 રેટિંગ મળે છે. મોટા સ્ટાર્સ છતા ઠગ્સ ઓફ હિન્દોસ્તાનની નબળી સ્ક્રિપ્ટ અને સ્ટોરી તમને નિરાશ કરે છે. જો તમે આમિર ખાન અને અમિતાભ ભચ્ચનના જબરજસ્ત ફેન્સ છો તો આ ફિલ્મને માત્ર ટાઈમપાસ માટે જોઈ શકો છો.
0
ફિલ્મમાં હાઈ બેકગ્રાઉન્ડ મ્યુઝિક, જરૂર કરતા વધારે ડ્રામ અને ઘણા બધા એક્શન સિન્સ જોવા મળશે. ફિલ્મની શરૂઆતમાં વીર (જ્હોન અબ્રાહમ) એક પોલીસ અધિકારીને જીવતો સળગાવે છે. જે બાકી ફિલ્મ માટે એક રસ્તો બનાવે છે અને 2 કલાક સુધી ફિલ્મ એક જ મુદ્દા પર ચાલ્યા રાખે છે. વીર તે દરેક જગ્યાએ પહોંચી જાય છે જ્યાં કોઈ પોલીસ કર્મચારી ભ્રષ્ટાચાર કરી રહ્યો હોય છે. ફિલ્મમાં વચ્ચે એક ટ્વિસ્ટ જરૂર આવે છે પરંતુ ત્યાર પછી ફિલ્મનો ફોક્સ ભ્રષ્ટ પોલીસને આગને હવાલે કરવા પર જ રહી જાય છે.ફિલ્મમાં સારા-ખરાબની લડાઈ અને દેશભક્તિના પાઠ ભણાવતી આગળ વધે છે. ફિલ્મ માટે ભારે ભરખમ ડાયલોગ્સ લખવામાં આવ્યા છે જે ફિલ્મ પર જ ભારે પડી રહ્યા છે. મનોજ બાજપેઈ અને જ્હોન અબ્રાહમની લડાઈને ખુબ સારી રીતે પડદા પર રજૂ કરી શકાઈ હોત પરંતુ સ્ક્રિપ્ટ તેમાં ફેઈલ થઈ ગઈ છે.ડિરેક્ટર મિલાપ ઝવેરીની સામે કલાકારો દ્વારા સારું પ્રદર્શન કરવામાં આવ્યું છે. જ્હોન અબ્રાહમે લીડ તરીકે આગેવાની સંભાળી છે. મનોજ બાજપેઈ પોતાના ટોપ ફોર્મમાં છે. એક દ્રઢ અને ઈમાનદાર પોલીસ અધિકારીની એક્ટિંગ ફિલ્મને થોડી મજબૂત બનાવે છે. ન્યૂકમર આયશા શર્મા પણ કોન્ફિડેન્ટ જોવા મળી.
0
ફુકરે રિટર્ન્સની સ્ટોરીમાં કશુ નવુ નથી. તમે તેને વાસ્તવિકતા સાથે સરખાવવાની ભૂલ કરી જ ન શકો. તમે પહેલી ફિલ્મ જોઈ હશે તો તમને અહેસાસ થશે કે પહેલી ફિલ્મ આ ફિલ્મ કરતા અનેકગણી વધારે સારી હતી. આ વખતે ડાયરેક્ટરે પાત્રો પર મહેનત કરી છે પણ સ્ક્રીનપ્લે પર ધ્યાન નથી આપ્યુ. હની, ચૂચા અને પંડિતજીની કેમિસ્ટ્રી ગજબ છે. આ ત્રણેને પાવરફૂલ બનાવવા ઘણી મહેનત કરવામાં આવેી છે.ગઈ ફિલ્મમાં ભોલી પંજાબણનો જે બિન્દાસ અંદાજ જોવા મળ્યો હતો તે આ ફિલ્મમાં ક્યાંક ગાયબ છે. વરૂણ શર્માની એક્ટિંગ ઘણી સારી છે. તે સ્ક્રીન પર આવે ત્યારે દર્શકોને હસાવે છે. પુલકિતે પોતાના કેરેક્ટરને સારો ન્યાય આપ્યો છે. પુલકિતની એક્ટિંગ પર સલમાનનો પ્રભાવ ઊડીને આંખે વળગે તેવો છે. અલી ઝફર અને મનજોતના હિસ્સામાં ખાસ કંઈ આવ્યુ નથી.આ ફિલ્મનું ક્લાઈમેક્સ જોશો તો તમને લાગશે કે ટ્રેક પરથી ઉતરી જતી ફિલ્મને બચાવવા માટે ડાઈરેક્ટરે ઉતાવળમાં ફિલ્મ પૂરી કરી દીધઈ છે. તેમાં બોક્સઑફિસની ચીલાચાલુ ફિલ્મોનો તડકો છે. ટાઈટલ સોન્ગને બાદ કરતા મેરી મહેબૂબા ગીત સિવાય કોઈ ખાસ સારા ગીતો નથી. ફિલ્મમાં એવુ કોઈ ગીત નથી જે તમને હૉલમાંથી બહાર આવ્યા પછી યાદ રહે.તમે ફર્સ્ટ ફિલ્મ જોઈ હશે અને વધારે પડતી અપેક્ષા રાખ્યા વિના આ ફિલ્મ જોવા જશો તો ફિલ્મ પૈસા વસૂલ લાગશે. ફિલ્મને અમારા તરફથી પાંચમાંથી ત્રણ સ્ટાર.
0
રાજકુમાર રાવની છેલ્લી કેટલીય ફિલ્મ્સ બોક્સ ઑફિસ પર પોતાની પ્રોડક્શન કોસ્ટ વસૂલવાની સાથે સાથે સારી કમાણી પણ કરી રહી છે. રાવની છેલ્લી ફિલ્મ ન્યુટનને ઓસ્કારમાં એન્ટ્રી મળી તો પછી બહેન હોગી તેરી અને બરેલી કી બર્ફીને વિવેચકોની સરાહના મળી. આજે રીલીઝ થનારી ફિલ્મ ‘શાદીમેં ઝરૂર આના’ની વાત કરીએ તો આ ફિલ્મમાં ડિરેક્ટરે એક સારો કોન્સેપ્ટ લીધો છે પરંતુ ઈન્ટરવલ પછી ફિલ્મ એટલી લાંબી ખેંચાઈ છે કે દર્શકોના ધીરજની કસોટી થઈ જાય.એક્ટિંગની વાત આવે તો એ માનવું જ પડશે કે હવે રાવ કોઈપણ પ્રકારની એક્ટિંગ કરવા સક્ષમ છે. સત્તુના કેરેક્ટરમાં પણ રાવની એક્ટિંગનો કોઈ જવાબ નથી. કૃતિ ખરબંદા પોતાના કેરેક્ટરમાં ઠીકઠાક છે. સ્ટોરી રાવની આસપાસ ફરતી હોવાથી બાકીના કેરેક્ટર્સને ખાસ કંઈ કરવાનો મોકો નથી મળ્યો.ઈન્ટરવલ સુધી ફિલ્મ ઠીકઠાક ચાલે છે પરંતુ ઈન્ટરવલ પછી ક્લાઈમેક્સને મુંબૈયા ફિલ્મોની સ્ટાઈલમાં નકામો લાંબો ખેંચવામાં આવ્યો છે. ફિલ્મમાં ગીતો સારા છે. આ વેડિંગ સીઝનમાં આ ફિલ્મનું પલ્લો લટકે ગીત સુપરહિટ થઈ શકે છે. આ ગીતને નવી સ્ટાઈલમાં રજૂ કરવામાં આવ્યું છે. જો કે આ એક ગીતને બાદ કરતા બીજા ગીતો ફિલ્મની સ્પીડને ઓછી કરી દે છે.જો તમે રાજકુમાર રાવના ફેન છો તો તમને આ ફિલ્મ જોવી ગમશે. બાકી આ ફિલ્મ તમને ભલે શાદીમેં ઝરૂર આના કહીને ઈન્વિટેશન આપતી હોય પરંતુ આ લગ્નમાં જઈને તમે બોર થાવ તેવી પૂરેપૂરી શક્યતા છે
0
આ ફિલ્મ સત્ય ઘટનાઓ પર આધારિત મરાઠી ફિલ્મ ‘પોસ્ટર બૉયઝ’ની હિન્દી રીમેક છે. ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે કે, કેવી રીતે ત્રણ લોકોની તસવીર ભૂલથી એક પોસ્ટર પર છપાઈ જાય છે જેમાં પુરુષ નસબંધીની જાહેરાત કરી રહ્યાં છે. ત્યારબાદ આ ત્રણેય વ્યક્તિઓની જિંદગી પર શું અસર પડે છે, તેને ફિલ્મમાં રોમાંચક રીતે દેખાડવામાં આવ્યું છે. ફિલ્મમાં વ્યવસ્થા, સમાજ અને સરકાર પર પણ કટાક્ષ કરવામાં આવ્યો છે.સની દેઓલ પોતાના સમકાલીન એક્ટર્સ કરતા ખૂબ ઘરડો દેખાવા લાગ્યો છે પણ તેનો આગવો પંજાબી પુત્તરવાળો અંદાજ હજુ પણ બરકરાર છે. બૉબી પણ ત્રણ વર્ષના બ્રેક આ ફિલ્મથી કમબેક કરી રહ્યો છે. શ્રેયસ તલપડેએ ગુંડાના રોલમાં તે જ કામ કર્યું છેજે આ પ્રકારના બોલિવૂડ કેરેક્ટરમા અન્ય એક્ટર્સે કર્યું છે. કહી શકાય કે, શ્રેયસે ફિલ્મમાં કઈ નવું કર્યું નથી.પોસ્ટર બોયઝ લખનારા સમીર પાટિલે ઉત્તર ભારતને પહેરવેશને ખૂબ સારી રીતે રજૂ કર્યો છે અને સ્થાનીકતાને પણ ખૂબ સારી રીતે દર્શાવી છે. જોકે, તેનાથી કોઈ મોટો ફેરફાર થવાની ગેરેન્ટી નથી કારણ કે આપણે સાંસ્કૃતિક રીતે ખૂબ જ જજમેન્ટલ અને અદૂરદર્શી છીએ. ડાયલૉગ રાઈટર પરિતોષ પેન્ટરે કલાકારો પ્રમાણે ડાયલોગ લખીને સરસ કામ કર્યું છે. ફિલ્મમાં બલવંત નામનું એક પાત્ર છે, જેને કોઈ એક જોરદાર અવાજ કહે છે, ‘બલવંત રાય કે કુત્તે.’ આ સિવાય બૉબી દેઓલના પાત્રએ ફિલ્મમાં પોતાના ફોનની રિંગટોન પર સોલ્જર ફિલ્મનું ગીત સેટ કરી રાખ્યું છે. ફિલ્મમાં પુરુષ નસબંધીની તુલના ટચલી આંગળી સાથે કરવામાં આવી છે, જે ખૂબ જ મૂર્ખામીભર્યું છે.
0
રંગૂન એ યુદ્ધનાં સમયનાં આવરણ પર એક લવ ટ્રાયંગલ બતાવવાનો મહત્વાકાંક્ષી પ્રયાસ છે. ફિલ્મ ખૂબ જ લાર્જ સ્કેલ પર બની છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે. પંકજ કુમારની સિનેમેટોગ્રાફિ ફિલ્મની ભવ્યતાનું કારણ છે. 1942નાં કેસેબ્લાન્કાથી લઈને વર્ષ 2002નાં શિકાગોનો સમય બતાવવા માટેનું મ્યૂઝિક વધારે કેચી હોવું જોઈતું હતું. નાચગાનને પ્રાધાન્ય આપવા માટે સારી વોર સિક્વન્સને ઓછું વેઈટેજ આપવામાં આવ્યું છે. જોકે એક રોમાન્સથી ભરપૂર માહોલ ચોક્કસ ઊભો થાય છે. વધુમાં એક સરપ્રાઈઝ એલિમેન્ટ છે જે એક મોટા ષડયંત્ર તરફ લઈ જાય છે.ભારદ્વાજ જે અત્યાર સુધીમાં મકબૂલ, ઓમકારા અને હૈદર જેવી શ્રેષ્ઠ રચનાઓ રજૂ કરી ચૂક્યા છે તેમણે પોતાનું બેસ્ટ આપવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ કેટલીક જગ્યાએ ફિલ્મ ઈમ્પેક્ટ છોડવામાં નિષ્ફળ નિવડી છે. ફિલ્મમાં વોર, લવ અને ડિસિટને સરખું મહત્વ આપવાનાં ચક્કરમાં ફિલ્મનો એન્ડ કંઈક ધૂંધળો લાગે છે. સૈફે પોતાની પરફેક્ટ રેઝર શાર્પ પર્સનાલિટીને સૂટ થાય તેવું પરફોર્મન્સ આપ્યું છે અને શાહિદ અદ્ભુત છે. કંગના ચોક્કસ એક એવી નાયિકા જેવી દેખાય છે જેના માટે 2 પુરુષો એકબીજાને મારી નાંખવા માટે તૈયાર થઈ જાય. જોકે જે રીતે અગાઉ જણાવ્યું તે મુજબ લવ સીન્સ સરસ રીતે લખાયા છે, શૂટ પણ થયા છે પરંતુ તેમ છતાં કેરેક્ટર્સમાં પેશનનો અભાવ વર્તાય છે. શાહિદ અને કંગના વચ્ચેનાં અગણિત લિપ-લોક્સ પણ કેમિસ્ટ્રી દર્શાવી શકતાં નથી.ફિલ્મમાં એક ડાયલોગ છે જેમા સૈફ એક બ્રિટિશ ઓફિસરને કહે છે કે, ‘અમે એક્ટર્સ છીએ, અમે જાણીએ છીએ લોકોને કેવી રીતે મનાવવા.’ આ ફિલ્મનાં મામલે એ વાત ખોટી પડે છે. ફિલ્મમાં જુલિયા દ્વારા વારંવાર બોલવામાં આવેલા ‘બ્લડી હેલ’ સાથે કહેવામાં આવે તો જો ત્રણેય કલાકારોએ પોતાના કમ્ફર્ટની ઝોનની બહાર આવીને પરફોર્મ કર્યું હોત તો ફિલ્મ એક બ્લોકબસ્ટર બની શકી હોત. ક્રિટિક્સ આ ફિલ્મને 5માંથી 3.5 સ્ટાર આપી રહ્યા છે.
0
એક્શન સીન માટે જૉનને ફુલ સ્કોર મળવા જોઈએ, પણ પહેલાથી લઈને છેલ્લા સીન સુધી જૉન એક જ ભાવ વિહીન ચેહરા સાથે જોવા મળ્યો, જે તેના એક્ટિંગ કરિયર માટે સારી વાત નથી. કેમેરા સામે શર્ટ ઉતારીને જેમ્સ બોન્ડ સ્ટાઈલ જેવી એક્શન જૉન પર સુટ થાય છે, પણ એક સાથે 20-30 લોકોને મારીને નીકળી જવાની સ્ટાઈલ હવે જૂની થઈ ગઈ છે, માટે હવે જૉને અલગ સ્ટાઈલના પાત્ર ભજવવા જોઈએ. રૉ એજન્ટની ભૂમિકામાં સોનાક્ષીના એક્શન સીન જોઈને ફરી એકવાર તેની ફિલ્મ અકીરાની યાદ આવે છે. સોનાક્ષીએ કંઈક નવું કરવાનો પ્રયત્ન કર્યો છે, પણ એટલું પણ નહીં કે તેની એક્ટિંગની પ્રશંસા થાય. તાહિર રાજે આ વખતે પણ સારી એક્ટિંગ કરી છે. પારસ અરોડા, નરેન્દ્ર ઝા પોતાના પાત્રમાં સુટ થાય છે. જેનેલિયા ડિસુઝા અને બોમન ઈરાની એકાદ સીનમાં દેખાય છેયઅભિનવ દેવે એક્શન , સ્ટંટ્સ અને થ્રિલની કમાન સારી રીતે સંભાળી છે. આ સિવાય બુડાપેસ્ટના બેસ્ટ લોકેશન શૂટ કર્યા છે તે પ્લસ પોઈન્ટ છે. ઈન્ટરવલ પછી એક્શનના આ જ સીન ઓવરડોઝનો કામ કરે છે. ફિલ્મ જોઈને લાગે છે કે અભિનવે સ્ક્રિપ્ટ અને કેરેક્ટર્સ પર ધ્યાન આપવાને બદલે ટેક્નોલોજી કઈ રીતે બેસ્ટ બનાવી શકાય તેના પર વધારે ધ્યાન આપ્યું છે. જો કે આ જ એક્શન સીનને કારણે અભિનવને દર્શકોના એક ખાસ ક્લાસની પ્રશંસા મળી જશે. ફિલ્મમાં જૉનના અમુક ડાયલોગ અદ્દભુત છે, જેમકે, ક્યારેક મિનિસ્ટરોએ પણ દેશના કામ લાગવું જોઈએ. ફિલ્મમાં ગીત-સંગીતનો વધારે સ્કોપ નહોતો. માટે અભિનવ પણ તેનાથી દૂર જ રહ્યા છે. ફિલ્મના ક્લાઈમેક્સ પહેલા મિસ્ટર ઈન્ડિયાના સુપરહિટ સોન્ગ ‘કાટે નહીં કટતે યે દિન યે રાત’ ને નવી સ્ટાઈલમાં બતાવવામાં આવ્યું છે, જે વધારે જામતું નથી.જો તમે રૉ એજન્ટ્સ વિશે વધારે જાણવા માંગો છો, જૉનના પાક્કા ફેન છો અને ફોર્સ જોઈ છે તો આ ફિલ્મ જરુર જોવી. લોકેશન, એક્શન અને ટેક્નિકમાં આ ફિલ્મ જોરદાર છે. સ્ટોરી, સ્ક્રિપ્ટ અને એક્ટિંગ ઠીકઠાક છે.
0
જો આપણે ‘ઈન્ફર્નો’ની વાત કરીએ તો આ ફિલ્મનું બજેટ ઘણું મોટું છે, આ ફિલ્મમાં હોલીવૂડના ફેમસ સ્ટાર્સની સાથે-સાથે બોલીવૂડનો જાણીતો એક્ટર ઈરફાન ખાન પણ છે. ફિલ્મને યુરોપના ઘણા દેશોના ખૂબ સુંદર લોકેશનમાં જઈને શૂટ કરાઈ છે. ફિલ્મના એક્શન, થ્રિલર સીન પર રૂપિયા પાણીની જેમ ખર્ચાયા છે. ફિલ્મના ડાયરેક્ટર રોન હોવર્ડ એકેડમી એવોર્ડ વિનર ડાયરેક્ટર છે. એટલું જ નહીં, આ ફિલ્મ જાણીતા રાઈટર ડોન બ્રાઉનની ખૂબ જ લોકપ્રિય નોવેલ પરથી બનાવાઈ છે, પરંતુ ફિલ્મ દર્શકોને તેમ છતાં પસંદ નથી આવી રહી, તો તેનું કારણ છે ફિલ્મની નબળી સ્ક્રિપ્ટ અને એવું ક્લાઈમેક્સ જે આ પહેલા પણ હોલિવૂડની ઘણી એક્શન, સસ્પેન્સ અને થ્રિલર ફિલ્મોમાં આ પહેલા પણ વધુ દમદાર અંદાજમાં દર્શકો જોઈ ચૂક્યા છે. અને હા, ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં હોલિવૂડની ફિલ્મોની મોટી કમાણીની અસર જ છે કે આ ફિલ્મની પ્રોડક્શન કંપનીએ યૂકે અને યુએસએ પહેલા ભારતમાં તેને રિલીઝ કરી છે, પરંતુ કદાચ આ વખતે ભારતમાં ફિલ્મને સૌથી પહેલા રિલીઝ કરવાનો પ્રોડક્શન કંપનીનો નિર્ણય યોગ્ય સાબિત થયો નથી.ટોમ હોક્સ હોલિવૂડનો જાણીતો અને દુનિયાભરમાં બોક્સ ઓફિસ પર પોતાની અલગ ઊભી કરી ચૂકેલો કલાકાર છે, પરંતુ ખબર નહીં કેમ ડાયરેક્ટર રોન હોવર્ડે આવા એક્ટરને ફિલ્સમાં એવા નબળા પાત્ર માટે પસંદ કર્યો જે ફિલ્મની કહાનીમાં ભલે દમદાર લાગે, પણ સ્ક્રીન પર તેની પાસે કરવા માટે કંઈ ખાસ નથી. ત્યારે ટોમ જેવા એક્ટરે પણ પોતાના પાત્રને બસ માત્ર નિભાવી દીધું છે. સિએના બ્રુક્સના પાત્રમાં ફેલિસિટી જોસએ પોતાના પાત્રમાં મહેનત કરી છે, તો ઈન્ડિય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાને સાબિત કરી ચૂકેલા ઈરફાન ખાનને આ ફિલ્મમાં વધુ ફૂટેજ તો નથી મળ્યા, પરંતુ ઈરફાન પોતાની અલગ પ્રકારની ડાયલોગ ડિલીવરી, ફ્રેસ એક્સપ્રેશનના દમ પર ‘ઈન્ફર્નો’ની કહાનીનું મહત્વનું પાત્ર બનવામાં ચોક્કસ સફર રહે છે.જો એક સફલ થ્રિલર ફિલ્મની વાત કરીએ તો એવી ફિલ્મની સૌથી મોટી ખાસિયત ફિલ્મનનો ક્લાઈમેક્સ અને ચેજિંગ સીન હોય છે. ‘ઈન્ફર્નો’ આ બંને મામલામાં ઘણી નબળી દેખાય છે. ફિલ્મનો સ્ક્રિનપ્લે ઘણું નબળું છે, એવું લાગે છે કે ડાયરેક્ટરે નબળી કહાની અને નબળા સ્ક્રિનપ્લેને કારણે ચેજિંગ સીનને એટલો બધો લાંબો કરી દીધો કે હોલમાં બેઠેલા દર્શકોની ધીરજની કસોટી થઈ જાય છે. ચોક્કસ, ડાયરેક્ટર રોન હોવર્ડએ એક્શન સીનમાં મહેનત કરી છે, પરંતુ જો બીજી એક્શન થ્રિલર હોલિવૂડ ફિલ્મોના એક્શન સીન સાથે ‘ઈન્ફર્નો’ના એક્શન સીનની સરખામણી કરવામાં આવે તો આ ફિલ્મ ઘણી નબળી પડે છે. એવામાં ફિલ્મનું તદ્દન નબળું અને ફિલ્મ શરૂ થયાની થોડી મિનિટોમાં દર્શકોને જેની ખબર પડી જાય તેવા ક્લાઈમેક્સથી દર્શકોની ઉત્સુકતા મરી જાય છે. ઈન્ડસ્ટ્રીના જાણીતા અને અનુભવી સ્ટાર્સની હાજરી અને મેગા બજેટનો પણ ડાયરેક્ટર કોઈ ખાસ લાભ ઉઠાવી શક્યા નથી.જો તમે બોલિવૂડ સ્ટાર ઈરફાન ખાનના ફેન છો તો આ ફિલ્મ ચોક્કસ જુઓ, જેથી તમે જાણી શકો કે તમારા ફેવરિટી એક્ટર હોલિવૂડ ફિલ્મોમાં શું કરે છે. તો ફિલ્મની જોરદાર સિનેમેટોગ્રાફીની સાથે-સાથે ઈટાલી અને ઈસ્તંબૂલના એવા લોકેશન પર શૂટ કરાયેલા ફિલ્મના એક્શન સીન આ ફિલ્મની સૌથી મોટી યૂએસપી છે.
0
એક્શન સીન્સની વાત કરીએ તો સોનાક્ષીએ ડુપ્લિકેટની મદદ વિના કેટલાક જોખણી સ્ટન્ટ્સ ખૂબ સુંદર રીતે કર્યા છે. એક્શન સીન્સ ઉપરાંત સોનાક્ષી પર ફિલ્માવાયેલા પોલીસ કસ્ટડી અને પાગલખાનામાં ટોર્ચર કરવાના સીન્સ જોવાલાયક છે. આ સીન્સને અસરકારક બનાવવા માટે સોનાક્ષીએ સારી મહેનત કરી છે. નશામાં રહેતા મુંબઈ પોલીસના કરપ્ટ એસીપી રાણેના પાત્રમાં અનુરાગ કશ્યપ બંધબેસે છે. અનુરાગના ફેસ એક્સપ્રેશન અને તેની ડાયલોગ ડિલિવરીનો જવાબ નથી. તો પ્રામાણિક પોલીસ ઇન્સ્પેક્ટરના રોલમાં કોંકણા સેન શર્માની એક્ટિંગ પણ દમદાર છે. અમિત સાદ અને અતુલ કુલકર્ણીને ફિલ્મમાં ઓછા ફૂટેજ મળ્યા છે, પરંતુ બંને તેમની છાપ છોડવામાં સફળ રહ્યા છે. ડિરેક્શનઃ ડિરેક્ટર એ. આર. મુરુગદોસે આ ફિલ્મમાં એ બતાવવાનો પ્રયાસ કર્યો છે કે, એક એકલી યુવતી પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે કેવી કેવી સ્થિતિમાંથી પસાર થાય છે. બેશક આ ફિલ્મને એક્શન ફિલ્મ કહીને પ્રમોટ કરવામાં આવી છે, પરંતુ ઇન્ટરવલ બાદ એક્શન કમ અને ઇમોશન સીન્સ વધુ હોય છે. પાગલખાનામાં નિર્દોષને શોક આપવા અને વેદના આપતા સીન્સ પર કાતર ફેરવવાની જરૂર હતી. ઇન્ટરવલ બાદ એવું લાગે છે કે સ્ટોરી ટ્રેક પરથી ઊતરી રહી છે. ‘અકીરા’નો સંઘર્ષ સાઇડમાં જતો રહે છે અને ફિલ્મ પોલીસ અને તેની વચ્ચેની સંતાકૂકડી પર વધુ ફોકસ કરે છે. ફિલ્મનો ક્લાઇમેક્સ અસરકારક બની શક્યો નથી.મ્યુઝિકઃ વિશાલ-શેખરનું સંગીત ફિલ્મના માહોલમાં સંપૂર્ણ ફિટ બેસે છે. રિલીઝ પહેલાં ફિલ્મનાં બે ગીત ઘણા મ્યુઝિક ચાર્ટમાં પોતાની જગ્યા બનાવી ચૂક્યાં છે. કેમ જોવી જોઈએઃ જો તમે સોનાક્ષી સિન્હાના ફેન હોવ તો ફિલ્મ મિસ ન કરો. ફિલ્મમાં સ્ત્રી સશક્તીકરણને અસરકારક રીતે રજૂ કરી એક સારો મેસેજ આપવામાં આવ્યો છે.
0
જો ડિરેક્ટર ઇન્દ્રકુમારની ફિલ્મોનો ઉલ્લેખ કરવામાં આવે તો તેમણે બનાવેલી ‘દિલ’, ‘બેટા’, ‘રાજા’, ‘મન’, ‘ઇશ્ક’, ‘ધમાલ’ જેવી સાફસુથરી ફિલ્મો યાદ આવે. 90ના દશકની શરૂઆતમાં ઇન્દ્રકુમારે પહેલી વાર આમિર ખાન સ્ટારર ‘દિલ’ બનાવી ડિરેક્ટર તરીકે પદાર્પણ કર્યું હતું અને આ ફિલ્મે બોક્સઓફિસ પર સફળતા અને કમાણીના નવા રેકોર્ડ સ્થાપ્યા. ત્યાર બાદ અનિલ કપૂર, માધુરી દિક્ષીત સ્ટાર ‘બેટા’, ‘ઇશ્ક’ સહિત ઘણી સુપરહિટ ફિલ્મો બનાવી. પહેલી વાર ઇન્દ્રકુમારે ‘ધમાલ’ની સાથે ફુલ કોમેડી ફિલ્મમાં હાથ અજમાવ્યો. સંજય દત્ત, અરશદ વારસી સ્ટારર આ ફિલ્મે બોક્સઓફિસ પર ધમાલ મચાવી, પરંતુ 2004માં ઇન્દ્રકુમારે અજય દેવગણ જેવા સ્ટાર સાથે ‘મસ્તી’ બનાવી અને અહીંથી હોટ કોમેડી ફિલ્મો સાથે તેમનું નામ જોડાઈ ગયું. બેશક ‘મસ્તી’માં પણ ડબલ મીનિંગ ડાયલોગ્સ અને હોટ સીન્સ હતા, પરંતુ આ સીન્સ છતાં ‘મસ્તી’ને ફેમિલી ક્લાસે પણ એન્જોય કરી. ફિલ્મ સુપરહિટ પણ બની હતી. ‘મસ્તી’ની રિલીઝનાં લગભગ આઠ વર્ષ બાદ ઇન્દ્રકુમારે તેની સિક્વલ ‘ગ્રેટ મસ્તી’ બનાવી, તો આ વખતે તેમની ફિલ્મ બોલ્ડ સીન્સ, ડબલ મીનિંગ ડાયલોગ્સના ટેકે બોક્સ ઓફિસ પર સફળ રહી.જોકે ‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’ની સાથે આવો ચમત્કાર થાય તેવું લાગતું નથી. કારણ સ્પષ્ટ છે, આ વખતે ખૂબ જ નબળી સ્ક્રિપ્ટ અને કારણ વિના ઠૂંસવામાં આવેલા હોટ સીન્સ અને જરૂર કરતાં વધુ ડબલ મીનિંગ ડાયલોગ્સ છે, જે એક પણ બાજુએથી સ્ટોરીનો ભાગ લાગતાં નથી. બીજી તરફ આ ફિલ્મની સ્ટારકાસ્ટ પણ અનફિટ લાગે છે. ઉપરાંત રિલીઝનાં બે અઠવાડિયાં પહેલાં ફિલ્મ લીક થવાનું નુકસાન પ્રોડક્શન કંપનીએ ભોગવવું પડ્યું છે.એક્ટિંગઃ આ ફિલ્મમાં રિતેશ દેશમુખ તેના અભિનયથી બાકી બધા કલાકારો પર ભારે પડે છે. રિતેશની ડાયલોગ ડિલિવરી કમાલની છે. ફિલ્મમાં રિતેશની સાસુના રોલમાં ઉષા નાડકર્ણી તેમની છાપ છોડવામાં સફળ રહ્યાં છે. જો ફિલ્મની બાકી સ્ટાર કાસ્ટની વાત કરીએ તો વિવેક, આફતાબ, ઉર્વશી અને શ્રદ્ધા દાસે તેમનાં પાત્ર ઠીક ઠીક ભજવ્યાં છે. શ્રેયસ તલપડે અને સુદેશ લેહરી ફિલ્મમાં કીમિયો છે, પરંતુ બંનેએ તેમની હાજરી બતાવી જાણી છે. ડિરેક્શનઃ ‘મસ્તી’ની સફળતાની હેટ-ટ્રિક બનાવવા માટે આ વખતે ઇન્દ્ર કુમારને એક ખૂબ જ કમજોર અને નબળી સ્ક્રિપ્ટ ઉપરાંત સ્ટોરી માટે અનફિટ સ્ટારકાસ્ટ મળી છે. ફિલ્મની સ્ટોરી ઘણી નબળી છે. ઇન્ટરવલ પહેલાં સ્ટોરીની ગતિ ખૂબ જ સુસ્ત છે. તો બાદમાં ઇન્દ્ર કુમાર સ્ટોરી અને પાત્રોને સમેટવામાં એવા ગૂંચવાયા છે કે જેમ-તેમ કરી સ્ટોરી સમેટી લે છે. જો ઇન્ટરવલ બાદની વાત કરીએ તો સ્ટોરી ગાયબ થઈ જાય છે. જોકે ઇન્દ્ર કુમારે તેમના તરફથી દર્શકોને હસાવવાનો ભરપૂર પ્રયાસ કર્યો, પણ ડબલ મીનિંગ ડાયલોગ અને હોટ સીન્સથી નહિ, સંજય મિશ્રા અને રિતેશની એક્ટિંગના બળે. ઇન્દ્ર કુમાર આ સિક્વલ બનાવવાની ઉતાવળ કર્યા વિના હોમવર્ક પૂરું કરીને ‘મસ્તી’ની હેટ-ટ્રિક સુપરહિટની સાથે મનાવી શક્યા હોત.મ્યુઝિકઃ સવા બે કલાકથી પણ નાની સ્ટોરીમાં ડિરેક્ટરે જરૂર કરતાં વધુ ગીતો મૂક્યાં છે. બેશક, ગીત સ્ક્રીન પર સાંભળવા અને જોવા માટે ઠીક બન્યાં છે, પરંતુ આ ગીતોને ઓછાં કરવામાં આવ્યાં હોય તો ‘મસ્તી’ની સ્પીડ વધારી શકાઈ હોત. કેમ જોવી જોઈએ?: જો ‘મસ્તી’ સિરીઝની છેલ્લી બે ફિલ્મો જોઈ હોય તો આ વખતે એ જોવા જાવ કે કોઈ દમદાર સ્ટોરી અને સ્ક્રિપ્ટ વિના ઇન્દ્ર કુમારે સિરીઝની ત્રીજી ફિલ્મ કેવી રીતે બનાવી નાખી. આ ફિલ્મને ક્રિટિક્સ પાંચમાંથી 2 પોઇન્ટ્સ આપી રહ્યા છે.
0
એક્ટિંગઃ જ્યોતિના પાત્રમાં આરાધના જગોટા એ સારી ભૂમિકા ભજવી છે. લીડ રોલમાં કેરીનું પાત્ર સત્યજીત દૂબેને ફિટ બેસે છે. ડાયરેક્ટર અશોક યાદવે એવી ફિલ્મ બનાવવાની કોશિશ કરી છે જે અલગ પ્રકારની ફિલ્મોમાં જગ્યા મેળવી શકે છે. જોકે, ખૂબ ગાળોનો ઉપયોગ અને હોટ સીનની ભરમારથી કોઈ ફિલ્મ અલગ નથી થઈ જતી.
0
જો તમને રામ ગોપાલ વર્માની બોક્સ ઓફિસ છેલ્લી સુપરહિટ ફિલ્મનું નામ જણાવવા કહેવામાં આવે તો ચોક્કસ તમને થોડો સમય લાગશે, છેલ્લા કેટલાક સમયથી રામુ બોલીવૂડમાં પોતાની ફિલ્મોથી વધુ અલગ-અલગ સોશયલ મીડિયા નેટવર્કિંગ સાઈટ્સ પર પોતાની આશ્ચર્યજનક ટ્વીટ્સને લઈને ચર્ચામાં રહ્યો છે. રામુની આ ફિલ્મની વાત કરીએ તો ચોક્કસ આ ફિલ્મ ઠીક-ઠીક કહી શકાય. લોકેશન અને લીડ પાત્રના સિલેક્શનમાં રામુએ બાજી મારી તો ફિલ્મના બીજા મહત્વના પાત્ર એસટીએફ ઓફિસર કાનનના રોલમાં સચિન જોશીનું સિલેક્શન ચોક્કસ રામુની મજબૂરી લાગે છે. હકિકતમા સચિનની વાઈફ રૈના જોશી આ ફિલ્ની કો-પ્રોડ્યૂસર છે, ત્યારે સચિનને ફિલ્મમાં એક મહત્વનું પાત્ર આપવું ક્યાંક ને ક્યાંક રામુની મજબૂરી રહી હશે. ચોક્કસ રામુએ બોક્સ ઓફિસ પર પોતાની ધમાકેદાર એન્ટ્રી માટે એ ફિલ્મને જ હિંદીમાં બનાવવા માટે પસંદ કરી, જેણે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી, સાઉથમાં રામુએ કિલિંગ વીરપ્પન બનાવી અને ફિલ્મ હીટ રહી. આ વખતે રામુએ એ ફિલ્મને હિંદીમાં બનાવી પુનરાગમન કર્યું છે.એક્ટિંગ: સંદીપ ભારદ્વાજે વીરપ્પનના પાત્રને પોતાની સુપર્બ એક્ટિંગથી પરદા પર જીવંત કરી બતાવી છે. સ્ક્રીન પર સંદીપને જોઈ નેવુંના દાયકાનો વીરપ્પન દર્શકોને યાદ આવી જાય છે. સંદીપની ડાયલોગ ડિલીવરી, તેના હાવ-ભાવ અને બોલવાની સ્ટાઈલ શાનદાર છે. તો ફિલ્મમાં એસટીએફ ઓફિસર કાનનના પત્રમાં સચિન જોશીની એક્ટિંગને જોઈને લાગે છે જાણે ડાયરેક્ટર તેને જબરજસ્તીથી એક્ટિંગ કરાવી રહ્યા છે. લીઝા રે ક્યાંય પ્રભાવિત કરી શકતી નથી. તો વીરપ્પનની પત્નીના પાત્રમાં ઉષા જાધવને ચોક્કસ રામુએ ઓછા ફૂટેજ આપ્યા છે, પંરતુ તેમ છતાં ઉષાએ પોતાના પાત્રને દમદાર એક્ટિંગથી પાવરફુલ બનાવી દીધું. નિર્દેશન: રામુની પ્રશંસા કરવાની પડશે કે તે વીરપ્પનના ખોફને પરદા પર ઉતારવામાં ઘણી હદ સુધી સફળ રહ્યો છે. રામુએ નેવુંના દાયકામાં મીડિયામાં છવાતા રહેલા વીરપ્પનની ચાલાકીઓ અને તેની કામ કરવાની રીતની સાથે-સાથે તેની ક્રૂરતાને પરદા પર પ્રામાણિકતા સાથે ઉતારી. તો, વીરપ્પનની સાથે-સાથે ફિલ્મમાં સચિન જોશી એટલે કે એસટીએફ ઓફિસર કાનનને તેના કદથી ક્યાંય વધારે ફૂટેજ આપી ફિલ્મની ઝડપને ઓછી કરી દીધી. આ વખતે રામુએ સ્ક્રિપ્ટ પર ધ્યાન આપ્યું, પરંતુ વીરપ્પનની સાથે જોડાયેલા કેટલાક ખાસ પ્રસંગોને તેણે જાણી જોઈને ટચ નથી કર્યા, એજ આ ફિલ્મની સૌથી મોટી નબળાઈ છે.સંગીત: આઈટમ સોંગનું ફિલ્માંકન સારું છે, પરંતુ ફિલ્મમાં એવું કોઈ બીજુ ગીત નથી જે હોલની બહાર તમને યાદ રહી જાય. શા માટે જોવી: જો રામુના ફેન છો અને એડલ્ટ છો તો આ ફિલ્મને જોવા જઈ શકો છો. વીરપ્પનના પાત્રમાં સંદીપ ભારદ્વાજ આ ફિલ્મની યુએસપી છે, તો સચિન જોશી નબળી કડી છે.
0
મોડેલ, એક્ટર ગૌરવ અરોરાએ સેમના પાત્રને સારી રીતે નીભાવ્યું છે. તારાએ ડોક્ટર અલીશાના પાત્રને પણ સંપૂર્ણ ન્યાય આપ્યો છે. પત્રલેખાનો જબરજસ્ત બોલ્ડ ગ્લેમરસ લૂક ગમે તેને ચોંકાવી દે તેવો છે. ડાયરેક્શનની વાત કરીએ તો, ફિલ્મ શરુ કરતી વખતે વિક્રમ ભટ્ટનો વિચાર સારો રહ્યો હશે, હાલના દિવસોમાં રિચ ક્લાસમાં જે રીતે પાર્ટનર સ્વેપિંગનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, તેના પર આ ફિલ્મ ફોકસ કરે છે. ફિલ્મની સ્ક્રીપ્ટને વધારે પાવરફૂલ બનાવવાને બદલે વિક્રમે અગાઉની ફિલ્મો કરતાં વધારે બોલ્ડ બનાવવા સિવાય ક્યાંય ધ્યાન નથી આપ્યું. વિક્રમે ઈન્ટિમેટ સીન્સ બતાવતી વખતે સમાજના એક ખાસ ગ્રુપના વિચારનો ક્યાંકને ક્યાંક ઉલ્લેખ કર્યો છે. બોલ્ડ સીન્સ છતાંય ફિલ્મની સ્પીડ ખાસ્સી ધીમી છે. છેલ્લો પાર્ટ અસરદાર નથી. ફિલ્મમાં એક-બે નહીં, ડઝનબંધ ગીતો છે. કેટલાક અંગ્રેજી ગીતો પણ છે, જેમને બેકગ્રાઉન્ડમાં ફિલ્માવાયા છે. ફિલ્મનું સોંગ ‘આવારગી’ ખાસ્સું પોપ્યુલર થયું છે.
0
આ ફિલ્મના કલાકારોના અભિનયની વાત કરીએ તો સાન્યા મલ્હોત્રા ફુલ ફોર્મમાં છે. તેણે ઈન્સ્પેક્ટરની ભૂમિકા સારી રીતે નિભાવી છે. બીજી તરફ વિજય રાઝ એક નાનકડા પણ પાવરફુલ રોલમાં જામી ગયો છે. દિગ્દર્શકે બ્રિજેન્દ્ર કલા અને રઘુબીર યાદવ જેવા સક્ષમ કલાકારોનો યોગ્ય રીતે ઉપયોગ કર્યો નથી. જો તમે વીકએન્ડ પર મેસેજ સાથે હળવી કોમેડી જોવા માગતા હોવ તો તમે આ ફિલ્મ કટહલ જોઈ શકો છો.
1
વિન ડીઝલ મોટા પડદા પર હંમેશાંની જેમ જ શાનદાર લાગે છે.દિગ્દર્શક લુઈસ લેટરિયરે ફ્રેન્ચાઈઝીની 10મી ફિલ્મમાં શ્રેષ્ઠ એક્શન પીરસ્યું છે, જે તેના ઉત્તમ એક્શન સિક્વન્સ અને કાર સ્ટંટ દ્રશ્યો માટે પ્રખ્યાત છે. શરૂઆતના દ્રશ્યોથી લઈને ક્લાઈમેક્સ સુધી આ ફિલ્મમાં એક્શન પ્રેમીઓ માટે ઘણો મસાલો છે. પરંતુ જો વાર્તા અને પટકથા વિશે વાત કરીએ તો તે ઘણી જગ્યાએ ઓછા પડે છે. આમ છતાં જેઓ એક્શન સીન્સને પસંદ કરે છે તેઓ તેને ખૂબ એન્જોય કરે છે. ભારતીય દર્શકોમાં આ ફિલ્મના ક્રેઝનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે હોલિવૂડના એક દિવસ પહેલા તે ભારતમાં રિલીઝ થઈ છે.
1
અત્યારે સાઉથની ફિલ્મોની રિમેક બનાવવાનો ટ્રેન્ડ પૂરજોશમાં છે. ફિલ્મ 'યુ ટર્ન' (U-Turn) પણ કન્નડ સિનેમામાં બનેલી આ જ નામની ફિલ્મની રિમેક છે. ફિલ્મના દિગ્દર્શક આરિફ ખાને કન્નડ ફિલ્મની રિમેકમાં સસ્પેન્સ ઉમેરવાનો પૂરો પ્રયાસ કર્યો છે અને તે તેમાં સફળ પણ રહ્યા છે. પરંતુ ફર્સ્ટ હાફમાં ફિલ્મની વાર્તા દર્શકોને ખૂબ જ સરળ લાગે છે. સેકન્ડ હાફ અને ક્લાઈમેક્સમાં ફિલ્મ ચોક્કસપણે એક રોમાંચક વળાંક લે છે. ખાસ કરીને ફિલ્મનો ક્લાઈમેક્સ જોરદાર છે. જો દિગ્દર્શકે વાર્તા પર થોડું વધારે કામ કર્યું હોત તો તે એક શાનદાર ફિલ્મ બની શકી હોત. આલિયા એફએ તેની કારકિર્દીની ચોથી ફિલ્મમાં સારું કામ કર્યું છે. તે પોતાની ઓળખ બનાવવામાં સફળ રહી છે. પ્રિયાંશુ અને મનુ ઋષિ ચઢ્ઢા પણ તેમની ભૂમિકામાં મજબૂત છે. ફિલ્મના બાકીના કલાકારોએ પણ યોગ્ય કામ કર્યું છે.
1
ફિલ્મ 'પોન્નિયિન સેલ્વન', કાવેરીના દીકરા કહેવાતા મહાપ્રતાપી ચૌલ રાજા અરુલમોરીવર્મનના સમ્રાટ બનવાની વાર્તા પર આધારિત છે. મણિરત્નમે ફિલ્મના બીજા ભાગને પહેલા કરતાં વધારે ભવ્ય બનાવવાની કોશિશ કરી છે. ફિલ્મના બીજા ભાગની વાર્તા દર્શકોને વધુ ઉત્સુક કરે છે. લગભગ પોણા ત્રણ કલાકની ફિલ્મ તમને શરૂઆતથી અંત સુધી જકડી રાખે છે. સ્ક્રીપ્ટ અને સ્ક્રીનપ્લેની નબળાઈના કારણે તમે કેટલીકવાર ચૌલ રાજાઓના શત્રુ રાષ્ટ્રકૂટ, પાંડ્ય અને પલ્લવ રાજાઓ વચ્ચે ગૂંચવાઈ જાવ છો. ઈન્ટરવલ પહેલા ફિલ્મ તમને પાછલા ભાગના પડકારોથી રૂબરૂ કરાવે છે જ્યારે સેકંડ હાફમાં એક પછી એક પાસા ખુલવા માંડે છે. ફિલ્મના ક્લાઈમેક્સમાં યુદ્ધ અને દરબારના દ્રશ્ય 'બાહુબલી'ની જેમ ભવ્ય બનાવવાની કોશિશ કરવામાં આવી છે. એક્ટરોની વાત કરીએ તો, ચિયાન વિક્રમે શાનદાર એક્ટિંગ કરી છે. ડબલ રોલમાં ઐશ્વર્યા પણ જામે છે. તેના પાત્રના એક પછી એક લેયર અમુકવાર દર્શકોને મૂંઝવણમાં નાખી દે છે. ફિલ્મના પહેલા ભાગમાં ઓછા દેખાતા જયરામ રવિએ બીજા ભાગમાં દમ દેખાડ્યો છે. કાર્તિ અને તૃષાએ પણ સારું કામ કર્યું છે.
1
દિગ્દર્શક આશિમા છિબ્બર ફિલ્મની લાગણી અને ગતિને પહેલા જ દ્રશ્યમાં સેટ કરે છે જ્યારે વેલફેર સોસાયટી દ્વારા તેના બાળકોને લઈ જવામાં આવે છે. તે સમયે રાની કારની પાછળ દોડતી, પડતી વાર્તાનો મૂડ સેટ કરે છે. એ પછી વાર્તા પોતાની ગતિએ આગળ વધે છે. વાર્તા અધવચ્ચે થોડી છૂટી જાય છે. આવી સત્ય ઘટનાઓ પર આધારિત ફિલ્મોનો સૌથી મોટો પડકાર તેની પટકથા છે, તે સ્તરે વાર્તા થોડી નબળી સાબિત થાય છે. તેમ છતાં પ્રી-ક્લાઈમેક્સ અને ક્લાઈમેક્સ તમને ઉત્સુક કરે છે અને સાથે સાથે રાહત પણ આપે છે. જો કે, વાર્તામાં કેટલાક પ્રશ્નો જવાબ વિના આગળ વધે છે.રાની ખરેખર અભિનયની બાબતમાં પરફોર્મન્સની રાણી સાબિત થઈ છે. તે દેબિકાના પાત્રને પોતાની શૈલીમાં વણે છે અને પછી પોતાની શૈલીમાં જીવે છે. એક અતિશય, લાચાર અને લડાયક માતા તરીકે રાનીનો અભિનય આપણને ઘણી જગ્યાએ આંસુઓથી ભરી દે છે. અહીં તે તેના અભિનયમાં ટોચ પર જોવા મળે છે. પહેલા હાફમાં જ્યાં તે આક્રમક છે, બીજા હાફમાં તે હાથ જોડી અને ભીની આંખો સાથે જોવા મળે છે. જીમ સરભ ભારતીય મૂળના વકીલના પાત્રમાં દેખાય છે અને ફિલ્મને એક ઊંચાઈ આપે છે.
1
આ શ્રેણી સત્ય ઘટનાઓ પર આધારિત હોવા છતાં નિર્માતાઓએ તેમની સર્જનાત્મકતાનો ઉપયોગ અકબરના શક્તિશાળી અને જટિલ પરિવારની અંદર ચાલી રહેલી કૂટનીતિને દર્શાવવા માટે પણ કર્યો છે. શ્રેણી જોતી વખતે તમે ઘણી વખત વિચારવાનું શરૂ કરો છો કે જે બતાવવામાં આવી રહ્યું છે તે હકીકતમાં સાચું છે. શ્રેણીમાં ઘણા બધા પાત્રો છે. સારી વાત એ છે કે તે અન્ય શોની જેમ કંટાળાજનક નથી અથવા પ્લોટથી ભટકતો નથી. આ વાર્તાઓ સમ્રાટ અકબરની વાર્તાના આ વિસ્તૃત કેનવાસ પર કાલ્પનિક રીતે ગૂંથાયેલી છે.હંમેશાંની જેમ આ વખતે પણ નસીરુદ્દીન શાહે (Naseeruddin Shah) મુઘલ બાદશાહ અકબરની ભૂમિકામાં અવિશ્વસનીય કામ કર્યું છે. તેમણે પોતાના અભિનયથી અકબરના જટિલ વ્યક્તિત્વમાં પ્રાણ ફૂંક્યા છે. એક શાસકને જોઈએ છીએ જે અકલ્પનીય છે. જે ખૂબ જ માનવીય, વિચારશીલ અને અન્યો પ્રત્યે ઉદાર છે પણ ઘણા પ્રસંગોએ ક્રૂર પણ છે. જો કે, અકબર તરીકે નસીરુદ્દીન શાહનો ગેટઅપ શહેનશાહ જેવો ઓછો અને આલ્બર્ટ આઈન્સ્ટાઈન જેવો વધુ દેખાય છે.તેના લાંબા એપિસોડ્સ અને બહુવિધ ટ્વિસ્ટ-ટર્ન સાથે વેબ સિરીઝ તેની પોતાની ગતિએ વહેતી રહે છે. સૌથી સારી વાત એ છે કે દર્શક તરીકે તમારી રુચિ જળવાઈ રહે છે. ઐતિહાસિક આઇકોનિક સ્મારકો, લોકેશન્સ, ભવ્ય સેટ, કેટલાક વાસ્તવિક સ્થાનો, લોકોની ભીડ, પ્રાણીઓ, દારૂગોળો, યુદ્ધભૂમિ, આખી વેબ સિરીઝ એવી રીતે શૂટ કરવામાં આવી છે કે તેને જોતી વખતે તમને મોટી સ્ક્રીનનો અનુભવ મળે. વાર્તા પણ પવનના સૂસવાટાની જેમ સરળતાથી વહે છે. પરંતુ, એક વસ્તુ તે છે સંવાદો. આના પર થોડું વધારે કામ થઈ શક્યું હોત.
1
શહઝાદા ફિલ્મનો ડાઈરેક્ટર રોહિત ધવન છે, જે કૉમેડી ફિલ્મોના કિંગ તરીકે ઓળખાતા ડેવિડ ધવનનો દીકરો છે. રોહિતે સુપરહિટ તેલુગુ ફિલ્મની સ્ક્રિપ્ટ પર મસાલેદાર એન્ટરટેનર ફિલ્મ બનાવી છે. આ એક ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ છે. ઈન્ટરવલ પહેલા ફિલ્મમાં કૉમેડી અને લવ સ્ટોરીનો તડકો છે. જ્યારે સેકન્ડ હાફમાં કાર્તિક આર્યન પોતાની ઓરિજિનલ ફેમિલી માટે મસીહા બની જાય છે. ફિલ્મમાં એક્શન, ઈમોશન, કોમેડી તમામ તત્વો જોવા મળશે. પરંતુ આ જ કારણોસર ફિલ્મની સ્ટોરી થોડી નબળી પડી જાય છે. ખાસકરીને ફિલ્મનો ક્લાઈમેક્સ ઘણો જ પ્રેડિક્ટેબલ લાગે છે.કાર્તિક આર્યને ફિલ્મમાં સારી કોમેડી કરી છે. સેકન્ડ હાફ તમને ઈમોશનલ કરી શકે છે. તમને એક્શન પણ જોવા મળશે. કૃતિ સેનન પાસે ફિલ્મમાં કરવા માટે કંઈ ખાસ નથી. બંટૂના વર્તમાન પિતાના રોલમાં પરેશ રાવલ જામે છે. જ્યારે રોનિત રૉય, સચિન ખેડેકર અને મનિષા કોઈરાલા સપોર્ટિંગ રોલમાં સારું કામ કર્યું છે. રાજપાલ યાદવ માત્ર એક જ સીનમાં જોવા મળે છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી અને મ્યુઝિક તમને પસંદ આવી શકે છે. શહઝાદાના મેકર્સે પૂરતો પ્રયત્ન કર્યો છે કે તેની ઓરિજિનલ તેલુગૂ ફિલ્મ હિન્દીમાં ઉપ્લબ્ધ ના હોય, કારણકે જો તમે અલ્લુ અર્જુન વાળું વર્ઝન નહીં જોયું હોય તો શહઝાદા તમને પસંદ આવી શકે છે.
1
નિર્દેશક તરીકે આ ભયાનક રાતને રીક્રિએટ કરવામાં હંસલ મહેતા સફળ રહ્યા છે. ફિલ્મ શરૂઆતથી જ તમને જકડી રાખે છે. હંસલ મહેતા સમય બગાડ્યા વિના જ ફિલ્મની મૂળ વાર્તા પર આવી જાય છે. જેમ-જેમ વાર્તા આગળ વધે છે તેમ-તેમ સહિષ્ણુતા વિરુદ્ધ અસહિષ્ણુતા અને ધર્મ વિરુદ્ધ કટ્ટરતાની ઊંડી ચર્ચા થતી રહે છે. ક્લાઈમેક્સમાં માણસાઈનો કુર્બાનીવાળો રંગ જોઈને રાહત મળે છે. બીજી આતંકી ઘટનાઓ પર બનેલી ફિલ્મોની જેમ અહીં સુરક્ષા એજન્સીઓને હીરો તરીકે નથી દર્શાવાઈ પરંતુ એક સામાન્ય છોકરાના શૌર્યને બતાવાયું છે. પોલીસ કમિશનરના પાત્ર દ્વારા ફિલ્મમાં હળવી પળો દર્શાવાઈ છે. જ્યારે માના રોલમાં જૂહી બબ્બર બેચેની અને દુઃખની સાથે પોતાના રૂઆબને બતાવામાં પણ સફળ રહ્યા છે. હંસલ મહેતા ઈસ્લામને લઈને બે વિપરીત વિચારધારાઓથી શરૂઆત કરે છે. એક જે જિહાદના નામે જીવ લેવામાં વિશ્વાસ રાખે છે જ્યારે બીજું જે હિંસાને ખોટી માને છે. જોકે, આ બાબતને તેઓ સ્ક્રીનપ્લેમાં વ્યવસ્થિત રીતે દર્શાવી નથી શક્યા. ફિલ્મનું ટાઈટલ ફરાઝ છે પરંતુ તેનું શૌર્ય અંતમાં દેખાય છે. તેની બેકસ્ટોરી પર થોડું કામ કરવું જરૂરી હતું. ભાવનાત્મક દ્રષ્ટિએ ફિલ્મ હચમચાવી નાખે તેવી નથી. જોકે, એ વાત તો સ્વીકારવી રહી કે, ફિલ્મની નિયત સારી અને પ્રાસંગિક છે. લેખનની અમુક મર્યાદા દેખાઈ આવે છે. ટેક્નિકલ પક્ષની વાત કરીએ તો, ફિલ્મની સિનેમેટોગ્રાફી અને બેકગ્રાઉન્ડ સ્કોર દમદાર છે. દમદાર સંવાદ પણ વખાણવાલાયક છે. અભિનયના મામલે આદિત્ય રાવલે ખૂબ સારું કામ કર્યું છે. ઈસ્લામના નામે કોઈપણ હદ સુધી જતાં યુવાનનું પાત્ર તેણે બખૂબી નિભાવ્યું છે. શશિ કપૂરના પૌત્ર જહાન કપૂર પોતાના અભિનયથી આશાનું નવું કિરણ જગાડે છે. ફરાઝની મમ્મીના રોલમાં જૂહી બબ્બરે એક સમર્થ અભિનેત્રી તરીકે પોતાનો પરિયચ આપ્યો છે. આમિર અલી, સચિન લાલવાણી, જતિન પારિક જેવા કલાકારોએ પણ પોતાના પાત્ર સાથે ન્યાય કર્યો છે.
1
પઠાણ'ની વાર્તા ગળે ઉતારવી થોડી મુશ્કેલ લાગે છે પરંતુ સ્ટાર પાવર અને સ્ટાઈલના લીધે માઉન્ટેન ડ્યૂની ફિલ્મી કોમર્શિયલ જેવી લાગે છે. જોકે, ધીમે-ધીમે ફિલ્મમાં રસ પડવા માંડે છે. ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદે સ્પાય થ્રિલર ફિલ્મને રોચક બનાવવાના બનતા તમામ પ્રયાસ કર્યા છે. તેણે ફિલ્મને સુપરહીરો ફિલ્મ તરીકે બતાવી છે જેના કારણે કેટલીક બાબતો અવિશ્વસનીય લાગે છે. હોલિવુડની બ્લોકબસ્ટર મારવેલ ફિલ્મો કે પછી ટોમ ક્રૂઝની મિશન ઈમ્પોસિબલ જેવી ફિલ્મો પ્રત્યેનું સિદ્ધાર્થ આનંદનું આકર્ષણ અને વળગણ 'પઠાણ'માં છતું થાય છે. વિંગસૂટ, ધૂંઆધાર એક્શન સીક્વન્સ, જોરદાર કાર, બાઈક અને હેલિકોપ્ટરના સ્ટન્ટ, અમર્ત્ય હીરો, પંચલાઈન મારતા વિલન, પુરુષને લોભાવતી આકર્ષક મહિલા અને આ બધાની ઉપર દેશભક્તિની ભાવનાની ફિલ્મ પાસે અપેક્ષા રાખી શકો છો.ફિલ્મમાં ઈમોશન કરતાં વધુ મહત્વ એક્શનને આપવામાં આવ્યું છે. શાહરૂખ ખાન પડદા પર લાગણીઓ દર્શાવવામાં મહારથ મેળવી ચૂક્યો છે ત્યારે તે તેના શરીર દ્વારા અહીં સંદેશ દર્શકો સુધી પહોંચાડે છે તે જોવાનું રસપ્રદ બની રહે છે. ફિલ્મની વાર્તા નબળી છે અને VFX પણ ઠીકઠાક છે પરંતુ શાહરૂખ ખાનની પડદા પર હાજરી આ ખામીઓને ઢાંકી દે છે. ફિલ્મનો બેકગ્રાઉન્ડ સ્કોર જે-તે પરિસ્થિતિને સુસંગત નથી લાગતો. જ્યારે ફિલ્મનું ટાઈટલ મ્યૂઝિક દેશદાઝ અને બહાદુરીને દર્શાવે છે. જિમ તરીકે જોન અબ્રાહમે કરેલો અભિનય ફિલ્મની હાઈલાઈટ કહી શકાય. સ્ટન્ટ સિક્વન્સ હોય કે તેની એન્ટ્રી બધું જ દમદાર રહ્યું હતું. ફિલ્મના ઘણાં ભાગમાં એવું લાગશે કે હીરો કરતાં વિલન ચડિયાતો છે. દીપિકા પાદુકોણે પોતાના પાત્રને પૂરતો ન્યાય આપ્યો છે અને પાત્રની દ્રષ્ટિએ તેનું કાસ્ટિંગ પણ વ્યવસ્થિત લાગે છે. પરંતુ શાહરૂખ સાથેની તેની કેમેસ્ટ્રી હજી વધારે ગાઢ કરી શકાઈ હોત, બંને વચ્ચે કંઈક ખૂટતું હોય તેવું લાગે છે. જોન અને શાહરૂખના પાત્રો વચ્ચે જેવો સ્પાર્ક છે તે દીપિકા સાથે દેખાતો નથી. ડિમ્પલ કપાડિયા ફિલ્મના ખૂટતા પાસા અને લાગણીઓને જોડતી કડી બન્યાં છે તેમ કહી શકાય. એવું લાગે કે તેમનું પાત્ર થોડું વધુ લંબાવાયું હોત તો સારું.
1
આ ફિલ્મ આલોક શર્મા દ્વારા લખવામાં આવી છે અને વિક્ટર મુખર્જીએ નિર્દેશિત કરી છે. કન્સેપ્ટ સારો છે. ફેમિલી પેક ફિલ્મ છે. શેરીમાં રખડતા કૂતરાઓને કેવી રીતે રક્ષણની જરૂર છે અને કેવી રીતે તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવે છે. તેમના જીવનની કોઈ કિંમત નથી, તે બધું ખૂબ સારી રીતે દર્શાવવામાં આવ્યું છે. પરંતુ તે રીતે પાત્રોને ન્યાય મળ્યો નથી. જો કે આ ફિલ્મ આગળ વધશે એટલે કે તેનો બીજો ભાગ આવશે. એક બંગાળી ગીત સિવાય આખી ફિલ્મમાં બીજું કોઈ હિન્દી ગીત નથી. આ ફિલ્મ એક વખત જોઈ શકાય તેમ છે. જો તમે પ્રાણીઓને પ્રેમ કરો છો તો તમે જોઈ શકો છો. જે સંદેશ પણ આપે છે. ક્યાંક કંટાળાજનક છે, પરંતુ પરિવાર સાથે જોવા માટે આ એક સારી ફિલ્મ છે.
1
લેખક-ડિરેક્ટર શશાંક ખેતાને 90ના દશકાની આ થ્રિલરમાં કોમેડી અને મિસ્ટ્રીનું મિક્સ મનોરંજન પીરસ્યું છે. ફિલ્મમાં અણધાર્યા ટ્વિસ્ટ અને ટર્ન્સ આવે છે. જ્યારે નવા પાત્રોને (જેમ કે સિક્સ પેક ધરાવતો સેન્ડી અને તેના પિતા) આ ફિલ્મમાં રજૂ કરવામાં આવ્યું છે, તેઓ તેમની સાથે ભરપૂર ડ્રામા લઈને આવ્યા છે. પહેલો ભાગ પેટ પકડીને હસાવે તેવી ક્ષણોથી ભરેલો છે જે એક સમયે ફિક્કો પણ પડી જાય છે અને એકના એક જોક સાંભળવા મળે છે. જો કે, બીજો ભાગ મજા કરાવે છે.વિકી કૌશલ આવા પાત્રમાં પહેલીવાર જોવા મળ્યો છે અને તે 90ના દશકાના હીરોની યાદ અપાવે છે. તેણે ગોવિંદાનું પાત્ર સારી રીતે ભજવ્યું છે અને કોમિક ટાઈમિંગ પણ જબરદસ્ત છે. બેંગ બેંગ, કજરા રે અને રાધા તેરી ચુનરી જેવા સોન્ગ પર તેનું પર્ફોર્મન્સ અદ્દભુત છે. ભૂમિએ પણ ગૌરીનું પાત્ર બખૂબી ભજવ્યું છે પરંતુ ગોવિંદા સાથેના સીન વધુ સારી રીતે દેખાડી શકાયા હોત. કિયારા સુકુના પાત્રમાં ફિટ બેસે છે. તો ગોવિંદાની લકવાગ્રસ્ત અને વ્હીલચેર પર રહેલી મા ડ્રામેબાઝ છે.ફિલ્મ 'ગોવિંદા મેરા નામ'ના સોન્ગ ક્યા બાત હૈ 2.0 અને બિજલી તમને નાચવા મજબૂર કરી દેશે. વિકી અને કિયારના 'પપ્પી જપ્પી' ટ્રેકથી મેચિંગ કપડાં સુધી બધું તમને 90ના દશકાની કોમેડીની યાદો તાજી કરાવશે.
1
રેવથીએ ફિલ્મના ભાવનાત્મક પાસાને તેના નિર્દેશનમાં ખૂબ જ મજબૂતીથી પકડી રાખ્યો છે. રેવથીએ એક પુત્રની પીડાને સુંદર રીતે દર્શાવી છે જે દરરોજ મૃત્યુની નજીક જઈ રહ્યો છે. દર્શકની આંખોમાંથી સતત આંસુ વહેશે, જે પાત્રોની પીડા અને હિંમત સાથે જોડાય છે. વેંકી મૃત્યુની પથારી પર કહે છે કે તે બીજી દુનિયામાં જવા માગે છે. પણ પટકથાના સ્તરે વાર્તા થોડી ઢીલી પડી જાય છે. કેટલાક ભાગોમાં ગતિ ધીમી છે. સુજાતાના સંઘર્ષ સાથે દિગ્દર્શક ભાવનાત્મક બાજુને વધુ ધાર આપી શક્યા હોત. ક્યાંય સ્પષ્ટતા કરવામાં આવી નથી કે સિંગલ પેરેન્ટ તરીકે સુજાતા તેના પુત્રની બીમારીનો ખર્ચ કેવી રીતે ઉઠાવે છે? હા, પિતા, બહેન, ગર્લફ્રેન્ડ અને આમિર ખાનના પાત્રો વાર્તાને આગળ ધપાવે છે. રેવથી કોર્ટમાં ઈચ્છામૃત્યુ પરની ચર્ચાને અર્થપૂર્ણ બનાવે છે અને મીડિયાના સકારાત્મક સમર્થનને પણ પ્રતિબિંબિત કરે છે. રવિ વર્મનની સિનેમેટોગ્રાફી અદભૂત છે. જ્યારે મનન સાગરનું એડિટિંગ પહેલા ભાગમાં વધુ ચુસ્ત હોવું જોઈતું હતું.અભિનયની વાત કરીએ તો માતા તરીકે કાજોલ અને પુત્ર તરીકે વિશાલનો અભિનય હ્રદયસ્પર્શી છે. એક માતા તરીકે કાજોલની પીડા, ચિંતા, અસલામતી ત્યારે વિશાલની પીડા અને મૃત્યુ પ્રત્યે વેન્કીનો હકારાત્મક અભિગમ મજબૂત છે. રાહુલ બોઝ, રાજીવ ખંડેલવાલ, આહાના કુમરા, પ્રિયામણી, પ્રકાશ રાજ અને અનંત મહાદેવન તેમના અભિનયથી ફિલ્મના અન્ય ફ્રેમ્સને મજબૂત બનાવે છે. કમલ સદાના લાંબા સમય પછી સુજાતાના પતિના રોલમાં દેખાય છે.ગેસ્ટ અપીયરન્સમાં આમિર ખાનની હાજરી દિલાસો આપનારી છે.
1
નિર્દેશક અને લેખક રાજીવે આ ક્રાઈમ-થ્રિલરને ગ્વાલિયરના બેકડ્રોપમાં આકાર આપ્યો છે. એક સામાન્ય માણસ અસામાન્ય સ્થિતિમાં મૂકાઈને કઈ રીતે ગુનાનો સહારો લે છે તે ફિલ્મની વિશેષતા છે. ફિલ્મનો પહેલો ભાગ થોડો સુસ્ત લાગે છે. પાત્રોને સ્થાપિત કરવાની કવાયત લાંબી થઈ જાય છે. પરંતુ બીજા ભાગમાં વાર્તા જોર પકડે છે. આ થ્રિલરમાં નિર્દેશક પાત્રો દ્વારા નાના શહેરની આર્થિક અને સામાજિક વિડંબણા પણ દર્શાવે છે. વાર્તામાં કેટલીક હળવી હાસ્યની પળો પણ છે. હત્યા બાદ લાશના ટુકડા કરવાની ક્રૂરતાને બેંકગ્રાઉન્ડ મ્યૂઝિક અને અવાજ દ્વારા દર્શાવાઈ છે, જે રુંવાડા ઊભા કરી દેશે. સપના નરુલાની સિનેમેટોગ્રાફી સારી છે. ગ્વાલિયરની ગલીઓથી માંડીને કેટલીક ઐતિહાસિક જગ્યા સુધી તેમણે શહેરની બખૂબી પોતાના કેમેરામાં કંડારી છે. સાથે જ બેકગ્રાઉન્ડ મ્યૂઝિક પણ દમદાર છે. આ ફિલ્મ તમને થોડાઘણાઅંશે 'દ્રશ્યમ'ની યાદ અપાવશે. એક પોઈન્ટ પર વાર્તા થોડી પ્રેડિક્ટેબલ થઈ જાય છે. પરંતુ છેવટે તમે રાહતનો શ્વાસ લેશો.ફિલ્મમાં અભિનયના બે મજબૂત સ્તંભ નીના ગુપ્તા અને સંજય મિશ્રાના રૂપમાં છે. નિવૃત્ત શિક્ષકના બિચારાપણાથી લઈને તેમના આક્રોશ થવા સુધીનું ટ્રાન્સફોર્મેશન સંજય મિશ્રાએ બખૂબી બતાવ્યું છે. ઘૂંટણના દુઃખાવાથી પરેશાન ધર્મભીરુ મહિલાના પાત્રમાં નીના ગુપ્તાએ પ્રાણ ફૂંક્યા છે. તેમની ચાલ-ઢાલ કોઈ અંગત વ્યક્તિની યાદ અપાવી શકે છે. પતિ-પત્ની રૂપે બંનેની કેમેસ્ટ્રી કમાલની છે. પોલીસના રોલમાં માનવ વિજ જામે છે. સૌરભ સચદેવાને પાંડેના રૂપમાં જોઈને તમને ગિન્ન આવશે અને આ જ તેમની એક્ટિંગની ખૂબી છે. અન્ય પાત્રોએ ઠીક ઠીક કામ કર્યું છે.
1
સિઝનનો પ્રત્યેક એપિસોડ 42 મિનિટનો છે. પ્રત્યેક એપિસોડમાં અવિનાશ એક વ્યક્તિનો સામનો કરે છે, જેને જે મારવા માંગે છે. આ પ્રત્યેક પાત્રની એક બેકસ્ટોરી છે, જેના આધારે સાબિત કરવામાં આવે છે કે અવિનાશ કેમ તે વ્યક્તિને મારવા માંગે છે. મયંક શર્માએ જે પ્રકારે શૉનું ડાઈરેક્શન કર્યું છે અને જે પ્રકારની થ્રિલર ટ્રીટમેન્ટ આપી છે, તમને તે જકડી રાખશે. પરંતુ મર્ડર અને પછી ત્યાંથી ભાગવાની સિક્વન્સ તમને વધારે પડતી ડ્રામેટિક લાગી શકે છે. ઘણી વાર તમે તેની સાથે સહમત નહીં થાઓ.અભિષેક બચ્ચને દમદાર અભિનય કર્યો છે. અહીં એક વાત ખાસ નોંધવા જેવી છે કે, આ સિઝનમાં તેની પાસે જેના નામનો અલગથી ચહેરો નથી, એક જ ચહેરા સાથે અવિનાશ અને જે બન્ને પર્સનાલિટી દર્શાવાવની છે, માટે અભિષેકના એક્ટિંગનો ગ્રાફ જોઈ શકાય છે. અમુક સીનમાં તો અભિષેક બચ્ચને અસાધારણ અભિનય કર્યો છે. અમિતા સાધનો ગુસ્સો ગત સિઝનની સરખામણીમાં ઓછો થયો છે. પરંતુ તેણે એક દમદાર પોલીસ અધિકારીના પાત્રને ન્યાય આપ્યો છે. નિત્યા મેનન અને સૈયમી ખૈરની સિઝન વનની સરખામણીમાં ઓછી સ્પેસ છે. નવીન કસ્તૂરિયાના અભિનયના પણ ખાસ વખાણ કરવા પડે. આ સિરિઝને વધારે સારી બનાવી શકાતી હતી. ખાસકરીને લંબાઈની વાત કરીએ તો એપિસોડ હજી નાના થઈ શકતા હતા. પરંતુ તેમ છતાં આ સીરિઝ તમને જકડી રાખશે. તમે એકવાર શરુ કરશો તો પતાવીને જ મૂકવાનું મન થશે.
1
સતરામ રામાણી ડિરેક્ટર તરીકે પાત્રો અને પ્લોટને ડેવલપ કરવામાં વધારે પડતો સમય લગાવે છે. સ્ટોરીમાં બે અલગ શહેરો જોવા મળે છે. બે અલગ અલગ પ્રકારના પરિવાર જોવા મળે છે. દર્શકોને આશા બંધાય છે કે આગળ જતા સ્ટોરી આગળ વધશે તો વધારે ઉતારચઢાવ પણ જોવા મળશે. પણ આ મુદ્દાના સંદર્ભમાં જે સંવેદનશીલતા હોવી જોઈએ તેની ચૂક જણાય છે. જો કે લેખક મુદસ્સર અઝીઝ અનેક મનોરંજક ડાયલોગ્સ આપવામાં સફળ સાબિત થયા છે. અમુક ડાયલોગ્સ તમને યાદ રહી જશે. પરંતુ સ્થિતિ એવી ઉપજાવવામાં આવી છે કે સ્ટોરીની ધાર ઓછી થઈ જાય છે. સેકન્ડ હાફમાં ચમત્કારની આશા રાખનારા દર્શકો નિરાશ થશે. ફિલ્મ એવરેજ બનીને રહી જાય છે. ચોક્કસપણે ફિલ્મમાં સ્ટ્રોંગ મેસેજ આપવામાં આવ્યો છે કે, સપના સાકાર કરવા માટે પોતાના શરીરને બદલવા કરતા માનસિક રીતે મજબૂત બનવું જરૂરી છે. સિનેમેટોગ્રાફર તરીકે મિલિંદ જોગે પણ ઘણું સારુ કામ કર્યું છે. લંડનની સુંદરતાને તેમણે ખૂબ સારી રીતે કંડારી છે. ફિલ્મનો સાઉન્ડટ્રેક પણ ઠીક-ઠાક છે. એડિટિંગ હજી ચુસ્ત થઈ શકતી હતી.હુમા કુરૈશી રાજશ્રીના રોલમાં છવાઈ જાય છે. હુમાએ પોતાના ઈન્ટર્વ્યુ દરમિયાન સ્વીકાર્યુ હતું કે, રિયલ લાઈફમાં પણ તેણે બોડી શેમિંગનો શિકાર બનવુ પડ્યુ હતું. માટે આ પાત્રને તે ઘણો સારો ન્યાય આપી શકી છે. મેરઠ જેવા નાના શહેરની પ્લસ સાઈઝ યુવતી, જે એક મોટું સપનું જોવાની હિંમત ધરાવે છે, અને આ યુવતીના પાત્રમાં હુમા જામે છે. સોનાક્ષી સિન્હાએ પણ પોતાના રોલ સાથે ન્યાય કર્યો છે. પરંતુ તેના પાત્રના લેયર હુમા જેટલા સટીક નથી. બન્ને અભિનેત્રીઓની કેમિસ્ટ્રી પડદા પર સારી લાગે છે. ઝોરાવર રહમાનીના રોલમાં ઝહીર ઈકબાલ એન્ટરટેઈન તો કરે છે, પણ ઘણી વાર ઓવર એક્ટિંગ કરતો હોય તેમ લાગે છે. શ્રીકાંતના રોલમાં મહત રઘુવંશી પ્રોમિસિંગ સાબિત થાય છે. અલકા કૌશલ 30 પાર કરી ચૂકેલી અપરિણિટ યુવતીની માતાની પીડાને ખૂબ સારી રીતે ભજવે છે. શુભ ખોટે અને કંવલજીતના પાત્ર પણ યાદ રહી જશે
1
પૌરાણિક કથા સાથે આધુનિક વિચારસરણીને મિશ્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને તેના આધારે એક અલગ વાર્તા ઊભી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પરંતુ નિર્દેશક અભિષેક શર્માની વાર્તાની સમસ્યા એ છે કે શરૂઆતમાં જ સમજાઈ જાય છે કે અંત શું હશે? સાંસ્કૃતિક વારસા અને ધાર્મિક વિષયો પર બનેલી ફિલ્મ બનાવતી વખતે નિર્દેશકની જવાબદારી વધી જાય છે. ડાયરેક્ટર તરીકે અભિષેકે આ મામલે બેદરકારી દાખવી છે. મુદ્દાને સાબિત કરતી ફિલ્મમાં તથ્યોને જબરદસ્તી સાબિત કરવામાં આવતા હોય એવું લાગે છે. કેટલાક દ્રશ્યોમાં ડાયરેક્ટરની લોકોની ધાર્મિક લાગણીઓનો ઉપયોગ કરવાની પ્રવૃત્તિ સ્પષ્ટ દેખાય છે.ફર્સ્ટ હાફનો સારો એવો સમય ફિલ્મની વાર્તા અને પાત્રોને વિકસિત કરવામાં લગાવ્યો છે. સેકન્ડ હાફમાં ફિલ્મની વાર્તા ગતિ પકડે છે. જોકે, ફિલ્મ રામ સેતુના અસ્તિત્વને સ્થાપિત કરે છે અને એ પણ દર્શાવે છે કે, માન્યતામાં ચાલી રહેલી વાર્તાઓ પણ માત્ર કપોળ કલ્પના નથી. આ ફિલ્મ તમને હોલિવુડ ફિલ્મો 'ધ વિંચી કોડ' અને 'નેશનલ ટ્રેઝર'ની યાદ અપાવે છે. ટેક્નિકલ ટીમનું કામ સરેરાશ છે. વીએફએક્સને વધુ સારા કરી શકાયા હોત. ડેનિયલ બી જોર્જે ફિલ્મ અનુસાર સાઉન્ડ ડિઝાઈન કરવાનો પ્રયાસ કર્યો છે. રામેશ્વર ભગતનું એડિટિંગ સારું છે. અસીમની સિનેમેટોગ્રાફીએ રહસ્ય અને રોમાંચ જાળવી રાખવામાં ફાળો આપ્યો છે. ફિલ્મના અંતે 'રામ રામ' ગીત પણ સારું છે. ક્લાઈમેક્સની વાત કરીએ તો, રામ ભક્તોએ આ દિવાળી પર ફિલ્મ સારી ભેટ સાબિત થઈ શકે છે.એક્ટિંગની વાત કરીએ તો, અક્ષય કુમાર નાસ્તિક આર્કિયોલોજીસ્ટના રૂપમાં જામે છે. તેનો લૂક કૂલ છે. જેક્લીન ફર્નાન્ડિઝ પણ રોલમાં ફિટ બેસે છે. નૂસરત ભરૂચાને ઓછો સ્ક્રીન ટાઈમ મળ્યો છે. નાસર, પ્રવેશ રાણા અને સત્યદેવ કંચારણા જેવા કલાકારોએ ભૂમિકા સાથે ન્યાય કર્યો છે. ફિલ્મની સપોર્ટિંગ કાસ્ટ પણ સારી છે.
1
જોન અબ્રાહમ અત્યાર સુધીમાં કેટલીય એક્શન ફિલ્મોમાં કામ કર્યું છે. તે આ જોનરની ફિલ્મોમાં નિષ્ણાત બની ગયો છે. પહેલીવાર તે સુપર સોલ્જરના રોલમાં જોવા મળી રહ્યો છે. જોન અબ્રાહમે દમદાર એક્શન, ફાઈટ સીન અને બાઈકવાળા દ્રશ્યોથી પૈસા વસૂલ ફિલ્મ બનાવી છે. સાયન્ટિસ્ટના રોલમાં રકુલ પ્રીત સિંહ પણ ઠીક ઠીક જામે છે. ફિલ્મમાં જોનની પ્રેમિકાના રૂપે જેક્લિન યોગ્ય નથી લાગતી. બંનેના રોમેન્ટિક સીન રમૂજી લાગે છે. પ્રકાશ રાજ જેવા દિગ્ગજ અભિનેતાએ પોતાનું કામ ઈમાનદારીથી કર્યું છે.આ ફિલ્મનું નિર્દેશન લક્ષ્ય આનંદ રાજે કર્યું છે. લક્ષ્ય આનંદ રાજે સલમાન ખાનની 'એક થા ટાઈગર' અને ઋતિક રોશનની 'બેંગ બેંગ' જેવી ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું છે. નિર્દેશનની બાબતે લક્ષ્ય સફળ થાય છે. તેણે અપેક્ષા કરતાં સારું કામ કર્યું છે. 'લવ શવ તે ચિકન ખુરાના' જેવી ફિલ્મ લખનારા સુમિત બેથજા અને 'છોરી'ના રાઈટર વિશાલ કપૂરે સાથે મળીને 'અટેક'નું લેખન કર્યું છે. ફિલ્મમાં ઘણી જગ્યાએ સારા પંચ આવે છે જે દર્શકોને ખૂબ હસાવે છે. એઆઈ આસિસ્ટન્ટ ઈરા માટે લખવામાં આવેલા ભાગની પ્રશંસા ચોક્કસથી કરવી જોઈએ. ઈરાના દરેક ડાયલોગ દર્શકોને હસાવશે. ડાયરેક્ટરે જબરદસ્તી રોમાન્સ ના ઘૂસાડ્યો હોત તો ફિલ્મ વધુ સારી બની શકી હોત.'અટેક' સાય-ફાઈ ફિલ્મ છે તેમ છતાં ઘણી જગ્યાએ સાયન્ટિફિક ટેમ્પરામેન્ટની કમી દેખાય છે. ફિલ્માં એકલદોકલ દ્રશ્યો એવા પણ છે જેની સાથે નિર્દેશક ન્યાય નથી કરી શક્યા. કેટલાક સીનમાં બેકગ્રાઉન્ડ સ્કોર મેળ નથી ખાતો જેના કારણે સાયન્ટિફિક મિજાજ નબળો પડી જાય છે. સંગીતની વાત કરીએ તો શાશ્વત સહદેવે 'અટેક'નું મ્યૂઝિક આપ્યું છે. સંવાદથી લઈને એક્શન સીન ખૂબ સારા છે અને એડિટિંગ પણ વખાણવાલાયક છે. એકદંરે ફિલ્મ નિરાશ નહીં કરે.
1