Catalog link: https://jainqq.org/explore/001324/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY sarei - ગણિ મુકિતચન્દ્ર વિજય - ગણિ મુનિચન્દ્ર વિજય, C enternacional sonal Use Only 2 .jainelib કલાપૂર્ણ રસ એ જ શાળાર્યશ્રીની સાળી aણી પૂ. આચાર્ય (અધ્યાતળી. ૧ વાણીનચિT) • વાચના છે પૂ. આ. થી વિજય કલાપૂર્ણ સૂરીશ્વરજી મ. સા. ૦ અવસાણા-આલેખન-સંપાદન : | ગણિ નિરા વિજય, ગણિી ગાનિચન્દ્રવિજય मालेमन પૂ.પં.શ્રી કલાપ્રભ વિજયજી ગણિવરને આચાર્યપદ પૂ. મુનિ શ્રી કલ્પતરુ વિજયજીને પંન્યાસ-પદ, પૂ. મુનિ શ્રી પૂર્ણચન્દ્રવિજયજી તથા પૂ. મુનિ શ્રી મુનિચન્દ્રવિજયજીને ગણિવર્ય-પદ-પ્રદાન વિ. સં. ૨૦૫૬, મહા સુ. ૧, શુક્રવાર, ૧૧-૨-૨૦૦૦, વાંકી તીર્થ, કચ્છ પ્રકાશન શíodજન આરાધક મંડલ મનફરા, જી. કચ્છ, તા. ભચાઊ, પિનઃ ૩૭૦ ૧૪૦ ની Education International Priate & Perss w a gelibrary or પુસ્તક કહે, કલાપૂર્ણસૂરિ (પૂ. આ. શ્રીની સાધનાપૂત વાણી) ઇ. સ. ૨૦૦૦, વિ. સં. ૨૦૫૯ અવતરણ-આલેખન-સંપાદન ... પૂજય ગણિશ્રી મુક્તિચન્દ્રવિજયજી પૂજય ગણિત્રી મુનિચન્દ્રવિજયજી આલંબન... પૂ.પં. શ્રી કલાપ્રભવિજયજી ગણિવરને આચાર્ય-પદ પૂ. મુનિશ્રી કલ્પતરુવિજયજીને પંન્યાસ-પદ પૂ. મુનિશ્રી પૂર્ણચન્દ્રવિજયજી તથા પૂ. મુનિશ્રી મુનિચન્દ્રવિજયજીને ગણિવર્ય-પદ-પ્રદાન વિ.સં.૨૦૫૬, મહા સુ.૬, શુક્ર., ૧૧-૨-૨૦૦૦, વાંકી તીર્થ, કચ્છ વિશિષ્ટ સહાયક મુનિઓ ... મુનિશ્રી મહાગિરિવિજયજી મુનિશ્રી મુકતાનંદવિજયજી મુનિશ્રી મુક્તિશ્રમણવિજયજી સંપર્ક સૂત્ર *SHANTILAL, CHAMPAK B. DEDHIA 20, Pankaj "A", Plot No.171, L. B. S. Marg, Ghatkopar (W), Pin - 400 086.Tel. : (022) 5101990 * CHANDRAKANT J. VORA Phool Wadi, Bhachau, Kutch (Guj.), Tel. : (02837) 22568 * JASRAI LUKAD No.3, Balkrishna Nagar, Mannargudi - 1. (T. N.), Pin : 614 007. Tel. : 043677 22479 મુદ્રક.. MULTY GRAPHICS 100/102,V. P. Rd., Jyoti Prakash Bldg., 2nd Flr., C. P. Tank, Mumbai - 4 Tel. : (022) 3880208 / 2665747 For Privat Personal Use Only વાંકો તીર્થે વાચવાની ઝલક For Private & rsonal Use Only વાંકીતીર્થમંડન શ્રી મહાવીર સ્વામિને નમઃ | શ્રી પદ્મ-જીત-હીર-કનક-દેવેન્દ્ર-કંચન-કલાપૂર્ણ સૂરિ ગુરુભ્યો નમઃ | ... સંપાદકીય... જંગમ તીર્થસ્વરૂપ, અધ્યાત્મયોગી, પૂજ્યપાદ, સરુદેવ, આચાર્યદેવ, શ્રીમદ્દવિજય કલાપૂર્ણ સૂરીશ્વરજીને જૈન-જગતમાં કોણ નહિ જાણતું હોય? - પૂજ્ય આચાર્યશ્રી પહેલા તો કચ્છ-ગુજરાત કે રાજસ્થાનમાં જ કદાચ જાણીતા હતા, પણ છેલ્લા છ વર્ષ દક્ષિણ ભારતમાં પૂજ્યશ્રીનું પદાર્પણ થયું ને પૂજ્યશ્રીના પગલે, શાસન-પ્રભાવનાની જે શૃંખલાઓ ખડી થઈ, તે કારણે પૂજ્યશ્રી ભાતભરની જૈનોના હૈયેવમીગયા. • પૂજ્યશ્રીનો પ્રસન્નતાથી છલકાતો ચહેરો...! • પૂજ્યશ્રીની પ્રભુ પ્રતોની અપાર ભકિત...! • પૂજ્યશ્રીની હદયમાં સર્વજીવો પ્રત્યે રહેલી અપાયે કરુણા...! • પૂજ્યશ્રીનું ચુંબકીય વ્યક્તિત્વ...! • પૂજ્યશ્રીનું અદ્ભુત,ણય...! • પૂજ્યશ્રીની અધ્યાત્મગર્ભિતવાણી...! • પૂજ્યશ્રીનો આવશ્યકો પ્રત્યે પ્રેમ...! • પૂજ્યશ્રીનું અપ્રમત્તજીવન....! ... આવી બથી વિશેષતાઓના કારણે જેમણે જેમણે પૂજ્યશ્રીને શ્રદ્ધાપૂર્વક્ર જોયા, તેમની હદયમાં વસીગયા. પૂજ્યશ્રીનું પુણ્ય એટલું કે જ્યાં પગલાંપડે ત્યાં મંગળ વાતાવરણ સર્જાઈ જાય, ભક્તિથીવાતાવરણ પવિત્ર બની જાય, દૂર-દૂરથી ખેંચાઈને લોકો આવતાજ જાય. આવી વિશેષતા, બીજે, બહુજ ઓછી જોવા મળે. ઘણીવાર તો એટલી બધી ભીડ હોય કે લોકોને દર્શન પણ ન મળે. (વાસક્ષેપની તો વાત જ છોડો.) ucation in For Private Perso se Only wwwdine aliyong દર્શન, વાસક્ષેપ આદિનહિમળવાની કારણે ઘણા લોકોને નિરાશ થઈને પાછા પણ જવું પડે છે...! દર્શન અને વાસક્ષેપ મળી જાય તો પણ ઘણાને તૃપ્તિ થતી નથી હોતી. આવા ) કેટલાક લોકો પૂજ્યશ્રી સાથે વાર્તાલાપ કરવા માંગતા હોય છે, સાથનામાં માર્ગદર્શન કરી લેવા માગતા હોય છે, પણ સમયની પ્રતિકૂળતાની કારણે, પૂજ્યશ્રી, ઇચ્છા હોવા છતાં, બથાનીબથી અપેક્ષાઓ સંતોષી શકતા નથી. કયારેક વ્યાખ્યાન કે વાચનાદિ સાંભળવા બેસનારાઓની પ, ફરિયાદ હોય છેઃ ‘પૂજ્યશ્રીનો અવાજ અમને નથી સંભળાતો...” જેઓ, પૂજ્યશ્રીને સાંભળવા માંગે છે, છતાં નથી સાંભળી શકતા, તેઓ માટે આ પ્રકાશને અત્યંત ઉપયોગી બનશે, એવો વિશ્વાસ છે. પૂજ્યશ્રીએ વાંકી તીર્થે વિ. સં. ૨૦પપ ની ચાતુર્માસ દરમ્યાન ૧૦૯ સાધુસાધ્વીજીઓ સમક્ષ જે વાચનીઓ આપી તેનો સાર અહીં આલેખવીનો પ્રયત્ન થયો છે. અધ્યાત્મમાર-આત્માનુભવોશિકાર, પંચવસ્તુક ગ્રંથ તથા અધ્યાત્મગીતા પર ચાલેલી વાચનીઓ જો કે સાધુ-સાધ્વીજીઓ માટે અપાઈ ગઈ છે, પણ શ્રાવકશ્રાવિકાઓને પણ એમાંથી ઘણું માર્ગ-દર્શન, મળશે, એવી શ્રદ્ધા છે. પૂજ્યશ્રીના હૃદયમાં ભગવાન કેવી વસેલા છે તેનો ખ્યાલ આ પુસ્તક વાંચતા આવશે. પ્રાયઃ કોઈ એવી વાચની નહિ હોય જેમાં ભગવન કે ભગવાનની ભક્તિની વત આવી ન હોય. કોઈના પ્રવચનમાં સંસ્કૃતિ, કોઈના પ્રવચનમાં તપ-ત્યાગ, કોઈના પ્રવચનમાં ‘સુખ ભૂંડું, દુઃખ રૂડું’ ‘મોક્ષ મેળવવા જેવો’ ઇત્યાદિ સાંભળવી , મળે, તેમ પૂજ્યશ્રીના પ્રવચનોમાં ભક્તિ સાંભળવા મળશે. 47 ) Education International For Private & Persone " . sorg વાગડ વીશા ઓસવાલ ૨૧. મૂર્તિપૂજક જૈન સંઘ - આધોઈ (કચ્છ) જ્ઞાdf ખાતાની રકમઝાંથી આ પુસ્તકપ્રાટકવાનાં આવ્યું છે. પૂરી રકમજ્ઞાન ખાતાનાંઆપ્યા સિવાય ગૃહશોઆ પુરાકની ઝાલિકી કરી શકશે નહિ. (iii) ૨૨. મૂર્તિપૂજક જૈન વાણિયા મહાજન | લાઠીયા (કચ્છ) 6. જ્ઞાન ખાતાની રકાનાંથી આ પુસ્તક પ્રણાટક૨વામાં આવ્યું છે. પૂરી રકમ શાળા ખાતામાં આપ્યા સિવાય ગૃહસ્થોઆ પુસ્તકની માલિકી કરી શકશે નહિ. -મન-મટકારીને કામ કરવામાં -કાજામકા કરે ભકિતની વાત ન આવે તે કલાપૂર્ણસૂરિનું પ્રવચન નહિ, એમ કહીએ તો પણ ખોટું નથી. માટે જ અત્યારે પૂજ્યશ્રી, જૈન-જગતમાં ભકિતનો પર્યાય તરીકે પ્રસિદ્ધ થઈ ગયા છે. - પૂજ્યશ્રીનો પ્રભુ-પ્રેમ જોતાં આપણને નરસિંહ મહેતાની પેલી પંકિત યાદ આવી જાયઃ પ્રેમ-રસ પાને તું મોરના પિચ્છધર તત્વનું ટૂંપણું તુચ્છ લાગે..” ગમે તેટલી તત્વોની વાત આવે તો પણ છેલ્લે ભગવાન કે ભગવાનની ભકિતની વાત પૂજ્યશ્રીના પ્રવચનમાં આવી જ જાય. વાચનાની આ પ્રસાદી વાચનારના હદયમાં પ્રસન્નતાનો પમરાટ ફેલાવે, પ્રભુનો પ્રેમ પ્રગટાવે તેવી અપેક્ષા છે. કેટલેક સ્થળે ભક્તિ આદિ વાતોની પુનરુકિત થયેલી પણ જણાશે. અહીં પ્રશમરતિમાની પૂજ્યશ્રી ઉમાસ્વાતિનીવાત યાદ કરી લેવીઃ વૈરાગ્ય, ભકિત આદિની વાત પુનઃ પુનઃ કરવાથી, સાંભળવાથી અને સમજવાથીજ તે અંતરમાં ભાવિત થાય છે. માટેવૈરાગ્યાદિમાં પુનરુક્તિદોષનથી. यद्वद् विषघातार्थ मन्त्रपदेन पुनरुक्तदोषोऽस्ति। तद्वद् रागविषघ्नं पुनरुक्तमदुष्टमर्थपदम्॥ -પ્રશત્તિ-૨૩ કેટલેક સ્થળે પૂજ્યશ્રીનો આશયને સામે રાખી અમે અમારી ભાષામાં પણ 3 આલેખન કર્યું છે. પૂજ્યશ્રીના આશય-વિરુદ્ધ કાંઈ પણ આલેખાયું હોય તે બદલ હાદિ મિચ્છામિ દુક્કડં. - ગણિમુશ્ચિચન્દ્રવિજય - ગણિ મુલચન્દ્ર વિજય Tsonal Usery www Jain Education Internal For Private વાંકી તીર્થે ૧૦૯ જેટલા પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતો તથા જિજ્ઞાસુ ગૃહસ્થો સમક્ષ અપાયેલી વાચનાના અંશો દ્વિ. જેઠ વ. ૬-૭, સોમ, રત્નત્રયીની આરાધનામાં જેટલી મંદતા, મોક્ષ તેટલો દૂર ! જેટલી તીવ્રતા મોક્ષ તેટલો નજીક ! 22-60-h - * અત્યાર સુધી આપણે પર – સંપ્રેક્ષણ ઘણું ર્યું, ઘણા કર્મો બાંધ્યા. હવે આત્મ સંપ્રેક્ષણ કરવાનું છે. એ વિના સ્વદોષો નહિ દેખાય. દોષો દેખાશે નહિ તો નીકળશે નહિ. કાંટો જે દેખાય નહિ તે નીકળે શી રીતે ? આત્મ સંપ્રેક્ષણથી ધીરે – ધીરે દેહ અને આત્માની ભિન્નતા પણ દેખાવા લાગે છે. • દેવ-ગુરુ પર શ્રદ્ધા ન રાખવી તે જેમ મિથ્યાત્વ છે તેમ દેહમાં આત્મબુદ્ધિ રાખવી તે પણ લોકોત્તર મિથ્યાત્વ છે. દેહમાં આત્મબુદ્ધિ ટળતાં જ અઢળક ખજાનો આપણને મળે છે. કહે કલાપૂર્ણસૂરિ .. * પં. મુક્તિવિજયજી કહેતા. જે ગ્રન્થ વાંચવો હોય એ ગ્રંથના કર્તાનો જાપ બહુમાનપૂર્વક કરવો. શાસ્ત્રકાર પર બહુમાન હોય તો જ એ શાસ્ત્રના રહસ્યો સમજાય. ... ૧ જેમના તરફ આપણું બહુમાન વધ્યું, તેમના ગુણો આપણામાં આવ્યા જ સમજો. – પૂર્વકાળમાં જીવનભર યોગોĀહન ચાલુ રહેતા. ક્યારેય જ્ઞાન કે સ્વાધ્યાય બંધ જ નહિ ! એમને જ્ઞાન – ધ્યાન મુશ્કેલ હશે ? મોક્ષ દૂર હશે ! આપણને તો જ્ઞાન-ધ્યાન એટલા આત્મસાત્ છે, મોક્ષ એટલો નજીક છે કે જાણે કાંઈ જ જરૂર નથી ! ન જ્ઞાનની ! ન ધ્યાનની ! ન બીજા કોઈ યોગની ! આપણે શૂરવીર ખરાને ! * નવકારનો જાપ એટલે અક્ષર દેહરૂપે રહેલા પ્રભુનો જાપ ! અક્ષરમય દેવતાનો જાય ! તમારું નામ, તમારો ફોટો, તમારા ભૂત – ભાવિ પર્યાય દ્વારા તમે વિશ્વમાં કેટલા બધા ફેલાયેલા છો ? ભગવાન પણ નામાદિ ૪ રૂપે સમગ્ર વિશ્વમાં ફેલાયેલા છે. આપણા નામાદિ કલ્યાણકર નથી, ભગવાનના કલ્યાણકર છે. ભક્તને તો ભગવાનનું નામ લેતાં જ હૃદયમાં ભગવાન દેખાય છે. ઉપા. માન વિ. કહે છે : “નામ ગ્ર ંતા આવી મિલે, મન ભીતર ભગવાન...'' નામાદિ ચારેય પ્રકારે ભગવાન કઇ રીતે રહેલા છે ? જ્ઞાનવિમલ સૂરિ ચૈત્યવંદનમાં કહે છે : ‘“નામે તું જગમાં રહ્યો, સ્થાપના પણ તિમહી; દ્રવ્યેભવ માંહિ વસે, પમ ન કળે કિમહી...’’ ભાવપણે સવિ એક જિન ત્રિભુવનમેં ત્રિકાળે.'' આનો અર્થ વિચારજો. હૃદય નાચી ઊઠશે. ન * આત્મા જો વિભુ-(વ્યાપક) હોય તો કર્મબંધ શાનો ? કર્મબંધ ન હોય તો મોક્ષ કોનો ? મોક્ષ ન હોય તો આ કડાકૂટ શાની ? આવો પ્રશ્ન, એક ગણધરને જાગેલો. ભગવાને કહ્યું : આત્મા વિભુ જરૂર છે, પણ કેવળજ્ઞાન રૂપે. કેવળજ્ઞાનથી સંપૂર્ણ લોક – અલોકને જાણે છે. જ્ઞાનથી તેઓ સર્વત્ર વ્યાપક છે. આ સૃષ્ટિ નજર સમક્ષ રાખીશું તો સર્વત્ર વ્યાપીને રહેલા પરમાત્મા સદાકાળ દેખાશે. * મનની ચાર અવસ્થા છે ઃ વિક્ષિપ્ત, યાતાયાત, સુશ્લિષ્ટ, અને સુલીન. સુલીન સુધી પહોંચવા માટે પહેલાની ત્રણ અવસ્થાઓમાંથી પસાર થવું પડે છે. * ગમે તે નામથી કોઈપણ ધર્મવાળા પ્રભુને પોકારે, ભગવાન તો આ જ આવવાના ! સર્વગુણસંપન્ન, સર્વ શક્તિસંપન્ન, સર્વ દોષોથી મુક્ત બીજો કોણ છે ? બધી નદીઓ સમુદ્રમાં મળે છે; તેમ બધા જ નમસ્કાર અરિહંત પ્રભુને મળે છે. * અપરાધીને ક્ષમા ન આપવી તે ક્રોધ. કર્મ સિવાય કોઈ અપરાધી નથી. એને ર... કહે કલાપૂર્ણસૂરિ છોડીને બીજાને અપરાધી માનવો તે મિથ્યાત્વ છે. ભગવાને કોઈપણ શત્રુને અપરાધી તો નથી માન્યા, પણ ઉપકાર માન્યા છે. * પ્રભુભક્તિ આજે હું નથી છોડતો. શા માટે? મને એમાં સ્વાદ આવે છે. આનંદપ્રદ યોગને શી રીતે છોડી શકું? જે સાધનામાં નિર્મળ આનંદ વધતો જાય તે જ સાચી સાધના. સાધનાની આ જ કસોટીઃ દિન-પ્રતિદિન આનંદ વધે છે કે નહિ? એ જ આનંદ આગળ વધતાં સમાધિરૂપ બનશે. ભક્તિએ તો સમાધિનું બીજ છે. પ્રભુની મનમોહકમૂર્તિ સમક્ષ હદયપૂર્વક ચૈત્યવંદનાદિ કરો. ભક્તિયોગનો પ્રારંભ થશે. કહે કલાપૂર્ણસૂરિ ... કરી Ni - મંગળ, ૬-૭-૯૯, &િ. જે.વ.-૮ * અનાદિકાળથી જે પ્રભુનો વિયોગ છે, એ પ્રભુનો જે સંયોગ કરી આપે તે યોગ છે. જે સ્વામી પર પ્રેમ હોય તેની વાત પર, તેની આજ્ઞા પર પણ પ્રેમ હોય જ. તેજ વચનયોગ છે. પ્રભુનો પ્રેમ પ્રીતિયોગ. અનન્ય નિષ્ઠા તે ભક્તિયોગ. આજ્ઞા-પાલનતે વચનયોગ અને પ્રભુ સાથેતન્મયતાતે અસંગયોગ છે. પ્રીતિયોગ પ્રારંભ છે. અસંગયોગ પરાકાષ્ઠા છે. માટે જ હું વારંવાર પ્રભુ સાથે પ્રીતિ કરવાનું કહું છું. “પ્રીતલડી બંધાણી રે અજિત જિણંદ શું મારું આ પ્રિય સ્તવન આ જ વાત કહે છે. પ્રીતિયોગમાં પ્રવેશ થવો જ અઘરો છે. એક્વાર તેમાં પ્રવેશ થઇ ગયા પછી આગળના યોગો બહુ અઘરા નથી. સંસાસ્ના પ્રેમને પ્રભુના પ્રેમમાં વાળવો, એ જ સૌથી કપરું કામ છે. * જેની જેની પાસેથી મેં પાઠ લીધા છે તે સૌને હું રોજ યાદ કરું છું. “ગુરુ અનિવ”. આ એક જ્ઞાનાચાર છે. ઉપા. યશો વિ. એ હરસ્થળે ગુરુનય વિજયજીને (યશ વિ. પ્રસિદ્ધહતા. નય વિ.ને કોઈ જાણતુંય નહોતું) યાદ કર્યા છેઃ “શ્રી નયવિજય વિબુધ પયસેવક, વાચક જશ કહે સાચું જી.” વિનય વિ. તો પોતાના ગુરુ કીર્તિ વિ.ના નામને મન્નમાનતા. વિ.સં. ૨૦૧૩માં સૌ પ્રથમ માંડવીમાં પં. ભદ્રંકર વિ. મળેલા. ભુજપુરમાં ચાતુર્માસ હતા. ત્યારે તેમણે કહેલું તમે હરિભદ્ર સૂરિજીના ગ્રંથો વાંચો. સંસ્કૃત મજબૂત થતાં મુનિશ્રી તત્ત્વાનંદ વિ. પાસે યોગદૃષ્ટિ સમુચ્ચય, યોગબિંદુ વગેરે ગ્રંથો વાંચ્યા. હરિભદ્રસૂરિના ગ્રંથોથી નિશ્ચયલક્ષી જીવન બને જ છે. સાથે - સાથે વ્યવહાર પણ દૃઢ ..... કહે કલાપૂર્ણસૂરિ થાય છે. * દોષ આપણો છે, પણ આપણે દોષનો ટોપલો પ્રતિક્રમણાદિ આવશ્યક ક્રિયાઓ પર ઢોળી દીધો. કેટલારહસ્યભર્યા પવિત્ર સૂત્રો છે આબધા! યોગગ્રંથો વાંચીએ ત્યારે ખ્યાલ આવે. યોગગ્રંથો વાંચવાથી આપણને એ ક્રિયા વગેરે પર ખૂબ જ આદર વધશે. * તીર્થકર-ગળધર-પ્રસાતાર્ ઉષ યોઃ મૃતતું કોઈપણ અનુષ્ઠાનના અંતે આપણે આમ કહીએ છીએ. સિદ્ધયોગીઓના સ્મરણથી પણ અનુષ્ઠાન સિદ્ધ થાય છે. * એક વખત પણ કોઈ યોગમાં સ્થિરતા આવી, સ્થિરતાજન્ય આનંદ આવ્યો તો એ અનુષ્ઠાન તમે કદી નહિ ભૂલો. એ આનંદને વારંવાર મેળવવા વારંવાર લલચાશો. નવકારએમને એમ બોલો અને જાપ કરીને બોલો. બન્નેમાં ફરક પડશે. જીવનમાં ઉતારીને નીકળતો શબ્દ અસરકારક હોય છે. * પરિષહ બે પ્રકારે અનુકૂળ અને પ્રતિકૂળ. અનુકૂળ ઉપસર્ગ ખતરનાક છે. કારણ કે અનુકૂળતા આપણને ખૂબ જ ગમે છે. અનુકૂળતા એ ઉપસર્ગ છે, એવો કદી વિચાર જ નથી આવતો. મહાપુરુષો સામેથી પ્રતિકૂળતા ઊભી કરતા જ્યારે આપણે નિરંતર અનુકૂળતાની શોધમાં છીએ. પૂર્વમહર્ષિઓ દવા કે ઈલાજ નહોતા કરાવતા... કારણ કે પ્રતિકૂળતા જ એમને ઈષ્ટ હતી. મદ્રાસની માંદગીમાં એવી સ્થિતિ હતી કે બધું જ ભૂલાઈ ગયેલું. પ્રતિક્રમણ વગેરે તો બીજા જ કરાવે. પણ મુહપત્તીના બોલ સુદ્ધાં ભૂલાઈ ગયેલા. એ પણ બીજા બોલતા. પણ ભગવાને મને ફરીથી તૈયાર કરી દીધો. શી રીતે ભૂલાય એ ભગવાનને? અત્યારે હું વાચના, તમારા માટેનહિ, મારા માટે આપું . મારું પાકુંચડે ભવાંતરમાં મારે આ બધું સાથે લઈ જવું છે. * સ્થાન, વર્ણ, અર્થ, આલંબન અને અનાલંબન -આ પાંચેય યોગો ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ -એમ ૪-૪ પ્રકારે છે. ઈચ્છા તેવા યોગીઓની વાતોમાં પ્રેમ. કહે કલાપૂર્ણસૂરિ .. * , ૫ પ્રવૃત્તિઃ પાલન કરવું, સ્થિરતા : બાધક - અતિચાર - દોષોનો ભય ન રહે. સિદ્ધિઃ બીજાને પણ સહજપણે યોગમાં જોડવા. * નવકારના જાપમાં એકાગ્રતા સાધવા માટે અક્ષરોને મનની કલમથી લખો. એકેક અક્ષર પર સ્થિર બનો. નવકારના જાપના અનુષ્ઠાનમાં નવકાર લેખનનો કાર્યક્રમ પણ હશે. હીરાની ચમકતી શાહીથી લખવું. કલ્પના શા માટે ઓછી કરવી? લખાઈ ગયા પછી એને ચમકતા જુઓ અને વાંચોઃ ન...મો...આ...રિ...હં...તા...ણું અચક્ષુ દર્શનથી વાંચવાનું છે, ચામડાની આંખથી નહિ, મનને સ્થિર કરવાની આકળા છે. રોજ બારનવકાર આ રીતે લખો. ભલે ૧૦૧૫ મિનિટ લાગી જાય. આ વયોગ છે. ..... કહે કલાપૂર્ણસૂરિ નાની કડી . બુધ, ૭-૭-૯૯, દ્વિ. જેઠવદ – ૯ * ભવના રાગીને વિષય - કષાય વિના ચેન ન પડે, તેમ ભગવાનના રાગીને ભગવાન વિના ચેન ન પડે. આ જ પ્રીતિયોગ છે. જેના પર પ્રેમ થયો હોય તેને સમર્પિત થવું જ પડે, વફાદાર રહેવું જ પડે. આ ભક્તિયોગ છે. જેને સમર્પિત હોઇએ તેની વાત સ્વીકારવી પડે. “સ્વીકારવી પડે એમ કહેવા કરતાં જ્યાં પ્રેમ- સમર્પણ હોય ત્યાં સહજ રીતે જ તેમની વાત સ્વીકારાઈ જાય છે. આ જ વચન-યોગ છે. જેની વાત સ્વીકારી તેની સાથે એકમેક પણ થવાના જ. આ અસંગયોગ છે. * કોઈપણ યોગ (સ્થાન વગેરે કે અહિંસા વગેરે) સિદ્ધ થયો ત્યારે ગણાય જ્યારે તમારા દ્વારા સહજ રીતે જ બીજામાં વિનિયોગ થઈ શકે. * નમસ્કાર કરવાની મારામાં શક્તિ નથી, યોગ્યતા પણ નથી. માટે જ શક્રસ્તવમાં ‘નમામિ ન કહેતાં “નમુત્યુ ણ' (નમોડસ્તુ) કહ્યું: “નમોડસ્તુ' એટલે નમસ્કાર હો!” “હું નમું છું' એમ નહિ, “હું નમું છું માં અહંકારની સંભાવના છે. નમસ્કાર હો!” માં નહિ. * કાયા શાણી છે. વાણી પણ શાણી છે. આપણે ક્યીએ ને તરત જ માની જાય. પણ સવાલ છે મનનો. આપણે કહીએને મન માની જાય, એ વાતમાં માલનહિ, માની જાય એ મન નહિ. કાયા માની જાય એટલે સ્થાનયોગ સધાય. Jain કઈ કલાપૂર્ણસૂરિવા.... વચન માની જાય એટલ વર્ણ યોગ સધાય. પણ મન જો માની જાય તો જ અર્થ અને આલંબન યોગ સધાય. મન ચપળ છે એટલે એકી સાથે ઘણા કામ કરી શકે. અહીંમનને બે કામ સોંપવામાં આવ્યા છે, અર્થ અને આલંબનના. કાયા અને વાણીથી અનેકગણી કર્મ – નિર્જરા મન કરાવી આપે છે. અને કર્મબંધન પણ એટલું જ કરાવી આપે. વિષય - કષાયને સોપેલું મન સંસાર બનાવી આપે. ભગવાનને સોંપેલું મને ભગવાન મેળવી આપે. માટે જ મોહરાજાનો પહેલો હુમલો મન પર થાય છે, જેમ શત્રુ પહેલો હુમલો એરપોર્ટ પર કરે છે! * ચેત્યવંદન તમે પ્રભુનું કરો છો, એમનહિ, તમારી જ શુદ્ધ ચેતનાનું કરો છો. ભગવાન એટલે તમારું જ ઉજ્જવળ ભવિષ્ય! તમારી જ પરમ વિશુદ્ધ ચેતના ! ભગવાનની પ્રતિમામાં આપણું ભાવિ પ્રતિબિંબ નિહાળવાનું છે. એ સંદર્ભમાં ભૂલાઈ ગયેલા આત્માને યાદ કરવાની કળા એ ચૈત્યવંદન છે. * ભુવનભાનુ કેવળીનું હોય કે મરીચિનું ચરિત્ર હોય, એમણે કરેલી ભૂલો, ભૂલોની મળેલી સજા, એ બધામાં આપણું પોતાનું ચરિત્ર જુઓ. એમણે કદાચ એક જ વાર ભૂલ કરી હશે. આપણે અનંતીવાર કરી છે. હવે ભૂલો ન થવી જોઈએ, એ શીખવાનું * બહિરાત્મા, અંતરાત્માને પરમાત્મા–આ ત્રણ પ્રકારે બીજા જીવો છે, એમ નહિ, પણ આપણા ખુદમાં આ ત્રણ અવસ્થા પડેલી છે, એમ સમજો. જો આપણે શરીરને આત્મા માનીએ છીએ તો બહિરાત્મા છીએ. જો આત્માને આત્મા માનીએ છીએ તો અંતરાત્મા છીએ. જો કેવળજ્ઞાન મેળવી લીધું છે તો પરમાત્મા છીએ. .. આપણા મોટા ભાગનો ભૂતકાળ “બહિરાત્મા' અવસ્થામાં ગયો. આપણોવર્તમાન અંતરાત્મા હોવો જોઈએ. આપણો ભવિષ્યકાળ પરમાત્મા' હોવો જોઈએ. * થર્મોમીટર તાવને માપવા માટે છે, અલમારીને શોભાવવા નહિ. આગમો આત્માને જોવા માટે છે, અલમારીને શોભાવવા નહિ. ..... કહે કલાપૂર્ણસૂરિ.org દેહાધ્યાસ દેહને જ આપે. ભગવદધ્યાસ ભગવાન આપે. દેહાધ્યાસ દેહને જ આપે એટલે કે જન્મ-મરણના ચક્કર ચાલુ જ રહેશે. જ્યાં સુધી દેહમાં આત્મબુદ્ધિ હશે ત્યાં સુધી દેહમળ્યા જ કરશે. દરેક જન્મમાં દેહ મળ્યા જ કરે. દેહ– અધ્યાસ ટળે, આત્મા ઓળખાય તો જ “આત્મા’ મળે પરમાત્મા’ મળે. ૪ દિવસમાં સાધુએસાતવારત્યવંદન કરવાના છે. એભક્તિયોગની પ્રધાનતા દર્શાવે છે. ચૈત્યવંદન ભાષ્ય ભક્તિયોગના મંદિરનું પ્રથમ સોપાન છે. ચૈત્યવંદન પ્રભુ સાથે વાતચીતની કળા છે, એટલું જ નહિ સ્વયં પ્રભુ બનવાની કળા છે. ૪ આવશ્યક નિર્યુક્તિમાં વહિં જ્ઞાહિં માં ધ્યાનવિચાર તથા પંચવસ્તુક માં “સ્તવ પરિજ્ઞા આ બે ગ્રંથો હરિભદ્રસૂરિજી ની અણમોલ ભેટ છે. * કર્મ સાહિત્ય પછી જાણો. પહેલા દેવ-ગુરુ અને ધર્મને જાણો. દેવને જાણવા ચૈત્યવંદન ભાષ્ય. ગુરુને જાણવા ગુરુ વંદન ભાષ્ય. ધર્મ (તપ)ને જાણવા પચ્ચકખાણ ભાષ્ય. ત્રણ ભાષ્ય પછી કર્મગ્રંથ ભણવાની આપણી પદ્ધતિનું રહસ્ય આ છે. કહે કલાપૂર્ણસૂરિ ..... જા" } [11 ગુરુ. ૮-૭-૯૯, દ્રિ. જે. વ. ૧૦ * અજાણી વસ્તુ કરતાં જાણેલી વસ્તુમાં અનંતગણી શ્રદ્ધા વધતી હોય છે. ચાલતી વખતે પહેલા નજર નાખવાની કે પહેલા પગ મૂકવાનો? પહેલા નજર પછી પગ પહેલા જ્ઞાન પછી ક્રિયા. ‘પઢમં નાળ તોડયા” - ઝવેરાતનું જ્ઞાન ઝવેરી શીખે પણ દુકાનમાં બેસતી વખતે તેનો પ્રયોગ - ઉપયોગ ન કરે તો શું થાય? જાણ્યા પછી આપણે અમલમાં ન મૂકીએ તો શું થાય? વિચારી લેજો. * અસંગ અનુષ્ઠાનનો યોગી અરૂપીનો આરાધક છે, એના જેટલી નિર્જરા પ્રીતિયોગવાળો ન કરી શકે તે સ્વાભાવિક છે, પણ પ્રારંભ તો પ્રીતિયોગથી જ થશે. પ્રીતિ પછી જ ભક્તિ આવે. જેને તમે ચાહો (પ્રીતિ) તેને જ તમે સમર્પિત (ભક્તિ) થઈ શકો. જેને સમર્પિત થઈ શકો, તેની જ વાત (વચન) તમે માની શકો. જેની વાત તમારા માટે હંમેશા શિરસાવંદ્ય છે, તેની સાથે જ તમે એકમેક (અસંગ) થઈ શવાના. પ્રીતિ અને ભક્તિમાં પત્ની અને માતાના પ્રેમ જેવો તફાવત છે. ભક્તિમાં પ્રીતિ છે જ. વચનમાં પ્રીતિ અને ભક્તિ બને છે. અસંગમાં પ્રીતિ, ભક્તિ અને વચન ત્રણેય છે. ૧૦૦૦ રૂપિયામાં ૧૦૦, ૧૦,૦૦૦માં ૧૦૦૦, ૧,૦૦,૦૦૦ રૂ.માં ૧૦,૦૦૦ રૂ. સમાઈ ગયા છે તેમ. ખરેખર તો હજાર રૂપિયા જ વધતાં વધતાં લાખ ૧૦ ••• ...... કહે કલાપૂર્ણસૂરિ રૂા. બન્યા છે. એ જ રીતે પ્રીતિ જ આગળ જતાં અસંગરૂપ બને છે. * આપણે છાસ્થ છીએ. આપણો કોઈ પર પ્રેમ વધુ કે કોઈ પર ઓછો હોય તેમ બની શકે, પણ વીતરાગ પ્રભુનો સર્વ પર નિવિશેષ (સમાનરૂપે) પ્રેમ વરસી રહ્યો છે. “આ મારા આ તારા. આ વહાલા, પેલા દવલા” એવો ભેદ પ્રભુના દરબારમાં નથી. જેમણે પ્રભુને ચાહ્યા, સેવ્યા, માન્યા તેમના પર પ્રભુ વરસી પડ્યા છે. તેમાં ભગવાને પક્ષપાત નથી ર્યો! કોઈ બારી-બારણા ખોલીને સૂર્યનો પ્રકાશ વધુ મેળવી લે કે કોઈ બારી-બારણા બંધ કરીને અંધકારમાં અથડાયા કરે તેમાં સૂર્યનો દોષ નથી. સૂર્યતો પ્રકાશ રેલાવી જ રહ્યો છે. પ્રકાશમાં જીવવું કે અંધકારમાં? તે તમારે જાતે નક્કી કરવાનું છે. ભગવાન સર્વત્ર કૃપાનો પ્રકાશ રેલાવી રહ્યા છે. કેટલો મેળવવો? તે આપણે નક્કી કરવાનું છે. માત્ર આપણે જ. * તીર્થના ઉચ્છેદના આલંબનથી પણ અયોગ્યને સૂત્રો આપવાની યોગાચાર્યો ના પાડે છે. હમણાં શશિકાન્તભાઈને પૂછયું કેમ હમણાં પરદેશ જવાનું બંધ ક્યું? તેમણે કહ્યું : કોઈ મતલબ નથી. એલોકોમાંધર્મને ધ્યાનની વાતો સમજવાની સ્વાભાવિક પાત્રતા જ નથી. ત્યાં જઈને માત્ર કંઠ-શીષ કરવાનો છે. એના કરતાં મૌન રહીને સાધના કરીએ તે સારું છે.” સાચી વાત છે. કાચા ઘડામાં પાણીનનખાય. સડેલી કૂતરીને કસ્તૂરીન લગાડાય. અયોગ્યને સૂત્રન અપાય. કહે કલાપૂર્ણસૂરિ ..... •. ૧૧ આભાનુભવાર્થડાર ઉધા. શ્રી પૂ. યશોવિજયજીકૃત અધ્યાત્મસાર આત્માનુભૂતિને પ્રગટાવવા માટે ત્રણ વસ્તુ જોઈએ. ૧) શાસ્ત્ર, ૨) મિથ્યાત્વનો ધ્વંસ, ૩) કષાયની અલ્પતા. બાહ્ય અંધારું સૂર્યટાળે. હદયનું અંધારું સદ્ગુરુટાળે. “જ્ઞાનપ્રકાશે રે, મોહ- તિમિર હરે, જેને સદ્ગુરુ સૂર..” મનની પાંચ અવસ્થા છે દુષ્ટ, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર, નિરુદ્ધ. પ્રથમ તબક્કામાં મન ચંચળ જ રહેવાનું છે. માંકડ અને માંકડું આમેય ચપળ છે જ. તમે એને પકડવા પ્રયત્ન કરો એમ તે દૂર ભાગે. પણ એમ સમજીને સાધનાથી દૂર નથી લાગવાનું. આ સ્વાભાવિક છે, એમ સમજીને સાધનાને મજબૂતીથી પકડવાની છે. યોગશાસ્ત્રમાં મનની ચાર અવસ્થા (વિક્ષિપ્ત, યાતાયાત, સુશ્લિષ્ટ અને સુલીન.)ઓનો સમાવેશ આ પાંચમાં થઈ જાય છે. મૂઢ વિરુદ્ધ કાર્યોમાં ડૂબી જાય. વિક્ષિતઃ બહિર્મુખ મન. સુખમાં રાજી અને દુઃખમાં નારાજ. ત્રીજી અવસ્થામાં સત્ત્વ ગુણની અધિકતા છે. આ ત્રણ દશાથી જે ઉપર ઉઠે છે તે એકાગ્ર અવસ્થા સુધી પહોચે છે. પવન રહિત સ્થાનમાં દીવાની જ્યોત સ્થિર હોય છે, તેમ અહીં ચિત્ત સ્થિર થઈ જાય છે. નિરુદ્ધઃ સંકલ્પ-વિકલ્પોનો સંપૂર્ણ ત્યાગ. આત્મસ્વરૂપમાં લીન બનેલા મુનિઓને આવું મન હોય છે. પ્રથમ ત્રણ ચિત્ત આરાધનામાં ઉપયોગી નથી. Jain E cation International » કહે, કલાપૂર્ણસૂરિ શુક્ર, ૯-૭-૯૯, હિં. જે. વ. ૧૧ * જગતના સર્વ જીવો સાથે એકતાનો ભાવ જેણે કેળવ્યો નથી, તે પ્રભુને સાચા અર્થમાં ભજી શકે નહિ, પરમાત્મા બની શકે નહિ. પરમાત્મા તો શું, મહાત્મા પણ બની શકે નહિ. * અન્ય દર્શનોમાં પણ ખૂબ જ શુદ્ધ, સ્વીકારી શકાય તેવા વિચારો મળે છે, તેનું કારણ આ પણ એક હોઈ શકેઃ ઋષભદેવ સાથે દીક્ષિત કચ્છ-મહાકચ્છ પછીથી તાપસ બની ગયા. એમની તાપસી પરંપરામાં આદિનાથની ભક્તિરૂપે જિન-ભક્તિ મળી આવે તેમાં આશ્ચર્ય નથી. * મન ભળ્યા વગરની દ્રવ્ય – નિર્જરા. મન ભળે તો જ ભાવ – નિર્જરા થાય. કોઈપણ ક્રિયામાં મન ભળે તો જ પ્રાણ આવે. મન જ પુણ્ય કે પાપની ક્રિયાઓનો પ્રાણ છે. ધર્મ ક્રિયામાં મન નહિ તો તે નિષ્ફળ છે. પાપ-ક્રિયામાં મન નહિ તો તે પણ નિષ્ફળ છે. પણ આપણી મોટાભાગની ધર્મક્રિયાઓ મન વગરની અને પાપ ક્રિયાઓ મન સહિતની છે. પાપક્રિયામાંથી મનને ખેંચીને ધર્મક્રિયામાં લગાવી દો. બેડો પાર ! * તામસ મન નિદ્રાળુ હોય છે. રાજસ મન ચંચળ હોય છે. સાત્વિક મન સ્થિર (સ્થિતપ્રજ્ઞ) હોય છે. કાંઈક કૌતુક આવ્યું હોય તો તામસી કે સાત્ત્વિક જોવા નહિ જાય, કારણકે એક પ્રમાદી ને બીજો સ્થિતપ્રજ્ઞ છે. રાજસી જશે. કારણકે મનની ચંચળતા છે. તામસી અને સાત્વિક બન્ને સ્થિર લાગશે, પણ બન્ને વચ્ચે આભ-ગાભ જેટલો ફરક છે. એકમાં સુષુપ્તિ છે. બીજામાં જાગૃતિ છે. કહે કલાપૂર્ણસૂરિ ૧૩ * પરમાત્મભાવનાનું પૂરક, બહિરાત્મભાવનું રેચક અને સ્વભાવનું કુંભક. આ ભાવ પ્રાણાયામ છે, ખતરા વગરનું છે. દ્રવ્ય પ્રાણાયામની ખાસ ઉપયોગિતા નથી. જો કે દ્રવ્ય પ્રાણાયામનું શ્રી હેમચન્દ્ર સૂરિજીએ યોગશાસ્ત્રના પાંચમા પ્રકાશમાં વર્ણન ક્યું છે.' પરકાયપ્રવેશની વિધિ પણ બતાવી છે. પરંતુ સાથે સાથે તેનો ખતરો પણ બતાવ્યો છે. * “વિમલા ઠકારે મને કહ્યું છે બધાજવાણીના વ્યવહારો બંધ કરી નિશબ્દમાં ઉતરી જાવ.” આ બરાબર છે?” શશીકાન્તભાઈએ હમણા મને પૂછ્યું. મેં શશીકાન્તભાઈને કહ્યું: સ્વાધ્યાય, જાપ આદિ ચાલુ જ રાખો. નિઃશબ્દ માટે શબ્દો છોડવાની જરૂર નથી. વાણી તો પરમાત્માની પરમ ભેટ છે. એને છોડાય નહિ, સદુપયોગ કરાય. નિઃશબ્દ અવસ્થા માટે શબ્દો છોડવા નહિ પડે, સ્વયમેવ છૂટી જશે. ઉપર ગયા પછી આપણે પગથિયાને તોડી નાખતા નથી. નીચે આવવું હશે ત્યારે એ જ પગથિયા કામમાં આવવાના છે' શશીકાન્તભાઈએ કહ્યું: “૧૦ વર્ષનું ભાથું આપે આપી દીધું. મારું મન સંપૂર્ણ નિઃશક બન્યું. આપના જવાબથી સંપૂર્ણ સંતુષ્ટ બન્યું.' * “અજકુલગત કેસરી લો રે. ... નિજ-પદ સિંહ નિહાલ; તિમ પ્રભુ-ભક્ત ભવી એ રે, આતમ-શક્તિ સંભાલ.'' – પૂ. દેવચન્દ્રજી બકરીના ટોળામાં નાનપણથી જ રહેલો સિંહ પોતાને ભલે બકરી માને, પણ સાચા સિંહને જોતાં જ એની અંદર રહેલું સિંહત્વ જાગી ઊઠે છે. આપણે પણ પ્રભુને જોઈને આપણી પ્રભુતા પ્રગટાવવાની છે. ૪ દીક્ષાથી બે-ત્રણ વર્ષ પહેલા જ સમાધિના બીજ પડી ગયેલા જિનભક્તિમાં ૩-૪ કલાક ગાળ્યા પછી છેલ્લો કલાક પરમ આનંદમાં જતો, સમાધિની ઝલક મળતી. * “મા કાલી’નું નામ સાંભળતાં જ રામકૃષ્ણ પરમહંસને સમાધિ લાગી જતી. એટલી હદ સુધી તેમણે મા સાથે પ્રેમ કેળવેલો. સમાધિ સુધી પહોંચવા માંગતા હો તો પ્રભુ સાથે પ્રેમ કરો. ‘પાતીતિ પિતા’ રક્ષણ કરે તે પિતા. ભગવાન આપણા પિતા છે, દુર્ભાવોથી આપણું રક્ષણ કરે છે. * પરમાત્માના ગુણોનું ચિંતન તે ઐશ્વર્યોપાસના. પરમાત્મા સાથે સંબંધ જોડવો, પ્રેમ કરવો તેમાધુર્યોપાસના. બન્ને પ્રકારની ઉપાસના સિદ્ધસેન દિવાકર સૂરિજીએ શકસ્તવમાં બતાવી છે. .... કહે કલાપૂર્ણસૂરિ ૧૪ ... શસ્તવમાં ૨૭૫ જેટલા ભગવાનના વિશેષણો બતાવેલા છે. એકેક વિશેષણ ભગવાનની અલગ અલગ શક્તિઓને બતાવનારા છે. કિત્તિય, વંદિય, મહિયામાં પ્રભુની નવધા ભક્તિનો સમાવેશ છે. મનને વશ કરવા સાધક પોતાની રુચિ અને શક્તિ પ્રમાણે કોઈપણ વિહિત માર્ગે જઈ શકે. * જે સ્તવન બોલતાં ખૂબ જ આનંદ આવે, મન સ્થિર બને, રસ તરબોળ બને તે સ્તવન છોડતા નહિ. ઘણા મને પૂછે છે “પ્રીતલડી બંધાણી રે...” આ સ્તવન રોજ કેમ બોલો છો? હું કહું છું: આ સ્તવનમાં મારું મન લાગે છે. આનંદરસમાં તરબોળ બને છે, માટે ગાઉં છું. * પૂર્ણતા છે નહિ, પછી અભિમાન શાનો? અપૂર્ણને અભિમાન કરવાનો અધિકાર નથી. જ્યારે પૂર્ણને તો અભિમાન આવે જ નહિ. * ગોચરી જનાર સાધુ પણ વગર બોલ્ય કેટલાયને ધર્મ પમાડી દે. એમની નિર્દોષ ચર્ચા અને નિર્વિકાર ચહેરો જ કેટલાય લોકોની ધર્મ-પ્રાપ્તિનું કારણ બની જાય. શોભન મુનિની ગોચરી – ચર્યાથી જ ધનપાલધર્મ પામ્યો હતો. ગોચરી વહોરતા મુનિની નિર્વિકારતાથી જ ઈલાચી વળી બન્યા હતા. * પૂ. દેવેન્દ્રસૂરિજીનો સ્વાધ્યાય પ્રેમ જબ્બર..! કાચલી લઈને માત્ર કરવા જાય ત્યારે પણ સ્વાધ્યાય ચાલુ જ ! છેલ્લી જીંદગી સુધી ૩-૪ હજારનો પ્રતિદિન સ્વાધ્યાય કરતા. ૧૦૦-૧૦૦ ગાથાના સ્તવન- સજઝાય તેમને કંઠસ્થ હતા. | * પ્રતિક્રમણાદિ વિહિત ક્રિયા છે. મનને સ્થિર કરવાના એમાં ઉપાયો છે. એમાં રસ કેળવી જુઓ. ખૂબ જ આનંદ આવશે. એક લોગસ્સ બોલતાં કેટલો આનંદ થાય? મારા ભગવાન કેવા? આખાય લોકમાં અજવાળું ફેલાવનાર! ધર્મતીર્થ કરનાર! ગણધરોએ જે સૂત્રોની રચના કરી એ કેવા પવિત્ર અને રહસ્યપૂર્ણ હશે! આટલું જ વિચારો તોય કામ થઈ જાય. તમે પ્રતિક્રમણમાં વેઠ વાળો છો. તમારી ક્રિયાને જોઈને લોકોને પણ થયું શું પડ્યું છે પ્રતિક્રમણમાં? ચડાવો અભાઈ પર. આપણી આનંદભરી ક્રિયાઓ જોઈને બીજાને સ્વયંભૂ પ્રેરણા મળવી જોઈએ. કહે કલાપૂર્ણસૂરિ .... શુઝ, ૧૦-૭-૯૯, દ્વિ. જે. વ. ૧૨ * પરમાત્મા પ્રત્યે ભક્તિ બહુમાન વધે તેમ તેમ આપણામાં ગુણો પ્રગટ થતા જાય. કોઈ સામાન્ય માણસની સેવાથી પણ ગુણો વધે તો પ્રભુની સેવાથી શું થાય? ગુણો બહારથી નથી આવતા, અંદર જ પડેલા છે. માત્ર આપણે તે અનાવૃત કરવાના છે. * બાહ્ય ઝાકઝમાળ માટે જ જો આપણને ગુણો જોઈતા હોય તો આપણી વચ્ચે અને અભવ્ય વચ્ચે કશો ફરક નથી. ગુણોના આવિર્ભાવની નિશાની આનંદનો અનુભવ છે. સંક્લેશ દુર્ગુણોની નિશાની છે. બાહ્ય પદાર્થસંપત્તિની પ્રાપ્તિમાં થતો “આનંદ', આનંદનથી, પણ મોહરાજાની લોભામણી જાળ છે, રસઋદ્ધિ કે સાતાગારવની એ જાળ છે. એમાં આસક્ત થઈને કેટલાય મહાત્માઓઅવગતિ પામ્યા છે. શાસન-સેવાના બદલેજોઆપણે સ્વ-ભક્તિમાં એને ફેરવી દઈએ તો મોહરાજાની ચાલમાં ફસાઈ ગયા છીએ એમ જાણવું. * દુઃખભાવિત જ્ઞાન પરિપકવ કરવા માટે પરિષહો સહન કરવા જરૂરી છે. અજ્ઞાની હાયવોયથી ભોગવે છે. જ્ઞાની આનંદપૂર્વક ભોગવે છે. ભગવાન પણ જે પરિષહ સહે તેમાં જરૂર કોઈ રહસ્ય હોવું જોઈએ. * ઘણા કહે છે: “હુંમાળા નહિ ગણું. કારણ મન સ્થિર નથી રહેતું.” પણ મન સ્થિર ક્યારે શહેશે? માળા ગણશો તો ક્યારેક એકાદ નવકારમાં મન સ્થિર થશે. પછી ધીરે ધીરે આગળવધાશે. જો સીધું જ મન એકાગ્રબની જતું હોય તો ઉપા. યશોવિજયજી મનના પાંચ પ્રકાર બતાવત નહિ “એકાગ્ર” મન એ તો મનનો ચોથો પ્રકાર છે. ૧૬ ••• ..... કહે કલાપૂર્ણસૂરિ * એકાસણાની ટેવ કદી છોડતા નહિ. અમે વર્ષો સુધી એકાસણા કરેલા છે. અઠ્ઠાઈના પારણે પણ એકાસણા, બેસણા તો બહુ ૐ સમર્જાવટ પછી આવેલા. એક દીક્ષાર્થીએ પૂ. કનકસૂરિજીને કહેલું : બેઆસણાની છૂટ આપો તો આપની પાસે દીક્ષા લેવી છે. “મારે કોઈ શિષ્યનો મોહ નથી. પૂ. જીત વિ.ની મર્યાદા પ્રમાણે અહીં તો એકાસણા જ કરવાના છે.’’ પછી તેમણે બીજા સમુદાયમાં દીક્ષા લીધી. એકાસણાની પદ્ધતિથી ઘણા દોષોથી આપણે બચી જઈએ. સ્વાધ્યાય વગેરે માટે ખૂબ જ સમય મળી શકે. ભોજન વગર તનને તૃપ્તિ ન થાય. તેમ સ્વાધ્યાય વિના મનને તૃપ્તિ નથાય. * કોઈપણ ક્રિયા વખતે આનંદ આવે તો સમજી લેવું મન સ્થિર થઇ ગયું છે. તે વખતે પ્રભુ મળી ગયા છે, એમ માનજો. કારણકે પ્રભુ-મિલન વિના આનંદ ક્યાંયથી આવતો નથી. * મનની સ્થિરતાની ઘડીઓ ઘણી ઓછી હોય. છાપા વગેરે મનને વિક્ષિપ્ત કરનારા પરિબળો છે. વિ. સં. ૨૦૨૨માં ભૂજમાં કોઈ ભાઈએ મને કહેલું : તમે છાપા તો વાંચતા નથી. એ વિના વ્યાખ્યાનમાં તમે શું કહેશો ? વ્યાખ્યાનકારોએ તો ખાસ છાપ વાંચવા જોઈએ. મને એ મગજમાં બેસી ગયું. મેં છાપા વાંચવાનું શરૂ કર્યું; પણ મારું મન અનેકાનેક વિચારોથી ઘેરાઈને વિક્ષિપ્ત બનવા માંડ્યું. છાપા એટલે આખી દુનિયાનો કચરો ! મને લાગ્યું : આમાં મારું કામ નહિ. મેં છાપા વાંચવાનું બંધ કર્યું. લોકોને ગમે એવું નથી બોલવાનું. ભગવાનની વાત કહેવાની છે. જીવનમાં ભાવિત બનાવીને કહેવાની છે. એની અસર કોઈ જુદી જ પડે. પૂ. પ્રેમસૂરિજી. વ્યાખ્યાનકારોને કહેતા : અલ્યા, આમાં આગમની વાતો તો કાંઈ ન આવી. અમદાવાદમાં હું બે વાર વ્યાખ્યાન આપવા માંડ્યો. કોઈએ કહ્યું : બંધ કરો. એકવાર વ્યાખ્યાન બસ છે. લોકો કંઈ પામી જવાના નથી. બોલવાથી ઉર્જા ઘણી વપરાય છે. મૌનથી ઉર્જા બચે છે. એ વાત મોટી ઉંમરે સમજાય છે. કહે કલાપૂર્ણસૂરિ .... ... ૧૭ જામનગરમાં પ્રથમ વખત અધ્યાત્મસાર + કુમારપાળ વ્યાખ્યાનમાં વાંચ્યું. બીજા ચાતુર્માસમાં વૈરાગ્યકલ્પલતા. * જંબૂ વિ. જેવા વિદ્વાન પણ આજે રોજ ૨૦ માળા ગણીને જ પાણી વાપરે છે. ભગવાનની ભક્તિ પણ કેટલી જોરદાર..! માટે જ એમનું કહેલું અસરકારક બને છે. * ગૌતમસ્વામી મરણાસત્ર શ્રાવકને માંગલિક સંભળાવવા ગયેલા. પછી ભગવાને કહ્યું એ મરીને પત્નીના કપાળમાં કીડો બન્યો છે. કારણકે મૃત્યુ વખતે એનું ધ્યાન ત્યાં જ હતું. જ્યાં આપણું મન રહેશે ત્યાં જવું પડશે. કેટલું સારું જો મરણ વખતે પણ આપણું મન પ્રભુમાં રહે!. * સામાન્ય જાતિથી પ્રભુ સાથે આપણે એક છીએ. વિશેષથી અલગ છીએ. * મન માટેના ત્રણ આલંબનઃ ૧) અભિરૂપ (મનોરમ) જિનપ્રતિમા તમારું મન પ્રતિમામાં સ્થિર હોવું જોઈએ. તો ચૈત્યવંદન પણ વિશિષ્ટ યોગ બની જાય. સુરત હોઉં ત્યારે સૂરજમંડન પાર્શ્વનાથના દર્શને અવશ્ય જાઉં! એમની નયનરખ્ય એ પ્રતિમા! આજે પણ યાદ આવે. બીજું આલંબનઃ વર્ણનું વિશિષ્ટ પદ વાક્યની રચનાવાળા સ્તવનાદિ. આમાં નવકાર સૌથી ઉત્તમ છે. ત્રિીજું આલંબનઃ ઉત્તમ પુરુષઃ વિહરમાન સીમંધર સ્વામી આદિ તથા ઉપકારી આચાર્ય ભગવંતો આદિ. વિનય વિ.એ તથા યશ વિ.એ પોતાના ગુરુને આગળ રાખેલા. ઉત્તમપુરુષની નિશ્રામાં આપણું મન વ્યગ્રતા વગરનું મન ભાર વગરનું બની જાય, એનો અનુભવ હશે. તમને અહીં કાંઈ ફરક લાગે છે? અલગચાતુર્માસ હોયને તમારા માથે જવાબદારી હોય. અહીં કોઈ જવાબદારી ખરી? કોઈપણ આવે મોટા મહારાજનો રસ્તો બતાવી દેવાનો... આલંબન પ્રશસ્ત હોય તો પ્રાયઃ ભાવ ઉત્તમ થાય જ. પ્રાયઃ એટલા માટે કે અભવ્યજીવ વગેરે ને ભાવ ઉત્તમ ન પણ થાય. * ઉત્તમ સંગે રે ઉત્તમતા વધે... પ્રભુના ગુણો પ્રભુને રાજી કરવા માટે નથી. તેઓ તો બધા પર રાજી જ છે. પણ આપણે પ્રભુના ગુણો ગાઈએ તો આપણામાં એ ગુણો જરૂર આવે. આપણા માટે લાભકારી બને “જિન ઉત્તમ ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ......” ૧૮ ... .... કહે કલાપૂર્ણસૂરિ શંક, ૧૧-૭-૯૯, ઢિ જે. વદ-૧૩ * ઉપા. યશોવિજયજી “લઘુ હરિભદ્ર' કહેવાયા છે. વર્તમાન કાળના તમામ ગ્રંથોનું અવલોકન ક્યું, એટલું જ નહિ, એના રહસ્ય સુધી પણ તેઓ પહોંચ્યા હતા. ગ્રંથદ્વારા આજે ૩૫૦ વર્ષ પછી પણ આપણે તે મહાપુરુષોને મળી શકીએ છીએ. સાક્ષાત્ મહાપુરુષ પણ મળી જાય તોય તેઓ આપણને કહે કે ન કહે એ પ્રશ્ન છે. પણ ગ્રંથો... અવશ્ય કહે “જો આપણી પાસે કાન’ હોય તો... જિનહી પાયા તિનકી છિપાયા...” આમ મહાપુરુષો કાંઈ કહે નહિ પણ ગ્રન્થમાં અનાયાસપણે જ કહેવાઈ જાય છે. * કોઈપણ માર્ગે સિદ્ધાચલ જઈએ, પણ દાદાના દરબારે બધા જ એક ! કોઈપણ યોગ (ભક્તિ, જ્ઞાન, કર્મ કે બીજા કોઈ)થી સાધના કરો, આત્માનુભવના દરબારમાં બધા જ એક! વિધિન્ના મરિ સ્થાન: સમુદ્ર સરિતામિલ मध्यस्थानां परं ब्रह्म, प्राप्नुवन्त्येकमक्षयम् ।।" - જ્ઞાનસાર, મધ્યસ્થતાટક: અન્યદર્શની પણ જે કેવળજ્ઞાન પામી જાય છે, તે આ કારણે! અન્યદર્શનીઓમાં સમ્યત્વીઓ જ હોય એવું નથી, વિરતિધરો પણ હોય, અંબડ પરિવ્રાજકના ૭૦૦ શિષ્યો દેશવિરતિધરો હતા. વૈક્રિય લબ્ધિ એવી એમની પાસે હતી કે ૭૦૦ ઘરે એક કહે કલાપૂર્ણસૂરિ ..... ... ૧૯ જણ એકી સાથે ભિક્ષા માટે જઈ શક્તો. * સાધુજીવનમાં એક પણ અનુષ્ઠાન એવું નથી, જેમાં કોઈ અશુભ વિચાર આવી શકે. આપણી ખામીના કારણે અશુભ વિચારો આવી જાય તે જુદી વાત છે. શુભ અનુષ્ઠાનોમાં પણ જો આપણું લક્ષ શુદ્ધ અને શુભ ન હોય તો આત્મશુદ્ધિ ન થઈ શકે, મોક્ષન મળી શકે. હા, સ્વર્ગાદિના સુખો મળી શકે. * ઉવસગ્ગહરમાં શ્રી ભદ્રબાહુસ્વામી કહે છેઃ ચિંતામણિકરતાં પણ સભ્યત્વ ચડિયાતું છે. જેનાથી જીવો પરમપદના સ્થાન સુધી સહેલાઈથી પહોંચી શકે છે. * જેઓ (સ્થાનકવાસીઓ) નિયુક્તિ, ચૂર્ણિ, ભાષ્ય વગેરે નથી માનતા, તેઓ ભૂલા પડ્યા છે. તેઓએ મૂર્તિનો જ નહિ, આગમોનો પણ નિષેધ કર્યો કહેવાય. આ મોટી આશાતના કહેવાય. એકલા સૂત્રથી ચાલી જ ન શકે. સૂત્રનો આશય ટીકા વિના સમજી ન શકાય. ક્યું સૂત્રક્યા નયની અપેક્ષાએ? કોના માટે? જિનકલ્પી માટે કે સ્થવિરલ્પી માટે છે? તે ટીકાદ્વારા જ જાણી શકાય. * હમણાં જ સમાચાર આવ્યા છે કે અમદાવાદમાં બેડાવાળા જવાનમલજીના ૧૮ વર્ષના છોકરાએ પોતાના પર બંદૂકની ગોળી છોડી આપઘાતનો પ્રયત્ન ર્યો છે. અત્યારે જીવન-મરણ વચ્ચે ઝૂલી રહ્યો છે. સંયમમાં વિરાધના કરવી એટલે જાતે જ આપઘાત કરવો. પેલા છોકરાએ તો એક જ વાર આપઘાત ક્ય. આપણે રોજ-રોજ આપઘાત (ભાવપ્રાણોની હત્યા) નથી કરતા? * શારીરિક શક્તિ હતી ત્યાં સુધી સાત દિવસમાં એકવાર ઉપવાસ થઈ જ જતો. ભગવાને બતાવેલા આ ઉપવાસ છે. અત્યંતર તપને કાર્યકર (શક્તિશાળી) બનાવનાર ઉપવાસ છે. ઉપવાસના દિવસે મન કેટલું નિર્મળ હોય છે! આયંબિલમાં કેટલું નિર્મળ હોય છે મને...? ઉજ્જૈનમાં ચોદસ વગેરેના દિવસે ચઉવિહાર ઉપવાસ કરી અવંતી પાર્શ્વનાથ ભગવાનના દરબારમાં પહોંચી જતો. આખો દિવસ ત્યાં જ ભક્તિ, ધ્યાન આદિમાં વીતતો. તપદ્વારા ક્ષયોપશમ પ્રગટે છે, માટે તો યોગોદ્રહનમાં તપનું વિધાન છે. બાહ્યતાની શરત એટલી જ કે તે અત્યંતર તપના લક્ષપૂર્વકનું હોય! ૨૦... • કહે કલાપૂર્ણસૂરિ સાધ્વીજીઓને માત્ર બેજ આગમ. (ઉત્તરાધ્યયન- આચારાંગ)ના જોગકરવાના છે. આ બે આગમોમાં પણ ૪૫ આગમોનો સાર છે. પાંચમા આરાના અંતે તો દશવૈકાલિકના ૪ અધ્યયન જ રહેવાના છે. તેમાં પણ સર્વ આગમોનો સાર છે. “અસંખયું...” ઉત્તરાધ્યયનના ૪થા અધ્યયનની અનુજ્ઞા આયંબિલથી જ થઈ શકે. ૧૩ ગાથા કરે તો જ અનુજ્ઞા થઈ શકે. એવા અક્ષરો મળ્યા છે. નીવીની ગરબડ નહિ કરતા. આપણે ઘણું ભૂલી જઈએ છીએ. યશો વિ. સ્વાનુભવ બતાવતાં કહે છે. કોઈપણ એક પદાર્થનું આલંબન લઈ લો. તેમાં સંપૂર્ણ એકાકાર બની જાવ. બીજું કાંઈ જ વિચારો નહિ ચિત્ત પોતાની મેળે અદૃશ્ય થઈ જશે. લાકડા બંધ થઈ જતાં આગ સ્વયં બંધ થઈ જાય તેમ! પણ આ સ્થિતિ અનુભવના પરિપાક પછી આવે છે. તાત્કાલિક નથી આવતી. શાંત હૃદયવાળાના શોક, મદ, મદન, મત્સર, કદાગ્રણ્ય વિષાદ વેર વગેરે તમામ આવેશો નષ્ટ થઈ જાય છે. આ જ જીવનમાં આવું બની શકે છે. આમાં બીજી કોઈ સાબિતીની જરૂર નથી. અમારા પોતાનો જ અનુભવ આમાં સાક્ષી છે, એમ કહેતા યશો વિ. એ પોતાની અનુભૂતિ ખુલ્લી મૂકી દીધી છે. કહે કલાપૂર્ણસૂરિ ..... ... ૨૧ Ád, ૧૨-૭-૧૯, દ્વિ, જે. ૩. ૧૪ शान्ते मनसि ज्योतिः प्रकाशते, शान्तमात्मनः सहजम् । भस्मीभवत्यविद्या, मोहध्वान्तं विलयमेति ।। મન શાન્ત થાય છે ત્યારે આત્માનો સહજ શાન્ત પ્રકાશ પ્રગટે છે, અવિદ્યા ભસ્મીભૂત થઈ જાય છે, મોહનું અંધારું ટળી જાય છે. - પૂ. ઉપા. યશોવિજય * એ મહાપુરુષો જેટલી આપણી શક્તિ નથી કે આવા નવા ગ્રંથોનું સર્જન કરીએ. કમ સે કમ આપણે એ વાતોને જીવનમાં ઉતારવા તો પ્રયત્ન કરીએ. જીવનભરની સાધનાનું ફળ ‘આત્માનુભવાધિકાર’માં એમણે બતાવ્યું છે. આપણે એ જ ફળ થોડીવારમાં મેળવવા ચાહીએ છીએ. એમણે પણ પૂર્વના કોઈ જન્મોમાં સાધના કરી હશે ત્યારે આ જન્મમાં કંઈક ઝલક જોવા મળી હશે ? ૧૨૫, ૧૫૦, ૩૫૦ ગાથાના સ્તવનો, અમૃતવેલ સજ્ઝાય, ૧૮ પાપ સ્થાનક, ૮ દૃષ્ટિની સજ્ઝાય વગેરે ગુજરાતીમાં પણ તેમણે અણમોલ ખજાનો આપ્યો છે. દરેક સાધુ-સાધ્વીજીએ આ બધું કંઠસ્થ કરવા જેવું છે. * મન આપેણું સેવક છે, છતાં સેવક પર આપણું કોઈ નિયંત્રણ નથી. એ સ્થિર છે કે નહિ ? વફાદાર છે કે નહિ ? કદી તપાસ્યું ? ઘોડો જો ઘોડસવારના તાબામાં ન હોય તો ? ઘોડેસવારની હાલત શું થાય ? મન ૨૨... કહે કલાપૂર્ણસૂરિ ઘોડો છે. આપણે ઘોડેસવાર છીએ. સાધના હોવાથી સાધુ - સાધ્વીજી મનને આસાનીથી સાધી શકે. એક્વાર પણ જાપ, સ્વાધ્યાય કે ભક્તિમાં મન જોડાઈ જાય તો એના આનંદનો આસ્વાદ મેળવવાનું વારંવાર મન થશે. રસપૂર્વક મન જાપ આદિમાં જોડાશે તો સ્વયમેવ, સ્થિર બની જશે. અત્યારે સંપૂર્ણ વિકલ્પોને રોક્વાનો પ્રયત્નન કરો, માત્ર શુભવિચારોમાં રમમાણ રહે. શુભ વિચારોથી અશુભ વિચારો હટાવો. પછી શુદ્ધભાવથી શુભભાવો પણ હટી જશે, પરંતુ અત્યારનું કામ અશુભ વિચારોને હટાવવાનું છે. ” વાણી - કાયાથી કરેલું કર્યદ્રવ્ય ગણાય. મનથી કરેલું ભાવ ગણાય. દરેક કાર્ય માટે આ સમજી લેવું. * જયણા કેટલી મહત્ત્વ પૂર્ણ છે? મહાનિશીથમાં પ્રશ્નોત્તર: ભગવન્! કુશલ અણગાસ્નો આટલો સંસાર શી રીતે વધી ગયો?” “ગૌતમ! એ જયણાને જાણતો નહોતો. જયણા બહુવિશાળ છે. એનહિ જાણવાથી - નહિ જીવવાથી એનો સંસાર વધી ગયો.” * ભગવાન તરફથી કૃપા અને આપણા તરફથી આજ્ઞા પાલન, આ બન્નેનું મિલન થઈ જાય તો બેડો પાર ! પણ આપણે કહીએ છીએ : ભગવન્! આપની કૃપા પહેલા જોઈએ. ભગવાન કહે છે. પહેલા તારામાં નમ્રતા જોઈએ, આજ્ઞા-પાલન જોઈએ. ખબર નથી આ “અનવસ્થા’ ક્યારે ટળશે? ભગવાન તો કૃતકૃત્ય છે. આપણે કંઈ કરીએ કે ન કરીએ, એમનું કાંઈ બનતું કે બગડતું નથી, પણ આપણા માટે નિષ્ક્રિય રહેવું મોટો ખતરો છે. આપણે સંસારમાં ટીચાઈ રહેલા છીએ. એટલે જ ‘અનવસ્થાના આ દુશ્ચકને આપણે જ તોડવું પડશે. આપણા તરફથી પહેલ થવી જોઈએ. આપણે નમ્ર બનીશું, આપણે જો સન્મુખ બનીશું, આજ્ઞાપાલનની સંપૂર્ણ તૈયારી બતાવીશું ત્યારે પ્રભુની અનરાધાર કૃપા આપણા પરવરસી પડશે. ત્યારે આપણને સમજાશે કે ભગવાન તો અનરાધાર કૃપા વરસાવી જ રહ્યા હતા, પણ હું જ અહંકારની છત્રી ઓઢીને ફરતો હતો. મારું જ પાત્ર અવળું હતું અથવા કાણાવાળું હતું જે કોઈપરમાત્મા છે તે ક્યારેક અંતરાત્માહતા. અંતરાત્મા છે તે ક્યારેક બહિરાત્મા હતા. આપણે જો અંતરાત્મા છીએ તો બહિરાત્મા આપણો ભૂતકાળ છે. “પરમાત્મા' કહે કલાપૂર્ણસૂરિ ... ••. ૨ ૩ આપણું ભવિષ્ય છે. બહિરાત્મદશામાં પ્રભુ દૂર છે; ભલે પછી સામે જ સમવસરણમાં કેમ બેઠા ન હોય ! આ દૂરી ક્ષેત્રની નથી, ભાવની છે. ભગવાન ભલે ક્ષેત્રથી દૂર હોય, પણ ધ્યાનથી અહીં જ હાજર છે, જો મન-મંદિરમાં આપણે પ્રભુને પધરાવીએ. કોઈને નવું ધ્યાન શીખવું પડતું નથી. ધ્યાન શીખેલું છે. અલબત્ત, અશુભ ધ્યાન, આર્ત્ત-રૌદ્ર ધ્યાન ! હવે એને શુભમાં બદલવાની જરૂર છે. ‘“ધર્મધ્યાન – શુકલધ્યાન ન ધ્યાયા.’’ અત્યારે શુકલધ્યાનનો અંશ પણ ન આવી શકતો હોત તો આમ લખ્યું ન હોત! ‘શરીર હું છું’ – બહિરાત્મા, ‘આત્મા હું છું’ - અંતરાત્મા, B ‘પરમ ચૈતન્ય હું છું’ (કર્મો જતા રહ્યા છે.) – પરમાત્મા. વિષય – કષાયોનો આવેશ, તત્ત્વની અશ્રદ્ધા, ગુણ દ્વેષ, (પોતાનામાં તો ગુણ ન હોય, ગુણીનો પણ દ્વેષ હોય.) આત્માનું અજ્ઞાન – આ બધા બહિરાત્માના લક્ષણો છે. તત્ત્વશ્રદ્ધા, આત્મજ્ઞાન, મહાવ્રતોનું ધારણ, નિરતિચાર પાલન, અપ્રમાદ, આત્મજાગૃતિ, મોહનો જય (પરમાત્માને ક્ષય હોય.) આ બધા અંતરાત્માના લક્ષણો છે. મોહનો ઉદય ઃ બહિરાત્મા : ૧ થી ૩ ગુણસ્થાનક. મોહનો જય ઃ અંતરાત્માઃ ૪ થી ૧૨ ગુણસ્થાનક. મોહનો ક્ષય ઃ પરમાત્મા ઃ ૧૩ ૨૪ - ૧૪ ગુણસ્થાનક + મુક્તિ કહે કલાપૂર્ણસૂરિ www.jalla.ibrary.org સોમ, ૧૩-૭-૯૯, દ્વિ, જેઠ વદ-0)) * * “મને જે મળ્યું છે, તે મારા પછીની પેઢીને પણ મળે, સરળ ભાષામાં મળી એવી કરુણાભાવનાથી યશોવિજયજી આદિ મહાપુરુષોએ ગ્રંથોનું સર્જન કર્યું છે. રસ્તામાં આવતા માઈલસ્ટોનો કે બોર્ડે જેમ પાછળ આવનારા માટે મહત્વના બની રહે છે, તેમ ગ્રંથો પણ સાધકો માટે સાધના-માર્ગમાં મહત્ત્વના છે, ખૂબ જ મહત્ત્વના છે. મિત્રાદિ ૪ દૃષ્ટિમાં ક્રમશઃ બહિરાત્મભાવ ઓછો થતો જાય છે. સંપૂર્ણ બહિરાત્મભાવનો નાશ તો પાંચમી દૃષ્ટિ (૪થું ગુણ.)માં જ થાય. ૪થે મિથ્યાત્વ જાય, પમે અવિરતિ જાય, છઠે સંપૂર્ણપણે અવિરતિ જાય, ૭મે પ્રમાદ જાય, ૧૨મે કષાય+ મોહ જાય. (અંતરાત્મ દશા) ૧૩મે અજ્ઞાન જાય, ૧૪મે યોગ જાય. (પરમાત્મ દશા) સાધનાનો પ્રારંભ ૪થા ગુણસ્થાનકથી થાય. * જેટલા અંશે પરસ્પૃહા, તેટલા અંશે દુઃખ! ધન, માન, પદ, પ્રતિષ્ઠા વગેરેની સ્પૃહા વધુ ને વધુ દુઃખી બનાવનારી છે, એનોંધી લેવું જોઈએ. આ બધાથી નિઃસ્પૃહતા વધતી જાય તેમ તેમ આનંદ વધતો જાય. આ જ જીવનમાં આનો અનુભવ કરી શકાય. નિઃસ્પૃહતા એટલે સમતા. સમતામાં સુખ, સ્પૃહા એટલે મમતા. મમતામાં દુઃખ. * શક્તિરૂપે (બીજરૂપે) આપણે પરમાત્મા છીએ, પણ વ્યક્તિરૂપે અત્યારે કહે કલાપૂર્ણસૂરિ ..... ૨૫ અંતરાત્મા થઈએ તોય ઘણું! અત્યારે આપણે જો બહિરાત્મા છીએ તો શક્તિથી અંતરાત્મા અને પરમાત્મા છીએ. જો આપણે અંતરાત્મા છીએ તો શક્તિથી પરમાત્મા છીએ. * વાણીનો પ્રયોગ ક્યાં સુધી? કાયાની – મનની પ્રવૃત્તિ ક્યાં સુધી? કેવળીઓ પણ ત્રણેય યોગનો નિરોધ ૧૪મગુણઠાણે કરે. એનો અર્થ એ થયો? ત્રણેય યોગોની સભ્ય પ્રવૃત્તિ કેવળીને પણ હોય. પરમાત્મા તો - પરબ્રહ્મસ્વરૂપ છે જ, પણ અમે તો એમના વચનથી પણ પરબ્રહ્મની ઝલક અનુભવીએ છીએ.” એમ યશો વિ. ખુમારીપૂર્વક કહે છે. આ અભિમાન નથી, અનુભવની ઝલકથી ઉત્પન્ન થતી ખુમારી છે. * જ્ઞાનસારમાં “બ્રહ્માધ્યયન નિષ્ઠાવાનું આવે છે. બ્રહ્માધ્યયન કર્યું સમજવું? પરબ્રહ્મ – અધ્યયન એટલે આચારાંગનું પ્રથમ શ્રુતસ્કંધ ! * ‘પ્રભુ-પદ વળગ્યા તે રહ્યા તાજા, અળગા અંગ ન સાજા રે પદ એટલે ચરણ. ચરણનો પગ સિવાય બીજો અર્થ ચારિત્ર પણ છે, ચારિત્ર એટલે આજ્ઞાપાલન. આજ્ઞાપાલન જેમણે ક્યું તેઓ તરી ગયા. આજ્ઞા- ખંડન ક્યું તેઓ ડૂબી ગયા. પૂ. ઉપા. મ. પોતાની સ્થિતિ નિખાલસપણે સ્પષ્ટ કરતાં કહે છે : अवलम्ब्येच्छायोगं पूर्णाचाराऽसहिष्णवश्व वयम् । भक्त्या परममुनीनां, तदीय - पदवीमनुसरामः ।। ઈચ્છાયોગનું આલંબન લઈને અમે ચારિત્ર પાળીએ છીએ. પૂર્ણ શાસ્ત્રમાં લખ્યું છે તેવું) આચાર પાળવા અમે સમર્થ નથી. પરમ મુનિઓની ભક્તિથી અમે તેમના માર્ગને અનુસરવાનો પ્રયત્ન કરીએ છીએ. “શ્રત - અનુસાર નવિ ચાલી શકીએ, સુગુરુ તથાવિધ નહિ મળે રે; ક્રિયા કરી નવિ સાધી શકીએ, એ વિખવાદ ચિત્ત સઘળે રે...' આમ સ્વયં પૂર્વમહાપુરુષો બોલતા હોય ત્યારે હું જ શાસ્ત્રાનુસારી, બીજા મિથ્યાત્વી, એમ તો કોઈ મૂઢ જ બોલી શકે. * પ્રશ્ન: ભાવ નમસ્કાર મળી ગયા પછી ગણધરો નમુત્થણ વગેરે દ્વારા શા માટે નમસ્કાર કરે? ૨૬ ••• .... કહે કલાપૂર્ણસૂરિ ઉત્તરઃ હજુ ઉંચી કક્ષાનો નમસ્કાર (સામર્થ્યયોગનો) બાકી છે માટે. હજુ ધ્યેય સુધી પહોંચી શકાયું નથી માટે. 1 x અપકાય, તેઉકાય અને ૪થા વ્રતની વિરાધના અનંતસંસારી બનાવે છે, એમ મહાનિશીથમાં ભારપૂર્વક જણાવ્યું છે. ‘ગત્ય નરં તત્યai (અનંતકાય)” આથી પાણીમાં મહાદોષ છે. અગ્નિ સર્વતોલક્ષી છે. અબ્રધ્ય મહામોડરૂપ છે. વિરાધનાથી બંધાતા કર્મોથી નહિચેતીએ તો આપણું શું થશે? અમુક કર્મો જ્ઞાન, ધ્યાન કે તપથી નહિ, પણ ભોગવવા જ જાય એવા હોય છે. કર્મો બંધાતા કાંઈ વાર નથી લાગતી, માત્ર અત્તમુહૂર્તમાં જ બંધાઈ શકે. * પરંપરાનો ભંગ કરવો ખૂબ જ મોટો દોષ છે. ચૌદશના નવકારથી કરનારા, રોજ આધાકર્મીનું સેવન કરનારા જોગ કેમ કરી શકે છે? હવે એમની તબિયત શી રીતે સુધરી ગઈ? તિથિનું પણ બહુમાન ગયું? પ્રણાલિકાનો ભંગ કરવો સોદોષ છે. આવનારી પેઢી બધી એ માર્ગે ચાલે તેનું પાપ પહેલ કરનાને લાગે. * “બીજા કોઈ મને કહી દેઃ તું હળુકર્મી છે, નિકટ મુતિગામી છે, એમાં મને વિશ્વાસ નથી. પ્રભુ જો મને કહી દે તું ભવ્ય છે તો હું રાજીરેડ થઈ જાઉં” – એમ પૂ દેવચન્દ્રજી મહારાજ જેવાપણ કહે તો આપણી પ્રાર્થના કેવી હોવી જોઈએ? vain e saugoti.. For Private & Personal use only. wwjaneiro 209 બુધ, ૧૪-૭-૯૯, અષાઢ સુદ - ૨ કોઈપણ શુભક્રિયા અનુબંધવાળી ન બને તો મોક્ષપ્રદ ન બની શકે. અપુનબંધક ભાવ આવ્યા પછી સાનુબંધ ક્ષયોપશમની વૃદ્ધિ થાય છે. અનુબંધ વગરના અત્યારના સંયમાદિ ગુણો ભવાંતરમાં સાથે નહિ આવે. અમૃત આસ્વાદ કરી, વિષ ક્ષયકરી આ સાનુબંધ ક્ષયોપશમની વૃદ્ધિ હોય છે. એ ભોગ – રસમાં લેવાય નહિ; ભોગો ભોગવે છતાંય. ‘‘ચાખ્યો રે જેણે અમી – લવલેશ, બીજા રે રસ તેને મન નવ ગમેજી’’ “વર્શનપક્ષોવમ્ અસ્મામ આ અમારો ‘દર્શનપક્ષ’ છે. અહીં ‘જ્ઞાનપક્ષ’ ન લખ્યું. આવા શાસ્ત્રોનો અભ્યાસ સમ્યગ્દર્શનને નિર્મળ બનાવે છે. અત્યારની આપણી શ્રદ્ધા માંગી લાવેલ ઘરેણા જેવી છે, ઉધાર છે. આપણી સમજથી આવેલી શ્રદ્ધા નથી, સ્વયંભૂ નથી. ‘ગુરુ શાસ્ત્રોની વાત માનવી જોઈએ.’ એવી સમજમાંથી પ્રગટ થયેલી છે. દર્શનશાસ્ત્રોના અભ્યાસથી આપણી પોતાની સમજ બને છે. ★ विधिकथनं विधिरागो विधिर्मागस्थापनं विधीच्छूनाम् । अविधिनिषेधश्चेति, प्रवचनभक्तिः प्रसिद्धा नः ।। વિધિને કહેવી, વિધિ પર રાગ રાખવો, વિધિવાંછુઓને વિધિ માર્ગમાં જોડવા, અવિધિનો નિષેધ કરવો. આ જ અમારી પ્રવચન ભક્તિ છે, એમ કહેતા યશોવિજયજીમાં આપણને ઉત્કટ શ્રદ્ધાના દર્શન થાય છે. એમણે તે યુગના ઢુંઢક, બનારસીદાસ વગેરેના કુમતોના ખંડન માટે ગ્રંથો બનાવી અવિધિનો નિષેધ પણ ર્યો છે. Jain Bocation International કહે કલાપૂર્ણસૂરિ www.janelbrey.org * વિધિનો રાગ એટલે આગમ, ભગવાન અને ગુરુનો રાગ સમજવો. * પૂર્ણપદની અભિલાષા સાચી ત્યારે મનાય, જ્યારે આપણે આપણા તપ, જ્ઞાન, દર્શનાદિને યથાશક્ય પૂર્ણકક્ષાએ પહોંચાડવા પ્રયત્ન કરીએ. શુદ્ધિના માત્ર પક્ષપાતથી ન ચાલે, યથાશક્ય જીવનમાં ઉતારવું જોઈએ. * જેઓ બાહ્ય ક્રિયાના આડંબરથી, મેલા કપડાકે શુદ્ધ ગોચરીકે ઉગ્ર વિહારથી અભિમાન ધારણ કરે છે – તેઓ જ્ઞાની પણ નથી ને ચારિત્રથી પણ ભ્રષ્ટ છે, એમ માનવું. જેમાં જ્ઞાન પરિણામ ન પામ્યું હોય તેઓ જ બાહ્મક્રિયાના આડંબરનો અભિમાન રાખે. અભિમાની નિંદક હોવાના. એક મહાત્મા વહોર્યા વગર ગયા. બીજા અને ત્રીજા મહાત્મા વહોરીને ગયા. ત્રીજાને વહોરાવ્યા પછી પૂછતાં તેમણે કહ્યું નહિ વહોરનારા ઢોંગી છે. અમે જેવા છીએ તેવા છીએ. આમાં નહિ વહોરનારા સત્ય સંયમી હતા. બીજા વહોરનારા સંવિરૂપાક્ષિક હતા. ત્રીજા દંભી, ઢોંગી અને નિંદક હતા. * બહિર્બદ્ધિ લોકો બાહ્યક્રિયાના રસિક હોય છે. તેઓ અંતઃકરણ તપાસનારા નથી હોતા. બાલબુદ્ધિ જીવો માત્ર વેષ જુએ. મધ્યમબુદ્ધિ માત્ર ચાર જુએ પણ પંડિત તો આગમતત્ત્વને સર્વપ્રયત્નથી જુએ, પરખે. - એમ ષોડશકમાં પૂ. હરિભદ્રસૂરિજીએ કહ્યું બાલબુદ્ધિને અભિગ્રાદિની, મધ્યમને આચારની, ગુરુ-સેવાની વાત કરવી જ્યારે પંડિતને તત્ત્વની વાત કરવી. બાળ જીવોની શ્રદ્ધા વધારવા તેની સમક્ષ આચારોનું સંપૂર્ણ પાલન કરવું. ભલે તમે ધ્યાનયોગમાં ગમે તેટલા આગળ વધી ગયા હો, પણ બાહ્યાચારનહિ છોડવો જોઈએ. ૩જુરો નો સંસાન્ા લોકસંજ્ઞાનો સંપૂર્ણ ત્યાગ કરી યોગીએ શ્રદ્ધા અને વિવેકપૂર્વક જીવવું. * ઉપા. યશો વિ.માંથી કોઈ, આટલી પણ ભૂલકાઢી શકે નહિ. એમ સાગરજી કહે કલાપૂર્ણસૂરિ ..... ... ૨૯ મ. પણ કહેતા. એમનો દર્શનપક્ષ કેટલો મજબૂત હશે? તે આથી જણાય છે. ઉપાધ્યાયજી મ. ની ૨૯ શિખામણ. ૨) નિન્હો ન વાડપિ નો, ૨) પાષ્ટિધ્વ મસ્થિતિન્યા - બીજા કોઈની નિંદા નહિ કરતા. બહુ જ મન થાય તો પોતાની જાતની જ નિંદા કરજો. નિંદાથી નુકશાન શું? એમ પૂછો છો? હું કહું છું કે ફાયદો શું? કરનારને, સાંભળનારને કે જેની નિંદા થઈ રહી છે તેને ફાયદો? નિંદાથી એ સુધરશે તો નહિ, પણ ઉછું, તમારા પરષ રાખશે. પણ પાપીની તો નિંદા કરવાની છુટને..? અવિનીત, ઉદ્ધત, પાપી પર પણ ભવસ્થિતિનો વિચારકો, નિંદા નહિ. પાપીઓને આપણે તો શું? સાક્ષાત્ તીર્થકરો પણ સુધારી શક્તા નથી. તેના પર દ્વેષ કરવો કે તેની નિંદા કરવી એ કોઈપણ હિસાબે વાજબી ઠેરવી શકાય નહિ. Jai edutation International ..... se sellyel WINESrary.org ગ્રંથો દિશા- દર્શક છે. માર્ગદર્શક પાટીયાની આમ કોઈ કિંમત ન લાગે. આપણે ક્યાંય જવું ન હોય, કોઈ માર્ગની તપાસ ન કરવી હોય તો પાટીયું આપણને સાવ જ નકામું લાગે. પણ જ્યારે અમુક સ્થળે આપણે જવા માંગતા હોઈએ. ક્યાંય રસ્તો દેખાતો ન હયો. અરે, કોઈ માણસ પણ ન દેખાતું હોય ત્યારે માર્ગદર્શક પાટીયું અચાનક નજરે ચડે તો એની કિંમત સમજાય. અહીં બેઠા-બેઠા એ પાટીયાની કોઈ કિંમત નહિ સમજાય. એ તો જેઓ રસ્તો ભૂલેલા હોય, અનુભવ થયેલો હોય તેને જ પાટીયાની કિંમત સમજાય. ૪, ૧૫-૭-૯૯, અયા. સુદ 3 શાસ્ત્ર પણ આવું પાટીયું છે. માર્ગના શોધકને જ એની કિંમત સમજાય. આપણે સોએ મોક્ષનગરમાં જવાનું છે. સાધકે રોજ નિરીક્ષણ કરવાનું છે : હું કેટલો આગળ વધ્યો ? માર્ગાનુસારીની ભૂમિકામાં આવીએ ત્યારે પ્રયાણ શરૂ થાય. અયોગી ગુણઠાણે પ્રયાણ પુરું થાય. વચ્ચેના ગુણઠાણે રહેલા બધા રસ્તામાં છે. સૌથી પ્રથમ દંભત્યાગ બતાવેલો છે. જેવા હોઈએ તેવા નહિ દેખાવું. ન હોઈએ તેવા દેખાવા પ્રયત્ન કરવો તે દંભ છે. ખોટી પ્રશંસા વખતે મૌન રહીએ તો પણ દંભ છે. સરળતા વિના મુક્તિ તો શું, સમકિત પણ ન મળે. દંભ અવિશ્વાસનું કારણ બને કહે કલાપૂર્ણસૂરિ ... ૩૧ છે; દુનિયામાં પણ આત્માનુભવાધિકારમાં સાધકને છેલ્લે ૨૯ શિખામણો આપવામાં આવેલી છે. એકેક શિખામણ જીવનમાં ઉતારવા જેવી છે. (૧) કોઈની પણ નિંદા નહિ કરવી. (૨) પાપી પર પણ ભવસ્થિતિ વિચારવી. સાધનાને નિદા કલંકિત કરી નાખતી હોય છે. પં. ભદ્રંકર વિ., પૂ. કનક – દેવેન્દ્રસૂરિજી પાસે વર્ષો સુધી રહ્યા છીએ, પણ કદી કોઈની નિંદા સાંભળી નથી. નિંદા કરવી એટલે પોતાની પુણ્યની મૂડી હાથે કરીને વેડફવી. યુધિષ્ઠિરના મુખમાં કદી નિંદા નહોતી. કારણકે તેની નજરમાં કોઈ દોષી નહોતો. નિંદા હટાવવા ગુણાનુરાગ જોઈએ. ગુણાનુરાગ હોય ત્યાં નિંદા ફરકી શકતી નથી. મુંબઈમાં હજારો દુકાનો છે. કોઈ દુકાને તમે ગયા છો ને અમુક વસ્તુ તમને નથી મળતી તો તમે તે દુકાનની નિંદા કરવા નથી લાગતા. બીજી દુકાને પહોંચો છો. તેમ કોઇ સંભવિત ગુણ આપણને ક્યાંક જોવા ન મળે તો તેની નિંદા કરવાની જરૂર નથી. સામી વ્યક્તિ કાંઈ તમારી અપેક્ષા પૂરી કરવા બંધાયેલી નથી. જેના દુર્ગુણો અને દોષોની આપણે નિંદા કરીએ તેજ દોષો અને દુર્ગુણો આપણામાં આવશે. ચોર અને ડાકુઓને તમે કદી ઘરમાં બોલાવો છો ? દોષ ચોર અને ડાકુઓ છે. મારામાં છે તેટલા દોષો પણ હું સંભાળી શકતો નથી, તો બીજાને શા માટે બોલાવું ? કોઈ દોષો કહેતું હોય તો સાંભળવું પણ નહિ. સાંભળવું જ પડે તેમ હોય તો તે સ્થાન છોડીને રવાના થઇ જવું. દોષો દુર્ગતિમાં લઈ જાય. દુર્ગતિમાં જવાની તૈયારી છે ? ચંડકૌશિકને દુર્ગતિમાં પણ મહાવીર પ્રભુ મળી ગયા, આપણને કોઈ મહાવીરદેવ મળશે, એવી ખાતરી છે ? કેટલી ઉત્કૃષ્ટ આરાધનાનું પુણ્ય હશે કે સાક્ષાત્ તીર્થંકરનો ભેટો થયો ? કદી વિચાર્યું. એક જ જીવનો ઉદ્ધાર કરવા ભગવાને કેટલું મોટું જોખમ ઉઠાવ્યું ? * ઘણીવાર શબ્દો પણ છેતરામણા હોય છે. ઉદ્યોગ જેવા શબ્દોનું અપમાન ‘મત્સ્યોદ્યોગ’ વગેરેમાં જોવા મળે છે. ‘દવા’ જેવા શબ્દોનું અપમાન ‘વૃદ્ધે માને વી ૩૨ ... કહે કલાપૂર્ણસૂરિ હવા માં જોવા મળે છે. દવા જીવાડેકે મારે? મારે તેને પણ દવા કહેવાય તો ઝેર કોને કહીશું? (૩) પૂગ્યા મુરિમાડડઢયા: I - ગુણ ગરિમાથી મંડિત પૂજ્ય પુરુષોનું આદર બહુમાન કરવું. ગુણથી જ મહાન થઈ શકાય છે, પદથી કે શિષ્ય-પરિવાર કે ભક્તવર્ગથી નહિ. પૂજ્યની પૂજા કરવાથી પૂજકમાં પૂજ્યતા આવે છે. ગુણનો નિયમ છે બહુમાન ક્યાં વિના કદી ન આવે. ભવસ્થિતિના પરિપાક માટે ત્રણ ઉપાયોમાં “શરણાગતિ સૌ પ્રથમ ઉપાય છે. ચારનું શરણ શા માટે? તેઓ ગુણોથી મંડિત છે. એમનું શરણું લેવાથી એમના ગુણો આપણામાં આવે છે. ગુણો આપણામાં પડેલા જ છે. કર્મે એને ઢાંકેલા છે. કર્મનું કામ ગુણને ઢાંકવાનું છે. ગુણ બહુમાનનું કામ ગુણોને પ્રગટ કરવાનું છે. જે જે ગુણોનું બહુમાન થતું જાય, તે તે ગુણ અવશ્ય આપણામાં આવે. કયો ગુણ તમને જોઈએ છે? જીવનમાં શું ખૂટે છે? તે જુઓ. જે ગુણ ખૂટે છે તેની હૃદયપૂર્વક અનુમોદના કરો, તમારામાં એ ગુણ અવશ્ય આવશે. ગુણીની પૂજા કરવી. કઈ રીતે પૂજા કરીશું? મન, વચન અને કાયાથી. મનથી બહુમાન, વચનથી પ્રશંસા અને કાયાથી સેવા કરીને. આનું નામ જ પૂજા છે. ગુણીની પૂજા ક્યારે થશે? ગુણો પર આદર થશે ત્યારે (૪) થાર્યો અને પુત્રવેશિ - થોડો પણ ગુણ ક્યાંય દેખાય, આદર- ભાવ થવો જોઈએ. બીજાના ગુણ પર રાગ ધરવાથી આપણને શો ફાયદો? એના પુણ્યધર્મની અનુમોદના થશે. પુણ્યવિના ગુણ આવતા નથી. પુણ્યધર્મની અનુમોદનાથી આપણામાં પણ તે ગુણ આવશે. હવે, આનાથી ઉલ્ટે કરોઃ થોડો પણ પોતાનો દોષ હોય તેના પર ધિક્કાર ભાવ પેદા કરી હાંકી કાઢો, પણ આપણે ઉછું કરીએ છીએ. કહે કલાપૂર્ણસૂરિ .... બીજાના પહાડ જેટલા ગુણો પણ જોઈ શકતા નથી ને પોતાના કણ જેટલા ગુણને પણ મણ જેટલો માનીએ છીએ. (૧) પ્રાિં વનિા હિતમ્ ' - હિતકારી વાત બાળક પાસેથી પણ સ્વીકારી લેવી જોઈએ. પં. ભદ્રંકર વિ.ની પાસે આ બહુદ્વાર જોવા મળ્યું. નાનકડો પણ બાળક નવકાર ગણે તો એ જોઈને રાજી થતા. (૬) “નાના ટુર્નશ્યન દેખ્યમ્ ' - દુર્જનના બકવાસથી ગુસ્સે નહિ થવું. ઘણીવાર શાસ્ત્રકારો સજ્જનથી પહેલા દુર્જનોની સ્તુતિ કરે છે. કારણ કહે છેઃ દુર્જનો નહિ હોય તો મારું શાસ્ત્ર શુદ્ધ કોણ કરશે? દુર્જનોન હોત તો સજ્જનની કદર શી રીતે થાત? સજ્જનોને આડકતરી રીતે પ્રસિદ્ધ કરનાર દુર્જનો જ છે. રામને પ્રસિદ્ધ કરનાર રાવણ હતો એ જાણો છો? રાવણનું કાળું બેકગ્રાઉન્ડનહોત તો રામની શુભ્રતા આપણને ન દેખાત. .... કહે કલાપૂર્ણસૂરિ શુક્ર, ૧૬-૭-૯૯, અષા. સુદ-૪ ખારા સમુદ્રમાં મીઠું પાણી મળી શકે ? શોધનારને મળી શકે. શૃંગી મત્સ્ય મીઠું પાણી મેળવી લે છે. આ કલિકાલમાં ઉત્તમ જીવન મળી શકે ? મેળવનાને મળી શકે. ઉત્તમ આચાર્ય, મુનિ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા આ બધા જ કળિયુગના ખારા સમુદ્રમાંથી ઉત્તમ જીવનરૂપ મીઠું પાણી પીનારા છે. વિષ પણ અમૃત બને તે આને કહેવાય. મીઠું પાણી શી રીતે મેળવી શકાય ? એ કળા પૂ. ઉપા. યશોવિ. મ. આપણને સૌને શીખવે છે. ઉત્તમતાની પહેલી નિશાની ‘કોઈની પણ નિંદા નહિ’ છે. * મહાનિશીથમાં – આચાર્ય + રાજાનો વાર્તાલાપ. આચાર્ય : ‘ચક્ષુ કુશીલનું નામ પણ ન લેવાય’ રાજા : ‘કેમ ?’ આચાર્યઃ : ‘એનું નામ લેવાથી ભય ઉત્પન્ન થાય. ભોજન પણ ન મળે.’ રાજા : ‘મારે અખતરો કરવો છે.’ આચાર્ય ‘આવુ નહિ કરતાં.' રાજાએ નામ લીધું ને ત્યારે જ સમાચાર મળ્યા ઃ તમારા નગર પર શત્રુ સેના ચડી આવી છે. રાજા ગભરાયો. અબ્રહ્મચારીના નામમાં આવી તાકાત હોય તો બ્રહ્મચારીના નામમાં ન હોય ? રાજકુમારે સંકલ્પ ર્યો ઃ જો મેં મન-વચન-કાયાથી શીલનું પાલન કર્યું હોય તો ઉપદ્રવ શમી જાવ. શત્રુસેનાના હાથ થંભી ગયા. કહે કલાપૂર્ણસૂરિ ... ૩૫ એટલા માટે જ ભરડ્રેસર સજ્ઝાયમાં ઉત્તમ પુરુષોના નામ આપણે લઈએ છીએ. ‘ને િનામ દળે પાવળબંધા વિનય ખંતિ.’ વ્યક્તિ ઉત્તમ તો નામ ઉત્તમ, રૂપ ઉત્તમ, દર્શન ઉત્તમ, બધું ઉત્તમ ! (૬) માતાથૈ : ટુર્નનસ્ય ન દેખ્યમ્ । – ધોબી તો કપડા ધોવાના રૂા. લે છે. આ દુર્જનો તો મફત આપણા મેલ ધોઈ આપે છે. મેલ ધોબી ફેંકી દે છે જ્યારે દુર્જન પોતાની જીભ પર મૂકે છે. જે વાણી પ્રભુના ગુણો ગાવા માટે મળી તેના દ્વારા બીજાની નિંદા ? વાણીનો આ કેવો દુરુપયોગ ? જે સ્થળે લાખની કમાણી થઈ શકે તે દુકાનમાં ખોટ કરવાનો ધંધો કરવો ? જીભ નથી મળી તેવા કેટલા જીવો છે, તે તો જુઓ. વાણીનો દુરુપયોગ વાણી વગરના ભવોમાં લઈ જશે. દુનિયાના બધા જ ગુણોના દર્શન એક જ વ્યક્તિમાં કરવા હોય તો પરમાત્માને પકડી લો. ‘મહતાપિ મહનીયો’ મોટાઓને પણ પૂજનીય એવા પ્રભુ આપણી સ્તુતિના વિષય બને, એવું આપણું સૌભાગ્ય ક્યાંથી ? (७) 'व्यक्तव्यां च पराशा' ‘પરની આશા સદા નિરાશા.’ ‘પર’ એટલે ‘સ્વ’ સિવાયનું બધું ! તમારા કામ તમારે જ કરવા પડશે, બીજો ન કરી શકે. કામ કરીશું તેટલી સ્ફૂર્તિ રહેશે. વીર્યાન્તરાયનો ક્ષયોપશમ થશે. બાહુબલી યાદ કરો. શરીરને શ્રમ પડશે તો રોગ નહિ થાય. પરિશ્રમ વિનાના રહેશો તો રોગી થશો. ગૌતમસ્વામી છટ્ઠના પારણે પણ પોતે જ વહોરવા જતા. તેમની નજરે બે ફાયદા હશે : ૧) ભગવાનનો લાભ મળે. ૨) સ્વાશ્રયિતા જળવાય. ‘કામ લાગશે’ એવી આશાથી શિષ્યાદિ પણ ન કરાય. ‘હું કામ કરીશ તો મારી પોઝીશનનું શું ?' આ વિચાર મોહના ઘરનો છે. પત્ની આશામાં રહ્યા તે સાવ જ રહી ગયા. - એક જ હાથમાં ઉગેલી પાંચેય આંગળીઓ એકસરખી નથી, લાંબી – ટૂંકી છે. તો આપણી આસપાસના બધા જ જીવો એકસરખા જ શી રીતે હોઈ શકે ? ‘નાત નીવ હૈ માંધીના, અનિલ વ્હેફુગ ન થ્રીના’। માટે કોઈ કામ ન કરે તો આપણેય ન કરવું – એવું વલણ નહિ અપનાવવું. (૮) ‘પાશાઃ વ સડવામાઃ જ્ઞેયાઃ’ – ‘સંયોગોને પાશ જેવા સમજો.’ સંયોગ સારા લાગે છે, પણ એ જ ફાંસો છે. માછલીને ગલમાં માંસ દેખાય છે, ૩૬... ..... કહે કલાપૂર્ણસૂરિ પણ એ જ એના ગળે ફાંસો બને છે. જગતના બધા જ સંયોગો બંધન છે. બંધનમાં કદી આનંદ ન હોય. બંધન એટલે પરાધીનતા! પરાધીનતામાં આનંદ કેવો? (૬) “તુત્ય પ્રયો ન વાર્થ' - સજ્જનોની એ સજ્જનતા છે કે તમારા થોડા પણ ગુણના ખૂબ-ખૂબ વખાણ કરે. તે વખતે તમારે મોં નહિ મલકાવવું, ખભા ઉંચા નહિ કરવા. કેટલાક કામ કઢાવવા, મોટા ભા બનાવે. જેમ શિયાળે પુરી લેવા કાગડાની પ્રશંસા કરેલી. કદાચ એ શુભભાવથી પણ પ્રશંસા કરે. પ્રશંસા કરવી એની ફરજ છે, પણ અભિમાન કરવું તમારી ફરજ નથી. પરનિંદા કરવી – સાંભળવી પાપ છે તેમ સ્વપ્રશંસા કરવી, સાંભળવી પણ પાપ છે. પર-નિંદાથી હજુ બચી શકાય, સ્વપ્રશંસાથી બચવું મુશ્કેલ છે. આ અનુકૂળ ઉપસર્ગ છે, મીઠું ઝેર છે. દુઃખ હજુ પચાવી શકાય. સુખ પચાવવું મુશ્કેલ છે. આ બહુ જ મોટું ભયસ્થાન છે. લોકોની વધારે અવર-જવરએકપલિમંથ-વિન છે. આનાથી અભિમાન કરીએ તો થઈ રહ્યું! સ્વપ્રશંસા આપણે કરીએ તો નહિ, પણ કોઈ કરવું હોય તો મલકાવું પણ નહિ, એમ ઉપાધ્યાયજી મ. કહે છે. લેખક, ચિંતક, વક્તા, પ્રતિષ્ઠિત પુરુષ બનીએ, એમાં બહુ જ મોટો ખતરો છે. મોડરાજાની મોટી ચાલ છે. ઓળખાણ વધે તેટલા ગોચરીના દોષો વધે. માટે જ અજાણ્યા ઘરમાંથી લાવવાનું વિધાન છે. અજાણ્યા ઘરમાંથી નિર્દોષ ગોચરી આવે ત્યારે કેટલો આનંદ થાય? મનગમતી વસ્તુનો આનંદ નહિ પણ નિર્દોષતાનો આનંદ ! નિર્દોષ ગોચરીમાં પણ છેલ્લે માંડલીના પાંચ દોષો એવો તો બધા પર પાણી ફરી વળે! પૂર્વપુરુષો મહાન શાસન - પ્રભાવક હોવા છતાં તેમણે ગર્વનથી થૈતો આપણે ક્યા મોટા પ્રભાવક? આચાર્ય સુસ્થિતસૂરિજીએ આટલી પ્રતિષ્ઠાઓ કરવી, પણ ક્યાંય પ્રતિમા પર નામ વાંચ્યું? પ્રતિષ્ઠા કે શિલાલેખમાં આપણું નામ ન આવે તો આપણે ધૂંઆપૂંઆ થઈ જઈએ છીએ. ગૌતમસ્વામીએ પોતાનો શિષ્ય પરિવાર સુધર્માસ્વામીને સોંપ્યો, આથી આખી પરંપરામાં ગૌતમસ્વામીનું નામ ક્યાંય ન આવે, નામ ગયું તો ગૌતમસ્વામી દુઃખી થયા'તા? કહે કલાપૂર્ણસૂરિ ... ••• ૩૭. ર્થાને, ૧૭-૭-૯૯, અષા. સુદ-૫ તીર્થના આલંબથી અનેક તરી ગયા, તર્યા, તરશે. એ તીર્થને ટકાવવા આપણા પૂર્વાચાર્યોએ ખૂબ જ પરિશ્રમ ર્યો છે. એના દ્વારા જે આત્મિક આનંદ પ્રાપ્ત કર્યો, તે આનંદ સૌને મળે, તે માટે અનેક ગ્રંથો રચ્યા. હરિભદ્રસૂરિજીના ગ્રંથો એમાં મોખરે છે. સંઘે યશોવિ. ને ‘લઘુ હરિભદ્ર' તરીકે નવાજેલા છે, તેમના ગ્રંથો પણ આજે દીવાદાંડીરૂપ ગણાય છે. (૨૦) જોપોપિ = નિન્દ્વયા બનૈઃ તયા । (ન વ્હાŠ:) - લોકોની નિંદાથી ગુસ્સો નહિ કરવો. સ્તુતિથી રાજી થવાનું નથી તેમ નિંદાથી નારાજ નથી થવાનું ! બન્ને એક જ સિક્કાની બે બાજુઓ છે. જો સ્તુતિથી રાજી થવાના તો નિંદાથી નારાજ થવાના જ. એક હોય ત્યાં બીજું ન હોય તેવું પ્રાયઃ ન બને. આપણા વખાણ કદાચ લોકો માટે કલ્યાણકારી થઇ જાય, પરંતુ આપણે અભિમાન કરવા ગયા તો ડૂબ્યા ! પરનિંદાથી પણ અપેક્ષાએ સ્વપ્રશંસા કરાવવી – સાંભળવી – સંભળાવવી મો પાપ છે. પ્રશંસાનું આ દોરડું એવું છે જો બીજા પકડે તો તરી જાય ને વ્યક્તિ સ્વયં પકડે તો ડૂબી જાય ! સ્વપ્રશંસા એક જ્વર છે તેના માટે ટેબ્લેટ જોઈએ. પૂર્વાચાર્યની મહાનતાની વિચારણારૂપ ટીકડીથી આ તાવ ઊતરે છે. ૩૮ ..... કહે કલાપૂર્ણસૂરિ www.jainebrary.org બીજાની પ્રશંસાથી આપણા ગુણો વધે, સ્વપ્રશંસાથી ઘટે, અભિમાન વધે. સગુણો આવે, આવેલા સુરક્ષિત રહે તે માટે સાવચેત રહેવું જરૂરી છે. સદ્ગણો રત્નો છે. મોહરાજા અભિમાન કરાવી લૂંટાવવા માગે છે. બુદ્ધિ આદિ શક્તિ ભગવાનના પ્રભાવથી મળી છે. તેની સેવામાં એ વાપરવાની છે. “સારું થાય તે ભગવાનનું, ખરાબ થાય તે આપણી ભૂલનું એમ માનવું. - તમારી પ્રશંસા થાય તે મોહરાજાને ક્યાંથી ગમે? આથી તે તમને પાડવામી ઝેર આપે છે. સ્વ પ્રશંસાનું, અભિમાનનું! પ્રશંસાની અપેક્ષા મટી જશે પછી લોક-નિંદાથી તમે વિચલિત નહિ બનો. ક્ષમા – તપ વગેરે ગુણો ભલે આવે, પણ “ક્ષમાવાન, તપસ્વી વગેરે કહેવડાવવું નહિ. ગુણો જાહેર નહિ કરવા. રત્નો કદી જાહેરમાં મૂકાતા નથી. સદ્ગણોની પ્રાપ્તિ અને સુરક્ષા, માત્ર ભગવાનની કૃપાથી જ શક્ય બને છે. (૨૨) સેવ્યા: થરા:” – ભગવાનના ૭૦૦જકેવળી. ગૌતમસ્વામીના પ૦ હજાર શિષ્ય કેવળી હતા, છતાં ગૌતમસ્વામીએ અભિમાન નથી ક્યું મારા બધા જ ચેલા કેવલી ! આ કોનો પ્રભાવ? ધર્માચાર્યની સેવાનો. ધર્માચાર્યની સેવા કેવી અદ્ભુત ગુરુ છદ્મસ્થ હોવા છતાં શિષ્યો કેવળી! ગૌતમસ્વામી પણ કેવા વિનથી? એક શ્રાવક (આનંદ) ને ગુરુ આજ્ઞાથી મિચ્છામિદુક્કડે માંગવા જાય. ભગવાનની ભક્તિના પ્રભાવથી કેવળજ્ઞાન આપવાની લબ્ધિ એમનામાં પ્રગટી હતી. એમનું જીવન કહે છે. તમે જો સાચા અર્થમાં શિષ્ય બનશો તો જ સાચા અર્થમાં ગુરુ બની શકશો. આપણે જે કાંઈ કરીશું તેની પરંપરા ચાલશે. અમને જો એકાસણા કરનાર ન દેખાયું હોત તો અમે અહીં એકાસણા ક્યાં કરવાના? ચા પીવાની ટેવ ક્યાંથી છોડત? પૂ. કનકસૂરિજી મ.ની ભવ્ય પરંપરા મળી છે. તબિયત બગડી જાય તો એકાસણું છોડવા કરતાં તેઓશ્રી ગોમૂત્ર લેવું પસંદ કરતા. પૂ. કનકસૂરિજીએ અમને આ બધું વાચનાથી નહિ, જીવનથી શીખવાડ્યું છે. બોલ બોલ કરવાની તો અમને આદત છે. કહે કલાપૂર્ણસૂરિ .. ••. ૩૯ ગુરુની સેવા એટલે માત્ર ગોચરી – પાણીની જ નહિ, આજ્ઞા-પાલનરૂપ સેવા જોઈએ. ગોચરી વખતે ‘વાપરું’ કે સંથારા વખતે ‘સંથારો કરું’ એવી આજે પણ અમને આદત છે. આના પ્રભાવે ઘણી વખત કટોકટીમાં પણ માર્ગ મળ્યો છે. કઠિન પંક્તિઓ પણ બેસી ગઈ છે. પંડિત વ્રજપાલજી પાસે (વિ. સં. ૨૦૧૮) જામનગરમાં ન્યાયનો પાઠ ચાલે. પહેલા જ પાઠમાં એક પંક્તિમાં ગાડી અટકી પડી. પણ ગુરૃકપાથી એ કઠિન પંક્તિ પણ બેસી ગઈ. - (૨૨) ‘તત્ત્વ નિજ્ઞાસનીયં ચ ।’ – ગુરુ - સેવા કરીશ તો મને તેઓ પદ આપી દેશે, એવી આશાથી નહિ, પણ નિઃસ્પૃહ ભાવે સેવા કરવાની. સેવા કરતાં-કરતાં તત્ત્વ જિજ્ઞાસા ગુરુ સમક્ષ મૂકવી. આત્મા માત્ર સ્વ- સંવેદનથી જણાય અથવા કેવળી જાણી શકે. એવા આત્મતત્ત્વાદિ જાણવાની ઈચ્છા જાગવી એ પણ બહુ મોટી ઉપલબ્ધિ છે. * કર્મચક્રના વ્યૂહનું ભેદન ધર્મચક્ર દ્વારા જ થઈ શકે. અર્જુન સિવાય કોઈ ચક્રવ્યૂહ જાણતું નહોતું એની ખબર હતી દ્રોણને. આથી અર્જુનની ગેરહાજરીમાં એ વ્યૂહ ગોઠવ્યું. હવે કોણ ભેદે એ વ્યૂહને ? આખરે અભિમન્યુ તૈયાર થઈ ગયો : હું ભેદીને અંદર ઘુસી શકું છું, પણ બહાર નીકળવાની કળા નથી જાણતો. અભિમન્યુ આ કળા ગર્ભમાં શીખેલો. આ પરથી હું ઘણીવાર કહુંઃ માતા બાળકને ગર્ભમાંથી સંસ્કાર આપી શકે. માતા પર સંતાનનો મોટો આધાર છે. મારી માતા ખમા-ક્ષમાબેન ખૂબ જ ધાર્મિક વૃત્તિનાં ! મુક્તિચન્દ્ર વિ. ના બા ભમીબેનને જોઉં ને એ યાદ આવે ! આકૃતિથી અને પ્રકૃતિથી બરાબર એવા જ ! મનફરામાં પહેલીવાર ભમીબેનને જોયા ત્યારે એમ જ થયું : અરે ! આ ક્ષમાબેન અહીં ક્યાંથી ? અત્યંત ભદ્રિક અને સાલસ સ્વભાવના ! એકબાજુ સેવા ને બીજી બાજુ તત્ત્વ જિજ્ઞાસા – બન્નેમાંથી શું પસંદ કરવું ? પૂ. કનક સૂ.મ. ગયા પછી પ્રેમ સૂ.મ. નો પત્ર આવ્યો ઃ હવે આગળના અભ્યાસ માટે આવી ૪૦... કહે કલાપૂર્ણસૂરિ જાવ. દેવેન્દ્ર સૂ. મ. કહે ઃ મારું શું ? બસ, અમે સેવામાં રોકાઈ ગયા. * અંજારમાં પં. ભદ્રંકર વિ.મ. નો પત્ર આવ્યો ઃ ધ્યાનવિચાર ગ્રંથનું એકવાર અવલોકન કરી લેજો. હું કંટાળ્યો : આ ભેદ–પ્રભેદોની ભાંજગડમાં કોણ પડે ? પણ પં. મ. પર પૂરો ભરોસો ! મેં થોડી મહેનત કરીને ખૂબ જ આનંદ થયો. ગ્રંથ સમજાયો. ‘જિનવર – જિન – આગમ એકરૂપે' એ પંક્તિ જો ખરી રીતે માનતા હોઈએ તો ગ્રંથમાં કંટાળાય કેમ ? મારા અને મારા વચનમાં ભેદ છે ? જો આ ભેદ ન હોય તો ભગવાન અને ભગવાનના વચનમાં ભેદ શી રીતે હોય ? ભગવાનના વચન એટલે આગમ. પછી તો ધ્યાન–વિચારમાંથી જે પદાર્થો મળ્યા છે, તે બીજે ક્યાંયથી નથી મળ્યા. મને લાગ્યું : આ તો આગમ ગ્રંથનો જ એક ટુકડો છે. પક્ષ્મિસૂત્રમાં લખ્યું છે : ‘જ્ઞાળ વિત્તિ’. ‘ધ્યાન વિમહિ’ તેનો જ આ (ધ્યાન વિચાર) અંશ હોય તેમ લાગ્યું. તેની શૈલી પણ આગમપૂર્વકની, ૪ નય, સમભંગી વગેરે એ જ પ્રમાણે ! × ૧૪ પૂર્વે ૧૪ પૂર્વીને છેલ્લી વખતે યાદ નથી રહેતા, નવકાર જ યાદ રહે છે. એ અપેક્ષાએ ૧૪ પૂર્વેથી નવકાર ચડી જાય. માટે જ હું આગંતુક પાસે નવકારવાળીની બાધાનો આગ્રહ રાખું છું. કહે કલાપૂર્ણસૂરિ . ... ૪૧ શ્રી પંચવđક ગ્રન્થ-પ્રારંભ [â, ૧૮-૭-૯૯, અષા. સુ. * હરિભદ્રસૂરિજીના ગ્રંથો આપણા માટે દીવડા છે. ઘોર કલિકાલ એટલે ભયંકર અંધારું ! અંધારાના અનુભવ વિના દીવાનો મહિમા ન સમજાય. દ ગ્રંથદ્વારા ગ્રંથકારનો પરિચય થાય છે. આટલી નાનકડી જીંદગીમાં કેવી રીતે આવા ગ્રંથો બનાવ્યા હશે ? વિહારો કરે, શાસન – સંઘના કામ કરે, સ્વયં અધ્યયન કરે, શિષ્યાદિને અધ્યાપન કરાવે, આ બધું કેવી રીતે કરી શક્યા હશે ? કેટલી અપ્રમત્ત દશા હશે એમની ? વિચારતાં હૃદય ગદગદ બની ઊઠે છે. * જે આવે તેની ભરતી કરવાનું પાંજરાપોળને ફાવે આપણને નહિ. માટે દીક્ષાર્થીના ગુણો તપાસવા જરૂરી છે. ગુરુ કેવા ? વગેરેનું વર્ણન પણ આ ગ્રંથમાં (પંચવસ્તુક) આવશે. ૪૨ ... મોટા પુરુષો પાસે રહેવાનો મોટો ફાયદો તેમના જીવનનો પ્રત્યક્ષ પરિચય થાય છે, તે છે. દરેક સાથે કઈ રીતે વ્યવહાર કરે છે ? તે જોવા મળે છે. – પંચવસ્તુકની ટીકાનું નામ છે : શિષ્યહિતા. - ઉપયોગહીન વંદન : દ્રવ્ય, કાચનો ટૂકડો. ઉપયોગ સહિત વંદન ઃ ભાવ, ચિંતામણિ રત્ન. દ્રવ્યવંદન માત્ર કાયકલેશ ગણાય. ભાવવંદન એકવાર પણ થાય તો ? ‘ફોઽવ કહે કલાપૂર્ણસૂરિ નમુદાયો...તારે ન વ નારિવા’ અનુક્રમણિકા (પંચવસ્તુકની) ૧) પ્રવજ્યા વિધાન, ૨) પ્રતિદિન ક્રિયા, (સામાચારી) ૩) વ્રતોમાં સ્થાપના, ૪) અનુયોગ(વ્યાખ્યા)ની અનુજ્ઞા, ગણની અનુજ્ઞા, ૫) સંલેખના શરીર સાથેકષાયોને કુશ બનાવવા. માત્ર શરીરકૃશ બનાવીએ તો તપ તાપ બની જાય. -વસતિપતેપુગુ તિવસ્તુન્ જેનામાં ગુણોવસે તે‘વસ્તક પ્રવજ્યાદિ પાંચેયમાં જ્ઞાનાદિ ગુણો વસે છે માટે તે પંચ વસ્તુક છે. ૧) પબ્યુના આ ગુWIT दायव्वा, कस्स (सीसस्स) दायव्वा ? कुत्थ (खित्ते) दायव्वा । इत्यादि। પ્રવજ્યા (દીક્ષા) એટલે? પ્રવૃષ્ટદ્રનને - ગમન તે પ્રવજ્યા. પાપથી નિષ્પાપ જીવન તરફ પ્રયાણ તે પ્રવજ્યા. ખરેખર તો મોક્ષ તરફનું એ પ્રયાણ છે. “પ્ર’ ઝડપથી જવું, આગળ જ જવું, પાછળ નહિ, તે બતાવવા છે. દેશવિરતિના ઉત્કૃષ્ટ સ્થાન કરતાં પણ છઠા ગુણઠાણાના નિમ્નતમ સ્થાને રહેલા સાધુની શુદ્ધિ અનંતગણી વધુ હોય છે. “મા, ધૃતમ્” ઘી આયુષ્યનું કારણ છે માટે ઘીને જ આયુષ્ય કહ્યું છે. તેમ ચારિત્ર સ્વયં મોક્ષ છે. કારણ કે તે મોક્ષનું કારણ છે. અહીં કારણમાં કાર્યનો ઉપચાર થયો છે. *મન આદિ યોગોથી કર્મ બાંધે તે ગૃહસ્થ. તેવડે કર્મ તોડે તે મુનિ. કહે કલાપૂર્ણસૂરિ in Education International ... ••• ૪૩ , મે ફરી સોમ, ૧૯-૭-૯૯, અકા. સુ. ૭ દીક્ષા આપનાર કેવા હોવા જોઈએ? દીક્ષા આપવા તો આપણે ઉતાવળ કરીએ પણ તે માટે, ગુરુ બનવા માટે આપણે યોગ્ય છીએ? તે જોવું જોઈએ. દીક્ષા લેનારમાં ૧૬ ગુણો હોવા જોઈએ ૧૬ ગુણો હોયતો ૧૦૦% સફળતા! મોક્ષનક્કી! ભગવાનની દીક્ષા સ્વીકારનારને મોક્ષના મળે તો શું ચોર - લૂંટારાને મળે? ગુરુએ કૃપા કરીને ઓછા ગુણો હોવા છતાં દીક્ષા આપી હોય તો હવે પૂરા કરવા પ્રયત્ન કરવો. કોઈ કઠિન વાત નથી. ૧૬ કળાથી ચન્દ્ર પૂર્ણ બને ૧૬ આનાથી રૂપીયો બને, તેમ ૧૬ ગુણોથી પૂર્ણ દીક્ષાર્થી બને દીક્ષાર્થીના ૧૬ ગણો - ) માથા સમુત્પન્નઃ આર્યદેશમાં ઉત્પન્ન થયેલો હોય. ૨) શુદ્ધગતિનાન્વિતઃ શુદ્ધ કુળ અને શુદ્ધ જાતિમાં ઉત્પન્ન થયેલો હોય. ૨) ક્ષીપ્રયત્નઃ કિલષ્ટ કર્મમળ જેનું ક્ષીણ થઈ ગયું હોય. ૪) વિનવુદ્ધિ નિર્મળબુદ્ધિવાળો હોય. ૧) તુર્તમ મનુષં જન્મ, ન મનિમિત્ત, પત્ની સંખ્યા, વિષય दुःखहेतवः, संयोगाः विप्रयोगान्ताः, प्रतिक्षणं मरणम्, दारुणो विपाकः इति ૪૪ ... .. કહે કલાપૂર્ણસૂરિ www.jainelibrary org વાત સંસારનૈíખ્યઃ :- સંસારની નિર્ગુણતાનો જાણ હોય. ૬) તદિર સંસારથી વિરક્ત થયેલો હોય. ૭) પ્રતનુશાયઃ અલ્પ કષાયી ૮) પદાર્થઃ અલ્પ હાસ્યવાળો ૧) કૃતજ્ઞઃ કૃતજ્ઞતા અને પરોપકાર વિશ્વના સૌથી મોટા બે ગુણો છે. બીજાના ઉપકારને લઈને સ્વીકારવો, માનવો તે કૃતજ્ઞતા. બીજા પર ઉપકાર કરવો તે પરોપકાર. ૨૦) વિનીત: દીક્ષાર્થીનો સૌથી મોટો ગુણ વિનય છે. ૨૨) ાનાવિપ્રથાનપુરુષસમ્મત રાજા વગેરે મોટા માણસોને માન્ય પુરુષ દીક્ષા લેતો શાસનપ્રભાવના સુંદર થાય. ૨૨) મદ્રોહારી: કોઈનો પણ દ્રોહ ન કરે તે ગુરુનો દ્રોહ થોડો કરે? ગુરુને છોડીને હાલતો ન થાય. પ્રમત્તાવસ્થામાં પણ શૈલક ગુરુને પંથકે છોડ્યા નહોતા. ૨૨) ન્યા :- રૂપવાન, ભદ્રમૂર્તિ. ૨૪) શ્રાદ્ધ - શ્રદ્ધાળુ 4) સ્થિર:- સ્થિરમતિ ૬) સમુપપત્ર:- ગુરુને સમર્પિત હોય. આ રીતે ગુણપૂર્વક વિધિપૂર્વક દીક્ષા લીધેલી હોય તે જ ગુરુ બનીને દીક્ષા આપી શકે. ગુનો આ પ્રથમ ગુણ થયો. (૨) વિથપૂર્વ ગૃતિ પ્રવચ: વિધિપૂર્વક પ્રધ્વજ્યા ગ્રહણ કરનાર. (૩) સેવિત પુરવાર ગુસ્કુલવાસી. બધા ગુણો ગુરુકુલવાસથી ખીલે. ગુરુ છોડ્યા પછી ટકાની કિંમત નથી. માછલાં સાગરમાં અથડામણના ભયથી બહાર નીકળી જાય તો? નિર્દોષ આહારના બહાને પણ ગુકુલવાસથી બહાર વિચરી ન શકાય. ગુકુલવાસ એટલે ગુણરત્નોની ખાણ. અહીં અનેક રત્નોની પ્રાપ્તિ થાય. ગુરુકુળવાસને નહિ છોડનારો ગુરુની જ્ઞાનાદિ ગુણસમૃદ્ધિનો અધિકાર બને છે. ૧૬ ગુણોથી યુક્તદીક્ષાર્થી, વિધિપૂર્વક દીક્ષા લઈને ગુરુકુલવાસનું સેવન કરે તો જ એ ગુરુ બનવાને લાયક બની શકે. કહે કલાપૂર્ણસૂરિ ... મંગળ, ૨૦-૭-૯૯, અબા. સુદ-૮, * મેં૩૦વર્ષેદીક્ષા લીધી! સંસ્કૃત જો ભણ્યો નહોતતો? કદાચ ભાષાંતરથી ચલાવવું પડત. ભાષાન્તર એટલે વાસી માલ! શા માટે મૂળ શબ્દોજ ન ભણવા? આવા વિચારે જ હું સંસ્કૃત ભણ્યો. પૂ. આત્મારામજી મ. સ્થાનકવાસી શ્રાવકની ટકોરથી જ સંસ્કૃત ભણવા પ્રેરાયેલા. શ્રાવકની સાથે પૂ. આત્મારામજીનો વાર્તાલાપ. શ્રાવક માપ જપતા હિતની કું?” આત્મારામજીઃ કેરી પઢારંપૂરી દો.’ 'ज्ञान कभी पूरा होता है ? यह तो कूपमंडूक जैसी बात हुई । ज्ञान कभी पूरा नहीं हो सकता।' - આ વાર્તાલાપમાંથી સંસ્કૃત ભણવાનો ઉત્સાહજાગ્યો. ગુરુએ કહ્યું: “વ્યાકરણ ભણવાથી મિથ્યાત્વ લાગે.” “ભલે લાગે, પણ ભણવું તો છેજ.” ભણ્યા. સાચો અર્થ જાણી સન્માર્ગે આવ્યા. ૧૭ સાધુઓ સાથે સંવેગીમાં આવ્યા. સ્થાનવાસી વેષમાં રહીને જ ભયંકર વિરોધ વચ્ચે પણ મૂર્તિનો પ્રચાર કરેલો. હુંએ કહેવા માગું છું કે નાની ઉંમર હોય તો સંસ્કૃતઆદિના અભ્યાસમાં પ્રસાદ નહિ કરવો. જરાક અઘરું લાગ્યું ને તરત જ છોડી દેવું, એ વૃત્તિ બરાબર નથી. તમે જે .... કહે કલાપૂર્ણસૂરિ શીખેલા હો તે જરા પણ કંજૂસાઈ વિના બીજાને આપતા રહો. પોતે શીખેલું બીજાને શીખવવાથી જ ઋણથી કંઈક અંશે મુક્ત થવાય છે. ગુરુના ગુણોઃ ૪) નિર્મલ બોધઃ ૫) વસ્તુતત્વવેદી : બોધ અલગ છે. સંવેદન અલગ છે. સંવેદન એટલે અનુભૂતિ! અધ્યાત્મગીતામાં – વેદી’ શબ્દનો પ્રયોગ થયો છે. વેદન કરવું એટલે અનુભવ કરવો. “વસ્તુતત્ત્વવેદી’ એટલે આત્મહત્ત્વનું વેદન કરનાર. ૬) ઉપશાન્ત - વિપાવાડવમેને ક્રોધના ફળો જાણવાથી સદા શાન્ત રહેનાર. સમતાનંદ જાણનારો ક્રોધ શા માટે કરે? ૭) પ્રવચનવત્સલ - ચતુર્વિધ સંઘપ્રત્યે ભરપૂરવાત્સલ્ય હોય તો જ આવનાર શિષ્ય પર વાત્સલ્ય વરસાવી શકે. પૂ. કનકસૂ. મ. માં આ ગુણ અમે જોયો છે. અહીં ગુએ માતા-પિતા બન્નેની ફરજ બજાવવાની છે. વાત્સલ્ય વિના, આવનારો શિષ્યટકી ન શકે. ૮) સર્વનીવહિતરતઃ પુદ્ગલની રતિ નહિ, પણ સર્વના હિતની રતિ. તે વિના રહેવાય નહિ. ૨)‘પહિરિના ત્રિી, પરદુઃવિનાશિની Tr':- ઈત્યાદિ ૪ જીવનમાં ઉતારવાથી સ્વ-પરનું સાચું હિત સધાય છે. હિતકારી પ્રેરણા વખતે પણ જો તે સામે થાય તો મૌન રહે. ૧૦) માય વચન :- જેમના વચન બધા વધાવી લે તેવું પુણ્ય. ૧૧) અનુવર્તક :- વિનિન્ટેન સક્ક પત્નિ: ! શિષ્યના ભાવની અનુકૂળતા પ્રમાણે તેનું પાલન કરનાર. આ બધા ગુણોમાં વિચારતાં કાર્ય-કારણભાવ પણ સમજાશે. શિષ્યોને તેની યોગ્યતા અને રુચિ પ્રમાણે સાધનામાં જોડે, તે અનુવર્તક મૂરખ શિષ્યને પણ વિદ્વાન આ ગુણથી બનાવી શકાય. ક્યાંય ન સચવાતો સાધુ પૂ. પં. ભદ્રંકરવિ. પાસે સચવાઈ જતો. સ્વભાવ પણ બદલાઈ જતો. એમનામાં અનુવર્તક ગુણ ઉત્કૃષ્ટરૂપે હતો. ૧૨) ગંભીર:- વિશાળચિત્ત હોય. ગંભીર આલોચના પણ જરાય બહાર ન કહે કલાપૂર્ણસૂરિ ..... જાય. સાગરમાંથી જેમ રત્નો બહાર ન આવે. ૧૩) અવિષાદી :- પરલોકના કાર્યમાં ખેદ ન કરે. પરિષહોથી ઘેરાયેલા હોય તો પણ છકાયની હિંસા ન કરે, દોષ ન લગાડે. કોઈપણ કાર્યમાં કંટાળો ન લાવે. કર્મનિર્જરાના લાભને જ જુએ. ગ્રાહકોની ભીડ વખતે પણ વેપારી જેમ કંટાળે નહિ – સામે નફો દેખાય છે ને ? મળ્યા કરતાં વધુ કામ કરવું પડે તો કંટાળો આવે ? ‘સેવાનો લાભ મને જ મળે. કોઈપણ કામ મને સોંપજો.' એવા અભિગ્રહધારી મુનિ પણ હોય છે. કમલ વિ. મ. એવા હતા. સુરેન્દ્રનગરમાં (વિ. સં. ૨૦૧૪) ૫૫ ઠાણામાં સવારે એ જ જાય. તપસ્વી મણિપ્રભ વિ. પણ એવા જ. આહાર ખૂટે કે વધે બન્નેમાં તૈયાર. ૧૪) ઉપશમાદિ - લબ્ધિયુક્ત :- બીજાને પણ શાંત કરવાની શક્તિ. આ લબ્ધિ કહેવાય. પં. ભદ્રંકર વિ. મ. માં આ શક્તિ જોવા મળતી. ગમે તેવા ક્રોધીને શાંત કરી દેતા. ૧૫) ઉપકરણ લબ્ધિ :- સામગ્રી સામેથી મળે – એવું પુણ્ય હોય. ૧૬) સ્થિર લબ્ધિ :- દીક્ષા આપે તે સંયમમાં સ્થિર બની જાય. પૂ. કનક રૂ. મ. માં આવી લબ્ધિ જોવા મળેલી. ૧૭) પ્રવચનાર્થવકતા :- સૂત્ર – અર્થને કહેનાર. – ૧૮) સ્વગુરુપ્રદત્તપદ :-- ગુરુ ન હોય તો દિગાચાર્ય દ્વારા પદ પામેલા હોય. આવા ગુરુ જ દીક્ષા આપવાના અધિકારી છે. કાળના દોષથી આવા ગુરુન મળે તો ૨-૪ ગુણ ન્યૂન – ગુરુ પણ ચાલે. 'एतादृशेन गुरुणा सम्यक् विधिना प्रव्रज्या दातव्या, न तु स्वपर्षद् वृद्धयाशया । 'पानकादिवाहको मे भविष्यति' इति आशयः न सम्यक् । આવા ગુરુએ સમ્યગ્ વિધિપૂર્વક દીક્ષા આપવી. પોતાનો પરિવાર વધારવાના આશયથી કે પાણી વગેરે લાવવામાં કામ લાગશે, એવા આશયથી દીક્ષા નહિ આપવી જોઈએ. શિષ્યના અનુગ્રહ માટે જ (સ્વાર્થ માટે નહિ.) તથા તેનો હું સહાયક બનીશ તો મારા કર્મોનો પણ ક્ષય થશે, એ જ આશયથી દીક્ષા આપે. ૪૮ કહે કલાપૂર્ણસૂરિ બુધ, ૨૧-૭-૯૯, અષા. સુ. - ૯ * સ્વાધ્યાય યોગ ચિત્તની નિર્મળતા કરે, સ્વાધ્યાય કરે તેનું ચિત્ત અશાંત ન હોઈ શકે. સૂત્રોનો સ્વાધ્યાય એક પ્રકારની ભક્તિ જ છે. સૂત્રો કોણએ બનાવેલા છે ? પ્રભુ-ભક્તિથી જેમણે પ્રભુના વચનો હૃદયમાં સંગ્રહીત કર્યા છે તેવા પૂર્વાચાર્યોએ બનાવેલા છે. કોઈક સૂત્ર તો સ્તુતિરૂપે જ છે. આખું દંડક સ્તુતિરૂપે જ છે. થોસમિ મુળેહ મો મળ્યા ‘સ્તોષ્યામિ શ્રુજીત મો મળ્યાઃ' દંડકના પદો દ્વારા હું સ્તુતિ કરીશ. છે ભવ્યો ! તમે સાંભળો. દંડકનું આ મંગલાચરણ છે. * મોક્ષનો ઈચ્છુક તે મુમુક્ષુ ! તે માટે સંસાર છોડવાની તૈયારીવાળો હોય. સાચી મુમુક્ષુતા ત્યારે કહેવાય, જ્યારે મોક્ષના ઉપાયોમાં સતત પ્રવૃત્તિશીલતા જોવા મળે. માત્ર મોક્ષનું રટણ ન ચાલે, રત્નત્રયીમાં પ્રવૃત્તિ જોઈએ. * ભગવાન પ્રત્યે બહુમાન જગાડવાનું કામ ગુરુનું છે. અધ્યાત્મવેત્તા ગુરુ જ તમારા હૃદયમાં પ્રભુબહુમાન-ભાવ પેદા કરાવી શકે. અધ્યાત્મગીતા વાંચશો તો અધ્યાત્મવેત્તા કેવા હોય ? તે જાણી શકશો. અધ્યાત્મગીતા પૂ. દેવચન્દ્રજીનો અદ્ભુત ગ્રંથ છે. અધ્યાત્મપ્રેમીઓ માટે સાચે જ ગીતા છે. ચોવીશીની જેમ આ પણ અમરકૃતિ છે. માત્ર ૪૯ શ્લોકો છે. એમાં સાત નયથી સિદ્ધ કોને કહેવાય ? તે સૌ પ્રથમ બતાવ્યું છે. * ‘જિણે આતમા શુદ્ધતાએ પિછાણ્યો, તિણે લોક–અલોકનો ભાવ જાણ્યો. ‘માં બાળક઼ સો મળ્યું નાળજ્ઞ, સર્વાં નાળફ સો માં નાળŞ ।' આચારાંગસૂત્રના આ કહે કલાપૂર્ણસૂરિ ૪૯ પદોનો ભાવ સહજ રીતે અધ્યાત્મગીતાની ઉપરની પંક્તિમાં ગોઠવાઈ ગયો છે. * અનાદિકાળથી જીવમોહાધીન છે. અનુકૂળવિષયો ભોગવવા આસક્તિપૂર્વક આતુર છે. આસક્તિથી વધુ ને વધુ પુદ્ગલો (કર્મો) ચોટે. એરંડીયાનું તેલ લગાવી ધૂળમાં આળોટોશું થાય? આથી જ નિયાણાની ના પાડી છે. આસક્તિ વિના નિયાણુંન થાય. * “શરીર એ હું છું પરકર્તત્વનો આવો ભાવ રહે ત્યાં સુધી કર્મબંધાયા જ કરે. * માત્ર ભણવાથી પંડિત થવાય, પણ આત્માનુભવી થવા જ્ઞાની થવું પડે, આત્માને વેદવો પડે, અધ્યાત્મગીતા જેવા ગ્રંથો આત્મા તરફ વાળે છે. * શુભભાવોથી પુણ્ય બંધાય, પણ ગુણ સંપાદન કરવું હોય, આત્મશુદ્ધિ કરવી હોય, મોક્ષ જોઈતો હોય તો શુદ્ધભાવ જોઈએ; ભક્તિથી જ આ શક્ય બને. * બીજા જીવોની રક્ષા પણ સ્વભાવપ્રાણ ટકાવવા માટે જ છે. ભાવહિંસક આપણે પોતે જ બનીએ છીએ, જ્યારે વિભાવદશામાં જઈએ. * પરહિંસાથી આપણા ભાવપ્રાણહણાય છે, માટે જ દોષ લાગે છે. પરહિંસાથી મરનારના તો દ્રવ્યપ્રાણ જ જાય, પણ આપણા ભાવપ્રાણ જાય છે. પોતાના ગુણોનો નાશ કરવો તે સ્વ- ભાવહિંસા છે. આત્મગુણોને હણતો ભાવહિંસક કહેવાય. જીવે અત્યાર સુધી આ જ કામ છે. આ રીતે પરની અને સ્વની હિંસા જ કરી દા.ત. ગુસ્સામાં જેમ તેમ બોલ્યા. આથી સામાને પણ ગુસ્સો આવ્યો. અહીં બન્નેના ભાવપ્રાણોની હિંસા થઈ. “સ્વગુણ રક્ષણા તેહ ધર્મ” સ્વગુણ - વિધ્વંસના તે અધર્મ આનૈશ્ચયિક અર્થ છે. બીજાની રક્ષા કરતાં, બીજાની જ નહિ, આપણી પણ રક્ષા થાય છે. માટે જ સાધુ માટે પ્રમાદ એ જ હિંસા કહેવાય છે. હિંસા ન થઈ હોય, પણ સાવધાની ન હોય, પ્રમાદ હોય તો હિંસાનો દોષ લાગે જ. ‘પ્રમત્તયાત્ પ્રણવ્યપરોપાં હિંસ’ - તત્ત્વાર્થસૂત્ર. ૫૦ ••• .. કહે કલાપૂર્ણસૂરિ અપ્રમત્તપણે ચાલતાં જીવ ચંપાઈ જાય તો પણ હિંસા નથી. દ્રવ્યહિંસા નજરે ચડે છે. ભાવહિંસા નજરે ચડતી નથી. આ જ તકલીફ છે. આવા તત્ત્વદષ્ટા ગુરુનો યોગ મળે ત્યારે યોગાવંચકની પ્રાપ્તિ થાય. કાળનો પરિપાક થાય ત્યારે જ આ બધું મળે. આવા સદ્ગુરુ આપણી દ્રવ્ય-ભાવથી રક્ષા કરે. ગુણસંપન્ન બનાવે. ભગવાન સાથે જોડાવી આપે. * ભવભ્રમણનું મૂળ ગુણહીનતા છે. માટે સદ્ગુણોનો સંગ્રહ કરો. ધન વગેરે અહીં જ રહી જશે. ગુણો ભવાંતરમાં પણ સાથે ચાલશે. સદ્ગુણો જેવી કોઈ ઉત્તમ સંપત્તિ નથી. ભગવાન આપણને ગુણસંપત્તિ આપે છે. * ગુરુ માત્ર શ્રુતજ્ઞાન ભણેલા હોય એટલું જ નહિ, એમાં ઉપયોગવાળા હોય. જે વખતે જેની જરૂર હોય તે સ્મ્રુતિમાં હોય. ચરણાનંદી હોય. જ્ઞાનની તીક્ષ્ણતા એ જ ચારિત્ર ગણ્યું છે. ‘જ્ઞાનની તીક્ષ્ણતા ચરણ તે’ આત્મતત્ત્વનું આલંબન લઈ તેમાં રમણ કરે, તેનો આસ્વાદ લે, આવા સદ્ગુરુના યોગથી અનેક જીવો ગ્રંથિભેદ કરી સમ્યક્ત્વ પામે. આવા ગુરુના ગુણો ગુરુની પાસે હોય (હે), પણ તેમની નિશ્રામાં રહેનાર શિષ્યને શો લાભ ? આ પ્રશ્નનો જવાબ એ છે કે, એમના તરફ શિષ્યોના ભક્તિ અને બહુમાન વધે. નવદીક્ષિતો ગુણરત્નસાગર ગુરુ પર ભક્તિ – શ્રદ્ધા – બહુમાનથી તરી જાય. જ્યાં ભાવથી ગુરુભક્તિ હોય ત્યાં ચારિત્રમાં સ્થિરતા હોય. આ વ્યાપ્તિ છે. ચારિત્રમાં સ્થિરતા થઈ, આ જ શિષ્યને ગુરુદ્વારા લાભ થયો. શ્રદ્ધા – સ્થિરતા ચ ચાળે भवति तथाहि गुरुभक्ति बहुमानभावत एव चारित्रे श्रद्धा स्यैर्यं च भवति । नान्यथा । ગુરુ બહુમાન નથી તો ચારિત્રમાં શ્રદ્ધા અને સ્થિરતા નહિ જ રહે. એનો અર્થ એ થયો કે આજે જો આપણામાં ચારિત્રમાં કાંઈ પણ શ્રદ્ધા કે સ્થિરતા હોય તો ગુરુભક્તિનો જ પ્રભાવ છે. સમાપત્તિઃ ધ્યાતા – ધ્યેય અને ધ્યાનની એકતા. ધ્યાતા, આત્મા, ધ્યેય પરમાત્મા અને ધ્યાનની એકતા એટલે એકાગ્ય સંવિત્તિ. સંવિત્તિ = જ્ઞાન. કહે કલાપૂર્ણસૂરિ *** ૫૧ શ્રુતજ્ઞાનથી બોધ મળે તે બોધને ભગવાનમાં એકાગ્રપણે લગાડી લેવો તે ધ્યાન. સમાપત્તિમાં ધ્યાતા, પરમાત્માની સાથે સંપૂર્ણ ડૂબી ગયો હોય છે. આ પ્રભુ સાથેની સમાપત્તિ આપણે કદી કરી નથી. સાંસારિક પદાર્થો સાથે ઘણીવાર કરી છે. આજે પણ કરીએ છીએ. ઉચ્ચકોટિનો જીવ સમાપત્તિ સમયે, તીર્થંકરનામકર્મ પણ બાંધી શકે. એમ હરિભદ્રસૂરિ કહે છે. ગુરુ બહુમાન એ જ સ્વયં મોક્ષ છે. એમ પંચસૂત્રના ૪થા સૂત્રમાં કહ્યું છે. “ધૃતમાયુ:” ની જેમ ગુરુ- બહુમાન મોક્ષનું અનન્ય કારણ છે. કારણમાં કાર્યનો ઉપચાર થયો છે. ગુરુભક્તિના પ્રભાવથી આવી સમાપત્તિ આ કાળમાં પણ થઈ શકે છે. મહાવિદેહની રાહ જોવાની જરૂર નથી. ૫૨ ... .. કહે કલાપૂર્ણસૂરિ –૪, ૨૩-૭-૯૯, અષા. સુદ-૧૦ * પુણ્યના પ્રકર્ષવિનાપ્રભુશાસન મળતું નથી, સદ્ગુરુમળતા નથી. સંસાના ચક્રમાંથી મુક્ત કરનાર સદ્ગ છે. ગુરુ એવું સંયમ આપે છે કે જે મુક્તિ આપે. * ગૃહસ્થતા દ્વારા નહિ, સંયમ દ્વારા મુક્તિ મળે છે. સંયમ એટલે મુક્તિનું સર્ટિફિકેટ. સંયમની ગાડીમાં બેઠા એટલે મુક્તિનું સ્ટેશન આવશે જ. શરત એટલી જ કે તમારે વચ્ચે ક્યાંય ઉતરવાનું નહિ. વચ્ચે આકર્ષણો ઘણા છે. ગુરુકૃપા જ આકર્ષણોથી આપણને બચાવે છે. * જ્ઞાની - ગુણી ગુરુ દ્વારા આપણને પણ જ્ઞાન તથા ગુણાદિની પ્રાપ્તિ થાય છે. ગુરુમાં “અનુવર્તક ગુણ અતિ જરૂરી છે. તે ગુણથી જ તે આશ્રિત શિષ્યોની પ્રકૃતિ જાણી શકે. બધાની પ્રકૃતિ જુદી-જુદી છે. કારણકે બધા અલગ-અલગ ગતિમાંથી અલગ-અલગ સંસ્કારલઈને આવ્યા છે. કોઈને ભૂખ તો કોઈને તરસ વધુ હોય. અહિની વિચિત્રતાઓ પૂર્વજન્મને આધારિત છે. પ્રકૃતિને અનુરૂપમાર્ગદર્શન મળેતો ઝડપી વિકાસ શક્ય બને. ગુરુમજબૂત શરીરવાળા પાસેથી તપ કરાવે. નબળા શરીરવાળો દેખાદેખીથી તેમ કરવા જાય તો અટકાવે. આ ગુરુ જ કરી શખે. પોતાને અનુરૂપ કરવાથી શિષ્ય પણ ઉત્સાહિત બનીને આરાધનાકરી શકે છે, મોક્ષમાર્ગમાં આગળવધવાની યોગ્યતા (વિનયવિવેક-શ્રદ્ધા – સંયમમાં સ્થિરતા આદિ રૂ૫) પ્રાપ્ત કરે છે. કહે કલાપૂર્ણસૂરિ ... ... ૫૩ પ્રશ્ન : વળી નવી યોગ્યતા શા માટે જરૂરી ? દીક્ષા પહેલાં જ એ યોગ્યતા જોયેલી જ હતી ને ? ઉત્તર ઃ રત્નમાં વિશિષ્ટ પાસા પાડવાથી ચમક આવે છે, તેમ શિષ્યમાં પણ આરાધનાની ચમક આવે છે. હીરો યોગ્ય હોવા છતાં પાસા પાડવામાં ન આવે તો ચમક આવતી નથી. દીક્ષા લીધા પછી થોડો સમય અપ્રમાદ રહે પરંતુ વળી પ્રમાદ આવે. ભણવામાં, તપ વગેરેમાં. એ પ્રમાદને દૂર કરનારા ગુરુ છે. નિદ્રા સિવાય નિંદા (વિકા), વિષય – કષાય, મદ્યપાન આદિ પણ પ્રમાદ છે. એ પ્રમાદથી બચાવનારા ગુરુ છે. એમ કરનાર જ સફળ ગુરુ કહેવાય. ભદ્ર ઘોડાનું તો બધા દમન કરે પણ તોફાની ઘોડાનું પણ દમન કરે તે ખરો સારથિ. તોફાની–પ્રમાદી શિષ્યનું દમન કરે તે ખરા ગુરુ ! માતા-પિતાદિ કુટુંબને છોડીને આવનાર શિષ્યને જે યોગ્ય રીતે સંભાળે નહિ તે બહુ મોટો અપરાધી છે. દીક્ષા આપવામાં જે રીતે (રાત્રે બેસાડવા- મા-બાપને સમજાવવા – જલ્દી દીક્ષા અપાવવી – જલ્દી મુહુર્ત કઢાવવું) ઉતાવળ કરવામાં આવે છે તે રીતે પછી પણ સંભાળવામાં આવે તો કોઈ ફરિયાદ ન રહે. ઉતાવળ તો એટલી કે દીક્ષા સાથે જ વડીદીક્ષાનું પણ મુહુર્ત જોઈએ. પછી કોઈ સંભાળનારૂં ન હોય ત્યારે છેલ્લી ફરિયાદ અહીં આવે ઃ આમનું શું કરવું ? અહીં કોઈ પાંજરાપોળ તો છે નહીં. શૈક્ષનું પરિપાલન યોગ્ય રીતે ન કરે તે પ્રવચનનો પ્રત્યેનીક (શત્રુ) કહેવાય. જૈનશાસનની અપભ્રાજના કરનાર શિષ્યમાં નિમિત્ત ગુરુ બને છે તે યાદ રાખવું. જૈનશાસનની આ લોકોત્તર દીક્ષા છે. એમાં કોઈપણ આડું – અવળું થાય તો બહુ મોટું જોખમ છે. આ ભવમાં ફજેતો ને પરભવમાં દુર્ગતિ ! તેની જવાબદારી ગુરુની કહેવાય. આટલા જોખમ બતાવી હવે ફાયદા બતાવે છે. ગુરુ તેને (શિષ્યને) આગમોક્ત વિધિથી ગ્રહણ તથા આસેવનશિક્ષાથી સમૃદ્ધ બનાવે. એને પણ ભવથી પાર ઉતારે પોતે પણ ઉતરે. આમ થતાં મુક્તિનો માર્ગ પણ ૫૪ ... કહે કલાપૂર્ણસૂરિ ચાલુ રહે છે. સારા તૈયાર થયેલા શિષ્યો જૈનશાસનની જે પ્રભાવના કરે, વિનિયોગ કરે તેનો લાભ ગુરુને મળે. જ્ઞાનની પરિણતિ - ઉપયોગ વધતાં ગુણ સમૃદ્ધિ અચૂક વધશે જ. વૈરાગ્યશતક વગેરે શા માટે કંઠસ્થ કરાવવાના? અમને પૂ. ક્નકસૂરિજી મ. એ આવા વૈરાગ્યવર્ધક પ્રકરણો કંઠસ્થ કરાવેલા. કુલક સંગ્રહ વગેરે પણ. વાચના સાંભળીએ ત્યાં સુધી પરિણતિસારી, પણ પછી? કંઈક હૈયે હોય હશે તો કામ લાગે. ગુરુની ગેરહાજરીમાં આ જ (પ્રકરણગ્રંથો) કામ લાગે. તો જ આત્મા દોષથી બચે, ગુણ – સમૃદ્ધ બને. દોષો સાથે શત્રુની જેમ યુદ્ધ કરશે. ગુણોને મિત્ર માનવા પડશે. ક્ષમા - નમ્રતાદિ મજબૂત હશે તો ક્રોધાદિનહિનડી શકે. ક્રોધાદિને કાઢવા ક્ષમાદિને સાધવા પડશે. क्षमा शस्त्रं करे यस्य दुर्जनः किं करिष्यति ? પુરાણની કથા: પાંચ પાંડવોકૃષ્ણ સાથેજય મેળવી પાછા ફરતા હતા. રસ્તામાં હિંસક પ્રાણી – ભૂતાદિવાળું જંગલ આવ્યું. આથી સૌ વારાફરતી જાગતા. સૌ પ્રથમ ભીમ જાગતો હતો ત્યારે એક રાક્ષસ આવ્યો. તે બોલ્યોઃ “બધાને ખાઈ જઈશ.” ભીમ યુદ્ધ કર’ યુદ્ધ થયું. ત્રણ પ્રહરયુદ્ધ ચાલ્યું. બીજાઓનો નંબર આવતાંતે બધાની સાથે પણ યુદ્ધ થયું. કૃષ્ણના નંબર વખતે આવેશથી વધતો રાક્ષસ જોઇને તેઓ (શ્રીકૃષ્ણ) સમજી ગયા: આ ક્રોધ પિશાચ છે. કૃષ્ણ: ‘તમારા જેવા સાથે હું યુદ્ધ કરતો જ નથી.” ન ગુસ્સો, ન કોઈ પ્રતિકાર! રાક્ષસની હાઈટ ઘટી ગઈ. તે મચ્છર જેટલો થઈ ગયો. કૃષ્ણ તેને પગ નીચે દબાવી દીધો. સવારે ઉઠ્યા ત્યારે બધા ઘવાયેલા હતા. કૃષ્ણ: મેં તો એનો સામનો જ નર્યો. ગુસ્સાનો સામનો કરીએ તો વધતો જ જાય. ગુસ્સો કરનાર કેટલો કરશે? કેટલી ગાળો આપશે? આખરે થાવાનો. આપણે ભીમ નહિ, કૃષ્ણ બનવાનું છે. કહે કલાપૂર્ણસૂરિ ..... ... ૫૫ WWW.jainelibrary.org જ્ઞાનાદિ સંપત્તિને લૂંટનારા આ ક્રોધાદિ પિશાચો છે. ગુણ – સંપાદન, દોષ – નિગ્રહ, આ બે કરો. દોષ – ક્ષય તો આ ભવમાં નહિ કરી શકીએ. દોષ-નિગ્રહ કે દોષ-જય કરી શકીએ તોય ઘણું. અહીંનો અભ્યાસ ભવાંતરમાં કામ લાગશે. જેના સંસ્કાર પાડીશું તેનો અનુબંધ ચાલશે. જેને ટેકો આપશું તેનો અનુબંધ ચાલશે. કોનો અનુબંધ ચલાવવો છે ? દોષોનો અનુબંધ એટલે સંસાર. ગુણોનો અનુબંધ એટલે મોક્ષ. નક્કી તમારે કરવાનું છે. અહીં કોઈ બલાત્કાર નથી. થઈ શકે પણ નહિ. ભગવાન પણ બલાત્કારે કોઈને મોક્ષમાં લઈ જઈ શકે નહિ. જમાલિ આદિને ક્યાં લઈ જઈ શક્યા? સમ્યક્ત્વ ભલે ન દેખાય, પણ એના શમાદિ લિંગો જરૂર દેખાય. જુઓ, શમ વિગેરે ચિહ્નો છે કે ગુસ્સો વગેરે છે ? ગુસ્સો, મોક્ષ દ્વેષ, સંસાર રાગ (નામ-કીર્તિ – સ્વર્ગાદિની ઈચ્છા) નિર્દયતા, અશ્રદ્ધા, આ બધા સમ્યક્ત્વથી બરાબર વિપરીત લક્ષણો છે. ઃ સમ્યક્ત્વના લક્ષણો ઃ શમ સંવેગ નિર્વેદ અનુકંપા શ્રદ્ધા : મિથ્યાત્વના લક્ષણો : ક્રોધ મોક્ષદ્વેષ – વિભાવદશા પર પ્રેમ. સંસાર રાગ – સ્વભાવ પર દ્વેષ. નિર્દયતા શંકા. સારો કાળ હોય, સતત જ્ઞાનાદિનો અભ્યાસ – સંસ્કાર હોય તો તે જ જન્મમાં મુક્તિ શિષ્યો મેળવી જાય. એનો લાભ ગુરુને મળે. આવા સદ્ગુરુ શાસનના શણગાર છે. શિષ્યોમાં જિનશાસનનો પ્રેમ ઉભો કરીને તેઓ બહુ મોટું કાર્ય કરે છે. વરઘોડા વિગેરે આ જ કામ કરે છે– શાસન પર અનુરાગ પેદા કરાવવાનું. ગુણાનુરાગી મધ્યસ્થ જીવોને આવો અનુરાગ પેદા થાય. ‘આ શાસન ભવ્ય છે, સુંદર છે.’ જોનારના મનમાં આવા વિચારો આવ્યા એટલે ૫૬ કહે કલાપૂર્ણસૂરિ ધર્મનું (સમ્યક્ત્વનું – મોક્ષનું) બીજ એમનામાં પડી ગયું, માનજો. કેટલાકને એકવારના દર્શન – મિલન - શ્રવણથી હંમેશ માટે આવવાનું મન – – થાય. સં. ૨૦૨ ૬માં નવસારી – મધુમતી ચાતુર્માસ હતું. પૂ. દેવેન્દ્રસૂરિજીની નિશ્રા હતી. એક સેલટેક્ષ ઓફીસરે રોજ ચાલતા યોગદૃષ્ટિ સમુચ્ચયના વ્યાખ્યાન સાંભળ્યા. ગમ્યા. પછી તો એ રોજ અચૂક આવે જ. ૯ થી ૧૦।। વ્યાખ્યાન સાંભળવા માટે જ ખાસ ટિફીન ઓફિસમાં મંગાવતો. ગીતા વગેરેની જ જાણે અહીં વાત સાંભળવા મળે છે– એમ એને લાગ્યું. ચાતુર્માસ પરિવર્તન અને ત્યાં ર્યું. દીકરાઓને બહારથી બોલાવ્યા. જંબુસરના K. D.પરમાર પણ આ જ રીતે પામેલા છે. પં. પૂ. મુક્તિ વિ. મ. ના સમાગમથી ધર્મ પામેલા છે. તેઓ બહુ જ ગુણાનુરાગી છે. એક વખત પૂ. મુક્તિ વિ.એ એમને ૨૦૫૫માં મારી પાસે પોતે લઈ આવેલા. તેમનામાં ભક્તિયોગ હતો જ. સ્તવનાદિ ગમ્યા. આજે તો દટશ્રદ્ધાળુ છે. જૈનધર્મી પણ ન બોલી શકે તેવું સરસ બોલી શકે છે. અમે જ્યારે જંબૂસરમાં ગયેલા તે વખતે તેમણે પોતે જ બધો લાભ લીધેલો. ઉત્તમ શિષ્યોના શિષ્યો પણ પ્રાયઃ ઉત્તમ પાકે. એ પરંપરા ચલાવવામાં ગુરુ નિમિત્ત બને છે. કહે કલાપૂર્ણસૂરિ ... ૫૭ શુક્ર, ૨૩-૭-૯૯, એ. જે. ઢિ. - ૧૦ અત્યારે પણ જેણે મોક્ષમાં જવું હોય તેણે પ્રભુના માર્ગરૂપ તીર્થનો આશ્રય લેવો જ પડે. આજે પણ મોક્ષની આરાધના કરી શકતા હોઈએ તો તે ભગવાનનો પ્રભાવ છે. તીર્થકર ભગવાન તીર્થની સ્થાપના કરે, પણ તેનું સંચાલન ગણધર-સ્થવિરાદિ કરે, જે આજે પણ એમની ગેરહાજરીમાં આ પદ્ધતિના કારણે જૈનશાસન ચાલી રહ્યું છે. * ગુરુકેવા હોય? જે અન્યદર્શનીઓને પણ આકર્ષી શકે. જેમનાદર્શનમાત્રથી બીજા જીવો ધર્મ પામી જાય. साधूनां दर्शनं पुण्यं, तीर्थभूता हि साधवः । तीर्थं फलति कालेन, सद्यः साधु - समागमः ।। એનું એ જીવતું ઉદાહરણ હોય. ૭-૮ વર્ષ દક્ષિણમાં M.P, વગેરેમાં અમે રહ્યા. સંતો પ્રત્યેનો લોકોનો અપાર બહુમાન જોયો. “પેરિયાર સ્વામી કહેતાં એ લોકો સાષ્ટાંગ દંડવત્ કરી લે, સૂઈ જાય. મોટરમાંથી ઉતરી પડે, વંદન કરે, મોટરમાં બેસવાનો આગ્રહ કરે વાહનમાં નહિબેસવાની પ્રતિજ્ઞા સાંભળીને આશ્ચર્યવ્યક્ત કરે. માંસભક્ષી, મદિરાપાયી હોવા છતાં સરુ પ્રત્યે અપાર બહુમાન ! હૃદયના સરળ! સમજાવીએ એટલે તરત જ માંસાદિ છોડવા તૈયાર થઈ જાય. જે પ્રકાનું વિજ્ઞાન શિષ્યાદિ ગુરુ પાસેથી ગ્રહણ કરે તેનાથી તેમનો મોક્ષમાર્ગ ૫૮ .. કહે કલાપૂર્ણસૂરિ ખુલ્લો થાય પ્રયાણમાં આગળ વધે. જેઓ આવા હોય, તેમણે પોતાનું ગુરુપદ સફળ બનાવ્યું છે. લઘુ = હલકું, ગુરુ - મહાન. ઉત્તમ જીવન જીવીને, ગુરુ, “ગુરુ” શબ્દને સાર્થક બનાવે છે. ગુરુના બધા ગુણોમાં “અનુવર્તક ગુણને ખૂબ જ મહત્તા આપી છે, જેથી શિષ્યો ખૂબ જ સારા તૈયાર થાય. પ્રેરણા- ઈચ્છા પ્રયત્ન વગેરે ખૂબ જ હોવા છતાં શિષ્યોનેયાર નથાયતો ગુરુ દોષના ભાગી થતા નથી. ગુરુએ તે માટે સંપૂર્ણ પરિશ્રમ કરેલો છે. ભગવાનના સમયમાં જમાલિ સ્વયં ભગવાનનું નથી માન્યા. ભગવાન શું કરી શકે? ગુરુ શું કરી શકે ? પ્રેરણા – ઉપદેશ વિ. હિતશિક્ષા આપે, પણ પેલાએ ન માનવાનું જ નક્કી ક્યું હોય તો? તો હવે ગુરુ પર કોઈ જ દોષ નથી. આખરે ગુરુની પણ મર્યાદા હોય છે. પ્રશ્નઃ અપરાધ શિષ્યનો, ગુરુને શાનું પાપ? કરે તે ભોગવે. ઉત્તરઃ આજ્ઞા – ભંગ થવાથી દોષ લાગે, શિષ્યના પાપ ગુને આવી જાય એમ નહિ, પણ ભગવાનની આજ્ઞાનો લોપ થયો તેનો દોષ લાગે. જે આજ્ઞા પાળી શકે તેવો ન હોય તેને પહેલાથી ગુરુએ દીક્ષામાટે ના પાડી દેવી જોઈએઃ હું તમને સંભાળી શકું તેમ નથી. ના પાડવા માટે બહુજ સત્વ જોઈએ. ગુરુની જઘન્ય યોગ્યતા: સૂત્રાર્થ- વિજ્ઞ, સાધ્વાચારના પાલક, શીલવાન, ક્રિયાકલાપમાંકુશળ, અનુવર્તક, શિષ્યનું ધ્યાન રાખનાર - પ્રતિજાગરૂક, આપત્તિના સમયે પણ અવિષાદી. આટલા ગુણો તો ગુરુમાં હોવા જ જોઈએ હવે દીક્ષાર્થીના ૧૬ ગુણો ૧) આર્યદેશ સમુત્પન્નઃ આર્યભૂમિ (ભારતભૂમિ)માં ઉત્પન્ન થયેલો હોય એટલે કે બીજ આર્યભૂમિનું હોય. ૨) શુદ્ધજાતિકુલાન્વિતઃ માતાની જાતિ, પિતાનું કુળ – બન્ને ઉત્તમ જોઈએ. માણસો ઘણા છે, પણ બધા કાંઈ ઉત્તમ નથી હોતા. નીચકુળના, અનાર્યદેશના માણસોમાં સહજ રીતે જ યોગ્યતા ઓછી હોય છે. ૪. વિમલબુદ્ધિઃ રત્નની કિંમત બુદ્ધિહીન ન કરી શકે. કહે કલાપૂર્ણસૂરિ ... ••. ૨૯ નિર્મળબુદ્ધિવાળાની વિચારધારા નિર્મળ હોય તેની વિચારધારાથીજ નિર્મળતાનો ખ્યાલ આવે. (દીક્ષાર્થીના ૧૬ ગુણો જુઓ અષા. સુ. ૭) નિર્મળ બુદ્ધિવાળો જ માનવ - જન્મ દુર્લભતા વગેરેની વિચારણા કરે. માનવ જન્મની દુર્લભતા બીજી ગતિઓને જોવાથી જ સમજાય દેવગતિ, પુણ્ય, અને નરકગતિ- પાપ ભોગવવા માટે છે. દેવગતિમાં પણ દુર્ગતિ હોય છે, ઈર્ષ્યા – વિષાદ - અતૃમિ હોય છે. તિર્યંચગતિ તો નજર સમક્ષ દુઃખપૂર્ણ છે. હવે ધર્મની યોગ્યતા એકમાત્ર માણસ પાસે રહી. આથી જ મોહ માણસને ફસાવવા - કંચન કામિની આદિની જાળ બિછાવે છે. પતંગીયાને દીવામાં સોનું દેખાય છે, માણસને પીળી માટીમાં સોનું દેખાય છે. સોનું માટી જ છે. તત્ત્વદ્રષ્ટાઓ માટે બન્ને એક જ છે. તમારું જીવન સંપૂર્ણ રીતે ધન કેન્દ્રિત છે. ઘનની આસપાસ તમે ઘૂમો છો. અહીં આવો ખરા, પણ મન તો ધનમાં જ હોય. ઘણા તો અહીં આવીને કહી જાય: મહારાજ! મહારાજ મારા આ પાકિટનું ધ્યાન રાખજો. સાધુ તમારી પાકીટનું ધ્યાન ન રાખે. કદાચ ઉપડી જાય તો નામ સાધુનું આવે. (મદ્રાસમાં એવા ઠગક્યારેક આવી જતા કે વંદન કરતાં કોઈ પાકીટ નીચે મૂકે ને તરત જ ગ એ ઉપાડીને હાલતો થાય. પેલાને ખબર જ ન પડે.) વૈરાગ્યમાટે સંસારની નિર્ગુણતા જાણવી પડે. તે માટે આમ વિચારવું: સંયોગનો વિયોગ થવાનો જ છે. મૃત્યુ સામે જ ઉભું છે. વિષયો દુઃખદાયી છે. જો હું જીવનનો સદુપયોગ નહિ કરું તો ભયંકર પરિણામો ભોગવવા પડશે. આવી વિચારધારાથી જેણે સંસારની નિર્ગુણતા જાણી છે, તે દીક્ષામાટે યોગ્ય બને છે. સંસાર તમને સારભૂત લાગે છે. જ્ઞાનીઓને અસાર લાગે છે. સંસાર તમને ગુણપૂર્ણ લાગે છે. જ્ઞાનીઓને નિર્ગુણ લાગે છે. જીવનની પાંચ શક્તિઓ. ૧) અમરતા, ૨) વાણીની અમોઘતા. – વાણી જ્ઞાનની દ્યોતક છે. એટલે કે અમોઘ જ્ઞાન. ૩) આત્માનું જ્ઞાનાદિ ઐશ્વર્ય. ૪) અજન્મા સ્વભાવ. ૫) અક્ષયસ્થિતિ. તેને પાંચ અવત હણે છે. બીજાને મારવાથી “અમરતાને હણીએ છીએ. અસત્ય બોલવાથી “અમોઘવાણી' (અમોઘ જ્ઞાન) હણીએ છીએ. ૬૦ ... .. કહે કલાપૂર્ણસૂરિ ચોરી કરીને “અનંત ઋદ્ધિ હણીએ છીએ અબ્રહ્મથી “અજન્મા સ્વભાવને હણીએ છીએ. બીજાને જન્મ આપવાથી. પરિગ્રહથી અક્ષયસ્થિતિ ગુણ હણીએ છીએ. ક્રોધાદિ, કામાદિ, હાસ્યાદિથી દીક્ષાર્થી પર હોય. એ કૃતજ્ઞ હોય, કરેલું ન ભૂલે, બીજાનું ઋણ સ્વીકારે તે જ પરોપકારમાં પ્રવૃત્ત થઈ શકે. બીજાના નાણા લો તો ઉપકાર સ્વીકારો કે નહિ? કે લઈને બેસી જાવ? ઉપકાર ન માનો તો નગુણા” કહેવાઓ. નાણા ધીરનારનો ઉપકાર માનતો જ્ઞાન આપનારગુનોઉપકારનહિમાનવાનો? નિગોદમાંથી કોઈ સિદ્ધે આપણને બહાર કાઢ્યા છે. હવે જ્યાં સુધી આપણે મોક્ષમાં જઈને બીજા જીવને નિગોદમાંથી બહાર ન કાઢીએ ત્યાં સુધી એ ઋણ નહિ ઉતરે. કેટલું મોટું ઋણ છે આપણી ઉપર? અરિહંતનું કામ છે સંસારી જીવોને મોક્ષે મોકલવાનું. અરિહંતનું કામ છે શાશ્વત સુખના ભોક્તા બનાવવાનું. મોહનું કામ છેઃ શાશ્વત સુખના ભોક્તા નહિ જ બનવા દેવાનું. મોહનું કામ અનાદિથી છે, તેમ ધર્મનું પણ અનાદિથી છે. મોહને આધીન રહે તે સંસારમાં રહે, ધર્મને આધીન રહે તે મોક્ષ તરફ પ્રયાણ કરે. આથી જ તથાભવ્યતાના પરિપાક માટે પ્રથમ ઉપાય ચારની શરણાગતિ છે. - એકવાર પણ જો અનન્ય શરણાગતિ સ્વીકારી તો અર્ધપુદ્ગલ પરાવર્ત કાળમાં તો તમારો મોક્ષ નક્કી જ. ભવ્યતા સમાન હોવા છતાં બધાની તથાભવ્યતા જુદી જુદી છે. પાંચ કારણોમાં સૌથી મુખ્ય પુરુષાર્થ છે. તો એ પુરુષાર્થશરણાગતિ માટે કેળવવાનો છે. ભગવાન જ મોક્ષના ઉપાય, મોક્ષના દાતા, મોક્ષનું પુષ્ટ કારણ છે, એમ માનીને તેઓની શરણાગતી સ્વીકારવી. ન સ્વતઃ ન પરતઃ માત્ર પરમાત્માની કૃપાથી જ મોક્ષ શક્ય બને. ગુરુની શરણાગતિ પણ અંતતોગત્વા ભગવાનની જ શરણાગતિ છે. ભગવાનને કહી દોઃ यावन्नाप्नोमि पदवीं, परां त्वदनुभावजाम् । तावन्मयि शरण्यत्वं, मा मुञ्च शरणं श्रिते ।। કહે કલાપૂર્ણસૂરિ ... ••. ૬૧ તું લાયક નથી મારા શરણ માટે.” - એમ ભગવાન કદી નહિ કહે કૃતજ્ઞતા ગુણથી જ આવી શરણાગતિ આવી શકે. કર્મનું જોર ઘણું હોય, આપણું જોર ન ચાલે ત્યારે ભગવાનનું શરણ લેવું. એમનું બળ એ જ આપણા માટે તરણોપાય છે. જે ક્ષણે તમે ભગવાનને સ્મરો છો, તે જ ક્ષણે ભગવાન તમારામાં પધારે છે. અનેક જીવો યાદ કરે છે તો ભગવાનની શક્તિ ઘટશે. ભગવાન કેટલાને તારશે? એવું નહિમાનતા. ભગવાનનું શરણું સ્વીકાર્યું એટલે આપણી ચેતના ભગવન્મયી બની. ભગવાનની શક્તિ આપણામાં ઉતરી, વ્યાકરણમાં માખવોશિઃ કહ્યું છે. અગ્નિનું ધ્યાન ધનારો માણવક. એટલે કે માણવક સ્વયં અગ્નિ છે. અર્થાત્ માણવક અત્યારે અગ્નિના ધ્યાનમાં છે. તેમ ભગવાનનું ધ્યાન ધરનારો ખુદ ભગવાન છે. ઉપયોગથી આપણો આત્મા અભિન્ન છે. ઉપયોગ ભગવાન સાથે જોડાયો એટલે પત્યું. એ ઉપયોગ જ તમારું રક્ષણ કરે. છતાં કૃતજ્ઞ કદી એમ ન માને મારા ઉપયોગ મારી રક્ષા કરી. ભગવાનને જ એ રક્ષક માને. લાઈટનું બિલ આવે, સૂર્ય, ચંદ્ર, મેઘ વગેરેએ કદી બિલ આપ્યું? આ ઉપકારી તત્ત્વોથી જ જગત ટકેલું છે. કૃતજ્ઞ અને પરોપકારી સૂર્ય-ચન્દ્ર જેવા છે. ઉપકાર કરે છતાં માને નહિ ઋણ - મુક્તિ માટે જ પ્રયત્ન કરે. ભગવાન તો કૃતકૃત્ય છે. ઉપકારની જરૂર નથી, માટે એ જગતના જીવો પર નિઃસ્વાર્થ ભાવે ઉપકાર ક્ય કરે. “તમેતમારા જેવા બીજાને બનાવો.” એવી જવાબદારી દરેક સાધુ-સાધ્વીજીની છે. તમે ચાલ્યા જશો અચાનક, તો અહીં કોણ સંભાળશે? દીક્ષાર્થીનો બીજો મહત્ત્વપૂર્ણ ગુણ વિનય છે. વિનયથી આજ્ઞા-પાલન આવે છે. જે કહેશો તે કરીશ, જે કહેશો તે માનીશ.” આજ્ઞાંકિતનો આવી મુદ્રાલેખ હોય છે. કામ મળતાં વિનીતને આનંદ થાય, કામ કરીને ટેક્ષ નથી ચૂકવવાનું, આપણું કર્તવ્ય છે. જ્ઞાનથી મળે, તેના કરતાં સેવાથી ઘણું મળશે. ભણેલું ભૂલી જવાય, પણ સેવા અમર બેન્કમાં જમા થાય છે. માટે જ સેવાને અપ્રતિપાતી ગુણ કહ્યો છે. - દીક્ષાર્થીમાં બાકીના ગુણો ઓછાવત્તા ચાલશે, પણ કૃતજ્ઞતા, વિનયમાં કોઈ બાંધછોડ નહિ. Jain Efutation International ..... se seuy rary.org ક્શન, ૨૪-૭-૯૯, અબા. સુ. ૧૧ * ભગવાને ધર્મ બે પ્રકારે બતાવ્યો છે. શ્રાવક અને સાધુ ધર્મ. જો તેને મુક્તિનું કારણ બનાવવું હોય, ગુણ-વૃદ્ધિ, દોષ-હાનિ કરવી હોય તો તેનું વિધિપૂર્વક પાલન થવું જોઈએ. કર્મ-ક્ષય એટલેદોષ ક્ષય અને ગુણ-પ્રાપ્તિ. બન્ને પ્રકારના ધર્મો કર્મક્ષય માટે છે. માટીમાંથી ઘડો બને. તેમ યોગ્ય જીવમાં ઉપાદાનરૂપે રહેલા ગુણો પ્રગટ થાય. પહેલા ક્ષાયોપથમિક ભાવના, પછી ક્ષાયિક ગુણો મળે. સીધા જ ક્ષાયિક નહિ. કર્મના આવરણ ટળે તેમ ગુણો મળે, દોષો ટળે. ગાઢ મિથ્યાત્વી જીવો આત્માનું અસ્તિત્વ પણ સ્વીકારવા તૈયાર નથી થતા. ૯ પૂર્વી પણ મિથ્યાત્વી હોઈ શકે. “હું આત્મા છું.” એવી અનુભૂતિ તેને (અભવ્યને) ન થાય, માત્ર આત્માની જાણકારી તેને મળી શકે. આત્મતત્ત્વની પ્રતીતિ- શ્રદ્ધા અનુભૂતિ સર્વ પર પડદો પાડનાર મોહનીય છે. અંધારું મુંઝવણ પેદા કરનારું હોય છે. ચોરને શાહુકાર અંધારામાં જણાતા નથી. અવિદ્યા - અજ્ઞાનનું અંધારું પેદા કરનાર મોહનીય છે. * ‘ઉત્તમ ગુરુજેવા જ ઉત્તમ શિષ્યતૈયાર થાય એના માટે અહીં બધી વાતો કહી છે. આ બધા ગુણો જાતમાં ઉતારવાના છે. સાંભળીને બેસી રહેવાનું નથી. કહે કલાપૂર્ણસૂરિ .... ગુરુના ગુણોમાં દીક્ષાર્થીના ૧૬ ગુણો આવી ગયા. કારણકે એ રીતે વિધિપૂર્વક દીક્ષા લીધી હોય તે જ સદ્ગુરુ બની શકે. દીક્ષાર્થીમાં પૂરેપૂરા ૧૬ ગુણોની અપેક્ષા રાખો તો કદાચ આ કાળમાં એક પણ શિષ્ય ન મળે. ન મળે તો શું થયું ? આપણો મોક્ષ અટકશે ન િકુ. ‘મન મિલા તો ચેલા, નહિ તો ભલા અકેલા.’ ૨-૪ ગુણો ન હોય, પણ સમર્પિત હોય તો ચલાવી શકાય. ગંભીર દોષો ન હોવા જોઈએ. માનવ, આર્યદેશ, જાતિ, કુળ માત્રથી જ ન ચાલે. વિનય, સમર્પણશીલતા વગેરે ગુણ ખાસ જોવા જોઈએ. ગુણવાન હોય તો જ એ ગુણપ્રકર્ષ સાધી શકશે. બીજરૂપે જ ન હોય તો અંકુર – વૃક્ષ શી રીતે થશે ? વિનય સાથે દિક્ષાર્થી ભવિરક્ત છે કે નહિ ? તે ખાસ જોવું. સંસાર એટલે વિષય – કષાય. તેનાથી જે નફરત કરતો હોય તે ભવવિરક્ત કહેવાય. વિષય – કષાયને સંસારનું મૂળ માને. તેને ટાળવા દીક્ષા લેવા ઈચ્છે તે યોગ્ય ગણાય. વૈરાગ્યથી આ ગુણો જણાય. મોહનું વૃક્ષ ભયંકર છે. અનાદિ ભવ-વાસનારૂપી વૃક્ષનું મૂળ વિષય-કષાય છે. એનું ઉન્મૂલન દુષ્કર છે. આસક્તિ – ઈચ્છા – સ્પૃહાનું ઉન્મૂલન સહેલું નથી. અપ્રમત્ત જીવનથી જ એ શક્ય બને. દીક્ષા લેવી એટલે પાંચ મહાવ્રતો અપ્રમત્તપણે પાળવા. પાંચ અવ્રતો ચાર કષાયોનું ફળ છે. અથવા અવ્રતોથી કષાયો વધે છે, એમ પણ કહી શકાય. પ્રથમ વ્રતઃ અહિંસાઃ એક મુસ્લીમ વૈદ્ય હમણાં આવ્યો. તે ધર્મ બે કહે ઃ સંસ્કૃતમાં ‘કુ’ એટલે પૃથ્વી. ‘રાન’ એટલે ઘોષણા. પૃથ્વી પરની ઘોષણારૂપ આ કુરાનમાં ક્યાંય હિંસાની વાત જ નથી. કેટલાક મુસ્લીમ એવા હોય છે જે હિંસા નથી કરતા, માંસાહાર નથી કરતા. જામનગરમાં એક વૃદ્ધ માસ્તર આવતા. એના કપડા પર માંકડ દેખાયો. એણે ૬૪ ... કહે કલાપૂર્ણસૂરિ કાઢ્યો નહિ. તેણે કહ્યું : એને સ્થાનભ્રષ્ટ કેમ કરાય ? ‘ઠાણાઓ ઠાણું સંકામિયા’ નો દોષ ન લાગે ? એણે કહ્યું ઃ ‘‘એક મુસ્લીમે, પત્ની રૂ કાંતતી’તી માટે નાની છોકરીને ઘઉં લેવા માટે મોકલી. સડેલા જીવાતવાળા ઘઉં વેપારીએ પધરાવી દીધા. ઘેર આવીને ખોલતાં જીવડા દેખાયા. મુસ્લીમે કહ્યું : ‘જલ્દી જા. ઘઉં પાછા આપી આવ, પૈસા પાછા ન મળે તો કાંઈ નહિ, એ જે જગ્યાએ જીવડા તો પહોંચી જ જવા જોઈએ.' પેલી છોકરી ઘઉં પાછા આપી ગઈ. મુસ્લીમ પણ આટલી અહિંસા પાળે તો અમે તો હિન્દુ છીએ.’’ એમ પેલા વૃદ્ધ માસ્તરે અમને જામનગરમાં કહેલું. અભિહયા – વત્તિયા આદિ ૧૦ રીતે જીવોની વિરાધના ટળવી જોઈએ. અભિહયા એટલે અભિઘાત – ટક્કર – લાગવી. ઉપાધ્યાય શ્રી પ્રીતિ વિ. ને ટક્કર વાગી અને ઉપડી ગયા. આપણે નાના જીવો માટે લોરીથી પણ ખતરનાક છીએ. ન જાણે આપણી ટક્કરથી કેટલાય જીવો મરતા હશે ! હિંસાનું મૂળ ક્રોધ છે. ક્રોધી માણસ અહિંસક ન બની શકે. ક્રોધને ઉપમિતિકારે વૈશ્વાનર – અગ્નિ કહ્યો છે. હિંસાને ક્રોધની બહેન કહી છે. ‘હિંસા ભગિની અતિભૂરી રે, વૈશ્વાનરની જોય રે.'' તેને જીતવા ક્ષમા, મૈત્રી જોઈએ. * ૧લાવ્રત માટે ઈસિમિતિ, નીચું જોઈને ચાલતાં અહિંસા-પાલનમાં સહાયતા મળે. ૨જાવ્રત માટે ભાષા સમિતિ. ઉપયોગપૂર્વક બોલતાં અસત્ય વિરમણ વ્રત બરાબર પાળી શકાય. ત્રીજા વ્રત માટે એષણા સમિતિ. નિર્દોષ ગોચરીથી સાધુ અચૌર્યવ્રત બરાબર પાળી શકે. ચોથા વ્રત માટે આદાન-ભંડમત્ત નિક્ષેપણા સમિતિ. વસ્તુ લેતાં-મૂકતાં સતત નજર નીચી રહે તો સ્ત્રી સંબંધી ઘણા દોષોથી બચી શકાય. પાંચમા વ્રત માટે પારિષ્ઠાપનિકા. પરઠવતાં મૂર્છા ટાળવાના સંસ્કારો પડે. આમ કહે કલાપૂર્ણસૂરિ ... ૬૫ પાંચ સમિતિ પાંચ વ્રતો પાળવામાં સહાયક છે. * શમ, સંવેગાદિ ક્રમ પ્રધાનતાની અપેક્ષાએ છે. ઉત્પત્તિની અપેક્ષાએ આસ્તિક્યથી ઉત્ક્રમ સમજવાનો છે. પ્રથમ આસ્તિકતા. પછી અનુકંપાદિ એમ ઉલટું સમજવું. ૧લા વ્રતથી સમ્યકત્વ પ્રગટે. હિંસા સમ્યક્રદર્શનનો નાશ કરે. ૧લાવ્રતથી દયા પ્રેક્ટીકલ બને છે. અહિંસા સખ્યત્વીના હૃદયમાં હોય છે. પણ વ્રતધરને અમલમાં આવી છે. વિરતિ લીધા પછી જો જયણા વગેરેમાં કોઈ ઉપયોગ ન રાખીએ ૩-૪ દિવસે કાપ કાઢીએ, પાણી અનાપ-સનાપઢોળીએ તો ક્યાં રહ્યું ૧૯ વ્રત? જયણા વિના જીવનો ઉદ્ધાર નથી. મહાનિશીથમાં આવે છે કે એક ઉગ્ર તપસ્વી નિગોદમાં ગયો. કારણ જણાનું જ્ઞાન નહોતું. જયણા - અજયણાનું ભાન જ ન હોય તે શું જયણા પાળવાનો? પાપકર્મનો બંધ અજયણાથી નહિ અટકે. ૧૮ હજાર શીલાંગના પાલનથી અજયણા અટકે. પેલા તપસ્વીને ગુરુએ અજયણા માટે ટકોર કરી, પ્રાયશ્ચિત્ત આપ્યું પણ પેલોન જ માન્યો. હા... એ ગુરુએ આપેલું પ્રાયશ્ચિત્ત તપ દ્વારા પુરું કરતો, પણ જયણા તો જીવનમાં નહિ જ. આથી તે મરીને ૧લા દેવલોકમાં ગયો. ત્યાંથી વાસુદેવ બન્યો ત્યાંથી નરકમાં ગયો. પછી હાથીના ભવમાં ને પછી અનંતકાળમાટે ઠેઠ નિગોદમાં ચાલ્યો ગયો. વધુ ઉંચાઈએથી વધુ નીચે ગબડે. રસ્તામાં ચાલનારો પડે ને ઉપરની બિલ્ડીંગથી કોઈ પડે, તો ફરક પડે ને? તમારા કરતાં મને ૧૦ ગણું વધુ પ્રાયશ્ચિત આવે; જો હું ભૂલ કરું! બીજું વ્રત જૂઠું બોલવામાં અભિમાન મુખ્ય કારણ છે. આ બાજુ બીજો કષાય અભિમાન છે. જૂઠું બોલીને પણ માણસ પોતાના ખભાને ટટ્ટાર રાખશે. એને ઉપમિતિમાં ... કહે કલાપૂર્ણસૂરિ ‘શૈલરાજ’ કહ્યો છે. પર્વત જેવો અક્કડ ! અભિમાન આવ્યું એટલે વિનય ગયો. વિનય ગયો એટલે જ્ઞાન ગયું. અભિમાન, જ્ઞાનમાં ભોગળ છે. દા.ત. સ્થૂલભદ્ર. ઘણા જ્ઞાનને ઘટાડવાનો ઉપાય છે, અભિમાન. અભિમાન કરો એટલે તમારું જ્ઞાન ઘટી જાય. જરાક પ્રભાવ બતાવવા ગયા સ્થૂલભદ્ર તો નવો પાઠ બંધ થઈ ગયો. ૨ વ્રત નમ્રતાદ્વારા જ્ઞાનની સમૃદ્ધિ આપે. ૩ વ્રત : નીતિમત્તા આપે. નીતિ ગઈ તો આચરણ શું રહ્યું ? ન્યાયપૂર્વકનું વર્તન વિશ્વસનીય બને છે. ચોરીમાં સહયોગી માયા છે. ૩જો કષાય પણ માયા છે. વેપારી ભેળ – સંભેળ માયા વિના કરે છે ? કિંમત સાચા માલની લો, અને માલ નકલી પધરાવો, આમાં ચોરી અને માયા બન્ને ખરા કે નહિ ? સરકાર ૪૨૦ મી કલમનો, છેતરપીંડીનો કાયદો લગાવે ને ? ૪-૫મું વ્રત અનાસક્તિ આપે છે. કંચન-કામિનીનો પણ લોભ હોય છે. અસલમાં ચાર જ મહાવ્રત છે. ૨૨ ભગવાનના કાળમાં અને મહાવિદેહમાં હંમેશ માટે ચાર મહાવ્રતો જ છે. આ તો આપણે વક્ર – જડ છીએ માટે ૪થું વ્રત અલગ લેવું પડ્યું છે. જે વીર્ય આપણને અજન્મા બનાવવામાં સહાયક બને, ઉત્સાહ વધારે, તે દ્વારા આપણે આપણા જન્મ વધારીએ છીએ. કોઈને જન્મ આપવો એટલે પોતાના જન્મ વધારવા. ‘‘વિરતિને પ્રણામ કરીને ઈન્દ્ર સભામાં બેસે મેરે પ્યારે ! એ વ્રત જગમાં દીવો.’’ બ્રહ્મચર્યનો મહિમા એમ વીર વિ. ગાય છે. બ્રહ્મચર્યનું રક્ષણ નવ વાડથી કરવાનું. બ્રહ્મ એટલે આત્મા. તેમાં ચરવું તે બ્રહ્મચર્ય ૪થું વ્રત આપણને આત્મામાં લીન બનાવે. જે તેનો ભંગ કરે તે આત્મામાં રમણ ન કરી શકે. પાચમું વ્રત અપરિગ્રહ. વિપક્ષમાં લોભ. એકેન્દ્રિય જીવ પણ પરિગ્રહ સંજ્ઞાથી પોતાના મૂળીયા નિધાન પર ગોઠવે. કહે કલાપૂર્ણસૂરિ ..... ૬૭ આસક્તિવાળા જીવો એકેન્દ્રિય બનીને આમ કરે. આપણા માટે (સાધુમાટે)પરિગ્રહ ત્યાગ. ગૃહસ્થો માટે પરિગ્રહ પરિમાણ. ખોખા ભરીને રાખીએ એ ઉપકરણ નહિ, અધિકરણ કહેવાય. જ્યારે જોઈએ ત્યારે મળે છે શા માટે ખોખા ભરવા? ઉપડે એટલી જ ઉપધિ રાખવી. વધુની જરૂર શી આપણને જોઈને નવા પણ શીખશે, એ ભૂલતા નહિ. ભચાઉમાં પૂ. કનકસૂરિજી મ. સાથે અમે હતા. ગચ્છાધિપતિ પાસે સ્ટોક રાખવો પડે; ઉપગ્રહ- ઉપકાર કરવા માટે. અમૃતભાઈના પિતા ગોરધનભાઈએ કહ્યું તમારે આટલો પરિગ્રહ? “આ તો આચાર્ય ભગવંતના છે.” અમે કહ્યું પછી સમજ્યા. આચાર્ય મ. ને જરૂર પડે, પણ બીજા બધાને શી જરૂર? “પોટકાં આવ્યા કે નહિ? ખોવાઈ તો નથી ગયા ને?” પછી મન આવા જ વિચારોમાં પરિ એટલે ચારે બાજુથી “ગ્રહ એટલે લેવું તે પરિગ્રહ “બાવો બેઠો જપે. જે આવે તે ખપે.” ખોખામાં ધ્યાન ન રાખીએ તો કેટલા જંતુઓ પડે? ખોખા વધે એટલે કબાટ જોઈએ. કબાટ ઓછા પડે એટલે ફ્લેટ જોઈએ. ક્યાં સુધી પહોંચ્યા! આપણે? છતાં કહેવાઈએ અપરિગ્રહી! બોક્ષથી મોક્ષ મળશે, એવું તો નથી માની લીધું ને? શિષ્યાદિ પર રાગ પણ પરિગ્રહ છે. મૂર્છા એ જ પરિગ્રહ છે. પાછલા દરવાજે પરિગ્રહ આવી ન જાય, તેનો ખ્યાલ રાખવાનો છે. ૧૦૮ માળની બિલ્ડીંગ, એકેક માળમાં ૧૦૦ ઓરડા. બધા પૂર્ણરૂપે હીરામોતીથી ભરેલા છે. બધો થઈને કેટલો માલ? આપણા આત્માના અસંખ્ય પ્રદેશ છે. એકેક પ્રદેશમાં અનંત ગુણો છે. કેટલા ગુણો થશે? આ ગુણો પ્રાપ્ત કરવા પ્રયત્ન કરો તો? ભણવાનો - ગુણોનો લોભ સારો છે, તપનો, સ્વાધ્યાયનો, સેવાનો લોભસારો છે, પણ વસ્તુઓ ભેગી કરવાનો લોભ ખતરનાક છે. એનાથી બચવા જેવું છે. ..... કહે કલાપૂર્ણસૂરિ 4, ૨૭-૭-૯૯, અ. સુ. ૧૨ બે પ્રકારના ધર્મમાંથી સાધુધર્મ જલ્દી મોક્ષપ્રદ છે. પ્રવજ્યા: પ્રકૃષ્ટ વજન - ગમન. જે જલ્દી મોક્ષમાં લઈ જાય તે પ્રવજ્યા. દીક્ષા - ચારિત્ર મોક્ષનું પ્રકૃષ્ટ સાધન હોવાથી, તેનો સ્વીકારનાર મોક્ષમાર્ગનો પ્રવાસી કહેવાય. શ્રાવક – ધર્મને પ્રવજ્યા ન કહેવાય, પ્રવજ્યાની તૈયારી કહેવાય. પહેલા સાધુધર્મની પરિભાવના પછી પરિપાલના દેશવિરતિધર્મ, સર્વવિરતિમાટે પાળવાનો છે. દેશ - વિરતિધર જો યુવરાજ છે તો સર્વવિરતિધર મહારાજા છે. આજનો શ્રાવક આવતીકાલના મહારાજા છે. માટેતોશ્રાવકમાટે સાધુની સામાચારી સાંભળવાનું વિધાન છે- સાધુ-સાધ્વીના તમામ આચારને શ્રાવક – શ્રાવિકા પણ જાણે. જાણવામાં ફરક નહિ પાલનમાં ફરક. આથી જ સમજી શ્રાવિકા કદી રાંધતી વખતે સાધુ માટે રસોઈન બનાવે. * આ વિષમકાળમાં ૧૬ ગુણોવાળો દીક્ષાર્થી દુર્લભતમ છે. બીજા ગુણોને ગૌણ કરી તેમાં વૈરાગ્ય- વિનયાદિભાવ- ગુણોને પ્રધાનતા આપી દીક્ષા આપી શકાય. મોહવૃક્ષના ઊંડા મૂળીયા વિષય-કષાય પર ટકેલા છે. માટે જ વિષય - કષાય પરનો વૈરાગ્ય સૌ પ્રથમ જોઈએ. અહીં આવીને વિષય - કષાયના તોફાનો થાય તો શાસનની ભયંકર અપભ્રાજના થાય. આજ-કાલ તો છાપાનો જમાનો! પહેલા પણ આવા બનાવો બનતા, પણ છાપે નહોતા ચડતા. ઘરમાં નથી બનતા? આજે છાપે ચડવાથી ભયંકર અપભ્રાજવાના પ્રસંગો બન્યા છે. કહે કલાપૂર્ણસૂરિ ... મોહના ડાળી – પાંખડા કાપશો તો કઈ નહિ વળે, મૂળ પર ઘા થવો જોઈએ. નરકના જીવો શાલ્મલી વૃક્ષ નીચે વિશ્રામ કરવા જાય ને ઉપરથી તલવાર જેવા પાંદડા પડે; કપાઈ મરે, વિશ્રામતોન મળે પણ... મોહતો પેલા શાલ્મલી વૃક્ષથી પણ ખતરનાક તીવ્રમોહ અને તીવ્ર અજ્ઞાનના કારણે જ નિગોદના જીત્યાં પડેલા છે. નહિતો ત્યાં હિંસાદિમાંનું દેખાતું કોઈ પાપ નથી. अइगरुओ मोहतरु, अणाइभवभावणाइ विषयमूलो । दुक्खं उम्मूलिज्जइ, अच्वंतं अप्पमत्तेहिं ।। લુણાવામાં વિશાળ વડલો. દીક્ષા વગેરે માટે કદી મંડપની જરૂર ન પડે. એવડલો તો સારો, પણ મોહનું વૃક્ષ ખતરનાક! * જેને મોક્ષ જવાની ઇચ્છા નથી તેણે નિગોદમાં જવાની તૈયારી રાખવી પડે. બીજે ક્યાંય અનંતકાળ સુધી રહેવાની વ્યવસ્થા જ નથી. ત્રસકાયની ઉત્કૃષ્ટ સ્થિતિ બે હજાર જ સાગરોપમ છે. એટલા સમયમાં સ્વસાધ્ય (મોક્ષ) સિદ્ધ ન થાય તો નિગોદ તૈયાર જ છે. * વિષયની સ્પૃહા સંસારનું મૂળ છે. અપ્રમત્ત સાધક પણતે સ્પૃહાનું મુશ્કેલીથી ઉમૂલન કરી શકે છે. માટે જ આ ગુણ તો હોવો જ જોઈએ. સંસારથી વિરક્ત જ અપ્રમત્ત બની શકે, સાચા અર્થમાં સાધક બની શકે. અપ્રમત્ત સાધકને પણ મોહને મારવામાં મુશ્કેલી પડતી હોય તો સસ્પૃહની તો વાત જ ક્યાં કરવી? ભગવાન મહાવીરની સાધનાના ૧૨ વર્ષ યાદ કરો; એ મોહને મારવાનો ઉત્કૃષ્ટ પુરુષાર્થ હતો. મોહનું મૂળ પણ મિથ્યાત્વ છે. તેનો જય સભ્યત્વથી થાય. મોહે સ્ત્રીને શસ્ત્ર બનાવ્યું છે. તે માટે ધન જોઈએ. આથી જ કંચન – કામિનીની દાસ આખી દુનિયા છે. ઘનનો નહિ, જ્ઞાનનો રાગ જોઈએ, સ્ત્રીનો નહિ, પ્રભુનો રાગ જોઈએ, – એમ ભગવાન શીખવે છે. જીવમૈત્રી અને પ્રભુ-ભક્તિની કળા અપનાવો એટલે મોહનું મૃત્યુ થતું દેખાશે. પ્રભુને હૃદયમાં વસાવવા એ જ મોહના મૃત્યુનો મુખ્ય ઉપાય છે. પ્રભુ સિવાય મોહ - મૃત્યુની કળા બીજે કશેથી નહિ મળે. પ્રભુભક્તિ વિના પ્રભુનું વચન પણ (આગમો પણ) મોહ-વૃક્ષને ઉખેડી શકે નહિ, એમ હરિભદ્રસૂરિ કહે છે. વચનયોગ ત્રીજું સોપાન છે. તે પહેલા પ્રીતિ - ભક્તિ યોગ જોઈએ. • કહે કલાપૂર્ણસૂરિ * અપ્રમાદ એટલે જ્ઞાનદશામાં જાગૃતિ. આડા અવળા વિચારોમાં રહો, તો જાગતા છતાં પ્રમાદ છે. ભગવતીમાં ૮ પ્રકારનો પ્રમાદ કહ્યો છે. પછી ક્યારેક કહીશ. * અવિનય, આવેશ, માયા, છળ, કપટ આદિ કરવા એ મોહ છે. દોષને દોષ ન માનવો તે મિથ્યાત્વ છે. ૧૭ દોષને આ એકલું મિથ્યાત્વ પહોંચી વળે, ચડી જાય. એ હિંસાદિને પાપરૂપે ન જ સ્વીકારે. માટે જ મિથ્યાત્વ મહાપાપ છે. * દીક્ષાર્થી મા-બાપ પાસે વિનય ન કરતો હોય તો અહીં પણ નહિ કરે. ગૃહસ્થના સામાન્ય નિયમોનું પાલન ન કરનારો અહીં આવીને લોકોત્તર નિયમો શી રીતે પાળી શકશે ? દીક્ષાર્થી. ‘ઘરમાં શું કરતો હતો’ તેની તપાસ કરવાથી આ વસ્તુનો ખ્યાલ આવે. સાંચોરનો ભાઇ આધોઈ (સં. ૨૦૧૬) માં ભણવા આવ્યો. વણવીરને ઘેર જમવા ગયો. ત્યાં ધમાલ કરી આવ્યો. અમે કહી દીધું ઃ તારું અહીં કામ નથી. પછી બીજા સમુદયામાં દીક્ષા લીધી. અત્યારે એકલા ફરે છે. ભવાભિનંદીને કદી દીક્ષા ન અપાય. પ્રશ્ન ઃ ભલે એ ભવાભિનંદી હોય, પણ જિનવચનથી એ દોષ દૂર થઈ જશે... તો દીક્ષા આપવામાં શો વાંધો ? ઉત્તર ઃ સંસાર રસિકને કદી જિનવચન નહિ ગમે. એ ધર્મ કરશે તો પણ સાંસારિક સિદ્ધિ માટે જ. ભારે કર્મી કિલષ્ટ પરેણામી જીવોને કદી જિનવચન ગળે ઉતરતું નથી. મેલા કપડામાં કદી કેસરીયો રંગ ચડે ? માટે એવી ભ્રાંતિમાં રહેતા જ નહિ. ગાંધીધામના દેવજીભાઈમાં આ બધા જ ગુણો દેખાતા. વૈરાગ્ય, નમ્રતા, સરળતા, ક્ષમા, ભદ્રિકતા, દાક્ષિણ્ય વગેરે ગુણો દેખાય. જ્યારે ધર્મ પામ્યા નહોતા ત્યારે પણ કોઈને ખાલી હાથે પાછો મોકલતા નહિ. ક્યાંથી આવ્યા આ સદ્ગુણો ? પૂર્વજન્મના સંસ્કારો. વસ્ત્રને ઉજળું કરીને રંગાય તેમ કોઈને ધર્મ – રંગથી રંગવો હોય તો એની વિષય – કષાયની મલિનતા દૂર કરવી જોઈએ. જેને વિષયો વિષ્ટા જેવા, કષાયો કડવા ઝેર લાગે, તે જ દીક્ષાને યોગ્ય ગણાય. ભૂંડ વિષ્ઠાનો રાગ કદી ન છોડે. ભવાભિનંદી સંસારનો રાગ કદી નહિ છોડે. ભૂંડને પકડીને તમે દૂધપાક, મીઠાઈ વગેરે ખવડાવો તો પણ વિષ્ઠા નહિ છોડે. તેમ ભવાભિનંદીને ગમે તેટલું સમજાવો. અકાર્યને નહિ છોડે. તક મળતાં જ કરી લેશે. માટે ગુણસંપન્નને જ દીક્ષા આપવી. ૧૬માંથી કોઈપણ ગુણની અપેક્ષા રાખ્યા વિના દીક્ષા આપવામાં આવે તો સ્વ-પરનું ભયંકર અહિત થશે. કહે કલાપૂર્ણસૂરિ ... ૭૧ સોમ, ૨૬-૭-૯૯, અ. સુ. ૧3 પાંચદ્વારો - પાંચ વસ્તુ તરીકે બતાવ્યા છે. માટે આ ગ્રન્થનું નામ “પંચવસ્તુક' છે. ચારઅનુયોગમાં અહીં ચરણ-કરણાનુયોગપ્રધાનરૂપે છે. ચારેય અનુયોગ આપણા આધ્યાત્મિક જીવનને પરિપુષ્ટ બનાવે. ૧) દ્રવ્યાનુયોગ સમ્યગદર્શન નિર્મળ કરે દ્રવ્ય -ગુણ પર્યાય જાણવાથી આત્માદિ પદાર્થો વિષે નિઃશંક અને સ્થિરબનાય છે. આત્માદિ પદાર્થો, જણાવવા માટે કે કીર્તિ માટે શીખ્યા, પણ પોતામાટે જરાય ન શીખ્યા. આ દીપક સભ્યત્વ કહેવાય. અભવ્ય જેવા રહ્યા આપણે. ભેદજ્ઞાન પામવા માટે આ તત્ત્વજ્ઞાન શીખવાનું છે. જીવોનું સ્વરૂપ જાણવાથી તેનું સાધમ્ય જણાય છે ને તેથી સર્વ જીવો સાથે મૈત્રી સધાય છે. એ માટે જ જીવવિચાર આદિ ભણવાના છે. જીવોના ભેદ, કર્મ, ગતિ કે જાતિના કારણે પડે છે. ચેતનાની અપેક્ષાએ કોઈ ભેદ નથી. એટલે પહેલા જીવોની એક્તા પણ (અભેદ) મનમાં હોવી જ જોઈએ. હિન્દ મહાસાગર, અરબી મહાસાગર કે બંગાળનો અખાત વગેરે સાગરના ભેદો જાણતી વખતે એ વસ્તુ ખ્યાલમાં હોવી જોઈએ કે સાગરરૂપે બધા એક છે. માત્ર ભૌગોલિક સ્થિતિના કારણે નામ અલગ છે. ૨) ગણિતાનુયોગ જ્ઞાન માટે એકાગ્રતાથી જ્ઞાન વધે. ૭૨. ... કહે કલાપૂર્ણસૂરિy.org ૩) ચરણકરણાનુયોગ ચારિત્ર માટે. ૪) કથાનુયોગ ત્રણેયનું ફળ છે. આથી જીવ વિરાધનાથી બચે. આરાધનામાં આગળ વધે. ઉત્તરાધ્યયન વગેરેમાં કથાનુયોગમાં છે. બીજું આવે તે ગૌણ. કોઈકમાં ચારેય અનુયોગ પણ હોય. આર્યરક્ષિત સૂરિજી દ્વારા આ વિભાગીકરણ થયું * “જેની પાસે દીક્ષા લઉ તેનું કહ્યું ન માનું, તેનો વિનયન કરું, તેનો દ્રોહ કરું તો શો મતલબ છે દીક્ષાનો?” ભવભીત દીક્ષાર્થી આ પ્રમાણે વિગેરે. * ગુણહીનને દીક્ષા આપતાં સ્વ-પરના બન્ને ભવ બગડે. વિનીત પુણ્યવાન, અવિનીત પુણ્યહીન હોય, સંપત્તિ હોય તેને ધનવાન કહેવાય. અહીં વિનયાદિગુણ એ આંતર સંપત્તિ છે. નવકારમાં “નમો’ની પ્રધાનતા છે તે વિનયદર્શક છે. અવિનીતને શિક્ષા આપો તો તમને જ વળગશેઃ ‘તમે કેવા છો?” તે બધું હું જાણું છું. રહેવા દો..” એને તમે હજાર ઉપાયે પણ સમજાવી નહીં શકો. વિનય વિના વિદ્યા – સમકિત ક્યાંથી? વિનીત કદી પોતાની ઈચ્છા મુજબ નહીં કરે. અવિનીત પોતાની મરજી મુજબ જ બધું કરે. અવિનીત વિહિત નહિ, અવિહિત અનુષ્ઠાન જ કરતો રહેશે. ક્યાંય ફરી આવે, કાંઇ પણ કરી આવે, ગોટાળા વાળી આવે, ગુરુને કાંઈ જણાવે જ નહિ. ગૌતમસ્વામીએ ૩૬ હજાર પ્રશ્નો પૂછ્યા, આપણે ગુરુને કાંઈન પૂછીએ. પૂછવા જેવું રહ્યું જ નથી ને! સર્વજ્ઞ થઈ ગયા...! અવિનીત ઉદ્ધતને વારંવાર ટોકો તો તેને આર્તધ્યાન થાય “જ્યારે જુઓ ત્યારે ટકટક.. બસ મને એકને જ જોયો છે ?' વિનીતને શિખામણ આપવાથી - ટકોરથી રાજી થાય. અશ્રદ્ધાળુ – અવિનીતને દુઃખ થાય. » ભીખ માંગીને ખાવું તેદુનિયામાં હલકામાં હલકો ધંધો છે. જો આપણે અહીં સંયમયોગનું પાલન ન કરીએ તો ભીખારી કરતાં પણ ગયા. ભીખારી તો હજાએ નમ્ર હોય. અહીં તો નમ્રતાય ગઈ. કેટલાક શ્રાવકો અવિનીતને કહેઃ “હું આચાર્ય મહારાજને કહી દઈશ.” કહીદોને. આચાર્ય મહારાજથી હું ડરતો નથી. આ તેનો જવાબ હોય. દશવૈકાલિકમાંનવમા વિનયઅધ્યયનમાં સૌથી વધુ ૪ ઉદેશા છે. ઉત્તરાધ્યયનમાં કહે કલાપૂર્ણસૂરિ .... ... ૭૩. પહેલું અધ્યયન વિનય માટેનું છે. આ પરથી વિનયગુણનો મહિમા ખ્યાલમાં આવશે. એની ગુજરાતી સજ્ઝાયો પણ છે. મોટી ઉંમરના સાધુઓને અમારા વડીલો એ સજ્ઝાય શીખવતા ઃ ‘વિનય કરજો રે ચેલા...’ વગેરે... પાલીતાણા(૨૦૩૬)માં વિનય વિષે જ્યાં જ્યાંથી કાંઈ મળ્યું તે એકઠું કરવાનો પ્રયત્ન કર્યો છે. અસાધ્ય દર્દીને જેમ વૈદ્ય છોડી દે તેમ અવિનીતને ગુરુએ છોડી દેવા જોઈએ. અસાધ્ય કેસને હાથમાં લે તો વૈદ્યનો અપયશ થાય. દર્દી પણ હેરાન થાય. એનો ત્યાગ કરવામાં જ ભલાઈ... ! દીક્ષા આપવી એટલે જીવના કર્મરૂપી રોગની ચિકિત્સા કરવી. ગુરુને વૈદ્ય થવાનું છે. શિષ્યને દર્દી બનવાનું છે. જેને સંસાર રોગ દૂર કરવાની ઈચ્છા હોય તેને જ દીક્ષા આપવી. જે પોતાને દર્દી જ ન માને તેની ચિકિત્સા શી રીતે થઈ શકે ? પ્રશ્ન : આ જૈનશાસનમાં તો કાંઈ જ અસાધ્ય ન હોવું જોઈએ. અહીં જો અસાધ્ય હોય તો જીવ જશે ક્યાં...? ન ઉત્તર : તમારી વાત સાવસાચી. જિનશાસનને કશું અસાધ્ય નથી. પણ તેના પ્રયોગ માટે તો યોગ્યતા જોઈએ ને...? સ્વયં તીર્થંકર પણ અભવ્ય કે દુર્વ્યવ્યને પ્રતિબોધ ન આપે. દેશનામાં પણ ‘હે ભવ્યો’ એમ જ કહે. ગમે તેટલા હોંશિયાર ભાગવતકાર-કથાકાર હોય પણ ભેંશોને ભેગી કરીને કથા ન કરે. ભેંશો ભલેને ગમે તેટલું માથું હલાવે, પણ સમજે કાંઈ નહિ. મહાનિશીથનું અસાઘ્ય દર્દીનું ઉદાહરણ = સુસઢ નામના સાધુને જયણા સાથે બીયા – બારૂં...! સ્નાન સૂતકનો ય સંબંધ નહિ. માટે જ ‘કહ ચરે કહું ચિત્ઝે...?’ વગેરે જયણાનું સ્વરૂપ સૌ પ્રથમ સાધુઓને સમજાવવું જોઈએ. ઉગ્ર તપ કરે છે, પણ સુસઢ બધા જ અસંયમ સ્થાનમાં વર્તે છે. ગુરુ : ‘હે મહાસત્ત્વશીલ ! અજ્ઞાનતા દોષના કારણે તું સંયમ – જયણા જાણતો નથી. તેના કારણે તારું આ બધું વ્યર્થ જાય છે. આલોચના લઈને બધું શુદ્ધ કર.' આલોચના શરૂ કરી, પણ જીવનમાં કોઈ જ સુધારો નહિ. સંયમ જયણા યથાયોગ્ય ર્યા નહિ. છટ્ઠ – અટ્ટમથી લઈ છ મહિના સુધી તપ કરે પણ જયણાનો ‘જ’ ન હોય. કાર્ય કર્યું કે નહિ? તેની રાહ મૃત્યુ નથી જોતું. તે અચાનક જ આવી પડે છે. કહે કલાપર્ણિ www.eKelibrary.org મૃત્યુ પામીને સામાનિક દેવ, વાસુદેવ થઈને, સાતમી નરકે ગયો. ત્યાંથી હાથી થઈને નિગોદમાં ચાલ્યો ગયો... અનંતકાળ માટે... અઢાર હજાર શીલાંગનું સંપૂર્ણ – અખંડપણે પાલન તેનું નામ જયણા છે. એ વાત તેણે જાણી નહિ. આથી પુણ્યહીન સુસઢ નિગોદમાં ગયો. કાયકલેશ ર્યો તેનાથી અધું કાર્ય પણ જો તેણે પાણી માટે ક્યું હોત, અર્થાત્ પાણી માટે ઉપયોગ રાખ્યો હોત તો મોક્ષ થઈ જાત. પાણી – તેલ અને મૈથુન આ ત્રણ મહાદોષો છે. એ તેણે જાણ્યું નહિ. એ સાધુ પાણીનો ઉપયોગ વધારે કરતો હતો. આ ત્રણે મહાપાપસ્થાનો છે. કારણ કે, ત્રણેયમાં અનંત જીવોનો ઉપઘાત છે. માટે પાણીમાં ગસ્થ નવ તત્થ વ” ના સૂત્રથી અનંત જીવો છે. અગ્નિને “સર્વતોભક્ષી' કહ્યો છે. તેનાથી છકાયની વિરાધના લાગે. મૈથુનમાં સંખ્યાત – અસંખ્યાત જીવોની હત્યા થાય છે. તીવ્રરાગ વિના મૈથુન થતું નથી. આવો સાધુ પ્રથમ વ્રત પાળી શકતો નથી. પ્રથમ વ્રત ગયું તો શેષ ૪.પણ ગયા જ સમજો. આ રીતે ઉશ્રુંખલતાપૂર્વક વર્તનારા સુસઢે બીજા માટે પણ આવી મિથ્યા પરંપરા ઉભી કરવાના નિમિત્તો પેદાક્ય. આવાભાવિમાં સ્વપ્નમાં પણ “ધર્મ' શબ્દ સાંભળવા ન મળે. અબોધિદાયક આ ત્રણનો ત્યાગ કરવો આવશ્યક છે. પ્રશ્ન: છ માસી સુધીનો ઉગ્ર તપ નિરર્થક કેમ થાય...? ઉત્તર: કાયકલેશતો ઊંટ-કૂતરા - ગધેડા - બળદ વગેરે પણ ઘણાકરે છે. પણ જયણા ક્યાં? જયણા વિનાનો બધો કાયકલેશ ફોગટ છે. તપના પ્રભાવે દેવલોક મળી જશે કદાચ, પણ પછીનું દૃશ્ય ભયંકર હશે... નરક તિર્યંચદિ દુર્ગતિ જ મળવાની... પ્રશ્નઃ છએ કાયમાંથી ત્રણમાં જ કેમ અબોધિ થાય? ઉત્તરઃ છએ કાયમાં પાપારંભ છે જ. પણ આ ત્રણની વિરાધનાથી અનંત જીવોની વિરાધના થાય છે, તેથી મહાપાપારંભ છે. બધા સંયમ સ્થાનોમાં જયણા જ મુખ્ય છે. કહે કલાપૂર્ણસૂરિ ........ અધ્યાત્મ સારઃ સાધકને હિશખામણ. ૨૮-૭-૯૯, બુધ, અષા. જુ. – ૧ * પૂર્વકાળમાં લખવાની જરૂર નહોતી પડતી. ગુરુદ્વારા બોલાયેલું શિષ્યને યાદ રહી જતું. લખવાની જરૂર તો બુદ્ધિ ઘટી ત્યારથી જ પડી. વધુ પુસ્તકો ઘટી ગયેલી બુદ્ધિની નિશાની છે. * કઠણમાં કઠણ ગ્રંથો રચનાર જેને વાડ્મયમાં નવ્ય ન્યાયના પુરસ્કર્તા ઉપા. શ્રી યશોવિજયજીએ સરળમાં સરળ ગુજરાતી ગ્રન્થો પણ રચ્યા છે, એ જાણીને સાશ્ચર્ય આનંદ થાય. તર્કતીણ એમના ગ્રન્થો, એમની તીવ્ર બુદ્ધિમત્તાને તથા ભક્તિભર્યા સ્તવનો વગેરે એમના ભક્તિપૂર્ણ મધુર હદયને જણાવનારા છે. જ્ઞાનસાર એમની સાધનાની પરાકાષ્ટારૂપે જન્મેલી અનન્ય કૃતિ છે. અધ્યાત્મસારના અંતે મહત્ત્વપૂર્ણ શિખામણ આપી છે. વાસણમાંનું છિદ્ર જેમ અંદર રહેલા પ્રવાહીને ખાલી કરી નાખે તેમ નિંદા પણ છિદ્રનું કામ કરે છે. સાધનાનું બધું અમૃત, તે છિદ્ર દ્વારા નીકળી જાય છે. * કૃષ્ણને સડેલી કૂતરીમાં પણ ઉજવેલ વસ્તુ દેખાય. આપણને તો ઉજ્વલમાં પણ કાલીમાના દર્શન થાય છે. દુર્યોધન મરી ગયો પણ એની આંખ આપણામાં જડાયેલી હજુ જીવે છે. ...... કહે કલાપૂર્ણસૂરિ બીજાની નિંદા કરવી એટલે સ્વમાં ગુણના આગમનને રોકવું. નિંદા કરવાનું મન થાય ત્યારે ‘સ્વ’માં દૃષ્ટિ કરવી. હું કેવો છું ? પૂ. હેમચન્દ્રાચાર્ય જેવા પણ જ્યારે ‘ત્વમ્મતામૃત’ કહેતા હોય, સ્વ-દુષ્કૃતોનો ખુલ્લો એકરાર કરતા હોય તો આપણે વળી કઈ વાડીના મૂળા...? સ્વ-દુષ્કૃતગની તીવ્રતા કેવળજ્ઞાન પણ અપાવી શકે. સ્વમાં દુષ્કૃત દેખાય પછી જ બીજામાં સુકૃતો દેખાય ને ત્યારપછી જ ઉત્કૃષ્ટ સુકૃતના સ્વામીના શરણે જવાનું મન થાય... ‘નમો’ એદુષ્કૃતગહ, ‘અરિહં’ એ સુકૃત અનુમોદના, ‘તાણં’ એ શરણાગતિ... ‘નમો’ :- જે દુષ્કૃત ગહ કરે, જે સ્વને વામન ગણે તે જ ઝૂકી શકે. ‘અરિહં’ :- જે દુષ્કૃત ગહ કરે તેને જ અરિહંતમાં સુકૃતની ખાણ દેખાય. ‘તાણં’ અને તે જ શરણું સ્વીકારી શકે. ગુણ જોવા હોય તો બીજાના અને અવગુણ જોવા હોય તો પોતાના જ જોવા. આટલી નાનકડી વાત યાદ રહી જાય તો કામ થઈ જાય. (૧૩) ‘શૌચમ્’ પવિત્રતા જોઈએ... પવિત્રતા એટલે નિર્મળતા. બીજા પ્રયોગથી મેળવેલી સ્થિરતા, ચાલી જશે. માટે પહેલા નિર્મળતા જોઈએ. નિર્મળતા, સ્થિરતા, તન્મયતા આજ સાચો ક્રમ છે. આ જ ક્રમથી પ્રભુ મળી શકે. નિર્મળતા એ પાયો છે. સ્થિરતા મધ્યભાગ છે. અને તન્મયતા શિખર છે. ત્રણેય યોગોની નિર્મળતા જોઈએ. બ્રહ્મચર્ય ભાવસ્નાન છે. બ્રહ્મચર્યથી વગર નાહ્ય કાયા પવિત્ર બને છે. કટુ અને અસત્ય વચનોથી વાણી અપવિત્ર બને છે. કાયાની પવિત્રતા સદાચાર છે. વાણીની નિર્મળતા સત્ય – મધુર – હિતકારી વચન છે. આસન – પ્રાણાયામ ઈત્યાદિ કરવા માત્રથી પવિત્રતા નહિ આવે. થોડીક આભાસી સ્થિરતા આવશે, પણ એ ઝાઝી નહીં ટકે. યોગના કલાસો ચલાવીને યોગના નામે થોડા આસનો – પ્રાણાયામો શીખવી તેઓ ખીસ્સા ભરી જશે, પણ તમારું મન પવિત્રતાથી નહિ ભરાય. એના પહેલાના બે અંગો ‘યમ અને નિયમ' ભૂલાઈ ગયા છે, જેના જીવનમાં યમ – નિયમ ન હોય તેનામાં પવિત્રતા ન આવે. નિર્મલ બનેલું ચિત્ત જ સ્થિર બને છે. અહિંસાદિ પાંચ યમ છે. સ્વાધ્યાયાદિ પાંચ નિયમ છે. એ આજે ભૂલાઈ ગયા કહે કલાપૂર્ણસૂરિ ૭૭ છે. નિર્મળતા માટે જ સવારે પહેલા ભક્તિ અને પછી માળા ગણાવું છું... કપડાં મેલા થઇ જશે તેનો ભય છે, પણ અસદાચારથી કાયા, અસત્યાદિથી વચન, દુર્વિચારથી મન મલિન થઈ જશે, તેનો કોઈ ભય નથી ! અન્ય દર્શનીઓમાં પણ ધ્યાનની પૂર્વે નામ સંકીર્તનની ભક્તિ બહુ જ પ્રસિદ્ધ છે. ‘હરે રામ હરે કૃષ્ણ’ ધૂન ગવડાવ્યા પછી જાપ આદિમાં પ્રવેશ કરાવવામાં આવે છે. દા.ત. ગૌરાંગ ચૈતન્ય મહાપ્રભુનો સંપ્રદાય. સ્વાધ્યાય, સ્તોત્રાદિથી વાણી પવિત્ર બને છે. મૈત્ર્યાદિથી મન પવિત્ર બને છે. કાયા, વચન અને મનની પવિત્રતા ક્રમશઃ હાંસલ કરવાની છે. કાયા અને વચનની પવિત્રતા મેળવ્યા વિના સીધા જ તમે મનની પવિત્રતા મેળવી ન શકો. આ ક્રમ છે. પહેલા સદાચારાદિથી શરીર પવિત્ર બનાવો. પછી સત્યાદિથી વાણી અને પછી મનનો નંબર રાખો. શૌચ - પવિત્રતા પછી જ સ્થિરતા આવે માટે... (૧૪) પછી લખ્યું ધૈર્યમ્ - સ્થિરતા જોઈએ. (૧૫) એ સ્થિરતા પણ દંભહીન જોઈએ. માટે લખ્યું : સવ— સાધકનું જીવન દંભ – વિહોણું ખુલ્લા પુસ્તક જેવું હોવું જોઈએ. (૧૬) આત્મનિગ્રહઃ વૈરાગ્યમ્ ઃ ઈન્દ્રિયોના વિષયમાં આસક્ત બનેલું મન ચંચળ બને છે. એની ચંચળતાને નાથવા વૈરાગ્ય જોઈએ. (૧૭) વૈરાગ્ય પછી જ તમે આત્મ-નિગ્રહ કરી શકો. (૧૮) સંસારના દોષો જોવા. સંસાર એટલે વિષય-કષાય. પ્રત્યેક ક્ષણે વિષય-કષાયના દોષો વિચારવા. વિષયો વિષથી પણ ભયંકર છે. વિષ એક જ વાર મારે. વિષયો વાંરવાર મારે, ભાવપ્રાણની હત્યા કરે. ‘સુગર કોટેડ’ ઝેર છે. વિષય ભોગવનારને ખ્યાલ નથી આવતો. એમાં ઝેરનું દર્શન થાય તો જ વિષયો છોડી શકાય. જ ગમે તેટલા ભોગવવામાં આવે તો પણ વિષયો ભોગવનારને તૃપ્તિ નથી આપી શકતા. બ્રહ્મદત્તને યાદ કરો. આજે ક્યાં છે ? કષાયને પણ ઉત્પન્ન કરનાર વિષયો છે. મૂળ આસક્તિ છે જીવને વિષયો પર. ૭. કહે કલાપૂર્ણસરિ www.eKhelibrary.org વિષયોમાં કોઈ આડું આવે તો તેના પર કષાય થાય છે. जे गुणे से मूलठाणे, मूलठाणे से गुणे । વિષયો આત્માના નહિ, પુદ્ગલના ગુણો છે. પુદ્ગલો પર છે. પર પર આસક્તિ કરીએ તો સજા ન મળે? બીજાના મકાન પર તમારો દાવો કરો તો તમને પેલો સજા ન આપે?કેસન કરે? પુદ્ગલોનો આપણા પર કેસ ચાલુ છે, કહે છેઃ “આ જીવ મારા પર પોતાનો દાવો કરે છે. એને સજા થવી જોઈએ. ફલતઃ આપણને સજા મળી છે, મળી રહી છે ને ભાવિમાં પણ મળશે. જો આપણે પરનો કબજો નહિ છોડીએ. તીર્થકરોનું ભલું થાઓ કે જેમણે આપણને સમજાવ્યું. આ કબજો છોડો, પર પરની તમારી માલિકી હટાવો. તો જ તમે સજામાંથી મુક્ત બની શકશો. એ વિના તમારું સંસાર પરિભ્રમણ બંધ નહિ થાય. સંસાનો બીજો પાયો છેઃ કષાય. કસાઈ બકરાની કતલ કરે, તેમ કષાયો ચારે ગતિના જીવોની કતલ કરે છે. કષાયના આવેશ વખતે આપણે કેવા બની જઈએ છીએ? મન - વચન-કાયા કેવા કંપવા લાગે છે? ક્યારેક તો સ્વસ્થતાપૂર્વક એ રોદ્રસ્વરૂપ જુઓ! તમને ગુસ્સા પર ગુસ્સો આવી જશે. (૬) “ચિંત્ય દ્વિવૈય' શરીરાદિની વિરૂપતા વિચારવી. આઠ વર્ષ પહેલા જે માણસોના શરીર જોયેલા, અત્યારે જોઈએ છીએ ત્યારે સ્વરૂપ કેટલું બદલાયેલું લાગે છે? શરીરનો આ જ સ્વભાવ છે. પળે પળે ગળવું! નષ્ટ થવું! નશ્વર શરીર છે માટે જ અવવર તત્ત્વ પર નજર નાખો એમ જ્ઞાની કહે છે. કહે કલાપૂર્ણસૂરિ .... J૪, ૨૯-૭-૯૯, અ. વદ. ૧ * પૂર્વ જન્મમાં કરુણાને ખૂબ જ ભાવિત બનાવી હોવાથી ભગવાન સ્વયં કરુણાવંત છે તથા તેમનો ધર્મ પણ કરુણામય છે. મેઘરથ રાજા કબૂતર બચાવવા પ્રાણ આપવા તૈયાર થઈ ગયેલા. પોતાના આત્મા કરતાં પણ બીજાને વધુ ગણવા ‘આત્મવત્ સર્વભૂતેષુ થી પણ મૂકી ઉંચેરી આ દષ્ટિ છે. મંત્રી વગેરે ના પાડે છે, છતાં મહારાજ સ્વ નિર્ણયથી ચલિત ન થયા. કરુણા ના પાડે છે, શરણાગતનું ગમે તે ભોગે રક્ષણ કરવું, એમ કરુણા એમને શીખવે છે. 1 શાન્તિનાથ ભ.નો આ પૂર્વનો ત્રીજો ભવ છે. તે જ ભવમાં આવી કરુણાથી એમણે તીર્થંકર નામકર્મ બાંધ્યું. આચારાંગ સૂત્ર કરુણાનું ઝરણું છે. ગોવિંદ પંડિતે જૈનદર્શનનું ખંડન કરવું હોય તો દીક્ષા લઈને અભ્યાસ કરવો પડે, એવા આશયથી દીક્ષા લીધેલી, પણ આચારાંગ સૂત્ર વાંચતાં હૃદય પલટાયેલું. પછી સાચી દીક્ષા સ્વીકારી. * શાસ્ત્ર બીજાની પરીક્ષા માટે નથી, સ્વના નિરીક્ષણ માટે છે. બીજાના દોષો જોયા કરશો તો શાસ્ત્ર તમારા માટે શસ્ત્ર છે. * મારું સ્વાસ્થ્ય ભલે બરાબર ન હોય, પણ વાચનાદિથી ઉલ્ટું વધુ સ્ફૂર્તિમય રહે છે. તમે ગ્રહણ કરજો અને પછી જીવનમાં ઉતારી વિનિયોગ કરજો. કંસ નહિ બનતા. આપણી જ્ઞાન સંપત્તિ – અધ્યાત્મ સંપત્તિ જો આપણે બીજામાં વહેંચીશું નહિ તો . કહે કલાપૂર્ણસૂરિ ..... તે સાનુબંધ નહિ બને, ભવાંતરમાં મળનારી નહિ બને. જૈનશાસન શા માટે જયવંતુ છે? વિનિયોગની પ્રક્રિયા ચાલુ રહી છે માટે. નૈયાયિક પંડિતો કિલષ્ટ ભાષામાં લખે – જેથી કોઈ પોતાની વાત સમજી જ ન શકે. જ્યારે જૈનાચાર્યોએ સરળ ભાષામાં લખ્યું છે. બધા સમજે - ગ્રહણ કરે, જીવનમાં ઉતારે. આ વિનિયોગ છે. (૨૦) “પત્તિ વિતિ થા' ભગવાન પર ભક્તિ ધારણ કરવી. આટલા ગુણો આવ્યા, હવે ભક્તિની શી જરૂર છે? ભક્તિ નહિ હોય તો આ બધા ગુણો અભિમાન પેદા કરશે. અભિમાન થયું એટલે પતનનો પ્રારંભ થયો સમજી લો. બત્રીશ – બત્રીશીમાં તો ત્યાં સુધી કહી દીધું सारमेतन्मया लब्धं, श्रुताब्धेरवगाहनात् । भक्तिर्भागवती बीजं, परमानन्द-सम्पदाम् ।। “સમગ્ર શાસ્ત્રનો સાર, મેળવ્યો મેં મથી – મથી; પરમાનંદની પ્રાપ્તિ થાય છે પ્રભુ - ભક્તિથી.” ભગવાન બીજું કાંઈ નથી માંગતા – માત્ર સમર્પણ માંગે છે. તે પણ પોતાના માટે નહિ, ભક્ત માટે જ. પોતાના માટે ભગવાનને નમન, પૂજન, સમર્પણ કે ભક્તિની જરૂર નથી. ભક્ત માટે આ બધું જરૂરી છે. * સમ્યગ્દર્શનમૈત્રી અને ભક્તિના પાયા પર ઉભું છે. આનાથી મધુર પરિણામ પેદા થાય છે. એનાથી પહેલા લીંબડાની કડવાશ માત્ર હોય છે. સભ્યનું વર્ણન - જ્ઞાન - યાત્રિા િમોક્ષમા | - તત્ત્વાર્થ સૂત્ર આ સૂત્રમાં ઉત્ક્રમથી પંચ પરમેષ્ઠી રહેલા છે. “માર્ગથી અરિહંત, “મોક્ષથી સિદ્ધ, “ચારિત્ર'થી આચાર્ય, ‘જ્ઞાન'થી ઉપાધ્યાય, દર્શનથી સાધુ અને “સમ્યથી નમસ્કાર નિર્દિષ્ટ થયેલ છે. * મોક્ષની અભિલાષા એટલે સિદ્ધ થવાની અભિલાષા. સિદ્ધની અભિલાષા એટલે શુદ્ધ થવાની અભિલાષા. જેટલા અંશે તમે શુદ્ધ બનો છો, તેટલા અંશે તમે સિદ્ધ બનો છો. અહીં જ તમે ક્ષણે-ક્ષણે સિદ્ધ બની રહ્યા છો. હે - માળે કે ના સિદ્ધાંતથી આમ કહી શકાય. “મિનમા - મડે થી જેમ અત્યારે આપણે મરી રહ્યા છીએ, તેમ શુદ્ધ થતા આપણે અત્યારે જ સિદ્ધ બની રહ્યા કહે કલાપૂર્ણસૂરિ . ૮૧ છીએ, એમ ન કહી શકાય ? * નિશ્ચયથી પ્રતિપત્તિ પૂજા ૧૧-૧૨-૧૩ ગુણઠાણે હોય, પણ એનો પ્રારંભ ૪થા ગુણસ્થાનકથી થઈ શકે. પ્રભુ – આજ્ઞાપાલનરૂપ પૂજા સૌ પ્રથમ આવવી જોઈએ, પછી પ્રતિપત્તિ પૂજા આવે. હિંસાદિ આશ્રવોનો ત્યાગ કરવો તે પ્રભુનું આજ્ઞાપાલન છે. મિથ્યાત્વ – અવિરતિ - પ્રમાદ – કષાય – યોગ – આ આશ્રવોના પાંચ દ્વાર છે. તેને રોકવા તે પ્રભુની આજ્ઞા છે. આશ્રવોના દ્વાર ખુલ્લા ન રખાય. દુકાનના દ્વાર એક રાત ખુલા રાખી તો જુઓ ! અનાદિકાળથી આપણે પાંચ-પાંચ દ્વાર ખુલ્લા રાખ્યા છે. લૂંટ ન થાય તો બીજું શું થાય? સંવર : આશ્રવનું પ્રતિપક્ષી છે. દરવાજે જેમ વોચમેન રાખો છો, તેમ આત્મમંદિરે સંવરના વોચમેન જોઈએ. વિવેક જેવો કોઈ વોચમેન નથી. વિવેક પ્રભુકૃપાથી મળે છે. હેય – ઉપાદેયની સમ્યક્ જાણકારીપૂર્વકનું જ્ઞાન સાથેનું આચરણ તે વિવેક. * પ્રભુ-ભક્તિમાં રંગાઈ જશો, તેટલા ગુણો તમને નહિ છોડે. આ તો ચોળમજીઠનો રંગ છે. ભક્તિ ‘‘વિનયગુણ’ છે. વિનયગુણ આવે તો બીજા કયા ગુણો ન આવે ? પ્રભુ-ભક્તિ એ ઉત્કૃષ્ટ વિનય છે. સંસારના વિનયમાં આકાંક્ષા છે : કંઈક ? મેળવવાની. અહીં એ પણ નથી. સંપૂર્ણ નિરાકાંક્ષ બનીને ભક્ત ભગવાનની ભક્તિ કરે છે. એ તો ત્યાં સુધી કહી દે છે ઃ મારે એના બદલામાં મુક્તિ પણ જોઈતી નથી. * સૂર્યના એક જ કિરણે અંધકાર ભાગે, તેમ ભગવાનની એક જ સ્તવનાથી તો શું? ભગવાનની કથાથી પણ પાપ ભાગે, એમ માનતુંગસૂરિજી કહે છે. ‘“જ્ઞાસ્તાં તવ સ્તવન. ,, પરિચિત સ્તોત્રોમાં પણ કેટલું ભર્યું છે ? કદી વિચાર્યું? ચૈત્યવંદન સ્તવનોમાં તમને ટાઈમ નકામો જાય છે, એમ લાગે છે ? તમે એકવાર ભક્તિનો સ્વાદ તો ચાખો. ન્યાલ થઈ જશો. * ‘ભગવાન સાંભળી લે ખરા, પણ બોલે નહિ.’ એ વાક્ય હું હમણા બોલી ગયો તે તમે સાચું માનો છો ? ભગવાન સાંભળે છે, આપણા સ્તવનો, આપણી સંવેદનાઓ, આપણી પ્રાર્થનાઓ તે સાંભળે છે, એમ તમે માનો છો ? કે આ માત્ર ઉપચાર લાગે છે ? યાદ રાખો કે જ્યાં સુધી તમે ‘સાક્ષાત્ ભગવાન સાંભળી રહ્યા છે’ એવું નહિ માનો ત્યાં સુધી ભક્તિ કરી નહિ શકો. ૮૨ ... ..... કહે કલાપૂર્ણસૂરિ * શકસ્તવમાં ભગવાનનું એક સુંદર વિશેષણ છેઃ વિશ્વપાયા ભગવાન “વિશ્વરૂપ છે, એટલે કે વિશ્વવ્યાપી છે. ઘટ-ઘટના અંતર્યામી છે ભગવાન! ‘ત્યામવ્યય' આગાથામાં જે જે ભગવાનના વિશેષણો છે, તે બધા જ ભગવાનની જુદી – જુદી શક્તિ બતાવનારા છે. * તમે ભયભીતકેમ છો? ભગવાનની શરણાગતિ સ્વીકારી નથી માટે. નિર્ભય બનવું હોય તો પહોંચો ભગવાન પાસે. સમયે સરdi પવન' એમ અજિતશાન્તિકાર ઘોષણા કરે છે. * બીજા કાર્યો માટે કલાકોના કલાકો કાઢી શકો છો. પ્રભુ-ભક્તિ માટે તમે થોડો વધુ સમય ફાળવી નહિ શકો? ભક્તિમાં ઊંડા ઉતરશો પછી સમજાશે કે સ્વાધ્યાય, વાંચન, સંપાદન, સંશોધન, અધ્યયન, અધ્યાપન, જાપ, ધ્યાન, સેવા વગેરે તમામ પ્રભુ-ભક્તિના જ પ્રકારો છે. અત્યારે તમારા આ કાર્યો શુષ્ક છે. કારણ ભક્તિ ઉતરી નથી. ભક્તિનો દોરો જોડાઈ જાય તો આ બધા કાર્યોના મણકો માળા બની તમારા કંઠમાં શોભી ઊઠે. (૨૨) – “વ્યો રેશો વિવિશ યોગીએ એકાન્ત સ્થળનું સેવન કરવું. આટલું એકાંત પવિત્ર સ્થાન (વાંકી) આટલા વર્ષોમાં નથી મળ્યું. સાધના માટે આ વાંકી ક્ષેત્ર ઉત્તમોત્તમ છે માટે અહીં રહી સાધના પર ભાર મૂકજો. જાપ - થાન વગેરેની જેટલી અનૂકૂળતા અહીં મળશે તેટલી બીજે ક્યાંય નહિ મળે. ૯૨ વર્ષીય સા. લાવણ્યશ્રીજી મ. આજે બપોરે ૧.૩૦ વાગે કાળધર્મ પામ્યા છે. આ સાધ્વીજી ખૂબ જ ગુણીયલ હતાં. મારાથી ડબલ પર્યાય એટલે કે મારી ઉંમર જેટલો દીક્ષા પર્યાય હતો. ગુણથી પણ વૃદ્ધ હતાં. આવી વેદનામાં પણ અપૂર્વ સમાધિ રાખી. બુદ્ધિશાળી પણ ખૂબ જ. તે યુગમાં ૧૮ હજારી કરેલી. છેલ્લા ૧૫ વર્ષથી બીમાર હતાં. સાથે રહેનારાએ પણ કમાલ કરી છે, અપૂર્વ સેવા કરી છે. જેટલી અનુમોદના કરીએ, તેટલી ઓછી છે. આપણે વૃદ્ધ બનીશું, આ જગતમાંથી વિદાય લઈશું એ હકીકત કદી ભૂલવી નહિ. આપણું મૃત્યુ જોવું. પોતાનું મૃત્યુ જેને પ્રતિપળદેખાય તે વૈરાગી બન્યા વિનાન રહી શકે. મૃત્યુની દરેક ઘટના આપણા વૈરાગ્યને વધારનારી બનવી જોઈએ. કહે કલાપૂર્ણસૂરિ ... • ૮૩ શુક્ર, 30-9-૯૯, અખા. વ. ૨ * ભગવાને ૩૦ વર્ષ સુધી તીર્થને સ્થિર બનાવવા લગાતાર છ-છ કલાક સુધી સતત દેશના આપી. કારણ કે માણસનો ભૂલકણો સ્વભાવ છે. એને પુનઃ પુનઃ યાદ કરાવવા છતાં એ પુનઃ પુનઃ ભૂલી જાય છે. માટે જ પુનરાવર્તન પર આટલું મહત્ત્વ આપવામાં આવે છે.. ભણેલું કેમ ભૂલાઈ જાય છે? પુનરાવર્તન નક્કુ માટે. ભણો છો ત્યારે જ્ઞાનાવરણીય કંઈક તૂટે, પણ બાકીના સમયે શું થાય છે? જ્ઞાનાવરણીય સતત બંધાતું જ રહે છે, એથી જ આપણે ભણીએ છીએ, તેથી ભૂલીએ છીએ વધુ દીક્ષા લીધા પહેલાના કેવા ઉત્તમ મનોરથો હતા? હવે એ કેમ ભૂલાઈ ગયા? માટે જ પાંચેય આચારોનું પાલન સતત કરવાનું છે, જ્યાં સુધી ક્ષાયિક ભાવના આવે ત્યાં સુધી. ક્ષાયોપથમિક ભાવોની તો સતત માવજત કરવી જ રહી. એ ક્યારે ચાલ્યા જાય, કાંઈ કહેવાય નહિ. * શાસ્ત્રનું અધ્યયન ગુરુ પાસે કરવાનું મુખ્ય કારણ એ કે એના દ્વારા સ્વ-દોષો ખ્યાલમાં આવે. શાસ્ત્ર આપણી સમક્ષ અરીસો બનીને આવે છે, સ્વ-દોષદર્શન માટે. * ભૂખ વખતે ખાવ તો ભૂખ શમી જાય. તરસ વખતે પાણી પીઓ તો તરસ શમી જાય, પણ ક્રોધ વખતે ક્રોધ કરો તો શમી જાય એવું નથી, ઉર્દુ વધે. માયા, માન, લોભ, કામ, ઈર્ષ્યા વગેરે તમામમાં એમ જ સમજવું. આ બધું મોહનીયનું ઉત્પાદન છે. (૧૯)મો છેઃ ગુણ ભગવાનની ભક્તિઃ ભક્તિ એટલા માટે કે એન હોય તો આવેલા ગુણો સચવાય નહિ. ૮૪.. ... કહે કલાપૂર્ણસૂરિ આપણા તરફથી પ્રભુ પર અનુરાગ વધતો જાય તેમ તેમ પ્રભુનો અનુગ્રહ આપણા પર વધતો જાય. બિલાડીના બચ્ચાને મા સ્વયં પકડે છે. ભક્તને ભગવાન પકડે છે. વાંદરીના બચ્ચા માને સ્વયં પકડે છે. જ્ઞાની, ભગવાનને પકડે છે. વાંદરીના બચ્ચાને કૂદતાં નથી આવડતું, છતાં મા જેટલું કૂદે તેટલું જ એ કૂદી જાય. શા માટે ? છાતીએ વળગેલું છે માટે. એ જ રીતે ભગવાનને આપણે પકડી લઈએ તો ? સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી લઈએ તો ભગવાન આપણું બધું જ સાંભળી લે. વાંદરીનું બચ્ચુ જ્યાં સુધી પુખ્ત નથી થતું ત્યાં સુધી માતાને છોડતું નથી. આપણી પાસે આટલી પણ સમજ નથી ? આપણે ભગવાનને શી રીતે છોડી શકીએ ? વિ. સં. ૨૦૨૯ મનફરા – ચાતુર્માસ પ્રવેશ વખતે નાનકડા પૂર્ણચન્દ્ર વિ. ને ભોજાભાઈ કારિયાએ ખભા પર ઉપાડી લીધેલા. તેમ અમુક કક્ષા પછી ભગવાન સ્વયં ભક્તની રક્ષા કરે છે. મદ્રાસમાં એક વખતે એવી પરિસ્થિતિ હતી કે જવાની તૈયારી ! મેં કલ્પતરુ વિ.ને કહી પણ દીધું : બસ, જાઉં છું : વોસિરે... વોસિરે મુહપત્તિના બોલ પણ બોલી શકતો નહિ. પણ... ભગવાને મને ઊભો કરી દીધો. એક જન્મમાં બે જીવનનો અનુભવ થયો. મને તો આમાં પ્રત્યક્ષ ભગવાનની કૃપા દેખાય છે. નેલ્લોરવાળા નારાજ થઇ ગયેલા ઃ અમારી પ્રતિષ્ઠાનું શું ? મેં કહેલું ઃ ગમે તે રીતે આવીશ. પ્રતિષ્ઠા (વિ. સં. ૨૦૫૨ વૈ. સુ.)પણ થઈ. આગમિક પદાર્થને તર્કથી ગ્રહણ કરી શકાય, યુક્તિથી નહિ, યૌક્તિક પદાર્થને તર્કથી ગ્રહણ કરી શકાય. બન્નેમાં જો ગરબડ થઈ જાય તો જ્ઞાનની સૂક્ષ્મતા નથી એમ સમજવું. ભક્તિનો આ પદાર્થ શ્રદ્ધાગમ્ય છે, અનુભવગમ્ય છે. બિલાડીના બચ્ચાને માએ પકડી લીધું ત્યારે બચ્ચાએ શું ક્યું ? શ્રદ્ધાથી સંપૂર્ણ સમર્પણ કર્યું. જો એ સમર્પણ ન કર્યું હોત તો ? મા તરફ શંકા કરી હોત તો ? મા એને બચાવી ન શકત. આવી શરણાગતિ જો આવી જાય આપણામાં... પૂર્વનું વેર લેવા રાત્રે નાગરાજનું રૂપ લઈ દેવ આવ્યો. ગુરુએ શિષ્યની છાતી પર ચડી છરીથી લોહી કાઢી નાગને આપ્યું. નાગ જતો રહ્યો, શિષ્ય બચી ગયો. સવારે કહે કલાપૂર્ણસૂરિ ..... ૮૫ પૂછતાં શિષ્ય કહ્યું: “ગુરુ મારા તારણહાર છે. તેઓ જે કરશે તે બરાબર જ કરશે. મને પૂર્ણ વિશ્વાસ છે. શંકા કે અશ્રદ્ધાનું કોઈ કારણ નથી” ગુરુને તેની યોગ્યતાથી આનંદ થયો. આનું નામ શરણાગતિ! બિલાડી ને વાંદરી જેમ સ્વ-સંતાનને પોતાના જેવા બનાવે છે તેમ ભગવાન સમર્પિત ભક્તને સ્વતુલ્ય બનાવે છે. આપણી ભક્તિ અને પ્રભુની શક્તિ ! આ બન્ને જોડાઈ જાય એટલે કામ થઇ જાય. तस्मिन् (परमात्मनि) परम-प्रेमरूपा भक्तिः - નારદીય ભક્તિસૂત્ર પ્રભુના જ પરમ પ્રેમમાં મન તરબોળ થઈ જાય; એ જ સર્વસ્વ અને તરણ તારણ લાગે, એવો ભાવ તે ભક્તિ છે. પુરુષાર્થ કે તેની સફળતાનું અભિમાન, ભક્તિ જ ગાળી શકે તેમ છે. નહિ તો સફળતાનું અભિમાન આપણને મારી નાખશે. કેટલાય સાધકોની સાધના અભિમાનથી રોળાઈ ગઈ. “સ્વપુરુષાર્થથી હું આગળ પહોંચી જઈશ, એમ માનીને હવે આપ મારી ઉપેક્ષા કરશો નહિ. આટલી ભૂમિકા સુધી આપની કૃપાથી જ પહોંચ્યો છું. હવે ઉપેક્ષા કરો તો કેમ ચાલે? આ કોના ઉદ્ગારો છે? (કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રસૂરિના) દંના મોટા પહાડને તોડવા ભક્તિસિવાય બીજું કોઈ સાધન નથી. ભક્તિના વજથી અહંતાનો ડુંગર ચૂર-ચૂર થઈ જાય છે. માટે જ પ્રથમ સોહં બનીને નહિ, પણ દાસોહં બનીને સાધના કરવાની છે. (૨૨) - ‘સેવ્યો : સલા વિવિશ” આપણી સાધનામાં વિક્ષેપ ન પડે એવું સ્થાન પસંદ કરવું - એકાન્તસ્થાની ઘણી ભીડથી સાધનામાં વિક્ષેપ પડે છે. તમે અહીંઘણી સંખ્યામાં રોજ આવો છો તે સારી વાત છે. કેટલીયે વાર આવો, હું એનો જ છું. એ જ વાસક્ષેપ છે. માટે તમે ઘણા બધા વારંવાર આવો તો સારું! પરિપક્વ માટે એકાન્તસ્થાન બરાબર છે, અપક્વ માટે નહિ તેના માટે પ્રમાદનું કારણ બને (૨૨) - “સ્થતિર્થં સભ્યત્વે’ : “સમ્યકત્વમાં સ્થિર રહેવું.” .... કહે કલાપૂર્ણસૂરિ ૮૬ ... આત્મ તત્ત્વની સ્પર્શના તે નિશ્ચય સમ્યક્ત્વ. જેવું સ્વરૂપ પ્રભુનું છે, તેવું જ મારું છે, માત્ર કર્મથી દબાયેલું છે, એ વાત પર પૂર્ણ વિશ્વાસ – સંવેદનાત્મક પ્રતીતિ – સમ્યગ્દર્શન કરાવે છે. પ્રભુનું ધ્યાન તે નિશ્ચયથી આપણું જ ધ્યાન છે,-એમ સમ્યગ્ દર્શન શીખવે છે. ભગવાને આપણને કદી જુદા માન્યા નથી. આપણે જરૂર માન્યા છે. ભગવાને જુદા માન્યા હોય તો તેંઓ ભગવાન બની જ શક્યા ન હોત. તત્ત્વ ન જાણ્યું હોય તે જ ભગવાનને જુદા માને. અત્યારે પણ પ્રભુ આપણને – સંપૂર્ણ જગતને સત્ – ચિત્ – અને આનંદથી પરિપૂર્ણ માને છે. પોતાના જેવું જ સ્થાન બીજાને આપવું, એ રીતે જોવું એ પ્રેમની નિશાની નથી ? પોતાના જેવું જ ભોજન અપાય તો એના પર પ્રેમની જ નિશાની થઈ ને? ભગવાન્ આપણા સર્વ પર પ્રેમની વર્ષા કરી રહ્યા છે. આ પ્રેમની અનુભૂતિ આપણા હૃદયમાં થવી જોઈએ. પ્રભુ પણ જેને પોતાના સાધર્મિક બંધુ ગણતા હોય એ છકાયના જીવો પ્રત્યે અજયણાપૂર્વક વર્તન થાય ? પ્રભુના પરિવારનું અપમાન શી રીતે થઈ શકે ? સમ્યગ્દર્શન આવતાં જ સર્વ જીવો પ્રત્યે આત્મતુલ્ય દૃષ્ટિ આવે છે. જીવોની રક્ષામાં જ મારી રક્ષા છે, એમ સમજાય છે. ‘આતમ સર્વ સમાન નિધાન મહા સુખકંદ; સિદ્ધતણા સાધર્મિક સત્તાએ ગુણવૃંદ.’’ આ સમ્યક્ત્વીના ઉદ્ગારો છે. પ્રભુએ જેને પ્યારા માન્યા તેને હું પ્યારા માનીને જીવન જીવું એ જ મુનિનું લક્ષ્ય હોય. જો આવું લક્ષ્ય ન હોય તો બધી દ્રવ્ય ક્રિયાઓ ગણાશે. પ્રાણ વગરના કલેવર જેવી ! બીજ વાવ્યા વિના ખેડૂતની મહેનત જેવી ! (૨૩) - ‘વિશ્વામ્યો ન પ્રમાદ્દરિપુઃ ।' શત્રુ બહાર નથી, આપણી અંદર જ છે. "खणं जाणाहि पंडिए" "समयं गोयम मा पमायए " ભગવાનના આ બધા સૂત્રો પ્રમાદ ઉડાડવા માટેના જ છે. – અન્યદર્શનીઓ પણ કહે છે ‘‘પ્રમાવ વ મનુષ્યાળાં શરીરહ્યો મારિવુઃ ।'' કહે કલાપૂર્ણસૂરિ ..... ... ૮૭ ક્શન, ૩૧-૭-, અપ્રા. વ. 3, धण्णा य उभयजुत्ता धम्मपवित्तीइ हुँति अन्नेसिं । जं कारणमिह पायं, के सिंचि कयं पसंगेणं ।।१०८ ।। | * ભૌતિક સુખો કરતાં સંયમ જીવનમાં અધિક આનંદ ન હોય તો ચક્રવર્તી પોતાનું રાજ્ય છોડી સંયમ સ્વીકારે નહિ. ઈન્દ્રિયોના સુખ માત્ર કાલ્પનિક છે. વસ્તુતઃ કશું નથી. ઝાંઝવાના જળમાં હરણને પાણી દેખાય. મૂઢને સંસારમાં સુખદેખાય, અમૂઢને નહિ. આ વાત અલ્પ સંસારીને જ સમજાય, ભવાભિનંદી – દીર્ધસંસારીને નહિ, ભારેકર્મીને નહિ, હળુકર્મીને સમજાય. હળુકર્મી શબ્દથી જમને દેવજીભાઈ (ગાંધીધામ) યાદ આવી જાય. એમના ગુણોથી ખ્યાલ આવી જાય. દેવજીભાઈને અમે કદી આવેશમાં તો જોયા જ નથી. આ આપણા સંસારનો માપદંડ છે. સર્વજ્ઞ ભલે નથી, પણ શાસ્ત્ર છે, ગુરુ છે. એના દ્વારા આપણે યોગ્યતા જાણી શકીએ. * અયોગ્યને દીક્ષા આપવાથી શું થાય? દિગંબરમતપ્રવર્તક સહસ્રમલ, પહેલેથી જ, સંસારીપણાથી જ ઉદ્ધતસ્વભાવનો હતો. દીક્ષા લઈને આખરે અલગ ચોકો જમાવ્યો. ગુરુએ એને દીક્ષા નહોતી આપી, પણ પોતાની મેળે જ તેણે વેષ પહેરેલો. પછી દાક્ષિણ્યથી ગુરુએ વિધિપૂર્વક દીક્ષા આપવી પડેલી. દીક્ષાર્થી ઉંમરની અપેક્ષાએ ૮ વર્ષથી વધુ અને ૬૫ વર્ષથી અંદનો જોઈએ. ૮ વર્ષનો સાવ બાળક ન કહેવાય. .. કહે કલાપૂર્ણસૂરિ ૮૮ ... અવિવેકનો ત્યાગ એ સાચી દીક્ષા છે. બાહ્ય ત્યાગ સાથે અવિવેનોત્યાગકરનાર વિરલ હોય છે. બાહ્ય ત્યાગ તો પશુ-પક્ષીઓ પણ કરે છે. પણ મૂળ વાત છે વિવેકની. વિરાગ વિવેકથી ટકે છે. કષાય આવે ત્યારે સમજવું અવિવેક પેસી ગયો છે. તજવા લાયક કષાયોને અપનાવ્યા તો વિવેક ક્યાં રહ્યો? વોર્મિનું . કયા ક્ષેત્રમાં દીક્ષા આપવી? જ્યાં ભગવાનનું સમવસરણ થયેલું હોય, વિચરણ થયેલું હોય, તે ભૂમિ ઉત્તમ ગણાઈ છે. જિનભવન, ઈભુવન, (શેરડીનું ખેતર) વડ-પીપળ વગેરે દૂધીયાઝાડ હોય, જ્યાં અવાજના પડઘા પડતા હોય, દક્ષિણાવર્ત પાણી ફરતું હોય, તે ભૂમિ દીક્ષા માટે ઉત્તમ ક્યાંદીક્ષાનઆપવી? ભાંગેલી - તૂટેલી, બળેલી – જળેલી, સ્મશાન, અમનોજ્ઞ ભૂમિ, ખંડિયેર, ખારી જમીન, અંગારાવાળી, વિષ્ઠા-ઉકરડાવાળી જમીન વગેરે સ્થળે ન આપવી. - દીક્ષા માટે કાળની શુદ્ધિઃ ૧૪, ૩૦, ૮, ૯, ૪, ૧૨ વર્જિત તિથિ છે. (અમે રાજનાંદગાંવથીવદ-૪ શનિએનીકળ્યા. અહીં પ્રવેશ પણ વ.-૪ શનિએથયો.) દીક્ષા માટે શ્રેષ્ઠ નક્ષત્રઃ ૩ - ઉત્તરા, રોહિણી, અનુરાધા, રેવતી, પુનર્વસુ, - સ્વાતિ - અશ્વિની વગેરે. (વિશેષ ગુરુગમથી જાણવું.) ઉત્સાહ એજ મુહૂર્ત એમ કહીને જ્યોતિષની ઉપેક્ષા ન કરી શકાય. જિનાજ્ઞા - ભંગનો દોષ લાગે. મહાસુ. ૨ (વિ. સં. ૨૦૫૩) સિરિગુપ્પા - (કર્ણાટક)માં પ્રતિષ્ઠા થઈને તે જવખતે મુસ્લીમોનો હુમલો થયો. દુકાનો સળગાવી. લાખોની નુકશાની થઈ. કર્ણાટકમાં હાહાકાર મચી ગયો. મહારાજ બલારી ગયા. મુંઝાયેલા લોકો અમારી પાસે આવ્યા. ત્યાં જઈને અમે ફંડ કરાવ્યો. આજુબાજુના હુબલી – બેંગ્લોર વગેરે સ્થાનોથી ઘણા લોકો આવ્યા. મુસ્લીમો પણ આવેલા. ૧૮ લાખ રૂા. થઈ ગયા. થોડીક વિધિમાં ગરબડ થાય તો આવી સ્થિતિ પણ થઈ શકે. * પ્રશ્ન દ્વારઃ દીક્ષાર્થીને પૂછવું તું શા માટે દીક્ષા લે છે? તેના ઉત્તર પરથી યોગ્યતા નક્કી કરી શકાય. “આપના સિવાય કોઈ ઉદ્ધાર કરે તેમ કહે કલાપૂર્ણસૂરિ ... ૧૦. ૮૯ નથી. આ અસાર સંસારથી “આ સિવાય બીજો કોઈ હેતુ ન હોવો જોઈએ. વિનયરત્ને રાજાનું ખૂન કરવા દીક્ષા લીધેલી. વૈરાગ્ય થોડો હોય તો ધર્મકથા દ્વારા વધારવો. દુઃખગર્ભિતને જ્ઞાનગર્ભિત વૈરાગ્યમાં પલટાવવો. સાધુના આચારો – નિયમો જણાવવા. અમારા પૂ. કનકસૂરિ મ. સ્પષ્ટ કહેતા ઃ ચા નહિ, એકાસણા કરવા જોઈશે. દીક્ષાર્થી સચિત્ત વગેરેનો ત્યાગ કરી શકે છે ? વનસ્પતિ પર પગ મૂકે છે ? કે છોડીને જાય છે ? ખારી જમીન, પાણી વગેરે છોડે છે કે નહિ ? તેમાં અંદરની પરિણતિ હોય તો જ જયણાનો ભાવ જાગે. આ રીતે પરીક્ષા થઈ શકે. પ્રશ્ન ઃ કરવો છે આત્માનો અનુભવ તો વચ્ચે ભગવાનની શી જરૂર ? ઉત્તર ઃ ભગવાન સાથે સંબંધ બંધાયા વગર આત્માને જાણી શકાય નહિ. છે. -: અધ્યાત્મમાર : w શ્વેતાંબર સંઘ વ્યવહાર પ્રધાન છે. નિશ્ચય બતાવવાની ચીજ નથી, સ્વયં પ્રગટનારી માટે શ્વેતાંબર પાસે ધ્યાન નથી, એમ નહિ માનતા, ચારિત્ર હોય ત્યાં ધ્યાન હોય જ. દેશવિરતિને અલ્પમાત્રામાં હોય. વ્યવહાર વિના આપણે નિશ્ચય પામી શકતા નથી. વ્યવહાર કારણ છે ઃ નિશ્ચય કાર્ય છે. આલંબન ઉપર ચડાવે, નીચે પડતાને બચાવે. ભગવાનનું આલંબન લઈએ તો કદી નીચે ન પડાય, ઉત્તરોત્તર વિકાસ જ થાય. જુઓ પૂ. ઉપા. મહારાજના ઉદ્ગારો ઃ શ્રી અરજિન ભવજલનો તારુ, મુજ મન લાગે છે વા; બાહ્ય ગ્રહી જે ભવ-જલ તારે, આણે શિવપુર આરે... (૧) ૩૦... કહે કલાપૂર્ણસૂરિ તપ-જપ-મોહ મહાતોફાને, નાવ ન ચાલે માને રે; પણ મુજ નવિ ભય હાથો હાથે, તારે તે છે સાથે રે... (૨) ભક્તને સ્વર્ગ – સ્વર્ગથી અધિકું, જ્ઞાનીને ફળ દેઈ રે; કાયા કષ્ટ વિના ફળ લઈએ, મનમાં ધ્યાન ધરેઈ રે... (૩) જે ઉપાય બહુવિધની રચના, જોગ માયા તે જાણો રે; શુદ્ધ-દ્રવ્ય ગુણ પર્યાય ધ્યાને, શિવ દીએ પ્રભુ સપરાણો રે...(૪) પ્રભુ – પદ વળગ્યા તે રહ્યા તાજા, અળગા અંગ ન સાજા રે; વાચક –‘જશ’ કહે અવર ન થાઉં, એ પ્રભુના ગુણ ગાઉં રે...(૫) પ્રકાંડ પંડિત હતા યશો વિજયજી ! ચિંતામણિ નામના નવ્ય ન્યાયનો ગ્રન્થ માત્ર એક દિવસમાં કંઠસ્થ કરી લીધેલો. ૭૫૦ શ્લોક યશો વિ. એ અને ૫૦૦ વિનય વિ. એ કંઠસ્થ કરી લીધા. ત્યારે એક દિવસ માટે પંડિતજી બહાર ગયેલા હતા. હોય છે. એક વાત સમજી લો : ભક્તની ભાષા અલગ હોય છે. તાર્કિકોની ભાષા અલગ તાર્કિકો કહેશે ઃ ભગવાન કશું જ કરતા નથી. ભક્ત કહેશે ઃ ભગવાન જ બધું કરે છે. ‘દેવ-ગુરુ પસાય’ વ્યવહારથી બોલો છો, પણ હૈયાથી બોલો છો ? મહાન નૈયાયિક યશો વિ. આ સ્તવનમાં કેવા પરમ ભક્તરૂપે દેખાય છે ? છે ક્યાંય તર્કની ગંધ ? છે ક્યાંય તર્કના તોફાન ? ‘મારો હાથ પકડીને ઠેઠ મોક્ષનગરે ભગવાન મૂકે છે.’ આવા ઉદ્ગારો ભક્ત સિવાય કોણ કાઢી શકે ? બિલાડી જેમ પોતાના બચ્ચાને સુરક્ષિત સ્થાનમાં મૂકે છે, તેમ ભગવાન ભક્તને મોક્ષમાં મૂકે છે, એવો ભક્તનો ગાઢ વિશ્વાસ હોય છે. ભગવાન ભલે વીતરાગ છે, પણ સાથે પતિતને પાવન કરનાર, શરણઆગતની રક્ષા કરનારા છે. એ ભૂલવાનું નથી. યશો વિ. કહે છે : ભલે મોહના મહાતોફાન આવે, ગમે તેટલા ઝંઝાવાતો આવે, કહે કલાપૂર્ણસૂરિ *. ૯૧ પણ મને કોઈ ભય નથી, તાનારો પ્રભુ મારી પાસે છે. ભગવાનનું નામ મારી પાસે છે, એટલે ભગવાન મારી પાસે છે. “નામ ગ્રહંતા આવી મિલે, મન ભીતર ભગવાન.” એમ માન વિ. કહે છે. તમને પ્લેનમાં પણ વાર લાગે, ભગવાનને આવતાં કોઈ વાર નથી લાગતી. નામ બોલો ને હાજર! તમે હજુ ભગવાનની શક્તિઓને ઓળખતા નથી. ભગવાન વિભુ છે, એમ માનતુંગ સૂરિજીએ કહ્યું છે. વિભુ એટલે કેવળજ્ઞાનથી વિશ્વવ્યાપી; સર્વત્ર પ્રભુ દેખાય તેને ભય શાનો? ભગવાન આપણી ગુણમાં ગુપ્ત પ્રવૃત્તિ પણ જાણે છે – એવો વિશ્વાસ છે? એવું જાણ્યા પછી આપણે અશુભ પ્રવૃત્તિ કરી શકીએ ખરા? 'लोगो जत्थ पइट्टिओ' શ્રુતજ્ઞાનમાં પણ લોક પ્રતિષ્ઠિત હોય તો ભગવાનમાં નહિ? પ્રશ્ન: આટલી બધી સાધનાઓમાં અમારે કઈ સાધના કરવી ? અમે મુંઝાઈ ગયા છીએ. ઉત્તર આપતાં ઉ. યશો વિ. મ કહે છેઃ અસંખ્ય યોગનો વિસ્તાર (માયા = વિસ્તાર) ઘણો છે. શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયના ધ્યાનથી પ્રભુ તરત જ મુક્તિ આપે છે. વિદ્દેદમુફ્તિ ભલે અહીંન મળે, જીવન્મુક્તિ મળી શકે. ‘બીવન્મુત્તિ' એટલે જીવતાં-જીવતાં સદેહે મુક્તિનો અનુભવ કરવો. પ્રભુના ગુણ - પર્યાયોનું ધ્યાન ધરતો યોગી એવી કક્ષાએ પહોંચે છે કે શુક્લધ્યાનનો અંશ, આ કાળમાં પણ મેળવી શકે છે, એમ થશો વિ. એ સ્વયં યોગવિંશિકામાં લખ્યું છે. ૯૨ - ** » કહે કલાપૂર્ણસૂરિ Áô, ૧-૮-૯૯, અમા. ત. - જૈનશાસનમાં શ્રેષ્ઠતા આજે પણ જળવાઇ રહી છે તેનું કારણ ગીતાર્થો જિનાજ્ઞા પાલન કરી રહ્યા છે, તે છે. આજ્ઞાનુસારની પ્રવૃત્તિમાં ૧૦૦% સફળતા છે, એમ નિશ્ચિત માનજો. * મેવાડમાં ચિત્તોડગઢના વિદ્વાન તરીકે હરિભદ્ર ભટ્ટ વિખ્યાત હતા. સાધ્વીજી સ્વાધ્યાય કરતા હતા. સૂવા માટે નહિ, સમાધિ માટે સંથારો છે. નિગોદમાં ઉંઘવાનો ધંધો ખૂબ જ ર્યો છે. અહીં જાગૃતિ માટે ઉદ્યમ કરવાનો છે. આયુષ્ય દર્ભાગ્રસ્થ જળબિંદુ જેવું છે એમ જાણતો મુનિ પ્રમત્ત શી રીતે બન્ને ? સાધુ સદા અપ્રમત્તતા માટે જ સ્વાધ્યાયમાં રમમાણ રહે. સ્વાધ્યાય કરતા સાધ્વીજીના શબ્દો હરિભદ્રના કાને અથડાયા ઃ ‘‘વઋિતુમાં પિળાં’” અર્થ ન સમજાયો. અહંને ટક્કર લાગી. ୪ જ્ઞાની ભણતો જાય તેમ તેને લાગે ઃ મારું કેટલું ઘોર અજ્ઞાન હતું ! અજ્ઞાનનું ભાન કરાવે તે જ સાચું જ્ઞાન ! કહે કલાપૂર્ણસૂરિ હરિભદ્રભટ્ટ અર્થ સમજવા સાધ્વીજી પાસે ગયા ત્યારે તેમણે સાધુ મ. પાસે મોકલ્યો. ગયા. અર્થ સમજવા પ્રાર્થના કરી. એ માટે દીક્ષા લેવી પડે. દીક્ષા વિના આગમોના અર્થો અમે સમજાવતા નથી.' ગુરુની આવી વાતથી હરિભદ્ર દીક્ષા માટે તૈયાર થઈ ગયા. આવી રીતે દીક્ષિત હરિભદ્રસૂરિજીએ પંચવસ્તુક ગ્રન્થની રચના કરી છે. ૯૩ મુમુક્ષુની પરીક્ષા મુમુક્ષુની - સાધુની જીવદયાની પરિણતિ જાણવા જઘન્યથી ૬ મહિના પરીક્ષા કરે. વધુમાં વધુ બે વર્ષ સુધી. જરૂર પડે તો ૪ વર્ષ સુધી પણ પરીક્ષા કરે. દીક્ષા - વિધિવખતે શિષ્યને ડાબી બાજુ રાખે. દિક્ષાવિધિ વખતે સૂત્રોનું શુદ્ધતાપૂર્વક ઉચ્ચારણ થવું જોઈએ. રજોહરણ એટલે? हरइ रयं जीवाणं बझं अब्भंतरं च जं तेणं । रयहरणंति पवुच्चइ कारणकजोवयाराओ ।। हरति रजो जीवानां बाह्यम् आभ्यंतरं च यत् तेन । रजोहरणमिति प्रोच्यते कारणे कार्योपचारात् ।। પંચવસ્તક ગાથા-૧૩૨ જેનાથી બાહ્ય અને અભ્યાંતર રજ નું હરણ કરાય તે રજોહરણ કહેવાય. અત્યંતર કર્મરજ દૂર કરવાનું ઓઘો કારણ છે. કારણમાં કાર્યનો ઉપચાર કરવાથી તેને રજોહરણ કહેવાય. દીક્ષા વખતે ચૈત્યવંદનાદિ જરૂરી છે. તે ભક્તિયોગ છે. પ્રભુની ભક્તિથી ઉત્તમ ભાવો ટકે છે. ન હોય તો જાગે છે. દિક્ષા પછી પણ તરત મંદિરમાં નૂતનમુનિને લઈ જવામાં આવે છે. પશ્ચિમમાં ઇશાનખૂણે માળા ગણાવવામાં આવે છે. પછી પણ રોજ કમસેકમસાતવાર ચૈત્યવંદન હોય છે. આ બધું જ ભક્તિયોગની પ્રધાનતા દર્શાવે છે. મોટા સંઘોમાં પોલીસ આદિ જોઈએ ને? તેમ અહીં દીક્ષા-વિધિમાં પણ શાસનદેવતા આદિને યાદ કરવામાં આવે છે. અધ્યાત્મસાર : भक्तिर्भगवति धार्या * જગતમાં સ્વાર્થથી ભક્તિ ઘણાની કરી, પણ હવે પ્રભુની નિઃસ્વાર્થ ભક્તિ કરવાની છે. પૂનમિયા, મહુડી, નાકોડા-ભેરૂ વગેરેના ભક્તોને ખાસ સૂચનાકે અપેક્ષા જેટલી છોડશો તેટલુ વધુ મળશે. તમે માંગી – માંગીને કેટલું માંગવાના? હકીકત એ છે કે શું માંગવું? એ પણ આપણને ખબર નથી. ભગવાન, નહિમાંગવા છતાં આપનારા ga Oh, ... કહે કલાપૂર્ણસૂરિ, www.ja nelibrary.org છે, એવો વિશ્વાસ હોવો જોઈએ. * ઘણા કહે છેઃ મહારાજ!દેરાસરનું કામ શરૂ ક્યુને અમારી પડતી શરૂ થઈ. આવા લોકોને હું કહું છું પડતી તમારા કર્મોને લીધે થઈ છે. ભગવાન કદી કોઈનું બૂરું કરે નહિ. આ તો સારું થયું કે દેરાસરનું કામ થઈ ગયું. આવી સ્થિતિ વહેલી શરૂ થઈ ગઈ હોત તો તમે શું કરી શક્ત? આમાં પણ ભગવાનની કૃપા જુઓ, સુખમાં, અનુકૂળતામાં તો બધા જુએ, દુઃખ અને પ્રતિકૂળતામાં પણ જે ભગવાનની કૃપા જોઈ શકે તે જ સાચો ભક્ત છે. ભક્તિનું ફળ બતાવતાં શક્રસ્તવમાં કહ્યું છે. સર્વ સંપત્તિઓનું મૂળ પ્રભુનો અનુરાગ વધતો જાય છે. “સર્વ સમ્પ મૂ નાતે ગિનાડનુરા: ” આવો પ્રેમ જાગી જાય તો બીજું તો ઠીક. પ્રભુનું પદ પણ દુર્લભ નથી. પ્રભુ ભક્તિ સમ્યત્વને નિર્મળ કરે, બોધિ અને સમાધિને આપે. ‘મારુ વોદિત્નાબં સમાવિર મુત્તમં હિંદુ’ - - લોગસ્સ. નવકાર પછી લોગસ્સ સૂત્રની મહત્તા છે. છ આવશ્યકમાં બીજું આવશ્યક (ચતુર્વિશતિ સ્તવ) લોગસ્સનો મહિમા ગાન કરે છે. સામાયિકના પરિણામ પેદા કરવા હોય કે ટકાવવા હોય તો ભગવાનની કૃપા જોઈએ. માટે બીજા આવશ્યકમાં લોગસ્સ દ્વારા પભુ-ભક્તિ જણાવી છે. ભગવાનના સ્તુતિ – સ્તવન – મંગલ વગેરેથી બોધિ – સમાધિની પ્રાપ્તિ થાય છે, એમ ઉત્તરાધ્યયન - (૨૯)માં કહ્યું છે. ભગવાનનો સંકલ્પ, (સર્વને સુખી બનાવવાનો, સર્વને મુક્તિમાં લઈ જવાનો સંકલ્પ) ભગવાનના નામ- કીર્તનથી આપણને સ્પર્શે છે. * આપણામોટામાં મોટા દોષો (વિષયોની આસક્તિ, કષાયોનોવળગાડવગેરે) પ્રભુ-ભક્તિથી ટળે છે. ક્યારેક આત્મનિરીક્ષણ કરજો. મારામાં માયા કેટલી? લોભ કેટલો? વાસના કેટલી? આ બધાનું ઉન્મેલન ભક્તિવિના શસ્ત્ર નથી. દોષોને પંપાળીને રાખીશું ત્યાં સુધી ગુણો શી રીતે આવશે? ક્રોધ નહિકાઢો ત્યાં સુધી ક્ષમા શી રીતે આવશે? ક્રોધાદિ કાઢો ક્ષમાદિ પોતાની મેળે આવશે. ઘરમાંથી કચરો કાઢો, સ્વચ્છતા પોતાની મેળે આવશે. કહે કલાપૂર્ણસૂરિ ... ••• ૯૫ સોમ, ૨-૮-૯૯, અષા. વદ. ૭, - * ૨૧ હજાર વર્ષ સુધી શાસન – પરંપરા ચલાવવાની છે. માટે જ ઉતમ ગુરુ તથા ઉત્તમ શિષ્ય કેવા હોય, તેનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે. ઉત્તમ ભૂમિ અને ઉત્તમ બીજ હોય તો જ ઉત્તમ ફળ આવે. ખારી ભૂમિ કે સડેલું બીજ હોય તો ? બેમાંથી એક પણ ખરાબ હોય તો પણ ફળ ઉત્તમ ન આવે. આર્ય સિવાયના અનાર્ય દેશોમાં આત્માની ચિંતા છે જ નહિ. આત્માની સ્વીકૃતિ જ નથી, જે જન્મ - પુનર્જન્મ કરતો રહે છે. સાક્ષાત્ તીર્થંકર પણ વિધપૂર્વક હાથ જોડીને જ્યારે ‘મિ સામાઊં’ ની પ્રતિજ્ઞા લે છે ત્યારે જ મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે. સીધા ૭મા ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે, આ વિધિના પ્રભાવનું ઉત્તમ ઉદાહરણ છે. સાત ખમાસમણા વિનયના પ્રતીક છે. એકેક ખમાસમણામાં વિનય ટપકે છે. શિષ્યઃ ‘સંનિષદ િભળામિ' ? ‘આજ્ઞા આપો શું કહું ?’ ગુરુ : ‘વંવિત્તા પવેયહ’ ‘વંદન કરીને પ્રવેદન કરો.’ પછી શિષ્ય ખમાસમણ આપે. કેટલો ઉત્કૃષ્ટ વિનય અહીં ઝળકે છે ? શિષ્ય સંવિગ્ન હોય. સંવિગ્ન એટલે ભવભીરુ અને મોક્ષનો અભિલાષી. ૯૬ કહે કલાપૂર્ણસૂરિ * કાયોત્સર્ગ સંયમમાં સહાયક બનતો મહાન યોગ છે, એને કરવાનો હોય, પારવાનો હોય નહિ, છતાં અહીં એટલે પારવાનો છે કે એના પછીની વિધિ કરવાની છે, માટે કોઈ ‘એક નવકારનો કાઉસગ્ગ, થોય સાંભળીને પારજો.’ એમ બોલે તેમાં કોઈ જ દોષ નથી. કાઉસ્સગ્ગ કરવાની વિધિ છે તેમ પારવાની પણ વિધિ જ છે; ઉલ્ટું, ન પારીએ તો દોષ લાગે. ગુરુ શ્વાસ રોકીને શિષ્યનો ત્રણ ચપટીએ અખંડ લોચ કરે, અહીં ચપટી માટે ‘મા – અષ્ટા’ શબ્દનો પ્રયોગ થયેલો છે. * પ્રતિક્રમણ – ચૈત્યવંદન તો મહાન યોગ છે. એ વખતે વાતો તો કરાય જ શી રીતે? યોગક્રિયાનું આ કેટલું મોટું અપમાન છે ? વાતો તો ઠીક, ઉપયોગ પણ બીજે ન જોઈએ, બેઠા – બેઠા પ્રતિક્રમણ કર્યું, વાતો કરી, ઉપયોગ ન રાખ્યો તો આપણે ર્યુંશું? આ યોગ પણ શુદ્ધતાથી ન થાય તો બીજા યોગ શું કરવાના આપણે ? શશીકાંતભાઈને આ વખતે પ્રતિક્રમણની આ મહત્તા સમજાવી. ગણધરો માટે પણ જે ફરજિયાત છે, તે તમારા જરૂરી નહિ ? પ્રતિક્રમણ છોડીને તમે બીજા કોઈ ધ્યાન-યોગ કરી શકો નહિ, બીજા ટાઈમે ભલે કરો, પણ આ ટાઈમ તો પ્રતિક્રમણ માટેનો જ છે. એને ગૌણ બનાવી શકાય નહિ. * શ્રુતજ્ઞાન અને જિન બન્ને એકરૂપે છે, એમ પુક્ષરવરદી. સૂત્રમાં જણાય છે. શ્રુતજ્ઞાનની સ્તુતિ હોવા છતાં પ્રારંભમાં ભગવાનની સ્તુતિ શા માટે ? આવા પ્રશ્નના જવાબમાં નિર્યુક્તિકાર કહે છે ઃ ભગવાન અને શ્રુતજ્ઞાન અલગ નથી, બન્ને એક જ છે. ‘‘જિનવર જિનાગમ એકરૂપે, સેવંતા ન પડો ભવકૂપે,'' એમ વીર વિ. એ એટલે જ કહ્યું છે. ભગવાન માટે જે દ્રવ્યશ્રુત છે (બોલાયેલા કે લખાયેલા શબ્દો દ્રવ્યશ્રુત છે.) તે આપણા ભાવશ્રુતનું કારણ બની શકે છે. ભગવાનનું નામ છે ત્યાં ભગવાન છે. ભગવાનની મૂર્તિ છે, ભગવાનના આગમ છે, ત્યાં ભગવાન છે. ક્યાં નથી ભગવાન ? ક્યારે નથી ભગવાન ? યાદ કરો ત્યારે ભગવાન હાજર છે. આપણી બધી જ વિધિઓમાં ચારે – ચાર પ્રકારના (નામાદિ) ીર્થંકરોની ભક્તિ સમાવિષ્ટ છે. નમુન્થુણંમાં ‘ને ઞ ઞઞા.’ માં ત્રણેય કાળના તીર્થંકરોને વંદના છે. કહે કલાપૂર્ણસૂરિ ૯૭ નમુત્થણ માં ભાવજિનની સ્તુતિ છે. એમાં એકાકાર બનો. તમારા માટે આ જ ધ્યાન બની જશે. માટે જ સાધુ – સાધ્વી કે શ્રાવક – શ્રાવિકાને કોઈ અલગ યોગ શિબિરની જરૂર જ નથી. આ જ યોગ છે, આ જ ધ્યાન છે. ' - આપણી અવિધિની મોટી નુકશાની એ છે કે પરંપરા ગલત પડે. નવા આવનારને એમ જ લાગેઃ “આ તો આમ જ ચાલે. વાતો કરાય, બેસીને કરાય, ઊંઘાય, માંડલી વિના પણ કરી શકાય.” ઈત્યાદિ મિથ્યા પરંપરાનું આલંબન આપવું બહુમોટો અપરાધ છે. કોઈ ગુનો ર્યો હોય તો તેને માંડલી બહાર કરવામાં આવે છે પણ માંડલીથી અલગ પ્રતિક્રમણ કરીને તમે સ્વયં માંડલીથી બહાર થઈ જાવ, એ કેવું? અધ્યાત્મસાર: “મર્ભિાવતિ થા...' ભક્તિને હૃદયમાં ધારણ કરશો તો ભગવાન સ્વયં આવી જ જશે. “મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી. એટલે જ ગાયું છે. ભગવાન મહાન છે. આપણે વામન છીએ. મહાનને વામન શી રીતે ધારણ કરી શકે? ઘડો શી રીતે સાગરને પોતાનામાં સમાવી શકે ? યશ વિ. મ. કહે છેઃ “લઘુપણ હું તુમ મન નવિ માવું; જગગુરુ તુમને દિલમાં લાવુંરે, કેહને એ દીજે શાબાશી રે, કહો શ્રી સુવિધિ જિર્ણોદ વિમાશી રે.. પ્રભુ! હું નાનો છું, છતાં તમે મને સમાવી શક્તા નથી. તમે મોટા છો, છતાં હું તમને સમાવી શકું છું, બોલો, શાબાશી કોને આપવી? “મુજ મન અણુમાંહે ભક્તિ છે ઝાઝી..” મારું મન અણુ છે, ખૂબ જ નાનું છે, પણ એમાં ભક્તિ ઘણી મોટી છે. મારી આરાધનાની નાવડી (દરી)નો તુંનાવિક (માઝી) છે. “અથવા થિરમાંહી અથિર ન ભાવે..” અથવા સ્થિરમાં અસ્થિર ન આવી શકે, એમ કદાચ આપ કહેતા હો તો હે પ્રભુ હું કહું છું મોટો હાથી નાના દર્પણમાં નથી આવી જતો? પણ પ્રભુ...! મને શક્તિ આપનાર આપ જ છો. જેના પ્રભાવે બુદ્ધિ મળી તેને શાબાશી અપાય. » કહે કલાપૂર્ણસૂરિ ૯૮... ભગવાન ભલે મોટા હોય, ભારે હોય, પણ ભગવાનનું નામ સાવ જ હલકું અને સરળ છે. એ નામનું આલંબન તો આપણે લઈ શકીએ ને ? નવકાર પ્રભુનું નામ છે. ‘ૐ હ્વીં શ્રી અજ્જૈ નમઃ ।' આ સપ્તાક્ષરી મંત્ર પણ ‘નમો અરિહંતાણં’ નું રૂપાંતર છે. એ પણ ન ફાવે તો માત્ર ‘અરિહંત’ કે ‘ૐ નમઃ’ કે ‘અર્હ’ કે ‘ૐ’નો જાપ પણ કરી શકાય. બધા જ મંત્રોમાં પ્રભુ રહેલા છે, એ ભૂલવાનું નથી. મંત્રથી અવશ્ય આપણું અનુસંધાન પ્રભુ સાથે જોડાય. ફોન કરો ને બીજાની સાથે સંપર્ક થાય, તેમ મંત્રદ્વારા ભગવાન સાથે સંપર્ક થાય. એવું કોઈ ક્ષેત્ર નથી કે એવો કોઈ કાળ નથી કે જ્યારે પ્રભુ-નામ લઈ ન શકાય. નામાદિ રૂપે જ ભગવાન આખા જગતને પવિત્ર બનાવી રહ્યા છે. ભગવાનનો સંકલ્પ આ રીતે વિશ્વમાં કામ કરી રહ્યો છે. ‘નામાડઽતિ દ્રવ્યમાવ:'' એ પ્રભુને ધારી રાખવા હોય તો એમના નામને પકડો અથવા એમની મૂર્તિને પકડો. પ્રભુના જ રૂપો છે. કહે કલાપૂર્ણસૂરિ ... ૯૯ પૂ. જીતÍવૈ. મ.ની બેવ. તિથિ. મંગળ, ૩-૮-૯૯, અષા. વ. ૬, * પરોપકાર અન્તતોગત્વા સ્વોપકાર જ છે, એ વાત સમજાય નહિ ત્યાં સુધી આપણે પરોપકારમાં ઢીલા જ રહેવાના. બીજો મારી વસ્તુ કેમ વાપરે ? આ વૃત્તિ ગઇ નથી તો સમજી લેવું આપણે પરોપકાર રસિક નથી બન્યા. સ્વ-પરનો ભેદ ભગવાનને ત્યાં છે જ નહિ. ‘આ મારો આ પારકો’ આ વૃત્તિ ક્ષુદ્ર છે. ગૌતમસ્વામી વગેરેએ સુધર્માસ્વામીને સ્વ-શિષ્યો સોંપી દીધા. ‘સ્વ-પર’નો ભેદ મટી ગયો હશે ત્યારે ને ? ભગવાન તો સર્વ જીવો પ્રતિ આત્મ તુલ્ય દૃષ્ટિવાળા બનેલા હતા. આપણી જીવનભરની સમતા - સામાયિક છે. રોજ-રોજ સમતા વધતી જવી જોઈએ. આ મુનિ – જીવનમાં સમતા નહિ આવે, કષાયો નહિ ઘટે તો ક્યાં ઘટશે ? તિર્યંચમાં ? નરકમાં ? નિગોદમાં ? બે ઘડી પછી શું થવાનું છે તેની કોને ખબર છે ? ભુજમાં હું દેરાસરમાં જવાનો હતો, ‘‘પણ પહેલા વરઘોડામાં જઈ આવું, પછી દેરાસર જઈશ.’’ એમ વિચારી વરઘોડામાં ગયો, પણ કોને ખબર હતી કે હવે દેરાસર નહિ, સીધું મારું સ્થાન હૉસ્પિટલમાં હશે ! ૧૫ દિવસ સુધી લગાતાર દર્શન ન થયા. (ગાયે લગાડ્યું ત્યારે.) ‘વવિઘો હૈં મુદ્દો’ એમને એમ નથી કહેવાયું. લેફ્ટ વખતે લેફ્ટ જ, રાઈટ વખતે રાઈટ જ પગ સૈનિકોનો આગળ આવે. લેફ્ટ - રાઈટનો સવાલ નથી, શિસ્તનો સવાલ છે. અહીં જોગમાં પણ ખમાસમણ ઈત્યાદિ કહે કલાપૂર્ણસૂરિ ૧૦૦ ... દ્વારા વિનય શીખવાનો છે, શિસ્ત શીખવાનું છે. માટે જ આટલા ખમાસમણા વગેરે આપવાના હોય છે. ગુરુ પછી કહેઃ “ગુરુપુરિંતુઢ િ“મહાન ગુણોથી તું વૃદ્ધિ પામ.” દીક્ષા દિવસે દીક્ષિતે ઓછામાં ઓછું આયંબિલ કરવું. બોલીઓનો ઉલ્લેખ અહીં ક્યાંય નથી. ઉપકરણોના ચડાવા તો આચાર્ય સમંત છે. (ઉપકરણના ચડાવા ન થાય તો પણ કોઈ અવિધિ નથી.) પણ નામકરણના (અગાઉથી નામ નક્કી કરી લખાવી દેવું.) ચડાવા ઉચિત નથી. આ ચડાવાઓના કારણે દીક્ષાદાતા આચાર્યશ્રીની હિતશિક્ષા વગેરે ગૌણ થઈ જાય છે. * બેહજારસાગરોપમ પહેલાનિયમાઆપણે એકન્દ્રિયમાંજ હતા. આ આપણો ઈતિહાસ છે. અનંતકાળ પહેલા નિયમો અનંતકાયમાં હતા. બાદર વનસ્પતિમાં વધુ વખત રહી શકીએ તેમ નથી. પૃથ્વી વગેરે એકેન્દ્રિય અસંખ્ય અવસર્પિણી. ઉત્સર્પિણી જ રાખી શકે, વધારે નહિ. અનંતકાળની સુવિધા તો માત્ર નિગોદમાં જ છે. અમે તો એવી આશામાં હતા કે તમે મોક્ષમાં જશો ને અમને કાઢશો. પણ તમે તો પાછા અહીંના અહીં આવી ગયા.” આમનિગોદનાઆપણા જૂના સાથીદારો આપણી અવ્યક્તરીતે મજાક કરશે, જ્યારે ફરી નિગોદમાં આપણે જઈશું! - ૧૫ દુર્લભ પદાર્થો ૧) ત્રસપણું, ૨) પંચેન્દ્રિયત્વ, ૩) મનુષ્યત્વ, ૪) આર્યદેશ, ૫) ઉત્તમ કુળ, ૬) ઉત્તમ જાતિ, ૭) રૂપસમૃદ્ધિ - પંચેન્દ્રિય પૂર્ણતા, ૮) બળ - (સામર્થ્ય), ૯) જીવન(આયુષ્ય), ૧૦) વિજ્ઞાન - વિશિષ્ટ બુદ્ધિ, ૧૧) સમ્યત્વ, ૧૨) શીલ, ૧૩) સાયિકભાવ, ૧૪) કેવળજ્ઞાન, ૧૫) મોક્ષ. આ દુર્લભ ૧૫ પદાર્થો અત્યારે આપણને માત્ર ૩ જ ખૂટે છેઃ ૧) ક્ષાયિકભાવ ૨) કેવળજ્ઞાન અને ૩) મોક્ષ. * મારો અનુભવ એવો છે કે નિર્મળ બુદ્ધિ હંમેશ ભગવાનની ભક્તિથી જ આવે છે. થિમરૂપવત્ત” શાન્તિનાથ ભગવાનનું અજિતશાન્તિમાં આ વિશેષણ છે. ધૃતિ – મતિના પ્રવર્તક ભગવાન છે. કહે કલાપૂર્ણસૂરિ ... ૧૦૧ - જેમ જેમ અરિહા સેવીએ રે, તેમ તેમ પ્રગટે જ્ઞાન...’ – વીર વિ. મ. * કઈ એવી ચીજ છે ઃ જે પ્રભુથી ન મળે ? ભગવાન તો બધાને આપવા તૈયાર જ છે. ભગવાનમાં કોઈ પક્ષપાત નથી, આપણે લેવામાં અપાત્ર ઠરીએ છીએ. ગુરુ બધાને સરખું શીખવે, પણ વિનીત મેળવી શકે, અવિનીત ન મેળવી શકે. બે સિદ્ધપુત્રોનું ઉદાહરણ. ડોશીનો ઘડો ફૂટ્યો. અવિનીત ઃ પુત્ર મરી ગયો. વિનીત : પુત્ર હમણાં જ આવશે. અર્થઘટન કરવા માટે નિર્મળ પ્રજ્ઞા જોઈએ. ઘડો ફૂટ્યો એટલે માટી, માટીમાં મળી ગઈ અને પાણી પાણીમાં. તેમ પુત્ર પણ જન્મભૂમિમાં પાછો આવી જશે, એવું અર્થ ઘટન વિનીતે કરેલું જ્યારે અવિનીતે ‘ઘડો ફૂટ્યો’ એટલે પુત્ર મરી ગયો - એવું અર્થઘટન કરેલું. વિનીતનું અર્થ-ઘટન સાચું ઠર્યું. ભક્તિ, જે ચીજ ન મળી હોય તે પણ આપે. પં. ભદ્રંકર વિ. આના જીવતા જાગતા ઉદાહરણ હતા. પૂ. પ્રેમ સૂ. મ.ના આટલા શિષ્યોમાં એમની પાસે જ આવી નિર્મળ પ્રજ્ઞા ક્યાંથી આવી ? નવકાર, પ્રભુ-ભક્તિ ઈત્યાદિના પ્રભાવથી... * વિદ્યા – મંત્ર વગેરે ગુપ્ત રાખવાની ચીજ છે. આ તો આપણે એવા છીએ ઃ કામ થોડું કરીએ ને ગાજીએ ઘણા. ભક્તિ * પ્રભુનો પ્રેમ વધે તેટલો પુદ્ગલનો પ્રેમ ઘટે. “મુનિસુવ્રત જિન વંદતાં, અતિ ઉલ્લાસિત તન-મન થાય રે; વદન અનુપમ નિરખતાં, મારા ભવભવના દુઃખ જાય રે... “दिट्ठेऽवि तुह मुहकमले, तिन्निवि नट्ठाई निरवसेसाई । નારદ વોહમાં નમંતર – વિયં પાવું ।।'' “નિશદિન સૂતાં – જાગતાં, હૈડાથી ન રહે દૂર રે; જબ ઉપકાર સંભારીયે, તબ ઉપજે આનંદ પૂર રે...’' ૧૦૨ ..... કહે કલાપૂર્ણસૂરિ ભગવાનના ઉપકારોને યાદનકરો તો આનંદ ક્યાંથી આવે? નિગોદમાંથી બહાર કોણે કાઢયા? આટલી ભૂમિકાએ કોણે પહોંચાડ્યા? મારા હૃદયમાં એક પણ અવગુણ પેસતો નથી, એવી સ્થિતિ આપે જ આપી છે ને? ઓછો ઉપકાર છે? ભગવાનના પ્રભાવથી એકેક ગુણ આવતા જાય તો કેટલા વધે? ૧ માંથી ૧૧, ૧૧ માંથી ૧૧૧, એમ દસ ગણું થતું જાય. એક વિનય આવેતો? વિનય પછી વિદ્યા, વિવેક, વિરતિ વગેરે આવતા જ જાય. આને ગુણાનુબંધ કહેવાય. કેવળજ્ઞાનથી ભગવાન વિભુ છે જ, પણ સમુદ્ધાતના ૪થા સમયે ભગવાન સાચા અર્થમાં વિભુ હોય છે, સર્વલોકવ્યાપી હોય છે. આ ચિંતનથી મનને સર્વવ્યાપી બનાવી શકાય છે. પ્રશ્નઃ નાનો પરમાણુ! તેના પર અનંત સિદ્ધોની દ્રષ્ટિ શી રીતે સમાય? ઉત્તરઃ નાચતી એક નર્તકી પર ૧૦ હજારની દૃષ્ટિ પડી શકે? શી રીતે સમાય? T.Vના માધ્યમથી તો ક્રોડોની દૃષ્ટિ પડી શકે. પદ્ગલિક દૃષ્ટિ પુદ્ગલ પર પડી શકે તો કેવળજ્ઞાનની દૃષ્ટિ શા માટે ન પહોંચે? કહે કલાપૂર્ણસૂરિ .... ... ૧૦૭ WWW.jainelibrary.org બુધ, ૪-૮-૯૯, અબા, વદ - ૭ *દીક્ષા પછી દીક્ષાચાર્યનવદીક્ષિતને હિતશિક્ષા આપે. એમાં ૧૫ પદાર્થોની દુર્લભતા જણાવે. ૧૨ તો અત્યારે મળેલા છે, એમ કહીએ તો ચાલે. બાકીના ત્રણ મેળવવા પ્રયત્ન કરીએ તો જ ૧૨ની સફળતા. આચાર્યની દેશના સાંભળીને બીજાઓને પણ દીક્ષા લેવાના ભાવ થાય. સુંદર બિલ્ડીંગ, સારું ફર્નિચર, ગાડી વગેરે જોઈ તે મેળવવાની કોશિષ કરોને? તેમ દીક્ષા માટે મન થાય? દીક્ષા પ્રસંગો વારંવાર જોવાથી તે મેળવવાનું મન થવું જોઈએ. * દીક્ષાથી શું જોઈએ? સાધ્ય શું? ચાલતાં પહેલા તમારી મંઝિલ નક્કી હોય છે. દુકાનમાં પૈસો સાધ્ય હોય છે. અહીં શું સાધ્ય? મોક્ષ..? ત્યાં જઈને કરશો શું? દોરા - પાટા વગેરે કરવાના? ત્યાં સદેવ આત્મ - સ્વભાવની રમણતા કરવાની છે, એ ખ્યાલમાં છેને? આજીવનમાં આત્મ- સ્વભાવ – રમણતાની ઝલક નહિ મેળવી હોય તો ત્યાં શી રીતે મળી શકશે? કઈ કિંમતથી આપણે મોક્ષ નામની ચીજ ખરીદવા નીકળ્યા છીએ? હેમચન્દ્રસૂરિજી ના યોગશાસ્ત્રનો ૧૨મો પ્રકાશ જુઓ આત્માનુભૂતિનું વર્ણન છે. યશો વિ.ના ઉદ્ગારો જુઓ: મારે તો બનનારું બન્યું જ છે, એટલે કે અનુભવનો આસ્વાદ મળી ચૂક્યો છે.) હુતો લોકને વાત શીખાઉં રે; ૧૦૪ .• . ... કહે કલાપૂર્ણસૂરિ વાચક ‘જસ' કહે સાહિબા, એ ગીતે તુમ ગુણ ગાઉંરે.....” આત્માનુભવ આ જ જન્મમાં થવો જોઈએ. તો જ જીવનની સફળતા છે. ન મળે ત્યાં સુધી ઝંખના રહેવી જોઈએ. તડપન જોઈએઃ હજુ નથી મળ્યું? ક્યારે મળશે? ક્યારે મળશે? મારો સમય વ્યર્થ જઈ રહ્યો છે, આત્માનુભૂતિની ઝલક વિના. કરોડ રૂપિયાની દુકાનમાં તમે વેપાર કરો કે પાનારમો? આત્માનુભૂતિ મળી શકે તેવા આ ભવમાં તે માટે પ્રયત્ન કરવો કે પશુ – સુલભ ભોગો માટે ? * ૧૦મી ચીજ છે. વિજ્ઞાન - વિશિષ્ટ બોધ, જે ભગવાન આપે. ભગવાન ક્યારેક ગુરુના માધ્યમથી આવે છે, ક્યારેક બીજા કોઈ નિમિત્તથી પણ આવે છે. હમણા નવસારીમાં રત્નસુંદર વિ. એ પૂછેલુંઃ ભગવાનની કરૂણા મારા પર છે, એમ હું શી રીતે માનું? મેં કહ્યું: “તમે દીક્ષા શી રીતે લીધી?” શિબિરમાં ગયેલો, ભુવનભાનુ સૂરિએ પકડી લીધો. લીધી દીક્ષા.” તમને જ કેમ પકડ્યા? બીજાને કેમ નહિ?” આ જ ભગવાનની કૃપા છે એ ગુરુના માધ્યમથી આવે છે. ગુરુ પણ આખરે તો ભગવાનના જ ને?” * દુઃખ કરતાં સુખ ભયંકર છે. સાધ્ય ચૂકાય છે, અનુકૂળતા દ્વારા. આપણે પ્રતિકૂળતાથી ગભરાઈએ છીએ, ખરેખર એ જ મિત્ર છે. અનુકૂળતાથી આપણું સત્ત્વ દબાઈ જાય છે. પોતાની નિંદા (દુષ્કત ગહ) સાંભળવી વગેરેમાં સત્ત્વ જોઈએ. “મધુમો સંસા, હિરોમો તસ૩'આવી સમજ ભગવાન આપે છે. આ જ વિજ્ઞાન છે. ગુરુ ચોવીસે કલાક સાથે ન રહે, પણ તેમણે આપેલું જ્ઞાન આપણી સાથે રહે વિવેક સાથે રહે, વિવેક - ચક્ષુ – પ્રદાતા ગુરુ છે. વિજ્ઞાન (વિવેકયુક્ત જ્ઞાન) મળે તો જ પાછળની ૯ દુર્લભ ચીજોની સાર્થકતા છે. * ભગવતી સૂત્રમાં કહ્યું છેઃ સાધુ માટે પ્રમાદ એ જ આરંભ, ગૃહસ્થ માટે હિંસાદિ, પણ સાધુ માટે તો પ્રમાદ એ જ આરંભ છે. પ્રમત્ત અવસ્થામાં (મૂચ્છિત અવસ્થામાં) જીવહત્યા ન થાય તોય પાપ લાગે, અપ્રમત્ત અવસ્થામાં (અમૂચ્છિત અવસ્થામાં) જીવહત્યા થાય તોય પાપ ન લાગે. ઉપયોગમાં રહે તે જ સાચું જ્ઞાન! જેમ રોકડા પૈસા જ ખરા પૈસા કહેવાય. ઉધાર જ્ઞાન કામ ન લાગે. રોકડું જ્ઞાન જોઈએ.. કહે કલાપૂર્ણસૂરિ ..... ... ૧૦૫ પ્રતિક્ષણ ઉપયોગમાં આવનારૂં ! ‘“નયં વો નયં વિક્રે’” ઈત્યાદિ જાગૃતિને જણાવનારા સૂત્રો સદા નજર સામે રહે તો ક્યાંય વાંધો ન આવે. જાણેલું જ્ઞાન જીવનમાં ઊતારવાનું છે, મગજમાં સંઘરવાનું નથી. નિશ્ચયથી સમ્યક્ત્વ ન મળે ત્યાં સુધી દેહાધ્યાસ નહિ ટળે, શરીરમાં આત્મબુદ્ધિ નહિ ટળે. અત્યારે તો આપણે શરીરમાંથી ઊંચા નથી આવતા આત્માની તો વાત જ ક્યાં કરવી ? ન આવું નિશ્ચય સમ્યક્ત્વ આવ્યા પછી સર્વવિરતિનો ભાવ સતત રહે. ન રહે તો શ્રાવકપણું તો ઠીક, પણ સમ્યક્ત્વ પણ ન ટકે...! વ્યવહારની શ્રદ્ધા વ્યવહારમાં કામ લાગે. નિશ્ચયની શ્રદ્ધા નિશ્ચયમાં કામ લાગે. વ્યવહારમાં નિષ્ણાત બન્યા પછી જ નિશ્ચયમાં જવું જોઈએ. તળાવમાં તરી તરીને નિષ્ણાત બન્યા પછી જ દરિયામાં કૂદવું જોઈએ. સીધી જ નિશ્ચયમાં છલાંગ નિશ્ચયાભાસ બની રહે, પ્રમાદ પોષક બની રહે. એવા ઘણાં દાખલા જોયા છે. સમ્યક્ત્વ અને જ્ઞાન જ ભવાંતરમાં સાથે આવે છે, ચારિત્રનહીં. માટે જ સમ્યક્ત્વ અને જ્ઞાન ને એવા દઢ બનાવીએ કે ભવાંતરમાં પણ સાથે આવે. આપણું જ્ઞાન યુધિષ્ઠિર જેવું ભાવિત બનેલું હોવું જોઈએ. ભીમ કે દુર્યોધન જેવો પાઠ નહિ, યુધિષ્ઠિર જેવો પાઠ જોઈએ. ક્રોધ ન કરવો – ક્ષમા રાખવી... એ પાઠ. એક મત એવો છે કે જે ગુરુને માનતો જ નથી. આગળ વધતા ભગવાનને પણ છોડી દે છે. તેમને ક્રિયાઓ જડ લાગે. વ્યવહાર બધો તુચ્છ લાગે. આપણું જ્ઞાન વિશ્વને જાણવા માટે... ? બીજાને જણાવવા માટે કે સ્વને જાણવા માટે છે ? જ્ઞાન બે પ્રકારના... ૧) પ્રદર્શક ૨) પ્રવર્તક પ્રદર્શક જ્ઞાન દેખાડવાનું હોય છે. પ્રવર્તકજ્ઞાન રત્નત્રયીમાં પ્રવર્તન કરાવે. તમે શા માટે જાણો છો ? બીજાને જણાવવા માટે ? તમે જ નહિ સમજ્યા હો તો બીજાને શી રીતે સમજાવી શકશો ? તમે જ જીવનમાં નહિ ઊતાર્યું હોય તો બીજાનું ભલું શી રીતે કરી શકશો ? વક્તા બનવાનું નથી, અનુભવી બનવાનું છે. ૫૦૦ સાધુઓમાં વક્તા તો એક જ હોય. બાકીના અકિંચિત્કર... ? નહિ, સ્વાધ્યાય તપ આદિ કરનારા એ મુનિઓના દર્શનથી પણ પાપ ખપે...! સમ્યક્ત્વ વિનાનું તમારું જ્ઞાન પણ અજ્ઞાન બનશે. અને કહે કલાપૂર્ણસૂરિ ચારિત્ર પણ વિચિત્ર બનશે. ૪ તીર્થકરની અષ્ટપ્રાતિહાર્ય – સમવસરણાદિ ઋદ્ધિ જલસા કરવા માટે નથી. એ તો એ જ પચાવી શખે. આપણે તો થોડું માન મળતાં કુદવા લાગીએ...! જ્યારે તીર્થકર ભગવાન એ ઋદ્ધિ દ્વારા પણ પુણ્ય ખપાવે છે. અંતર તદ્દન અલિપ્ત છે. * રત્નાકર સૂરિએઠવણીમાં રત્નો રાખેલા. અપરિગ્રહનો ઉપદેશ આપતાં શેઠે પૂછ્યું સાહેબ! બરાબર નથી સમજાતું આત્મનિરીક્ષણ કરતાં પોતાની ભૂલ સમજાઈ, પરિગ્રહ– દોષનો ખ્યાલ આવ્યો. પરિગ્રહ ત્યજી શુદ્ધ સાધુ બન્યા. પછી “શ્રેયઃ શ્રિયાં મંગલકેલિસ......” સ્વદુષ્કત ગહરૂપ સ્તુતિ બનાવી. જે આજે અણમોલ ગણાય છે. “મંદિર છો મુક્તિતણી.” તેનો ગુજરાતી અનુવાદ છે. * મોહનીયની સાત પ્રકૃતિ જાય... કે ક્ષયોપશમ થાય... ત્યારે જ આત્માનું રૂપ દેખાય છે. એમાં પણ ભગવાનની કૃપા જોઈએ. ભગવાનની ભક્તિ આત્માની શક્તિને જાણવા માટે છે. નાનપણથી બકરાના ટોળામાં રહેલો સિંહ પોતાનું સિંહત્વ ભૂલી જાય તેમ આપણે પણ આપણી અંદર રહેલું પરમાત્મત્વ ભૂલી ગયા છીએ. * ઓસિયામાં સિદ્ધચક્ર પૂજનનો ખૂબ જ પ્રાચીન તાંબાનો પટ્ટ છે. સિદ્ધચક્ર પૂજન પ્રાચીનકાળથી ચાલે છે. કોણે કહ્યું એ નવું છે? અમે ઓસિયા ગયેલા ત્યારે પ્રદક્ષિણા વખતે મેં સિદ્ધચક્રનું અર્ધ માંડલું જોયું. મેં ટ્રસ્ટીઓને કહ્યું બીજો અર્ધો ભાગ પણ હોવો જ જોઈએ. શોધતાં મળ્યો. જોડ્યો. માંડલું તૈયાર થઈ ગયું. પછી ફલોદીમાં (વિ. સં. ૨૦૩૫) સિદ્ધચક્રપૂજન વખતે એ જ તાંબાનો પટ્ટ મંગાવેલો. માંડલાની જરૂર નહોતી પડી. સિદ્ધચક્રપૂજન ભણાવવા ત્યારે હિંમતભાઈ આવેલા. કહે કલાપૂર્ણસૂરિ ...... ••• ૧૦૭ J, -૮-૯૯, અમા. વ. ૮ * જિનશાસનની જઘન્ય આરાધના પણ ૭-૮ ભવમાં મોક્ષે પહોંચાડી દે. * શીલવાનું. સત્ત્વવાનું મહાપુરુષોના હાથે પ્રવ્રજ્યા ગ્રહણ કરવાથી દીક્ષા નિર્વિદને પળાય છે. એ મહાપુરુષ આપણને ભગવાન સાથે જોડી આપે છે. * ભગવાનની ભક્તિ ચારિત્રાવરણીય કર્મને તોડનારી છે, એવો આપણને સૌને અનુભવ છે. * સમ્યગદર્શન અને સમ્યગ્રજ્ઞાન હોય ત્યાં વહેલું – મો સમ્યક ચારિત્ર આવે જ. સમ્યક ચારિત્ર આવે તો જ સમ્યગ દર્શન સમ્યગૂ જ્ઞાન સાચા કહેવાય. એની આ કસોટી છે. જ્ઞાનની તીક્ષ્ણતા ચરણ તેહ – અધ્યાત્મ ગીતા. જ્ઞાનથી ચારિત્ર જુદું નથી, એ જૈનદર્શનની વિશેષતા છે. જૈનદર્શનના અનુષ્ઠાનોથી યોગ- ધ્યાન જુદા નથી કે જેથી અલગ યોગ- શિબિર કરાવવી પડે. માત્ર તેમાં રહેલા તેને પ્રગટ કરવાની જરૂર છે. જ્ઞાનની તીક્ષ્ણતા એટલે જ્ઞાનનો તીવ્ર ઉપયોગ. જેવું જાણ્યું તેવું જ પાલન. જાણવું તેવું જ જીવવું! દા.ત. ક્રોધની કટુતા જાણી. જ્યારે જ્યારે ગુસ્સો આવે ત્યારે ત્યારે ક્રોધને વશ નહિ થવું. આ જ્ઞાનની તીક્ષણતા થઈ. જ્યારે જે જ્ઞાનની જરૂર હોય ત્યારે ત્યારે તે જ્ઞાન ઉપસ્થિત થઈ જાય, આચરણમાં આવી જાય તે જ્ઞાનની તીક્ષ્ણતા ૧૦૮ ... ..... કહે કલાપર્ણસરિ કહેવાય. કોઈ વસ્તુ લેવી - મૂકવી હોય તો પુંજી – પ્રમાર્જીને લેવી – મૂકવી તે જ્ઞાનની તીક્ષ્ણતા કહેવાય. આ તીણતા એ જ ચારિત્ર! ચારિત્ર એટલે આપણે આપણા માલિક છીએ, તેવો અનુભવ કરવો, તેમ જીવવું! જ્ઞાન એકાગ્રબને ત્યારે તે ધ્યાન થઇ જાય. જે વખતે જે વિષય હોયતેમાં એકાકાર બની જાય. ધ્યાનં - સંવિત્તિ” - જ્ઞાનસાર એકાગ્ર થવામાં મને વાર લાગે, કોઈપણ કાર્યમાં મને વાર લાગે, પણ એકાગ્ર ન થાઉં ત્યાં સુધી છોડું નહિ. ચિત્તની ચપળતાને ટાળનાર એકાગ્રતા પૂર્વકનું જ્ઞાન છે! જ્ઞાનસારમાં જ્ઞાન માટે જ્ઞાનાષ્ટક, શાસ્ત્રાષ્ટક, અવિદ્યાષ્ટક, જ્ઞાનનું ફળશમાષ્ટક આ બધા અષ્ટકો બતાવેલા છે. માર્ગનો જાણકાર પણ ચાલે નહિ ત્યાં સુધી ઈષ્ટ સ્થળે પહોચે નહિ. તેમ ગુણસ્થાનકની બધી જ પ્રકૃતિ વગેરેને જાણનારો પણ જીવનમાં ન ઉતારે તો ગુણસ્થાનોના માર્ગે આગળ વધી શકે નહિ. જ્ઞાનમાં એકાગ્ર થવા માટે પણ વિહિત ક્રિયાઓ જોઈએ. ક્રિયાઓ છોડીને એકલા જ્ઞાનથી ન ચાલે. * રસ્તામાં તમે વધુ વખત રોકાઈન શકો. યા તો ઉપર જાવ યા તો નીચે. નીચે નિગોદ, ઉપર મોક્ષ છે. બન્ને સ્થળે અનંત કાળ સુધી રહેવાની સગવડ છે. મનુષ્યાદિના જન્મો રસ્તા પરના સ્ટેશનો છે. સ્ટેશન પર ઘર બાંધવાની ભૂલ કરતા નહિ. * એક તરફ ચારિત્ર અને બીજી તરફ ચિંતામણિ છે, કોણ વધે? ચારિત્ર - કેવળજ્ઞાન - મોક્ષ આપી શકે. ચિંતામણિ પાસે આવી શક્તિ નથી. આ જન્મમાં પણ ચારિત્રચિત્તની પ્રસન્નતા, સમતા, લોકો તરફથી પૂજ્યતા આપે છે, પરલોકમાં સ્વર્ગાપવર્ગ આપે છે. ચિંતામણિ આમાંથી કશું ન આપી શકે. ચિત્તની પ્રસન્નતા તો ન આપે, હોય તોય ઝૂંટવી લે ચિંતાને વધારનાર ચિંતામણિ ક્યાં? ને ચિંતા ચૂરનાર ચારિત્ર ક્યાં? કહે કલાપૂર્ણસૂરિ ..... ... ૧૦૯ ઈન્દ્ર તો ઠીક, વિમાનના માલિક બનવું હોય તોય સભ્યત્વ જોઈએ. તામલિપૂરણ વગેરે તાપસ ઈન્દ્ર બન્યા, પણ અગાઉના ભવમાં છેલ્લે છેલ્લે સ ત્વ પામી ગયા હતા. - આચાર્ય ભગવંતની વાપરેલી કામળી મળે તો કેટલો આનંદ થાય? આ કામળી આચાર્ય ભગવંત ઓઢતા હતા, એમ ગૌરવ લઈએ. આચારિત્રમાટે ગૌરવનહિ? આચારિત્ર અનંતા તીર્થકરો, ગણધરો, યુગપ્રધાનો દ્વારા સેવાયેલું છે. કેટલું ગૌરવ હોવું જોઈએ? * ગુણોસ્વાભિમાની છે. વગરબોલાવ્યું પણદોષો આવી જશે. ગુણો બોલાવો તો જ આવશે. આવ્યા પછી પણ જરાક સ્વમાન ઘવાતાં ભાગી જશે. ગુણો માટે તીવ્ર ઝંખના જોઈએ. એમને વારંવાર બોલાવવા પડે. મોઘેરા મહેમાનને વારંવાર બોલાવવા પડે છે ને? માટે હે પુણ્યવાન્ ! અગણિત ગુણોની ખાણ ચારિત્ર પામીને તું પ્રમાદ કરતો નહિ. આચાર્યભગવંત આ રીતે નૂતન દીક્ષિતને હિત શિક્ષા આપે. અધ્યાત્મસાર: “મવિત્તિ થાર્યો..” ગુણોની પ્રાપ્તિ અને સુરક્ષા ભગવાનના પ્રભાવથી જ થાય છે. ભગવાનની સંપૂર્ણ આજ્ઞા ગૃહસ્થાવસ્થામાં પળાતી નથી. હિંસા સતત ચાલુ રહે છે. આથી ધ્યાનમાં એકાગ્રતા આવતી નથી. માટે જ ચારિત્ર જરૂરી છે. પ્રભુના ૪ નિપા એટલે પ્રભુના ૪ સ્વરૂપ! પ્રભુના નામ - મૂર્તિ - દ્રવ્ય વગેરે તેમના જ રૂપો છે. આગમ, તીર્થ, વગેરે પણ પ્રભુના જ રૂપો છે. ચતુર્વિધ સંઘદ્રવ્યતીર્થ છે- ભાવિ તીર્થકરોમાંથી થાય છે. જિનાગમભાવતીર્થ છે. – જિનાગમ એટલે જિનાગમ પ્રમાણે જીવાતું જીવન!કાગળ પર લખાયેલ શબ્દો કે બોલાયેલા આગમના શબ્દો એ તો દ્રવ્ય આગમ છે. ' ૧૧ ગણધરોને દ્વાદશાંગી બનાવવાની શક્તિ આપનારકોણ? જેઓ મિથ્યાત્વી - અભિમાની હતા, તેમને નમ્ર બનાવી, તીર્થના વારસદાર કોણે બનાવ્યા? ભગવાને ૧૧૦ .. ....... કહે કલાપૂર્ણસૂરિ આવા ગણધરો એમ માને કે, મેં મારા જ પુરુષાર્થથી દીક્ષા મેળવી, દ્વાદશાંગી બનાવી વગેરે ? નહિ, તેઓ તો ભગવાને જ બધું આપ્યું ને આપશે, એમ જ માનતા હતા. તેમણે ભગવાન પાસે પ્રાર્થના કરતાં કહ્યું: “મારુ વોદિનાબં મદિવરમુત્તમં હિંદુ' “ભગવન્! અમને આરોગ્ય, બોધિલાભ અને ઉત્તમ પ્રકારની સમાધિ આપો.” - ગુરુ પણ તમને પોતાના તરફથી ચારિત્રનું દાન નથી કરતા, ભગવાન તરફથી, પૂર્વાચાર્યો તરફથી આપે છે. તેઓ તો માત્ર પ્રતિનિધિ છે. માટે જ તે વખતે બોલાય છે. 'खमासमणाणं हत्थेणं' રસોઈયો કદી અભિમાન ન કરી શકે ? મેં બધાને જમાડ્યા! શેઠે જ જમાડ્યા એમ કહે. ગુરુ રસોઈઆ છે. શેઠ ભગવાન છે. ગુરુશિષ્યને કહેઃ ભગવાનના પ્રભાવથી મને મળ્યું છે માટે તમે પણ ભગવાનની ભક્તિ કરજો. ગુરુ પોતાના નહિ, ભગવાનના ભક્ત બનાવે. ભગવાન સાથે જોડી આપે તે જ સાચા ગુરુ! ... ૧૧ ૧ કહે કલાપૂર્ણસૂરિ ..... Jäin Education International શુક્ર, ૬-૮-૯૯, અબા. વદ. ૯+૧૦. * ૧૫ દુર્લભ પદાર્થોમા સંયમ - શીલ, ક્ષાયિકભાવ,કેવલ્ય અને મોક્ષ સૌથી વધુ દુર્લભ છે. જો કે, પંદરેય વસ્તુઓ ઉત્તરોત્તર વધુને વધુ દુર્લભ છે. * સંયમની ભાવના આ ભવમાં નહિ તો ભવાંતરમાં તો ઉદયમાં આવે જ. શક્ય હોય તો આ જ જન્મમાં સંયમ લેવું. * ઉત્તરોત્તર વસ્તુ મેળવો કે મેળવવાની ઈચ્છા ન રાખો તો પૂર્વ પૂર્વની ચીજો પણ ચાલી જાય. * સમ્યકત્વના ૬૭ બોલ, સમ્યકત્વને ટકાવે પણ ખરા, ન આવેલું હોય તો લાવે પણ ખરા. તે કાર્ય પણ છે ને કારણ પણ છે. * નફો ન વધે તો દુકાનનો અર્થ નથી, તેમ બળ, આયુષ્ય વગેરે મળ્યા પછી તેના દ્વારા સખ્યત્વાદિ ન મળે તો કોઈ અર્થ નથી. * સમાપતિ (યોગાચાર્યોનો શબ્દ) ના ૩ કારણો: ૧) નિર્મળતા ૨) સ્થિરતા – અને ૩) તન્મયતા. સ્વભાવરમણતા, સામાયિક, આ જૈન દર્શનના સમાપત્તિ માટેના શબ્દ છે. સં. ૨૦૨૬માં પં. ભદ્રંકર વિ. મ.ને લખ્યું રાજી થયા, નવસારીની બાજુના જલાલપુરમાં પરમ શાંતિ હતી. મહિનામાં હું પાંચ ઉપવાસ કરતો. ત્યાંના પરમ શાંત વાતાવરણમાં ધ્યાન લાગી જાતું. * અહિંસાથી..નિર્મળતા.. ઉપશમ... દર્શન. સંયમથી.. સ્થિરતા... વિવેક... જ્ઞાન. તપથી... તન્મયતા.. સંવર... ચારિત્ર આવે. આ ત્રિપુટી બધે જ ઘટે. ૧૧૨ .. ..... કહે કલાપૂર્ણસૂરિ આમ જોઈએ તો ત્રણેમાં ત્રણ ત્રણ પણ ઘટે. દાનથી નિર્મળતા, શીલથી સ્થિરતા, તપથી તન્મયતા. ભાવથી ત્રણેયની એકતા. પ્રશ્નઃ આ સમાપત્તિ સમ્યક્ત્વ પહેલા હોય કે પછી? ઉત્તરઃ જેટલા “કરણ” અંતવાળા શબ્દો (અપૂર્વકરણ, યથાપ્રવૃત્તિ કરણ વગેરે) છે, તે બધા જ સમાધિવાચક છે. કરણ એટલે – “નિર્વિકલ્પ સમાધિ...!” - ધ્યાનવિચાર ગ્રંથ વાંચ્યા પછી લાગ્યું કે બધી જ ધ્યાન પદ્ધતિઓ આમાં સમાયેલી છે. ૪ લાખ, ૬૮ હજારથી વધારે ધ્યાનના ભેદો તેમાં બતાવેલા છે. તમે કોઈએ વાંચ્યો છે કે નહિ? તે ખબર નથી, પણ વાંચવા જેવો છે, એમ જરૂર કહીશ. અભવ્ય જીવ પણ અનંતીવાર યથાપ્રવૃત્તિકરણ કરે. યથાપ્રવૃત્તિકરણ એટલે અવ્યક્ત સમાધિ” – એમ હરિભદ્રસૂરિજી કહે છે. ચરમ યથાપ્રવૃત્તિકરણ ચરમાવર્ત કાળમાં જ આવે. કાળ પણ પૂરક છે. અચરમ કાળ ન હોય તો ચરમ કાળ શી રીતે આવત? અભવ્ય જીવને પણ વિષય સમાપત્તિ થાય, ભાવસમાપત્તિ ન થાય. વિષય સમાપત્તિ વિના એકાગ્રતા ન આવે. હરિભદ્રસૂરિજીએ ૪થી દૃષ્ટિમાં સમાપત્તિનું વર્ણન ક્યું છે. * આત્મશુદ્ધિ રોકનાર કર્મપ્રકૃતિ છે. એને હટાવો તો આત્મશુદ્ધિ પાસે જ છે. કર્મગ્રંથ ભણતાં કર્મપ્રકૃતિઓ ગણીએ છીએ, પણ હટાવતા નથી. કર્મપ્રકૃતિઓ માત્ર ગણવાની નથી, હટાવવાની પણ છે. આપણે ક્રોધ - માન – માયા આદિને અકબંધ રાખીને કર્મ – પ્રકૃતિઓ માત્ર ગણ્યા કરીએ છીએ! દયાન વિના સમાપત્તિ ન થાય. સમાપત્તિ ધ્યાનનું ફળ છે. પ્રશ્નઃ મરુદેવીને સમાપતિ શી રીતે આવીતિર્યંચાદિ પણ સભ્યત્વ પામે છે, તેમને સમાપત્તિ ક્યાંથી આવી? ઉત્તરઃ કરણોની પ્રાપ્તિ બે રીતે થાયઃ જ્ઞાનપૂર્વક અને સહજતાથી. કરણ અને ભવન. થઈ જાય તે ભવન. કરવું પડે તે કરણ. નિત્થામવા નિસર્ગથી થાય તે ભવન. અધિગમનથી થાય તે કરણ. કરણમાં પ્રયત્ન છે. ભવનમાં સહજતા છે. કહે કલાપૂર્ણસૂરિ ....... ... ૧૧૩ માનવમરીને માછલું થયો. ત્યાસખ્યત્વથયું. જાતિસ્મરણથી પૂર્વભવનદુષ્કતો બદલ પશ્ચાત્તાપ થયો. આ ભવન છે. સંસ્કાર પાડો તે જન્માંતરમાં પણ સાથે આવે. કોઈવાત, વાચનાકે વ્યાખ્યાનમાં વારંવાર કરું તો સમજજો કે એના માટે સંસ્કાર પાડવા છે. * સમાપતિ કોને નથી? T.V. જોનાર, વેપાર કરનાર, છાપા વાંચનાર – વગેરેમાં પણ સમાપત્તિ છે. જે વિષયમાં રસ હોય ત્યાં સમાપત્તિ આવે. પણ એ આર્તધ્યાનજન્ય છે. અશુભનો અભ્યાસ અનાદિકાળનો છે. શુભ માટેના સંસ્કારો ક્યારેય નથી પડ્યા. * યોગ કે ધ્યાન શિબિરોમાં – (વિપશ્યના શિબિરોમાં) માત્ર એકાગ્રતા પર ભાર મૂકવામાં આવે છે, નિર્મળતા પરબિસ્કૂલનહિ. નિર્મળતા વગરની એકાગ્રતાનું કોઈ મૂલ્ય નથી. એ તો બિલાડીને પણ સુલભ છે, બગલાને પણ સુલભ છે. જેને ભાવચારિત્ર પ્રાપ્ત થયું છે તેને સમાપત્તિ સિદ્ધ થઈ છે, એમ સમજવું. અધ્યાત્મસાર : ‘‘મર્ભિાવતિ થા...' * પાંચ મિનિટ પણ જો તમારી આંખો – હૈયું - વગેરે ભગવાનમાં રે તો નિર્મળતા આવે, ધ્યાન સુલભ બને. ભગવાનની ભક્તિ કરીએ તો ભગવાન આપણા બની જાય. ભગવાન જગતના છે એ બરાબર, પણ જ્યાં સુધી “મારા ભગવાન” બનતા નથી ત્યાં સુધી ભક્તને સંતોષ થતો નથી. અંજન વખતે હું માનું છું ભગવાનનું અંજન કરનાર હું કોણ? ભગવાને મારું અંજન ક્યું પોતાનું સ્વરૂપ યાદ કરાવ્યું. ભક્તિ એટલે ૭ રાજલોક દૂર રહેલા ભગવાનને હૃદયમાં બોલાવવાની કળા.” ચશો વિ.ના મનમાં “પેઠા' તો આપણા હૃદયમાં ન પ્રવેશી શકે? ભગવાનના પ્રવેશ વિના તો પેઠા' શબ્દ નહિ જ વાપર્યો હોય. દૂર રહેલા ભગવાનને નજીક લાવી આપે તે ભક્તિ. ભક્તિ લોહચુંબક છે, જે ભગવાનને ખેંચી લાવે છે. તુમ પણ અલગા રઘે કિમ સરશે? ભક્તિ ભલી આકર્ષી લેશે..... ગગને ઊડે દૂર પડાઈ, દોરી બળે હાથે રહી આઈ....” - માનવિજય પતંગ ભલે દૂર છે; દોરી હાથમાં છે. ભગવાન ભલે દૂર છે, ભક્તિ હાથમાં છે. દોરી હાથમાં છે તો પતંગક્યાં જવાનો છે? ભક્તિહૃદયમાં છે તો ભગવાન ક્યાં જવાના છે? ૧૧૪ ... ..... કહે કલાપૂર્ણસૂરિ ā, ૭-૮-૯૯, અષા. વદ-૧૧, શાસ્ત્રના અધ્યયન વિના દેશ કે સર્વવિરતિ પાળી શકાય નહિ. માટે જ શાસ્ત્રનું અધ્યયન, નિદિધ્યાસન, ચિંતન અને ભાવન કરવું જરૂરી છે. ભાવન કોટિમાં ન આવે ત્યાં સુધી જ્ઞાન આપણું બનતું નથી. જ્ઞાનાચારના ૮ આચારોમાં જ આનો નિર્દેશ છે. છેલ્લા ત્રણ આચાર ઃ સૂત્ર – અર્થ – તદુભય. સૂત્રથી શ્રુતજ્ઞાન અર્થથી ચિન્તાજ્ઞાન અને તદ્રુભયથી ભાવનાજ્ઞાન સૂત્રથી શબ્દજ્ઞાન, અર્થથી સમજણ અને તદ્રુભયથી જીવન સમૃદ્ધ બને. પ્રશ્ન : ‘જીવનમાં ઉતારવું' એ ચારિત્રાચારમાં ન આવે ? ઉત્તર ઃ જ્ઞાન તે જ સાચું કહેવાય જે આચરણમાં આવે. ચારિત્ર જ્ઞાનથી જુદું નથી. પરિણતિવાળું બન્યું તે જ્ઞાન જ ચારિત્ર છે. જ્ઞાનદશા જે આકરી, તેહ ચરણ વિચારો, નિર્વિકલ્પ ઉપયોગમાં, નહિ કર્મનો ચારો...'' - જ્ઞાનની તીક્ષ્ણતા ચરણ તેહ – દેવચન્દ્રજી, અધ્યાત્મ ગીતા. * ‘જિહાં લગે આતમ તત્ત્વનું, લક્ષણ નવિ જાણ્યું; તિહાં લગે ગુણઠાણું ભલું, કિમ આવે તાણ્યું...’' – યશો વિ. ગુણઠાણું તાણવાથી મારી મચડીને નથી આવતું, વેષ પહેરવાથી નથી આવતું, તે માટે આત્મ- તત્ત્વનું લક્ષણ જાણવું પડે. સંયમ જીવન ઉત્તમ રીતે જીવવાની સ્કૂલ એટલે કહે કલાપૂર્ણસૂરિ -ઉપા. યશો વિ. મ. ૧૨ ૫ ગાથાનું સ્તવન. ગુરુકુળવાસ. આવું જાણ્યા ... ૧૧૫ પછી સ્કૂલમાં કોણ તાલીમ ન લે? * જૈનકુળમાં જન્મ મળે એટલે સંયમ મળે જ એવું નથી. અત્યારે એક ક્રોડ જૈન હોય તો સંયમી કેટલા? ૧૦,૦૦૦. બરાબરને? ૯૯ લાખ. ૯૦ હજાર બાકાત થઈગયા. આમાં આત્મજ્ઞાની કેટલા? યોગસાકાર કહે છે: દ્વિત્રાઃ બે – ત્રણ મળી જાય તોય ભયો ભયો ! કેટલું દુર્લભ છે આત્મજ્ઞાન? આ બે - ત્રણમાં આપણો નંબર લગાડવાનો છે. નિરાશ થઈને સાધના છોડી દેવાની નથી. લોટરીના ઈનામ તો ૨-૪ને જ લાગે, પણ બાકીનાય આશા તો રાખેને? * સાધુએ સંસારની નિર્ગુણતા વારંવાર ચિંતવવી જોઈએ. એ વૈરાગ્યનો ઉપાય છે ને તેનાથી જ વૈરાગ્ય ટકે છે. વૈરાગ્યથી જ વિરતિ ટકે છે. પ્રશ્નઃ ભાવથી વિરતિનો પરિણામ એ જ મહત્ત્વની વાત છે. તો તે માટે જ પ્રયત્ન કરવો જોઈએ. વિધિની કડાકૂટ શા માટે? વિધિ-વિધાન વિના પણ મરુદેવી – ભરત મહારાજા વગેરેને ચારિત્રના પરિણામ આવી ગયા હતા. કેવળજ્ઞાન ચારિત્રના પરિણામ વિના તો ન જ થાયને? તેઓ વિધિ - બિધિ કાંઈ કરવા નહોતા ગયા. બીજું, વિધિ બધી કરી, છતાં વિરતિના પરિણામ જરાયન આવ્યા, એવા પણ અનેક ઉદાહરણો છે, જેમકે અંગારમર્દક વિનયરત્ન વગેરે માનોશિષ્યમાં વિરતિના પરિણામ પહેલા જ ઉત્પન્ન થઈ ગયા છે, તો વિધિ - વિધાનની જરૂર શી? અને પરિણામ નથી થયા તો બધું જૂઠું છે. મૃષાવાદનો દોષ લાગે. ન હોય છતાં કહેવું તે જુદું જ ને? ઉત્તરઃ વિરતિનું પરિણામ તે જ પ્રવજ્યા તે તમારી વાત સાચી છે. પણ તેનું મુખ્ય - પુષ્ટ સાધન આ વિધિ - વિધાન છે. સારું ખાતર વગેરે ભલે બધું જ હોવા છતાં ખેતી નિષ્ફળ ન જ જાય, એવું થોડું છે? વેપારમાં નુકશાની ન જ જાય, એવું થોડું છે? છતાં ખેતી – વેપાર કોઈ બંધ કરે છે? મોટા ભાગે આ વિધિ-વિધાન વિરતિના પરિણામ લાવવામાં સહાયક બને છે. ઓઘો લેતી વખતે કેટલો આનંદ – ઉમંગ હોય છે, તે અનુભવ - સિદ્ધ છે. (પ્રશ્ન: ઓઘો લેતી વખતે કેટલું નાચવું? ઉત્તરઃ થોડુંક જ. આજે તો પડી જવાય તેટલું નાચે. આ કાંઈ નૃત્યસ્ટેજ છે?) લગ્ન પછી જેમ પતિ-પત્નીરૂપે દંપતી સમાજ –માન્ય બને છે, તેમ દીક્ષા વિધિ પછી સાધુ રૂપે સમાજ – માન્ય બને છે. સોગંદ વિધિ લીધા પછી જ “મંત્રી કહેવાય. ૧૧૬ ... .. કહે કલાપૂર્ણસૂરિ રીઝર્વ બેંકની સહી પછી જ ‘રૂપિયો’ કહેવાય. તેમ દીક્ષા-વિધિ પછી ‘સાધુ’ કહેવાય. તેના કાર્યથી, તેની પરિણતિથી તેના પરિણામ જાણી શકાય. તેને સ્વયં ને થાય : ‘‘હું હવે વિધિપૂર્વક સાધુ થયો છું. મારાથી હવે અકાર્ય ન જ થાય.’’ આ બધું તો પ્રત્યક્ષ જોવા મળે છે. આથી જ નૂતનદીક્ષિતને તે જ વખતે સમસ્ત સંઘ વંદન કરે છે; કદાચ ભાવથી પરિણામ ન જાગ્યા હોય તો પણ. વ્યવહાર – માર્ગ આ રીતે જ ચાલે. આ વંદનથી, વંદન લેનારની પણ જવાબદારી વધી જાય : આ બધા જ મને વંદન કરે છે, તો હવે મારે તેને અનુરૂપ જીવન જીવવું જોઈએ. ભરત વગેરેના ઉદાહરણો અહીં ન લેવાય. એ કાદાચિત્ક છે, રાજમાર્ગ નથી. એમ તો કોઈકને ઘરમાં જ કેવળજ્ઞાન થાય, કોઈને અન્યલિંગે પણ થઈ જાય તો તેનું અનુકરણ ન થાય. કોઈકને લોટરી લાગી ને તે કરોડપતિ બની ગયો, પણ તેવી આશાથી બીજો કોઈ બેસી રહે તો...? પ્રશ્ન ઃ ચંડુરુદ્રાચાર્યના શિષ્યને વિધિ ક્યાં હતી ? ઉત્તર ઃ તમે ક્યાં સંપૂર્ણ વાત જાણો છો ? સંભવ છે ઃ ચપટી જેટલા વાળ બાકી રાખ્યા હોય ને પછી વિધિ વખતે તેનો લોચ કર્યો હોય. વિધિ વિનાની દીક્ષા હોય તો કેવળજ્ઞાન થાય? શ્રાવકો પણ લોચ કરાવે. લોચ કરાવ્યા પછી પણ તે ઘેર જઈ શકતો હતો, પણ તે ઘેર ન ગયો, દીક્ષા માટે જ આગ્રહ રાખીને રહ્યો. આ તેની ઉત્તમતા જાણીને જ આચાર્યે દીક્ષા આપી. યોગ્યતામાં તો ગુરુથી પણ ચડી ગયા. ગુરુથી પણ પહેલા કેવળજ્ઞાન મેળવી લીધું. જો તમે જિનમતને ઈચ્છતા હો તો વ્યવહાર - નિશ્ચય બન્નેમાં એકેયનો ત્યાગ નહિ કરતા. વ્યવહારથી શુભ પરિણામ જાગે, જ્ઞાનાવરણીયાદિનો ક્ષયોપશમ થાય. ચૈત્યવંદનાદિ વિધિ ચારિત્રના પરિણામ પેદા કરનારી છે. વિધિ દ્વારા જ ‘હું સાધુ થયો છું’ એવા ભાવ જાગે. વ્યવહારના પાલનથી ભાવ – જે નિશ્ચય રૂપ છે, ઉત્પન્ન થાય છે. ભગવાનની ભક્તિ કરતાં કરતાં જ વિરતિના પરિણામો વધે છે, તે અનુભવસિદ્ધ છે. * પ્રભુને જોઈ જોઈ જેમ – જેમ પ્રસન્નતા વધે તેમ તેમ તમે માનજો : સાધનાના સાચા માર્ગે છું. ભક્તિજન્ય પ્રસન્નતા કદી મલિન ન હોય. – હું કહે કલાપૂર્ણસૂરિ ૧૧૭ : અધ્યાત્મસાર: ભગવાન ભક્તિથી બંધાયેલા છે. જેમ કોઈ દેવ અમુક મંત્ર કે વિદ્યાથી બંધાયેલો હોય! મંત્ર ગણીને તેને હાજર થવું જ પડે! ભક્તિ કરીને ભગવાનને હાજર થવું જ પડે. ભગવાન ન પધારે ત્યાં સુધી દીક્ષાની વિધિનો પ્રારંભ પણ થતો નથી. સ્થાપના તીર્થકરની આ વાત છે. તો પછી ભગવાન આપણા હૃદયમાં ન આવે તો સાધનાનો પ્રારંભ શી રીતે થાય? સ્થાપના દ્વારા કે નામદ્વારા આખરે તો આપણે ભાવ – તીર્થકરની જ સ્તુતિ કરવાની છે. પોસ્ટકાર્ડના એડ્રેસમાં તમે વ્યક્તિનું નામ લખો છો, મતલબ નામથી નથી, વ્યક્તિથી છે. અને એPc. મૂળ વ્યક્તિને પહોંચી જ જાય છે. નામ કાંઈ ઓછી વાત નથી. તમારી ગેરહાજરીમાં પણ બેન્ક આદિમાં લેવડદેવડ તમારા નામથી જ થાય છે ને? ભગવાન જેમ બોધિ આપે તેમ તેમની મૂર્તિ અને નામ પણ બોધિ અને સમાધિ આપે. જુઓ લોગસ્સ. ‘મારુIT-વોદિનાથં સમદિવર – મુત્તમં હિતુ ' પૂર્ણ આરોગ્ય એટલે મોક્ષ. તે બોધિ અને સમાધિથી મળે છે. માટે પ્રભો! મને બોધિ અને સમાધિ આપો. આ ગણધરોની સ્તુતિ છે. ભગવાનની ભક્તિથી દિવસે – દિવસે ચારિત્રાવરણીય કર્મ કપાય છે ને પછી એક દિવસ આત્માનુભૂતિ થાય છે. - આથી જ સાચો ભક્ત ભગવાનને કદી ભૂલતો નથી. નિશદિન સૂતાં જાગતાં, હૈડાથી ન રહે દૂર રે; જબ ઉપકાર સંભારીએ, તબ ઉપજે આનંદ પૂરરે...”- પૂ. યશોવિજયજી ભક્તિ દ્વારા ધર્મનો અનુબંધ પડે છે, જેથી તે ભવાંતર પણ સાથે ચાલે છે. ક્ષયોપશમભાવની શુદ્ધિ વૃદ્ધિ દિન - પ્રતિદિન થતી રહે છે. વચ્ચે જો તૂટી જાય તો? ૧૦ દિવસ વેપાર બંધ રાખો તો? સતત ધર્મ કરવો જોઈએ; જો એને શુદ્ધ અને સાનુબંધ બનાવવો હોય. ધર્મનો સાતત્ય-ભાવ જ એમાં મુખ્ય અંગ છે, એમ પંચસૂત્રમાં લખ્યું છે. કદી ભક્તિની ધારા તોડો નહિ. માંદગી વખતે (મદ્રાસમાં) મારી ભક્તિની ધારા તૂટી ગયેલી. ફરી તેવા ભાવ જગાવતાં છ મહિના લાગેલા. ૧૧૮ ... ... કહે કલાપૂર્ણસૂરિ fd, ૮-૮-૯૯, અષા. વદ-૧૨. * સાધુ ધર્મની પરિભાવના કરે તે શ્રાવક...! એના યોગે જ એનું શ્રાવકપણું ટકે. એ દ્વારા જ એનામાં દીક્ષાયોગ્ય ૧૬ ગુણો પ્રગટે. * પુરુષાર્થ જીવનો... અનુગ્રહ ભગવાનનો...! ખૂટતા ગુણો ભગવાનના અનુગ્રહથી મળે. * ચૈત્યવંદનાદિ વિધિ, જે દીક્ષા વખતે કરાય છે, તેનામાં એવી શક્તિ છે કે જેથી વિરતિના પરિણામ જાગે અને ટકે. જે ચૈત્યવંદનમાં ત્યારે આવી શક્તિ હોય તે ચૈત્યવંદનમાં અત્યારે કાંઈ જ શક્તિ ન હોય એવું બને જ શી રીતે ? ચૈત્યવંદન એના એ જ છે...! દીક્ષા લઈને એવા જ પરિણામ હંમેશ માટે રહેતા હોય તો કોઈ શાસ્ત્રાદિ રચનાની કે ઉપદેશની જરૂર જ ન પડત, પણ પરિણામોમાં વધ – ઘટ થઈ શકે છે. માટે જ આ બધો પ્રયત્ન છે. માટે જ સિંહ + શિયાળની ચતુર્થંગી બતાવી છે. પરિણતિ જીવોની આવી હોવાથી જ આ બધું બતાવ્યું છે. * વ્યવહાર છોડો તો તીર્થ જાય. નિશ્ચય છોડો તો તત્ત્વ જાય. તીર્થ કલેવર છે ઃ તત્ત્વ પ્રાણ છે. કહે કલાપૂર્ણસૂરિ .... ૧૧૯ પ્રાણ હીન કલેવરની કિંમતનથી તેમ કલેવરવિના પ્રાણો પણ રહી શક્તા નથી. વ્યવહાર જ નિશ્ચયને પ્રાપ્ત કરાવે છે. નિશ્ચયનું કારણ બને તે જ વ્યવહાર, વ્યવહારની સાપેક્ષતા જાળવી રાખે તે જ નિશ્ચય. દીક્ષા - વિધિ વખતે કદાચ ચારિત્રના પરિણામ ઉત્પન્ન ન પણ થાય, પરંતુ તોય દીક્ષા-વિધિ નિષ્ફળ નથી. કારણ કે પછી પણ પરિણામ જાગી શકે છે. ન જાગે તો પણ દીક્ષાદાતા દોષિત નથી. તેમણે તો વિધિની જ આરાધના કરી છે. કદાચ એવું પણ બને; દીક્ષા પછી તે ઘેર જાય, તોય દીક્ષા-દાતા નિર્દોષ છે. ભગવાન મહાવીરના હાથે દીક્ષિત નંદિષણ જેવા પણ ઘેર ગયા છે. ભગવાન જાણતા હતા છતાંય દીક્ષા આપી. અલબત્ત, નંદિષણના અતિઆગ્રહથી જ. વેશ્યાના ઘેર ૧૨ વર્ષ રહ્યા હોય ત્યાં રોજ ૧૦ને પ્રતિબોધ આપતા. ૧૨ વર્ષમાં લગભગ ૪૨ હજાર સર્વવિરતિધરો શાસનને આપ્યા. આ પણ ફાયદો જ થયો ને શાસનને? દીક્ષા આપતી વખતે ગુરુનો આશય “એ સંસાર- સાગરથી પાર ઉતરે, મોહની જાળમાંથી છૂટે, એની મોક્ષયાત્રામાં હું સહાયક બનું.” એવો હોય. “દોષ લાગશે, મૃષાવાદ લાગશે એવા ભયથી આચાર્ય દીક્ષા આપવાનું બંધ કરે તો શું થાય? શાસન અટકી પડે. - ભરતાદિને ગૃહસ્થપણામાં કેવળજ્ઞાન થયું તેમાં પર્વજન્મની આરાધના કારણ છે. ગૃહસ્થપણામાં કેવળજ્ઞાન થયું એ બરાબર, પણ ગૃહસ્થપણું એક્વળજ્ઞાનનું કારણ નથી. કારણ તો પૂર્વભવની સાધુતાની સાધના જ છે, એમની પાટ પર૮ રાજાઓને આરીસાભુવનમાં કેવલ્ય થયું, ત્યાં પણ તેની પૂર્વભવની સાધના જ કારણ હતી, એમ સમજવું. તમને દીક્ષા - વિધિ એટલા માટે બતાવીએ છીએ. જોતા-જાતાં સાંભળતાંસાંભળતાં તમને પણ દીક્ષાનો ભાવ જાગે. - સાધુની પ્રસન્નતા જોઈ તમને કાંઈ લાગતું નથી ? મહારાજ કેવા પ્રસન્ન રહે છે! સાચે જ સાચું સુખ અહીં જ છે. માટે અહીં જ આવવા જેવું છે! અચાત્મસાર : ભક્તિ (- સમ્યગદર્શન), સમ્યક્ જ્ઞાન, સમ્યક ચારિત્ર આપે ને અંતે મુક્તિ આપે છે. નવકાર અને લોગસ્સ આ બે જિનશાસનના પ્રસિદ્ધ ભક્તિસૂત્રો છે, એમ ૧૨૦ ... ... કહે કલાપૂર્ણસૂરિ સમજો. નવકારમાં સામાન્ય જિનને નમન છે. લોગસ્સમાં નામગ્રહણ પૂર્વક વિશિષ્ટ જિનને નમન છે. નામકીર્તન દ્વારા લોગસ્સમાં ભગવાનની ભક્તિ ગણધરો દ્વારા થયેલી છે. નમુત્થણે માં દ્રવ્ય-ભાવ જિનની અને અરિહંત ચેઇઆણું માં સ્થાપના જિનની સ્તુતિ ભાવ જિન જેટલો ઉપકાર કરે, તેટલો જ ઉપકાર નામ - સ્થાપનાદિ જિન પણ કરે. ભાવજિન પણ બે પ્રકારે આગમ, નોઆગમ. સમવસરણસ્થ જિનનો ધ્યાતા પણ અમુક નયથી ભગવાન જ છે. જિનસ્વરૂપ થઈ જિન આરાધે, તે સહી જિનવર હોવે....” ભક્તની ભક્તિ અને ભગવાનની શક્તિ, બન્ને મળે એટલે કામ થાય. ભક્તનો અનુરાગ વધે તેમ-તેમ ભગવાનનો અનુગ્રહ વધતો જ જાય. યોગ્ય શિષ્ય દરેક વખતે ગુરુને આગળ કરે. તેમ ભક્ત દરેક વખતે ભગવાનને આગળ કરે. આવશ્યક નિર્યક્તિમાં પ્રશ્ન છે નમસ્કાર કોનો ગણાય? નમસ્કરણીય ભગવાનનો કે, નમસ્કાર કર્તા ભક્તનો? નમસ્કરણીય ભગવાનનો ગણાય, પણ આપણે પોતાનો જ માની બેઠા છીએ. અમુક નયથી કરનારનો પણ ગણાય, પણ ભક્તની ભાષા તો આ જ હોયઃ ભગવાનનું જ બધું છે! ભક્ત ભગવાનનું માને, પણ ભગવાન પોતાનું ન માને. આપણે ભગવાનનો નય પકડીને બેસી ગયા. ગુરૂકહી શકે? મેં કશું નથી ક્યું ભગવાન કહી શકેઃ “મેં કશું નથી કર્યું. જે તે તીર્થંકર નામકર્મ ખપાવવા હ્યું” પણ એ વાક્ય આપણને જરાય ન શોભે. એમનો નય (દષ્ટિકોણ) આપણે પકડી લઈએ તો કૃતજ્ઞ બની જઈએ. “જે ધ્યાન અરિહંત કો, સો હી આતમધ્યાન..” આ શ્વેતાંબર સંઘની પ્રણાલિકા છે. આત્મ ધ્યાન નહિ, પ્રભુનું ધ્યાન કરું છું, એમ જ કહે કલાપૂર્ણસૂરિ ..... ... ૧૨૧ બધા કહેશે. હરિભદ્રસૂરિ કહે છેઃ હું ભગવાનને ઈચ્છાયોગથી. નમસ્કાર કરું છું: “નમસ્કાર હો!” નમસ્કાર કરનાર હું કોણ? ઉત્તમમાં ઉત્તમ તક મળે, આરાધનાના અવસરો મળેતેકોના પ્રભાવે? ભગવાનના જ પ્રભાવે. બાકી શરીરનો શો ભરોસો? હમણાં જ મુન્દ્રાથી સમાચાર આવ્યા છે કે એકનું B. P. Down થઈ ગયું છે. ક્યાં છે આપણા હાથમાં બધું? નૈગમન ભગવાનનો નમસ્કારમાને નોકરઘોડો ખરીદ્યો, પણ ગણાયકોનો? શેઠનો જ. પરમાત્માનું ધ્યાન કરતાં આત્મધ્યાન આવવાનું જ છે. * ભોજનમાં ભૂખ ભાંગવાની શક્તિ જ ન હોય તો ભૂખ ભાંગે? ફોતરા ખાવાથી ભૂખ ભાંગે? ભગવાનમાં મોક્ષ આપવાની શક્તિ જ ન હોય તો મોક્ષ આપે? બોધિ અને સમાધિ' તમને ભક્તિથી મળ્યા. તમે ભક્તિ કરી એટલે મળ્યા કે ભગવાને આપ્યા? ભગવાનના સ્થાને બીજાની ભક્તિ કરો... બોધિ - સમાધિનહિ મળે. હરિભદ્રસૂરિજીએ બધા જ દર્શનોનો યોગદૃષ્ટિ સમુચ્ચયમાં સમાવેશ કરીને જાણે કહ્યુંઃ જૈન દર્શન તો બધા જ દર્શનોને પીને બેઠું છે! * પ્રશ્નઃ “જયવીયરાયમાં માગનુસારી વગેરે માંગવામાં આવ્યા, પણ જેને તે મળી ગયું છે તે શું કામ “જયવીયરાય” બોલે ? ૬-૭ ગુણઠાણો રહેલો સાધુ... તેને માગનુસારિતાથી શું કામ ? ઉત્તરઃ એ ગુણોને નિર્મળ કરવા. ૧ ૨ ૨ ... ... કહે કલાપૂર્ણસૂરિ ટી), તા. પ ક સોમ. ૯-૮-૯૯, અષા. વદ-૧3. * પંચ વસ્તકમાં લખેલી વિધિ (આગમની વિધિ જ લખી છે.) આપણે જોઈ. આજે પણ આ પ્રમાણે જ વિધિ ચાલે છે, એ જાણીને કેટલો આનંદ થાય? આપણી શુદ્ધ પરંપરા પર કેટલું માન જાગે? તમારામાં ભક્તિ આવી તો તે તમને બધી જ વખતે બચાવી લેશે. જ્ઞાનમાં અહંકાર કે કદાગ્રહનહિ થવા દે. “હું કહું છું તે જ સાચું આ વિદ્વત્તાનો ગર્વ વિદ્વાનને હોઈ શકે, ભક્તને નહિ. પૂર્વ પુરુષોને યાદ કરવાથી વિદ્વત્તાનો ગર્વ દૂર થઈ શકે. માન જૈનાચાર્ય કાલિકસૂરિ... વિશાળ ગચ્છના સ્વામી. અવિનીત શિષ્યોથી ત્રાસી ગયેલા. ભૂલો થતાં ટોકતા રહેવાથી સામેથી જવાબ આવવા લાગ્યા. આથી સંપૂર્ણ શિષ્યમંડળનો ત્યાગ કરીને શય્યાતરને, જણાવીને જતા રહ્યા. “શિષ્યો બહુ જ આગ્રહ કરેતો જજણાવવું, નહિતો નહિ – એમશય્યાતરને જણાવેલું. સાગર નામના આચાર્ય, જે તેમના જ પ્રશિષ્ય હતા, ત્યાં પહોંચી ગયા. સાગર આચાર્ય આ જાણતા નહોતા. જોરદારવાચના આપી. પછી પૂછ્યું: “વાચના કેવી લાગી?' “સરસ” પછી અંજલિમાંથી ઝતા પાણીની જેમ આપણામાં પેઢી – દરપેઢીએ જ્ઞાન ઘટતું જાય છે, તે સમજાવ્યું. તીર્થકરો પણ અભિલા પદાર્થોમાંથી અનંતમો ભાગ જ કહી શકે. તેનો અનંતમો ભાગ શિષ્ય - પ્રશિષ્યાદિ ક્રમશઃ ગ્રહણ કરતા રહે. આવા અલ્પજ્ઞાનનો અભિમાન * પછી શિષ્ય પરિવાર આવતાં સાગરાચાર્યને ખબર પડતાં પગે પડી ખમાવ્યા. ત્યાં કહે કલાપૂર્ણસૂરિ ..... ... ૧૨૭ સુધી તો “આ વૃદ્ધ મુનિ છે. એવું જ માની બેઠેલા. * દેવવંદન - ચેત્યવંદનાદિ વિના દીક્ષા-વિધિ થતી નથી. એનો અર્થ એ કે ભક્તિમાર્ગ એ જ વિરતિનું પ્રવેશદ્વાર છે. દીક્ષા જીવનમાં વારસક્ઝાય જ્ઞાનયોગમાટે, સાતવારચૈત્યવંદન ભક્તિયોગ માટે છે, તે જ્ઞાનથી ભક્તિ મહાન છે, તેમ જણાવે છે. પ્રશ્નઃ “સુંદર મજાની સામગ્રી ઋદ્ધિ - સમૃદ્ધિ હોવા છતાં પાપોદયનાકારણે તે છોડવાનું મન થયું. પૂર્વભવમાં દાન ન આપ્યું તે જ કારણે આ ભવમાં ઘેર-ઘેર ભિક્ષા જવું પડે છે, એમ કેટલાક માને છે – તે અંગે આપ શું કહો છો? (સં. ૨૦૧૭, રાજકોટ, દિગંબર પંડિત, કાનજી ભક્તોએ બોલાવેલો. પરાસ્ત કરવા માટે અમારી આવ્યો. પંડિતાઈ પ્રદર્શિત કરતાં કહ્યું માપ રે રમે હૈ.' તે વખતે હું કાંઈ બોલ્યો નહિ, પણ નક્કી ક્યુંકેન્યાયનો અભ્યાસક્યવિના હવે રહેવુંનથી.) “ક્યાંય ઠેકાણું નહિ! રખડવાનુ જ લલાટે લખાયેલું! આમાં ક્યાં ધર્મ થાય? રહેવા, ખાવા-પીવા વગેરેની વ્યવસ્થામાંથી ઉંચા અવાય તો ધર્મધ્યાન થાયને? કપડા - મકાન તો ઠીક, ઉચિત સમયે ભોજન પણ ન મળે. આવી સ્થિતિ પાપના ઉદય વિના ન જ આવી શકે ને? માટે ગૃહસ્થપણામાં રહીને જ પરોપકારના કામ થતા રહે તે જ સાચો ધર્મ' આ છે એક અન્યનો મત. ઉત્તર : તમે “પાપના ઉદયથી દીક્ષા મળે છે.” એમ કહો છો. અમે પૂછીએ છીએ? “પુણ્ય – પાપ એટલે શું?” “ભોગવતાં સંકલેશ થાય તે પાપ, સાતા રહે તે પુણ્ય.” એ જ સાચું લક્ષણ છે. પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી જ ગૃહસ્થત્વનો ત્યાગ થાય. પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય હોય તે જ સંસાર છોડી શકે.” પુણ્ય – પાપની સંક્લેશ – અસંકલેશરૂપ આ વ્યાખ્યા કરી. હવે વિચારો વધુ સંકલેશતો ગૃહસ્થપણામાં છે. સાધુને સંકલેશનો અંશ પણ નથી. બહારથી સારા દેખાતા મોટા પુંજીપતિઓ અંદરથી કેટલા દુઃખી હોય છે, તે તમે જાણો છો? દુનિયાના સૌથી શ્રીમંત વ્યક્તિએ એક પ્રશ્નના જવાબમાં કહેલું દુનિયામાં સૌથી વધુ દુઃખી હું છું. અહીં સુખ ક્યાં છે? જોધપુરમાં એક ઘરે મુમુક્ષુપણામાં ગયેલો. એ શ્રીમંત ભાઈએ સન્માન કરીને મને શત-શત ધન્યવાદ આપીને કહ્યું તમે સાચા માર્ગો છો. અમારે તો ધંધો વધ્યો છે તેમ ૧૨૪ ... ..... કહે કલાપૂર્ણસૂરિ www.jainelibrary. ચિંતાનો કોઈ પાર રહ્યો નથી. ચિન્તા.. ચિન્તા.. ચિન્તા... એ માણસ જોધપુરનો મોટો શ્રીમંત હતો. શશીકાન્તભાઈ આજે ઉદ્યોગપતિ - ઉદ્વેગપતિ છે. એકભાઈ સુખી માણસ શોધવા નીકળેલો. સુખીમાં સુખી જૈન સાધુ છે. એમ જાણીને એ ભાઈ, ઘણી રખડપટ્ટી પછી જૈન મુનિ જંબૂવિજયજી મ. પાસે પહોંચ્યો. બે દિવસ સુધી સાધુચર્યાનું નિરીક્ષણ પૂછ્યું : આજીવિકાનું શું? કેટલી મૂડી? મ ન ઊરે 9 હૈ, ન છૂતે હૈ, ન સ્ત્રો છૂતે હૈ, ન પાની કો... સંધ વ્યવસ્થા રીતી હૈ વિશ્વ મોનની નહીં હતી...'' પેલો સ્તબ્ધ થઇ ગયો. મને પણ કહેવામાં આવેલું: “તમે દીક્ષા લો છો? એ પણ ગુજરાતમાં? ત્યાં શું છે? સાધુઓ તો દાંડ – દડ લડે છે.” મેં એક જ જવાબ આપેલોઃ આપ ભલા તો જગ ભલા...!” તમે જુઓ છોઃ અહીં આવીને મેંઝગડા નથી ક્ય. હા... ઝગડા મીટાવ્યા છે ખરા. સં. ૨૦૨૩ - મનફરામાં ઝગડા ઘણાં...! મેં કહી દીધું ઝગડામાં પ્રતિષ્ઠા નહીં થાય. સાધુ-સાધ્વીને ગોચરી બંધ કરવાની વાત કરી. ત્યારે ઝગડા પતાવવા સંમત થયા. ઝગડો પત્યો. પ્રતિષ્ઠા થઈ. બેણપમાં ૧૨ વર્ષનો ઝગડો પત્યો. શશિકાન્ત ભાઈ તો તો ઝગડાવાળા સંઘોમાં આપને બોલાવવા પડશે. ઉત્તરઃ માનવાની તૈયાર હોય તો બોલાવજો. નહિ તો કોઈ મતલબ નહિ. બેણપમાં અચાનક ખબર પડી. ઝગડા છે. મોટા આચાર્યથી નથી પત્યા. ભગવાનની કૃપાએ ઝગડો મટ્યો. “સાધુ સદા સુખીયા ભલા, દુઃખીયા નહિલવ લેશ; અષ્ટકર્મને વારવા, પહેરો સાધુનો વેષ...” આ તમે બોલો છો ખરા, પણ ક્યારે? કપડાં બદલતી વખતે – સંસારીનો વેષ પહેરતી વખતે! સાધુ પાસે સમતાનું, નિર્ભયતાનું, ચાત્રિનું, ભક્તિનું, મૈત્રીનું, કરુણાનું, જ્ઞાનનું સુખ છે. મૈત્રીની મધુરતા, કરુણાની કોમળતા પ્રમોદનો પમરાટ, મધ્યસ્થતાની મહાનતા હોય તેવું આ સાધુજીવન પુણ્યહીનને જ ન ગમે. ... ૧૨૫ કહે કલાપૂર્ણસૂરિ ..... * શ્રાવકધર્મ, સાધુધર્મનો પૂર્વાભ્યારા છે. શ્રાવક ધર્મનું પાલન કરતો કરતો હું સાધુ ધર્મને યોગ્ય બનું, એવી શ્રાવકની ભાવના હોય. મંગળ, ૧૦-૮-૯૯, અષા. વદ-૧૪. * સંસારનું ચક્ર ચાલુ રહે છે – પ્રભુની આજ્ઞાના વિરાધનથી. સંસારનું ચક્ર અટકે છે – પ્રભુની આજ્ઞાના આરાધનથી. આશ્રવ સંસારનો, સંવર મુક્તિનો માર્ગ છે. આ ભગવાનની આજ્ઞા છે. નિઃશંક બનીને પ્રભુની આ આજ્ઞા પાલન કરનાર અવશ્ય સંસાર તરી જાય છે. * ચિત્તમાં સંકલેશ હોય ત્યાં સુધી સ્થિરતા નથી આવતી. સ્થિરતા ન આવવાના કારણે પ્રભુમાં મન લાગતું નથી. હિંસાદિના કારણે ગૃહસ્થોનું મન સંકિલષ્ટ રહે છે માટે જ સંયમનું સંપૂર્ણ પાલન થઈ શકતું નથી. જો થઈ શકતું હોત તો તીર્થંકરો કે ચક્રવર્તીઓ સંસારનો ત્યાગ કરત નહિ. આત્માના અનંત ખજાનાથી વંચિત રાખવાં જ મોહરાજાએ તમને એકાદ લાખ કે ક્રોડની લાલચ આપી છે. ૧૨૬ હિંસાથી ચિત્ત કલુષિત થાય. અહિંસાથી નિર્મળ થાય, હિંસા એટલે પર – પીડન ! પ્રમાદ પણ હિંસા... ખાસ કરીને સાધુ માટે. કહે કલાપૂર્ણસૂરિ ગૃહસ્થો માટે આરંભ... પરપીડન એટલે હિંસા... પૃથ્વી, પાણી, વનસ્પતિ આદિનો ભોગ લઈને આપણે જીવીએ અને જરૂર પડે ત્યારે તેના માટે કાંઈ નહિ કરવું ? માણસનું કર્તવ્ય છે કે તે પોતાનાથી નબળાનું રક્ષણ કરે. પ્રણિધાનનો અર્થ છે ઃ પોતાનાથી હીન જીવો પર કરુણા સાથે ભાવાર્દ્ર બનતું મન અધિક ગુણી પ્રત્યે પ્રમોદ. સર્વ જીવો સાથે મૈત્રી. સ્વજનના સુખે તમે સુખી, દુઃખે દુઃખી થાવ છો. સ્વજનોનો સંબંધ તમે છોડતા નથી. ભગવાન કહે છે : જગતના સર્વજીવો તમારા સ્વજનો જ છે. એમની સાથે તમે સંબંધનો છેડો ફાડી શકો નહિ. મારે શું લેવા દેવા જીવો સાથે ? – એમ તમે કહી શકો નહિ. તમારી જવાબદારીથી છટકી શકો નહિ, છટકવા પ્રયત્ન કરો તો ડબ્બલ સજા મળે. ઝીવ + અસ્તિ + જાય = નીવત્તાય. અનંત જીવોના + અનંત પ્રદેશોનો + સમૂહ = જીવાસ્તિકાય ! આમાંથી એક પણ જીવ કે એક જીવનો એક પ્રદેશ પણ બકાત રખાય તો જીવાસ્તિકાય ન કહેવાય. એમ ભગવતી સૂત્રમાં ભગવાને કહ્યું છે. ભગવાને કોઈને બકાત નથી રાખ્યા, આપણે બધાને બકાત રાખ્યા; આપણી જાત સિવાય. જીવમાત્ર સાથે સ્નેહભાવ – આત્મભાવ – મૈત્રીભાવ રાખ્યા વિના ધ્યાન લાગી શકતું નથી. એ ધ્યાન નહિ, ધ્યાનાભાસ હોઈ શકે. સર્વ જીવો સાથે આત્મતુલ્ય વર્તન કરવું, આત્મવત્ સર્વ-ભૂતેષુ –આમ જૈનેતરો પણ કથન છે. નિર્મળતા વિના સ્થિરતા નહિ, સ્થિરતા વિના તન્મયતા નહિ. શ્રાવક જીવનમાં ધ્યાન કરાય નહિ તેમ નહિ, પણ નિશ્ચલ ધ્યાન ન આવે, ધ્યાન અભ્યાસ જરૂર થઈ શકે. સંયમથી જ નિશ્ચલ ધ્યાન આવે. નિર્વાત દીપ જેવા ધ્યાન માટે તો સંયમ જ જોઈએ. અહિંસાથી પર જીવો સાથેનો સંબંધ. સંયમથી સ્વ સાથેનો સંબંધ સુધરે છે. કહે કલાપૂર્ણસૂરિ ... ૧૨૭ જીવોની હિંસા કરીને તમે તમારા જ ભા પ્રાણોની હત્યા કરો છો. કરુણા કોમળત સમ્યગ્દર્શનના ગુણો છે. તેનો નાશ થાય છે. જેટલા અંશે અહિંસા તેટલા અંશે નિર્મળત આવે જ. દીક્ષા લેતાં મેં પહેલા પૂછાવ્યુંઃ મને ધ્યાન માટે ૪-૫ કલાક મળશે ? ‘તો ગુફામાં ચાલ્યા જાવ...' પૂ. ક્નકસૂરિજીનો જવાબ આવ્યો. પરોપકાર એ સ્વોપકારથી જુદો નથી. પરોપકાર સ્વોપકાર એક જ છે. માટે જ તીર્થંકરો દેશના દ્વારા પરોપકાર કરતા રહે છે. અહિંસા – સમ્યગ્ દર્શન સંયમ – સમ્યગ્ જ્ઞાન जीवाजीवे अयाणतो.... कहं सो नाहीइ संजमं ? - તપ – સમ્યક્ ચારિત્ર. ઉપકરણોને જયણાપૂર્વક લેવા – મૂકવાની ક્રિયા તે અજીવ સંયમ છે. ૧૭ અસંયમને જીતવા તેનું નામ સંયમ. (૫ ઈન્દ્રિય, ૪ કષાય, ૫ અવ્રત, ત્રણ યોગ આ ૧૭) ત્રણ યોગ ગૃહસ્થપણામાં ધર્મપ્રવૃત્તિ કરો ત્યારે જ શુભ..... નહિ તો નહિ. અઢાર હજાર શીલાંગ – યાદ રાખવા તદ્દન સરળ છે. એકેન્દ્રિયના પાંચ ભેદ. બેઈ. – તેઈ. – ચઉં. - પંચે. + અજીવ = ૧૦ પ્રકારે જયણા કરવાની. - એક દાંડો લેતાં જયણા ન કરી તો ૧૮ હજારમાંથી સીધા બે હજાર જાય. અજીવ સાથે પણ જયણાપૂર્વક વર્તવાનું છે. પૂ. દેવેન્દ્રસરિજીને અમે જોયા છે સાંજ પડ્યે પોથી વગેરેને વીંટીને જયણાપૂર્વક મૂકી દેતા. સાધુ આહારાદિ ૪ સંજ્ઞાનો વિજેતા હોય. સંજ્ઞા દ્વારા સંચાલિત પશુ હોય, સાધુ તં સંજ્ઞા પર નિયંત્રણ કેળવે. ૪ સંજ્ઞાથી ૧૦ને ગુણતાં ૧૦ × ૪ = ૪૦ ૪૦ × ૫ ઈન્દ્રિય = ૨૦૦ ૨૦૦ X ૧૦ યતિધર્મ = ૨૦૦૦ (એટલે મેં દાંડો નહિ પડિલેહતાં ૨૦૦૦ જા એમ કહેલું) ૧૨૮ ... કહે કલાપૂર્ણસૂિ ૨૦૦૦ X ૩ યોગ = ૬૦૦૦ ૬૦૦૦ x ૩ (કરણ, કરાવણ, અનુમોદન) = ૧૮ હજાર. આ ૧૮૦૦૦ શીલાંગ છે. ૧૮ હજાર શીલાંગમાટે બીજી પણ અનેક રીતો છે. * તમે બીજાને અભયદાન આપો તો તમે સ્વયં નિર્ભય બનો જ. પાલીતાણામાં કુંદકુંદવિજયજીએ કાલગ્રહણ લેવા હાથમાં મોરપીંછ લેતાં છૂપાયેલો સાપ ભાગ્યો. આજ્ઞાની પાછળના આ રહસ્યો છે. આપણે આહારી, પ્રભુ અણાહારી છે. તપ કરતાં આપણે પ્રભુ સાથે સંબંધ બાંધીએ છીએ. આથી જ ઉપવાસના દિવસે મન તરત જ ચોટે છે. કારણ કે, ચિત્ત નિર્મળ હોય છે. તપ સાથે જપ કરવામાં આવે તો સોનામાં સુગંધ ભળે છે. ભક્તિઃ * દૂર રહેલા ભગવાનને હૃદયમાં ધારણ કરવાની કળા તે ભક્તિ. ભગવાન ગમે તેટલા સમર્થ હોય, પણ છેવટે ભક્તિને આધીન છે. સર્વ જીવો પર ભગવાનની અનંત કરુણા વહી રહી છે. એમણે આપણી સાથે છેડો ફાડી નાખ્યો નથી. ફાડે પણ શી રીતે ? એમને ભગવાન બનાવનાર સર્વ જીવો જ છે. માટે આપણે ભક્તિ કરીએ અને ભગવાન તરફથી કોઈ પ્રતિભાવ ન આવે, એવુ બને જ નહિ. ભક્ત હઠ પકડે તો ભગવાનને આવવું જ પડે. ખરેખર તો આવેલા જ છે. આપણે આવેલા ભગવાનને જાણતા નથી. ભક્ત હઠ દ્વારા આવેલા ભગવાનને ઓળખી લેવાની કળા સાધી લે છે. અનુત્તર વિમાનવાસી દેવના પ્રશ્નનો જવાબ ભગવાન દ્રવ્ય મનને પ્રયોગ કરીને આપે, તો આપણને કોઈ જ જવાબ ન આપે, એવું બને જ શી રીતે ? ભગવાન કાંઈ કૃષ્ણ કે મહાદેવના રૂપમાં નથી આવતા, પણ આનંદરૂપે આવે છે. ભગવાન આનંદમૂર્તિ છે, સચ્ચિદાનંદ છે. જ્યારે જ્યારે તમે આનંદથી ભરાઈ જાવ છો ત્યારે ત્યારે સમજી લેજો ઃ ભગવાને મારામાં પ્રવેશ ર્યો છે. : ભગવાનની શરત આટલી જ છે ઃ તમે મારા ધ્યાન વખતે બીજાનું ધ્યાન નહિ ધરતા. એકાગ્રપણે મારું જ ધ્યાન ધરશો તો હું આવવા તૈયાર જ છું. મેં ક્યારે ના પાડી ? ખરેખર તો તમારા કરતાં હું વધુ આતુર છું. કહે કલાપૂર્ણસૂરિ ... ૧૨૯ કાળા - બુધ, ૧૧-૮-૯૯, અષા. વદ-0)) * પ્રભુનો વિનય, ગુરુની સેવા આદિ જેમ વધે તેમ તેમ આત્મગુણો પ્રગટે, પ્રગટેલા નિર્મળ બને. એક પણ ગુણ પ્રભુના અનુગ્રહ વિના આપણે પામી શકીએ નહિ. * સમ્યગ્ગદર્શનાદિ ત્રણેય સાથે મળે તો જ મુક્તિનો માર્ગ બને. એક પણ ઓછું હોય તે ન ચાલે. રત્નત્રયીની પ્રાપ્તિ તત્ત્વત્રયો દ્વારા થાય છે. તત્વત્રયી (દવ – ગુ – ધર્મ) રત્નત્રયી ખરીદવાની દુકાનો છે. ત્યાંથી ક્રમશઃ દર્શન - જ્ઞાન - ચારિત્ર મળે છે. શીરો તૈયાર કરવા લોટ, ઘી, સાકર જોઈએ, તેમ મોક્ષ મેળવવા સભ્ય દર્શનાદિ ત્રણેય જોઈએ. ભગવાન કહે છે મારી ભક્તિકરવા ચાહતા હો તો મારા પરિવાર (સમગ્રજીવરાશિ) ને તમારા હૃદયમાં વસાવો. એ વિના હું ખુશ થવાનો નથી. * પ્રશ્ન હતો કે પાપના ઉદયથી દીક્ષા લેવાનું મન થાય, સુખ છોડીને દુઃખમાં પડવાનું મન થાય. ઘેર ઘેર ભિક્ષા માટે ફરતા, લોચ કરાવતા, તડકામાં ખુલ્લે પગે ઘુમતા જૈન સાધુને જોઈ કોઈ જૈનેતરને પાપનો ઉદય લાગે તે સ્વાભાવિક છે. - આચાર્યશ્રી જવાબ આપતાં કહે છે જે ભોગવતાં સંકલેશ થાયતે પાપ, સંકલેશન ૧૩૦ .. » કહે કલાપૂર્ણસૂરિ થાય તે પુણ્ય. ગૃહસ્થને તો પળે-પળે સંકલેશ છે. સૌ પ્રથમ ગૃહસ્થને પૈસા જોઈએ. પૈસાની કોઈ ખાણ નથી. વેપાર, ખેતી કે મજૂરી બધે જ સખત મહેનત કરવી પડે છે. અહીં સંકલેશ નથી થતો ? પૈસા કમાતાં સંકલેશ ન થતો હોય, અશાંતિ ન જ થતી હોય, એવું કોઈ કહી શકશે ? સંકલેશ હોય ત્યાં દુઃખ એમ તમે જ કહ્યું. તો હવે ગૃહસ્થને પાપનો ઉદય ખરો કે નહિ ? ગમે તેટલું મળ્યું હોય છતાં હજુ વધારે મેળવવાની તૃષ્ણા છે, તે સંકલેશ ખરો કે નહિ ? ઈચ્છા, આસક્તિ, તૃષ્ણા આ બધા સંકલેશના જ ઘરો છે. સાધુને આવો સંકલેશ નથી હોતો, સર્વ પરિસ્થિતિમાં સંતોષ હોય છે. સંતોષ એ જ પ્રમ સુખ છે. જે લક્ષ્મીમાં આસક્તિ થાય તે પાપાનુબંધી પુણ્યના પ્રભાવે મળેલી છે, એમ માનજો. મૂર્છા સ્વયં દુઃખ છે. મૂર્છા મહાન સંકલેશ છે. આ અર્થમાં મોટા રાજા – મહારાજાઓ પણ દુઃખી છે. માણસ જેટલો મોટો, સંકલેશ પણ એટલો જ મોટો ! સંકલેશ મોટો તેટલું દુઃખ પણ મોટું ! મોટા રાજકારણીઓનું જીવન જોઈ લો. ‘શત્રુ રાજા ચડી આવશે તો ? ચલો, મોટો કિલ્લો બનાવીએ. શત્રુને હંફાવીએ.’ આવી ચિંતા અગાઊ રાજાઓને રહેતી. આજે હરીફ રાજકારણીને હરાવવા - ફાવવા, વોટ મેળવવા, પ્રતિપક્ષી દેશને હરાવવા, અણુબોંબ બનાવવા વગેરે અનેક સંકલેશો દેખાય જ છે. પ્રશ્ન : સાધુપણું આટલું ઉંચું હોવા છતાં તે લેનારા થોડા, તેનું કારણ શું ? ઉત્તર ઃ ભાઈ...! ઝવેરીની દુકાન ઓછી જ હોય. શાકભાજીની જ ઘણી હોય. છતાં એમાંય ઓછા સાધુઓમાં ઉચ્ચકોટિનું સાધુપણું પાળનારા બે – ત્રણ જ હોય. આ કાળ જ એવો છે. મહાવિદેહ ક્ષેત્રોમાં ક્રોડો છે. હું સંખ્યા – વૃદ્ધિના મતનો નથી. ન સચવાય તો રાખવા ક્યાં ? ઢોરો માટે તો પાંજરાપોળો છે, પણ અહીં પાંજરાપોળો નથી. પૂ. ભદ્રંકરવિજયજી પંન્યાસજીએ કહેલું : કોઈ બાબત માટે ચિન્તા નહિ કરવી. કેવળીએ જોયું છે તે જ થઈ રહ્યું છે. આપણે કેવળીથી પણ મોટા છીએ ? એમનાથી અન્યથા થવું જોઈએ, એવું વિચારનારા આપણે કોણ ? આજે ઘેર ઘેર T.V. છે. નાનપણથી જ T.V. જોનારી આજની પેઢી, અમારી કહે કલાપૂર્ણસૂરિ ........... ...૧૭૧ પંક્તિમાં ક્યાં બેસે?. આવા યુગમાં આટલા દીક્ષિત થાય છે તે પણ સૌભાગ્યની વાત છે. મોટા વેપારીઓ વગેરે સુખેથી ભોજન પણ કરી શકતા નથી, મળેલું સુખ પણ ભોગવી શકતા નથી. નથી મળ્યુંની ચિંતામાં જે છે તે પણ ચાલ્યું જાય છે, એવી ચિન્તાવાળો દીન હોય, પેટ ભરવા પૂરતું પણ ઘણાને ન હોય, ઘણાને વ્યાજની ચિંતા હોય. ઉપરથી ઘણા સારા દેખાતા અંદરથી ખોખલા થઈ ગયેલા હોય. અમારી પાસે વેદના ઠાલવે ત્યારે ખ્યાલ આવે. આને પુણ્યોદય કહીશું તો પાપોદય કોને કહીશું? જેના દ્વારા અનાસક્તિ મળે, સંલેશન હોય, તે પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય. દા.ત. શાલિભદ્ર, ધન્નાજી આદિ. અધ્યાત્મસાર : ભઠન ભગવાનની ભક્તિ કદી જ નિષ્ફળ જતી નથી. ભક્તિ વધેતેમ આત્માના આનંદની, આત્માનુભૂતિની શક્તિ વધે; એમદેવચન્દ્રજીનો સ્વાનુભવ છે. બધું સુલભ છે, ભક્તિ દુર્લભ છે. માપુણ્યોદયે જ ભગવાન પર પ્રેમ જાગે, પછી ભક્તિ ઉભરાય, ત્યારબાદ તેમની આજ્ઞા પાળવાનું મન થાય. પ્રભુ પ્રત્યેનો સાચો પ્રેમ ભક્તને સાધુ બનાવે, છેવટેપ્રભુ બનાવે એમાં નવાઈ શી? ઈયળ ભમરીના ધ્યાનથી, ભમરી બને, તેમ પ્રભુનું ધ્યાન કરનારો પ્રભુ બને. આમ પણ કુદરતી નિયમ છે કે જેનું ધ્યાન કરે તે તેવો બને જ. જડનું ધ્યાન કરનારો એટલે સુધી “જડ બને કે એકેન્દ્રિયમાં પહોંચી જાય. આત્માની સૌથી અજ્ઞાનાવસ્થા એકેન્દ્રિયમાં છે. મરીને એવું ઝાડ બને, જે પોતાના મૂળ નિધાન પર ફેલાવે અમુક વનસ્પતિ માટે કહેવાય છે કે એના મૂળીયા નીચે નિધાન હોય છે. આગમથી ભાવ નિક્ષેપે, જેટલા સમય સુધી તમે પ્રભુનું ધ્યાન ધરો છો, તેટલા સમય સુધી તમે પ્રભુ જ છો. પેલી દીકરાની વહુએ આંગતુકને કહી દીધેલું શેઠ મોચીવાડે ગયા છે. ખરેખર તો શેઠ સામાયિકમાં હતા, પણ મન જોડામાં હતું, મોચીવાડામાં હતું, તેવહુ સમજી ગયેલી. જ્યાં આપણું મન હોય, તે રૂપે જ આપણે હોઈએ છીએ. ૧૩૨ .. .... કહે કલાપૂર્ણસૂરિ ગુ, ૧૩-૮-૯૯,મા. સુદ. ૧, * જે ગ્રન્થઆપણે વાંચતા હોઈએ, તેના કર્તા પ્રત્યે બહુમાનવધવાથી આપણે તે ગ્રન્થનાં રહસ્યો સમજી શકીએ. અસલમાં જ્ઞાન નથી ભણવાનું, વિનય ભણવાનો છે. ગુરુનથી બનવાનું, શિષ્ય બનવાનું છે. આમાં જ્ઞાન કરતાં વિનય ચડી જાય, તો હું શું કરું? જ્ઞાનીઓએ જ વિનયને આટલી પ્રતિષ્ઠા આપી છે. દશવૈકાલિક, ઉત્તરાધ્યયન આદિ જોઈ લો. ડીસામાં એક માળી રોજ વ્યાખ્યાનમાં આવે. એક્વાર કહ્યું હું જે પ્રશ્નો પૂછવા માંગતો હોઉં, તે પ્રશ્નોના જવાબ સ્વયમેવ વ્યાખ્યાનમાં મળી જાય છે. આવો કેટલીયે વખત અનુભવ થયો છે. ' આ વ્યક્તિનો નહિ, જિનવાણીનો પ્રભાવ છે. જિનવાણી પરબહુમાન વધવું જોઈએ. અત્યાર સુધી સંસારમાં કેમ ભટક્યા? નિવયમહંત' જિનવચન મેળવ્યા વિના! * એક એવો પણ મત છે, જે માને છે. સાધુ કરતાં ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ છે? “ધન્યો ગૃહસ્થાશ્રમઃ'પાપનાદિયથીતેને છોડવાનું મન થાય છે. આવામતનું નિરાકરણ હરિભદ્રસૂરિજીએ પંચવસ્તકમાં ક્યું છે. કહે કલાપૂર્ણસૂરિ ... ... ૧૩૭ અઢારેય પાપ છોડનાને પુણ્યશાળી કહેવાયકે પાપી? આ પુણ્યોદયકે પાપોદય? હરિભદ્રસૂરિ પ્રશ્નને મૂળમાંથી પકડે છેઃ પુણ્ય શું? પાપ શું? અસંકલેશ એટલે પુણ્ય. સંકલેશ એટલે પાપ. સ્વાભાવિક છે કે ગૃહસ્થો પાસે ગમે તેટલી સમૃદ્ધિ હોય, છતાં સંકલેશ ન હોય એવું ન જ બને. વધુ સમૃદ્ધિ તેમ વધુ સંકલેશ! જ્યાં સંકલેશ હોય, આસક્તિ હોય, ત્યાં પુણ્યોદયકેવો? સામગ્રીમાં આસક્તિ હોય તો સમજવું: પાપાનુબંધી પુણ્ય. ચક્રવર્તી બ્રહ્મદત્તની પુણ્યાઈ કેટલી હતી? સમૃદ્ધિ કેટલી હતી? પણ આસક્તિ કેટલી હતી? એ આસક્તિ એને ક્યાં લઈ ગઈ? ૭મી નરકે! પરસ્પૃહી મદઉં, નિઃસ્પૃહત્ત્વ મહાસુમ્' સુખ અને દુઃખથી આ સીધી - સરળ વ્યાખ્યા છે. ઈચ્છાથી મળતી વસ્તુ દુઃખ જ આપે. ઈચ્છા વિના સહજરૂપે મળી જાય તેમાં નિર્દોષ (અનાસક્ત) આનંદ હોય. સંસારની પ્રાપ્તિ ઈચ્છા દ્વારા થાય છે. ઈચ્છાનો ત્યાગ કરવાથી મોક્ષ મળે છે. ખરેખર તો ઈચ્છાનો ત્યાગ એ જ મોક્ષ ઈચ્છા સ્વયં બંધન છે, સંસાર છે. ઈચ્છાનો ત્યાગ મોક્ષ છે. * હમણા ૬ મહિના પહેલા નવી મુંબઈ રૂલમાં અંજનશલાકા વખતે નાના છોકરાઓએનાટક ભજવેલું ટેન્શન-ટેન્શન જેમાં બધાજ (વકીલો, ડૉક્ટરો, શ્રેષ્ઠીઓ) ટેન્શનવાળા છે, સાધુ જ ટેન્શન મુક્ત છે, એવું બતાવાયેલું દીક્ષિતને છે કોઈટેન્શન?નોટેન્શન, નોટેન્શન, નોટેન્શન. વિષયોની ઇચ્છા પણ દુઃખદાયી હોયતો વિષયોનું સેવ શું કરે? જે વૃક્ષની છાયા પણ કષ્ટદાયી હોય તો તે વૃક્ષના ફળોની તો વાત જ શી? નિર્ણયતમારે કરવાનો છેઃ સ્પૃહા જોઈએ કે નિઃસ્પૃહતા? એકાન્તમાં વિચારજો. આત્માને પૂછજો. જે ટેન્શન, જે પ્રયત્ન, જે કષ્ટ તમે સંસારના માર્ગે સહો છો તેમાંનો થોડોક જ ૧૩૪ ... ........ કહે કલાપૂર્ણસૂરિ પુરુષાર્થ જો આ બાજુ સાધનાના માર્ગે કરવામાં આવે તો...? પ્રશ્ન થઈ શકેઃ સંસારની જેમ ઈચ્છા છે, તેમ મોક્ષની પણ ઈચ્છા છે. તો ફરક શો પડ્યો? અમે કહીએ છીએ : તમે મોક્ષ શું છે? એ જ સમજ્યા નથી. મોક્ષ એટલે જ ઈચ્છાનો ત્યાગ! બધા જ પ્રકારની ઈચ્છાઓ ટળે પછી જ મોક્ષ મળે. ઈચ્છા અને મોક્ષ? બન્ને પરસ્પર વિરોધી છે. હા, બહુ બહુ તો તમારી ભાષામાં આટલું કહી શકાય? મોક્ષ એટલે ઇચ્છારહિત બનવાની ઈચ્છા ! જો કે, પછી તો ઈચ્છારહિત બનવાની ઈચ્છા પણ છોડવી પડે છે. અસદ્ ઈચ્છાને જીતવા સદ્ ઈચ્છા જોઈએ જ. દીક્ષા લઈને ભણવાની, તપ કરવાની કે સાધનાની ઈચ્છા તો હોવી જ જોઈએ. પ્રશ્નઃ સાધુ આટલા કષ્ટ સહે તો તેમને અનુભૂતિનું, આત્મિક સુખ, અનારોપિત સુખ કેવું હોય? કેટલું હોય? ઉત્તર : સંસારનું સુખ આરોપિત છે. કોઈપણ વસ્તુમાં ઈષ્ટ-અનિષ્ટની કલ્પના અવિદ્યાજન્ય છે. ખરેખર કોઈપણ વસ્તુ સુખ કે દુઃખ આપનાર નથી. આપણી અવિદ્યા ત્યાં સુખ કે દુઃખનું આરોપણ કરે છે. આને આરોપિત સુખ કહેવાય. આ દૃષ્ટિએ સાતા વેદનીયજન્ય સુખ પણ, જ્ઞાનીની નજરે સુખ નથી, પણ દુઃખનું જ બીજું સ્વરૂપ છે. જે તમને અવ્યાબાધ આત્મિક સુખથી અટકાવે તે સુખને (વેદનીયજન્ય સુખને) સારું કઈ રીતે ગણી શકાય? તમારા ક્રોડ રૂપિયા દબાવીને કોઈ માત્ર ૫-૧૦ રૂપિયા આપીને તમને રાજી કરવા મથે તો તમે રાજી થાવ? અહીં આપણે વેદનીય કર્મે આપેલા સુખથી રાજી થઈ રહ્યા છીએ! જ્ઞાનીઓની નજરે આપણે ઘણા દયનીય છીએ. સાધુનું સુખ અનારોપિત હોય. આવું સુખકેટલુંહોયતે ભગવતીમાં વર્ણવેલું છે. એક વર્ષમાંતો અનુત્તર વિમાનના દેવોના સુખને પણ ચડી જાય, તેવું સુખ સાધુ પાસે હોય છે. કહે કલાપૂર્ણસૂરિ ..... ••• ૧૩૫ www.jainelib અધ્યાત્મસાર ઃ આંકન પાણી પીઓ તો તો શીતલતા મળે જ, પાણીના સરોવર પાસે માત્ર બેસો તો પણ શીતલતા મળે. તેમ ભગવાનના સાન્નિધ્ય માત્રથી ઈન્દ્રભૂતિ ગૌતમના અહંકારદિના તાપ ટળી ગયા. અહીં તમને તાપનો અનુભવ થાય છે કે શીતળતાનો? ભગવાન સાથે સામીપ્ય અનુભવવાથી આપણે આત્મિક સુખની શીતળતા અનુભવી શકીએ; આ કાળમાં પણ. માટે જ યશો વિ. કહે છેઃ મ િવતિ થાય છે ભક્તિની જો ઘારણા દઢતાપૂર્વક કરીએ તો ભવાંતરમાં પણ એ સાથે ચાલે. ધારણાનો કાળ અસંખ્યાત વર્ષ કહ્યો છે. વજનાભ ચક્રવર્તીના ભવમાં દીક્ષા લઈને આદિનાથનો જીવ અનુત્તરમાં ગયો. પછી તીર્થકર રૂપે અવતર્યો. ત્યાં ભણાયેલા ૧૪ પૂર્વનું જ્ઞાન સાથે ચાલ્યું. આ ધારણા છે. (અષ્ટાંગ યોગમાં “ધારણા છઠો યોગ છે.) જ્યારે જ્યારે અરતિ થાય ત્યારે આત્મનિરીક્ષણ કરવું. શાના કારણે મને આ થાય છે? રાગથી દ્વેષથી કે મોહથી? જે દોષ દેખાતો હોય, તેના નિવારણનો ઉપાય વિચારવો. ત્રણેય દોષોની એક જ દવા બતાવું? પ્રભુની ભક્તિ...! ભક્તિના પ્રભાવે ત્રણે ત્રણ દોષો જાય. ભક્તિ એટલે સંપૂર્ણ શરણાગતિ! સંપૂર્ણ સમર્પણ...! વિનય સર્વગુણોનો જનક કહેવાયો છે. ભક્તિ પરમ વિનયરૂપ છે. પ્રભુ પ્રત્યે આપણને વ્યક્તિરાગ નથી, ગુણોનો રાગ છે. ધીરે-ધીરે આપણને પ્રભુના ગુણો પ્રત્યે ગાઢ રાગ થતો જાય છે. - ભક્તિની ધારણા ખૂબ જ દઢ બનાવો. - ૧૦૬ - .... કહે કલાપૂર્ણસૂરિ શુરુ, ૧૩-૮-૯૯, શ્રા. સુદ-૨. એરપોર્ટવાળાનો આ જ ધંધો...! જેને જ્યાં જવું હોય ત્યાંની ટિકિટ આપી ત્યાં પહોંચાડે ! તીર્થંકરોનો આ જ વ્યવસાય : જેને મોક્ષમાં જવું હોય તેની જવાબદારી અમારી ! એર – સર્વિસની ટિકિટમાટે પૈસા જોઈએ. અહીં પૈસાનો ત્યાગ જોઈએ. અરે, ઈચ્છામાત્રનો પણ ત્યાગ જોઈએ...! જેમ અત્યારે ટ્રેનોના સંઘ નીકળે છે ને ? ટિકિટ આદિની વ્યવસ્થા સંઘપતિ તરફથી...! મિલાપચંદજી મદ્રાસવાળાએ એક હજાર માણસોને ટ્રેનથી સમ્મેતશિખરજી આદિની યાત્રા કરાવેલી. દોઢ ક્રોડનો ખર્ચ થયેલો. અહીં પણ આવું જ છે ઃ બધી જ જવાબદારી ભગવાનની છે. * ભગવાનનું શાસન આપણને સહનશીલ, સાધનાશીલ અને સહાયશીલ બનાવે છે. જેનામાં આ ત્રણ ગુણ હોય તેને જ સાધક કહેવાય. સાધુને પ્રતિકૂળતામાં વધુ સુખ લાગે. સંસારીથી ઉલ્ટું ‘થવા દુઃવું મુશ્વત્વેન’ દુઃખ જ્યારે સુખરૂપ લાગે ત્યારે જ સાધનાનો જન્મ થયો ગણાય. * સન્નિપાતવાળાને તમે દવા આપવા જાવ ને એ તમને લાફો પણ મારી દે છતાં તમે તેના પર ગુસ્સો નહિ કરતાં તેની દયા જ ચિંતવો છો, તેમ સમ્યગ્દષ્ટિ અપરાધી પર પણ દયા ચિંતવે છે... ગુસ્સાની તો વાત જ ક્યાં ? બિચારો કર્માધીન છે...! એનો દોષ નથી...! આ તો કરુણાપાત્ર છે, ક્રોધપાત્ર નહિ..! કહે કલાપૂર્ણસૂરિ .... ... ૧૭૭ * ભગવાનનો સાધુ ભિખારી નથી, ચક્રવર્તીનો પણ ચક્રવર્તી છે. તેને મળતું સુખ દેવેન્દ્ર કે ચક્રવર્તી પણ મેળવી શકે નહિ. પણ એ સાધુ સહન – સાધના અને સહાયતા કરનારા હોવા જોઈએ. *અહિંસાથી પુણ્યાનુબંધી પુણ્ય. સંયમથી સંવર તપથી નિર્જરા થાય. આ પુણ્યાદિ ત્રણેય નવ તત્ત્વોમાં ઉપાદેય છે. મોક્ષ ત્રણેયના મિલનથી થાય છે. અહિંસા પાળીએ તો સંયમ પાળી શકાય. સંયમ પાળીએ તો તપ પાળી શકાય. અહિંસા માટે સંયમ, સંયમ માટે તપ જોઈએ. આમ ત્રણેયમાં કાર્ય - કારણભાવ છે. * પ્રમાદ ગતિને રોકનાર છે. એ ગતિ ચાહેદ્રવ્ય હોય કે ભાવ! દ્રવ્ય માર્ગની અને મોક્ષમાર્ગની ગતિ, પ્રમાદ રોકે છે. * રામચન્દ્ર મુનિ કેવળજ્ઞાનની પ્રાપ્તિની તૈયારીમાં હતા ત્યારે સીતેન્દ્ર વિચાર્યું એ જો પહેલા મોક્ષમાં જશે તો...? નહિ, સાથે મોક્ષમાં જવાનું છે. ઉપસર્ગ ક્ય પણ રામચન્દ્રજી તો ધ્યાનમાં અચલ રહ્યા. કેવલ્ય મેળવ્યું, સીતા પાછળ રહી ગયા. સાધના - માર્ગમાં આગળ જતો, પાછળવાળાની વાટ જોઈને ઉભો રહી શકતો નથી. પાછળવાળાએ જ દોડવું રહ્યું. * પ્રતિકૂળતા ટાળવા પ્રયત્ન કરીએ છીએ, પણ પ્રતિકૂળતા તરફનો અણગમો ટાળવા પ્રયત્ન આપણે કરતા નથી. પરિણામ એ આવે છે. પ્રતિકૂળતા ટળતી નથી, અનુકૂળતા મળતી નથી. વલસાડ પહેલા અતુલમાં પડી ગયો. ભયંકર વેદના, પણ ૨૪ કલાક તો કોઈને વાત કરી જ નહિ. પ્રતિકૂળતા સહન કરવાની આદત ન હોય તો? પ્રતિકૂળતા સહન કરવાની આદતથી અંતે પરમ સુખનો, અનુભવ થાય છે. તેજલેશ્યાની અભિવૃદ્ધિનો અનુભવ આ જ જન્મમાં થઈ શકે છે. તેનોભેશ્યવિવૃદ્ધિ... ૧૨ મહિનાના પર્યાયમાં તો સંસારના સુખની મર્યાદા આવી ગઈ. અનુત્તર વિમાનનું સુખટોચ કક્ષાનું છે. પણ સાધુનું સુખ તો એનાથી પણ આગળ જાય છે. એની .કહે કલાપૂર્ણસૂરિ ૧૩૮ ... કોઈમર્યાદા નથી. એને કોઈ સીમાડા નથી. સ્વયંભૂરમણ સમુદ્રનો છેડો છે, પણ આત્મિક સુખનો કોઈ છેડો જ નથી. તેજોલેશ્યા એટલે સુખાસિકા...! મતિયા” ના પાઠમાં માર્ગનો અર્થ સુખાસિકા ર્યો છે. સુખાસિકા એટલે સુખડી ! આત્મા જેનો આસ્વાદ મેળવી શકે તે સુખાસિકા...! અધ્યવસાયોની નિર્મળતાથી આવી સુખાસિકાનો આસ્વાદ મળે છે. બીજા સુખો સંયોગોથી મળે, ઈચ્છાથી મળે. આ સુખ સંયોગો વિના, ઈચ્છા વિના મળે અરે, મોક્ષની ઈચ્છા પણ જતી રહે. મોક્ષોડસ્તુ વા માડતું - હેમચન્દ્રસૂરિ. મોક્ષનું સુખ અહીં જ મળે છે. માટે હવે તેની (મોક્ષની) પરવા નથી.” ભક્તિની આ ખુમારી છે. અથવા તો કહો કે આત્મવિશ્વાસ છે મોક્ષ મળશે જ. હવે શાની ચિંતા...? આવા સુખી સાધુને પાપનો ઉદય માનવો તે બુદ્ધિનું દેવાળું નથી...? પાપના ઉદયથી ગૃહસ્થપણું મળેલું છે. ચારિત્ર મોહનીય કર્મ પ્રકૃતિ અશુભ કે શુભ? મુક્તિનું સુખ પરોક્ષ છે. જીવન્મુક્તિનું સુખ પ્રત્યક્ષ છે. મુક્તિનું સુખ જેને જોઇતું હોય, જીવન્મુક્તિનું સુખ અનુભવવા તેણે પ્રયત્ન કરવો જોઈએ. તે માટે પ્રભુ - ભક્તિ પરમ આવશ્યક છે. અધ્યાત્મસાર : ભકત तस्मिन् परमात्मनि परमप्रेमरूपा भक्तिः। नारदीय भक्तिसूत्र જીવનું મુખ્ય લક્ષણ જ્ઞાન છે. તેનાથી જ તે અજીવથી જુદો પડે છે. જ્યાં જ્ઞાન હોય ત્યાં પ્રેમ પણ હોવાનો જ. પ્રેમ પ્રતીક છે. જ્ઞાન સ્વરૂપ છે. ચેતન બીજા ચેતન સાથે પ્રેમ કરે, પણ અજ્ઞાની જીવ શરીર સાથે કરી બેસે છે. શરીર પુદ્ગલ છે. જે પ્રેમ પ્રભુ સાથે કરવાનો હતો, તે પુદ્ગલ સાથે થઈ ગયો. સાવ જ ઉછું થઈ ગયું “જીવે કીધો રંગ, પુગલે કીધો સંગ...!” પતી ગયું આત્મા ખરડાઈ ગયો. જીવ પ્રેમ - રહિત કદી બની શકે નહિ. એ પ્રેમ ક્યાંક તો હોવાનો જ. રખે માનતાઃ વીતરાગ પ્રેમરહિત બની ગયા છે. પ્રભુનો પ્રેમ તો ક્ષાયિકભાવનો બની પરાકાષ્ઠાએ પહોંચી ગયો છે. પરમ વાત્સલ્ય અને પરમ કરૂણાથી તે ઓળખાય છે. સમ્યગ્દષ્ટિના લક્ષણમાં આ પ્રેમ જ અભિવ્યક્ત થયો છે. શમ, કરૂણા, અનુકંપા કહે કલાપૂર્ણસૂરિ .. • ૧૩૯ વગેરે પ્રેમ જ વ્યક્ત કરે છે. બીજાને પોતાની દૃષ્ટિએ જોવું તે પ્રેમ છે. સિદ્ધ ભગવંતો સૌને પોતાના જેવા પૂર્ણરૂપે જુએ છે. આ ઓછો પ્રેમ છે? પ્રેમ વિના દયા, કરૂણા, અનુકંપા વગેરે થઈ જ ન શકે. આપણે હવે પ્રેમનું સ્થાન બદલવાનું છે. પુદ્ગલથી પ્રભુ તરફ લઈ જવાનો છે. પ્રભુને પામવાના ચારેય યોગોમાં પ્રેમ દેખાઈ રહ્યો છે. પ્રીતિ, ભક્તિમાં તો પ્રેમ સ્પષ્ટ છે જ. વચન આજ્ઞામાં પણ પ્રેમ સ્પષ્ટ છે જ. પ્રેમ ન હોય તેની વાત માનો ખરા? વચન એટલે આજ્ઞા માનવી. અસંગઃ જેના પ્રત્યે પ્રેમ હોય તેના સ્વરૂપ પ્રત્યે પણ પ્રેમ હોવાનો જ. જેના પ્રત્યે પ્રેમ હોય તેની સાથે જ એકમેક બની શકાય. અસંગ એટલે પુદ્ગલનો સંગ છોડી પ્રભુ સાથે એકમેક બની જવું. મિત્ર કે લગ્નના પ્રેમમાં પણ આવું જ છે. બીજાનો પ્રેમ છોડીએ ત્યારે જ પ્રભુ સાથે મળી શકીએ. ચોથા યોગનું માત્ર નામ અસંગ છે, પણ ખરેખર તો પ્રભુનો પ્રેમ જ છે. અસંગતો માત્ર પુદ્ગલથી કરવાનો છે. પ્રભુ! અમારા શત-શત પુણ્યથી અરૂપી હોવા છતાં આપ રૂપ (મૂર્તિ) ધારણ કરીને આવ્યા છો.” આ પ્રેમના ઉદ્ગાર છે. હમણાં જિજ્ઞાસુ સાધક મેજીસ્ટ્રેટ આવ્યા. પ્રકૃતિનો નિયમ છે જેને જે જોઈતું હોય તે મેળવી જ આપે. ન મળે તો સાધનામાં કચાશ સમજવી. સાધના માટે કોઈ માર્ગદર્શન ન હોય તો પ્રભુ સ્વયં આવીને માર્ગદર્શક બને છે. તેમણે કહ્યું હું મુસ્લીમ છું. મારા ધર્મ પ્રમાણે નિરંજન નિરાકારનું ધ્યાન ધરું છું, પણ પકડાતું નથી. મન થોડી ક્ષણમાં છટકી જાય છે. “ઉપાય બતાવું? આપણે સંસાર રૂપી છીએ, અરૂપી નિરંજનને શી રીતે પકડી શકીએ? માટે આપણે સાકાર-રૂપી-પ્રભુને પકડીને પ્રારંભ કરવો જોઈએ...” તેણે એ વાત સ્વીકારી. શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનો ફોટો પણ સ્વીકાર્યો. “અક્ષયપદ દીયે પ્રેમ જે, પ્રભુનું તે અનુભવરૂપ રે; અક્ષરસ્વર ગોચર નહિ, એ તો અકલ અમાપ અરૂપરે..” આ અસંગ યોગનું વર્ણન છે. ૧૪૦ ... » કહે કલાપૂર્ણસૂરિ ર્થાને, ૧૪-૮-૯૯, શ્રા. સુદ-૩. * દેવોની જેમ અસંખ્યાત વર્ષનું આયુષ્ય નહોતું હરિભદ્રસૂરિજીનું, આપણા જેટલું જ હતું. કાર્ય પણ શાસનના, સંઘના, વ્યાખ્યાનના, વિહારાદિના કરતા જ હતા. છતાં અલ્પ જીંદગીમાં એમણે જે વિરાટ કાર્ય કર્યું છે તે જોઈને મસ્તક ઝૂકી પડે છે, એમના ચરણોમાં. G ‘‘શ્રાવક કરતાં અમારું જીવન સારું ! કમ સે કમ ભીખ તો નથી માંગતા અમે. અહીં અમે દાન-પુણ્યાદિ કરીએ છીએ. વળી, ત્યાં લોચાદિના કેટલા બધા કષ્ટો ?’’ આવું વિચારનારો વર્ગ પહેલા હતો તેમ નહિ, આજે પણ છે. આપણે સાધુઓ પણ ક્યારેક અણગમો થવાથી વિચારીએ છીએ : આના કરતાં તો દીક્ષા ન લીધી હોત તો... આવા વિચારોથી ભવાંતરમાં પણ ચારિત્ર ન મળે, એવું કર્મ આપણે બાંધી લઈએ છીએ. આપણે ઈચ્છીએ છીએ ઃ પેલાએ સ્વભાવ બદલાવવો જોઈએ. હું કહું છું : એ સંભવ નથી. આપણો સ્વભાવ આપણે બદલાવી શકીએ. એ આપણા હાથમાં છે. સૃષ્ટિ ન બદલાય. દૃષ્ટિ બદલી શકીએ. ગામ ન બદલાય. ગાડું બદલાવી શકીએ. પરિસ્થિતિ ન બદલાવી શકીએ. મનઃસ્થિતિ બદલાવી શકીએ. * બીજાને જે આપીએ તે આપણા માટે સુરક્ષિત બની ગયું સમજો. ધન, જ્ઞાન, સુખ, જીવન, મરણ, દુઃખ, પીડા વગેરે બધું જ. કહે કલાપૂર્ણસૂરિ ........... ... ૧૪૧ બીજાને જ્ઞાન આપીએ તો આપણું જ્ઞાન સુરક્ષિત. બીજાને ધન આપીએ તો આપણું ધન સુરક્ષિત. બીજાને સુખ આપીએ તો આપણું સુખ સુરક્ષિત. બીજાને જીવન આપીએ તો આપણું જીવન સુરક્ષિત. *સ્વયં તરી શકનાર જ બીજાને તારી શકે. સ્વયં દેખતો માણસ જ બીજાને માર્ગ બતાવી શકે. સ્વયં ગીતાર્થ મુનિ જ બીજાને માર્ગ બતાવી શકે. * મહાપુણ્યોદય હોય તો જ મળેલી સામગ્રીનો ત્યાગ કરી સાધુપણું સ્વીકારવાનું મન થાય, એમ હરિભદ્રસૂરિજી કહે છે. *દીક્ષા લીધા પછી પણ કોઈપણ પ્રકારની આકાંક્ષા પ્રતિબંધક છે. તપસ્વી, વિનયી, સેવાભાવી, શાન્તમૂર્તિ, ભદ્રમૂર્તિ, વિદ્વાન, પ્રવચનકાર વગેરે તરીકેની પોતાની પ્રતિષ્ઠા ઉભી કરવાની વૃત્તિ સાધુતાને રોકે છે. BJP સંસાર સ્વાર્થમય છે. વેપારી ભલે કહે : તમે ઘરના છો. તમારી પાસેથી લેવાય નહિ, પણ ખરેખર એ લીધા વિના રહે નહિ. સોની જેવો તો સગી બહેન કે દીકરીને પણ છોડી શકે નહિ. ગૃહસ્થપણામાં આરંભ – પરિગ્રહ, હિંસા, જૂઠ વગેરે વિના ચાલે જ નહિ. એના ત્યાગ વિના પંચ પરમેષ્ઠીમાંથી એક પણ પદ મળે નહિ. હિંસા – જૂઠ આદિથી ભરેલો સંસાર, મહાપુણ્યોદય હોય તો જ છોડવાનું મન થાય. વિષમિશ્રિત અન્નની જેમ અનુકૂળતાઓ પરિણામે ભયંકર વિપાક આપનારી છે. માટે જ તે ત્યાજ્ય છે. સંયમ અને સમાધિનું સુખ જે સાધુ અનુભવે છે તેના માટેની આ વાત છે. બાકી અહીં આવીને જે સાધુપણું પાળતા નથી તેઓ તો ઉભયભ્રષ્ટ છે. ‘‘નિર્દય હૃદય છકાયમાં, જે મુનિ વેષે પ્રવર્તે રે; ગૃહિ-યતિલિંગથી બાહિર, તે નિર્ધન ગતિ વર્તે... વાલો રે - યશો વિ. ૧૨૫ કહે કલાપૂર્ણસૂરિ ગાથાનું સ્તવન અહીં જો સાધુપણું સારી રીતે નહિ પાળીએ તો ફરી આ મળવું લગભગ અસંભવ છે. ૧૪ પૂર્વીઓ પણ અનંતની સંખ્યામાં નિગોદમાં પડ્યા છે, એ યાદ રાખવા જેવું છે. નાનકડો ગુરુનો ઠપકો સહન નહિ થતાં પરિણામ કેવું આવે? તે ભુવનભાનુ કેવળી ચરિત્રમાં બતાવ્યું છેઃ એક ૧૪પૂર્વી ઊંઘમાં પડ્યા. ઉંઘ મીઠી લાગે. સ્વાધ્યાય ન ગમે. ગુરુએ ઠપકો આપ્યો તો સહન ન થયું, સ્વીકાર્યું નહિ. મરીને નિગોદમાં...! મોટા શહેરોમાં વ્યાખ્યાનમાં માત્ર વૃદ્ધો જ આવે. એ પણ પર્યુષણ સુધી જ. આવક માટે જ સાધુને બોલાવ્યા હોય તેમ લાગે. સોલાપુર જેવામાં પણ પર્યુષણ પછી વ્યાખ્યાન બંધ રાખીએ તેવી હાલત થઈ ગયેલી. - ગુરુ તમને ક્યારે કહે? ઠપકો સાંભળતાં તમે રાજી થાવ તો. થોડી પણ નારાજગી ચહેરા પર દેખાય તો ગુરુ કહેવાનું ઓછું કરે, યાવત્ બંધ પણ કરી ગુરુના ઠપકાના પ્રત્યેક વચનને જે ચંદન જેવું શીતલ માને તે જ ધન્યભાગી શિષ્ય પર ગુરુની કૃપા વરસે. धन्यस्योपरि निपतत्यहितसमाचरणधर्म निर्वापी । गुरुवदन-मलय-निःसृतो वचनरसश्चन्दनस्पर्शः ।। - પ્રશમરતિ પ્રમાદ મીઠો લાગે છે, બહુ જ મીઠો! જે મીઠો લાગે તેને દૂર કરવો મુશ્કેલ હોય છે. સુગરકોટેડ ઝેર છે આ પ્રમાદ! મિત્રનું મહોરું પહેરીને આવનારો શત્રુ છે આ પ્રમાદ ! એને ઓળખવામાં ૧૪પૂર્વી પણ થાપ ખાઈ ગયા છે. प्रमाद एव मनुष्याणां शरीरस्थो महारिपुः । શત્રુ હોવા છતાં પ્રમાદ એટલો મીઠો લાગે કે ગુરુ પણ એની પાસે કડવા લાગે. ગુરુના વચન કડવા લાગે, એટલે સમજી લેવાનું હવે અહિત ખૂબ જ નજીક છે. કહે કલાપૂર્ણસૂરિ ..... For Privato a Pasonal use only win 188 અધ્યાત્મમાર Íક્ત પ્રેમ કરવાનો સ્વભાવ મનુષ્યને જ નહિ, જીવમાત્રને હોય છે, અવિવેકી જીવ શરીર પર કે શરીરધારી પર પ્રેમ કરી બેસે છે. આ પુદ્ગલનો પ્રેમ છે. પ્રેમ તો આત્મા પર, આત્માના ગુણો પર કરવા જેવો છે. રાજુલને સખીઓએ કહ્યું : અમે તો પહેલેથી જ કહ્યું હતું કે એ કાળા છે. કાળા ખતરનાક હોય, એની ખાતરી હમણાં થઈ ગઈ ને? ચલો, હજુ કશું બગડ્યું નથી. બીજાની સાથે લગ્ન થઈ શકશે. આ સાંભળતાં જ રાજુલે સખીઓને ચૂપ કરી દીધી. હું એ વીતરાગી સાથે જ રાગ કરીશ. રાગીનો રાગ, રાગ વધારે. વીતરાગનો રાગ, રાગ ઘટાડે. રાગ આગ છે. વિરાગ બાગ છે. રાગ બાળે – વિરાગ અજવાળે. રાજુલે વિરાગનો માર્ગ લીધો. પ્રભુ સાથે ગાઢ પ્રેમ બાંધશો તો સંસારના વ્યક્તિ અને વસ્તુનો પ્રેમ સ્વયમેવ ઘટી જશે, તુચ્છ લાગશે. ખરેખર તો એ તુચ્છ જ છે. મોહના કારણે એ આપણને સારો લાગે છે. જેમ જેમ પ્રભુ સાથે પ્રેમ વધતો જશે તેમ તેમ સંસારનો પ્રેમ ઘટતો જશે. પ્રભુ સાથે પ્રેમ કરવો એટલે પ્રભુના નામ, મૂર્તિ, ગુણ વગેરે પર પ્રેમ કરવો, પ્રભુના ચતુર્વિધ સંઘ, સાત ક્ષેત્ર પર પ્રેમ રાખવો, પ્રભુના પરિવાર રૂપ સમગ્ર જીવરાશિ પર પ્રેમ રાખવો. પ્રભુ – પ્રેમીના પ્રેમનો વ્યાપ એટલો વધે કે એમાં સમગ્ર બ્રહ્માંડને સમાવી લે. કોઈ બકાત ન રહે. ‘સવ્વ નીવા ન દંતવા... ન રિયાવેગળ્યા...' આ ભગવાનની આજ્ઞા છે. પ્રભુપ્રેમીને પ્રભુ – આજ્ઞા ન ગમે એવું બને ? પૂર્ણિમાના ચન્દ્રને જોઈને સાગર ઉલ્લુસે તેમ પ્રભુ-ભક્ત પ્રભુને જોઈને ઉલ્લુસે. શરદ પૂર્ણિમાના દિવસે દરિયો જોયો છે ? ચન્દ્રને મળવા જાણે એ વાંભ-વાંભ ઉછળે છે. ભક્ત પણ પ્રભુને મળવા તલસે છે. ૧૪૪ ... કહે કલાપૂર્ણસૂરિ . ૉઢ, ૧૫૮-૯૯, શ્રા. સુદ-૪, * રોજ છ કલાક સુધી ભગવાન શું કહેતા હશે ? સમ્યક્ત્વ પામેલાનું સમ્યક્ત્વ નિર્મળ બને. ન મળેલું હોય તેને સમ્યગ્ દર્શન મળે. મળેલા ગુણ નિર્મળ બને, એવી તાકાત ભગવાનની દેશનામાં હોય છે. *ધ્યાનને તીક્ષ્ણ બનાવનાર જ્ઞાન છે. ઉપયોગની તીવ્રતા, તેનું નામ જ્ઞાન...! આપણું નામ આપણે ક્યારેય ભૂલતા નથી. પ્રભુનું નામ હજુ ભૂલાઈ જાય. આપણા નામમાં આપણો તીવ્ર ઉપયોગ છે. એ ભૂલાતું નથી, તેમ પ્રભુના નામ અને પ્રભુના સૂત્રો ભૂલાવા ન જોઈએ. * મૂર્તિમાં હજુય આપણે ભગવાન માનીએ છીએ, પણ આગમોમાં, અક્ષરોમાં ભગવાન છે, એવું હજુ શિક્ષણ લીધું નથી. અન્ય દર્શનીઓમાં આ અંગે ઘણું છે. દેરાસર બંધ હોય કે રાત્રિ હોય તો ત્યાં હજુ ન જવાય, પણ ભગવાનનું નામ ન લેવાય એવું કોઈ ક્ષેત્ર કે એવો કોઈ કાળ નથી. એવી શ્રદ્ધા ઘટ્ટ બને કે ભગવાનના નામમાં પણ ભગવાનના દર્શન થાય, ભગવાનના આગમોમાં પણ ભગવાનના દર્શન થાય, તો કામ થઈ જાય. "मन्त्रमूर्ति समादाय देवदेवः स्वयं जिनः । सर्वज्ञः सर्वगः शान्तः सोऽयं साक्षाद् व्यवस्थितः ।। " પદ્યાનુવાદ : ‘‘પ્રભુ-મૂર્તિમાં છે શું પડ્યું ? છે માત્ર એ તો પત્થરો, પ્રભુ-નામમાં છે શું પડ્યું ? છે માત્ર એ તો અક્ષરો !’ કહે કલાપૂર્ણસૂરિ ..... ...૧૪૫ એવું કહો ના સજ્જનો, સાક્ષાત્ આ ભગવાન છે, નિજ નામ મૂર્તિનું રૂપ લઈ, પોતે જ અહીં આસીન છે !!. (હરિગીત) શિષ્યોએ ઊંઘમાં ખલેલ પાડીએના કારણે એક આચાર્યેઆગમોની વાચના આપવી જ બંધ કરી. આટલા મોટા આચાર્યને પણ મોહ પ્રભુ અને પ્રભુનામ ભૂલાવી દે તો આપણે કોણ? અહીં દર્શન મોહનીયનું આક્રમણ થયું મોહનીય કર્મ તમને તમારી જાત જણાવવા દેતો નથી, તો ભગવાનને ક્યાંથી જાણવા દે?, નામ યુક્ત જ સ્થાપના, દ્રવ્ય, અને ભાવ હોય. નામ વગરના શેષ ત્રણ નિક્ષેપાન હોઈ શકે. મૂર્તિ સામે છે. પણ કોની છે? મહાવીર સ્વામીની. “મહાવીર સ્વામી' આ નામ તેમની મૂર્તિ સાથે જડાયેલું હોય જ. શહેરમાં તમે જાવ ને કોઈને તમે મળવા માંગો છો, પણ નામ જ ભૂલાઈ ગયું છે તો તમે શી રીતે મળી શકશો? શી રીતે પૂછી શકશો? નામ વ્યક્તિની ઓળખમાં સહાયક સામાન્ય વ્યક્તિનું નામ પણ આટલું મૂલ્યવાન હોય તો ભગવાનના નામનામૂલ્યની તો વાત જ શી કરવી? ભગવાનના દર્શન, માત્રદર્શન ખાતર નથી કરવાના, ભગવાન થવા માટે કરવાના છે. ભગવાન ક્યારે બની શકાય? ભગવાન કેવા છે? વીતરાગ ભગવાન રાગ-દ્વેષ વગરના છે. આપણે પણ તેવા બનવાનું છે, એ ખ્યાલ હોવો ઘટે. મંત્ર અને મૂર્તિરૂપે સાક્ષાત્ ભગવાન સામે હોય. પછી માળા ગણતાં ઉંઘ આવે? આમંત્રણ આપીને ભગવાનને તમે બોલાવ્યા છે. પછી ઉઘો તો ભગવાનનું અપમાન ન કહેવાય? વાચના આપું ને તમે ઉંઘો તો શું કહેવાય? પ્રભુ-નામ કે પ્રભુ - આગમ પર પ્રેમ હોય તો ઉંઘ આવે? પાણી મંગાવતાં શિષ્ય પાણી જ લાવે છે, ઘાસલેટ નહિ, આ નામનો પ્રભાવ છે. તો પ્રભુ બોલતાં પ્રભુ જ આવે. બીજું કોણ આવે? પોતાના નામ સાથે પ્રભુ જોડાયેલા છે. નામની જેમ આકાર (મૂર્તિ) પણ પ્રભુ સાથે જોડાયેલી છે. ..... કહે કલાપૂર્ણસૂરિ WWW.jainelibrary.org ચાર પ્રકારના ભગવાન છેઃ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. नामजिणा जिणनामा, ठवणजिणा पुण जिणिंदपडिमाओ । द्रव्यजिणा जिणजीवा, भावजिणा समवसरणत्था ।। - ચૈત્યવંદન ભાષ્ય. આ ચારેય રૂપે ભગવાન સર્વક્ષેત્રમાં અને સર્વકાળમાં વ્યાપક છે. અહીં પણ છે. ત્યાં પણ છે. અત્ર-તત્ર સર્વત્ર છે. માત્ર જોવાની આંખ જોઈએ, શ્રદ્ધાની આંખ – જોઈએ. શ્રદ્ધાની આંખ વિના મૂર્તિમાં તો શું, સાક્ષાત્ ભાવ ભગવાનમાં પણ ભગવાન નૈહિ દેખાય. * મદ્રાસ ગયા ત્યારે (વિ. સં. ૨૦૪૯) પાણી માટેની લાઈનો જોઈ. પાણીની ખૂબ જ તંગી. શાહુકાર પેટમાં ૧૭ લાખનો રોજનો પાણીનો વ્યાપાર! પાણીનું મૂલ્ય ત્યારે સમજાય. પાણી ત્રણ કામ કરે દાહ શમાવે, ૨) મલિનતા દૂર કરે. ૩) તરસ છીપાવે. તેમ ભગવાનનું નામ પણ ત્રણ કામ કરે. ૧) કષાયનો દાહ, ૨) કર્મની મલિનતા અને ૩) તૃષ્ણાની તરસ મિટાવે. પાણીનું એક નામ છે: “નીવન’ | પાણી વિના આપણને ચાલે? પાણી વિના ન ચાલે તો ભગવાન વિના શી રીતે ચાલે? ૪ નિક્ષેપામાં ભવ્ય જીવોને ખૂબ જ ઉપકારક બે છે: નામ અને સ્થાપના! ભાવ જિનની નહિ, તમે નામ અને સ્થાપનાની જ ઉપાસના કરી શકો છો. એક યુગમાં ૨૪ જ ભાવ ભગવાને છે. બાકીના કાળમાં નામ અને સ્થાપના જ ઉપકાર કરે છે. જેઓ ભાવને જ આગળ કરીને નામ - સ્થાપનાને ગૌણ ગણે છે, તેઓ હજુ વસ્તુ તત્ત્વ સમજ્યા જ નથી. ભાવ ભગવાન સામે હોવા છતાં જમાલિ, ગોશાળા, વગેરે તર્યા નથી. કારણ હૃદયમાં ભાવ પેદા ક્યું નથી. ભાવ વંદકે પેદા કરવાનો છે. એ વિના સાક્ષાત્ ભગવાન પણ તારી શકે નહિ. ભાવ પ્રગટે તો નામ કે સ્થાપના પણ તારી શકે. પ્રભુ સાથે એક્તા ક્ય વિના સમકિત પણ ન મળે તો ચારિત્રતો મળે જ ક્યાંથી? પંચવસ્તુકઃ પ્રતિવાદીને જવાબ આપતાં હરિભદ્રસૂરિજી કહે છેઃ સાધુને ઘરબારની જરૂર નથી. નિશ્ચયથી એનો વસવાટ આત્મામાં છે. આથી એવી સમતા પેદા થયેલી હોય છે કે કોઈપણ આવાસ દ્વારા ચલાવી શકે. કેટલીકવાર અમે બસ સ્ટેશન પર પણ રહેલા છીએ. કહે કલાપૂર્ણસૂરિ ..... ... ૧૪૭ સોમ, ૧૬-૮-૯૯, શ્રા. સુદ-છે. દેવવંદનાદિ સૂત્રોમાં એવી શક્તિ છે, અનાદિકાળના ચારિત્રમોહનીયાદિ કર્મોનો ક્ષય કરી આપણામાં વિરતિના પરિણામો પેદા કરે. તીર્થકરો પણ જ્યારે હાથ જોડીને સામાયિકનો પાઠ ઉચ્ચરે છે ત્યારે તેમને વિરતિના પરિણામો પેદા થાય છે. પરિણામો તો આપણી અંદર પડેલા જ છે, પણ આ સૂત્ર, ક્રિયા વગેરે પ્રગટ કરનાર પુષ્ટ કારણો છે. જે તાકાત નવકાર, ઈરિયાવહિયે, લોગસ્સ વગેરેમાં છે, તે નૂતન રચનામાં ન આવે. અંજારમાં ડૉ. યુ. પી. દેઢિયા કહે બધા સૂત્રો પ્રાકૃતમાં છે. અમને સમજાતા નથી. ગુજરાતીમાં રચના થાય તો ઉપકારક ઘણા બને. કાચ અને ચિત્તામણિ જેટલો બન્નેમાં ફરક આવે એ પવિત્ર સૂત્રોના રહસ્યાર્થો, મંત્ર ગર્ભિતતા વગેરે ગુજરાતીમાં શી રીતે ઉતારી શકાશે? અર્થોને સમાવવાની જે શક્તિ પ્રાકૃતમાં છે, તે ગુજરાતીમાં ક્યાંથી લાવવી? સંસ્કૃતની ગરિમા ગુજરાતીમાં ક્યાંથી લાવવી? ગાનૌર સૌક્યમ્ ' આ વાક્યના ૮ લાખ અર્થ થાય. પંજાબી યુવાનોને જવાબ આપવા સમયસુંદરજીએ ૮ લાખ અર્થ કરી બતાવ્યા હતા. ૧૪૮ ... .. કહે કલાપૂર્ણસૂરિ લોગસ્સનું નામ છે: નામસ્તવ! નામસ્તવ એટલે નામ વડે ભગવાનની સ્તુતિ! એક પ્રતિક્રમણમાં કેટલા લોગસ્સ આવે? ગણી લેજો. કાઉસ્સગ્નમાં લોગસ્સના સ્થાને, આવડતો હોય તો લોગસ્સ જ ચાલે, નવકાર નહિ. આ વિધિ છે. ન આવડતો હોય તેમના માટે નવકાર ઠીક છે. સૂર્ય-ચન્દ્રનો પ્રકાશ સૂર્ય-ચન્દ્રમાં જ સીમિત નથી રહેતો, ચારેબાજુ ફેલાય છે. રત્નાદિનો પ્રકાશ સ્વમાં જ સીમિત રહે છે. ભગવાનનો જ્ઞાનપ્રકાશ સ્વમાં જ સીમિત નથી રહેતો, સર્વત્ર ફેલાય છે. માટે જ પ્રભુને “નોરમ્ય ગોગોરે” (જ્ઞાનાતિશય) કહેવાય છે. લોકને ઉદ્યોત કરનારા પ્રભુ છે. આના કારણે જ ધર્મતીર્થની સ્થાપના કરી શક્યા છે. ધર્માતિસ્થયે' (વચનાતિશય) નિ” (અપાયા પગમાતિશય) ‘રિહંત' (પૂજાતિશય) અહીં ચાર અતિશયો પણ સમાવિષ્ટ છે. પંચવસ્તુક પ્રશ્નઃ અમારા માટે રહેવાને મકાન છે, સાધુને રહેવાનું સ્થાન કર્યું? ઉત્તરઃ તત્ત્વથી સાધુ આત્મામાં જ છે. પરમ સમતામાં મગ્ન રહેવાથી ગમે તેવા સ્થાનોમાં રાગ-દ્વેષાદિ ન કરે. ઘર્મશાળામાં તમે, સારી હોય કે ખરાબ, ચગ-દ્વેષ કરતા નથી, તેમ સાધુ પણ ના કરે. સાધુ બીજાના બનાવેલા સ્થાનમાં ઊતરે, સ્વયં ન બનાવે. પોતાના માટે બનાવે તો મમેકં સ્થાનમ્' આ મારું છે – એમ મમત્વ થાય. પ્રશ્ન: ગૃહસ્થોની જેમ ભોજન-પાન નથી મળતા. તકલીફ પડે ને? ઉત્તરઃ સાધુ જે ભૂખ-તરસ સહે છે, તેમાં સંકલેશ નથી થતો, પરંતુ આનંદ થાય છે. કારણ કે જાણે છે કે આનાથી અસાતાવેદનીય આદિ કર્મ ખપે છે. અરે, કેટલીકવાર તો જાણી જોઈને ઉપવાસાદિ કરીને ભૂખ સહે છે. ભગવાનનું છદ્મસ્થ જીવન જુઓ. કેટલી ઘોર તપશ્ચર્યા! જો કે આ તપ બધા માટે ફરજિયાત નથી. જેવી જેની શક્તિ અને ભાવના! એક લોચ ફરજિયાત છે! એ ધેર્ય અને સત્ત્વ વધારવા માટે છે. લોચાદિના કાયકલેશથી સાધુ પાપકર્મની ઉદીરણા કરે છે. ભવિષ્યમાં આવનારા પાપકર્મોને અત્યારથી જ ઉદયમાં લાવીને ખતમ કરી દેતાં ભાવિના તેટલા પાપકર્મો ખપી જાય છે. તેથી સાધુ આનંદ માને * કાલગ્રહણમાં વહેલું ઊઠવું, સાવચેતી રાખવી, વગેરે શા માટે? આવી કહે કલાપૂર્ણસૂરિ .... •.. ૧૪૯ પ્રક્રિયામાંથી પસાર થતાં, પછી પણ એવી જાગૃતિ અને એવો અપ્રમાદ બન્યો રહે માટે. યોગોદ્વહનમાં જાગૃતિના સંસ્કારો અપાય છે. વ્યાધિના ક્ષયમાં દર્દીઓ કડવામાં કડવા ઉકાળાઓ – દવાઓ વગેરે પ્રેમથી લે છે. ઉપવાસ કરે છે, પરહેજી પાળે છે તેમ અહીં પણ સાધુ બધું પ્રેમથી કરે છે; કર્મના રોગને કાઢવા. કડવી દવા ન પીએ, માલ – મલીદા ખાય, પરહેજી ન પાળે તો દર્દીની શી હાલત થાય ? રોગ ઉલ્ટો વધે. અનુકૂળતાથી આપણો કર્મ-રોગ વધે છે. દાળ-શાકના ઠેકાણા ન હોય, રોટલી ઉતરે જ નહિ તેવી હોય, તે વખતે તમને આનંદ થાય ? સાચું કહેજો. ખરેખર આનંદ થવો જોઈએ. શુદ્ધ ગોચરીથી આનંદ આવવો જોઈએ. ઉદ્વેગપૂર્વક વાપરો તો ધૂમ્ર દોષ લાગે... યાદ છે ને ? અનુકૂળ ભોજન હોય, પણ દોષિત હોય, ત્યારે મનની સ્થિતિ કેવી ? મનમાં છૂપો પણ આનંદ થતો હોય તો ચેતી જજો. ભગવાનનો પ્રભાવ તો જુઓ ! કોઈપણ સ્થળે જૈન સાધુને આહારપાણી ન મળે એવું ન બને. એક પણ જૈન ઘર ન હોય તો પણ ન બને. સૌરાષ્ટ્રમાં ખેરવા ગામમાં બધા અજૈન ભાવપૂર્વક વહોરાવે. આચાર્યોનું સામૈયું પણ કરે. ‘બધા ક્યાં ગયા ?’ એમ પૂછતાં એ વડીલે કહ્યું : ધંધાના કારણે બીજા બહાર ગયા છે, પણ હું અહીં જ રહ્યો છું અને અહીં જ રહીશ; સાધુ - સાધ્વીની ભક્તિ માટે જ. મારા પિતાની એવી ઈચ્છા હતી. આજે અમે આ સ્ટેજ પર છીએ તે આના પ્રભાવે. આજે જૈન બચ્ચો પણ એવો મળે ખરો જે આ નિમિત્તે ગામ ન છોડે ? ભક્તિ ઃ શ્રીમંત કે સુખી હોય તેટલા માત્રથી માણસ આદરણીય નથી બનતો, પણ જો એ પરોપકારી, દાની હોય તો આદરણીય જરૂર બને છે. ભગવાન માત્ર ગુણ કે જ્ઞાન સમૃદ્ધ નથી, પણ પરોપકારી અને દાની પણ છે. એમના ગુણો વિનિયોગની કક્ષા સુધી પહોંચી ગયેલા છે. ભગવાને બધાને દાન આપ્યું ત્યારે પેલો બ્રાહ્મણ બહાર ગયેલો. ભગવાને દીક્ષા લીધા પછી નિર્ધન જ ઘેર આવ્યો. પત્નીના કહેવાથી ભગવાન પાસે માંગવા જતાં મુનિ અવસ્થામાં પણ ભગવાને વસ્ત્રનું દાન કરેલું. સહજ પરોપકારની વૃત્તિ વિના આવું ન જ ૧૫૦... કહે કલાપૂર્ણસૂરિ બની શકે. - પ્રભુ નામમાં પણ ઉપકારની શક્તિ છે. “પ્રભુ નામ કી ઔષધિ, સચ્ચે ભાવસે ખાય; રોગ-શોક આવે નહિ, દુઃખ - દોહગ્ગ મીટ જાય...” પણ શ્રદ્ધા હોવી જોઈએ. * આપણો સંસાનો પ્રેમ બદલાઈને જો પ્રભુ પરવહેવા લાગે તો સાધનાનો માર્ગ ખુલ્લો થઈ ગયો સમજજો. પ્રગટ્યો પૂરણ રાગ, મેરે પ્રભુશું પ્રગટ્યો.... પ્રભુ! મારા હૃદયમાં આપના પ્રત્યે જે પ્રેમનો પૂર પ્રગટ્યો છે. તેને કોની સાથે સરખાવું? સમુદ્ર સાથે? નદી સાથે? ચન્દ્ર ભલે આકાશમાં છે. કિરણો (ચાંદની) ધરતી પર છે અને સમુદ્રને ઉલ્લસિત કરે છે. ભગવાન ભલે મોક્ષમાં છે. પણ ગુણ – ચાંદની સમગ્ર પૃથ્વી પર પથરાયેલી છે. આંધળાને સૂર્ય શું ને ચન્દ્ર શું? એની પાસે ચાંદનીનો પ્રકાશ ન પહોંચે. હૃદયના દ્વાર બંધ છે, તેની પાસે ભગવાનની કૃપાના કિરણો નથી પહોંચી શકતા. પ્રભુની ગુણ-સુવાસ સર્વત્ર છે. એના માટે “નાક જોઈએ. પ્રભુની ગુણ-ચાંદની સર્વત્ર છે, એના માટે “આંખ જોઈએ. સંપૂર્ણ – મંડલ – શંશાક – કલા – કષાપ...” ભક્તામરના આ શ્લોક પરનો અર્થ વિચારી જોજો. ઝવેરીને ખબર પડી જાયઃ આ પત્થર નથી, હીરો છે. ભક્તને ખબર પડી જાય. આ પ્રભુકૃપા છે, સામાન્ય વાત નથી. આખું ભક્તામર પ્રભુનામની સ્તુતિ જ છે. જોવાની દૃષ્ટિ જોઈએ, ભક્તનું હૃદય જોઈએ, તમારી પાસે. જ્યાં ભગવાનના ગુણ હોય ત્યાં ભગવાન હોય કે નહિ? જ્યાં ગુણ હોય ત્યાં દ્રવ્ય ન હોય એવું બને? દ્રવ્ય વિના ગુણો રહે ક્યાં? ચાંદની છે ત્યાં ચન્દ્ર છે જ. આરીસો રાખીને જુઓ. સ્વચ્છ જળની થાળી ભરીને રાખો. હૃદય દર્પણ જેવું સ્વચ્છ બનાવો. પ્રભુ-ચન્દ્ર આ રહ્યા. કહે કલાપૂર્ણસૂરિ ... ... ૧૫૧ નાથ એટલે અપ્રામ ગુણોની પ્રાપ્તિ અને પ્રાપ્ત ગુણોની રક્ષા કરનાર, દુર્ગતિમાં પડતા જીવોને બચાવનારા. નાના છોકરાની જેમ હાથ પકડીને તેઓ બચાવતા નથી, આપણા પરિણામોની રક્ષા કરીને બચાવે છે. તીવ્ર અશુભ પરિણામ થાય તે પહેલા જ આપણને ભગવાન શુભ – અનુષ્ઠાનોમાં જોડી દે છે. રાગ – દ્વેષના નિમિત્તોથી જ દૂર રહીએ તો તત્સંબંધી વિચારોથી કેટલા બચી જઈએ ? આત્મા નિમિત્તવાસી છે. જેવા માણસો સાથે આપણે રહીએ તેની અસર પડવાની જ. વાંચીએ તો તે ગ્રંથોની અસર પડવાની. જ્યાં રહીએ તે સ્થાનની પણ અસર પડવાની જ. મંગળ, ૧૭-૮-૯૯, શ્રા. સુદ-૬. * પ્રતિકૂળતા વખતે પણ સહનશીલતા કેળવેલી હોય તો ગમે તેટલા દુઃખો વખતે પણ આપણે વિચલિત ન બનીએ. લોચ, વિહાર વગેરે આવી કેળવણી માટે જ છે. ભણવું એ જ કેળવણી નથી. વિહાર, લોચ, ગોચરી આદિ પણ ઉત્કૃષ્ટ કક્ષાની કેળવણી છે. દીક્ષા લીધી ત્યારે હું તો ૩૦ વર્ષનો હતો, પણ આ (પૂ. કલાપ્રભવિ. પૂ. કલ્પતરુવિ.) ૮, ૧૦ વર્ષના હતા, છતાં અમે બધા એકાસણામાં આવી ગયા. કારણકે અહીંનું વાતાવરણ જ એવું હતું. ૧૫૨ ... કહે કલાપૂર્ણસૂરિ દીક્ષા લઈને આવ્યા પછી રાજસ્થાનમાં ઘણા પૂછતા આ (બાલમુનિઓ) ક્યાંથી ઊઠાવી લાવ્યા? ગુરુ મહારાજ કહેતાઃ “એમના પિતા સાથે છે.” ઘણાબાળદીક્ષાનો વિરોધ કરતા, ઊઠાવી જવાની પણ વાતો કરતા. તેમને જડબાતોડ જવાબ અપાતા. સંયમીનું જીવન એટલે અસલામતીનું જીવન...! એને વળી સલામતી શાની ? અજ્ઞાત ઘરોમાં જવાનું! જ્ઞાતને ત્યાં જવાનું તો હમણાં હમણાં થઈ ગયું. અસલામતીમાં રહેવાથી આપણું સાહસ, સત્ત્વ આત્મવિશ્વાસ આદિ ગુણો વધે છે. અહીં આવ્યા પછી શક્તિ ન હોય તો પણ તપ કરવો જ એવું નથી. એક સાધુ, વર્ષીતપ, ઓળી, માસક્ષમણ વગેરે કરે એટલે બીજાએ કરવું જ, એવું નથી. શાસ્ત્રકાર કહે છે : सो हु तवो कायव्वो, जेण मणो मंगुलं न चिंतेइ । जेण न इंदियहाणी, जेण य जोगा ण हायति ।। तत् हि तपः कर्तव्यं, येन मनोऽसुंदरं न चिन्तयति । येन न इन्द्रिय-हानिः, येन च योगाः न हीयन्ते ।। - પંચવસ્તુક ર૧૪. જે તપમાં બાટલા લેવા પડે, ઈજેક્શન લેવા પડે, બેસીને ક્રિયાઓ કરવી પડે, આંખો નબળી પડે, શરીર સાવ જ કથળી જાય, એવો તપ કરવાની શાસ્ત્રકારચોકુખીના પાડે છે. * સાધુની ભિક્ષાના બે નામ છેઃ ગોચરી અને માધુકરી...! ગાય અને ભમરો બન્ને ઘાસ અને ફૂલને પીડા આપ્યા વિના થોડું થોડું લે છે. માટે તેમના નામ પરથી ગોચરી અને માધુકરી (ગો = ગાય, મધુકર = ભમરો) શબ્દો બન્યા છે. * સાધુનું જીવન જ એવું છે જો તેનું સુંદર રીતે પાલન કરવામાં આવે તો આ જીવનમાં પણ સુખ અને પરલોકમાં પણ સુખ...! જેઓ દ્રવ્યદીક્ષિત બનીને માત્ર ઉદર માટે જ ભિક્ષાર્થે ફરે છે, તેનો જિનેશ્વરદેવે નિષેધ ર્યો છે. તેઓને પાપનો ઉદય છે, એમ જરૂર કહી શકાય. આવાઓ ન તો સાધુ છે, ન ગૃહસ્થ છે, ઉભયભ્રષ્ટ છે. “લહે પાપ - અનુબંધી પાપે, બલ-હરણી જન-ભિક્ષા; કહે કલાપૂર્ણસૂરિ ... ••• ૧૫૩ પૂરવ ભવ વ્રત ખંડન ફલ એ, પંચવસ્તુની શિક્ષા.” – ૩૫૦ ગાથાનું સ્તવન. આ જ પંચવસ્તુકનો ભાવ થશો વિ. એ આ રીતે દર્શાવ્યો છે. ગૃહસ્થપણામાં ધ્યાનમાં સ્થિરતા નથી આવતી તે અંગે કહે છેઃ મોટા ભાગે ગૃહસ્થો ચિન્તામાં પડ્યા હોય. પૈસાની, સરકારની, ગુંડાની, ચોરની બીજી પણ હજારો પ્રકારની ચિન્તામાં ધ્યાનમાં સ્થિરતા આવવી મુશ્કેલ છે. હવે વાત રહી પરોપકારની. ગૃહસ્થો માત્રઅન્નદાન આપે છે. જ્યારે સાધુ અભયદાન આપે છે. અભયદાન કરતાં કોઈ મોટું દાન નથી. ગૃહસ્થપણામાં સંપૂર્ણ અભયદાન સંભવિત નથી. અભયદાન માટેની પેલી ચોસ્તી પ્રસિદ્ધ વાર્તા પછી કરીશું. ભક્તિ ચૈત્યવંદન ભક્તિયોગ છે. સ્વાધ્યાય જ્ઞાનયોગ છે. પાલન કરવું છે ચારિત્રયોગનું તો ભક્તિ અને જ્ઞાનયોગ કેમ? એ બન્ને ચારિત્રને પુષ્ટ બનાવનારા છે માટે. જો તમે ભક્તિ અને જ્ઞાન છોડી દો તો ચારિત્ર રીસાઈને ચાલ્યું જશે. એ કહેશે એ બન્ને વગર હું તમારે ત્યાં રહી શકું તેમ નથી. દેરાસરમાં માત્ર પા કલાક જ કાઢો છો? સાત ચૈત્યવંદનો કેવા કરો છો? તે નિરીક્ષણ કરજો. ભક્તિ વિના શી રીતે ટકશે ચારિત્ર? જાતને એકાંતમાં પૂછજોઃ તને કોના પર વધુ રાગ છે? કોના પર રાગ રાખવાથી વધુ લાભ છે? * * આત્મા માલિક છે. શરીર નોકર છે. અત્યારે ભાડેથી રાખેલો છે. એને એકાદ ટાઈમ ભોજન, થોડોક આરામ આપવાનો, આટલુંઠરાવ્યું છે. હવે જો નોકર જ શેઠ થઈ જતાં હોય તો વિચારવા જેવું નહિ? ઘોડો જ ઘોડેસ્વારનો માલિક બની જતો હોય તો વિચારવા જેવું નહિ? ઈન્દ્રિયોના ઘોડાની લગામ આપણા હાથમાં છે? જો આપણી પાસેઈન્દ્રિયોને, શરીરને નિયંત્રણમાં લાવવાની શક્તિનથી તો સમર્થને શરણે જાવ; ભગવાનના શરણે....! સંયમ સારી રીતે પાળવું હોય તો વ્યક્તિ વિના ઉદ્ધાર જ નથી, મૈત્રી વિના ઉદ્ધાર નથી. મૈત્રી દ્વારા જીવો સાથેનો સંબંધ અને ભક્તિ દ્વારા ભગવાન સાથેનો સંબંધ સુધારવાનો છે. એ વિના ચારિત્રની શુદ્ધિ નથી, પ્રાપ્તિ નથી, એટલું લખી રાખજો. ૧૫૪ .. • ......... કહે કલાપૂર્ણસૂરિ સંયમ ભલે મળી ગયું, પણ સુરક્ષા માટે ભક્તિ અને જ્ઞાનયોગ જોઈશે જ. એટલે જ હું કેટલાય દિવસથી ‘મત્તિ માવત્તિ થા’ પર અટકી ગયો છું. પરમાત્મા દ્વારા ભૂલાયેલા આત્માને શોધી કાઢવાનો છે. ન મળે ત્યાં સુધી પરમાત્માને છોડવાના નથી. ‘કબજે આવ્યા તે નવિ છોડું’ વગેરે પંક્તિઓ દ્વારા મહાપુરુષો આપણને શીખવે છે ઃ કદી પ્રભુને નહિ છોડતા. હું પણ તમને આ જ શીખવું છું : પ્રભુને નહિ છોડતા. ભગવાન પાસે હઠ લઈને બેસી જાવ. પ્રભુ ! તમને કદી નહિ જ છોડું. * ફંડમાં વધુમાં વધુ કેટલું આપો ? ને દીકરાને કેટલું આપો ? બધું જ ! ભગવાન આપણા પરમપિતા છે. પોતાનો બધો જ શ્રુતખજ નો ગણધરોને આપ્યો. પોતે દેશના આપીને પછી કોને દેશના આપવા દે ? ગણધરને. શિષ્ય પુત્ર જ છે. શાન સમજ વધે તેમ ભગવાન પ્રત્યે પ્રેમ વધે જ. તો જ સમજ વધી છે, કહી શકાય. યશો વિ.ને સમજ વધતાં–વધતાં પ્રભુમાં જ સર્વસ્વ દેખાયું. છેવટે કહી દીધું : ‘‘જ્ઞાનના દરિયાનું વલોણું કરતાં મને ભક્તિનું અમૃત મળ્યું છે. આ જ સાર છે...!’ એમ સમજની આ જ કસોટી છે. - ભાવ તીર્થંકર પ્રત્યે પ્રેમ ક્યારે પ્રગટશે ? નામ, મૂર્તિ પર પ્રેમ હશે ત્યારે ! અત્યારે આપણી ભગવાને પરીક્ષા કરી છે, કરી રહ્યા છે– એમ માનજો. ભગવાન જોઈ રહ્યા છે ઃ આ ભગત મારા નામ અને મૂર્તિ પર કેટલો પ્રેમ ધરાવે છે, એ જરા જોવા તો દો! જે મારા નામ – મૂર્તિ પર પ્રેમ નહિ કેળવે તે મારી પર પ્રેમ કેળવશે, એમ માની શકાય નહિ. * દ્રવ્યનું દ્રવ્યમાં સંક્રમણ નથી, ગુણોનું સંક્રમણ છે. ચાંદની છે ત્યાં ચન્દ્ર છે. ગુણો છે ત્યાં પ્રભુ છે ! ગુણરૂપે સર્વત્ર પ્રભુ પથરાયેલા છે. પ્રભુનો પ્રેમ એટલે ગુણોનો પ્રેમ, સાધનાનો પ્રેમ ! ગુણો પર પ્રેમ જાગ્યો એટલે ગુણો આવવાના જ ! વ્યક્તિ એકબીજામાં સંક્રાન્ત ન થાય, પણ ગુણ સંક્રાન્ત થાય. સાકર, લોટ + ઘીમાં જાય તો શીરો થઈ જાય, દૂધને મીઠું બનાવી દે. તેમ ભગવાન પણ ગુણરૂપે આવીને આપણા જીવનને, આપણા વ્યક્તિત્વને મધુર બનાવી દે છે. હે કલાપૂર્ણસૂરિ ... ૧૫૫ ઓ રે હો હો " જોધ" : કડક બુધ, ૧૮-૮-૯૯, શ્રા. સુદ-9. * આગમો પર નિર્યુક્તિ, ભાગ, ચૂર્ણિ, ટીકાઓ ન હોય તો વાસ્તવિક અર્થ સમજાય નહિ, માટે જ ચૂર્ણિ ટીકા વગેરે પણ આગમ જેટલા જ ઉપકારી છે. અર્થને ન માનીએ તો ભગવાનની, સૂત્રને ન માનીએ તો ગણધરની આશાતના થાય. કારણ કે તેના આદ્ય પ્રરૂપક તેઓ છે. * વિદ્યાથી વિવાદ નથી કરવાનો, વિવેક જગાવવાનો છે. વિવેકથી વૈરાગ્ય - વિરતિ - વિજ્ઞાન વગેરે પ્રગટે છે. આપણે એમ માની લીધું વૈરાગ્ય તો મુમુક્ષુને હોય. સાધુને જરૂર નહિ. વૈરાગ્ય વિના ચારિત્ર ટકે શી રીતે? જ્ઞાન વધે તેમ વૈરાગ્ય વધવો જોઈએ. દોષોની નિવૃત્તિ અને ગુણોની પ્રાપ્તિ કરાવે તે જ સાચું જ્ઞાન ! જ્ઞાનથી જો અભિમાનાદિ વધે તો અજ્ઞાન કોને કહીશું? દીવાથી અંધારું વધે તો દીવો કોને કહીશું? પ્રભુ - ભક્તિ વૈરાગ્યાદિ ગુણો જ્ઞાનથી વધવા જોઈએ. જ્ઞાન - ભક્તિ – વૈરાગ્ય ત્રણેય સાધનામાં જરૂરી છે. * દીક્ષા એટલે ચોરાશી લાખ જીવયોનિના જીવોને અભયદાનનું ઘોષણા - પત્રક...! દયા કરુણા વિના દીક્ષા ન ટકે. એ માત્ર મનથી ન ચાલે, વર્તનમાં આવવું જોઈએ. સાધુ અને વર્તનમાં મૂકે છે. ગૃહસ્થો એ ન કરી શકે. મંડિકચોરની કથા વધયોગ્ય ચોરને બીજી રાણીઓએ એક જ દિવસ માટે બચાવ્યો ૧૫૬ ... ..... કહે કલાપૂર્ણસૂરિ ને ભક્તિ કરી. જ્યારે અણમાનીતીએ જીવનભર માટે અભયદાન આપ્યું. ખાવા-પીવાનું સાદામાં સાદું આપ્યું. સારામાં સારી મીઠાઈ કરતાં ચોરને અભયદાન વધુ ગમ્યું. સાચે જ જીવને સૌથી વધુ પ્રિય અભયદાન છે. મરતાને બચાવવો તે અભયદાન છે, અહિંસા છે. જીવતાને મદદ કરવી તે દયા છે. હૃદયમાં છલકાતી કરુણા બે રીતે પ્રગટ થાય છે ? નકારાત્મકપણે અને હકારાત્મકપણે. અહિંસા, કરૂણાનું નકારાત્મક પાસું છે, દયા હકારાત્મક. જીવોને કતલખાનાથી બચાવવા તે અહિંસા. તે જીવોને પાંજરાપોળમાં નિભાવવા તે દયા. અહિંસા જેટલું જ મહત્ત્વદયાનું છે. ક્યારેક એથી પણ વધી જાય. મરતા જીવ પર તો કદાચ બધા જ દયા કરે, પણ જીવતા પર દયા વિરલા કરે. અહિંસાથી પ્રધાનપણે સંવર- નિર્જરા થાય. દયાથી પુણ્ય થાય. સાધુ માટે અહિંસા મુખ્ય છે. ગૃહસ્થો માટે દયા મુખ્ય છે. જીવોને પીડા ન થાય તેની તકેદારી સાધુ રાખે. જીવોનું જીવન-યાપન સુખેથી થાય તેની તકેદારી ગૃહસ્થ રાખે. અહિંસા અભયદાનથી ટકે. દયા દાનથી ટકે. દાન વગરની દયા માત્ર બકવાસ છે. * ગુરુશિષ્યને સ્વજનાદિથી વિયોગકરાવીને પાપ નથી કરતા, આત્માના ભૂલાઈ ગયેલા ક્ષમાદિ સ્વજનો સાથે મિલાપ કરાવે છે. સંયમ જીવનમાં શુદ્ધ ઉપયોગ પિતા છે. ધૃતિ (આત્મરતિ) માતા છે. સમતા પત્ની છે. સહપાઠી સાધુ જ્ઞાતિ છે. - જ્ઞાનસાર. એનાથી પણ આગળ વધીને ગુરુપ્રભુ સાથે મિલન કરાવી આપે છે. લોચ – વિહારાદિ દ્વારા કેળવેલી સહનશીલતા જીવનભરકામ લાગે. પછી નાનકડું દુઃખ વિચલિત ન કરી શકે. ભક્તિઃ આપણે જૈન સાધુ તરીકે ઓળખાઈએ છીએ. જૈન એટલે જિનનો સાધુ! જે ભગવાનથી આપણે ઓળખાઈએ એ જ ભગવાનને ભૂલી જઈએ તો કૃતદન ન કહે કલાપૂર્ણસૂરિ .. ... ૧૫૭ WWW.jainelibrary.org કહેવાઇએ? સાધુ કોઈપણ ઘરે વહોરવા જાય, કોઈચાર્જ નહિ, સુલભતાથી ગોચરી આદિ મળી જાય, એ કોનો પ્રભાવ? ભગવાનનો! એ ભગવાનને ભૂલાય શી રીતે? ભગવાન વિદ્યમાન હતા ત્યારે પણ લોકો પોતાના હૃદયમાં તેમનું નામ જ રાખતા હતા, સ્થાપના દ્વારા જ ઉપાસના કરતા હતા. ભગવાન મોક્ષે ગયા પછી પણ નામ અને સ્થાપનામાં કોઈ ફરક નથી પડ્યો. એ તો એના એ જ છે. એની કલ્યાણકારતા પણ એની એ જ છે. ભગવાન પ્રત્યે ભક્તિન જાગતી હોય તો માનવું હું દીર્ધસંસારી છું. અલ્પકાલીન સંસારવાળાને ભગવાન ગમે જ. અલ્પકાળમાં જે સ્વયં ભગવાન બનવાનો છે, એને ભગવાન ન ગમે એ શી રીતે ચાલે? ભગવાન ને ગમે તે ભગવાન બની શકે નહિ યશ વિ. જેવા તો ત્યાં સુધી કહે છેઃ મુક્તિથી પણ મને ભક્તિ પ્યારી છે. જ્યાં ભક્તિ નહોય એવી મુક્તિથી મારે શું કામ છે? ભક્ત સર્વ જીવમાં પણ ધીરે-ધીરે ભગવાન જુએ છે. આજે નથી, પણ કાલે એ ભગવાન બનવાનો જ છે. જીવ શિવ જ છે. આજનું બી, કાલનું વૃક્ષ છે. માળી બીમાં વૃક્ષ દેખે છે. ભક્ત જીવમાં શિવ જુએ છે. ___ यत्र जीवः शिवस्तत्र, न भेदः शीवजीवयोः । न हिंस्यात् सर्व भूतानि, शिवभक्ति-समुत्सुकः ।। - અન્ય દર્શન. આપણે પણ માનીએ છીએ? जिनो दाता जिनो भोक्ता, जिनः सर्वमिदं जगत् । जिनो जयति सर्वत्र, यो जिनः सोऽहमेव च ।। – શકસ્તવ. આવશ્યક નિર્યુક્તિમાં..... પ્રશ્ન કેવળજ્ઞાનનું પ્રમાણ કેટલું? ઉત્તર ગુણ-ગણીનો અભેદ. એ દૃષ્ટિએ જઘન્યથી બે હાથ (કૂર્મીપુત્ર) અને ઉત્કૃષ્ટથી ચૌદ રાજલોક. (સમુદ્યાત વખતે) સામાન્યદેહધારી કેવળીનું ઉત્કૃષ્ટથી ૫૦૦ ધનુષ્ય. ... કહે કલાપૂર્ણસૂરિ ૧૫૮ - આ પદાર્થ કેવળજ્ઞાનનું ધ્યાન કરતી વખતે ખૂબ જ સહાયક બને તેમ છે. સં. ૨૦૨૮માં લાકડીઆ ચાતુર્માસમાં ઓરડીમાં હું લખતો હતો. અચાનક જ પ્રકાશ રેલાયો. જોયું તો ખુલ્લી નાની બારીમાંથી સૂર્યનો પ્રકાશ આવ્યો હતો : વાદળ હટવાથી. ક્ષયોપશમની બારી ખુલે તો જ્ઞાનનું અજવાળું રેલાય. સમુદ્દાતના ૪થા સમયે કેવળી સર્વલોકવ્યાપી બને ત્યારે એમના આત્મપ્રદેશો આપણને પણ સ્પર્શે છે. પ્રભુ જાણે સામેથી મળવા આવે છે. દર છ મહિને આ રીતે પ્રભુ આપણને મળવા આવે જ છે. આપણે પ્રભુને ક્યારે મળીએ છીએ ? સકલ જીવરાશિના પ્રેમથી જે કેવળી બન્યા તે છેલ્લે છેલ્લે આ રીતે મળવા આવે જ ને ? હવે તો મોક્ષમાં જવાનું છે. પછી ક્યારે મળવાના ? કેવળી ભલે કર્મક્ષય માટે કરતા હોય, પણ એણાં આપણુંય કલ્યાણ ખરું ને ! પ્રધાનમંત્રી ભલે ગમે તે કારણે તમારા ગામમાં આવે પણ તમારા ગામના રસ્તા વગેરે તો વ્યવસ્થિત થઈ જાય ને ? કહે કલાપૂર્ણસૂરિ . ... ૧૫૯ ગુજ, ૧૯-૮-૯, શ્રા. સુદ-૮. * શ્રી સંઘમાં, તીર્થમાં પોતાની શક્તિ ભગવાને એ રીતે ભરી જેથી ૨૧ હજાર વર્ષ સુધી ચાલે. એ તીર્થની સેવા આપણે કરીએ તો એની શક્તિનું આપણામાં સંક્રમણ થાય. જો રાવણના અભિમાનથી દુર્યોધનના ગુસ્સાથી રામાયણ - મહાભારતનું સર્જન થઈ શક્યું હોય તો ગુણોનું સર્જનન થઈ શકે? દુર્ગુણો કરતાં ગુણોની શક્તિ ઓછી છે? એક સંગીતકાર, શિલ્પકાર, શિક્ષક કેટલાને તૈયાર કરે? તો એક તીર્થકર કેટલાને પહોંચાડી શકે? ભગવાન આદિનાથનું કેવળજ્ઞાન અસંખ્ય પાટપરંપરા સુધી ચાલતું રહ્યું. * સમ્યગ્દર્શન થાય છે ત્યારે જીવને ખ્યાલ આવે છે. બેંબેંકરતી બકરી હું નથી, હું મોતીનો ચારો ચસ્મારો હંસ છું, ગર્જના કરતો કેસરીયો સિંહ છું. હું જન્મ-મરણના ચક્કરમાં પીસાતો પામરકીટ નથી, પરમાત્મા છું. "अजकुलगत केसरी लहे रे, निज पद सिंह निहाल; તિમ પ્રભુ - મિત્તે ભવી રે, માતમ શક્તિ સંમાન..” - પૂ. દેવચંદ્રજી * ભગવાનની હાજરીમાં કર્મો (મોહરાજા) ટકી શકતા નથી. સૂર્યની હાજરીમાં જેમ અંધારું ટકી શકતું નથી. પ્રભુના સાનિધ્યમાં વધુ ને વધુ રહે, તમારી બધી જ ૧૬૦... ........ કહે કલાપૂર્ણસૂરિ સમસ્યા હલ થઈ જશે. પ્રભુથી જેટલા દૂર, સંકટો તેટલા નજીક...! પ્રભુથી જેટલા નજીક સંકટો, તેટલા દૂર – તમે હૃદયમાં વજ્રના અક્ષરે આટલું લખી રાખો. પંચવસ્તુક સાધુ પ્રભુ – આજ્ઞાપૂર્વક જીવનારો સાધક છે, ખસઠ નથી. (ખ-ખાવું, સ-સૂવું, ઠ-લે જવું) ખસઠો માટે પૂ. જીતવિ. કહેતાં : ભરૂચના પાડા બનવું પડશે. ભરૂચ જોયું છે ને ? ઊંચું નીચું ! તે જમાનામાં નળ નહોતા. પખાલીઓ પાડા દ્વારા પાણી લાવતા. આવી હિતશિક્ષાઓ આપી - આપીને પૂ. જીતવિ.એ વાગડ સમુદાયના બાગમાં પૂ. કનક–દેવેન્દ્ર સૂરિ જેવા ફૂલો સર્જ્યો હતા. * સાધુ દિવસમાં કેટલીવાર ઈરિયાવહિયં કરે ? ૧૦-૧૫ વાર પણ થઈ જાય. ઈરિયાવહિયં મૈત્રીનું સૂત્ર છે. કોઈપણ અનુષ્ઠાન, જીવો સાથે તૂટેલી મૈત્રીનો તાર પુનઃ અનુસંધાન પામે એ પછી જ સફળ બને, એ જણાવવા ઈરિયાવહિયં કરવામાં આવે છે. નવકાર નમ્રતાનું, કરેમિ સમતાનું, તેમ ઈરિયા. મૈત્રીનું સૂત્ર છે. * લોઢું ડૂબે, લાકડું તરે. લાકડાનું આલંબન લેનારો પણ તરે. ધર્મી તરે, અધર્મી ડૂબે. ધર્મીનું આલંબન લેનારા પણ તરે. * જે ધર્મને ભગવાન પણ નમે, તે ધર્મ ભગવાનથી મોટો ગણાય. ભગવાન પણ ધર્મના કારણે મોટા છે. ‘ધર્મ મોટો કે તીર્થંકર મોટો ?' એ પશ્નનો જવાબ આ છે. તીર્થંકર માત્ર અમુક સમય સુધી જ દેશના આપે. બાકીના સમયમાં આધાર કોનો ? ધર્મનો ! ભગવાન કે ગુરુ નિમિત્ત કારણ જ બની શકે. ઉપાદાન કારણ તો આપણે જ છીએ. પુરુષાર્થ તો આપણે જ કરવો પડશે. પુરુષાર્થમાં રુકાવટ કરનાર પ્રમાદ છે. તમને કોના પર વિશ્વાસ ? પ્રમાદ પર કે પુરુષાર્થ પર ? શત્રુ હોવા છતાં પ્રમાદને ખૂબ પંપાળ્યો. મિત્ર હોવા છતાં ધર્મ – પુરુષાર્થની કાયમ ઉપેક્ષા જ કરી છે. ૨૪ કલાકમાં પ્રમાદ કેટલો ? પુરુષાર્થ કેટલો ? પુરુષાર્થ હોય તો પણ એ કઈ બાબત અંગે હોય? અવળી દિશાનો પુરુષાર્થ તો ઘણો ર્યો. ક્ષણે – ક્ષણે ૭ કર્મો તો આપણે બાંધીએ જ છીએ. તે શુભ બાંધવા છે કે અશુભ ? હમણાં જ ભગવતીસૂત્રમાં આવ્યું : પ્રમાદ ક્યાંથી આવ્યો ? યોગ (મન-વચન-કાયા) થી. યોગ ક્યાંથી ? શરીરથી, શરીર ક્યાંથી ? જીવથી આવ્યો.’’ આ જીવ જ સર્વનો કહે કલાપૂર્ણસૂરિ મૂળાધાર ૧૬૧ છે. એની શક્તિને જગવો. એ સૂતેલો સિંહ છે. જાગ્યા પછી કોઈ એની સામે ટકી ના શકે. ૧૫૮ પ્રકૃતિઓ ભલે ગમે તેટલી બળવાન લાગતી હોય, પણ એ ત્યાં સુધી જ બળવાન છે, જ્યાં સુધી આત્મસિંહ સૂતેલો છે. સિંહ ગર્જના કરે અને છલાંગ ભરે પછી બકરીઓ ક્યાં સુધી ટકે? * નેપોલીયને એક વખતે લશ્કરને ઓર્ડર ર્યો : “શત્રુનો ભય છે. લશ્કરી છાવણીમાં કોઈએ લાઈટ કરવી નહિ.’' પછી સ્વયં જોવા નીકળ્યો. મોટો વડો જ લાઈટ સળગાવી પ્રિયાને પત્ર લખી રહ્યો હતો. નેપોલીયને કહ્યું ઃ તમને ખબર નથી આજે શાનો ઓર્ડર છે ? હુકમનો અનાદરો ? પ્રિયાને પત્ર લખ્યો ને ? હવે એમાં નીચે લખો ઃ ‘મેં મારા માલિકની આજ્ઞાનું ખંડન ર્યું. તેથી માલિક મને હમણાં જ ગોલીથી ઉડાવી દેશે. આ છેલ્લી પંક્તિ છે.’’ : અને... સાચે જ નેપોલીયને પેલા લશ્કરી વડાને ગોલીથી વીંધી નાંખ્યો. એક સામાન્ય સમ્રાટ્ની આજ્ઞાનો અનાદર આવું ફળ આપે તો તીર્થંકરની આજ્ઞાનો અનાદર શું ફળ આપે ? તે કલ્પના કરી લો. આજ્ઞામાં અવરોધરૂપ મોટાભાગે આપણો પ્રમાદ જ હોય છે, એ ભૂલશો નહિ. આપણું જીવન પ્રમાદ – બહુલ છે. પ્રમાદ પાંચ પ્રકારનો તો ઘણીવાર સાંભળ્યો. ક્યારેક આઠ પ્રકાર બતાવીશ. ભક્તિ આ વિષમકાળમાં જો પ્રભુ-ભક્તિ મળી ગઈ તો સમજી લેજો ઃ ભવ – સાગરનો કિનારો આવી ગયો. ‘‘એક વાર પ્રભુ વંદના રે, આગમ રીતે થાય...’’ ‘ફ્લોવિ નમુક્કાશે...’’ એકવાર પણ પ્રભુની ઝલક મળી જાય તો જીવન સફળ...! ભગવાનના દર્શન પણ તેને જ મળે, જેને વિચ્ડનો ઉકળાટ હોય. વિરહ જેટલો ઉત્કટ, મિલન તેટલું જ મધુર...! તરસ જેટલી ઉત્કટ, પાણી તેટલું જ મધુર ! ભૂખ જેટલી ઉત્કટ, ભોજન તેટલું જ મધુર ! ‘દરિસણ ઇરિસણ રટતો જો ફિરું... તો રણરોઝ સમાન...' આનંદઘનજીની આ ૧૬૨ ... કહે કલાપૂર્ણસૂરિ પંક્તિમાં પ્રભુ-વિરહકેવો દેખાઇ રહ્યો છે? આપણે પ્રભુ વિરહવિના પ્રભુ દર્શન પામવા ચાહીએ છીએ. ઉકળાટ વિના વાદળ પણ નથી. વરસતો તો પ્રભુ ક્યાંથી વરસે? અત્યારે ઠંડુ વાતાવરણ છે. જરાય ઉકળાટ નથી. તો વાદળ ક્યાં વરસે છે? પ્રભુ – મિલન, (કવળજ્ઞાનની પ્રાપ્તિ) તો ક્ષણવારમાં જ, અન્તર્મુહૂર્તમાં જ થવાનું છે, પણ એના માટે જનમ-જનમની સાધના જોઈશે, પ્રભુ-વિરહનો ઉત્કટ તલસાટ જોઈશે. * યથાપ્રવૃત્તિકરણ આમ અસંખ્ય પ્રકારે છે, પણ મુખ્ય બે પ્રકારે ઃ ચરણ યથાપ્રવૃત્તિકરણ અને અચરમ યથાપ્રવૃત્તિકરણ. અસંખ્ય યથાપ્રવૃત્તિકરણો થયા પછી છેલું એવું યથાપ્રવૃત્તિકરણ આવે છે તેને અપૂર્વકરણમાં લઈ જાય. અપૂર્વકરણ એવું વ્રજ છે, જે રાગ-દ્વેષની તીવ્ર ગાંઠ વીંધી નાખે. રાગ-દ્વેષની ગાંઠ ભેદતાં પ્રભુના દર્શન થાય. વાદળ હટતાં જેમ ચન્દ્રના દર્શન થાય. * હરિભદ્રસૂરિનું વચન એટલે આગમિક વચન! એવી મહોરછાપ હરિભદ્રસૂરિ પછી થયેલા દરેક આચાર્યોએ લગાવી છે. કેવા એ ગીતાર્થ અને શાસન - સમર્પિત મહાપુરુષ હશે! એમના ગ્રંથો વાંચો તમને એમનું હૃદય વાંચવા મળશે. કહે કલાપૂર્ણસૂરિ Jain Education Sternational** ૬૭. I'ક '' 1 શુઝ, ૨૦-૮-૯, શ્રા. સુદ-૯. * શ્રાવકની સમગ્ર પ્રવૃત્તિ ચારિત્રાવરણીય કર્મના ક્ષય માટે જ હોય. ક્યારેક પ્રસંગ આવી પડતાં તે દીક્ષા લેવા તૈયાર થઈ જાય. પ્રવજ્યા પછી પ્રતિદિન સાધુની દિનચર્યા કેવી હોય? તે જાણવાનો શ્રાવકને અધિકાર છે. * પડિલેહણા સાધુ કોઈપણ ચીજ પડિલેહણ વગરની ન વાપરે. ગોચરી જતી વખતે પણ દૃષ્ટિ પડિલેહણ કરે. એક વખતે ગુરુએ શિષ્યને એ અંગે સહેજ ટકોર કરી. શિષ્યને થયું વારંવાર શું જોવાનું? હમણાં તો જોયેલું. ઝોળી ખોલીને જોયું તો અંદર વીંછી હતો. ઘણી વખત જોયા વિના તરપણી લઇ જતાં અંદર દોરો, પૂંજણી વગેરે પડેલા હોય. આવું ઘણી વખત બનતું હોય છે. માટે જ જોવું જરૂરી છે. હું નાનો હતો. સ્પંડિત જવાની ઉતાવળ. ગંજી ઉતારીને ખીલી પર લટકાવ્યું. પાંચ-દસ મિનિટ પછી એમને એમ પહેરી લીધું. જોયું તો છ ઈંચ મોટો વીંછી. પણ કરડ્યો નહિ. અમારું ઘર વીંછીનું ઘર હતું સાફ કરે તો ૧૦-૧૫ વીંછી તો નીકળે જ. પણ મને કદી વીંછી કરડ્યો નથી. “ધર્મો રક્ષતિ રક્ષિતઃ' દરેક ક્રિયા જયણાપૂર્વકની હોવી જોઈએ. જયણા ન રાખી તો આપણને તો દોષ લાગ્યો જ સમજો. પછી ભલે જીવહિંસા ન પણ થઈ હો! સાધુ માટે પ્રમાદ એ જ .. કહે કલાપૂર્ણસૂરિ ૧૬૪ ... હિંસા...! જેના હૃદયમાં પ્રભુ હોય તેને પ્રમાદ હોય ? પ્રમાદ નહિ, પ્રમોદ (આનંદ) હોય. પ્રભુ-ભક્તિ આવતાં જ પ્રમાદ પ્રમોદમાં પલટાઈ જાય. , મદ્રાસમાં મોટા મોટા ડૉક્ટરોનો ભેટો થયેલો છે. તેમનામાં ભગવાનની ભક્તિ જોવા મળી. તેઓ કહેતા : ‘“હમ તો નિમિત્ત હૈ । ભગવાન જશે તો સચ્છા હોવા । ईश्वर की प्रेरणा से हुआ । ईश्वर ने किया । हम कौन ? हम सिर्फ निमित्त है ।" આવા ઉદ્ગારો સંભળાય. આપણે હોઈએ તો શું કહીએ ? કહેવા ખાતર ‘દેવ-ગુરુપસાય’ કહીએ, પણ અંદર અભિમાન પડેલું જ હોય... * પડિલેહણ – વિધિ જેમ અત્યારે કરીએ છીએ તેમ અહીં પંચવસ્તુકમાં બતાવી છે. પડિલેહણ આદિ આપણે બહુ જલ્દી કરીએ છીએ. આપણને જલ્દીની પડી છે. જ્ઞાનીઓને જીવોની પડી છે. પડિલેહણ જલ્દી કરવાથી મોક્ષ–માર્ગ ધીમે પહોંચાય, ધીમે કરવાથી જલ્દી પહોંચાય. આમાં ટાઈમ બગડતો નથી, સફળ થાય છે. સ્વાધ્યાય કરીને આખરે શું કરવાનું છે ? ‘જ્ઞાનસ્ય પતં વિરતિઃ’ ભક્તિ : પડિલેહણ પણ આજ્ઞારૂપ એક ભક્તિ જ છે. * પ્રભુ પ્રત્યે પ્રેમ એટલે તેમના ગુણો પ્રત્યે પ્રેમ, પ્રભુના ગુણો અનંત છે, અનંતાનંત છે. એકેક પ્રદેશમાં ઠાંસીને ભરેલા છે ગુણો..! એ જ ગુણો આપણામાં પણ છે. અનંત ખજાનો પાસે હોવા છતાં આપણે ઘોરી રહ્યા છીએ, પ્રમાદમાં છીએ. ભગવાન કહે છે ઃ જરા તો જાગીને જુઓ ! અનંતનો ખજાનો તમારી પાસે જ છે. તમે ઈન્દ્રિયસુખમાં મૂઢ થઈને પડ્યા રહો તે મોહને ખૂબ જ ગમે છે. કારણકે જો તમારી મૂઢતા ચાલી જાય તો મોહની પક્કડ છૂટી જાય, અનંતની ભાળ તમને મળી જાય. મોહની આધીનતાથી કર્મ બંધાય. ભગવાનની આધીનતાથી કર્મ તૂટે. પ્રભુ જ મોહની જાળમાંથી આપણને છોડાવી શકે. પુદ્ગલના પ્રેમથી છૂટવા પ્રભુનો પ્રેમ જોઈએ. કહે કલાપૂર્ણસૂરિ ૧૬૫ પ્રેમ આત્માનો સ્વભાવ છે. એ છોડી ન શકાય, પણ તેનું રૂપાંતર કરી શકાય. પુદ્ગલનો પ્રેમ પ્રભુમાં જોડી શકાય. શબ્દાદિ પદ્ગલના ગુણો છે. જ્ઞાનાદિ આત્માના ગુણો છે. આપણને ક્યા ગુણો ગમે? જે ગુણો ગમશે તે મળશે. * પ્રભુનો શરણાગત નિર્ભય હોય. ભય હોય તો સર જવું. હજુ પ્રભુનું સંપૂર્ણ શરણું સ્વીકાર્યું નથી. * પ્રભુના ગુણો અને પ્રભુ! પ્રભુનું નામ અને પ્રભુ, પ્રભુની મૂર્તિ અને પ્રભુ એક જ છે. * નદીનું પૂર જ્યારે કાંઠા તોડીને વહેવા લાગે ત્યારે કૂવો, તળાવ, નદી બધું જળબંબાકાર થઇ જાય છે, ત્યાં કોઈ ભેદ રહેતો નથી. પ્રભુ સાથે એકતા સધાઈ જાય છે, ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એકતા સધાઈ જાય છે ત્યારે બધું એક થઇ જાય છે. * કોઈપણ પદાર્થ પર આસક્તિ ન થાય, એવું જીવન ક્યારે બને? પ્રભુ પ્રત્યે પ્રેમ જાગે, પ્રભુ સાથે એકતા સધાય ત્યારે.. ૧૬૬ .. .... કહે કલાપૂર્ણસૂરિ Íત, ૨૧-૮-૯૯, શ્રા. સુદ-૧૦. અલ્પ સંસારીને પ્રભુની વાણી – આજ્ઞા ગમે છે, તે મુજબ જીવન જીવવાનું ગમે છે. આ જ મોક્ષનો સાચો ઉપાય છે. આજ્ઞાખંડન એ જ ભવભ્રમણનો હેતુ છે. કર્મબંધનો મુખ્ય હેતુ આજ્ઞાવિરાધના જ છે. * પ્રમાદ નહિ અપ્રમાદ, શુભયોગો, સભ્યત્વવગેરે આવે તો આપણી પ્રયાણની દિશા બદલાઈ જાય, મોક્ષની દિશા આવી જાય. પહેલાનો અવળો પુરુષાર્થ સવળો પુરુષાર્થ બની જાય. કર્મો બાંધવા – ભોગવવામાં પુરુષાર્થ હોય જ છે, પણ એ હવે કેવો કરવો? એ નક્કી કરવાનું છે. હું કહું છું કે પુરુષાર્થ કરવો જ છે તો અવળો શા માટે કરવો? સવળો શા માટે ન કરવો? “આ કરવું, આ નહિ, ઈત્યાદિ ઝીણી-ઝીણી વાતોનો ઉપદેશ એટલે આપ્યો છે કે આપણે વક્ર અને જડ છીએ. નટનો નિષેધ ર્યો હોય તો નટીનું નાટક જોનારા અને વળી પાછા પ્રેરક ગુરુને તોડનારા આપણે છીએ ! જેટલી વક્રતા અને જડતા વધુ તેટલો વિધિનિષેધનો ઉપદેશ વધુ! માણસજેટલો જંગલી અને અસભ્ય, કાયદા-કાનૂન તેટલા જ વધુ! વધતા જતા કાયદા, માણસની વધતી જતી અસભ્યતાને બતાવે છે, વિકાસને નહિ. કહે કલાપૂર્ણસૂરિ ..... ... ૧૬૭ * પડિલેહણ – ગોચરી મૌનપૂર્વક થવા જોઈએ. ગોચરી તો એવી રીતે થવી જોઈએ કે પાસે કોઈને ખબર જ ન પડે કે અહીં ગોચરી આદિ કંઈક ચાલે છે. . * સાધુને ગુસ્સો નહિ કરવાની પ્રતિજ્ઞા આપવાનો સવાલ જ નથી. દીક્ષા લીધી ત્યારથી એપ્રતિજ્ઞા છે જ. જ્યારે જ્યારે ગુસ્સો આવે ત્યારે-ત્યારે એ પ્રતિજ્ઞામાં અતિચાર લાગે છે. સાધુનું નામ જ ક્ષમાશ્રમણ છે. ૧૦ પ્રકારના યતિધર્મોમાં પ્રથમ ક્ષમા છે. સામાયિકનો અર્થ સમતા થાય છે. સમતાનો અભ્યાસ વધતો જાય તેમ આનંદ વધતો જાય. ક્રોધથી અપ્રસન્નતા ને સમતાથી પ્રસન્નતા વધે છે. સમ્યત્વ સામાયિક અને ચારિત્ર સામાયિક દીક્ષા વખતે જ સ્પષ્ટ આલાવાના ઉચ્ચારણપૂર્વક ઉચ્ચરાવવામાં આવે છે. યોગોદ્ધહન એટલે શ્રુતસામાયિકની સાધના...! " સંકલેશ સંસારનો, સમતા મોક્ષનો માર્ગ છે. “લેશે વાસિત મન સંસાર, કલેશ- રહિત મન તે ભવપાર.” સંકલેશથી ૧૪ પૂર્વી નિગોદમાં ગયા છે ને અસંકલેશથી “મા રુષ મા તુષ' આ બે વાક્ય પણ યાદ નહિરાખી શકનાર ભાષ0ષ મુનિકેવળજ્ઞાની બન્યા છે. * નારકીનો જીવ જેમ નરકથી, કેદી કેદથી ભાગવા ઈચ્છે તેમ મુમુક્ષુ સંસારથી ઘૂટવા ઈચ્છે. ક્રોડપતિનો પુત્ર પણ વિષયોને વિષ જેવા માને. પાંચ લક્ષણો અંદર રહેલી ઉત્કટ મુમુક્ષુતાને બતાવે છે. ૧) શમઃ ગુરુ ગમે તેટલા કડવા વેણ કહે, પણ તે ગુસ્સે ન થાય. ૨) સંવેગઃ મોક્ષની તીવ્ર ઈચ્છા હોય. અર્થાત્ આત્મશુદ્ધિની તીવ્ર ઇચ્છા હોય. ૩) નિર્વેદઃ નરકથી જ નહિ, સ્વર્ગના સુખોથી પણ વિરક્ત હોય. ગરીબીથી જ નહિ અમીરીથી પણ વિરક્ત હોય. ૪) અનુકંપાઃ દુઃખી જીવો પ્રત્યેકરુણાદ્ધ થયું હોય. છજીવનિકાયના વધમાં પોતાનો વધ થતો જુએ. ૫) આસ્તિક્યઃ દેવ-ગુરુના વચન પર પૂરો ભરોસો હોય. આથી સંપૂર્ણ સમર્પિત હોય. * આવો જન્મ ફરી-ફરી નહિ મળે. મહેરબાની કરીને આત્મસાધનાનું કાર્ય પછી પરનહિ રાખતા. આવી સામગ્રી ફરી-ફરી ક્યાં મળશે? નાવડી કિનારે આવવાની તૈયારી છે ને આપણે પ્રમાદ કરીશું? આ હું મારા હૃદયની વાત કરું છું. ૧૬૮ ••• .... કહે કલાપૂર્ણસૂરિ સામ સામાયિક (સમ્યત્વ સામાયિક) ના લક્ષણો. અહીંસાકર- દ્રાક્ષ કરતાં અનંતગુણા મીઠા પરિણામ હોય છે. વિશુદ્ધ લેશ્યાના પ્રભાવથી સાકરવગર જ મીઠાશ આવે. ત્રણ લેશ્યા ટળે ને તેજલેશ્યા શરૂ થાય ત્યારથી આનંદપ્રસન્નતા વધે જ. જીવ મૈત્રી અને જિન-ભક્તિ આ બન્ને, સામ સામાયિક મેળવવાના ઉપાયો છે. મૈત્રી જિન-ભક્તિ આ બન્ને વધશે તો જીવનમાં મધુરતા અનુભવાતી પ્રત્યક્ષ જોવા મળશે. અનુભવી જુઓ. જો કટુતા હોય તો સમજવું હજુ હૃદયમાં કષાયો બેઠા છે. જિનભક્તિ - જીવમેત્રી આદિના સંસ્કારો, પટુતા અને અભ્યાસ અને આદરથી એટલા મજબૂત કરવા જોઈએ કે ભવાંતરમાં પણ સાથે આવે. કહે કલાપૂર્ણસૂરિ ...... ••• ૧૬૯ ર4, ૨૨-૮-૯૯, શ્રા. સુદ-૧૧, * સ્વયંભૂરમણ જેવો સમુદ્ર પણ નાનો પડે એટલી કરુણા ભગવાનના હૃદયમાં ભરેલી છે. તે ભવમાં જ નહિ, સમ્યકત્વથી પૂર્વના ભવોમાં પણ પરોપકાર બુદ્ધિ સહજ હોય છે. એમના સમ્યકત્વને વરબોધિ અને સમાધિને વરસમાધિ તરીકે શાસ્ત્રકારોએ ઓળખાવી છે. બીજાજીવો પોતાનો મોક્ષ સાધે, જ્યારે ભગવાન સ્વમોક્ષ સાથે અન્યોનો મોક્ષ પણ સાધી આપે. પોતે જ નહિ બીજાને પણ જીતાડી આપે તે જ નેતા બની શકે. ભગવાન ઉચ્ચ નેતા છે. “નિનાઇ નાવવા” છે. ઉત્તમોત્તમ, ઉત્તમ, મધ્યમ, વિમધ્યમ, અધમ અને અધમાધમ - આ છ પ્રકારમાં ઉત્તમોત્તમ તરીકે માત્ર તીર્થકર ભગવાનને ગણ્યા છે. અહીં ચુંટણી નથી. એ સ્વયં ગુણોથી બીનહરીફ ચૂંટાઈ આવે છે; આપણે ધર્મકારી ખરા, પણ ઘર્મદાતા નથી. ભગવાન ધર્મદાતા છે, બોધિ-દાતા છે. માટે જ ભગવાનને ધર્મે પોતાના નાયક બનાવ્યા છે. * દીક્ષા વખતે કરેમિ ભંતે દ્વારા સામાયિકનો પાઠ ઉચ્ચારીએ છીએ. સામાયિક એટલે સમતા. એના વિના સાધનાનો પ્રારંભ થઈ શકે નહિ. ઝઘડો કરીને તમે માળા ગણી જુઓ – મન નહિ લાગે. સરોવરમાં ગમે તે સ્થાને એક નાનો કાંકરો ફેંકો... એના તરંગો બધે જ ફેલાઈ જશે; ઠેઠ કિનારા સુધી. સરોવરની જેમ જગતમાં પણ આપણા શુભાશુભ કાર્યોના તરંગો ફેલાય છે. જીવાસ્તિકાય એક છે, બે નથી. આથી જ શ્વપામ્રનીવસત્તા માસીયાઈ’ એમ પગામસજામાં કહ્યું, સકળ .... કહે કલાપૂર્ણસૂરિ ૧૭૦ જીવરાશિની માફી માગી. સર્વ જીવો પર મૈત્રી કરવાની જ છે. કદાચ નિર્ગુણી પ્રત્યે માધ્યસ્થ્ય રાખવું પડે તો પણ તે મૈત્રી અને કરુણાથી યુક્ત જ હોવું જોઈએ. મુંબઈ જઈને દર વર્ષે ગૃહસ્થોની રકમ વધતી જાય ને ? સાધુ જીવનમાં એ રીતે સમતા વધે છે ખરી ? સાધુ જીવનના અનુષ્ઠાનો જ એવા છે જે સમતા વધારે. ‘“તપોધના:, જ્ઞાનધના:, સમતાધના: જીતુ મુનવ:’” એમ કહ્યું છે. જ્ઞાનની મૂડી વધે તેમ સમતા વધે. માટે જ જ્ઞાન પછી શમાષ્ટક, જ્ઞાનસારમાં મૂક્યું છે. पीयुषमसमुद्रोत्थं, रसायनमनौषधम् । अनन्यापेक्षमैश्वर्यं, ज्ञानमाहुर्महर्षयः । । જ્ઞાનસાર-જ્ઞાનાષ્ટક * નાનપણમાં મારી પાસે બે ગ્રંથો આવ્યા. કેશરસૂરિકૃત – ‘આત્મજ્ઞાનપ્રવેશિકા’ અને મુનિસુંદર સૂરિષ્કૃત ‘અધ્યાત્મ કલ્પદ્રુમ.’ આ વાંચ્યા પછી અધ્યાત્મની રુચિ પ્રગટી. મારવાડમાં પુસ્તકો બહુ ઓછા મળે. કોઈક પુસ્તકો લખ્યા તો આપણને કામ લાગ્યા. તો આપણું જ્ઞાન પણ બીજાને ઉપકારક બને, તેવું કંઈ નહિ કરવું ? ગૃહસ્થો પાસે સંપત્તિની મૂડી છે. તેઓ તે આપે છે. આપણે જ્ઞાન આપવાનું છે. જ્ઞાન આપવાથી કદી ખૂટતું તો નથી જ, પ્રત્યુત વધતું જ રહે છે. જ્ઞાન પ્રમાણે સમતા આવે, મૂડી પ્રમાણે વ્યાજ આવે. * ‘શ્વાસમાંહે સો વાર સંભારું' એમ આપણા પૂર્વજો કહી ગયા ને આપણામાંથી કેટલાક માત્ર શ્વાસ જોવામાં પડી ગયા. શ્વાસ મુખ્ય બની ગયો ને પરમાત્મા ઊડી ગયા. ઘડીયાળને માત્ર જોવાનું નથી. એના દ્વારા માત્ર સમયજ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. કેટલાક સમયજ્ઞાન છોડીને માત્ર ઘડીયાળ જોવામાં પડી ગયા !! એકાગ્રતા વિના ધ્યાન ન થાય. નિર્મળતા વિના એકાગ્રતા ન આવે. ભગવાનની ભક્તિ વિના નિર્મળતા ન આવે. જ્યાં ભગવાન નથી ત્યાં કશું નથી, એ ધ્યાન નથી, બે ધ્યાન છે. * મોક્ષ-સુખ ભલે પરોક્ષ છે, સમતાનું અહીં જ છે; પ્રત્યક્ષ છે. * પુસ્તકો પણ આપણને તે જ ગમશે, જેવા આપણા પૂર્વજન્મના સંસ્કારો હશે. અત્યારે સંસ્કારોના જે પુટ આપીશું તે આગામી જન્મમાં સાથે આવશે. કહે કલાપૂર્ણસૂરિ ..... ... ૧૭૧ દક્ષિણમાં જઈને દુનિયાની દૃષ્ટિએ ભલે અમે શાસન-પ્રભાવક બન્યા, પણ એ બધુંફાસ-ફુસ છે. મહાત્માઓ તૈયાર થાય એ ખરી શાસન-પ્રભાવના છે. મહાત્માઓને તૈયાર કરવાના લક્ષ્યથી જ વાંકીમાં ચાતુર્માસ રોકાણ કર્યું છે. પૂ. પં ભદ્રંકર વિ. પાસે ત્રણ વર્ષ રહીને પ્રત્યક્ષ જોવા મળ્યું : સંઘ સાથે, જીવો સાથે, મુનિઓ સાથે કેવો સમતાભર્યો વ્યવહાર કરવો. એમનું જીવન મૂર્તિમંત સમતા હતું. * હું ભગવાન ભરોસે છું. કાંઈ નક્કી નથી હોતું ઃ શું બોલવું ? ‘‘દાદા ! તું બોલાવે તેમ બોલીશ. સભાને યોગ્ય હોય તે બોલાવજે. તેવા શબ્દો મારા મોંમાં મૂકજે,’’ એમ માત્ર પ્રાર્થના કરું છું. સામ સામાયિક મધુરતા લાવે. તે મન-વચન-કાયામાં ઝલકતી દેખાય. દેખાવની મધુરતા નહિ, પણ જીવનનું અંગ હોય. આ મધુરતાથી દેવ-ગુરુ-આગમ વગેરે પ્રત્યે ભક્તિભાવ પ્રગટે, ચતુર્વિધ સંઘ પ્રત્યે બહુમાનભાવ પ્રગટે. કામળી, દાંડો, ઓઘો વગેરે ‘મારા’ પણ ભગવાન ‘મારા’ એવું ક્યારેય થયું ? ‘જીવમાત્ર મારા’ એવું ક્યારેય લાગ્યું ? 'सर्वे ते प्रियबान्धवाः नहि रिपुरिह कोऽपि । मा कुरु कलिकलुषं मनो निज़ सुकृतविलोपि ।। ૧૭૨ ... મૈત્રીભાવના. સર્વે તુજ પ્રિય બંધુ છે, નથી શત્રુ કોઈ; ઝગડો કરી મન ના બગાડ, જશે સુકૃત ભાઈ ! શાન્ત સુધારસ કહે કલાપૂર્ણસૂરિ ૨૩-૮-૯૯, શ્રા. સુદ-૧૨, * અહિંસારૂપી સિદ્ધશિલા પર જેણે વાસ નથી કર્યો તે ઈષત્પ્રાક્ભારા સિદ્ધશિલા પર વાસ નહિ કરી શકે. ઈષત્યાગ્ભારા સિદ્ધશિલા કાર્ય છે. અહિંસા કારણ છે. ‘શિવમસ્તુ સર્વ જગતઃ’માં આવતો શબ્દ ‘શિવા’નો અર્થ અહિંસા થાય. પ્રશ્નવ્યાકરણમાં અહિંસાના પર્યાયવાચી શબ્દોમાં ‘શિવા’ શબ્દ પણ છે. ‘અહં તિથ્થરમાયા’ ‘‘હું અહિંસા – શિવા, કરુણા, તીર્થંકરની માતા છું. ‘કરુણા વિના કોઈ જ તીર્થંકર બની શકે નહિ. માટે જ બધા ગુણોને ઉત્પન્ન કરનાર, શેષ વ્રતોનું રક્ષણ કરનાર અહિંસા જ છે. હૃદય કઠોર હોય તો સમજવું : અનંતાનુબંધી કષાય છે. એ હોય ત્યાં સુધી સમ્યગ્દર્શન ન હોય. સમ્યગ્દર્શન ન હોય ત્યાં સુધી ગુણ પણ અવગુણ કહેવાય. અવગુણ તો અવગુણ છે જ. સમ્યગ્દર્શનને પેદા કરનાર અહિંસા છે, મૈત્રી છે, પ્રભુભક્તિ છે. કઠોરહૃદયી મૈત્રી કે ભક્તિ ન જ કરી શકે. એક તો અનંતાનુબંધી કષાય પડ્યો હોય ને સાથે મિથ્યાત્વ પડ્યું હોય, પછી પૂછવું જ શું ? પડિલેહણ, કાજો વગેરે સાધુના આચારો અહિંસાને પુષ્ટ કરનારા છે. પડિલેહણ – કાજો કાઢતાં આવી ભાવના ભાવોઃ કહે કલાપૂર્ણસૂરિ ૧૭૩ ઓહ...! મારા પ્રભુએ કેવો ઉત્તમ ધર્મ બતાવ્યો છે ! કેવી કરુણા ઝળકે છે પ્રત્યેક અનુષ્ઠાનમાં? અહીં કોઈ ક્રિયા નાની નથી. કાજો કાઢવાની ક્રિયાથી પણ કેવળજ્ઞાન થાય. * ઈર્યાસમિત સાધુને જોઈ ઈન્દ્ર પ્રશંસા કરી. અશ્રદ્ધાળુ દેવે પરીક્ષાર્થે રસ્તામાં કીડીઓ અને સામેથી દોડતો ગાંડો હાથી વિદુર્યો. સાધુ મરવા તૈયાર થયા, પણ કીડીઓ પર ન ચાલ્યા. હાથીએ ઉંચકીને વધારે કીડીઓવાળી ભૂમિ પર ફેંક્યા. તે વખતે પણ પોતાને વાગ્યું તેના નહિ, પણ કીડીઓ પ્રત્યેની કરૂણાવાળા વિચારો જોઈદેવ ઝૂકી પડ્યો અને માફી માંગી. પડિલેહણના છ દોષોઃ * ૧) આરભડા – ઉર્દુ કરવું કે ઉતાવળે કરવું તે. ૨) સંમદ - મસળવું, ઉપાધિ પર બેસવું, છેડા વાળેલા હોવા. ૩) અસ્થાન સ્થાપના – અસ્થાને મૂકવું ૪) પ્રસ્ફોટના - ઝાટકવું. ૫) વિક્ષિપ્તા - પ્રતિલેખિત વસ્ત્રને ફેંકવું. ૬) વેદિકા - પાંચ પ્રકારે અવિધિપૂર્વક બેસવું. - આ છ પડિલેહણના દોષો છે. ભક્તિઃ જગ ચિંતામણિ, વીતરાગ સ્તોત્ર – લોગસ્સ, નમુત્થણું – લલિતવિસ્તરો, શાસ્તવ - ચૈત્યવંદન ભાષ્ય (૨૪ દ્વાર, ૨૦૭૪ પ્રકાર) (“સદ્ગોવાઢિ વિશુદ્ધ વુિં...'') ગુરુભક્તિમાં વાંદણા, ગુરુવંદનભાષ્ય, નવસ્મરણ વગેરે આપણા જૈનોના ભક્તિશાસ્ત્રો છે. “બત્તી નિવરિદ્વાઇ... સિર્ફોતિ પુષ્યમિ મા ” સૂયગડાંગમાં વીરસ્તુતિ અધ્યયન, (તેરાપંથીમાં માંગલિક તરીકે વપરાય છે.) થી મારણાંતિક કષ્ટો દૂર થાય છે. જંબૂ સ્વામીએ પૂછ્યું: મેં મહાવીર સ્વામી નથી જોયા. આપે જોયા છે તો આપ વર્ણવો. આના જવાબમાં સુધર્માસ્વામીએ ભગવાન મહાવીર સ્વામીનું આબેહૂબ વર્ણન ક્યું છે તે સૂયગડાંગમાં વરસ્તુતિ અધ્યયન તરીકે સમાવિષ્ટ છે. તમારી પાસે બુદ્ધિ છે, લખવાની શક્તિ છે તોઆબધાનું સંકલન કરીને ભક્તિશાસ્ત્ર .... કહે કલાપૂર્ણસૂરિ વિષે લખી શકાય. ભક્તિના મૂળસ્ત્રોત ગણધર ભગવંતો છે. નામાદિ ૪ પ્રકારે ભક્તિદર્શક સૂત્રોની ઝલકઃ નામ:- લોગસ્સ (નામસ્તવ, લોગસ્સ કલ્પ વગેરે સાહિત્ય, સાહિત્ય વિકાસ મંડળ” તરફથી બહાર પડેલું છે.) સ્થાપના:- અરિહંત ચેઈઆણં સૂત્ર. દ્રવ્યઃ- જે અ અઈઆ સિદ્ધા. ભાવ:- નમુત્થરં સૂત્ર * સૂર્યાભ દેવે ભક્તિ માટે ભગવાનની મંજૂરી માંગી, નૃત્ય, નાટ્ય વગેરે તેણે શરૂછ્યું સાધુ- સાધ્વીજી બેઠા રહ્યા. પ્રભુ-ભક્તિ થતી હોય ત્યારે બેસવાથી સ્વાધ્યાય જેટલો જ લાભ થાય. * ભગવાનમાં ગુણોનો અને પુણ્યનો પ્રકર્ષ છે. સામાન્ય કેવળીમાં પુણ્યનો એટલો પ્રકર્ષ નથી હોતો. ભગવાનના ગુણો અને પુણ્ય બીજાને કામ લાગે જ. આત્મકલ્યાણથી તત્ત્વ પમાય. પરોપકારથી તીર્થ ચાલે. Jain કહે કલાપૂર્ણસૂરિ ...... ૧૭૫. www.jairiesbrary.org - ક ર તે આ 'ને f / ને Site" મંગળ ૨૪-૮-૯૯, શ્રા. સુદ-૧3 * ડૂબતાને જહાજ, અંધારામાં અથડાતાને દીપક, મારવાડમાં બપોરે વૃક્ષ, હિમાલયની ઠંડીમાં અગ્નિ મળે તેમ અસાર સંસારમાં આપણને તીર્થ મળ્યું છે. સભ્ય દર્શન રાજમાર્ગ છે. માર્ગાનુસારિતા ત્યાં પહોંચાડનારી પગદંડી છે. માર્ગ સાવ જ ભૂલી જઈએ, ત્યારે આપ મેળે આપણને સાચો રસ્તો નથી મળતો, કોઈ ભોમિયાની જરૂર પડે છે. જેને ચાલવાની આદત છે, જે રસ્તો ભૂલ્યા છે, તેમને આ વાત સમજાશે. ભગવાન પણ સંસારના જંગલમાં ભૂલેલા આપણા માટે ભોમિયા છે. અનેક મતભેદો છે; આ સંસારમાં. એમાં આપણને ફાવતો મત આપણે પકડી લઈએ છીએ. ભગવાને કહ્યો તે નહિ, આપણને ફાવે તે માર્ગ સાચો માની લઈએ છીએ. આવી મનઃસ્થિતિને બદલાવનાર ભગવાન છે. * જ્યારે પણ મોક્ષ મળશે ત્યારે કર્મબંધનના હેતુઓથી નહિ, કર્મનિર્જરાના હેતુઓથી મળશે. મિથ્યાત્વ - અવિરતિ – પ્રમાદ – કષાય - યોગ સંસાર માર્ગ છે. સમ્યકત્વ - વિરતિ – અપ્રમાદ – અકષાય - શુભયોગ મોક્ષમાર્ગ છે. આપણે ક્યા માર્ગે ચાલવું છે? રસ્તાઓ ઘણા દેખાવાના. તે વખતે માથું ઠેકાણે રાખીને એક જિનોપદિષ્ટ નિશ્ચિત માર્ગ પર ચાલવાનો નિર્ણય રાખવો પડશે. * આપણા શરીરને આપણે કેટલું સાચવીએ છીએ? જરાય તકલીફ ન થાય તેની પૂરી તકેદારી રાખીએ છીએ. એવું જ વર્તન જગતના તમામ જીવો સાથે, છકાયના ૧૭૬ ... .... કહે કલાપૂર્ણસૂરિ જીવો સાથે થાય તો જ પડિલેહણ આદિ ક્રિયાઓ જયણાપૂર્વક થઈ શકે. ન્યાય, યોગ અને ૧૪ વિદ્યાના પારગામી બ્રાહ્મણ કુળમાંથી આવેલા હોવા છતાં હરિભદ્રસિરિજી જિનાજ્ઞા, આજ્ઞાવિહિત અનુષ્ઠાનો પ્રત્યે એવા સમર્પિત છે કે એકેક અનુષ્ઠાનોનું પૂર્ણ બહુમાનપૂર્વક વર્ણન કર્યું છે. ચાહે પડિલેહણનું હોય કે બીજું કોઈ અનુષ્ઠાન હોય. આજે મોટા સાધકો પણ કહે પ્રભુ પણ ક્યાં સુધી? ક્યારેક તો છોડવા પડશે ને? આખરે તો આત્મામાં જ કરવાનું છે ને? પણ હું કહું છુંઃ ભગવાન ક્યારેય છોડવાના નથી. ભગવાન છોડવા પડે એવી સ્થિતિ અહીં નથી આવવાની. સમગ્ર ભારતમાં આ પ્રચાર છે. દિગમ્બરોમાં તો ખાસ, પણ શ્વેતામ્બરોએ ભક્તિમાર્ગ બરાબર પકડી રાખ્યો છે. ૧૪ ગુણસ્થાનક પણ પ્રભુની સેવા છે. નિમિત્તકારણનું આલંબન લેવામાં જ ન આવે તો શુદ્ધાત્મપ્રમિરૂપ કાર્ય ક્યાંથી મળે? દેવચન્દ્રજીકૃત ચન્દ્રભસ્વામીનું સ્તવન જુઓ. જહાજ વિના સમુદ્ર ન તરાય તેમ ભગવાન વિના સંસારન તરાય. ધર્મ સ્થાપીને ભગવાન તારે, તેમ હાથ પકડીને પણ તારે ભગવાન માર્ગદર્શક છે, તેમ સ્વયં માર્ગરૂપ (મગ્ગો) પણ છે, ભોમિયારૂપ પણ છે. જ્ઞાન- દર્શન - ચારિત્ર મોક્ષમાર્ગ છે, એ ખરું, પણ પ્રભુ પ્રત્યે પ્રેમ ન હોય તો આ જ્ઞાન-દર્શન-ચારિત્ર મળે જ નહિ. ચશો વિ. ત્યાં સુધી કહે છેઃ “તારું ધ્યાન તે સમકિતરૂપ, તેહિજ જ્ઞાનને ચારિત્ર તેહ છે...” ભગવાનનું ધ્યાન એ જ દર્શન, જ્ઞાન અને ચારિત્ર છે. * સર્વવિરતિનું આપણને સૂક્ષ્મ અભિમાન છે. આથી જ સ્વાધ્યાય પર જોર તો આપીએ છીએ, પણ ભક્તિ પર નહિ. સ્વાધ્યાય કરીશું, પુસ્તકો વાંચીશું, લખીશું, વ્યાખ્યાન આપીશું, પ્રસિદ્ધિનો આ જ માર્ગ છેને? ભગવાન પર પ્રેમ ક્યાં છે? માજેમ પરાણે પણ બાળકને જમાડતેમ મહાપુરુષો આપણને પરાણે પણ ભક્તિમાં જોડે છે. એટલે જ તો દિવસમાં સાત વાર ચૈત્યવંદનનું વિધાન છે. જગચિંતામણિમાં નામાદિ ચારેયથી ભગવાનની ભકિત થઈ શકે; જો કરવી હોય. જગચિંતામણિ રોજ ત્રણ વાર, ચોવિહાર ઉપવાસમાં એક વાર અને તિવિહાર ઉપવાસમાં બે વાર બોલીએ છીએ, પણ કદી અર્થના ઊંડાણમાં ઊતર્યા? મર્ષિાવતિ થા” અહીં “ધાર્યા લખ્યું, ” નહિ. કહે કલાપૂર્ણસૂરિ ..... . ૧૭૭ WWW.jainelibrary.org ધારી રાખવી એટલે જનમ-જનમમાં સાથે આવે એ રીતે ભક્તિના દૃઢ સંસ્કાર પાડવા. ઉપયોગ ધ્યાનનો જ પર્યાયવાચી શબ્દ છે. ઉપયોગ એટલે જાગૃતિ, સાવધાની. અનુષ્ઠાન, ઉપયોગ-સહિત હોય તો જ નિરતિચાર થાય. * ઠાણેણં-કાયિક, મોણેણં-વાચિક, ઝાણેણં - માનસિક ધ્યાન. આમ કાયોત્સર્ગમાં ત્રણેય યોગોનું ધ્યાન આવી ગયું. * પં. ભદ્રંકરવિ. મ. કહેતા ઃ લોગસ્સ સમાધિ સૂત્ર છે. તેનું બીજું નામ નામસ્તવ અને ત્રીજું નામ લોકોદ્યોતકર છે. અહીં લોકથી લોકાલોક લેવાનું છે. મીરાં, કબીર, ચૈતન્ય આદિ જૈનેતરો પણ પ્રભુ – નામ કીર્તનના માધ્યમે સમાધિ સુધી પહોંચી શક્યા છે. લોગસ્સ પ્રભુ નામ-કીર્તનનું સૂત્ર છે. * જગ ચિંતામણિ વખતે ‘સકલકુશલવલ્લી’ બોલવાની જરૂર નહિ. કારણકે સકલ. નો ભાવાર્થ જગચિંતામણિમાં આવી જાય છે. * અપ્રાપ્ત ગુણો મેળવી આપે, પ્રાપ્ત ગુણોની રક્ષા કરે તે નાથ. અથવા અસત્પ્રરૂપણાથી રોકે, સત્પ્રરૂપણામાં જોડે તે નાથ. યોગ-ક્ષેમ કરે તે નાથ. ભગવાન જગન્નાથ છે. ભગવાન જગરક્ષણ છે, દુર્ગતિમાંથી બચાવીને સદ્ગતિમાં સ્થાપિત કરે છે ઃ કતલખાનાથી બચાવીને ગાયોને પાંજરાપોળમાં ન મોકલાય તો ? દુર્ગતિથી રોકીને ભગવાન આપણને સદ્ગતિમાં ન મોકલે તો ? ન ‘જગબાંધવ, ભગવાન આપણા સાચા બંધુ છે. આપત્તિ વખતે બંધુ જ કામ લાગે, બીજા તો ભાગી જાય. સંકટ વખતે આખું જગત ભલે તમને છોડી દે, ભગવાન કદી નહિ છોડ, ‘જગ ભાવિવેઅક્ષણ’ ભગવાન જગતના ભાવોને જાણનારા છે. જગચિંતામણિમાં આ બધા નામ ભગવાન થયા. ‘અટ્કાવય સંવિયરૂવ’ તથા ‘સિંહ સિસ્તુંબિ’ થી ‘માસય વિંવાડુંપળમામિ’ સુધી સ્થાપના ભગવાન ‘ક્રોસય સરિસય’ થી દ્રવ્ય ભગવાન ‘સંપકૢ નિળવા વીસ’ થી ભાવ ભગવાનની સ્તુતિ થઇ. ૧૭૮ ... કહે કલાપૂર્ણસૂરિ ગુ9, 2૬-૮-૯૯, શ્રા. સુ-૧, અન્યૂન, અતિરિક્ત, વિપર્યાસ - આ પરથી પડિલેહણના આઠ ભાંગા થશે. આમાં અન્યૂનતાતિરિક્ત (વધુ પણ નહિ, ઓછું પણ નહિ) એ એક ભાંગો શુદ્ધ. પડિલેહણનો સમય ક્યારે? કોઈ કહેઃ કૂકડો બોલે ત્યારે, કોઈ કહે અરુણોદય થાય ત્યારે, કોઈ કહેઃ પ્રકાશ થાય ત્યારે, કોઈ કહે હાથની રેખાદેખાય ત્યારે કોઈ કહેઃ ઉપાશ્રયમાં એકબીજાનું મુખ દેખાય ત્યારે ખરો સમય સૂર્યોદયથી થોડોક પહેલાનો. ચરમ પીરસીમાં પ્રતિક્રમણ સ્વાધ્યાય વગેરે થઇ જાય પછી. * પહેલા પ્રહરનો ચોથો ભાગ બાકી રહે ત્યારે સવારે ઊઘાડા-પોરસી આવે. * આપણાથી સૌ જીવોને સંતોષ મળે તો જ સંયમ સાર્થક બને. એક જીવ પણ તમારાથી અસંતુષ્ટ હશે તો સાધનામાં મન નહિ લાગે. શરીરમાં કોઈપણ ભાગમાં વાગે, દર્દ આપણને થાય, સમગ્રરૂપે થાય. કારણકે આખું શરીર એક છે, તેમ જીવાસ્તિકાયરૂપે આપણે એક છીએ. આત્મા અસંખ્યપ્રદેશી છે, તેમ જીવાસ્તિકાય અનંત પ્રદેશ છે. જીવાસ્તિકાય સર્વજીવોનો સંગ્રહ છે. એક પણ જીવ બકાત રહે ત્યાં સુધી તો જીવાસ્તિકાયન જ કહેવાય, પણ એક જીવનો એક પ્રદેશ બાકી રહે ત્યાં સુધી પણ જીવાસ્તિકાય ન કહેવાય. આ જીવાસ્તિકાય એક છે. જીવાસ્તિકાયનું સ્વરૂપઃ દ્રવ્યથી અનંત જીવદ્રવ્ય, ક્ષેત્રથી લોકાકાશવ્યાપી, કહે કલાપૂર્ણસૂરિ ..... ••• ૧૭૯ કાળથી નિત્ય - અનાદિ અનંત, ભાવથી અરૂપી વર્ણાદિથી રહિત. જીવાસ્તિકાયનું લક્ષણઃ ઉપયોગ. ઉપયોગ, ચેતના લક્ષણથી જીવ એક જ છે. આ ભણ્યા વગર પડિલેહણ, જયણાવગેરે સાચા અર્થમાં ન આવે. જ્યાં સુધી જીવાસ્તિકાયના આ પદાર્થને આત્મસાત્ ન કરીએ ત્યાં સુધી સંયમ નહિ પાળી શકાય. સમુદાય, સમાજ, દેશ, માણસ તરીકે આપણે એક છીએ. આગળ વધીને જીવ તરીકે આપણે સૌ એક છીએ. દષ્ટિ ખૂબ જ વિશાળ બનાવવી પડશે. સર્વ જીવોને સમાવી લે તેવી દૃષ્ટિ. ભગવન્! હું મૂઢ છું. હિત – અહિત જાણતો નથી. તારી કૃપાથી અહિતને જાણી તેનાથી અટકું. સર્વ જીવો સાથે ઉચિત પ્રવૃત્તિવાળો બનું, તેમ કરજે. જીવાસ્તિકાય એક છે. એમાં કર્મકૃત ભેદ નથી આવતો. સિદ્ધ – સંસારી સર્વ જીવોને જોડનાર જીવાસ્તિકાય છે. શબ્દ, રૂપ, રસ, વગેરે પણ નાસ્તિત્વરૂપે આત્મામાં છે. એક પ્રદેશ પણ ઓછો હોય તો જીવાસ્તિકાય ન કહેવાય તો આપણે એકપણ જીવને આપણી મૈત્રીમાંથી બકાત રાખીશું તો મોક્ષ શી રીતે મળશે? જીવરૂપે આપણે વ્યક્તિ ચેતના છીએ. જીવાસ્તિકાયરૂપે આપણે સમષ્ટિ ચેતના છીએ. આથી જ કોઈપણ જીવને સુખી કે દુઃખી બનાવવાના પ્રયત્નથી આપણે જ સુખી કે દુઃખી બનીએ છીએ. ખામેમિ સવ્વજીવે આ ભાવના પર તો આપણું આખું પર્યુષણ પર્વ અવલંબે છે. * મુખ્ય ચીજ પંચાચાર (જ્ઞાનાચારાદિ) છે. તેની રક્ષા માટે જ બીજું બધું – મહાવ્રતાદિ છે. ભક્તિઃ ભક્તિ દર્શનાચારમાં આવે. તે બીજા ચારેયમાં સહાયક બને ભક્તિ જાણકારીમાં ભળે તો સમ્યગ્રજ્ઞાન, વિશ્વાસમાં મળે તો સમ્યગ્દર્શન, કાર્યમાં ભળે તો સમ્યક ચારિત્ર, તપમાં ભળે તો સમ્યક તપ બને. ભક્તિ ત્રણેય સામાયિક (શ્રુત, સમ્યત્વ અને ચારિત્ર સામાયિક)ને લાવનારી છે. આથી જ કોઈપણ સામાયિક ગ્રહણ કરતી વખતે ભગવાનની ભક્તિ (દેવવંદનાદિ) કરવામાં આવે છે. ભગવાન અભય, ચક્ષુ, માર્ગાદિ આપનારા છે. ૧૮૦... .... કહે કલાપૂર્ણસૂરિ અભય એટલે ચિત્તસ્વાધ્ય. મનનું ન લાગવું – અસ્તવ્યસ્ત રહેવું તે ભય. આ ફરિયાદ ભગવાન જ દૂર કરી શકે, ચિત્તની વિહ્વળતા ભયથી જ આવે, એમ સૂક્ષ્મ નિરીક્ષણ કરતાં જણાશે. “ભય ચંચળતા હો જે પરિણામની રે..” – આનંદઘનજી. ભય મોહનીય ચઉદિશિએ ચારેબાજુ ભય છે. નિર્ભય એક ભગવાનનો ભક્ત છે. પ્રસન્નતા અભયમાંથી જ જન્મે છે. ચિત્ત અપ્રસન્ન બને, ત્યારે ભગવાનની ભક્તિ કરી જુઓ. પ્રસન્નતા રૂમઝૂમ કરતી આવશે. ખૂન કે ચોરી કરનાર માણસ સ્વયમેવ ભયગ્રસ્ત હોય છે, રાત્રે ઊંઘ નથી આવતી એ ભયનો ઘણો મોટો કદ છે. પણ નાના કદના ભય, આપણા સોમાં છે જ. ચિત્ત સ્વસ્થતા તે અભય, સ્વમાં રહેવું તે સ્વસ્થતા. સ્વ એટલે આત્મા. ભગવાન સ્વમાં રહેવાનું શીખવે છે. આત્મદેવ આપણી પાસે જ છે. આપણે પોતે જ છીએ. રાજાના દર્શન દ્વારપાળ અટકાવે તેમ આત્માના દર્શન દર્શનાવરણીય અટકાવે છે. ભગવાન કહે છે. તમારા આત્મદેવના દર્શન કરો. એ માટે ભગવાન સ્વયં તમને આંખ આપે છે. ભગવાન ચક્ષતા છે. હૃદય નયન નિહાળે જગધણી, મહિમા મેરુ સમાન” –આનંદઘનજી. કહે કલાપૂર્ણસૂરિ ..... ••. ૧૮૧ * દવા લઈએ તો રોગ અવશ્ય મટે. તેમ ધર્મસેવન (આરોગ્ય + બોધિ + સમાધિ) થી કર્મરોગ અવશ્ય મટે. પૂર્ણ આરોગ્ય એટલે મોક્ષ. આથી સિદ્ધ થયું કે આપણે રોગી છીએ. રોગીએ રોગ મટાડવાના પ્રયત્નો કરવાના હોય. શુક્ષ, ૨૭-૮-૯૯, શ્રા. વદ-૧. શારીરિક રોગનો અનુભવ થાય છે. કર્મરોગનો અનુભવ થતો નથી. સન્નિપાતના રોગીને ખબર નથી હોતી ઃ હું રોગી છું. શરાબીને ખબર નથી હોતી : હું નશામાં છું. તેમ આપણને પણ કર્મરોગમાં ખ્યાલ આવતો નથી. મદિરાપાથી અને મોહાધીનમાં કોઈ ફરક ખરો ? બન્નેમાં બેહોશી છે. એકમાં બેહોશી સ્પષ્ટ દેખાય છે. બીજાની બેહોશી જોવા સૂક્ષ્મદ્રષ્ટિ જોઈએ. મિથ્યાત્વ દારૂ છે. એ મુંઝાવે. શરીર એ જ હું છું – એવું જ ભાન કરાવતો રહે. દેહમાં આત્મબુદ્ધિ એ જ મિથ્યાત્વ. જ્ઞાનમય આત્મા સ્વયં પોતાને હાડકાં વિષ્ઠાવાળો દેહ માને એ કેવું ? યોગાચાર્યો એને અવિદ્યા કહે છે. આત્મા, નિત્ય, શુચિ, સ્વાધીન છે. શરીર અનિત્ય, અપવિત્ર અને પરાધીન છે. મિથ્યાત્વ ગયા વિના મળેલું દ્રવ્ય ચારિત્ર લાભદાયી બનતું નથી. ૧૮૨ ... કહે કલાપૂર્ણસૂરિ દ્રવ્યચારિત્રવાળો અહીં પણ તોફાન કરે. યા તો દેહ સાથે અભેદ સાધો, * યા તો દેવ સાથે અભેદ સાથો. બેમાંથી ક્યાંક તો એકતા કરવાની જ છે. ક્યાં એકતા કરવી છે ? દેહને પસંદ કરવો છે કે દેવને ? દેવ ખાતર દેહને છોડવો છે કે દેહ ખાતર દેવને છોડવો છે? * બહિરાત્મદશા – હેય, અંતરાત્મદશા – ઉપાદેય, પરમાત્મદશા-સાધ્ય છે. જ્યાં સુધી પરમાત્મદશા પ્રગટ ન થાય ત્યાં સુધી પરમાત્માને પ્રાણ-ત્રાણ અને આધાર સમજી ભજવા જોઈએ. * શમ - સંવેગ - નિર્વેદ - અનુકંપાદિ લક્ષણો દેખાવા માંડે તો સમજવું ઃ મિથ્યાત્વનું જોર ઘટી રહ્યું છે, સમ્યક્ત્વનો સૂર્યોદય થઈ રહ્યો છે. સમ્યક્ત્વને શુદ્ધ રાખવા દર્શનાચારોનું પાલન અતિ જરૂરી. પહેલો જ્ઞાનાચાર. કારણકે જ્ઞાનથી તત્ત્વ જણાય ને પછી તે પર શ્રદ્ધા થઇ શકે. આત્માના મુખ્ય બે ગુણ. જ્ઞાન, દર્શન. તેમાં પણ જ્ઞાન જ પ્રધાન છે. ‘‘ગુણ અનંત આતમ તણા રે, મુખ્યપણે તિહાં દોય; તેહમાં પણ જ્ઞાન વડું રે, જેહથી દંસણ હોય રે..’’ – વિ. લક્ષ્મીસૂરિ. * આત્મનિરીક્ષણ કરતા રહીને રોજ જોવાનું છે ઃ દવાથી કેટલા અંશે દર્દ દૂર થયું ? ધર્મથી કર્મ કેટલે અંશે ગયા ? દેહમાં રહીને જ દેહનો મોહ છોડવો એ જ મોટી આધ્યાત્મિક કળા છે. કેવળજ્ઞાન આ જ દેહમાં થશે. અયોગી ગુણસ્થાનક આ જ દેહમાં મળશે. દેહને છોડવાનો નથી, પણ તેની આસક્તિ છોડવાની છે. કાશીમાં જઈ કરવત લેવાની ભગવાનની આજ્ઞા નથી. દેહમાં આત્મબુદ્ધિ છોડવાની ભગવાનની આજ્ઞા છે. મકાનમાં રહેનારો જેમ મકાનથી પોતાને અલગ જુએ છે, તેમ દેહથી સ્વને અલગ જુઓ. આ જ ખરી યોગકળા છે. કહે કલાપૂર્ણસૂરિ S ૧૮૩ મકાન સળગે ત્યારે કાંઈ તમે સળગી જતા નથી. મકાન કરતાં તમને તમારી જાત વધુ પ્રિય છે. પણ અહીં આ વાત ભૂલાઈ જાય છે. આત્માથી શરીર પ્યારું લાગે છે. આપણે બધા દર્દી છીએ, સાધુ કે સંસારી – બધાની અહીં ટ્રીટમેન્ટ ચાલે છે. અમે સાધુ હોસ્પિટલમાં દાખલ થયા છીએ. અમને અમારો રોગ ખૂબ જ ખતરનાક – સીરીયસ લાગ્યો છે. તમે શ્રાવકો ઘેર રહીને દવા લો છો. દર્દીએ ડૉ.નું માનવું પડતું હોય છે. દવાન લે, અપથ્ય ન છોડે તો દર્દકેમ જાય? અહીં પણ યથાવિહિત વ્રત – નિયમાદિનું પાલન ન થાય તો કર્મરોગ શી રીતે જાય? દરેક વાતમાં તીર્થકરોને શાસ્ત્રને, આગળ રાખો. તો જ ધર્મ - કાર્યની સિદ્ધિ થશે. शास्त्रे पुरस्कृते तस्माद्, वीतरागः पुरस्कृतः । पुरस्कृते पुनस्तस्माद्, नियमात् सर्वसिद्धयः ।। - જ્ઞાનસાર, શાસ્ત્રાષ્ટક. સખ્યત્વી દરેક સ્થળે ભગવાનને, ભગવાનના શાસ્ત્રને આગળ રાખ્યા વિના ન રહે. પહેલા શાસ્ત્ર નથી, પહેલા ભગવાનનો પ્રેમ છે. માટે જ પ્રથમ દર્શન, પૂજા છે. એ પ્રભુ પ્રેમના પ્રતીકો છે. પછી ભગવાનના શાસ્ત્રો પણ ગમવા લાગશે. જેને ભગવાન ન ગમ્યા તેને ભગવાનના શાસ્ત્રો નહિ જ ગમે. એ પંડિત થઈને ભલે વાંચે, પણ પ્રભુ સાથે અનુસંધાન નહિ જોડી શકે. માટે જ ચાર યોગમાં પ્રથમ (૧) પ્રીતિયોગ (૨) ભક્તિયોગ છે. પછી ત્રીજા નંબરે વચનયોગ છે. પહેલા ભગવાન સાથે પ્રેમ કરો. પછી શાસ્ત્રપર પ્રેમ પેદા થશે, આજ્ઞાનો પ્રેમ પેદા થશે. ભગવાન સાથે પ્રેમર્યા વિના આજ્ઞા... આજ્ઞા... શાસ્ત્ર... શાસ્ત્રની વાત બકવાસ માત્ર છે. * સ્થાન, વર્ણાદિ યોગો પણ પ્રભુપ્રેમ હોય તો જ સફળ બને. ભગવાન સાથે અભેદ સાધવો હોય તો દેહનો અભેદ છોડવો પડશે. એક ખાસ વાત- જે વખતે જે ક્રિયા કરતા હોઈએ તે વખતે તમારી સંપૂર્ણ ઉપયોગ તેમાં જ હોવો જોઈએ. તો જ ક્રિયા ફળદાયી બને. આવી ક્રિયાપ્રણિધાનપૂર્વકની કહેવાય આપણો લોભ ગજબનો છે. ઓઘોય બાંધીએને બીજા બે-ચારકામ સાથે કરતા ૧૮૪ ... ..... કહે કલાપૂર્ણસૂરિ જઈએ. એકેય કામમાં ભલીવાર ન હોય. બધી ઈન્દ્રિયોનો ઉપયોગ એક જ કાર્યમાં હોવો જોઈએ. પડિલેહણ વખતે માત્ર આંખ જ નહિ, કાન, નાક વગેરે પણ સાબદા જોઈએ. કાન, નાક વગેરે દ્વારા પણ જીવો જાણી શકાય. જ્ઞાનસારમાં જેમ સાધ્યરૂપ પૂર્ણતા અષ્ટક પ્રથમ બતાવ્યું તેમ છ આવશ્યકોમાં પણ સામાયિકરૂપ સાધ્ય પ્રથમ છે. એનું સાધન ચતુર્વિંશતિ સ્તવ વગેરે છયે આવશ્યકો કાર્ય-કારણ ભાવે સંકળાયેલા છે. વિ. સં. ૨૦૧૬ આધોઈમાં ઉત્તરાધ્યયન જોગમાં મને બિમારી આવી યુ.પી. દેઢિયા કહે: T.B. છે. પલાંસવાના સોમચંદ કહે: T.B. નથી. દવા દ્વારા નીરોગી બનાવી દીધા. મેં આમાં ભગવાનની કૃપા જોઇ. ભગવાન પર હું શા માટે જોર આપું છું ? હું જોર નથી આપતો, શાસ્ત્રો જ સર્વત્ર ભગવાનને જ આગળ કરે છે. હું શું કરું ? કહે કલાપૂર્ણસૂરિ ૧૮૫ ક્શન, ૨૮-૮-૯, થા. વ. ૨, * સાધુધર્મ, શીઘ મુક્તિમાં જવાનો ઉપાય છે. શ્રાવકધર્મતેમના માટે છે, જેઓ હજુ સાધુ-ધર્મ પાલનમાં અસમર્થ છે, ઈચ્છુક છે, પરંતુ અસમર્થ છે. * આપણામાં આવેલો ગુણ બીજાને આપીએ તે અક્ષય બને, આનંદકારી બને. લેવા કરતાં દેવામાં આનંદ ખૂબ જ છે. પરોપકાર કરનાર સ્વ-પર ઉભય પર ઉપકાર કરે જ છે. એક પણ એવો ઉપકાર નથી, જ્યાં સ્વ-પર ઉપકાર ન હોય. કલ્યાણ તો આપણા આત્માનું જ કરવાનું છે તો પછી જીવકાયની રક્ષાની વાત વચ્ચે ક્યાંથી લાવ્યા? એ જીવોના રક્ષણ વિના આત્મકલ્યાણ નથી જ, માટે. આજે ભગવતી – ટીકામાં આવ્યું? સંયમ એટલે છ આવકાયની રક્ષાથી પર રક્ષા. સંવર એટલે વિષય - કષાયથી સ્વરક્ષા. સંયમ પર - રક્ષા માટે, સંવર સ્વરક્ષા માટે છે. બન્ને એક જ સિક્કાની બે બાજુઓ * ભગવાનની આજ્ઞા – अवलंबिऊण कजं जंकिंचि समायरंति गीयत्था । थेवावराह बहुगुण, सव्वेसिं तं पमाणं तु ।। ૧૮૬ ... .. કહે કલાપૂર્ણસૂરિ णय किंचि अणुन्नायं पडिसिद्धं वावि जिणवरिंदेहिं । तित्थगराणं आणा कज्ने सच्चेण होअव्वं ।। - પંચવસ્તુક ૨૭૯, ૨૮૦ ‘‘કોઈ નિમિત્તનું આલંબન લઈને જે કંઈપણ ગીતાર્થો આચરે છે, થોડો દોષ અને ઘણો લાભ હોય, તેવા કાર્યો પ્રમાણભૂત છે. એકાન્તે ભગવાને કોઈપણ ચીજનો નિષેધ નથી કર્યો કે વિધાન નથી કર્યું. પરંતુ કોઈપણ કાર્યમાં ખરા હૃદયથી રહો, એ જ ભગવાનની આજ્ઞા છે " * પુષ્ટિ અને શુદ્ધિ આ બે ધ્યાનમાં રાખો. જ્ઞાન અને દર્શનની પુષ્ટિ થવી જોઈએ. દોષો (કર્મો)ની શુદ્ધિ થવી જોઈએ. દરેક અનુષ્ઠાનમાં આ હોવા જોઈએ. વૈદ્ય પહેલા શુદ્ધિ કરે; વિરેચનાદિ આપીને. પછી વસંતમાલિની આદિ દ્વારા પુષ્ટિ કરે. સાધુપણાની દરેક ક્રિયા, જ્ઞાનાદિની વૃદ્ધિ જ કરનારી છે. પ્રતિક્રમણ પડિલેહણ ચૈત્યવંદન વગેરે બધું જ. સૂક્ષ્મતાથી જૂઓ. કેટલીક ક્રિયા જ્ઞાનાદિ વૃદ્ધિ માટે, પુષ્ટિ માટે છે. કેટલીક ક્રિયા કર્મની શુદ્ધિ માટે છે. * ઈરિયાવહિયં – જીવમૈત્રી સૂત્ર., તસ્સ ઉત્તરી – શુદ્ધિ સૂત્ર અને કાયોત્સર્ગમાં લોગસ્સ – ધ્યાનસૂત્ર છે. * કાયિક – ઠાણેણં – કાયોત્સર્ગ મુદ્રા. વાચિક – મોણેણં – લોગસ્સ માનસિક રીતે બોલવું. માનસિક ધ્યાન – ઝાણેણં – માનસિક વિચારણા. તીર્થંકરોના ગુણની. - * કાયોત્સર્ગ તીર્થંકરો દ્વારા આચરિત ઉત્કૃષ્ટ ધ્યાન છે. પ્રશ્ન ઃ કાયોત્સર્ગમાં આત્મધ્યાન ક્યાં આવ્યું ? ઉત્તર ઃ પરમાત્મામાં આત્મા આવી જ ગયો. મન-વચન-કાયા ત્રણેય પરમાત્મમય જ બનાવવાના છે. પરમાત્મા એટલે પરમશુદ્ધ આત્મા. એનું ધ્યાન એટલે આત્માનું જ ધ્યાન. * માનસરોવરમાં હંસ રમે તેમ મુનિઓના મનમાં સિદ્ધો રમે. આવા મુનિઓ અરૂપી અને દૂર રહેલા સિદ્ધોના, આપણને અહીં દર્શન કરાવે છે. હે કલાપૂર્ણસૂરિ ૧૮૭ મુનિઓના મનમાં રમતા સિદ્ધોને જોવા આપણી પાસે શ્રદ્ધાની આંખ જોઈએ. આંખ ચાર પ્રકારે ચામડાની (ચર્મ) ચક્ષુ – ચઉરિન્દ્રિયથી લઈ સૌને. અવધિજ્ઞાનની આંખઃ દેવ-નારકને. કેવળજ્ઞાનની આંખ કેવળી + સિદ્ધોને. શાસ્ત્રની આંખ સાધુઓને. * બે હજાર સાગરોપમ પહેલા આપણે ચોક્કસ એકેન્દ્રિયમાં હતા. એટલા કાળમાં જો આપણે મોક્ષમાં ન જઈએ તો ફરી એકેન્દ્રિયમાં જવું પડશે. આ જ આપણો ભૂતકાળ છે. મોક્ષમાં ન જઈએ તો આ જ આપણો ભવિષ્યકાળ છે. T.V, સિનેમા વગેરે પાછળ પાગલ બનનારી આજની પેઢીને જોઈને ચિન્તા થાય છેઃ આમનું થશે શું? આંખનો કેવો દુરુપયોગ? ફરીથી આંખ નહિં મળે. આંખ ઘણા પુણ્યથી મળી છે. એનો દુરુપયોગ ન કરો. શાસ્ત્ર વાંચો. જયણા પાળો, જિનમૂર્તિના દર્શન કરશે. આ જ આંખનો સદુપયોગ છે. * શાસ્ત્ર હૃદયમાં, જીવનમાં જીવંત જોઈએ. પળ-પળે એના ઉપયોગપૂર્વકનું આપણું જીવન જોઈએ. એ જ ખરું શાસ્ત્ર છે. ભંડારમાં પડેલા પુસ્તકો તો શાહી અને કાગળ છે, માત્રદ્રવ્યશાસ્ત્ર છે. એ પ્રમાણેનું જીવન તે જ ભાવશાસ્ત્ર છે. * યોદ્ધાઓ ઢાલથી તલવારાદિના પ્રહારો રોકે તેમ સાધક ક્રોધાદિના પ્રધાને ક્ષમાદિથી રોકે. * ક્રિયા વખતે સૂત્રો માત્ર સાંભળવાનાજનથી, અતૂચ્ચારણ (અનુ+ઉચ્ચારણ) પણ કરવાનું છે. તો જ ક્રિયામાં જીવંતતા આવે. * કાયોત્સર્ગવધે તેમ સમાધિવધે. માટે જ લોગસ્સને સમાધિસૂત્ર, પરમ જ્યોતિ સૂત્ર કહેલું છે. સાહિત્ય વિકાસ મંડળ તરફથી લોગસ્સ સ્વાધ્યાય પુસ્તક બહાર પડેલું છે, તે વાંચવા જેવું છે. ચિત્ત વિક્ષિપ્ત હોય ત્યારે નવકાર, ચિત્ત સ્વસ્થ હોય ત્યારે લોગસ્સ ગણો. જેથી લોગસ્સનો અનાદર ન થાય. જેનોમાં ધ્યાન નથી, એમ કોઈ કહેતા નહિ. અહીં તો નાનું બાળક પણ ધ્યાન કરે ૧૮૮ ••• ... કહે કલાપૂર્ણસૂરિ છે. નવકાર કે લોગસ્સનો કાઉસગ્ન કરે તે ધ્યાન નથી તો બીજું શું છે? ધીરે-ધીરે પ્રયત્ન કરતાં એક લોગસ્સના કાઉસગ્નમાં પણ અપૂર્વ આનંદ આવવા લાગશે. * આત્મા તો આનંદનો ખજાનો છે. ત્યાંથી આનંદ નહિ મળે તો બીજે ક્યાંથી મળશે? આત્મામાંથી, પોતાની જાતમાંથી જે આનંદ મેળવી શકતો નથી તે દુનિયાના કોઈ ખૂણામાંથી આનંદ મેળવી શકશે નહિ. * સ્વપ્નમાં પણ ધ્યાન, કાઉસ્સગ્ગ, સ્વાધ્યાય, ચૈત્યવંદન વગેરે ચાલતું હોય, મન આનંદમાં રહેતું હોય તો સમજવું સાધના લાગુ પડી ગઈ છે. ૪ ચેત્યવંદન શું ચીજ છે? એ બરાબર જાણવું હોય તો એકવાર લલિતવિસ્તરા જરૂર વાંચો. પરમ સમાધિના બીજો કેવી રીતે અહીં રહેલા છે, તે જાણવા મળશે. નમુત્થણની આઠ સંપદાથી ભગવાનની મહત્તા – મહાકરૂણાશીલતા વગેરે જાણવા મળશે. સિદ્ધર્ષિ આનાથી જ પ્રતિબોધ પામેલા. ભગવાનની આ મૂડીના આપણે વારસદાર નહિબનીએ તો કોણ બનશે? બાપની મૂડીનો વારસદાર પુત્રજ બનેને? ભગવાન આપણા પરમપિતા છે, આપણે સુપુત્ર બન્યા છીએ કે નહિ તે તપાસવાનું કહે કલાપૂર્ણસૂરિ ...... .. ૧૮૯ ૉd, ૨૯-૪-૯૯, શ્રા. ત. ૩ * ધર્મ મંગળ જ કરે. અધર્મ, અમંગળ, અહિત જ કરે. મંગળનું બીજું નામ સુખ છે. ઘરથી નીકળતાં મંગળ કરીએ છીએ, પણ એ દ્રવ્ય મંગળ છે. ધર્મ દુનિયાના બધા જ મંગળોમાં ઉત્કૃષ્ટ છે : – ધમ્મો મંગલમુઘ્ધિાંન ધર્મનું મૂળ વિનય છે. માટે જ નવકાર (નમો) મહામંગળ કહેવાય છે. મંળતાળ ચ સવ્વતિ પઢમં હવદ્ મંત્ન | * ધર્મને યોગ્યતા દેખાય તો જ આપણામાં તે આવે. અધર્મ યોગ્યતા – અયોગ્યતા કાંઈ જ જોતો નથી. તરત જ ધસી આવે છે. જ્યારે ધર્મ યોગ્યતા વિના આવતો નથી જ. યોગ્યતા માટે દરકાર કરવી પડે છે. અયોગ્યતા માટે કાંઈ જ જરૂરી નથી. સહેજ યોગ્યતા ન દેખાય તો ધર્મ બારીમાંથી જોઈને જ ભાગી જાય, અંદર આવે જ નહિ. માટે જ ધર્માચાર્યો યોગ્યતા સૌ પ્રથમ જુએ છે. માટે જ અયોગ્યને ધર્મ સૂત્રો આપવાની શાસ્ત્રકારો ના પાડે છે. પૂ. ક્નકસૂરિજી નિઃસ્પૃહશિરોમણિ હતા. પ્રસિદ્ધિ વગેરેની કોઈ અપેક્ષા નહોતી. ધારત તો ઘણા શિષ્યો કરી શકત, યોગ્યતા ન જણાતાં તેઓ વેગળા જ રહ્યા. 6 * મદ્રાસમાં રશિયાનો તત્ત્વજિજ્ઞાસુ આવેલો. એ માટે એ હિન્દી શીખીને આવેલો. મોહનલાલજી ઢઢઢા, ખરતરગચ્છના પ્રમુખ તેને લઈ આવેલા. ‘મુન્ને તત્ત્વજ્ઞાન શીલના મૈં ।’એની વાત જાણીને તત્ત્વજ્ઞાન – પ્રવેશિકાનો ૧લો પાઠ શીખવાડ્યો. ખૂબ જ રાજી થયો. તમને આવી જિજ્ઞાસા ખરી ? અમારી પાસે શા માટે આવો છો ? ધંધો સારો ચાલે, તબિયત સારી રહે માટે ? ૧૯૦ ... કહે કલાપૂર્ણસૂરિ ત્યાગ, વૈરાગ્ય, કરુણા, ભક્તિ, મૈત્રીના સંસ્કારો ગાઢ બનાવ્યા વિના ભવાંતરમાં સાથે નહિ આવે. માટે જ રોજ એ બધાના સંસ્કાર ઘટ્ટ કરવાના છે. * બીજા જીવોનું ક્ષાયિક સમ્યક્ત્વ હોય તોય ‘વરબોધિ’ ન કહેવાય. ભગવાનનું ક્ષાયોપશમિક સમ્યક્ત્વ પણ ‘વરબોધિ’ કહેવાય. એ પરોપકાર અને કરુણાના કારણે જ. આવા કરુણાશીલ ભગવાન બીજે ક્યે સ્થળે મળવાના ? તેઓ પટ્ટુ, અભ્યાસ અને આદરથી વૈરાગ્યાદિને સંસ્કાર આપીને એવા ઘટ્ટ બનાવે છે કે ભવાંતરમાં પણ સાથે આવે. * પં. ભંદ્રકર વિ. મ.ને પૂછ્યું : નવકારને જ તમે કેમ પકડ્યો ? પં. મ. કહેતા ઃ આ બધા સૂત્રો, વિધિ, વિધાનો જોઈએ, ત્યારે એમ થાય કે આમાંનું બધું જીવનમાં ક્યારે ઉતારીશું ? સૂત્રથી પણ નહિ તો અર્થથી કે તદુભયથી શી રીતે ઊતારી શકીશું ? એટલે મેં વિચાર્યું ઃ બધું તો નહિ પકડી શકાય, એક નવકાર બરાબર પકડી લઈએ તોય તરી જઈએ. આથી એક નવકાર બરાબર પકડ્યો. × પટ્ટુ, અભ્યાસ અને આદર આ ત્રણેય (વૈશેષિકદર્શન પ્રથમ પાદ) જૈનેતરો માને છે, પણ મતિજ્ઞાનના પ્રકારોરૂપે આપણને પણ તે માન્ય છે, એમ જંબુ વિ.મ. એ જણાવેલું. * પં. મુક્તિવિજયજી અભિધાન કોશ અને પ્રાકૃત વ્યાકરણનું વૃદ્ધાવસ્થામાં પણ પુનરાવર્તન કરતા હતા. જવાબમાં કહેતા : ભવાંતરમાં પણ સાથે લઈ જવા છે. સંસ્કૃત ભાષા પર એમની જબ્બર પક્કડ હતી. અઘરામાં અઘરા ગ્રંથો સહેલાઈથી વાંચી – વંચાવી શકતા તથા શુદ્ધીકરણ કરી નોટો બનાવતા. આવી ૧૭ નોટો સાંતલપુરના ભંડારમાં હતી. * ગ્રન્થ માત્ર વાંચી લઈએ, એનો કોઈ ખાસ અર્થ નથી. વારંવાર ઘુંટી-ઘૂંટીને ભાવિત બનાવીએ ત્યારે ફળદાયી બને. જૂના ગ્રંથોને કદી સંભાળીએ છીએ ? એક ગ્રંથને બીજી-ત્રીજી વાર વાંચીએ છીએ? કોઈ વેપારી કદી કમાયેલી મૂડી ખોઈ નાખતો નથી. આપણે ભણેલું ભૂલી જઈએ છીએ. મૂડી સંભાળતા નથી. કહે કલાપૂર્ણસૂરિ ... ૧૯૧ જ્ઞાન જ આપણી મૂડી છે. એ જ ભવાંતરમાં સાથે આવશે. પુસ્તકો, બોક્ષ, ભક્તો, શિષ્યાદિ પરિવાર વગેરે કોઈ સાથે નહિ આવે. કમ સે કમ એટલું કરો ઃ નવકારથી લઈને આવશ્યક સૂત્રો સંપૂર્ણપણે ભાવિત કરો. નહિ તો આપણી ક્રિયા ઉપયોગ-શૂન્ય બની રહેશે. ઉપયોગ શૂ ય ક્રિયાનું કોઈ જ મૂલ્ય નહિ રહે. મને પણ રસ નહોતો પડતો, જ્યારે હું આવશ્યક સૂત્રો શીખતો'તો, પણ અર્થ વગેરે જાણ્યા પછી ખૂબ જ રસ પડવા માંડ્યો. પ્રબોધ ટીકા, લલિત વિસ્તરા વાંચો. આવશ્યક સૂત્રોના રહસ્યો સમજાશે. મહાન તપસ્વી ભુવનભાનુસૂરિ મહારાજાએ તેના પર વિવેચના લખી છે. નામ છે ઃ પરમ તેજ. એ પણ વાંચી શકાય. જૈનેતરોનો મંત્ર ‘ગાયત્રી મંત્ર’ જ્ઞાનનો મંત્ર છે. નવકાર અધ્યાત્મમંત્ર છે. નવકારમંત્ર એ ગણધર ભગવંતોનું આપણને મળેલું ઉત્કૃષ્ટ દાન છે. એની માવજત કરીશું તો ઈનામપાત્ર ઠરીશું. વેડફી નાખીશું તો સજાપાત્ર. * મોક્ષની સાધનાના સંક્ષિપ્ત ઉપાયો છ આવશ્યક સિવાય બીજે ક્યાંય નથી. ૪૫ આગમોનો સાર આવશ્યકોમાં છે. ૪૫ આગમ એનો વિસ્તાર માત્ર છે. * ધ્યાન એટલે એકાગ્રતાની સંવિત્તિ ! ધ્યાન એટલે સ્થિર અધ્યવસાય. એકાગ્રતાપૂર્વક કાઉસ્સગ્ગ કરીએ તો સફળ બને. અન્યથા પ્રતિજ્ઞા-ભંગ થાય. એક જ લોગસ્સનો ભલે કાઉસગ્ગ કરો, પણ એવી એકાગ્રતાપૂર્વક ગણો કે સફળ બને. * ચાવીથી તાળા ખૂલે, તેમ આવશ્યક સૂત્રોથી અનંત ખજાનાઓ ખુલે છે. આગમોની ચાવી ‘‘નદી, અનુયોગ અને વિશેષાવશ્યક ભાષ્ય’’ આ ત્રણમાં છે. તપાગચ્છના ઉત્તમ વિ. એ ખરતરગચ્છીય દેવચન્દ્રજી પાસે વિશેષાવશ્યક ભાષ્યનું અધ્યયન કરેલું. વળી, દેવચન્દ્રજીએ અચલગચ્છીય જ્ઞાનસાગરજી પાસે વિશેષાવશ્યકનો અભ્યાસ કરેલો. દેવચન્દ્રજીએ ક્યાંય દાદાના સ્તવનો, ગીતો વગેરે બનાવ્યા હોય, તેમ જાણ્યું નથી. તેમણે જ્ઞાનસાર પર જ્ઞાનમંજરી ટીકા લખી છે. તેમાં મહોપાધ્યાય શ્રી ૧૯૨ ... કહે કલાપૂર્ણસૂરિ યશોવિજયજીને ભગવાન તરીકે સંબોધ્યા છે. આપણા માટે આવા ગ્રંથો સાચે જ ભગવાન બનીને આવે છે. જિનાગમ પણ જિનસ્વરૂપ છે. આજના યુગમાં જિનાગમ બોલતા ભગવાન છે. મૂર્તિ તો હજુ બોલતી નથી. આગમ બોલે છે. * પ્રતિમા અનફર બોધ આપે છે, માત્ર ઈશારાથી સમજાવે છે. આગમ અક્ષર બોધ આપે છે. પ્રતિમાના ઈશારા, પ્રતિમાનો સંકેત આપણે સમજી શકીશું? તેઓની મુદ્રા કહે છે : મારી જેમ પદ્માસન લગાવી સ્વમાં એકાગ્ર બનો. ઉપયોગવંત બનો. ક્રિયામાં ઉપયોગ ભળશે ને તરત જ અમૃતનો રસાસ્વાદ મળશે. જેટલા ગુણો ભગવાનના છે, તે બધા જ આપણને આપવા માટે છે. "न विकाराय विश्वस्योपकाशयैव निर्मिताः । स्फुरत्कारुण्यपीयूष - वृष्टयस्तत्त्व दृष्टयः ।। - જ્ઞાનસાર પિનિ નદી સ્વયમેવ નાW: ... परोपकाराय सतां विभूतयः ।। તમને જે મળેલું છે તે બીજાને આપો. આ શાસનના પ્રભાવે જે ગુણ-શક્તિ આદિ મળ્યા છે તો શાસન માટે વાપરે. વ્યાખ્યાન, વાચના, પાઠ, લેખન, અધ્યાપન વગેરેકોત્યારેઋણમુક્તિની ભાવના કેળવજો. “હું ઉપકાર કરું છું એમ નહિ માનતા. હરિભદ્રસૂરિ દરેક ગ્રંથને અંતે લખતા આ ગ્રંથદ્વારા જગતના જીવો દોષમુક્ત બનો. જેથી હું ઋણમુક્ત બનું. કહે કલાપૂર્ણસૂરિ ....... •. ૧૯૩ - સોમ, ૩૦-૮-૯૯, શ્રા. વદ-૪. શરીર મોક્ષનું પરમ સાધન છે. એના વિના ધર્મ આરાધના થઇ શકે નહિ. માટે જ આ દેહનેટકાવવા સાધુએ આહાર ગ્રહણ કરવાનો છે. દોષિહિંમત વગા...” અમારું અહીં (આ સમુદાયમાં) આવવાનું કેમ થયું? કમલ વિ.ના પિતાજીએ એક વખતે ફલોદી ચાતુર્માસસ્થિતવિજયલબ્ધિસૂરિજીને પૂછેલું વર્તમાનકાળમાં શ્રેષ્ઠ સંયમી કોણ? ત્યારે લબ્ધિસૂરિજીએ પૂઆ. શ્રી કનકસૂરિજીનું નામ આપેલું. ત્યારે કમલ વિ. ગૃહસ્થપણામાં હાજર હતા. એમણે આ યાદ રાખેલું. દીક્ષા તો આમ લેવી હતી રામચન્દ્રસૂરિજી પાસે. કારણકે એમના જૈન પ્રવચનો વાંચવાથી વૈરાગ્ય થયેલો, પણ કમલ વિ. એ પૂ. કનકસૂરિજી પાસે દીક્ષા લેવાનું નક્કી કરાવ્યું. વળી ફલોદીના કંચન વિ. પણ ત્યાં હતા. આમ ભગવાને જ મને અહીં મોકલ્યો. હું તો પહેલેથી જ ભગવાન પર વિશ્વાસ રાખનારો ! એ જે કરશે તે બરાબર જ કરશે. આવો પાકો ભરોસો! મદ્રાસનો અનુભવઃ ઘણાએ કહ્યું ઃ તેઓ ધૂતારા છે, જવા જેવું નથી, પણ ભગવાનના સંકેતથી, ભગવાનના ભરોસે અમે મદ્રાસ ગયા. ત્યાં પણ મુહુર્ત સંબંધી વિશ્ન આવ્યા, પણ ટળી ગયા અને પ્રતિષ્ઠા ધામધૂમથી થઇ. હું આમાં પણ ભગવાનની કૃપા જોઊં . અમારું પ્રથમ ચાતુર્માસ તો ફલોદીમાં જ થયું. બીજા ચાતુર્માસ વખતે આમ તો પૂ. કનકસૂ. સાથેરાધનપુર નક્કી થયેલું પણ પૂ. બાપજી મ.ની ઈચ્છા જાણીને અમદાવાદ ૧૯૪ .. .... કહે કલાપૂર્ણસૂરિ તરફ પ્રયાણ થયું. પ્રથમ ગોચનાદ મુકામે જ ગોળાની તકલીફ થતાં પૂ. બાપજી મ. તરફથી ના આવતાં સાંતલપુર ચાતુર્માસ નક્કી થયું. રાધનપુરમાં ભદ્રસૂરિજીનું નક્કી થઇ ગયેલું. ભણવા માટે અમારું (કલાપ્રભ વિ., રત્નાકર વિ., દેવ, તરૂણ વિ. સાથે. બન્ને તોફાન કરે માટે એક કલ્પતરુ વિ.ને સાંતલપુર રાખ્યા.) ચાતુર્માસ રાધનપુર થયું. ત્યાં જ હરગોવનદાસ પંડિતજીના કહેવાથી પાઠશાળામાં વ્યાખ્યાન શરૂ થયા. (કલાપ્રભ વિ. ના પણ વ્યાખ્યાન ત્યાં શરૂ થયા.) પર્યુષણમાં પણ ત્રણ દિવસ વ્યાખ્યાન આપ્યા. પછી માત્ર માંડવી સં. ૨૦૧૩, અને આધોઈ સં. ૨૦૧૬, આ બે જ ચાતુર્માસ પૂ. આ. શ્રીની નિશ્રામાં મળ્યા, પણ અંતરના આશીર્વાદ પૂરા મળ્યા. ભગવાન જ બધું ભલું કરશે, આ વાત પર પૂરો ભરોસો. * ભોજનમાં તૃપ્તિની શક્તિ કે આપણામાં ? પાણીમાં તરસ છીપાવવાની શક્તિ કે આપણામાં ? જો આપણામાં જ હોય તો ફોતરાં ખાઈને, પેટ્રોલ પીને ભૂખ-તરસ છીપાવો. થઈ શકે એવું ? તમારામાં જ મુક્તિ માટેની શક્તિ હોય તો ભગવાન વિના જ સાધનામાં આગળ વધો. થઇ શકે એવું ? તૃપ્તિમાં જેમ ખોરાક પુષ્ટ કારણ.. છે, તેમ મુક્તિમાં ભગવાન પુષ્ટ કારણ છે. બિલાડી કે વાનરીના બચ્ચા બનીને જાવ, ભગવાન પાસે. ભગવાન બધું સંભાળી લેશે. કહે કલાપૂર્ણસૂરિ .... . ૧૯૫ મંગળ, ૩૧-૮-૯૯, શ્રા. વદ-૫. * વૈદ્ય રોગીની અવસ્થા જાણીને દવા આપે, રોગી અવસ્થામાં ચાલુ હોય તે આરોગ્ય અવસ્થામાં બંધ, આરોગ્ય અવસ્થામાં ચાલુ હોય તે રોગી અવસ્થામાં બંધ પણ થાય. ભગવાન પણ જગતના ધન્વંતરિ વૈદ્ય છે. આપણા જેવા દર્દીઓને સામે રાખીને નિયમો બનાવવામાં આવેલા છે. કોઈક સમયે જેનું વિધાન હોય, કોઈક સમયે તેનો નિષેધ પણ હોય. ‘‘સંયમ ખપ કરતા મુનિ નમીએ, દેશ કાળ અનુમાને.’’ મુનિ પણ દેશ અને કાળને અનુસરે. અત્યારે વર્ણન ચાલે છે ઉત્સર્ગનું. ગીતાર્થ દ્રવ્ય-ક્ષેત્રાદિ જોઈ નિયમોમાં ફેરફાર પણ કરી શકે. * અશુભ નિમિત્તોથી દૂર રહીએ તો જ અશુભ ભાવોથી દૂર રહી શકીએ. માટે જ તીર્થંકરો સ્વયં પણ ગૃહસ્થપણાનો ત્યાગ (અશુભ નિમિત્તોનો ત્યાગ) કરીને દીક્ષા ગ્રહણ કરે છે. ભગવાન માટે જરૂરી તો આપણા માટે નહિ ? શ્રાવકો પણ અભિગ્રહાદિ ધારણ કરતા હોય તો સાધુ ધારણ ન કરે ? * કચ્છ જેટલી કમાણી પણ મુંબઈમાં ન થાય તો તમે શું કરો ? આપણે પણ સંસાર છોડી અહીં આવ્યા. અહીં આવ્યા પછી પણ કમાણી ન વધારી તો વિચારવા જેવું નહિ? કહે કલાપૂર્ણસૂરિ મને કદી યાદ નથી આવતું કે મેં કદી પ્રમાદ ર્યો હોય કે સમય નકામો બગાડ્યો હોય. મુક્તિના મુસાફર્ભે પ્રમાદ ન જ પરવડે. * સાધુ ગોચરીએ નીકળે ત્યારે દ્રવ્યાદિ અભિગ્રહ ધારણ કરીને નીકળે. અભિગ્રહ ધારણ કરવામાં પણ પ્રસન્નતા. એમની પ્રસન્નતાની સંસારીને ઈર્ષ્યા થાય. તમારી પ્રસન્નતા કોઈ ન જુએ તો કોણ તમારી પાસે આવશે? પ્રસન્નતા ચુંબકીય તત્ત્વ છે, જે અન્યને તમારી પાસે ખેંચે છે. આજના કાળમાં પણ સાધુ ચક્રવર્તીથી પણ ચડી જાય તેવી પ્રસન્નતાનો સ્વામી બને શકે છે. * સાધુ – સાધ્વી તીર્થના સેવક છે. એટલું જ નહિ તે સ્વયં પણ તીર્થરૂપ છે. એટલે તમને ભગવાન પણ પ્રણામ કરે એવા સ્થાને છો. તીર્થને તીર્થંકર પ્રણામ કરે છે : णमो तित्थस्स । * આ તીર્થના પ્રભાવથી જ પ્રલયકાળના મેઘ અટકી રહ્યા છે. આવા તીર્થની પ્રાપ્તિની કેટલી ખુમારી હોય? આમ્રભટ્ટ બહુ જ ઉદાર – કોઈ વિજય મેળવીને તે આવ્યો. રાજા કુમારપાળે તેને સોનૈયાનાથેલા ભરીને આપ્યા હીરાનો હાર પણ આપ્યો. બહારનીકળ્યા પછી યાચકોએ તેને ઘેરી લેતાં બધું જ દાનમાં આપી દીધું હીરાનો હાર પણ આપી દીધો. પાટણમાં ચોમેર પ્રશંસા થવા લાગી. ઈર્ષાળુઓએ કુમારપાળને કાન ભંભેરણી કરીઃ આપનાથી પણ વધુ પ્રશંસા આમ્રભટ્ટની થાય છે. દાન આપનું, પ્રસિદ્ધિ એની ! આ તો આપનું અપમાન કહેવાય. એનો આશય સમજી લો. અમાપ લોકપ્રિયતા દ્વારા રાજ્ય પડાવવાની આ પૂર્વભૂમિકા મહારાજા ગુસ્સે ભરાયા. બીજે દિવસે મહારાજાની નારાજગી આમ્રભટ્ટ જાણી ગયો. રાજાઃ “કેમ આટલું દાન?” આંબડઃ “આપ નહિ, એ દાન હું જ કરી શકું!” કેમ?” કહે કલાપૂર્ણસૂરિ ..... ... ૧૯૭ “આપ તો દેથલીના ઠાકરડા ત્રિભુવનપાળના દીકરા ને હું ૧૮ દેશના માલિક મહારાજા કુમારપાળનો દાસ. હું દાન ન કરું તો કોણ કરે?' રાજાનો ગુસ્સો ઠંડો પડી ગયો. રાજાના સેવકને દાસત્વની આટલી ખુમારી હોય તો આપણને ભગવાનના દાસત્વની કેટલી ખુમારી હોવી જોઈએ? દાસત્વની ખુમારી હોય તો ચૈત્યવંદનાદિ ક્રિયા તુચ્છતાપૂર્વક ન થાય. - બીજે બધે રસ જાગે, પણ ભગવાનની ભક્તિમાં જ રસ નહિ? ક્યાં ગઈદાસત્વની ખુમારી? ભક્તિઃ ઈન્દ્રભૂતિ ભગવાનના શિષ્ય બન્યાનેત્રિપદી દ્વારા અન્તર્મુહૂર્તમાં દ્વાદશાંગી બનાવી. એ શક્તિ ભગવાન દ્વારા જ પ્રગટી. પૂર્વાવસ્થામાં ક્યાં હતી આ શક્તિ? ભગવાનના પ્રભાવથી જ ઈર્ષ્યા, માન, અવિરતિ, ક્રોધ, પ્રમાદ વગેરે દોષોએ વિદાય લીધી. ચંડકૌશિકમાં પોતાની મેળે ૮મા દેવલોકે જવાની શક્તિ હતી?કે ભગવાનના પ્રભાવથી પ્રગટી? બીજમાં વૃક્ષ બનવાની શક્તિ છે તો બનાવો... કોઠીમાં રાખીને. બીજમાટે ધરતી જરૂરી છે, તેમ ભક્ત માટે ભગવાન જરૂરી છે. ભગવાનના પ્રભાવથી જ સંસારનામુસાફરઆપણે મુક્તિના મુસાફરબની શકીએ. હવે તમે જ વિચારોઃ ઉપાદાન પ્રબળ કે નિમિત્ત? ચૈત્યવંદન રહી જશે તો જોગમાંદહાડો પડશે, એવા ભયથી ચૈત્યવંદન ચૂકતા નથી તમે, પણ તમે કદી વિચાર્યું? જે ચૈત્યવંદન રહી જવાથી દહાડો પડતો હોય, એમાં કેટલા રહસ્યો ભર્યા હશે? ભગવાનની ભક્તિ ભરેલી છે- ચૈત્યવંદનમાં. માત્ર નામના સહારે અન્યદર્શની સમાધિ સુધી પહોંચ્યા છે, તો આપણે ભગવાનની ભક્તિની ઉપેક્ષા શી રીતે કરી શકીએ? રામકૃષ્ણ પરમહંસ કાલીમાને જોતા કે નામ સાંભળતા ત્યારે ભાવાવેશમાં આવી જતા. પ્રભુનું નામ, મૂર્તિકે આગમ તમારી પાસે છે એટલે પ્રભુ તમારી પાસે જ છે. ક્યાંય ...... કહે કલાપૂર્ણસૂરિ નથી ગયા ભગવાન. જગચિંતામણિ સૂત્ર આગમ ખરું ને? આવશ્યક સૂત્ર છે. - એના અર્થો- હોકદીક વિચારો તોનાચી ઊઠશો. મદ્યવયસંવિરૂ... અષ્ટાપદ પર રહેલી મૂર્તિઓ સમક્ષ ગૌતમસ્વામી સ્તુતિ કરતાં કહે છેઃ “આઠ કર્મોના નાશ કરનાર કરાવનાર ચોવીશેય તીર્થકરો” અહીં ગૌતમસ્વામી મૂર્તિમાં સાક્ષાત્ ભગવાન જોઇ રહેલા છે. આદિનાથ ભગવાને પુંડરીક સ્વામીને સિદ્ધક્ષેત્ર પર જ રહી જવા કહ્યું. નેમિનાથે પાર્શ્વનાથ પ્રતિમા મેળવીને જરા વિદ્યા ભગડવા કહ્યું. મહાવીરસ્વામીએ અષ્ટાપદયાત્રા દ્વારા ચરમ શરીરીપણું બતાવ્યું. આ બધા દૃષ્ટાંતો બતાવે છે કે ભાવતીર્થકરની ભક્તિ જેટલો જ લાભ સ્થાપના તીર્થકરની ભક્તિ આપે. અષ્ટાપદ યાત્રાથી તે જ ભવે મોક્ષ મળે.' ભગવાનની આ વાત જાણીને જ તાપસોએ અષ્ટાપદ યાત્રામાટે કમ્મર કસેલી. ઉત્કૃષ્ટકાળે ૧૭૦ તીર્થકરો, ૯ ક્રોડ કેવળીઓ, ૯૦૦૦ ક્રોડ (૯૦ અબજ) સાધુઓ. ૯૦ અબજ સાધ્વીઓ. આ બધાને જગચિંતામણિમાં વંદન કરવાનું હોય છે. ભાવથી કરો તો કેટલો લાભ? કહે કલાપૂર્ણસૂરિ .... ••• ૧૯૯ બુધ, ૧-૯-૯૯, થા. વદ-૬, * પાળવામાં ભલે કષ્ટદાયી હોય, પણ ફળ જેનું લાભદાયી હોય ત્યાં કષ્ટ નથી લાગતું. વેપારીને વેપારમાં, ખેડૂતને ખેતીમાં, મજૂરને મજૂરીમાં કષ્ટ હોય છે, છતાં સામે લાભદેખાતો હોવાથી કષ્ટ લાગતો નથી. તેમ સાધુને પણ મોક્ષનો લાભ દેખાતો હોવાથી કષ્ટ નથી લાગતું. * * લખપતિનું લક્ષ ક્રોડપતિ તરફ, ક્રોડપતિનું લક્ષ અબજપતિ બનવા તરફ હોય છે, તેમ શ્રાવકનું સાધુ તરફ, સાધુનું સિદ્ધિ તરફ લક્ષ હોવું જોઇએ. ન હોય તો સાધક તે સ્થાને પણ રહીનશકે. શ્રાવકે શ્રાવકપણામાં કે સાધુએ સાધુપણામાં ટકી રહેવું હોય તો પણ આગળનું લક્ષ હોવું જ જોઈએ. * શ્રાવકની ઉત્કૃષ્ટ ભૂમિકા કરતાં પણ સાધુની જઘન્ય ભૂમિકામાં કેટલાય ગણી વિશુદ્ધિ વધારે હોય છે. શુદ્ધિ વધુ તેમ આનંદ વધુ! બાર મહિનામાં જ સાધુ અનુત્તર વિમાનના દેવને પણ પ્રસન્નતામાં જીતી જાય. પછી તો આનંદ જે વધતો રહે તેને વર્ણવવા કોઈ ઉપમા નથી. કપડામાંથી મેલ દૂર થાય તેમ ઉજ્જવલતાવધે તેમ મનમાંથી અશુદ્ધિ દૂર થાય તેમ પ્રસન્નતા વધે. આ જ સાચો આનંદ છે. ઘરનો આનંદ. * બાહ્યતા પ્રથમ શા માટે? જરૂરી શા માટે? અત્યંતર તપને ફોર્સ આપનાર બાહ્યતા છે. હું મારા અનુભવથી કહું છું કે જે દિવસે ઉપવાસાદિ કરેલા હોય તે દિવસે સાધનામાં વધુ ફોર્સ આવે. ... કહે કલાપૂર્ણસૂરિ * આહાની લોલુપતા સાધુને ન હોય, માત્ર સાધના માટે આહાર ગ્રહણ કરે. ઈન્દ્રિયો શિથિલ ન થાય, સહાયક ધર્મ મટી ન જાય, સહનશીલતા ઘટી ન જાય, સ્વાધ્યાયમાં હાનિ ન થાય, માટે ભોજન લે. મનગમતું ભોજન (ગુલાબજાંબુ, રસગુલ્લા વગેરે) મળે તો જ ગ્રહણ કરવું, એવા અભિગ્રહો ન થઈ શકે. આ તો આસક્તિ કહેવાય. * આપણા શિષ્ય પરિવારને જેવા બનાવવા હોય તેવા પ્રથમ આપણે બનવું પડે. એકાસણા, સ્વાધ્યાય, સંયમ, સેવા વગેરે ગુણોથી વિભૂષિત શિષ્ય ઈચ્છતા હો તો તમે પહેલા જીવનમાં એ ગુણો ઉતારો. * ગોચરીની આઠ પદ્ધતિઓ : ૧. ઋવી (સીધી) :- ક્રમશઃ સીધા શેરીમાં જવું, ન મળે તો પાછા સ્થાનમાં, ૨. ગત્વા પ્રત્યાગતિ ઃ – શેરીની બન્ને બાજુ. સીધા ગયા પછી પાછા સામી બાજુએ. ૩. ગોમૂત્રિકા ઃ- સામ – સામે ગોમૂત્રની ધારના આકારે ઘરોમાં જવું. ૪. પતંગ વીથી :- પતંગીયાની જેમ અનિયત ઘરોમાં જવું. ૫. પેટા ઃ – પેટી જેવા ચોરસ આકારે ઘરોમાં જવું. - ૬. અર્ધપેટા ઃ- અર્ધી પેટી જેવા આકારો ઘરોમાં જવું. ૭. અત્યંતર શંબુક ઃ- ગામની અંદરથી શરૂ કરી બહારના ઘરોમાં આવવું. ૮. બાહ્ય શંબુક ઃ- બહારથી શરૂ કરી અંદર પૂરું કરવું. : ૧૦ પ્રાણમાં આયુષ્ય ખૂટી જાય તો નવેય પ્રાણ નકામા ! એ પણ શ્વાસ લો તો ટકે. અહીં પણ શ્રુત, સમ્યક્ સામાયિક આયુષ્ય અને શ્વાસના સ્થાને છે. આવશ્યક નિર્યુક્તિમાં સામાયિકના ત્રણ પ્રકાર બતાવ્યા છે. ૧) શ્રુત, ૨) સમ્યક્ અને ૩) ચારિત્ર સામાયિક. ‘આવા સામારૂપ્, આવા સામાઞસ્સ ગ’ આત્મા સામાયિક છે, સામાયિકનો અર્થ છે. ‘ભગવઈ અંગે ભાખીયો, સામાયિક અર્થ; સામાયિક પણ આતમા, ધરો શુદ્ધો અર્થ...' ૧૨૫ ગાથા સ્તવન. યશો. વિ. શંકા : તો પછી બધા જીવોમાં સામાયિક ઘટી જશે. સમાધાન ઃ સંગ્ઝનયથી ઘટે. નયપદ્ધતિ જૈનદર્શનની મૌલિક વિશેષતા છે. નયપદ્ધતિ કહે કલાપૂર્ણસૂરિ - ભગવતી સૂત્ર. P ... ૨૦૧ જાણ્યા વિના ઘણા ગોટાળા વળી જાય. સંગ્રહનયથી બધા જીવો સિદ્ધ સમાન છે. વ્યવહારનય જે વખતે જે હોય તે માને, કર્મસત્તાને આગળ રાખીને ચાલે. એ વિના વ્યવહાર ન ચાલે. ‘‘મારા ઊધારા પૈસા ત્યાં પડ્યા છે. મને માલ આપો. તમે ત્યાંથી ઉઘરાણી કરી લેજો.’' આમ બજારમાં ચાલે ? માટે આત્મસ્વભાવમાં રમણતા હોય ત્યાં સામાયિક સમજવું. આ સામાયિક શી રીતે મેળવવું ? તેના ઉપાયો શેષ પાંચ આવશ્યકોમાં ક્રમશઃ મળતા જશે. જ્ઞાન ભણવાથી નહિ, વિનય-સેવાથી આવે છે. માટે જ અત્યંતર તપમાં વિનયનું સ્થાન સ્વાધ્યાયથી પહેલા મૂકવામાં આવ્યું છે. વિનય કરો તો જ્ઞાન મળે, સ્વાધ્યાય થઈ શકે. વિનયથી આવેલું જ્ઞાન અભિમાન નહિ કરાવે. વિનય કોણ કરી શકે ? પોતાને લઘુ – તુચ્છ માને તે તુચ્છ માને તે જ પ્રાયશ્ચિત્ત કરી શકે. મુખ્ય અત્યંતર તપ છે પણ બાહ્ય તપ તેને પુષ્ટ કરનાર છે. વાદાં તદ્રુપવૃંદમા જ્ઞાનસાર. ચૈત્યવંદનમાં ભાવ કેમ નથી આવતા ? જેનું હું ચૈત્યવંદન કરું છું, એ કેવા છે ? એનું સ્વરૂપ હજુ આપણે સમજ્યા નથી. અર્થ જાણીએ, ભગવાનનો મહિમા સમજીએ તેમ આનંદ વધે. આનંદ વધે તેમ શુદ્ધિ વધે. શુદ્ધિ વધે તેમ આનંદ વધે. આમ આ અમૃતચક્ર છે. એકબીજા પર આધારિત છે. એકથી બીજાને પ્રોત્સાહન મળે. અજિતનાથ ભગવાનના સમયમાં સર્વોત્કૃષ્ટ માનવની આબાદી હતી. ત્યારે તીર્થંકરો પણ બધે જ હતા ઃ ૧૭૦. નવ ક્રોડ કેવળી અને નવહજાર ક્રોડ (૯૦ અબજ) મુનિઓ હતા. અત્યારે ૨૦ તીર્થંકરો છે. બે ક્રોડ કેવળી અને નવસો ક્રોડ (૯ અબજ) સાધુઓ છે. હવે ઉત્સર્પિણીમાં ૨૩મા તીર્થંકરના સમયે ઉત્કૃષ્ટથી ૧૭૦ તીર્થંકરો થશે. ૧ તીર્થંકરનો પરિવાર ઃ ૧૦ લાખ કેવળી, ૧૦૦ ક્રોડ મુનિઓ (૧ અબજ) : હોય. હે કલાપૂર્ણસૂરિ ગુજ, ૨-૯-૯૯, શ્રા. વદ-૭. સાધુ અને શ્રાવકધર્મ બે પ્રકારનો ધર્મ ભગવાને ભૂમિકાના ભેદથી બતાવ્યો છે. કારણકે જીવોની ભૂમિકા તેવી હોય છે. દઢ મનોબળી સાધુ અને હીન મનોબળી શ્રાવક બને છે. સાધુપણું એટલે ભગવાનની આજ્ઞાનું પૂર્ણ પાલન. શ્રાવકપણું એટલે ભગવાનની આજ્ઞાનું અપૂર્ણ પાલન, પણ શ્રદ્ધાપૂર્ણ. હમણા ભગવતીમાં ભગવાન માટે વિશેષણ આવ્યું: ‘૩પન્નનાદંસ ઉત્પન્ન કેવળજ્ઞાનવાળા, એમ લખ્યું પણ “માતંલપાથરે ન લખ્યું. તે એમ જણાવે છે કે કેવળજ્ઞાન ઉત્પન્નકરવું પડે છે. જે કોઈપણ જીવ કરી શકે છે. અન્યદર્શનીની જેમ અહીં અનાદિકાળથી જ્ઞાન છે, એવું નથી, ઉત્પન્ન થયેલું છે. નાનપણમાં મને અધ્યાત્મ માટેની રુચિ ખરી, પણ કયું સાચું અધ્યાત્મ ને ક્યું ખોટું? તેની ગતાગમ નહિ, પણ પુણ્યયોગે મને પહેલેથી જ ભક્તિ પસંદ. જાણે કે સતત ભગવાન માર્ગદર્શન આપતા રહ્યા. કોઈએ મને ગૃહસ્થપણામાં (ખેરાગઢમાં) કાનજીનું પુસ્તક આપીને કહ્યું ઃ આમાં ખરું અધ્યાત્મ છે. વાંચજો. પુસ્તકખોલતાંજ અંદર જોવા મળ્યું: “ઉપાદાનજમુખ્ય છે. નિમિત્ત અકિંચિત્કર છે.” મેં તરત જ મૂકી દીધું ને પેલાને કહી દીધું આ અધ્યાત્મ નથી. હું બધા સાધુ – સાધ્વીજીને જણાવવા માંગું છું. જ્યાં દેવ-ગુરુની ભક્તિ ન હોય Jainકહે કલાપૂર્ણસૂરિnl... www.jainel 2o3org તેવા કોઈ અનુષ્ઠાનમાં સાચું અધ્યાત્મ છે, એમ માનશો નહિ. પૂ. દેવચન્દ્રજી મહારાજ કહે છે : કોઠીમાં હજાર વર્ષ બીજ પડ્યા રહેશે. એમને એમ જ રહેશે; પણ જમીનમાં વાવો તો ? ‘‘બીજે વૃક્ષ અનંતતા રે, પ્રસરે ભૂ-જલ યોગ...’' - પૂ. દેવચન્દ્રજી... તેમ આપણે પણ ભગવાનનો સંયોગ પામીને અનંત બની શકીએ. બીજને જમીન – પાણી વગેરે ન મળે તો પોતાની મેળે વૃક્ષ ન બની શકે તેમ જીવ એકલો જ શિવ ન બની શકે. આ વાત તરફ તમારા કોઈનું ધ્યાન નથી તેનું મને બહુ જ દુઃખ છે. કેમ કોઈની નજર જતી નથી ? પૂ. દેવચન્દ્રજી મ.એ પ્રથમ સ્તવનમાં પ્રીતિયોગ બતાવ્યો છે. ષોડશક યોગવિંશિકા વગેરેમાં પ્રીતિયોગ બનાવ્યો છે, તે આ પ્રભુનો પ્રેમ સમજવો. પ્રભુ પ્રેમના કારણે જ માર્ગ ભૂલાયો નથી. માટે જ ‘સુમુનો’પ્રભુ પાસે આપણે રોજ માંગીએ છીએ. જેના માથે ગુરુ હશે તે કદી માર્ગભ્રષ્ટ નહિ બને. ગામ માટે ઘડા બનાવવાની જવાબદારી કુંભારની છે, તેમ જીવમાંથી શિવ બનાવવાની જવાબદારી ભગવાનની છે. માટીને કુંભાર ન મળે તો પોતાની મેળે ઘડો બની શકે નહિ. ભગવાન વિના આપણે પણ ભગવાન બની શકીએ નહિ. પંચવસ્તુક ઃ ગોચરીમાં ભોજન સમયે જ જવું. આગળ-પાછળ નહિ. કારણકે એમ કરતાં પૂર્વકર્મ – પશ્ચાત્કર્મ દોષ લાગે. * શા માટે આપણે આટલી બોલ-બોલ કરીએ છીએ ? શક્તિ વેડફીએ છીએ ? મૌનથી શક્તિ – ઊર્જાવધે. મૌન એટલે વાણીનો ઉપવાસ. મનથી વિચારનો ખળભળાટ છોડો. મનનો ઉપવાસ આદરો. મૌન રહે તે મુનિ. વાણી પર સંયમ રાખે તે વાચેંયમ-ગોચરી વખતે જ નહિ, બીજા સમયે પણ મૌન રહે તે મુનિ ! આવું મૌન આવશે તો જ શક્તિનો સંચય થશે. મન-વચન-કાયાથી આપણે કમાણી કરીએ છીએ કે વેડફીએ છીએ ? સંઘટ્ટો લેતાં જેમ નથી બોલતા તેમ પડિલેહણ- ગોચરી વખતે પણ નહિ બોલવું જોઈએ. ૨૦૪ કહે કલાપૂર્ણસૂરિ ભક્તિઃ હે આત્મન્ ! હવેથી હું તને કદી દુર્ગતિમાં નહિમોકલું આટલું નક્કી કરી લો. બીજા પર નહિ તો પોતાના આત્મા પરતો દયા કરો. * દીક્ષા નથી મળી તેઓ ન મળ્યાનો અફસોસ કરે છે ને આપણે આળસ કરીએ તો? સંચમ સફળ બનાવવા બે ચીજો સરળ છેઃ ભક્તિ અને જ્ઞાન! બીજા પરિષહ વગેરે તો આપણે સહન કરી શકીએ તેમ નથી. ભક્તિ વધે તેમ આનંદ વધે. ભક્તિનો સંબંધ આનંદ સાથે છે. કોઈ મહાપુણ્યોદય જાગ્યોઃ આપણને ભક્તિ કરવાનું મન થયું નહિતો મન પણ ક્યાં થાય? આપણે ભક્ત માટે ટાઈમ કાઢી શકીએ છીએ, પણ સ્વયં ભક્ત બનીને પરમાત્મા માટે સમય કાઢી શકતા નથી. પ્રેમલક્ષણા ભક્તિનો અભ્યાસ કરવો હોય તો ઉપા. યશોવિ.ની ચોવીશી કંઠસ્થ કરો. ક્રમશઃ તમને એક પછી એક સોપાન મળતા જશે. ભગવાન સાથેના પ્રેમમાં ક્યાંય જોખમ નથી. જીવો સાથે પ્રેમ કરવા જતાં રાગ આવી શકે. પ્રેમ ઘણો કપટી શબ્દ છે. ભગવાન પર પ્રેમ એટલે ભગવાનના ગુણો (જ્ઞાનાદિ) પર પ્રેમ. કોઈ વ્યક્તિ પર નહિ. ગુરુ પર પ્રેમ એટલે ગુરુતત્વ પર પ્રેમ. કોઈ વ્યક્તિગત પ્રેમ નહિ. પ્રભુ-ભક્તના મનમાં પણ આરોહ – અવરોહ થયા કરે છે. માટે જ તમને કોઈ સ્તવનોમાં પ્રભુનો ઉત્કટ પ્રેમ દેખાશે તો કોઈ સ્તવનોમાં પ્રભુનો ઉત્કટ વિરહદેખાશે. શ્રદ્ધાવૃદ્ધિ માટે જ્ઞાન જરૂરી છે. સપ્તભંગી, નય, દ્રવ્ય-ગુણપર્યાયાદિનું જ્ઞાન શ્રદ્ધા વધારે. શ્રદ્ધા જ્ઞાન વધે તેમ ભક્તિ તાત્વિક બનતી જાય. ચારિત્ર ભળે તો તો વાત જ શી કરવી? “સુમતિનાથ ગુણશું મિલીજી...” અહીં ભગવાનના ગુણો પર પ્રેમ અભિવ્યક્ત થયો છે. ઈષ્ટ વસ્તુ મળી જતાં મુખ મલકાઇ ઊઠે છે. ભક્ત માટે તો ભગવાન જ ઈષ્ટ વસ્તુ છે, બીજું કાંઈ જ નહિ. પાણીમાં તેલ નાખો. એ પ્રસરી જશે, તેમ આપણા હૃદયમાં પ્રભુ-પ્રેમ પ્રસરી જવો જોઈએ. ••• ૨૦૫ કહે કલાપૂર્ણસૂરિ .. શુક્ર, 3-૯-૯૯, શ્રા. વદ-૮. * તારે તે તીર્થ જેને પોતાના ડૂબવાનું ભાન હોય તે જ તરવાની ઝંખના કરેડૂબી રહ્યા છીએ તેમ લાગે છે? ડૂબતા પ્રાણીને બચાવવાનું કામ તીર્થનું છે. વિષય-કષાયમાં ફસાવું એટલે ડૂબવું! ડૂબતો માણસ બચવા ઈચ્છે, કેદી કેદમાંથી છૂટવા ઈચ્છે તેમ ધર્મી સંસારથી છૂટકારો ઈચ્છે. આશ્ચર્યની વાત છે ! કેટલાક જીવો વારંવાર એ કેદમાં જવા ઇચ્છે છે. - પેલો વાણીયો જાણી જોઈને કેદમાં જવા ગુન્હા કરવા લાગ્યો. પૂછતાં કહ્યું. મેં ત્યાં વેપાર ર્યો છે. હવે બીજીવાર જાઉં તો ઉઘરાણી થઈ શકે ને? તમે આવા નથી ને? જેલ જેવા સંસારમાં ફરી-ફરી જવાનું મન થતું નથી ને? તમારે કોઈ હિસાબ બાકી રહ્યા નથી ને? જર-જોરૂ-જમીન ત્રણ આસક્તિના ને ઝગડાના મૂળ છે. સંસાર હાથે કરીને ઊભો ર્યો છે. ઘટાડવાનું ક્યાંય નામ નથી. અત્યારે સંસારમાં જન્મ-મરણ ચાલુ છે તે બરાબર છે? કે કંટાળો આવે છે? * દેહનો ત્યાગ એટલો જ મોક્ષનો અર્થ નથી. કેવળજ્ઞાનીઓનો પણ દેહ છૂટે છે. દેહ છૂટવાની સાથે કર્મ છોડી દેવા તે મોક્ષ છે. દેહ છુટવાની સાથે વિષય-કષાયના સંસ્કાર સાથે લઇ જવા તે મરણ છે. ..... કહે કલાપૂર્ણસૂરિ ૨૦૬ ... સાત જન્મ સુધી સર્વવિરતિ મળી જાય તો અવશ્ય મરણને મોક્ષમાં બદલાવી શકીએ. સંસારના સાગરમાં દેશવિરતિની નાવડી નહિ ચાલે, સર્વવિરતિનું સ્ટીમર જોઈશે. માત્ર વેષ નહિ, ભાવ સાધુપણું જોઈએ. છકાયની રક્ષા સાથે આત્મા (શુભ અધ્યવસાયો) ની રક્ષા કરે તેને ભાવ સાધુપણું મળે. અત્યારે શ્રાવકોની તત્ત્વરુચિ ઘટી ગયેલી દેખાય છે. આજથી ૬૦-૭૦ વર્ષ પહેલા કેવા તત્વજિજ્ઞાસુ શ્રાવકો હતા? આજે ક્યાં છે? આજે તમે છુટ્ટીના કારણે મોટી સંખ્યામાં આવો .. પણ વાસ્તવમાં જિનવાણી શ્રવણનો રસ ખરો? * આ તીર્થ ઉત્તમ બન્યું છે. એને હવા ખાવાનું સ્થાન નહિ બનાવતા. વાસક્ષેપ ન મળે તો કોઈ નારાજ નહિ થતા. ગુરૂમુખે ધર્મલાભ સાંભળ્યો. આશીર્વાદ મળી ગયા, કામ થઈ ગયું. મોટો ઘસારો થતો હોવાથી વાસક્ષેપ નાખી શક્તો નથી. ડૉ ની પણ ના પંચવસ્તુક - માત્ર કષ્ટથી આત્મશુદ્ધિ થતી હોય તો બળદો, મજૂરો વગેરે ઘણા કષ્ટો સહે છે. એમાં આજ્ઞાપૂર્વકની આત્મશુદ્ધિનું લક્ષ્ય હોવું જોઈએ. જો કરે મુનિ મારગ થાવે, બળદ થાયે તો સારો; ભાર વહે જે તાવડે ભમતો, ખમતો ગાઢ પ્રહારો...” ઉપા. યશો. ૩૫૦ગાથાનું સ્તવન અભિગ્રહો ઘારવાથી સત્વ વધે છે. સુધાદિ પરિષહો સહવાની શક્તિ આવે છે. અહંકાર, મોહ, મમત્વ આદિ દોષો ટળે છે. આદિનાથજીને ૪૦૦ દિવસ સુધી ભિક્ષા ન મળી. ક્યા કારણે? આપણે હોઈએ તો ક્યારનોય ઈશારો કરી દઈએ ! એ તો ઠીક, ૪૦૦૦ – કચ્છ – મહાકચ્છિાદિ સહદીક્ષિતોએ પણ દીક્ષા પૂર્વે ભોજન વ્યવસ્થામાટે પૂછ્યું નથી. કેટલા સમર્પિત હશે? સોનાને આગઆદિની પરીક્ષામાંથી પસાર થવું પડે છે, તેમસંયમીને પણ પરિષહોની આગમાંથી પસાર થવું પડે છે. લોચ આદિ સ્વેચ્છાએ સહન કરવાની આદતના કારણે સહજ રીતે આવતા કહે કલાપૂર્ણસૂરિ .... •.. ૨૦૭ પરિષદાદિ સહેલાઈથી સહન કરી શકાય છે. લોચ વખતે સહન કરનારા આપણે એના સિવાયના પ્રસંગે કોઈ વાળ ખેચે તો? સહન કરીશું? વાળ તો આજે કોઈ નહિ ખેચે પણ તમારું અપમાન થાય તેવા શબ્દો કહેશે. ત્યારે તમે શું કરશો? ગાળો તો નથી આપતો ને? એમ વિચારજો. ગાળો આપે તો લાકડી તો નથી મારતો ને? લાકડી મારે તો જાનથી તો નથી મારતો ને? જાનથી મારે તો ધર્મ-નાશ તો નથી કરતોને? એમ વિચાર કરશો તો ક્યારેય ગુસ્સો નહિ આવે. આક્રોશ, તર્જના, ઘાતના, ધર્મભ્રંશને ભાવે રે; અગ્રિમ અગ્રિમ વિરહથી, લાભ તો શુદ્ધસ્વભાવે રે.. -ઉપા. યશો વિ. સક્ઝાય. છ પાપસ્થાનક પાપક્ષય, ઈર્યાપથિકી, વંદના... આદિ ૮ કારણે કાયોત્સર્ગ થાય છે. પાવરઘવાલ્થિ રિયારૂં..... ચૈત્યવંદન ભાષ્ય. સુખલાલ પંડિતે કહેલું પ્રતિક્રમણના સૂત્રો બીજા આચાર્યોએ રચેલા છે. તેની સામે પ્રશ્ન મૂકવામાં આવ્યો તો પછી ગણધર ભગવંતો પ્રતિક્રમણમાં ક્યા સૂત્રો બોલતા હતા? પછી સુખલાલજી એ સૂત્રોનું ગણધર કર્તૃત્વ સ્વીકારવું પડ્યું. * નાગેશ્વર તીર્થમાં પહેલીવાર દર્શન ક્યત્યારે લાગ્યું જાણે સાક્ષાત્ પાર્શ્વનાથ મળ્યા. બરાબરનવહાથની કાયા! ભોપાવરમાં શાન્તિનાથની, જયપુરમાં મહાવીરસ્વામી આદિ કાયોત્સર્ગસ્થ મૂર્તિઓ છે. આવી મૂર્તિઓ સમક્ષ કાયોત્સર્ગનો અભ્યાસ કરવા જેવો છે. અલોકિક તેજવાળી મૂર્તિઓના દર્શનથી સમ્યક્ત્વ નિર્મળ થાય છે. અમદાવાદમાં જાઉં ત્યારે મૂળીયા, મહાવીરસ્વામી, જગવલ્લભ અચૂક જાઉં. સાક્ષાત્ મહાવીરસ્વામી યાદ આવે. પણ તમે સ્વયં શાન્ત હો તો જ એવી અનુભૂતિ થાય. અહીં રોજ મહાવીરસ્વામીના શાન્તચિત્તે દર્શન કરો છો? સાંજે ઘીના દીપકમાં ભગવાનકેવા સુંદર શોભે છે? તમને શંખેશ્વર દાદા યાદ આવી જશે. ૨૦૮ ••• ..... કહે કલાપૂર્ણસૂરિ * ભક્તિ આપણી પણ શક્તિભગવાનની. ભગવાનની કૃપાથી આપણી શક્તિઓ વ્યક્ત થતી રહે છે. ભગવાન જ આપણી શક્તિઓને બહાર લાવવાના મુખ્ય હેતુ છે. ગૌતમસ્વામી આનું ઉત્તમ ઉદાહરણ છે. એમનું અભિમાન વિનયમાં પરિણમ્યું. એમની તમામ વિનાશગામિની શક્તિઓ વિકાસગામિની બની. અરિહંતની ભક્તિથી આપણી શ્રદ્ધા, મેધા, ધૃતિ, ધારણા, અનુપ્રેક્ષા આદિ વધતા ચાલે છે. * ના પાડતા મા-બાપને અઈમુત્તાએ કહ્યું : મને મૃત્યુથી બચાવી શકતા હો તો હું દીક્ષા ન લઉં ! મા-બાપ ચૂપ થઈ ગયા. ન ૧૦૦ વર્ષના બૂઢા પણ મોત નથી ઈચ્છતા. પેલી ડોશીએ ભેંસ જોઇ યમ સમજીને કહ્યું : હું માંદી નથી. માંદો તો પેલો છે. સાધુપણું એટલે મૃત્યુંજયી મંત્ર. સાધુને કદી મૃત્યુનો ભય ન હોય. રોજ એ બોલેઃ ‘‘સાહારમુત્તિ વૈદું સવં તિવિદેળ વોસિર'' રોજ આહાર, ઉપધિ, શરીરનો ત્યાગ કરીને જ સૂવે. મૃત્યુંજયી તપ-જપ જોઈએ છે ? મૃત્યુંજયી તપ છે : માસક્ષમણ. મૃત્યુંજયી જપ છે ઃ નવકાર મહામંત્ર. નવકાર મંત્રનું નામ છે : મૃત્યુંજયી મંત્ર. મૃત્યુ નહિ આવે તેમ નહિ, નવકારથી મૃત્યુમાં અસમાધિ નહિ થાય. સમાધિથી મરવું એટલે મૃત્યુને જીતી જવું. નવકારનો જાપ તો ફળે જો તમે કાળા કામો અને કાળા ધંધા ન કરો. (આવેલા લોકોને નવકારવાળી ગણવાની પ્રતિજ્ઞા અપાઇ.) કહે કલાપૂર્ણસૂરિ ૨૦૯ Í4, ૪-૯-૯૯, શ્રા. વદ-૯. * સિદ્ધાન્તોનો સ્વાધ્યાય વધે તેમ સંયમની શુદ્ધિ અને સ્થિરતા વધે, ભગવાન સાથે અભેદભાવે મિલન થાય. ચારિત્ર એટલે જ પ્રભુનું મિલન. સંતો, યોગીઓ પ્રભુ સાથે મિલન કરી શકે છે. જાણ ચારિત્ર તે આતમા, શુદ્ધ સ્વભાવમાં રમતો રે; લેશ્યા શુદ્ધ અલંક્યે, મોહ વને નવિ ભમતો રે... -આવા ચારિત્ર સુધી કોઈ રીતે પહોંચી શકાય? જ્ઞાન પ્રમાણે શ્રદ્ધા, શ્રદ્ધા પ્રમાણે ચારિત્ર, ચારિત્ર પ્રમાણે ધ્યાન, ધ્યાન પ્રમાણે ભગવાન મળે છે. સાધનોમાં ન્યૂનતા રાખીએ છીએ માટે જ ભગવાન મળતા નથી. ચાલ્યા વિના ધ્યેય કેમ આવે? ખાધા વિના તૃપ્તિ કેમ મળે? સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર પ્રભુ-પ્રાપ્તિનો ઉપાય છે. એન સેવીએ તો પ્રભુ કેમ મળે? રસ્તો મળી ગયો, પણ ચાલવું તો પડે જ ને? દીક્ષા ધ્યેયની સમાપ્તિ નથી. સાધનાની પૂર્ણાહુતિ નથી, ખરેખર તો સાધનાનો પ્રારંભ છે. - મિથ્યાત્વ ગુણસ્થાનક પણ સાચા અર્થમાં અપુનબંધક (મેત્રી દષ્ટિ) માંઘટે. ગુણનું સ્થાન તે ગુણસ્થાનક. બાકી ઓઘથી મિથ્યાત્વ ગુણસ્થાનક તો એકેન્દ્રિયને છે તેમ આપણને પણ હોય તો ફરક શો પડ્યો? ૨૧૦... ..... કહે કલાપૂર્ણસૂરિ બહારથી આપણી ભલે પુષ્કળ પ્રશંસા થતી હોય, પણ એ કાંઈ આપણી સાધનાનું સર્ટિફિકેટ નથી. લોકોના કહેવાથી આપણે શ્રેષ્ઠ બની શકતા નથી. અત્યારે આપણે જાણીએ છીએ ખરા, પણ બીજાને જણાવવા માટે. જ્યાં સુધી એ જ્ઞાન આપણી સાધનામાં ન લગાડીએ ત્યાં સુધી આત્મકલ્યાણ નહિ થાય. પ્રીતિ, ભક્તિ, વચન, અસંગ-આચાર યોગોમાં સ્થિર, મજબૂતરહીએતો ક્યાંય ભૂલા ન પડીએ. જિનેશ્વર વિહિત એવું કોઈ અનુષ્ઠાનનથી, જેમાં આત્મશુદ્ધિનહોય નુકશાનીનો અંશ નહિને નફાનો પાર નહિ. ૪ નગર-પ્રવેશ વખતે પગ પૂંજવા ખરા, પણ લોકો કંઈક આડી – અવળી શંકા કરે તેમ હોય તો ન પણ પૂજવા. * પેશાબનો વેગકદી રોકવો નહિ રોકવાથી આંખને નુકશાન થાય. * અત્યારે આપણા માટે શાસ્ત્ર એ જ તીર્થકર છે. શાસ્ત્રનું બહુમાન તે ભગવાનનું બહુમાન છે. शास्त्रे पुरस्कृते तस्माद्, वीतरागः पुरस्कृतः । पुरस्कृते पुनस्तस्माद्र, नियमात् सर्वसिद्धयः ।। શાસ્ત્ર આગળ ધર્યા, તેણે ભગવાનને આગળ ધર્યા, ભગવાનને આગળ ધર્યા, તેને સર્વસિદ્ધિ મળે જ. * અર્થ પુરુષાર્થદાન ધર્મ સાથે કામ પુરુષાર્થશીલધર્મ સાથે ઘર્મ પુરુષાર્થ તપ ધર્મ સાથે મોક્ષ પુરુષાર્થ ભાવધર્મ સાથે સંબંધિત છે. * ડગલે ને પગલે શરીરમાંથી અશુચિ નીકળે છે. શરીરની શુદ્ધિ પાણીથી થઈ શકે. આત્મા પણ ડગલે ને પગલે ગમે તેટલી કાળજી રાખવા છતાં અશુદ્ધિથી ખરડાતો રહે છે. માટે જ ઈરિયાવહિયં દરેક અનુષ્ઠાન પૂર્વે જરૂરી છે. પૂર્ણાનંદસૂરિ (વલ્લભસૂરિના) રોજ ૧૦૮ વાર ઈરિયાવહિયં જપતા. મોહનું કામ મલિન બનાવવાનું ભગવાનનું કામ નિર્મળ બનાવવાનું છે. ઈરિયાવહિય આપણું ભાવ સ્નાન છે. ભગવાનની ભક્તિ આપણું ભાવસ્નાન છે. ઈરિયાવહિયં જીવમેત્રી. નવકાર - જિનભક્તિનું સૂત્ર છે. કહે કલાપૂર્ણસૂરિ ....... •.. ૨૧૧ * મૈત્રી આવે ત્યાં પ્રમોદ, કરુણા અને મધ્યસ્થતા આવે જ. પ્રમોદ, કરુણા અને મધ્યસ્થતા મૈત્રીને ટકાવનારા પરિબળો છે. * અશુભભાવોનું મૂળ બે કનિષ્ઠ ઈચ્છા છે : ૧) મને કોઈ દુઃખ ન આવો. મારા બધા દુઃખ ટળી જાવ. ૨) દુનિયાના બધા જ સુખો મને જ મળે. આમાંથી જ અશુભ ભાવો પેદા થાય છે. દ્વેષ, તિરસ્કાર, ઈર્ષ્યા, અસૂયા, માયા, લોભ વગેરે દોષો આમાંથી જ પેદા થાય છે. – હવે એ બે અશુભભાવોને દૂર કરવા બે શુભભાવો જગાવો. ૧) કોઈ પાપ ન કરો, જગતમાં, ૨) કોઈ દુ:ખી ન બનો જગતમાં બીજા માટે શુભ ભાવનાઓનો ધોધ વહાવતાં આપણને સુખનો ધોધ મળે છે. દુઃખ મિટાવવા હોય તો પાપ મિટાવવા પડશે. કારણકે દુઃખનું મૂળ પાપ છે. તમારા કોઈ મિત્ર છે ? મિત્રના દુઃખે તમે દુઃખી બનો છો ને ? તે દૂર કરવા કાંઈક પ્રયત્ન કરો છો ને ? હવે જગતના સર્વજીવોને મિત્ર બનાવો. તમને સ્વહિતની ચિંતા હોય તો પણ પરહિતની ચિંતા કરો. પરહિતની ચિંતા વિના સ્વ-હિત થઈ શકતું નથી. મૈત્રી ભાવનાથી કારુણ્યભાવના સક્રિય છે. દુ:ખીના દુઃખ દૂર કરવાનો પ્રયત્ન છે. અબ્રાહમ લિંકને (અમેરિકાના પ્રેસિડેન્ટ) ખાડાના કીચડમાં ફસાયેલા ડુક્કરને જાતે બહાર કાઢેલું. આ કરુણા કહેવાય. परहित - चिन्ता मैत्री, परदुःखविनाशिनी करुणा । પર-સુલ-તુષ્ટિનુંવિતા, પરવોષોપેક્ષળમુપેક્ષા ।। આ ચારેય ભાવનાનો, સ્વાધ્યાય કરવો હોય તો એક પુસ્તક છે. તેનું નામ છે : ‘ધર્મબીજ.’ પ્રસ્તાવના છે : ભદ્રંકર વિ. ની. લેખક છે ઃ તત્ત્વાનંદ વિ. આ ચાર ભાવનાના બળે જ ભગવાનને અષ્ટપ્રાતિહાર્યાદિની ઋદ્ધિ મળી છે. ‘તુર્થ્ય યોાત્મને નમ:' વીતરાગ સ્તોત્રમાં હેમચન્દ્રસૂરિએ કહ્યું છે. યોગીને આ ચાર ભાવનાઓ સ્વયંસિદ્ધ હોય. શાન્તસુધારસ ભાવનામાં વિનય વિ. કહે છે : યોગી ગમે તેટલી સાધના કરતો ૨ કહે કલાપૂર્ણસૂરિ હોય, પણ શાન્તરસનો આસ્વાદ આ ભાવનાઓ વિના શક્ય નથી. દુર્બાનની ભૂતડીઓ આ ભાવનાથી ભાગી જાય છે. ભક્તિઃ જગચિંતામણિઃ અભુત ભક્તિસૂત્ર છે. આપણા સૂત્રો બે વિભાગમાં વહેંચાયેલા છે: મૈત્રી, ભક્તિમાં નવકાર, નમુત્થણ, જગ. વગેરે ભક્તિ સૂત્ર. ઈરિયા., તસ્મ, વંદનુ વગેરે સૂત્રો મૈત્રી સુત્રો છે. નમસ્કારમાં નમસ્કરણીયની વૃદ્ધિ થતી જાય તેમ ફળ વધતું જાય. દાનમાં જેમ લેનાર વધે તો ફળ વધતું જાય. દુકાનમાં ગ્રાહક વધે તો કમાણી વધતી જાય તેમ..... કહે કલાપૂર્ણસૂરિ ..... ... ૨૧૩. વઢ, ઇ-૯-૯૯, શ્રા. વ. ૧૦, * પિતા, પુત્ર જો વ્યસનોના રવાડે ચડે તો દુઃખી થયા વિના ન રહે. આપણે, જો દોષોના રવાડે ચડીએ તો આપણા પરમપિતા ભગવાન દુઃખી નહિબને? આપણે ભગવાનને આશ્રિત નથી બન્યા માટે જ દુઃખી બન્યા છીએ. ભગવાનનો આશ્રય નહિ કરીશું ત્યાં સુધી દુઃખી બનવાના જ. સ્વાતંત્ર્ય એટલે જ મોહનું પાતંત્ર્ય, એ હજુ જીવને સમજાતું નથી. મોહની આધીનતાથી છુટવા ભગવાનની પરાધીનતા સ્વીકારવી જ પડશે. ભગવાન કાંઈ તમને પરાધીન બનાવવા માંગતા નથી. બીજાની જેમ ભગવાન તમને પોતાનાવાડામાં કેદ કરવા માંગતા નથી, પણ વાસ્તવિક્તા એછેકે આવી પરાધીનતા વિના આપણો ઉદ્ધાર નથી. આને પરાધીનતા ન કહેવાય, પણ સમર્પણભાવ કહેવાય. * હરિભદ્રસૂરિને ઘણા કહેતાઃ તમે નવા - નવા પ્રકરણો રચો છો, તેથી લોકો તમારા પ્રકરણો જ વાંચશે, આગમાં મૂકી દેશે. મારા ગ્રંથોથી આગમો પરની રુચિ વધશે. આગમ-સાગરમાં પ્રવેશવાની આ તો નાવડીઓ છે. નાવડી સાગરથી વિરોધી શી રીતે હોઈ શકે?” હરિભદ્રસૂરિના આવા જવાબો હતા. * એક સાધુ જ આ જગતમાં એવો છે, જે સ્વયં દુર્ગતિથી બચી, બીજા પણ અનેકને બચાવે છે. તરવૈયો જેમ તરે અને તરાવે. ૨૧૪ ... .. કહે કલાપૂર્ણસૂરિ ચારિત્રવિજયકચ્છીએ પાલીતાણામાં પૂર આવ્યું ત્યારે ૧૦૦-માણસોને પોતાના હાથે તાર્યા, તેમ સાધુ જીવને તારે છે. * પતંજલિએ લખ્યુંઃ યાશ્ચિત્તવૃત્તિનિરોધ: I યશો વિ.એ લખ્યુંઃ संक्लिष्टचित्तवृत्तिनिरोधः । આ વ્યાખ્યા જેન દર્શનની બની ગઈ. અશુભ વિચારોનો જ રોધ કરવો એ જ યોગ. શુભનો નિરોધ નથી કરવાનો. પાતંજલ યોગ દર્શનની ઉપા.મ.ની ટીકાનું ભાષાંતર પણ પં. સુખલાલે કરેલું છે. * શરીરના ત્રણ દોષ - વાત – પિત્ત - કફ. આત્માના ત્રણ દોષ - મોહ- દ્રષ- રાગ. . શરણાગતિ, દુષ્કતગષ્ઠ અને સુક્ત અનુમોદના - આ ત્રણ રાગાદિ દોષોને દૂર કરે * આપણે કરીએ છીએ બધું જ. કદાચ વિધિપૂર્વક પણ કરીએ છીએ. પણ ઉપયોગ નથી હોતો. આ ઉપયોગ લાવવા જ મારો આટલો પરિશ્રમ છે. પાંચ પ્રકારના અનુષ્ઠાનો વિષ, ગરલ, અનનુષ્ઠાન, તદ્ધ,અને અમૃત. એ પાંચમાંથી ત્રણ વજર્ય છે. ઉપયોગ તીવ્ર બને, એકાકાર બને, તો જ તદ્ધતુ અનુષ્ઠાન બની શકે. આપણું અનુષ્ઠાન અમૃત નહિ તો તહેતુ અનુષ્ઠાન તો બનવું જ જોઈએ. * વિજ્ઞાન અણુબોમ્બ આદિથી મારવાનું શીખવે છે. ધર્મ અને ધર્માચાર્યજીવવાનું અને જીવાડવાનું શીખવે છે. આજનો જમાનો વિચિત્ર છે. માણસ સ્વયંજીવવા માંગતો નથી, બીજાને જીવાડવા માંગતો નથી. બીજાને મારવાના પ્રયોગો આપણા જ મૃત્યુને નોતરે છે; આ જ ભવમાં પણ. મચ્છર, કીડી વગેરે મારવાની દવા? દવા તો જીવાડે, દવા મારે? દવા મારે તો જીવાડશે કોણ? કીડીવગેરેને મારવાના ચોકવગેરેનોકદી ભૂલમાં પણ પ્રયોગનહિકરતા. સૂક્ષ્મજંતુને જે નુકશાન કરે તે કંઈક અંશે માનવીને પણ નુકશાન કરે જ. * વિશ્વાસ્થરપ્રમારિપુ આરાધનામાંથી શ્રુત કરનાર છેઃ પ્રમાદ – શત્રુ કહે કલાપૂર્ણસૂરિ ..... .. ૨૧૫ મોહનો તો જ વિજય થાય જો આપણે પ્રમાદમાં પડીએ. મદ્ય, વિષય, કષાય, નિદ્રા, નિંદા (વિકથા) આ પાંચ પ્રમાદ છે. અજ્ઞાન ૧, સંશય ૨, મિથ્યાજ્ઞાન ૩, મતિ ભ્રંશ ૪, રાગ ૫, દ્વેષ ૬, ધર્મમાં અનાદર ૭ અને યોગોમાં દુપ્પણિધાન ૮ આ આઠ પ્રમાદ ભગવતીમાં બતાવ્યા છે. બધા પ્રમાદો અજ્ઞાનમાંથી પેદા થાય છે. માટે અજ્ઞાન સૌ પ્રથમ મૂક્યો. અનંતકાળ એકેન્દ્રિયમાં કાઢ્યો છેને! તીવ્ર અજ્ઞાન – તીવ્રમોહ છે ત્યાં... છીપ છે કે ચાંદી? એ સંશય, વિપરીત જ્ઞાન તે મિથ્યાજ્ઞાન, છીપમાં ચાંદીની બુદ્ધિ. પુદ્ગલમાં ચેતનનો ભ્રમ, આ જ અવિદ્યા છે. અનિત્યમાં નિત્ય, અપવિત્રમાં પવિત્ર, અચેતનમાં ચેતનબુદ્ધિ તે અવિદ્યા. શરીર અનિત્ય, અપવિત્ર, અચેતન છે છતાં આપણી બુદ્ધિ ઉલ્ટી છે. મતિભ્રંશ – બુદ્ધિની ભ્રષ્ટતા. મિથ્યાજ્ઞાનનું આ ફળ છે. સમ્યકત્વથી મિથ્યાત્વ જાય, મતિભ્રંશ પણ જાય, પણ હજુ રાગ-દ્વેષ ઉભા રહે. ધર્મમાં અનાદર પણ ઉભો રહે. મન - વચન-કાયા બરાબર ન જોડાય તે પણ પ્રમાદ છે. ધર્માનુષ્ઠાન વખતે ત્રણેય યોગોની ચંચળતા દુપ્પણિધાન છે. આ આઠ મોઢાવાળા પ્રમાદ રાક્ષસનો વિશ્વાસ કરવા જેવો નથી, એમ ઉપા. મ. કહે છે. જે વિશ્વાસ ભગવાન, ગુરુ પર મૂક્વો જોઈએ તે વિશ્વાસ આપણે પ્રમાદ પર મૂકી દીધો છે. * ધ્યેય માત્મવધનિષ્ઠા એમને એમ આત્મબોધનહિ થાય, પહેલા પરમાત્માને પકડવા પડશે. ખોવાયેલો આત્મા પરમાત્મા દ્વારા મળશે. જે દિવસે તમારું મન પરમાત્મામાં લાગ્યું તે દિવસે તમને આત્મા મળી ગયો સમજજો. આપણા આત્માની ચિંતા આપણે જેટલી નથી કરતા, તેથી વધુ પરમાત્મા કરે છે. આત્મબોધ થયા પછી પણ પ્રભુ કે પ્રભુશાસનની ઉપેક્ષા નથી કરવાની. આ ક્ષયોપશમ ભાવ છે. ક્યારે પણ જઈ શકે છે. international ..... કહે કલાપૂર્ણસૂરિ * * જ્ઞાનથી શ્રદ્ધા વધે. જ્ઞાન અને શ્રદ્ધાથી ચારિત્રવધે. જ્ઞાનહીન શ્રદ્ધા ઉધાર હોય છે. શાનથી પ્રાપ્ત શ્રદ્ધા સ્વયંની હોય છે. પહેલા માત્ર વડીલો પર વિશ્વાસ હતો. પછીથી જાતે સમજેલું હોય છે. પહેલી શ્રદ્ધા ચલિત થઈ શકે, બીજી નહિ. જ્ઞાન + શ્રદ્ધા બન્ને સાથે મળીને ચારિત્ર લાવે જ. સોમ, ૬-૯-૯૯, શ્રા. વદ-૧૧, આ ત્રણેય મળીને મોક્ષ લાવે જ. માટે જ ‘સમ્ય વર્શન- જ્ઞાનચારિત્રાળિમોક્ષમાર્ગ:।' અહીં ‘માર્ગઃ’માં એક વચન, ત્રણેય છુટા-છુટા નહિ, પણ સાથે મળે તો જ મોક્ષ થાય એમ જણાવે છે. આખો નવકાર ‘નમો અરિહંતાણં’ માં સમાઈ જાય છે. કેમકે અરિહંત પંચ પરમેષ્ઠિમય છે. દીક્ષા લીધી ત્યારે મુનિ, ગણધરોના ગુરુ બન્યા ત્યારે આચાર્ય પાઠ આપ્યો ત્યારે પાઠક – ઉપાધ્યાય, અશ્ચિંત તો સ્વયં છે જ. સિદ્ધ પણ થવાના જ. "लोकोत्तमो निष्प्रतिमस्त्वमेव, त्वं शाश्वतं मङ्गलमप्यधीश । त्वामेकमर्हन् शरणं प्रपद्ये, सिद्धर्षिसद्धर्ममयस्त्वमेव ।। " સિદ્ધસેન દિવાકરસૂરિ, શક્રસ્તવ. લોકોત્તમ મંગળ ચાર છે ઃ અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ. સાકરનું નિર્માણ અન્ય દૂધ આદિને પણ મધુર બનવા માટે થયેલું છે, તેમ અરિહંત પણ અન્યને મંગલભૂત બનાવનાર છે. અરિહંત જ લોકોત્તમ છે, અપ્રતિમ છે, શાશ્વત મંગળ છે, શરણ્ય છે. એક અરિહંતમાં બીજા ત્રણેય મંગળ આવી જાય છે. (સિદ્ધ + ઋષિ + ધર્મ કહે કલાપૂર્ણસૂરિ ..... ... ૨૧૭ સિદ્ધર્ષિસદ્ધર્મમયઃ) * મારો મોક્ષ નિશ્ચિત થવાનો જ છે. હું હવે અરિહંતને છોડવાનો નથી જ. મારો આ દઢ નિર્ણય છે. આવી દઢતાથી અરિહંતને પકડી લો. વિસ્તાર થશે જ. પુલ પર ચાલનારને ભયંકરનદીનો પણ ભયનથી. અરિહંતને પકડીને ચાલનારને, (જીવનારને) ભયંકર સંસાનો પણ ભય નથી. પુલ હજુ તુટી શકે, નદીમાં ડૂબાડી શકે. અરિહંતનું શરણું સંસારમાં ડૂબાડી શકે, એવું કદી બન્યું નથી, બનશે નહિ, કેવા છે અરિહંત? ગુણ સઘળા અંગીકર્યા, દૂર કર્યા સવિદોષ.. આપણે ઉછું ક્યું છે. બધા દોષ ભરીને બેઠા છીએ. ગુણોના આદરના કારણે રીસાયેલા દોષો જતાં જતાં પ્રભુને કહી ગયા અમને રાખનારા ઘણાય છે. અમને તમારી જરાય પડી નથી. જેમ ઉજંઠ શિષ્ય જતાં જતાં ગુરુને કહી જાયઃ અમને રાખનારા ઘણાય છે, તમારી જરાય જરૂર નથી. ત્યાંથી રવાના થયેલા દોષો આપણામાં ભરાઈ બેઠા. સાક્ષાત્ ભાવ - અરિહંત ન મળ્યા તો પણ ચિંતા નહિ કરતા. નામ-સ્થાપના-દ્રવ્યરૂપે અરિહંત પણ પુલ બનીને આપણી સમક્ષ આવી ઉભા છે. આ પુલ પર શ્રદ્ધા છે? જગતમાં બીજે બધે શ્રદ્ધા છે. માત્ર અહીં જ નથી? પુલ પર શ્રદ્ધા છે એટલી પણ શ્રદ્ધા અરિહંત પર નથી? ૪ દીક્ષા લેતાં પહેલા મને ઘણા કહેતાઃ ગુજરાતમાં સાધુઓ દાડ-દાંડલડે છે. શું કરશો ત્યાં જઈને...? હું કહેતોઃ આપ ભલા તો જગ ભલા! હું સારો બનીશ તો બધું સારું બનશે. ભગવાનના ભક્તનું કદી અકલ્યાણ થતું નથી. વિદન આવતા નથી. કામી ભગવાનનો ભક્ત બની શકે પણ ભક્ત કામી ન બને. દા.ત. તુલસીદાસ ! રત્નાવલીમાં આસક્ત હતા. પછી ભક્ત બન્યા. “જહાં રામ વહાં નહિકામ, જહાં કામ વહાં નહિરામ; તુલસી દોનોં ના રહે, રવિ-રજની ઈક કામ” - તુલસીદાસ ગોચરીની આલોચનામાં જીવમૈત્રી, જિનભક્તિ, ગુરુભક્તિ ત્રણેય છે. ૨૧૮ ... . .... કહે કલાપૂર્ણસૂરિ ઈરિયાવહિયંથી જીવમૈત્રી, લોગસ્સ (ચતુર્વિશતિ સ્તવ) થી જિનભક્તિ, ગુરુ સમક્ષ કરવાથી ગુરુભક્તિ. ૪ સૌથી મોટો દોષ આપણો મનમોજી સ્વભાવ છે. મરજીમાં આવે તેમ હું કરું! આને આપણે વળી ઉત્તમ ગુણ ગણીએ છીએ, સ્વતંત્રતા ગણીએ છીએ, પણ જ્ઞાની કહે છે. આ જ મોટી પરતંત્રતા છે. - સ્ત્રીસ્વાતચમતિ / સ્ત્રી જેમ કોઈ અવસ્થામાં સ્વાધીન - સ્વંતત્ર ન હોય. નાની વયમાં મા-બાપ, યૌવનમાં પતિ, ઘડપણમાં પુત્રના આધારે જીવે. (આવી સતીઓને ભગવાને પણ બિરદાવી છે.) તેમ શિષ્ય પણ કદી સ્વતંત્ર ન રહે અત્યારે આ મર્યાદા લુપ્ત થતી જાય છે. સ્ત્રીસ્વાતંત્ર્યની ચળવળ ચાલે છે. એક તો વાંદરોને ઉપરથી દારૂ પીવડાવવામાં આવે છે. આવા ભયંકર વાતાવરણમાં પૂર્વના પ્રબળ સંસ્કારો વિના દીક્ષા લઈ શકાય નહિ, એમ હું સ્વાનુભવના બળે કહી શકું તેમ છું. * શિષ્ય માટે ભગવદ્ભક્તિની જેમ ગુરુભક્તિ પણ જરૂરી છે. પંચસૂત્રમાં લખ્યું : ગુદ વહુમા મોલ્લો | ગુરુના બહુમાનથી તીર્થકર મળે, ગુરુના બહુમાનથી એવું પુણ્ય બંધાય, જેથી આ જીવનમાં પણ તીર્થકર મળે. કઈ રીતે? સમાપત્તિ દ્વારા, ધ્યાન દ્વારા, એમ હરિભદ્રસૂરિએ કહ્યું છે. ગુપ્રિમાવેન, તીર્થવનંમતમ્ હરિભદ્રસૂરિ યોગ. સમુ. * ગુરુને વંદન કરતા હોઈએ ત્યારે તેઓ વ્યાક્ષિત, પ્રમત્ત (ઉંઘમાં), અવળા મુખવાળા, આહાર-નિહાર કરતા કે કરવાની તૈયારીમાં હોવા ન જોઈએ. (ત્યારે ગુરુને વંદન ન કરવા.) * સ્થડિલ – માત્રુના વેગને રોકવાથી ઘણું નુકશાન થાય છે. માટે કદી રોકવા નહિ. પછીથી હોસ્પિટલમાં જવું તેના કરતાં પહેલેથી જ આપણે આપણું સ્વાથ્ય જાળવી રાખવું જોઈએ. આપણે જ આપણા વૈદ્ય થવાનું છે. અધ્યાત્મસાર એક પ્રમાદ બધા દોષોને તાણી લાવે. માટે જ તે જીતવા આત્મબોધની નિષ્ઠા કેળવવી. એ માટે સર્વત્ર વ મામ: પુરા સર્વત્ર આગમને આગળ રાખવા. નમો અરિહંતાણું આગમનો સાર છે. પ્રશ્ન : સામાયિક નિર્યુક્તિના પ્રારંભમાં નવકારની વ્યાખ્યા કેમ? કહે કલાપૂર્ણસૂરિ ..... ••• ૨૧૯ ઉત્તર ઃ નવકાર સામાયિકથી ભિન્ન નથી, એમ બતાવવા માટે. નવકાર સામાયિકનું આદિ સૂત્ર છે. માલ ભગવાનનો, ગુંથણી ગણધરોની. માલ ભગવાનનો. પેકીંગ ગણધરોનું આત્મા અતીન્દ્રિય છે. હેતુ – તર્કથી ન પામી શકાય. અનુભવગમ્ય જ છે આત્મા. ‘ચાવ્યા: વિન્પા:' આગમના અભ્યાસથી કુવિકલ્પો દૂર થાય. નિર્વિકલ્પ દશાનો અનુભવ ન થાય ત્યાં સુધી કુવિકલ્પ-નિરોધનો અભ્યાસ કરવો. ‘ઘેય વૃદ્ધાનુવૃત્ત્વા’ હંમેશા વૃદ્ધને અનુસરવું. બધા જુવાન જોઈએ, વૃદ્ધો નહિ. એવી જીદ્દવાળા પેલા રાજાની કથા યાદ છે ને ? ‘સાક્ષાત્કાર્યતત્ત્વમ્’ આત્મતત્ત્વનો સાક્ષાત્કાર કરવો. એની તીવ્રભાવના હોવી જોઈએ. ‘આત્મસાક્ષાત્કાર કર્યા વિના નથી મરવું’ આવો દૃઢ નિર્ણય કરો. જેમ શ્રાવકનો મનોરથ ‘દીક્ષા વિના મરવું નહિ' હોય, તેમ સાધુનો મનોરથ આત્મસાક્ષાત્કારનો હોય. આત્મસાક્ષાત્કાર એટલે પરમાત્માનો સાક્ષાત્કાર ! જે ક્ષણે પરમાત્મા દેખાશે તે જ ક્ષણે આત્મા દેખાશે. પરમાત્મા જ કહેશે : તું અને હું એક જ છીએ. એટલે પરમાત્મા કે આત્માનું દર્શન એક જ છે. दरिया से मोज, मोज से दरिया नहि है जुदा हम से नहि, जुदा है खुदा, और खुदा તે હમ. આ બધી બાબતો જીવનમાં અનુભવીને મેં તમને બતાવી છે. એમ યશોવિ. લખે છેઃ અનુભવવેદ્ય: પ્રહારોગ્યમ્ । ૨૨૦ ... કહે કલાપૂર્ણસૂરિ www.janhelibrary.org મંગળ, ૭-૯-૯૯, શ્રા. વદ-૧૨-૧3. * ગુનો ન કરે તેને સજા નથી મળતી. રાગ-દ્વેષ ન કરે તેને કર્મ બંધાતા નથી. રાગ-દ્વેષ કરવા એ જ ગુનો ગુનો કરનારને સજામળેજ. સિદ્ધોને નથી મળતી. કારણકે તેઓ કોઈ ગુનો કરતા નથી. મલ્લિનાથ ભગવાનને સ્ત્રી બનવું પડ્યું. અચ્છેરું થયું, પણ કર્મસત્તાએ કાયદો ન બદલાવ્યો. આ કર્મસત્તાથી છોડાવનાર ધર્મસત્તા છે. મદેવી માતાને કર્મસત્તાથી છોડાવનાર ભગવાનના દર્શન હતા. * જ્યારથી સંસાર છે ચારથ તીર્થકર ભગવાન છે જ. તીર્થકર ઘણીવાર મળ્યા હશે, પણ યોગાવંચકપણું નથી મળ્યું. તીર્થકર કે ગુરુમને તાનારા છે એવું ન જણાય ત્યાં સુધી યોગાવંચકપણું મળતું નથી. ગોશાળો અને ગૌતમ બને મહાવીર મળેલા. એકને ફળ્યા બીજાને ટ્યા. એકને યોગાવંચકપણું મળ્યું બીજાને ન મળ્યું. *ગાડીમાં બેઠા પછી તમે શું પુરુષાર્થક્ય? છતાં તમે મુંબઈથી અહીં આવી ગયાને? ભગવાનના શ્રુત- ચારિત્રધર્મની ગાડીમાં બેસી જાવ. સ્વયમેવમુક્તિનગરે પહોંચી જશો. આપણે માત્ર તેમાં બેસવાનો પ્રયત્ન કરવાનો છે. માત્ર સમર્પિત થવાનું છે. બાકી બધું ભગવાન સંભાળી લેશે. - સાગરમાં તોફાન આવે ત્યારે ખલાસી – નાવિકનું માનવું પડે, કહે તેમ કરવું પડે, તેમ મોહના તોફાનમાં દેવ-ગુરુની વાત માનવી પડે. કહે કલાપૂર્ણસૂરિ .... ... ૨૨૧ મેઘકમાને દીક્ષાની પ્રથમ ચત્રજવિદન આવેલું ત્યારે ભગવાન મહાવીરનું માન્યા. આથી તેમનો જીવનરથ ઉન્માર્ગે જતાં બચી ગયો. ભગવાનને જે જીવન સારથિ બનાવે તેને ક્યાંય આડા – અવળા રખડવું પડે નહિ. સંયમથી હિંમત હારી ગયેલા નિરાશ મેઘમુનિમાં મહાવીર દેવે આશાનો સંચાર ર્યો, હિંમતભરી દીધી. અનુકૂળતાની અભિલાષાના સ્થાને પ્રતિકૂળતા પરપ્રેમજગાડ્યો. સુખશીલતાએ સંસારમાં ડૂબાવ્યા છે, સહનશીલતાએ સંસારથી તાર્યા છે. પૂર્વજન્મમાં શું સહન કરેલું તે મેઘકુમારને ભગવાને યાદ કરાવ્યું. એક યોજનનું માંડલું બનાવેલું તેમાં બીજા જીવોનો વિચાર કરેલો. બીજાના વિચારમાંથી જ ધર્મ શરૂ થાય છે. હાથીનો એક ગુણ ધ્યાનમાં રાખવા જેવો છે નીચી નજર ર્ધા વિના પગન મૂકે. મેઘકુમારના જીવે સસલાને બચાવેલો. સેચનકે હલ્લ - વિહલને બચાવેલા. હાથીને આટલો વિવેક આવવાનું કારણ કર્મવિવર, તથા ભવ્યત્વનો પરિપાક. જીવો ભગવાનને પ્રિય છે. જીવોને પ્રિય બનાવીએ ત્યારે આપણે ભગવાનને પ્રિય બની જ જઈએ. એને બહુ મોટું ઈનામ મળે. સમજ વિનાકરાયેલો ધર્મપણ મેઘકુમાર બનાવી શકે તો સમજથી કરાયેલો ધર્મશું . નકરી શકે? હાથી આમ રસાળ, અભિમાની, ખાવાની બાબતમાં અસહિષ્ણુ હોય છે, છતાં અઢી અઢી દિવસથી ભૂખ - તરસ સહીને પગ ઉંચે રાખ્યો; નિઃસ્વાર્થભાવે માત્ર એક સસલાને બચાવવા. એ કાંઈ નાની સૂની વાત નહોતી. આથીજ ખુશ થયેલી કર્મસત્તાએ સસલાને બચાવનાર હાથીને મેઘકુમારબનાવ્યો. ભાવિ તીર્થકર શ્રેણિક જેવા પિતા મળ્યા, ભાવ તીર્થકર મહાવીરદેવ જેવા ગુરુ મળ્યા. ભગવાનનું શરણું સ્વીકારી લો એટલે તમારે કશું કરવાનું નહિ તમે ભક્તિ કરતાંકરતાં જ ભગવાન બની જશો. ડાઈવર પોતાની સાથે જ પોતાની ગાડીમાં બેસનારને પણ ગંતવ્ય સ્થાને પહોંચાડી દે છે. ડ્રાઈવર પોતે પહેલા પહોંચી જાયને બીજા પછી પહોચે એવું કદી બનતું નથી. ૨૨૨ ... .... કહે કલાપૂર્ણસૂરિ ભગવાન પણ આવા જ છે. ભગવાન સ્વ-પર ધર્મનું પ્રવર્તન પાલન, વશીકરણ કરે છે. એ જ ધર્મસારથિ બની શકે, સારથિએ ઘોડાઓનું તથા ગાડીનું પ્રવર્તન, પાલન અને વશીકરણ કરવાનું હોય છે તેમ. કોઈપણ વ્યક્તિ કે ગુરુ તરફથી ધર્મ મળે, પણ એનું મૂળ સ્થાન તો ભગવાનમાં જ મળશે. ભગવાને ધર્મનું એવું વશીકરણ કરેલું છે કે એ ભગવાનને છોડીને બજે ક્યાંય જાય નહિ. જેમ સારથિ પાસે ઘોડાનું વશીકરણ હોય છે. ભગવાન મોક્ષમાં જાય પછી પણ એમના ગુણો અને શક્તિઓ આ વિશ્વમાં હોય જ છે. ભગવાનના ગુણોનું, નામનું, મૂર્તિનું સ્મરણ, શ્રવણ, દર્શનઅહીં બેઠા પણ આપણે કરી શકીએ છીએ. જેનદર્શન મૂળથી કોઈ પદાર્થનો અભાવ (અત્યંતાભાવ) નથી માનતું. આપણા માટે સંપૂર્ણપણે કોઈ ગેરહાજરનથી. એની સાથેના સંયોગનો અભાવ થાય છે. આપણે છદ્મસ્થ છીએ. કદાચ ભગવાનને નથી જોઈ શકતા, પણ ભગવાન તો આપણા બધાને જુએ જ છેને? એક નર્તકી પર હજારોની નજર સમાય તો એક પરમાણુ પર અનંતા પ્રભુનું અરૂપી જ્ઞાન કેમ ન સમાય? ભક્તિઃ જૈન દર્શનમાં ભક્તિસૂત્ર કયું છે? એમ ન પૂછો. કર્યું સૂત્ર ભક્તિસૂત્ર નથી? એમ પૂછો. બધા જ સૂત્રો ભક્તિસૂત્રો છે. કારણકે બધા જ ભક્તિ ઉત્પાદક છે. જગચિંતામણિમાં નામાદિ ચારેય પ્રકારે અરિહંત છે. નામ બે પ્રકારે (૧) સામાન્ય - અરિહંત - જગતચિંતામણિ વગેરે. (૨) વિશેષ - ઋષભાદિ – રિસહસત્તેજિ વગેરે સ્થાપના સત્તાવ સદા ..... તિમનોugવત્રણેય લોકના બિંબોને વંદન.ચેત્ય એટલે જિનપ્રતિમા, જિનાલય ત્રણલોકના ચેત્યની (જિનાલયની) સંખ્યા: ૯૭ હજાર, પ૬ લાખ, ૮ ક્રોડ, ૩૨સો અને ૮૨. દ્રવ્ય જિનઃ તમામે ત્રણેય કાળના જિનને વંદન. ભાવ જિન : संपइ जिणवर वीस । કહે કલાપૂર્ણસૂરિ ... ... ૨૨૩ બુધ, ૮-૯-૯૯, શ્રા. વદ-૧૪. * આપણા ઉપર એકેક પૂર્વાચાર્યનો ઉપકાર છે. જો એમણે શાસન ન ચલાવ્યું હોત તો? સાંકળના દરેક અંકોડાની જેમ એકેકનો ઉપકાર છે. * જેઓ પામ્યા છે તેઓ પ્રભુના પ્રેમથી જ પામ્યા છે. પ્રભુપ્રેમની ઝલક મેળવનારાઓએ પોતાની સંપૂર્ણ જાત પ્રભુને સોંપી દીધી. આપણે તો ઘણું બધું રાખીને થોડુંક આપીએ છીએ. ભગવાનને સર્વપ્રથમ ઓળખનાર માનવ ગૌતમ હતા. આવ્યા હતા વાદ કરવા પણ થઈ ગયા શિષ્ય. મિથ્યાત્વ ગયું. સમ્યકત્વ આવ્યું. અપ્રમત્ત સુધીની ભૂમિકા ગૌતમ કોના થકી પામ્યા? કેવળ ભગવાનના પ્રેમના પ્રભાવથી જ. દાનવીરમાણેકલાલચુનીલાલે (મુંબઈ) મને કહ્યું: “મેંબધાને બધી છુટ આપેલી, લેવાય તેટલું લઈ લો. પણ મારી પાસેથી કોઈ એક લાખ લેનારો નથી મળ્યો. એક ૫૦ હજારવાળો મળેલો.” માણસ કેટલું માંગી શકે? પોતાના ભાગ્યથી વધુ નહિ. ભગવાન સર્વસ્વ આપવા તૈયાર છે. આપણે કેટલું લઈશું? માંગો તો આજે જ સમ્યત્વ મળી જાય. જિનભક્તિરત ચિત્તને રે, વેધકરસ ગુણ પ્રેમ રે; સેવક જિનપદ પામશેરે, રસસિદ્ધ અય જેમ રે..” લોઢા જેવા આત્માને પ્રભુ-ગુણના પ્રેમનો વેધકરસસ્પર્શે એટલે આત્મા પરમાત્મ - સુવર્ણત્વથી ઝળકી ઉઠે. પેલો વેધકરસ મળે કે ન મળે, આપણા હાથમાં નથી, પણ પ્રભુ-ગુણનો પ્રેમ આપણા હાથની વાત છે. ૨૨૪ ... ..... કહે કલાપૂર્ણસૂરિ * “મારા ભાગ્યમાં ક્યાં ચારિત્ર છે?' એવું કહેનારો ‘મારા ભાગ્યમાં ક્યાં ભોજન છે?” એવું કદી કેમ નથી કહેતો? આજનું ભાગ્યગઈકાલનો આપણો પુરુષાર્થ છે. આજનો પુરુષાર્થ આવતીકાલનું ભાગ્ય બનશે. * કોઈ અષ્ટાંગયોગ, કોઈ બીજી ધ્યાન પદ્ધતિ બતાવે. ભગવાને સામાયિક બતાવ્યું, જે બધી ધ્યાન – પદ્ધતિઓને ટક્કર મારે. સામાયિક ભગવાને માત્ર કહ્યું નથી, જીવનમાં ઉતાર્યું છે. સામાયિકમાં સર્વ અનુષ્ઠાનોનો સંગ્રહ છે. સર્વજ્ઞ કથિત “સામાયિક ધર્મ પુસ્તક બહાર પડેલું છે તે જોજો. આપણી પાસે આવેલું સામાયિક ભરવાડના હાથમાં આવેલા ચિંતામણિ જેવું છે, જે કાગડાઓ ઉડાડવા તે ફેંકી દે છે. * નવકાર, કરેમિ ભંતે સિવાય બીજા સૂત્રો પોત-પોતાના શાસનમાં ગણધરોના અલગ અલગ હોય. શબ્દોમાં ફરક; અર્થમાં નહિમાટે જ કોઈ પણ તીર્થકરે કહેલું હોય પણ તેમાં કોઈ ફરક ન આવે. અનંતા તીર્થકરોએ જે કહ્યું છે એ જ તેઓ કહેશે. માટે જ સીમંધરસ્વામી પાસેથી સાંભળેલું નિગોદવર્ણન કાલિકાચાર્ય પાસેથી સાંભળતાં પણ સૌધર્મેન્દ્રને એવું જ લાગ્યું માથું ફરી ગયું હોય તે જ આગમમાં ફેરફાર કરે, કે ફેરફાર કરવાની ઈચ્છા કરે * જેટલી દષ્ટિ ખુલે તેટલી ઉત્તમતા દેખાય. મુનિચન્દ્રસૂરિજીને કોઢીયામાં ઉત્તમ પુરુષ (શ્રીપાળ) દેખાયો. સિદ્ધાંતો સૌ સંસારીને પણ સત્ - ચિત્ – આનંદથી પૂર્ણ જુએ છે. * મંત્ર, વિદ્યા, સિદ્ધિ વગેરે અનેક દૃષ્ટિએ લોગસ્સ સૂત્ર મહત્ત્વપૂર્ણ છે. કાયોત્સર્ગમાં પણ તેનો પ્રયોગ કરાય છે. કાર્યોત્સર્ગમાં તે ધ્યાનાત્મક બનતાં તેનું બળ વધી જાય. કોઈપણ વસ્તુ સૂક્ષ્મ બનતાં તેનું બળ વધી જાય છે. બોધિ સમાધિ પ્રાપ્ત કરવાની આમાં કળા છે. બીજા બધા મંત્ર-યંત્રાદિથી આ ચડી જાય. આ સૂત્રથી આપણું ચિત્ત પ્રસન્ન બને, જે પ્રસન્નતા સંસારમાં સૌથી દુર્લભ છે, કોડો ડોલરથી પણ મળતી નથી. અહીં વગર પૈસે લોગસ્સ તમને ચિત્તની પ્રસન્નતા આપવા સજજ છે. કારણ કે લોગસ્સમાં તીર્થકરનું ભાવપૂર્વકનું કીર્તન છે. એવં મએ અભિથુઆ = સામે રહેલાની સ્તુતિ! ભગવન્! આપ મારી સમક્ષ રહેલા છોને મેં આપની સ્તુતિ કરી છે. તમે આ લોગસ્સને જીવનમાં ઉતારવા માંગતા હો તો કહું નહિતો મૌન રહે કહે કલાપૂર્ણસૂરિ .. ૨ ૨૫ તમારી સામે તો માત્ર ફોનનું ભૂંગળું છે, છતાં તમે વ્યક્તિની સાથે વાત કરો છો, લોગસ્સ, નવકાર, મૂર્તિ વગેરે પણ ભૂંગળા છે, જે પ્રભુની સાથે આપણને જોડી આપે છે. એકમાં યંત્રશક્તિ છે. બીજામાં મંત્રશક્તિ! પ્રતિમા, નવકાર વગેરે અરિહંત છે, અરિહંત સાથે જોડનારા છે, એવું હજુ ચિત્તમાં લાગ્યું નથી. માટે જ મન પ્રભુમાં ચોંટતું નથી. લોગસ્સ વગેરે રોજના થયા, એમ તમને લાગે છે, તો દુકાન, પત્ની વગેરે પણ રોજના નથી? ત્યાં કેમ રસ આવે છે? ત્યાં સ્વાર્થ છે તો અહીં સ્વાર્થ નથી? સાચો સ્વાર્થ જ અહીં છે. સ્વાર્થનો અર્થ સમજો. સ્વ એટલે આત્મા. અર્થ એટલે પ્રયોજન. * “તિસ્થર જેપીયં ભગવન્! મારા પર પ્રસન્ન થાઓ. પ્રસીદ્ધ મવિધિ ” ભગવાન વળી અપ્રસન્ન હોય? ભગવાન અપ્રસન્ન નથી, પણ આપણે પ્રસન્ન બનીએ એટલે ભગવાન પ્રસન્ન થયા ગણાય. ભગવાનની પૂજાનું ફળ આ જ છે ચિત્તની પ્રસન્નતા. “મનાઈતઃ મન સમથિઃ તતિ નિઃશ્રેયામ.... તો દિ તપૂળનમ ન્યાયમ્' - આમ ઉમાસ્વાતિ મહારાજ કહે છે. ભગવાનના અર્ચનાદિથી જ્ઞાનાવરણીયાદિ ૪ ઘાતકર્મોનો નાશ થાય. જ્ઞાન પ્રાપ્ત કરાવે માટે જ્ઞાનાવરણીય કર્મ દર્શન પ્રાપ્ત કરાવે માટે દર્શનાવરણીય કર્મ, ચારિત્ર પ્રાપ્ત કરાવે માટે મોહનીય કર્મ, ઉલ્લાસ પ્રાપ્ત કચવે માટે અંતરાય કર્મને પ્રભુભક્તિહટાવે છે. * ગુરુનું જેટલું બહુમાન કરીએ તે ભગવાનનું જ બહુમાન છે. ‘નો પુરું મો બંન્ન' જે ગુરુને માને છે તેમને માને છે, એમ ભગવાને કહ્યું છે ગુરુતત્ત્વની સ્થાપના પણ ભગવાને જ કરી છેને? આમ અલગ દેખાય, પણ આમ ગુરુ અને દેવ એક જ છે. અરિહંત સ્વયં પણ દેવ છે, તેમ ગુરુ પણ છે. ગણધરોના ગુરુ જ છે. દુનિયાના દેવ છે. અરિહંત બન્ને ખાતા સંભાળે છે. જેનેતર દર્શનની જેમ આપણે ત્યાં ગુરુ અને દેવ આત્યંતિક રૂપે ભિન્ન નથી. ઉત્તરાધ્યયનમાં કહ્યું છે પ્રભુ સ્તુતિ-કીર્તન આદિથી જ્ઞાનદર્શનાદિરૂપ બોધિલાભ મળે છે. વળી, આ જ કાળમાં તે જીવન્મુક્તિનો અનુભવ કરાવે છે. ૨૨૬ ... ....... કહે કલાપૂર્ણસૂરિ l૪, ૯-૯-૯૯, શ્રા, વદ-0)) નામ ગ્રહંતા આવી મિલે, મન ભીતર ભગવાન...’ પ્રભુ નામ મંત્રનું – મૂર્તિનું સ્મરણ દર્શન કરવાથી પરમાત્માના કેવલજ્ઞાનાદિ ગુણોનું ધ્યાન કરવાથી સાક્ષાત્ જાણે પ્રભુ સામે ઊભા હોય, ભક્તને બોલાવતા હોય એવા અનુભવો થાય છે. ભક્તને થાય ઃ આ સ્વપ્ન છે કે શું ? દેખાતા ભગવાન મારા હૃદયમાં પ્રવેશ પામી ગયા છે. ભગવાન જાણે મને બોલાવતા હોય ! અંગે અંગમાં વ્યાપી ગયા હોય તેવા અનુભવો થાય છે, આવા અનુભવો પ્રતિમાશતકમાં યશોવિજયજી એ બતાવ્યા છે. શું આ વાત સત્ય હશે ? વીતરાગ, સિદ્ધશિલામાં રહેલા ભગવાન આ કાળમાં કઈ રીતે આવી શકે ? મોક્ષમાં ગયેલા ભગવાન જૈનોના મતે તો નીચે આવે નહિ. રામ, કૃષ્ણ, શંકર વગેરે દર્શન આપે પણ વીતરાગ કેમ દર્શન આપે ? સાથે ઉપા. યશોવિજયજી મ. જેવા પ્રખર વિદ્વાન આવા શબ્દો ટાંકે તો અનુભવ વિનાની તો વાત ન જ હોય. કઈ વાત સાચી ? બન્ને વાત સાચી. સિદ્ધમાં ગયા છે, નથી આવતા તે વાત સાચી તેમ યશોવિ. મ.ની વાત પણ સાચી. ભક્તની ભાષા લોકથી તો જુદી પડે, પણ શાસ્ત્રથી પણ જુદી પડે, છતાં શાસ્ત્રવિરુદ્ધ ન કહેવાય. શાસ્ત્રથી અતિક્રાન્ત અનુભવ તે સામર્થ્ય યોગ છે. કહે કલાપૂર્ણસૂરિ .... ...૨૨૭ ભક્તને વીતરાગ પ્રભુ મળ્યા વિના ન રહે, તે પણ સાચું છે. यदा ध्यायति यद् योगी, याति तन्मयतां तदा । ध्यातव्यो वीतरागस्तद्, नित्यमात्मविशुद्धये ।। – યોગસાર. આપણો ચારે બાજુ ભટકતો ઉપયોગ જ્યારે પ્રભુ-નામ-મૂર્તિ આદિમાં જાય ત્યારે તે આકારે બની જાય. જેનું ધ્યાન કરે તેવા આકારે બની જાય. પ્રતિમાનું ઉલ્લંઘન કરીને તમે મુક્તિનો માર્ગ હારી ગયા, ભગવાને કાંઈ પોતાની પૂજા માટે મૂર્તિ – નામ વગેરેનું નથી કહ્યું. એ બધું જણાવવા યશોવિજયજી એ પ્રતિમા શતક બનાવ્યું છે. નામાદિ ૪માં ચિંતન કરતાં ચેતના પ્રભુમય બની જાય છે. દૂર રહેલી વસ્તુ પણ ત્યારે સાક્ષાત્ સામે દેખાય. એકાકારતા માત્ર હોવી જોઈએ. તુમહિ નજીક નજીક સબહી હૈ, તુમ ન્યારે તબ સબ હી ત્યારે... આવું યશોવિજયજી મ. કઈ અપેક્ષાએ કહે છે ? ભગવાન દૂર છે તો દૂર, નજીક છે તો નજીક છે. પણ દૂર-નજીક શી રીતે બને છે? ચેતના પ્રભુમાં એકાકાર બને ત્યારે પ્રભુ નજીક. પ્રભુમાં એકાકાર ન બને ત્યારે પ્રભુ દૂર – આ જ વાત છે. આ બધા વાક્યો ૫૦૦-૧૦૦૦ વર્ષ પછી પણ કોઈ ભક્તહૃદયી પેદા થાય ત્યારે તેને કામ લાગે માટે રચાયા છે. ‘વીતરાગ છે’ એમ કહીને તમે ભોળાને ભલે સમજાવો, પણ હું ન સમજું. મારે તો આપની પાસેથી જ મેળવવું છે. આપ જ આપશો. આ મારી બાળ-હઠ છે.’ ભક્તની આ ભાષા છે. ભગવાન પાસે બાળક બની જાવ. ભગવાન તમારા છે. ભગવાનને મેળવવા બાળક બનવું પડે. વિદ્વાનોનું અહીં કામ નથી. આપણી ચેતના બીજે ગોઠવાયેલ છે, માટે જ પ્રભુ મળતા નથી. ‘ધ્યાન પદસ્થ પ્રભાવથી, ચાખ્યો અનુભવ સ્વાદ.’’ ૨૨૮ ... કહે કલાપૂર્ણસૂરિ www.ehebrary.org - માનવિજયજી ઉપાધ્યાય, પાપ્રભ સ્તવન. પદસ્થ” એટલે નામરૂપ પદનું ધ્યાન. કર્મક્ષયથી મળતી વિદેહમુક્તિ છે. ભક્તિથી આ જ જીવનમાં મળતી મુક્તિ તે જીવન્મુક્તિ છે, ભક્ત એવી મુક્તિ અહીં જ અનુભવે છે. આ કાળમાં ન હોવા છતાં ભક્તને ભગવાને આ મુક્તિ (જીવન્મુક્તિ) આપવી પડે પછી ભક્ત ખુમારીથી કહી ઉઠે છે. હવે મને મોક્ષની પણ પવા નથી. મોક્ષોડતુવા માડતું” “મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી...” આ કાળમાં પણ ભક્તિ મુક્તિને ખેંચી શકે છે. ભક્ત બની જુઓ. મીરાં, નરસી વગેરેને એમના ભગવાન મળે તો આપણને ન મળે? યશોવિજયજી મ.ને મળે તો આપણને ન મળે? તીર્થ છે ત્યાં સુધી તીર્થકરને આંતરિક દેહથી અહીં રહેવું જ પડે છે, નામાદિથી એવું જ પડે છે. “નામાડડબ્રતિદ્રવ્યમાવૈ ” ચારરૂપથી ભગવાન સર્વત્ર સર્વદા સર્વને પવિત્ર કરી રહ્યા છે, એમ હેમચન્દ્રસૂરિ એમને એમ તો નહિ કહેતા હોય. “નામે તું જગમાં રહ્યો, સ્થાપના પણ તિમહી; દ્રવ્ય ભવમાદિવસે, પણ નકસે કિસહિ.” - જ્ઞાનવિમલસૂરિ. આ શબ્દોને કદી તો ઊંડાણથી વિચારો. ભગવાનનું નામ કે “નમો અરિહંતાણં” આપણે સામાન્ય રીતે લઈએ છીએ. પણ ઉંડાણથી જુઓ તો એમાં જ ભગવાન દેખાશે. તમારા નામને ભૂલી જજો, ભગવાનના નામને નહિ ભૂલતા. પેલો શ્લોક યાદ છે ને? “મન્નમૂર્તિ સમવાય......” દસ હજારનો ચેક મળી ગયો એટલે દસ હજાર મળી જ ગયા, કહેવાય. ભગવાનનું કહે કલાપૂર્ણસૂરિ ..... ••• ૨૨૯ નામ મળી ગયું એટલે ભગવાન જ મળી ગયા કહેવાય. બ્રિટીશકાળમાં કલકત્તાની કોલેજમાં ટીચરે વીંટી કાઢીને કહ્યુંઆમાંથી કોણ નીકળી શકશે? એક વિદ્યાર્થીએ ચીઠીમાં પોતાનું નામ લખીને ચીઠી વીંટીમાંથી પસાર કરી દીધી. ચીઠીમાં લખેલું હતુંઃ “સુભાષચન્દ્ર બોઝ' વ્યક્તિ અને વ્યક્તિનું નામ અલગ નથી. વ્યવહારથી પણ આ સમજાય છે ને? તમારી સહીથી કેટલાય કામો નથી ચાલતા? બુદ્ધિજીવીઓને આ નહિ સમજાય. આ માટે હૃદયજીવી-પ્રભુજીવી બનવું પડશે. કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યમાં પ્રવેશ કરી શકે નહિ, પરસ્પર અપ્રવેશી છે. પણ પ્રભુનું નામ આપણા હૃદયમાં પ્રવેશી શકે. અંગેઅંગમાં એકાકીભાવ પામી શકે. જય વિયરાયમાં શું કહ્યું છે? મારામાં કોઈ પ્રભાવ નથી, હું આ બધું મેળવી શકું, પણ તારા પ્રભાવથી ભવનિબૅઓ વગેરે મળે. “હોઉ મર્મ તુહ પ્રભાવ ભયd ' પિતાના સામર્થ્ય પર વિશ્વાસ છે, પણ પરમાત્માના સામર્થ્ય પર વિશ્વાસ નથી. પિતા પુત્ર સુપુત્ર બને તો મેળવી શકે તેમ આપણે આજ્ઞાપાલક બનીએ તો એમની પ્રભુતા મેળવી શકીએ. પ્રતિમા આલંબન માટે છે. ધીરે ધીરે આદત પડતાં એમ જ ભગવાન સામે દેખાવા લાગશે. જલપાત્રમાં જેમ સૂર્યદેખાય, તેમ ભક્તને મૂર્તિમાં ભગવાન દેખાય છે. જલપાત્રમાં દેખાતો સૂર્યસાચો નહિ? મનફરામાં (વિ. સં. ૨૦૩૭) બહિભૂમિએ જતાં તળાવમાં સૂર્યના પ્રતિબિંબના પ્રકાશથી પણ ગરમી લાગતી, માથું દુખતું. બોલો, કયો સૂર્ય સાચો? ઉપરવાળો સૂર્ય કે તળાવમાં પ્રતિબિંબિત સૂર્ય? ક્યા ભગવાન સાચા? ઉપર રહેલા તે કે હૃદયમાં આવેલા તે? બન્ને સાચા. તળાવડહોળાયેલું હોય તો પ્રતિબિંબ નહિદેખાય. આપણું ચિત્ત પણ કલુષિત હોય તો ભગવાન નહિ આવે. ભગવાન નથી ભાગ્યા, પણ આપણે ભગાડી દીધા. આપણી પ્રસન્નતા પ્રભુની પ્રસન્નતા સૂચવે છે. એટલેકે ચિત્ત પ્રસન્ન બનતાં જ પ્રભુનું ત્યાં પ્રતિબિંબ ૨૩૦ .... . કહે કલાપૂર્ણસૂરિ WWW.jainelibrary.org બોધિ - સમાધિ જીવન્મુક્તિ અને પૂર્ણ આરોગ્ય વિદેહમુક્તિ છે. આ બન્ને મુક્તિ ગણધરોએ લોગસ્સમાં ભગવાન પાસે માગી છે. ૪૪૫ વર્ષદીક્ષા લીધે થયા. તેનાથી પણ પહેલા, બાળપણથી જ મેં ભગવાનને પકડ્યા. આગળ વધીને કહું તો કેટલાય ભવોથી ભગવાન પકડ્યા હશે તે ખબર નહિ. ભવોભવ ભગવાન સાથે છે, એમ જ મને લાગે છે. સાધના માટે ધીરજ જોઈએ. ઉતાવળે આંબા ન પાકે, હા, બાવળીયા પાકે. “નામ ગ્રતા આવી મિલે, મન ભીતર ભગવાન.” માનવિજયજીની આ પંક્તિ પરથી જ પુસ્તકનું નામ “મિલે મન ભીતર ભગવાન પાડ્યું છે. મોહનીયનો જેટલા અંશે હાસ થયો હોય તેટલા અંશે આપણે સહજ સ્વભાવમાં સ્થિર થઈએતે વખતે આપણે સિદ્ધો સાથે મિલન કરી શકીએ. ત્યારે ભક્તને એમ લાગે છે મારી પ્રેમસરિતા પ્રભુના મહાસાગરમાં મળી ગઈ છે. નામસ્તવ (લોગસ્સ)નો મહિમા કેટલો છે તે ઉપધાનથી ખ્યાલ આવશે. તે મેળવવા તમારે કેટલો તપ વગેરે કરવો પડે છે ? તે સમજો. એનો મહિમા સમજાશે. માટે જ લોગસ્સ અને નમુત્થણે બન્નેના ઉપધાન અલગ ગોઠવ્યા છે. મહાનિશીથમાં કહ્યું છે. પ્રભુનું નામ એટલું પવિત્ર છે કે શીલસંપન્ન સાધક જો એને જપે તો બોધિ, સમાધિ અને સિદ્ધિ શીધ્ર પામે. લોગસ્સનો કાઉસ્સગ્ન જીવનમાં આવે માટે આ બધું કહ્યું છે. આપણા સંઘમાં ૧૦૦૮ લોગસ્સનો કાઉસ્સગ્ન કરનાર છે. હિંમતભાઈ ૩૪૬ લોગસ્સનો કાઉસગ્ગ રોજ કરે છે. એક વખત તો આખી રાત કાઉસગ્નમાં કાઢેલી. કહે કલાપૂર્ણસૂરિ .. ... ૨૩૧ Í4, ૧૮-૯-૯૯, ભા, સુદ-૮ સાધુની આહાર ચર્યાઃ ધર્મસંગ્રહ ગ્રંથના બીજા ભાગમાં સાધુની ચર્ચા સવિસ્તર બતાવી છે. પ્રથમ ભાગમાં શ્રાવક – ધર્મનું વર્ણન છે. એકેક વિધિનું સૂક્ષ્મતાથી નિરીક્ષણ કરતાં જણાશે તીર્થકરોની જીવો પર કેટલી કરુણા છે! સાદડીમાં ચાલુ માંડલીમાં એક મહાત્મા (ચારિત્રભૂષણ વિ.) ના પાત્રામાંથી એક કૂતરો મેથીનો લાડવો ઊઠાવી ગયેલો. માટે જ વાપરતાં પહેલા ઉપર - નીચે અને આજુબાજુ જોવાનું વિધાન છે. ગોચરીમાં ફરતા, પસીનાથી રેબઝેબ થયેલા જૈન સાધુને જોઈને એક નિષ્ણાત વૈદ્ય પાછળ-પાછળ ચાલતો ઉપાશ્રયમાં આવ્યો. તાત્કાલિક વાપરશે તો મુનિને દોષોનો પ્રકોપ થશે- એમ તે માનતો હતો. પણ સાધુ મહારાજ તો પચ્ચખાણ પારી, ૧૭ ગાથાનો સ્વાધ્યાય કરી પછી વાપરવા બેઠા, આથી શરીરના ધાતુઓ સમ થઈ ગયા. પછી વાપરવા બેઠા તેથી વૈદ્ય સર્વોક્ત વિધાન પર ઝૂકી પડ્યો કેવું સર્વજ્ઞનું શાસન! ભયંકર ભૂખ લાગી હોય ત્યારે ૧૭ ગાથાનો સ્વાધ્યાય પણ ૭૭ ગાથા જેટલો લાભ આપે. * ધર્મ કરીએ તો માત્ર આપણને જ નહિ, આખી દુનિયાને લાભ મળે. કઈ રીતે ? પબ્ધિ સૂત્રમાં ધર્મના કેવા વિશેષણો વાપર્યા છે? हिए सुए खम्मे निस्सेसिए आणुगामियाए.... सव्वेसिं पाणाणं । ૨૩૨ ... ...... કહે કલાપૂર્ણસૂરિ એટલે કે સર્વજીવોને કલ્યાણકારી આ ધર્મ છે. આથી જ ‘એક સાધુ સર્વ જગતનું રક્ષણ કરે છે. એમ કહેવાય છે. * ગોચરી લાવ્યા પછી પણ તેમાંથી બીજા સાધુની ભક્તિકરવાની છે. ગૃહસ્થોમાં - શ્રાવકોમાં તો સાધર્મિક ભક્તિ માટે ચડાવા બોલાય. મદ્રાસમાં ફ્લે ચુંદડીનો ચડાવો ૫૧ લાખમાં ગયેલો. કોઈ ન લે તોય આગ્રહ કરનારને તો લાભ થાય જ. વિધિ અને ભક્તિ વિનાનું નિમંત્રણ પૂરણશેઠની જેમ નિષ્ફળ બને. જ્યારે વિધિ સહિતનું જીરણ શેઠની જેમ સફળ બને. ભલે એને ભગવાનનો લાભ ન મળ્યો. પણ એનું નિમંત્રણ સફળ! પૂરણ શેઠને ભલે ભગવાનનો લાભ મળ્યો, પણ તોય તેનું દાન નિષ્ફળ! લાટદેશના લોકો આપવાનો દેખાવ બહુકરે, પણ આપેકાંઈનહિ. આનેલાટપંજિકા કહેવાય. પેલા ડફોળ શંખની વાર્તા સાંભળી છે ને? માંગો તે કરતાં ડબ્બલ આપવાનું કહે, પણ આપે કાંઈ નહિ. માંડવીમાં આવો ડફોળ શંખ મળી ગયેલો. ઉપધાનમાં ત્રણ નીવ લખાવી ગયો ને કહેઃ હું ભીલડીયા વગેરેમાં ટ્રસ્ટી છું. કાંઈપણ કામ હોય તો કહેજો. પછી, “૮૦૦/રૂ.ની જરૂર છે' કહીને ૮૦૦/- રૂા. લઈને ગયો તે ગયો જ. ફરી આવ્યો નહિ. 1 સુરતનાઅમારા ચોમાસા પછી હસમુખનામનો એક છોકરોફોનથી સુરતના ટ્રસ્ટીઓ પાસેથી ૬૦ હજાર જેટલા રૂ. લઈ ગયેલો. ફોનમાં કહેઃ હું મુમુક્ષુ છું. આ. મ.ના પુસ્તક છપાવવામાં ૨૫-૩૦ હજારની જરૂર છે. મોકલાવો. પેલાઓએ અમારા વિશ્વાસથી મોકલાવેલા. અમને ઠેઠ મદ્રાસમાં ખબર પડી. પત્રમાં લખેલુંઃ આપના કહેવા પ્રમાણે ૬૦ હજાર મોકલી આપ્યા છે. આ ડફોળ શંખના નમૂના છે. ડફોળ શંખ એટલે બોલે ઘણું પણ કરે કાંઈ નહિ આપે કાંઈ નહિ. ઘણા માણસો પણ આવા જ હોય છે. * અશુદ્ધભાવ સંસાર છે. શુદ્ધભાવ સંસાર પાર છે. અનુસ્રોત એટલે દુનિયા ચાલે તે પ્રમાણે ચાલવું. પ્રતિસ્ત્રોત એટલે દુનિયાથી ઉર્દુ ચાલવું. કહે કલાપૂર્ણસૂરિ ..... •.. ૨૭૭ પ્રતિકૂળતાને વધાવી લેવી તે મોક્ષમાર્ગ છે. આપણું મન સંક્લિષ્ટ ન બને તેની કાળજી તીર્થંકર ભગવંતોએ રાખી છે. જેમ જેમ ભગવાનની ભક્તિ વધતી જાય તેમ તેમ ભાવોની વિશુદ્ધિ વધતી જાય. ‘ઉત્તમ સંગે રે ઉત્તમતા વધે...’ – દેવચન્દ્રજી. ‘જિન ઉત્તમ ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ...’ - પદ્મવિજયજી. આપણને પ્રભુતા ગમે છે. પણ પ્રભુતા ઈચ્છવી એટલે લઘુ બનવું. લઘુ બનવું એટલે જ મહાન બનવું. મહાન બનવું એટલે જ લઘુ બનવું, લઘુતા હશે ત્યાં ભક્તિ પ્રગટશે. ભક્તિ હશે ત્યાં મુક્તિ પ્રગટશે. ૨૩૪ ... કહે કલાપૂર્ણસૂરિ 4, ૧૯-૯-૯૯, ભા. સુદ-૯ પૂર્વના તીર્થકરોની ભક્તિ વિના તીર્થકર ભગવાન પણ તીર્થકર બની શકતા નથી. વીશસ્થાનકોમાં મુખ્ય પ્રથમ પદ તીર્થકર છે. શેષ તેનો પરિવાર છે. પરમાત્મા પ્રત્યે પ્રેમ તીવ્ર પ્રકર્ષ પામે ત્યારે ભક્તિયોગનો જન્મ થાય. * જીવ પ્રત્યે કરેલો પ્રેમ જીવને શિવ બનાવે છે. ગુણી જીવ પ્રત્યે પ્રમોદ – આદરભાવ હોવો જોઈએ. એનો આદર કરવાથી એના બધા જ ગુણો આપણા બની જાય. આજ સુધી કોઈપણ જીવ ગુણીના બહુમાન વિના ગુણી બની શક્યો નથી. વેપારી પાસેથી તાલીમ લીધા પછી જ વેપારી બની શકાય છે તેમ ગુણીની સેવા દ્વારા જ ગુણી બની શકાય છે. તીર્થકરના જીવનમાં બે ચીજ દેખાશેઃ ૧) પ્રભુ પ્રત્યે અગાધ પ્રેમ....! ૨) પ્રભુ સાથે જોડાયેલા જગતના જીવો પ્રતિ પ્રેમ....!! આ બન્ને તમામ શાસ્ત્રોનો સાર છે. આ જ સાધકની સીડી છે. * ધર્મકુળમાં જન્મ લેવો, ઊછેર પામવો, ભગવાન - ગુરૂવગેરે ઉત્તમ નિમિત્તે મળવા એ કાંઈ જેવી તેવી વાત નથી. આત્મા નિમિત્તવાસી છે. મંદિરમાં અલગ જ ભાવ આવે. થીયેટરમાં અલગ. આ તો અનુભવસિદ્ધ જ છે. હવે તો થીયેટરમાં પણ જવાની જરૂર નથી. T.V. લાવીને તમે ઘરને જ થીયેટર બનાવી દીધું છે. આ બહુ ખતરનાક છે. આના પરિણામ સારા નહિ કહે કલાપૂર્ણસૂરિ ... ... ૨૩૫ Jan Education International આવે. * ૨૨ વર્ષ પહેલા રજનીશભાઈ કચ્છ-માંડવીમાં આવવાના હતા. કચ્છના મહારાજાનો માંડવીમાંનો ‘વિજય પેલેસ’ મહેલ આશ્રમ રૂપે ફેરવાઈ જવાની તૈયારીમાં હતો. મેં લાકડીયાના બાબુભાઈ મેઘજીને વાત કરી ઃ ‘આ ઠીક થતું નથી.’ પછી એવી બાજી ગોઠવાઈ ગઈ કે તેઓનું આગમન ટળી ગયું. અમેરિકા જતા રહ્યા. આ કચ્છી માડુનો વિજય હતો. : - અમે દક્ષિણમાં ૫-૬ વર્ષ રહ્યા. ત્યાંની સ્થાનિક પ્રજા મૂળભૂત રીતે હિંસક છે. બકરાના બલિદાનો ઠેર-ઠેર અપાય છે. જ્યારે હેમચન્દ્રસૂરિ-કુમારપાળના પ્રભાવથી ગુજરાત – રાજસ્થાન કચ્છમાં એવું જોવા ન મળે. કચ્છમાં તો એવો મુસ્લીમો વસે છે, જેઓએ જીંદગીમાં માંસ જોયું નથી, ખાધું નથી. માંડવીમાં એક મુસ્લીમ માલીશ માટે આવેલો. તે કહેતો હતો : ‘હું માંસ નથી ખાતો. આખું રામાયણ મોઢે છે, રામાયણના પ્રવચનો પણ આપું છું.' આ અહીંની ધરતીનો પ્રભાવ છે. જૈનોમાં તપના સંસ્કાર સહજ છે. નાના છોકરા પણ રમત-રમતમાં અઠ્ઠાઈ કરી નાખે. અહીં અમિત નામનો સાડા બાર વર્ષનો એક છોકરો ભણે છે. પર્યુષણમાં તેણે હસતાં-રમતાં અઠ્ઠાઈ કરી. મને તો ઠેઠ છેલ્લે બ્લાય આવ્યો. આ છે જૈન કુળના સંસ્કાર...! * પ્રશ્ન ઃ ભગવાન જીરણ શેઠને ત્યાં કેમ ન ગયા ? પૂરણ (અભિનવ) શેઠને ત્યાં કેમ ગયા ? ઉત્તર ઃ ઃ ભગવાન છે. એમના જીવન માટે આપણે શું કહી શકીએ ? પણ એમ પ્રેરણા લઈ શકીએ ઃ પરિચિત અને ભક્ત હોય ત્યાં જ ગોચરીએ જવું, બીજે નહિ, એવું સાધુને ન હોવું જોઈએ. એ ગમે ત્યાં જાય. અપરિચિત અને અજ્ઞાતને ત્યાં ખાસ જાય. વળી, વહોરાવ્યા વિના પણ લાભ મેળવી શકાય, એ પણ સંકેત આપ્યો. પાછળથી જ્ઞાનીને પ્રશ્ન પૂછવામાં આવતાં તેમણે પૂરણ શેઠ કરતાં જીરણશેઠને પુણ્યશાળી ગણાવ્યા. બીજાને જમાડ્યા વિના કે કૂતરા ગાય વિગેરેને આપ્યા વિના અહીંનો આર્યપુરુષ કદી જમે નહિ. * અત્યારે ભયંકર દુકાળ છે. ટીપુંય વરસાદ નથી. પાંજરાપોળો ઠેર-ઠેર ઢોરોથી ઉભરાઈ રહી છે. સાંતલપુરમાં હમણા જ પાંજરાપોળ શરૂ થઈ. બે જ દિવસમાં ૧૮૦૦ ઢોરો આવી ગયા. આવી હાલતમાં આપણે સૌએ જાગવાની જરૂર છે. ૪૨ -- ૪૩ ની સાલમાં હું અહીં હતો ત્યારે દુકાળ હતા. તે વખતે જૈનોએ રૂપિયાનો નો એવો વરસાદ વરસાવેલો કે સરકાર પણ જોતી રહી ગઈ. કેન્દ્ર સરકારે પણ જૈનોને ૨૩૬ ... કહે કલાપૂર્ણસૂરિ ધન્યવાદ આપેલા. 'भक्ति भगवति धार्या ।' આપણે હૃદયમાં અનેકોને ધારણ કરીએ છીએ. વેપારી, ગ્રાહકો – માલવગેરે બધું મનમાં ઘારે. વકીલો, અસીલ સંબંધી બધું યાદ રાખે- મનમાં ધારે- આમ બધા જ બધું જ ઘારે છે. પણ ભગવાન કોણ ધારે છે? ભગવાન કોના મનમાં છે? ભગવાન આપણે ક્યારે હૃદયમાંધારીએ? મંદિરમાં હોઈએ ત્યાં સુધી. મંદિરમાંથી બહાર નીકળ્યા એટલે ભગવાન પણ આપણા હૃદયમાંથી બહાર નીકળ્યા એવું જીવન બનાવી મૂક્યું છે. ભગવાન ભલેચીદ રાજલોકદૂર હોય, પણભક્તિથીભક્ત તેમને હૃદયમાં વસાવી શકે છે. દરેક ભક્ત જાણે છે કે સીમંધર સ્વામી કદી ભરતક્ષેત્રમાં આવે નહિ, આવી શકે નહિ, છતાં પ્રાર્થીએ છીએઃ “શ્રી સીમંધર જગધણી, આ ભરતે આવો.” આ ખોટું ન કહેવાય. આપણો ઉપયોગ જ્યારે ભગવન્મય બન્યો ત્યારે આપણે સ્વયં ભગવાન બની ગયા. આને જ હૃદયમાં ભગવાન આવી ગયા કહેવાય. ઘડાનું ધ્યાન ધરીએ તો આપણે ઘટમય બની ગયા. આપણો ઉપયોગઘટમય બની ગયો. ઘટમયકે ધનમય ઘણીવાર બન્યા. હવે ભગવન્મય શા માટે ન બનવું? જ્ઞાનમાં એકાગ્રતા નથી હોતી, ધ્યાનમાં એકાગ્રતા હોય છે. એટલે જ વીરવિજયજી કહે છે : ‘તમે ધ્યેયરૂપે ધ્યાને આવો, શુભવીર પ્રભુ કરુણા લાવો; નહિ વાર અચલસુખ સાવંતે, ઘડી દોય મળો જો એકાંતે.....' માત્ર બે ઘડી ભગવાનમાં આપણો ઉપયોગ રહે તો કામ થઈ જાય! – એમ વીર વિજયજી કહે છે. ભગવાનની ભક્તિ જેના હૃદયમાં નથી, તેના માટે ભગવાન દૂર છે. ભક્તિ છે તેના માટે ભગવાન હાજરાહજૂર છે. ગોશાળાની પાસે જ ભગવાન હતા, છતાં ભાવથી દૂર જ હતા. સુલસા દૂર હતી છતાં પણ ભક્તિથી તેના માટે ભગવાન નજીક હતા. દૂર રહેલા ભગવાનને નજીક લાવવા, હૃદયમાં પધરાવવા એનું નામ ભક્તિયોગ. એના માટે જ લાખો – અબજો રૂપિયા ખર્ચીને આ મંદિરો બંધાવ્યા છે. ભગવાન પ્રત્યે પ્રેમભાવ જાગ્યો તો બધા જ પૈસા વસૂલ! બાકી જેનો ગાંડા નથી કે ક્રોડો રૂપિયા મંદિરોમાં લગાવે. જેનો સમૃદ્ધ છે તેનું કારણ પણ જિન-ભક્તિ અને જીવદયા છે. તમે દાનનો પ્રવાહ ચાલુ રાખો તો લક્ષ્મી આવ્યા વગર નહિ રહે. કહે કલાપૂર્ણસૂરિ .... •.. ૨ ૩૭. સોમ, ૨૦-૯-૯, ભા. સુદ-૧૦. * ગોચરી પછી જ પચ્ચકખાણ પારવાના હોય. પહેલાથી શી રીતે પરાય? ગોચરી મળશે જ એવી ખાતરી છે? મળે તો સંયમવૃદ્ધિ નહિતો તપોવૃદ્ધિ” આવું ધારીને ગોચરી માટે નીકળવાનું છે. અત્યારે જેમ વાપર્યા પહેલા દશવૈકાલિકની ૧૭ ગાથાઓનો સ્વાધ્યાય છે, તેમ દશવૈકાલિકની રચના પહેલા પણ આચારાંગવગેરેનો સ્વાધ્યાય હતો જ. ઋષભાદિકના તીર્થમાં પણ તે તે ગ્રન્થોનો સ્વાધ્યાય હતો જ. * ક્ષયોપશમ આપણો કેટલો મંદ છે? યાદ રાખેલું તરત જ ભૂલી જઈએ છીએ. નવાઈની વાત એ છે કે ભૂલવા જેવા અપમાન આદિ ભૂલતા નથી, પણ નહિ ભૂલવા જેવા આગમિક પદાર્થોને તરત જ ભૂલી જઈએ છીએ. * રાગ-દ્વેષનો ક્ષય કે ઉપશમ કરીએ તો જ કર્મબંધ અટકે. સમગ્ર દ્વાદશાંગીનો સાર છે: રાગ-દ્વેષનો ક્ષય કરી સમતાભાવનો આશ્રય કરવો. રાગ-દ્વેષ દો ચોર લૂટેરે, રાગને રીસાદોયખવીશા, યેહૈદુઃખકા દિસા. તમારી પાસે માલ છે, એવી માહિતી લૂંટારાને મળે, પછી એ શું કરે? તમારો પીછો ન છોડે. લૂંટારો, તમે ગલીમાં વળો એટલે તરત જ પકડે, તમને લૂંટે. આ રાગ-દ્વેષ પણ બરાબરમોકો જોઈ તમારા પર તૂટી પડે. ગયા રવિવારે, નેધુરમાં (મદ્રાસથી ઉત્તરે) બપોરે ખુલ્લી ઑફિસમાં લૂંટારો આવ્યો, કહે કલાપૂર્ણસૂરિ ૨ ૩૮ ... છરો ભોંક્યો, લોહીલુહાણ કરી લૂંટ ચલાવી ભાગી ગયો. નામ આપે તો જાનથી મારવાની ધમકી આપેલી. આના કરતાં પણ રાગ-દ્વેષરૂપ લૂંટારા ખતરનાક છે. સાધુએ વાપરતી વખતે રાગ-દ્વેષથી પર રહેવાનું છે. રાગ-દ્વેષના પ્રસંગો બહુધા ગોચરી સમયે થતા હોય છે. ‘‘હે જીવ ! ભિક્ષાટનમાં તું ૪૨માંના કોઈ દોષથી ઠગાયો નથી તો હવે ભોજન વખતે રાગ-દ્વેષથી તું ઠગાઈશ નહિ...’ આમ આત્માને શીખામણ આપવી. ભોજન સમયે બીજા કોઈ શીખામણ આપે તો ન ગમે, ગુરુની પણ ન ગમે. જીવ એટલો અભિમાની છે, કે કોઈની શીખ સાંભળવા લગભગ તૈયાર થતો નથી, પણ અહીં તો જીવ સ્વયં પોતાની જાતને શીખ આપે છે. જીવ પોતાની વાત તો માને ને ? બધા જ અનુષ્ઠાનો, જીવને રાગ-દ્વેષથી બચાવવા રખાયેલા છે. સાધુ પાસે જ્ઞાનધ્યાનની વિપુલ સામગ્રી હોય તો મોહ હુમલો ન કરી શકે. જે દેશ વિપુલ શસ્ત્ર સરંજામાદિથી તૈયાર હોય, તેના પર દુશ્મન દેશ હુમલો કરવાનો વિચાર કરી શકતો નથી. * કામ કામને શીખવે, સ્વાધ્યાય સ્વાધ્યાયને શીખવે, ધ્યાન ધ્યાનને શીખવે, આ અભ્યાસ છે. પુનઃ પુનઃ કરાતી ક્રિયા અભ્યાસ છે. અભ્યાસના કારણે જ સરખા અભ્યાસવાળા ૧૪ પૂર્વીઓમાં પણ છટ્ઠાણવડિઆ પડે છે, ચડ – ઉતર હોય છે. * હું એવા વિચારનો કે કોઈપણ લખાણ શાસ્ત્રાધારિત જોઈએ. આધાર વિના કાંઈ લખવું જ નહિ. મેં પહેલીવાર જ લેખ લખ્યો. અમરેન્દ્ર વિ. એ કહ્યું : ‘આ તો માત્ર પાઠોનો સંગ્રહ થયો. લેખ તો મૌલિક જોઈએ.’’ મને એ પદ્ધતિ પસંદ નહિ. મહાન ટીકાકારોએ પણ આગમગ્રંથોમાં પોતાના તરફથી કોઈ સ્વતંત્ર અભિપ્રાય નથી આપ્યો, તો આપણે કોણ ? ભગવાનની શરત છે ઃ બીજા હોય તો હું તમારા હૃદયમાં ન આવું. ભગવાન બોલાવવા હોય તો પુદ્ગલનો પ્રેમ છોડવો પડશે. યા તો ભગવાન પસંદ કરો, યા તો પુદ્ગલાસક્તિ. કહે કલાપૂર્ણસૂરિ ..... ૨૩૯ હ મંગળ, ૨૧-૯-૯૯, ભા. સુદ-૧૧ વિધિપૂર્વક પાલન કરો તો સાધુધર્મ જલ્દીથી અને શ્રાવકધર્મ ધીમેથી મોક્ષ તરફ લઈ જાય છે. શ્રાવકધર્મ કટિકાગતિથી અને સાધુધર્મ વિહંગમગતિથી ચાલે છે. વૃક્ષ પર કેરી ખાવા કીડી પણ ચડે, પોપટ પણ જાય, બન્ને વચ્ચે કેટલો ફરક? ભૂખ તીવ્ર હોય તો કીટિકાગતિ છોડીને વિહંગમગતિ જીવ સ્ટેજે અપનાવે. આજે પાપના કાર્યોમાં વિહંગમગતિ નહિ, પણ પ્લેનની ગતિ છે, પણ ધર્મકાર્યોમાં કીડી જેવી ગતિ છે. અતિચાર એટલે ચારિત્રજહાજમાં છિદ્રો! છિદ્રો ધ્યાનમાં આવ્યા પછી પૂરવામાં ન આવે તો જહાજ ડૂબી જાય. છિદ્રો પૂરવાના બદલે મોટા-મોટા છિદ્રો (અતિચારો) કરતા રહીએ તો શું થાય? * શરીરમાં કોઈ ગુમડા કે ઘા પર જરૂર હોય તેટલું જ મલમ આપણે લગાડીએ છીએ, થપેડા નથી લગાડતા. તેમ ભોજન સમયે સાધુ જરૂર પ્રમાણે જ આહારલે. સારી ચીજ જોઈને વધુ ન લે હા... આહાર વધી ગયો હોય ત્યારે લઈએ તો નિર્જરા થાય, સહાયતા કરી કહેવાય. કોઈક સાધુને રૂક્ષ આહારથી કે કોઈ સાધુને સ્નિગ્ધ આહારથી અનુકૂળ આવતું હોય છે. જે રીતે સંયમ-નિર્વાહ થાય તે રીતે વર્તવું. સાધુ સર્ષની જેમ સ્વાદ લીધા વિના કોળીયો ઉતારે. પીપરમીંટની જેમ આહાર આમ તેમ મુખમાં ફેરવે નહિ. ૨૪૦ --- કહે કલાપૂર્ણસૂરિ એક સેકન્ડ પણ રાગ-દ્વેષ ન આવી જાય, તે માટે ભગવાને કેટલી કાળજી રાખી છે. ભોજન કરવાના ઉદાહરણોઃ ૧) વણ લેપઃ ૨) પડામાં તેલઃ ૩) પુત્રનું માંસ (ચિલાતી પુત્રની પાછળ પડતી વખતે પુત્રી સુસમાનું માંસ ખાતા પિતાની મનોદશા કેવી હશે? ભોજનનો ક્રમ પ્રથમ સ્નિગ્ધ મધુર, પિત્તના શમન માટે, બુદ્ધિ વગેરે વધે માટે. પછી ખોટા પદાર્થો, છેલ્લે તુરા-કડવા પદાર્થો. ભોજનના આ ક્રમનું કારણ એ પણ છે કે પાછળથી સ્નિગ્ધ પદાર્થો વધે, પેટ ભરાઈ ગયું હોય તો સ્નિગ્ધ પદાર્થો પરવવા પડે. માટે જ પ્રથમ સ્નિગ્ધ મધુર પદાર્થો આરોગવા. ભોજનના વખાણ કરતા વાપરીએ તો અંગાર દોષ. નિંદા કરતાં વાપરીએ તો ધૂમ્રદોષ લાગે ભોજનની ત્રણ પદ્ધતિઓઃ કટ છેદ (ખીચડી વગેરેમાં), પ્રતર છેદ (રોટલી વગેરેમાં) સિંહભક્ષિત (પાત્રામાં જેમ પડ્યું હોય તેમજ વાપરવું) ત્રણ પદ્ધતિએ વાપરવાનું છે. સારામાં સારા પદાર્થો હોય તેમાં આસક્તિ ન થાય માટે બાર ભાવના આદિથી મનને ભાવિત બનાવવું જોઈએ. આહારના છ કારણોઃ ૧) સુધાવેદનીય માટે, ૨) વૈયાવચ્ચ માટે, ૩) ઈર્યાસમિતિ માટે ૪) સંયમની સાધના માટે, ૫) પ્રાણ નિમિત્તે, ૬) ધર્મચિંતન માટે. તપથી સેવા ન થઈ શકતી હોય તો તપ ગૌણ કરો. સેવા મુખ્ય છે. સેવા નહિકરો ને ગ્લાનની સમાધિન રહેતો કેટલો દોષ લાગે? આંખે અંધારા આવેતો ઈર્યાસમિતિપૂર્વક કઈ રીતે ચાલી શકાય? શરીરને નહિ, રાગ-દ્વેષને પાતળા બનાવવાના છે. શાસ્ત્રોના પદાર્થોને વાગોળવાતે ધર્મચિંતા છે. ૨૩ કલાક બીજી પ્રવૃત્તિઓ કરીએ ને ૧ કલાક ધ્યાન કરીએ તો મન ક્યાંથી લાગે? દિવસની તમામ પ્રવૃત્તિ તેને અનુરૂપ હોવી જોઈએ. તો જ ધ્યાનનું સાતત્ય રહે. કહે કલાપૂર્ણસૂરિ ......... ... ૨૪૧ ધ્યાનના સાતત્યથી જ તે સિદ્ધ થઇ શકે. ભક્તિ ભગવાનની ભક્તિ ભવસાગરથી પાર ઉતારે. માટે જ ભગવાને ભવસાગરમાં જહાજ સમાન ધર્મતીર્થની સ્થાપના કરી છે. નામાદિ ૪ દ્વારા ભગવાન ધર્મ માટે સતત સહાયક બને છે. યજમાન જાતે જ મહેમાનની દેખભાળ કરે તો મહેમાનને કેટલો આનંદ થાય? ભગવાન ઘર્મ-દેશના આપીને છૂટી નથી ગયા. સામે આવી ઊભે છે. આવો, હું હાથ પકડીને તમને લઈ જાઉં! નામાદિ ચારેય ભવસાગરમાં મહાસેતુ સમાન છે. * નર્મદા જેવી ભયંકર નદી હોય છતાં પુલ ઉપર ચાલતાં આપણને ભય નથી લાગતો. ભગવાને પણ ભયંકર સંસારસમુદ્રમાં પુલ બાંધ્યો છે. ભક્તિના એ પુલ પર ચાલનારને ભવનો ભય સતાવતો નથી. * જાપ વધતાં મનની નિર્મળતા વધે છે. પ્રભુ-નામ-જપ વખતે આપણા ત્રણેય યોગો એકાગ્ર બને છે. પ્રભુ- જાપ દ્વારા અનેક અજૈનો પણ આત્મશુદ્ધિ કરતા હોય છે. એના પ્રભાવથી જ આગમી જન્મમાં તેમને શુદ્ધધર્મની પ્રાપ્તિ થાય છે. ગૌતમસ્વામી જેવાએ પૂર્વ જન્મમાં કે પૂર્વાવસ્થામાં આવી જ કોઈ સાધના કરી હશે ને? ચારમાંથી એકને છોડીને બાકીના ત્રણ નિક્ષેપો તો આજે પણ કામ કરે છે. એટલે જ ચતુર્વિધ સંઘ – મંદિર મૂર્તિ વગેરે વિના રહી શકે નહિ. એટલે જ જેનો વસવાટ માટે પહેલા જિનાલય પાસે છે કે નહિ? તે જુએ છે. આ વાત બીલ્ડરો પણ સમજી ગયા છે. પ્રભુના બધા જ ગુણો, બધી જ શક્તિઓ, પ્રભુના નામમાં અને મૂર્તિમાં સંગૃહીત છે. એ જોવાની તમારી પાસે આંખ જોઈએ. પ્રભુએ ગુણની પ્રભાવના કરવા જ જન્મ લીધો છે. “મારા જેવા બધા જ બને એ જ ભગવાનની ભાવના. જગતસિંહ શેઠને એવો નિયમ કે મારા નગરમાં જે આવે તેને ક્રોડપતિ બનાવવા. ૩૬૦ ક્રોડપતિ બનાવ્યા. પછી નિયમ બનાવ્યોઃ નગરમાં આવનાર દરેક સાધર્મિને દરેક ક્રોડપતિ ૧૦૦૦/- સોનૈયાઆપેને દરરોજ સાધર્મિક ભક્તિકરે. બહુજ સરળતાથી આગંતુક ક્રોડપતિ બની જતો. ઉદાર શેઠ જેમ બધા આગંતુકને પોતાના જેવા ક્રોડપતિ બનાવવા ઇચ્છે, તેમ ભગવાન, જગતના સર્વ જીવોને પોતાના જેવા ભગવાન બનાવવા ઇચ્છે છે. - ૨૪૨ . ..... કહે કલાપૂર્ણસૂરિ બુધ,૨૨-૯-૯૯, ભા. સુદ-૧a. * આગમ વાંચનમાં સરળતા પડે, એના રહસ્યો સમજાય, માટે હરિભદ્રસૂરિજી આદિએ પ્રકરણ ગ્રંથોની રચના કરી છે. * ગર્ભમાં જ પર્યામિ પૂરી થઈ ગયા પછી આપણી અંદર સંસ્કારો પડવા લાગે છે. માતાનું મન, આસપાસનું વાતાવરણ વગેરે બધાની અસર પડે છે. ૪ ડૉક્ટર પણ દૂર કરી નથી શક્તા તે કેન્સરાદિ રોગો પ્રભુ નામ-સ્મરણથી દૂર થાય છે, એમ હવે ડૉક્ટર પણ કબૂલ કરતા થયા છે. ડૉક્ટર કહે છે. દર્દી જો પ્રસન્ન ન રહે, જીવવાનું નઈચ્છે તો અમારી દવાઓ પણ એને બચાવી ન શકે. ચિત્ત પ્રસન્નતા પ્રભુ - નામ સ્મરણથી મળે છે. જે ક્રોડો ડોલરથી પણ ક્યાંય મળી શકે નહિ. સાધુ- સાધ્વી કેમ આટલા રોગગ્રસ્ત હોય છે? માનસિક વિચારો તપાસવા જરૂરી છે. દ્વેષીલી પ્રકૃતિ, માયાવી સ્વભાવ ઈત્યાદિ પણ રોગમાં ભાગ ભજવે છે. કષાયો ભાવરોગ છે જ. મનની પ્રસન્નતા લાખો રૂા.માં પણ ન મળે તેવી દવા છે. મનની પ્રસન્નતા હોય તો દ્રવ્ય-ભાવ રોગ રહી જ ક્યાંથી શકે? કદાચ દ્રવ્યરોગ આવી જાય તો પણ મનની પ્રસન્નતા ખંડિત ન જ થાય ને? સનકુમાર ચક્રવર્તીને યાદ કરો. પોતાની થુંકમાં જ રોગ નિવારક શક્તિ હોવા છતાં ક્યારેય એનો ઉપયોગ નર્યો. ૭૦૦ વર્ષ સુધી પ્રસન્નતાપૂર્વક રોગો ભોગવતા રહ્યા. કહે કલાપૂર્ણસૂરિ ..... ... ૨૪૭ આ રીતે રોગ પણ કર્મ – નિર્જરામાં સહાયક બને છે. કર્મો ભોગવવાનો ઉત્તમ અવસર છે, એમ માનીને આવેલા રોગોને વધાવી લેવા. આપણને આવેલા રોગો એ આપણા જ કર્મોનું ફળ કે બીજા કોઈનું ફળ ? ‘કોઈએ આમ કરી નાખ્યું’ ઈત્યાદિ વાત પર વિશ્વાસ બેસે તો કર્મ સિદ્ધાન્ત પચ્યો નથી, એમ માનવું. આપણા તેવા કર્મો ન હોય તો કોઈ કશું જ બગાડી શકે નહિ. બીજા માત્ર નિમિત્ત જ બને છે. તીર્થંકરના કહ્યા પ્રમાણે ચાલનાર મુનિઓને આ જ ભવમાં લબ્ધિ – સિદ્ધિઓ પ્રગટે છે. એ લબ્ધિ – સિદ્ધિ વેડફી નાખવા માટે નથી. એનો અયોગ્ય પ્રયોગ નહિ કરવાની શક્તિ પણ સાથે મળે છે. કેટલીકવાર પ્રશંસા ભારે પડી જતી હોય છે. તમારી પ્રશંસા બીજાની ઈર્ષ્યાનું કારણ બને અને તમારા માટે તે વિઘ્નરૂપ પણ બને. મહાવીરદેવની પ્રશંસા પેલો સંગમ ન સાંભળી શક્યો ને છ મહિના ભગવાનને હેરાન કર્યા. એવા કેટલાય ઉદાહરણ મળી આવશે. * મહામુનિ મહારોગને પણ વિશિષ્ટ દ્રષ્ટિકોણથી કર્મ-નિર્જરાનો અવસર બનાવી દે. * ભગવાનનો માર્ગ માત્ર જાણવા સમજવા માટે નથી, જીવવા માટે છે. તો જ આપણે ગન્તવ્ય સ્થાને શીઘ્ર પહોંચી શકીશું. રસ્તો જાણો પણ ડગલુંય તે તરફ ન ભરો તો તમે ઈષ્ટ સ્થાને પહોંચી શકો ? આપણે બધું જાણીએ, પણ કાંઈ જ કરવા તૈયાર ન થઈએ તો ઈષ્ટ સિદ્ધ થાય ? ભગવાન નામાદિ ચારથી સર્વત્ર (સર્વ ક્ષેત્ર) સર્વદા (સર્વકાળે) સર્વજન પર ઉપકાર કરી રહ્યા છે, એમ હેમચન્દ્રસૂરિજી કહે છે. કોઈ કાળ એવો નથી, કોઈ ક્ષેત્ર એવું નથી જ્યાં પ્રભુનામ, પ્રભુ-મૂર્તિ ન હોય. અમુક કાળમાં જ હોત તો ‘ક્ષેત્રે વ્હાને ચ સર્વસ્મિન્’ એમ ન લખત. પણ તમે જુઓ, ચારેય ગતિમાં જીવો સમ્યક્ત્વ પામે છે. સમ્યક્ત્વ કઈ રીતે પામતા હશે ? ત્યાં પ્રભુનો ઉપકાર નહિ ? * આજે જ ભગવતીમાં પાઠ આવ્યો ઃ ‘‘ગર્ભસ્થ જીવ નરકે પણ જઈ શકે સ્વર્ગે ૨૪૪ ... કહે કલાપૂર્ણસૂરિ પણ જઇ શકે. શુભ અને અશુભ બન્નેમાં ‘“ન્દ્રિત્તે, તત્તેસે, તમળે, તવાવસાર્ તવિરો’” બની શકે. ગર્ભમાં રહેલો જીવ વૈક્રિયશક્તિથી રૂપ વિકુવ્વ સૈનિકો બનાવી લડાઈ કરી શકે, આયુષ્ય સમાપ્ત થાય તો મરીને નરકે પણ જાય. એ રીતે ધર્મના અધ્યવસાયથી સ્વર્ગે પણ જાય. * સ્વયંભૂરમણ સમુદ્રમાં માછલાઓને મૂર્તિના આકારમાં માછલા જોવા મળતાં જાતિસ્મરણ જ્ઞાન થાય છે, પછી સદ્ગતિએ જાય છે. અહીં આકારરૂપે ભગવાન આવ્યા. * એક વાત પૂછું...? ગોચરી વખતે કેવા વિચાર આવે ? સારા વિચાર ન કરો તો ખરાબ વિચાર આવશે જ. નાનકડા બાળકને મા ગમે ત્યાં રખડવા ન દે, તેમ મનને ગમે ત્યાં રખડવા ન દો. મન નાનું બાળક છે. દુકાનને તમે માલિક વગરની મૂકતા નથી તો મનને કેમ મૂકો છો ? એવી રીતે વાપરવું કે મન સ્વાદથી પર બની જાય. બહેન કહેવા આવ્યા ઃ મહારાજ ! ભૂલ થઈ ગઈ. ચામાં ખાંડની જગ્યાએ મીઠું નંખાઈ ગયું છે. સાગરજી મહારાજ તો વાપરી ગયેલા. સાગરજી મહારાજ કહે ઃ એમાં શું થઇ ગયું ? આગમથી મતિ ભાવિત બનાવેલી. જામનગરમાં એક વખતે દૂધમાં સાકરના સ્થાને મીઠું આવી ગયેલું. હું કાંઈ ન બોલ્યો. શું થયું ? પેટ સાફ થઈ ગયું. વાપરતી વખતે સુ... સુ..., ચબ... ચબ... વગેરે અવાજ ન થવા જોઈએ. એકદમ ઉતાવળે નહિ વાપરવું. બહુ વિલંબ પણ નહિ કરવો. કાંઈ પણ ઢોળવું નહિ. જોગમાં તો ધ્યાન રાખો છો. દહાડો પડવાનો ભય છે ને ? હંમેશ માટે એમ હોવું જોઈએ. એટલા માટે જ જોગ છે. વાપરતી વખતે મનથી સ્વાધ્યાય ચિંતન આદિ કરી શકાય. પૂ. દેવેન્દ્રસૂરિજીમાં જોયું : અહીંથી ત્યાં માત્રુ કરવા જાય તો પણ સ્વાધ્યાય ચાલુ ! એક પણ મિનિટ બગાડે નહિ. આથી જ રોજ ૩-૪ હજારનો સ્વાધ્યાય કરી શકતા. જ * ભક્તિ ઃ ભગવાનને જગતને પાવન-પવિત્ર બનાવવાનો શોખ છે ? જેમ તમને દારૂ-તમાકુનો શોખ છે. જ્ઞાનીઓ કહે છે : હા..., એમને શોખ છે. ક્યારથી ? ઠેઠ નિગોદથી. સ્વાર્થનું કહે કલાપૂર્ણસૂરિ ... ૨૪૫ વ્યસન આપણને સૌને છે. ભગવાનને પરોપકાનું વ્યસન છે. ‘માવત્નમેતે પરાર્થવ્યસનિને ' નિગોદ વખતે પણ પરોપકાર ચાલુ હોય તો તીર્થકરના ભવમાં, જ્યારે શક્તિઓ પરાકાષ્ટાએ પહોંચી છે, ત્યારે પરોપકાર કેમ ન કરે? દાનનું વ્યસન હોય ને પાસે ખૂબ પૈસા હોય તો કોણ દાન ન કરે? ઓટરમલજી (મદ્રાસ) અહીં બેઠા છે. આજે જ બે લાખનું દાન ક્યું * જમતી વખતે તમે રોટલી, શાક, મીઠાઈ વગેરે જેનું નામ લો છો, તે વસ્તુ મળી જાય છે ને? જે વ્યક્તિને તમે બોલાવો, તે વ્યક્તિ હાજર થઈ જાય છેને? તો પરોપકાર પરાયણ ભગવાનનું તમે નામ લો તો તેઓ હાજર કેમ ન થાય? નામથી પ્રભુ સામીપ્યની અનુભૂતિ થાય. નામ ગ્રહતા આવી મિલે, મન ભીતર ભગવાન...' પ્રભુ આપણા હૃદયમાં આવ્યા એનો અર્થ એ કે આપણો ઉપયોગ પ્રભુમય થયો, ઉપયોગમાં પ્રભુ આવ્યા. ઉપયોગપૂર્વક તમે પ્રભુ-નામ લો છો ત્યારે પ્રભુમય જ બનો છો. * વાણી ૪ પ્રકારઃ વૈખરી: મુખમાં, મધ્યમા કંઠમાં, પશ્યન્તી: હૃદયમાં, પરા: જ્ઞાનમાં જે વાણીથી તમે પોકારો તે રૂપે પ્રભુ આવી મળે. * આરીસાની સામે ઊભા રહો, તમારું પ્રતિબિંબ પડે જ. આપણો ઉપયોગ નિર્મળ આરીસા જેવો હોય ત્યારે પ્રભુ આપણામાં પ્રતિબિંબિત બને જ. ઉપયોગમાં રહેલા ભગવાનને ઓળખી શકીએ એવી હજુ આપણામાં ક્ષમતાનથી. તેથી જ પ્રભુ દૂર લાગે છે. ૨૪૬ ... 2 ss man nienational ...... કહે કલાપૂર્ણસૂરિ For Private Personal use only ગ. Eા Sતા RT રાપ :: . v[l - - પદક, 4 વિ ગુજ, ૨૩-૯-૯૯, ભા. સુદ-૧3. * પુષ્પરાવર્તની ધારા એટલી પ્રબળ હોય છે કે એનું પાણી જમીનમાં ખૂબ ઊંડે જાય છે, પછી વર્ષો સુધી વરસાદ ન પડે તોય પાક થયા કરે. ભગવાનની વાણી પણ પુષ્કચવમેઘ જેવી છે. ૨૧ હજાર વર્ષ સુધી કામ કરશે, સર્વવિરતિનો પાક થયા જ કરશે. * જેટલી શક્તિઓ કેવળજ્ઞાનીમાં પ્રગટરૂપે દેખાય છે, તે બધી જ શક્તિઓ બધા જ જીવોમાં પ્રચ્છન્નરૂપે રહેલી જ છે. આપણું ભાવિ પ્રગટ સ્વરૂપ અત્યારે પણ કેવળજ્ઞાનીઓને પ્રગટ છે. એકના નાણા ઊધાર છે, બેન્કમાં જમા છે બીજાના નાણા રોકડા છે. જીવ અને શિવમાં આ જ ફરક છે. શિવનું ઐશ્વર્યા રોકડું છે. આપણું ઉધાર ! આપણું ઐશ્વર્ય કોઈએ (કર્મસત્તા) દબાવી દીધું છે. આપણે ઉઘરાણી કરી શકતા નથી. આપણે માલિક છીએ. ઉઘરાણી કરી શકીએ તેમ છીએ. આપણું આ સ્વામિત્વ જગાડવા જ આ ધર્મશાસ્ત્રાદિ છે. ભાવિમાં રોકડું થનારું આપણું ઐશ્વર્ય આજે પણ કેવળજ્ઞાનીઓ પ્રત્યક્ષ જોઈ રહ્યા છે. પરંતુ આજે તો આપણે ભિખારી છીએ. છતે પૈસે કંગાળ છીએ. હાથમાં કંઈ નથી. મુંબઈના કેટલાક બિલ્ડર્સોના પૈસા જમીનમાં રોકાઈ ગયા હોય, જમીનના ભાવ ગગડી રહ્યા હોય, તેના જેવી આપણી સ્થિતિ છે. પૈસા આપણા હોવા છતાં આપણી પાસે નથી. કહે કલાપૂર્ણસૂરિ .. ... ૨૪૭ * જેને સામાન્ય લોકો સોનું - ચાંદી માને છે, જેની પાછળ દોડવામાં જીંદગી પૂરી કરે છે, જ્ઞાનીઓની નજરે એ માત્ર પીળી-સફેદ માટી છે. “રિમૃત્માં થન પશ્યન, થોવતીન્દ્રિય-મોતિઃ | अनादिनिधनं ज्ञानं धनं पार्श्वे न पश्यति ।। - જ્ઞાનસાર ઈન્દ્રિયજયાષ્ટકમ્ * તમારા પૈસા ક્યાંક જમા હોય ને તમે તેનાથી અજાણ હો. સ્વાભાવિક છે કે અજ્ઞાનના કારણે તમે ઉઘરાણી કરવા ન જાવ. પૈસા માટે જ્યાં ત્યાં ભટક્યા કરો. આપણી હાલત આજે એવી થઈ છે. આપણું આત્મ-એશ્વર્યકર્મસત્તાએ દબાવી મૂક્યું છે. આપણે એથી અજાણ છીએ. * “ભણ્યા પણ ગણ્યા નહિ' એ કહેવત પુનરાવર્તનનું મહત્વ પણ કહે છે. માત્ર ભણવું પૂરતું નથી. એને ગણવું જરૂરી છે. ગણવું એટલે પુનઃ પુનઃ આવર્તન કર્યું, બીજાને આપવું. જે બીજાને આપીએ છીએ તે આપણું છે, બાકી બધું પારકું છે. બીજાને આપેલું જ્ઞાન જ રહે છે, એ મારો પોતાનો અનુભવ છે. ભણવાની સાથે ગણવું એટલે જીવનમાં ઉતારવું. ભણ્યા પછી એ જીવનમાં ન ઉતરે તો એનો અર્થ શો? * બંધ કરતાં અનુબંધ મહત્ત્વનો છે. અનુબંધ એટલે લક્ષ, ઉદ્દેશ, વલણ, અંદરનો હેતુ જેમ વાંકી ખાતે આવનારો માણસ જે ખાતે પૈસા આપે તે જ ખાતામાં જમા થાય, તેમ આપણે જે આશયથી કાર્ય કરીએ તે જ સ્થાને જમા થાય. મનને વિકૃતિયુક્ત બનાવે તેવિકૃતિ - વિગઈ. વિગતિ (વિગઈ)થી બચવું હોય તો વિગઈથી બચવું જોઈએ. વિકૃતિની પ્રકૃતિ જ મોહ પેદા કરનારી છે. વિકૃતિ વાપરીને સાધક મોહનો જયન કરી શકે. ભક્તિઃ ચિત્તને વિકૃતિ-રહિત બનાવવા વિકૃતિ (વિગઈ)નોત્યાગ જરૂરી છે તેમ ભગવાનની ભક્તિનો આદર જરૂરી છે. * નવકારનો “ન” પણ અનંત પુણ્યરાશિનો ઉદય થાય ત્યારે મળે છે. અહીં તો આપણને પૂરો નવકાર મળ્યો છે. પુણ્યોદયનું શું પૂછવું? * એકબાજુ દુનિયાની બધી જ સંપત્તિ મૂક્વામાં આવેને બીજી બાજુ માત્ર પ્રભુનું ૨૪૮ ... ..... કહે કલાપૂર્ણસૂરિ નામ મૂકવામાં આવે. બન્નેમાંથી કોણ ચડે ? જીંદગી આખી આખી ધન-ધન-ધન કરતાં મરી ગયેલા મમ્મણને પૂછી જુઓ. ધનની ઉપેક્ષા કરી સામાયિક કરતા પુણિયા શ્રાવકને પૂછી જુઓ. - નવકાર મંત્રમાં પ્રભુના કોમન – સામાન્ય નામો છે. જેમાં બધા જ અરિહંતો, સિદ્ધો આદિ પંચ પરમેષ્ઠીઓ આવી જાય. નવકાર ગણવા એટલે ભગવાનના ચરણોમાં માથું મૂકી દેવું. જેઓ સર્વવિરતિ સુધી પહોંચવા માંગતા હોય ને પહોંચી શકતા ન હોય તેઓ નવકારનું, પ્રભુ-નામનું શરણું સ્વીકારી જુએ. પ્રભુ-નામથી કે પ્રભુ-મૂર્તિથી કોઈનું કલ્યાણ થયું છે ? એમ તમે પૂછતા હો તો મારું નામ પહેલું લખાવું. મને અહીં સુધી પહોંચાડનાર પ્રભુ-નામ અને પ્રભુ-મૂર્તિ છે. મુંબઇ વગેરેથી તમે આટલી મોટી સંખ્યામાં અહીં કેમ આવો છો ? હું તો માનું છુંઃ પ્રભુ મોકલી રહ્યા છે. પ્રભુ મોકલતા હોય તેમનું અપમાન શી રીતે થાય ? મુંબઈથી તમે અહીં આવ્યા તો તમારી પેઢી બંધ કરીને આવ્યા ? તમારા નામથી ત્યાં પેઢી ચાલે છે ને ? ભગવાન મોક્ષમાં ગયા પણ એમની પેઢી અહીં ચાલે છે. એમના નામથી ચાલે છે. તમારા નામથી પેઢી ચાલે તો ભગવાનના નામથી ન ચાલે ? નામ અને મૂર્તિ એ ભગવાન જ છે. દેરાસરમાં આપણે કઈ મૂર્તિ છે ? એમ નથી પૂછતા, કયા ભગવાન છે, એમ પૂછીએ છીએ. હા... જયપુરના મૂર્તિમહોલ્લામાં મૂર્તિનું પૂછીએ ખરા, પણ મંદિરમાં બિરાજમાન મૂર્તિમાં તો સાક્ષાત્ પ્રભુનું જ દર્શન આપણે કરીએ છીએ. કાઉસ્સગ્ગ નવકારનો કરીએ કે લોગસ્સનો, બન્નેમાં પ્રભુના નામ જ છે. એકમાં સામાન્ય નામ, બીજામાં વિશેષ નામ છે. * ૧ શબ્દથી વૈખરી વાણી, ૨ વિકલ્પથી મધ્યમા વાણી, ૩ જ્ઞાનથી પશ્યન્તી વાણી ૪ સંકલ્પથી પરા વાણી પ્રગટે છે. જે ઉત્તરોત્તર કારણરૂપ છે. કહે કલાપૂર્ણસૂરિ ..... ૨૪૯ ... શુક્ર, ૨૪-૯-૯૯, ભા. સુદ-૧૪. પાણીના ત્રણ ગુણ. ૧) તરસ છિપાવવી, ૨) મલિનતા દૂર કરવી, ૩) દાહ મિટાવવો. પહેલાના પાણીમાં આવા ગુણો હતા, હમણાં નથી, એવું નથી. અમુક ગામનું પાણી કામ કરે, બીજું ન કરે, એવુંય નથી. ચોથામાં આરામાં કરે, હમણાં નહિ, ચોથા આરામાં પાણી પીવાતું, હમણાં પેટ્રોલ પીવાય છે, એવું ખરું? ભગવાનની વાણી પણ પાણી જેવી છે. ૧) તૃષ્ણાની તરસ મિટાવે. ૨) કર્મની મલિનતા દૂર કરે ૩) કષાયનો દાહ શમાવે. પાણી તો અગ્નિસંપર્કથી હજુયે ગરમ થાય, પણ આ જિનવાણી કે પ્રભુ કદી ગરમ થતા નથી. પાણીની જેમ પ્રભુ અને પ્રભુની વાણી પણ ચોથા આરાની જેમ આજે પણ પોતાનું કામ કરે જ છે. જ્યારે રાગ-દ્વેષથી મન ગ્રસ્ત હોય છે ત્યારે અકળામણ અને - ૨૫૦ ... . કહે કલાપૂર્ણસૂરિ ઉદ્વેગ વધી જાય છે. આવું થાય ત્યારે પ્રભુનામનો સહારો લેજો. પ્રભુનામનો મહિમા પ્રસ્થાપિત કરવા જ બીજું આવશ્યક (ચતુર્વિશતિ સ્તવ) દાખલ કરવામાં આવ્યું છે. નામ-નામીનો અભેદ છે. આથી જ આપણા નામની પ્રશંસાથી હરખાઈએ છીએ, નિંદાથી અકળાઈએ છીએ. સ્વ-નામ સાથે આપણે આટલું તાદાભ્ય સાધેલું છે એમાંથી છુટવા પ્રભુ નામ - જાપ આવશ્યક છે. કોઈએ કોઈ વ્યક્તિનું નામ કહ્યુંને તરત જ એ વ્યક્તિની આઝાતે આપણા માનસમાં ઝળકે છે. નામની સાથે આકાર અનિવાર્યપણે સંકળાયેલો છે. આથી જ નામ પછી સ્થાપના – નિક્ષેપો છે. પૂ. કનકસૂરિજી! નામ બોલતાં જ આકૃતિ યાદ આવે. માત્ર આકૃતિ જ નહિ, ગુણો પણ યાદ આવે. નિઃસ્પૃહતા, વાત્સલ્ય, વિધિપ્રેમ, કરુણા વગેરે ગુણો યાદ આવે. અહીં પણ પ્રભુના નામ + સ્થાપના દ્વારા પ્રભુના ગુણો યાદ આવે. યોગનો પ્રારંભ પ્રભુ-નામથી થાય. આ પ્રીતિયોગ થયો. પ્રેમ ગાઢ બને ત્યારે ભક્તિયોગ આવે. ભક્તિયોગ ગાઢ બને ત્યારે વચનયોગ આવે. વચન યોગ ગાઢ બને ત્યારે અસંગ યોગ આવે. * મહાનિશીથના જોગ ૪ મહાત્માને ચાલે છે. આ વર્ષે જ અથથી ઇતિ સુધી મહાનિશીપ ફરી વાંચ્યો. એ વાંચતાં પ્રભુ-નામ (નવકાર) પ્રભુ-ગુણો વગેરેનું વર્ણન વાંચતાં રોમાંચ હર્ષિત થાય. માટે જ સૌ પ્રથમ નવકાર આપવામાં આવે છે. નવકાર એટલે અક્ષરમય પંચ પરમેષ્ઠીઓ! ભૌતિક દેહ ભલે ન હોય, અક્ષર દેહ છે જ. અક્ષર એટલે જ કદી ફરે નહિ, ખરે નહિ. નવકાર એટલે પ્રભુ - નામ...! નવકાર એટલે ગુરુ - નામ...// નવકાર એટલે ગુણીઓના ગુણનું કીર્તન...!! હું ૨૦ વર્ષથી ગાઢ રીતે પ્રભુ-ભક્તિ કરું છું. ભયંકર બિમારીમાં પણ ચાલુ! . રૂમથી બહાર નીકળાય નહિ તો પણ ભક્તિ ચાલુ જ. કહે કલાપૂર્ણસૂરિ ... •.. ૨૫૧ અત્યારે નથી મા-બાપ, અત્યારે નથી ગુરુ- અમે તો ભગવાનના આધારે અત્યારે જીવીએ છીએ. ભગવાન છોડી દઈએ તો અમારી પાસે રહ્યું શું? ભગવાન જગુરુ છે, મા છે, પિતા છે, બધું જ છે. બધું જ ભગવાન છે. ‘ન્યથા પર નાતિ’ નો ભાવ પેદા થાય તો નિરાધાર બાળક તરફ જેમ મા દોડતી આવે તેમ ભગવાન દોડતા આવશે. અભિનંદન જિન દરિસણ તરસીએ...” એ સ્તવન વાંચી જુઓ. આનંદઘનજી દરેક ફિરકામાં માન્ય છે. તેમની સ્તવના તો જુઓ. વિરહનો ઉકળાટ તો જુઓ! એ સ્તવનો નથી, પણ પ્રભુ તરફ ઉછળતી હૃદય – સાગની લહરીઓ છે. એમાં પ્રથમ ગુણસ્થાનકથી લઈ ૧૪માં ગુણસ્થાનક સુધીનો પૂરો આધ્યાત્મિક વિકાસક્રમ છે. ૧) પ્રથમ સ્તવનમાં પ્રભુપ્રેમ. ૨) બીજામાં માર્ગની શોધ. ૩) ત્રીજામાં મિત્રાદષ્ટિ, પ્રથમભૂમિકા. અભય - અદ્વેષ – અખેદની વાત. આ માટે યોગદૃષ્ટિ સમુચ્ચય વાંચી જોજો. મિત્રા દૃષ્ટિનું બીજું નામ અભય છે. * “કરણ'નો અર્થ સમાધિથાય. સમાધિસમજશોતોજ અપૂર્વકરણાદિ સમજાશે. યથાપ્રવૃત્તિકરણ જ અપૂર્વકરણ સુધી પહોંચાડે. યથાપ્રવૃત્તિકરણ અસંખ્યાતીવાર આવે, પણ ઉત્તરોત્તર વિશુદ્ધિ વધતી જ જતી હોય. જેમ નવા વિદ્યાર્થીનો એકડો ઉત્તરોત્તર સારો થતો જાય. યથાપ્રવૃત્તિકરણ પણ અવ્યક્ત સમાધિ છે. આ અવ્યક્ત સમાધિના પ્રભાવે જ અભવ્ય જીવદીક્ષા લઈ નવમા ગ્રેવેયક સુધી જઈ શકે. અભવ્યમાં યોગ્યતા ન હોવાથી પછીથી પછડાય છે. એટલે જ હરિભદ્રસૂરિજીએઅપુનબંધક શબ્દ શોધ્યો છે. અપુનબંધક એટલે એવો જીવ જે ફરીથી કદી ૭૦ કોટાકોટિ સાગરોપમ મોહનીયની સ્થિતિ નહિ બાંધે. અભવ્ય અપુનબંધક ન બની શકે. * મને ભક્તિ-જાપ-ધ્યાન વગેરે પસંદ છે, એટલે બધું હું એમાં ઘટાવું છું એવું નથી. આ જ માર્ગ છે. મહાપુરુષોને પૂછીને શોધીને મેં નક્કી ક્યું છે. * સાધ્ય ભલે સામાયિક છે, પણ છે આવશ્યકોમાં સરળ સાધના નામ-જપ (ચઉવિસત્થો) છે. “અહીં સાધ્ય તો સામાયિક છે, સમતા છે, તો વચ્ચે નામસ્તવ (ચઉવિસત્થો) ..... કહે કલાપૂર્ણસૂરિ ૨૫૨ --- શા માટે લાવ્યા?” નિયુક્તિમાં ઉઠાવેલો એવો પ્રશ્ન પ્રભુ-નામ-કીર્તનનો મહિમા બતાવે તીર્થકરના નામગોત્રનું શ્રવણ પણ મહાફળદાયી છે. પ્રભુના કેટલા નામ છે? હજારો નામ છે, શક્રસ્તવ વાંચી જુઓ. જેટલા ગુણ એટલા નામો. ગુણો ન ગણાય તો નામો પણ ન ગણાય. “પ્રભુ તારા નામ છે હજાર, ક્યા નામે લખવી કંકોત્રી.” ભક્ત મુંઝાઈ જાય છે. મદ્રાસ વગેરેમાં મારવાડી સમાજમાં પહેલી પત્રિકા આજે પણ પાલીતાણા - સિદ્ધાચલ - આદિનાથના નામ પર લખાય છે. મદ્રાસવાળા માણેકચંદભાઈ: (मद्रास प्रतिष्ठाके बाद अनगिनीत लोग प्रभु के दर्शनार्थे आये । अजैन लोग भी आये, पूरी रात सुबह तीन बजे तक लाइन चालु रही ।) પ્રભુ નામ કીર્તનથી પ્રભુ સાથે પ્રણિધાન થાય છે. માટે જ લોગસ્સ સમાધિસૂત્ર છે, એમ કહી શકાય. માટે જ એના ફળરૂપે છેલ્લે સમાધિ માટેની માંગણી કરેલી છે? સમાવિમુત્તમ હિંતુ ” રાયપરોણીય, ચઉસરણપયન્ના, ઉત્તરાધ્યયનમાં કહ્યું છે : દર્શનાચારની આથી (ચતુર્વિશતિસ્તવથી) વિશુદ્ધિ થાય છે. સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે, હોયતો વિશુદ્ધ થાય છે. સમ્યગ્દર્શન કદાચનહોય તો પણ ચિત્તની પ્રસન્નતા તો થાય જ ચઉવિસત્થાના અર્થાધિમરમાં પ્રભુ-ગુણોનું કીર્તન કરવાનું કહ્યું છે. કારણકે પ્રભુ સૌથી ગુણાધિક છે. સ્તુતિ ગુણાધિકની જ થાય. એમના જેવો પણ દુનિયામાં બીજો કોઈનથી તો ચડિયાતો ક્યાંથી હોય? પ્રભુ ભલે ગુણાઢય હોય, પણ બીજાને શો ફાયદો? માણસ ભલે ધનાઢ્ય હોય, પણ બીજાને શો ફાયદો? ધનાઢ્ય કંજૂસ હોય તો? માણસ કંજૂસ હોઈ શકે, પ્રભુ નહિ. પ્રભુના ગુણ-કીર્તનથી ભક્તને લાભ થાય જ. આ જગતમાં પ્રભુના પ્રભાવે જ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. એના પ્રભાવે ભવાંતરમાં પણ સમ્યગ્દર્શન મળે છે, અંતે મોક્ષ પણ મળે છે. આ જન્મમાં પ્રસન્નતા, સમ્યગ્દર્શન... , પરલોકમાં સદ્ગતિ, સિદ્ધિગતિ મળે. કરે કલાપર્ણસરિ .... શંતિ, ૨૪-૯-૯૯, ભા. સુદ-૧છે. * આગમાદિ ગ્રંથોનું પુનઃ પુનઃ વાંચન કરવાથી સંયમમાંશુદ્ધિ અને ભાવોલ્લાસમાં વૃદ્ધિ થાય છે. * આહારનું પ્રમાણ સામાન્ય રીતે સાધુ માટે – ૩૨, સાધ્વી માટે – ૨૮ કોળીયા, પણ આ સોને લાગુ પડે. મન, વચન, કાયાના યોગો સદાય નહિ, સુધા જેટલા પ્રમાણમાં શમી જાય, તેટલો આહાર સાધુ કરે. વિગઈ વાપરવી હોય તે દિવસે તે માટેનો કાઉસ્સગ્ન કરવાનો હોય છે. બાટલા ચડાવવા પડે, દવા લેવી પડે એવો તપ પણ ન થાય અને એટલું ભોજન પણ ન લેવાય. નિહારમાટે૧૦૨૪ ભાંગાબતાવ્યા છે, તેમાં એકભાગોશુદ્ધ છે. લોક, આપાત, સચિત્ત, અચિત્ત, અનાપાત, અસંલોક ઈત્યાદિ પદોડે ૧૦૨૪ ભાંગાથાય છે. સ્પંડિલભૂમિ પોલાણવાળી ન હોવી જોઈએ. ત્રસાદિ જીવોથી યુક્ત ન જોઈએ, એનો અર્થ એ નથી કે સડક પર ગમે ત્યાં બેસી જવું. આથી તો શાસનની ભયંકર અપભ્રાજનાથાય, બીજા લોકો જૈન ધર્મની નિંદા કરે આ મોટું પાપ છે. ક્યાંય જગ્યાન હોય તો લીલોતરીવાળી જગ્યા પર પણ (ધર્માસ્તિકાયની કલ્પના કરીને) બેસી શકાય, પણ સડક પર ન બેસાય. સ્પંડિલ વિધિઃ- સૂર્ય, ગામ અને પવનને પીઠ આપીને ન બેસાય. દિવસે ઉત્તર સન્મુખ, રાત્રે દક્ષિણ સન્મુખ બેસાય. લૌકિકવિધિનું પાલન જરૂરી છે, જેથી કોઈનિંદાનકરે “આલોકો કેવા છે? સૂર્યનારાયરણને ....... કહે કલાપૂર્ણસૂરિ ૨૫૪ ... પીઠ કરીને બેઠા છે. કાંઈ ભાન છે?” આવું કોઈ બોલી જાય તે પરવડે નહિ. * એક સાધુની ગોચરીચર્યા જોઈને ઈલાચી મહાત્મા કેવલી બનેલા, એ આપણે બધા જાણીએ છીએ. નટડીના ધ્યાનમાંથી પ્રભુના ધ્યાનમાં દોરી જનારમુનિ હતા. એક મુનિ કેટલું કામ કરે? એક કનકસૂરિજી મહારાજે કેટલું કામ ક્યું? અમને કનકસૂરિજીએ ખેંચ્યા છે. એમનું નામ સાંભળીને અમે આવેલા. એ માટે અમે કોઈ જોષીને પૂછ્યું નથી. ચજનાંદગાંવથી પાલીતાણા આવ્યા ત્યાં સુધી પણ નક્કી નહોતું. તેઓશ્રી પંડિત કે વક્તા ભલે નહોતા, પણ આચારસંપન્ન હતા. આથી જ લબ્ધિસૂરિજી જેવાએ તેમની પ્રશંસા કરેલી. પ્રથમ જ દર્શને મન અભિભૂત થઈ ગયેલું. વિ. સં. ૨૦૦૯માં વિદ્યાશાળામાં પ્રથમ દર્શન કરેલા. અસર મીઠી વાણીની નહિ પડે, દંભી વર્તનની નહિ પડે, તમારા આચારની અસર પડશે. * વચનગુપ્તિ + ભાષાસમિતિ - આ બન્નેના સમ્યક્ પાલનથી તમે આ જ જીવનમાં વચનસિદ્ધ પુરુષ બની શકો છો. ખોટું બોલવું નહિ, કોઈની નિંદા બોલવી + સાંભળવી નહિ. આટલું નક્કી કરો. પછી જુઓ- વચનસિદ્ધિ દોડતી – દોડતી આવે છે કે નહિ? * ભગવાન અને ગુરુને રાજી કરવા હોય તો એમની આજ્ઞાનું પાલન કરો. ગુરુકૃપા સામેથી આવી મળશે. * શિષ્યને ગુરુ સમજ ન આપે અને શિષ્ય જે કાંઈ કરે તેનું પાપ ગુરુને લાગે. જો ગુરુ સાચી સમજ આપી સમ્યગ્માર્ગે શિષ્યને વાળે, તે તે મુજબ વર્તે તો તેનું પુણ્ય પણ ગુરુને મળે. * એકાન્ત બાલ – મિથ્યાત્વી, બાલપંડિત – દેશવિરતશ્રાવક, એકાંત પંડિત સાધુ, ભગવતી સૂત્રની આ વ્યાખ્યા આજે આવી. આ વ્યાખ્યા પ્રમાણે આપણે બાલકે પંડિત? T.V. પાસે બૂઢા અને વૃદ્ધસ્ત્રીઓ પણ બેસી જાય તેમને બાલ કહીશું કે પંડિત? એકાંત પંડિત માટે બે જ ગતિ કહી છે? અંતક્રિયા (નિર્વાણ મોક્ષ) અથવા કલ્પોપપત્તિકા (વૈમાનિક દેવલોક). કર્મસત્તા એનું કશું બગાડી શકે નહિ. *ભગવાન “અનાહૂત સહાય શી રીતે? ચંકોશિકે ભગવાનને તે મોકલેલું? “હે ભગવન્! તમે પધારો. તમારું સામૈયું કરીશ. ભક્તિકરીશ. જે કહો તે કરીશ. બસ, કહે કલાપૂર્ણસૂરિ ... •.. ૨૫૫ પધારો!' નહિ, ભગવાન વિના બોલાવ્ય ગયેલા. આટલા મહાન પ્રભુ વગર બોલાવ્ય જાય? હા, વગરબોલાવ્યે જાય માટે જ તેઓ મહાન છે. કારણકે એમણે સકલજીવાશિને પોતાનો પરિવાર માન્યો છે. સ્વજન પાસેથી તેડાની અપેક્ષા રખાય? બિમાર પડી ગયેતાસ્વજન તમને જાણવા મળે ત્યારે તમે ઘેરબેસી રહો કે દોડીને ત્યાં પહોંચી જાવ? ચકોશિક ભયંકર રીતે બિમાર હતો, ભાવરોગી હતો. એને ભગવાનની કોઈ પડી નહોતી. એ તો ગર્વથી બધાને ભસ્મીભૂત કરતો હતો. એટલે જ ભગવાન સંબંધ વગના સગા છે. નહિ તો ચંડકૌશિક સાથે ભગવાનને શું લેવાદેવા? બોલાવીએ ને ભગવાન ન આવે એવું તો બને જ શી રીતે? ભગવાન તો ન બોલાવ્યા છતાં આવનારા છે. ભગવાનને કદાચ પ્રાર્થના ન કરો તો પણ તેઓ તમારું હિત વગર રહે જ નહિ. કોની પ્રાર્થનાથી ભગવાને તીર્થની સ્થાપના કરી? દીક્ષા લીધી? લોકાંતિક દેવોએ તે માટે વિનંતી કરી છે તો તેમનો કલ્પ છે. ભગવાનને એની અપેક્ષા નહોતી. ભગવાન સ્વયંસંબુદ્ધ છે. કોઈની પ્રાર્થના વિના જ માત્ર કરૂણાથી તીર્થસ્થાપના કરી છે ભગવાને. સૂર્યકોની પ્રાર્થનાથી ઊગે છે? ફૂલ કોની પ્રાર્થનાથી ખીલે છે? પાણી કોની પ્રાર્થનાથી તરસ છિપાવે છે? વાયુ કોની પાર્થનાથી વહે છે? વાદળ કોની પ્રાર્થનાથી વરસે છે? કોયલ કોની પ્રાર્થનાથી ટકે છે? એ તેમનો સ્વભાવ છે. ભગવાનનો પણ પરોપકાર કરવાનો સ્વભાવ છે; પ્રાર્થના વિના પણ. ચંડકૌશિકે કદી કહ્યું નહોતું તમે મારું હૃદય પરિવર્તન કરજો. ઘણા પૂછે છેઃ ચંડકૌશિક સાથે પૂર્વભવનો કોઈ સંબંધ હતો? ચંદના સાથે પૂર્વભવનો કોઈ સંબંધ હતો? સંબંધ હોય કે ન હોય, હેમચન્દ્રસૂરિ વીતરાગસ્તોત્રમાં કહે છે: “મસંબંધ વન્યવાદ ભગવાન સંબંધ વિનાના સ્વજન છે. એ દ્વારા ભગવાન આપણને પણ સૂચવે છે. તમે કદી પરોપકારમાં સંબંધ જોશો નહિ. પરોપકાર અંતતોગત્વા સ્વોપકાર જ છે. જીવત્વનો તો બધાની સાથે સંબંધ છે જ. ૨૫૬ ... ... કહે કલાપૂર્ણસૂરિ 4, ૨૬-૯-૯૯, ભા. વદ-૧. * સાર્થવાહની, સંઘપતિની જવાબદારી સોના યોગ-ક્ષેમની છે, રસ્તામાં સુરક્ષા તથા જોઈતી વસ્તુ મેળવી આપવાની જવાબદારી સંઘપતિની હોય છે. મોક્ષનગરીમાં લઈ જવાની જવાબદારી ભગવાનની છે. આપણે સૌ યાત્રિક છીએ. ભગવાન સંઘપતિ (સાર્થવાહ) છે. આથી જ નચિંતામણિ ચૈત્યવંદનમાં ‘નમસ્થવાદ તરીકે ભગવાન સંબોધાયા છે. * ઘણા માનતા હોય છે. સાધ્વીજી નકામા છે. પણ સાધ્વીજી કેટલું કામ કરે છે, તે જાણો છો? પૂ. હરિભદ્રસૂરિજીને તૈયાર કરનાર યાકિનીમહત્તરા સાધ્વીજી હતા. આપણા પૂ. કનકસૂરિજીને તૈયાર કરનાર સા. આણંદશ્રીજી હતા. એક સાધ્વીજી પણ કેટલું કામ કરી શકે છે? તે કદી વિચાર્યુ? સાધ્વીજી પણ આટલું કરી શકે તો સાધુઓનું તો શું પૂછવું? - કલકત્તામાં ૧૦૦૦ યુવકોની શિબિર પં. કીર્તિચન્દ્ર વિ. કરી રહ્યા છે. કીર્તિરત્નહેમચન્દ્ર વિ. એ પણ ગંગાવતીમાં પોતાની યોગ્યતા પ્રમાણે સારી જમાવટ કરી છે. * જેટલી કાળજી તમારા આત્માની કરો છો, તેટલી જ કાળજી બીજાની કરો. કારણ કે બીજો બીજો' નથી, આપણો જ અંશ છે. બીજાની હિંસામાં આપણી જ હિંસા છૂપાયેલી છે, એ સમજવું પડશે. બીજાની હિંસા કરીએ છીએ ત્યારે આપણે આપણી જ દસગણી હિંસા નિશ્ચિત કરી દઈએ છીએ. ‘હોય વિપાકે દસગણું રે, એકવાર કિયું કર્મ..” કહે કલાપૂર્ણસૂરિ ..... •.. ૨૫૭. * મોહની જેટલી પ્રબળતા વધુ તેટલી બીજી બધી જ અશુભ પ્રકૃતિઓ જોરદાર સમજવી. બીજી ઓછી અશુભ હોય તો વધુ અશભુ બને, વધુ ઘટ્ટ બને . અરિહંતાદિની આશાતનાથી મોહનીય કર્મ બંધાય છે. મોહનીયનું પાપ હિંસાથી પણ વધુ છે. આજ્ઞાભંગનું પાપ સૌથી મોટું. મોહનું કામ આજ્ઞાભંગ કરાવવાનું છે. મિથ્યાત્વ વિના આજ્ઞાભંગ થઈ જ ન શકે. સમ્યક્ત્વ થયા પછી જગતના સર્વ જીવો શિવરૂપે દેખાય. જેને પોતાનામાં શિવત્વ દેખાયું, તેને સર્વત્ર શિવ દેખાવાના. આ જ સમ્યષ્ટિ છે. સૃષ્ટિ કદી બદલાતી નથી. દૃષ્ટિ બદલાય છે. દૃષ્ટિ પૂર્ણ બને ત્યારે જગત પૂર્ણ દેખાય. દૃષ્ટિ સમ્યગ્ બને ત્યારે જગત સમ્યગ્ દેખાય. કાળા ચશ્મા પહેરો તો જગત કાળું છે. પીળા પહેરો તો પીળું છે. પીળા ચશ્માને માત્ર ઉપમા નહિ સમજતા. આ વાસ્તવિકતા છે. જ્યારે અશુભ પરિણામ કરીએ છીએ ત્યારે કૃષ્ણલેશ્યા હોય છે. કૃષ્ણલેશ્યા કાળા પુદ્ગલોને ખેંચે છે. તેજોલેશ્યા પીળા પુગલોને ખેંચે છે. જેમ જેમ અધ્યવસાયો નિર્મળ થતા જાય તેમ તેમ સ્વચ્છ ને સ્વચ્છ પુદ્ગલો આપણે ખેંચતા રહીએ છીએ. પ્રસન્નચન્દ્ર રાજર્ષિએ કૃષ્ણલેશ્યાદ્વારા સાતમી નરકે લઈ જાય તેવા, ખૂબ જ અશુભ ર્ધો બાંધ્યા, પણ તે સ્પષ્ટ હતા, શુભધ્યાનની ધારાથી તરત જ ધોવાઈ ગયા, થોડી જ વારમાં કેવળજ્ઞાન થઈ ગયું. સ્થંડિલ વિધિઃ સ્થંડિલની શંકા સમય પર થાય તે આગમની ભાષામાં ‘કાલસંશા’ કહેવાય. કસમયે લાગે તે ‘અકાલસંજ્ઞા' કહેવાય. પૂ. પ્રેમસૂરિજી એકાસણું કરીને ૧।। વાગે બપોરે જ બહાર જતા. હું પણ એકવાર સાથે ગયેલો. કૃમિના રોગીએ છાંયડામાં બેસવું. છાંયડાવાળી જગા ન મળે, કદાચ તડકે બેસવું પડે (સ્થંડિલ રોકવાનું નથી. એ રોકવાથી આયુષ્ય ક્ષય થાય. એ વખતે ભલે ન જણાય, પણ થોડું તો આયુષ્ય ખૂટે જ.) તો થોડીવાર સુધી છાંયડો કરીને ઉભા રહે. ભક્તિઃ કોઈ માણસ એટલો ચોંટીને બેસી જાય કે જલ્દી ખસે જ નહિ. આપણને એમ થાય : જલ્દી ખસે તો સારું ! પણ ભગવાન એ રીતે નારાજ નહિ થાય, જો ભગવાનને પકડીને તમે બેસી જશો તો. ૨૫૮ ... ..... કહે કલાપૂર્ણસૂરિ “નિશદિન સૂતાં જાગતાં, હૈડાથી ન રહે દૂર રે, જબ ઉપકાર સંભારીએ, તવ ઉપજે આનંદપૂરરે....” પણ તમે પ્રભુને નહિ, પૈસાને પકડીને બેઠા છો. પૈસા જ્યાં પ્રતિષ્ઠિત થયેલા હોય ત્યાં પ્રભુ શી રીતે પ્રતિષ્ઠિત બની શકે? જેસલમેર, નાગેશ્વર આદિના સંઘોમાં જે હશે તેમને ખ્યાલ હશે. રોજ એકાસણા. ૧/૨ વાગે એકાસણું કરવાનું. ક્યારેક ત્રણ પણ વાગી જાય. તે વખતે પણ હું પ્રભુને ભૂલ્યો નથી. ચાહે બે કે ત્રણ વાગ્યા હોય, ત્યારે પણ શાંતિથી ભક્તિ કરતો. આવી ભક્તિથી ચેતના ઊર્તીકરણ પામે. નવા-નવા ભાવો જાગે એનાથી આગળ - આગળનો માર્ગ સ્વયં - સ્પષ્ટ બનતો જાય. પ્રભુ સ્વયં માર્ગ બતાવે. પ્રભુને બરાબર પકડી લો. બધી જ સાધના તમારા હાથમાં છે. તમારી બધી ચિંતા પ્રભુ પર છોડી દો. બધું સારું થઈને જ રહેશે, એવો દઢ વિશ્વાસ રાખો. ‘માવ: : ” અગ્નિના ઉપયોગવાળો માણવક સ્વયં અગ્નિ છે. આ તમે વ્યાકરણાદિમાં ભણ્યા છો ને? ભક્તિ માર્ગમાં આ સૂત્ર કેમ નથી લગાવતા? અગ્નિના ઉપયોગવાળો માણવક અગ્નિ કહેવાય તો ભગવાનના ઉપયોગવાળો ભક્ત ભગવાન ન કહેવાય? ભગવાન પર અતૂટ શ્રદ્ધા ઉત્પન્ન થયા પછી જ આપણી સાધના શરૂ થાય છે, એ ભૂલશો નહિ.. પુખરવરદીવઢે.. ધમ્માઈગરે નમંસામિ' શ્રુતસ્તવ છે આ. પ્રશ્નઃ શ્રતની સ્તુતિ છે તો પછી તીર્થકરની સ્તુતિ શા માટે? ઉત્તરઃ શ્રત ધર્મની આદિ કરનારા ભગવાન છે. શ્રુતની સ્તુતિ એટલે ભગવાનની સ્તુતિ. કારણ કે ભગવાન અને શ્રુતનો અભેદ છે. આગમો રચ્યા ગણધરોએ, પણ અર્થથી બતાવ્યા તો ભગવાને જ ને? વળી, ગણધરો સ્વયં કહે છે: “યુઝર્સ માવો’ શ્રુત ભગવાન છે. * ભાવ તીર્થકરથી પણ નામાદિ ત્રણ તીર્થંકર ઘણો ઉપકાર કરે. ભાવ તીર્થકરનો સમય ઘણો જ ઓછો.. પણ એમના શાસનનો સમય ખૂબ જ લાંબો! કહે કલાપૂર્ણસૂરિ .... •. ૨૫૯ સોમ, ૨૭-૯-૯૯, ભા. વદ-8. પ્રમાદ શત્રુ છે, છતાં મિત્ર માનીએ છીએ. ભવભ્રમણ પ્રમાદના કારણે જ છે. બીજા કર્મબંધના કારણો પ્રમાદમાં સમાઈ જાય છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ - આ ચારેનો સમાવેશ પ્રમાદમાં થઈ જાય છે. ભગવતીમાં પ્રશ્નઃ કયા કારણે ભવભ્રમણ? જવાબ: પ્રમાદ..! માત્ર એક જ શબ્દનો જવાબ!પ્રમાદનું પેટ એટલું મોટું છે કે બીજા બધાને તે પોતાનામાં સમાવી લે છે. ઉંઘમાં તો પ્રમાદ છે જ, આપણા જાગવામાં પણ પ્રમાદ છે; નિંદા – વિકથા – કષાય આદિ જાગતાનો પ્રમાદ છે. આત્મભાવમાં જાગૃત થવું તે સાચી જાગૃતિ છે. આત્મભાવમાં જાગૃત ન થઈએ ત્યાં સુધીની જાગૃતિ પણ પ્રમાદ જ છે. સર્વવિરતિ એટલે અપ્રમત્ત જીવન! દિનચર્યા જ એવી કે પ્રમાદનો અવકાશ જ ન . ૧ રાધનપુરમાં હરગોવનદાસ પંડિત પાસે બીજાકર્મગ્રન્થમાં કારસૂરિએ પ્રશ્નપેપરમાં પૂછેલુંઃ ઉંઘમાં સાધુનું ગુણઠાણું કે જાય? જવાબઃ ઉંઘમાં સાધુનું ગુણઠાણું ચડે, જાય નહિ. ઊંઘ વખતે પણ આત્મજાગૃતિ કાયમ રહે. માટે જ સાધુ ખાય છતાં ઉપવાસી કહેવાય. જ્યારે ખાઉધરો માણસ ઉપવાસ કરે ૨૬૦ ... . કહે કલાપૂર્ણસૂરિ તોય મન ખાવામાં જ હોય. જ આ જ અર્થમાં ભરત ચક્રીને વૈરાગી કહ્યા છે. ‘મનહી મેં વૈરાગી ભરતજી...’ તીર્થંકરો ગૃહસ્થપણામાં લગ્ન કે યુદ્ધમાં પણ કર્મ બાંધે નહિ, પણ કાપે. ગૃહસ્થ જીવનમાં કર્મ કપાય છતાં શાન્તિનાથ આદિએ ચારિત્રની પસંદગી કરી પખંડની ઋદ્ધિનો ત્યાગ કરી સર્વવિરતિ સ્વીકારી. રાજમાર્ગ આ જ છે. આ રાજમાર્ગ જ જગતના જીવોને બતાવવાનો છે. પ્રશ્ન ઃ ઉપવાસમાં ચોલપટ્ટો પછી પડિલેહણ કરવામાં આવે. વાપરેલું હોય તો ચોલપટ્ટો પ્રથમ પડિલેહવામાં આવે, તેનું કારણ શું ? ઉત્તર ઃ વાપરતાં કોઈ સંનિધિ થયેલી હોય તો ધોઈ શકાય માટે. * આજે કે કાલે, જ્યારે પણ મોક્ષ જોઈતો હોય ત્યારે સમતાનો આદર કરજો. જો આમ જ હોય તો સમતાની સાધના આજથી જ શરૂ કેમ ન કરવી ? સમતા લાવવી હોય તો મમતા કાઢવી પડશે. કોઈપણ ગુણ જોઈતો હશે તો તેનાથી વિરુદ્ધ દુર્ગુણ કાઢવો જ પડશે. દુર્ગુણ કાઢો એટલે સદ્ગુણ હાજર જ છે, એમ માનો. કચરો કાઢો એટલે સ્વચ્છતા ઓરડામાં પોતાની મેળે જ આવી જશે. ,, * સંયમ જીવન સ્વીકાર્યા પછી જો અહંકાર મમકાર દૂર ન થઈ શકે તો સાધના શી રીતે થઈ શકશે ? સાધનાના વિઘાતક પરિબળો આ જ છે. આ જ ગ્રન્થિ છે, ગાંઠ છે, રાગ – દ્વેષની તીવ્ર ગાંઠ. મમકાર રાગ અને અહંકાર દ્વેષનું પ્રતિક છે. એ ગાંઠને વીંધ્યા વિના સમ્યગ્દર્શન મળી શકે નહિ. ગ્રન્થિની નજીક લાવનાર ચાર દૃષ્ટિઓ છે, મિત્રા, તારા, બલા, દીપ્રા. ગૃહસ્થને ધન વિના ન ચાલે, સતત તે માટે ઉદ્યમ કરતા જ રહે, તેમ સાધુને જ્ઞાન વિના ન ચાલે, સતત સ્વાધ્યાય કરતા જ રહે. ગૃહસ્થને કેટલું ધન મળે તો તૃપ્તિ થાય? ગૃહસ્થને ધનમાં તૃપ્તિ ન હોય તેમ સાધુને જ્ઞાનમાં તૃપ્તિ ન હોય. એ માટે એ સતત પ્રયત્નશીલ હોય. અવિદ્યા – અજ્ઞાન – મિથ્યાત્વ એક છે. વિદ્યા – જ્ઞાન – સમ્યગ્દર્શન એક છે. આ પર્યાયવાચી શબ્દો છે. હમણાં બહેનોએ કહે કલાપૂર્ણસૂરિ ૨૬૧ પૂછયું: સમ્યગ્દર્શનની નજીક શી રીતે જવાય? જવાબઃ સમ્યગ્દર્શનની પૂર્વ ભૂમિકારૂપે ચાર દષ્ટિઓ છે. જેમ જેમ દૃષ્ટિમાં વિકાસ થતો જાય તેમ તેમ સમ્યગ્દર્શનની નજીક જતા જઈએ. સમ્યગ્દર્શનની પૂર્વભૂમિકાઓ જાણવા આ યોગદૃષ્ટિઓ ખાસ વાંચવા – સમજવા જેવી છે. * પ્રદર્શક અને પ્રવર્તક બે પ્રકારના આ જ્ઞાનમાં પ્રદર્શક જ્ઞાન બોજરૂપ છે. ગધેડા પર ચંદનના ભાર જેવું છે. જીવનને બદલાવી દે એ જ સાચું જ્ઞાન, પ્રવર્તક જ્ઞાન! * મિત્રાદષ્ટિનું પ્રથમ જ લક્ષણ આ છે શત્ન ચિત્તમ્ ' અત્યાર સુધી પ્રેમનો પ્રવાહ જે કંચન અને કામિની પ્રત્યે હતો તે હવે ભગવાન પરવહેવા માંડે છે. નિષ કુશને વિમ્ , મન, તમારે કવ - વચન; પ્રામાદિ ર સંશુદ્ધમ, - કાયા, ચોવીનમનુત્તમમ્ ! આ મિત્રાદષ્ટિના લક્ષણો છે. સંજ્ઞાથી પ્રેરાઈને જો કોઈ ભક્તિ કરતો હોય તો તે યોગબીજ ન કહેવાય. ગુણ બે પ્રકારના : એક દેખાવ ખાતરના, બીજા હૃદયના, વાસ્તવિક. ૩પથિયાડત્યન્તસંજ્ઞાવિમાન્વિતમ્ પત્નમન્જિહિતમ્ ભક્તિ હોય ત્યાં વૈરાગ્ય હોય. સંસારના વિષયો વિષ્ઠા જેવા લાગે. આ પહેલી દૃષ્ટિના ગુણો છે. તે ગુણોનો વિકાસ ઉત્તરોત્તર વધતો જાય. દૃષ્ટિ એટલે શ્રદ્ધાયુક્ત જ્ઞાન. જ્ઞાન પ્રકાશરૂપ છે, જેનાથી જીવન આલોકિત થાય છે. પ્રથમદૃષ્ટિનો જ્ઞાનપ્રકાશ તણખલાના અગ્નિ જેવો કહ્યો છે, જે સળગીને તરત જ શાંત થઈ જાય. પ્રથમ દૃષ્ટિમાં ક્યારેક આત્મિક આનંદની ઝલક આવે છે, પણ એ વધુ ટકતી નથી. ઝલક આવે છે ને વીજળીવેગે ચાલી જાય છે. ભલે એ ચાલી જાય, પણ અંદર ફરી એ મેળવવા અદમ્ય લાલસામૂકતી જાય છે. પછી એ આનંદને શોધવા સાધક ખોજી બને છે. ભિન્ન-ભિન્ન મતોને તટસ્થભાવે અવલોકે છે. ત્યારપછી ૪થી દષ્ટિમાં ગુરુનો અનુગ્રહ વર્ણવતાં કહ્યું છેઃ “ગુમમિન, તીર્થદર્શનમતમ્ ” પ્રભુદર્શન અહીં ગુરુ દ્વારા મળી શકે; ભલે આ ક્ષેત્ર-કાળમાં ભગવાન ન હોય. જગતના જીવો કંચન – કામિનીના દર્શનમાં એટલા ગળાડૂબ ડૂબેલા છે કે ભગવાનના દર્શનની કદી યાદ જ નથી આવતી. આવા લોકો કહેઃ મિત્રસાર-સંસારે, સારં સાત્નિોરના ૨૬૨ ... .... કહે કલાપૂર્ણસૂરિ * સમાપત્તિ એટલે ધ્યાન દ્વારા પ્રભુના ગુણોની સ્પર્શના. × ભાવ અરિહંત ન મળે ત્યાં સુધી નામ અને સ્થાપનામાં ભક્તને પ્રભુ દેખાય. પ્રેમીના પત્રમાં, પ્રેમીના ફોટામાં જેમ સાક્ષાત્ મિલનતુલ્ય આનંદ થાય તેમ પ્રભુનામ અને પ્રભુ મૂર્તિમાં ભક્તને મિલનતુલ્ય આનંદ થાય, પ્રભુનો જાપ એ રીતે કરો કે મંત્રમાં તમને પ્રભુ દેખાય. પ્રભુ – મૂર્તિમાં તમે એવા દર્શન કરો કે તમને સાક્ષાત્ પ્રભુ દેખાય. મદ્ય મેં સાં નન્મ, ગદ્ય મે સત્તા વિજ્ઞા ‘અહો ! પ્રભુ ! આજે મારો જન્મ સફળ. આજે મારી ક્રિયા સફળ ?’’ આ ઉદ્ગારો શું કહે છે ? મૂર્તિમાં સાક્ષાત્ ભગવાનના દર્શન કરે તે જ આવું બોલી શકે ! ‘જેહ ધ્યાન અરિહંતકો, સો હિ આતમધ્યાન ! ભેદ કછું ઈણમેં નહિ.’’ આપણા વ્યવહાર–પ્રધાન ગ્રંથો આમ કહે છે. પ્રભુને અલગ રાખીને તમે આત્મા મેળવવા માંગતા હો તો એ કોઈ કાળે નહિ બની શકે. ભગવાનને કાઢીને માત્ર આત્મા રાખવા ગયા તો માત્ર અહંકાર જ રહેશે. જેને તમે ‘આત્મા’ માનવાની ભૂલ કરતા રહેશો. પણ જે પ્રભુને પકડી રાખશે તેને આત્મ-દર્શન થશે જ. પ્રભુ પોતે જ એક દિવસ તેને કહેશે; તું ને હું કાંઈ અલગ નથી. આપણે બન્ને એક જ છીએ. કહે કલાપૂર્ણસૂરિ ...૨૬૩ મંગળ, ૨૮-૯-૯૯, ભા. વદ- 3+૪. * “સમો રૂવ સાવકો રવ ના !' ગૃહસ્થપણામાં રહીને પણ આવી સાધના કરી શકાય છે. જેથી જ્ઞાનીઓને પણ કહેવું પડેઃ તમે સાધુ જેવા બન્યા. ઉદાયી રાજા, કામદેવ, આનંદ વગેરેના દૃષ્ટાંતો વાંચો. ઉપાસક દશા વાંચો. ભગવાનના ૧૦ શ્રાવકો કેવા મહાન હતા? ભગવાન મહાવીરે પણ કહ્યું આજે રાત્રે આનંદ શ્રાવકે ઉત્કૃષ્ટ પરિષહો સહન ક્ય. 'जास पसंसइ भयवं दढव्वयत्तं महावीरो ।' આ રીતે જ શ્રાવકપણાની કરણીથી સાધુધર્મ માટેની પાત્રતા આવે. એ રીતે મળેલું ચારિત્ર સફળ બને. * પ્રશ્ન: ચારિત્રના પરિણામ આવી ગયા હોય તો વિધિની શી જરૂર? ન આવ્યા હોય તોય શી જરૂર? નિરર્થક છે બન્ને રીતે. હરિભદ્રસૂરિજી કહે છે. અમારી આ વિધિ એવી છે કે ચારિત્રના પરિણામ ન જાગ્યા હોય તો જાગે. જાગેલા હોય તો નિર્મળ બનીને ટકી રહે. ત્રીજા વૈદ્યની જેમ આ સર્વ રીતે સુખકારી છે. જ સ્થડિલ માત્રના ૨૪ સ્થાન જોવાના છે. આપણે અત્યારે “આઘાડે આસન્ને (માંડલા) કરીએ છીએ તે એનું પ્રતીક છે. “આઘાડે આસને માંડલા દ્વારા જ્ઞાનીઓની એ પણ નજર છે કે કોઈપણ સાધુ - ....... કહે કલાપૂર્ણસૂરિy.org. ૨૬૪ .. સાધ્વી પોતાની કુદરતી હાજતને રોકે નહિ એ રોકવામાં ઘણું નુકશાન છે. * જૈન ધર્મને હરાવવા દીક્ષિત થનાર ગોવિંદ મુનિનું સાચું હૃદય-પરિવર્તન થયું ને ફરીથી દીક્ષા લીધી. આવું છે આ શાસન જે પોતાના વિરોધીઓને પણ પોતાનામાં સમાવી લે * કોઈ ભક્તિ આદિના કાર્યક્રમો મહાપુણ્યોદયે ગોઠવાયા હોય છે. પૂર્વમાં અદિભિષેક વગેરે અનુષ્ઠાનો ગોઠવાતા, જેમાં બધા જ સાધુ – સાધ્વીજીઓ એકઠા થાય. ન જનાર સાધુ - સાધ્વીને પ્રાયશ્ચિત્ત આવે, એમ છેદસૂત્રોમાં લખ્યું છે. * પ્રશ્ન કેવળજ્ઞાનીને શું બાકી રહ્યું જેથી તીર્થકરની દેશના સાંભળવા બેસે ? જરૂર શી? સમવસરણમાં કેવળી પર્ષદાની ગોઠવણ શા માટે? ઉત્તરઃ આ વ્યવહાર છે, ઔચિત્ય છે. ગુરુને જોઈને શિષ્યો પણ શીખે. બીજા લોકોને પણ ભગવાન પ્રત્યે બહુમાન જાગે. તીર્થંકરનો મહિમા વધે. જુઓ તો ખરા ! ગુરુ ગૌતમસ્વામી છપસ્થ છે, ૫૦૦ તાપસો કેવળજ્ઞાની છે, છતાં કેવળજ્ઞાની પાછળ ચાલે છે. કેવળજ્ઞાની શિષ્ય, છદ્મસ્થ ગુરચંડરુદ્રાચાર્યને ઉપાડીને ફરે છે, લાકડીના માર પણ સહે છે. કેવળી કૂર્મપુત્ર છ મહિના સુધી મા-બાપની સેવા કરે છે. સાચે જ, વ્યવહાર બળવાન છે. * મૃગાવતીની જગ્યાએ આપણે હોઈએ તો ગુરુને કહી દઈએ: “તમે કેમ એકલા એકલા જતાં રહ્યાં? મને કેમ કહ્યું નહિ? ભૂલ તમારી છે, મારી જરાય નહિ. હું કાંઈ રખડવા નહોતી ગઈ, જેથી તમે મને ઠપકારો છો!” આથી તો આપણને કેવળજ્ઞાન નથી થતું ને ? એમણે સમતાભાવે કેવળજ્ઞાન મેળવી લીધું, આપણે કેવળજ્ઞાનને દૂરને દૂર ધકેલીએ છીએ. * પાણીમાં લોઢું, લાકડું અને કાગળ નાખો. એક ડૂબી જશે, (લોઢું), બીજા બે લાકડું અને કાગળ તરશે. તેમાંય લાકડું તો પોતે ય તને બીજાનેય તારે કાગળ પોતે તો તરે પણ બીજાને ન તારી શકે. લોઢું પોતેય ડૂબેને બીજાનેય ડૂબાડે. આપણે કોના જેવા? આશ્રિતને તાનારા કે ડૂબાડનારા? * સમતા વારંવાર યાદ આવે માટે સાધુ દિવસમાં નવ વાર કરેમિ ભંતે બોલે. પાંચ મહાવ્રતોથી પ્રાણાતિપાતાદિ પાંચેય અવતોથી વિરમણ થયું. સામાયિકના પાઠથી ક્રોધાદિ પાપોથી વિરમણ થયું. કહે કલાપૂર્ણસૂરિ ...... ••• ૨૬૫ www.jainelibi મુખ્ય તો સામાયિકનો જ પાઠ છે. એ પ્રતિજ્ઞામાં સર્વ પ્રતિજ્ઞા આવી જ ગઈ, પણ વડી દીક્ષા વખતે વિશેષ મહાવ્રત એટલા માટે પણ ઉચ્ચારવામાં આવે છે કે તેટલા ગાળા દરમ્યાન શિષ્યની બરાબર પરીક્ષા થઈ શકે. જો કાંઈ એવું જણાય તો વાતો પણ કરી શકાય. પૂ. કનકસૂરિજીએ એક વ્યક્તિને દીક્ષા આપી. પછી ખ્યાલ આવ્યો અને માખી મારવાની ન જાય તેવી આદત છે. પૂ. બાપજી મ.ને પૂછાવ્યું: આનું શું કર્યું? પૂ બાપજી મ.એ લખ્યુંઃ રવાના કરવો. પછી તેને ઉત્પવ્રજિત કરવામાં આવ્યો. * ૧૧મા ગુણઠાણે ચડેલા, ૧૪ પૂર્વી પણ અનંતા નિગોદમાં ગયા છે – એવું આપણને એટલા માટે કહેવામાં આવે છે. કે આપણી સંયમમાં સાવધાની વધે. પ્રમાદ વધારવા માટે આનો ઉપયોગ નથી કરવાનો. “એમના જેવા મહાપુરુષો પણ નિગોદમાં જાય તો આપણી સાધના શી વિસાતમાં? મૂકો સાધના... કરો જલસા...!” આવું ઉધું વિચારવા માટે આ નથી કહેવાયું * મારો આત્મા ભારે છે કે લઘુ? એનો અનુભવ આપણને શી રીતે થાય? ધર્મ કરતાં આનંદ થવો જોઈએ. આનંદ થાય તો સમજવું હું હળુકર્મી છું. કંટાળો આવે તો સમજવું હું ભારેકર્મી છું. * “મા રુષ મા તુષ” આ બે વાક્ય પણ જેમને નહોતા આવડતા એવા મુનિ કેવળજ્ઞાન કેમ પામી ગયા? તેઓ જાણતા હતા. મને ભલે નથી આવડતું, મારા ગુરુને તો આવડે છે ને? મારા ગુનું જ્ઞાન એ મારું જ જ્ઞાન છે. આવા સંપૂર્ણ સમર્પણથી જ તેઓ કેવળજ્ઞાન પામી શક્યા હતા. પુત્ર પિતાની મિલ્કતનો વારસદાર બને, તો ભક્ત ભગવાનની મિલ્કતનો વારસદાર કેમ ન બને? તો શિષ્ય ગુરુની મિલ્કતનો વારસદાર કેમ ન બને? ભક્ત એટલે ભાવિ ભગવાન! ભગવાને પોતાનું અંતરંગ ઐશ્વર્યભક્ત માટે જ અનામત રાખેલું છે. se ૨૬૬ ... rien niematonal For Privato a Personal use only **** ... કહે કલાપૂર્ણસૂરિ કંચનલાલ ગભરૂચંદ (ચાણસ્મા) આયોજિત નવકાર જાપ (આરાધક ૪૦૦ પુરૂષો) - પ્રથમ દૈવસ. તા. ૩૦/૯/૯૯ * કઈ તાકાત છેનવકારમાં જે ભવસાગર તરાવે છે? જે અરિહંત, સિદ્ધ આદિમાં તારક્તાની તાકાત છે, તે બધી જ નવકારમાં સામૂહિક રૂપે એકત્રિત થયેલી છે. માટે જ નવકાર શક્તિનો સ્ત્રોત છે. તારકતાની તાકાત ઠાંસી-ઠાંસીને એમાં ભરી છે. * સંસારમીઠો લાગે છે, પણ ખરેખરમીઠોનથી -નામ માત્રથી મીઠો છે. મીઠા' ને આપણે મીઠું' કહીએ છીએ, પણ એ મીઠું થોડું છે? બરાબર આ મીઠા જેવો સંસાર છે. નામ મીઠું પણ સ્વાદ ખારો ! * નવકાર એટલે પ્રભુનો મંત્રાત્મક દેહ! પ્રભુનું અક્ષરમય શરીર! * પોતાના આત્માને સર્વમાં અને સર્વને પોતાના આત્મામાં જુએ છે, તે પરમાત્મા છે. * આપણે પરમાત્માને પણ પૂર્ણ માનવા તૈયાર નથી, પરંતુ પરમાત્મા આપણને પૂર્ણ માનવા તૈયાર છે, એટલું જ નહીં, તેઓ આપણને પૂર્ણરૂપે જોઈ જ રહ્યા છે. | *નવકારમાં અનંતઅરિહંતાદિની સંકલ્પ-શક્તિ ભળેલી છે. માટે જ તે શક્તિનો સ્ત્રોત છે. એનો જાપ કરવાથી, આપણો સંકલ્પ નબળો હોય તો પણ અસર થાય જ. * નવકાર ગણો... ગણ્યા જ કરો. એકાગ્રતા નવકાર જ આપશે, પ્રભુ જ આપશે. આપણો પુરૂષાર્થ ગૌણ છે. પ્રભુ કૃપા મુખ્ય છે. એમ માનીને સાધના કરો. મંત્ર તેને જ કહે કલાપૂર્ણસૂરિ ... ૧. ૨૬૭ ફળે, મંત્ર અને મંત્રદાતા પર જેનું હૃદય વિશ્વાસ ધરાવતું હોય. નવકારમાં પ્રભુની તાકાત જોવા શ્રદ્ધાની આંખ જોઈએ. ચામડાની આંખથી અક્ષરો સિવાય કશું જ નહિ દેખાય. * નવકાર કે પ્રભુના ગુણો ગાનારા આપણે કોણ ? માનતુંગસૂરિ જેવા કહેતા હોયઃ ‘બાળક સાગરમાં પ્રતિબિંબિત ચન્દ્રને પકડવા મથે, તેમ મારો આપની સ્તુતિ માટેનો પ્રયત્ન છે.’’ તો પછી આપણે કઈ વાડીના મૂળા ? આ વખતે તો નક્કી કરો ઃ પ્રભુના દર્શન કરવા જ છે. સભા : ‘આપ દર્શન કરાવી દો.’’ ‘ભોજન જાતે કરવું પડે છે. તમારા તરફથી બીજો કોઈ ભોજન કરી શકે નહિ, સમર્પણ-ભાવ આપણે કેળવવો પડે. બીજો કેળવે તે ન ચાલે. આપણે સમર્પણ કેળવીશું તો પ્રભુ અવશ્ય દર્શન આપશે જ. તમારૂં હૃદય અહંકારથી જ્યાં ખાલી થયું ત્યાં અર્જુનો પ્રકાશ પ્રગટ્યો સમજો. જે ખાલી બને છે તે જ ભરાય છે. તમારા હૃદયમાં સળગતો અહંકારનો દીવો ઓલવી નાખો. પરમાત્માની ચાંદની તમારા હૃદયમાં ઝળકશે. સ્વને અહંકારશૂન્ય બનાવવું, એ જ સમર્પણભાવ છે. એ જ સાધનાનું રહસ્ય છે. જગતના જીવો સાથે આપણો સૌથી મોટો સંબંધ જીવત્વનો છે. એથી વિશેષ બીજો કયો સંબંધ હોઈ શકે ? આપણો સંબંધ માત્ર પરિવાર પૂરતો છે. પરિવાર સાથેનો એ સંબંધ પણ જીવત્વના નાતે નહીં, સ્વાર્થના નાતે છે. માટે જ એનો નિષેધ કરવામાં આવ્યો છે. * પ્રશ્નો બધા મનમાં રાખો. પ્રશ્નો સંદેહને જણાવે છે ઃ હા તમે પ્રભુને સમર્પિત થયા નથી. સમર્પણ પછી પ્રશ્નો કેવા ? અહંકારશૂન્ય મનમાંથી પ્રશ્નો મરી પરવારે છે. નવ દિવસ સુધી મને બરાબર સાંભળો. તમારા બધા જ પ્રશ્નોના જવાબ પ્રાયઃ આવી જશે. ન આવે તો દસમા દિવસે કહેજો. * ભગવાન આપણને પ્રત્યક્ષ નથી, પણ આપણે ભગવાનમાટે પ્રત્યક્ષ છીએ, એમના કેવળજ્ઞાનમાં પ્રતિબિંબિત છીએ, કારણકે ભગવાન સર્વજ્ઞ-સર્વદર્શી છે. આ હોલ આપણને પ્રત્યક્ષ છે, તેમ પ્રભુને આખું વિશ્વ પ્રત્યક્ષ છે. ભગવાન સર્વજ્ઞ છે તેમ સર્વગ પણ છે. સર્વગ એટલે સર્વવ્યાપી, દેહરૂપે નહીં, પણ કેવળજ્ઞાન રૂપે સર્વવ્યાપી છે. માટે જ પ્રભુ ‘વિભુ છે.’ માનતુંગસૂરિજીએ આ જ અર્થમાં ‘ત્વામવ્યયં વિષુ..’ એ શ્લોકમાં પ્રભુને વિભુ કહ્યા છે. ૨૬૮ કહે કલાપૂર્ણસૂરિ ભા. વ. ઉ સવાર તા. ૧-૧૦-૯૯ * અનંતા જન્મો સામે આ એક જન્મની લડાઈ છે. પાપો છે જનમોજનમના એ બધાનો ક્ષય આ એક જ જન્મમાં કરવાનો છે. કઈ રીતે થઈ શકે ? બહુ અઘરૂં છે, એમ નહિ માનતા. અનંતાનંત પાપોનો ઢેર એક જ જન્મમાં શી રીતે વિલીન થશે ? એમ માનીને ગભરાઈ નહિ જતા, અંધારૂં ગમે તેટલું જુનું હોય કે ગમે તેટલું મોટું હોય, એને ભગાવવા પ્રકાશનું એક કિરણ બસ છે. પ્રકાશ આવે ને અંધકાર તેમ ધર્મ આવતાં જ અધર્મ જાય, અધર્મ – પાપ અંધકાર છે તો ધર્મ પ્રકાશ છે. અંધકારને દૂર કરતાં પ્રકાશને કાંઈ વર્ષો નથી લાગતા, એક જ ક્ષણનું કામ છે એ તો. કેવળજ્ઞાન પ્રાપ્ત કરતાં કાંઈ વધુ વાર નહીં લાગે. માત્ર અન્તર્મુહૂર્તનું કામ છે. ક્ષપકશ્રેણિના એ અન્તર્મુહુર્તમાં અનંતા પાપકર્મો બળી જાય. - જાય, લુણાવા (વિ. સં. ૨૦૩૨)માં ધ્યાનવિચાર લખવાનો અવસર આવ્યો. કલમ હાથમાં લીધી, પણ લખવું શું ? પાસે કોઈ સામગ્રી નહીં, ‘નમસ્કાર સ્વાધ્યાય’ સાહિત્ય વિકાસ મંડળ તરફથી પ્રકાશિત પુસ્તક સામે પડેલું હતું. એવી આદત ખરી કે કોઈ પણ કામ શરૂ કરવું હોય તો બાર નવકાર ગણવા. બાર નવકાર ગણીને મેં એ પુસ્તક ખોલતાં પહેલા પ્રભુને પ્રાર્થના કરી ઃ પ્રભુ ! મારે જે લખવું છે તે મને અપાવજો. પુસ્તક ખોલતાં જ બરાબર મને જે જોઈતું હતું તે જ મલ્યું. ચાર ચીજો મળી. મારું હૃદય નાચી ઉઠ્યું. પછી એના આધારે મેં ધ્યાન-વિચાર લખવાનું શરૂ કર્યું. * જ્યાં સુધી પોતાની અધૂરાશ ન લાગે ત્યાં સુધી પ્રભુ પાસે માંગવાનું મન ન થાય. કહે કલાપૂર્ણસૂરિ ૨૬૯ માંગીએ નહિ ત્યાં સુધી મળે નહીં. પોતાની ઉણપ દેખાય તે જ અહંકારથી શૂન્ય બની શકે. અહંકારથી શૂન્ય બને તે જ અહથી પૂર્ણ બને. પ્રભુ પાસે માંગીએ તો મળે જ મળે. પણ માંગીએ જ નહિતો. પ્રશ્ન: પ્રભુ તો મા છે. મા તો વગર માગ્યે પણ પીરસે, તો પ્રભુ કેમ આપતા નથી? ઉત્તર: મા વગર માંગ્યે બાળકને આપે તે સાચું, પણ બાળકની ઉંમર પ્રમાણે આપે, સ્તનપાન કરનાર બાળકને મા કાંઈ દૂધપાક ન આપે. નાનકડા બાળકને મા કાંઈ લાડવા ન આપે. આપે તો બાળકને નુકશાન ન થાય. પ્રભુ આપણી યોગ્યતા પ્રમાણે આપી જ રહ્યા છે. યોગ્યતા વધતી જશે તેમ પ્રભુ પાસેથી વધુને વધુ મળતું જ જશે. તો પછી માંગવાની શી જરૂર છે? યોગ્યતા જ વધારતા રહેવું ને? એવો તમે પ્રશ્ન કરી શકો છો, પણ મારી વાત બરાબર સાંભળી લો. પ્રભુ પાસે દીન-હીન બનીને યાચના કરવાથી જ યોગ્યતા વધે છે. યોગ્યતા કેળવવાની સૌથી ઉત્કૃષ્ટ રીત આ છે દીન, હીન, અનાથ અને નિરાધાર બનીપ્રભુસમક્ષ યાચના કરવી. અહંકારથી અક્કડબનીને નહિ, નમસ્કારથી નમ્ર બનીને પ્રભુ પાસે યાચના કરવાની છે. નમ્ર જ ગુણોથી ભરાય છે, અક્કડ નહિ. સરોવર જ પાણીથી ભરાય છે, અક્કડ પહાડ નહી. * પ્રભુનું નામ સુખ આપે. શી રીતે ? પ્રભુનાનામમાં પ્રભુના ગુણો અને પ્રભુની શક્તિ છુપાયેલા છે, જ્યારે આપણે તેના દ્વારા પ્રભુ સાથે એકાકારબની જઈએ છીએ ત્યારે પ્રભુના ગુણો અને શક્તિઓનું આપણામાં અવતરણ થાય છે. ફૂલની સુગંધ તેલમાં આવે તેમ પ્રભુ ગુણોની સુગંધ આપણામાં આવવા લાગે છે. અત્તરની સુગંધ રૂમાં ભરીને ફરનારા તમે પ્રભુ-નામ દ્વારા પ્રભુ-ગુણો સંક્રાન્ત કરી શકાય, એટલી વાત નહિ સમજો? ૪ નાનપણથી જ મને પ્રભુ-ભક્તિ ખૂબ જ ગમે, કેટલીકવાર તો પ્રભુભક્તિમાં ૪-૫ કલાકો વીતી જાય, જમવા માટે બોલાવવા આવવું પડે એવું પણ બનતું. એકવાર તમે ભક્તિનો આનંદ માણશો તો વારંવાર એ મેળવવા લલચાશો. * બુદ્ધિમાં અહંકાર જ્ઞાનનું અજીર્ણ છે. અહંકાર દ્વારા જ્ઞાનના અજીર્ણને જાણી શકાય. નમ્રતા દ્વારા જ્ઞાનામૃત પચ્યું છે એમ જાણી શકાય. પ્રભુ મહાદાનવીર છે. માંગીએ તે આપવા તૈયાર છે પણ આપણે જ માગી શકતા ૨૭૦ - કલાપણસ www.jattelitary.org નથી. એવા કંગાળ છીએ કે શુદ્ધ અને તુચ્છ સિવાય બીજું કશું માંગતા શીખ્યા જ નથી. જેમને પ્રભુ પાસેથી મળ્યું છે તેમણે ગાયું છેઃ “ગઈ દીનતા અબ સબહી હમારી પ્રભુ તુજ સમકિત - દાન મેં આતમ અનુભવ - રસ કે આગે આવત નહીં કોઉ માન મેં..” પ્રભુ એવું આપે છે કે જેથી દીનતા - તુચ્છતા વગેરે ઉભી પૂંછડીએ ભાગી છૂટે છે. * પૂના શોટિસમં સ્તોત્રમ્ એનો અર્થ એ નથી કે સ્તોત્ર બોલી દઈએ તો પૂજા આવી ગઈ. કારણ પૂજાથી સ્તોત્ર ચડિયાતું છે. એનું રહસ્ય એ છે કે ક્રોડીવાર પૂજા કરશો ત્યારે સાચું સ્તોત્ર બોલી શકશો. ક્રોડીવાર સ્તોત્રો બોલતા રહેશો ત્યારે જાપ માટેની યોગ્યતા મેળવી શકશો. ક્રોડોવાર જાપ કરશો ત્યારે ધ્યાન લાગી શકશે અને ક્રોડીવાર ધ્યાન કરશો ત્યારે લયની ભૂમિકા સુધી પહોંચી શકશો. પં. ભદ્રંકર વિજયજી કેટલી ઉંચી કક્ષાના સાધક હતા? છતાં તેમણે પ્રતિક્રમણાદિ આવશ્યકોનો ત્યાગ નથી ક્ય. શા માટે? એમને એમાં પણ ધ્યાનની જ પુષ્ટિ દેખાઈ. સાચો ધ્યાની પ્રતિક્રમણાદિથી તો દયાનને પુષ્ટ બનાવે જ, પણ આહાર, વિહારાદિથી પણ ધ્યાનને પુષ્ટ બનાવે. કહે કલાપૂર્ણસૂરિ ... ••• ૨૭૧ Jair-Education International ભા. વ. ૭ બોર, તા. ૧-૧૦-૯૯ નવકાર શું આપે ? નવકારના પાંચ પદો આપણી રાહ જોઈ રહ્યા છે. પાંચમાંથી જે પદ જોઈતું હોય તે બોલો. સભા ઃ અરિહંત, આચાર્ય જોયું ? જીવનો અહંકાર કેવો પ્રબર છે ? એ સીધો જ અરિહંત કે આચાર્ય બનવા માગે છે. પણ સાધુ બન્યા વિના ન આચાર્ય બનાય, ન ઉપાધ્યાય, ન અરિહંત. સૈનિક બન્યા વિના સેનાપતિ શી રીતે બનાય ? વહુ બન્યા વિના સાસુ શી રીતે બનાય ? શ્રોતા બન્યા વિના વક્તા શી રીતે બનાય ? ભક્ત બન્યા વિના ભગવાન શી રીતે બનાય ? * જગત અપૂર્ણ દેખાય છે, જીવો અપૂર્ણ દેખાય છે તે આપણે હજી અપૂર્ણ છીએ, એ સૂચવે છે. જે ક્ષણે આપણને સ્વમાં પૂર્ણતા દેખાશે તે જ ક્ષણે જગતના સર્વ જીવોમાં પણ પૂર્ણતા દેખાશે. પૂર્ણને બધું પૂર્ણ દેખાય. અપૂર્ણને અપૂર્ણ દેખાય. આપણને જગત કેવું દેખાય છે ! તે, જગત કેવું છે ? તે નહિ, પણ આપણે કેવા છીએ તે જણાવે છે. જગત દુષ્ટ જણાતું હોય તો ચોક્કસ આપણે દુષ્ટ છીએ. જગત અવ્યવસ્થિત જણાતું હોય તો ચોક્કસ આપણે અવ્યવસ્થિત છીએ. જગત વ્યવસ્થિત જણાતું હોય તો ચોક્કસ આપણે વ્યવસ્થિત છીએ. જગત ગુણી જણાતું હોય તો ચોક્કસ આપણે ગુણી છીએ. ‘દૃષ્ટિ તેવી સૃષ્ટિ’ એમને એમ નથી કહેવાયું. * ભગવાનને ભૂલી જવા એ જ આપત્તિ, ૨૭૨ ... કહે કલાપૂર્ણસૂરિ ભગવાનને યાદ રાખવા એ જ સંપત્તિ. આ દૃષ્ટિ ખુલી જાય તો દુઃખ પણ સુખરૂપે લાગે, સુખ પણ દુઃખ લાગે. તત્ત્વ પામ્યાની આ જ નિશાની છે.. * ભુજમાં ગાયના કારણે ધક્કો લાગ્યો. ફ્રેકચર થયું. મને ઊભો કરવામાં આવ્યો, પણ હું ચાલી શકું નહીં. એક પગબરાબર, ચાલવાતૈયાર, પણ બીજો પગ બરાબરનહીં. બીજા પગની સહાયતા વિના એક પગશું કરી શકે ? મુક્તિમાર્ગે પણ એકલા નિશ્ચયથી કે એકલા વ્યવહારથી, એકલી ક્રિયાથી કે એકલા જ્ઞાનથી ન ચાલી શકાય. બન્ને જોઈએ. જ્ઞાન આંખ છે તો ક્રિયા પગ છે. પગ વિના આંખ એલી ચાલી શકે? આંખ વિના એકલા પગ ચાલી શકે ? આંખ વિના પગ આંધળા છે. પગ વિના આંખ પંગુ છે. પંખીને ઉડવા પાંખ પણ જોઈએ, આંખ પણ જોઈએ, આંખ જ્ઞાન છે. પાંખ ક્રિયા છે. * શોમાં નાણાં પ્રિય સચવા (વર્ણમાતા) વાગ્યા શોમાં ગુરુવમ?િ I (નવકાર માતા) નવકાર ભવાશ શોભા વપરાત્મ-વોક ! (અષ્ટપ્રવચન માતા) કરેમિભંતે વોથસ્થ શોમાં સમતા શાંતિઃ | (ત્રિપદી માતા) લોગસ્સ પં. ભદ્રંકર વિ. આ શ્લોક હાથે લખીને આપેલો. આ શ્લોક પર મેં ૧૫-૨૦ દિવસ વ્યાખ્યાનો આપેલા, તે ઘણાને યાદ હશે! આમાં ચાર માતા, નવપદ વગેરે બધું આવી જાય છે. આ શ્લોક પાકો થઈ ગયો? હા, પાકો કરવાનો છે. હું સમજું છું કે તમને કંઠસ્થ કરવું ગમતું નથી, વ્યાખ્યાનો તમને એટલે જ ગમે છે ને? કાંઈ જ પાકું કરવાનું નહિ! વ્યાજ વિના જ મૂડી લઈ જવાની ! ભરપાઈ કરવાની ચિન્તા જ નહીં. મનુષ્યની શોભા મધુર અને સત્યવાણી છે. વાણીની શોભા ગુરૂ અને દેવની ભક્તિ છે. ભક્તિની શોભા સ્વ અને પરનો બોધ છે. બોધની શોભા સમતા અને શાન્તિ છે. કહે કલાપૂર્ણસૂરિ ..... ••• ૨૭૭ (૧) વાણીઃ મનુષ્યની પ્રથમ શોભા વાણીથી છે. આપણે વાણીનો કેવો વ્યર્થ બગાડ કરીએ છીએ! જો વાણીનો દુરુપયોગ કરીશું તો એવી ગતિમાં (એકેન્દ્રિયમાં જવું પડશે. જ્યાં વાણી નહીં હોય! આ પદમાં વાણીથી વર્ણમાતૃકા આવી. (૨) ભક્તિઃ વાણી પણ જો ભક્તિ-રહિત હોય વ્યર્થ છે. ભક્તિ એટલે “નમો’ ! નમસ્કારભાવ! એના વિશેષ અર્થો જાણવા પૂ. પં. ભદ્રંકર વિ.ના પુસ્તકો વાંચી લેવા. નમોના અર્થોમાં આખી જીંદગી ચાલી જાય તો પણ પૂરા ન થાય. “નમોમાં ઈચ્છા -- સામર્થ્ય અને શાસ્ત્ર - ત્રણેય યોગો રહેલા છે. “નમોમાં શરણાગતિ, દુષ્કતગહ, સુકૃત - અનુમોદના - ત્રણેય પં. ભદ્રંકર વિ. એ ઘટાડેલા છે. “નમોમાં સમ્યગ્દર્શન ભળે તો જ ભાવ નમસ્કાર મળે. ગણધરો તો અતિ ઉચ્ચ કક્ષાના છે. એમનો તો નમસ્કાર થઈ ગયો, છતાં “નમો અરિહંતાણં શા માટે બોલે? પોતે જ્યાં છે તેથી પણ ઊંચી ભૂમિકા મેળવવા માટે! નમો દ્વારા નવકારમાતા સૂચિત થાય છે. જ્ઞાન વધે તેમ ભક્તિ વધવી જોઈએ. (૩) સ્વ-પરાત્મ બોધઃ આ ભક્તિની શોભા છે. નવકારના સાધકને સ્વ-પરનું ભેદજ્ઞાન અવશ્ય હોય, આ જ સમ્યગદર્શન છે, એનું બીજ ભક્તિ છે, નમો છે. લાડુ માટે ત્રણ ચીજ જોઈએ. ગોળ, ઘી અને લોટ! ત્રણમાંથી એક ચીજ બાકાત રાખીને લાડુ બનાવો ભલા! ઘી ન રાખો તો કુલર થાય, લોટ ન રાખો તો રાબડી થઈ જાય, પણ લાડુ ન થાય. જ્ઞાન – દર્શન, ચારિત્ર આ ત્રણ મળે તો જ મોક્ષનો મોદક તૈયાર થાય. આ ત્રણેય ક્યાંથી મળે? ત્રણેય દુકાનો બતાવું? દેવ પાસે દર્શન, ગુરૂ પાસે જ્ઞાન, ધર્મ પાસે ચારિત્ર મળે. ભક્તિ સાચા અર્થમાં ત્યારે જ બને જ્યારે સ્વ-પર આત્માનો બોધ થાય. બોધ થયા પછી તેની રક્ષા કરવાનું મન થાય. સ્વ-પરાત્મ બોધથી અષ્ટપ્રવચન માતારૂપ ત્રીજી માતા આવી. (૪) સમતા-શાન્તિઃ આ જ્ઞાનની શોભા છે. જે ધ્યાન દ્વારા મળે છે. ત્રિપદી દ્વારા ધ્યાન મળે છે. ત્રિપદી ચોથી ધ્યાનમાતા છે. ૨૭૪ ... ..... કહે કલાપૂર્ણસૂરિ પડી િ વાર ભા. વ. ૮, સવાર, તા. ૨-૧૦-૯૯ પ્રભુના નામો અનંત છે. કારણકે ગુણો અનંત છે, શક્તિઓ અનંત છે. એકેક નામ એકેક ગુણ અને શક્તિનો પરિચાયક છે. પૂ. આનંદઘનજી કહે છેઃ એમ અનેક અભિધા (નામ) ધરે, અનુભવ-ગમ્ય વિચાર; જે જાણે તેને કરે, આનંદઘન અવતાર. * જીભ આપણી વિચિત્ર છે, એને ખાવા મીઠું જોઈએ, પણ બોલવા કડવું જોઇએ. સુભાષિતકાર કહે છે: 'शोभा नराणां प्रियसत्यवाणी' મનુષ્યની શોભા રૂપકે ઘરેણાથી નહીં, સત્ય અને મધુર વાણીથી છે. કોઈપણ માણસ વાણીથી ઓળખાય. ઈન્દ્રભૂતિએ ભગવાન મહાવીરસ્વામીને શી રીતે પિછાણ્યા? વાણીથી | પ્રિય અને સત્ય વાણી બોલવી તે એક પ્રકારની સરસ્વતીની આરાધના છે. કડવી અને અસત્ય વાણી બોલવી તે સરસ્વતીનું અપમાન છે. વાણીના ચાર પ્રકારઃ વખરીઃ આપણે ઉચ્ચાર કરીએ છીએ તે. વૈખરી વાણી આમ સ્થૂલ કહેવાય, પણ બીજી અપેક્ષાએ બધી વાણીનું એ મૂળ છે. કહે કલાપૂર્ણસૂરિ ..... . ૨૭૫ એનાથી સાધનાનો પ્રારંભ થઈ શકે. પ્રભુના સ્તોત્રો, નવકાર વગેરે ઉચ્ચારણપૂર્વક બોલો આ વૈખરી વાણી થઈ. એની સહાયતાથી તમે ધીરે ધીરે આગળ વધી શકો. સ્તોત્રપૂર્વક જો તમે જાપ કરશો તો મન એકદમ એકાગ્ર બની જશે. પૂજા કર્યા પછી સ્તોત્રમાં, સ્તોત્ર ર્યા પછી જાપમાં, જાપ પછી ધ્યાનમાં અને ધ્યાન પછી લયમાં તમે સરળતાથી જઈ શકશો. पूजाकोटिसमं स्तोत्रं, स्तोत्रकोटिसमो जपः । जपकोटिसमं ध्यानं, ध्यानकोटिसमो लयः ।। આ શ્લોક આ જ વાત જણાવે છે. આ શ્લોકના રચયિતા બપ્પભટ્ટસૂરિજી છે. * એક શ્રાવિકા પણ પ્રભુભક્તિથી સમાપત્તિની કક્ષાની ભક્તિથી કેવો અપૂર્વ આત્મવિશ્વાસ ધરાવે છે ? તે જાણવા જેવું છે. આખી ઉજ્જૈનનગરી શત્રુ-સૈન્યની કલ્પનાથી ભયભીત હતી. મયણા તે વખતે પણ નિર્ભય હતી. સાસુએ પૂછેલા સવાલના જવાબમાં તેણે કહ્યું : આજે પ્રભુ-ભક્તિ સમયે થયેલા અપૂર્વ આનંદથી હું ખાતરીપૂર્વક કહી શકું છું કે આજે જ તમારો પુત્ર (શ્રીપાળ) મળશે, અને ખરેખર એવું જ થયું. * જે વાણીથી તમે પ્રભુ-ગુણ ગાયા, સ્તોત્રો બોલ્યા, નવકાર બોલ્યા એ વાણીથી હવે તમે કડવું બોલશો ? ગાળો બોલશો ? જો જો. મા શારદા રીસાઈ ન જાય ! શારદાનો ગમે તેટલો જાપ કરો, પણ વાણીની કડવાશ નહિ છોડો તો શારદા નહીં રીઝે. અપમાન થતું હોય ત્યાં કોણ આવે ? * આપણે બધું પછી ઉપર રાખીએ છીએ. પણ અનુભવીઓ કહે છે કે આ ભવમાં, અહીં જ, અત્યારે જ તમારે જે જોઈએ છે તે મેળવો. મોક્ષ પણ અહીં જ મેળવો. જે અહીં મોક્ષનું સુખ નહિ મેળવી શકે તે પરલોકનો મોક્ષ નહિ મેળવી શકે. આપણે પરલોકની આશામાં બેઠા છીએ ઃ મુક્તિ ત્યાં મળશે. પણ અનુભવીઓ કહે છે ઃ પહેલા અહીં મોક્ષ પછી ત્યાં મોક્ષ. અહીં નહિં તો ત્યાં પણ નહિ. * હું દીક્ષા લેવા તૈયાર થયો ત્યારે ઘરના અમુક વડીલો કહેતા : અક્ષય ! તમે તો મહાન શ્રાવક આનંદ અને કામદેવથી પણ વધ્યા. તેમણે પણ દીક્ષા નહોતી લીધી, તમે લેવા તૈયાર થયા છો. એવા તમે કયા મોટા ? ઘેર રહી સાધના નથી થતી ? શાસ્ત્રીય વાતનો પણ માણસ કેવો દુરુપોયગ કરે છે ? શાસ્ત્રમાંથી પણ પોતાને અનુકૂળ તર્ક માણસ કઈ રીતે શોધી કાઢે છે ? તેનો આ નમૂનો છે. ૨૭૬ ... કહે કલાપૂર્ણસૂરિ * શશીકાન્તભાઈ : આપની સાથે મોક્ષમાં જવાનો સંકલ્પ છે. ઉત્તર ઃ સાથે શા માટે ? મારાથી પણ પહેલા જાવ. પૂ. હેમચન્દ્રસૂરિજીએ કુમારપાળને પોતાનાથી પહેલાં મોક્ષમાં મોકલ્યા. પણ, મોક્ષ વખતે જ સાથ કેમ ઈચ્છો છો ? અત્યારે જ સાથ લઈ લો ને ? કોણ ના પાડે છે ? સાધુતા વિના સિદ્ધિ નથી એ તો જાણો છો ને ? સાધુ બન્યા વિના સિદ્ધ શી રીતે બનાશે ? × આરાધના – સાધના સારી થઈ છે, તે શી રીતે જાણી શકાય ? મનની પ્રસન્નતાથી. પ્રસન્નતા વધે તે સાચી સાધના. * પં. ભદ્રંકર વિ. ને ‘ધ્યાનવિચાર’ નામનો અલભ્ય ગ્રંથ સ્વજન્મભૂમિ પાટણમાં જ મળ્યો. પં ભદ્રંકર વિ., અમૃતભાઈ કાળીદાસ વગેરેએ સાથે મળીને તે ‘નમસ્કાર સ્વાધ્યાય’ ગ્રન્થમાં પ્રકાશિત કર્યો. ‘ધ્યાનવિચાર’ ગ્રન્થ પ્રકાશિત કરીને પં. મ.સા. એ ખૂબ જ ઉપકાર કર્યો છે. ‘નવ રહૃસ્ય’નામનું અજૈન સંન્યાસી પ્રત્યેકાનંદ સ્વામી રચિત પુસ્તક પં. ભદ્રંકર વિ. એ મને આપેલું. જેનેતરોએ પણ જપયોગ અંગે ઘણું લખ્યું છે. ઘણાં રહસ્યો બતાવ્યા છે. તે એ પુસ્તકથી સમજાય છે. વર્ણમાતા : જ્ઞાનની જનની નવકાર માતા ઃ પુણ્યની જનની અષ્ટ પ્રવચન માતા ઃ ધર્મની જનની ત્રિપદી માતા : ધ્યાનની જનની છે. ચારે ય માતા મળીને આપણને પરમાત્માના ખોળામાં મૂકી દે. માતાએ તૈયાર કરીને તમને પિતાને સોંપ્યા, પિતાએ શિક્ષકને સોંપ્યા, પછી ગુરૂને સોંપ્યા, ગુરૂએ ભગવાનને ને ભગવાને સર્વજીવોને સોંપ્યા આમ તમે અખિલ બ્રહ્માંડ સાથે જોડાયા, તેના મૂળમાં માતા છે. કહે કલાપૂર્ણસૂરિ : ૨૭૭ * અનંતકાળના ભ્રમણમાં આવા વીતરાગ ભગવાન કદી મળ્યા નથી. મળ્યા છે તો શ્રદ્ધા કરી નથી, ભક્તિ નથી કરી, ભક્તિની પરાકાષ્ઠાએ નથી પહોંચ્યા, એ વાત નક્કી છે. ભા. વ. ૮, બપોર, તા. ૨-૧૦-૯૯ ભગવાન તો નિર્વાણ પામ્યા. તો મળ્યા શી રીતે કહેવાય ? એમની વાણી દ્વારા, એમની મૂર્તિ દ્વારા, અત્યારે ભગવાન આપણને મળ્યા છે. જેમ પત્ર દ્વારા કોઈ પ્રિય વ્યક્તિ મળે તેમ. આગમ ભગવાનનો પત્ર છે. એમણે એ પત્ર ગણધરો પાસેથી લખાવ્યો છે. પુષ્કરાવર્ત મેઘની જેમ ભગવાન વરસ્યા છે. ભગવાને ફ્લોનો વરસાદ વરસાવ્યો છે. ગણધરોએ એની માળા ગુંથી છે. એ માળા તે જ આગમ ! પત્ર ભલે ટપાલીએ આપ્યો, પણ છે કોનો ? પ્રેમ ટપાલી પર નહીં, પત્રલખનાર પર થાય. અમે તો ટપાલી છીએ. શશીકાન્તભાઈ ઃ અમને તો ટપાલી પર પ્રેમ છે. : ઉત્તર ઃ અમે એવા ટપાલી છીએ કે લાવીએ ખરા, પણ પહોંચાડી નથી શકતા. * ભાવાવેશ અને ધ્યાનાવેશમાં સ્થળ + કાળ ભૂલાઈ જાય છે. તમને અહીં તમારૂં ગામ, તારીખ વગેરે કાંઈ યાદ આવે છે ? ભાવાવેશ અને ધ્યાનાવેશ ભક્તિથી મળે છે. ‘ભગવન્’ ! આપ કેમ ઢીલ કરો છો આપવામાં ? હું ઉતાવળો છું. તમે ધીમા છો. આમ કેમ ચાલશે ? એમ ભક્ત કહે છે. ૨૭૮ ... કહે કલાપૂર્ણસૂરિ ભગવાનના આગમો વાંચો અને તમને ભગવાન પર પ્રેમ ન જાગે એવું ન બને. * ગુરુમાં ભગવદ્ બુદ્ધિ જાગે તેને ભગવાન જલ્દી મળે. પંચસૂત્ર – ૪ માં ‘ગુરુવંદુમાનો મોવો’લખ્યું છે.’’ “ગુરુભપ્રિભાવન તીર્થંીદર્શને મતમ્'' ।। એમ યોગદષ્ટિ સમચ્ચયમાં હરિભદ્રસૂરિજીએ કહ્યું છે. * સાંભળતાની સાથે જ યાદ કેમ ન રહે ? રસ અને એકાગ્રતાપૂર્વક સાંભળો તો યાદ રહે. અમેરિકા કે યુરોપ ફોન જોડ્યો હોય, કોઈ મહત્ત્વના સમાચાર હોય તો યાદ રહે કે નહિ ? એટલી જ લગનીથી અહીં સાંભળો તો ? ચક્ષા, યક્ષદત્તા વગેરે સ્થૂલિભદ્રની સાત બહેનો ક્રમશઃ એક, બે વાર સાંભળીને યાદ રાખી લેતી હતી, સાતમી બેન સાતવાર સાંભળે ને યાદ રહી જાય. મોટીબેન એકવાર સાંભળે ને યાદ રહી જાય. સાંભળીને યાદ રાખવાની પરંપરા ભગવાન મહાવીર પછી વર્ષો સુધી ચાલતી રહેલી. બુદ્ધિ ઘટી એટલે પુસ્તકોમાં બધું લખાયું. વધતા જતા પુસ્તકો, વધતી જતી બુદ્ધિની નિશાની નથી, પરંતુ ઘટતી જતી બુદ્ધિની નિશાની છે, એમ માનજો, અહીં તમારે એ રીતે યાદ રાખવાનું છે. જેના પર તમને બહુમાન થયું એ વસ્તુ તમારી થઈ ગઈ. ગુરૂ પર બહુમાન તો ગુરૂ તમારા. ભગવાન પર બહુમાન તો ભગવાન તમારા. ભલે ભગવાન કે ગુરૂ ગમે તેટલા દૂર હોય, પણ બહુમાન નજીક લાવી આપે છે. ભગવાન કે ગુરુ ગમે તેટલા નજીક હોય, પણ બહુમાન ન હોય તો તેઓ આપણાથી દૂર જ છે. અમારા જમાનામાં ૧૦ આને કિલ્લો ચોખ્ખું ઘી મળતું. આજે ડાલડા ઘી પણ ન મળે. શુદ્ધ ઘી આયુષ્યનું કારણ કહેલું છે. ‘ઘૃતમાયુઃ' એ આર્યુવેદનું પ્રસિદ્ધ વચન છે. ઘી જ આયુષ્ય છે, એટલે કે આયુષ્યનું કારણ છે. કારણના અહીં કાર્યનો ઉપચાર થયો છે, તેમ ગુરૂ પરનો વિનય (બહુમાન) મોક્ષ છે એમ પંચસૂત્રમાં કહ્યું છે. * ચામડાની આંખ ઉપર છત જુએ, બહુ-બહુ તો સૂર્ય-ચન્દ્ર અને તારા જુએ, પણ શ્રુતચક્ષુ – શ્રદ્ધાચક્ષુ તો, ઉપર સિદ્ધશિલા જુએ. * દૂરસ્થોપિ સમીપથ્થો, યો પમ્ય દૈવયે સ્થિતઃ । કહે કલાપૂર્ણસૂરિ ... ૨૭૯ समीपस्थोऽपि दूरस्थो, यो न यस्य हृदि स्थितः ।। ગોશાળી ભગવાનની નજીક હતો, સામે ચડીને શિષ્ય તરીકે રહ્યો હતો, છતાં દૂર જ હતો. કારણ બહુમાન નહોતું. સુલસા, ચંદના વગેરે દૂર હતા, નિર્વાણસમયે ગૌતમ સ્વામી દૂર હતા, છતાં નજીક કહેવાય. કારણ કે હૃદયમાં બહુમાન હતું. ટ્રીન..ટ્રીન ટ્રીન.. ઘંટડી વારંવારવાગે એટલેફોન તમારે ઉપાડવોજ પડે. “નમો અરિહંતાણે... નમો અરિહંતાણં' રૂપી ઘંટડી સતત વગાડતા જ રહો. ભગવાન આપણો ફોન ક્યારેક તો ઉપાડશે જ. હા...એ માટે અપાર ધૈર્ય જોઈએ. (બધાને નવ લાખ જાપ માટે રોજ પાંચ બાધી નવકારવાળીની બાધા અપાઈ) તમારે ત્યાં બે-ચાર વાર ઘંટડી વાગે ને તમે ફોન ઉપાડો છો. નવલાખ વાર તમારી ઘંટડી પ્રભુના દરબારમાં વાગશે તો ભગવાન તમારો ફોન નહિ ઉપાડે? પ્રશનઃ વચ્ચે આયુષ્ય પૂરું થઈ ગયું તો ? ઉત્તરઃ નવલાખની તમારી બાધા નહિ ભાંગે. આગામી ભવમાં તમને એવો જન્મ મળશે જ્યાં જન્મતાંની સાથે જ નવકાર મળશે. નવકાર ભવાંતરમાં પણ સાથે ચાલશે. * સકલ પ્રત્યક્ષપણે ત્રિભુવનગુરુ, જાણું તુમ ગુણ ગ્રામજી; બીજું કાંઈ ન માંગું સ્વામી, એહિ જ છે મુજ કામજી. “ભગવન્! ઓ ત્રણ લોકના નાથ! તમારા ગુણોનો વૈભવ હું જાણું છું. બીજું કાંઈ માંગતો નથી, બસ, આ ગુણો જ મારે જોઈએ છે. આનાથી જ મારે કામ છે.” પૂ. દેવચન્દ્રજી મ.ની આ પ્રાર્થના, આપણી પ્રાર્થના બની જાય તો કેટલું સારું? તારો હું પ્રેષ્ય, દાસ, સેવક, કિંકર છું. આપ માત્ર ‘હા’પાડો એટલે પત્યું. પૂ. હેમચન્દ્રસૂરિજીની આ પ્રાર્થના ભગવાનનો ખરો ભક્ત-કેવો હોય તે જણાવે છે. પ્રશ્ન : કોઈક સ્થળે આઠ ક્રોડ, આઠ લાખ, આઠ હજાર આઠસો આઠ નવકાર ગણીએ તો ત્રીજે ભવે મોક્ષ મળે. કોઈક સ્થલે નવકારના આંકડા જુદા જુદા આવે છે આમાં સાચું શું? ઉત્તર : જેટલો જેનો ખોરાક હોય તેટલો તેને અપાય. કોઈકનો ખોરાક દસ રોટલી હોય તો કોઈકનો બે રોટલી. મૂળ વાત પેટ ભરાવાની છે. મૂળ વાત તૃપ્તિની છે. જેટલા નવકારથી તમારું કલ્યાણ થાય તે બધા જ સ્વીકાર્ય. આમાં સંખ્યાનો કોઈ આગ્રહ નથી. એકાદ નવકારથી પેલો સાપ ઘરણેન્દ્ર બની ગયો હતો. જ્યાં નવ લાખ નવકાર એ ગણવા ગયેલો? બધાની કક્ષા અલગ-અલગ, તેમ તેના માટે નવકારની સંખ્યા પણ અલગ-અલગ! ... કહે કલાપૂર્ણસૂરિ ૨૮૦ ... - સોડાઈ છે. આ ભા. વ. ૯, સવાર, તા. 3-૧૦-૯૯ * માતા-પિતા તરફથી આપણને સહજ રીતે જ કેટલાક સંસ્કારો એવા મળ્યા છે કે, જે કદી ભૂંસાઈ શકે નહીં જૈન કુળમાં જન્મેલો સ્વાભાવિક રીતે જ શિકાર, માંસ, મદ્ય આદિથી દૂર રહે, એ સહજ લાભ છે. જો આપણે કોઈ માંસાહારી કુળમાં જનમ્યા હોત તો? જરા કલ્પના તો કરી જુઓ! | સર્વ પ્રથમ માતા-પિતાએ આપણને સ્કુલમાં મોકલ્યા, ત્યાં આપણને પહેલી માતા મળી, વર્ણમાતા! અ થી હસુધીના અક્ષરો વર્ણમાતા છે. આ વર્ણમાતાને ગણધરો પણ નમે છે. ભગવતી સૂત્રના પ્રારંભમાં આ વર્ણમાતાને નમો વંતિવી' કહીને ગણધરો દ્વારા નમસ્કાર કરવામાં આવ્યો છે. બ્રાહ્મી લિપિના આદ્યપ્રણેતા ભગવાન શ્રી ઋષભદેવ છે. લિપિ ભલે ભગવાને પ્રગટ કરી, પણ અક્ષરો તો શાશ્વત જ છે. ‘ન ક્ષતિ રૂતિ અક્ષરમૂ' એવી અક્ષરોની વ્યાખ્યા કરવામાં આવી છે એટલે કે અક્ષરો અનાદિકાળથી છે, અનંતકાળ સુધી રહેવાના છે. ભગવાને માત્ર ભૂલાઈ ગયેલી આ વાતને પ્રગટ કરી. ભગવાન ઋષભદેવ આ જગતના સૌથી પહેલા શિક્ષક છે. જો એમણે સભ્યતા, શિક્ષણ અને સંસ્કૃતિની સ્થાપના ન કરી હોત તો માનવ-જાત આજે જંગલી હોત! માનવને સભ્ય બનાવનાર આદિનાથજી હતા. અક્ષરોમાંથી જ બધું જ્ઞાન ઉત્પન્ન થાય છે. કોઈપણ ધર્મશાસ્ત્ર, કોઈપણ ધર્મદેશના કે કોઈપણ પ્રકારનું પુસ્તક આઅક્ષરોના માધ્યમથી જ પ્રગટ થાય છે. માટે જ વર્ણમાલાને કહે કલાપૂર્ણસૂરિ ... .. ૨૮૧ જ્ઞાનની માતા કહી છે. વર્ણમાતાની ઉપાસના કરનારો જ નવકારમાતાને મેળવી શકે, ગણી શકે, પામી નવકારમાતાની ઉપાસના કરનારો જ અષ્ટપ્રવચન રૂપ ત્રીજી ધર્મમાતાને મેળવી શકે. ધર્મમાતાને મેળવનારો જ ત્રિપદીરૂપ ચોથી ધર્મમાતાને મેળવી શકે. માટે ‘શોભા નાળાં..’ એ શ્લોકમાં ચારમાતાનો આ ક્રમ બતાવ્યો છે. 95, તીર્થંકરો પણ કેવળજ્ઞાન પામ્યા પછી કેવળજ્ઞાનદ્વારા ધર્મદેશના નથી આપતા શ્રુતજ્ઞાનરૂપ આ વર્ણમાતાથી ધર્મ-દેશના આપે છે. હું કે તમે જે બોલો છો તે વર્ણમાતાનો પ્રભાવ છે. *ક્રોધના જય વિના, ઉપશમની પ્રાપ્તિ વિના ચોથી ધ્યાનમાતા મળી શકે નહિ. પરમાત્માનો અનુગ્રહ હશે કે અમારી માતાનું નામ જ ક્ષમા હતું. માત્ર નામ જ નહિ, મૂર્તિમંત ક્ષમા જ હતા. કદિ મેં એમનામાં ગુસ્સો જોયો નથી. નામ પ્રમાણે ગુણો ન આવે તો માત્ર આપણે નામધારી છીએ, ગુણધારી નિહ. * પ્રથમ માતાની (વર્ષમાતાની) ઉપાસના માટે હેમચન્દ્રસૂરિએ યોગશાસ્ત્રના આઠમા પ્રકાશમાં ધ્યાનવિધિ બતાવી છે. નાભિમાં ૧૬ પાંખડીવાળું કમળ, અ થી અઃ સુધીના અક્ષરો ત્યાં સ્થાપવા. હૃદયમાં ૨૪ (વચ્ચે કર્ણિકા સહિત) પાંખડીવાળું કમળ, ક થી મ વચ્ચેની કર્ણિકામાં ‘મ’ ની સ્થાપના કરવી. મુખ પર ૮ પાંખડીવાળું કમળ, ય થી હ સુધીના અક્ષરો ત્યાં સ્થાપવા. આમ ઘ્યાન ધરવાનું છે. પછી સોના જેવા ચળકતા અક્ષરો તમને ફરતા દેખાશે. * બાળક જેવું છે મન – એને રખડવું બહુ ગમે, એવા મનને કહી દેવું; તારે રખડવું હોય તો આ ત્રણ માં જ રખડજે. (૧) વર્ણ : પ્રભુના નામમાં રમજે. (૨) અર્થઃ પ્રભુના ગુણમાં રમજે. (૩) આલંબન : પ્રભુની મૂર્તિમાં રમજે. આ ત્રણને ચૈત્યવંદનભાષ્યમાં આલંબનત્રિક કહેવાયું છે. ૨૮૨ ... કહે કલાપૂર્ણસૂરિ * નવકાર ગણનારને પૂછું છુંઆનાથી તમને ગુરૂ પર બહુમાન વધ્યું? ગુરૂદ્વારા તમને ભગવાન પર પ્રેમ વધ્યો? * બે પ્રકાની ઉપાસના (૧) ઐશ્વર્યોપાસનાઃ પ્રભુના ઐશ્વર્યનું અને ગુણોનું ચિંતન. જ્ઞાનાતિશયાદિ ચાર અતિશયો, અપ્રાતિહાર્યાદિનું ચિંતન, કોઈ મોટા શેઠ કે નેતા સાથે સંબંધ બાંધવાનું તમને ગમે ને? પણ ભગવાનથી મોટા ઐશ્વર્યવાળા બીજા કોણ છે? તો પછી પ્રભુ સાથે જ સંબંધ બાંધોને? પ્રભુ સાથે મધુર સંબંધ બાંધવા જેવો નથી? (૨) માધુર્યોપાસના પ્રભુ સાથે મધુર સંબંધ બાંધવો એ જ માધુર્યોપાસના! * અરવિંદ મિલનું કાપડ ક્યાંયથી પણ લો, એ જ હશે! સારૂં - શ્રેષ્ઠ ક્યાંયથી પણ મળે, એ પ્રભુનું જ છે. ચાહે એ કોઈપણ દર્શનમાં હોય! * ઘણીવાર મને થાયઃ આ બધા વક્તાઓની સામે મારે શું બોલવું? બધો માલ ખૂટી ગયો. ભગવાન પાસે જઈને પોકારૂં! ભગવાન પાસે પ્રાર્થના કરતાં જ બધું જુનું પં. ભદ્રંકરવિજયજી પાસેથી સાંભળેલું યાદ આવી જાય. આજે જ ઘણું બધું યાદ આવી ગયું. હું અહીં એટલા માટે સૂત્રાત્મક બોલવા પ્રયત્ન કરું છું કારણકે અહીં ઘણાં એવા વિદ્વાન વક્તા, મુનિઓ, સાધ્વીઓ બેઠેલા છે જે ઘણાંને પહોંચાડી શકશે. 'लोकोत्तमो निष्पत्तिमस्त्वमेव' त्वं शाश्वतं मङगलमप्यधीश । त्वामेकमर्हन् शरणं प्रपद्ये, सिद्धर्षिसद्धर्ममयस्त्वमेव ।। અરિહંત લોકોત્તમ છે, અપ્રતિમ છે. સિદ્ધો પણ કહેઃ ના ભઈ, અમને મુખ્ય નહિ બનાવતા, અમને અહિ પહોંચાડનાર અરિહંતો છે, અમારામાં લોકોત્તમતા અરિહંતના કારણે આવી છે. વારિતોમા. માં ભલે સિદ્ધોનું સ્થાન છે, પણ એ ચારેયમાં મુખ્યતો અરિહંત જ ને? સિદ્ધચક્રમાં, નવપદમાં કે બીજે બધે જ અરિહંત જ મુખ્ય છે. ઈ પહેલાં કે મરઘી ? (આવો પ્રશ્ન ભગવતીમાં છે.) ભગવાન કહે છે : બન્ને અનાદિથી છે કોઈ પહેલું નહિ, કોઈ પછીનું નહિ. તેમ અરિહંત અને સિદ્ધ પણ અનાદિથી છે. તો. માં ચોથી પંક્તિ રહસ્યપૂર્ણ છે “ સિર્ષ ર્ણમ ત્વમેવ બાકીના ત્રણ મંગળ (સિદ્ધઋષિ+ધર્મ) આપ જ છો. ‘ઘારિ ગુત્તમ” માં અરિહંત કહે કલાપૂર્ણસૂરિ .... ••• ૨૮૩ સિવાયના બાકીના ત્રણ લોકોત્તમો આમાં આવી ગયાને ? ભગવાન સાથે સંબંધ બાંધવાની કળાથી માધુર્યોપાસના થશે. દુનિયા સાથે સંબંધ બાંધતાં શીખ્યા છીએ, પણ ભગવાન સાથે નહિ. त्वं मे माता पिता नेता, देवो धर्मो गुरुः परः । प्राणाः स्वर्गेऽपवर्गश्च सत्त्वं तत्त्वं गतिमतिः ।। " બીજાને કહેવા માટે આ બધું યાદ નહિ રાખતા, પણ ભગવાનને માતા-પિતાનેતા, દેવ વગેરે ગણીને તેમની સાથે તમે સ્વયંસંબંધ બાંધજો. આ બધું જીવનમાં ઉતારજો. * તમને ભગવાન પર વિશ્વાસ નથી ? મને છે. મને તો વિશ્વાસ છે કે ભગવાન મારૂં બધું સંભાળી લેશે. એ જ બધું બોલાવશે. બાકી મારી પાસે પુસ્તક જોવાનો ક્યાં સમય છે ? જ્યાં પાંચ મિનિટ મળે કે માણસો હાજર. આવા મળનારાઓને હું શી રીતે નારાજ કરી શકું ? મૈત્રીની વાતો કરનારો હું, અહીં મૈત્રી ન રાખું ? ખાલી બોલું જ ? ? ઉપયોગો લક્ષળમ્ – જ્ઞાનમાતામાટે વર્ણમાળા ૨ પરસ્પરોપપ્રદો નીવાનામ્ - પુણ્યમાતામાટે નવકાર રૂ નુખપર્યાયવ૬ દ્વવ્યમ્ - ધર્મમાતામાટે અષ્ટપ્રવચનમાતા ૪ ઉત્પાયશ્રીવયુń સદ્ - ધ્યાનમાતા માટે ત્રિપદી. તત્ત્વાર્થના આ ચારેય સૂત્રો, ચારેય માતાઓને દઢ બનાવનારા છે. પં ભદ્રંકર વિ. નો છેલ્લો પત્ર પિંડવાડાથી આવેલો, એમાં લખેલું : અસહ્ય વેદનાથી બીજું બધું ભૂલાઈ જાય છે, પણ ‘ઉપયોગો નક્ષળમ્’નું ચિંતન ચાલુ છે. એ પત્ર સંભાળીને રાખેલો છે. આજે પણ અમારી પાસે છે. પં. ભદ્રંકરવિ. કહેતા : તમે મારા ઉપકારી છો. નહિ તો હું કોને આ બધું કહેત ? ભગવાન કહે છે ઃ જીવો બધા મારા ઉપકારી છે, નહિ તો હું કોના પર કરૂણા ભાવના ભાવત ? કોની સાથે એકતા કરત ? ઘણી ભીડ થઈ જાય, હું અકળાઈ જાઉં ત્યારે, પં ભદ્રંકર વિ.મ. યાદ આવે. વજ્રસેન વિ. કોઈક દર્શનાર્થીને રવાના કરે, (સાહેબજીને તકલીફ ન પડે એ આશયથી)ને એમને ખબર પડે તો ઉધડો લઈ લે. રવાનો ર્યો કેમ ? આવી અમૈત્રી ? ભગવાને એમને અહીં મોકલ્યા અને તું તેમને અહીંથી બહાર ધકેલે છે ? આ યાદ આવી જાય ને હું તરત જ તૈયાર થઈ જાઉં. શારીરિક સ્થિતિને ગૌણ કરીને પર્ણ હજાર-હજાર માણસને મેં અહીં વાસક્ષેપ નાખ્યો છે. ૨૮૪ ... કહે કલાપૂર્ણસૂરિ કે કાકા મામા જ ભા. 4, ૯, બપોર, તા. ૩-૧૦-૯૯ * ત્રીજી ધર્મમાતાના ખોળામાં તમે બેસી ગયા છે. દેશવિરતિ તો ખરીને? એટલા અંશે તમે બેસી ગયા, ધર્મમાતા પાસેથી જ ચોથી ધ્યાનમાતા પાસે જવાય. આજે જ ભગવતીમાં વાંચ્યું, અવિરતિ એટલે શું? ઈચ્છાનો નિરોધ ન કરવો તે અવિરતિ. * જીવોની ઉપેક્ષા કરી તે નિર્દયતા કહેવાય. જીવોની અપેક્ષા કરી તે કોમળતા કહેવાય. જીવોની અપેક્ષા તે જ વિતિ છે. કોઈ આપણા પ્રાણ લેવા આવે. પિસ્તોલ બતાવે ત્યારે આપણા ભાવ કેવા હોય? કેટલો ભય વ્યાપી જાય? આખું અંગ કંપી ઉઠે! આવા વખતે કોઈ અભયદાન આપે તો કેવું લાગે? આપણાથી ભયભીત જીવોને અભયદાન આપીએ છીએ ત્યારે તેઓને આટલો આનંદ થાય છે. અવિરત સમ્યગ્દષ્ટિજીવ પાપમાં કદાચ પ્રવૃત્તિ કરે તો કેવી રીતે? તપેલા લોખંડ પર ચાલવું પડે તો તમે કેવી રીતે ચાલો? બસ, એ જ રીતે અવિરત સમ્યગ્દષ્ટિ પાપ પ્રવૃત્તિ સૌથી વધુ દુઃખી કોણ? ભગવતીમાં પ્રશ્ન છે. ••. ૨૮૫ કહે કલાપૂર્ણસૂરિ .... જવાબમાં નરક કે નિગોદના જીવો નહિ, પણ અવિરત સમ્યગ્દષ્ટિ જીવો કહ્યાં છે. તેઓ પોતાના દુઃખે દુઃખી નહિ, પણ બીજાના દુઃખે દુઃખી હોય છે. પોતાના દુઃખે તો આખી દુનિયા દુઃખી છે. બીજાનું દુઃખ પોતાનું લાગે ત્યારે સમજવુંઃ સમ્યગ્દર્શન આવ્યું છે. અહીંના જીવોની ઉપેક્ષા કરીને આપણે કઈ મૂડી પર સિદ્ધશિલાની અપેક્ષા રાખીએ છીએ? * પ્રશ્નઃ ભગવાનની આટલી ઉત્તમ જીવન-શૈલી હોવા છતાં જગતના જીવો કેમ સ્વીકારતા નથી? ઉત્તરઃ જેલમાં રહેનારાઓને પૂછો. હજારોને મંત્રમુગ્ધ કરી દેતા પ્રવચનો આપવા છતાંય આપણે સ્વયં સ્વીકારી શક્તા નથી. તો પછી બીજાની શી વાત કરવી? ચારિત્રાવરણીય કર્મ અંદર બેઠું છે. એ આ સ્વીકારવા દેતું નથી. પં. ભકર વિ. મળ્યા છતાં કેમ તમે અહીં ન આવી શક્યા? વિચારજો. મને પણ આવા પ્રશ્નો, દીક્ષા પહેલા ૩-૪ વર્ષ નડેલા. પણ તમને ઠીક કહું છું તમારા જેવા દુઃખો-પરિષહો – અહીં નથી. જેલમાં તો દુઃખો જ હોયને! વિતરાગસ્તોત્રના પ્રથમ પ્રકાશમાં ‘મયંતસ્થવિર: કહ્યું, ૨૦ મા પ્રકાશમાં તવ પ્રેગ્યોડમિ’ કહ્યું અહીં દાસભાવ પરાકાષ્ઠાએ પામેલો જણાય છે. (૧) પ્રેષ્ય : स्वामिना यत्र प्रेष्यते तत्र यः गच्छति, स प्रेष्यः । સ્વામી જ્યાં મોકલે ત્યાં જાયતે શ્રેષ્ય કહેવાય. પ્રેષ્ય, દાસ, સેવક, કિંકર આ ચારેયના અર્થમાં ફરક છે. તમે તૈયાર ખરા? મહાવિદેહ માટે તૈયાર થઈ જાવ, પણ નરકમાટે તૈયાર થાય? કદાચ ભગવાન ત્યાં જવાનો આદેશ આપે. પ્રભુના શ્રેષ્ય બનવા માટે મનની આવી ભૂમિકા હોવી જોઈએઃ સ્વામી જ્યાં મોકલે ત્યાં જવા તૈયાર છું. ૨૮૬ ••• .... કહે કલાપૂર્ણસૂરિ ગુરુએ આદેશ આપતાં સાપને પકડવા જતાં શિષ્યની ખૂંધ સીધી થઈ ગઈ. પછી ગુરૂએ અટકાવી દીધો. બાજ્ઞા મુળામવિચારળીયા । અજૈનોમાં વાત આવે છે : રાત્રે નાગદેવતા શિષ્યનું ખૂન લેવા આવે છે ગુરુએ આ જાણી લીધું. છરી લઈ છાતી પર ચડીને ખૂન કાઢીને નાગદેવતાને પીવડાવ્યું. નાગદેવતા જતા રહ્યા. સવારે શિષ્યને પૂછ્યું ઃ તને કયો ભાવ પેદા થયો, જ્યારે હું તારી છાતી પર ચડી બેઠો હતો ? ‘‘આપ મારા ગુરુ છો, યોગ્ય લાગે તે કરી શકો છો’’ શિષ્યે જવાબ આપ્યો. પછી ગુરૂએ આત્મસાક્ષાત્કારની વિદ્યા આપી. આવી ભૂમિકા આપણી ખરી ? (૨) દાસ ઃ જૂના જમાનામાં દાસ-દાસી તરીકે માણસો વેંચાતા. ચંદનાનું ઉદાહરણ પ્રસિદ્ધ છે. ખરીદીને જે લીધેલો હોય તે ‘દાસ’ કહેવાય. આજની ભાષામાં ગુલામ. યીતઃ વાસઃ । એના શરીર પર નિશાની કરવામાં આવે ઃ જીવનભર દાસપણું કરે. ઉત્તમ દાસ = સમ્ય‚ સેવાયાં નિપુળઃ । કયા ટાઈમે સ્વામીને શું જોઈએ ? તે સ્વામીને કહેવું ન પડે. દુનિયાના દાસ ઘણીવાર બન્યા છીએ, પ્રભુના દાસ કદી નથી બન્યા. પ્રભુનો દાસ બને તેની દાસ દુનિયા બને. ભગવાનનો દાસ ન બને તેને દુનિયાના દાસ બનવું પડે. (૩) સેવક ઃ સેવતે કૃતિ સેવઃ । સેવા કરે તે સેવક. પ્રભુ ચરણની સેવા શી રીતે થઈ શકે ? ચંદનાદિથી પૂજા કરવી તે દ્રવ્ય સેવા છે. આજ્ઞાપાલન, વિરતિનો સ્વીકાર તે ભાવ સેવા છે. ‘ચરણ’નો બીજો અર્થ ચારિત્ર થાય છે. ચારિત્રનું સેવન કરવું તે પણ ચરણ-સેવા કહેવાય. ‘‘આજ મારા પ્રભુજી સામું જુઓને, સેવક કહીને બોલાવો રે’’ આ સ્તવનમાં જ્ઞાનવિમલસૂરિજીએ આ જ ભાવ દર્શાવ્યો છે. (४) किंकर : किं करोमि ? आदिशतु भवान् । ( इति यः स्वामिनं पृच्छति स નિ:। પ્રેષ્ય આદિ બધા કરતાં કિંકરપણું કઠણ છે. ભગવન્ ! હવે શું કરૂં ? આદેશ આપો. આવો ભાવ જેનામાં હોય તે કિંકર છે, ભગવાનનો આદેશ – આજ્ઞા આગમોમાં જણાવેલા છે. તદનુસાર જીવન જીવે અથવા જીવવાનો પ્રયત્ન કરે તે ‘કિંકર’ કહેવાય. કહે કલાપૂર્ણસૂરિ ... ૨૮૭ ભા. ત. ૧૦, સવા૨, તા. ૪-૧૦-૯૯ * વાંકીનો આ મંગલ પ્રસંગ ચેતનાનું ઉર્ધીકરણ કરવા માટે છે. ચેતનાના ઉર્વીકરણ તરફ રુચિ પેદા થાય તો પણ આપણું કામ થઇ ગયું સમજો. * પં ભદ્રંકર વિ. મ. ના હૃદયમાં અપાર કરૂણા હતી. આવનાર જીવનું કલ્યાણ કરવા સતત મથતા રહેતા. નાનકડા બાળકને પણ નવકાર પ્રેમથી આપતા. એક વ્યક્તિને નવકાર ગણવા પા કલાક સમજાવેલું તે અમે જોયું છે. નવકાર પોતે જ એનામાં નિર્મળતા પેદા કરશે, યોગ્યતા પેદા કરશે, એમ તેમની દૃઢ શ્રદ્ધા હતી. * નવકાર સૌ પ્રથમ અહંકાર પર કુઠારાઘાત કરે છે. મોહની ઈમારત અહં અને મન પર ઉભેલી છે. નવકાર આ પાયામાં જ સુરંગ ફોડે છે, મન પણ અહં ના કારણે જ છે. ‘અં’ એટલે શું ? ‘મમ’ એટલે ‘મારૂં’ ! ‘હું’ જ નથી તો મારૂં ક્યાંથી થવાનું ? નવકારમંત્ર શીખવે છે ઃ ‘ન અહં’ ‘ન મમ’ : આ પ્રતિમંત્ર જપો. મોહરાજા કાંઈ નહીં કરી શકે. હું એટલે શરીર નહિ, પણ આત્મા. હું એટલે અરિહંતનો સેવક. અરિહંતનો પરિવાર (ગુણ-સમૃદ્ધિ) તે મારા. पू. પં. ભદ્રંકર વિ. મ. જ્ઞાનસારની પહેલાં યોગશાસ્ત્રના ૪ પ્રકાશ કરાવતા. સાધના હંમેશા ક્રમશઃ જ થઈ શકે. યોગશાસ્ત્ર ૪ પ્રકાશ વ્યવહાર પ્રધાન છે. જ્ઞાનસાર નિશ્ચય પ્રધાન છે. વ્યવહાર પ્રધાન બન્યા પછી જ નિશ્ચયપ્રધાન બની શકાય. તળાવમાં ૨૮૮... કહે કલાપૂર્ણસૂરિ તર્યા પછી જ દરિયામાં તવા કૂદી શકાય. તળાવ વ્યવહાર છે. સમુદ્ર નિશ્ચય છે. * તમે તમારા સંતાનોનું શિક્ષણ-ધંધા આદિ માટે તો ધ્યાન રાખો છો, પણ તે દુર્ગતિમાં ન જાય તેની કદી કાળજી કરી? મને મારા મામા બાજુમાં બેસાડીને સામાયિક કરાવતા, ભક્તામર પાકું કરાવતા. તમે તમારા સંતાનો માટે કેટલો સમય આપો છો? મહેન્દ્રભાઈને આવું અનુષ્ઠાન કરાવવાનું કેમ મન થયું? ઊંડ-ઉડે એ પણ વિચાર ખરોને કે મારા પરિવાર-સ્વજનો વગેરે ધર્મ-માર્ગે વળે. * ચાર માતામાં સૌ પ્રથમ જ્ઞાનમાતા- વર્ણમાળા સૌથી છેલ્લી ધ્યાનમાતા - ત્રિપદી. પાયામાં વર્ણમાતા જોઈએ. શિખરમાં ધ્યાન માતા છે. જ્ઞાનથી શરૂ થયેલી સાધના ધ્યાનમાં પૂર્ણતા પ્રાપ્ત કરે. * ૪૦૦ આરાધકોમાં પહેલો નંબર હું હિંમતભાઈને આપું, કોઈ નારાજ નહિ થતા પૂ. પંભદ્રંકરવિજયજી પછી પણ એમણે અમારો સાથ નથી છોડ્યો. દરચોમાસામાં આવવા તૈયાર. અમારી પાસે બેસે એટલું જ નહિ, બીજા સાધુઓ પાસે પણ બેસે. અમારી પાસે આવે છે, એટલે નહિ, પણ એમનામાં યોગ્યતા વિકસેલી છે માટે આમ કહું * જ્ઞાન કદાચ પ્રયત્ન સાધ્ય છે, પણ ધ્યાન અને સમાધિ કૃપા-સાધ્ય છે પ્રથમ આપણી ભૂમિકા તૈયાર થાય પછી જ કૃપાના અવતરણ માટે યોગ્યતા તૈયાર થાય. * એવો વિચાર હતોઃ ગુજરાતમાં જઈશું ત્યારે યોગ્ય જિજ્ઞાસુઓ મળશે તો ધ્યાન-વિચાર ગ્રન્થ વાચનામાં વાચવો. બાબુભાઈ કડીવાળા તો પાલીતાણામાં અમે ચાર મહિના રહીશું. 'अज्ञातवस्तुतः ज्ञाने सति श्रद्धा अनन्तगुणा भवति ।' અજ્ઞાત કરતાં જાણેલી વસ્તુમાં શ્રદ્ધા અનંતગુણી હોય છે. * આપણે પણ ગણીએ, પં. મ. પણ નવકાર ગણતા, ફરક શું? એમની કક્ષા અતિ ઉચ્ચ હતી, માટે એમને અલગ ફળ મળે, આપણને અલગ મળે. નવકાર શ્રીમતીએ પણ ગણ્યો ને આજની “શ્રીમતીઓ પણ ગણે છે. પણ ફરક ક્યાં પડ્યો? પત્થર એક જ છે. તમે હાથથી ફેંકો અને બીજો ગોફણથી ફેકે તો ફરક કહે કલાપૂર્ણસૂરિ ... ... ૨૮૯ પડવાનો જ ને ! એ જ પત્થરને બંદુકથી ફેંકવામાં આવે તો ? એક નાનો વેપારી ૨ ૪ કલાક કામ કરે છે તે માંડ ૧૦૦૦ કમાય છે. મોટો વેપારી ખાસ કાંઈ કરતો નથી. છતાં લાખો કમાય છે. કારણ કે મૂડી ઘણી છે. પેલા પાસે મૂડી ઓછી છે. મૂડી પ્રમાણે નફો મળી શકે. પં. મ. પાસે જ્ઞાનની મૂડ ઘણી હતી. આથી જ ઘણું કમાયા. * ચિન્તાભાવના પૂર્વઃ સ્થિર વ્યવસાયો ધ્યાનમ્ । ધ્યાનવિચારનું આ પહેલું છે. ચિન્તા અને ભાવના-જ્ઞાનપૂર્વકના અધ્યવસાય તે ધ્યાન છે. સૂત્ર ચિન્તા ૭ પ્રકારની છે. ૨ ૪ ધ્યાનના ભેદોમાં નવકારનો જાપ તે પદધ્યાન છે. આ ધ્યાન શ્રેષ્ઠ છે. કારણકે નવકારના પાંચ પદો સૌથી શ્રેષ્ઠ છે. રાજા, અમાત્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, વગેરે મહત્ત્વપૂર્ણ પદ છે. તેમ પંચ પરમેષ્ઠીના આ પાંચ પદો મહત્ત્વપૂર્ણ છે. માનનુંગસૂરિ કહે છે : આપની સ્તુતિમાં શું શક્તિ છે ? આપની સ્તુતિ કરતો આપના જેવો જ બની જાય છે. પોતે જ જવાબ આપતાં કહે છે : પોતાના આશ્રિતને પોતાના જેવો ન બનાવે તે શેઠ શા કામનો ? * પાંચ પરમેષ્ઠીમાં તમને ક્યું પદ જોઈએ ? એકે ય નથી જોઈતું. બરાબરને ? તમને બીજું જ કાંઈ જોઈએ છે. તમને જે જોઈએ છે તે જ્ઞાનીની નજરે અતિ તુચ્છ છે. તુચ્છની માગણી નહિ કરતા. ચક્રવર્તી જેવા ખુશ થાય ને ઘેર-ઘેર ભીખ માંગવા જેવી અધમ માગણી કરશો ? આપણે ભવોભવ આવું જ કર્યું છે. * જ્ઞાન અને ક્રિયારૂપી પૈડાવાળા ધ્યાનરૂપી રથમાં બેસી જાવ. ભગવાન સારથિ બનીને તમને મુક્તિપુરીમાં લઈ જશે. બાળક નાનું છે, પણ માતાના ખોળામાં હોય તો કોઈ ભય ? આપણે નાના હતા ત્યારે ખોળામાં હતા, એટલે બચી શક્યા છીએ. નહિ તો કોઈ બિલાડી ઉપાડી જાત. ને આપણા સો એ વર્ષ ત્યારે જ પૂરા થઈ જાત ! ચાર માતાના ખોળામાં બેસી જાવ. કોઈ ભય નહિ રહે, પણ માતાના ખોળામાં તે જ જઈ શકે, જે ‘બાળક’ બને. ૨૯૦ ... કહે કલાપૂર્ણસૂરિ આપણે પંડિત બનીને જઈએ છીએ... મહાન બનીને જઈએ છીએ. * ભુજથી હમણાં એક મુસ્લીમ મેજીસ્ટ્રેટ આવ્યો, એ ધ્યાન કરતો હતો, પણ જરા મૂંઝવણમાં હતો. જિજ્ઞાસુ હતો. તેણે કહ્યું ઃ ‘ધ્યાન કરૂં છું.’ ‘શાનું ?’ “નિરંજન-નિરાકારનું, અમારી પ્રણાલિકા પ્રમાણે, ધ્યાન કરૂં છું'' પણ વિક્ષેપો આવે છે, માર્ગદર્શન માગવા આવ્યો છું. “મારૂં માનશોને ? ખરેખર ધ્યાનરુચિ હોય તો આકાર ધ્યાનથી શરૂ કરો.'' શંખેશ્વર પાર્શ્વનાથનો ફોટો આપીને કહ્યું, અહીંથી શરૂ કરો. ‘તત્કૃત્તિ’કહીને તેણે સ્વીકાર્યું. એના જીવનમાં મદ્ય-માંસ આદિનો ત્યાગ હતો જ. નવસારી – સીસોદરામાં દીક્ષા પ્રસંગ વખતે શાન્તિસ્નાત્રમાં જૈન મેજીસ્ટ્રેટ આવ્યો. જૈન હોવા છતાં અજૈનની સાધના કરે. સાંજે પાંચ વાગે આવ્યો, કહ્યું : ગીતનો પાઠ કરૂં છું. કૃષ્ણને મેં ઈષ્ટદેવ બનાવ્યા છે.'' ‘શું અનુભવ ર્યો ?’ ‘‘આગળની ભૂમિકા પકડાતી નથી માર્ગદર્શન જોઈએ છે. આજ સુધી કોઈ ગુરૂ મળ્યા નથી.’’ ‘વિશ્વાસ છે મારી વાત પર ? કૃષ્ણનું ધ્યાન કરશો તો તમારી ચેતના કૃષ્ણમય બની જાય. નરસિંહ – મીરાં વગેરેને આ રીતે જ દર્શન થયેલા.’ ‘મારે તો નિરંજન – નિરાકારના દર્શન કરવા છે.’ એના માટે તમારે સાકાર વીતરાગ પ્રભુનું ધ્યાન કરવું પડશે. સરાગીનું ધ્યાન તમને સરાગી બનાવશે. यदा ध्यायति यद् योगी, याति तन्मयतां तदा । ध्यातव्यो वीतरागस्तद् नित्यमात्म विशुद्धये ।। કહે કલાપૂર્ણસૂરિ - યોગસાર. ... ૨૯૧ મેં એને વીતરાગનું ધ્યાન બતાવ્યું. તે આનંદથી નાચી ઉઠ્યો. મેં આવો આનંદ ક્યારેય જોયો નથી. પછી સાષ્ટાંગ દંડવત્ ઝૂકી પડ્યો. ૪ પટુ, અભ્યાસ અને આદરથી એવા સંસ્કારો પાડો કે જન્મ-જન્માંતરોમાં સાથે ચાલે. . “ પ પ્પાના પૂર્વ તથા વૈરાથમહિ?” - વીતરાગસ્તોત્ર. ભક્તિ, જ્ઞાન વગેરેના સંસ્કારો આવા બનવા જોઈએ. આપણા સંસ્કાર હજુ એવા નથી થયા, જે ભવાંતરમાં સાથે ચાલે. આવા સંસ્કાર્ન્સજેના પરિભાષામાં અનુબંધકહેવાય. નવ દિવસના આ સંસ્કારો તમારા ક્યાં સુધી ટકવાના? તે વિચારજો * શશિકાન્તભાઈનો મનોરથ છેઃ બધા ધ્યાન બને. મારો મનોરથ છેઃ પહેલાં સાધક બને, જ્ઞાની બને, ભક્ત બને, ચારિત્રવાન્ બને, પછી ધ્યાની બને આવી ગઈને ચારેયમાતા? જ્ઞાનીઃ વર્ણમાતા – વર્ણમાળાથી ભક્તઃ પુણ્યમાતા – નવકારથી ચારિત્રવાઃ ધર્મમાતા – અષ્ટપ્રવચન માતાથી ધ્યાનીઃ ધ્યાનમાતા – ત્રિપદીથી બનાય. * .કહે કલાપૂર્ણસૂરિ ૨૯૨ ... * પહેલી માતા જ્ઞાન, બીજી ભક્તિ, ત્રીજી વિરતિ અને ચોથી સમાધિ આપે. * જગતસિંહ શેઠે ૩૬૦ ને ક્રોડપતિ બનાવ્યા. અરિહંત પ્રભુના શાસનમાં જ આવું થઈ શકે. ૩૬૦ તરફથી રોજ નવકારશી ચાલે. નવા આગંતુક સાધર્મિકને દરેક તરફથી એટલું મળતું કે એ તરત જ શ્રીમંત બની જતો. * પં. ભદ્રંકર વિ.મ.સા. એ આપ્યું તે તમે ભૂલી જાવ ? તમે ભલે ભૂલી જાવ. પણ હું ન ભૂલું. ભા. વ. ૧૦, બોટ, તા. ૪-૧૦-૯૯ * સાગરમાં નાનકડું ટીપું ભળે કે નદી ભળે, સાગર તેને પોતાનું સ્વરૂપ જ આપી દે, સાગર જ બનાવી દે. પ્રભુ પાસે જે આવે તેને પ્રભુ પોતાના જેવો જ, પ્રભુ જ બનાવી દે. પ્રભુનો પ્રેમ એટલે તેમની મૂર્તિનો, નામનો અને આગમનો પ્રેમ. ભક્તિને મહાપુરુષો જીવન્મુક્તિ માને છે. જીવન્મુક્તિ મળેલી હોય તેને જ મુક્તિ મળી શકે. ભક્તિ વિના નવપૂર્વી પણ મુક્તિ મેળવી શકે નહિ. ‘સ્પિન્ પરમાત્મનિ પરમપ્રેમરૂપા મત્તિ:’ એમ નારદીય ભક્તિસૂત્રમાં લખ્યું છે. શ્રેણિકે આ પ્રેમરૂપ ભક્તિથી જ તીર્થંકર નામકર્મ બાંધ્યું. જ ભગવાનને છોડીને ધ્યાન નહિ થાય, બેધ્યાન થશે, દુર્ધ્યાન થશે. જ્યાં ભગવાન ન હોય તેને કદી ધ્યાન માનશો નહિ, તેવા ધ્યાનથી ભરમાશો નહિ. કહે કલાપૂર્ણસૂરિ ૨૯૭ * શ્રાવક દુર્ગાદાસે, પૂ. દેવચન્દ્રજીને કહ્યુંઃ ભગવન્! આપ તો અધ્યાત્મરસમાં મહાલો છો. અમારા પર ઉપકાર થાય એવું આપ કાંઈક કરી શકો? કોઈ રચના કરી. - દુર્ગાદાસની આ વિનંતિથી શ્રી દેવચન્દ્રજીએ અધ્યાત્મગીના બનાવી છે. નાનકડી કૃતિ, પણ અધ્યાત્મરસથી ભરેલી છે. પૂ. દેવચન્દ્રજીએ દુર્ગાદાસને મિત્ર તરીકે ઉલ્લેખ્યો છે. * ભક્તિ અને વિરતિ શુદ્ધભાવથી તમે અપનાવો, પછી તમને ધ્યાનમાં પહોંચાડવાની જવાબદારી મારી. સમગ્ર જીવરાશિ પરની ભાવ કરૂણા જ ભગવાનને ભગવાન બનાવે છે. ભક્તિથી પ્રભુ પ્રત્યેનો સમર્પણ ભાવ, વિરતિથી જીવો પ્રત્યેનો મૈત્રીભાવ જાગે. આ બંનેથી સમાધિ મળે જ. પહેલીમાતા (વર્ણમાતા) જ્ઞાન આપે. બીજી માતા (પુષ્યમાતા નવકાર) ભક્તિ આપે. ભગવાનની ભક્તિ નામાદિ ૪ પ્રકારે થઈ શકે છે. ત્રીજી ધર્મમાતા, અષ્ટપ્રવચનમાતા વિરતિ આપે. ચોથી ધ્યાનમાતા, ત્રિપદી સમાધિ આપે. * આકાળમાં આજ્ઞા કદાચ ન પાળી શકાય, પણ આજ્ઞા પર આદર હોય તો ય તરી જવાય. સૂત્ર અનુસાર વિચારી બોલું, સુગુરુ તથાવિધ ન મિલે; ક્રિયા કરી નવિ સાધી શકીએ, એ વિખવાદ ચિત્ત સઘળે. પૂ. આનંદઘનજીના આ ઉદ્ગારો પર વિચારજો. * મહાપુરુષોના ગ્રન્થો મળવા એટલે મહાપુરૂષો સાથે મિલન થયું સમજવું. આનંદઘનજી, દેવચન્દ્રજી જેવા યોગીઓની કૃતિઓ આપણને મળે છે. તે આપણા અહોભાગ્ય છે. * પુત્ર- પિતા, પતિ-પત્ની વગેરે તમારા સંબંધોની પ્રીતિ સ્વાર્થયુક્ત છે, મલિન 268.ternational .... કહે કલાપૂર્ણસૂરિ છે, માત્ર ભગવાનની પ્રીતિ જ નિર્મળ છે. * ઉપરજવાના પગથિયામાંથી કયું પગથિયું મહત્ત્વપૂર્ણ? બધા જ ! તેમ સાધનાના બધા જ સોપાનો મહપૂર્ણ છે. પગથિયામાં વચ્ચે વધુ વખત ઉભી ન શકાય, પાછળથી આવનારા ધક્કા મારશે. આપણે અત્યારે વચ્ચે છીએ. ‘પંથ વચ્ચે પ્રભુજી મળ્યા, હજી અર્થે જાવું.' ચૌદ રાજલોકમાં વચ્ચે છીએ. નિગોદથી નિર્વાણની યાત્રામાં વચ્ચે છીએ. ૧૪ ગુણઠાણામાં વચ્ચે છીએ. (અત્યારે વધુમાં વધુ સાતમા ગુણકાણે પહોંચી શકીએ.) પણ વચ્ચે વધારે વખત ન રહી શકાય. આપણી પાછળ અનંતા જીવો ઉભા છે, જો આપણે આગળ નહીં જઈએ તો પાછળ ધકેલાવું પડશે, નિગોદમાં જવું પડશે. કેમ કે ત્રસદાયમાં બે હજાર સાગરોપમથી વધારે ન રહી શકાય, * જ્ઞાન બે પ્રકારનું ઃ સુખભાવિત અને દુઃખભાવિત. સુખભાવિત જ્ઞાન, સુખભાવિત ધર્મ થોડુંક જ કષ્ટ આવતાં નષ્ટ થઈ જાય છે. દુઃખભાવિત ધર્મ કષ્ટો વચ્ચે પણ અડીખમ રહે છે. માટે જ પરમ કરૂણાનિધાન ભગવાન મહાવીરદેવે લોચ, વિહાર, ભિક્ષાચર્યા, ૨૨ પરિષ્ઠ ઈત્યાદિ કષ્ટો બતાવ્યા છે. નહિ તો કરૂણાશીલ ભગવાન આવું કેમ બતાવે ? કહે કલાપૂર્ણસૂરિ ... ૨૯૫ ભા. વ. ૧૧, સવાર, તા. જી-૧૦-૯૯ * મળેલા સમય, શક્તિ, કે સંપત્તિ કોક પૂર્વના પુણ્યના પ્રતાપે મળી છે, તો હવે તે શક્તિઓ બીજા માટે કામ લાગવી જોઈએ. તો તે અક્ષય બને છે અન્યથા ખૂટી જાય છે. * દ્રવ્યથી શુદ્ધિ ગુણથી એકતા પર્યાયથી ભિન્નતા પંન્યાસજી મ. સાથે આ બાબતમાં જ્યારે અમને તેઓ મલ્યા ન હતા, ત્યારથી પત્ર વ્યવહારથી સ્પષ્ટીકરણ કર્યું હતું. સિદ્ધ ભ. ના સુખ સામે કોઈપણ પદાર્થની તુલના ન થઈ શકે. જ્યાં એક સિદ્ધ છે ત્યાં અનંત સિદ્ધ છે. અરે, આ સ્થાનમાં પણ જ્યાં આપણે બેઠેલા છીએ ત્યાં પણ અનંતા સિદ્ધો બેઠેલા છે. ભક્તની ભાષા અલગ હોય. દુનિયાની ભાષા અલગ હોય. આપણી આસપાસ અનંતા નિગોદના જીવો રહેલા છે કે નહિ ? તે બધા સત્તાથી સિદ્ધ છે કે નહિ ? ‘‘પૂરણ મન સબ પૂરણ દિસે.’’ ભક્તને બધે પૂર્ણ દેખાય છે. સિદ્ધો જ નહિ, ભક્તો પણ જાતને પૂર્ણરૂપે જોતા થઈ જાય છે. ૨૯૬ ..... કહે કલાપૂર્ણસૂરિ शोभा नराणां प्रियसत्यवाणी પ્રિય અને મધુર વાણી તમારી શોભા છે. તમારી વાણી કેવી ? વાણીથી દોસ્તી થાય, વાણીથી દુશ્મની થાય. બધા તમારા મિત્રો ખરા કે નહિ ? કે કોઈ દુશ્મન ખરો ? આરાધના કરવા આવતા પહેલા બધા સાથે મિચ્છામિ દુક્કડમ્ કરીને આવ્યા છોને ? પહેલા મૈત્રી, પછી શુદ્ધિ, પછી સાધના. ★ પ્રભુ સાથે સંબંધ જોડવો હોય તો સૌ પ્રથમ નામ સાથે સબંધ જોડવો જોઈએ. આપણને ઉતાવળ છે. સીધા જ સીમંધરને મળવા માંગીએ છીએ, પણ ‘સીમંધર’ આ નામ અહીં જ છે, એની સાથે પહેલાં સંબંધ જોડોને ? કોણ અટકાવે છે ? જે થઈ શકે તેવું કરે નહિ, તેને ન થઈ શકે તેવું કેવી રીતે મળી શકે ? નામ ફોન છે. તેના દ્વારા પ્રભુ સાથે સંબંધ જોડી શકાય. રાજનાંદગાંવમાં અમારા જમાનામાં પોસ્ટ ઓફિસ પર એક જ ફોન હતો. લગાડવા માટે ત્યાં જવું પડે. ૦।।-૧ કલાક વાટ જોવી પડે. અત્યારે તો પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. નામ લેતાં જ તમે પ્રભુ સાથે સંબંધ જોડો છો ? * છ આવશ્યકો પૂરા જીવનમાં હોવા જોઈએ. એ ભૂલી ગયા એટલે મહાપુરુષોએ પ્રતિક્રમણમાં જોડી દીધા. સામાયિક, ચતુર્વિશતિસ્તવ વગેરે સતત કરવાના છે. પ્રતિક્રમણ એટલે પાપથી પાછળ હટવું, સતત પાપથી પાછળ હટવાનું છે. ૪ માતાની બરાબર સેવા કરીએ તો પાંચમા પરમપિતા પરમાત્માનું મિલન થાય જ. શરત એ જ છે કે આપણે વિનયી હોઈએ. વિનીત પુત્રને જ પિતાનો વારસો મળે ને! * પરોપકાર આવે, તેના જીવનમાં સદ્ગુરૂનો યોગ થાય જ. જયવીચરાયમાં આ જ ક્રમ બતાવ્યો છે ઃ ‘પરલ્થ – રણં ચ । સુહ ગુરુ નોનો’કેટલાય પરમાર્થના કાર્યો કરનારા અમારા સંપર્કમાં આવ્યા છે ને તેમણે આનંદ વ્યક્ત કર્યો છે. * દુ:ખી જોઈને તમારૂં હૃદય કંપી ન ઉઠે તો ક્યું ધ્યાન કહેવાય ? દુર્ધ્યાન કે શુભ ન ધ્યાન? જે ધ્યાન તમને દુઃખી પ્રત્યે સંવેદનશીલ ન બનાવે તે ધ્યાન ખાડામાં પડો ! એવા કહે કલાપૂર્ણસૂરિ ..... ૨૯૭ ધ્યાનથી ચેતજો, જે તમને જગતથી નિરપેક્ષ બનાવી દે, તમારા હૃદયને નિષ્ફર બનાવી * સમુદ્યાત વખતે કેવલજ્ઞાની ૪થા સમયે સર્વલોકવ્યાપી છે. સમુદ્યાત દ્વારા આખાલોકને પવિત્ર કરે છે. તે વખતે મંદિર+મૂર્તિમાં પણ વ્યાપકે નહિ? કેવલજ્ઞાનરૂપે ભગવાન મંદિર કે મૂર્તિમાં પણ અવતર્યા કહેવાય. તે વખતે પોતે પવિત્ર કાર્મણવર્ગણાને છોડે છે, એ પવિત્ર પુદ્ગલો આખા બ્રહ્માડમાં ફેલાઈ જાય છે. એ પવિત્ર પુગલોને જ જાણી શકે. ભગવતીમાં હમણાં જાણવા મળ્યું : આત્માતો અગુરુલઘુ છેજે, પણ ભાષા-મન-કાશ્મણવર્ગણાનાપુદ્ગલો પણ અગુરુલઘુ છે. એટલે જ સર્વત્રતે અપ્રતિહત છે. એ સમગ્ર બ્રહ્માડમાં ફેલાઈ જઈ શકે છે. ચતુઃસ્પર્શી પુદ્ગલો અગુરુલઘુ. આઠ સ્પર્શી ગુરૂલઘુ હોય છે. * ૧ લી માતા તમને પ્રિય અને સત્ય વાણી આપે છે. પ્રિય અને સત્ય વાણીથી જગત તમારું મિત્ર બનશે, સામેથી બધા દોડતા આવશે. ઘણીવાર પત્રકારો મને પૂછેઃ શું તમે કોઈ વશીકરણ કરો છો? લોકો કેમ દોડતા આવે છે? હું કહું છું કોઈ વશીકરણ નથી. વશીકરણ હોય તો પણ એ મંત્ર કે કામણ વગરનું છે એક સુભાષિતકારે કહ્યું છેઃ न हीद्दशं संवननं त्रिषु लोकेषु विद्यते । રયા મૈત્રી ચ ભૂતેષુ, સાનં મથુરા રવાહ ! જીવો પરદયા-મૈત્રી, દાન અને મધુરવાણી – આના જેવું વશીકરણ ત્રણેયજગતમાં બીજું એકેય નથી. यदीच्छसि वशीकर्तुं जगदेकेन कर्मणा । પVISHવા સભ્યો , ન ચરન્તીં નિવારી II એક જ કાર્યથી જો તું જગતને વશ કરવા ઈચ્છતો હોય તો પરનિંદા રૂપી ઘાસ ચરતી તારી વાણીરૂપી ગાયને અટકાવ.” વાણીથી પરોપકાર થાય છે. પરોપકારથી ગુરૂનું મિલન થાય છે. ........ કહે કલાપૂર્ણસૂરિ ૨૯૮ ... * દક્ષિણમાં કેમ લોકપ્રિયતા મળી? અમને અમારા ગુરૂદેવોએ શીખવ્યું છે કદિ માંગવું નહિ. માત્રધર્મકાર્યમાં સહાયતા જ કરવી. કોઈ પ્રોજેક્ટ રાખવા નહિ. આજે લોકો માંગનારાઓથી થાકી ગયા છે. માંગવાનું બંધ કરો છો ત્યારે લોકોમાં તમે પ્રિય બનો છો. દક્ષિણમાં પ્રતિષ્ઠાઓની હારમાળાઓથી સૌથી મોટો લાભ આ થયો ? સ્થાનકવાસીઓએ પણ મંદિરમાં ચડાવા લીધા. મૂર્તિમાં માનતા થયા. મદ્રાસ નવા મંદિર પ્રતિષ્ઠા વખતે ત્રણ લાખ તમિલ લોકોએ પણ ભગવાનના દર્શન કરેલા. * અહીંનો સ્વાદ (જાપ, પ્રવચન આદિના) જેણે ચાખ્યો, તે જીવનમાં કદિ નહિ ભૂલી શકે, જો તેણે ખરેખર સ્વાદ ચાખ્યો હશ! કહે કલાપૂર્ણસૂરિ ••• ૨૯૯ ભા. ત. ૧૧, બપોર, તા. ૫-૧૦-૯૯ ઉપધાનથી નવકાર આદિ સૂત્રોનો વાસ્તવિક અધિકાર મળે છે. મારી નિશ્રામાં જ કરો એવું નથી કહેતો, પણ ઉપધાન ક્યાંય પણ કરવું જ છે, એવું નક્કી કરો. મહાનિશીથ સૂત્રમાં આ અંગેનું વિધાન છે. મહાનિશીથ જેવા મહાન અને પવિત્ર સૂત્રમાં પંચમંગલ મહાશ્રુતસ્કંધ રૂપ નવકાર માટે ઉપધાન-વહન કરવાનું કહ્યું છે. મહાનિશીથ સૂત્રની એક જ પ્રત હાથમાં આવેલી, તે પણ ઉધઈથી ખવાઈ ગયેલી. પૂ. હરિભદ્રસૂરિજીએ એનો ઉદ્ધાર ર્યો છે. માત્ર તપાગચ્છીય પરંપરા જ મહાનિશીથ સૂત્રને માને છે. * કર્મોનો ક્ષય તપથી જ થાય. તપનો ધીરે-ધીરે અભ્યાસ કરો. પચ્ચક્ખાણ પર વિશ્વાસ કેળવો. પચ્ચક્ખાણ લેતાં જ મનઃસ્થિતિ કેવી બદલાઈ જાય છે ! તે જાણો છો? ઉપવાસના પચ્ચક્ખાણ લીધા હોય તે દિવસે ભૂખ જ નહિ લાગે, પચ્ચક્ખાણનો આ પ્રભાવ છે. બાહ્યતપ આપ્યંતર તપનો હેતુ છે. ગાઢ અભ્યાસથી પાડેલા તપના સંસ્કારો જન્મ-જન્માંતરોમાં પણ સાથે ચાલે છે. ૩૦૦ ... કહે કલાપૂર્ણસૂરિ તપના જ નહિ, કોઈપણ ગુણ કે અવગુણના સંસ્કારો સાથે ચાલે. * પાંચ પરમેષ્ઠી કરૂણાના ભંડાર છે. કરૂણા પરાકાષ્ઠાએ ન પહોચે તો ભગવાન તીર્થંકર નામકર્મ બાંધી શકે નહિ. દુઃખી જીવોની દયાનો અભાવ હોય ત્યાં કરૂણા હોઈ શકે? કરૂણાદ્ધ ચિત્ત, દુઃખત્રસ્ત જીવની ઉપેક્ષા કરી શકે નહિઉપેક્ષા કરે તેનામાં કરૂણા આવી ન કહેવાય, ધ્યાન પરિણમ્યું ન કહેવાય. નવકાર આત્મસાત્ કરવાથી કરૂણા વધવાની, ગુણો વધવાના, દેવ-ગુરુ ભક્તિ વધવાની. * બીજાના ગુણોને જોઈને તમે રાજી થયા, એટલે એ ગુણો તમારામાં આવવા શરૂ થયા એમ માનજો. અત્યારે આપણને પોતાના ગુણો માટે પ્રમોદ છે. બીજાના ગુણ માટે પ્રમોદ ખરો? ગુણો કેમ રોકાયેલા છે? અભિમાનના કારણે. બીજી માતા નમ્રતાનો સંચાર કરી ગુણોના દ્વારા ખોલી આપે છે. નવકારમાં છ વાર નમો આવે છે. ૧૦૮ નવકારમાં ૬૪૮ વાર નમો આવે છે. તમે કેટલી માળા ગણી? હવે નમ્રતા કેટલી વધી? નવકાર ગણ્યા પછી નમ્રતા વધવી જોઈએ. નમ્ર જ ભક્ત બની શકે, નમ્ર જ પ્રમોદ કેળવી શકે, નમ્ર જ ગુણોને આમંત્રણ આપી શકે. * લોકોની ભાષા અલગ, ભક્તની અલગ! લોકો કહે છે ભગવાન વીતરાગ છે, ભગવાનને કાંઈ લેવા-દેવા નથી. ભક્ત કહે છેઃ ભગવાનકરૂણાશીલ છે. ભગવાન બધું જ આપે છે. ‘વંશંકરસિ’ દ્વારા છાતી ઠોકીને માનતુંગસૂરિ કહે છેઃ ભગવન્! તમે જ સુખ કરનારા શંકર છો. આપનારા ભગવાન છે. તમે શું આપવાના? ૧૦-૨૦ માળની બિલ્ડીંગ બનાવી એટલે ભીખારી અને કૂતરાના રોટલા તો ગયા, પણ અમારા ધર્મલાભ પણ ગયા. દયા-દાન ગયા, બહારવોચ મેન ઉભો છે. કોઈ આવે તો ખરો! કહે કલાપૂર્ણસૂરિ ... •.. ૩૦૧ તમારા એશ-આરામની અમે પ્રશંસા ન કરીએ. ઉદારતા-દાન આદિની જરૂર કરીએ. ‘‘જે કોઈ તારે નજરે ચડી આવે, કારજ તેહના સફળ કર્યા’’ભગવાનની નજરે ચડે તેના કાર્ય સિદ્ધ ન થાય, એ વાતમાં કોઈ માલ નથી. ભક્ત તો કહેશે ઃ ભગવન્ ! તમે વીતરાગ થઈને છૂટી નહિ શકો, હું છોડવાનો જ નથી. * ભગવાનનો સંઘ આવો કૃપણ અને તુચ્છ કેમ ? પંન્યાસજી મ. બહુ જ ચિંતિત રહેતા હતા. પરોપકાર, મૈત્રી, નમ્રતા આદિનો સંઘમાં સંચાર થાય તે માટે ખૂબજ પ્રયત્નશીલ હતા. , મને પણ એક વાર કહ્યું : ‘તમને ધ્યાન-વિચાર પર લખતાં આવડે છે, ‘પરસ્પરોપગ્રહો નીવાનામ્’ પર લખતાં નથી આવડતું ? જીવોનો ઉપકાર યાદ નથી આવતો ? તમારો જન્મ ક્યારે ?' મેં કહ્યું ઃ ‘વિ. સં. ૧૯૮૦માં’ “ઓહ ! તો તમારો દોષ નથી. પહેલા વિશ્વયુદ્ધ પછી લોકોના હૃદયમાંથી દયાભાવના ચાલી ગઈ. કાળ જ એવો ખતરનાક છે.’’ પૂં મહારાજે કહ્યું. * ધર્મ વધારે વહાલો કે પ્રાણ ? ત્રીજી દષ્ટિવાળાને ધર્મ વહાલો લાગે. ધર્મમાટે પ્રાણ પણ છોડવા તૈયાર થઈ જાય. પ્રાણ છોડવા તૈયાર થઈ જાય એ ધનનો તો આસાનીથી ત્યાગ કરવા તૈયાર થઈ જશે. * ૩।। ક્રોડ શ્લોકના રચયિતા હેમચન્દ્રસૂરિજી કહે છે : ભગવન્ ! હું આપની પાસે પશુથી પણ પશુ છું, જ્યારે આપણે થોડુંક જાણી લઈને ધરતીથી અદ્ધર ચાલવા લાગીએ છીએ. * મૈત્રી અંગે વિવાદ થયો ત્યારે પંન્યાસજી મહારાજે એ માટે ઢગલાબંધ પાઠો આપ્યા, પણ ચર્ચા ન કરી, વિવાદ ન કર્યો. મારી મૈત્રીની વાતથી જ જો અમૈત્રી થતી હોય તો એ પણ ન જોઈએ, પંન્યાસજી મ. પરમ મધ્યસ્થતા તરફ ચાલ્યા ગયા. પ્રભુમાં ગુણ, પુણ્ય આદિનો પ્રકર્ષ રહેલો છે. આથી જ તેઓ અચિત્ત્વ શક્તિના સ્વામી બનેલા છે. નિર્મળ પ્રજ્ઞાવાળાને જ આ સમજાશે. પંચસૂત્રની આ વાત ‘ગચિંત્ત સત્તિનુત્તા હિ તે માવંતો' નિર્મળ બુદ્ધિવાળાને જ સમજાશે. ભગવાનની અચિત્ત્વ શક્તિ જાણવા એવી દૃષ્ટિ ખુલવી જોઈએ. ૩૦૨ ... કહે કલાપૂર્ણસૂરિ * આનંદ છે, અત્યારે આપણે ભગવાનના વચનોનો, સાથે મળીને સ્વાધ્યાય કરીએ છીએ. જિનવચન આજ સુધી આપણને નથી મળ્યું. મળ્યું હશે તો ફળ્યું નહિ હોય. જિનવચનમાં આદર જાગી જાય તો કામ થઈ જાય. જુઓ અજિત શાન્તિ શું કહે છે ? ખડ઼ ડ઼છંદ પરમ-યં... अहवा कित्तिं सुवित्थडं भुवणे, तालुक्कुद्धरणे, ભા. વ. ૧૨, સવારે, તા. ૬-૧૦-૯૯ जिणवयणे आयरं कुणह. જો તમે મોક્ષ કે સર્વવ્યાપી કીર્તિ ઈચ્છતા હો તો, ત્રણ લોકનો ઉદ્ધાર કરનાર જિનવચનમાં આદર કરો. * નવકારમાં શું તાકાત છે ? નવકાર ગણ્યો એટલે વજ્રના પાંજરામાં તમે બેસી ગયા. પતી ગયું. હવે કોઈનોય ભય નહિ. * જિન-વચન હૃદયમાં પરિણામ પામે તે સ્તુતિ-સ્તોત્રનું ફળ છે. * ‘નામ ગ્રહંતા આવી મિલે મન ભીતર ભગવાન’ આમ કહેતા ઉપાધ્યાય માનવિજયજીના હૃદયમાં ભગવાન આવી શકે તો આપણા હૃદયમાં કેમ ન આવી શકે ? આ મહાપુરૂષોના વચનોમાં વિશ્વાસ તો છે ને ? એ વચન પર વિશ્વાસ રાખીને સાધનાના માર્ગે આગળ વધશો તો માનવિજયજીની જેમ તમને પણ આવો અનુભવ થશે. કહે કલાપૂર્ણસૂરિ ૩૦૩ * માળી, બીજમાં વૃક્ષ જુએ છે. શીલ્પી પત્થરમાં પ્રતિમા જુએ છે. પ્રભુ ભક્ત, પ્રભુનામમાં પ્રભુ જુએ છે. ધર્મ પર પ્રેમ છે? ધર્મ એટલે મોક્ષ. ધર્મમોક્ષનું કારણ છે. કારણમાં કાર્યનો ઉપચાર થઈ શકે. મોક્ષ પર પ્રેમ હોય તો ધર્મ પર કેમ નહિં? તૃમિ ગમે કે ભોજન? તૃમિ ગમે છે? ભોજન વિના તૃપ્તિ શી રીતે મળશે? ધર્મ વિના મોક્ષ શી રીતે મળશે? મોક્ષ પર પ્રેમ હોય તો ધર્મ પર પ્રેમ હોવો જ જોઈએ. * ભક્તિ એટલે જીવન્મુક્તિ. જેણે આવી ભક્તિ અનુભવી તે કહી શકે ? “મુક્તિથી અધિક તુજ ભક્તિમુજ મન વસી” કારણ કે ભક્તિમાં મુક્તિ જેવો આસ્વાદ તેને મળી રહ્યો છે. *કેવળજ્ઞાન મોટું કે શ્રુતજ્ઞાન? પોત-પોતાના સ્થાને બન્ને મોટા, પણ આપણા માટે શ્રુતજ્ઞાન મોટું ! એ જ આપણું ઉપકારી છે. સૂરજ ભલે મોટો હોય, ભોંયરામાં રહેનાર માટે દીવો જ મોટો છે. * આ વીતરાગ જિનેશ્વર દેવને તમે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, બુદ્ધ વગેરે સર્વ નામે પોકારી શકો. તેતે નામોની વ્યાખ્યા ભગવાનમાં ઘટી શકે. ભગવાન બ્રહ્મા છે. કારણકે તેઓ પરબ્રહ્મ સ્વરૂપી છે. ભગવાન વિષ્ણુ છે. કારણકે કેવળજ્ઞાનરૂપે વિશ્વવ્યાપી છે. ભગવાન શંકર છે. કારણકે સૌને સુખ આપનારા છે. ભગવાન બુદ્ધ છે. કારણકે કેવળજ્ઞાનરૂપી બોધને પામેલા છે. ભગવાન કૃષ્ણ છે. કારણકે કર્મોનું કર્ષણ કરે છે. ભગવાન રામ છે. કારણકે આત્મ સ્વરૂપમાં સતત રમણ કરે છે. * લોક કરતાં અનંતગણો અલોક છે. તેવા અનંત લોક + અલોકોને ઉપાડી ક્યાંય ફેંકી દે, એવી શક્તિ પરમ આત્માના એક આત્મપ્રદેશમાં છે. * વારંવાર બોલતા દેવ-ગુરૂ પસાયનો અર્થ શો? એ જ કે કાંઈ થયું છે તેમાં ભગવાનની કૃપા છે. મારું કશું નથી, આપણે વારંવાર આ શબ્દ બોલીએ તો છીએ, પણ જીવન સાથે એનો કોઈ સંબંધ રાખ્યો નથી. દરેક કાર્યોની સફળતામાં દેવ-ગુરૂ યાદ આવે ખરા? સાચું કહેજો. * સાહિબ સમરથ તું ધણી રે, ૩૦૪ ... .... કહે કલાપૂર્ણસૂરિ પામ્યો પરમ આધાર; મન વિશરામી વાલો રે, આતમ ચો આધાર. આત્માના આધારરૂપ, મનના વિશ્રામરૂપ, પરમ આધારરૂપ સમર્થ સાહેબ જિનેશ્વર દેવના દર્શનાર્યા એટલે સર્વના દર્શન કર્યા. એ દર્શન થયા પછી T.V. વગેરે જોવાનું મન થાય? T.V. જોવાનું મન થાય તો સમજજોઃ હજુ ભગવાનને જોયા જ નથી. (ટી.વી.ની બાધા અપાઈ) . * * અભય, ગુણપ્રકર્ષવાળા, અને અચિત્ય શક્તિમાન ભગવાન છે. પણ એથી બીજાને શો લાભ? ભગવાન પરોપકારના સ્વભાવવાળા પણ છે. આપણી જેમસ્વાર્થમાં જ મસ્ત થઈને રહેનારા પ્રભુ નથી. આપણને જેમ ચા આદિનું વ્યસન છે તેમ પ્રભુને પરોપકારનું વ્યસન છે. પ્રભુનો સંગ કરીએ તો એમનું વ્યસન આપણામાંન આવે? દારૂડીઆ સાથે રહેતો માણસદારૂનો વ્યસની બને તો પ્રભુનો પ્રેમી પરોપકાર-વ્યસની ન બને? ન બને તો સમજવું. પ્રભુનો સંગ થયો જ નથી. અભિમાન મહાન માણસને પણ નીચે પછાડે છે. રાવણ, દુર્યોધન આદિ આના ઉદાહરણો છે. બીજી માતા (નવકારમાતા) આપણો અહંકારતોડે છે. આપણો સાધનાનો માર્ગ નિર્વિદન બનાવે છે. * પ્રશ્ન વ્યાકરણમાં અહિંસાના ૬૦નામો આપ્યા છે. તેમાં અહિંસાનું એક નામ શિવા” પણ છે. अहं तित्थयरमाया, सिवादेवी तुम्ह नयरनिवासिनी; अम्ह सिवं तुम्ह सिवं, असिवोवसमं शिवं भवतु स्वाहा. એનો આપણે શો અર્થ કરીએ છીએ? શિવાદેવી નેમિનાથ ભગવાનની માતા? પણ એના કરતાં શિવાનો અર્થકરૂણા = અહિંસા કરીએ તો? કરૂણા જ તીર્થકરત્વની માતા છે. સુરતમાં પૂ ભુવનભાનુ સૂરિજીને આ ૬૦નામો બતાવ્યા, “શિવા” શબ્દ બતાવ્યો, આનંદિત થઈ ગયેલા. * અહિંસાનું અહીં જે પાલન કરે તેને પૂર્ણ અહિંસારૂપ સિદ્ધશિલા મળે. જે ધર્મનું પૂર્ણ પાલન કરે તેને મોક્ષ મળે. કારણ આવે તો કાર્ય આવવાનું જ છે. દીવો આવશે તો કહે કલાપૂર્ણસૂરિ ...... ... ૩૦૫ પ્રકાશ ક્યાં જશે? ભોજન આવશે તો તૃમિક્યાં જશે? તૃપ્તિ માટે નહિ, પણ ભોજન માટે જ પ્રયત્ન કરનારા આપણે ધર્મ માટે કેમ પ્રયત્ન કરતા નથી? ચાલવાનો પ્રયત્ન ચાલુ રાખશો તો મંઝિલ ક્યાં જશે? ચાલવાનું ચાલુ રાખો, મંઝિલ પોતાની મેળે આવશે. ભોજન કરો તૃપ્તિ પોતાની મેળે મળશે. દીવો જલાવો, પ્રકાશ પોતાની મેળે મળશે. ભક્તિ કરો, મુક્તિ પોતાની મેળે મળશે. મુક્તિ-મુક્તિનો જાપ કરીએ પણ એના કારણનો સમાદર ન કરીએ તો આપણે પેલા મૂખ જેવા છીએ, જે તૃપ્તિ-તૃપ્તિનો જાપ તો કરે છે પણ સામે જ પડેલા લાડવા ખાતો નથી. * આંધળો ને પાંગળો બન્ને સાથે રહેતો ઈષ્ટ સ્થાને જઈ શકે, પણ અલગ રહે તો? | ક્રિયા અને જ્ઞાન સાથે મળે તો મોક્ષમળે, પણ અલગ રહે તો? મોક્ષ દૂર જ રહે! * ત્રીજી માતા આજ્ઞાપાલન માટેની છે. નમો રિહંત + મ = પ્રભુની આજ્ઞાને નમસ્કાર! આજ્ઞાને નમસ્કાર એટલે આજ્ઞાનું પાલન કરવું. બીજી માતાએ આત્મતુલ્ય દૃષ્ટિ આપી. પણ ત્રીજી માતાએ તે આત્મતુલ્ય વર્તન આપ્યું. પછી બીજાનું દુઃખ, પોતાનું દુઃખ જ લાગે. પરની દયા તે પોતાની જ દયા છે. એવી દૃષ્ટિ અહીં ઉઘડે છે. વિરતિ ધર્મનું શુદ્ધ પાલન તો જ થઈ શકે. અહીંથી જતાં પહેલાં ૧૨ વ્રતો લઈ લેજો. જો કે, સામાન્ય રીતે અહિંસાદિનું પાલન જેનોમાં હોય જ. જાણી જોઈને તમે જીવોને મારો છો? કીડી-મંકોડા પર જાણી જોઈને પગમૂકો છો? જૈન બોસ્વાભાવિક રીતે જ આવું ન જ કરે. હવે માત્ર વ્રત લેવાની જરૂર છે. * પટુ, અભ્યાસ અને આદરમાં આ ત્રણ રીતે સંસ્કારો પડે છે. (૧) પટુઃ દા.ત. યુરોપમાં હાથી નથી હોતા, કોઈએ તેમને હાથી બતાવ્યોતેમણે ધારીને જોયો ૨-૪ વાર જોયો, હવે તે કદી નહિ ભૂલે. આજ વાત ધર્મકાર્યમાં ઘટાડવી. (૨) અભ્યાસઃ દેલવાડા આદિની કોતરણી જોઈ છે? કેવી રીતે બનાવી હશે? અભ્યાસનું આ ફળ છે. અહીં એવા વૈદ્ય હતા કે નાડી જોઈને રોગ કહી દેતા. એવા પગી હતા કે અજ્ઞાત વ્યક્તિનું પગેરું શોધી કાઢતા. આ અભ્યાસ (પુનઃ પુનઃ પ્રયત્નતે અભ્યાસ)નું ફળ છે. અભ્યાસ જેટલો મજબૂત તેટલા સંસ્કાર તેટલા ગાઢ પડશે. (૩) આદરઃ ભવોભવમાં સાથે ચાલે છે, કોઈક દિવ્ય અનુભૂતિ થવાથી એવો આદર ૨૬ છે. ૩૦૬ ... ..... કહે કલાપૂર્ણસૂરિ ઉત્પન્ન થાય છે કે જે ભવોભવ ન જાય. આ ત્રણના પ્રભાવથી જ ભગવાન જન્મજાત વૈરાગી હોય છે. પૂર્વભવના સંસ્કારો આ ભવમાં આવી શકતા હોય તો આ ભવના સંસ્કારો આગામી ભવમાં નહીં આવે ? આ ભવમાં હવે કેવા સંસ્કારો નાખવા છે ? તે તમારે વિચારવાનું છે. આ તીર્થમાં ઉત્તમ ભાવો પ્રભુના પ્રભાવથી ઉત્પન્ન થાય છે. એ ભાવો સદા ટકી હે, જન્મ-જન્માંતરમાં સાથે ચાલે, તેને ‘અનુબંધ’ કહેવામાં આવે છે. નહિ ઉભા થયેલા શુભ ભાવોને પ્રભુ ઊભા કરે છે. ઊભા થયેલા ભાવોને ટકાવે છે. માટે જ પ્રભુ નાથ છે. પ્રાપ્તિ અને સુરક્ષા કરાવી આપે તે નાથ કહેવાય છે. મળેલા ગુણોનું સંવર્ધન અને સુરક્ષા પ્રભુ-નિર્દિષ્ટ ક્રિયાઓના પાલનથી થાય છે. કારણકે અત્યારે આપણા ગુણો ક્ષાયોપામિક ભાવના છે. વેપારી, જે દિવસે કમાણી ન થાય તે દિવસ વાંઝિયો ગણે, તેમ જે દિવસે શુભ ભાવની, ગુણની કમાણી ન થાય તે દિવસને વાંઝિયો ગણજો. * ‘સ્વ-પરાત્મવોધઃ’ આ ભક્તિની શોભા છે. ‘સ્વ’ અને ‘પર’ એટલે શું ? ‘સ્વ’ એટલે હું અને ‘પર’ એટલે તું ? માત્ર કુટુંબીજન ? નહિ, ‘સ્વ’ એટલે આત્મા અને ‘પર’ એટલે બીજી આખી દુનિયા – જડ-ચેતન બધું જ. જડ-ચેતનનો સાચો બોધ ત્યારે જ ગણાય, જ્યારે બધા જ સાથે ઉચિત વર્તન થાય. એ જ કરૂણા છે, એ જ અષ્ટપ્રવચન માતા છે. તીર્થંકરની અને આખા જગતની માતા એક જ છે ઃ કરૂણા ! * દ્રવ્યકર્મ ભાવકર્મ અને નોકર્મ કર્મના આ ત્રણ પ્રકારો છે. દ્રવ્યકર્મ તે કાર્મણ વર્ગણા, ભાવકર્મ તે રાગદ્વેષ અને નોકર્મ તે શરીર-ઇન્દ્રિયો છે. આ ત્રણેય કર્મોથી મુક્તિ પ્રાપ્ત કરવાની છે. * વિરતિધરોમાં યોગ વ્યક્ત રૂપે હોય છે. સમ્યષ્ટિ વગેરેમાં યોગનું બીજ હોય છે. માટે જ યોગના ખરા અધિકારી વિરતિધરો મનાયા છે. * મુળપાવવત્ દ્રવ્યમ્ । આપણું આત્મદ્રવ્ય કેવું છે ? ગુણ – પર્યાયનો ખજાનો છે. * ૧લી માતા બીજી માતા કહે કલાપૂર્ણસૂરિ પ્રીતિ યોગ આપે. ભક્તિ યોગ આપે. ૩૦૭ ત્રીજી માતા વચન યોગ આપે. વચન એટલે આજ્ઞાપાલન ચોથી માતા અસંગ યોગ આપે. અસંગ એટલે સમાધિ. * “મુત્તિ તાપી ! વિશુદ્ધવિરે મુળધરા મમાસિ સાક્ષાત્ | માર્લવીયાના વોંશુ - સન્ન વિં દોયતે ગૃહાન ?' મુક્તિગયો તોય વિશુદ્ધિચિત્તે, ગુણોવડે તું અહિંયા જ ભાસે; હો સૂર્યપૂરે પણ આરિસામાં, આવી અને શું ઘર ના પ્રકાશે? પ્રભુ! આપ મોક્ષમાં ગયા છો, છતાં ગુણના આરોપથી મારા વિશુદ્ધ ચિત્તમાં સાક્ષાત્ બિરાજી રહ્યા છો. દૂર રહેલો પણ સૂર્યદર્પણમાં સંક્રાન્ત થઈને શું ઘર અજવાળતો નથી ?” આ કુમારપાળની પ્રાર્થના છે. આટ-આટલું સામે હોવા છતાં ભગવાન આપણને કેમ દૂર લાગે છે? * ગુપ્તમાં ગુપ્ત વાત, વેપારનું રહસ્ય, વેપારી ભલે બીજા કોઈને ન આપે, પણ પોતાના વિનીત પુત્રને તો જરૂર આપે જ. આપણે પ્રભુના વિનીત પુત્ર થઈ જઈએ તો? આજ્ઞાપાલક થઈ જઈએ તો? ભગવાનના ખજાનાના માલીક ન બની શકીએ? * “અધ્યાતમ રવિ ઊગ્યો મુજ ઘટ, મોહ તિમિર હર્યું જુગતે; વિમલ વિજય વાચકનો સેવક, રામ કહે શુભ ભગતે.” ભગવાન સૂર્ય બનીને હૃદયમંદિરમાં પધારે છે, ત્યારે આવા ઉદ્ગારો નીકળી શકે. કર્મ-વિવર એ જ બારી છે, ત્યાંથી જ પરમનું અજવાળું આપણા ઘટમાં આવી શકે છે. * કઠોરતા હોય ત્યાં સુધી ચિત્ત વિશુદ્ધ નહિં બને. જે દિવસે કઠોરતા કરી હોય તે દિવસે ધ્યાન નહિં લાગે. અનુભવ કરી જોજો. અનુભવીઓને પૂછી જોજો. માટે જ ધ્યાનમાતા પહેલાં ધર્મમાતા બતાવી. અપ્રવચન માતા દ્વારા સર્વ જીવો પ્રત્યે કરૂણાભાવ જાગે, આત્મતુલ્ય ભાવ જાગે, પછી જ ચોથી ધ્યાન-માતા માટે યોગ્યતા પ્રગટે. આત્મતુલ્યભાવ કરતાં પણ આસ્પેક્યભાવ બળવાન છે. ભગવાન સર્વ જીવોને આત્મતુલ્ય ભાવે જ નથી જોતા, સર્વ જીવો સાથે પોતાને એકરૂપે જુએ છે. ૩૦૮ ... ..... કહે કલાપૂર્ણસૂરિ * પરમાત્મા સાથે અભેદ ક્યારે સધાય? શરીર સાથે ભેદ સધાય ત્યારે, ત્યારે જ સર્વ જીવો સાથે અને પ્રભુ સાથે અભેદભાવ સધાય. આવો અભેદ આવતાં અમૃતકુંડમાં સ્નાન કરતા હોઈએ તેવો અનુભવ થાય છે પીઓ અનુભવ રસપ્યાલા” એવા ઉદ્ગારો આ દશામાં નીકળે છે. શરાબીની જેમ અનુભવનો પણ એક લોકોત્તર નશો હોય છે, જ્યાં દેહનું ભાન ભૂલાઈ જાય છે. આ અનુભવનો પ્યાલો જેણે પીઘો તેને ગાંજા-ભાંગ વગેરે ન ગમે. સાતે ઘાતુના રસને ભેદીને આત્માના રસને આવો યોગી વેદે છે. * મૈત્રીથી ક્રોધનો, પ્રમોદથી માનનો, કરૂણાથી માયાનો, માધ્યસ્થથી લોભનો જય થાય છે. * નામનું આલંબન ૧લી માતા આપે. મૂર્તિનું આલંબનબીજી માતા આપે. આગમનું આલંબનત્રીજી માતા આપે. કેવલજ્ઞાનનું આલંબનચોથી માતા આપે. * ગણધરોના મયવં કિં ત્તત્ત?' પ્રશ્નના જવાબમાં ભગવાને ક્રમશઃ ઉત્પન્ન વા વિકાપવા યુવેવા’ જવાબ આપ્યા. આ ત્રિપદીમાંથી દ્વાદશાંગીનો જન્મ થયો. નિર્વિકલ્પ સમાધિ વિના આવું ઉત્કૃષ્ટ નિર્માણ થઈ શકે નહિ. શબ્દાતીત અવસ્થામાં ગયા પછી બધા શબ્દો તમારા દાસ બનીને ચરણ ચૂમે છે. શબ્દો તમારે શોધવા પડતા નથી, શબ્દો તમને શોધતા આવે છે, રચના સહજ રીતે થઈ જાય છે. આત્મપ્રદેશનો આનંદ અલગ, અવ્યાબાધ સુખનો આનંદ અલગ. જેમકોઈ ઉદાર માણસઅલગ-અલગ મીઠાઈઓથી ભક્તિકરે, તેમચેતનાચેતનની ભક્તિ કરે છે. અનાદિકાળથી ચેતને કદી ચેતનાની સામે ય જોયું નથી. હવે ચેતનાએ નક્કી ક્યું છે એવી ભક્તિ કરું, ચેતન કદી બહાર જાય જ નહિ. ચેતના પતિવ્રતા સ્ત્રી છે. જે કદી સ્વામીને છોડતી નથી. આપણે એટલા નફ્ટ છીએ કે કદી એની સામું જોયું નથી. सहभाविनो गुणाः क्रमभाविनः पर्यायाः ગુણ સદા સાથે જ રહે એ કદી આપણો સાથ ન જ છોડે. કહે કલાપૂર્ણસૂરિ ..... ... ૩૦૯ Jair-Education International ભા. વ. ૧૩, બપોર, તા. ૭-૧૦-૯૯ હું બોલું ને તમને મીઠું લાગે, એ મારા હાથમાં નથી. લાગે છે કે તીર્થકરોનો આ પ્રભાવ છે, પ્રથમ માતાનો પ્રભાવ છે જે સત્ય અને પ્રિયવાણી શીખવે છે, જે દેવગુરૂની ભક્તિ શીખવે છે. ૧લી માતા સાધુભગવંત સાથે મિલન કરાવે, મોક્ષમાર્ગમાં સહાય કરે તે સાધુ. બીજી માતા ઉપાધ્યાય ભગવંત સાથે મિલન કરાવે જ્ઞાન આપે તે ઉપાધ્યાય. વિનય અને ભક્તિના તેઓ જીવંત દૃષ્ટાંત છે. ત્રીજી માતા આચાર્ય ભગવંત સાથે મિલન કરાવે, આચાર્ય આચાર-પાલન કરે. ચોથી માતા અરિહંત ભગવંત સાથે મિલન કરાવે, ત્રિપદી આપીને ધ્યાનમાં લઈ જાય. ચાર માતાના ખોળામાં બેઠા એટલે પાંચમી ગતિ (મોક્ષ) મળે જ. * ભક્તિના બે પ્રકાર છેઃ વાનરી અને મારી ભક્તિ. ભક્તિ કરીએ છીએ, પણ શ્રદ્ધા-વિશ્વાસ નથી. વાંદરીને તેનું બાળક વળગી રહે, એટલે તેનું કામ થઈ ગયું. તેને ફૂદવાની જરૂર નહિ. આપણે જો ગુરૂ કે અરિહંતને વળગી રહીએ તો ભયશાનો? દુર્ગતિનો ભય શાનો? ભગવાનને જે વળગે તે દુર્ગતિમાં ન જ જાય. શશિકાન્તભાઈ અમે આપને વળગી રહ્યા છીએ, સદ્ગતિમાં લઈ જશોને? ઉત્તરઃ આનું નામ જ શંકા! તમે વળગી રહોતોકોની તાકાત છે કોઈ દુર્ગતિમાંલઈ જાય? શશિકાન્તભાઈઃ આપ “હા” પાડો, એમ કહું છું. શંકા નથી. ૩૧૦ ... .... કહે કલાપૂર્ણસૂરિ ઉત્તરઃ આ પણ શંકા છે. ભોજનને પ્રાર્થના નથી કરવી પડતીઃ હે ભોજન! તું ભૂખ મટાડજે. તૃપ્તિ આપજે. ભગવાનને પ્રાર્થના નથી કરવી પડતી, એ તેમનો સ્વભાવ છે પણ આપણને પૂર્ણ શ્રદ્ધા નથી માટે જ શંકા થાય છે, પ્રશ્ન થાય છે. ટ્રેન પર કેટલો વિશ્વાસ છે? તમે ઉંઘી જાવ છો.. પણ ડ્રાઈવર ઊંઘી જાય તો? તમને ડ્રાઈવર પર વિશ્વાસ છે, પણ દેવ-ગુરૂ પર વિશ્વાસ નથી. એટલે જ પૂછવું પડે છે. શશિકાન્તભાઈ મિચ્છામિ દુક્કડ ના, આમાં તમે કાંઈ ખોટું નથી પૂછ્યું. તમે પૂછ્યું ન હોત તો આટલું આ ખુલત નહિ. લોકોને જાણવા મળતી નહિ. યોગાવંચક સાધક ફળ પ્રાપ્ત કરે છે. ગુરૂ પ્રત્યે અવંચકપણાની બુદ્ધિ તે યોગાવંચકતા છે. ગુરૂને જોયા, પાસે બેઠા, વાત સાંભળી, વાસક્ષેપ લીધો, એટલા માત્રથી ગુરૂ મળી ગયા છે એમ ન કહી શકાય. ગુરૂમાં ભગવબુદ્ધિ જાગે તો ગુરૂ મળ્યા કહેવાય. ડીસામાં એક એવા ભાઈ મળેલા, તેમણે કહ્યુંઃ ૩-૪ મહિનાથી આવું છું. એકે ય પ્રશ્ન પૂછયો નથી, પણ બધા જ પ્રશ્નોનો જવાબ આવી ગયો છે. પ્રભુ! આપ આદેશ આપો. મારે શું કરવું?'' આમ તે કહેવા લાગ્યો. આ ગુરૂમાં ભગવદબુદ્ધિ થઈ કહેવાય. ગુરૂ તત્ત્વ છે, વ્યક્તિ નથી. તમે બહુમાન કરો છો, નારા લગાઓ છો તે વ્યક્તિના નહિ, ગુરૂ તત્ત્વના છે. ગુરૂને વળગી રહે તેને ગુરૂ ભવ-પાર કરાવી દે. આ થઈ વાનરી ભક્તિ. વાનરશિશુનું ફક્ત આટલું જ કામ - વળગીને રહેવું ટ્રેનમાં જનારનું ફક્ત આટલું જ કામ - ટ્રેનમાં બેસી રહેવું. જે સ્વયં ઈષ્ટ સ્થાને પહોંચી જાય. વિસ્સગ્ગહરં માં કહ્યું: ‘તાવ હિઝ વોહિં “ભગવન્! મને બોધિ આપો.” બધું જ હોત તો આમ માંગવાની જરૂર શી પડે? આવતી કાલે ચૌદશ છે. આયંબિલ કરજો, મંગળરૂપ છે. વિન નિવારક છે. થાળીજીભ-મન વગેરે કાંઈ નહિં ખરડાય. આયોજક ન કહી શકે પણ અમે કહી શકીએ. કાલે રસ પડી જાય તો આસો ઓળીમાં આવી જજો. કહે કલાપૂર્ણસૂરિ ...... •.. ૩૧૧ પૂ. સિદ્વિરે સ્વતી ભા. વ. ૧૪, સવાર, તા. ૮-૧૦-૯૯ * એક પ્રકાશિત દીવો અનેકને પ્રકાશિત કરે, એક તીર્થકર અનેકને પ્રકાશિત કરે ભગવાન મહાવીર પ્રભુનો જલાવેલો શાસન-દીપ ૨૧ હજાર વર્ષ સુધી બુઝાયા વિના ઝળહળતો રહેશે. * મનુષ્યની શોભા મધુર અને સત્યવાણી છે. ઈન્દ્રભૂતિ ભગવાન મહાવીને જીતવા આવેલા પણ ભગવાનની પ્રિય અને મધુર વાણીએ એમને વશ કરી લીધા. ભગવાનના જ તેઓ શિષ્ય થઈ ગયા. * ગુરૂની સેવા ક્યાં સુધી કરવી? गुरुत्वं स्वस्य नोदेति, शिक्षा-सात्म्येन यावता । आत्मतत्त्व-प्रकाशन, तावत् सेव्यो गुरूत्तमः ।। જ્યાં સુધી ઘટમાં અનુભવ પ્રકાશ ન થાય, જ્યાં સુધી શિક્ષા દ્વારા અંદર ગુરૂત્વ પેદા ન થાય, ત્યાં સુધી ગુરૂની સેવા કરવી જોઈએ. સમ્યગ્દર્શન થયું તેને આત્મદર્શન, તત્વદર્શન અને વિશ્વદર્શન થયું સમજો. * ભક્તિનો બીજો પ્રકારઃ મારી ભક્તિ! વાનરશિશુ માતાને વળગે છે. જ્યારે અહીં બિલાડી બચ્ચાંને પકડે છે. જ્ઞાની અને ભક્તની ભક્તિમાં આટલો ફરક છે. .... કહે કલાપૂર્ણસૂરિ ૩૧ ૨ ... . WWW.jainelibrary.org જ્ઞાની ભગવાનને પકડે છે. આ વાનરી ભક્તિ. દા.ત. અભયકુમાર ભગવાન ભક્તને પકડે છે. આ માર્જોરી ભક્તિ. દા.ત. ચંડકૌશિક. અભયકુમારે ભગવાનને પકડ્યા હતા. યેન કેન પ્રકારેણ દીક્ષા લઈ ભગવાનનું શરણું લીધું હતું. જ્યારે ચંડકૌશિકને તારવા ભગવાન સામે ચડીને ગયા હતા. *નીયાત્ પુછ્યાંાખનની, પાનની શોધની 7 મે । મારા પુણ્યરૂપ શરીરને જન્મ આપનારી, તેનું પાલન શોધન કરનારી માતા જય પામો. માતા શું કરે છે ? બાળકને જન્મ આપે, ઉછેરે, સાચવે અને સાફ કરે. મા સિવાય આ કામ કોણ કરી શકે ? યાદ છે આ બધું ? શૈશવને યાદ કરો. પારણામાં સૂતેલા હતા ત્યારે કોણ ઝૂલાવતું ? કોણ હાલરડા ગાતું ? કોણ દૂધ પીવડાવતું ? કોણ દેરાસરે લઈ જતું ? કોણ નવકાર શીખવતું ? આવા સંસ્કાર અપનાર માતા શી રીતે ભૂલાય ? એની અવગણના શી રીતે થઈ શકે? ૪૦૦ સાધકોમાં મા ની અવગણના કરનારો કોઈ નહિ જ હોય. એવાને અહિં આવવાનું મન પણ ન થાય. આપણે રડતા’તા ને મા દોડતી આવતી, આપણે ભૂખ્યા થતા’ને મા દૂધ પીવડાવતી. આપણે પથારી બગાડતા ને મા તે કાઢીને સૂકી પથારીમાં સૂવડાવતી. આવી મા તમે ભૂલો ખરા ? ભગવાન પણ જગતની મા છે, જગદંબા છે. મદ્રાસમાં એવી હાલત થયેલી, તબિયત એટલી ખરાબ થયેલી કે જવાની તૈયારી, મુહપત્તીના બોલ પણ ન બોલી શકું. આવી અવસ્થામાં મને ઉગારનાર કોણ ? મા સિવાય કોણ ? ભગવાનમાં હું ‘મા’ના દર્શન કરૂં છું. એમણે આવીને મને બચાવી લીધો. આજે મને લાગે છે ઃ ભગવાને મને જાણે પુનવતાર આપ્યો. ‘‘મળો વિપ્પળામો, ગાયા વિળયા - સહાÈિ’ નિર્યુક્તિમાં આમ શ્રી ભદ્રબાહુસ્વામીને પંચ પરમેષ્ઠીના ગુણો ગણાવ્યા છે. અરિહંત માર્ગદાતા છે. સિદ્ધ અવિનાશી છે. આચાર્ય આચાર-પાલક અને આચાર-પ્રસારક છે. કહે કલાપૂર્ણસૂરિ : ૩૧૩ ઉપાધ્યાય જ્ઞાનનું વિનયન (વિનિયોગ) કરનારા છે. સાધુ મોક્ષ-માર્ગમાં સહાયતા કરનારા છે. * બીજાનું જ્ઞાન આપણામાં શી રીતે સંક્રાન્ત થાય ? વિનયથી, બહુમાનથી, વિનય હશે તો જ્ઞાન આવવાનું જ છે. માટે જ જ્ઞાનની બહુ ફિકર નહિ કરતાવિનયની કરજો. નવકાર વિનય શીખવે છે. નવકાર વિનયનો મંત્ર છે. નવકાર અક્કડ જીવોને ઝૂકવાનું શીખવે છે. નવકાર વારંવાર કહે છે ઃ નમો...નમો...નમો... નમશો તો ગમશો, નહિ તો ભવમાં ભમશો. એકવાર નહિ, છ વાર ‘નમો’નો પ્રયોગ નવકારમાં થયેલો છે. નમોથી વિનય આવે – વિનય એક પ્રકારની સમાધિ છે; એમ શ્રી દશવૈકાલિકમાં કહ્યું છે. અરિહંત પાસેથી માર્ગ મેળવવાનો છે. ભગવાન માર્ગદાતા જ નથી, સ્વયં પણ ‘માર્ગરૂપ’ છે. એટલે જ ભગવાનને પકડી લો, માર્ગ પોતાની મેળે આવી જશે. જુઓ, ઉપાધ્યાય યશોવિજયજી કહે છે ઃ તારૂં ધ્યાન તે સમકિત રૂપ, તેહિજ જ્ઞાન ને ચારિત્ર તેહ છેજી; તેહથી રે જાયે સઘળા હો પાપ, ધ્યાતા ધ્યેય સ્વરૂપ હોયે પછીજી. ભગવાનનું ધ્યાન જ સમ્યગ્દર્શન – જ્ઞાન અને ચારિત્ર છે, એમ ઉપાધ્યાયજી મ. નું કહેવું છે. તો ભગવાન ‘માર્ગ’ બની ગયા ને ? * આજે પૂ. બાપજી મ.ની ૪૦મી સ્વર્ગતિથિ છે. ૧૦૫ વર્ષની વયે ૨૦૧૫માં સ્વર્ગવાસી થયેલા. એમની પરંપરામાં ૧૦૩ વર્ષના ભદ્રસૂરિજી તથા અત્યારે વિદ્યમાન ૯૮ વર્ષીય ભદ્રંકરસૂરિજી નું સ્મરણ થઈ આવે છે. વિ.સં. ૧૯૧૧ શ્રા.સુ. ૧૫ના જન્મ પામેલા પૂ. બાપજી મ.નું ગૃહસ્થપણાનું નામ ચુનીલાલ હતું. લગ્ન પછી વૈરાગ્ય થતાં પત્ની ચંદનની રજા લઈ સ્વયં સાધુ-વેષ પહેરી લીધો. ૩ દિવસ સુધી કુટુંબીઓએ પૂરી રાખ્યા. ૩૧૪ કહે કલાપૂર્ણસૂરિ ખાવા-પીવાનું આપ્યું નહિ. આખા અમદાવાદમાં હલચલ મચી ગઈ. આખરે કુટુંબીઓએ રજા આપવી પડી. લવારની પોળમાં મણિવિજયજીએ દીક્ષા આપી. ૧૯૩૨માં દીક્ષા આપી. મણિવિજયજીના સૌથી છેલ્લા શિષ્ય સિદ્ધવિજયજી' બન્યા. પછીથી પત્ની ચંદને દીક્ષા લીધી. સાળાએ પણ દીક્ષા લીધી નામ આપ્યું ઃ પ્રમોદવિજયજી! પહેલા જ ચોમાસામાં ગુરૂ-આજ્ઞાથી વૃદ્ધ સાધુ રત્નસાગરજી મ.ની સેવામાં સૂરત ગયા. સતત ૮ વર્ષ સુધી સેવા કરી. સુરતના લોકોનો પ્રેમ જીતો. એમણે પાઠશાળા સ્થાપી, તેમાં પણ પોતાનું નામ નહિ, પણ રત્નસાગરજીનું નામ આપ્યું. આજે પણ રત્નસાગરજીના નામવાળી પાઠશાળા ચાલે છે. એજ વર્ષે આ સુ ૮ ગુરૂદેવમણિવિજયજી કાળધર્મ પામ્યા. ગુરૂનું સામીપ્યમાત્ર છ જ મહિના મળ્યું. પણ અંતરના આશીર્વાદ મળી ચૂક્યા હતા. ભણવાનો એટલો રસ કે છાણીથી રોજ ૯ કિ.મી. ચાલીને રાજારામ શાસ્ત્રી પાસે ભણવા જાય. વિ. સં. ૧૯૫૭માં સુરતમાં ૩૦ દિવસના મહોત્સવપૂર્વક એમની પંન્યાસપદવી થઈ. ૮૪ વર્ષની ઉંમરે એમણે ચાલીને સિદ્ધાચલ – ગિરનારની યાત્રા કરેલી. ૫૦૦ પ્રતિમાઓની તેમણે અંજનશલાકા કરેલી. છેલ્લા ૩૩વર્ષથી અખંડવર્ષીતપ ચાલતા હતા. કાળધર્મની દિવસે (ભા. વ. ૧૪) પણ ઉપવાસ હતો. - (દક્ષેશભાઈ સંગીતકારે સિદ્ધિસૂરિજીનું ગીત ગાયું) (માંડવીમાં આજે જે ૨૦ હજાર ઘેટા તથા ૧૦મરઘાઓ મુસ્લીમોના કોઈ કાર્યક્રમમાં ભોજન માટે હોમાઈ જવાના હતા. સખ્ખત વિરોધ થતાં, તે કાર્યક્રમ બંધ રહ્યો છે. તે માટે આપણે સૌ આનંદ અનુભવીએ છીએ. ગુજરાતના C.M. કેશુભાઈ ની દરમ્યાનગિરિથી આ કાર્ય થયું છે) .. ૩૧૫ કહે કલાપૂર્ણસૂરિ .... ભા. વ. ૧૪, બપોર, તા. ૮-૧૦-૯૯ * નમસ્કાર ભલે સેવકે ર્યો, પણ ગણાય નમસ્કારણીયનો. નમસ્કરણીય ન હોય તો નમસ્કાર કોને થાત? નમસ્કરણીયનો આ પણ એક ઉપકાર છે. સામાયિકનો અધ્યવસાય પેદા કરાવનાર અરિહંતો છે. આખી દુનિયામાં શુભ અધ્યવસાયો પેદા કરાવવાનો ઠેકો અરિહંતોએ જ લીધો છે એમ કહીએ તો પણ ચાલે. મહેન્દ્રભાઈએ પરિવારવતી આવીને વિનંતી કરેલી: મારે આવું અનુષ્ઠાન કરાવવું * છે. અમે હા પાડી. અગાઉ પણ આવું અનુષ્ઠાન કરાવેલું છે. અમારા જૂના પરિચિત છે. ભૂમિનો પણ પ્રભાવ હોય છે. જ્યાં નિર્વિદને કાર્ય પૂર્ણ થાય છે. સૂરત કે મુંબઈમાં આવું કાર્ય થઈ શકત? આવું શાન્ત વાતાવરણ મળત? મદ્રાસ અંજનશલાકામાં ભોજન, મહોત્સવ, વિધિવિધાન, સ્ટેજ પ્રોગ્રામ, મંદિર વગેરે બધું જ અલગ. બરાબર જામે નહિ. ઉદારતા વિના આવું અનુષ્ઠાન શોભે નહિ. ફરી-ફરી આવા અનુષ્ઠાનો કરાવતા રહો બીજાને પણ આવી પ્રેરણા મળશેઃ અમે પણ આવું કચવીએ. દીક્ષા, પ્રતિષ્ઠા કે ઉપધાન જે અનુષ્ઠાન દેખાય તે કરાવવાનું મન માણસને થતું હોય છે. * ૧૪ પૂર્વી છેલ્લે બધું કદાચ ભૂલી જાય, પણ નવકાર ન ભૂલે, નવકાર આ ભવમાં જ નહિ, ભવોભવમાં ભૂલવાનો નથી. * ભેંસ વગેરે ખાધા પછી વાગોળે છે, તેમ તમે અહિ સાંભળેલા પદાર્થો વાગોળજો. ૩૧૬ .... કહે કલાપૂર્ણસૂરિ અહિં તો સૂત્રાત્મકરૂપે આપ્યું છે. એનો વિસ્તાર બાકી છે, મંથન બાકી છે. ‘૩પયોગો નક્ષળમ્’ વગેરે કેટલા અર્થ ગંભીર સૂત્રો છે ? તેના પર જેટલું ચિંતન કરીએ, તેટલું ઓછું છે. આ અનુષ્ઠાનમાં આરાધકો તરફથી આયોજકની કે આયોજકો તરફથી આરાધકોની કોઈ ફરિયાદ નથી આવી. આવું બહુ ઓછા સ્થાને બનતું હોય છે. * પંચ પરમેષ્ઠી અરિહંતનો જ પરિવાર છે. ગણધરો (આચાર્યો) અરિહંતના શિષ્યો છે. ઉપાધ્યાયો ગણધરોના શિષ્યો છે. સાધુઓ ઉપાધ્યાયોના શિષ્ય છે. ‘સિદ્ધ’ એ બધાનું ફળ છે. * ભગવાનનું શરણું ૪ સ્થાનથી મળે. ૪ સ્થાન એટલે ૪ ફોનના સ્થાનો સમજો. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ જાપથી નામની, મૂર્તિથી સ્થાપનાની, આગમથી દ્રવ્યની અને શુદ્ધ આત્મદ્રવ્યથી ભાવ અરિહંતની ઉપાસના થઇ શકે. આ ચારનો સંપર્ક કરશો તો ભગવાન મળશે જ. આ પ્રભુને તમે ક્ષણ વાર પણ છોડશો નહિ. વાનર – શિશુની જેમ આપણે ભગવાનને વળગીને રહેવાનું છે. ભગવાનને છોડીશું તો ભાંગીને ભૂક્કો થઈ જઈશું. પ્રભુ પદ વળગ્યા, તે રહ્યા ાજા, અળગા અંગ ન સાજા રે.... પ્રભુને વળગવું એટલે એમની આજ્ઞાને વળગવું. વાનર–શિશુ જો માતાને છોડી દે તો? અહીં જો જાપમાં તમને આનંદ આવ્યો હોય તો આ જાપ તમે જીવનમાં ઉતારજો. જાપથી સંસારના દુઃખોમાં ટકી રહેવાનું બળ મળશે. રાત્રિભોજન આદિ અભક્ષ્યત્યાગવગેરેજીવનમાં આપનાવજો, જોનવકારને ફળદાયી બનાવવો હોય. કહે કલાપૂર્ણસૂરિ ૩૧૭ આલોચના, પ્રશ્ન, પૂજા, સ્વાધ્યાય, અપરાધ – ક્ષમા વંદન જરૂરી છે. ગુરુવંદન વિનયનું મૂળ છે. આત્માની શુદ્ધિ માટે આમ જરૂરી છે. ર્થાને, ૯-૧૦-૯૯, ભા. 46-૦)) - આલોચના કરીએ, પણ શુદ્ધિપૂર્વક ન કરીએ. (જેટલી તીવ્રતાથી દોષો સેવ્યા હોય, તેટલી જ તીવ્રતાથી આલોચના કરવી જોઈએ.) તો સંસાર પરિભ્રમણ વધી જાય છે, એમ મહાનિશીથમાં દૃષ્ટાંતપૂર્વક દર્શાવ્યું છે. કર્મનું વિનયન (વિનાશ) કરે તે વિનય કહેવાય. રસ્તે ચાલતાં પગે કાંટા વાગેલા હોય તો આગળ ચાલી શકાય ખરું ? કાંટા કાઢ્યા પછી જ ચાલી શકાય તેમ આલોચનાથી દોષોના કાંટા કાઢ્યા પછી જ સાધનાના માર્ગે આગળ વધી શકાય. ૩૧૮ ••• આ બધી વખતે ગુરુનું कयपावोऽवि मणुस्सो, आलोइय निंदिअ गुरुसगासे । होड़ अइरेग लहुओ, ओहरिअ भरुव्व भारवहो । । પાપી માણસ પણ ગુરુ પાસે પાપોની આલોચના અને નિંદા કરે તો અત્યંત હળવો થાય છે, જેમ ભાર ઊતાર્યા પછી મજૂર હળવો થાય છે. જ્યાં સુધી આપણે આલોચના લેતા નથી, ત્યાં સુધી ભારે છીએ. આલોચના વખતે માત્ર તે જ પાપ દૂર થાય છે, તેવું નથી, જન્મ જન્માંતરોના ***** કહે કલાપૂર્ણસૂરિ પાપો પણ દૂર થઈ જાય છે. ઝાંઝરીયા મુનિના ઘાતક રાજાને પશ્ચાત્તાપ થયો ત્યારે મુનિ – હત્યાનું જ પાપ નહિ, જન્મ -- જન્માંતરોના પાપ પણ નષ્ટ થઈ ગયા. રાજા કેવળી થયો. જ્યારે તમે વસ્ત્રનો ડાઘ સાફ કરવા ધુઓ છો, ત્યારે માત્ર ડાઘ જ સાફ નથી કરતા વસ્ત્ર આખુંય સાફ કરો છો. * પાણીની જેમ તમે ઘી નથી ઢોળતા. જરૂરથી વધારે રૂપિયા નથી વાપરતા તો વાણી કેમ વાપરો છો ? મન કેમ વાપરો છો ? અસંક્લિષ્ટ મન તો રત્ન છે, આંતરિક ધન છે. એને કેમ વેડફવા દેવાય ? चित्तरत्नमसंक्लिष्टम् आन्तरं धनमुच्यते । આપણી વાણી કેટલી કિંમતી છે ? મૌન રહીને જો વાણીની ઊર્જાનો સંયમ કરીશું તો આ વાણી અવસરે કામ લાગશે, નહિ તો એમ ને એમ વેડફાઈ જશે. અવળા વિચારો કર્યા કરીશું તો શુભ ધ્યાન મનથી જો દુર્ધ્યાન કરીશું, આડા માટેની ઊર્જા ક્યાંથી બચશે ? વાણી પ્રભુના ગુણો ગાવા મળી છે. તંત્ર સ્તોત્રા જ્યાં ધ, પવિત્રાં સ્વાં સરસ્વતીમ્। આ વાણીથી કઠોર વચન શી રીતે નીકળે ? કોઈની નિંદા શી રીતે થઈ શકે ? - આ મન પ્રભુનું ધ્યાન ધરવા માટે છે, ત્યાં બીજાનું ધ્યાન શી રીતે ધરાય ? રાજાને બેસવા લાયક સિંહાસન પર ભંગીને કેમ બેસાડાય ? જો આપણે આ મન-વચન-કાયાના યોગોનો દુરુપયોગ કરીશું તો એવી ગતિમાં જવું પડશે જ્યાં મન અને વચન નહિ હોય. શરીર મળશે ખરું પણ અનંત જીવો માટે એક જ ! એક શ્વાસમાં ૧૭ વખત મૃત્યુ, ૧૮ વખત જન્મ થાય, પૂરા મુહૂર્તમાં ૬ ૫૫૩૬ વખત જન્મ – મરણ થાય, તેવા નિગોદમાં જવું પડશે. એકવાર ત્યાં ગયા પછી નીકળવું કેટલું મુશ્કેલ છે ? અત્યારે આપણે ટેકરીની એવી કેડી પરથી ચાલી રહ્યા છીએ કે એક તરફ ખાઈ ને બીજી તરફ શિખર છે. સ્હેજ ચૂક્યા તો ખાઈ તૈયાર છે – નિગોદની ખાઈ ! શિખર – ઉર્ધ્વગતિ માટે પ્રયત્ન જોઈશે, ભયંકર પુરુષાર્થ જોઈશે. પ્રભુ-કૃપાથી જ આ શક્ય બને. પ્રભુની અનન્યભાવે શરણાગતિ સ્વીકારો. કહે કલાપૂર્ણસૂરિ .... ... ૩૧૯ “કરૂણાદષ્ટિ કીધી રે, સેવક ઉપરે; ભવભયભાવક ભાંગી ભક્તિ પ્રસંગ જો...” પ્રભુ કૃપાથી મોહનવિજયજી જેવી સ્થિતિ આપણી પણ કેમ ન બને? इच्छन्न परमान् भावान्, विवेकाद्रेः पत यधः । परमं भावमन्विच्छन्नाऽविवेके निमजति ।। પરમ ભાવોને ઈચ્છતો અવિવેકમાં સરી પડતો નથી. પરમ ભાવોને નહિ ઈચ્છતો વિવેક-પર્વત પરથી નીચે પડે છે. અશુભ યોગોથી જે પાપો બંધાય, તેનો નાશશુભભાવોથીજ થાય, અશુભભાવોથી તો ઉલ્ટા પાપોવધે. જે અપથ્ય આહારથી રોગ થયો હોય તે અપથ્ય આહારના ત્યાગથી જ રોગનો નાશ થઈ શકે. * આપણા દોષો આપણે જ પકડી શકીએ. બીજું કોણ પકડે? ૨૪ કલાક કાંઈ ગુરુ સાથેન હોય. કદાચ જાણે તો પણ ગુરુવારંવાર ટક-ટકનકરી શકે. સ્વમાન ઘવાય તો શિષ્યને ગુરુ પર પણ ગુસ્સો આવી જાય. એ તો જાતે જ કરવાનું છે. આ કામ આપણે નહિ કરીએ તો બીજું કોઈ નહિ કરી શકે. * શત્રુઓ હુમલા કરે ત્યારે કેટલું સાવધ રહેવું પડે? ૨૦૨૦માં હુંભુજપુર હતો. ત્યારે પાકિસ્તાનનું વિમાન એકદમ નીચેથી નીકળેલું ને જામનગર જઈ હુમલો. ર્યો એ જ અરસામાં ગુજરાતના મુખ્ય પ્રધાન બળવંતરાય મહેતાનું સુથરીમાં વિમાનમાં અવસાન થયેલું. કષાયોનો હુમલો પણ આવો જ હોય છે. આપણે સદા સાવધાન રહેવાનું છે. ........ કહે કલાપૂર્ણસૂરિ ૩૨૦ ... ૉવવાર, ૧૦-૧૦-૯૯. આ. સુદ-૧. ઉત્તમ ધૃતિ, ઉત્તમ સંઘયણવાળા માટે શ્રમણધર્મ છે, અન્ય માટે શ્રાવકધર્મ છે. સમ્યગ્દર્શન પહેલા તીર્થંકરના ભવની પણ ગણત્રી નથી કરવામાં આવી તો આપણી તો વાત જ ક્યાં કરવી ? આપણા સૌનો ભૂતકાળ આવો એક સરખો છે ઃ અનંતા દુઃખોથી ભરેલો. હવે જો અહીં પ્રમાદ કરીશું તો એ ભૂતકાળ ફરીથી મળશે. એ જ દુઃખોમાં રીબાવું પડશે. પુનઃ પુનઃ તે જ સ્થાનોમાં તે જ ભાવોમાં જવું તે જ ચક્ર છે. સંસાર ચક્ર જ છે. * ઉત્તમ ક્ષમા, ઉત્તમ મૃદુતા, ઉત્તમ ઋજુતા, ઉત્તમ સંતોષ મળે ત્યારે જ શુકલધ્યાનના અંશની ઝલક મળી શકે. * ૧૧મા ગુણઠાણાવાળા પણ પડીને નિગોદમાં જઈ શકે તો આપણાથી, મળ્યું છે તેટલામાં સંતોષ માનીને પ્રમાદમાં કેમ પડી શકાય ? * અપ્રમત્તપણે સતત આત્મનિરીક્ષણ કરતા રહો. માયા કેમ થઈ ? અભિમાન ક્યાંથી આવ્યું ? ગુસ્સો કેમ આવ્યો ? આપણે આત્મનિરીક્ષણ નહિ કરીએ તો કોણ કરશે ? આત્મનિરીક્ષણ વિના દોષો નહિ ટળે. જે પાપો થયા હોય તેનું પ્રાયશ્ચિત્ત કરો. ગુરુ સાક્ષીએ ગહ અને આત્મસાક્ષીએ નિંદા કરો. આપણા પરિણામો પડીને સાવ જ ચૂર – ચૂર થઈ જાય તે પહેલા તેને પકડી લો. બરણી વગેરે ઘણીવાર પડી જતી હોય છે, ત્યારે વચ્ચેથી જ કેવા પકડી લઈએ છીએ ? કહે કલાપૂર્ણસૂરિ ... ૩૨૧ નીચે પડતી બરણી હજુ પકડી શકાય, પણ પડતા પરિણામને પકડવા મુશ્કેલ છે. આ રીતે પરિણામને ધારણ કરી રાખે તેને જ “ધર્મ કહેવાય. ‘ઘાર થઈ ૩ન્નતે ' * પાલીતાણામાં આવેલા પૂર વખતે ચારિત્રવિજયજી કચ્છીએ ૧૦૦ જણને લગભગ બચાવેલા. તરવાની કળા તેઓ જાણતા હતા. સાધુ - સાધ્વી સંસાર સાગરના તરવૈયા ગણાય. આપણા આશરે આવેલાને આપણે નહિતારીએ તો બીજો કોણ તારશે? બાવરપાસેના બલાડ ગામમાં “જિનાલય અમારા બાપદાદાનું બંધાવેલું છે.” એમ ખબર પડતાં તેમણે જ પ્રતિષ્ઠા કરાવી. આચાર્ય તુલસીને સાફ કરી દીધું આપના સંઘમાં અમને ગણો કે ન ગણો, અમે અમારા બાપ-દાદાનું મંદિર સંભાળવાના, ત્યાં અમે પ્રતિષ્ઠા કરાવેલી. હમણાં હગરીબામનહલ્લીમાં પ્રતિષ્ઠાનો ચડાવો એક તેરાપંથીએ લીધેલો. અહીંની બાજુના મોખા ગામમાં પ્રતિષ્ઠાનાની પક્ષના સ્થાનકવાસીઓએ કરાવેલી. * દુકાનમાં આગ લાગી છે, એમ ખબર પડતાં તમે શું કરો? તરત જ બુઝાવી નાખો ને? મનમાં પણ કષાયો ઉત્પન્ન થાય, તે જ ક્ષણે એને શાંત કરી દો, કષાય આગથી પણ ખતરનાક છે. अणथोवं वणथोवं अग्गिथोवं कसायशोवं च । न हु भे वीससिअ त्वं थोवंपि हु तं बहु होइ ।। કષાયાદિનાનાશ માટે પગામસજાય આદિ સૂત્રો અત્યંત ઉપયોગપૂર્વક બોલવા. વિદેમસંગમે” થી લઈને તેત્રીશ આશાતનાઓ સુધી કેવું વર્ણવ્યું છે? મત્તાત્ શાતના = માતની ચારેબાજુથી જે ખલાસ કરી નાખે તે આશાતના છે. આગની જેમ આશાતનાથી દૂર રહો. આગ સર્વતોભક્ષી છે, તેમ આશાતના પણ સર્વતોભક્ષી છે. આપણું બધું ખલાસ કરી નાખે. પગામજ્જા આદિ સૂત્રો કદાચ બીજા બોલતા હોય તો ખૂબ જ ઉપયોગપૂર્વક સાંભળવા. એ બોલતા રહેને આપણો ઉપયોગ બીજે રહે, એવું ન બનવું જોઈએ. ..... કહે કલાપૂર્ણસૂરિ ૭૨૨ ... ડ્રાઈવરગાડી ચલાવતાં જેટલો જાગૃત રહે તેટલી જ જાગૃતિસૂત્રાદિમાં હોવી જોઈએ. પ્રશ્ન : ડ્રાઈવર ગાડી ચલાવે, બીજા નિરાંતે બેઠા રહે, તેમ બોલનાર સૂત્ર બોલે બીજા ઉપયોગશૂન્ય થઈ સાંભળે તે ન ચાલે? ઉત્તર: અહીં બધા જ પ્રાઈવર છે. બધાની આરાધનાની ગાડી અલગ છે. કોઈની ગાડી, બીજો કોઈન ચલાવી શકે. તમારી ગાડી તમારે જ ચલાવવાની છે. એટલે જ તો ભગવાન મહાવીરે ઈન્દ્રને સહાયતા માટે ના પાડેલી. મારી સાધના મારાવતી બીજો કોઈ શી રીતે કરી શકે? બીજાના ખભે બેસીને મોક્ષના માર્ગે જઈ શકાતું નથી. તમારાવતી બીજો કોઈ જમી લે, તે ચાલે? * આચાર્ય, ઉપાધ્યાય, શિષ્ય, સાધર્મિક સાધુ વગેરે કોઈની પણ સાથે અપરાધ થયો હોય તે ખમાવવાનો છે. “મારિય૩વજ્ઞાપ” સૂત્ર આ જ શીખવે છે. ધર્મમાં ઓતપ્રોત ચિત્તવાળો જ ક્ષમાપના કરી શકે. ‘ડવામાં રઘુ સામvor' સમગ્ર સાધુતાનો સાર ઉપશમ છે. સાંવત્સરિક પર્વ ક્ષમાપના પર્વ છે. જૈનોમાં એટલો એ વ્યાપક છે કે ભારતના કોઈપણ ખૂણે રહેલો જૈન ક્ષમાપના કરશે. આપણે સૌ ભગવાન મહાવીરના સંતાન છીએ. ક્ષમા આપણો ધર્મ છે. એ માર્ગે ચાલીએ તો જ એમના અનુયાયી કહેવાઈએ. ક્ષમાપનાન કરીએ, મનમાં વૈરનો અનુબંધ રાખીએ તો કમઠ કે અગ્નિશર્માની જેમ ભવોભવ વેરનો અનુબંધ સાથે ચાલે. આ બધી વાતો સાંભળીને ક્રોધના અનુબંધથી અટકવાનું છે. આજે ભગવતીમાં આવ્યું - પ્રશ્નઃ સાધુને સંસાર હોય? ઉત્તર પૂર્વ કર્મોનો ઉચ્છેદ ન કરેલો હોય, તો અનંતકાળ સુધી પણ સાધુનો જીવ સંસારમાં રખડે. * કર્મ કહે છેઃ હું શું કરું? તમે મને બોલાવ્યો એટલે હું આવ્યો. સિદ્ધો નથી બોલાવતા તો હું તેમને ત્યાં નથી જતો. પ્રતિક્રમણ આવા પાપકર્મોને દૂર કરવાની પ્રક્રિયા છે. તે વખતે જ પ્રમાદ કરીએ તો થઈ રહ્યું. સૈનિક યુદ્ધ વખતે જ પ્રમાદ કરે તો? પોતે તો મરે જ, દેશને પણ ઘોર પરાજય કહે કલાપૂર્ણસૂરિ ..... ... ૩૨ ૩ સહવો પડે. આપણે પ્રમાદકરીશું તો આપણે તો સંસાનું સર્જન કરીશું, પણ આપણા આશ્રિતને પણ સંસારમાં જવું પડશે. * ભગવાન પ્રતિ પ્રીતિ જાગે તો ભવભ્રમણ ટળી શકે. जइ इच्छह परमपयं, अहवा कित्तिं सुवित्थडं भुवणे । ता तेलुक्कुद्धरणे, जिणवयणे आयरं कुणह ।। બે સ્તવન વધુ બોલી જવાથી ભક્તિ નથી આવી જતી, પણ જિનવચનમાં આદર થવાથી ભક્તિ નિશ્ચલ બને છે. જિનનો પ્રેમ જિન-વચનના પ્રેમ તરફ લઈ જનારો હોવો જોઈએ કે ૩૨૪ ... . ... કહે કલાપૂર્ણસૂરિ સોમવા, આસો લોકનો સાર ચારિત્ર છે. એને પ્રાપ્ત કરાવનાર સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન છે. એની શુદ્ધિ વધે તેટલો મોક્ષ નજીક આવે, અશુદ્ધિ વધે તેમ સંસાર વધે. સુદ-૨. દેવ-ગુરુની કૃપાથી શાનાદિ ગુણો પ્રગટ થાય, જે આપણામાં જ પડ્યા હતા, ઘરમાં દટાયેલો ખજાનો જેમ કોઈ જાણકારના કહેવાથી મળી આવે, તેમ દેવ-ગુરુ દ્વારા આપણી અંદર રહેલો ખજાનો હાથ લાગે છે. આપણે બાહ્ય ખજાના માટે ફાંફા મારીએ છીએ, પણ એ પરિશ્રમ નકામો જવાનો છે. કારણકે વિષયોમાં, સત્તામાં કે સંપત્તિમાં ક્યાંય સુખ કે આનંદ નથી જ. ખરો આનંદ આપણી અંદર જ છે. ત્યાંથી જ એ મળી શકશે. શરીર પણ જ્યાં છુટી જવાનું છે, ત્યાં પૈસા વગેરેની તો વાત જ શી કરવી ? પૈસા વગેરેમાંથી સુખ શી રીતે મળી શકે ? કહે કલાપૂર્ણસૂરિ . અંદરના ગુણો જ ખરું ધન છે, એ જ ખરો ખજાનો છે. એ મળી ન જાય માટે મોહરાજા આપણને ઈન્દ્રિયોના પાશથી બાંધી મૂકે છે. * પંચાચારમાં લાગેલા દોષોની, અતિચારોની શુદ્ધિ માટે પ્રતિક્રમણ છે. (સાધુ માટે પગામસજ્જાય) પ્રતિક્રમણ પછી ગુરુ-વંદન આવે. દૈનિક ત્રણ, પક્ષી ત્રણ, ચોમાસી પાંચ અને સંવત્સરીમાં છ અભ્રુટ્ઠિઆ હોય છે. આપણે એવા વક્ર ને જડ છીએ કે પ્રતિક્રમણ ર્યા પછી પણ પાપો ચાલુ જ રાખીએ છીએ. એટલે જ રોજ પ્રતિક્રમણ કરવાના છે. રાત્રિના પાપો માટે રાઈ, દિવસના ૩૨૫ પાપો માટે દૈવસિક પ્રતિક્રમણ કરવાનું છે. જ્યારે મહાવિદેહમાં કે મધ્યમ તીર્થંકરના શાસનમાં પ્રતિક્રમણ રોજ ફરજિયાત નથી. દોષ લાગે તો જ કરવાનું. કારણકે તેઓ ઋજુ અને પ્રાજ્ઞ છે. માણસ જેમ જડ અને વક્ર વધુ તેમ કાયદા-કાનૂન વધુ. જેમ સરળ અને બુદ્ધિમાન વધુ તેમ કાયદા-કાનૂન ઓછા. વધતા જતા કાયદા-કાનૂન, વધતી જતી વક્રતા અને જડતાને જણાવનારા છે. વધતા કાયદાથી રાજી થવા જેવું નથી. કાયદાઓનું જંગલ માણસની અંદર રહેલું જંગલીપણું બતાવે છે. “નીવો પમાયવદુનો’ આપણામાં પ્રમાદ વિશેષ છે. આથી વિધિપૂર્વક પ્રતિક્રમણ ન હુઁ હોય, કંઈક ભૂલો રહી ગઈ હોય, તે પ્રમાદને જીતવા માટે આયરિય ઉવજ્ઝાય પછીનો કાઉસ્સગ્ગ છે. * મૈત્રી આદિથી ભાવિત બનવું છે, એના બદલે આપણે પ્રમાદથી, દોષોથી ભાવિત બનેલા છીએ. પ્રમાદની આવી બહુલતાના કારણે જ ભગવાન વારંવાર પ્રમાદ નહિ કરવાની ટકોર ગૌતમસ્વામીના માધ્યમથી સૌને કરતા હતા. પ્રશ્ન : ‘આયરિય ઉવજ્ઝાય'ના કાઉસ્સગ્ગમાં પણ પ્રમાદ થઈ જાય તો શું કરવું ? ઉત્તર ઃ કાઉસ્સગ્ગ પ્રમાદ જીતનાર છે. કાઉસ્સગથી પ્રમાદ જાય. ‘પ્રમાદ હટાવવા માટે કાઉસ્સગ કરવાનો છે.’ એવી ભગવાનની આજ્ઞા છે. એ આજ્ઞા પાળી એટલે પતી ગયું. એમ તો આલોચનાના સ્વાધ્યાય વગેરેમાં પણ સ્ખલના થાય તો શું કરવું ? અપ્રમત્તપણે બધું કરવું એ જ ઉપાય. ભૂખ લાગે તો ભોજન રોજ કરીએ છીએ ને ? અહીં આપણે અનવસ્થા નથી જોતા. પૂ. દેવેન્દ્રસૂરિ સ્ત્રી સંઘટ્ટો થઈ જતાં તરત જ કાઉસ્સગ્ગ કરી લેતા. તે જ વખતે (દોષોના સેવન વખતે જ) કાઉસ્સગ્ગાદિ કરવામાં આવે તો ઘણા દોષોથી આપણે મુક્ત થઈ શકીએ. * ‘ભયો પ્રેમ લોકોત્તર જૂઠો, લોક બંધ કો ત્યાગ; કહો હોઉ કછુ હમ નહીં રુચે, છુટી એક વીતરાગ...’ આપણે પ્રમાદથી ભાવિત છીએ, પણ ઉપરના ઉદ્ગારો પ્રગટ કરનારા પૂ. યશોવિજયજી મ. પ્રભુ-ગુણથી, પ્રભુ-પ્રેમથી વાસિત છે. ૩૨૬ ... કહે કલાપૂર્ણસૂરિ કલ્પવૃક્ષના બગીચામાં તમે કલ્પવૃક્ષથી વાસિત બનો. ઉકરડામાં વિષ્ઠાથી વાસિત બનો. તમારે શાથી વાસિત બનવું છે ? દોષોથી કે ગુણોથી ? ગુણો કલ્પવૃક્ષ છે, દોષો વિષ્ઠા છે. ભક્તિ જ, ભગવાન સિવાયના બીજા-બીજા પદાર્થોથી વાસિત થયેલા ચિત્તને છોડાવી શકે. ગુફામાં સિંહ આવે તો બીજા પશુઓની શી તાકાત છે કે ત્યાં રહી શકે ? પ્રભુ જો હૃદયમાં છે તો શી તાકાત છે દોષોની કે ત્યાં રહી શકે ? તું મુજ હૃદય-ગિરિમાં વસે, સિંહ જો પરમ નિરીહ; કુમત માતંગના જૂથથી, તો કિશી મુજ પ્રભુ બીહ રે... * પ્રભુ આપણા હૃદયમાં આવતા નથી કે આપણે પ્રભુને બોલાવતા નથી ? આપણે પ્રભુને બોલાવતા નથી એ જ વાત સાચી ગણાય. ગભારો તૈયાર ન થયો હોય, સ્વચ્છતા ન હોય, ત્યાં ભગવાનની પ્રતિષ્ઠા શી રીતે થઈ શકે ? હૃદયમાં દોષોનો કચરો જ્યાં થયેલો હોય તે ભગવાન શી રીતે આવે ? કાઉસ્સગ્ગ કરવો એટલે ાભુને હૃદયમાં બોલાવવા. લોગસ્સ પ્રભુને બોલાવવાનો આહ્વાન મંત્ર છે; એ પણ નામ દઈને. એકાગ્રતાએ પ્રભુનો જાપ કરવાથી તે તે દોષ નષ્ટ થાય જ. ‘ભોજન કરીશું ને વળી ભૂખ લાગશે તો’ એવી શંકાથી ભોજન આપણે ટાળતા નથી. ભૂખ લાગે છે ત્યારે ભોજન કરીએ જ છીએ, તેમ દોષોને જીતવા વારંવાર કાયોત્સર્ગ કરો, પ્રભુને સ્મરો. કાયોત્સર્ગ એટલે સ્તોત્રપૂર્વકનું પ્રભુનું ધ્યાન. આખા પ્રતિક્રમણમાં ભક્તિ જ છે. માટે અલગ વિષય લેવાની જરૂર જ નથી. પ્રતિક્રમણમાં કેટલા કાયોત્સર્ગ આવે ? બધા જ કાયોત્સર્ગ ભક્તિપ્રધાન જ છે. ભગવાનના દરેક અનુષ્ઠાન પ્રમાદના જય માટે જ છે, દરેક ભોજન ભૂખ ભાંગવા માટે જ હોય છે. કર્મ શત્રુઓને જીતવાની કળા, જેમણે સિદ્ધ કરી છે એમણે આ પ્રતિક્રમણાદિ કળા કહે કલાપૂર્ણસૂરિ .... ... ૩૨૭ આપણને બતાવી છે. ફરી તરસ, ફરી પાણી, ફરી ભૂખ, ફરી ભોજન, તેમ ફરી પ્રમાદ, ફરી કાયોત્સર્ગ! ભોજન – પાણીમાં કંટાળો નહિ તો કાયોત્સર્ગમાં કંટાળો શાનો ? આયરિય ઉવજ્ઝાયવાળો બે લોગસ્સનો ૫૦ શ્વાસનો કાઉસ્સગ્ગ ચારિત્ર શુદ્ધિ માટે, પછીનો ૨ ૫ શ્વાસનો કાઉસ્સગ્ગ દર્શન શુદ્ધિ માટે. ત્યાર પછીનો ૨ ૫ શ્વાસનો કાઉસ્સગ્ગ જ્ઞાન શુદ્ધિ માટે. પ્રિયધર્મી – પાપભીરૂ સંવિગ્ન સાધુ જ આવો કાયોત્સર્ગ વિધિપૂર્વક કરી શકે. એનું કારણ ચારિત્ર સાર છે, એ બતાવવા અહીં પશ્ર્ચાનુપૂર્વીથી ક્રમ છે. ચારિત્રની રક્ષા માટે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે. માટે પછી એના કાયોત્સર્ગ કરવાના છે. चरणं सारो, दंसण - नाणा अंगं तु तस्स निच्छयओ । નિશ્ચયથી આત્માર્થી જીવોએ ચારિત્ર પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો જોઈએ. પ્રશ્ન : જ્ઞાન, દર્શનાદિ આચારોના અતિચારો તો આપણે બોલીએ છીએ પણ તેની પ્રતિજ્ઞા ક્યારે લીધી ? ઉત્તર ઃ કરેમિ ભંતેમાં જ સામાયિકની પ્રતિજ્ઞા નથી લીધી ? સામાયિક ત્રણ પ્રકારનું છે. શ્રુત (જ્ઞાનાચાર) સમ્યકૃત્વ (દર્શનાચાર) અને ચારિત્ર સામાયિક (ચારિત્રાચાર) * દશવૈકાલિકની રચના પહેલા આચારાંગના પ્રથમ અધ્યયન પછી જ વડીદીક્ષા થતી. – ચઉવિસત્થોથી દર્શનાચારની વંદનથી દર્શનાચાર અને જ્ઞાનાચારની, પ્રતિક્રમણથી ચારિત્રાચારની પચ્ચકખાણથી ચારિત્રાચારની, કાઉસ્સગથી તપ-આચારની પચ્ચક્ખાણથી તપ-આચારની આરાધના થાય છે. પ્રશ્ન : વીર્યાચાર કેટલા પ્રકારનો ? ઉત્તર ઃ : ૩૬ પ્રકારનો. કયા ૩૬ પ્રકાર ? જ્ઞાનાચારના ૮, દર્શનાચારના ૮, ચારિત્રાચારના ૮, તપાચાર ૧૨ = ૩૬. આ બધામાં વીર્ય ફોરવવું તે વીર્યાચાર. માટે વીર્યાચાર ૩૬ પ્રકારનો છે. ૩૬+૩૬=૭૨. કુલ પાંચે આચારના ૭૨ પ્રકાર થયા. ૩૨૮ ... કહે કલાપૂર્ણસૂરિ મંગળવાર, ૧૨-૧૦-૯૯, શ. સુદ-3. મોક્ષમાં જલ્દી જવું હોય તો તેના ઉપાયોમાં તન્મય બની જવું જોઈએ. રત્નત્રયી તેનો ઉપાય છે. ઉપાયમાં શીઘ્રતા કરીશું તો ઉપેય શીધ્ર મળશે. જ્ઞાન - દર્શન - ચારિત્ર ઉપાય છે. મોક્ષ ઉપેય છે. મોક્ષ જલ્દી ન જોઈએ તો હાનિ શી? સંસારમાં ભટકવાનું ચાલુ રહે તે જ હાનિ. પંચેન્દ્રિયની લાંબામાં લાંબી સ્થિતિ ૧૦૦૦ સાગરોપમની છે. તેટલીવારમાં મોક્ષે ન ગયા તો વિકસેન્દ્રિયાદિમાં જવું પડે. અમુક સમયમાં જો આપણે સદ્ગતિ નિશ્ચિત ન બનાવી તો દુર્ગતિ નક્કી છે. દુર્ગતિ દુર્ભાવોથી થાય છે. માટે દુર્ભાવોથી મનને બચાવવું જોઈએ. મન ઉચ્ચ ભૂમિકાને સ્પર્શતું જાય, તેમ દુર્ભાવો ઘટતા જાય. * ક્ષાયોપથમિક સભ્યત્વ વધુમાં વધુ ૬૬ સાગરોપમ રહે. ત્યાર પછી ક્ષાયિક થઈ જાય. ચોથું ગુણઠાણું આપણને સ્પર્યું છે કે નહિ? તેનું આત્મનિરીક્ષણ કરવું ઘટે. સમ્યત્વના લક્ષણો છે આપણામાં? તાવ વગેરે ગયા છે કે નહિ તે આરોગ્યના ચિહ્નોથી જણાય તેમ અનંતાનુબંધી કષાયો, મિથ્યાત્વ આદિ ગયા છે કે નહિ, તે સમ્યકત્વના લક્ષણોથી જણાય. આપણા કષાયોની માત્રા અનંતાનુબંધીની કક્ષાની તો ન જ હોવી જ જોઈએ. કહે કલાપૂર્ણસૂરિ ..... ... ૩૨૯ જિમ નિર્મળતા રે રતન સ્ફટિકતણી, તિમ એ જીવ સ્વભાવ; તે જિન વીરે રે, ધર્મ પ્રકાશિયો, પ્રબળ કષાય અભાવ....'' પ્રબળ કષાયનો અભાવ તે જ ધર્મનું લક્ષણ છે. કોઈની સાથે કટુતાની ગાંઠ બાંધી લેવી તે ઉત્કટ કષાયોની નિશાની છે. પાપભીરૂ અને પ્રિયધર્મ ઃ આ બે ધર્મીના ખાસ લક્ષણો છે. : કાંટા ચૂભે ને પીડા થાય, તેમ કષાયોથી પીડા થવી જોઈએ. આપણને કાંટા ચૂભે છે, પણ કષાયો ક્યાં ચૂભે છે ? વાવ બાજુ આપણા સાધ્વીજીને એકી સાથે અનેક મધમાખીઓ ચોંટી પડેલી કેટલી પીડા થઈ હશે ? એક કાંટાથી શીલચન્દ્ર વિ. સ્વર્ગવાસી બનેલા. એક કાટવાળા ખીલાથી અમૃત ગોર્ધન (ભચાઊ)નો એકનો એક પુત્ર મૃત્યુ પામેલો. તેને ધનુર્વા થયેલો. આથી પણ વધુ ખતરનાક કષાયો છે. માટે જ થોડા પણ કષાયનો વિશ્વાસ કરવા જેવો નથી, એમ જ્ઞાનીઓ ફરમાવે છે. સમ્યક્ત્વ સમતિકા ગ્રન્થ છે, જેમાં સમ્યક્ત્વનું પૂર્ણ વર્ણન છે. પણ એ વાંચે કોણ ? માટે જ તો પૂ. યશો વિ. જેવાને સમકિતના ૬૭ બોલની સજ્ઝાય વગેરે જેવી ગુજરાતી કૃતિઓ બનાવવી પડી છે. સમ્યક્ત્વ હોય જ નહિ પછા તેની શુદ્ધિ શું ? કપડાં હોય તો મેલા થાય, નિર્વસ્ત્ર માણસને શું ? એમ સમજીને સમ્યક્ત્વ તરફ દુર્લક્ષ નહિ સેવતા. હોય તો તેને મેળવવા પ્રયત્ન કરજો. યાદ રહે કે પરભવમાં લઈ જઈ શકાય તેવું માત્ર સમ્યગ્દર્શન જ છે. ચારિત્ર લઈ જઈ શકાતું નથી. ક્ષાયોપશમિક ગુણોનો ભરોસો કરવા જેવો નહિ. માવજત ન કરો તો ચાલ્યા પણ જાય. તેલનો દીવો બુઝાતા વાર શી ? હા, રત્નનો દીવો ન બુઝાય. ક્ષાયિકભાવ રત્નનો દીવો છે. સાપ જેમ શોધીને ઘરમાંથી બહાર કાઢો છે, તેમ મિથ્યાત્વ – કષાયાદિને શોધી શોધીને બહાર કાઢો. ‘‘ધર્મી જાગતા ભલા ને અધર્મી સૂતા ભલા....’’ 068 કહે કલાપૂર્ણસૂરિ એ જયંતી શ્રાવિકના એક પ્રશ્નના જવાબ ભગવાન મહાવીરે કહેલું છે. આપણે સૂતેલા છીએ કે જાગતા ? સમ્યગ્દષ્ટિ જાગતા કહેવાય. મિથ્યાત્વી સૂતેલા કહેવાય. આપણામાં સમ્યક્ત્વ આવી ગયું ? ન આવ્યું હોય તો આપણે ખુલ્લી આંખે સૂતેલા છીએ, એમ માનજો. * રોકડ નાણું વ્યવહારમાં કામ આવે. હાથમાં રહેલું શસ્ત્ર સૈનિકને કામ આવે. તેમ કંઠસ્થ જ્ઞાન આપણને કામ આવે. ચોપડીમાં પડેલું જ્ઞાન કામ નહિ લાગે. ઉપયોગમાં આવતું જ્ઞાન જ ચારિત્ર બની શકે. ‘જ્ઞાની તીક્ષ્ણતા ચરણ તેમ...’ જ્ઞાનની તીક્ષ્ણતા તે જ ચારિત્ર છે. પ્રતિક્ષણે ઉદયમાં આવતી મોહની પ્રકૃતિઓનો સામનો કરવા તીક્ષ્ણ જ્ઞાન જોઈશે, પ્રતિપળનો તીવ્ર ઉપયોગ જોઈશે, નહિ તો આપણે મોહની સામે હારી જઈશું. લખવાથી કે પોથા રાખવાથી તમે જ્ઞાની બની શકતા નથી. એ જ્ઞાનને જીવનમાં ઉતારવાથી જ જ્ઞાની બની શકો છો. હેમ પરીક્ષા જિમ હુએ જી, સહત હુતાશન તાપ; જ્ઞાનદશા તિમ પરખીયે જી, જિહાં બહુ કિરિયા વ્યાપ’’ - પૂ. યશોવિજયજી મ. જે સમયે જે ક્રિયા ચાલતી હોય, જે જીવન જીવાતું હોય તે પ્રસંગમાં તમે એકાકાર હો, તમારું જ્ઞાન કામ આવતું હોય તો જ સાચું જ્ઞાન છે. * સમ્યગ્દષ્ટિ માને કે, કોઈ મારો અપરાધી નથી, અપરાધી છે તો એક માત્ર કર્મ. એના કારણે જ કોઈ આપણું બગાડે છે. મારા કર્મ ન હોય તો કોણ બગાડી શકે ? કર્મ પણ શા માટે ? કર્મનો કરનાર પણ મારો આત્મા જ છે ને ? મેં બોલાવ્યા ત્યારે જ આવ્યા ને ? નહિ તો જડ કર્મ શું કરત ? * સંવેગઃ સુર-નરના સુખ, દુઃખ રૂપ લાગે. મોક્ષ જ, આત્મસુખ જ મેળવવા જેવું લાગે. ‘“થવા દુઃવું સુવ્રત્વેન, દુઃસ્વત્વેન સુવું યા ।'' જ્યારે સંસારનું સુખ દુઃખરૂપ લાગે, દુઃખ સુખરૂપ લાગે ત્યારે જ સંવેગ પ્રગટ્યો કહે કલાપૂર્ણસૂરિ ૩૩૧ છે, એમ સમજવું. સંસારનું સમગ્ર સુખ, સ્વર્ગનું પણ સુખ દુઃખરૂપ લાગે, તે સંવેગ છે. અત્યારે સાધુપણામાં શું કષ્ટ છે ? કષ્ટ તો પૂર્વકાળમાં હતા. અત્યારે તો આપણે રાજકુમાર જેવા કોમળ બની ગયા છીએ. ૨૨ પરિષહોમાંથી અત્યારે કેટલા સહન કરીએ છીએ ? અનુકૂળતાને ઠોક્કર મારનારા ને પ્રતિકૂળતાને સામેથી નોતરું આપનારા આપણા પૂર્વજો હતા, તે ભૂલશો નહિ. અત્યારે સંપૂર્ણ શીર્ષાસન થઈ ગયું છે. પ્રતિકૂળતાના દ્વેષી ને અનુકૂળતાના ઈચ્છુક આપણે સૌ બની ગયા છીએ. થોડીક જ પ્રતિકૂળતા આપણને અકળાવી મૂકે છે. * નિર્વેદ નરકનો જીવ, એક ક્ષણ પણ નરકમાં રહેવા ન ઈચ્છે. કેદી કેદમાં એક ક્ષણ પણ વધુ ન રહેવા ન માંગે, તેમ સંસારમાં સમ્યગ્દષ્ટિ એક ક્ષણ પણ વધુ ન રહે. ક્ષણે-ક્ષણે ઈચ્છતો હોય ઃ ક્યારે સંસારથી છુટું ? પંચવસ્તુક : લોકમાં રાજદૂત આદિ જેમ જણાવેલું કાર્ય પૂરું થયા પછી ફરી વંદન કરી જણાવે તેમ અહીં પ્રતિક્રમણમાં પણ છટ્ઠા આવશ્યકમાં ગુરુ-વંદન એટલા માટે છે કે આપની આજ્ઞા પ્રમાણે પ્રતિક્રમણ કર્યું છે, એમ વંદનપૂર્વક જણાવું છું. પ્રશ્ન ઃ પ્રતિક્રમણમાં ગુજરાતી સ્વાધ્યાય (સજ્ઝાય) ચાલે તો અન્ય સમયે ગુજરાતી સ્વાધ્યાય કેમ ન ચાલે ? ઉત્તર ઃ ઉંમરવાળા માટે ગુજરાતી સ્વાધ્યાય ચાલે જ છે, પણ ભણેલા માટે નહિ. સરહદ પર રહેનારનું કર્તવ્ય અલગ છે. સામાન્ય પ્રજા માટેનું કર્તવ્ય અલગ છે. ૩૩૨ ... કહે કલાપૂર્ણસૂરિ બુધવાર, ૧૩-૧૦-૯૯, આ. સુદ-૪. * સાંજે પ્રતિક્રમણ પછી ગુરુ પાસે થોડો સમય બેસવું શા માટે? સમાચારી આદિનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે. ગુરુ પાસે બેસવું તે એક પ્રકારનો | વિનય છે. આ વિનયચાલ્યો ન જાય માટે બેસવું મૃતદેવતા, ક્ષેત્રદેવતા, ભવનદેવતા વગેરેની સ્તુતિ આચરણાથી કરવાની છે. આગમ પ્રમાણ છે, તેમ આચરણ પણ પ્રમાણ છે. પ્રતિક્રમણ ઠાવ્યા પછી પ્રથમ કાઉસ્સગ્ન ચારિત્ર-શુદ્ધિ માટે છે. બીજો કાઉસ્સગ્ગ દર્શનશુદ્ધિ માટે, ત્રીજો કાઉસ્સગ્ગ અતિચાર માટે (“સયણાસણત્ર – પાણે વાળો) છે. * દિવસમાં કરેમિભંતે કેટલી વાર? નવ વાર. વારંવાર એટલા માટે સામાયિક સૂત્રનું ઉચ્ચારણ કરવાનું છે કે એથી સમતાભાવ આવે. સમતાભાવ યાદ આવે. સમતાના સ્થાને વિષમતા આવી હોય તો દૂર કરવાનું મન થાય. કષાયમાં રહેવું તે સ્વભાવ કે વિભાવમાં રહેવું તે આપણો સ્વભાવ? ૨૪ કલાકમાં કેટલા કલાક સ્વભાવમાં? અને કેટલા કલાક વિભાવમાં જાય? આપણી જીવનભરની પ્રતિજ્ઞા છે- સ્વભાવમાં રહેવાની. એ પ્રતિજ્ઞા ભૂલી ગયા નથી ને? ગૃહસ્થોની પ્રતિજ્ઞા નવ નિયમ કહે કલાપૂર્ણસૂરિ ..... ••• ૩૩૩ પણ આપણી પ્રતિજ્ઞા તો ‘નાવનીવાણુ’ છે, એ ભૂલાય તે કેમ ચાલે ? ‘સ્વ’ એટલે આપણો પોતાનો ભાવ. સ્વભાવમાં રહીએ તેટલો સમય કર્મનો ક્ષય થતો જ રહે. પરભાવમાં રહેવું એટલે પોતાના આત્માને દુર્ગતિમાં ધક્કો મારવો. સ્વભાવમાં અસંક્લેશ, પરભાવમાં સંકલેશ. સંકલેશ એટલે સંસાર અસંકલેશ એટલે મોક્ષ. અસંકલેશમાં અહીં જ મોક્ષનો અનુભવ થાય, જીવન્મુક્ત દશાનો અનુભવ થાય. પ્રદેશ - પ્રદેશમાં આનંદનો અનુભવ થાય. ગીતામાં આવા યોગીને સ્થિતપ્રજ્ઞ કહ્યા છે. ગીતાના એ સ્થિતપ્રજ્ઞના લક્ષણો જૈન મુનિને બરાબર ઘટે. વાંચવા જેવા છે એ લક્ષણો. એ લોકો સ્થિતપ્રજ્ઞતા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે. આપણે સ્વભાવ – દશા માટે પ્રયત્ન કરવાનો છે. મૂલત ઃ બન્ને વસ્તુ એક જ છે. સામાયિક સૂત્ર એ માટેનું સાધન છે. ઉપશમ, વિવેક, સંવર એ ત્રણ શબ્દના શ્રવણથી ખૂની ચિલાતીપુત્રને સમતાભાવની પ્રાપ્તિ થઈ હતી. મુનિએ માત્ર ત્રણ જ શબ્દ સંભળાવેલા. પેલાએ તલવાર તાણીને કહેલું : ‘સાધુડા ! ધર્મ સંભળાવ, નહિ તો માથું કાપી નાખીશ.’ 'सामाइअस्स बहुहाकरणं तप्पुव्वगा समणजोगा ।' બધા શ્રમણના યોગો સામાયિકપૂર્વકના હોય છે. કોઈપણ સ્થાને સમતાભાવ ન જ જવો જોઈએ. પનીહારીઓનું ધ્યાન બેડામાં હોય, ભલે એ વાતો કરતી હોય, તેમ ગમે તેટલી પ્રવૃત્તિમાં મુનિનું મન સમતામાં હોય. ચોવીશેય કલાક એટલે તો ઓઘો સાથે રાખવાનો છે. સાથે રહેલો ઓઘો સતત યાદ કરાવે ઃ ‘હે મુનિ ! તારે સતત સમતામાં મહાલવાનું છે.’ ૩૩૪ કહે કલાપૂર્ણસૂરિ www.janelibrary.org. સામાયિકનાવારંવારસ્મરણથી સમતાભાવ આવે છે. ચોવીસેય કલાક સમતાભાવ ચાલુ હોય તો વધુ દૃઢ બને છે. જેમ ભગવાનની સ્તુતિ પુનઃ પુનઃ બોલતાં મન ભક્તિથી આર્દ્ર બને છે, તેમ. નવ વાર કરેમિ ભંતે ક્યાં ક્યાં? સવાર - સાંજ પ્રતિક્રમણમાં ત્રણ-ત્રણ વાર તથા સંથારા પોરસીમાં ત્રણવાર કુલ નવવાર. બીજું બધું ભૂલાય તે ચાલે, સમતા ભૂલાઈ જાય તે કેમ ચાલે? સમતા ક્યાંથી આવે? પ્રભુ-ભક્તિથી આવે... છ આવશ્યકોમાં પ્રથમ સામાયિક છે. સામાયિક પ્રભુના નામ-કીર્તનથી આવે છે. માટે બીજું આવશ્યક લોગસ્સ (નામસ્તવ કે ચતુર્વિશતિસ્તવ) છે. સમ એટલે સર્વ જીવો પ્રત્યે સમભાવ. સમ એટલે સમાનભાવ. આય એટલે લાભ. સમ + આ = સમાય. રૂ%[ પ્રત્યય લાગતાં “સામાયિક શબ્દ બનેલો છે. આ લખાણ મેં મનફામાં લખેલું અનુભવથી કહું છું જે વિચારપૂર્વક લખીશું તે ભાવિત બનશે. જ્ઞાન-દર્શન-ચારિત્રનો જેનાથી લાભ થાયતે બધી જ ચીજોને સામાયિક કહેવાય. એક તાળાની છ ચાવી છે. છએ છ ચાવી લગાવો તો જ તાળું ખુલે. પાંચ લગાવો ને એક સામાયિક (સમતા)ની ચાવી ન લગાવો તો આત્મમંદિરના દરવાજા નહિ ખુલે આ મારો અનુભવ છે. સમતાભાવ ન હોય ત્યારે ચિત્ત આવશ્યકોમાં ચોટે નહિ. છ આવશ્યક છે ચાવી છે. ત્રીજો અર્થઃ ૪ મૈત્રી આદિ ભાવોની પ્રાપ્તિ તે સામાયિક. “સર્વજ્ઞકથિત સામાયિક ધર્મ પુસ્તકમાં આનું વિસ્તારપૂર્વક વર્ણન કરેલું છે. જરૂર વાંચજો. * ચિત્તવૃત્તિનો નિરોધ તે ધ્યાન એમ જૈનેતરો કહે છે. અશુભ ચિત્તવૃત્તિઓને રોકવી તે ધ્યાન - એમ જૈનદર્શન કહે છે. “વિત્નષ્ટ ચિત્તવૃત્તિ કહે કલાપૂર્ણસૂરિ ..... ... ૩૩૫ નિષેધો ધ્યાનમ્ ।’ પૂ. યશોવિ. એ પાતંજલ યોગદર્શનના સૂત્રપરની પોતાની ટીકામાં ‘નિષ્ટ’ શબ્દ ઉમેર્યો. આગળ વધીને ચિત્તને શુભ વિચારોમાં પ્રવર્તાવવું તે પણ ધ્યાન છે. એક પ્રવૃત્તિરૂપ છે. બીજું નિવૃત્તિરૂપ છે. એ જ અર્થમાં પ્રતિક્રમણ વગેરે આપણી આવશ્યક ક્રિયાઓ ધ્યાનરૂપ છે. (૨) ‘ચતુર્વિશતિસ્તવ’ :- એટલે ચોવીશ તીર્થંકરોની સ્તુતિ. ચોવીશ તીર્થંકરોની સ્તુતિ દ્વારા જ સામાયિક-સમતા પ્રાપ્ત થાય. *→ આપણા નિકટના ઉપકારી આ ૨ ૪ તીર્થંકરો છે. લોગસ્સ બોલીએ ત્યારે સ્તુતિ થાય. લોગસ્સનો કાઉસ્સગ્ગ કરીએ ત્યારે ધ્યાન થાય. એના અર્થમાં મન એકાગ્ર થવું જોઈએ. કાઉસ્સગ્ગમાં મન, વચન અને કાયા ત્રણેય એકાગ્ર હોય છે. (૩) ગુરુ – વંદનઃ- જેટલી મહત્તા ભગવાનની છે. તેટલી મહત્તા ભગવાન દ્વારા સ્થાપિત ગુરુતત્ત્વની છે. આથી જ પોતાની હાજરીમાં જ ભગવાન ગણધરોની સ્થાપના કરે છે. એકલા દેવથી ન ચાલે. ગુરુ જોઈએ. ૨૧ હજાર વર્ષમાં દેવ એક જ. બાકીના સમયે ગુરુ વિના શાસન કોણ ચલાવે ? ગુરુમાં ભગવદ્ગુદ્ધિ થવી જોઈએ. માટે જ ‘ફરિ મળવત્ ।' અહીં ગુરુ સમક્ષ ભગવન્ નું સંબોધન થયેલું છે. ‘મિ ભંતે’ અહીં ‘ભંતે’ શબ્દમાં દેવ અને ગુરુ બન્ને અર્થ રહેલા છે. ભગવાનની દેશના પછી તેમની ચરણ પાદુકા પર ગણધરો બેસે છે. ગણધરો દેશના આપે ત્યારે કેવળીઓ પણ બેસી રહે. ઊઠી ન જાય. શ્રોતાઓને એમ ન લાગે ઃ અહીં કંઈ ખામી છે. ભગવાન જેવી જ વાણી લાગે. માથે ભગવાનનો હાથ છે ને ? એ તો ઠીક, કાલિકાચાર્યે પણ સીમંધર સ્વામી જેવું જ નિગોદનું વર્ણન બ્રાહ્મણ વેષધારી ઈન્દ્ર સમક્ષ કરેલું. મોહનો ક્ષય થયેલો ન હોવા છતાં મોહ–વિજેતા હોવાના કારણે ગુરુ વીતરાગ તુલ્ય કહેવાય છે. ૩૭૬ કહે કલાપૂર્ણસૂરિ * ચાર પ્રકારના કેવલી ૧.કેવલી. ૨. ૧૪ પૂર્વી – શ્રુતકેવલી ૩. સમ્યગ્દષ્ટિ, ૪. ભગવાનના વચન પ્રમાણે આચરણ કરનાર (કંદમૂળ આદિ છોડનાર) ગઈકાલે ભગવતમાં આવેલુંઃ સ્કંધક પરિવ્રાજકને શ્રાવકે એવા પ્રશ્નો પૂછયા કે પરિવ્રાજક મુંઝાઈ ગયો ને પ્રશ્નો જાણવા ભગવાન મહાવીર પાસે આવ્યો. ગૌતમસ્વામી તે આવતાં ઊભા થયા. મિથ્યાત્વી આવતાં ઊભા કેમ થવાય? ટીકામાં ખુલાસો આપતાં કહ્યું છેઃ ભાવિમાં દીક્ષા લેવાનો છે માટે થવાય. સમ્યગ્દષ્ટિ એ જ અર્થમાં કેવલી છે. ભવિષ્યમાં બનવાના છે માટે. કંદૂમળત્યાગી પણ કેવળી છે. કારણકે ભગવાનના વચન પર શ્રદ્ધા રાખીને તેણે કંદમૂળનો ત્યાગ ર્યો છે. આ સમ્યગ્દષ્ટિની પૂર્વભૂમિકાનો આત્મા છે. પ્રશ્ન: ગુરુ ભગવાન છે, માટે દેરાસરમાં જવાની જરૂર નહિ ને? ઉત્તરઃ ભગવાન ન હોત તો ભગવબુદ્ધિ શી રીતે કરત? અમૃત જ ન હોત તો પાણીમાં અમૃત બુદ્ધિ શી રીતે થાત? ભગવાન છે માટે ભગવબુદ્ધિ શબ્દ આવ્યો છે. ભગવાન જ છોડી દઈશું તો ભગવબુદ્ધિ કઈ રીતે રહેશે? કહે કલાપૂર્ણસૂરિ ... ... ૩૩૭ ગુરુવાર, ૧૪-૧૦-૯૯. . -ઇ. * ભગવાન ભલે નથી, પણ એમના તીર્થના, નામના, આગમના અને મૂર્તિના આલંબનથી આપણે ભવ-સાગર તરી શકીએ. નાના બાળકને માતા-પિતાનું આલંબન જરૂરી છે. એમના ટેકાથી જ તે ચાલી શકે. ભગવાન પાસે આપણે સૌ બાળ છીએ. ભગવાન જે રીતે પોતાનામાં વ્યક્તરૂપે જ્ઞાનાદિ સમૃદ્ધિ જોઈ રહ્યા છે, તે જ રીતે શક્તિરૂપે તમામ જીવોમાં પણ જોઈ રહ્યા છે. ભગવાનમાં જે વૃક્ષરૂપે છે. સર્વ જીવોમાં તે બીજરૂપે છે. * સાધુનું કોઈપણ અનુષ્ઠાનસમતાપૂર્વકનું હોય, તે બતાવવા જ દિવસમાં નવવાર સામાયિકનો પાઠ આવે છે. દીક્ષા વખતે પણ પ્રથમ આ જ પ્રતિજ્ઞા લેવામાં આવી છે. ગુલાબજાંબુ જાણવા અલગ ચીજ છે, તેનો સ્વાદ માણવું અલગ ચીજ છે. સામાયિક જાણવું અલગ વાત છે. સામાયિક માણવું અલગ વાત છે. પુદ્ગલોનો ભવોભવનો અનુભવ છે. ગાઢ સંસ્કાર હોવાના કારણે આપણે તરત જ પુદ્ગલો તરફ ખેંચાઈ જઈએ છીએ. જ્યારે સામાયિકના સંસ્કાર હવે પાડવાના છે. * જ્ઞાનસાર અદ્ભુત ગ્રન્થ છે. તમે એનું ચિંતન-નિદિધ્યાસન કરતા રહેશો તેમ .... કહે કલાપૂર્ણસૂરિ ૩૩૮ ... તેમ આત્મતત્ત્વનું અમૃત પામતા જશો. તેમણે જીવનમાં સાધના કરીને જે અર્ક મેળવ્યો તે બધો જ જ્ઞાનસારમાં ઠાલવ્યો છે. * કેટલાક યાનીઓ આવશ્યક ક્રિયાઓને ધ્યાનમાં બાધક માને છે. ખરેખર તો આવશ્યક ક્રિયાઓ ધ્યાનની બાધક નથી, પણ સાધક છે. * વરસાદ બધે જ પડે. પણ તેથી શેરડીમાં મીઠાશ, બાવળીયામાં કાંટા, રણમાં મીઠું અને સાપમાં ઝેર જ વધે, તેમ જિન-વાણી પણ પાત્રતા મુજબ અલગ-અલગ પરિણામ પામે છે. સાંભળનારમાં કોઈ ગોશાળો હોય તો કોઈ ગૌતમસ્વામી હોય. * સવારે તપ કયો ધારવો ? સાધનામાં સહાયક બને તેવો તપ અશઠભાવે સ્વીકારવો. સેવાની જરૂર હોય ત્યારે અટ્ઠાઈ લઈને બેસી ન શકાય. આમ કરે તે ગુનેગાર બને. તપ ગૌણ છે. ગુરુ-આજ્ઞા મુખ્ય છે. ગુરુની આજ્ઞા પ્રમાણે કરાતો તપ જ નિર્જરાકારક બની શકે. મારે માત્ર સેવા જ કરવાની ? પાણીના ઘડા જ લાવવાના ? તો પછી આરાધના ક્યારે કરવાની ? એવું નહિ વિચારતા. પાણીના ઘડા લાવવા એ પણ આરાધના છે. સેવાથી આરાધના અલગ નથી. સેવા આરાધનાનો જ એક ભાગ છે. દસ વર્ષ પૂ. દેવેન્દ્રસૂરિજી સાથે રહ્યો. નવો અભ્યાસ બંધ રહ્યો, પણ સેવાનો લાભ સારો મળ્યો. તે વખતે પૂ. પ્રેમસૂરિજીના પત્રો આવતા રહેતા ઃ ભણવા આવી જાવ. બાકી રહેલા છેદસૂત્રો પૂરા થઈ જાય. પણ પૂ. દેવેન્દ્રસૂરિજી કહેતા : તમે જાવ તો અહીં મારું શું ? અમે જવાનું માંડી વાળતા. પણ જ્યારે અવસર આવે ત્યારે બરાબર ભણવાનું કરી લેતા. વિ. સં. ૨૦૨૫માં વ્યાખ્યાન પછી પૂ. પં. મુક્તિ વિ. (પૂ. મુક્તિચન્દ્ર સૂરિ) પાસે પહોંચી જતો. ૩-૪ કલાક પાઠ લેતો. તમે ભલે તપ કરતા હો, પણ ચાલુ તપમાં સેવા ન કરાય, ઉપદેશ ન અપાય એવું નથી. આહારનું પચ્ચક્ખાણ માત્ર આપણને છે. બીજાને લાવી આપવામાં પચ્ચક્ખાણ કહે કલાપૂર્ણસૂરિ ૩૩૯ ભાંગે નહિ. ભાંગે તો નહિ, પણ સેવાથી ઉર્દુ એ પચ્ચખાણ પુષ્ટ થાય. નવકારશીમાં બે આગાર અનાભોગ અને સહસાગાર અનાભોગ એટલે અજાણપણે થવું અને સહસાગાર એટલે ઓચિંતુ થઈ જવું પોરસીમાં બીજા ચાર આગારઃપ્રચ્છન્નકાલ, દિશામોહ, સાધુ વચન, સર્વ સમાધિ પ્રત્યયિક. આ ચાર વધ્યા. પ્રચ્છન્નમાલમાં સૂર્યઢંકાઈ ગયેલો હોયને ટાઈમનો બરાબરખ્યાલન આવે ત્યારે... દિશાશ્રમમાં સૂર્યની દિશા ભૂલી જતાં ગરબડ થઈ જાય ત્યારે. સાધુવચનમાં સાધુની ઊઘાડા – પાત્રા પોરસી સાંભળીને પોરસીના પચ્ચખાણ પારી લે. સવ્વસમાહિવત્તિયાગારેણ માં જીવલેણ પીડા થતી હોય, સમાધિ માટે જરૂર પડે, વૈદ્ય કે ડૉક્ટરને ત્યાં જરૂર પડે ત્યારે... પુરિમઢમાં - એક આગાર વધુ - “મહત્તરાગારેણં” મહાનકાર્ય માટે ગુરુ-આજ્ઞાથી જવું પડે તેમ હોય, શક્તિ ન હોય તો ગુરુ વપરાવે છતાંય પચ્ચખાણ ન ભાંગે. એકાસણામાં ૮ આગાર. સાગારિયા, આઉં, ગુરુ, પારિઠા. આ જ વધે. ૧. ગૃહસ્થો આવી જાય ત્યારે. ૨. પગ લાંબા-ટૂંકા કરવા પડે ત્યારે ૩. ગુરુ આવે ને ઊભા થવું પડે ત્યારે ૪. જરૂર પડે (આહાર વધી જાય ત્યારે) વાપરવું પડે ત્યારે પચ્ચખાણ ન ભાંગે. સુરેન્દ્રનગરમાં સં. ૨૦૧૪ ચાતુર્માસમાં મલય વિ. ને ઓળીનો ઉપવાસ - વરસાદ ચાલું બંધ થતાં જ બધા ઉપડ્યા. મળ્યું તે ભરી લાવ્યા. ૫૫ ઠાણા. ખપાવ્યા પછી પણ બેઝોળી વધી. પૂ. પ્રેમસૂરિ મ.ની આજ્ઞાથી મલય વિ. એવધેલું વાપર્યું. આ પારિઠા'. કહેવાય. આનાથી પચ્ચખાણનભાંગેતબિયત પણ નબગડે. ઉર્દુ, નલેવાથી તબિયત બગડે. આ તો સહાયતા કહેવાય. * જેટલો ઉપયોગ સ્વભાવમાં તેટલી કર્મની નિર્જી. જેટલો ઉપયોગ વિભાવમાં તેટલું કર્મનું બંધન. 380 international ..... કહે કલાપૂર્ણસૂરિ શુભ ઉપયોગ તો શુભકર્મ. શુદ્ઘ ઉપયોગ તો કર્મની નિર્જરા. * સમ્યગ્દષ્ટિનું પ્રથમ લક્ષણ છે ઃ શમ. સૌ પ્રત્યે સમતાભાવ. કોઈને તમે એક જ વાર મારો છો ને તમારા તમે અનંત મરણો નિશ્ચિત કરો છો. કારણ કે તમે બન્ને એક જ છો. બીજાને મારો છો ત્યારે તમે તમારા જ પગમાં કુહાડો મારો છો. મારાથી જેમ મારો પગ જુદો નથી, તેમ જગતના જીવો પણ આપણાથી જુદા નથી. જીવાસ્તિકાયરૂપે આપણે એક છીએ. આત્મા અસંખ્ય પ્રદેશી છે. તેમ જીવાસ્તિકાય અનંત પ્રદેશી છે. જીવાસ્તિકાય એક જ છે. એટલે કે આપણે જીવાસ્તિકાય રૂપે એક જ છીએ. જે આ રીતે એકતા જુએ તે કોઈની હિંસા કઈ રીતે કરી શકે ? તેને બીજાનું દુઃખ, બીજાની પીડા, બીજાનું અપમાન પોતાનું જ લાગે. ‘સતિ નામ તુમેવ, ન મંતવ્યંતિ મતિ ' બીજાને દુઃખ આપીએ છીએ ત્યારે ખરેખર આપણી જાતને જ દુઃખ આપીએ છીએ. એથી ઉલ્ટું, બીજાને સુખ આપીએ છીએ ત્યારે આપણી જાતને જ સુખ આપીએ છીએ. તીર્થંકરો આના ઉત્તમ ઉદાહરણો છે. * નવું નવું નહિ ભણીએ તો ચેતનાનો ઉન્મેષ શી રીતે થશે ? આત્મવિકાસ શી રીતે થશે ? વસ્ત્રો ધોવા, ગોચરી વગેરે જરૂરી લાગે તો આત્મશુદ્ધિના અનુષ્ઠાનો જરૂરી નથી લાગતા? અનુકૂળતામાં જ જીવન પૂરી કરી દઈશું તો આ બધું ક્યારે કરીશું ? આગમો ક્યારે વાંચીશું ? પક્ષ્મિસૂત્રમાં દર ચૌદશે બોલીએ છીએ: ‘“નમિંનિિદગં' તો મિચ્છામિ ક્કડ પણ અહીં ભણે જ કોણ છે ? બધું જ ભણવાનું પૂરું થઈ ગયું ? કાંઈ જ બાકી નથી રહ્યું? બીજાને જે સ્વતુલ્ય જુએ તે જ સાચો દષ્ટા છે. એ રીતે ન જોવું તે મોટો કહે કલાપૂર્ણસૂરિ ... ૩૪૧ અપરાધ છે. એ અપરાધ બીજા કોઈનો નહિ, આપણે જ અપરાધ છે. જ્યાં આત્મતુલ્યદૃષ્ટિથી જીવન જીવાતું રહે છે, ત્યાં સ્વર્ગ ઉતરે છે. જ્યાં આ દૃષ્ટિ નથી ત્યાં નરક છે. ગુજરાતમાં કુમારપાળના પ્રભાવે અહિંસા, આજે પણ કંઈક જળવાઈ રહી છે, જ્યારે બીજે તો બકરા કાપવા કે ચીભડાં કાપવા, સરખું જ લાગે. અને કેટલીયે જગ્યાએ આવા દૃશ્યો જોયા છે. આત્મતુલ્યદૃષ્ટિ ન હોય ત્યાં આવું જ હોય. કર્મના બંધ અને સત્તાકાળ ભયંકર નથી લાગતા, પણ ઉદય ભયંકર છે. ઉદય વખતે તમારું કે મારું કાંઈ નહિ ચાલે, અત્યારે અવસર હાથમાં છે. સત્તામાં પડેલા કર્મોમાં ફેરફાર કરી શકો છો. કર્મબંધનમાં સાવધાની રાખી શકો છો. ઉદય વખતે કાં તો રડો કાં તો સમાધિપૂર્વક સહો. આ બે સિવાય ત્રીજો કોઈ વિકલ્પ નથી. ૭૪૨ ... ..... કહે કલાપૂર્ણસૂરિ શુક્રવાર, ૧-૧૦-૯૯, આ. સુદ-૬, * સાધુ માટે સર્વવિરતિ સામાયિક, જીવનભર સમતા રહી શકે, તેવી જીવન પદ્ધતિ. શ્રાવક માટે દેશવિરતિ સામાયિક, સર્વવિરતિ સામાયિક માટેની પૂર્વભૂમિકા. પણ આ બન્નેનું મૂળ સમ્યત્વ સામાયિક છે. સમ્યકત્વ બધાનો પાયો છે. પાયો મજબૂત તો ઈમારત મજબૂત ‘તમેવ સર્વા નીસંવ નિહિંવેરૂમં ” આવી અતૂટ શ્રદ્ધા સભ્યત્વમાં હોય છે. * હું જે ઔષધિથી નીરોગી બન્યો એ ઔષધિથી બીજા પણ કેમ નીરોગી ન બને ? મેં જે વ્યાધિનું દુઃખ ભોગવ્યું છે, તે દુઃખ બીજા કોઈ ન ભોગવે, એવી વિચારણા ઉત્તમતાની નિશાની છે. જે ડૉક્ટર પાસે કે હૉસ્પીટલમાં જવાથી સારું થયું હોય, તે ડૉક્ટરને તે હૉસ્પીટલની ભલામણો ઘણા કરતા હોય છે. ભગવાન પણ આવા છે. એમને જે ઔષધથી ભવ-રોગ મટ્યો, એ ઔષધ તેઓ આખા જગતમાં વહેંચવા ઈચ્છે છે. આવી પ્રબળ ઈચ્છાથી જ તેમણે તીર્થંકર નામકર્મ બાંધ્યું. જેટલો પુરુષાર્થ પોતાના આત્માને સંસારના કેદખાનામાંથી છોડાવવા કર્યો તેટલો જ પુરુષાર્થ એમણે બીજા જીવોને છોડાવવા ર્યો છે. આથી જ ભગવાન કહે કલાપૂર્ણસૂરિ ........ ••• ૩૪૩ જિન છે, તેમ જાપક પણ છે. તીર્ણ છે તેમ તારક પણ છે. બુદ્ધ છે તેમ બોધક પણ છે. મુક્ત છે તેમ મોચક પણ છે. * આપણી મુશ્કેલી એ છે કે આ સંસાર જેલનથી લાગતો. બધા જ જેલમાં છે. પછી ખરાબ કોનું લાગે? જ્યાં સુધી આ સંસાર (એટલે કે રાગ-દ્વેષ)- જેલ નહિ લાગે ત્યાં સુધી તેમાંથી છુટવાની ઈચ્છા નહિ થાય. જેલને જ મહેલ માને તે ક્યાંથી છુટી શકે? * સાધુ સાધુપણામાં રહેતો એટલો સુખી બને, એટલો આનંદ ભોગવે કે દુનિયાનો કોઈપણ માણસ એની બરાબરી કરી શકે નહિ. માણસ તો ઠીક અનુત્તર વિમાનવાસી દેવો પણ બરાબરી કરી શકે નહિ. એક વર્ષના પર્યાયવાળો મુનિ પણ અનુત્તર દેવોથી અધિક સુખી હોય છે, એમ ભગવતી સૂત્ર કહે છે. આપણને જો આવા આનંદની કોઈઝલક જોવાનમળતી હોયતો આત્મ-નિરીક્ષણ કરવું જોઈએ. ક્યાં ખામી છે? તે શોધી કાઢવું જોઈએ. આપણી ખામીઓ આપણા સિવાય બીજો કોઈનહિશોધી શકે. આપણોખોવાયેલો આનંદ આપણે જ શોધવો પડશે. હક્કની વસ્તુ કોઈ ક્યારેય જતી ન કરે, પણ આપણા હક્કનો આનંદ આપણે જતો કરીએ છીએ. એ માટે કોઈ પ્રયત્ન કરતા નથી. આશ્ચર્ય છેને? * બહિરાત્મભાવમાં એટલા ખૂંપી ગયા છીએ કે એક મિનિટ પણ એમાંથી છૂટી નથી શકતા... અને છતાં આપણે જવું છે મોક્ષમાં? શી રીતે જઈશું મોક્ષમાં? એ માટેની કોઈ સાધના નથી. સાધના નથી, એનું કોઈ દુઃખ પણ નથી. બહિરાત્મભાવ છોડીને અંતરાત્મભાવમાં પણ આપણે આવવા તૈયાર નથી તો પરમાત્મભાવ મેળવવાનો અધિકાર કયા મોઢે કરી શકીએ? ક્યારેય પ્રભુ માટે તડપન જાગી? ક્યારે પ્રભુનો વિરહ લાગ્યો? ૩૪૪ ... ... કહે કલાપૂર્ણસૂરિ વિરહ વિના પ્રભુ કેમ મળે ? આનંદઘનજીના પદો – સ્તવનો વાંચો. વિરહ વેદના છલકાતી દેખાશે. પ્રશ્ન : સંયોગ થયો હોય તો વિરહ લાગે... પણ પ્રભુનો સંયોગ જ ક્યાં થયો છે ? ઉત્તર ઃ આ જ આપણી ભૂલ છે. પ્રભુ તો સદા સાથે છે જ, પણ આપણે કદી તે તરફ જોયું જ નથી. બોલો, ક્યારેય નિર્મળ આનંદ નથી આવ્યો ? આનંદ પ્રભુ વિના શી રીતે આવી શકે ? એ આનંદ મેળવવા કદી તડપન જાગી ? અંધકારમાં રહેલો માણસ ક્યારેક પ્રકાશનું એકાદ કિરણ જુએ તો તેને ફરી મેળવવા અવશ્ય લલચાવાનો ? જેમ પેલો સેવાળમાં રહેલો કાચબો, શારદી પૂનમનો વૈભવ ફરી જોવા લલચાયેલો. * બધા ધોબીઓ તમારી કપડા ધોવાની કળા પાસે હારી જાય, એટલા સફેદ કપડા તમે ધોઈને કરી શકો છો. આ કળા હસ્તગત થઈ ગઈ, પણ આત્મા, જે અનાદિકાળથી મલિન છે, તેની શુદ્ધિ કરવાની કળા હસ્તગત કરવા જેવી છે, તેવું કદી લાગ્યું ? * આયંબિલમાં બે આગાર વધુ : (૧) ઉક્ખિત્ત વિવેગેણં, (૨) પુડુચ્ચમક્ખિએણં કોઈ વખતે એકાસણાના આહાર સાથે આયંબિલનો આહાર આવી જાય તો થોડા સ્પર્શથી દોષ ન લાગે. તેલ કે ઘીવાળા હાથથી રોટલી માટેનો લોટ તૈયાર કરે તો નીવીવાળાને કલ્પે, આયંબિલવાળાને નહિ. આગાર શા માટે ? વ્રતનો ભંગ મોટો દોષ છે. થોડું પણ પાલન ગુણકારી છે. ધર્મમાં ગુરુ-લાઘવ જોઈએ. માટે જ આગારો છે. આગારોમાં આશય એ છે કે કેમેય કરીને પચ્ચક્ખાણનો ભંગ ન થવો જોઈએ. ગુરુ – લાઘવની વિચારણા ન હોય તો વેપાર ન થઈ શકે, તેમ ધર્મ પણ ન થઈ શકે. વેપારમાં કેટલીયેવાર બાંધછોડ કરવી પડે છે, તેમ ધર્મમાં પણ કરવી પડે છે. આપણા વ્રતો ભાંગી ન જાય, માટે જ્ઞાનીઓએ કેવી તકેદારી રાખી છે ? કહે કલાપૂર્ણસૂરિ ૩૪૫ આગાર એટલે અપવાદ. અપવાદનો છૂટથી પ્રયોગ ન કરી શકાય. કોઈ વૈદ્ય કે ડૉક્ટર વગેરે, કોઈ રોગના કારણે કહે કે – હમણાં જ•દવા આપવી પડે તેમ છે. તો ત્યારે પચ્ચક્ખાણ હોવા છતાં દવા આપી શકાય. આ અપવાદ છે. બધામાં સમાધિ મુખ્ય છે. પચ્ચક્ખાણ અભંગ રહે, પણ સમાધિ અભંગ ન રહે તો પચ્ચક્ખાણ શા કામના ? પચ્ચક્ખાણ પણ આખરે સમાધિ માટે છે. આગારનો અર્થ છે ઃ સમાધિ માટે પચ્ચકખાણમાં અપાતી છુટ. પ્રશ્ન ઃ સિંગતેલ વિગઈમાં ગણાય ? ઉત્તર ઃ વિગઈ કોને કહેવાય ? વિકૃતિ પેદા કરે તે વિગઈ ? એ અર્થમાં બધા જ તેલ વિગઈ સમજી લેવા. આખરે આપણી આસક્તિન વધે તેમ કરવાનું છે. આ તેલ વિગઈમાં ન ગણાય, એમ સમજીને વિગઈનો રસ પોષ્યા કરવો, આત્મવંચના ગણાશે. * અપ્રમાદનો અભ્યાસ આ જ જન્મનો છે, પ્રમાદનો અભ્યાસ અનંતા જન્મોનો છે. માટે જ એને જીતવો દુર્જય છે. મદ્ય, નિદ્રા, વિષય, કષાય, નિંદા આદિ પ્રમાદ છે. આ પાંચ મોઢાવાળા પ્રમાદને કેમ ઓળખવો ? કેમ જીતવો ? એને ઓળખવામાં ચૌદપૂર્વીઓ પણ થાપ ખાઈ ગયા છે. પૂર્વના વીર પુરુષોને યુદ્ધમાં પ્રમાણ કરતા તે પહેલા પત્નીઓ વિદાય - તિલક કરતી. યા તો વિજય, ચા તો સ્વર્ગ! આ બે જ વિકલ્પ યોદ્ધા પાસે હેતા. મોક્ષની સાધનામાં પણ આવો સંકલ્પ લઈને નીકળવાનું છે. કાચા પોચાનું અહીં કામ નથી. ૩૪૬ ... કહે કલાપૂર્ણસૂરિ શ્રીમતી રમાબેન હંસરાજ નીસર ખારોઇ (કચ્છ-વાગડ) આયોજિત શાશ્ર્વત ઓળી પ્રસંગે ર્શાના૨, ૧૬-૧૦-૯૯, આ. સુદ પ્રથમ-૭. આત્માના સહજ સ્વરૂપને પામવા જૈનદર્શને ખૂબ જ વિસ્તારથી બતાવ્યું છે. જ્ઞાન-ક્રિયા, રત્નત્રયી, દાનાદિ ૪, અહિંસાદિ ત્રણ, (અહિંસા – સંયમ - તપ) એ બધા મોક્ષ-માર્ગો છે. બધા જ સાચા માર્ગો છે. એક માર્ગની આરાધનામાં બીજી આરાધનાનો સમાવેશ થઈ જ જાય. પ્રકારો જુદા લાગશે, વસ્તુ એક જ છે. દૂધમાંથી કેટલી અલગ-અલગ મીઠાઈઓ બને ? પણ મૂળ વસ્તુ એક જ ને ? તેમ અહીં પણ મૂળ વસ્તુ એક જ ! ત્યાં ભૂખ મટાડવી એ લક્ષ્ય તેમ અહીં વિષય-કષાય મટે, આત્મગુણો વિકસે એ જ લક્ષ્ય. * નવપદનું ધ્યાન કરવાથી શ્રીપાળ – મયણાને આટલું ફળ મળ્યું. એ ધ્યાનપદ્ધતિ નથી અપનાવતા, તેથી મળવો જોઈતો લાભ આપણને મળતો નથી. ધ્યાન માટે મનને નિર્મળ અને સ્થિર બનાવવું પડે. પછી જ તે મન ધ્યાનમાં નિશ્ચલ બની શકે, અનુલીન બની શકે. * અત્યારે દેખાતા પ્રકાશની પાછળ સૂર્ય કારણ છે, તેમ જ્ઞાનનો જે પ્રકાશ આપણી પાસે છે, તેની પાછળ અરિહંતનું કેવળજ્ઞાન કારણ છે. આપણે કોડો રાખવાની જરૂર નથી. ચારે બાજુ જ્ઞાનાવરણીયોના પર્વતોમાં આપણે ઘેરાયેલા છીએ, અંધારું છે. એમાં થોડોક પ્રકાશ મળી જાય તો અભિમાન શાનો ? આપણા કારણે પ્રકાશ નથી આવ્યો, સૂર્યના કારણે આવ્યો છે. કહે કલાપૂર્ણસૂરિ ..... ૩૪૭ જ્ઞાન સૂર્ય છે. સૂર્યથી તેજસ્વી બીજી વસ્તુ આપણને દેખાતી નથી, માટે જ્ઞાનને સૂર્યની ઉપમા આપી છે. ખરેખર તો જ્ઞાન અસંખ્ય સૂર્યોથી પણ વધુ દેદીપ્યમાન છે. * ‘મારૂક્વેસુ હિયં પચાસરા 'ભગવાનનું મુખ-મંડલ એટલું તેજસ્વી હોય છે કે જોઈ ન શકાય, ભામંડળ એ તેજને શોષી લે છે, જેથી જોઈ શકાય. આવા ભગવાન દેશના આપતા હશે ત્યારે કેવા શોભતા હશે? તમે પ્રભાવના કરો ત્યારે સૌને આપો ને?કે નાના-મોટાનો ભેદ રાખો? ભગવાન પણ કોઈ ભેદ-ભાવ વિના સોને જ્ઞાન-પ્રકાશ આપે છે. મલયગિરિજીએ ટીકામાં લખ્યું છે: યોગ-ક્ષેમ કરવું એ જ પ્રભુનું કાર્ય છે. સમવસરણમાં ઘણા જીવો માત્ર ચમત્કાર ઐશ્વર્ય અને સમૃદ્ધિ જોવા જ આવે. તેઓ પ્રશંસાના બે શબ્દો કહે તો એના હૃદયમાં ધર્મ-બીજ પડી ગયું, સમજો. અત્યારે ઘણા આડંબર – આડંબર કહીને ધર્મને વગોવે છે, પણ દુકાનમાં આડંબર નથી કરાતો? ભગવાનને કેગુરુને આડેબરની જરૂર નથી, તેઓ કરતા પણ નથી, પણ ટ્વોકરેછે, ગુરૂમાટે ભક્તો કરે છે. ધૂમ-ધામથીનગર- પ્રવેશથાય ત્યારે શું પ્રભાવ પડે, જાણો છો? ઉજ્જૈનમાં સં. ૨૦૩૮માં પ્રવેશ થયેલો ત્યારે મોટા-મોટા મીનીસ્ટરો આવીને પૂછે શું જેનોનો કોઈ કુંભ મેળો છે * રોડનંત સંત પ્રમોદ્ર પ્રધાન !' અનંત આનંદનું મૂળ એક માત્ર નવપદ છે, નવપદમાં પણ અરિહંત છે. * ભગવાન ધર્મ દેશના આપે છે, માત્ર હિતબુદ્ધિથી. ધર્મ વિના હિતકર કાંઈ જ નથી. ધર્મ બકાત કરો. હિતકર કાંઈ નહિ બચે. ધર્મનો તમે સ્વીકાર કરો છો, એટલે ભગવાનને તમારા સાથી બનાવો છો. કેવા છે ભગવાન? અષ્ટપ્રાતિહાર્યથી શોભતા. દેવેન્દ્રોથી પૂજાતા, જગતના નાથ, જગતના સાર્થવાહ, આમ જેટલી ઉપમા આપીએ, તેટલી ઓછી છે. ભગવાનના કલ્યાણકોમાં નારકીના જીવો પણ અજવાળું પામે, ક્ષણભર સુખ પામે. માત્ર દેશના સાંભળે તે જ સુખ પામે તેવું નથી. ભગવાન એક-એક પ્રહર બબ્બે વાર દેશના આપે, છતાં શક્તિમાં કોઈ ન્યૂનતા નહિ. દેશનામાં અમૃતની વૃષ્ટિ કરે. પુષ્પરાવર્ત - મેઘની જેમ ભગવાન દેશના વરસાવે. ૭૪૮ . .... કહે કલાપૂર્ણસૂરિ સૂર્યના પ્રકાશથી ઘુવડ વંચિત રહે, બીજું તો કોણ રહે ? ભગવાનની આ દેશનાથી મિથ્યાત્વી આદિ વંચિત રહે, બીજું કોણ રહે ? આ દેશના આજે પણ આગમરૂપે સચવાયેલી છે. જિનાગમો એટલે ટેપ જ સમજી લો. ટેપ કરનારા હતા ઃ ગણધર ભગવંતો...! આજે પણ આગમ વાંચતાં એમ થાય ઃ સાક્ષાત્ ભગવાન બોલી રહ્યા છે. પાવર હાઉસમાંથી વાયર દ્વારા જેમ ઘરમાં પ્રકાશ આવે, પાણીની ટાંકીમાંથી પાઈપ દ્વારા જેમ ઘરમાં પાણી આવે, તેમ પ્રભુનું નામ, મૂર્તિ, આગમ – એ બધા વાયર અને પાઈપ જેવા વાહકો છે. જે ભગવાનને આપણા સુધી પહોંચાડે છે. ચિંતન કરો ને પ્રભુનો હૃદયમાં સંચાર થાય છે. * ગાયો નિર્ભય થઈને ચરે. કેમ કે તે જાણે છે ઃ અમારો રક્ષક ગોવાળ અહીં જ છે. ભગવાન પણ મહાગોપ છે. આપણે ગાય બનીને જઈએ એટલે કે ગાયની જેમ દીન-હીન બનીને ભગવાનનું શરણું લઈએ તો ભગવાન રક્ષક બને. આપણો ભય ટળી જાય. છ કાય રૂપી ગાયોના ભગવાન રક્ષક છે, માટે જ તેઓ મહાગોપ કહેવાયા છે. * ભગવાન મહામાણ છે, મહાન અહિંસક છે. કુમારપાળ ભલે મહાન અહિંસક બન્યા, પણ ઉપદેશ કોનો ? ગુરુ દ્વારા ભગવાનનો જ ને ? * ભગવાન નિર્યામક છે. ‘‘તપ – જપ મોહ મા તોફાને, નાવ ન ચાલે માને રે...’’ જ્યારે સાધનાની નાવ ડૂબતી લાગે, ત્યારે ભગવાન નિર્યામક બનીને બચાવે છે. ખલાસીની ભૂલ થઈ શકે, નાવ ડૂબી શકે, પણ ભગવાનનું શરણું લેનાર ડૂબ્યો હોય, એવું હજુ સુધી બન્યું નથી. ભગવાન જગતના સાર્થવાહ છે. મુક્તિપુરી – સંઘના સાર્થવાહ ! આ સંઘમાં દાખલ થઈ જાવ, એટલે મુક્તિમાં લઈ જવાની જવાબદારી ભગવાનની ‘‘ભો ભો પ્રમાદમવય ભજમેનમ્ !’’ ઓ ભવ્યો ! પ્રમાદ ખંખેરી તમે એને સેવો – એમ દેવ-દ્વંદુભિ કહી રહી છે. આ વ્યવહારથી પ્રભુનું સ્વરૂપ થયું. નિશ્ચયથી ભગવાનનું સ્વરૂપ કેવું ? તે અવસરે જોઈશું. કલાપૂર્ણસૂરિ ... ૩૪૯ દ્વવાર, ૧૭-૧૦-૯૯, આ. સુદ-ઠે. ૭. દ્વાદશાંગીનો સાર ધ્યાન યોગ છે. મૂળ-ઉત્તર ગુણ ધ્યાનયોગની સિદ્ધિ માટે છે, એમ સિદ્ધર્ષિગણિએ ઉપમિતિમાં કહ્યું છે. - શ્રેણિ વખતે પ્રબળ ધ્યાન શક્તિ હોય છે, તે પોતાની મેળે આવશે, એમ માનીને બેસી જઈએ તો મરુદેવીની જેમ કાંઈ બધાને એ શ્રેણિ મળી જતી નથી. ધ્યાન બે રીતે સિદ્ધ થાયઃ અભ્યાસથી અને સહજતાથી અભ્યાસથી થતા ધ્યાનને “કરણ' કહેવાય અને સહજતાથી થતા ધ્યાનને “ભવન' કહેવાય. શાશ્વતી ઓળીમાં સિદ્ધચક્ર યંત્રનું ધ્યાન કરવું જોઈએ. શરીરના ૧૦ સ્થાનમાંથી કોઈપણ સ્થાને ધ્યાન કરી શકાય. પૂર્વે એ રીતે ધ્યાન કરતું. સિરિ સિરિવાલ કહામાં સિદ્ધચક્રનું ધ્યાન સંપૂર્ણપણે બતાવ્યું છે. આ વિશ્વમાં નવપદ જેવું કોઈ આલંબન નથી. જેટલા ધ્યાનના આલંબન છે, તેમાં નવપદની તોલે કોઈ ન આવે. માત્ર નામ લો, તો પણ કર્મ ખપે, ધ્યાન ધરો તો પૂછવું જ શું? ધ્યાન-વિચારમાં પદ ધ્યાન પંચ પરમેષ્ઠીનું ધ્યાન અને પરમપદ ધ્યાન પોતાના આત્મામાં જ પંચ પરમેષ્ઠી જોવાતે, એ રીતે જણાવાયું ૩૫૦ ... ..... કહે કલાપૂર્ણસૂરિ 9. લાખોપતિની સંપત્તિના ધ્યાનથી કે દર્શનથી તમને એકેય રૂપિયો તો ન મળે, પણ કર્મ ચોટે. શેઠ ને સામંતો પ્રતિ તમને પ્રાતીત્યકી ક્રિયા લાગે, જ્યારે નવપદના ધ્યાનથી આત્મામાં જ તે ઋદ્ધિ પ્રગટ થવા માંડે છે. જ કોઈપણ કાર્યમાં છેવટનું લક્ષ્ય આ જ હોય છે ઃ આના જેવો હું કેમ બન્યું ? નવપદના ધ્યાનમાં આ જ લક્ષ્ય હોવું જોઈએ. શેઠને ત્યાં નોકરી કરતો નોકર ‘હું શેઠ બનું’ એવી ભાવના ધરાવે, તેમ અહીં પણ હું એના જેવો ક્યારે બનું ? તેવી ભાવના હોવી જોઈએ. * ભગવાને ધર્મને વશ ર્યો છે. જેમ ઘોડેસવાર ઘોડો વશ કરે એને જોતાં જ ઘોડો સીધો ચાલવા લાગે. ધર્મને પણ ભગવાને એ રીતે પોતાને વશ કર્યો છે. ભગવાન વિના તમે ક્યાંયથી ધર્મ મેળવી શકો નહિ. ભગવાનનો આત્મા એટલે શુદ્ધ આત્મદ્રવ્ય. દ્રવ્ય કદી ગુણથી જુદું ન હોય, જેમ વસ્ત્ર કદી તંતુ – રૂપ વગેરેથી જુદું નથી હોતું. આત્મદ્રવ્યનો ગુણ ચેતના છે. જાણવું, જોવું એનો ગુણ છે. એ સ્વ-પર પ્રકાશક છે. : સચરાચર જાણવા છતાં આશ્ચર્ય છે ઃ ભગવાનને જાણવાની કોઈ ઉત્સુક્તા નથી હોતી, પરમ ઔદાસીન્સમાં તેઓ સ્થિત હોય છે. કેવળજ્ઞાનની પહેલા જ પરમ ઉદાસીનતા ૧૨મા ગુણઠાણે આવી જતી હોય છે. વીતરાગતા આવે પછી જ સર્વજ્ઞતા આવે. કોઈપણ શક્તિ કે લબ્ધિ, જ્યાં સુધી તેનો પ્રયોગ કરીને બીજાને પ્રભાવિત કરવાની ઈચ્છા હોય છે, ત્યાં સુધી મળતી નથી. સર્વજ્ઞતાની પૂર્વ શરત વીતરાગતા છે. પર્યાયના બે પ્રકાર ઃ (૧) પ્રવર્તન ઃ કાર્ય-સ્વરૂપ. (૨) સામર્થ્યઃ શક્તિ-સ્વરૂપ. સત્પર્યાય (છતી પર્યાય) દા.ત. દોરડું... જેનાથી હાથી બાંધી શકાય કે મોટી શિલાઓ ચડાવી શકાય. એ જેટલા તંતુઓથી બનેલું હોય તેટલું જાડું હોય. એ જાડાઈ સામર્થ્ય પર્યાય છે. પણ દોરડું કાંઈ રાખી મૂકવા માટે ન બનાવાય, એના દ્વારા શિલા વગેરે ચડાવાય કે હાથી બંધાય. આવા કાર્યો વખતે પ્રવર્તન પર્યાય હોય. છતી પર્યાય જે જ્ઞાનની, તે તો નવિ બદલાય; કહે કલાપૂર્ણસૂરિ ૩૫૧. શેયની નવી નવી વર્તનાર સમયમાં સર્વ સમાય...” અહીં “છતી પર્યાય એટલે “શક્તિ પર્યાય....” પ્રભુના શુદ્ધ દ્રવ્ય-પર્યાયના ધ્યાનથી આપણામાં પ્રભુના ગુણો આવે. જેમ દર્પણની સામે ઉભા રહેતા જ તમારું પ્રતિબિંબ પડે છે. આપણું મન પણ દર્પણ છે. પ્રભુ સામે ઊભા રહો, પ્રભુનું ધ્યાન ધરો. એમના ગુણો આપણામાં સંક્રાન્ત થશે. આખી દુનિયાનો કચરો સંઘરવા આપણે તૈયાર છીએ, પણ પ્રભુના ગુણો લેવા તૈયાર નથી! * ધ્યાન પદ્ધતિ:(૧) પ્રભુના ગુણો ચિંતવવા. (૨) પ્રભુ સાથે સારશ્ય ચિંતવવું. (૩) પ્રભુ સાથે અભેદ ચિંતવવો. આ સાધનાનો ક્રમ છે. આમ ન કરીએ તો શરીર સાથેનો આપણો અભેદ નહિ ટળે. શરીરનો અભેદ અનાદિકાળથી છે, અનંત જન્મોના સંસ્કાર છે. શરીર સાથેના ભેદની વાત અને પ્રભુ સાથેના અભેદની વાત, આપણા જીવે કદી સાંભળી જ નથી. પછી મગજમાં ક્યાંથી ઊતરે? આ ધ્યાન પણ વ્યવહારમાં નિષ્ણાત બન્યા પછી જ લાગુ પડે. નહિ તો કાનજી મતના અનુયાયીઓ જેવી હાલત થાય, ક્રિયાકાંડ છુટી જાય. ધ્યાન વિચારમાંના બારેય પરમ ધ્યાન સંપૂર્ણ નિશ્ચય લક્ષી છે. પોતાના આત્માની સાથે જોડનારા છે. સિદ્ધઃ અરૂપી ધ્યાનમાં સિદ્ધોનું ધ્યાન ધરવાનું છે. 'सिद्धाणमाणंद-रमालयाणं' સિદ્ધો અનંત છે, અનંત ચતુષ્કવાળા છે. આપણી ભાવિ સ્થિતિ કેવી? સિદ્ધ એટલે આપણી ભાવિ સ્થિતિ. કોઈ જોષીને પૂછવાની જરૂર નથી. જો » કહે કલાપૂર્ણસૂરિ ૭૫૨ ..... આપણને ધર્મ ગમે છે તો આ જ આપણું ભવિષ્ય છે. વખતચંદ ભાઈને ઘણા પૂછે ક્યારે સંઘ કાઢવાના છો? ક્યારે ઉપધાન કરાવવાના છો? હું તમને પૂછું છું ક્યારે સિદ્ધ બનવાના? જન્મ - જરાદિમાંથી મુક્ત થવાનો સિદ્ધિગતિમાં જવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. આ જન્મમાં જો સાધનાન કરી તો આગામી જન્મ આવો મળી જશે, એવા ભ્રમમાં નહિ રહેતા. અહીં તમારા મામા-કાકાનું રાજ નથી. અત્યારે શાંત ગુરુ મળ્યા છે તો પણ નથી કરતા. તો કડક ગુરુમળશે ત્યારે શી રીતે કરી શકશો? અત્યારે મળેલી દેવ-ગુરુ આદિની સામગ્રીનો જેવો ઉપયોગ કરશો, તે મુજબ જ આગળની સામગ્રી મળશે. અત્યારે મન-વચન આદિ શક્તિઓનો જેવો ઉપયોગ કરશો તે પ્રમાણે જ આગળ શક્તિઓ આપણને મળશે. મારી પોતાની મદ્રાસમાં એવી સ્થિતિ થઈ ગયેલી કે મુહપત્તીના બોલ યાદન આવે, પટ્ટ વખતે મોટી શાંતિ ભૂલી જાઉં, આ જન્મમાં પણ શરીર આવો દગો આપી શકે તો આગામી જન્મોમાં તો શું થશે? તેની કલ્પના તો કરો. કેટલીક વખત તો હું કોઈને માંગલિક સંભળાવવા જવા તૈયાર થાઉં ને સમાચાર મળેઃ પેલા ભાઈ ગયા. જીવનનો શો ભરોસો છે? પરપોટો છે આ જીવન...! પરપોટાને ફૂટતાં વારશી...? પરપોટા ફૂટે એ નહિ, એટલે એ જ નવાઈ છે. માટે જ કહું છું જલ્દી સાધના કરી લો. જીવન અલ્પ છે. ક્ષણે-ક્ષણે આયુષ્ય ઘટી રહ્યું આ જીવનમાં દોષોને હાંકી કાઢો. કૂતરા ને, જો તે ન જાય તો લાકડીથી કેવા હાંકી કાઢો છો? તે જ રીતે દોષોને કાઢો. એ જ ખરી સાધના છે. આ સાધના આ જીવનમાં નહિ કરો તો ક્યારે કરશો? * અંત સમયે સિદ્ધ થનાર જીવની બે તૃતીયાંશ અવગાહના રહે. ત્રણ હાથની કાયા હોય તો બે હાથ રહે. કહે કલાપૂર્ણસૂરિ .... ... ૩૫૩ સિદ્ધ ભગવંત વર્ણ, ગંધ, રસાદિથી રહિત હોય. સદા આનંદ, અવ્યાબાધ સુખમાં મગ્ન હોય, પરમ જ્યોતિરૂપ હોય. એક સિદ્ધો જે અવગાહનામાં હોય, તેટલી જ અવગાહનામાં અનંત હોય. ફરી તેઓ આ સંસારમાં આવવાના નથી. સાદિ અનંત કાળની તેમની સ્થિતિ છે. પોતાની આત્મ – સંપત્તિના રાજા છે. તેમની બધી જ શક્તિ પૂર્ણપણે વ્યક્તિરૂપ બની છે, એ જ શક્તિ આપણામાં પણ છે, પણ વ્યક્તિ નથી. સિદ્ધમાં વ્યક્તિ છે. વ્યક્તિ એટલે પ્રગટ. સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, વગેરે અંગે અવસરે સમજાવીશું પણ અત્યારે એટલું સમજી લઈએ કે સ્વક્ષેત્રાદિની વિચારણાંથી મોહરાજાનો ૯૯% ભય ઓછો થઈ જાય. કેમ ? ભગવાને કહ્યું છે ઃ સર્વ પદાર્થો સ્વ રૂપે છે જ, પર રૂપે નથી જ, આટલી વાત નિશ્ચિત થઈ જાય પછી ભય શાનો? : ભગવતી સૂત્રમાં કહ્યું છે अथित्ते अत्थित्तं परिणमइ । नत्थित्ते नत्थित्तं परिणमइ । બધા દ્રવ્યો પોતાની મર્યાદામાં જ રહે. પુદ્ગલ ભલે આપણને વળગેલું છે, પણ પુદ્ગલ સાથે ભેળ-સેળ કદી ન થાય. આત્મા પુદ્ગલ ન બને, પુદ્ગલ આત્મા ન બને. આ વાત સમજતા નથી માટે જ ભયભીત છીએ. આ વાત આપણે હવે નહિ સમજીએ તો ક્યારે સમજીશું ? ક્યાં સુધી તત્ત્વજ્ઞાનથી હીન રહીશું. દ્રવ્યક્રિયારુચિ જીવડા રે, ભાવ ધર્મ રુચિ હીન ? ઉપદેશક પણ તેવા રે, શું કરે લોક નવીન ? – પૂ. દેવચન્દ્રજી. શું કરીએ ? કાળ જ એવો છે, એમ કાળ પર પણ દોષ ન આપો. એ આત્મવેંચના હશે ! ૩૫૪ ... કહે કલાપૂર્ણસૂરિ સોમવાર, ૧૮-૧૦-૯૯, આ. સુદ – ૮. સિદ્ધચક્રની આરાધના પરમપદ આપે છે. કેમકે નવ-પદો સ્વયં પરમપદ છે. * ધ્યાન વિચારમાં સાત પ્રકારની ચિંતામાં... ૧લી તત્ત્વ ચિન્તામાં જીવાદિ તત્ત્વ ચિન્તા આવે છે. પરમ તત્ત્વચિન્તામાં પંચ પરમેષ્ઠી ભગવંતો આવે છે. * તીર્થકરો પણ આ નવપદોનું સંપૂર્ણ વર્ણન કરી શકે નહિ. કેમકે વાણી પરિમિત છે. એમના ગુણો અપરિમિત છે. * ધ્યાન, અભ્યાસ – સાધ્ય કરતાં કૃપા-સાધ્ય વધુ છે. જેમનું પ્રભુમાં ધ્યાન લાગી જાય, તેણે પ્રભુની કૃપા સમજવી. * સ્થૂલદષ્ટિએ સિદ્ધો સિદ્ધશિલા પર છે. નિશ્ચયથી સિદ્ધો પોતાના આત્મામાં રહેલા છે. આઠેય કર્મ હટી જવાથી તેઓ અવ્યાબાધ સુખમાં લીન છે. સંસારી જીવોને એકલું દુઃખ છે. કારણ કે જ્ઞાનીઓની નજરે સાતા (સુખ) પણ દુઃખ જ છે. સાતામાં જણાતું સુખ પરિણામે તો દુઃખરૂપ જ છે. દુઃખ વખતે એમ નથી થતું આવુંદુઃખ વારંવાર મળો. પણ સુખ વખતે એમ થાય છે. આ સુખ કદી ન જાય, હંમેશ રહે. આવી વૃત્તિથી આસક્તિ વધે છે. આસક્તિસ્વયંદુઃખરૂપ છે. જ્યારે સિદ્ધોમાં કહે કલાપૂર્ણસૂરિ ... •.. ૩૫૫ આવી આસક્તિ નથી. * સિદ્ધો સ્વદ્રવ્ય, સ્વક્ષેત્રાદિમાં સ્થિત થઈ ગયા છે. આપણા આત્મામાં અસ્તિત્વ છે. આપણા આત્મામાં નાસ્તિત્વ છે. આપણો આત્મા નિત્ય છે. આપણો આત્મા અનિત્ય પણ છે. આપણો આત્મા સત્ પણ છે. આપણો આત્મા અસત્ છે. આનું નામ જ સ્યાદ્વાદ છે. સ્વદ્રવ્ય - સ્વક્ષેત્રાદિની અપેક્ષાએ અસ્તિત્વ છે. પર વ્યાદિની અપેક્ષાએ નાસ્તિત્વ છે. દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે. પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે. એક આગમિક શ્લોક છે, જે દેવચન્દ્રજી મ.ના ટબ્બામાં છે. “दव्वं गुणसमुदाओ अवगाहो खित्तं वट्टणा कालो । TUITMયવિ માવો, તો વલ્થધHોરિ II” આ ચારની પરિણતિ તે વસ્તુનો સ્વભાવ છે. દ્રવ્ય.... ગુણ સમુદાય. ક્ષેત્ર...સ્વ અવગાહના. કાળ... વર્તના લક્ષણરૂપ. ભાવ....... ગુણ પર્યાયનું પ્રવર્તન. આ વિચારધારાથી મૃત્યુ આદિના સંકટ સમયે પણ સમાધિ છે. મારી પાસે મારું છે જ. શું હતું, જે નષ્ટ થયું? મારું હતું તે મારી પાસે છે જ. જે મારું નથી તે ભલે જાય, આવી વિચારધારાના બીજ આમાં પડેલા છે. * પાણી તરસ મટાડવાનું બંધ ન કરે તેમ આપણો આત્મા પણ પોતાનો સ્વભાવ ન છોડે. પાણીની જગ્યાએ બીજું કાંઈ ચાલે? તેલ પીવાય? અગ્નિ ઉખણતા છોડી દે તો? ૩૫૬ ... ...... કહે કલાપૂર્ણસૂરિ જગતના કોઈ પદાર્થો પોતાનો સ્વભાવ બદલતા નથી. ચંદન શીતલતા ઉપજાવે, અગ્નિતે શીત મીટાવે; સેવકના તિમ દુઃખ ગમાવે, પ્રભુ-ગુણ પ્રેમ સ્વભાવે...” પ્રભુનો સ્વભાવ છે આ. એ ન બદલાય. સહાયતા, સાધના, સહનશીલતા – આ સાધુનો સ્વભાવ છે. એ કેમ જાય? જાય તો સાધુતા શી રીતે રહે? * જીવદળ પત્થર છે. ગુરુ શિલ્પી છે. વેસ્ટ ભાગ શિલ્પી દૂર કરે એટલે પત્થર પ્રતિમા બને. તેમ વિભાવદશા દૂર થતાં આત્મા પરમાત્મા બને. ઘરમાં સ્વચ્છતા શી રીતે આવે ? બહારથી સ્વચ્છતા લાવવી નથી પડતી. એ તો અંદર છે જ. માત્ર તમે કચરો કાઢો એટલે સ્વચ્છતા હાજર. આત્મામાંથી કર્મનો કચરો કાઢો એટલે પરમાત્મા હાજર....! છાપાં, T.V. ઈત્યાદિ તમને કચરો નથી લાગતો? જુનો કચરો તો છે જ. ફરી નવો કચરો શા માટે નાખવો? આત્માને શુદ્ધ બનાવો, કચરો દૂર કરો એટલે સિદ્ધ હાજર. આપણને ભલે આપણી સિદ્ધતાનદેખાય, પણ પ્રભુ આપણી સ્વચ્છતા, આપણી સિદ્ધતા જોઈ રહ્યા છે. પ્રભુ કહે છે તું શા માટે ગભરાય છે? તારી સિદ્ધતા હું મારા જ્ઞાનથી જોઈ રહ્યો છું ને? તું માત્ર પ્રયત્ન કર. * વિષયોનું ધ્યાન સહજ છે, પ્રભુનું ધ્યાન કદી નથી કર્યું. એ માટે પ્રયત્ન કરવો જેટલા સિદ્ધ થયા છે, તે બધા જ અહીંથી જ ત્યાં ગયા છે. આ મનુષ્યલોક સિવાય બીજે ક્યાંયથી ત્યાં જવાય તેમ નથી. ત્યાં જવાની શરત એટલીઃ કર્મનો અંશ પણ ન જોઈએ. કર્મનો એક અણુ પણન ચાલે. બોજવાળાનું ત્યાં કામ નથી. તમે જે ક્ષણે કર્મનો કચરો કાઢો તે જ ક્ષણે (બીજો સમય પણ નહિ. સમય- પએરંતર અણફરસે...') ઉપર જઈને વસો. કહે કલાપૂર્ણસૂરિ ..... ... ૩૫૭ આત્મા કર્મમુક્ત બની ઉપર કઈ રીતે જાય છે ? તે જણાવવા ૪ દૃષ્ટાંતો બતાવ્યા છે. (૧) પૂર્વપ્રયોગ ઃ કુંભારનો ચાકડો દંડથી હલાવ્યા પછી પોતાની મેળે થોડીવાર ફરતો એ છે તેમ સિદ્ધો અહીંથી કર્મમુકત બન્યા પછી ઉપર જાય છે. કર્મમુક્ત થવું એ જ એક પ્રકારનો ધક્કો છે, પૂર્વપ્રયોગ છે. (૨) ગતિ પરિણામ : જીવનો સ્વભાવ છે ઉપર જવાનો. જેમ અગ્નિનો ઉપર જવાનો સ્વભાવ છે. (૩) બંધન છેદ ઃ એરંડાનું ફળ પાકતાં જેમ ઉપર જાય તેમ કર્મમુક્ત થતાં જીવ ઉપર : જાય. (૪) અસંગઃ માટીના સંગવાળી (લેપવાળી) તુંબડી ડૂબે, પણ માટીનો લેપ નીકળી જાય તો પાણીની સપાટી પર આવી જાય, તેમ કર્મનો લેપ નીકળતાં જીવ ઉપર જાય. * સિદ્ધોનું સુખ કેવું ? ઉપમા ન આપી શકાય તેવું. જન્મથી જ જંગલમાં રહેનારો ભીલ, શહેરમાં રાજાનું સુખ માણી આવે ને પાછો ઘેર આવે તો તે કેવી રીતે વર્ણવી શકે? એવી જ દશા શાનીઓની હોય છે. જાણે, પણ બોલી શકે નહિ. આવા સિદ્ધોની ઝલક ધ્યાનદશામાં યોગીઓ ક્યારેક જોઈ લે છે. એ સિદ્ધોનું ધ્યાન થવાથી આપણને સમાધિ લાગે છે. અરિહંતનું ધ્યાન અરિહંત બનાવે તેમ સિદ્ધનું ધ્યાન સિદ્ધ બનાવે છે. આવા સિદ્ધોનું ધ્યાન શી રીતે થઈ શકે ? એમના ગુણોનું, પ્રતિમાનું, ‘નમો સિદ્ધાણં’ એવા પદોનું આલંબન લેવાથી થઇ શકે. ધ્યાતા ધ્યેય ધ્યાન જ્ઞાતા જ્ઞેય જ્ઞાન સાધક સાધ્ય સાધન ઉપાસક ઉપાસ્ય ઉપાસના આ ત્રણેયનું એકીકરણ સમાપત્તિ છે. * નવપદો અંગે જેટલી આજે કૃતિઓ મળે છે, એ કૃતિઓ, એમણે ધ્યાનથી અનુભૂતિ કરીને બનાવેલી છે. ‘બનાવેલી છે.’ એમ કહીએ તે કરતાં ‘બની ગઈ છે.’ ૩૫૮ ... કહે કલાપૂર્ણસૂરિ એમ કહેવુંઠીકપડશે. એમના શબ્દોથી એમની સાધના જણાય છે. - આચાર્ય પદ - “નમું સૂરિરાજા સદા તત્ત્વ તાજા, જિનેન્દ્રાગમે પ્રૌઢ સામ્રાજ્ય ભાજા; પવર્ગવર્ગિતગુણે શોભમાના, પંચાચાને પાલવે સાવધાના...” સૂર્યનો ઉદય થતાં ચન્દ્રાદિનું તેજ ઝાંખું પડી જાય છે. જ્યોતિષમાં પણ રવિયોગ પ્રબળ હોય ત્યારે બીજા યોગો નબળા પડી જાય છે. શાસનમાં સૂરિ ભગવંત પ્રભાવક બને છે ત્યારે અન્યદર્શનીઓ ઝાંખા બની જાય છે. નમું સૂરિરાજા, સદા તત્ત્વ તાજા, એમની પાસે નવું-નવું તત્ત્વજ્ઞાન ઝર્યા જ કરે. આથી ‘તત્ત્વ તાજા કહ્યું. ફલોદીમાં પૂ.લબ્ધિસૂરિ મ. નું ચાતુર્માસ. ફુલચંદજી ઝાળક ખૂબ જ તત્વપ્રેમી. વિદ્વાનોને વિદ્વદ્ગોષ્ઠી ગમે. આચાર્યશ્રી પાસે તેઓ રાત્રે ગૂઢ પ્રશ્નો કરે. અમે પૌષધમાં હોઈએ ત્યારે ઘણીવાર સાંભળીએ. રાત્રે ૧૨ પણ વાગી જાય. તત્ત્વની વાતોમાં રાત વીતી જાય. આચાર્ય આવા તત્ત્વ-તાજા' હોય. * આચાર્યમાં ગુણ કેટલા? “ષટ્વર્ગ – વર્ગિત'. એટલે? ૬ નો વર્ગ - ૩૬.૬ x ૬ = ૩૬. ૩૬ નો વર્ગ – ૧૨૯૬. ૩૬ X ૩૬ = ૧૨૯૬. આટલા ગુણો આચાર્યના હોય. સાવધાન થઈને પંચાચાર પાળનારા હોય. ૧૦વર્ષની ઉંમરથી (ઠ હૈદ્રાબાદથી) હુઆ (નવપદની) પૂજાની ઢાળો ગાઉં છું. આજે પણ એટલો જ રસ પડે છે. દિન-પ્રતિદિન નવા-નવા અર્થોનીકળતા લાગે. આ ચીજ મારે ભાવિત બનાવવી છે. જે છે તે આમાં છે. આમાં છે તે ક્યાંય નથી. આ ઢાળો પાકી કરવા જેવી છે, યાદ રાખવા જેવી છે. આપણા આચાર્ય, ઉપાધ્યાય વગેરે કેવા હોય? તેનું સ્વરૂપ તો જાણીએ. જાણીશું તો તેવા બનવાની ઈચ્છા થશે, તેમના ગુણો મેળવવાની ઇચ્છા થશે. જ્ઞાન - દર્શનાદિનું સ્વરૂપ જાણીશું તો તે અપનાવવાનું મન થશે. કહે કલાપૂર્ણસૂરિ ... ૩૫૯ મંગળવાર, ૧૯-૧૦-૯૯, શા. સુદ-૯. * આપણે સાધક બનવું હોય તો આ ત્રણ (આચાર્ય, ઉપાધ્યાય, સાધુ) માંથી કોઈપણ એકના ગુણો મેળવી લઈએ તો કામ થઈ જાય. અરિહંત - સિદ્ધ સાધ્ય છે. આચાર્ય, ઉપાધ્યાય, સાધુ સાધક છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ સાધન છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપની પરાકાષ્ઠા સૂરિમાં છે. આચાર્ય ‘તત્ત્વતાજા' કહેવાયા છે. પુનરાવર્તનના પ્રભાવથી એમનું તત્વ તાજું જ રહે છે. ઉપાધ્યાય આદિ સૌને તેઓ ભણાવે છે. ખરેખર તો બીજાને ભણાવવું એટલેજસ્વયંભણવું. એથી આગળ વધીને જીવનમાં આવી જાય તે જ સાચું જ્ઞાન કહેવાય. આચાર્યદ્રવ્ય, ક્ષેત્ર, કાળને અનુરૂપ દેશના આપે છે. દ્રવ્યથી વ્યક્તિ. ક્ષેત્રથી દેશ. કાળથી સમય. ભાવથી શ્રોતાના ભાવો જોઈને દેશના આપે. આચાર્ય “શુદ્ધ જલ્પા' કહેવાયા છે. એટલે શાસ્ત્રાનુસારી બોલનારા કહેવાયા છે. ભમરો પુષ્પ-રસ પીએ તેમ આચાર્ય પરમાનંદનો રસ પીએ છે, આથી જ તેઓ તાજા છે. આચાર્યસાધ્યમાં અત્યંત એકનિષ્ઠ હોય છે. ગમે તેવા વિદનોમાં પણ ધ્યેય-નિષ્ઠા છોડતા નથી. * જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપમાં જેમ-જેમ વીર્ય ફોરવીએ તેમ તેમ આપણું વીર્ય ૩૬૦ ... .... કહે કલાપૂર્ણસૂરિ www.jainelibrary.od વધે, ઘટે નહિ. ચાલવાથી કદી પગ ટૂંકા થયા? આજ સુધી કેટલા કિલોમીટર ચાલ્યા? પગ ટૂંકા થયા? આંખથી કેટલું જોયું? આંખટૂંકી થઇ? ગમે તેટલું કરો શક્તિ ઘટશે નહિ, પ્રત્યુત વધશે. ઉલ્લુ કામ નહિ કરો તો શક્તિ ઘટશે. ફૂલો ચૂંટવાનું બંધ કરો. કૂવામાંથી પાણી લેવાનું બંધ કરો... ગાય દોહવાનું બંધ કરો. શું થશે..? એ આપવાનું બંધ કરી દેશે. કામ કરવાનું બંધ કરો. તમે કટાઈ જશો. ઘણા દાનવીરો કહે છે : “આપવાથી સંપત્તિ વધતી જ જાય છે. આ અમારો અનુભવ છે. એટલે જ અમે આપતા જ રહીએ છીએ...” આ વિનિયોગનો આનંદ છે. “વર છત્રીશ ગુણે કરી સોહે, યુગપ્રધાન મન મોહે; જગ બોહેન રહે ખિણ કોહે, સૂરિ નમું તે જો.” યુગપ્રધાન સ્વરૂપ આચાર્ય ૩૬ ગુણથી શોભતા હોય છે, જગતને પ્રતિબોધતા રહે છે. ક્ષણ પણ ગુસ્સો કરતા નથી. “નિત્ય અપ્રમત્ત ધર્મ ઉવએસે, નહિ વિકથા ન કષાય; જેહને તે આચારજ નમીએ, અકલુષ અમલ અમાય...” આચાર્ય અપ્રમત્ત થઈ ધર્મ-દેશના આપે છે. નિંદા કે કષાયની વાત નથી. તેઓ નિર્માયી, નિર્મળ અને નિષ્કલંક છે. જે દીએ સારણ-વારણ..... આચાર્યશિષ્યોને સારણા-વારણાદિ દ્વારા સન્માર્ગેલાવે. પૂ. નકસૂરિજી મ. આ રીતે કરતા. શરૂઆતમાં મીઠાશથી કહેતા. એટલાથી ન પતે તેને થોડા ગુસ્સેથી ‘ભાન નથી પડતું એમ કહેતા. બસ, આ એમની હદ. આટલું જેને કહે તે એકદમ સીધો થઈ જાય. પણ, સારણાદિ યોગ્યને જ કરી શકાય. કહે કલાપૂર્ણસૂરિ ..... •.. ૩૬૧ અસ્થમીએ જિન સૂરજ......” કેવળી અને ૧૪ પૂર્વીઓના વિરહમાં આચાર્ય જ અત્યારે આધારરૂપ છે. આચાર્ય જ અત્યારે શાસનના આધારસ્તંભ છે. * અરિહંતનો સેવક અરિહંત બને. સિદ્ધનો સેવક સિદ્ધ બને. આચાર્યનો સેવક આચાર્ય બને. ઉપાધ્યાયનો સેવક ઉપાધ્યાય બને. સાધુનો સેવક સાધુ બને. જે બનવું હોય તેની સેવા કરજો, એકને બરાબર પકડશો તો બીજાચાર પણ પોતાની મેળે પકડાઈ જશે, એ ભૂલશો નહિ. ઉપાધ્યાય પદ. નહિ સૂરિ પણ, સૂરિગણને સહાયા; નમું વાચકા ત્યક્ત મદ મોહ માયા...” ઉપાધ્યાયભલેઆચાર્યનથી, પણ આચાર્યના સહાયક છે. વડાપ્રધાનને રાષ્ટ્રપતિના સચિવો હોય છે, તેમ આચાર્યના ઉપાધ્યાય સચિવ છે. આચાર્યનું કામ શાસન અંગે તત્ત્વ-ચિંતનનું હોય. તેમને પુષ્કળ સમય મળે માટે શેષ કામ બીજા સંભાળે. “કામ હું કરું ને જશ આચાર્યને મળે?” આવો વિચાર ઉપાધ્યાયને ન હોય. માટે લખ્યું “ચમહમદમીયા...” સૂત્રાર્થદાને જિને સાવધાના...” સૂત્રાર્થ- દાનમાં ઉપાધ્યાય સદા તત્પર હોય. ઉપાધ્યાયના ગુણ કેટલા? ૫ નો વર્ગ = ૨૫. ૫ x ૫ = ૨૫. ૨૫ નો વર્ગ = ૬૨૫. ૨૫ X ૨૫ = ૬૨૫. વાચક, પાઠક વગેરે ઉપાધ્યાયના જ નામો છે. - ક્ષમાદિ ૧૦ ધર્મ ધાનારા, -- સ્યાદ્વાદ – નયવાદથી કથન કરનાર, – સંસારથી ડરનારા, - પાપથી ભય પામનારા, ૩૬૨ .• » કહે કલાપૂર્ણસૂરિ - શાસનની ધુરાને વહન કરનાર, વાચના- દાનમાં સમર્થ ઉપાધ્યાયને નમસ્કાર હો! દ્વાદશ - અંગ સઝાય કરે છે, પારગ – ધારગ તાસ...” દ્વાદશ અંગનો સ્વાધ્યાય તો કરે જ, પણ પારગામી પણ હોય, ઘારક પણ હોય. સૂત્ર – અર્થનો વિસ્તાર કરનારા હોય. ટીકા વગેરે એના સાક્ષીઓ છે. હરિભદ્રસૂરિજીએદશવૈકાલિકના પ્રથમ અધ્યયનમાં જ કેટલો વિસ્તાર ર્યો છે? આવશ્યક ટીકામાં ઘણો વિસ્તાર છે, છતાં લખે છેઃ આ લઘુ ટીકા છે. ભાવિમાં કોઈ સમજશે, એમ સમજીને મહાપુરુષોએ ટીકા આદિ લખ્યું છે. “યાન - વિચાર’ ગ્રન્થ મને મળ્યો. હું આનંદિત થઇ ઊઠ્યો. મેં વિસ્તારથી લખ્યું : ભાવિમાં કોઈ જિજ્ઞાસુને કામ લાગશે. એ આશયથી લખ્યું છે. પણ હજુ સુધી એક પત્રનથી આવ્યો જેમાં પૂછાવ્યું હોય. મને આ નથી સમજાતું માર્ગદર્શન આપો. બોલે જ કોણ? પત્થર જેવા જડ શિષ્યમાં પણ જ્ઞાનના કૂંપળ ઉપાધ્યાયની કૃપાથી ફૂટી શકે. આવો મૂર્ખ, વિદ્વાન થઈ જાય, પછી એ ઉપકારી ઉપાધ્યાયને ભૂલી શકે? “રજકુંવર સરિખા ગણચિંતક...” આચાર્ય રાજા છે. તો ઉપાધ્યાય રાજકુમાર છે, યુવરાજ છે. યુવરાજ ભવિષ્યનો રાજા છે. ઉપાધ્યાય ભાવિના આચાર્ય છે. એમનો તો ભવ-ભય ટળ્યો, પરંતુ એમને વંદે તેનો પણ ભવ-ભય ટળે. કહે કલાપૂર્ણસૂરિ .... ૩૬૭ આજે સાધુપદનો દિવસ છે. આજના દિવસે જ મુમુક્ષુઓ મુહુર્ત જોવડાવવા આવ્યા છે. બીજા પણ દીક્ષાનું મુહુર્ત્ત વહેલું નીકળે, એવી ભાવનાપૂર્વક સાધુપદનો જાપ કરજો. મારા સંતાનો આટલી યુવાનવયે આ માર્ગે જાય છે તો મારે વિચાર કરવા જેવો નહિ ? સંયમી ન બનીએ તો કાંઈ નહિ, વૈરાગી તો બનીએ. ઘરમાંથી એક તૈયાર થાય તો કેટલાયે ખેંચે ? હું એક તૈયાર થયો તો પાછળ ૬–૮ જેટલા ખેંચાયા. આ. સુદ -૧૦. બુધવાર, ૨૦-૧૦-૯૯. સવારે. સભા : આખા સમુદાયને આપ જ ખેંચો છો ને ? પારસ – રૂપેશભાઈના મુહૂર્તો. પારસઃ વિ. સં. ૨૦૫૬ - કા.વદ - ૧-૧૩, રવિવાર, ૫-૧૨-૯૯ ભૂજ. રૂપેશ ઃ વિ. સં. ૨૦૫૬ – પોષ વદ – ૬, બુધવાર, ૨૬-૧-૨૦૦૦ અંજાર. શ્રેષ્ઠ લાગશે તે મુહૂર્ત પસંદ કરીશું. – આગળ... ૩૬૪ ... આ બન્ને પ્રસંગે અંજનશલાકા – પ્રતિષ્ઠા છે. મંજુ, તારા, રંજન, રીટા, સરલા, શર્મીષ્ઠા, દમયંતી, સુનીતા, હંસા, દર્શના, મમતા – ઇત્યાદિ મુમુક્ષુ બહેનોનું પો. વ. ૬ નું દીક્ષા-મુહૂર્ત જાહેર થયું. નીતાબેનનું કા. વ. ૧ ૩ અને ઉર્વશી તથા મોનલનું જે. સુ. ૧૭ જાહેર થયું. પોષ વદ-૬ : બુધવાર : ૨૬-૧-૨૦૦૦ : અંજાર કહે કલાપૂર્ણસૂરિ | બુધવાર. આ.સુદ - ૧૦, ૨૦-૧-૦૯૯, દશેરા. વ્યવહારથી ઉપાધ્યાયની વ્યાખ્યા જોઈ. નિશ્ચયથી હવે જોઈએ. તપ સજ્ઝાયે રત સદા...’’ 66 બાર પ્રકારના તપમાં સ્વાધ્યાય મહત્ત્વપૂર્ણ છે. જ્ઞાનરૂપી ખગ તીવ્ર થાય તેટલું ચારિત્ર જીવનમાં આવે. એટલે અહીં જ્ઞાન અને તપ (ચારિત્ર) એક થઈ જાય છે. આ જ વાત લક્ષ્યમાં રાખીને જ્ઞાનસારમાં ઉપાધ્યાય યશોવિજયજીએ કહ્યું : "ज्ञानमेव बुधा: प्राहुः कर्मणां तापनात् तपः । તદ્દામ્યન્તામેવેટ્ટ, વાનાં તનુપવૃંદમ્ ।।” અત્યંતર તપને બાધક બને તે તપ જિનશાસનને માન્ય નથી. બાહ્ય માત્ર આંતર તપને સહાયક બને એટલું જ. અત્યંતર તપ વિના ક્રોડ વર્ષ સુધીનું તપ હોય પણ તેનાથી જ્ઞાનીની એક ક્ષણ ચડી જાય. ‘‘બહુ ક્રોડો વર્ષે ખપે, કર્મ અજ્ઞાને જેહઃ જ્ઞાની શ્વાસોચ્છવાસમાં, કરે કર્મનો છેહ...’' ઉપાધ્યાય યશોવિજયજી કહે છે ઃ નિશ્ચયથી આપણો આત્મા જ ઉપાધ્યાય છે. કયો આત્મા ઉપાધ્યાય બની શકે ? જે તપ – સ્વાધ્યાયમાં રક્ત હોય, દ્વાદશ અંગનો ધ્યાતા, જગબંધુ અને જગભ્રાતા જ બની શકે. પ્રશ્ન ઃ ભ્રાતા અને બંધુમાં શું ફરક? ઉત્તર ઃ સગો ભાઈ ‘ભ્રાતા’ કહેવાય. સમાન ગોત્રીય ‘બંધુઓ’ કહેવાય. એમ ઉપાધ્યાય કહે કલાપૂર્ણસૂરિ .... ૩૬૫ અહીં માત્ર જગતના બંધુ જ નથી, ભાઈ પણ છે. માટે જ કહ્યુંઃ જગબંધવ – જગભ્રાતા રે....... આપત્તિ વખતે મદદ માટે ભાઈ આવે. રામ-લક્ષ્મણ, પાંચ પાંડવોમાં આ જોઈ શકાય છે. છ મહિના સુધી વાસુદેવ, ભાઈનું મૃતક લઈને ફરે, આટલો સ્નેહ હોય. દેવને આવીને સમજાવવું પડે. આવો ભ્રાતૃભાવ અને બંધુ-ભાવ આપણે જગતના જીવો સાથે રાખી રાખીશું ત્યારે સાધના વેગવંતી બનશે. - સાધુ વદ - “સાહૂળ સંસદિયસંગમાં..... દયા- દમનયુક્ત થઈ સંયમની સાધના કરે તે સાધુ. સાધુની વ્યાખ્યા આપણા જીવનની વ્યાખ્યા બનવી જોઈએ. આગમમાં વ્યાખ્યાકેવી? ને મારું જીવન કેવું? એમતુલના કરવી જોઈએ. આ પંક્તિઓના દર્પણમાં સ્વ-જીવન જોવું જોઈએ. સાધુ, આચાર્ય - ઉપાધ્યાય-ગણિ આદિની સેવા કરે. સેવામાં આનંદ માને પંચ સમિતિ પાળવામાં સાવધાન હોય. ચાલે તો નજર નીચે – ઈસમિતિ. બોલે તો ઉપયોગપૂર્વક. - ભાષાસમિતિ. વસ્તુ લે – મૂકે તો પુંજવાપૂર્વક – આદાનભંડમત્ત નિક્ષેપણા સમિતિ. વહોરે તો ગવેષણાપૂર્વક – એષણા સમિતિ. પાઠવે તો જયણાપૂર્વક – પારિષ્ઠાપનિકા સમિતિ. આવુ એમનું સહજ જીવન હોય. વડીલોની પૂજા કરે તેને જ પરોપકાર વૃત્તિ મળે ને તેને જ સદ્ગ મળે. માટે જ જયવયરાયમાં આ જ ક્રમ કહ્યો છે. 'गुरुजणपूआ परत्थकरणं च सुह-गुरु-जोगो ।' બની શકે ગુરુમાં એવી શક્તિ ન પણ હોય, તોય એમની ભાવપૂર્વક સેવાથી શિષ્યની શક્તિઓ ખીલે જ ખીલે. » કહે કલાપૂર્ણસૂરિ ૩૬૬ ... જંબૂવિજયજી આનું ઉત્તમ ઉદાહરણ છે. પિતા + ગુરુભુવનવિજયજીના વિરહમાં એમની કામળી રાખી છે. એ જોઈ આજે પણ ગદ્ગ બને પરિણામે કેવી શક્તિઓ પ્રગટી? ભુવનવિજયજીને કોણ ઓળખતું તું? જંબૂવિજયજી વિદ્વાન અને ભક્ત તરીકે પ્રસિદ્ધ થયા. પિતા-ગુરુ વિના જંબૂવિજયજી એકલા થઈ ગયા. પંન્યાસ ભદ્રંકર વિજયજી પાસે એક ભાઈ દીક્ષા લેવા આવ્યા. પંન્યાસજી મહારાજે એમને જંબૂવિજયજી પાસે મોકલ્યા. દેવે” (ભગવાને) પં. ભદ્રંકરવિ. દ્વારા અમને મોકલ્યા માટે એમનું નામ દેવભદ્ર' વિજય રાખ્યું. આપણે તો બીજાને શિષ્ય આપવાની વાત છોડો, ઉલ્લુ બીજાનો ખેંચી લઈએ. * નિર્ચન્થ કોને કહેવાય? ૯ બાહ્ય અને ૧૪ આંતર પરિગ્રહ છે. ધન - ધાન્ય - વાસ્તુ- ક્ષેત્ર - હિરણ્ય, સુવર્ણ, દ્વિપદ - ચતુષ્પદ, કુષ્ય આ નવ બાહ્ય પરિગ્રહ છે. ૪ કષાય + ૯ નોકષાય + ૧ મિથ્યાત્વ = ૧૪ આ આંતર પરિગ્રહ છે. તેનો ત્યાગ કરે તે નિર્ઝન્થ કહેવાય. * કાણાવાળી સ્ટીમરમાં કોઈ ન બેસે. બેસે તેને સ્ટીમર ડૂબાડી દે. અતિચારના કાણાવાળું સાધુપણું આપણને સંસાર-સાગર શી રીતે કરાવશે? આપણું સાધુપણું મુક્તિ આપે એવું છે, એવું આપણને લાગે છે? પોતાની જાત સંયમને યોગ્ય બનાવવા સાધુ સતત પ્રયત્નશીલ હોય. * અષ્ટાંગ યોગ અહીં પણ છે. આઠ દૃષ્ટિઓમાં અનુક્રમે આઠ યોગના અંગો રહેલા છે. પહેલી દૃષ્ટિમાં સમાધિ જોવા મળે છે ખરી, પણ એ ગૌણ સમાધિ સમજવી. આગળ મળનારી પરમ સમાધિનું બીજ સમજવું. બીજ કદી સીધું નથી મળતું. ક્રમશઃ મળે છે. પ્રથમ અંકૂર ફૂટે પછી ક્રમશઃ થડ - ડાળ – ફૂલ - ફળ – બીજ આવે. યોગશાસ્ત્ર અષ્ટાંગયોગનાક્રમથી જ રચાયો છે. જુઓ માર્ગાનુસારિતા, સમ્યકત્વ, ૧૨ વ્રતો આદિ યમ-નિયમમાં સમાવ્યા છે. ૪થાના અંતે આસન, પાંચમામાં પ્રાણાયામ, છઠામાં પ્રત્યાહાર, પછી ૧૨ પ્રકાશ સુધીમાં ઘારણા, ધ્યાન અને સમાધિ વર્ણવેલા છે. * શરીરમાં દાહ થતો હોય તેને જ તેની પીડા સમજાય. આવી જ પીડા જેને સંસાની, એટલે કે રાગ-દ્વેષની અપાર પીડા લાગતી હોય તેણે સાધના કરવી જ રહી. બાહ્ય તાપ, જલ-સિંચન, ચંદન-વિલેપન વગેરેથી શમે, પણ આંતરતાપ જિનવચન વિના બીજા કોઈથી ન શમે.. * શરીરની મમતા, મદ, અહંકારનો નાશ કરનાર, કાઉસ્સગ્ગ મુદ્રામાં ધ્યાનના અભ્યાસી, તપના તેજથી ઝળહળતા, કર્મને જીતતા, પરપરિણતિનો સંગ નહિકરનારા, એવા મુનિ કરુણાના સિંધુ છે. સાગર પણ નાનો પડે એવી કરુણાના સ્વામી સાધુ હોય છે. * સાધનાનો પ્રારંભ સાધુથી થાય છે. ક્રમશઃ આગળ વધતાં અરિહંતમાં પૂર્ણ થાય છે. * “જિમ તરુ ફ્લે ભમરો બેસે...” ફૂલ પર ભમરો બેસે ખરો, પણ તેને પીડે નહિ ફૂલમાં કદી ભમરાએ પાડેલું છિદ્ર જોયું? આવી જ પદ્ધતિ મુનિના આહાની છે. માટે જ એનું નામ “માધુકરી’ છે. * “અઠાર સહસ શીલાંગના.” ૧૮ હજાર શીલાંગ ધારી, જયણાયુક્ત મુનિને વંદન કરી હું મારું જીવન ચારિત્ર બનાવું છું. * “નવવિધ બ્રહ્મગુતિ.” નવ બ્રહ્મચર્યની ગુણિ, ૧૨ પ્રકારના તપમાં શૂરવીર મુનિને તો જ વંદન કરવાનું મન થાય, જો પૂર્વના પુણ્ય – અંકૂર પ્રગટેલા હોય. પર્યાય નાનો તેમ વધુ વંદન મળે. વધુ વંદનથી વધુ આનંદ થવો જોઈએ. બીજ હજુ ગુપ્ત હોય, પણ અંકૂરા પ્રગટ દેખાય. સાધુને વંદન કરવાનો અવસર મળે એટલે સમજવું પુણ્ય અંકૂર ફૂટી નીકળ્યા છે. પણ વંદન અમદાવાદી જેવું ન જોઈએ, રાજાની વેઠ જેવું ન જોઈએ. . ૩૬૮ .. .... કહે કલાપૂર્ણસૂરિ - સાધુ : ‘‘સોનાતણી પરે પરીક્ષા દિસે, દિન-દિન ચઢતે વાને; સંયમ ખપ કરતા મુનિ નમીએ, દેશકાળ અનુમાને. '' બધામાં નવપદની આરાધના પ્રધાન છે. સૌમાં નવપદોનું આલંબન સર્વશ્રેષ્ઠ ગણાયું છે. ગુજરાતી નવપદની ઢાળો, પૂજાઓ વગેરેનો છેલ્લા ૨૫૦ વર્ષોથી ખૂબ જ પ્રચાર થયો. હીર વિજય સૂરિ સમકાલીન સકલચન્દ્રજી ૩૦૦ વર્ષ પૂર્વના ઉપાધ્યાય યશોવિજયજી ત્યાર પછીના જ્ઞાનવિમલસૂરિ તથા દેવચન્દ્રજી આ બધા મહાત્માઓની કૃતિઓનું સંકલન કરી નવ-પદ પૂજા બનાવવામાં આવી છે. ગુરુવાર. આ.સુદ - ૧૧, ૨૧-૧૦-૯૯. * સોનાની ચાર રીતે પરીક્ષા થાય : કષ. છેદ, તાપ અને તાડન. સાધુ પણ સોનાની જેમ પરખવામાં આવે તો શુદ્ધ થઈને બહાર આવે. તેમનામાં તપનું તેજ, શ્રદ્ધાની નિર્મળતા, જ્ઞાનનો પ્રકાશ વધતા જ રહેતા હોય છે. * સાધુની સંક્ષિપ્ત નૈયિક વ્યાખ્યા ઃ કહે કલાપૂર્ણસૂરિ ..... ૩૬૯ “અપ્રમત્ત જે નિત રહે, નવિ હરખે નવિ શોચે રે, સાધુ સુધાતે આતમાં, શું મુંડ શું લોચે રે ?..” જે સદા અપ્રમત્ત રહે, કોઈપણ પ્રસંગે હર્ષ શોક ન કરે એવા શુદ્ધ સાધુ તે બીજા કોઈ નહિ આપણો જ આત્મા છે. બાહ્યદષ્ટિ માત્ર સાધુ – વેષને જુએ, પણ પંડિત એનો ગુરુ પ્રત્યેનો સમર્પણ ભાવ જોઈને એની સાધુતા નક્કી કરે. સાધના દ્વારા સિદ્ધિને સાધે તે સાધુ. નવપદમાં સાધ્ય, સાધક અને સાધના ત્રણેય છે. દેવ સાધ્ય, ગુરુ સાધક અને ધર્મ સાધન છે. અરિહંત-સિદ્ધ દેવ છે. આચાર્યઉપાધ્યાય-સાધુ ગુરુ છે, દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપ ધર્મ છે. * નવપદને ભૂલવા એટલે આપણા આત્માને ભૂલવો. નવપદને યાદ કરવા એટલે આપણા આત્માને યાદ કરવો. નવપદો સાથે જોડાયેલો આત્મા નહિ ખોવાય. દોરાથી પરોવાયેલી સોયન ખોવાય તેમ. - સમ્યગ્દર્શનઃનિપુર-તત્તે -નવનવાસ, નમો નમો નિષ્પન્ન- વં શ ” ગુણને વાંદવાથી ગુણીને પણ વંદન થાય જ છે. ગુણ-ગુણીનો અભેદ છે. એ ગુણધારી અવિરત સમ્યગ્દષ્ટિ હોય તો પણ નમસ્કરણીય બને છે. નમસ્કાર તેની અવિરતિને નહિ, ગુણને છે. * અપથ્ય આહાના સેવનથી શરીરને નુકશાન થાય તેમ અહંકાર, ઈર્ષા, નિર્દયતા, આદિથી આત્માને નુકશાન થાય. મૈત્રી આદિ ૪, જ્ઞાનાદિ ૩ વગેરે આત્માનું પથ્ય છે. વિપર્યાસબુદ્ધિ, હઠ, વાસના, વગેરેમિથ્યાત્વ-આત્માનું ભયંકર અહિતકર અપથ્ય છે. પથ્યથી ભોજનરુચિ જાગે અપથ્યથી ભોજનરૂચિ નષ્ટ થાય. તેમ આત્માને પણ પથ્યથી દેવ-ગુરુ-ભક્તિ આદિ ખૂબ જ ગમે. * પરમ નિધાન એટલે ભગવાન. ૩૭૦ ... ... કહે કલાપૂર્ણસૂરિ ભક્ત માટે ભગવાન જ પરમનિધાન છે. દરિદ્રને ધન અને સતીને પતિ જ જેમ પરમનિધાન છે. * સમ્યક્ત્વ વિના નવ પૂર્વનું જ્ઞાન પણ અજ્ઞાન છે, ચારિત્ર પણ અચારિત્ર છે, ક્રિયા માત્ર કષ્ટક્રિયા છે. * દર્શન સમક (અનંતાનુબંધી ૪, દર્શન મોહનીય ૩) ના ક્ષયથી ાયિક અને ક્ષય અને ઉપશમથી ક્ષાયોપશમિક અને ઉપશમથી ઔપમિક સમ્યક્ત્વ મળે છે. સાધકને પછાડવા મોહરાજાએ આ સાતને બરાબર તૈયાર કર્યા છે. ‘સમકિત – દાયક ગુરુ તણો, પચ્ચવયાર ન થાય; ભવ કોડાકોડી કરી, કરતાં સર્વે ઉપાય...’’ સમ્યક્ત્વ – દાતા ગુરુનો કેટલો ઉપકાર ? તમે આજીવન કદી પ્રત્યુપકાર ન કરી શકો તેટલો. આત્મતત્ત્વની અનુભૂતિ કરાવનારનો બદલો શી રીતે વાળી શકાય ? શરીર મારું, વચન મારું, મન મારું, કર્મ મારા એ મિથ્યા ધારણાને તોડનાર સમ્યક્ત્વ રૂપ વ્રજ છે. આવું વ્રજ આપનારને કેમ ભૂલાય ? વસ્ત્ર, મકાન શરીર આદિનો સંબંધ માત્ર સંયોગ સંબંધ જ છે. જ્યારે આત્મગુણોનો સમવાય સંયોગથી સંબંધ છે, એવું શીખવનાર જ નહિ, અનુભૂતિ કરાવનાર આવા ગુરુદેવ છે. ધજાના સ્પંદનથી પવન જણાય, તેમ અરૂપી સમ્યક્ત્વ તેના લક્ષણોથી જણાય. શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિક્તા આ પાંચ લક્ષણોથી સમ્યક્ત્વ જણાય. * ‘ધર્મ રંગ અટ્ઠમીજીએ’ સમ્યક્ત્વથી ધર્મરંગ અસ્થિ – મજ્જાવત્ બને છે. સાતેય ધાતુમાં, લોહીના કણકણમાં અને આત્માના પ્રદેશ-પ્રદેશમાં ધર્મ અને પ્રભુનો પ્રેમ વ્યાપ્ત થઈ જાય છે. તેથી પરભાવની સકલ ઈચ્છા ટળી જાય છે. * પ્રભુની પૂર્ણ ગુણ સંપત્તિ પ્રગટેલી છે. આપણી સત્તામાં પડેલી છે. તેને પ્રગટાવવાની ઈચ્છા તે સમ્યક્ત્વ. બંધ : આવક. ઉદયઃ ખર્ચ. ઉદીરણા ઃ જબરદસ્તીથી ખર્ચ. કહે કલાપૂર્ણસૂરિ .... ... ૩૭૧ સત્તા : બેલેન્સ. આ તમારી પૈસાની ભાષામાં વાત સમજવી. આત્માની અનંત વીર્યશક્તિ સત્તામાં પડેલી છે. અધ્યાત્મશાસ્ત્ર કહે છે ઃ ‘‘પરમાત્મ તત્ત્વ તમારા નામે બેન્કમાં જમા છે. તમે ચાહો ત્યારે મેળવી શકો છો.’ પણ આપણને તે મેળવવાની કદી રુચિ જ થતી નથી. પણ આ બધી વાતોથી શું ? એ સ્વરૂપ મેળવો. મેળવવા મથો. ધૂમાડાથી પેટ નહિ ભરાય. ‘ધૂમાડે ધીજું નહિ સાહિબ. પેટ પડ્યા પતીજે’ એમ પ્રભુને કહો. સાધુપણા જેવી ઊંચી પદવી પામ્યા પછી પણ જો પરમ તત્ત્વની રુચિ ન હોય તો થઈ રહ્યું. * વસ્તુતત્ત્વ એટલે આત્મતત્ત્વ, પરમાત્મતત્ત્વ. એનું કારણ દેવ-ગુરુની આરાધના. એના પ્રત્યે બહુમાન જાગવું તે સમ્યક્ત્વ. આપણી બધી જ ક્રિયાઓ અંદર પડેલા પરમ ઐશ્વર્યને પામવાની ઝંખનાથી પેદા થયેલી હોવી જોઈએ. તો જ એ ક્રિયાઓ સત્ક્રિયા બને. સમ્યક્ત્વ એટલે અંદર પડેલી પ્રભુતાને પ્રગટાવવાની તીવ્ર ઈચ્છા ! ‘શુદ્ધ દેવ – ગુરુ – ધર્મ પરીક્ષા....’ સુદેવ, સુગુરુ, સુધર્મ એ જ મારા. બીજા કુદેવાદિ નહિ, આવી શ્રદ્ધા તેવ્યવહાર સમ્યક્ત્વ. * ઔપશમિક સમ્યગ્દર્શન પાંચ વાર, ક્ષાયોપશમિક અસંખ્યવાર અને ક્ષાયિક સમ્યગ્દર્શન એક જ વાર મળે. તે મોક્ષ આપીને જ રહે. હમણા આપણા ભાવો ક્ષયોપશમના છે. કેટલીયે વાર આવે ને જાય. માટે જ આપણે સાવધાની કેળવવાની છે. * ‘‘જે વિણ નાણ પ્રમાણ ન હોવે, ચારિત્ર-તરુ નવિ ફળ્યો...'' આપણી અંદર પડેલા જ્ઞાન અને ચારિત્ર સમ્યક્ત્વની રાહ જોઈ રહ્યા છે. કારણકે સમ્યક્ત્વથી જ તેઓ ઊજળા છે. સમ્યક્ત્વ સુવર્ણ-રસ છે, જેના સ્પર્શથી અજ્ઞાન, જ્ઞાન અને અચારિત્ર ચારિત્ર બની જાય છે. સમ્યક્ત્વ વગરના જ્ઞાન અને ચારિત્ર એટલે તલવાર વગરની મ્યાન ! માત્ર મ્યાનથી લડાઈ જીતી શકાય? ૩૭૨ ... ..... કહે કલાપૂર્ણસૂરિ www.jainelibrary.erg શુક્રવારે, આ. સુદ ૧૨૧૩, ૨૨-૧૦-૯૯. * નિગોદથી સંયમ સુધી પહોંચાડનાર ભગવાન જ છે. આપણું પુણ્ય ભલે ઓછું હોય. ભગવાનનું પુણ્ય પ્રબળ છે. ઉત્તમ કુળાદિમાં જન્મ થવો આપણા હાથમાં હતું ? આ બધું કોણે ગોઠવી આપ્યું ? કદી ભગવાન યાદ નથી આવતા ? ગુરુ, વડીલ સર્વ જીવોનો પણ આપણા પર ઉપકાર છે. એટલી લાંબી નજર ન પહોંચે તો કમ સે કમ ભગવાનને તો યાદ કરો. મારી મહેનતથી મેં આ બધું મેળવ્યું કે વિદ્વાન બન્યો, એવું ન વિચારો, દેવ-ગુરુ પસાય’ વારંવાર બોલીએ છીએ, તે હૃદયથી બોલતાં શીખો. ધર્મની કિંમત વધારે કે તેને આપનારની ? ધનની કિંમત વધારે કે તેને આપનારની ? આપણે આપનારને ભૂલી જઈએ છીએ. ધન મળી ગયા પછી, આપનારને કોણ પૂછે છે ? બધું મળી ગયા પછી, ભગવાનને કોણ પૂછે છે ? હેમચન્દ્રસૂરિજી જેવા ભગવાનને કહે છે ઃ 'भवत्प्रसादेनैवाहमियतीं प्रापितो भुवम् ।” 66 ભગવન્ ! તમારી કૃપાથી જ હું આટલી ઉચ્ચ ભૂમિકાએ પહોંચ્યો છું. બાકી રહેલી ભૂમિકા (સિદ્ધિ) પર પણ ભગવાન જ પહોંચાડશે, એવી શ્રદ્ધા હોવી જોઈએ. કહે કલાપૂર્ણસૂરિ ... ૩૭૩ ભગવાન પરની આવી શ્રદ્ધાનું નામ “સમ્યગ્દર્શન’ છે. * ક્યાં જવું છે? જ્યાં જવું હોય ત્યાંની ટિકિટ આપું. મને માત્ર પૈસા આપો...” એમ બસમાંનો કંડક્ટર કહે છે. તમારે ક્યાં જવું છે? મોક્ષમાં? તમારો અહંકારમને આપી દો...” એમ ભગવાન કહે છે. પૈસાનું સમર્પણ કરવું સહેલું છે, અહંકારનું સમર્પણ કઠણ છે. * જેના લગ્ન હોય તેના ગીત ગવાય. જે વખતે જે પદની પ્રધાનતા હોય તેને મુખ્યતા અપાય દર્શન-પદના દિવસે દર્શનને, જ્ઞાન-પદના દિવસે જ્ઞાનને મહત્તા અપાય. આમાં કોઈ નારાજ ન થાય. કાંતિના ગુણ ગવાય તો શાંતિ નારાજ થાય એવું બને, પણ દર્શનના ગુણ ગાવાથી જ્ઞાન કે જ્ઞાનના ગુણ ગાવાથી દર્શન નારાજ થાય, એવું કદી ન બને. કારણકે અંતતોગત્વા બધું એક જ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર ત્રણેય સાથે મળીને જ મોક્ષનો માર્ગ બને છે. ત્રણેય છુટા-છુટા મોક્ષનો માર્ગ ન બને. લોટ, ગોળ અને ઘી ત્રણેય મળીને જ શિરો બની શકે. એકને પણ છોડો તો કૂલર કે રાબડી બને પણ શિરો ન બની શકે. -: જ્ઞાનપદ - * દર્શન અને જ્ઞાન બન્ને જોડીયા પ્રેમી ભાઈઓ છે. એકને આગળ કરો તો પાછળનો નારાજ ન થાય. દર્શન – જ્ઞાન બન્ને પગ છે. એક આગળ રહે તો બીજો સ્વયં પાછળ રહી જાય. ક્રમશઃ એક-બીજા નાના-મોટા બનતા જાય. બન્ને જોડીયા ભાઈ એટલા માટે કહું છું કે બન્નેનો જન્મ સાથે જ થાય. સમ્યત્વ આવતાં જ અજ્ઞાન જ્ઞાન અને મિથ્યાત્વ સમ્યગ્દર્શન બની જાય છે. બન્ને એકીસાથે જન્મ્યાને...? * જ્ઞાન, અજ્ઞાન - અંધકારને હરે. આપણી સમક્ષ તેજસ્વી પદાર્થ સૂર્ય છે, જે સૌને પ્રત્યક્ષ છે. લાખો ક્રોડો ગોળા પણ એની બરાબરી ન કરી શકે. જ્ઞાન પણ દિવાકર (સૂર્ય) છે. દિવસનું સર્જન કરે તે સૂર્ય કહેવાય. આપણી અંદર પણ મોહ-નિશાને દૂર કરનાર અધ્યાત્મ-દિવસનું સર્જન કરનાર જ્ઞાન ૩૭૪ ... ..... કહે કલાપૂર્ણસૂરિ પ્રકાશ છે. સૂર્ય જતો રહે ને અંધારું છવાઈ જાય. ચિંતન – મનનના દ્વાર બંધ કરી દો. માનસ- મંદિરમાં અંધારું છવાઈ જશે. એવું અંધારું કે ક્રોડો દીવાઓથી પણ ન હટે. જ્ઞાન ગુરુદ્વારા આવે છે. માટે કદી ગુરુને છોડતા નહિ. પ્રશનઃ ગુરુ બીજા ન કરી શકાય? મા-બાપ બીજા કરી શકાય? દત્તકપદ્ધતિથી કદાચ મા-બાપ બદલાઈ જાય, (જો કે તો પણ તે પુત્ર મૂળ માબાપને કદી ભૂલતો નથી.) પણ અહીં ગુરુ શી રીતે બદલાવી શકાય? સત્તામાં કેવળજ્ઞાનનો સૂર્ય ઝળહળી રહ્યો છે. જ્ઞાનાવરણીય રૂપ ઘોર વાદળાઓએ એ કેવલ્ય સૂર્યને ઢાંકી દીધો છે. કેવલ્ય સૂર્યના આવરણને હટાવવા માટે જ અધ્યયન કરવાનું છે, પ્રભુ ભક્તિ કરવાની છે. ભક્તિ કરતા જશો તેમ જ્ઞાન ઊઘડતું જશે. જેમ જેમ અરિહા સેવીએ રે, તેમ તેમ પ્રગટે જ્ઞાન સલુણા.” - પં. વીરવિજયજી. ભગવાને સ્વયં કહ્યું છે જે ગુરુને માને છે તે મને માને છે. * “નો ગુરું મન્ન સો પં મન્ન” ગુરુપદની સ્થાપના કરનાર પણ ભગવાન જ છે ને? “મારા કરતાં ગુરુને ઓછું મહત્ત્વ આપજો.” એવું કદી ભગવાને કહ્યું છે? ભગવાને તીર્થની સ્થાપના કરી ત્યાર પછી ૩૦ વર્ષ સુધી લગાતાર નિરંતર તેને દઢ બનાવ્યું. હવે બાકીના ૨૧ હજાર વર્ષ શાસન ચલાવનાર ગુરુ જ છે ને? ગુરુને છોડો તો ભગવાનને જ છોડ્યા ગણાય. દેવ, ગુરુને ધર્મ- આ ત્રણમાં ગુરુ વચ્ચે છે, જે દેવને તેમ જ ધર્મને ઓળખાવે છે. “મધ્યપ્રદ ૩દ્યન્ત 'ગુરુ પકડતાં દેવ અને ધર્મ સ્વયં પકડાઈ જશે તેમ ગુરુ છોડતાં દેવ અને ધર્મ બન્ને આપોઆપ છુટી જશે. સમ્યગૂ જ્ઞાનથી વિપર્યાસ બુદ્ધિ, સ્વચ્છંદ મતિ ઈત્યાદિનો ધ્વંસ થાય છે. કહે કલાપૂર્ણસૂરિ ... ૩૭૫ ' મતિ, શ્રુત આદિ જ્ઞાનના પાંચ પ્રકાર છે. આ જ્ઞાન ગુરુની ઉપાસનાથી જ મળે. દેવ-ગુરુની સેવા વધુ તેમ જ્ઞાન વધુ ! એ જ્ઞાન નિર્મળ હોય, શ્રદ્ધા જન્માવે, શ્રદ્ધા જન્માવે, શ્રદ્ધા હોય તો તેને પુષ્ટ બનાવે, ચારિત્રમાં પ્રવર્તન કરાવે. જ્ઞાનની તીક્ષ્ણતા – એકાગ્રતા તે જ ચારિત્ર છે, તે મેં તમને વારંવાર સમજાવ્યું છે. ચાલતી વખતે આંખ અને પગ એક સાથે કર્મ–રત રહે છે. આંખને જ્ઞાન, પગને ચારિત્ર કહીએ તો અહીં બન્ને એક બન્યા છે. આંખો બંધ કરીને ચાલી શકો ? ચશ્માની જેમ આંખોને પેક કરીને ક્યાંક મૂકી શકો ? પગને એક બાજુએ મૂકીને ચાલી શકો ? નહિ, ચાલતી વખતે આંખ અને પગ બન્ને જરૂરી છે. મોક્ષની સાધનામાં પણ જ્ઞાન અને ક્રિયા બન્ને સમાન રીતે જરૂરી છે. એકની પણ તમે ઉપેક્ષા કરી શકો નહિ. ‘જ્ઞાનક્રિયામ્યાં મોક્ષઃ ।' સતત પ્રવૃત્તિશીલ, ઉપયોગશીલ રહે તે સાચું ન સતત જે જ્ઞાનથી નિયંત્રિત થઈને દોરવાનું રહે તે જ સાચું ચારિત્ર (ક્રિયા) ‘શ્રુતજ્ઞાન’ ને અપેક્ષાએ કેવળજ્ઞાનથી પણ વધુ મહત્ત્વ અપાયું છે. શ્રુતજ્ઞાન વિના કોઈ કેવળી બન્યું છે ? બીજનું મહ્ત્વ વધુ કે ફળનું ? બીજ શ્રુતજ્ઞાન છે. ફળ કેવળજ્ઞાન છે. અત્યારે કેવળજ્ઞાનનો વિરહ છે, શ્રુતજ્ઞાનનો નથી. પણ ચિંતા નહિ કરતા. મળેલા શ્રુતજ્ઞાનને બરાબર પકડી રાખશો તો કેવળજ્ઞાન આપોઆપ મળશે. કેવળજ્ઞાની પણ દેશના શ્રુતજ્ઞાન દ્વારા જ આપે. * શ્રુતજ્ઞાનનું આદાન-પ્રદાન થઈ શકે, કેવળજ્ઞાનનું નહિ. * પ્રશ્ન ઃ ઉચ્ચારણપૂર્વક ગાથા કરવી કે મૌનપૂર્વક ? ઉત્તર ઃ ઉચ્ચારણપૂર્વક ગાથા કરાય. પ્રતિક્રમણાદિ પણ ઉચ્ચાર પૂર્વક જ કરીએ છીએ ને? એક બોલે તો પણ બીજાએ અનુચ્ચારણ (અનુ+ઉચ્ચારણ) કરવાનું જ છે. જે હમણા આપણે પંચવસ્તુકમાં જોયેલું. શેઠને છીંક આવી. ‘નમો અરિહંતાણં’ બોલ્યા ને સુદર્શના કુમારીને જાતિસ્મરણ જ્ઞાન થયું. શેઠ મનમાં બોલ્યા હોત તો ? પણ, વહેલી સવારે ઊઠીને જોર-શોરથી નહિ બોલવું, એટલો ઉપયોગ રાખવો. ‘ભવ્ય નમો ગુણ જ્ઞાનને...!' ૩૭૬ ... કહે કલાપૂર્ણસૂરિ જ્ઞાન તમારા આત્માને તો અજવાળે, પણ તમે એનાથી બીજાને પણ અજવાળી શકો. જ્ઞાનથી જેટલો ઉપકાર થાય, તેટલો બીજાથી ન થાય. શ્રુતજ્ઞાન લઈ – આપી શકાય, બીજા જ્ઞાન નહિ. માટે જ શ્રુતજ્ઞાન સિવાય શેષ ૪ જ્ઞાન મૂંગા કહ્યા છે. જ્ઞાન ગુણ એક છે, પણ પર્યાયો અનંત છે. કારણ? શેય પદાર્થો અનંત છે માટે. આપણે ભગવાનના જોયબન્યાકેનહિ? આપણા જેટલા પર્યાયો છે તે ભગવાનના જ્ઞાનના પર્યાય બની જવાના. હવે એ પર્યાયો સારા બનાવવા કે ખરાબ? તે આપણે જોવાનું છે. આમ તો ભગવાનના કેવળજ્ઞાનમાં આપણા બધા જ પર્યાયો પ્રતિબિંબિત બની જ ચૂક્યા છે, છતાં આ દૃષ્ટિ નજર સમક્ષ રાખીશું તો સ્વસુધારણા ઝડપથી થશે. કેવળજ્ઞાનીની નજરે હું આવો ભૂંડો દેખાઉં! તે શોભે? - આ વિચારણા દોષ - નિરસનમાં કેટલો વેગ આપે? કહે કલાપૂર્ણસૂરિ .... Íનવાર, આ. સુદ - ૧૪, ૨૩-૧૦-૯૯. મુક્તિના મુસાફરોને નવપદોનું આલંબન પરમ હિતકર છે, આત્મસ્વરૂપમાં સ્થિર કરનારું છે. દરેક પદ આત્માનું જ નૈશ્ચયિક સ્વરૂપ છે. વસ્ત્રની ઉજ્વલતા શુદ્ધિ પ્રમાણે થાય. તેમ આપણા આત્માની ઉજ્જવલતા ચિત્ત-નિર્મળતા પ્રમાણે થાય. ધવલ શેઠ, ગોશાળા, સંગમ વગેરેની ચિત્તવૃત્તિ કેવી ? મિથ્યાત્વની મલિનતા અહીં સ્પષ્ટ દેખાય, સમ્યક્ત્વી તો દેવ-ગુરુ અને ઉપકારીની સામે કદી ન પડે. કપડાની મલિનતા જલ્દી દેખાય છે. પણ આત્માની મલિનતા જલ્દી દેખાતી નથી. હા, તમે વાણી અને વર્તનથી તેનો અંદાજ જરૂર લગાવી શકો. * જ્ઞાનનો સ્વભાવ શાયક છે. સ્વ-પર બોધ એનું લક્ષણ છે. મતિ આદિ પાંચ એના પ્રકારો છે. * ધર્માસ્તિકાય આદિ પણ અહીં જ છે, આપણે એની અંદર જ રહીએ છીએ, છતાં એ સંબંધ નુકશાન-કારક નથી, માત્ર પુદ્ગલનો સંબંધ નુકશાનકારક છે. માટે જ પુદ્ગલના સંગમાં ભગવાન કહે છે : રાગ-દ્વેષ ન કરો, મધ્યસ્થ રહો. મધ્યસ્થ રહેવું તે જ મુક્તિનો માર્ગ છે. દેખીએ માર્ગ શિવનગરનો, જે ઉદાસીન પરિણામ રે; તેહ અણછોડતાં ચાલીએ, પામીએ જિમ પરમ ધામ રે...’ 99 ૩૭૮ – ઉપા. યશોવિજયજી. કહે કલાપૂર્ણસૂરિ જ્ઞાન વિના તમે ભક્ષ્ય કે અભક્ષ્ય, કે પેય – અપેય આદિ ન જાણી શકો. * જડ ક્રિયાવાદી જ્ઞાનની નિંદા કરતાં કહે છે ઃ " पठितेनाऽपि मर्तव्यमपठितेनाऽपि मर्तव्यम् किं कण्ठशोषणं कर्तव्यम् ?” ભણેલો પણ મરશે અને અભણ પણ મરશે તો વ્યર્થ કંઠશોષ શા માટે કરવો ? આમ માની ભણવાનું મૂકી દીધું નથી ને ? ચોપડીઓ ગમે છે, પણ તે વાંચવી ગમે છે કે માત્ર સંગ્રહ કરવાનું ગમે છે ? તમે કાંઈ નહિ ભણો તો તમારો પરિવાર શું ભણશે ? મેં ૩૦ વર્ષની ઉંમરે દીક્ષા લીધી. પહેલેથી અધ્યાત્મની રુાંચે. આમાં ‘રામઃ રામો રામાઃ’ ભણવું ક્યાં ગમે ? પણ દૃઢ સંકલ્પ હતોઃ અનુવાદ માત્ર વાસી માલ છે. કર્તાનો સીધો આશય જાણવો હોય તો સંસ્કૃત શીખવું જ જોઈએ. ૮-૧૦ વર્ષે શીખી ગયો. ક્યાંય કંટાળો ન આવે. જ્ઞાન પોતે જ કંટાળો દૂર કરનારું છે. ત્યાં કંટાળાનો સવાલ જ ક્યાં છે ? રુચિપૂર્વક ભણીને જુઓ. એમાં રસ કેળવો. કંટાળો ક્યાંય ભાગી જશે. * પહેલા જ્ઞાન પછી અહિંસા. જ્ઞાન પ્રમાણે જ તમે અહિંસાનું પાલન કરી શકો. * ત્રિગુપ્તિએ ગુપ્ત જ્ઞાની એક શ્વાસમાં એટલા કર્મ ખપાવે કે અજ્ઞાની ક્રોડો વર્ષમાં પણ ન ખપાવી શકે. વિષય પ્રતિભાસ, આત્મપરિણતિમત્, તત્ત્વ સંવેદન, અષ્ટક પ્રકરણમાં બતાવેલા આ ત્રણ જ્ઞાનના પ્રકારો છે. વિષય પ્રતિભાસ જ્ઞાન, અજ્ઞાન જ કહેવાય. જે જ્ઞાનદ્વારા દોષની નિવૃત્તિ અને ગુણોની પ્રાપ્તિ ન થાય તેને જ્ઞાન શી રીતે કહી શકાય ? ‘સ્વભાવ નામ- અંજાર બારખં જ્ઞાનમિષ્યતે ।' આવેશ, અજ્ઞાન, જડતા, ક્રોધ આદિથી નિવૃત્ત ન બનીએ તો એ જ્ઞાન, જ્ઞાનીઓની નજરે જ્ઞાન જ નથી. જ્ઞાનનું ફળ વિરતિ છે, ચારિત્ર છે. એ ન મળે તો જ્ઞાન શા કામનું ? નફો ન મળે તે દુકાન શા કામની ? ફળ ન મળે તે વૃક્ષ શા કામનું ? * બધી ક્રિયાનું મૂળ ભલે શ્રદ્ધા હોય, પણ શ્રદ્ધાનું મૂળ પણ જ્ઞાન છે, એ ભૂલવા જેવું નથી. * રુચિ અને જિજ્ઞાસા પ્રમાણે જ જ્ઞાન મળી શકે. વિનય પ્રમાણે જ જ્ઞાન ફળી શકે. કહે કલાપૂર્ણસૂરિ ૩૭૯ પાંચ જ્ઞાનમાં અભ્યાસ સાધ્ય જ્ઞાન કેવળ શ્રુતજ્ઞાન છે. તે સ્વપર પ્રકાશક હોવાથી ત્રણેય જગતને ઉપકારી બને છે. દીપકની જેમ તે સ્વ-પર પ્રકાશક છે. ’તમારા આંગણે એલો દીવો તમને જ કામ લાગે, એવું નથી, આવતા-જતા સૌને કામ લાગે. જ્ઞાન પણ દીવો છે. દીવો જ નહિ, જ્ઞાન સૂર્ય, ચન્દ્ર અને મેઘ પણ છે. નળમાંથી પાણી લો છો, પણ બીલ ભરવું પડે. લાઈટ વાપરો પણ બીલ ભરવું પડે; પણ વાદળ વરસાદ વરસાવે, સૂર્ય-ચન્દ્ર પ્રકાશ આપે, પણ કોઈ બીલ નહિ, બધું જ મફત ! જ્ઞાન પણ સૂર્ય – ચન્દ્ર – મેઘ જેવું છે. કોઈ બીલ નહિ, કોઈ ખર્ચ નહિ. ‘‘દીપક પરે ત્રિભુવન ઉપકારી, વળી જિમ રવિ-શિશ-મેહ..'' * પાંચ ઈન્દ્રિયોથી સીમિત જ જાણકારી મળે, પણ શ્રુતજ્ઞાનથી તમે અહીં બેઠાબેઠા અખિલ બ્રહ્માંડને જાણી શકો. શંત્રુજય પર રહીને તમે ઊભા-ઊભા પાલીતાણા, કદંબગિરિ, ઘેટી, નોંઘણવદર વગેરે કેટલા ગામોને જોઈ શકો ? આ તો ચામડાની આંખ છે. પણ શ્રુતજ્ઞાનની આંખથી તમે ઊર્ધ્વ લોકસ્થિત સિદ્ધોને, મધ્યલોકના મેરુ પર્વતને, અધોલોકની સાતેય નરકોને અહીં બેઠા-બેઠા જોઈ શકો છે. સર્વ દ્રવ્ય – ક્ષેત્રાદિને શ્રુતજ્ઞાની જુએ, પણ પર્યાયનો અનંતનો ભાગ જ જુએ. જ્યારે કેવળજ્ઞાની સર્વ દ્રવ્ય, સર્વ પર્યાયો જાણે. * આત્મા સ્વયં જ્ઞાનરૂપ છે. જ્ઞાનથી આત્મા ને આત્માથી જ્ઞાન જુદું નથી. તંતુથી વસ્ત્ર ને વસ્ત્રથી જેમ તંતુ જુદું નથી. -ઃ ચારિત્ર પદઃ 'आराहिअ खंडिय सक्कि अस्स, નમો નમો સંગમ વીરિઅસ... ।’ * જ્ઞાનની જેટલી નિર્મળતા, ચારિત્રની પણ તેટલી જ નિર્મળતા સમજવી. જ્ઞાન બીજ છે તો ચારિત્ર ફળ છે. × વૃક્ષની શોભા ફળથી છે. ફળ વગરનું વૃક્ષ વાંઝિયું કહેવાય તો ચારિત્ર વગરનું જ્ઞાન પણ વાંઝિયું નહિ? ૩૮૦... કહે કલાપૂર્ણસૂરિ ચારિત્ર એટલે સ્વભાવમાં સ્થિરતા. * ‘‘અસાયં છુ ચારિત્ત વ્યસાય સહિઞો ન મુળી હોડ્ ।'' અકષાય એ જ ચારિત્ર. કષાયસહિત મુનિ ન હોય. * કષાય ચારિત્ર મોહનીય કર્મ છે, ચારિત્રાવરણીય કર્મની હાજરીમાં ચારિત્ર શી રીતે હોઈ શકે ? માટે જ કહું છું : જ્યારે તમે કષાય કરો છો, તે જ ક્ષણે ચારિત્ર ભાગી જાય છે. ચારિત્રની ચોખ્ખી વાત છે ઃ ‘જ્યાં કષાય હોય ત્યાં હું ન રહી શકું. તમારે કોને રાખવો છે ? કષાયને કે મને...?’ એક તરફ તમે કહો છો ઃ મારે સંસારમાં એવું નથી. ઝટપટ મોક્ષે જવું છે, ને બીજી તરફ તમે કષાય કર્યા કરો. આ શી રીતે ચાલે ? કષ = સંસાર આય = લાભ જે સંસારનો લાભ કરાવી આપે તે કષાય. * ‘“સર્વભૂતાવિનામૂર્ત સ્તં પશ્યન્ સર્વવા મુનિઃ । મૈાવિ-ભાવ-સંમન્નઃ વનેશાંશપ સ્પૃશેત્ ।।” સર્વ જીવો સાથે પોતાને અભિન્ન જોતો મુનિ કષાયને આધીન શી રીતે બને ? * સંસાર જો સાગર છે. તો ચારિત્ર જહાજ છે. મોટા પણ સમુદ્રનેનાનકડુંવહાણ તરી જાય છે. તેમ અનંત સંસારને એકભવનું ચારિત્રતોડી-ફોડીને એક બાજુ મૂકી શકે છે. દઢપ્રહારી, અર્જુનમાળી વગેરેએ શુંર્યું? છ મહિનામાં તો, આ ચારિત્રના પ્રભાવથી સંસારના ભૂક્કા કાઢી નાખ્યા. * નાના હતા ત્યારે આપણે ધૂળમાં રમતા હતા. હવે મોટા થઈ ગયા એટલે એ મૂકી દીધું. પણ પરભાવની રમણતા હજુ ક્યાં છોડી છે ? માટે જ જ્ઞાનીઓની નજરે હજુ આપણે બાળક જ છીએ. ચારિત્રથી ‘બાલતા’ જાય છે, ‘પાંડિત્ય’ આવે છે. * આત્મ સ્વભાવરૂપ ચારિત્ર આવતાં ક્ષમા પાંચમા પ્રકારની સ્વભાવક્ષમા બને છે. * ચારિત્રનો પ્રારંભ સામાયિકથી. ચારિત્રની પૂર્ણતા યથાખ્યાતમાં. - યોગસાર કહે કલાપૂર્ણસૂરિ ... ૩૮૧ રવિવાર, ૨૪-૧૦-૯૯. શકયૂર્ણિમા. * ચારિત્ર બે પ્રકારે દેશ અને સર્વથી. શ્રાવક માટે દેશ વિરતિ અને સાધુ માટે સર્વ વિરતિ છે. સુવતશેઠ, સુદર્શન શેઠ, આનંદ આદિ શ્રાવકો દેશવિરતિના શ્રેષ્ઠ ઉદાહરણો છે. પેથડશા, દેદાશાહ, ભામાશા આદિ શ્રાવકો નગરમાં, રાજ્યમાં ઉચ્ચ હોદ્દા ઉપર પણ હતા અને તે હોદ્દા પર રહીને શ્રાવકપણું ખૂબલ જ દીપાવ્યું છે.' * ૪ પ્રકારના શ્રાવકો:૧) મા-બાપ જેવા. ૨) ભાઈ જેવા. ૩) મિત્ર જેવા. ૪) શોક્ય જેવા. અત્યારે પણ એવા નમૂના જોવા મળશે. કોઈ મા-બાપની જેમ સાધુનું હિત જ જોશે. કોઈ મિત્ર તો કોઈ ભાઇ જેવો બનીને રહેશે તો કોઈ શોક્યની જેમ દોષ જ જોશે. સર્વવિરતિધરો પણ ઉત્તમ શ્રાવકો અને શ્રાવિકાઓનું સ્મરણ કરે. ભરડેસર સક્ઝાયમાં શ્રાવક અને શ્રાવિકાઓ જ છે ને? ભગવાન પણ પ્રશંસા કરે તો બીજાની શી વાત? “થન્ના સાન્નિા , સુત્રા માણંદ્ર રામવા યા ૩૮૨ ... •કહે કલાપૂર્ણસૂરિ ગાર પસંસડું મથવું, ધ્વત્તિ મદીવો ” * “તૃણ પરે જે ષખંડ સુખ ઠંડી...” સર્વવિરતિ સંયમ ચક્રવર્તીને જ્યારે સમજાય કે સંયમ જ લેવા લાયક છે, ત્યારે છ ખંડની ઋદ્ધિ તેને તણખલા જેવી લાગે. સનસ્કુકરની જેમ ક્ષણવારમાં છોડી દે. સંયમનું સુખ અનુપમ છે. સંયમનું અસલી સુખ તો જ મળે જો આપણે ભાવથી સાધુપણું મેળવીએ. * “હુઆ રાંક પણ જેહ આદરી...' ભીખારી પણ આ સંયમનો આદર કરે તો ઈન્દ્રો અને નરેન્દ્રો પણ એના ચરણે ઝૂકે. * ચારિત્રની સાથે જ્ઞાનનો આનંદ ભળે તો તે શોભી ઊઠે. * ૧૨ કષાયોનો નાશ થયા પછી જ સર્વવિરતિ મળે. માટે સાધુને પ્રશમનો આનંદ હોય. પ્રશમ જ્ઞાનનું ફળ છે. * સભ્યત્વમાં પણ પ્રશમનો આનંદ હોય, પણ તે અનંતાનુબંધી કષાયનો નાશ થવાથી ઉત્પન્ન થયેલો હોય. દેશવિરતિધરને અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાનીનાનાશથી પ્રશમનો આનંદ વધે. સર્વવિરતિધર સાધુને પ્રત્યાખ્યાનીનો નાશ થવાથી વળી આનંદ વધે. સંજ્વલનનો નાશ થવાથી યથાખ્યાત ચારિત્રમાં પ્રથમ આનંદની ચરમ સીમા આવી જાય. જેમ જેમ કષાયો પાતળા થતા જાય, કષાયોનો આવેશ મંદ પડતો જાય તેમ તેમ આપણી અંદર જ રહેલો પરમાત્મા પ્રગટ થતો જાય. કષાયનો સંપૂર્ણ નાશ થતાં જ આપણી અંદર રહેલો પ્રભુ પ્રગટ થઈ ઊઠે છે. પત્થરમાંથી નકામો ભાગ દૂર થતાં જ જેમ અંદર રહેલી પ્રતિમા પ્રગટ થઇ ઊઠે છે. 'कषायमुक्तिः किल मुक्तिरेव ।' કષાયનો નાશ એ જ ખરી સાધના છે. પ્રભુ અને આપણી વચ્ચે કષાયોનો જ પડદો છે. કષાયોના પડદાઓ (અનંતાનુબંધી આદિ) હટતા જાય તેમ તેમ આનંદ વધતો જાય. સમ્યકત્વી કરતાં દેશવિરતિધરને, તેના કરતાં સર્વવિરતિધને અનંત – અનંતગણો આનંદ હોય. કહે કલાપૂર્ણસૂરિ ...... ••• ૩૮૩ કષાયોના નાશથી એવી સમતા પેદા થાય છે જ્યાં ગમો અણગમો નષ્ટ થઇ જાય છે. એમ તો ગ્રાહક પાસે વેપારી આદિ પણ સમતા રાખે છે, પણ એ સમતા આત્મશુદ્ધિ કરનારી નથી. સાધુની સમતા આત્મશુદ્ધિ કરનારી છે. કષાયોની માત્રા ઘટતી જાય તેમ સમતાની માત્રા વધતી જાય. ૪, ૫, ૬, ૭ ઈત્યાદિ ગુણસ્થાનોમાં ક્રમશઃ આ કારણે જ આનંદ વધતો જાય છે. એક ગુણઠાણામાં પણ શુદ્ધિના કારણે ઘણા પ્રકારો હોય છે. આનંદ શ્રાવક પાંચમા ગુણઠાણાની એવી સીમાએ પહોંચ્યા હતા, જ્યાં તેમને નિર્મળ અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હતું. એવું અવધિજ્ઞાનકે ગૌતમસ્વામી જેવા પણ એકવાર વિશ્વાસ ન કરી શક્યા. કષાય - નાશના લક્ષપૂર્વક આપણી સાધના ચાલતી જ રહે, ચાલતી જ રહે તો આનંદ વધતો જ રહે વધતો જ રહે, તેજલેશ્યા વધતી જ રહે “તેજ' એટલે આનંદ, સુખ. ચય તે સંચય આઠ કર્મનો.” * ચારિત્રની નિર્યુક્તિ ભદ્રબાહસ્વામીએ આ પ્રમાણે કરી છે: ચા = ચય રિત = રિક્ત – ખાલી કરવું. અનંતા ભવોના ક્મનો કચરો ખાલી કરી આપે તે ચારિત્ર. અત્યાર સુધી આપણે કર્મનો કચરો એકઠો કરવાનું જ કામ છે. ચારિત્રકચરો સાફ કરીને આપણને સ્વચ્છ બનાવે છે. કર્મોને એકઠા કરવાનું કામ કષાયનું છે. ચારિત્રકચરો સાફ કરીને આપણને સ્વચ્છ બનાવે છે. કર્મોને સાફ કરવાનું કામ ચાસ્ત્રિનું છે. બેમાંથી શું પસંદ કર્યું છે? કષાય કે ચારિત્ર? * વ્યવહાર ચારિત્ર ચુસ્તપણે પાળીએ તો નિશ્ચય ચારિત્ર (ભાવ-ચારિત્ર) પ્રાપ્ત થાય. જેમ સુવર્ણ (સોનું) દ્રવ્ય પાસે હોય તો માલ મળે, તેમ અહીં પણ દ્રવ્ય ચારિત્રથી ભાવચારિત્ર મળે છે. ૩૮૪ ... » કહે કલાપૂર્ણસૂરિ દ્રવ્યચારિત્રમાં દ્રવ્ય કારણ અર્થમાં છે. દ્રવ્ય બે પ્રકારે : ૧) પ્રધાન દ્રવ્ય, ૨) અપ્રધાન દ્રવ્ય. પ્રધાન દ્રવ્ય તે, જે ભાવનું કારણ બને. આપણું ચારિત્ર પ્રધાન દ્રવ્ય હોય તો ભાવચારિત્ર મળ્યા વિના ન રહે. જેમ દીવો સળગાવો ને પ્રકાશ મળ્યા વિના ન રહે. કોડિયું તેલ, વાટ વગેરે દ્રવ્ય કહેવાય, તેની જ્યોત ભાવ કહેવાય. આત્મા, આત્માવડે આત્મામાં શુદ્ધ સ્વરૂપને જુએ, જાણે ને અનુભવે તે અનુક્રમે દર્શન, જ્ઞાન અને ચારિત્ર છે. -:તપપદ - 'कम्मर्ल्डौमूलण-कुंजरस्स, नमो नमो तिव्व-तवोभरस्स...।' કર્મ-વૃક્ષને ઉખેડવામાં તપ હાથી સમાન છે. એ તપ – ધર્મને નમસ્કાર હો...! નમસ્કાર હો..! * ચક્રવર્તીનું ચક્ર છ ખંડનો જ વિજય કરે, સિદ્ધચક્ર ત્રણ જગતનો વિજય કરે. કહે કલાપૂર્ણસૂરિ .... •.. ૩૮૫ સોમવાર, જી. વદ – ૧, ૨૭-૧૦-૯૯. ભાવશુદ્ધિ માટે નવપદોનું આલંબન છે. નવપદમાં સમગ્ર જિનશાસન છે. કારણકે જિનશાસન નવપદ સ્વરૂપ જ છે. પૂજ્ય હેમચન્દ્રસૂરિ કહે છેઃ "त्वां त्वत्फलभूतान् सिद्धान्, त्वच्छासनरतान् मुनीन् । त्वच्छासनं च शरणं, प्रतिपन्नोऽस्मि भावतः ।।" હે ભગવન્! હું તારું જ શરણું લઉં છું. તારા શરણમાં શેષત્રણેય શરણ આવી જાય તારા ફળરૂપ સિદ્ધ, તારા શાસનમાં તત્પર મુનિ અને તારા શાસનનું શરણું હું લઉં પ્રભુના શાસનમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ આવી ગયા. મુનિમાં આચાર્ય, ઉપાધ્યાય, સાધુ આવી ગયા. એક અરિહંતમાં પણ આખું જિનશાસન આવી જાય તો નવપદમાં તો સુતરાં આવી જાય. આ વિચારણા માત્ર નવદિવસ માટે નથી, અરે, આ ભવ માટે નથી, મુક્તિ મળે ત્યાં સુધી આ પકડી રાખવાનું છે. જીવનનું લક્ષ્ય પરમાત્મ-પદ બની ગયું હોય, પ્રભુ પર પ્રેમ જાગ્યો હોયતો નવપદો આમાં અત્યંત સહાયક છે. જેને આપણે પ્રેમ કરીએ છીએ તે પ્રભુ પરિવાર સહિત આ ૩૮૬ ... ........ કહે કલાપૂર્ણસૂરિ નવપદમાં છે. જે મોક્ષમાં જવું છે તે સિદ્ધો અહીં (નવપદમાં) છે જે બનીને સાધના કરવી છે તે સાધુ આદિ આમાં છે, જેની આપણે સાધના કરવી છે તે દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ અહીં છે. હવે જોઈએ શું? નવપદની દોસ્તી ગમશે? આપણેતોચોરડાકુ જેવા વિષય-કષાયો સાથે દોસ્તી કરી બેઠા છીએ. એદોસ્તીના કારણે ભૂતકાળમાં ઘણીવાર નરક-નિગોદની મુસાફરી કરી છે. હજુ પણ એ દોસ્તી નહિ છોડીએ તો એ જ આપણું ભવિષ્ય છે. એડાકુઓના નિવારણ માટે કોઈ (ગુરુ આદિ) સમજાવે તો આપણે તેના પર ગુસ્સે થઇ જઈએ છીએ. જે ભલું નવપદોએ ક્યું છે કે કરશે તે કોઇ નહિ કરી શકે. જે ભૂ વિષય-કષાયોએ ક્યું છે તે કોઈ નહિ કરી શકે. કોની દોસ્તી કરવી છે તે આપણે વિચારવાનું છે. પ્રશ્નઃ આ દિવસોમાં અસઝાયે શા માટે? ઉત્તરઃ નવપદની આરાધના બરાબર થઈ શકે માટે. મંત્રાદિનો જાપ બરાબર થઈ શકે માટે, એમ સમજી લો. * ગુરુ પાસે કલાક બગાડ્યો ન કહેવાય એ એકાદ કલાકમાં અનુભવની અનેક વાતો જાણવા મળશે, જે બીજે ક્યાંયથી નહિ મળે, નવપદોની આરાધનામાં ટાઈમ બગડ્યો ન કહેવાય. એ જ આરાધનામાં જીવનની સફળતા છે. * પ્રભુ મનમાં હોય તો તેને ચંચળ બનાવનાર એક પણ તત્ત્વ અંદર પેસી શકે નહિ. સિંહ બેઠો હોય તે ગુફામાં શિયાળ આદિની શી તાકાત છે કે પ્રવેશ કરી શકે? આપણી હૃદય ગુફામાં સિંહ સમ ભગવાન બેઠા રહે તો આપણે નિર્ભય! ભગવાન જતા રહેતો આપણે ભયભીત! ભગવાન જતાં જ ભય આવે. ભગવાન આવતાં જ ભય ભાગે * ચંડકૌશિક, ગોવાળ, સંગમ વગેરે ગમે તે કરી જાય છતાં ભગવાન કાંઈ ન કરે એ કાયરતા કહેવાયકે વીરતા? દુન્યવી દૃષ્ટિએ કાયરતા કહેવાય, પણ લોકોત્તર દૃષ્ટિએ વીરતા કહેવાય. કહે કલાપૂર્ણસૂરિ ....... ક્ષમા વીરસ્થ મૂષક્’ લોકોત્તર સૂત્ર છે. દુશ્મન પર દયા કરવાનું આ ધર્મ શીખવે છે. સન્નિપાતના રોગીને તમે દવા આપવા જાવ ને પેલો લાફો મારે તો પણ તમે ગુસ્સો ન કરો. કારણ કે તમે દર્દીની લાચારી સમજો છો. - ભગવાન પણ સંગમ આદિની લાચારી સમજે છે. મોહે સંગમ આદિને પાગલ બનાવ્યા છે. પાગલ પર ગુસ્સો શું? આ દૃષ્ટિકોણ નજર સામે રાખીને જીવીએ તો કોઈના પર પણ ગુસ્સો આવે? * કોઈના પણ જીવનમાં જ્યારે એવો સંકલ્પ જાગે હું હવે પાપ નહિ કરું સમજી લેજો, ભગવાનની કૃપા ઉતરી. પાપ - અકરણનો વિચાર પ્રભુ-કૃપા વિના આવી જ ન શકે. * સભ્યત્વ મળતાં પ્રશમનું સુખ મળે છે, તેમ દુઃખ, દુઃખી જીવોને જોઈ થતું દુઃખ પણ વધે છે. “આ બિચારા ક્યારે ધર્મ પામશે? ક્યારે સુખી બનશે?' એવા વિચારથી સમ્યગ્દષ્ટિ દુઃખી હોય છે. * નવપદનું વર્ણન તો તમે સાંભળ્યું, પણ નવપદમાં સ્થાન મેળવવાનું મન થયું? નવપદની આરાધનાનું મન થયું? * નવપદની આરાધનાથી કર્મખપ્યા કે નહિ? તે શી રીતે ખબર પડે? કર્મ ઓછા થવાની નિશાની કષાય - હાસ છે. કષાયો ઘટતા જાય, આવેશ મંદ પડતો જાય, મન પ્રસન્ન છે, એ કર્મો ઘટ્યા તેની નિશાની છે. ખેદ, સંક્લેશ, ગુસ્સો, આવેશ, વિહળતા, વગેરે વધતા રહે તેમ સમજવું. કર્મ વધી રહ્યા છે. લેશે વાસિત મન સંસાર.” નાડ પરથી વૈદ્યને ખબર પડે, લોહી આદિ પરથી ડૉક્ટરને ખબર પડે તેમ મનની પ્રસન્નતા – અપ્રસન્નતાથી આત્માના આરોગ્યની ખબર પડે. * ડૉક્ટર જયચંદજીએ મદ્રાસમાં કહેલુંઃ હવે આપ રૂમમાંથી બહાર નહિ નીકળી શકો. મેં કહ્યુંઃ “હુંનીકળીશ. પ્રતિષ્ઠા પણ કરાવીશ મને પ્રભુ પર વિશ્વાસ છે. ૩૮૮ ... .... કહે કલાપૂર્ણસૂરિ ડૉક્ટરે કહ્યુંઃ માપી પ્રસન્નતા હૈ તો વાત હો અને ખરેખર નેલ્લોર - કારની પ્રતિષ્ઠા મેં કરાવી. જીવવાની ઈચ્છા ન હોય તેવા દર્દીને ડૉક્ટર પણ બચાવી શકે નહિ. તરવાની ઈચ્છા ન હોય તેવાને ભગવાન પણ તારી શકે નહિ. * સમતાપૂર્વક તપ કરો તો બેડો પાર થઈ ગયો સમજો. સમતા, ભક્તિ, અને કરુણા તમારા આત્માની નિર્મળતા સૂચવે છે. ભક્તિથી દર્શન, કરુણાથી જ્ઞાન અને સમતાથી ચારિત્ર સૂચિત થાય છે. * તપ નિકાચિત કર્મોને પણ તોડી શકે? નિષ્કામપણે, નિતુકપણે અને દુર્બાન રહિતપણે થાય તે તપ કર્મક્ષય માટે સમર્થ બની શકે. તે નિકાચિત કર્મોના પણ અનુબંધોને તોડી નાખે. મારી ૨૦૦ ઓળીનું પારણું થશે. માટે આમ થવું જોઈએ કે તેમ થવું જોઈએ.” એવી કોઈ ઈચ્છા તપસ્વીને ન હોય. વિદ્યા, મંત્ર, જાપ, આત્મશક્તિ ઈત્યાદિ જેમ ગુપ્ત રખાય તો જ ફળે તેમ તપ પણ ગુપ્ત રખાય તો જ ફળે. હું તો કહું છું દુનિયામાંનામ જામે, કીર્તિ જામે, તે પલિમંથ' છે. પલિમંથ એટલે વિજ્ઞ!” લોકોના ઘસારાથી થતા વિદનો છે. હું તો ત્યાં સુધી કહીશઃ અપકીર્તિ તો ખૂબ જ સારી ! અપકીર્તિ થઈ તો લોકોનું આવવાનું બંધ! લોકોનું આવવાનું બંધ એટલે સાધના ખૂબ જ સારી રીતે થઈ શકે! એવું કહેવાય છે કે ચિદાનંદજી મહારાજને જો ખબર પડી જતી કે મને મળવા લોકો ટોળે મળ્યા છે, તો તેઓ તરત જ ભાગી જતા. * તપથી કર્મોના આવરણ ખસે. આવરણ ખસે તેમ આત્મ-શુદ્ધિ વધે. વધતી જતી સમતા અને પ્રસન્નતા અંદર થતી આત્મ-શુદ્ધિની સૂચના છે. * ગાથા ગોખી એટલે જ્ઞાનાવરણીય કર્મ ખસ્યું અને ગાથા આવડી. પુનરાવર્તન કરવાનું છોડ્યું તો ગાથા ગઈ. જ્ઞાનાવરણીય કર્મ લાગી ગયું. કારણ કે જ્ઞાનાવરણીય કર્મ સતત ચાલુ જ છે. જે વાત ગાથા માટે સાચી છે, એ જ વાત સમતા, સંતોષ, સરળતા ઈત્યાદિ ગુણો માટે પણ સાચી છે. જો આપણે એ માટેદરકાર નકરી તો એ ગુણો ગયા. મૂડી ન સાચવો તો જતાં વાર કેટલી? કમાવામાં મહેનત પડે તેમ તેની સુરક્ષામાં પણ ઓછી મહેનત કહે કલાપૂર્ણસૂરિ ........ ••• ૩૮૯ નથી. * પ્રગટેલું સમ્યક્ત્વ ટકાવી રાખીએ તો એ કદી દુર્ગતિમાં ન જ જવા દે. ભલે ૬ ૬ સાગરોપમ તમે સંસારમાં રહો, પણ સમ્યગ્દર્શન કદી દુર્ગતિમાં ન જ જવા દે, ૬૬ સાગરોપમ પછી ક્ષાયોપશમિક સમ્યક્ત્વ ક્ષાયિક બની જાય, મોક્ષપ્રદ જ બને. કુમારપાળ મહારાજા, શ્રેણિક રાજા જેવા તો માત્ર ૮૪ હજાર વર્ષોની અંદર મોક્ષે જવાના. ઈચ્છારોધન તપ નમો. તપને ઓળખવો શી રીતે ? ઈચ્છાનો નિરોધ કરવો તે જ તપ ! તપની આ સંક્ષિપ્ત વ્યાખ્યા સદા યાદ રાખવી. ઉપવાસ કર્યો, પણ આખી રાત દૂધ – રાબડી યાદ આવ્યા તો દ્રવ્ય ઉપવાસ તો થયો, પણ ઈચ્છારોધ ન થયો. અનશનાદિ બાહ્ય તપોમાં બાહ્ય ઈચ્છાઓનો નિરોધ છે. આત્યંતર તપમાં અંદરની ઈચ્છાઓનો નિરોધ છે. અનશનમાં – ખાવાની ઈચ્છાનો. ઉણોદરીમાં – વધુ ખાવાની ઈચ્છાનો. વૃત્તિસંક્ષેપમાં – વધુ દ્રવ્યો ખાવાની ઈચ્છાનો. રસત્યાગમાં – વિગઈઓ ખાવાની ઈચ્છાનો. ૩૯૦ કાયક્લેશમાં – સુખશીલતાની ઈચ્છાનો અને સંલીનતામાં શરીરને આમ તેમ હલાવવાની ઇચ્છાનો રોધ થાય છે. આપ્યંતર તપ : પ્રાયશ્ચિત્તમાં દોષને છુપાવવાની ઈચ્છાનો વિનયમાં – અક્કડ થઈને રહેવાની ઈચ્છાનો વૈયાવચ્ચમાં – સ્વાર્થીપણાની ઈચ્છાનો. સ્વાધ્યાયમાં નિંદા-કુથલીની ઈચ્છાનો ધ્યાનમાં મનની સ્વચ્છંદ વિચરણની ઈચ્છાનો અને કહે કલાપૂર્ણસૂરિ કાયોત્સર્ગમાં મન-વચન-કાયાની ચપળતાની ઈચ્છાનો નિરોધ થાય છે. સ્વાધ્યાય – ૧ ૨ પ્રકારમાં સ્વાધ્યાય જેવો તપ નથી. ‘સન્નાય-સમો તવોથ।' સ્વાધ્યાય એ બગીચાનો કૂવો છે, જ્યાંથી પાણી મળતું રહે છે. જિન-વાણી રૂપી પાણી અહીંથી જ મળે છે ને ? સ્વાધ્યાય તાજો તેના બધાય યોગો તાજા. ૨૪ ધ્યાનમાંના પ્રથમ ધ્યાનમાં આજ્ઞા વિચયાદિ છે. ભગવાનની આજ્ઞા સ્વાધ્યાય દ્વારા જાણવા મળે છે. * ‘ધમ્મો મંગલમુક્તિ’ માં સુવર્ણસિદ્ધિ પણ રહેલી છે, એમ પૂર્વાચાર્યોએ કહ્યું છે. લોઢા જેવા આત્માને સુવર્ણ બનાવનાર ધર્મનો સુવર્ણસિદ્ધિ રસ છે. સ્વાધ્યાયમાં દુષ્ટ ધ્યાન (આર્તધ્યાનાદિ)ની ઈચ્છાનો રોધ થાય છે. પ્રશ્ન ઃ બીજા પદાર્થોની ઈચ્છા કરવી પડે છે. દુર્ધ્યાન તો પોતાની મેળે થયા કરે છે તો તે ઈચ્છારૂપ શી રીતે ? ઉત્તર ઃ દુર્ધ્યાન સ્વયં ઈચ્છારૂપ છે. દુર્ધ્યાન કરવાની ઈચ્છા ભલે ન હોય, પણ એ સ્વયં ઈચ્છારૂપ છે. આર્ત્તધ્યાનના ૪ પ્રકારોમાં ઈચ્છા જ દેખાય છે ને ? ઈષ્ટ ન મળવું, અનિષ્ટ મળવું – આ બધું શું છે ? પેલાને ચેલા મળ્યા, મને ન મળ્યા, આ બધી ઈચ્છાઓ જ છે ને ? પર-પરિણતિ સાથે ખૂબ પરિચય ર્યો છે. સ્વસાથે પરિચય કર્યો જ નથી. પ્રભુ સાથે કદી પરિચય કર્યો જ નથી. પ્રભુ આપણા છે એવું કદી લાગ્યું જ નથી. પ્રભુ માતા, પિતા, ભાઈ, બંધુ, ગુરુ, નેતા, અરે સર્વસ્વ છે, એમ અનુભવીઓ ભલે કહે, પણ એ આપણો અનુભવ બને ત્યારે કામ થાય.. * સ્વાધ્યાયમાં એકાગ્રતા આવી જાય એટલે ધ્યાન મળે. ધ્યાનના બે પ્રકારઃ ધર્મ ધ્યાન – સાલંબન ધ્યાન – મૂર્તિ આદિનું ધ્યાન. શુક્લ ધ્યાન – આત્માનું ધ્યાન – પરમ ધ્યાન. પરમાત્મા સાથે એકતા કરાવે તે ધર્મધ્યાન. આત્મા સાથે એકતા કરાવે તે શુક્લધ્યાન. કહે કલાપૂર્ણસૂરિ ૩૯૧ * દર છ મહિને નવપદની આરાધના આવે. જેથી દર વખતે એની આરાધનામાં નવું નવું સ્ફુરણ થતું જ જાય. નવો નવો ઉલ્લાસ વધતો જ જાય. દર છ મહિને નવપદની એકની એક વાતથી કંટાળી ન જવાય ? એવો પ્રશ્ન પૂછતા હો તો હું કહીશ : તમે રોજ-રોજની એકની એક રોટલીથી કંટાળો છો ? જો ત્યાં કંટાળો નહિ તો અહીં કંટાળો શી રીતે ? :: મવાર, આ. વદ - ૨, ૨૬-૧૦-૯૯. નવપદમાં આત્માને જોવો કે આત્મામાં નવપદને જોવા એનો અર્થ એકેનવપદની દરેક અવસ્થા આત્મામાં અનુભવવી. ભલે આપણે સ્વયં અરિહંત નથી બન્યા, પણ આપણા ધ્યેયમાં તો અરિહંત આવી શકે ને ? સાધ્યમાં તો અરિહંત આવી શકે ને ? આનું જ નામ નવપદની દરેક અવસ્થા આત્મામાં અનુભવવી. આપણો ઉપયોગ નવપદોમાંથી કોઈપણ પદમાં રહે છે ત્યારે આપણી આત્મશક્તિ વધે છે. વિષય-કષાયમાં ઉપયોગ રહે છે ત્યારે આત્મશક્તિનો હ્રાસ થાય છે, એટલું સમજી રાખો. ‘તુમ ત્યારે તબ સબ હી ન્યારા...' ભગવાન (ઉપલક્ષણથી નવપદ) નજીક તો બધા નજીક. ભગવાન દૂર તો બધું જ દૂર. * જ્યારે કોઈના પ્રત્યે પણ અમૈત્રીભાવ આવે ત્યારે કદી વિચાર આવ્યો : હું ‘મિત્તો મે સબ્વમૂછ્યુ’ દિવસમાં બે વાર તો બોલું જ છું ? ૩૯૨ ... ..... કહે કલાપૂર્ણસૂરિ મૈત્રીની આંખે જીવોને જોવા તેતો મિત્રાદષ્ટિનું, સમ્યકત્વથી પણ પહેલાનું લક્ષણ છે. સાધુ તો જીવોને આત્મવત્ જુએ, મૈત્રી તો માનવતાનું પહેલું પગથિયું છે. જે કંઠસ્થર્યા વિના વડીદીક્ષા ન થાય એ દશવૈકાલિકમાં તમે શું ભણ્યા છો? 'सव्वभूअप्पभूअस्स, सम्मं भूआई पासओ ।' સર્વજીવોમાં સ્વજીવને જોનારો સાધુ હોય. તેથી જ સાધુ સર્વભૂતાત્મભૂત કહેવાય. માર્ગનુસારિતામાં રહેલો માણસ પણ જીવોને મિત્રની આંખે જુએ. સાધુ તો સૌ જીવને આત્મવજુએ. બીજામાં એ પોતાનું જ સ્વરૂપ જુઓ. બીજાની હિંસામાં પોતાની, બીજાના અપમાનમાં પોતાનું જ અપમાન જુએ તે સાધુ. * આ બધું હું મારુંવસ્તૃત્વબતાવવા નથી કહેતો. આપણે તો માત્ર આ માધ્યમથી સ્વાધ્યાય કરીએ છીએ. * જીવોની સાથે સંબંધ સુધરતાં જ પરમાત્માની સાથે સંબંધ સુધરવા લાગે છે. * નિર્મળતા, સ્થિરતા અને તન્મયતા આ ક્રમ છે. જે જે અનુષ્ઠાનોથી આત્માની નિર્મળતાદિ થાયતેતે અનુષ્ઠાનોમાં ધ્યાન પરોવવું જરૂરી છે. નિર્મળતાથી સમ્યગ્દર્શન. સ્થિરતાથીઃ સમ્યજ્ઞાન અને તન્મયતાથી સમ્યક ચારિત્ર મળે છે. ધ્યાનમાં ત્રણેયની એકતા થાય છે. આ અવસ્થામાં યોગીઓ સ્વઆત્મામાં જ પરમાત્માને જુએ છે. પછી લાગે છે ? જેટલું શરીર આપણાથી નજીક છે, એથી પણ પરમાત્મા વધુ નજીક છે. પર-શરીરને આપણે પોતાનું માની બેઠા. પોતાના પ્રભુને આપણે પરમાની બેઠા. ભગવાન સાત રાજલોક દૂર નથી, અહીં જ છે, આપણું જ સ્વરૂપ છે, એવું ભાન ત્યારે આવે છે. * અંતરાત્મ-દશા પામેતે જ પરમાત્મદશા પામી શકે. પરમાત્મ- દશાનું સર્ટીફિકેટ છેઃ અંતરાત્મદશા! એ હોય તે જ પરમાત્મા બની કહે કલાપૂર્ણસૂરિ ..... ... ૩૯૩ 213. * વૃત્તિ બે પ્રકારે : ૧) મનોવૃત્તિ ૨) સ્પંદનરૂપ વૃત્તિ. ૧) મનોવૃત્તિ ઃ ૧૨મા ગુણઠાણે જાય. ૨) સ્પંદન વૃત્તિ ઃ ૧૪મે ગુણઠાણે જાય. ૧૪મા ગુણઠાણે અયોગી, અલેશી અને અનુદીરક ભગવાન હોય છે. નવપદમાં પાંચ પરમેષ્ઠી ગુણી અને જ્ઞાનાદિ ૪ ગુણ છે. * નવપદનું બહુમાન કરવું એટલે સર્વોત્કૃષ્ટ ગુણી અને સર્વોત્કૃષ્ટ ગુણોનું બહુમાન કરવું. નવપદોનું ત્રણેય યોગથી બહુમાન થવું જોઈએ. મન, વચનનું બહુમાન તો સમજ્યા, પણ કાયાથી બહુમાન શી રીતે થાય ? તે ગુણ જીવનમાં અપનાવવાથી થાય. * નવપદોનું ધ્યાન આપણને નવપદમય બનાવે. એક વખત આત્મા એમાં રસ લેવા લાગે તો દરેક જન્મમાં નવપદ મળે. દા.ત. મયણા-શ્રીપાળ. * કુસંસ્કારો જો દરેક ભવમાં સાથે આવતા હોય તો સારા સંસ્કારો સાથે કેમ ન આવે? સુસંસ્કારોનો સ્ટોક નહિ રાખો તો કુસંસ્કારો તો આવશે જ. એ તો અંદર પડ્યા જ છે. * નવપદો સર્વ લબ્ધિ અને સિદ્ધિઓનું ગૃહ છે. એને હૃદયમાં વસાવો એટલે બધી લબ્ધિઓ અને સિદ્ધિઓ તમારા હાથમાં છે. -ઃ તપપ૬ઃ જાણતાં તિહું નાણ સમગ્ગહ. આજે જૈન સંઘમાં તપનો ખૂબ મહિમા છે. ને એ હોવો જ જોઈએ. એથી જ આપણે ઊજળા છીએ. મનની નિર્મળતા આપનાર તપ છે. ભગવાન જેવા ભગવાન પણ, તે ભવે મોક્ષમાં જનારા છે, એમ જાણતા હોવા છતાં ઘોર તપ કરે છે, તેનું કારણ શું ? તપનો મહિમા સમજવા તીર્થંકરોનું જીવન જ બસ થઈ પડે. ભગવાન મોક્ષમાં જવાનો છું, એમ જાણે છે, તેમ કર્મક્ષય વિના મોક્ષ નથી એમ પણ જાણે છે, કર્મક્ષય તપ વિના નહિ થાય, એ પણ જાણે છે. ૩૯૪ ... કહે કલાપૂર્ણસૂરિ ઘણા કહે છેઃ અમે આલોચનામાં તપ તો નહિ કરી શકીએ. કહેશો તેમ પૈસા ખર્ચ દઈશું. આમ ચાલે? કર્મ-નિર્જરાનું તપ અનન્ય સાધન છે. * તપ જિન-શાસન દીપાવનાર છે. આઠ પ્રભાવકોમાં તપસ્વી પણ પાંચમો પ્રભાવક છે. એ કેવો હોય? તપગુણ ઓપેરે રોપે ધર્મને, ગોપે નહિ જિન-આણ; આશ્રવ લોપેરેનવિ કોપે કદા, પંચમ તપસી તે જાણ...” તપ-ગુણથી ઓપે, ધર્મને રોપે, ભગવાનની આજ્ઞા ગોપે નહિ, આશ્રવ લોપે નહિ અને કદી કોપે નહિ તે સાચો તપસ્વી છે. | Janકહે કલાપૂર્ણસૂરિ મ... www.jaira Mary.org શ્રીમતી પન્નાબેન દિનેશભાઈ રવજીભાઈ મહેતા પરિવાર આયોજિત ઉપધાન-તપ-પ્રારંભ, ૩૮૦ આરાધકો. બુધવાર, આ. વદ - ૩, ૨૭-૧૦-૯૯. * નવપદોની આરાધના કરવી એટલે આત્માના જ શુભભાવોની આરાધના કરવી. અરિહંતાદિ પદો આપણી જ વિશિષ્ટ અવસ્થાઓ છે. આપણામાંથી કોઈ અરિહંત બનીને કે કોઈ આચાર્ય, ઉપાધ્યાય કે સાધુ બનીને સિદ્ધ બનવાના. આખરે સિદ્ઘ તો બનવું જ પડશે ને ? આજે કે કાલે, એના વિના ઉદ્ધાર તો નથી જ. * જ્ઞાન, દર્શન, ચારિત્રની વિશુદ્ધ આરાધના એ જ જન્મમાં મુક્તિ આપે. કાળ, સંઘયણ, વગેરેની અનુકૂળતા ન મળે તો ૨ કે ૩ ભવ, ૭-૮ ભવ તો બહુ થઈ ગયા. આટલા ભવોમાં તો મોક્ષ મળવો જ જોઈએ. જ્યારે પણ સિદ્ધિ મળશે અરિહંતાદિની ભક્તિથી જ મળશે. તો શા માટે અત્યારથી જ અરિહંતાદિની ભક્તિ આરંભી ન દેવી ? * શુક્લધ્યાનના કુલ ચારમાંથી બે ભેદથી કેવળજ્ઞાન મળે, શેષ બે અયોગી ગુણઠાણે મળે. ધ્યાન વિચારમાં હમણાં જ ધ્યાનના કુલ ભેદો ૪ લાખ ૪૨ હજાર ત્રણસો અડસઠ (૪૪૨૩૬૮) વાંચી આવ્યા. ધ્યાન બે રીતે આવે. ૧) પુરુષાર્થથી અને ૨) સહજતાથી... ૩૯૬ ... કહે કલાપૂર્ણસૂરિ www.jamnelibrary.org તીર્થંકરોને નિયમા પુરુષાર્થથી જ ઘ્યાનસિદ્ધ થાય. કારણકે તેઓને બીજાને માર્ગ બતાવવો છે. પુરુષાર્થથી થતા ધ્યાનને ‘કરણ’ કહેવાય, સહજતાથી થતા ધ્યાનને ‘ભવન’ કહેવાય. ભવનયોગમાં મરુદેવીનું ઉદાહરણ શ્રેષ્ઠ છે. કરણયોગમાં તીર્થંકરોનું ઉદાહરણ શ્રેષ્ઠ છે. * ઘડીયાળમાં માત્ર કાંટાઓનું જ નહિ, મશીનના બધા જ સ્પેરપાર્ટોનું મહત્ત્વ છે, તેમ સાધનામાં પણ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ વગેરે તમામ અંગોનું મહત્ત્વ છે. એકની પણ ઉપેક્ષા ન ચાલે. ગૌણતા કે પ્રધાનતા ચાલી શકે, પણ ઉપેક્ષા ન ચાલે. * એકાગ્રતાપૂર્વકનું ચિંતન તે ધ્યાન છે. ન * યોગ, વીર્ય, સ્થામ, ઉત્સાહ, પરાક્રમ, ચેષ્ટા, શક્તિ, સામર્થ્ય દ્વારા કર્મોનો અલગ-અલગ રીતે નાશ થાય છે, તે ધ્યાન વિચાર દ્વારા સમજાશે. ક્યારેક વાંચશો તો તમને બહુ રસ પડશે. કોઈક કર્મને ઉંચે લઈ જાય, કોઈ નીચે લઈ જાય, કોઈ તલમાંથી તેલ કાઢે તેમ કર્મોને કાઢે, એવી વ્યાખ્યાઓ ત્યાં બતાવી છે. * સાપવાળા ખાડામાં બાળક પડી ગયું. માએ ખેંચીને બહાર કાઢ્યો, બાળકને ઉઝરડા પડ્યા, લોહી નીકળ્યું, રડવા લાગ્યો. માએ સારું ક્યું કે ખરાબ કર્યું ? બાળક તે વખતે કદાચ કહેશે ઃ માએ ખરાબ કર્યું, પણ બીજા કહેશે ઃ માએ સારું કર્યું, આમ જ કરવું જોઈએ. ગુરુ પણ ઘણીવાર શિષ્યનો નિગ્રહ કરે તે આ રીતે તેને વધુ દોષથી બચાવવા. શિષ્યને ત્યારે ભલે ન સમજાય, પણ ગુરુના નિગ્રહમાં તેનું કલ્યાણ જ છૂપાયેલું હોય છે. * સંયમ ઢાલ છે. તપ તલવાર છે. કર્મોના હુમલા વખતે આ તલવાર અને ઢાલ સાથે રાખવાના છે, તેનો ઉપયોગ કરવાનો છે. યુદ્ધ મેદાનમાં રજપૂતો કેસરીયા કરીને તૂટી પડે. તેનો એક જ નિર્ધાર હોય ઃ કાં વિજય મેળવીને આવીશ. કાં શહીદ બનીશ. કાયર નહિ બનું. સાધકનો પણ આવો જ નિર્ધાર હોય. તો જ કર્મ-શત્રુ પર જીત મળી શકે. ‘હવે હદ થઈ ગઈ. હવે મારે કર્મસત્તાના અંડરમાં રહેવું નથી જ. બહુ થઇ ગયું. અનંતોકાળ વીતી ગયો. હવે ક્યાં સુધી આ ગુલામી સહવી ?’ કહે કલાપૂર્ણસૂરિ 626 'देहं पातयामि, कार्य साधयामि ।' 'करेंगे या मरेंगे ।' એમ વિચારીને સાધક કર્મ-કટક પર તૂટી પડે. જ્ઞાન ભણવામાં, વૈયાવચ્ચમાં, ધ્યાનમાં બધા જ અનુષ્ઠાનોમાં આવો ઉત્સાહ જોઈએ. તો જ તમે જીત મેળવી શકો. ઉત્સાહ વિના તપ થઈ શકે નહિ. * ૪૮ લબ્ધિઓ તપથી જ પ્રગટે. પ્રશ્નઃ અત્યારે કેટલી લબ્ધિ પ્રગટે? ઉત્તરઃ મુનિઓ એવા હોય કે લબ્ધિ પ્રગટે તો પણ કહે નહિ. લબ્ધિ દેખાડવાની ઈચ્છા હોય તેવાને લબ્ધિનપ્રગટે. અત્યારે પ્રગટતી નથી, કારણકે એટલી નિઃસ્પૃહતા અત્યારે નથી રહી. શાસન - પ્રભાવનાના બહાના હેઠળ પણ અહંકારની પ્રભાવના જ કરવાની ઈચ્છા છુપાયેલી હોય છે. અત્યારે તમે સંયમનું સારું પાલન કરો, એ પણ મોટી લબ્ધિ ગણાશે. ભરતને નવનિધાન વગેરે મળેલા તે પૂર્વજન્મમાં કરેલી વેયાવચ્ચરૂપતપ સાધનાનું ફળ હતું. * પ્રશ્ન તપ મંગળરૂપ છે નવકાર પણ મંગળરૂપ કહેવાય છે. બન્નેમાં ક્યુંમંગળ સમજવું? ઉત્તરઃ નવકારમાં નમો મંગળ છે. “નમો’ વિનયરૂપ છે. વિનય તપનો જ ભેદ છે. એટલે બન્ને એક જ છે. બન્ને મહામંગળ છે. તપ, શિવ-માર્ગમાં સાચો ભોમિયો છે. “ભવોભવ મને બારે - બાર પ્રકારનો તપ કરવાની શક્તિ મળજો...” એવું નિયાણું કરો તો પણ દોષ નથી. ભવોભવ તુમ ચરણોની સેવા એમ ભગવાનને કહીએ જ છીએ ને? સેવા વિનયરૂપ તપ જ છે. * જ્ઞાન, તપવગેરે ઉત્કૃષ્ટ કક્ષાના હોય તો સમજવું, પૂર્વજન્મના સંસ્કારો પડેલા છે, માટે જ અત્યારે આ ગુણો ઉત્કૃષ્ટ કક્ષાના બન્યા છે. આ જન્મમાં જો હજુ વધુ સંસ્કારો પાડીશું તો આગામી જન્મમાં એ ગુણો હજુ પણ પરાકાષ્ઠાએ પહોંચશે. * ઈચ્છારોધે સંવરી. ઈચ્છા-રોધ એટલે સંવર, ઈચ્છા કરવી એટલે આશ્રવ. ૩૯૮ ... ..... કહે કલાપૂર્ણસૂરિ સંવરથી આત્મગુણોનો આસ્વાદ મળે છે. આવો આસ્વાદ લેનાર આત્મા સ્વયં જ નૈયિક દૃષ્ટિએ તપ છે. આગમ કે નોઆગમથી શુભ ભાવ જ સત્ય છે ઃ તમે તમારા આત્મભાવમાં સ્થિર બનો. પરભાવમાં રાચો નહિ. સ્વ-ગૃહમાં રહેશો તો કોઈ કાઢશે નહિ. બીજાના ઘરમાં રહેવા ગયા તો તમને કાઢી મૂકવામાં આવશે. સ્વભાવ સ્વગૃહ છે. પરભાવ પર ઘર છે. * અસંખ્યાત યોગો શાસ્ત્રોમાં બતાવેલા છે. ધ્યાનના ચાર લાખ ભેદો તો સ્કૂલ છે. બાકી એકેક ભેદમાં પણ અનેક ભેદો – અનેક સ્થાનો હોય છે. આ બધામાં મુખ્ય યોગ નવ-પદ છે. નવપદ સહિતનું આત્મધ્યાન જ પ્રમાણભૂત મનાય. એને છોડીને ક્યાંય જતા નહિ. સીધા અનાલંબનમાં ભૂસકો નહિ મારતા. ‘યોગ અસંખ્ય તે જિન કહ્યા, નવ-પદ મુખ્ય તે જાણો રે; એહ તણે અવલંબને, આતમધ્યાન પ્રમાણો રે...’’ આત્મધ્યાન કરો તો જ નવપદ પ્રમાણભૂત છે. એવો અર્થ પણ આ પદ્યમાંથી તમે ખેંચીને કરી શકો, પણ તમારો મન ફાવતો અર્થ અહીં ન ચાલે. એવો અર્થ તમારી માનસિકતાનું પ્રતિબિંબ છે. તમે શાસ્ત્રાનુસાર ચાલવા નથી માંગતા, પણ જે કરો છો, તેને શાસ્ત્રાનુસાર બનાવવા, શાસ્ત્રનો સિક્કો મરાવવા મારી-મચડીને અર્થ કરો છો. આ માત્ર આત્મવંચના હશે. કહે કલાપૂર્ણસૂરિ ... ... ૩૯૯ * બુદ્ધિ બળ આદિ ઘટતા ગયા, તેમ તેમ આગમોના ગૂઢ રહસ્યોને સમજાવવા અનેક પ્રકરણ ગ્રંથો પૂર્વાચાર્યો બનાવતા ગયા. એકલા હરિભદ્રસૂરિજીએ ૧૪૪૦ ગ્રન્થ રચ્યા. પોતાનું સંપૂર્ણ જીવન એમાં રેડી દીધું. એમના પછી થયેલા દરેક ગીતાર્થોએ હરિભદ્રસૂરિજીનું સમર્થન કર્યું. એમણે લગભગ દરેક સ્થાને પૂ. હરિભદ્રસૂરિજીને આગળ ર્યો છે. ગુરુવારે, આ. વદ - ૪, ૨૮-૧૦-૯૯. ગુજરાતી વાંચન, બાહ્ય વાંચન એટલું વધી ગયું કે સાધનાનુસારી વાંચવાનું સાવ જ ભૂલાઈ ગયું. જીવન આખું પરલક્ષી બની ગયું. અધ્યાત્મગીતામાં માત્ર ૪૮ જ ગાથાઓ છે, પણ સાધના માટેનો અદ્ભુત ગ્રંથ છે. બધાને ખાસ સૂચના છે કે – આ કંઠસ્થ કરજો. પંચવસ્તુક ઃ - પ્રશ્ન ઃ નવકારશી આદિના પચ્ચક્ખાણ લીધા પછી બીજા માટે આહારાદિ લાવી શકાય ? કારણકે કરણ – કરાવણ – અનુમોદન ત્રણ રીતે પાપનો ત્યાગ થાય છે. ઉત્તર ઃ નવકારશી આદિના પચ્ચક્ખાણ સ્વયં પાલન માટે છે. બીજા માટે આહારાદિ લાવવામાં દોષ નથી. તમને મીઠાઈ બંધ હોય તો બીજામાટે ન લવાય એવું નથી. જો એમ થાય તો સેવાયોગ જ ઉડી જાય. વિનય-વૈયાવચ્ચ જતા રહે તો સાધનામાં રહે શું ? કહે કલાપૂર્ણસૂરિ ૪૦૦ ... . નિર્યુક્તિકાર ભદ્રબાહુસ્વામીએ કહ્યું છે : દાન અને દાન - ઉપદેશનો ક્યાંય નિષેધ નથી. અસાંભોગિક પ્રાપૂર્ણક સાધુ હોયતો ગોચરીના ઘરો બતાવવા. સાંભોગિક હોયતો પોતે જ લાવીને ગોચરી આપવી. સ્વયંને ઉપવાસ છતાં આચાર્ય, ઉપાધ્યાય, બાળ, ગ્લાન આદિ માટે આહાર લાવવામાં દોષ નથી. જિન-વચનામૃત ઘૂંટી-ઘૂંટીને પીનારા સાધુને સ્વ-પરનો ભેદ નથી હોતો. એથી જ તેઓ સ્વ-પરની પીડાનો પરિહાર થાય તેમ વર્તતા હોય છે. વેયાવચ્ચ પર-પીડા પરિષ્કારક છે. જ્ઞાનાચાર સ્વયં માટે જ છે, પણ વીર્યાચાર સ્વ-પર ઉભય માટે છે. વેયાવચ્ચ વીર્યાચાર અન્તર્ગત છે. વેયાવચ્ચની પણ વિધિ જાણવી જોઈએ. નહિ તો ભક્તિની જગ્યાએ કમભક્તિ થઈ જાય. સ્વાધ્યાયની વૃદ્ધિ થાય, રોજનો કાર્યક્રમ વ્યવસ્થિત ચાલે, સુખેથી હિતોપદેશ આપી શકાય, બળમાં હાનિ ન થાય, કફ ન થાય, બીજાનું આ બધું ધ્યાનમાં રાખીને વેયાવચ્ચ કરવાની છે. પોતાને જ્ઞાનાદિની પુષ્ટિ થાય. વેયાવચ્ચ ન કરવામાં આવે તો કર્મ-નિર્જરા અટકી જાય. પોતાના અનુષ્ઠાન પણ વૈયાવચ્ચ કરનાર બરાબર કરે. પોતાના અનુષ્ઠાન છોડીને વૈયાવચ્ચન કરે. ભરત - બાહુબલીએ પૂર્વ જન્મમાં પ૦૦ સાધુઓની સેવા કરેલી, જેના પ્રભાવે એકને ચક્રવર્તીપણું ને બીજાને પરાઘાતપણું મળેલું. ભરફેસર સક્ઝાયમાં સૌ પ્રથમ ભરતનું જ નામ આવે છે. એમને શી રીતે ભૂલાય? પૂર્વજન્મની વેયાવચ્ચના કારણે જ એમને અરીસાભુવનમાં કેવળજ્ઞાન મળેલું દીક્ષા વિના જ એમને કેવળજ્ઞાન મળી ગયેલું તો દીક્ષાની જરૂર શી? એમ નહિ માનતા. એમના પૂર્વભવની સાધનાને યાદ કરજો. મહાવીર સ્વામીનું જીવન વાંચતાં કેવળજ્ઞાન કેટલું કઠણ – કેટલું મોંઘું લાગે? કહે કલાપૂર્ણસૂરિ ..... ૪૦૧ WWW.jainelibrary.org ભરતનું જીવન વાંચતાં કેટલું સસ્તું લાગે? કેવળજ્ઞાનને આટલું સરળ રીતે આપી દેનાર વૈયાવચ્ચ છે, એ ભૂલતા નહિ. ચક્રવર્તી આદિ ભૌતિક ફળ તો આનુષંગિક છે, વૈયાવચ્ચનું મુખ્ય ફળ કેવળજ્ઞાન છે, મોક્ષ છે. માટે જ અનુકંપા નિષિદ્ધ નથી, તેમ વેયાવચ્ચ પણ નિષિદ્ધ નથી. મુક્તિના બે માર્ગ છે: ૧) અનુકંપાઃ શાન્તિનાથનો પૂર્વભવ – મેઘરથ ૨) વૈયાવચ્ચનો – બહુ - સુબાહુ (ભરત – બાહુબલી) અનુકંપાદિના પ્રયત્ન વગરનો સામાન્ય માર્ગ પહેલો માર્ગ તીર્થંકરાદિ ઉત્તમ જીવોનો છે. બીજો માર્ગ સામાન્ય સાધુઓનો છે. પૂ. દેવચન્દ્રજી કૃત અધ્યાત્મ ગીતા “પ્રણમીએ વિશ્વહિત જૈનવાણી, માનંદ તરુ સિંચવા અમૃતપાણી; મહામોહ પુર ભેદવા વજપાણી, ગહન ભવ ફંદ છેદન કૃપાણી..” (૧.) તીર્થકરને નમન કરવાથી તો મંગળ થાય જ. તીર્થંકરની વાણીને નમન કરવાથી પણ મંગળ થાય. ભગવતીમાં ‘નમો સુમ’ ‘નમો વંપત્તિવણ' કહીને મંગળ છે. આ પ્રણાલિકા આજે પણ સચવાયેલી છે. આગમને આપણે સૌ નમીએ છીએ. જિનવાણીને નમન પરમ મંગળ છે. જિનવાણી સમગ્ર વિશવને હિતકર છે. એક શબ્દ જિનવાણીમાંથી એવો શોધી બતાવો, જેનાથી કોઈનું અહિત થતું હોય. ચારે – ચાર માતાઓ (વર્ણમાતા, નવકારમાતા, અષ્ટ પ્રવચનમાતા અને ધ્યાનમાતા) જિનવાણીને લગતી જ છે. ચારેય માતાઓની માતા આ જિનવાણી જ સામાયિકથી બિન્દુસાર (૧૪મું પૂર્વ) સુધી જિનવાણી વિસ્તૃત છે. માતા એને જ કહેવાય જે બાળકનું અહિત નિવારે, એકાન્ત હિત જ કરે. આ માતા શાશ્વત સુખ આપી પરમહિત કરે છે. ૪૦૨ ••• ..... કહે કલાપૂર્ણસૂરિ માટે લખ્યુંઃ મહાનંદ-તરુ સિંચવા અમૃત પાણી...” મહાનંદ એટલે મોક્ષ. મોક્ષ-વૃક્ષને સિંચવા આ જિનવાણી અમૃતની ધાર છે. બાહ્ય તૃષા પાણીથી શમે, પણ અંદરની તૃષા તો જિનવાણીથી જ શમે. પાણી ન પીઓ તો અજીર્ણ થાય, સ્વાથ્ય બગડે, તેમ જિનવાણી ન મળે તો ભાવ – આરોગ્ય બગડે. મહામોહરૂપી પુર (દેત્યનું નગર) ને ભેદવામાં આ જિનવાણી ઈન્દ્ર છે. ભયંકર ભવ - અટવીને છેદવામાં પાણી છે, કુહાડી છે. કહે કલાપૂર્ણસૂરિ ..... ... ૪૦૩ * અત્યારે પંચવસ્તુકમાં છ આવશ્યક ચાલે છે. અવશ્ય કરવાની ચીજ તે આવશ્યક. ગુરુવાર, આ. વદ ૫, ૨૯-૧૦-૯૯. એવું નથી કે સાંજે જ છ આવશ્યક કરવાના. આખો દિવસ છ આવશ્યકમાં જ જીવવાનું છે. દરેક ક્ષણ આવશ્યકમય હોવી જોઈએ. સાંજે તો માત્ર લાગેલા દોષોનું પ્રાયશ્ચિત્ત કરવાનું છે. *દરેક ક્ષણે કર્મ જાગતું રહે છે તો આપણાથી કોઈપણ ક્ષણે કેમ ઊંઘી શકાય ? યુદ્ધ વખતે સૈનિક આરામ કરી શકે ખરો ? પ્રમાદ કરીશું તેટલો પરાજય નજીક આવશે, એવું દરેક સૈનિકને ખ્યાલ હોય તેમ સાધુને પણ ખ્યાલ હોય. રાગ-દ્વેષની સામે આપણી લડાઈ ચાલુ છે. - અરિહંતને શા માટે આપણે દેવ તરીકે પસંદ કર્યા ? તેઓ રાગ-દ્વેષના વિજેતા છે માટે. આપણે પણ રાગ-દ્વેષના વિજેતા બનવાનું છે એ માટે. “હાર્ય સાધમિ, તેદું વા પાતયામિ ।' ની પ્રબળ ભાવના જોઈએ. ૪૦૪ ... છ આવશ્યક આપણને યુદ્ધમાં જીતવાની કળા શીખવે છે. * ધ્યાન દ્વારા પ્રભુનો સ્પર્શ કરવો તે સમાપત્તિ છે. ઈન્દ્રિયો દ્વારા વિષયોનો સ્પર્શ ઘણીવાર ર્યો. હવે ઈન્દ્રિયોને પ્રભુ-ગામી બનાવવી છે, પ્રભુ-સ્પર્શી બનાવવી છે. આંખથી T.V. આદિ બહુ જોયા, હવે પ્રભુને જોવા છે. બીજા ગીતો ઘણા સાંભળ્યા, હવે જિન-વાણી સાંભળવાની છે. આડું-અવળું ઘણું વાંચ્યું, હવે જિનાગમ વાંચીએ. કહે કલાપૂર્ણસૂરિ બીજાની ખુશામત ઘણી કરી, હવે આ જીભથી પ્રભુના ગુણ ગાવા છે. જગતના સ્પર્શે ઘણા ક્ય, હવે આપણે પ્રભુ-ચરણનો, ગુરુ-ચરણનો (“અહો કાયંકાય' એ ગુરુ-ચરણની સ્પર્શના જ છે. ગુરુને તકલીફ ન પડે માટે ઓવામાં ચરણોની સ્થાપના કરવાની છે.) સ્પર્શ કરવાનો છે. આગળ વધીને આત્માના શુદ્ધ સ્વભાવનો સ્પર્શ કરવાનો છે. સિદ્ધોના શુદ્ધ સ્વરૂપનો સ્પર્શ કરવાનો છે. * સિદ્ધો માનેઃ જગતના જીવોએ અમને અહીં પહોંચાડ્યા નહિ તો અમે અહીં ક્યાંથી? દાની માનેઃ લેનારને મળ્યા હોત તો અમે શું કરત? ગુરુમાને શિષ્યો ન હોત તો હું કોને ભણાવત? કોને બોધ આપત? શિષ્ય માનેઃ ગુરુએ મને સેવાનો ક્વો ઉત્તમ લાભ આપ્યો? - આવી વિચારણાથી ક્યાંય કોઈને અભિમાન ન આવે. સો સોનો દૃષ્ટિકોણ અલગઅલગ હોય. બીજાનો દૃષ્ટિકોણ આપણે સ્વીકારીએ છીએ ત્યારે આપણે દોષભાગી બનીએ છીએ. * શક્તિ હોવા છતાં પચ્ચખાણ ન કરીએ તો આપણું અણાહારી પદ વિલંબમાં મૂકાશે. ઘણીવાર શક્તિ હોવા છતાં આપણે થોડાકથી ચૂકી જઈએ છીએ. ગૃહસ્થપણામાં મેં ૧૬ ઉપવાસ કરેલા. બહુ જરૂર્તિ- ઉલ્લાસ હતો. માસક્ષમણ આરામથી થઈ જાત. પણ તક ગઈ. માસક્ષમણ પછી ન થઈ શક્યું. શક્તિ હોવા છતાં તપ ન કરીએ તો આપણે ગુનેગાર છીએ. * “બહુવેલ સંહિસાતું ના આદેશ શા માટે ? બહુવેલ સંદિસાડું ના આદેશમાં ગુરુ-સમર્પણ છુપાયેલું છે. કોઇપણ કાર્ય ગુરુને પૂછ્યા વિના ન જ કરી શકાય. પણ શ્વાસ વગેરેની પ્રવૃત્તિ માટે વારંવાર ક્યાં પૂછવું? આવી પ્રવૃત્તિની રજા “બહુવેલ સંદિસાહુના આદેશથી મળી જાય છે. જો કે આમાં વાસ લેવા જેવી બાબતોની જ આપણે રજા નથી લેતા, બીજા મોટા કામોની પણ રજા લઈ લઈએ છીએ !! પૂછવા જેવા મોટા કામોમાં જેટલું ન પૂછીએ તેટલું ગુરુ-સમર્પણ ઓછું સમજવું. કહે કલાપૂર્ણસૂરિ ...... ૪૦૫ For Private Personal use only અધ્યાત્મ ગીતા - “દ્રવ્ય અનંત પ્રકાશક, ભાસક તત્ત્વ સ્વરૂપ, આતમ તત્ત્વ વિબોધક, શોધક સચ્ચિકૂપ; નયનિક્ષેપ પ્રમાણે, જાણે વસ્તુ સમસ્ત, ત્રિકરણ યોગે પ્રણમું જેનાગમ સુપ્રશસ્ત..રા. વેદાદિ શાસ્ત્રોને તેમના અનુયાયીઓ ભગવાન માને. શીખો ગુરુગ્રન્થને ભગવાન માને. આપણે પણ આગમમાં ભગવદ્ બુદ્ધિ કરવાની છે. મૂર્તિ આકારથી મીન ભગવાન છે. જ્યારે આગમ બોલતા ભગવાન છે. * દુનિયાના પદાર્થો પણ એટલે જાણવાના છે, કે આ પુગલ પદાર્થોતે હું નથી, આત્મા નથી, એમ સમજાય. * આત્મા સિવાયની કોઈ વસ્તુમાં જાણવાની શક્તિ નથી, જ્યારે આત્મામાં સ્વ-પર જ્ઞાયક શક્તિ છે. * આત્માના બધા જ પ્રગેશો - પર્યાયો સાથે મળીને જ કામ કરે, અલગ-અલગ નહિ. બે આંખથી એક જ વસ્તુ દેખાય. જો આ ઉપયોગને સંપૂર્ણપણે ભગવાનમાં જોડી દઈએ તો? * અનાદિકાળથી આપણી ચેતના પુદ્ગલો તરફ જ ખેંચાયેલી છે, વેરાયેલી છે. હવે તેને આત્મસ્થ કરવાની છે. બહારથી હટાવીને અંદર ખેંચવાની છે. * સિંહને બકરાના ટોળામાં જોઈ, બીજા સિંહોને કેટલું દુઃખ થાય? મારો જાતિભાઈ આ રીતે બેં બેં કરે? ભગવાનની નજરમાં આપણે સૌ સિંહ જેવા હોવા છતાં બેં બેં કરતા બકરા જેવા છીએ. માટે જ ભગવાન આપણને સ્વ-સ્વરૂપ યાદ કરવાનું કહે છે. * નય, નિક્ષેય, પ્રમાણની શૈલીથી જ્ઞાન માત્ર અહીં જ જોવા મળશે, બીજા કોઈ શાસ્ત્રોમાં જોવા નહિ મળે. * દેવચન્દ્રજીએ જ્ઞાનસાર પર જ્ઞાનમંજરી ટીકા લખી છે, તે નયપૂર્વક લખી છે. ભલે શાસ્ત્રમાં નયની વાત કરવાની ના પાડી છે, પણ યોગ્ય શ્રોતા હોય તો કરી શકાય. * નયથી આત્માનું સ્વરૂપ કેવું? વગેરે બધી જ વાતો અહીં બતાવવામાં આવશે ••••• ૪૦૬ ••• કહે કલાપૂર્ણસૂરિ નિવાર, આ. વદ - ૬×૭, ૩૦-૧૦-૯૯. * પૂર્વાચાર્યોએ સાચવી રાખ્યું, પોતાના શિષ્યોને આપ્યું માટે શ્રુતજ્ઞાનનો કાંઈક પણ વારસો આપણને મળ્યો છે. આ વારસો આપણે પણ આપણા અનુગામીને આપવો જોઈએ. ન આપીએ તો ગુનેગાર ઠરીએ. શાસન હજુ સાડા અઢાર હજાર વર્ષ ચાલશે, તે આ શ્રુતજ્ઞાનના આધારે. શ્રુતજ્ઞાન માત્ર વાંચી- વંચાવીને ટકાવવાનું નથી, જીવીને પણ ટકાવવું છે. વાંચવા વંચાવવા કરતાં શ્રુતજ્ઞાન પ્રમાણે જીવાતું જીવન ઘણું અસરકારક બને છે. અમને પૂ. કનકસૂરિજીના જીવન દ્વારા જ ઘણું ઘણું જાણવાનું મળ્યું છે. પ્રત્યક્ષ જીવન અન્ય માટે મોટું આલંબન છે. * સ્વાધ્યાય સાધુનું જીવન છે. આડું-અવળું વાંચવું સ્વાધ્યાય ન ગણાય. સ્વાધ્યાયના ટાઈમે તો સ્વાધ્યાય કરવાનો જ, પણ વચ્ચે વચ્ચે પણ જ્યાં જ્યાં સમય મળે, ત્યાં ત્યાં સ્વાધ્યાય કરવાનો છે. વેપારી જેમ દરેક તકમાં નફો કેમ રળવો ? તે જુએ, તેમ સાધુ દરેક અવસરે સ્વાધ્યાયની તક જુએ. સંવર – નિર્જરા મુક્તિનો માર્ગ છે. સ્વાધ્યાયથી સંવર – નિર્જરા બન્ને થાય છે. સ્વાધ્યાયથી નવો – નવો સંવેગ ઉત્પન્ન થાય છે. સ્વાધ્યાય કરતાં ઉલ્લસિત હૃદય વિચારે : ભગવાને કહેલા તત્ત્વ આવા અદ્ભુત છે ? આ સંવેગ છે. સ્વાધ્યાયથી કહે કલાપૂર્ણસૂરિ ૪૦૭ ભગવાનના માર્ગમાં નિશ્ચલતા – નિષ્કપતા થાય છે. સ્વાધ્યાય મોટો તપ છે. તપથી નિર્જરા થાય છે. સ્વાધ્યાયથી બીજાને સમજાવવાની શક્તિ પ્રગટે છે. દાન કોણ કરી શકે? ધનનો સ્ટોક હોય તે. ઉપદેશ કોણ આપી શકે ? જ્ઞાનનો સ્ટોક હોય તે. વાચના આદિ પાંચેય પ્રકારનો સ્વાધ્યાય કરે તેનામાં ઉપદેશક શક્તિ સ્વયં પ્રગટી જાય. સ્વાધ્યાયથી આત્મહિતનું જ્ઞાન થાય છે. સ્વાધ્યાયથી ભગવાન હૃદયમાં વસે છે. કારણ આગમસ્વયં ભગવાન છે. ભગવાન હૃદયમાં આવતાં અહિતથી નિવૃત્તિ અને હિતમાં પ્રવૃત્તિ થાય છે. હિત જાણો જ નહિ તો પ્રવૃત્તિ શી રીતે કરો? અહિતથી શી રીતે અટકો? પંચસૂત્રમાં કહ્યું છે: “હિમહિમfમોરિયા ' દિતાહિતfમજ્ઞ: ગ્રામ્' ભગવન્! હુંમૂઢ-પાપી છું મને હિત અને અહિતનો જાણકાર બનાવ. આવેશમાં આવીને દોષારોપણ નિંદા ઈત્યાદિ કરીને આપણે રોજ-બરોજ કેટલું અહિત કરીએ છીએ? હિતાહિતનહિ જાણતોકર્તવ્યનકરે, અકર્તવ્ય કરતો રહે. આવો આત્મા ભવસાગર શી રીતે તરી શકે? એકવાર દુર્ગતિમાં પડ્યા પછી ફરી ઉપર શી રીતે આવી શકીશું? હિમાલયની ખીણમાં ગબડ્યા પછી માણસ હજુએ બચી શકે, પણ દુર્ગતિમાં પડ્યા પછી બચવું મુશ્કેલ છે. પંડિત અમૂલખભાઈઃ “દુર્ગતિ આદિમાં ભવિતવ્યતા પણ કારણ ખરુંને?' ઉત્તરઃ ભવિતવ્યતા બીજા માટે વિચારી શકાય, પોતાના માટે નહિ, નહિ તો પુરુષાર્થ ગૌણ બની જાય. પોતાના ભૂતકાળ માટે ભવિતવ્યતા લગાવી શકાય. પહેલેથી જ ભવિતવ્યતા સ્વીકારી લઈએતો ધર્મ કે ધર્મશાસ્ત્રોનો કોઈ જ અર્થ નહિ રહે. ગોશાલક - મત આવીને ઊભો રહેશે. ધર્મમાં ભવિતવ્યતા લગાડનારાઓને પૂછું છું તમે વેપારમાં ભવિતવ્યતા લગાડો છો? ભોજનમાં ભવિતવ્યતા લગાડો છો? નિયતિને આગળ કરી ઘણા પુરુષાર્થહીન બની ગયા છે. ૪૦૮ .. ... કહે કલાપૂર્ણસૂરિ સમજાવવા છતાં તમે માનો તો હું ભવિતવ્યતાનો દૃષ્ટિકોણ અપનાવી શકું. તમે સ્વયં તમારા માટે ન અપનાવી શકો. માટે સ્વાધ્યાયની પ્રતિજ્ઞા આપું? કે નવા વર્ષે? કંઈક નવું ભણશો? ભૂલાઈ જવાના કારણે નવું ભણવાનું છોડી નહિ દેતા. ભલે એ ભૂલાઈ જશે, પણ એના સંસ્કારો અંદર પડ્યા રહેશે. જેટલા સૂત્રોના અર્થ દઢ-રૂઢ બનાવશો તેટલા સંસ્કારો ઊંડા ઊતરશે. નમુત્થણે પણ મને કેટલું કામ લાગે છે? અભય, ચક્ષુ, માર્ગ આદિને આપનારા ભગવાન માથે બેઠા છે, મારે ચિંતા શી? કદી કોઈ જોષીને કુંડલી-કુંડલી બતાવી નથી. કે ભવિષ્યની ચિંતા નથી કરી. આ બળ કોણ આપે છે? અંદર બેઠેલા ભગવાન. * સંસારી લોકો પૈસા ખર્ચીને પ્રસિદ્ધિ મેળવે. આપણે થોડુંક જ્ઞાન પ્રદર્શિત કરી પ્રસિદ્ધિ મેળવીએ. ફરક શો પડ્યો? આપણું જ્ઞાન પ્રદર્શક નહિ, પ્રવર્તક હોવું જોઈએ, આ વાત હું ઘણીવાર કહી ચૂક્યો છું. * આગમની માત્ર પૂજા નથી કરવાની, ભણવાનું છે, સમજવાનું છે, આગળ વધીને તે પ્રમાણે જીવવાનું પણ છે. અધ્યાત્મ ગીતા “જિણે આતમા શુદ્ધતાએ પિછાણ્યો, તિણે લોક – અલોકનો ભાવ જામ્યો; આત્મરમણી મુનિ જગવિદિતા, ઉપદિશી તિણે અધ્યાત્મગીતા..” કેટલાક જિજ્ઞાસુ શ્રાવક માટે પૂ. દેવચન્દ્રજીએ આ અધ્યાત્મગીતા બનાવી છે. વૈદિકોમાં ભગવદ્ગીતા પ્રસિદ્ધ છે, તેમ આપણી આ ગીતા છે. બે શ્રુતકેવલી કહ્યા છેઃ ૧) સંપૂર્ણ દ્વાદશાંગીના જ્ઞાતા. ૨) આત્મરમણી મુનિ. આખા આગમોનો સાર આત્મરુચિ, આત્મજ્ઞાન અને આત્મરમણતા છે. પરરુચિ, પરભાવરમણતાથી અટકવું તે છે. “આગમ - નો આગમ તણો, ભાવ તે જાણો સાચો રે; આતમ ભાવે સ્થિર હોજો, પરભાવે મત રાચો રે..” આ જ્ઞાનનો સાર છે, મુઠી છે. આટલી મૂઠીમાં બધું સમાઈ ગયું. શેષતેનો વિસ્તાર છે કલાપૂર્ણસૂરિ ..... ... ૪૦૯ “નિજ સ્વરૂપ જે ક્રિયા સાધે, તે અધ્યાત્મ કહીએ રે..” પૂ આનંદઘનજી અધ્યાત્મની સંક્ષિપ્ત વ્યાખ્યા આપતાં કહે છેઃ જે ક્રિયાથી તમારું સ્વરૂપ નજીક આવે તે ખરું અધ્યાત્મ. જેનાથી આપણે સ્વરૂપથી દૂર જઈએ તે અધ્યાત્મ નથી. દરેક ક્રિયા વખતે આ વ્યાખ્યા નજર સામે રાખો તો જીવન કેવું બદલાઈ જાય? અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા, વૃત્તિસંક્ષય - આ પાંચ પ્રકારનો યોગ હરિભદ્રસૂરિજીએ બતાવ્યો છે. શરૂઆત અધ્યાત્મથી થઈ છે. તત્ત્વતિન કરૂં તે અધ્યાત્મ ! કોનું તત્ત્વચિંતન? આગમના સહારે તત્ત્વચિંતન કરવું તે ચિંતન મૈત્રી આદિથી યુક્ત હોવું જોઈએ તથા જીવનમાં વિરતિ જોઈએ. જૈન દૃષ્ટિએ આ અધ્યાત્મ છે. નિષ્ણાત વૈદ બધા રોગોનો ઈલાજ એક ઔષધથી કરે, તેમ ભગવાન આપણા ભવ-રોગનો ઉપાય એક જ દવાથી કરે છે. તે દવા છેઃ અધ્યાત્મ...! ૪૧૦. ...... કહે કલાપૂર્ણસૂરિ - વિવાર, આ. વદ – ૮, ૩૧-૧૦-૯૯. ધર્મકાર્યમાં ઉત્સાહ આપનાર વધે તેમ તે વધુ ફળદાયક બને. મજાર લોકો મોટો પત્થર અને શિલા અવાજ કરીને ચડાવે, લડાઈમાં સેનિકો પણ રણશીંગા સાંભળીને તાનમાં આવી જાય, તેમ ભાવિક ભગવાનના વચનો સાંભળી ઉત્સાહમાં આવે. નિષ્ણાત વૈદ્ય શરીરની શુદ્ધિ-પુષ્ટિ કરે, તેમ આવશ્યક પણ આત્માની શુદ્ધિપુષ્ટિ કરે છે. - સાધુનું ધન જ્ઞાન છે. ગૃહસ્થ ધન માટે કેટલી મહેનત કરે? તેથી પણ વધુ જ્ઞાન માટે સાધુ કરે જ્ઞાન-શ્રદ્ધા આદિ જ સાધુની મૂડી છે. વિદ્યાના લોભી થવું ખોટું નથી. * ધન સાથેન આવે, જ્ઞાન ભવાંતરમાં પણ સાથે આવશે. બાકી, દાંતમાંથી સોનું પણ લોકો કાઢી લેશે. ચંચળ લક્ષ્મી માટે આટલો સમય (સમય એ જ જીવન છે.) વેડફવા કરતાં અમર લક્ષ્મી માટે પ્રયત્ન કરવો જ શ્રેયસ્કર છે. * સ્વાધ્યાયથી થતા લાભઃ આત્માના હિતનું જ્ઞાન, અતિથી નિવૃત્તિ. નફો-તોટો વેપારી જાણે તેમ સાધુ આત્માનું હિતાહિત જાણે. હિંસા, જૂઠ આદિ અહિતકર છે. અહિંસા, સત્ય આદિ હિતકર છે, સતત- આટલું નજર સામે રાખીને સાધુએ જીવવાનું છે. છજીવ નિકાયમાં સ્વ આત્માનું દર્શન ન થાય ત્યાં સુધી દીક્ષા માટે લાયકાત પેદા •. ૪૧૧ થઈ ન ગણાયમાટે જ વડી દીક્ષા પહેલા ૪ અધ્યયન શીખવા જરૂરી છે. * સમાધિ એટલે ચિત્તની પ્રસન્નતા! | વિનય, શ્રત, તપ અને આચારથી ચિત્તની પ્રસન્નતા વધે છે માટે જ દશવૈકાલિકમાં તેને સમાધિ કહ્યા છે. વિનયસમાધિ, શ્રુતસમાધિ ઈત્યાદિ. વિનય સમાધિનું કારણ છે, માટે વિનય-સમાધિ. ગુરુનો વિનય નહિકનાર કૂલવાલક, ગોશાલક સમાધિ મેળવી શકે? વિનયનું ફળ સમાધિ. અવિનયનું ફળ સંયમથી પતન! વિદ્યાથી નહિ, વિનયથી માણસ શોભે, વિનીતન હોય તો શ્રીમંત પણ ન શોભે, ધીમંત (બુદ્ધિશાળી) પણ ન શોભે. બધા ગુણો વિનય સાથે હોય તો જ દીપે. * ચારિત્રનિષ્ઠ બનવું હોય તેણે રોજ સ્વાધ્યાય કરવો જ રહ્યો. જ્ઞાનની મહત્તા માટે જ ૨૦ સ્થાનકમાં ૩ સ્થાન જ્ઞાન માટે બતાવ્યા છે. જ્ઞાનસારમાં છે. જ્ઞાન, વિદ્યા, અનુભવ આ ત્રણ અષ્ટક જ્ઞાન માટેના છે. નવા નવા ભાવો જાણવાથી સ્વાધ્યાય મગ્ન મુનિનું ચિત્ત આનંદિત થતું રહે છે. કમાણીના સમાચાર મળે તેમ તેમ તમે રાજી થાવને? તેમ જ્ઞાનીઓ જ્ઞાનવૃદ્ધિથી રાજી થાય. - જ્ઞાનથી શ્રદ્ધા વધે. જાણ્યા પછી તે પદાર્થ પર આપણો વિશ્વાસ અતિ દઢ થતો જાય છે. સ્વાધ્યાયથી અનુપ્રેક્ષા શક્તિ વધે. એક શબ્દ પરથી અનેક અર્થ કરવાની શક્તિ ધા. * અન્યદર્શનીઓ એક પ્રભુ-નામ પર આટલા ગાજે છે. એમને હજુ પ્રભુના આગમો નથી મળ્યા છતાંય. આપણે હજુ પ્રભુ-નામતો મહિમા સમજ્યા નથી. ભગવાન કેટલા ઉદાર? મોક્ષે ગયા તોય નામ મૂકતા ગયા. તમે તમારું પ્રતિષ્ઠિત નામ કોઈને વાપરવા આપો? તમને શંકા છે પેલો મારા નામે ઉધું-ચતું કરી નાખશે તો ભગવાને પોતાનું નામ વાપરવાની છૂટ આપી છે. છ મહિને પા (વા) ગાથા થતી હોય તો પણ નવું ભણવાનો ઉદ્યમ છોડવો નહિ, એમ જ્ઞાનીઓ કહે છે. આપણામાં આવો તો કોઈજ નહિ હોય જે છ મહિનામાં પા ગાથા ૪૧૨ ... ...... કહે કલાપૂર્ણસૂરિ પણ ન કરી શકે. "बारसविहंमि वि तवे, सभिंतर-बाहिरे कुसलदिढे । નવિ સ્થિ નવિ દોરી, ગાય સયં તવ — T” ભગવાને કહેલા બારેય પ્રકારના તપમાં સ્વાધ્યાય સમાન તપ છે નહિ, થશે નહિ. અધ્યાત્મ ગીતા - “વ્યસર્વના ભાવનો, જાણગ પાસગએ, જ્ઞાતા, કર્તા, ભોક્તા, રમતા પરિણતિગે; ગ્રાહક રક્ષકવ્યાપક, ધારકધર્મસમૂહ, દાન, લાભ, ભોગ, ઉપભોગતણો જેવૂડ.૪ આપણા પોતાના ઘરમાં કેટલી સમૃદ્ધિ પડેલી છે, તે અહીં જાણવા મળે છે. શરીરનું આપણે બધું જાણીએ છીએ, પણ આત્માનું કશું જાણતા નથી. આત્મરમણી મુનિ સર્વદ્રવ્યના ભાવને જાણે અને જુએ છે. જાણીને દરેક ગુણને પ્રવૃત્તિ કરાવે છે. જેમ તમે દુકાનના નોકરોને પ્રવૃત્તિ કરાવો છો. આપણી જ શક્તિઓનું જ્ઞાન નહિ હોવાથી આપણે એને બીજે કામે લગાડી દીધી. તમારા છોકરાને તમે બીજાની દુકાને કામ કરાવીને બીજાને કમાણી કરવા દો? આપણે એવું જ કરીએ છીએ. આત્મ-શક્તિનો પ્રયોગ કર્મબંધનમાં જ કરીએ છીએ. આત્મરત મુનિ. જ્ઞાન દ્વારા જાણે, જોવું – દર્શન દર્શન દ્વારા જુએ, જાણવું – જ્ઞાન ચારિત્ર દ્વારા રમણ કરે, જીવે. જીવવું – ચારિત્ર આત્માની દાળ, લાભ, ભોગ, ઉપભોગ, અને વીર્ય આ પાંચ શક્તિઓને (જે પાંચ અંતરાયના નાશથી પેદા થાય.) સાધક કામે લગાડી દે. જ્ઞાન માટે વીર્ય શક્તિ કામે લાગે વીર્ય શક્તિ માટે જ્ઞાન કામ લાગે છે, આમ આત્મગુણો પરસ્પર સહાયક બને છે. મુનિપણું આત્મગુણો પ્રગટાવવા માટે છે. મુનિનો જ આ વિષય છેને જો એ જ આ ન કરે તો બીજું કોણ કરશે? પદવી માટેના સ્થાનના નિર્ણયની જાહેરાત * આજે પદવી પ્રસંગમાટે ભદ્રેશ્વર, વાંકી, આધોઈ, મનફરા, કટારીયા વગેરે કહે કલાપૂર્ણસૂરિ ......... ... ૪૧૩ તરફથી વિનંતીઓ આવી છે. આ પદવી દક્ષિણમાં થવાની હતી. A. D. મહેતાએ ત્યાં ઘણીવાર કહેલુંઃ આપ ત્યાં જ દક્ષિણમાં જ – પદવી આપી દો. પણ... મને એમ કે જે ભૂમિ પર લગાવ છે, જેમનો પ્રેમ મળ્યો છે, એ કચ્છભૂમિને શી રીતે ભૂલાય? એટલે જ મેં તમને નારાજ કરીને પણ પદવી કચ્છ માટે અનામત રાખી. તમે બધા મળીને એક સ્થળ નક્કી કરી લેત તો વધુ સારું, પણ એ શક્ય ન બન્યું તમે મારા પર નાખ્યું. મારો સ્વભાવ છે હું ભગવાન પર નાખું..! . જે નિર્ણય આપું તે તમે વધાવજો. નારાજ નહિ થતા. બધા બાર નવકાર ગણો... (બાર નવકાર ગણાઇ ગયા પછી) સ્થાન માટેનો નિર્ણય જ મારે કરવાનો છે. “વાંકી નગરે આ પ્રસંગ ઊજવાશે. બન્ને સમાજના નામ યથાવત્ રહેશે. (બધા સંઘોએ ટેકો આપ્યો. પછી વાંકીથી – મનફરા સંઘની વિનંતિ, થઈ.) વાંકીનો નિર્ણય અમે એટલે લીધોઃ બધાને પોતાનું લાગે. કચ્છની પ્રજા સાથે પણ સેતુ બંધાય માટે આ નિર્ણય લેવાયો છે. મનફરા પણ પૂ. જીતવિજયજી દાદાની જન્મભૂમિ છે. પ્રાચીન પ્રતિમા છે. માટે તમારી વિનંતિ અમે આવકારીએ છીએ. ચાતુર્માસ - નિર્ણય માગસર - સુદ ૫ ના થશે. ૪૧૪ .. ... કહે કલાપૂર્ણસૂરિ સોમવાર, આ. વદ - ૯, ૧-૧૧-૯. * મળેલા શાસનની વિધિપૂર્વક આરાધના કરવાથી કર્મશુદ્ધિ જલ્દી થાય છે ને આત્મા શીઘ મોક્ષગામી બને છે. * ‘સમર્થ રોય મા પમાયણ’ આમ ભગવાન ગૌતમસ્વામીને કહેતા હતા. કોઈ એમ પણ સમજી બેસેઃ ગૌતમસ્વામી બહુજ પ્રમાદી હશે. માટે વારંવાર ભગવાનને કહેવું પડતું હશે. નહિ, ગૌતમસ્વામીના માધ્યમથી ભગવાનનો પૂરી દુનિયાને સંદેશો છે : એક ક્ષણ પણ પ્રમાદ કરવા જેવો નથી. શરીર પર એટલો મોહ છે કે એ માટે કરેલો પ્રમાદ, પ્રમાદ લાગતો જ નથી, જરૂરી લાગે છે. પ્રમાદ અનેકરૂપે આપણને ઘેરી લે છે. ક્યારેક નિવૃત્તિરૂપે તો ક્યારેક પ્રવૃત્તિરૂપે પણ આવી ચડે છે. નિવૃત્તિ (ઊંઘ વગેરે) ને તો બધા જ પ્રમાદ માને, પણ જેનદર્શન તો પ્રવૃત્તિ (અલબત્ત પાપમય)ને પણ પ્રમાદ માને છે. વિષય-કષાયયુક્તકોઈપણ પ્રવૃત્તિ પ્રમાદ છે. દુનિયા ભલે એને ઉદ્યમશીલ કહેતી હોય, અપ્રમત્ત કહેતી હોય કે કર્મવીર કહેતી હોય, પરંતુ જૈનદર્શનની નજરે વિષય-કષાયથી કરાતી કોઈપણ પ્રવૃત્તિ પ્રમાદ જ * સ્વાધ્યાયથી સાત મહાન લાભઃ ૧. આત્મહિતનું જ્ઞાન. ૨. પારમાર્થિક ભાવ સંવર. ૩. નવું જાણવાથી અપૂર્વ સંવેગ વધે. ૪. નિષ્કપતા આવે. કહે કલાપૂર્ણસૂરિ ... ... ૪૧૫ ૫. ઉત્કૃષ્ટતપ થાય. ૬. કર્મની નિર્જર. ૭. પરોપદેશ – શક્તિ. * સ્વાધ્યાય ઉપયોગપૂર્વકનો હોવો જોઈએ. પોપટીયોપઠનચાલે ઉપયોગપૂર્વક તમે મુહપત્તીના ૫૦ બોલ પણ બોલો તોય કામ થઈ જાય. હું કહું છું માત્ર એક જ બોલ પર વિચારો: “સૂત્ર, અર્થ તત્ત્વ કરી સદહું આના પર વિચારશો તો લાગશેઃ સમગ્ર જૈનશાસન આમાં સમાયેલું છે. માત્ર બાહ્ય ક્રિયાથી, નિષ્માણ ક્રિયાઓથી મોક્ષ મળી જશે, એમ માનતા નહિ, એમાં પ્રાણ પૂરવા પડશે. “અધ્યાત્મ વિણ જે ક્રિયા તે તનુ-મલ તોલે; મમકારાદિક યોગથી, એમ જ્ઞાની બોલે....” અધ્યાત્મ વગરની ક્રિયા એટલે શરીર પરનો મેલ! એવી શુષ્ક ક્રિયાનું પણ અભિમાન કેટલું? મારા જેવી કોઈની ક્રિયા નહિ! * ભગવાનને પરોપકારનું વ્યસન હોય છે, તે કેટલાક દષ્ટાંતોથી જણાશે. ના પાડવા છતાં ચંડકૌશિકને પ્રતિબોધવા ગયા, શૂલપાણિ, હાલિક વગેરેને પ્રતિબોધ્યા. સંગમને ન પ્રતિબોધી શક્વા બદલ આંસુ સાર્યા. ભગવાન આવા પરાર્થવ્યસની, આપણે કેવા? * સાચું જ્ઞાન તે જ જે ગુણિએ ગુપ્ત અને સમિતિથી સમિત બનાવે. ત્રણ ગુપ્તિમાં મનોગુપ્તિ સોથી કઠણ છે. મન વાંદરાથી પણ ચપળ છે. આંખ આદિ ઈન્દ્રિયો દ્વારા મન ચંચળ બને છે. માટે જ મન વશ કરતા પહેલા ઈન્દ્રિય - જય કરવો જરૂરી છે. યોગશાસ્ત્રમાં... પહેલા ઈન્દ્રિય જય. પછી કષાય જય. પછી મનોજય. આ ક્રમ બતાવ્યો છે. ૪૧૬ ... ..... કહે કલાપૂર્ણસૂરિ અમને પૂ. કનકસૂરિજીએ બે બુક, છ કર્મગ્રન્થ સુધીના અભ્યાસ પછી વૈરાગ્ય શતક, ઈન્દ્રિય પરાજય શતક ઈત્યાદિ ભણવાની પ્રેરણા કરેલી. જિતેન્દ્રિય બને તે જ સાધક બની શકે, એવી તેમની ઈચ્છા. પં. ભદ્રંકર વિજયજી મ. ઘણીવાર કહેતા ઃ તમારે શું બનવું છે ? વિદ્વાન કે આત્મક? ‘ગીતાર્થ બનજો.’ એ તેમનો મુખ્ય સૂર હતો. ગીતાર્થ બનવા જિતેન્દ્રિય બનવું પડે. આ વાતને નજર સમક્ષ રાખીને જ ‘ત્રિગુપ્તિ – ગુપ્ત મુનિ એક ક્ષણમાં એટલી કર્મ-નિર્જરા કરે, જે અજ્ઞાની ક્રોડો વર્ષમાં પણ ન કરી શકે.’ એક કહેવાયું છે. - આજે જ ભગવતીના પાઠમાં આપ્યું ઃ કાત્યાયન ગોત્રીય સ્કંધક ભગવાન મહાવીર સ્વામી પાસે દીક્ષા લે છે, ને ભગવાન પોતે જ તેને કઈ રીતે ચાલવું – ખાવું – પીવું – બોલવું – સૂવું ઈત્યાદિની શિક્ષા આપે છે. આ બધી સમિતિ અને ગુપ્તિની જ શિક્ષા છે. ત્રણેય યોગોમાં કંઈ પણ ગરબડ થઈ હોય તે માટે આપણે – સવ્વસ્સવિ દેવસિય દુચિંતિય – મનનું પાપ. દુખ્માસિય – વચનનું પાપ. દુચ્ચિઠ્ઠિન – કાર્યાનું પાપ. મિચ્છામિ દુક્કડં. આ સૂત્ર બોલીએ છીએ. આ સૂત્રમાં આખું પ્રતિક્રમણ સમાયેલું છે, એમ કહીએ તો પણ ચાલે. અધ્યાત્મ ગીતા : : સંગ્રહે એક આયા વખાણ્યો, નૈગમે અંશથી જે પ્રમાણ્યો; વિવિધ વ્યવહાર નય વસ્તુ વિહેંચે, અશુદ્ધ – વળી શુદ્ધ ભાસન પ્રપંચે... ।।૪।। આજે નય, નિક્ષેપ, પ્રમાણ ઈત્યાદિનું જ્ઞાન બહુ જ ઓછું રહ્યું છે. પૂ. દેવચન્દ્રજી આ જ્ઞાનના તલસ્પર્શી અભ્યાસી છે. સંગ્રહ નયથી આત્મા એક છે. નવતત્ત્વમાં ૧, ૨, ૩, ૪, ૫, ૬ પ્રકારે આત્મા બતાવ્યા છે. અપેક્ષા બદલાતી કહે કલાપૂર્ણસૂરિ .... ૪૧૭ જાય તેમ ભેદ પણ બદલાતા જાય. અલગ - અલગ જગ્યાએથી અલગ- અલગ દૃશ્ય નજરે ચડે તેમ અલગ - અલગ દૃષ્ટિકોણથી અલગ - અલગ ભેદ જણાય. - જૈનદર્શનને સારી રીતે સમજવું હોય તેણે અપેક્ષા સમજવી જ પડશે. કઈ વાત કઈ અપેક્ષાએ કહેવાઈ છે? એ જ જે ન જાણે, તે પાટ પરશું બોલશે? નયવાદ એટલે અપેક્ષાવાદ. નય એટલે દૃષ્ટિકોણ. નિગમ નય અંશથી આત્મા માને છે. વ્યવહાર નય જીવોના વિભાગ પાડે છે. જો બધા એક જ છે, તો સાધનાની જરૂર શી? ભક્ત અને ભગવાન, ગુરુ અને શિષ્ય, સિદ્ધ અને સંસારી આવા ભેદો શા માટે? - આ વ્યવહારની દલીલ છે. એની અપેક્ષાએ એ દલીલ સાચી છે. મૈત્રી આદિ ભાવના માટે સંગ્રહનયને આગળ ધરવો. પાલનમાં વ્યવહાર નય. હૃદયમાં નિશ્ચય નય, અપનાવે તે નયવાદ સમજ્યો છે, એમ કહેવાય ઘરના માજી બધાને એક સરખું ન પીરસે, જેને જેટલું પચે, અનુકૂળ હોય તે અને તેટલું જ આપે. તેમ અલગ – અલગ અવસ્થા માટે અલગ – અલગ નયોનો આશ્રય લેવાનો છે. વ્યવહાર નયનું કામ ભેદ પાડવાનું છે. કોઈપણ વસ્તુ અનંત ધર્માત્મક (ધર્મ એટલે ગુણ) છે, એમ જૈનદર્શન માને છે. કોઈ એક ધર્મને આગળ કરી, બીજા ધર્મોને ગૌણ કરી, જે વ્યાખ્યા કરવામાં આવે તે “નય છે. બોલતી વખતે કાંઈ બધાજ ધર્મો એકી સાથે ન બોલી શકાય. તીર્થકર પણ એકી સાથે બધું ન બોલી શકે પણ ગૌણ અને મુખ્યતાપૂર્વક ક્રમશઃ બોલે. વાણી હંમેશા એક જ દૃષ્ટિકોણને એકી સાથે રજૂ કરી શકે. શબ્દની આ મર્યાદા છે. આ મર્યાદા નહિ સમજવાથી જ અનેક મત-ભેદો ઊભા થતા રહે છે. ૪૧૮ .... .... કહે કલાપૂર્ણસૂરિ મંગળવાર, આસો વદ * સ્વાધ્યાયનું ૭મું ફળ પરોપદેશ-શક્તિ છે. આપણે જાતે શાસ્ત્રોનો ગહન અભ્યાસ કરેલો હોય, જ્ઞાનના ફળ ઉપશમથી સ્વઆત્માને ભાવિત બનાવેલો હોય તો જ પર-ઉપદેશ માટેની ક્ષમતા કેળવી શકીએ. તો જ આપણો ઉપદેશ અસરકારક બની શકે. આવો સાધક લાકડાના જહાજની જેમ સ્વયં તરે અને અન્યોને પણ તારે તીર્થંકરો આનું ઉત્તમ ઉદાહરણ છે. * મા-બાપની સેવા કરનારને તેમની સંપત્તિ મળે તો ભગવાનની ભક્તિ કરનારને ભગવાનની સંપત્તિ ન મળે ? મા-બાપની સંપત્તિ કદાચ ન પણ મળે, પરંતુ ભગવાનની સંપત્તિ તો મળે જ મળે. ધન નહિ આપનારો કંજૂસ ગણાય તો જ્ઞાન નહિ આપનારો કંજૂસ ન ગણાય ? બીજાને આપવાથી જ આપણું જ્ઞાન વધે. = * કોઈપણ જ્ઞાન પાસે રાખવા માટે નથી હોતું, બીજાને આપવા માટે જ હોય છે. બીજાને નહિ આપીએ તે જ્ઞાન કટાઈ જશે. કહે કલાપૂર્ણસૂરિ .... ૧૦, ૨-૧૦-૯૯. ભણવા આવનારને ભણાવનાર ધૂત્કારે નહિ, વાત્સલ્યપૂર્વક ભણાવે. આમ કરવાથી અવ્યવચ્છિત્તિ (અખંડ પરંપરા) ચાલે. ... ૪૧૯ હું જો મારા શિષ્યોને ભણાવીશ તો તેઓ તેમના શિષ્ય-પ્રશિષ્યોને ભણાવશે, એમ પરંપરા ચાલશે. સિદ્ધિ પછી આ દર્શાવવા જ વિનિયોગ બતાવ્યો છે. પ્રણિધાન, પ્રવૃત્તિ, વિઘ્નજય અને સિદ્ધિ પહોંચ્યા પછી પણ વિનિયોગ ન આવ્યો તો જ્ઞાન સાનુબંધ નહિ બને, ભવાંતરમાં સાથે નહિ ચાલે. કોઈ ભણનાર ન હોય તો સામેથી બોલાવીને ભણાવો. ફૂલ ખીલ્યા પછી ફોરમ ફેલાવે, તેમ ભણ્યા પછી તમે જ્ઞાનની સુગંધ ફેલાવો. એ વિનિયોગથી જ થઈ શકે. તીર્થની પરંપરા આ રીતે જ ચાલશે. જૈનશાસનની ચાલતી અખંડ પરંપરામાં આપણે થોડા પણ નિમિત્ત બનીએ એવું ભાગ્ય ક્યાંથી ? બીજ કાયમ રહેવું જોઈએ. બીજ હશે તો વૃક્ષ પોતાની મેળે મળી જશે. બીજ છે. નાની ઉંમરના ઘણા સાધુ - સાધ્વીજી અહીં છે. આ સાંભળીને ભણવાભણાવવામાં આગળ વધશો કે સંતોષી બનીને બેસી રહેશો ? અહીં સંતોષી બનવું ગુનો છે. પણ જ્ઞાન અભિમાન પેદા ન કરે તે પણ જોવાનું છે. એ માટે ભક્તિ સાથે રાખો. જેમ જેમ અરિહા સેવીએ રે, તેમ તેમ પ્રગટે જ્ઞાન’' શ્રુતજ્ઞાન ધન કમાયા પછી તેને સાચવવું કેટલું મુશ્કેલ છે તે અનુભવીને પૂછો તો ખ્યાલ આવશે. દિનેશભાઈ ! સાચી વાત છે ને ? જરા ગફલતમાં રહો કે ધન ગાયબ ! જ્ઞાનમાં પણ એવું જ છે. જ્ઞાન મેળવ્યા પછી એને ટકાવવું મુશ્કેલ છે. જ્ઞાનને ટકાવવું હોય તો બીજાને ભણાવો. બીજાને ભણાવશો એટલે તમે જ ફરી ભણશો. તમારું જ્ઞાન સુરક્ષિત બનશે. હું જે વાચનાદિમાં પદાર્થો કહું છું તે ટકે છે, બીજા ચાલ્યા જાય છે. અહીં આપણે ૧૧૦ સાધુ – સાધ્વીજીઓ છીએ. ૧૫-૨૦ વૃદ્ધોને એક બાજુએ મૂકી દઈએ તો બીજા તો ભણે -- ભણાવી શકે તેવા છે ને ? આ રીતે જે ભણે – ભણાવે તેને શું મળે, જાણો છો ? તીર્થંકર નામકર્મ પણ તે બાંધી શકે, એમ હરિભદ્રસૂરિજી કહે છે. * ગુરુની ભક્તિ ન કરો તો ભગવાન ન મળે. ભગવાન મેળવી આપનાર ગુરુ છે. ૪૨૦... કહે કલાપૂર્ણસૂરિ ગુરુ ભક્તિના પ્રભાવથી જ પરમગુરુનો યોગ થાય છે. પંચસૂત્રમાં કહ્યું છેઃ ગુરુ – વિનો મોવલ્લો ” યોગદષ્ટિ સમુચ્ચયમાં કહ્યું છેઃ ગુભક્તિના પ્રભાવથી તીર્થંકરનું દર્શન થાય. आयपरसमुत्तारो आणावच्छल्लदीवणाभत्ती । होइ परदेसिअत्ते अव्वोच्छित्ती य तित्थस्स ।।५६५ ।। एत्तो तित्थयरत्तं सव्वन्नुत्तं च जायइ कमेणं । इअ परमं मोक्खंगं सज्झाओ होइ णायव्वो ।।५६६ ।। અધ્યાત્મ ગીતા - . નૈગમ નય અંશથી પણ પૂર્ણ માને. " આઠ પ્રદેશો શુદ્ધ છે માટે બધા જીવ શુદ્ધ છે. વ્યવહાર નય ભેદ પાડે. સિદ્ધ શુદ્ધ છે. સંસારી અશુદ્ધ છે. અશુદ્ધના પણ ભેદો. “અશુદ્ધપણે પણ-સય તેસઠી ભેદ પ્રમાણ, ઉદય વિભેદે દ્રવ્યના ભેદ અનંત કહાણ; શુદ્ધપણે ચેતનતા, પ્રગટે જીવ વિભિન્ન, લયોપથમિક અસંખ્ય, ક્ષાયિક એક અનંત... પા. પ૬૩ સિવાય આગળ વધીએ તો અશુદ્ધ જીવોના અનંતા ભેદો પણ થઈ શકે. શુદ્ધપણે પણ અનેક રીતે ચેતનતા પ્રગટે છે તેમાં મુખ્ય બે પ્રકારઃ ૧) ક્ષાયોપથમિક અને (૨) ક્ષાયિક. ક્ષાયિક એક જ છે. ક્ષાયોપથમિક અસંખ્ય છે. નામથી જીવ ચેતન પ્રબુદ્ધ, ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશી વિશુદ્ધ; દ્રવ્યથી સ્વ-ગુણ-પર્યાય પિંડ, નિત્ય એકત્વ સહજ અખંડ. I૬. નામથી જીવ, ચેતન આદિ કહેવાય, ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશી કહેવાય. દ્રવ્યથી સ્વગુણ-પર્યાયનો પિંડ, કહેવાય. કહે કલાપૂર્ણસૂરિ ... ... ૪૨૧ ભાવથી નિત્ય, એક, સહજસ્વભાવી અને અખંડ કહેવાય. નયના સાત, પણ ભેદ હોઈ શકે. સાતસો પણ ભેદ હોઈ શકે. પણ મુખ્ય બે ભેદ. ૧. દ્રવ્યાર્થિક નય : દ્રવ્ય (મૂળ પદાર્થ) સંબંધી વિચારે તે ૨. પર્યાયાર્થિક નયઃ પદાર્થમાં થતા ફેરફારો – અવસ્થાઓ વિચારે તે. કાળો – ગોરો ઈત્યાદિ અવસ્થાઓ પર્યાય કહેવાય. – દ્રવ્યાર્થિક નયના ૪ ભેદ : નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુ સૂત્ર. પર્યાયાર્થિક નયના ૩ ભેદ : શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત. પ્રશ્ન : ૪ પ્રકરણાદિનો અભ્યાસ થાય છે, તેમ નયનો અભ્યાસ થતો નથી. ઉત્તર ઃ અભ્યાસ ગ્રંથ તૈયાર કરો. હું સહાયતા કરીશ. તત્ત્વજ્ઞાન પ્રવેશિકા આ રીતે જ તૈયાર થયેલી. જામનગર ચાતુર્માસમાં શરૂઆત થયેલી. જામનગરમાં જે પદાર્થો ભણ્યો તે બીજાને શીખવાડું. એક મહીનો રોકાઉં તો પણ શ્રાવકોને શીખવાડું. અંજાર ચાતુર્માસમાં આવો પાઠ શરૂ ર્યો. યુ. પી. દેઢિયા દૂર-દૂરથી રોજ આવે. એમને એ ખૂબ ગમી ગયું. તે વખતે (સં. ૨૦૨૩) ૩૫ હજાર રૂપિયાથી ૧૦ હજાર નકલો છપાવી. પહેલું પુસ્તક ઃ તત્ત્વજ્ઞાન પ્રવેશિકા. બીજું આ ઃ અધ્યાત્મ ગીતા. નયનો બોધ જ નહિ હોય તો આગમના અસ્યો જ નહિ સમજાય. છેલ્લે આ નયોના જ્ઞાન દ્વારા મુનિ કેવા બને છે ? તે બતાવશે. ૪૨૨ ... કહે કલાપૂર્ણસૂરિ બુધવાર, આ. વદ ૧૧., ૩-૧૧-૯૯. * જ્ઞાન આપણું સ્વરૂપ છે. તેને ક્ષણવાર પણ કેમ છોડાય ? સ્વરૂપ આપણને છોડે નહિ એ સાચું, પણ જ્યાં સુધી મિથ્યાત્વ બેઠેલું છે, ત્યાં સુધી અજ્ઞાન જ કહેવાય. * વ્યવહારથી જીવોના ૫૬૩ ભેદ સમજ્યા છીએ, નિશ્ચયથી સમજવાનું બાકી છે. છે. પહેલેથી જ નિશ્ચયની વાત કરવામાં આવે તો કાનજીમતની જેમ દુરુપયોગ થઈ શકે. સાતમા ગુણઠાણાની વાતો બાળજીવો સમક્ષ રજૂ કરાઈ અને તેમને કહેવામાં આવ્યું ઃ આ ક્રિયાકાંડ વ્યર્થ છે. - નયોનો દુરુપયોગ થવાની સંભાવનાથી જ તેની વાત ગૌણ કરવામાં આવી છે. પરમાત્મા જેવું જ આપણું સ્વરૂપ છે, એ નૈશ્ચયિક વાતનો પણ દુરુપયોગ થઈ શકે સ્વાધ્યાય આદિ વિધિપૂર્વક કરવાના છે. અવિધિથી થાય તો ગાંડપણ, રોગ, આદિ પણ થઇ શકે છે. રુષ્ટ થયેલા દેવો ઉપદ્રવ કરી શકે છે. પ્રશ્ન ઃ હમણાં કાંઈ એવું દેખાતું નથી. ઉત્તર ઃ સ્વાધ્યાય જ છોડી દીધો, પછી શું દેખાય ? કપડાં જ પહેરવાના છોડી દીધા તેના કપડા શું મેલા થાય ? કે શું ફાટે ? અવિધિથી કરાયેલા સ્વાધ્યાય આદિથી રોગ આદિ તો આવે જ, આગળ વધીને તે ચારિત્રધર્મથી ભ્રષ્ટ પણ થઈ જાય. આનાથી વધુ શું નુકશાની હોય ? કહે કલાપૂર્ણસૂરિ ... ૪૨૩ વિષય-કષાય તે સંસાર. સામાયિક તે સંસાર પાર. સામાયિક ત્રણ પ્રકારનાઃ સમ્યક, શ્રત અને ચાસ્ત્રિ. સામયિક ગયું તો બધું ગયું એકવાર “સર્વજ્ઞ કથિત સામાયિક ધર્મ પુસ્તક તો વાંચો. સામાયિક અંગેનો પૂરો મસાલો એમાં ગુજરાતીમાં છે. - હવે એના પર પણ વાચના રાખવી પડશે. * લઘુ - જઘન્ય. ગુરુ - મધ્યમ. ગુરુતર – ઉત્કૃષ્ટ. અવિધિના આ ત્રણ દોષ યથાક્રમ જાણવા. થોડી અવિધિ થાય તો ઉન્માદ, રોગ આદિ થોડા પ્રમાણમાં થાય. અવિધિ વધે તેમ ઉન્માદાદિ પણ વધતા જાય. ઉત્તરાધ્યયન આદિ સૂત્રો પર્યાય પ્રમાણે અપાય. ભણનાર અને ભણાવનાર બન્ને અખંડ ચારિત્રી હોય. પ્રશન: અહીં ફરી યોગ્યતાની વાત કેમ લાવ્યા? દીક્ષાર્થીની યોગ્યતા વખતે યોગ્યતાની વાત આવી ગઈ. ઉત્તરઃ દીક્ષા પછી પણ ભાવ પડી શકે. દીક્ષા વખતે છેતરપીંડી થઈ ગઈ હોય. સંસારથી એને ઝટ છુટવું હોય. એટલે દોષો છુપાવી રાખ્યા હોય... પછી એનો ખ્યાલ આવે એવું પણ બને. એવા અયોગ્યને સૂત્રાદિ ન અપાય. - પ્રવજ્યા આપી હોય તો મુંડન ન થાય. મુંડન થઇ ગયું હોય તો વડી-દીક્ષા ન અપાય. જિનવચનથી વિરુદ્ધ થઈને અયોગ્યને શિષ્યના લોભથી દીક્ષા આપે તે ગુરુચારિત્રી અને તપસ્વી હોય તો પણ તે સ્વચાસ્ત્રિ ગુમાવે છે. બીજા પર - ઉપકાર કરવા તો ગયા, પણ એ તો ન થઈ શક્યો, સ્વ- ઉપકાર પણ ગયો. ચમાર, ભીલ, ઢેઢ વગેરે અકુલીન દીક્ષા માટે નિષિદ્ધ છે, છતાં લોભ – દોષથી દીક્ષા અપાઈ જાય તો ગુરુનું પણ ચારિત્ર જાય. એવાને વડીદીક્ષા અપાઈ જાય તો આજ્ઞાભંગ, મિથ્યાત્વ, અનવસ્થા અને વિરાધના આ બધા દોષો લાગે.. ૪૨૪ .. ...... કહે કલાપૂર્ણસૂરિ વડી દીક્ષા પછી ખબર પડે તો માંડલીમાં પ્રવેશ નહિ આપવો. સંવાસ નહિ કરવો. સંવાસ થઇ જાય તો ભણાવવો નહિ, અસાધ્ય રોગ જાણ્યા પછી વૈદ્ય ઈલાજ ન કરે તેમ... આવા રોગીની ઉપેક્ષા કરવાપૂર્વક તેનો બહિષ્કાર કરવો એ જ ઈલાજ છે. અધ્યાત્મ ગીતા - ઋજુ સુઈએ વિકલ્પ, પરિણામી જીવ સ્વભાવ, વર્તમાન પરિણતિમય, વ્યક્ત ગ્રાહક ભાવ; શબ્દનયુનિજ સત્તા, જોતો હતો ધર્મ, શુદ્ધ અરૂપી ચેતન, અણહતોનવકર્મ..! ઋજુસૂત્ર વિકલ્પરૂપે વર્તમાન પરિણતિને ગ્રહણ કરે છે. - સાધુ- વેષ હોય પણ વર્તમાનમાં સાધુભાવ ન હોય તો ઋજુસૂત્ર સાધુન માને. ઈણિ પરે શુદ્ધ સિદ્ધાત્મ રુપી, મુક્ત પરશક્તિ વ્યક્ત અરૂપી; સમકિતિ દેશવતી, સર્વ વિરતિ, ધરે સાધ્યરૂપે સદા તત્ત્વ પ્રીતિ...” I૯. વીર્ય શક્તિ સત્તામાં રહેલી છે. પણ વ્યક્તરૂપે તે દેખાતી નથી. સમ્યગ્દષ્ટિ દેશ અને સર્વવિરતિધરો સાધ્યરૂપ તત્ત્વ પ્રત્યે પ્રીતિવાળા હોય છે. સમતિને આત્મસત્તાનો ખ્યાલ હોય. કારણકે સ્વસત્તાનો ખ્યાલ આવે ત્યારે જ. સમકિત આવે એકવાર ખ્યાલ આવી જાય કે ઘરમાં ખજાનો દટાયેલો છે. તો સ્વાભાવિક છે : માણસને તે બહાર કાઢવાની ઈચ્છા થાય. * આત્માની અંદર અનંત ઐશ્વર્ય પડેલું છે, એની ભાળ મળતાં જ તે મેળવવાની ઝંખના જાગે. આ ઝંખના જ સમ્યકત્વ છે. નામ કે રૂપ આપણા નથી, “પર” છે. ફોટા કે નામનો પ્રચાર કરીએ છીએ, પણ તે બધું “પર” છે. નામ તો માત્રસંત પૂરતું છે. એક નામવાળા ઘણાય હોય છે, છતાં આપણા નામ માટે આપણે કેટલા લડીએ છીએ? પાડોશીને કોઈ ગાળો દઈ જાય તો તમે ગુસ્સે થઈ જાવ? નામ અને રૂપ આપણા પાડોશી છે. આપણો આત્મા તો અંદર બેઠો છે; નામ અને રૂપથી પર...! કહે કલાપૂર્ણસૂરિ ... •-• ૪૨૫ નામ અને રૂપ તો આપણા પાડોશી છે. એનું અપમાન થતાં ઝગડો કરીએ તે આપણને શોભતું નથી. અંદરના ઐશ્વર્યને પ્રગટ કરવાની રુચિ તે સમકિત. એના માટેના ઉપાયોમાં આંશિક પ્રવૃત્તિ કરવી તે દેશવિરતિ. સર્વ શક્તિપૂર્વક પ્રવૃત્તિ કરવી તે સર્વ વિરતિ. (૧) નૈગમ ઃ- જેના અનેક ગમ – વિકલ્પ હોય તે. સંકલ્પ, આરોપ અને અંશને ગ્રહણ કરે તે. = ૧. સંકલ્પ :- લાકડાની પાલી (અનાજ માપવાનું એક પ્રકારનું લાકડાનું સાધન.) બનાવવાના ઉદ્દેશથી કોઈ જંગલમાં લાકડું કાપવા જાય છે, પણ કહેશે : હું પાલી લેવા જાઉં છું. પાલીતાણા સંઘનો પ્રથમ પડાવ છે, છતાં આપણે કહીએ છીએઃ અમે પાલીતાણા જઈએ છીએ. તમને મોક્ષની ઈચ્છા થઈ ગઈ. બસ, નૈગમ નય કહેશે ઃ આ મોક્ષનો મુસાફર છે. ૨. આરોપ ઃ- દા.ત. આજે ભગવાનનું નિર્વાણ કલ્યાણક છે. અહીં ભૂતનો વર્તમાનમાં આરોપ થયો છે. ૩. અંશ :- આઠ રૂચક પ્રદેશો જ ઊઘાડા છે, છતાં આત્મા પૂર્ણસ્વરૂપી. મનફરાના ચાર જ માણસ આવ્યા, છતાં આખું મનફરા આવ્યું કહેવાય. રસોઈની શરૂઆત જ થઈ છે, છતાં રસોઈ થઈ ગઈ કહેવાય. (૨.) સંગ્રહ ઃ- વસ્તુના સામાન્ય ધર્મનો સંગ્રહ તે સંગ્રહ. संगृह्णाति वस्तु सत्तात्मकं सामान्यं सः संग्रहनयः । ૪૨૬... કહે કલાપૂર્ણસૂરિ ગુરુવાર, આ. વદ – ૧૧, ૪-૧૧-૯. * ભગવાને શ્રાવક અને સાધુનાબે ધર્મએટલા માટેબતાવ્યા છે, કે સોયથાશક્તિ ધર્મની આરાધના કરે, કોઈ શક્તિથી વધુ કરીને વિરાધના કરી પાપના ભાગીદારનબને * ભગવાનથી કહેવાયેલા અનુષ્ઠાનો કરતાં ભગવાન યાદ આવવા જોઈએ. ગુરુ - કથિત કાર્ય કરતાં ગુરુ યાદ આવે તેમ ભગવાન યાદ આવવા જોઈએ. “મારામાં ક્ષમતા નથી, પણ ગુરુના પ્રભાવે મને સફળતા મળે છે.' એમ આપણે માનીએ છીએ, તેમ ભગવાનના અનુષ્ઠાનમાં પણ વિચારવું. * ભગવાન જે અનુષ્ઠાન બતાવે તે મુક્તિ-સાધક જ હોય, સંસારવર્ધક એક પણ અનુષ્ઠાન જૈન દર્શનમાં જોવા નહિ મળે. હા, હેય તરીકે જરૂર જોવા મળશે. ત્યાજ્ય તરીકે ન બતાવે તો ત્યાગ પણ શી રીતે થશે? * પાપનો અભ્યાસ અનાદિકાળનો છે. પુણ્ય, સંવર, નિર્જરાનો અભ્યાસ નવો છે. માટેજ આટલું બધું સાંભળવા છતાં ખરા પ્રસંગે આ બધું ભૂલાઈ જાય છે, આવેશમાં કાંઈ યાદ રહેતું નથી. અનાદિ અભ્યસ્ત સંસ્કારો આપણા પર સવાર થઈ જાય છે. વળી, મોક્ષમાં ક્યાં આપણે જલ્દી જવું છે? શાન્તિથી બેઠા છીએ. જો મોક્ષમાં જલ્દી જવું હોય તો સુવિહિત અનુષ્ઠાનોમાં કેટલો વેગ આવે? મોક્ષ – પ્રાપ્તિમાં જેટલો વિલંબ, દુર્ગતિના દુઃખો તેટલા અધિક, આટલું બરાબર સમજી રાખો. કહે કલાપૂર્ણસૂરિ ...... - ૪૨૭ એકવાર દુર્ગતિમાં ગયા પછી ફરી માનવ બની આવી સામગ્રી મળવી હાથની વાત નથી. ‘થશે. શું ઉતાવળ છે ?’ ઈત્યાદિ વિકલ્પો કાયરને આવે, શૂરવીરને નહિ. ધર્મનો માર્ગ શૂરવીરનો છે. અત્યારે ૮ કર્મનો ઉદય અને ૭ કર્મનો બંધ ચાલુ છે. આયુષ્ય વખતે ૮ કર્મનો બંધ હોય છે. આમ કર્મના હુમલા ચાલુ હોય ને આપણે નિરાંતે ઘોરીએ તો તે કેમ ચાલે ? માત્ર બેઠા-બેઠા જીત મળી જશે ? ઊંઘતો સૈનિક જીતી જશે ? શિસ્તપાલક સાવધ સૈનિક વિજયમાળા વરી શકે તેમ સાવધ સાધક વિજયમાળા વરી શકે. અહીં પ્રમાદ ન ચાલે. * ભલે બધા આગમો – શાસ્ત્રો ન વાંચી શકીએ, પણ અમુક અસ્યભૂત શાસ્ત્રો તો ખાસ વાંચવા જોઈએ. પ્રભુદાસ બેચરદાસ કૃત આનંદધન – ચોવીશીના અર્થનું પુસ્તક જોજો. પૂરો નકશો બતાવ્યો છે કે આમાં માર્ગાનુસારીથી માંડીને ઠેઠ અયોગી ગુણસ્થાનક સુધીનો વિકાસક્રમ શી રીતે મૂકેલો છે. આવી આવી કૃતિ તો કંઠસ્થ હોવી જોઈએ. * બે પ્રકારની પરિજ્ઞા છે. ૧. જ્ઞપરિક્ષાઃ જાણવું... ગ્રહણશિક્ષા... ૨. પ્રત્યાખ્યાન પરિક્ષાઃ જીવવું... આસેવન શિક્ષા... * જે ગુણનો તમે વિનિયોગ નથી કરતા તે ગુણ ભવાંતરમાં સાથે નહિ ચાલે. જે બીજાને આપો છો તે જ તમારું છે. * ૧. પ્રવજ્યા (ઓઘો આપવો.) ૨. મુંડન. ૩. શિક્ષા. ૪. ઉપસ્થાપના. ૫. સહ ભોજન. ૪૨૮ કહે કલાપૂર્ણસૂરિ ૬. સંવાસ (સાથે રહેવું.) શિષ્ય અયોગ્ય જણાતાં ઉત્તર – ઉત્તરના કાર્યો નહિ કરાવવા, તેને ઉત્પ્રવ્રુજિત કરવો. * કેટલા વર્ષના પર્યાયવાળાને ક્યું સૂત્ર ભણાવાય? ૩ વર્ષના પર્યાયવાળાને – આચાર પ્રકલ્પ (નિશીથ) ૪ વર્ષના પર્યાયવાળાને – સૂયગડંગ (પહેલા તો આચારાંગ સૂત્ર વડીદીક્ષા પહેલા ભણાવાઈ જતું.) ૫ વર્ષના પર્યાયવાળાને – દશા કલ્પ વ્યવહાર સૂત્ર (આજે કલ્પસૂત્રના જોગ ચાલે છે તે.) ૮ વર્ષના પર્યાયવાળાને – સ્થાનાંગ, સમવાયાંગ. ૧૦ વર્ષના પર્યાયવાળાને – વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ (ભગવતી.) ૧૧ વર્ષના પર્યાયવાળાને – ખડ્ડિયા વિમાણ પવિભત્તી, આદિ પાંચ અધ્યયનો ૧૨ વર્ષના પર્યાયવાળાને – અરુણોવવાઈ, આદિ પાંચ અધ્યયનો ૧૩ વર્ષના પર્યાયવાળાને – ઉત્થાન શ્રુત આદિ પાંચ અધ્યયનો ૧૪ વર્ષના પર્યાયવાળાને – આશીવિષ ભાવના. ૧૫ વર્ષના પર્યાયવાળાને – દૃષ્ટિવિષ ભાવના. ૧૬ વર્ષના પર્યાયવાળાને – ચારણ ભાવના. ૧૭ વર્ષના પર્યાયવાળાને – મહાસુમિણ ભાવના. ૧૮ વર્ષના પર્યાયવાળાને – તેઓગિનિસગ્ગ ૧૯ વર્ષના પર્યાયવાળાને – ૧૨ મું દૃષ્ટિવાદ. ૨૦ વર્ષના પર્યાયવાળાને – બિંદુસાર સહિત સંપૂર્ણ. પ્રશ્ન ઃ આ તો સાધુનું આવ્યું. ૬૦ વર્ષથી ઉપરવાળા શ્રાવકે શું કરવું ? ઉત્તર : શ્રાદ્ધવિધિ, ધર્મસંગ્રહ ભાગ-૧, યોગશાસ્ત્ર ૪ પ્રકાશ, ૪ પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ, કમ્મપયડી, પંચસંગ્રહ, આદિ ઘણું ઘણું છે. જેની ના નથી, એ તો ભણો. વળી, આ બધા જ આગમો સાંભળવાની તો છુટ જ છે. તુંગીઆનગરીના શ્રાવકો લદ્ધિઅટ્ઠા, ગહિઅટ્ઠા, કહેવાયા છે. ૧૧ અંગના પદાર્થો કંઠસ્થ હોય. ત્યાં જતા સાધુઓને પણ વિચારવું પડતું ઃ શું જવાબ આપીશું ? : કહે કલાપૂર્ણસૂરિ ..... ૪૨૯ શશિકાંતભાઈ ! તમારા માટે સમાધિશતક ગ્રંથ શ્રેષ્ઠ છે. : અધ્યાત્મ ગીતા અધ્યાત્મનું જ્ઞાન નહિ, અધ્યાત્મપૂર્ણ જીવન હોવું ઘટે. તો જ આમૂલચૂલ પરિવર્તન આવે. વારંવાર એનો અભ્યાસ કરતા રહો. ઊંડા સંસ્કારો પડશે. જગતની સર્વ ક્રિયાઓમાં ચૈત્યવંદન, દેવવંદન, શ્રાવક-સાધુના આચારો સૌથી શ્રેષ્ઠ અધ્યાત્મ છે. જે તમને તમારા સ્વરૂપ તરફ લઈ જાયતે અધ્યાત્મ છે. વિરતિ વિના સાચું અધ્યાત્મ ન આવી શકે. રુચિ હોય તો અવિરતિમાં બીજમાત્રરૂપે અધ્યાત્મ હોઈ શકે. વળી, તે અધ્યાત્મ મૈત્યાદિ ભાવથી યુક્ત હોવું જોઈએ. આ અધ્યાત્મ – ગીતા એમાં સહાયક બનશે. * જેટલો ઉપયોગ સ્વરૂપમાં હોય તેટલો કર્મબંધ અટકે. ‘સમભિરૂઢ નય નિરાવરણી, જ્ઞાનાદિક ગુણ મુખ્ય, ક્ષાયિક અનંત ચતુષ્ટયી ભોગ મુગ્ધ અલક્ષ્ય; એવંભૂત નિર્મળ સકલ સ્વધર્મ પ્રકાશ, પૂરણ પર્યાયે પ્રગટે, પૂરણ શક્તિ વિલાસ...'' ।।૧૦।। સંગ્રહ નય સ્થૂલ છે. પછી ઉત્તરોત્તર નયો સૂક્ષ્મ થતા જાય છે. એવંભૂત નય એકદમ સૂક્ષ્મ છે. અનુક્રમે વ્યાખ્યા સૂક્ષ્મ બનતી જાય છે. સંગ્રહ નય કે નૈગમ નય આપણને કહી દે : તું સિદ્ધસ્વરૂપી છે, તે ન ચાલે, એવંભૂત કહે ત્યારે ખરું ! છતાં એટલું ચોક્કસ કે સંગ્રહ અને નૈગમ નય આપીને વિશ્વાસ આપે છે ઃ તું સિદ્ધસ્વરૂપી છે. તું બકરી નથી, સિંહ છે. તું પત્થર ભલે દેખાય, પણ તારામાં પ્રતિમા છુપાયેલી છે. હું તે જોઈ રહ્યો છું. શિલ્પી જેમ જેમ ટાંકણા મારતો જાય તેમ તેમ પત્થરમાંથી પ્રતિમા પ્રગટતી જાય. ક્યાં સુધી ટાંકણા મારે ? જ્યાં સુધી પૂર્ણ પ્રતિમા ન બને. ગુરુની શિક્ષા ક્યાં સુધી ? જ્યાં સુધી આપણામાં પૂર્ણતા ન પ્રગટે. સમભિરૂઢ નય તો કેવળજ્ઞાનીને પણ સિદ્ધ માનવા તૈયાર નથી. હજુ અઘાતી કર્મ, હજુ ૮૫ કર્મ – પ્રકૃતિ સત્તામાં પડી છે. એ તો સિદ્ધશિલામાં જીવ જાય ત્યારે જ સિદ્ધ માને. ૪૩૦ ... કહે કલાપૂર્ણસૂરિ શુક્રવાર, આ. વદ-a. - ૧૩, -૧૧-૯૯. * ભગવાને તો વિશ્વમાત્રને મુક્તિનો માર્ગ બતાવ્યો, પણ તેમાં ચાલવા તૈયાર થયો ચતુર્વિધ સંઘ, સાધુ-સાધ્વી શ્રાવક અને શ્રાવિકા. | મુક્તિ-માર્ગેચાલીએએટલે ભગવાન આપણા માર્ગમાં સહાયક બને જ. ભગવાન ધર્મ – ચક્રવર્તી છે. મોહની જાળમાંથી છોડાવી સંસારીજીવોને મોક્ષ-માર્ગે પ્રયાણ કરાવનાર ભગવાન છે. પણ ભગવાન એને જ પ્રયાણ કરાવી શકે જેને મોહ જાળરૂપ લાગે, સંસાર જેલ લાગે, પણ જેને જેલજ મહેલ લાગતો હોય, બેડીઓ જ બંગડીઓ લાગતી હોય, તેમના માટે ભગવાન કાંઈ જ ન કરી શકે. પરિગ્રહના, મમતાના ભાર સાથે મુક્તિ - માર્ગે પ્રયાણ ન થાય. પર્વત પર ચડતાં સામાન્ય ભાર પણ આપણને પરવડતો નથી તો મોક્ષના માર્ગે ભાર શી રીતે પવછે? જ્ઞાન એક એવી ચીજ છે, જેથી સ્વનું જીવન તો પ્રકાશિત બને જ, અન્યના જીવન પણ પ્રકાશિત બને જ. લાકડું જડ છે, એ પોતાનો સ્વભાવ નહિ છોડે. પાણીમાં નાખશો તો પોતે પણ તરશે ને પોતાને વળગનાને પણ તારશે. જ્ઞાની પણ લાકડા જેવો છે. પોતે પણ તરે, અન્યને પણ તારે. ત્રણ પ્રકારના જીવો. (૧) અતિપરિણતઃ ઉત્સર્ગ માર્ગે બળેલી રોટલી. શક્તિથી પણ વધુ કરનાર. કહે કલાપૂર્ણસૂરિ ....... ••• ૪૩૧ (૨) અપરિણત : અપવાદ માર્ગી : કાચી રોટલી. શક્તિ જેટલું પણ નહિ કરનાર. (૩) પરિણત : સમતોલ. પાકી રોટલી. શક્તિ પ્રમાણે કરનાર. કેવળી ભગવંતે જે જ્ઞાનથી જોયું, તેનાથી અન્યથા વિધાન કરવાથી જિનાભંગાદિ દોષો લાગે છે. આ દોષ પ્રાણાતિપાતાદિથી પણ વધી જાય. કારણકે અહીં ભગવાન પ્રત્યે અશ્રદ્ધા થઈ. પોતાની જાત કે પોતાની બુદ્ધિ પર શ્રદ્ધા થઈ, ભગવાન પર ન થઈ. ‘ભગવાન ભૂલ્યા’ એ શબ્દ ક્યારે નીકળે ? મિથ્યાત્વનો ઘોર ઉદય હોય ત્યારે ‘ભગવાન ભૂલ્યા’ એવું વાક્ય જમાલિ ભગવાનની હાજરીમાં બોલેલા. આભિનિવેશિક મિથ્યાત્વથી ગ્રસ્ત બન્યા. ઉત્સૂત્ર પ્રરૂપણા જેવું કોઈ પાપ નથી. પ્રશ્ન : બીજી (જૈનેતર) ધ્યાન પદ્ધતિમાં મિથ્યાત્વ લાગે ? ઉત્તર : બીજી ધ્યાન પદ્ધતિ સ્વીકારવાનુ મન ક્યારે થાય ? ભગવાન પર અશ્રદ્ધા થાય ત્યારે મારી પાસે બીજી ઘણી ધ્યાન-પદ્ધતિઓ આવી છે, મેં કદી તે તરફ નજર નથી કરી, કોઈને પૂછ્યું ય નથી. જે મળશે તે ભગવાન તરફથી જ મળશે, એવો વિશ્વાસ પહેલેથી જ હતો. * યુગપ્રધાન આચાર્યશ્રી મંગુ અમુક ક્ષેત્રમાં રહેવાથી રસનાને પરાધીન બન્યા. રાત-દિવસ ખાવાનો જ વિચાર. મરીને યક્ષ બન્યા. (નહિ તો વૈમાનિક દેવલોકથી ઓછું ન મળે.) ગટરની પાસેના દેવળમાંના ભૂત બન્યા. એ જગ્યાએથી પસાર થતા પોતાના શિષ્યોને પ્રતિબોધવા પોતાની (મૂર્તિની) જીભ બહાર કાઢી, લપ-લપ કરવા લાગ્યા. સાધુઓ ચમક્યા. યક્ષમૂર્તિ બોલી : હું પૂર્વભવનો તમારો ગુરુ છું. રસની આસક્તિના કારણે આજે હું દેવલોકમાં દુર્ગતિ પામ્યો છું. માટે આ રસનાથી સાવધાન રહેજો. માટે જ પંન્યાસજી મ. ‘‘આયંબિલનો તપ’, નવકારનો જપ, અને બ્રહ્મચર્યનો ખપ’’ આ ત્રણ પર ખાસ ભાર આપતા. ૪૩૨ ... કહે કલાપૂર્ણસૂરિ * કમ ખાના - તનનો વિજય - આયુર્વેદનો સાર " ગમ ખાના - મનનો વિજય - નીતિશાસ્ત્રનો સાર. નમ જાના – સર્વનો વિજય - ધર્મશાસ્ત્રનો સાર. * ગૃહસ્થપણામાં અમે ત્રણ ટાઈમ વાપરતા. વડીદીક્ષા વખતે એક વર્ષ પછી) પૂ. આ. કનકસૂરિજીને રાધનપુરમાં મળ્યા. બધા સાધુઓને એકાસણા કરતા જોઈને અમે પોતાની મેળે એકાસણા કરતા થઈ ગયા. એ કોઈએ કહ્યું નહોતું. ફોર્સ નહોતો કર્યો. એકાસણાની પોતાની મેળે આદત પડી ગઈ. ધર્મ બળાત્કાર કરવાની ચીજ નથી. પછી તો એકાસણાનોઅભિગ્રહકર્યો. ચાહે ઉપવાસ, છઠ્ઠ, અષ્ઠમકે એઠાઈનું પારણું હોય, પણ એકાસણું જ. જ્યાં સુધી શક્તિ હતી ત્યાં સુધી એકાસણું કર્યું. સંઘ વગેરેમાં તો કેટલીયેવાર બપોરે ૩ કે ૪ વાગે પણ એકાસણા ક્ય છે. જ્ઞાનની પરંપરા છે, તેમ તપ અને સંયમની પણ પરંપરા છે. આપણે કરીશું તો જ આ પરંપરા ચાલશે. અધ્યાત્મગીતા :- * * કોઈ વ્યક્તિને મળવું હોય તો પાકું સરનામું મેળવવું પડે. ભગવાનને આપણે મળવું છે, પણ ભગવાનનું સ્વરૂપ જાણવાની કોઈ જ તાલાવેલી નથી. આત્મા મેળવવો છે, પણ આત્મા અંગે કોઈ જાણવાની ઈચ્છા નથી. શી રીતે મળશે આત્મા કે પરમાત્મા ? આખી દુનિયાને તમે જાણવા ઈચ્છો છો એક માત્ર તમારી જાતને-આત્માને છોડીને. * જૈનદર્શન સાત નયથી શુદ્ધ આત્માને ઓળખાવે છે. સંગ્રહ - એક જ આત્મા છે. સર્વત્ર બ્રહ્મ છે – એવો અદ્વૈતવાદ અહીંથી નીકળ્યો છે. નગમ:- તમારામાં શુદ્ધતાનો એક અંશ છે. તો પણ હું તમને શુદ્ધ આત્મા માનીશ. ચિંતા નહિકરતા. વ્યવહાર:- નહિ, આત્માકર્મસહિત અને કર્મરહિત એમ અનેક ભેદવાળો છે. હું ભેદમાં માનું છું. ઋજુસૂત્ર - તમારો ઉપયોગ સિદ્ધમાં હોય તો જ સિદ્ધસ્વરૂપ માનું. શબ્દઃ- આત્મસંપત્તિ પ્રગટાવવાની ભાવના હોય ત્યારે જ માનું. સમભિરૂઢ - કેવળજ્ઞાન થયું હોય તો જ માનું કહે કલાપૂર્ણસૂરિ ..... ... ૪૦૩ એવંભૂત - આઠેય કર્મોથી મુક્ત થાવ ત્યારે જ હું માનું બધાનો પોતાની દૃષ્ટિએ સાચા છે, સંપૂર્ણ સાચા નથી. હાથીને જોતા ૭ આંધળા જેવા છે. સાતેય ભેગા મળે ત્યારે પ્રમાણ બને. નય સાત છે, પણ આમ તેના ૭૦૦ નો થાય. એવંભૂતનયજ્યાં સુધી આપણને શુદ્ધ આત્માન કહે ત્યાં સુધી આપણે સાધનાથી અટકવાનું નથી. “એમ નય ભંગસંગે સરો, સાધના સિદ્ધતારૂપ પૂરો, સાધભાવ ત્યાં લગે અધૂરો, સાધ્ય સિદ્ધ નહિ હેતુ શૂરો...લા” તમે સાધના કરો ત્યારે જ પૂરા બની શકો. સંગ્રહકે નૈગમન ૩૩% માં પાસ કરી દે. પણ એવંભૂત નયતો ૯૯% માં પણ પાસ ન કરે. ૧૦૦% જ જોઈએ. જરાય ઓછું નહિ. સાધ્ય સંગ્રહે નક્કી કરી આપ્યું તારી સત્તામાં પરમતત્ત્વ પડ્યું છે, એમ સંગ્રહ બતાવ્યું. માટીમાં ઘડાની યોગ્યતા છે. આત્મામાં પરમાત્માની યોગ્યતા છે, એમ સંગ્રહે સૌ પ્રથમ સમાચાર આપ્યા. સંગ્રહનયથી સાધ્યની પ્રતીતિ થાય. શબ્દનયથી એની અનુભૂતિ થાય. એવંભૂત નયથી સિદ્ધિ થાય. સાધના માટે નૈગમ અને વ્યવહાર નય લાગુ પડે. વ્યવહારથી જો આત્માને અશુદ્ધ ન માનીએ તો સાધના શી રીતે થાય? હુંવિષયકષાયથી ભરેલો છું, એવું મનાય તો સાધના થાય જ નહિ. તીર્થની સ્થાપના વગેરે વ્યવહાર નયથી જ થાય છે. સંગ્રહનય તો પૂર્ણ જ માને તેને તીર્થ શું? સ્થાપના શું? ને સાધના શું? ઔદયિક ભાવનો હુમલો થાય ત્યારે શી રીતે બચવું? એ બધું વ્યવહારનયશીખવે ૪૩૪ ••• ...... કહે કલાપૂર્ણસૂરિ - નિવાર, આ. વદ- -હિં.- ૧૩, ૬-૧૧-૯૯. * આપણે એક આશા-ભંગ કરીએ, આપણને જોઈને બીજા કરે, ત્રીજા કરે એક પરંપરા ઊભી થાય. આને અનવસ્થા કહેવાય. છે. આપણી શિથિલતા આપણને જ નહિ, બીજાને પણ અવળું આલંબન આપે છે. સ્વભાવથી આપણે કોમળ બનવાનું છે, પણ આચારમાં આપણે ઉગ્ર બનવાનું ભગવાન આમ સર્વ જીવો પ્રત્યે કોમળ છે, પણ કર્મો પ્રત્યે ક્રૂર છે, ઉગ્ર છે. ‘દંતાઽસામન્થઓ ।’ અહીં પંચસૂત્રમાં અરિહંત આદિના સામર્થ્યથી એમ કહ્યું : અહીં ‘આદિ’ શા માટે ? અરિહંત તો સર્વજ્ઞ, વીતરાગ છે. આચાર્ય, ઉપાધ્યાય, સાધુ સર્વજ્ઞ, વીતરાગ ક્યાં છે ? આવા પ્રશ્નના ઉત્તરમાં કહે છે : આચાર્ય, ઉપાધ્યાય, સાધુ પણ અંશથી સર્વજ્ઞ છે, વીતરાગ છે. કારણકે એ તેમની ભાવિ અવસ્થા છે. ‘એસો પંચનમુક્કારો’ પાંચેયને કરેલો નમસ્કાર. સર્વ પાપોનો નાશ કરનાર છે. અહીં અરિહંત, સિદ્ધની સાથે આચાર્ય, ઉપાધ્યાય, સાધુ પણ છે. એમને કરેલો નમસ્કાર પણ સર્વ પાપ-પ્રણાશક છે. સાધુના દર્શનથી કેવળજ્ઞાન પણ થાય જ છે ને ? : * આજ્ઞાભંગ, અનવસ્થા પછી ત્રીજો દોષ છે ઃ ‘મિથ્યાત્વ.’ ભગવાનની નહિ, પોતાની બુદ્ધિથી ચાલવું તે મિથ્યાત્વ છે. કહે કલાપૂર્ણસૂરિ ...... ૪૩૫ ભગવાનથી, ગુરુથી અલગ પાડવાનું કામ મિથ્યાત્વ કરે છે. પોતાનો અલગ વર્ગ ઉભો કરવો, ઈત્યાદિ મિથ્યાત્વનો જ પ્રભાવ છે. ચોથો દોષ ઃ ‘વિરાધના’. આ ચારેય દોષો ખૂબ જ ખતરનાક છે. સંયમ અને આત્મા – બન્નેની આથી વિરાધના થાય છે. અશુભકર્મોનો અનુબંધ પડે છે, જે અનેક જન્મો સુધી ચાલે. મરીચિએ પેલા કપિલને કહેલું : ‘કપિલ ! ત્યાં પણ ધર્મ છે, અહીં પણ ધર્મ છે.’ આ વાક્યમાં આજ્ઞાભંગાદિ ચારેય દોષો આવી ગયા. શશિકાન્તભાઈ ઃ અત્યારે તો આવા એક નહિ અનેક મરીચિઓ છે, જેઓ કહે છે : ત્યાંય ધર્મ છે, અહીં પણ ધર્મ છે. પૂજ્યશ્રી : અરે, એથી પણ એ માણસો આગળ વધી ગયા છે. તેઓ તો પોતાને જ ભગવાન તરીકે ઓળખાવે છે. મંત્રમાં અવિધિ જેમ આપત્તિ નોતરે છે, તેમ જિનાજ્ઞામાં અવિધિ આપત્તિ નોતરે વિધિનું આરાધન, અવિધિનો નિષેધ બન્ને જિનાજ્ઞામાં સમાવિષ્ટ છે. વિધિનું પાલન સમ્યગ્ ન થતું હોય તો કમ સે કમ દિલમાં દર્દ તો હોવું જ જોઈએ. જિનાજ્ઞાના ભંગથી જેમ અનવસ્થાદિ ચાર દોષો લાગે તેમ જિનાજ્ઞાના સમ્યગ પાલનથી આજ્ઞા-પાલન, વ્યવસ્થા, સમ્યક્ત્વ અને આરાધના આદિ લાભો હોય છે. બીજા લોકો પણ સન્માર્ગે વળે. અમે ૬-૭ વર્ષ દક્ષિણમાં રહ્યા, ત્યાં આવા લાભો જોવા મળ્યા. અધ્યાત્મગીતા ઃ આપણો મનોરથ છે ઃ એવંભૂત નયથી સિદ્ધ બનવાનો. પણ એ મનોરથ કરાવનાર છે ઃ સંગ્રહ અને નેગમ નય. સંગ્રહનય કહે છે ઃ સર્વ જીવો એક છે. નૈગમ નય કહે છે ઃ તું શુદ્ધ સ્વરૂપી છે. તારા આઠ અંશો તો શુદ્ધ જ છે. આખી ખીચડી તપાસવાની જરૂર નથી. એક દાણો દબાવો એટલે ખબર પડી જાય ઃ ખીચડી ચડી છે કે નહિ ? તારા શુદ્ધ આઠ અંશ જ કહે છે ઃ તું શુદ્ધ સ્વરૂપી છે. * વિષય – કષાય સામે આપણે જંગે ચડ્યા છીએ. માનો કોર્ટમાં કેસ ચાલે છે. ૪૩૬ ... ***** કહે કલાપૂર્ણસૂરિ આપણો કેસ જો ભગવાનને સોંપી દઈએ તો બેડો પાર થઈ જાય. * ગરીબી અવસ્થામાં કોઈ શ્રીમંત હાથ પકડે ત્યારે આપણા દિલમાં કેવી ટાઢક વળે? સુખ વખતે બધા સાથ આપે, પણ દુઃખવખતે કોણ? આપણે નિગોદમાં અત્યંત દુઃખી હાલતમાં હતા ત્યારે આપણો હાથ પકડનાર ભગવાન હતા. “કાળ અનાદિ અતીત અનંતે જે પરરક્ત, સંગાંગિ પરિણામે, વર્તે મોહાસક્ત; પુદ્ગલ ભોગે રીઝયો, ઘારે પુદ્ગલ બંધ, પરકર્તા પરિણામે, બાંધે કર્મના બંધ..” ||૧૨ આપણો જ નહિ, તીર્થકરોનો પણ આવો જ દુઃખોથી ગ્રસ્ત ભૂતકાળ છે. જીવ અનાદિથી છે, કર્મ અનાદિ છે. એટલે સૌની આ જ સ્થિતિ સ્વીકારવી રહી, આમ કેમ? પરની આસક્તિજીવમાં બેઠી છે. પુદ્ગલનો સારો સંગમળતાં તે રીઝે છે, ને નવા-નવા કર્મ બાંધે છે. “હું સુખી છું, હું દુઃખી છું” વગેરે વિકલ્પો તેને આવે છે. નિશ્ચય નયથી ભલે આત્મા કર્મથી અલિપ્ત હોય, પણ વ્યવહાર નથી કર્મથી લિત છે. જેટલો સમય કર્મના સંયોગમાં ગયો, એટલો જ સમય કર્મના વિયોગમાં જાય, એવું નથી. ચરમાવર્તકાળમાં આવ્યા પછી તરત જ કામ થઈ જાય. અચરમાર્વતકાળના જીવો અસાધ્ય દર્દી જેવા છે. તેમને માટે કર્મવિગમ મુશ્કેલ છે. બંધક વીર્યકરણે ઉદેરે, વિપાકી પ્રકૃતિ ભોગવે દલ વિખેરે! કર્મ ઉદયાગતા સ્વગુણ રોકે, ગુણ વિના જીવ ભવોભવ ઢોકે.” I૧૩ કોઈપણ કર્મ આપણા સ્વભાવને રોક્યા વિના ન જ રહે. જે ગુણને રોકતા હોય તેને સારા કેમ કહેવાય? - આથી જ જ્ઞાનીઓ સાતવેદનીયકર્મ જે સુખ આપે છે, તેને પણ સારું માનતા નથી. કારણકે એ કર્મ આત્માના અવ્યાબાધ સુખને રોકે છે. આઠેય કર્મનો રાજા મોહનીય છે. એ બે ગુણને (દર્શન અને ચારિત્રને) રોકે છે. ' માટે જ મોહનીયના ક્ષયોપશમ વિના સાધનામાં એક ડગલું આગળ વધી ન શકાય. ગુણોની જ્યારે જ્યારે ઉપેક્ષા કરીશું ત્યારે ત્યારે કર્મ બાંધવાના જ. કહે કલાપૂર્ણસૂરિ ..... ... ૪૭૭ એક પણ દોષ જુઓ ને તે જ વખતે રવાના કરો. અગ્નિના એક કણનો પણ તમે ભરોસો નથી કરતા તેમ દોષના એક અંશનો પણ ભરોસો નહિ કરતા. એટલા માટે જ ગુણી પુરુષોનું આલંબન અને અનુમોદન જરૂરી ગણાવ્યું છે. એના પ્રભાવે આપણે પ્રચ્છન્ન ગુણોનો આવિષ્કાર કરી શકીએ. હવે ગુણો પ્રગટાવવા પુરુષાર્થનો યજ્ઞ શરૂ કરી દો. દઢ નિર્ણય કરોઃ મારે ૬૬ સાગરોપમમાં તો મોક્ષે જવું જ છે. એનાથી પહેલા મોક્ષ મળી જાય તો બહુ જ સારું, પણ ૬૬ સાગરોપમથી વધુ મોડું તો નથી જ કરવું. દીવાળી પર્વ. આ. વદ – ૧૪. ભક્તામર પૂજન. શશિકાન્તભાઈ * ફૂલના ત્રણ ગુણ ૧. કોમળતા: અહિંસા ૨. સુગંધઃ સંયમ. ૩. નિર્લેપતાઃ તપ. * સમર્પણ ૬ પ્રકારે. ૧. આનુકૂલ્ય - સ્વીકાર. ૨. પ્રાતિકૂલ્ય - વર્જનમ્ ૩. સંરક્ષણ વિશ્વાસ. ૪. ભર્તૃત્વવરેણ્ય. ૫. કાર્પષ્ય ન્યભાવ) ૬. આત્મનિવેદન ગાથા – ૧૦ * સંસારનો નિયમ છે? ધનવાન પાસે માણસ ધનવાન બને. જ્ઞાની પાસે માણસ જ્ઞાની બને. વૈદ પાસે માણસ નીરોગી બને ૪૩૮ ... કહે કલાપૂર્ણસૂરિ . તેમ ભગવાન્ ! તમારી પાસે હું તમારા જેવો ન બનું? ભગવન્! સંસારના આ નિયમનું ઉલ્લંઘન થાય છે. ભગવન્! આપ મને આપના જેવો બનાવો. “મૃત્યુનો વિચાર વૈરાગ્ય લાવે, મોક્ષનો વિચાર મૈત્રી લાવે.” – એમ પૂ. પં. ભદ્રંકરવિ. મ. ઘણીવાર કહેતા. ગાથા – ૧૧. * પ્રભુ-દર્શન થાક ઉતારે. પ્રભુ-દર્શનથી બધા પ્રશનો વિલીન બને. દર્શન દેવદેવસ્ય......કેવું દર્શન...? સાત દર્શનઃ અણુ - જગત - તત્ત્વ - ધર્મ - કર્મ - આત્મ - પરમાત્મ દર્શન. પ્રદૂષણ સંસારમાં છે. પરમાત્મદર્શનમાં ઓક્સિજન જ છે. * પ્રભુનું મિલન ન હોય ત્યાં બીજા કોઈનું મિલન પણ ખરું નથી હોતું * પ્રભુનું દર્શન કરે તે દર્શનીય બને પ્રભુનું સ્તવન કરે તે સ્તવનીય બને. પ્રભુનું પૂજન કરે તે પૂજનીય બને. ૧૨. પ્રભુનું સૌંદર્યદેહનું નહિ, સમાધિનું છે. સૌંદર્યદર્શનથી આપણી અંદર પણ સમાધિનું, સમતાનું અવતરણ થાય છે. - ૧૨મીથી ૨૦મી ગાથામાં સૂરિમંત્ર રહેલો છે. દિવાળીમાં જાપ કરાય, એમ પૂ. પં. મ. કહેતા. અલ્પશ્રત કૃતવતાં ગાથામાં જ્ઞાનનો મંત્ર છે. વિદ્યાર્થીઓને પંન્યાસજી મ. ખાસ ગણવાનું કહેતા. ગાથા ૧૩. ભગવાનના ૪ અતિશયો તેમને ત્રિભુવન નાયક બનાવે છે. અપાયાપગમાતિશય આદિ ૪ ભાવનાઓથી આવેલા છે. મૈત્રીથી અપાયાપગમાતિશય, પ્રમોદથી પૂજાતિશય કહે કલાપૂર્ણસૂરિ ... કરુણાથી વચનાતિશય, માધ્યસ્થ્યથી જ્ઞાનાતિશય પ્રગટેલાં છે. ગાથા ૧૪ પ્રભુના ગુણો ૧ ૪ રાજલોકમાં ફેલાયા છે. ગુણોને કોઈ પ્રતિબંધ ક્યાંથી હોય ? પ્રભુ...! આપના ગુણો જો મારામાં આવ્યા હોય તો હું માનીશ કે આપ જ મારા હૃદયમાં આવ્યા. ભગવાનને હૃદયમાં લાવવા એટલે તેમના ગુણો લાવવા. ભગવાન શક્તિ અને ગુણરૂપે સર્વત્ર વ્યાપ્ત છે. B ગાથા ૧૫. બ્રહ્મચર્યનું વર્ણન. તેજસ્વી, યશસ્વી, વચસ્વી, વર્ચસ્વી પ્રભુ કોઈથી પણ ચલિત ન થાય. બ્રહ્મચર્ય અને બ્રહ્મચર્યામાં ફરક છે. બ્રહ્મમાં ચર્યા તે બ્રહ્મચર્યા. પાંચ પરમેષ્ઠી બ્રહ્મનું જ રૂપ છે. બ્રહ્મ – પ્રાગટ્ય : અરિહંત. બ્રહ્મ – સ્થિતિ : સિદ્ધ. બ્રહ્મ – ચર્યા : આચાર્ય. બ્રહ્મ – વિદ્યા : ઉપાધ્યાય. બ્રહ્મ – સેવા : ગાથા ઃ સાધુ. પ્રભુનું નામ લો અને બ્રહ્મચર્યની શક્તિ તમારામાં આવ્યા વિના ન રહે. ગાથા – ૧૬. ભગવાન અનસ્ત સૂર્ય છે. કેવળજ્ઞાનરૂપી સૂર્ય અસ્ત ન થાય. અપ્રગટ દીવાએ પ્રગટવું હોય તો પ્રગટ દીવા પાસે જવું પડે. આપણે અપ્રગટ છીએ. પ્રભુ પાસે જવું પડશે. * પ્રભુના દર્શનથી સંસાર લીલોછમ રાખવો નથી, પણ છોડવાનો છે. - ૧૭. * જ્ઞાનાતિશયથી જ્ઞાન-દીપ પ્રગટે. આપણી ચેતના ખંડિત છે. પ્રભુ પાસે અલગ, બીજે અલગ વાત કરીએ. આમાં ભક્તિનું ? ૪૪૦ ..... કહે કલાપૂર્ણસૂરિ અનુસંધાન ક્યાંથી રહે? અનુસંધ્યાનાત્મિકા ભક્તિ જોઈએ. ૪ પૂજા અંગ - અગ્ર - ભાવ-પ્રતિપત્તિ પૂજા. પ્રતિપત્તિ પૂજા એટલે આજ્ઞાપાલન. આજ્ઞાપાલન રૂપ પૂજા આવે. તો ભગવાન સાથે અભેદ સધાય. ગાથા – ૧૮. * ભગવાનનું ચરિત્ર યથાખ્યાત છે. ક્યાંય ન્યૂનતા નહિ. * અનંત વિજ્ઞાન: જ્ઞાનાતિશય, અતીતદોષ: અપાયાપગમાતિશય. અબાધ સિદ્ધાંતઃ વચનાતિશય, અમર્યપૂજ્યઃ પૂજાતિશય. આ ચાર વિશેષણો કલિકાલ સર્વશે આપ્યા છે. ગાથા – ૧૯. * માત્ર જ્ઞાનાદિની નહિ, પ્રભુ! આપની સાથે મારે ઓતપ્રોતની જરૂર છે. ખેતરમાં પાક થઈ જાય પછી વરસાદની જરૂર નથી તેમ, આપની સાથે ઓતપ્રોત થઈ ગયા પછી આપની જરૂર નથી. ગાથા – ૨૦. જ્ઞાન યથા.... રત્નનું તેજ કાચમાં ન આવે. પ્રભુ! આપના જેવું કેવળજ્ઞાનનું તેજ બીજા દેવોમાં ન હોઈ શકે. એક જ દેવ ઉપાસ્ય જોઈએ. એક સાથે ઘણા દેવ-દેવીઓની ઘણીવાર આરાધના કરીએ છીએ. આપણે ભલે બીજાનો અનાદર કરીએ, પણ સાથે સાથે સમકક્ષ પણ ન બનાવીએ. અમેરિકા આદિમાં અરિહંતની મૂર્તિ સાથે બીજી અનેક મૂર્તિઓ જોવા મળે. તેઓ કહેઃ અમે તો બધાને માનીએ. હું કહું આમ અરિહંતની ભક્તિ ન થાય, ન ફળે. ગાથા – ૨૧. પૂ. આચાર્યશ્રી... પ્રભુ! આપને જોયા પછી કોઈ જોવા લાયક લાગતું નથી. મારું મન આ ભવમાં જ કહે કલાપૂર્ણસૂરિ ......... ... ૪૪૧ નહિ, ભવાંતરોમાં પણ બીજે નહિ કરે. ગાથા – ૨૨. સ્ત્રીણાં.... * તારા અગણિત છે. સૂર્ય એક છે. પ્રભુ મારે મન તું એક છે. * પ્રભુની માતા છે રૂણા... પ્રભુને હૃદયમાં લાવવા હોય તો કરુણા લાવવી પડશે. ગાથા – ૨૩. પૂજ્યશ્રી... પ્રભુ...! મૃત્યુંજયી આપ જ છો. આપને પામીને લોકો મૃત્યુનો જય કરી શકે છે. પ્રભુ અજરામર છે, ભક્તને પણ અજરામર બનાવે. જરા- મૃત્યુના નિવારણથી જ અજરામર બની શકાય. અજરામર સ્થાન એટલે બ્રહ્મરંધ્ર. સમ્યગ્દષ્ટિ તે પામે. પ્રભુ...! આપ સ્વયં તીર્થકર છો, તેમ તીર્થ પણ છો. માર્ગ-દાતા છો, તેમ માર્ગ પણ છો! રત્નત્રયી બતાવનારા જ નહિ, આપ સ્વયંરત્નત્રયી સ્વરૂપ છો. આ ગંભીર વાત અહીં બતાવી છે. ગાથા – ૨૪.૨૫. પૂજ્યશ્રીઃ પ્રભુ સર્વોપરિ સત્તા છે. એમનું ઐવિર્ય - આહત્ય ત્રણેય ભુવનમાં વ્યાપ્ત છે. પ્રભુ આપ અવ્યય – અવિનાશી, વિભુ (જૈનદૃષ્ટિએ જ્ઞાનરૂપે વ્યાપક), નિત્ય અને અચિંત્ય વિચારો (વિકલ્પો)થી પામી ન શકાય તેવા છો. અસંખ્ય ગુણોથી આપ “અસંખ્ય છો. તીર્થની આદિ કરનારા છો, માટે આદ્ય છો. પરબ્રહ્મ સ્વરૂપ પ્રાપ્તિથી પરબ્રહ્મ છો; ઐશ્વર્યથી ઈશ્વર છો. શરીર ન હોવાથી અનંગકેતુ છો. યોગીઓના નાથ, યોગીશ્વર છો. એક ચેતના લક્ષણથી અને અનેક સંખ્યાથી છો. ગાથા – ૨૬. થાઓ મારા નમન તમને દુઃખને કાપનારા, થાઓ મારા નમન તમને ભૂમિ શોભાવનારા; ૪૪૨ ... .... કહે કલાપૂર્ણસૂરિ થાઓ મારા નમન તમને આપ દેવાધિદેવા! થાઓ મારા નમન તમને ભવોદધિ શોષનારા.... પૂજ્યશ્રી પ્રભુ...! માત્ર આપ મારી આધિ-વ્યાધિ-ઉપાધિની પીડા હરો એમ હું નથી કહેતો, પણ આપના વિરહની પીડા હરો, એમ હું કહું છું. આપ ભૂમિના શૃંગાર છો. મા સ્રોશનિ ' ના ન્યાયે આપ પૃથ્વી પરના માણસોની શોભારૂપ છો. માણસ ત્યારે જ શોભે જ્યારે તે પ્રભુને વસાવે. માટે જ પ્રભુ! આપ મારાથી દૂર નહિ થતા. આપ મારા અનન્ય અલંકાર છો. કારણકે આપ જ ત્રણ જગતના નાથ છો. આવા પ્રભુને હૃદયમાં ધરીએ તો ભવોદધિ શોષાઈ જાય. એટલે...? આપણા હૃદયમાં ઉછળતો વિષય - કષાયનો સાગર સૂકાઈ જાય. ભવોદધિ ક્યાંય બહાર નહિ, અંદર જ છે. ગાથા – ૨૭. ૨૮, ૨૯. ૩૦. ૩૧. પૂજ્યશ્રીઃ ગુણોને ક્યાંય જગ્યા ન મળી, તેઓ પ્રભુમાં જઈ વસ્યા. દોષો ગુસ્સે થઈને ભાગ્યા. ભાગતા ભાગતા કહેતા ગયાઃ તમે ન રાખો તો કાંઈ નહિ, અમને રાખનારા ઘણા છે. શશિકાન્તભાઈ પ્રાતિહાર્યોનું ધ્યાન શું આપે? - અશોકવૃક્ષના ધ્યાનથી સાત લાભઃ૧) શોક હરે ૨) શુદ્ધ જનોથી અનભિભવનીયા. ૩) વચનનું અપ્રતિતપણું. ૪) રોગાદિની શાંતિ. ૫) સમર્પણ. ૬) અર્થોપાર્જનની ક્ષમતા. ૭) સૌભાગ્યનું અખંડિતપણું. - સિંહાસન - ધ્યાનથી સાધક સ્થાનભ્રષ્ટ ન બને. - ચામર – ધ્યાનથી ચમરબંધીની સેવા ન કરવી પડે. કહે કલાપૂર્ણસૂરિ ..... ••• ૪૪૭ - છત્ર ધ્યાનથી જીવનમાં ભક્તનું છત્ર (આબરૂ) ઊડી ન જાય. ગાથા – ૩૨. ૩૩. ભગવાન ચાલે ત્યાં પૃથ્વી સુવર્ણમય બને. ભગવાન ચાલે ત્યાં ઉપદ્રવ ટળે. મારા પગલાં પણ આપના આજ્ઞારૂપ તીર્થમાં પડે તો કામ થઈ જાય. ગાથા – ૩૪. સિંહ, હાથી આદિ પ્રતીકોથી ક્રોધ, અહંકાર આદિ દોષોના વિના ટળે – એમ સમજવાનું છે. ગાથા – ૩૫. ૩૬. ૩૭. દાવાનલાદિ રૂ૫ કષાયો પેદા થાય ત્યારે પ્રભુ...! આપનું નામ જળનું કામ કરે છે. ગાથા – ૩૮. ૩૯. ૪૦. ભગવાનની ભક્તિછોડીને બીજે ક્યાંયથી જીવનના વિદનો દૂરન જ થાય, એવી અવિહડ શ્રદ્ધા હોવી જોઈએ. ગાથા – ૪૧. ૪૨. ઉભૂત... ગાથાથી પૂ. પં. ભદ્રંકર વિ. યાદ આવે. લુણાવામાં કહેતા: વ્યાધિ ઘણી છે. ૧૦૮ વાર ઉભૂત. ગાથા ગણો. ગણવાથી શાંતિ થતી. પ્રભુ ચરણ-રજનો અંશ પણ પડે તો રોગ જાય જ. આથી ફલિત થાય છે કે શરીર માંદું નથી પડતું, મન માંદું પડે છે. કેન્સરના દર્દી પણ ૧૦૮ વાર આ ગાથા ગણતાં સાતા અનુભવે છે. ગાથા - ૪૪. બેડીઃ બધું બંધાયેલું છે, પણ મારું મસ્તક ખુલ્લું છે. જ્યાં સુધી મારું મસ્તક મુક્ત છે, ત્યાં સુધી મુક્તિનો માર્ગ ખુલ્લો છે. આપણા જીવનમાં ભગવાન જ છે કે ભગવાન પણ છે? આપણા જીવનમાં ભગવાન જ છે, એવું થશે ત્યારે જ દોષો, દરિદ્રતા ઈત્યાદિ જશે. ૪૪૪ ... : ..... કહે કલાપૂર્ણસૂરિ - ભક્ત ભગવાનથી વિભક્ત બને ત્યારે જ દોષો હોઇ શકે. નહિ તો ભગવાનમાં ન હોય તે દોષો ભક્તમાં ક્યાંથી આવે? ગાથા - ૪૩. ૪૪. પૂજ્યશ્રી: પહેલા ગુણોનું પછી નામના પ્રભાવનું વર્ણન આવ્યું. છેલ્લે ઉપદ્રવો ટાળવાના પ્રભાવનું વર્ણન આવ્યું. રાગરૂપી સિંહ, દ્વેષરૂપી હાથી, ક્રોધરૂપી દાવાનળ, કામરૂપી સંગ્રામ, લોભરૂપી સમુદ્ર, મોહરૂપી જલોદર, કર્મબંધનરૂપ બેડી – આ બધું પ્રભુ-નામના પ્રભાવથી ટળે છે. એ પોતે જ ભગવાન જોઈને ભય પામીને ભાગી જાય; જેમ સિંહને જોઈને હાથી ભાગે. પ્રભુની આ સ્તુતિ - માળા જે કંઠમાં ધારણ કરશે તે કેવળજ્ઞાન - લક્ષ્મી મેળવશે, એમ માનતુંગસૂરિજી કહે છે. સોમવાર, ધોકો, આ. વદ – ૦)), ૮-૧૧-૯૯. : નવકાર આરાધના : શશિકાંતભાઈ. નમો તિત્ય' કહી ભગવાન પણ નમે, એવું તીર્થ ત્રણ પ્રકારે છેઃ ૧) પ્રથમ ગણધર, ૨) ચતુર્વિધ સંઘ, ૩) દ્વાદશાંગી. નવકારમાં તીર્થ, તીર્થકર અને તીર્થકરનો માર્ગ આ ત્રણેય છે. પ્રભુએ આપવા જેવું બધું જ આપી દીધું. શું બાકી રહ્યું? કેટલો ઉપકાર? ચતુર્વિધ સંઘની ચેતના પંરા પરમેષ્ઠીની ખાણ છે, માટે જ સંઘ ૨૫મો તીર્થકર છે, નવકારનો આરાધક સંઘનો અનાદરન કરે નવકારદોષત્રયીને (રાગ-દ્વેષ-મોહને) રત્નત્રયી દ્વારા કાઢે. કાલત્રયીને (ભૂતભાવિ-વર્તમાનને) તત્ત્વત્રયી (વ-ગુરુ-ધર્મ) દ્વારા કાઢે. * ભગવાનનું શાસન મળ્યું શાસનસ્થિત સાધુ અને નમસ્કાર મળ્યા. હવે શું જોઈએ? (એક માળા પછી..) સર્વ મંત્ર શિરોમણી, મહામંત્રનવકાર; સમરતાં સુખ ઉપજે, જપતાં જય જયકાર... માલો ઊગે સૂરજ સુખનો, ન રહેદીનને હીન; છે કલાપૂર્ણસૂરિ ... •.. ૪૪૫ જો સમરો નવકાને, સુખમાં જાયે દિન... ર. અવળા સૌ સવળા પડે, સવળા સફળ થાય; જપતાં શ્રી નવકારને, દુઃખ સમૂળા જાય... ૩ * નવકારની યાત્રા શોભાયાત્રા નહિ, શોધન-યાત્રા છે. સંસ્કાર, સદ્ગુણ, સદાચાર, સ્વાથ્ય, સમૃદ્ધિ, અને સમાધિની યાત્રા છે. નવકારથી પોતાની મેળે યોગ્યતાના દ્વાર ખુલે છે. હવેથી તીર્થની બહાર મારા પગલા નહિ પડે – એમ પ્રતિજ્ઞા કરું છું, એવો નવકારનો સાધક નિર્ણય કરે. નવકાર સિવાય કોઈપણ મંત્રમાં તેનું ફળ નથી બતાવ્યું. ચૂલિકામાં ફળ કથન છે? પણો પંચ નમુદો ા આ નવકાર સર્વ પાપ હટાવશે. એક નમસ્કાર તમામ આરાધનાનો અર્ક છે. ભાવપૂર્વકનો નમસ્કાર ન હોય તો અનુષ્ઠાન દ્રવ્ય બનશે. ચૂલિકા ભાવનમસ્કાર | ડૉક્ટર રોગને બહાર કાઢે તેમ નવકાના અક્ષરો વિભાવને દૂર કરે છે, આઠેય કર્મોને દૂર કરે છે. - નવકારના દર્શનથી દર્શનાવરણીય, - નવકારના સ્વાધ્યાયથી જ્ઞાનાવરણીય, - નવકારમાં પોતાનું જ સ્વરૂપ, ઓહ! મારુંઆવું સ્વરૂપ? એવો ભાવ જોવાથી મોહનીય. - નવકારને નમસ્કારથી અંતરાયકર્મ નષ્ટ થાય છે. અઘાતી કર્મ પણ ધ્યાનથી જાય. દેહ ભૂલાઈ જાય, દેવ રહે. - अहं देहोऽस्मि नास्थाने अहं देवोऽस्मि આવે ત્યારે નામકર્મ, - આત્મસમ સૌ જીવ લાગે તો ગોત્રકર્મ અક્ષરોમાં અદ્વૈત આવે તો આયુષ્ય. - મંગલરૂપ અક્ષરો ગણવાથી વેદનીય કર્મ જાય... * ચિત્તનલાગતું હોય તો ઉચ્ચારણપૂર્વકનવકારબોલો. અથવાવાંચો. નિર્વિકલ્પ રૂપે ગણો. સાક્ષાત્ અરિહંત સાથે જોડાણ થશે. . કહે કલાપૂર્ણસૂરિ * શાસ્ત્ર – મંત્રવિત્ બનવા નહિ, આત્મવિત્ બનવા નવકાની આરાધના છે. નવકાર શાસ્ત્ર, મંત્ર છે, તેમ આત્મા પણ છે. * તીર્થયાત્રા કરનાર આત્માનુભૂતિ ન કરે તો દ્રવ્યયાત્રા રહેશે. * નવકાર પૂર્ણયોગ છે. બધા જ યોગો તેને પરિક્રમા કરે છે. કોઈ જ યોગ બાકી નથી. નવકારનું પંચ મંગલ મહાશ્રુતસ્કંધ' આ સાચું નામ છે. નવકાર મંત્ર નહિ, મંગળ પણ છે. પરમેષ્ઠીઓ મંગળના મહાકેન્દ્રો છે. પ્રચંડ અવતરણ અને પ્રચંડ સંક્રામણ શક્તિ છે. मां गालयति भवादिति मंगलम् । જે સંસારથી મને ગાળી નાખે તે મંગળ છે. * પાંચ ગુણઃ ૧) પરહિત ચિંતા સ્વાથ્ય આપે, સ્વાર્થી માંદો જલ્દી પડે. સ્વની કેટલી? પત્ની ચિંતા કેટલી? પરહિતચિંતામાં કાંઈ જ ખર્ચ નહિ, છતાં કઠણ છે. ૨) પરોપકાર સમૃદ્ધિનું ઉપાદાન કારણ. શ્રીમંતાઈ પરોપકારથી જ સફળ બને. ૩) પ્રમોદભાવ : શિવ-મંગળતત્ત્વ આપે. આ બધામાં મારા જેવું જ સ્વરૂપ છે તે પ્રમોદભાવથી હું જીવોના વિશુદ્ધ ચૈતન્યથી વાડ્મયી પૂજા કરું છું, એવો ભાવ પેદા થવો ઘટે. ૪) પ્રતિજ્ઞા (સત્યનું ઢાંકણું ખોલે.) પાંચેય પરમેષ્ઠી કરેમિ ભંતેની પ્રતિજ્ઞા લઈને બન્યા છે. ૫) પ્રશાંત અવસ્થાઃ સમતા - સમાધિને આપે. ભગવાનનો આ શંખનાદ છેઃ તમારે શું જોઈએ છે? જે જોઈતું હોય તે ગુણ પકડી લો. વિદ્યાસ્નાતક નહિ, વ્રતસ્નાતકોનું અહીં કામ છે. ઉપધાનની માળએવ્રતસ્નાતકની ડીગ્રી છે. * ૧૪ પૂર્વનું સમસ્ત સારભૂત જ્ઞાન - નવકાર’ છે. * જેને નમો તેવા થાવ.T.V. માં જેને નમો તેવા થાવ. કહે કલાપૂર્ણસૂરિ ..... •.. ૪૪૭. * નવકારના અક્ષરો – પાપનું દહન, કૃપાનો સ્પર્શ અને નિર્ભયતાનો આનંદ આપે છે. * નવકાર તપોધનદષ્ટ છે. મંત્રનું દર્શન તપથી થાય છે. આર્ષ શબ્દ (જે રચિત નથી, પરંતુ અનુભૂત - દષ્ટ છે.) અણુ-શક્તિ છે, જેનો પ્રયોગથી વિસ્ફોટ થાય. * યુગે યુગે મંત્રના નવા નવા અર્થો સાધક પ્રસ્ફટિત કરે પણ તે સદાય પરસ્પર - અવિરોધી રહે, * મંત્રમાં વિજ્ઞાન છે (અનુભવ જ્ઞાન) શરીરનુ પોષણ શરીર બળ, પ્રાણબળ, વાર્બળ, બુદ્ધિબળ – ચતુર્વિધ શક્તિ છે. * પ્રર્ષે નવ: Joid .. જેમાં પ્રચુર નવીનતા છે, નિત્ય નવું સર્જવાની ક્ષમતા છે, તે પ્રણવ છે. 'प्रतिक्षणं यन्नवतामुपैति, तदेव रूपं रमणीयतायाः ।' * એક અણુમાં આખું શૌર જગત છે, તેમ નવકારના એકેક અક્ષરમાં બ્રહ્માંડ સમાવિષ્ટ છે. જપદ્વારા વિસ્ફોટ થતાં બ્રહ્માંડનું રહસ્યોદ્ઘાટન થાય છે. નવકારનો જાપ, ભાવ-મનની શુદ્ધિ કરે (લેશ્યાશુદ્ધિ.) મંત્રમાં પ્રચંડશુભ સંક્રામક - શક્તિ છે. * નવકાર અંતરાત્મામાં જ્ઞાન-દીપક પ્રગટાવે છે. ૧૦૦૦ દીવા એક રૂમમાં પ્રગટેતો પ્રકાશ ૧૦૦૦ ગુણો થાય ને? પણ પ્રકાશ સૌને સરખો મળે. * ભગવાન હૃદયમાં બે રીતે આવેઃ ૧) નેત્રથી – સ્થાપના મૂર્તિ. ૨) શ્રોત્રથી - નામ - જાપ. રૂપમાં કૃતક દેવત્વ છે, મંત્રમાં અનાદિસિદ્ધ દેવત્વ છે. * “યં મે તૌ માવાન, માં મે માવત્તર: | ૩થે મે વિશ્વબેકન, મર્થ મે શિવામર્શન: I' * નવુાય પૃદયે છે ૪૪૮ ... કહે કલાપૂર્ણસૂરિ દૂષિત વાણી (ખાણી-પીણી) જેની હોય તેનામાં મંત્રચૈતન્ય પ્રગટે નહિ. વાણીમાં વિકાર ન આવે તે જુઓ. * ૧૦૦૦ આરાધકોનો જાપ અશુભને ભસ્મીભૂત કરે, મંગળનો ધોધ વહેવડાવે, પ્રકૃતિને નમસ્કૃતિથી ભીંજવી નાખે. સામૂહિક જાપમાં પ્રત્યેક આરાધકને ૧૦૦૦ ગણો પ્રકાશ મળે છે. ૧૪ રાજલોકમાં મનોવર્ગણાના પુદ્ગલો ફેલાવી દે. પાવર કેટલો ? ૧ આરાધક ઃ ૧૦૦૦ આરાધક = ૧૦૦૦ H. P શક્તિનો સ્રોત = U૨૯૦ = વિસ્ફોટ. નવકાર શાન્તિનું ક્ષેપાસ્ત્ર, દિવ્ય ચેતનાનું અવતરણ, સુરક્ષાનું કવચ, પર્યાવરણની શુદ્ધિરૂપ સંકલ્પસિદ્ધ મંત્ર છે. પૂજ્યશ્રી : ‘સત્રે નીવા ન દંતવ્યા ।' આ પ્રભુની મુખ્ય આજ્ઞા છે. એનું પાલન કરે તેને તીર્થંકર-પદ મળે. આજ્ઞાનું આરાધન અહિંસાદ્વારા થાય. = ૧ H. P અહિંસાના રક્ષણ માટે જ શેષ ૪ વ્રતો છે. અહિંસાના પ્રશ્ન વ્યાકરણમાં ૬૦ પર્યાયવાચી શબ્દો છે. એમાં એક શબ્દ છે : શિવા. ‘અહં તિત્ત્વયામાયા શિવાલેવી...’ માં શિવાનો અર્થ અહિંસા-કરુણા કરી જુઓ પછી અર્થ કેવો બેસે છે ? અરિહંતની જ નહિ, પાંચે પરમેષ્ઠીની જનની અહિંસા છે, કરુણા છે. આજ્ઞા અને આજ્ઞા-પાલક એક છે. આજ્ઞાપાલન કર્યું કે પ્રભુહૃદયમાં આવ્યા. જડ કાગળના ટૂકડા પર લખેલા નામ માત્રથી તમે કલકત્તા સુધી પહોંચી ગયા ? શશીકાંતભાઈ ! નામની કેટલી તાકાત ? શશીકાંતભાઈ કલક્તા સુધી જઈ શકતા હોય તો ભગવાન આપણા હૃદયમાં કેમ ન આવે ? નામ લો ને ભગવાન હાજ૨ ! કહે કલાપૂર્ણસૂરિ ..... ૪૪૯ ‘નમા ગ્ર ંતા આવી મિલે, મન ભીતર ભગવાન' વળી, પ્રભુએ તો આપણા સૌની સાથે આત્મભાવ કેળવેલો છે. ‘સવ્વમૂત્રનુસ’ ભગવાનનું આ વિશેષણ છે. ‘મારી સાથે તન્મય થવા માંગતો હોય તો હે આત્મન્ ! તું જગતના સર્વજીવો સાથે તન્મય બન.’ એમ પ્રભુ કહે છે. પ્રશ્ન ઃ ભગવાન સાથે એક થવાય, પણ સર્વજીવો સાથે એક કેમ થવાય ? ઉત્તર ઃ હું તો ત્યાં સુધી કહું છું : સર્વજીવોમાં સિદ્ધોનું રૂપ જુઓ. પછી જ અંદરની ગાંઠ ખુલશે. કુંડલી – ઉત્થાન કાંઈ સહેલું નથી. પણ વાંધો નહિ. શરૂઆત કરીશું તો કોઈક સમયે, કોઈક ભવમાં જરૂર ફળશે. ધીરજ જોઈએ. * શશીકાંતભાઈ : આત્માને જગાડે, સંભાળે તે આશા. નમો અરિહંતાણં (અરિહંત + આણં) પાંચેય પરમેષ્ઠીઓની આજ્ઞાને પણ નમસ્કાર. અત્યમયી ચેતના જ બધા જ કારણોનું પરમ કારણ છે. તે જ સર્વજ્ઞ, સર્વશક્તિમયી, સર્વ અન્તર્યામી, સર્વ ક્ષેત્ર-કાળ વ્યાપિની છે. માટે જ એ મધુર પરિણામ લાવે છે. આ નવકારમાં યોગીઓનો યોગ, ધ્યાનીઓનું ધ્યાન, જ્ઞાનીઓનું જ્ઞાન, ભક્તોની ભક્તિ અને આરોધકોની આરાધના સમાવિષ્ટ છે. ૪૫૦ ... કહે કલાપૂર્ણસૂરિ કરે ' ક જ પંચવસ્તુફ. સોમવાર. આ. વદ – ૦)), ૮-૧૧-૯૯. * જહાજમાં બેસાડીને ઈષ્ટસ્થાને પહોંચાડે તેનો કેટલો ઉપકાર માનીએ? એથી પણ અનંત ઉપકાર તીર્થકરોનો છે, જેમણે આપણને તીર્થના જહાજમાં બેસાડ્યા છે. જાજનો માલિક ભલે ગેરહાજર હોય, પણ જહાજનું કામ ચાલુ જ રહે, તેમ ભગવાન ભલે ગેજર હોય, તીર્થનું કામ ચાલુ જ રહે. - * અષ્ટાંગને યોગ કહેવાય તેમ ચારિત્ર પણ યોગ કહેવાય. ચારિત્રમાં દર્શન - જ્ઞાન હોય જ. ચારિત્રી જ્ઞાની અને શ્રદ્ધાળુ હોય જ. નહિ તો એનું ચારિત્ર સાચું ન ગણાય. * ‘ભાવથી ભાવ પેદા થાય તેમ દુનિયામાં પણ કહેવાય છે. આપણે જેવો ભાવ રાખીએ, સામી વ્યક્તિને તેવો જ ભાવ પેદા થાય. આપણે છેતરપીંડીનો ભાવ રાખીએ ને ઉપરથી ગમે તેટલો દેખાવ કરીએ, પણ સામી વ્યક્તિને ખબર પડ્યા વિના ન રહે. વક્તાના ભાવની શ્રોતા પર ઘણી જ અસર પડે. વક્તા સ્વયંમાળા ન ગણતો હોય તો ‘તમે માળા ગણજો એવી એની શિખામણ ભાગ્યે જ શ્રોતાના ગળે ઊતરશે. ખૂબ ગોળખાતા છોકરાને પેલા સંન્યાસીએ ત્યારે જ પ્રતિજ્ઞા ન આપી, પણ ૧૫ દિવસ પછી આપી. ખુલાસો કરતાં કહ્યું: “હું પોતે ગોળ ખાતો હોઉં તો તે બંધ કરવાની પ્રતિજ્ઞા બીજાને શી રીતે આપી શકું? મારે ૧૫ દિવસથી ગોળ બંધ છે. હવે જ હું એ પ્રતિજ્ઞા આપવાનો અધિકારી ગણાઉં.” આ વાર્તા તમે ઘણીવાર સાંભળી હશે? શિષ્યોને જે આપવું હોય તે ગુરુએ સ્વમાં ઊતારવું પડે. ઘણીવાર ગુરુ શિષ્યને કહે કલાપૂર્ણસૂરિ ....... તૈયાર કરવા આવા પ્રયોગો કરતા. પ્રેમસૂરિજીએ સ્વયં ફળનો ત્યાગ કરેલો. કારણકે શિષ્યોને તેઓ ત્યાગી બનાવવા માંગતા હતા. મોટાભાગે ફળ દોષિત જ હોય. સર્વજીવોને અભયદાનની પ્રતિજ્ઞા લીધા પછી છકાયજીવની ક્યાંય વિરાધના ન થાય, તેની આપણે તકેદારી રાખવી જોઈએ. પ્રશ્નઃ અંદરના ભાવ લોકો શી રીતે જાણી શકે? ઉત્તર: પ્રાયઃ કરીને વિશુદ્ધભાવ બાહ્ય ચારિત્રની શુદ્ધિથી જાણી શકાય. બાહ્ય ચરણ હોય, આંતર ચરણ કદાચ ગુરુમાં ન હોય તો પણ શિષ્યને જરાય દોષ નથી. મારા ગુરુ આવા મહાન! આવા ઉચ્ચ! આવા ભાવથી તેની તોભાવોલાસવૃદ્ધિજ થવાની. અંગારમર્દકના શિષ્યો સ્વર્ગે ગયા છે. અંગારમર્દક પાસે ભાવ ચારિત્ર નહોતું અભવ્ય જીવ હતો. પણ શિષ્યો ગુરુ-વિનય કરીને પામી ગયા. એમનું બાહ્ય - ચારિત્ર ઉત્કૃષ્ટ હતું. માટે અયોગ્ય ગુરુમાં પણ યોગ્ય ગુરુના પરિણામ થઈ જાય તો દોષ નથી. શિષ્યનું તો કલ્યાણ નક્કી જ. પણ અહીં મોહન હોવો જોઈએ. નહિ તો કુગુમાં પણ સુગુરુની બુદ્ધિ આવી જાય, જે કલ્યાણકર નથી. -: અધ્યાત્મ ગીતા: * જ્ઞાનસંપત્તિ આપીએ તો ઋણમુક્તિ થાય, રાખી મૂકીએ તો વ્યાજ ચડે. * અધ્યાત્મગીતા એટલે લીધી છે કે એના ક્તના જીવનમાં અધ્યાત્મ વણાયેલું. હતું. એમના ઉદ્ગારો જ એમની અનુભૂતિને જણાવે છે. પૂ.દેવચન્દ્રજી, યશોવિજયજી, આનંદઘનજી, વીરવિજયજી, માનવિજયજી વગેરે અનુભવી પુરુષો હતા. એમની કૃતિઓ સાક્ષી આપે છે. * જીવન – નિર્વાહની કોઈ ચિંતા આપણી ઉપર નથી તો શા માટે આ સમય આપણે આત્મ-સાધનામાં ન લગાવી દઈએ? મકાન, ભોજન, પાણી વગેરે બધુ જ તૈયાર મળે છે. કોઈ ચિંતા નથી. અહીં રહીને પણ આત્મદષ્ટિ ન ખુલી તો હદ થઈ ગઈ. * નૈગમ અને સંગ્રહ નયે તો આપણને સિદ્ધત્વનું પ્રમાણપત્ર આપી દીધું, પણ જ્યારે શબ્દનય પ્રમાણ આપે ત્યારે ખરું માનવું. . કહે કલાપૂર્ણસૂરિ ૪૫૨ ... શબ્દનય સમ્યક્ત્વ, દેશ - સર્વવિરતિમાં લાગુ પડે. નૈગમનય – સંગ્રહનય સર્વ જીવો સાથે મૈત્રીનું શિક્ષણ આપે છે. સર્વજીવો સિદ્ધસ્વરૂપી છે. કોઈની પણ સાથે વેર-ઝેર શા માટે ? અંદર પડેલા સિદ્ધત્વને પ્રગટાવવાની રુચિ પણ ઉત્પન્ન કરે છે. નૈગમ સંગ્રહ બન્ને અભેદને જણાવનાર છે. સંગ્રહ માત્ર સામાન્યગ્રાહી છે જ્યારે નૈગમ, સામાન્ય-વિશેષ ઉભયગ્રાહી છે. વ્યવહાર નય તમારી અશુદ્ધતાનું ભાન કરાવે છે. “મારા બાપાએ એક ફ્રોડ એક ભાઈને આપેલા છે, તે આવશે એટલે આપી દઈશ. અત્યારે ૧૦ લાખ આપો.’’ ‘‘એક યોગીએ કહ્યું છે ઃ ઘરમાં ખજાનો છે નીકળશે ત્યારે આપીશ. અત્યારે ૧૧ લાખ આપો.’’ આવું વ્યવહારમાં ચાલે ? નૈગમ – સંગ્રહનો ઉધારવાદ વ્યવહારમાં ન ચાલે. વ્યવહાર કહે છે ઃ અત્યારે તમે કેવા છો ? તે જુઓ, તમે સિદ્ધસ્વરૂપી છો, એવી વાતો અહીં નહિ ચાલે. તમે કર્મસહિત છો, એ વાસ્તવિકતા સ્વીકારો. આને જ આત્મસંપ્રેક્ષણ યોગ કહેવાય. ‘કર્મસત્તાથી હુંદબાયેલો છું.’ એમ પોતાની સ્થિતિ જોવી તે આત્મ સંપ્રેક્ષણ છે. કઈ વ્યક્તિ કે વસ્તુ પર રાગ, દ્વેષ કે મોહ વધુ છે ? એવી વિચારણા આત્મસંપ્રેક્ષણ છે. તેથી એનું નિવારણ કરવા આપણે કટિબદ્ધ બની શકીએ. ઋજુસૂત્ર વર્તમાનમાં સ્થિર બનાવે છે. ભાવિમાં મહાવિદેહમાં જન્મ લઈને હું આમ કરીશ, તેમ કરીશ, તે બાલિશ વાતો છે. વર્તમાનમાં મળ્યું છે તેનો ઉપયોગ નથી કરતા તો ભાવિમાં શું કરશો ? ઋજુસૂત્ર વર્તમાનગ્રાહી છે. શબ્દનય આત્મસંપત્તિને પ્રગટાવવાની અભિલાષાવાળાને સિદ્ધ માને. સમભિરૂઢ વળજ્ઞાનીને અને એવંભૂત અષ્ટ કર્મ-મુક્ત સિદ્ધને સિદ્ધ માને. જ્યાં સુધી એવંભૂત નય ન કહે ત્યાં સુધી આપણે સાધના ચાલુ રાખવાની છે. * ગુપ્તિ એટલે અશુભથી નિવૃત્તિ અને શુભમાં પ્રવૃત્તિ. * મૌન એટલે માત્ર ન બોલવું એવું નથી એવું તો ઝાડ વગેરેમાં પણ છે. પુદ્ગલોમાં પ્રવૃત્તિ ન કરવી તે ખરું મૌન. કાયાથી પુદ્ગલોમાં પ્રવૃત્તિ ન કરવી તે કાયાનું મૌન. વચનથી પુદ્ગલોમાં પ્રવૃત્તિ ન કરવી તે વચનનું મૌન. મનથી પુદ્ગલોમાં પ્રવૃત્તિ ન કરવી મનનું મૌન. કહે કલાપૂર્ણસૂરિ ..... ૪૫૩ “આતમગુણ આવરણે ન ગ્રહે આતમધર્મ, ગ્રાહક શક્તિ પ્રયોગે જોડે પુદ્ગલ શર્મ; પરલોભે, પરભોગને, યોગે થાયે પર-ર્તાર, એહ અનાદિ પ્રવર્તે, વાધે પર વિસ્તાર...” I૧૪ આપણી શક્તિઓ પુદ્ગલમાં લગાવીને આપણે પરનો વિસ્તારર્યો છે. ગુણનો વિકાસ જ સ્વ-વિસ્તાર કહેવાય. આત્મ-ગુણ વિના ભવોભવ ભટકવાનું જ છે. ભવ-ભ્રમણના ફેરા બંધ કરવા હોય તો ગુણ મેળવવા જ પડશે. મમતા દોષ છે. સમતા ગુણ છે. આ સમજાય છે? જાણવા છતાં મમતા વધારતા રહીએ તો શું કહેવાય? મૂર્છા આવી ત્યાં મમતા આવશે. મમતાથી સમાધિ ડહોળાશે. બધા જ દોષોએ ગુણોને અટકાવી મૂક્યા છે. જ્યાં ગુણ રહી શકે, ત્યાંજ દોષો રહે છે. આત્મપ્રદેશોની જગ્યા એટલી જ છે. જે જે દોષ છે, તેણે તેણે ગુણની જગ્યા દબાવી દીધી છે, એમ માનજો. દોષોની કેબિનેટ આપણી અંદર જામેલી છે. એ જે નક્કી કરે છે, તેમાં આપણે સહી કરતા રહીએ છીએ. આત્માની કર્તૃત્વ - ભોક્નત્વ – ગ્રાહક – રક્ષક શક્તિઓ આજે ક્યાં પ્રવર્તી રહી છે? તે જાણો છો? શક્તિ ઉલ્ટી ચાલે છે માટે જ આપણે જે તે વસ્તુ ભેગી કરતા રહીએ છીએ. આપણે બાળક જેવા છીએ. ચમકતા કાંકરાને પણ સંઘરવા લાગી જઈએ છીએ. આથી જ સંસાર વધી રહ્યો છે. શશીકાંતભાઈ: સંસારને નહિ, શાસનને લીલુંછમ રાખવા આશીર્વાદ માંગજો. ૨૦મી સદીનું છેલું દીપોત્સવી પર્વ છે. ગુરુ પાસેથી ન માંગો, પણ હું શાસનને શું આપી શકું એમ છું, એમ વિચારજો. દીપોત્સવી પર્વમાં સંકલ્પ કરજોઃ ૬ અબજની વસતિમાં જૈનો માત્ર એક ક્રોડ જ છે. એવસતિ પણ ઘટતી જાય છે. આપણા પર બહુ મોટી જવાબદારી છે. એક નાનકડી ચીઠી લખીને સંકલ્પ લખજો. મિશન એક્ટ બનાવો. તમારા આ જીવનનું ધ્યેય શું છે? એલખીને જણાવો. તમારા સંકલ્પને પૂર્ણ કરવા પ્રકૃતિ મદદ કરવા આવી પહોંચશે. આ પ્રકૃતિનો નિયમ છે. .... કહે કલાપૂર્ણસૂરિ નૂતનવર્ષ, સં. ૨૦૪૬., 8ા, સુદ – ૧. ૯-૧૧-૯૯. મંગળવાર. * સંયમ - જીવન સુરક્ષિત રહે, મોક્ષનો હેતુ સફલ બને, એ માટે શાસ્ત્રકારોએ ઉપાય બતાવેલા છે. * સંયમ જીવનનું સુંદર પાલન કરવાથી અહીં જ મોક્ષનું સુખ અનુભવાય છે. * ૪ ગતિમાં સર્વોચ્ચ મનુષ્યગતિ છે. તીર્થકરો પણ છેલ્લે મનુષ્ય બનીને જ મોક્ષે જાય. આજ સુધી તીર્થકર બનીને મોક્ષે ગયેલા (જિનસિદ્ધ) કેટલા? તીર્થકર બન્યા વિના મોક્ષે ગયેલા (અજિનસિદ્ધ) કેટલા? બન્ને અનંતા છે. પણ બન્ને અનંતમાં ફરક છે. તીર્થંકરના અનંતથી અસંખ્યા ગણા અનંતા બીજા મોક્ષે ગયેલા છે. ભરતક્ષેત્રની અપેક્ષાએ એક અવસર્પિણીમાં ૨૪ જ તીર્થકરો મોક્ષે ગયા પણ એમના શાસનમાં અસંખ્યાત મોક્ષે ગયા. - મહાવિદેહમાં આટલા કાળમાં અસંખ્યાતા તીર્થકરો મોક્ષે ગયા. એનાથી બીજા અસંખ્યાતા સમજી લેવા. * સાધુ-જીવનના વ્રતો સંસારના ક્ષય માટે છે. કર્મનું મૂળ અવિરતિ છે. વિદે સંગમે ? સંસારનું મૂળ માત્ર એક જ પ્રકારમાં બતાવવું હોય તો અસંયમ, અવિરતિ છે. એનાથી અત્યાર સુધી જીવે કર્મોનો જ સંગ્રહ કર્યો છે. બાળક કાંકરાનો સંગ્રહ કરે તેમ કહે કલાપૂર્ણસૂરિ ..... .. ૪૫૫ Education International સોના-ચાંદી ભેગી કરનાર પણ જ્ઞાનીની નજરે “બાળક” જ છે. ફક્ત રંગમાં ફરક છે. જ્ઞાનીની નજરે સોનું એટલે પીળા કાંકરા! ચાંદી એટલે સફેદ કાંકરા! માણસ ગમે તેટલો મોટો થાય પણ જિન-વચન ન સમજે તો બાળ જ રહેવાનો ! માત્ર એના રમકડા બદલવાના, એની વૃત્તિઓ નહિ બદલવાની! કાંકરાથી રમતો છોકરો મોટો થઈને પીળા કાંકરાથી રમે. આમાં તાત્ત્વિક ફરક ક્યાં પડ્યો? રમકડાના પ્રકાર જ બદલાયા, અંદર બેઠેલો “બાળક ન બદલાયો. તપેલા લોઢા પર ચાલતાં જેટલું દુઃખ થાય તેટલું જ દુઃખ સંવેગી જીવને હિંસાદિ પાપ કરતાં થાય. કાચા પાણી પર કે વનસ્પતિ પર ચાલતાં એને તપેલા લોઢા પર ચાલવા જેવું લાગે. * આજે બધા સાધુ-સાધ્વીજીને વાસક્ષેપ નાખીશ, પણ ગૃહસ્થો ગુરુપૂજન કરે તેમ તમે શું કરશો? કોઈને કોઈ નૂતન અભિગ્રહ લઈ સંયમ જીવનને શોભાવજો. પરિગ્રહનો ભાર ઓછો થાય, તેવું કાંઈક કરજો. અમારા ગુરુદેવ પૂ. કંચન વિ. કાળધર્મ પામ્યા. ત્યારે ઉપકરણમાં સંથારિયું અને ઉત્તરપટ્ટો જ માત્ર હતા. સાવ જ ફક્કડ! બોક્ષ ઓછા તેનો “મોક્ષ જલ્દી, એટલું જ યાદ કરજો. ભણવાનો પણ અભિગ્રહ કરી શકાય. શાન્તિનગર (અમદાવાદ)માં એક સાધ્વીજીએ ૧૧ હજાર ૧૧૧ શ્લોકનો અભિગ્રહ લીધેલો ને પછી એક વર્ષમાં પૂર્ણ કરીને પૂરું લીસ્ટ અમારા પર મોકલેલું. આત્માનું નૈશ્ચયિક સ્વરૂપ આપણે સંથારા પોરસી વખતે રોજ બોલીએ છીએ? “ોરંથિ એ શો ' એકલા જમ્યા, એકલા જવાના-મરતી વખતે કોણ સાથે આવવાનું આ જ્ઞાનાદિ ગુણો જ. તો પછી એ ગુણોને સંસ્કારના પુટ શા માટે આપવા? વજસ્વામીને ત્રણ વર્ષની ઉંમરે ૧૧ અંગશી રીતે યાદ રહી ગયા? આટલી બુદ્ધિ ક્યાંથી મળી? તિર્યજjભકના પૂર્વજન્મમાં રોજ પુંડરીક – કંડરીક અધ્યયનનું ૫૦૦ વાર પુનરાવર્તન કરતા, જે અષ્ટાપદ પર ગૌતમસ્વામીના મુખે સાંભળેલું હતું. ... કહે કલાપૂર્ણસૂરિ -ઃ અધ્યાત્મ ગીતા - એમ ઉપયોગ વીર્યાદિ લબ્ધિ, પરભાવ રંગી કરે કર્મવૃદ્ધિ; પરદયાદિક યદા સુહ વિકલ્પ, તદા પુણ્યકર્મતણો બંધ ક૨ે ૧૫।। પૌલિક લાભ (ધનાદિ) મળતાં જીવ ગૌરવ આનંદ અનુભવે છે ઃ હું સુખી થયો. પણ ખરેખર એ દુઃખનું મૂળ છે, તે જીવ સમજતો નથી. જીવની મુખ્ય બે શક્તિઓ છે. ૧) ઉપયોગ શક્તિ – જ્ઞાન. ૨) વીર્ય શક્તિ – ક્રિયા. આ બન્ને શક્તિઓને આપણે પરભાવ સંગી બનાવી દીધી છે. તેના દ્વારા કર્મો જ વધાર્યા છે. પુણ્યકર્મ સ્વર્ગે પહોંચાડે, પણ મોક્ષે જવું હોય તો આત્મશુદ્ધિ જન્ય ગુણો જોઈએ. એના માટે સદ્ગુરુ – યોગ જોઈએ. હિંસા બે પ્રકારે : ૧) દ્રવ્ય ઃ જીવ- -હિંસા ૨) ભાવઃ ગુણ-હિંસા. આવેશ કરીએ છીએ ત્યારે ભાવપ્રાણની હિંસા કરીએ છીએ તે ભૂલી જઈએ છીએ. દ્રવ્યહિંસા કરતા પણ આ ભાવહિંસા ખતરનાક છે. બીજાને ગુસ્સે કરીએ તે પણ હિંસા છે. બીજાને મારવાથી હિંસા થાય તેમ બીજાને ગુસ્સે કરવા તે પણ તેની હિંસા છે. પહેલી હિંસાથી ખતરનાક છે. દોષો ટળે અને ગુણો વધે, એ જ નૂતન વર્ષની શુભેચ્છા છે. પરસ્પર પ્રેમપૂર્વક રહો, ઝગડા-કલહથી દૂર રહો, એકબીજાને સહાયક બનો, વૈયાવચ્ચમાં રક્ત બનો, તો જીવન ધન્ય બનશે. કહે કલાપૂર્ણસૂરિ ૪૫૭ બુધવાર., કા. સુદ - ૨, ૧૦-૧૧-૯૯. * સંસારમાં રખડતા-ઝળતા આપણા આત્માને અનંતા પુદ્ગલપરાવર્ત વીતી ગયા, ભવભ્રમણનો હજુ અંત નથી આવ્યો. મહાપુણ્યોદયે જ જિનવચન – શ્રવણ મળે. શ્રવણ સદ્ગુરુસંયોગથી જ મળે. સદ્ગુરુ સંયોગ દુર્લભ છે. સદ્ગુરુ-સમાગમ યોગાવંચકપણાથી મળે. (૧) યોગાવંચક. (૨) ક્રિયાવેંચક. (૩) લાવૈંચક. આ ત્રણમાં પણ યોગાવેંચકપણું જ દુર્લભ છે. ગુરુમાં તારકતાના દર્શન કરવા તે યોગાવેંચકપણું છે. સમવસરણમાં ઘણીવાર જઈ આવ્યા, દેશના સાંભળી આવ્યા, પણ તારકભાવ પેદા ન થયો, એટલે બધું એળે ગયું. અત્યારે ભગવાન નથી, ભગવાનનું શાસન છે. એમાં તારક–બુદ્ધિ પેદા થઈ જાય તો કામ થઈ જાય. આત્મજ્ઞાનની સાચી ભૂખ લાગી હોય તો આજે પણ તૃપ્તિ થઈ શકે તેમ છે. ભોજનશાળાનો માલિક (ભગવાન) ભલે ને હાજર ન હોય, પણ ભોજન આપનાર રસોઈયો હાજ૨ છે પછી તમારી તૃપ્તિ કોણ રોકે છે ? ભીખારી હોય, ભૂખ લાગી હોય, સામે ઘેબર તૈયાર હોય, તો એ ના પાડે ? ના પાડે ૪૫૮ ... કહે કલાપૂર્ણસૂરિ તો એ કેવો કહેવાય? આપણે એવા મૂર્ખ ભીખારી છીએ, સામેથી મળવા છતાં ના પાડીએ છીએ. ભૂખ્યાને જિમ ઘેવર દેતાં, હાથ માંડે ઘેલોજી...” છતાં રસોઈઓ (ગુરુ) દયાળુ છે. વિચારે છે: એ બિચારો ભીખારી રોગી છે. એનો ઈલાજ કરવાથી રૂચિ ઊઘડશે. તેને તત્ત્વપ્રીતિકર પાણી (દર્શન) વિમલાલોક અંજન (જ્ઞાન) પરમાત્ર ભોજન (ચારિત્ર) આપીશ તો ઠેકાણું પડશે. ને એમ કરીને એ ધીરે ધીરે ભીખારીને ઠેકાણે લાવે છે. ભીખારીના સ્થાને જાતને મૂકો, રસોઈઆના સ્થાને ગુરુને મૂકો. આ બધી વાત બરાબર સમજાઈ જશે. * યોગ્ય દીક્ષાપર્યા વગર, જરૂરી જ્ઞાન અને આંતરિક પરિણતિની પરીક્ષા વગર જો વડી દીક્ષા આપવામાં આવે તો મિથ્યાત્વ, અનવસ્થા આદિ દોષો લાગે. ઉપસ્થાપના (વડીદીક્ષા) માટે ત્રણ મર્યાદા છે: જઘન્ય- ૭ દિવસ. મધ્યમ – ૪ મહિના. ઉત્કૃષ્ટ - ૬ મહિનામાં થાય. અમારી ૧૨ મહિને થઈ. પૂ. પદ્મ વિ.મ. (પૂ. જીત વિ.મ.ના ગુરુ)ની ૧૩ વર્ષે વડી દીક્ષા થઈ, તે એમની અયોગ્યતાના કારણે નહિ, પણ પદવીધરની પ્રાપ્તિનહિથવાના કારણે. ૭ દિવસની મર્યાદા આપણા માટે નથી. અમુક સાધુ માટે જ છે. આમ ન કરે તેને મિથ્યાત્વાદિ લાગે. અધ્યાત્મ ગીતા - તે હિંસાદિક દ્રવ્યાશ્રય કરતો ચંચળ ચિત્ત, કર્ક વિપાકી ચેતના મેલે કર્મ વિચિત્ત; આતમગુણને હણતો, હિંસક ભાવે થાય, આતમ ધર્મનો રક્ષક, ભાવ અહિંસક કહાય... ૧૬ કાર્ય કરવાની અને કાર્ય કરતાં પહેલા જાણવાની કહે કલાપૂર્ણસૂરિ •. ૪૫૯ આ બે આત્માની મુખ્ય શક્તિ છે. વીર્યગુણને કે જ્ઞાનગુણને સર્વથા કર્મ ઢાંકી ન શકે. પણ જ્યાં સુધી ઉપયોગ પરભાવરંગી બનેલો હોય ત્યાં સુધી કર્મબંધન ચાલુ. આપણે જ આપણી આસપાસ જાળ રચીએ છીએ. આપણી બેડીઓને મજબૂત કરીએ છીએ. એક આત્મપ્રદેશ કર્મ બાંધે બીજા આત્મપ્રદેશ કમ તોડે, એવું કદી ન બની શકે. કોઈપણ કાર્ય સૌ આત્મપ્રદેશો ભેગા મળીને જ કરે * આસક્તિના કારણે ખૂબ જ ચીકણા અશુભ કર્મો બંધાય છે. ક્યારેક શુભ કાર્યથી શુભકર્મ બંધાય, પણ અંદરનો ઉપયોગબદલાયોન હોવાના કારણે શુભઅનુબંધ ન પડે. અનંતાનુબંધી કષાય અંદર પડેલો હોય તેવાજીવો એવા આવેશમાં હોય છે. આટલુંક પણ જતું કરવા તૈયાર થતા નથી. આવા જીવ શુભક્રિયા કરે તો પણ અનુબંધ તો અશુભ જ પડે. યાદ રહે કે અનંતાનુબંધીની હાજરીમાં એક પણ ગુણ સાચી રીતે પ્રગટ થઈ શકે નહિ મેલે” એટલે “મેળવે', કર્મ બાંધે. અનંતાનુબંધી અને મિથ્યાત્વની હાજરીમાં જ નરકાયુ બંધાય. સમ્યત્વની હાજરીમાંતો વૈમાનિકનું જ આયુષ્ય બંધાય દેવ હોય તો મનુષ્પાયુ બાંધે. * આત્મગુણની હિંસા કરનાર ભાવ-હિંસક કહેવાય. સ્વભાવઘાતકી કહેવાય. આપણે બીજાને મારનારને હિંસક કહીએ છીએ, પણ ભાવપ્રાણની હિંસા કદી નજરમાં જ નથી આવતી. દ્રવ્ય હિંસા થઈ ગઈ હોય છતાં સ્વભાવદશામાં મુનિને હિંસાનો દોષ નથી લાગતો કે પૂજા કરનારને હિંસાનો દોષ નથી લાગતો. એનું આ જ કારણ છે. અહીં ભાવપ્રાણોની હિંસા નથી. કારણ કે અહીં આત્મગુણોની રક્ષા કરવાનો ઉદ્દેશ છે. જો આમ માનવામાં ન આવે તો સાધર્મિક ભક્તિ, પ્રવચન શ્રવણ ઈત્યાદિ એક પણ કાર્ય થઈ શકશે નહિ. “આત્મગુણ રક્ષણા તેહ ધર્મ, સ્વગુણ-વિધ્વંસના તેહઅધર્મ, ભાવ અધ્યાત્મ અનુગત પ્રવૃત્તિ, તેથી હોય સંસાર-છિત્તિ” II૧૭ી. ૪૬૦ ••••. કહે કલાપૂર્ણસૂરિ બીજાના દ્રવ્યપ્રાણોની જેમ ભાવપ્રાણોની પણ રક્ષા કરવાની છે. એને ગુસ્સો ન આવે, વગેરેની પણ કાળજી રાખવાની છે, એવું આપણે સમજ્યા છીએ ખરા ? આમ ભાવ અધ્યાત્મ અનુસારી પ્રવૃત્તિ શરૂ થાય ત્યારે જ સંસારનો છેદ શરૂ થાય. દ્રવ્યથી ગુરુ-નિશ્રા મળી હોય તે નહિ, પણ ગુરુમાં ભગવદ્ગુદ્ધિ, તારકબુદ્ધિ પેદા થઈ તે યોગાવેંચકપણું છે. આવો આત્મા પ્રભુની વાણી સાંભળે, સદ્દહે અને આચરે. * મેઘકુમારનો જીવ હાથીમાંથી આવેલો. પ્રથમ જ દેશનથી કેમ વૈરાગ્ય આવ્યો ? પૂર્વભવમાં જે સસલાની નિષ્કામભાવે દયા કરેલી તેના પ્રભાવે. (૧) સંસાર પરિમિત કર્યો. (૨) મનુષ્ય જન્મ મેળવ્યો. (૩) તીર્થંકર જેવા ગુરુ પ્રાપ્ત કર્યા. આ ત્રણ વસ્તુ તેણે મેળવી લીધી. એમ ઉપદેશ-પદમાં પૂ. હરિભદ્રસૂરિજીએ કહ્યું છે. આ અધ્યાત્માનુગત ક્રિયા કહેવાય. * યથાપ્રવૃત્તિકરણને અવ્યક્ત સમાધિ કહી છે. અવ્યક્ત એટલા માટે કે હજુ સમ્યક્ત્વ નથી મળ્યું. * ગુણોની પ્રાપ્તિ હંમેશ ગુણોની અનુમોદના અને રુચિદ્વારા જ થાય. એ પહેલા ગુણો બારણે જ ન આવે. કહે કલાપૂર્ણસૂરિ ૪૬૧ ગુરુવાર, ઠા. સુદ – 3, ૧૧-૧૧-૦૯. * ગ્રહણ – આસેવન - શિક્ષાથી તૈયાર કરીને શિષ્યને ગુરુવડી દીક્ષા આપે. શ્રાવકુળમાં જન્મેલા જ દીક્ષા લે એવું નથી, જેનેતર બ્રાહ્મણાદિ પણ દીક્ષા લઈ શકે. એમને પૃથ્વી આદિમાં પણ ચૈતન્ય છે, એવી શ્રદ્ધા કરાવીને પછી વડીદીક્ષા આપે. એ માટે વનસ્પતિ આદિમાં જીવત્વની સિદ્ધિ તર્કબદ્ધ રીતે સમજાવે. ૧) પત્થર ખાણમાં ખોદ્યા પછી વધે છે. ૨) દેડકાની જેમ પાણી અંદરથી ફુટે છે. ૩) અગ્નિ લાકડારૂપ ખોરાકથી વધે છે. ૪) વાયુ કોઈથી નહિ પ્રેરાયેલો વહે છે. ૫) વનસ્પતિ વધે છે, ફરી ઊગે છે, વૃદ્ધ થાય છે, મરે છે. આ બધું સમજાવીને તેમાં જીવત્વની સિદ્ધિ કરે. વડી દીક્ષા વખતે હિતશિક્ષા આપતાં ગુરુ કહેઃ vi ધારિનાદિ... શીખેલું સમ્યગ્ર ધારણ કરજો... અહિં પવનહિ..... બીજાને આપજો. ગુરુપુ િવનાદિ..... મહાન ગુણોથી વૃદ્ધિ પામશે. ૪૬૨ ... ..... કહે કલાપૂર્ણસૂરિ WWW | નિત્થારપારVII રોડ..... સંસારથી પાર ઉતરજો. પ્રદક્ષિણા આપતી વખતે શિષ્યના સંચાર પરથી ગુરુ તેનું ભાવિ જુએ. એના ડગલા કઈ તરફ જાય છે? તે પરથી ભવિષ્ય જાણી શકાય. વડી દીક્ષા પછી પણ પરિણત હોય તો જ માંડલીમાં પ્રવેશ આપી શકાય. નહિ તો નહિ જ. વ્રત-પાલનના ઉપાયોઃ વ્રત તો આપ્યા, પણ વ્રતનું રક્ષણ શી રીતે કરવું? એ પણ મહત્ત્વની વાત છે. દીકરાને દુકાન તો સોંપી, પણ સોંપ્યા પછી કઈ રીતે તેને સંભાળવી? એ પણ શીખવવું પડે. ગમન, શયન, આસન, આહાર, ચંડિલ, સમિતિ, ભાવના, ગુપ્તિ, ચૈત્ય ઈત્યાદિ સાધુ - વ્યવહાર અંગે ગુરુ વ્યવસ્થિત સમજાવે. : અધ્યાત્મ ગીતાઃ બીજાના પ્રાણ બચાવવા દયા કહેવાય, તેમ તેના ગુણો બચાવવા પણ મહાનદયા કહેવાય. દા.ત. કોઈ આવેશના કારણે આપઘાત કરવા જતો હોય તો તેને સમજાવવો : ભલા માણસ! આવું કરાય? આ જીવન વેડફી દેવા માટે છે? એના આવેશને ઊતારવો પણ ભાવ દયા છે. આ બધી હિતશિક્ષા ભાવધર્મની રક્ષા માટે જ છે. હૃદય કોમળ રહે તે માટે જ છે. આવેશમાં રહીએ, માયા-પ્રપંચકરીએ, આસક્તિરાખીએ તો સમજી લેવું આપણે આપણા જ ભાવપ્રાણોની હત્યા કરી રહ્યા છીએ. ભગવાને કહ્યું છેઃ “આત્મગુણોની રક્ષા કરો’ પણ, આપણે ઉછું કરી રહ્યા છીએ. શક્તિ હોવા છતાં ભણો નહિ તો જ્ઞાન-ગુણ ન હણાય? જ્ઞાનાવરણીય કર્મ ના બંધાય? ગૃહસ્થોદુકાન લીધા પછી બે વર્ષ બંધ રાખે તો? આપણને ભણેલું ઘણું લાગે છે. ગૃહસ્થોને સંતોષ નથી. આપણને સંતોષ છે. કહે કલાપૂર્ણસૂરિ .. ... ૪૬૩ કમાઈને ખર્ચવું જ હોય એના કરતાં ન કમાવું જ સારું – એમ વિચારીને કોઈ ગૃહસ્થ કમાવાનું છોડી નથી દેતો તો આપણાથી કોઈ બહાનાને આગળ ધરી ભણવાનું છોડી કેમ દેવાય? ભણવું, પણ કેવું ભણવું? જે અધ્યાત્મમાં પ્રવૃત્તિ કરાવે તેવું ભણવું. નિજસ્વરૂપ જે ક્રિયા સાધે, તેહ અધ્યાત્મ કહીએ રે...” આપણી વિશિષ્ટ ક્રિયા દ્વારા આપણું જ્ઞાન અભિવ્યક્ત થાય છે. ક્રિયા એટલે આપણું દૈનિક વર્તન! આપણા વર્તન દ્વારા જ્ઞાન પરીક્ષિત થાય છે. ભાવ-ચારિત્ર આવ્યું એટલે જ્ઞાન અને દર્શન આવી જ ગયા સમજો. એ વિના ભાવચારિત્ર આવે જ નહિ. * કોઈની જાનમાં ગયા હો ત્યારે તમે વરને ભૂલી જાવ? વર વગરની તો જાનન જ હોઇ શકે ને? આપણી અત્યારે આવી જ હાલત છે. વરને, આત્માને જ ભૂલી ગયા છીએ. માટે જ સંથારા પોરસીમાં ‘હિં આ બે ગાથા દ્વારા આત્માને યાદ કરવાનો છે. એહ પ્રબોધના કારણ તારણ સદ્ગુરુ સંગ, શ્રુત ઉપયોગી ચરણાનંદી કરી ગુરંગ; આતમ તત્ત્વાવલંબી રમતા આતમરામ, શુદ્ધ સ્વરૂપને ભોગે, યોગે જસ વિશ્રામ....” ૧૮ * જવાનું હતું પૂર્વમાં આપણે જઇ ચડ્યા પશ્ચિમમા. ગુરુ આપણને અવળી દોટથી અટકાવે છે. * અત્યારે આપણે મધ્યમાં છીએ. પંથ વચ્ચે પ્રભુજી મળ્યા...' મધ્યમાં ત્રણ રીતેઃ૧) સાતમા ગુણઠાણાની અપેક્ષાએ (હજુ સાત ગુણઠાણા બાકી છે) ૨) મધ્ય લોકની અપેક્ષાએ. ૩) માનવ ભવની અપેક્ષાએ. નિગોદથી નિર્વાણની યાત્રામાં માનવ-ભવ વચ્ચે છે. * જો દીક્ષા ન લીધી હોત, ગૃહસ્થપણામાં રહ્યા હોત તો કોઇકનું માનવું પડત કે ૪૬૪ ••• ..... કહે કલાપૂર્ણસૂરિ નહિ? બીજાનું માનવું સારું કે ભગવાનનું માનવું સારું ? ભગવાનની આજ્ઞાનુસાર જીવન જીવવું કે મોહની આજ્ઞાનુસાર જીવન જીવવું ? એ આપણે નક્કી કરવાનું છે. ગુરુ જ મોહ–અંધારને હણનારા છે, સત્યજ્ઞાન આપનારા છે. સદ્ગુરુ કેવા હોય ? શ્રુતમાં ઉપયોગવંત હોય. માત્ર ભણેલા જ નહિ, પણ ભણ્યા પ્રમાણે ઉપયોગપૂર્વક જીવનારા હોય. ચારિત્રમાં રમણ કરનારા હોય, આતમ તત્ત્વનું આલંબન લેનારા હોય. કહે કલાપૂર્ણસૂરિ ૪૬૫ શુક્રવાર, કા. સુદ – ૪, ૧૦-૧૧.૯૯. * સામાયિક શબ્દના શ્રવણ માત્રથી અનંતા જીવો કેવળજ્ઞાની બન્યા છે. ઉપશમ, વિવેક અને સંવરશબ્દનાશ્રવણથી ખૂની ચિલાતીપુત્રસ્વર્ગવાસી બન્યોહતો. સામાયિકનું અત્યારે આરાધના કરીને સંસ્કાર દઢ બનાવીએ તો આગામી જન્મમાં સામાયિક શબ્દના શ્રવણથી આપણે જાતિસ્મરણ જ્ઞાન પામી શકીએ. “આગામી જન્મમાં હું વાંદરો થવાનો છું એવું સીમંધરસ્વામી પાસેથી જાણીને એકદેવે એજંગલની શિલાઓ પરનવકાર કોતર્યા એ જોઈને વાંદરાના ભાવમાં જાતિસ્મરણ જ્ઞાન થયું. * ગમે તેવા અધમાધમ જીવને તારનાર આશાસન છે. અર્જુન માળી, ચંડકૌશિક, શૂલપાણિ, કમઠ ઈત્યાદિ ઉદાહરણો છે. બહારથી ખરાબ દેખાતો અયોગ્ય જીવ પણ જ્ઞાનીને નજરે અયોગ્ય નથી. 'कटोरे में शराब भरी है तो क्या हुआ ? आखिर तो वह कटोरा सोनेका है न ?' આપણો જીવ સોનાનો કટોરો છે. આજે ભલે એમાં શરાબ હોય, પણ એમાં કાલે અમૃત આવશે, એમ જ્ઞાનીઓ જોઈ રહ્યા છે. * પંચવસ્તકમાંથી હું બધું જ નથી કહેતો, જરૂરી વાતો જ કરું છું. ગુરુ, ગચ્છ, વસતિ, સંસર્ગ, ભક્ત, ઉપકરણ, તપ, વિચાર, ભાવના, કથા આ સ્થાનોમાં મુનિ પ્રયત્ન કરે. * કૃપા કરીને ગુએ પાંચ ચિંતામણિ જેવા પાંચ મહાવ્રતો આપ્યા, તેનું કેમ રક્ષણ ૪૬૬ - કહે કલાપૂર્ણસૂરિ કરવું? અને કેમ સંવર્ધન કરવું? તે આપણે જોવાનું છે. જ્ઞાતા ધર્મકથામાં પેલી ૪ પુત્રવધૂઓ જેવા જ પ્રકારના જીવો હોય છે. ૧) કેટલાક ખોઈ નાખનારા (ઉજિઝકા) ૨) કેટલાક ખાઈ જનારા. (ભક્ષિકા) ૩) કેટલાક રક્ષા કરનારા (રક્ષિકા) ૪) કેટલાક સંવર્ધન કરનારા. (રોહિણી). આપણો નંબર શામાં? હવે કમસે કમ આટલું કરજોઃ જેના પણ તમે શિષ્ય બન્યા છો, તે (ગુરુ) તમારા માટે પસ્તાય નહિઃ “આવાને ક્યાં દીક્ષા આપી?' સંવર્ધન ન થાય તો કાંઈ નહિ, કમસે કમ સુરક્ષા તો કરજો. “રોહિણી જેવા બનવા કદાચ પુણ્ય જોઈએ, પણ “રક્ષિકા” બનવામાં તો પુરુષાર્થ જોઈએ, જે સ્વાધીન છે. -: લક્ષ્મીનાશના કારણો - ખોવાઈ જાય, લુંટાઈ જાય, ઘરનો મોભી ચાલ્યો જાય, દા.ત. મોતીશા શેઠના ગયા પછી ખેમચંદ શેઠની હાલત છેલ્લે ગરીબ જેવી થઇ ગઈ હતી! મોતીશા શેઠના ચીન જતા વહાણ પાછળ ચાંચીયાઓ પડ્યા. શેઠે સમાચાર સાંભળી માનતા કરીઃ આમાંથી વહાણ બચી જાય ને જેટલો નફો થાય તે સુકૃત માર્ગે વાપરવો. ૧૨ લાખનો નફો થયો. તેમાંથી કુંતાસરની ખાઈ પૂરાવી મોતીશા શેઠની ટૂંકનું નિર્માણ થયું. ભાદરવા સુદ-૩ ના મોતીશાનું મૃત્યુ થયું પણ તે પહેલા પ્રતિષ્ઠાનું મુહૂર્ત કઢાવી લીધેલુંને ધામધૂમથી પ્રતિષ્ઠા કરવા પુત્રને કહેલું. પાલીતાણામાં કુંભસ્થાપનાના દિવસે ખેમચંદની માતા દીવાળીબેનનું મૃત્યુ થયું. છતાં પ્રતિષ્ઠા ધામધૂમથી થઈ.) અપલક્ષણવાળું ઘર, (અગાઉદાસ - દાસી – ઢોર આદિ પણ સુલક્ષણા હોય તો જ રખાતા.) અપલક્ષણા અભિમંત્રિત વસ્ત્ર, કુષ્ઠરોગી આદિથી વાસિત ઉપકરણોનો પરિભોગ, અજીર્ણ પર વારંવાર ભોજન કરવાથી થયેલી બિમારી પાછળ ખર્ચ, વારંવાર બિમારી પાછળ ખર્ચ. પ્રતિકૂળ વિચાર અને રાજા આદિની ટીકાત્મક વાણી, (રાજા ... ૪૬૭ કહે કલાપૂર્ણસૂરિ ..... ગુસ્સે થઈને દેશવટો આપે.) અશુભ અધ્યવસાય (ગુસ્સાના વિચારથી પણ લક્ષ્મી જાય.), અયોગ્ય સ્થાને રહેવું. રાજ્ય વિરુદ્ધ કથા કહેવી. ઈત્યાદિ કારણસર મહાન શ્રીમંતો પણ દરિદ્ર બની જતા હોય છે. એનાથી વિપરીત કારણોથી રંક પણ શ્રીમંત બની જતા હોય છે. આપણી પાસે પણ અત્યંતર ચારિત્ર સંપત્તિ છે. તે લુંટાઈ ન જાય તેની તકેદારી રાખવાની છે. ગુરુ, ગચ્છ આદિ ચારિત્ર ધનની વૃદ્ધિ કરનારા પરિબળો છે. અધ્યાત્મ ગીતાઃ સદ્ગુરુ યોગથી બહુલ જીવ, કોઈ વળી સહજથી થઈ સજીવ; આત્મશક્તિ કરી ગ્રંથિ ભેદી, ભેદજ્ઞાની થયો આત્મવેદી... ૧૯ો. * વિદ્યા હોઠે જોઈએ. પૈસા ખીસામાં જોઈએ. ઉધાર પૈસાથી માલન મળે. ઉધાર જ્ઞાન સાધનામાં કામ ન લાગે. માટે જ કહું છું આ અધ્યાત્મ ગીતા કંઠસ્થ કરજો. * આગળના પગથીયા પર જવું હોય તો પાછળના પગથીયા પસાર કરવા પડે, ત્યાં મજબૂતીથી સ્થિર થવું પડે. એના માટે પળ-પળની ધ્યાન રાખવી પડે. થોડી સાવધાની ગઈ ને ગુણસ્થાનક ગયું. એક સરખું ગુણસ્થાનક તો માત્ર ભગવાનને જ રહે મળેલી ભૂમિકામાં સ્થિરતા અને આગળ વધવાની પ્રેરણા ક્રિયા કરવાથી મળે છે, એમ આપણને સદ્ગુરુ સમજાવે છે. કેટલાક જીવો સદ્ગના સમાગમથી રાગ-દ્વેષની તીવ્ર ગાંઠ ભેદીને આત્મ-શક્તિ પ્રગટ કરે છે, સમ્યગ્દર્શન પ્રગટ કરે છે. અહીં થતું જ્ઞાન વિષય પ્રતિભાસ નહિ, પણ આત્મપરિણતિમાન જ્ઞાન હોય છે. આટલું થઈ જાયતોમાનવ-જીવનસફળ. સમ્યગ્દર્શન મળતાં ભેદ જ્ઞાન થાય છે, શરીરથી આત્માની ભિન્નતા અનુભવમાં આવે છે. કેટલાક જીવો મરૂદેવા માતાની જેમ ગુરુ વિના પણ ગ્રંથિભેદ કરી લેતા હોય છે. દ્રવ્ય ગુણ-પર્યાય અનંતની થઈ પરતીત, જાણ્યો આતમ કર્તા - ભોક્તા ગઈ પરભીત; શ્રદ્ધા-યોગે ઉપન્યો ભાસન સુનય સત્ય, સાધ્યાલંબી ચેતના વળગી આતમતત્વ....” !ારવા કેવળજ્ઞાનાદિના અનંતા પર્યાયોની પ્રતીતિ થઈ. મારો આત્મા સ્વગુણનો કર્તાભોક્તા છે, તેની ખાતરી થઈ. તેથી પર-પુદ્ગલનો ભય ટળી ગયો. આવી શ્રદ્ધાના યોગે સુનયનું જ્ઞાન લાધ્યું (બીજાનયોને ખોટા ન કહેતાં પોતાનું મંડન કહે તે સુનય કહેવાય.) આવી ચેતના સાધ્યતત્ત્વનું આલંબન લઈ આત્મતત્ત્વને વળગી રહે છે. ... કહે કલાપૂર્ણસૂરિ ૪૬૮ ... વ્યાખ્યાન, નિવા૨, જ્ઞાનપંચમી, ૧૩-૧૧-૯૯. * માનવ ભવ પંચેન્દ્રિય – પરિપૂર્ણતા વગેરે ખૂબ-ખૂબ આપણને મળ્યું છે, પણ એના સદુપયોગની કળા ગુરુ પાસેથી ન મેળવી તો બધું નિરર્થક છે. * જૈનકુળમાં જન્મ્યા એટલે ઓઘથી પણ નવકાર ગણવા, દર્શન-પૂજાર્થે જવું, વ્યાખ્યાનમાં જવું વગેરે સ્વાભાવિક રીતે મળી જ જાય. * પ્રભાવનાના લોભે પણ પૂજાદિ અર્થે જવાનું થાય. અમે પોતે પ્રભાવનાના લોભે જતા. પ્રભાવનામાં ગરબડની બીકે તે બંધ ન કરાય. નેમિસૂરિના લોદી – ચાતુર્માસ વખતે ગરબડના કારણે પ્રભાવના બંધ રાખવામાં આવી, પણ નેમિસૂરિજીએ હાક મારીને ફરી શરૂ કરાવેલી. * આજે જ્ઞાન-પંચમી છે. જ્ઞાનમાં પ્રમાદ કરીએ તો જ્ઞાનકુશીલ કહેવાઈએ. એ પ્રમાણે બીજે પણ દર્શનકુશીલાદિ પણ સમજવા. પાંચ પ્રહર સ્વાધ્યાય આદિ ન કરીએ તો જ્ઞાનકુશીલનું વિશેષણ મળી જાય. જ્ઞાનનું ફળ વિરતિ મળે ત્યારે તે જ્ઞાન સફળ બને. જડથી આપણને ભિન્ન બતાવનાર જ્ઞાન છે. જ્ઞાન જીવનો ભાવપ્રાણ છે. કહે કલાપૂર્ણસૂરિ દ્રવ્યપ્રાણ ચાલ્યા જાય, અહીં જ રહી જાય, ભાવપ્રાણ સાથે જ રહે. ભાવપ્રાણ ન હોય તો દ્રવ્યપ્રાણની કોઈ કિંમત નથી. મડદું જુઓ. તેમાં દ્રવ્યપ્રાણ છે, પણ ભાવપ્રાણ ... ૪૬૯ નથી. મડદાની કોઈ કિંમત નથી. * નામ આ શરીરનું છે, વળી એકલ્પિત છે. આત્મા તો અનામી છે. નામ માત્ર ઓળખાણ અને વ્યવહાર માટે છે. એ સિવાય બીજી કોઈ ઉપયોગિતા નથી. નામલક્ષ્મીચંદ હોય ને લક્ષ્મી ન હોય એવું બને. નામ જીવણલાલ હોય ને મૃત્યુ પથારીએ પડેલા હોય એવું બને. નામ ઈશ્વર હોય ને સાવ કંગાળ હોય, એવું બને. એવું ચારે બાજુ આપણે જોઈએ પણ છીએ છતાં આ નામ માટે કેટલી માથાકુટ કરીએ છીએ? લગભગ અર્ધી જીંદગી તો આપણે આ નશ્વર નામને અમર કરવા પાછલ ખર્ચી દઈએ છીએ. સમ્યજ્ઞાન આપણને શીખવે છે. આ નામ અને રૂપનો મોહ છોડ. અનામી અને અરૂપી પ્રભુને સેવ. * જ્ઞાન વગરનો માણસ પશુ કહેવાયો છે. પશુથી માણસને ભિન્ન કરનાર જ્ઞાન જ્ઞાનની ઉત્કૃષ્ટ આરાધના કરી માણસ પોતાની અંદર રહેલ દિવ્યતા ખીલવી શકે છે. જ્ઞાનથી દૂર રહીને તે પશુતામાં પણ સરી શકે છે. * પહેલા બાળકો ભણવા જતાં પહેલા સરસ્વતીની પૂજા કરતા. સરસ્વતીનો અહીં કોઈ વિરોધ નથી. એને આપણે ‘શ્રુત-દેવતા કહીએ છીએ. રોજ પ્રતિક્રમણાદિમાં આપણે શ્રુત-દેવતાનું સ્મરણ કરીએ છીએ. મૃતદેવતા એટલે આગમ. ભગવાન જેટલી જ કિંમત આગમની ગણાય. ભગવાનના વિરહમાં તો આગમની કિંમત અનેકગણી વધી જાય. - અમને આગમ ન મળ્યા હોત તો અમે શું કરત? ચુંટણી પ્રચારકોની જેમ માત્ર ભાષણ આપત, જેમાં સ્વપ્રશંસા અને પરનિંદા સિવાય કશું ન હોય. અપેક્ષાએ મૂર્તિથી પણ આગમ ચડીયાતા છે. આ મૂર્તિ પૂજ્ય છે, એવું બતાવનાર પણ આગમ જ છે. આંખ અને પગબન્નેમાં કિંમતી કોણ? આંખ. પગ ચાલવાનું, મહેનતનું કામ કરે છે, આંખ આરામથી ઉપર બેઠી છે, ખાસ કાંઈ કામ કરતી જણાતી નથી, છતાં આંખ જ મૂલ્યવાન ગણાય, પગને કાંટા, વિષ્ઠા, જીવહિંસા આદિથી બચાવનાર આંખ છે. પગ = ક્રિયા. ૪૭૦ ••• ... કહે કલાપૂર્ણસૂરિ આંખ = શાન. માટે જ ઉપાધ્યાય યશોવિજયજીએ જ્ઞાનસારમાં જ્ઞાનવગરની ક્રિયા અને ક્રિયા વગરના જ્ઞાન વચ્ચે ખજુઓ અને સૂર્ય જેટલો ફરક બતાવ્યો છે. જ્ઞાનની આરાધનાથી કેટલો લાભ ? જ્ઞાનની વિરાધનાથી કેટલો ગેરલાભ ? તે આપણે વરદત્ત અને ગુણમંજરીની કથાથી ઘણીવાર સાંભળી ચૂક્યા છીએ. વરદત્તે પૂર્વના આચાર્યના ભવમાં વાચના આદિ બંધ કરીને અને ગુણમંજરીએ સુંદરીના ભવમાં પુત્રોને અભણ રાખીને પુસ્તકાદિ જલાવીને જ્ઞાનાવરણીય કર્મ બાંધેલું. બન્ને મૂંગા જન્મ્યા. જ્ઞાનપંચમીની આરાધનાથી બન્ને સુખી થયા. આપણે પણ જ્ઞાનની વિરાધના કરીકરીને ઘણીવાર વરદત્ત અને ગુણમંજરી જેવા જડ અને મૂંગા બન્યા હોઈશું, પણ પછીનો ઉત્તરાર્ધ આપણા જીવનમાં નહિ ઘટ્યો હોય, જ્ઞાનપંચમીની આરાધનાથી આપણે લાભાન્વિત નહિ બન્યા હોઈએ. જો તેમ થયું હોત તો આજે આપણી આવી હાલત ન હોત ! પદ્મપુર નગરમાં ચતુર્ભ્રાની અજિતસેનાચાર્યે દેશનામાં જ્ઞાનપ્રધાન દેશના આપી : બધી ક્રિયાનું મૂળ શ્રદ્ધા છે, ભક્તિ છે. શ્રદ્ધાનું મૂળ પણ જ્ઞાન છે. ઈત્યાદિ દેશના સાંભળીને વરદત્તના પિતા રાજાએ વરદત્તના મૂંગાપણા અંગે તથા ગુણમંજરીના પિતાએ ગુણમંજરીના મૂંગાપણા અંગે પ્રશ્ન પૂછ્યા. આચાર્ય ભગવંતે બન્નેના પૂર્વભવ કહ્યા, જ્ઞાનાવરણીય કર્મ કઈ રીતે બાંધ્યું, તે બધું સમજાવ્યું. સાચી માતા ભણાવવા માટે કાળજી રાખે. ગુણમંજરીના જીવે સુંદરીના ભવમાં અધ્યાપકની અવહીલના કરી. પુત્રોને ભણતરથી છોડાવી દીધા. પાટી - પુસ્તક આદિ સળગાવી દીધા. આથી ભયંકર જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યું. મોટા થયા પછી છોકરાઓનેકોઈ કન્યાન આપતાં ખીજાયેલા પતિએ પત્ની સુંદરીનો ઊધડો લીધો. સુંદરી પણ ગાંજી જાય તેવી નહોતી, એ ગર્જી : ‘‘છોકરી માની, છોકરા બાપના ગણાય. છોકરાની જવાબદારી તમારી ગણાય. મને શાના દબડાવો છો ? તમે કહે કલાપૂર્ણસૂરિ ૪૭૧ મૂરખને તમારા બાપ પણ મૂરખ. તમે મૂરખ હો તો છોકરા ક્યાંથી વિદ્વાન બને? આખરે ઓલાદ તો તમારી જ ને?” ઈત્યાદિ સાંભળવાથી ગુસ્સે ભરાયેલા પતિએ તેના પર સ્લેટ ફેંકી. માથામાં જોરથી વાગતાં તે મરી ગઈ. એ જ સુંદરી આજે ગુણમંજરી બની છે. શ્રીપુરનગર – વાસુદેવ શેઠ - બે પુત્રઃ વાસુસાર અને વાસુદર મુનિસુંદરસૂરિના પરિચયથી બન્નેએ દીક્ષા લીધી. નાનાભાઈ હોંશિયાર હતા. ભણી-ગણીને આચાર્ય બન્યા. વાચનાદિમાં કુશળ બન્યા. મોટાભાઈમાં ખાસ બુદ્ધિ નહોતી. પણ મોટા આચાર્યો પણ કેવા ભૂલે છે? તે જોવા જેવું છે. માટે જ પ્રતિક્ષણ સાવધાની મોટા સાધકને પણ જરૂરી હોય છે. એક વખતે આચાર્યશ્રી સંથાર્યા. એ જ વખતે એક શિષ્ય પૂછવા આવ્યો. એને જોઈને બીજા પણ આવ્યા. આચાર્યશ્રીની ઊંઘ બગડી. ઊંઘ બગડતાં મન બગડ્યું. વિચારે ચડ્યાઃ આના કરતાં મોટાભાઈની જેમ મૂર્ણરહ્યો હોત તો સારું હતું! મૂર્ખના ૮ ગુણો યાદ આવ્યા. मूर्खत्वं, हि सखे ममापि रुचितं तस्मिन् यदष्टौ गुणा । निश्चिन्तो बहुभोजनोऽत्रपमना नक्तं दिनं शायकः ।। कार्याऽकार्यविचारणान्धबधिरो मानाऽपमाने समः । प्रायेणाऽऽमयवर्जितो दृढवपुः मूर्खः सुखं जीवति ।। નિશ્ચિત્તતા, ઘણું ભોજન ખાઈ શકવાની શક્તિ, નિર્લજતા, રાત-દિવસ સૂઈ રહેવાનું કાર્ય કે અકાર્યની વિચારણા જ નહિં કરવાની, માન કે અપમાનમાં સમભાવ, રોગરહિતતા, મજબૂત શરીર, આ આઠ મૂર્ખના ગુણો છે. તેથી હે મિત્ર ! મને પણ મૂર્ખતા ગમે છે.” બસ, હવે તેમણે ભણાવવાનું બંધક્યું. એના કારણે આ ભવમાં તે મૂંગો બન્યો છે. એઠે મોઢે બોલવું, ખીસ્સામાં છાપેલા કાગળ આદિ રાખી વડી-લઘુનીતિએ જવું, અક્ષરોવાળા વસ્ત્રો પહેરવા, અખબારો પર બેસવું-ઊઠવું ઈત્યાદિ, ફોટાઓ પર પગ મૂકવા વગેરે જ્ઞાનની આશાતનાઓ છે. શ્રુતજ્ઞાનની વિરાધના કરીશું તો બહેરા-મૂંગા બનવું પડશે, આરાધના કરીશું તો શ્રુતજ્ઞાન કેવળજ્ઞાન સુધી લઈ જશે. ૪૭૨ .... ..... કહે કલાપૂર્ણસૂરિ દ્વવાર, ડા, સુદ – ૬, ૧૪-૧૧-૯૯. * વ્યાપારમાટે મૂડી જોઈએ. વધુ મૂડી હોય તો વધુ માલ હોવાના કારણે વેપાર વધુ થાય. મૂડી એટલે જ્ઞાન. માલ એટલે ક્રિયા, વેપારનો નફો એટલે કર્મની નિર્જરી. થોડું જ્ઞાન હોય તો પરચૂરણવેપારી કે ફેરીયા જેટલી કમાણી (કર્મ-નિર્જરા) થાય. ઘણું જ્ઞાન હોય તો મોટી દુકાનના વેપારીની જેમ ધૂમ કમાણી થાય. જ્ઞાનની ખૂબ જ મૂડી રોકો. ખૂબ જ નફો થશે. એ માટે ગુરુકુલવાસ જોઈએ, એ ભૂલતા નહિ શ્રેષ્ઠ ગુરુકુલવાસ, શ્રેષ્ઠ સાથીઓ, શ્રેષ્ઠ (સુલક્ષણા) ઉપકરણો રાખીએ તો ખૂબ જ કર્મ-નિર્જરારૂપ નફો થાય. આપણું જ્ઞાન ભલે ઓછું હોય, પણ અપ્રતિહત સામર્થ્યવાળા જ્ઞાની ગુરુનું જ્ઞાન આપણને કામ લાગે. અમારા નસીબને અમે કેટલું વખાણીએ? અનાયાસે અમને એવા ગુરૂદેવ મળી ગયા. પુણ્ય સારા હોય તો કુલક્ષણા સાધનથી પણ માણસ કમાઈ લે, જેલમાં પણ કમાઈ લે, નશીબ માઠું હોય તો સુલક્ષણા સાધનથી પણ માણસ દરિદ્ર જ રહે. એવું બની શકે. પણ અહીં સુગુરુની નિશ્રા તમે જિનાજ્ઞાપૂર્વક સ્વીકારો તો ખરાબ થવાનો કોઈ જ ચાન્સ નથી. માટે શુભ ગુરુની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ. સૌ પ્રથમ ગુરુ અને ગુરુકુળ કેવા? તે જોવું જોઈએ. ગુરુમહાન ગુણથી યુક્ત હોય. જેમ મોટા ઉદાર શેઠ પાસે નોકરી કરતા હો ને એ શેઠનો તમારા પર પ્રેમ હોય તો કહે કલાપૂર્ણસૂરિ .. ... ૪૭૩ ધીરે ધીરે તમે એની પાસેથી ઉધાર માલ લઈને ધંધો શરૂ કરો તો કેટલા માલંમાલ થઈ જાવ? તેમ જ્ઞાનદાતા ઉદાર ગુરુ મળી જાય તો કામ થઈ જાય. ન આવા ગુરુ મળવાથી યાદ રાખો કે ગુણનો યોગ થવાનો જ. ગુરુના ગુણો જોતાં જોતાં શિષ્યમાં પણ સંક્રાન્ત થવાના જ. વાંચવાથી ન આવે તે જોવાથી આવે. પૂ. પં. ભદ્રંકરવિજયજી મ. પાસે ત્રણ વર્ષ રહેવાથી એમના ગુણો પ્રત્યક્ષ જોવા મળ્યા. આથી ખૂબ જ ફાયદો થયો. નવસારી - આદિનાથવાળા ત્રણ-ચાર વર્ષથી પ્રતિષ્ઠા માટે વિનંતિ કરતા રહ્યા. આખરે બેડામાં પૂજ્ય પં. ભદ્રંકર વિ. એ એમને સમજાવી દીધા. પછી પૂ. સુબોધસાગરસૂરિજી પાસે પ્રતિષ્ઠા કરાવી. પંન્યાસજી મ. પાસે રહેવાથી અમને ખૂબ જ ફાયદો થયો. ઉત્તમ શેઠને કોઈ ન છોડે તો ઉત્તમ ગુરુને શિષ્ય શી રીતે છોડે ? ગુરુકુલવાસીનો પુણ્ય અને ગુણનો ભંડાર ભરાતો જ ચાલે. ગુરુવિનય કરવાથી તે સાધુ બીજાને માર્ગદર્શક બને. તમારા દૃષ્ટાંતથી બીજાને પણ પ્રેરણા મળશે. ગુરુકુલ – વાસ માર્ગ છે. કારણકે જ્ઞાન દર્શન ચારિત્રની પ્રાપ્તિ અને પાલન ગુરુફુલવાસથી જ થઈ શકે. આત્મ નિવેદન એટલે પોતાની જાતને ગુરુના ચરણોમાં ધરી દેવી તે. તમે ગુરુનું બહુમાન કરો છો, ત્યારે ખરેખર ગૌતમસ્વામીથી માંડીને બધા જ ગુરુઓનું બહુમાન કરો છો, તીર્થંકરની આજ્ઞાનું પાલન કરો છો. કારણકે ગુરુકુલ-વાસનું સેવન કરવું તે તીર્થંકરની જ આજ્ઞા છે. ગુરુકુલમાં રહેવાથી વેયાવચ્ચનો લાભ મળે. શુદ્ધ જ્ઞાનાદિની પ્રાપ્તિ થાય. આજે આવ્યું, કાલે ગયું એવું નહિ, પણ હંમેશ ટકે તેવું જ્ઞાન મળે. આદિથી દર્શનાદિની પણ પ્રાપ્તિ થાય. અધ્યાત્મ ગીતા ઃ : * સમ્યક્ત્વ બે રીતે મળે નિસર્ગ અને અધિગમથી. : ૪૭૪ ... ..... કહે કલાપૂર્ણસૂરિ કોઈને લોટરીથી ધન મળે. (નિસર્ગ..) કોઈને પુરુષાર્થથી ધન મળે. (અધિગમ...) ઈલાચી, ભરત ઈત્યાદિને થયેલું કેવળજ્ઞાન નૈસર્ગિક નગણાય એમાં પૂર્વજન્મનો પુરુષાર્થ કારણ ગણાય. મરુદેવીનું કેવલજ્ઞાનનૈસર્ગિક ગણાય. * જીવનમાં ભૂલ થાય તે મોટી વાત નથી. પશ્ચાત્તાપ અને પ્રાયશ્ચિત્ત કરવું તે મોટી વાત નથી. માર્ગભૂલી જવો મોટી વાત નથી. ભૂલ્યા પછી ત્યાંથી પાછા ફરવું મોટી વાત છે. ઘણા તો ખોટા માર્ગથી પણ પાછા ફરવા તૈયાર નથી હોતા. અમારાદર્શનવિજયજી મ. ઘરાણા પાસે આવીને પણ રસ્તો ભૂલતાં ઘરાણાના બદલે લાકડીઓ પહોંચી ગયા હતા. * સાચું યથાપ્રવૃત્તિકરણ તે, જે અપૂર્વકરણ અનિવૃત્તિકરણ લાવી સમ્યકત્વ આપે. બાકી એ પહેલા ઘણા યથાપ્રવૃત્તિકરણ ક્ય. પણ એ બધા સભ્યત્વ આપી ન શક્યા. ચરમ યથાપ્રવૃત્તિકરણ જ સમ્યત્વ આપે. “ઈન્દચન્દ્રાદિ પદ રોગ જાણ્યો, શુદ્ધ નિજ શુદ્ધતા ધન પિછાણ્યો; આત્મધન અન્ય આપે ન ચોરે, કોણ જગદીન વળી કોણ જોરે?” ર૧ અત્યાર સુધી ઈષ્ટ વસ્તુ મળતાં સુખ મળશે, એવી જે ભ્રમણા હતી તે આત્મા મળતાં જતી રહે છે. આત્મધન મળતાં આવા સુખો – ઈન્દ્ર- ચન્દ્રાદિના સુખો પણ રોગ લાગે. કારણકે તેણે અંદરનું સુખ જાણી લીધું છે. આવા સાધકને દીનતા કદી ન હોય. મારા આત્મ-ધનને કોઈ ચોરી શકશે નહિ, કોઈ રાજા પડાવી શકશે નહિ. કોઈ જબરદસ્તીથી આંચકી શકશે નહિ. પછી ભય શાનો? જે મારું છે તે જવાનું નથી. જે જાય છે તે મારું નથી. પછી ભય શાનો? કહે કલાપૂર્ણસૂરિ .... સોમવાર, ઠા. સુઠ – ૭, ૧૭-૧૧-૯૯. * જે ઉલ્લાસથી દીક્ષા લે તે ઉલ્લાસથી પાળે જ, પછી આટલો ઉપદેશ શા માટે? પણ, જીવના પરિણામો એક સરખા નથી રહી શકતા. પરિણામોમાં હંમેશા વધ-ઘટ થયા જ કરે. કારણકે તે ક્ષાયોપશમિક છે. આ કારણે જ સિંહ + શિયાળની ચતુર્ભગી શાસ્ત્રોમાં બતાવી છે. મનમાં સતત ઊઠતી વિધ-વિધ વૃત્તિઓ પર વિજય મેળવવો કાંઈ સહેલો નથી. સંયમમાં સતત મન લગાવવું કાંઈ ગુલાબના માર્ગે ચાલવા જેવું સહેલું નથી. આપણા પરિણામો સતત જળવાઈ રહે માટે જ શાસ્ત્રકારોએ શાસ્ત્રો રચ્યા છે. માટે જ મહાપુરુષોના જીવન સાંભળવાના છે. માટે જ મહાપુરુષોના નામ સાંભળવાના છે. ભરડેસરસઝાયશું છે? મહાપુરુષોનાનામો છે માત્ર. એમનાનામોમાં એમનો ઈતિહાસ છુપાયેલો છે. એકેક નામમાં સંયમ અને સત્ત્વનું બળ ભર્યું છે. સિંહ જેવા પરિણામો જ્યારે શિયાળ જેવા બનવા લાગે ત્યારે એને ટકાવનારી ધર્મશાસ્ત્રોનો ઉપદેશ છે, મહારુષોના નામ છે. ગુરૂકુલ-વાસનો સૌથી મોટો લાભ રોજ સવારે ગુરુના દર્શન મળે તે છે. રોજ પુણ્યના ભંડાર ભરાય. નમસ્કાર ભાવ પુણ્યનું પરમ કારણ છે. આપણો વિનય જોઈ બીજા વિનય શીખે. બીજા પણ ગુસ્કુલવાસ સેવે. ચારિત્રમાં પણ સ્થિરતા રહે, વૃદ્ધોની પાસે રહેવાથી સંયમ સુરક્ષિત રહે. એ પણ ગુરુકુલવાસનો મહાન લાભ છે. આ દીક્ષા જ્ઞાનાદિની સાધના માટે લીધી છે, તે ગુરુ-સેવાથી જ થઈ શકે. ... કહે કલાપૂર્ણસૂરિ ૪૭૬ ... વિશુદ્ધ સંયમથી યોગ્ય શિષ્યો મળે ને તેઓ પણ ગુરુની જેમ નિર્મળ આરાધના રે. આથી જન્માંતરમાં પણ શુદ્ધ માર્ગની પ્રાપ્તિ થાય. આ જન્મમાં મળેલો શુદ્ધ માર્ગ સૂચવે છે કે પૂર્વજન્મમાં આપણે સંયમની વિશુદ્ધ સાધના કરી છે. શુદ્ધિ અને અશુદ્ધિના સંસ્કારો જન્માંતરો સુધી ચાલતા હોય છે. ચિલાતીપુત્ર ઈત્યાદિના ઉદાહરણો આપણે જાણીએ છીએ. ગુરુકુલ–વાસ મોક્ષનું મુખ્ય કારણ છે. કારણકે મોક્ષમાર્ગરૂપ રત્નત્રયી ગુરુકુળવાસથી જ મળે છે. ભગવાન મહાવીના ૭૦૦ સાધુ, ૧૪૦૦ સાધ્વીઓ ગૌતમસ્વામીના ૫૦ હજાર શિષ્યો મોક્ષમાં ગયાછેતેવિશુદ્ધ સંયમનાબળેગયા છે. તો સંયમની વિશુદ્ધિમાં ઉપે શી રીતે કરાય? અધ્યાત્મ ગીતાઃ જ્ઞાનાદિને ઉજ્જવલ બનાવવા અધ્યાત્મ-યોગ જોઈએ. મન આદિ ત્રણનો શુભ વ્યાપાર તે અધ્યાત્મ યોગ. * જેટલા અંશે આત્માની રુચિ, તેટલા જ અંશે તેની જાણકારી. જેટલા અંશે જાણકારી, તેટલા જ અંશે તમે તેની રમણતા તમે કરી શકો. આમ રુચિ, શક્તિ અને રમણતા ઉત્તરોત્તર અવલંબિત છે. પુદ્ગલદ્રવ્યોની રુચિ, જ્ઞાતિ અને રમણતાનો અનુભવ આપણને છે, પણ આત્માનો કોઈ જ અનુભવ નથી. આત્મા પોતે જ પોતાનાથી જ અજાણ છે. બધાને જોઈ શકનારી આંખ પોતાને જ જોઈ શકતી નથી. * ચારિત્ર-પાલનથી આત્માનુભૂતિ પ્રગટે જ. ન પ્રગટે તો ચારિત્ર પાલનમાં ખામી સમજવી. * મિથ્યાત્વ અને ચારિત્રમોહનીય (કર્મ)ની નિર્જરા થાય ત્યારે અવશ્ય આનંદ (આત્માનંદ) પ્રગટેજ.કર્મ-નિર્જરાને જાણવાની આજ કસોટી છે. એઆનંદસમતાનો, પ્રશમનો હોય. ૪ મોહરાજાનો ડર ત્યાં સુધી જ લાગે, જ્યાં સુધી આપણે આત્મશક્તિ અને પ્રભુ-ભક્તિની શક્તિ ન જાણીએ. બકરાના ટોળામાંના સિંહને નિજ – સિંહત્વની જાણ થઈ જાય, પછી એ શાનો ડરે? “તપ-જપ મોહ મા તોફાને નાવ ન ચાલેમાને રે, કહે કલાપૂર્ણસૂરિ ....... •.. ૪૭૭ પણ મુજ નવિ ભવ હાથોહાથે, તારે તે છે સાથે રે..” - યશોવિજયજીના આ ઉદ્ગારો જુઓ. “આતમ સર્વ સમાન, નિધાન મહાસુખકંદ, સિદ્ધતણા સાધર્મિક સત્તાએ ગુણ વૃંદ; જેહ સ્વજાતિ બંધુ તેહથી કોણ કરે વધ બંધ, પ્રગટ્યો ભાવ અહિંસક જાણે શુદ્ધ પ્રબંધ...” ૨૨ આજ સુધી જીવો પર દ્વેષ હતો તે હવે મૈત્રીમાં બદલાઈ જાય છે. જેઓ આપણું માને નહિ, આપણું અપમાન કરે તેવા, જીવો પ્રત્યે પણ પ્રેમ વહે અપુનબંધક (માર્ગાનુસારી)માં મિત્રાદિ દષ્ટિઓ આવી ગઈ. અન્યદર્શનીઓમાં પણ આવા સાધકો મળી આવે. જે સર્વ પર પ્રેમ વરસાવતા હોય, પ્રભુને ભજતા હોય ચાહે તે અલ્લાહ, ઈશ્વર, રામ, રહીમ, કૃષ્ણ કે બીજા કોઈ નામે ઈશ્વરને પોકારતા હોય. જુઓ ‘અલ્લાહ” અને “અહમ માં કેટલું સામ્ય છે? બન્નેમાં પહેલા “અ” અને છેલ્લે હ છે વચ્ચે નો લ” થઈ ગયો છે, એટલો જ “અલ્લાહમાં ફરક છે. આવો સાધક સોને શી રીતે જુએ? ‘માત્મવત્ સર્વભૂતેષુ - સર્વ જીવોને પોતાની જેમ જુએ માતૃવત્ પરાપુ !'પરસ્ત્રીઓમાં માતાનું રૂપ જુએ. ' યઃ પશ્યતિ પતિ - એ જ ખરી રીતે જુએ છે. સર્વ જીવોમાં સિદ્ધત્વનું ઐશ્વર્ય પડેલું છે, એ રીતે જગતના સર્વ જીવો સાધર્મિકબંધુ બન્યા, તેનો વધ-બંધ શી રીતે થઇ શકે? એમાં તો સિદ્ધોનું જ અપમાન ગણાય. ૪૭૮ ... ..... કહે કલાપૂર્ણસૂરિ www મંગળવાર, 8ા. સુદ – ૮, ૧૬-૧૧-૯૯. * થર્મોમીટરથી જણાતી ગરમી અંદરના તાવને જણાવે તેમ બહાર વ્યક્ત થતા રાગ-દ્વેષાદિ ભાવો અંદરના કર્મ-રોગને જણાવે છે. અધ્યાત્મ-યોગ વિના આ કર્મરોગ જાય તેમ નથી. હોટલમાં જઈને ઓર્ડર વધુને વધુ આપતા જાવ તેમ વધુ ને વધુ બીલ ચડતું જાય, પુદ્ગલનો ભોગવટો વધુ ને વધુ કરતા જઈએ તોય તેમ તેનું બીલ વધતું જાય. * ગ્રંથિભેદ થાય ત્યારે માત્ર પ્રભુ જ નહિ, જગતના સર્વ જીવો પણ પૂર્ણ દેખાય, સિદ્ધના સાધર્મિકો લાગે. જ્ઞાન સારના પહેલા અષ્ટકમાં આ જ વાત સમજાવી છે. આવો સાધક અનંતકાય કેમ ખાઈ શકે ? એકેક જીવમાં તેને પૂર્ણતા દેખાય. એક જીવનું તમે અપમાન કરો છો. એટલે આખરે તમે તમારું જ અપમાન કરો છો, એવાત સમજવી રહી. ત્રિપૃષ્ઠશધ્યાપાલકનું અપમાનર્જી કાનમાં સીસાનોરસરેડાવ્યો, પરિણામ શું આવ્યું? મહાવીરના ભવમાં કાનમાં ખીલાની વેદના અનુભવવી પડી. “જ્ઞાનની તીક્ષ્ણતા ચરણ તેહ, જ્ઞાન એકત્વતા ધ્યાન ગે; આત્મ તાદાભ્યતા પૂર્ણભાવે, તદા નિર્મળાનંદ સંપૂર્ણ પાવે..” ર૩ હિંસામાં જીવનું દુઃખ જાણે છે છતાં બચાવી શકતો નથી, તેનું દુઃખ સમ્યકત્વીને હોય છે, માટે જ તે દુઃખી હોય છે. તલવાર તાણ હોય તો કામ લાગે. કહે કલાપૂર્ણસૂરિ . ••• ૪૭૯ જ્ઞાન તીક્ષ્ણ હોય તો ધ્યાન થઈ શકે, ધ્યાન તીક્ષ્ણ હોય તો સ્વભાવ-રમણતા થઈ શકે. બજારમાં માલ લેવા રોકડું નાણું જોઈએ તેમ અહીં પણ રોકડું જ્ઞાન જોઈએ. ઉધાર જ્ઞાન ન ચાલે. યુદ્ધના મોરચે શસ્ત્રાગારમાં રહેલી તોપ કામ ન લાગે, હાજર હોય તે જ શસ્ત્ર કામ લાગે. પુસ્તકમાં કે નોટોમાં રહેલું જ્ઞાન કામ ન લાગે, જીવનમાં ઊતારેલું જ્ઞાન જ કામ લાગે. એ જ ચારિત્ર છે, એ જ ધ્યાનનું ઘર છે. જ્યારે પણ તમે નિર્મળાનંદ પામવા ચાહતા હો ત્યારે જ્ઞાન તીક્ષ્ણ બનાવવું જ પડશે. ૪૦... કહે કલાપૂર્ણસૂરિ બુધવાર, કા. સુદ - ૯, ૧૭-૧૧-૯૯. ગુરુનો પરિવાર તે ગચ્છ. ત્યાં રહેનારને વિપુલ કર્મનિર્જરા થાય. કારણકે ત્યાં વિનય વિકસે છે, સારણા-વારણાદિ મળે છે. તેથી દોષો દૂર થાય છે. તેમનો વિનય જોઈ નવા પણ તે શીખે. આથી તેની પરંપરા ચાલે. આ ખૂબ મોટો લાભ છે. બીજાની આરાધનામાં કારણ બનવું અતિપ્રશસ્ત લાભ છે. ૧) સારણા – સ્મારણા = યાદ કરાવવું. = પડિલેહણ વગેરે કોઈપણ વાત યાદ કરાવવી. ૨) વારણા – નિષેધ કરવો. અશુભ પ્રવૃત્તિથી બીજાને અટકાવવો. ૩) ચોયણા – ચોદના – પ્રેરણા. બીજાને ઉંચા ગુણસ્થાનકે ચડવા પ્રેરણા આપવી. જે જે ગુણની યોગ્યતા દેખાય તેમાં પ્રેરણા આપવી. ૪) પડિચોયણા – પ્રતિચોદના – પ્રતિપ્રેરણા ઃ અયોગ્ય વર્તનથી ન અટકે તો તાડનાદિનો પણ પ્રયોગ કરવો. આ ચારેય વાત ગચ્છમાં જ હોઈ શકે. ગચ્છનો આ બહુ મોટો લાભ છે. ગચ્છમાં એક-બીજા સહાયક બનવાથી મોક્ષ નિકટ બને છે. આદિનાથ ભગવાનના જીવે પૂર્વભવમાં જીવાનંદ વૈદ્ય તરીકે પાંચ મિત્રો સાથે કેવી કહે કલાપૂર્ણસૂરિ ..... ૪૮૧ મુનિની સેવા કરેલી ? તેના પ્રભાવથી ભરત, બાહુબલી, બ્રાહ્મી, સુંદરી અને શ્રેયાંસકુમાર વગેરે બધા અંતિમ ભવે મોક્ષે ગયા. સહકારનો કેટલો મોટો પ્રભાવ છે ? સારણા વગેરે થતા રહે તે ગચ્છમાં રહેનાર શિષ્યનું શીઘ્ર કલ્યાણ થાય છે. * આજે પં. ભદ્રંકર વિજયજીનું થોડું ચિંતન વાગોળીએ. લુણાવાથી (વિ.સં. ૨૦૩૩) કચ્છ આવતી વખતે પ્રસાદી રૂપે જે નોટ આપી તે ખોલું છું. શુદ્ધ આજ્ઞાયોગ અને ભાવધર્મ શું ચીજ છે ? તે જોઈએ. ધર્મના ૪ પ્રકાર : દાન, શીલ, તપ અને ભાવ. ૪ પ્રકારનો ધર્મ સમગ્ર જગતને ઉપકારક છે. ભગવાનના ૪ મુખ ૪ પ્રકારના ધર્મ એકીસાથે બતાવવા જ જાણે ર્યા છે, તેવી કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિજીએ કલ્પના કરેલી છે. ભાવધર્મ તાત્ત્વિક છે. બાકીના ત્રણ એના સાધક છે. એ ત્રણ વિના ભાવધર્મ ઉત્પન્ન ન થાય. કેશી અને ગૌતમ મળ્યા ત્યારે ચર્ચા થઇ, સમાધાન થયું, આજની જેમ કોઈ ઝગડા ન થયા. ઉત્તરાધ્યયનમાં આનું એક આખું અધ્યયન છે. પૂ. કનકસૂરિજી ‘એ દોય ગણધરા’ સજ્ઝાય ખાસ બોલતા. સાંભળતાં આનંદ આવતો. બીજા પ્રત્યે ઔચિત્ય સેવીએ ત્યારે આપણા પર જ આપણે ઉપકાર કરીએ છીએ. * બીજાને ધર્મમાં જોડવામાં નિમિત્ત બનવું એનાથી બીજું રૂડું શું ? આને ‘‘વિનિયોગ’’ કહેવાય. તમે ખરાબ કરશો તો તમારું જોઈને બીજા ખરાબ શીખશે. મોહરાજાના માલનો વિનિયોગ થશે. તમારે કોનો માલ ખપાવવો છે ? ધર્મરાજા તરફથી સ્વર્ગ-અપવર્ગ મળશે.. મોહરાજ તરફથી કમીશનરૂપે સંસાર-ભ્રમણ મળશે. વિનિયોગ ઉત્કૃષ્ટ કક્ષાએ કરે તેને ધર્મરાજા ભગવાન બનાવે. વિનિયોગ ઓછી માત્રાએ થતો જાય તેમ તેમ તેને ગણધર, યુગપ્રધાન, આચાર્યાદિ પદ આપતા જાય. ૪૮૨ ... કહે કલાપૂર્ણસૂરિ અધ્યાત્મ ગીતા “ચેતન અસ્તિસ્વભાવમાં, જોહન ભાસે ભાવ, તેથી ભિન્ન અરોચક, રોચક આત્મ સ્વભાવ; સમકિત ભાવે ભાવે, આતમ શક્તિ અનંત, કર્મ - નાશન ચિંતન, નાણે તે મતિમંત...”ારજો. * જ્ઞાન-ધ્યાનમાં મસ્ત અપ્રમત્ત મુનિ મોહથી ન ડરે, કર્મથી ન ડરે કોઈ દુર્ભાવ પેદા કરવાની શક્તિ એ કર્મોમાં નથી હોતી. ઉર્દુ એ કર્મો મુનિથી ડરે ક્યારે અહીંથી ભાગી છુટીએ. આ દશામાં વિભાવદશાથી અરૂચિ, આત્મ સ્વભાવની જ રુચિ હોય. * આત્મપ્રદેશમાં કર્મ અને ગુણો બન્ને છે. એક અસ્તિ સ્વભાવથી, બીજા નાસ્તિ સ્વભાવથી છે. કર્મ સંયોગ સંબંધથી વસ્ત્રની જેમ રહેલા છે. ગુણો સમવાય સંબંધથી ચામડીની જેમ રહેલા છે. ગુણો અતિ સ્વભાવે અને કર્મો નાસ્તિ સ્વભાવે છે. સત્તામાં ગુણો અનાદિથી છે, તેમ કર્મો પણ અનાદિથી છે. પણ બન્નેના સંયોગમાં ઘણો ફરક છે. ઘરના કુટુંબી અને નોકરીમાં ફરક ખરો ને? વસ્ત્રમાં મેલ પણ છે ને તંતુ પણ છે, ફરક ખરો ને? કર્મો મેલ છે, ગુણો તંતુ છે. કર્મો નોકર છે, ગુણો કુટુંબીઓ છે. આપણે ગુણોને, કુટુંબીઓને કાઢીએ છીએ, ને ઉદ્ધત નોકરોને (દોષોને) કાઢવાને બદલે પંપાળીએ છીએ. * ડૉક્ટરને પૂછ્યા વિના પોતાની મેળે દવા લઈને દર્દીનીરોગીન બની શકે, તેમ ગુરુ વિના પોતાની મેળે શિષ્ય ભાવરોગથી મુક્ત ન બની શકે. કહે કલાપૂર્ણસૂરિ ... ૪૮ ૩ અધ્યાત્મ ગીતા. ‘‘વ્યવહારથી જીવ ભલે બંધાયેલો છે, પણ નિશ્ચયથી એ અલિપ્ત છે. કારણકે બધા જ દ્રવ્યો પરસ્પર અપ્રવેશી છે. અનાદિકાળથી જીવ અને પુદ્ગલ સાથે હોય, છતાં જીવ પુદ્ગલ નથી બનતો અને પુદ્ગલ જીવ નથી બનતો.’’ આવી વાતો જાણતો હોવાથી અલિપ્ત મોહનો પરાજય કરે છે. મોહને જીતવાના આ તીક્ષ્ણ શસ્ત્રો છે. ગુરુવાર, કા. સુદ. ૧૦, ૧૮-૧૧-૯૯. સાધક * જ્ઞાનસાર વ્યવહાર અને નિશ્ચય બન્નેના સંતુલનવાળો અદ્ભુત ગ્રન્થ છે. માટે ખૂબ જ ઉપયોગી છે. માટે જ પૂ. દેવચન્દ્રજીએ યશોવિજયજીને ભગવાન કહીને તેના પર ‘જ્ઞાનમંજરી’ ટીકા લખી છે. જ્ઞાનસાર સર્વમાન્ય ગ્રંથ છે. * જે પુદ્ગલો સ્વથી ભિન્ન છે, તેના પર પ્રેમ શો ? તેના પર આસક્તિ શી ? એમ અપ્રમત્ત મુનિ જાણે છે. જ્યારે આપણને પુદ્ગલો પર ગાઢ આસક્તિ છે, પુદ્ગલો પોતાના લાગે છે. જ્યાં સુધી આપણા તરફથી સત્કાર અને સન્માન મળતા રહેશે ત્યાં સુધી પુદ્ગલો આત્મ - ઘરમાંથી નીકળવાનું નામ નહિ લે. ગુંદરીયા મહેમાનો ને રોજ મીઠાઈ આપ્યા કરો, પછી શાના જાય ? અપ્રમત્ત મુનિ આ ગુંદરીયા મહેમાનને ઓળખી ગયા છે. તે, તેમને સત્કાર આપવાનું બંધ કરે છે. સ્વદ્રવ્યાદિ ૪થી અસ્તિત્વ. ૪૮૪ ... ............. કહે કલાપૂર્ણસૂરિ પદ્રવ્યાદિ ૪થી નાસ્તિત્વ આત્મામાં રહેલું છે. અર્થાત્ નાસ્તિત્વનું પણ આત્મામાં અસ્તિત્વ છે. મોહરાજાનું બધું જ લશ્કર આત્માના નાસ્તિત્વરૂપે જ રહેલું છે, અસ્તિત્વરૂપે નહિ જ. આ વાતનો આપણને ખ્યાલન હોવાથી જ આપણે દુઃખી છીએ. આત્મા તો નિર્મળ સ્ફટિક જેવો છે. એમાં ક્યાંય અશુદ્ધિનો અંશ નથી. જીવનથી કંટાળી જઈએ, હતાશા આપણને ઘેરી વળે ત્યારે શુદ્ધ સ્વરૂપનો વિચાર આપણામાંથી કાયરતાને ભગાડી મૂકે છે. દુર્ગાદાસ બહુજ જિજ્ઞાસુ શ્રાવક હતો, એની વિનંતીથી જ અધ્યાત્મગીતાની રચના થઈ છે. તે વખતે લાડુબેન નામની શ્રાવિકા ખૂબ જ જિજ્ઞાસુ હતી. તે એના તત્ત્વપૂર્ણ પત્રથી સમજાય છે. એ પત્ર એક પુસ્તકમાં છપાયેલો છે. “સ્વગુણ ચિંતનરસે બુદ્ધિ ઘાલે, આત્મસત્તા ભણી જે નિહાલે; શુદ્ધ સ્યાદ્વાદ પદ જે સંભાલે, પર ઘરે તે મુનિ કેમ ચાલે?” પૂરપા * આજે ભલે પિતાની રકમ છે, પણ કાલે એ પુત્રની જ થવાની, તેમ ભગવાનનું ઐશ્વર્ય અંતતોગત્વા ભક્તનું જ છે. * ભગવાનની મૂર્તિ અને ભગવાનના આગમ આપણા માટે દર્પણ છે, જેમાં નિરીક્ષણ કરતાં તરત જ આપણા દોષો દેખાવા લાગે. ક્રોધના આવેશમાં હોઈએ ને ભગવાનની શાંત પ્રતિમા જોઈએ ત્યારે આપણે કેવા લાગીએ? ક્યાં શાંતરસમય પ્રભુ? ક્યાં ક્રોધથી ધમધમતો હું? ભગવાનના આગમો વાંચતાં પણ આપણા અઢળક દોષો સ્પષ્ટ દેખાય. દર્પણ કોઈ જ પક્ષપાત કરતો નથી. તમે રડતા હો તો તમારું મોં રડતું બતાવે. હસતા હો તો હસતું બતાવે ભગવાનની મૂર્તિ અને આગમ પણ કોઈ પક્ષપાત કરતા નથી. જે છે તે જ બતાવે છે. * ભગવાનની પૂજા વસ્તુતઃ આત્માની જ પૂજા છે. ગુરુકે ભગવાન પોતાનો વિનય કરાવતા નથી, કે પોતાની પૂજા કરાવતા નથી, પણ સાધનોઆ જ માર્ગ છે એ પૂજા-વિનય કરતો જાય તેમ તેનો સાધનાનો રસ્તો સ્પષ્ટ બનતો જાય, એને પોતાને જ લાભ થતો જાય. કહે કલાપૂર્ણસૂરિ .... ... ૪૮૫ માટે જ “જેહ ધ્યાન અરિહંત કો સોડી આતમધ્યાન.” એમ કહેવાયું છે. માટે જ પ્રભુના ગુણોમાં મગ્નતા તે વસ્તુતઃ આત્મામાં જ મગ્નતા છે, એમ જણાવાયું છે. જેને આત્મામાં રમણતારૂપ અમૃત મળી ગયું તેને પરભાવનો વિચાર હળાહળ ઝેર લાગે. સ્વભાવદશા અમૃત છે. વિભાવદશા ઝેર છે. ઝેર છોડીને અમૃત-પાન કરે, એટલી જ શીખામણ છે. “यस्त ज्ञानसुधासिन्धौ, परब्रह्मणि मढनता । વિષયાન્તર-ચારતક્ષ્ય હાહિત્નોપમ: '' જ્ઞાન અમૃતનો દરિયો છે. એ પરબ્રહ્મરૂપ છે. એમાં જે ડૂબી ગયો તેને બીજા વિષયો હળાહળ ઝેર જેવા લાગે. ૪૮૬ ••• ...... કહે કલાપૂર્ણસૂરિ ડrી : શુક્રવાર, ઠા. સુદ – ૧૧, ૧૯-૧૧-૯૯. * સાધના વધે તેમ આત્મશક્તિ વધે. સાધનાપધારવા ભક્તિ અને શ્રુત-અભ્યાસ વધારવો જોઈએ, તે મુજબ (ચારિત્ર) જીવવું જોઈએ. આ ત્રણેય અનુષ્ઠાન ગુણ – સમૃદ્ધિ વધારે, દોષોની હાનિ કરે. દવા તેને જ કહેવાય, જે રોગ મટાડે તથા પુષ્ટિ પણ કરે. * પ્રભુની આજ્ઞા ભાવધર્મ સાથે સંબંધ ધરાવે છે. આ વાત ઉપદેશપદમાં હરિભદ્રસૂરિજીએ સવિસ્તર બનાવી છે. શુદ્ધ આજ્ઞાયોગથી અધ્યાત્મ અધ્યાત્મથી ક્રિયાયોગ ક્રિયાયોગથી વિમર્શ અને વિમર્શથી તાત્વિક સ્પર્શના. તત્ત્વસ્પર્શનાથી પુણ્યાનુબંધી પુણય બંધાય, * દવા ત્રણ રીતે જણાય. ૧) રોગ નિવૃત્તિ. ૨) આરોગ્યની વૃદ્ધિ. ૩) સૌદર્ય- તુષ્ટિ – પુષ્ટિ - પ્રસન્નતાની વૃદ્ધિ. જિનાજ્ઞા પણ ત્રણ કાર્યથી પરખાય. ૧) નવા કર્મોને રોકે - સંવર. ૨) અશુભ કર્મોને તોડે – નિર્જચ. કહે કલાપૂર્ણસૂરિ .. ... ૪૮૭ ૩) શુભ કર્મ બંધાય – પુણ્ય. એ ત્રણેનું ફળ પરમપદ – મોક્ષ મળે. ધર્મ કેવળ ક્રિયાપરક નથી, પણ ભાવપરક છે. ગુણ – સ્થાનકોની ગણત્રી ભાવથી થાય છે, ક્રિયાથી નહિ. વેપારમાં નફો મુખ્ય હોય છે તેમ ધર્મમાં ભાવ મુખ્ય છે. વેપારમાં બધા પદાર્થોમાં ભાવ (કિંમત) મુખ્ય છે. એક K G. લોઢું ૧૫ રૂા.માં મળે અને ૧ તોલો સોનું પાંચ હજારમાં મળે. કઈ વસ્તુ કેટલા ભાવમાં વેચો છો, તેની વેપારમાં કિંમત છે. ભાવની વધ-ઘટ પર નફો-નુકશાન આધારિત છે. અહીં ધર્મમાં પણ ભાવ મુખ્ય છે. જીવત્વ બધામાં સમાન હોવા છતાં ભવ્ય, અભવ્ય, દુર્વ્યવ્ય વગેરે ભેદો ભાવના કારણે પડે છે. ધર્મ ભાવનાશીલ વ્યક્તિને જ લાગુ પડે. વરસાદ પડે, પણ ફાયદો કઈ ધરતીને થાય ? જેમાં બીજ વવાયેલા હોય તેને, અહીં પણ ભાવ, બીજના સ્થાને છે. ભાવ અને અધ્યાત્મ બન્ને એક જ છે. દાનાદિ ત્રણને ભાવ યુક્ત બનાવવા તે જ અધ્યાત્મ. ‘નામ અધ્યાતમ વણ અધ્યાતમ, દ્રવ્ય અધ્યાતમ ઠંડો રે; ભાવ અધ્યાતમ નિજ ગુણ સાધે, તો તેહશું રઢ મંડો રે...... ભાવને ઉત્પન્ન કરનારા હોય તો નામ વગેરે અને દાન વગેરે પણ ઉપાદેય છે, એ પણ ભૂલવું નહિ. ભાવ કેવો હોય ? ૧) સર્વજીવો પ્રતિ મૈત્રી યુક્ત... ૨) ગુણી તરફ પ્રમોદ યુક્ત... ૩) દુ:ખી જીવો પ્રતિ કરુણા યુક્ત... ૪) નિર્ગુણી જીવો પ્રતિ માધ્યસ્થ યુક્ત હોય.. પછી શુભ આજ્ઞાયોગ આવે, તે પરમ-પદનું અવંધ્ય કારણ બને છે. તથાભવ્યત્વના પરિપાકથી ગ્રંથિભેદ થતાં શુભ આજ્ઞાયોગ આવે છે. ૪૮૮ ... કહે કલાપૂર્ણસૂરિ તથાભવ્યતા પાકી નથી, ગ્રંથિભેદ થયો નથી એમ ન બોલો, એ માટે, કોઈ પ્રયત્ન (દુષ્કૃતગર્ઝા, સુકૃત અનુમોદના, શરણાગતિરૂપ) નથી ર્યા, એમ બોલો. * પ્રસ્તાવના કે અનુક્રમણિકામાં જેમ ગ્રંથનો પરિચય આવેલો હોય, તેમ નવકારમાં સંપૂર્ણ જિનશાસનનો પરિચય છે. નવકાર એટલે જિનશાસનની પ્રસ્તાવના...! અથવા અનુક્રમણિકા. આવું સમજ્યા પછી જે કાંઈ શાસ્ત્રો વાંચશો તેમાં નવકાર જ દેખાશે. અધ્યાત્મ ગીતા આત્મલીનતા ભલે થોડા સમયની હોય, પણ એટલી ઝલકથી મુનિનું સંપૂર્ણ જીવન બદલાઈ જાય. વ્યવહારમાં પણ એ ઝલકની છાંટ દેખાય. પછી અવગુણો બધા ચાલતી પકડે. ‘‘ભગવાન હૃદયમાં આવી ગયા છે. એ આપણને હાંકી કાઢે એ પહેલા જ આપણે બિસ્રાપોટલા પેક કરીને ચાલવા માંડો,’' એમ સમજીને દોષો રવાના થવા માંડે. ચોવીશેય કલાક હૃદયમાં જો પ્રભુનામ અને પ્રભુ-મૂર્તિ રમે તો દોષોને ઘુસવાનો કોઈ સવાલ નથી. ‘‘પુણ્યપાપ બે પુદ્ગલ-દલ ભાસે પરભાવ, પરભાવે પરસંગત પામે દુષ્ટ વિભાવ; તે માટે નિજભોગી યોગીસર સુપ્રસન્ન, દેવ નરક તૃણ મણિ સમ ભાસે જેને મન્ન... 112811 પુણ્ય-પાપ પર પણ તે યો ગીને સમભાવ હોય. સોનું હોય કે માટી બન્ને પુદ્ગલ છે, તેમ પુણ્ય-પાપ પણ પુદ્ગલ છે. પુણ્યથી મળેલા સુખોમાં ખાસક્તિથી આત્મા દુષ્ટ વિભાવદશાને પામશે, એવું તે યોગી જાણતા હોય છે. અનિષ્ટ પર અણગમો નહિ, ઈષ્ટ પર રાજીપો નહિ, મુનિનો આ મધ્યમાર્ગ છે. જ્યાં તમે સાતાના ઈચ્છુક બનો છો, તે જ ક્ષણે કર્મો તમને ચોટે છે. જે ક્ષણે તમે ક્યાંક અણગમો કરો છો, તે જ ક્ષણે તમને કર્મો વળગે છે. આવું જાણનાર સમભાવમાં મગ્ન મુનિને સ્વર્ગ કે નરક, સોનું કે માટી, વંદક ફે કહે કલાપૂર્ણસૂરિ ... "" ૪૮૯ નિંદક, માન કે સન્માન બધા પર સમાનભાવ હોય. ‘તેહ સમતારસી તત્ત્વ સાધે, નિશ્ચલાનંદ અનુભવ આરાધે, તીવ્ર ઘનઘાતી નિજ કર્મ તોડ, સંધિ પડિલેહિને તે વિછોડ...’’ ।।૨૭।। શ્રેણિ એટલે ઉત્તરોત્તર વિશુદ્ધ પરિણામ ! દરિયામાંની ભરતી જોઈ લો. તે વખતે નવા કર્મો તો ન બંધાય, પણ ધ્યાનના કુહાડાથી તીવ્ર ઘનઘાતી કર્મોના લાકડા તડ... તડ... તુટવા માંડે. ગાંઠવાળા લાકડાને તોડવામાં ખૂબ મુશ્કેલી પડતી હોય છે. લાકડાની જેમ કર્મોમાં પણ ગાંઠ હોય છે. આવા ગાંઠવાળા કર્મો તોડવા મુશ્કેલ હોય છે. (સંધિ એટલે ગાંઠ.) પરપદાર્થો પર રાગની ગાંઠ, જીવો પર વેરની ગાંઠ. આવી અનેક ગાંઠોના કારણે કર્મો પણ ગાંઠવાળા લાકડા જેવા મજબૂત બનતા હોય છે. × આ કાળમાં સીધું આત્માનું આલંબન ન લઈ શકાય, પ્રભુનું આલંબન જ પ્રથમ જરૂરી છે. ઉપર જવા માટે સીડી જોઈએ તેમ આત્મા પાસે જવા પ્રભુ જોઈએ. સીડી વિના ઠેકડા મારનારના હાડકા ભાંગે. પ્રભુ વિના સાધના કરનાર માર્ગભ્રષ્ટ બને તેવી વધુ સંભાવના છે. ૪૯૦ ... કહે કલાપૂર્ણસૂરિ ભગવાનના ઉપદેશનું ફળ છે ઃ આત્માનુભવ. એ ફળ મેળવીને જ મહાપુરુષોએ અન્યો માટે માર્ગદર્શક ગ્રંથો રચ્યા છે, અહંના પોષણ માટે નહિ. Íનવાર, કા. સુદ - ૧૪, ૨૦-૧૧-૯૯. – * શુદ્ધ આજ્ઞાયોગ અધ્યાત્મનું અવંધ્ય કારણ છે. * શુદ્ધ આજ્ઞાયોગ આવે એટલે અધ્યાત્મ આવ્યા વિના રહે જ નહિ. ચરમાવર્ત્ત કાળમાં જ તે પ્રાપ્ત થઈ શકે. ચરમાવર્ત્ત પણ ઘણો લાંબો છે. અનંતા ભવો થઈ જાય, અનંત ઉત્સર્પિણી - અવસર્પિણીઓ નીકળી જાય. માટે તેમાં પણ જ્યારે ગ્રંથિનો ભેદ થાય ત્યારે જ અધ્યાત્મ આવે. અધ્યાત્મ ન આવે ત્યાં સુધી કર્મોનો ભરોસો ન કરાય. લોકો ભલે બોલતા થઈ જાય : ‘ઓહ ! મહારાજ ઘણા સદ્ગુણી' પણ એનાથી ભ્રમમાં નહિ પડતા. ભગવાનની નજરે આપણે સદ્ગુણી બનીએ ત્યારે સાચા અર્થમાં સદ્ગુણી બન્યા સમજવું. કર્મના થોડા ઉપશમથી ગુણો દેખાતા થઇ જાય, પણ એનો ભરોસો નહિ ઃ ક્યારે જતા રહે. ભગવાનની આજ્ઞા એટલે ગુરુની આજ્ઞા. ભગવાનની આજ્ઞા તમે પાળી રહ્યા છો, તેની, ગુરુ ખાતરી આપી શકે. ગુરુ આગમાનુસારી જ હોય. આ બધું તથાભવ્યતાના પરિપાકથી જ થાય. એ માટે ચતુઃશરણગમનાદિ માટે કહે કલાપૂર્ણસૂરિ ..... ... ૪૯૧ . આપણે જ પ્રયત્ન કરવો પડે. * વૈરાગ્યાદિ ગુણોથી તથાભવ્યતાનો પરિપાક જણાય. મુમુક્ષુમાં વૈરાગ્ય સૌ પ્રથમ જોઈએ. બહુમોહમાં ફસાવા જેવું નથી. આજનો મુમુક્ષુ તમારો શિષ્ય તો નહિ બને, ગુરુન બની બેસે તે જોશો. માત્ર બુદ્ધિ નહિ, એની પરિણતિ જોજો. * રત્નોનો હાર બનાવવો હોય તો છિદ્ર દ્વારા દોરો પરોવવો જોઈએ. અહીં પણ કર્મમાં કાણું (ગ્રંથિભેદ) પડવું જોઈએ તો જ ગુણ-રત્નની માળા બની શકે. * ગ્રંથિભેદનો પદાર્થ કથા દ્વારા સમજવો હોય તો સિદ્ધર્ષિ કૃત ઉપમિતિ ગ્રંથનો પ્રથમ પ્રસ્તાવ વાંચજો. અદ્ભુત વર્ણન છે ! ૨૧વાર બૌદ્ધ સાધુ બનવા તૈયાર થયેલા સિદ્ધર્ષિ વારંવાર ગુરુના આગ્રહથી રોકાઇ જતા. છેલ્લી વખતે લલિતવિસ્તરા ગ્રંથ વાંચવાથી એમનો આત્મા જાગૃત થઈ ઊઠ્યો. વીતરાગ પ્રભુની અનંત કરુણા દેખાઈ. બુદ્ધની કરુણા ફીકી લાગી. પં. વજલાલજી ઉપાધ્યાયઃ વિષે વિનિર્દૂય વાસનામયં, વ્યવરઃ કૃપયા અમારા अचिंत्यवीर्येण सुवासना सुधां, नमोऽस्तु तस्मै हरिभद्रसूरये ।।" - સિદ્ધર્ષિ. કુશાસ્ત્રોના ઝેરને દૂર કરીને જેમણે મારા અંતઃકરણમાં અચિંત્ય શક્તિથી સુસંસ્કારનું અમૃત ભર્યું, તે હરિભદ્રસૂરિને નમસ્કાર થાવ..” - ન્યાયાવતાર-ટીકાઃ મંગલાચરણ. આ અમારા જામનગરના પંડિતજી છે. જોવા આવ્યા છે. અમારા વિદ્યાર્થી કેમ છે? * ભગવાન જ ચારિત્રાદિ આપનારા છે ને મોક્ષદાતા છે, એ વાત સિદ્ધર્ષિને હરિભદ્રસૂરિરચિતલલિતવિસ્તરા દ્વારા સમજાઈ. આથી જ એમણે હરિભદ્રસૂરિને પોતાના ગુરુ માન્યા. ઉપમિતિના પ્રથમ પ્રસ્તાવમાં તેમણે આ રીતે યાદ ક્ય છેઃ "नमोऽस्तु हरिभद्राय, तस्मै प्रवरसूरये । મર્થ નિર્મિતા બેન, વૃત્તિનૈતિતવિસ્તરી II” તે હરિભદ્રસૂરિને નમસ્કાર હો, જેમણે જાણે મારા માટે લલિતવિસ્તરા ટીકા બનાવી.” ૪૯૨ ... ... કહે કલાપૂર્ણસૂરિ છિદ્રવિનામોતીમાં દોરોન આવે તેમ અભિન્નગ્રંથિમાં ગુણોનથી આવતા. (સંસ્કૃતમા દોરો માટે મુ-શબ્દ પણ છે.) તે બીજા માટે કદાચ ઉપયોગી બની શકે, પણ સ્વ માટે જરાય નહિ. તે ભેદો – પ્રભેદો બધા ગણાવી દેશે, પણ અંદરનહિ ઉતરે, તેનામાં વિષય પ્રતિભાસ જ્ઞાન જ હશે. આત્મ પરિણતિમત્ જ્ઞાન ૪થા ગુણસ્થાનકથી ને તત્ત્વ સંવેદન જ્ઞાન છઠ્ઠા ગુણસ્થાનકથી હોય છે. આજ્ઞાયોગ ગુરુ-લાઘવથી થાય છે. ગુરુ-લાઘવ વિજ્ઞાન છે. ગુરુ-લાઘવ એટલે નફો-નુકશાનીની વિચારણા. વેપારી વેપારમાં નફો – નુકશાનીની વિચારણ કરે તેમ સંયમી પણ સંયમમાં નફો – નુકશાનીની વિચારણા કરે. ઉત્સર્ગ કે અપવાદ બન્નેમાં ફાયદાકારક હોય તેનો પ્રયોગ કરે. ઉપદેશ-પદની ટીકામાં આ લખેલું છે. અધ્યાત્મ ગીતા : માત્ર ૪૮ શ્લોકોમાં “અધ્યાત્મ'નું શબ્દચિત્ર પૂદેવચન્દ્રજીએ દોર્યું છે તે સાચે જ અદ્ભુત છે. ૫૦વર્ષ પહેલા મેંઆ૪૮ શ્લોકો કંઠસ્થ કરેલા. રાજકોટમાં (વિ. સં. ૨૦૧૭)માં પહેલીવાર જોયું કે શ્રાવકો તેનો પાઠ કરી રહ્યા હતા. મને આનંદ થયો. સમ્યગ્રત્નત્રયીરસરાચ્યોચેતનરાય, જ્ઞાનક્રિયા ચકે, ચકચૂરે સર્વ અપાય; કારક ચક્ર સ્વભાવથી, સાધે પૂરણ સાધ્ય, કર્તા કારણ કારજ, એક થયા નિરાબાધ...” ૨૮ * આજ સુધી પુદ્ગલનો, અર્થ-કામનો રસ હતો, તે દીક્ષા લેતાં છુટ્યો, પણ અહીં ફરી નવી સાંસારિક કહી શકાય તેવો રસ પેદા થયો નથી ને? તે જોજો. એ બધા રસો તોડવા હોય તો રત્નત્રયીનો રસ પેદા કરવો પડે. જ્ઞાન અને ક્રિયાનું ચક્ર એવું જોરદાર છે જે મોહરાજાનું માથું કાપી નાખે. મોહરાજા નષ્ટ થતાં જ સર્વ અપાય દૂર થાય છે, ચેતનરાજ વિજેતા બને છે. - કુમારપાળે જેમ અર્ણોરાજને હરાવ્યો તેમ ચેતન મોહરાજને હરાવે છે. કહે કલાપૂર્ણસૂરિ ..... ... ૪૯૩ ચક્રવર્તી પાસે શત્રુચૂરક ચક્ર હોય તેમ ચેતન પાસે પણ કારક-ચક્ર છે. કારક ચક્રથી (ષટ્કારક ચક્ર) મોહની સેના ધૂળચાટતી થઈ જાય. ત્યારે કર્તા-કારણ અને કાર્ય ત્રણેય એક થઈ જાય. ષટ્કારક ચક્ર વિના કોઈ ભૌતિક કાર્ય પણ થઈ શકે નહિ તો આધ્યાત્મિક કાર્યની તો વાત જ શી કરવી ? અત્યારે પણ આપણે ષકારક ચક્રથી જ વ્યવહાર ચલાવી રહ્યા છીએ. ષકારક - શક્તિ ઊઘાડી છે. એને કોઈ કર્મનું આવરણ નથી. જો એને પણ કોઈ કર્મનું આવરણ હોત ત કર્મ-બંધન જ થઈ શકત નહિ. આ કારક-ચક્ર માત્ર જીવ પાસે જ છે. આ છમાં કારક મુખ્ય છે. બાકીના પાંચ એને આધીન છે. પૂ. દેવચન્દ્રજી મ.નો આ મુખ્ય વિષય છે. એમણે પોતાના સ્તવનમાં આ વિષય ખૂબ જ સરસ રીતે ગુંથ્યો છે. માટે જ એમના સ્તવન કંઠસ્થ કરવાનો હું આગ્રહ રાખું છું. અત્યારે આપણા છએ કારક કર્મ-બંધનનું જ કામ કરી રહ્યા છે. કોઈ માણસ, ઘરના ભૂખ્યા મરે ને બીજામાટે કમાણી કરે તો તેને કેવો કહીશું ? આપણો ચેતન આવું જ કરે છે. આપણી જ શક્તિઓ દ્વારા આપણે કર્મનું કામ કરી આપીએ છીએ. ‘ઘરના ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો...’ અત્યારે આપણે કષાય-નોકષાય આદિની આજ્ઞાથી જીવી રહ્યા છીએ, એ રીતે પ્રવૃત્તિ કરી રહ્યા છીએ. છતાં માનીએ છીએ એમ કે અમે સ્વતંત્ર છીએ, અમે ધારીએ તે કરીએ છીએ. આપણી સ્વતંત્રતા પર મોહરાજા ખડખડાટ હસે છે. કઠપૂતળી કહે હું સ્વંતત્રપણે નાચું છું – એના જેવું આપણું અભિમાન છે. * માટીમાંથી ઘડો બને એ સાચું. જાવ, સીધા જ જમીનમાંથી ખોદીને ઘડા લઈ આવો. મળશે ? નહિ, એ માટે કુંભારની મદદ જોઈશે. આપણે પણ નિગોદમાં માટી જેવા હતા. ત્યાંથી આપણને કાઢનાર ભગવાન છે. એમના દ્વારા જ આપણે ભગવત સ્વરૂપ પ્રાપ્ત કરીશું. પટકારકઃ ૧. કરનાર કારક – કર્તા, ૨. કરવાનું કાર્ય તે કર્મ – ઘડો. કરવાનું કાર્ય. ૪૯૪ ... કહે કલાપૂર્ણસૂરિ ૩. કાર્યનું સાધન. ઉપાદાન અને નિમિત્ત કારણ. ઉપાદાનઃ દા.ત. માટી. નિમિત્તઃ દંડ, ચક્ર આદિ. ૪. સંપ્રદાનઃ- નવા નવા પર્યાયની પ્રાપ્તિ. માટી – પિંડો – સ્થાસક આદિ. માટીની અવસ્થાઓ. ૫. અપાદાનઃ પૂર્વ પર્યાયનો નાશ અને ઉત્તર પર્યાયનો ઉત્પાદક ૬. અધિકરણઃ સર્વ પર્યાયનો આધાર. દા.ત. ઈંડા માટે જમીન. રોટલીમાં પણ આ કારક ઘટાવી શકાય. આ જ કારકચક્ર આપણે આત્મામાં ઘટાવવાનું છે. કહે કલાપૂર્ણસૂરિ ..... ... ૪૯૫ વિવાર, ડા. સુદ – ૧૩, ૨૧-૧૧-૯૯. * “સયલ સંસારી ઈન્દ્રિયરામી, મુનિ-ગણ આતમરામી રે...” સંસારના બધા જ પ્રાણીઓ ઈન્દ્રિયોમાં આનંદ માનનારા છે. મુનિઓ જ માત્ર આત્મામાં આનંદ માનનારા છે. પતંગિયાને દીવામાં સોનું દેખાય છે ને તેની પાછળ દોટ મૂકીને મૃત્યુ વહોરી લે છે તેમ સંસારીઓ ઈન્દ્રિયોના વિજય પાછળ ભાવપ્રાણોને ખતમ કરે છે. પતંગિયું તો ચઉરિન્દ્રિય છે, એની ભૂલ ક્ષમ્ય ગણાય, પણ વિવેકી મનુષ્ય માટે આ શરમજનક નથી? * સંસ્કૃતતો અમે પછી ભણ્યા. એ પહેલા અમારે તો આનંદઘનજી, પૂ. દેવચન્દ્રજી આદિનું ગુજરાતી સાહિત્ય જ આધારભૂત હતું. કેટલો ઉપકાર ર્યો છે એમણે અમારા જેવા પર! હવેના બાળકો તો એવા તૈયાર થઈ રહ્યા છે કે ગુજરાતી પણ નથી આવડતું! પરદેશી ભાષા ઈગ્લીશ તો આવડે છે, પણ ઘરની ભાષા નથી આવડતી! આવાઓ પર ઉપકાર કેમ કરવો? એ પણ પ્રશ્ન થઈ રહ્યો છે! * આપણો આત્મા જ આપણે ન જાણી શકીએ તો શું જાણી શકીશું? આપણી દ્રવ્ય ક્રિયાઓ મોક્ષ આપી દેશે? જો કે, ક્રિયાઓ નિરર્થક નથી. એકલું ધ્યાન ઉપયોગી નથી થતું. કારણકે આખો દિવસ ધ્યાન થઈ શકતું નથી. ધ્યાન સિવાયના સમયમાં ક્રિયા ઉપયોગી થઈ પડે છે. ૪૯૬ ... ..... કહે કલાપૂર્ણસૂરિ ક્રિયા છોડીને જે ધ્યાનમાં જ જોડાવા પ્રયત્ન કરે છે તે ધ્યાનને તો નથી પામી શકતો પણ ક્રિયાથી પણ ભ્રષ્ટ બને છે. * ભૂજના એક અજૈન ભાઈએ ‘‘હું પરિવારને સંતોષ આપી શકતો નથી.’’ વગેરે કહીને ધ્યાનની ઊંચી વાતો કરી. : મેં કહ્યું ઃ તમે અત્યારે ક્યાં છો ? તે જુઓ. કર્તવ્ય નિભાવો પછી તેના ફળરૂપે ધ્યાન મળશે. ગઈકાલે જ એ પાછો આવ્યો કહે : ‘મહારાજ ! હવે આનંદ આનંદ થઈ ગયો.’ તમે જાણો છોઃ ૧૦પૂર્વી માટે જિનકલ્પ સ્વીકારનો નિષેધ છે ? શા માટે ? એ ગચ્છ પર ઘણો ઉપકાર કરી શકે તેમ છે માટે. આ જ વાત થોડા અંશે અન્યત્ર પણ લાગુ પડી શકે. ગઈકાલના ષકારક ચક્ર આત્મામાં ઘટાડીએ. ૧) કારક ઃ દ્રવ્ય-ભાવકર્મનો કરનાર આત્મા સ્વયં કારક છે. ૨૪ કલાક કર્મબંધનનું આ કામ ચાલુ જ છે. કારણકે જીવમાં કર્તૃત્વાદિ શક્તિઓ ઊઘાડી જ છે. એ શક્તિઓને વિભાવથી અટકાવીને સ્વભાવગામી ન બનાવીએ ત્યાં સુધી મોક્ષ તો શું સમ્યક્ત્વ પણ ન મળે. કર્મ પછી જ કપાય. જોકે, પછી પણ પ્રયત્ન તો કરવો જ પડે. નખને પણ કાપવા પ્રયત્ન કરવો પડે તો પ્રયત્ન કર્યા વિના કર્મ શી રીતે કપાય ? ૨) કર્મ : દ્રવ્ય-ભાવ કર્મનું બંધનરૂપ કાર્ય. ૩) કરણ ઃ ભાવાશ્રવ - અશુદ્ધભાવ પરિણતિ. પ્રાણાતિપાતાદિ-દ્રવ્યાશ્રવ. ૪) સંપ્રદાન ઃ નવી અશુદ્ધતાથી નવા કર્મોનો લાભ થાય તે. ૫) અપાદાન : આત્મ-સ્વરૂપનો અવરોધ. ક્ષાયોપશમિક ગુણોની હાનિ થવી તે. સ્વરૂપથી છુટા પડવું. ૬) આધાર ઃ આવી અનંત અશુદ્ધિઓનું આશ્રયસ્થાન આત્મપ્રદેશો. આ કારક-શક્તિઓનું કામ અનાદિકાળથી આ ચાલુ છે. આપણી જ કારક શક્તિઓ આપણું નુકશાન કરી રહી છે. ‘“સ્વ-ગુણ આયુધ થકી કર્મ ચરે, અસંખ્યાત ગુણી નિર્જરા તેહ પૂરે; ટલે આવરણથી ગુણ વિકાસે, કહે કલાપૂર્ણસૂરિ ... ૪૯૭ સાધના શક્તિ તિમ તિમ પ્રકાશે..” ૨૯ો. છએ કારક સૌ પ્રથમ ભગવન્મય બને ત્યારે બધું બદલવા માંડે. આથી સ્વગુણરૂપી શસ્ત્રો પેદા થયા. એ શસ્ત્રો કર્મના ભુક્કા બોલાવી દે. પછી તો સાધક અસંખ્યાતગુણી નિર્જરા કરતો રહે. ક્ષણે-ક્ષણે નિર્જરાનો પ્રકર્ષ વધતો જાય. ધ્યાનમાં જ્ઞાન-દર્શન-ચારિત્ર એક થઈ જાય છે. કોઈપણ કાર્ય જીવ કરે છે ત્યારે બધી જ શક્તિઓ એકી સાથે કામ કરવા લાગે છે. ચાહે એ કામ શુભ હોય કે અશુભ. આત્મ-પ્રદેશોમાં કદી અનેતા નથી હોતી. બધા સાથે મળીને જ કામ કરે. મિથ્યાત્વ વખતે જ્ઞાનાદિ શક્તિ - મિથ્યાજ્ઞાનાદિ શક્તિઓ કહેવાય છે. સમકિતની હાજરીમાં તે સમ્યજ્ઞાનાદિ શક્તિઓ કહેવાય છે. * પૂ. દેવચન્દ્રજી અભ્યાસી ઉદાર પુરુષ હતા. પોતે ખરતરગચ્છીય હોવા છતાં તપાગચ્છીય ઉપાધ્યાય યશોવિજયજી કૃત જ્ઞાનસાર પર જ્ઞાનમંજરી ટીકા રચી છે તેમ તપાગચ્છીય જિનવિજય, ઉત્તમવિજયજીને એમણે વિશેષાવશ્યક, અનુયોગદ્વાર આદિ ભણાવ્યા પણ છે. પરમદિવસે ભદ્રગુપ્તસૂરિજી અમદાવાદમાં કાળધર્મ પામ્યા. અમારા જૂના પરિચિત હતા. હિન્દી – ગુજરાતી સાહિત્યના મોટા સર્જક હતા. એમના ગ્રંથો આજે પણ લોકો પ્રેમથી વાંચે છે. હમણાં છેલ્લે અમે અમદાવાદમાં મળી પણ આવ્યા. એમનો આત્મા જ્યાં હોય ત્યાં સમાધિ પ્રાપ્ત કરે, પરમપદ નિકટ બનાવે. ૪૯૮ ••• ..... કહે કલાપૂર્ણસૂરિ મંગળવાર, કા. સુદ - ૧૭, ૨૩-૧૧-૯૯. ‘પ્રગટ્યા આતમ-ધર્મ થયા સર્વિ સાધન-રીત, બાધક – ભાવ ગ્રહણતા ભાગી જાગી નીત; ઉદય ઉદીરણા તે પણ પૂવ નિર્જરાકાજ, અનભિસંધિ બંધકતા નીરસ આતમરાજ...'' ||૩૦|| × આ મૂર્તિ કાંઈ રમકડું નથી. એ સાક્ષાત્ પ્રભુનું રૂપ છે. ભક્ત એમાં પ્રભુને જ જુએ છે. આગળ વધીને ભક્ત પ્રભુ-નામમાં પણ પ્રભુને જુએ છે. પ્રિય વ્યક્તિના પત્રમાં જેમ, વાંચનાર વ્યક્તિનું જ દર્શન કરે છે. તેમ પ્રભુ-નામમાં ભક્ત પ્રભુનું જ દર્શન કરે છે. જગતના સર્વ - વ્યવહારોમાં આપણે નામ અને નામીના અભેદથી જ ચલાવીએ છીએ, પણ અહીં જ, (સાધનામાં જ) વાંધો આવે છે. રોટલી બોલતાં જ રોટલી યાદ આવે છે. ઘોડો બોલતાં જ ઘોડો યાદ આવે છે. પણ પ્રભુ બોલતાં પ્રભુ યાદ નથી આવતા. * વ્યક્તિ દૂર છે કે નજીક એ મહત્ત્વની વાત નથી, એના પર કેટલું બહુમાન છે, તે જ મહત્ત્વની વાત છે. ભગવાનની નજીક રહેનારા કાળીયા કસાઈ વગેરે કાંઈ મેળવી શક્યા નથી, દૂર એલા કુમારપાળ આદિએ મેળવવા લાયક મેળવી લીધું છે. કારણકે નજીક રહેલા કસાઈમાં કહે કલાપૂર્ણસૂરિ ... ૪૯૯ બહુમાન નહોતું. કુમારપાળમાં બહુમાન હતું. સાક્ષાત્ ભગવાનના વિરહમાં ભગવાનના નામ અને રૂપમાં ભક્તસાક્ષાત ભગવાનને જ જુએ. સવાલ ફક્ત બહુમાનનો જ છે. * હું લોભી ખશે. લોભ હજુ ગયો નથી. મેં અધ્યાત્મગીતા પાકી કરેલી છે. હજુ ગઈ નથી. બીજા પણ તે પાકી કરે તેનો લોભ ખરો. મને ઉપકાર થયો તે ઉપકાર બીજા પર પણ થાય, તેવો લોભ ખરો. * ફલોદીમાં બહુજનાનપણમાં સૌપ્રથમ “અધ્યાત્મકલ્પદ્રુમ' પુસ્તક ઉદયરાજજી કોચરના ઘરથી મળ્યું ગુજરાતીમાં હોવા છતાં મેં વાંચવાની કોશીશ કરી. આનંદ આવ્યો. * છ કારક અત્યાર સુધી બાધક બન્યા છે. હવે તેને સાધક શી રીતે બનાવવા? તે કળા આપણે શીખવાની છે. પૂ. દેવચન્દ્રજી કૃત મહિનાથ અને મુનિસુવ્રત સ્વામી ભગવાનના સ્તવનમાં એ કળા દર્શાવી છે. અવસરે તમે જોજો. જ્યાં સુધી શરીર આદિનું કર્તુત્વભાવ આપણે માનીએ છીએ - ત્યાં સુધી છયેકારક અવળા જ ચાલવાના. “હું મારા જ્ઞાનાદિ ગુણોનો કર્તા છું.” એવું અનુભૂતિજન્ય જ્ઞાન થતાં જ બાધક કારકચક્ર સાધક બનવા લાગે છે. * દરેક નવા વૈજ્ઞાનિક પૂર્વના વૈજ્ઞાનિકોએ કરેલા સંશોધનના આધારે આગળ વધે છે. એટલી મહેનત તેની બચે છે. યોગીએ જ્ઞાની અને અનુભવીઓના આધારે આગળ વધવાનું છે. એમના અનુભવની પંક્તિઓ આપણા માટે માઈલસ્ટોન બની રહે છે. * જ્ઞાનીઓના કથનનું હાર્દ સમજવા તેમના પર બહુમાન હોવું જરૂરી છે. પં. મુક્તિવિજયજી ત્યાં સુધી કહેતાઃ તમે જે ગ્રંથ ભણતા હો તેના કર્તાની એક માળા ગ્રંથ પૂરો ન થાય ત્યાં સુધી રોજ ગણવી. * નિચયથી આત્મા પરનો કર્તા છે જ નહિ, આત્મગુણોનો જ છે, છતાં જો પરકર્તુત્વનું અભિમાન પોતાના માથે લે તો દંડાય. કોર્ટમાં કોઈ જો બોલી જાય “મેં ચોરી કરી છે.” તો એને અવશ્ય દંડ મળે, ભલે તેણે ચોરી ન કરી હોય. સ્વઆત્મા ઉપાદાન કારણ છે. * સુદેવ - સુગુરુ આદિ મુખ્ય કારણ છે. મુખ્ય કારણથી ઉપાદાન કારણ પુષ્ટ થાય છે. * નાના વેપારી મોટા વેપારી પાસેથી માલલેતેમ આપણે પ્રભુની પાસેથી ગુણોનો ૫૦૦ .. .... કહે કલાપૂર્ણસૂરિ માલ લેવાનો છે. વેપારી તો હજુ ના પણ પાડી દે. ઉધારન પણ આપે. ભગવાન કદી ના નહિ પાડે. લેનાર થાકે, પણ આપનાર ભગવાન કદી થાકે નહિ. એવા દાનવીર છે ભગવાન. આપણે સ્વયં આપણા આત્માને ગુણોનું (કે દુર્ગુણોનું) દાન કરીએ તે સંપ્રદાન (ચોથો કારક) છે. એટલે નવા ગુણોનો લાભ તે સંપ્રદાન. અશુદ્ધિની નિવૃત્તિ તે અપાદાન. આ બન્ને સાથે જ થાય. લાભ થયો તે સંપ્રદાન, હાનિ થઈ તે અપાદાન... ‘દેશપતિ જબ થયો નીતિ રંગી, તદા કુણ થાય કુનય ચાલ સંગી; યદા આતમા આત્મભાવે રમાવ્યો, તદા બાધકભાવ દૂરે ગમાવ્યો...’’ ।।૩૧। " “યથા રાના તથા પ્રનાઃ ।' રાજા ન્યાયી થાય ત્યારે પ્રજા પણ ન્યાયી થવાની. આત્મા જ્યારે સ્વભાવરંગી બને ત્યારે કારકચક્ર પણ સ્વભાવરંગી બને. બાધકભાવ પોતાની મેળે જતો રહે. સહજ ક્ષમા-ગુણ-શક્તિથી છેદ્યો ક્રોધ સુભટ્ટ, માર્દવ – ભાવ પ્રભાવથી, ભેદ્યો માન મરજી; માયા આર્જવયોગે લોભથી નિઃસ્પૃહભાવ, મોહ મહાભટ ધ્વંસે ધ્વંસ્યો સર્વવિભાવ... ।।૩૨। : આપણે એમ માનીએ છીએ ઃ ક્રોધ પોતાની મેળે જશે. પ્રયત્ન શું કરવો ? પ્રયત્ન વિના ઘરનો કચરોય નથી જતો તો ક્રોધ શાનો જાય ? એ માટે ક્ષમા માટે પ્રયત્ન કરવો પડે. અપરાધીનો અપરાધ ભૂલી જવો તે ક્ષમા, અપરાધીનો અપરાધ ન ભૂલવો તે ક્રોધ. આપણે શાના પર વધુ ભાર આપીએ છીએ ? ક્ષમા આવે ત્યાં ક્રોધ ભોગી જ જાય. કહે કલાપૂર્ણસૂરિ ... ૫૦૧ ક્ષમાબેન પ્રશમભાઈની સાથે જ આવે. આ બન્નેની હાજરીમાં ક્રોધ જાય જ. *ગુણીના ગુણો જીવનમાં લાવવા તે ગુણીનું ઉત્કૃષ્ટ બહુમાન છે. માત્ર કાયિક સેવાનહિ, આત્મિક ગુણો ઊતારવા તે ઉત્કૃષ્ટ ભક્તિ છે. જોકે બાહ્ય સેવા પણ ઉપયોગી છે જ. * ક્ષમા, માર્દવ, આર્જવ અને મુક્તિ (નિર્લોભતા) આ ચારેય ઉત્તમ કોટિના બને ત્યારે જ શુકલધ્યાનમાં પ્રવેશ થઈ શકે. * માન એમને એમ નથી જતો. મૃદુતાને લાવતાં તે જાય છે. નમતું ન જોખવું તે માન છે, મોટાઈ છે. સામી વ્યક્તિને માન આપવું તે નમ્રતા છે, મૃદુતા છે. આપણે બન્નેમાંથી કોને વધુ ભાર આપીએ છીએ ? સરળતાથી માયા અને નિઃસ્પૃહતાથી લોભને જીતવાના છે. ચારેય જીતાઈ જતાં મોહ નિર્બળ બની જાય છે, જીતાઈ જાય છે. મોહ જતાં બધો વિભાવ ગયો જ સમજો. શંખેશ્વરમાં રાજનેતાઓની હાજરીમાં એક મહાત્માએ ભાષણ કર્યું. ભાષણ કડક હોવાથી બે-ચાર નેતાઓએ ચાલતી જ પકડી. તેમ મોહ પણ ચાલતી પકડે છે. ઈમ સ્વાભાવિક થયો આત્મવીર, ભોગવે આત્મ સંપદ સુધીર; જેહ ઉદયાગત પ્રકૃતિ વળગી, અવ્યાપક થયો ખેરવે તે અલગી. ।।૩૩।। પછી યોગી બળવાન બને છે. આત્મસંપત્તિનો ભોક્તા બને છે. બીજી વળગેલી પ્રકૃતિઓને પણ તે ખેરવી નાખે છે. ચેતનાનો સ્વભાવ વ્યાપક બનવાનો છે. ગુલાબજાંબુ ખાતી વખતે તેના સ્વાદમાં પણ વ્યાપક બને ને શાંતરસમયી મૂર્તિમાં પણ વ્યાપક બને. ચેતના ક્યાં પરોવવી તે આપણે વિચારવાનું છે. ‘ધર્મધ્યાન ઈકતાનમેં ધ્યાવે અરિા સિદ્ધ, તે પરિણતિથી પ્રગટી તાત્ત્વિક સહજ સમૃદ્ધ; સ્વ સ્વરૂપ એકત્વે તન્મય ગુણ પર્યાય, ધ્યાને ધ્યાતાં નિર્મોહીને વિકલ્પ જાય...'' ||૩૪|| દાદરા ચડ્યા પછી જ ઉપરના માળે જઈ શકાય તેમ ધર્મધ્યાન પછી જ શુક્લધ્યાન ૫૦૨ ... કહે કલાપૂર્ણસૂરિ થઈ શકે. શુક્લધ્યાનના બે પાયામાં ધર્મધ્યાનનો પણ અંશ હોય છે, તે ભૂલવા જેવું નથી. નિર્વિકલ્પમાં જતાં પહેલા શુભ વિકલ્પનો સહારો લેવો જ પડે. જો શુભ વિકલ્પનો સહારો ન લઈએ તો અશુભ વિકલ્પો આવી જ જવાના. માટે જ હું જેવું તેવું વાંચવાની ના પાડું છું. જે કાંઈ પણ વાંચીએ – વિચારીએ તેના પુદ્ગલો આપણી આસપાસ ઘૂમતા જ રહે છે. તેની પક્કડમાં આપણે તરત જ આવી જઈએ. જેજે વાંચીએ, વિચારીએ, અવગાહીએ તે બધાના સંસ્કારો આપણી અંદર પડવાના જ. * સવિકલ્પ અને નિર્વિલ્પ - બે પ્રકારની સમાધિ છે. નિર્વિકલ્પઃ પોતાનું ઘર છે. સવિકલ્પઃ મિત્રનું ઘર છે. અશુભ વિલ્પ શત્રુનું ઘર છે. શત્રુના ઘરમાં શું થાયતેતમે સમજી શકો છો. શત્રુનું ઘર સમૃદ્ધ થાય તેવું કોઈ કરે? અશુભ વિકલ્પો વધે તેવું વાંચનાદિકરતાં આપણે શત્રુનું ઘર તો સમૃદ્ધ નથી કરતાને? યદા નિર્વિકલ્પી થયો શુદ્ધ બ્રહ્મ, તદા અનુભવે શુદ્ધ આનંદ શર્મ; ભેદ રત્નત્રયી તીણતા, અભેદ રત્નત્રયી મેં સમાયે.” ૩૫ યોગી નિર્વિકલ્પી થાય છે ત્યારે શુદ્ધ આનંદનું સુખ અનુભવે છે. પહેલા જ્ઞાનાદિ અલગ અલગ હતા, એક-બીજાને સહાયક બનતા હતા, હવે એક થઈ જાય છે. દર્શન જ્ઞાન ચરણ ગુણ સમ્યગૂ એક-એક હેતુ, સ્વસ્વ હેતુ થયા સમ કાલે તેહઅભેદતા ખેતુ, પૂર્ણ સ્વજાતિ સમાધિ ઘનઘાતી દલ છિન્ન, સાયિકભાવે પ્રગટે આતમ-ધર્મ વિભિન્ન. ૩૬ અત્યાર સુધી દર્શનાદિ એકેકના હેતુ હતા. હવે બધા એક સાથે અભેદના હેતુ બને પછી યોગ રુંધી થયો તે અયોગી, કહે કલાપૂર્ણસૂરિ ... ... ૧૦૩ ભાવ શૈલેશતા અચલ અભંગી; પંચ લઘુ અક્ષરે કાર્યકાર, ભવોપગ્રાહી કર્મ-સંતતિ વિદારી... I૩૭ યોગનો રોધ કરી અયોગી ગુણસ્થાનકે મેરુ જેવી અડોલ સ્થિતિ પ્રાપ્ત કરી, માત્ર પાંચ હસ્તાક્ષર કાળમાં તે આત્મા પૂર્ણ કરી સિદ્ધશિલાએ જઈ બિરાજે છે. સમશ્રેણે સમયે પહોતા જે લોકાંત, અકુસમાણ ગતિ નિર્મળ ચેતનભાવ માહાંત; ચરમ ત્રિભાગ વિહીન પ્રમાણે જસુ અવગાહ, આત્મપ્રદેશ અરૂપ અખંડાનંદ અબાહ. ૩૮. આ બધી ગાથાઓનો અર્થ સાવ જ સહેલો છે, કહેવાની પણ જરૂર નથી. પણ તે જીવનમાં લાવવો ખૂબ જ મુશ્કેલ છે. એના માટે કેટલાય જન્મો જોઈએ. એ મેળવવા જ આ બધો પ્રયત્ન છે. ૫૦૪ ... ..... કહે કલાપૂર્ણસૂરિ બુધવાર, 8ા. વદ - ૧+૨, ૨૪-૧૧-૯૯. * * વિધિ અને આદરપૂર્વક સતત કરવામાં આવે તો સાધના અવશ્ય લવતી બને. વચ્ચે ગેપ પડે તે ન ચાલે. વેપારીઓને પૂછોઃ મહિનામાં ૧૫ દિવસ દુકાન બંધ રાખે તો શું થાય? તુટેલા ગ્રાહકો સાંધતાં કેટલી વાર લાગે? નર્મદાનો પુલ અખંડ ન હોય, વચ્ચે એક જ ફટનું ગાબડું હોય તો ચાલનારની શી દશા થાય? આપણી સાધનાનો પુલ પણ અખંડ જોઈએ. આત્મસાધના સિવાય બધે જ આપણે સાતત્ય જાવવીએ છીએ. નિયમિત નહિ થવાથી, આદરપૂર્વક નહિ થવાથી, વિધિપૂર્વક સાધના નહિ થવાથી જ આપણો હજુ સુધી મોક્ષ થયો નથી. * મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ આદિ જેમ જેમ મંદ થતા જાય તેમ તેમ સાધનામાં વેગ વધતો જાય, સાધનાનો આનંદ વધતો જાય. - મિથ્યાત્વ જતાં ૪થું ગુણઠાણું આવે, સમ્યકત્વનો આનંદ મળે. અવિરતિ જતાં છઠું ગુણઠાણું મળે, સર્વવિરતિનો આનંદ મળે. પ્રમાદ જતાં ૭મું અપ્રમત્ત ગુણસ્થાનક મળે. વીર્યોલાસનો આનંદ મળે. કષાય જતાં વીતરાગતા (બારમું ગુણસ્થાનક) મળે. વીતરાગતા મળતાં સર્વજ્ઞતા (તેરમું ગુણઠાણું) મળે. યોગ જતાં અયોગી ગુણઠાણું મળે. આખરે મોક્ષ મળે. *શ્રદ્ધાની ખામી હોય તો સમ્યગ્દર્શનન મળે. કહે કલાપૂર્ણસૂરિ ...... • ૫૦૫ જિજ્ઞાસાની ખામી હોય તો સમ્યગૂ જ્ઞાન ન મળે. સ્થિરતાની ખામી હોય તો સમ્યક ચારિત્ર ન મળે. અનાસક્તિની ખામી હોય તો સમ્યક તપ ન મળે. ઉલ્લાસની ખામી હોય તો વીર્યન મળે. વીર્યાચાર ન હોય તો એકેય આચાર પાળી શકાય નહિ. વીર્ય બધે જ અનુસ્થત છે. માટે જ બીજા ચાર આચારના ભેદો જ વીર્યના ભેદો મનાયા છે. “જિહાં એક સિદ્ધાત્મા તિહાં છે અનંતા, અવજ્ઞા અગંધા નહિ ફાસમતા; આત્મગુણ પૂર્ણતાવંત સંતા, નિરાબાધ અત્યંત સુખાસ્વાદવંતા...” I૩૯ો. આપણે એક ઓરડીમાં મર્યાદિત સંખ્યામાં જ રહી શકીએ, પણ સિદ્ધો જ્યાં એક છે ત્યાં અનંતા રહેલા છે. કારણકે તેઓ અરૂપી છે. વર્ણ – ગંધ – રસ – સ્પર્શ વગેરેથી રહિત છે. નામકર્મે આપણને એવા ઢાંકી દીધા છે કે વર્ણાદિથી પર અવસ્થાની કલ્પના જ નથી આવતી. માણસની આસક્તિ શરીરથી પણ આગળ વધીને વસ્ત્ર, ઘરેણા અને મકાન સુધી પહોંચી ગઈ છે. એની સુંદરતામાં પોતાની સુંદરતા માને છે. અનામી અરૂપી આત્માને શરીર સાથે પણ લાગે વળગે નહિ તો વસ્ત્ર કે મકાનની તો વાત જ શી કરવી? બધી ઈન્દ્રિયો સ્વ-ઈષ્ટ પદાર્થો મળતાં રાજી થાય છે. એ બધો સ્વાદ આપણે ચાખ્યો છે, પણ આત્માના સુખનો સ્વાદ કદી જ ચાખ્યો નથી. આથી જ સિદ્ધોના સુખની આપણે કલ્પના પણ કરી શકતા નથી. આપણે તો આસક્તિને સુખ માની લીધું છે, જે ખરેખર દુઃખ જ છે. વધારે આસક્તિ કરીએ તેમ વધુને વધુ ચીકણા કર્મ બંધાય છે, તે સાવ જ ભૂલી ગયા છીએ. માટે જ સાધક આસ્વાદ લીધા વિના ભોજન કરે. સાપ જેમ બિલમાં જાય તેમ મુખમાં કોળીયો જાય. ચામાં મીઠું છે કે સાકર? તેવી તેને ખબર ન પડે, એટલી અંતર્મુખતા હોય. ઈન્દ્રિયોના બધા જ સુખો (ત્રણે કાળના સુખો) એકઠા કરીને અનંત વર્ગ કરવામાં આવે તો પણ સિદ્ધના અનંતવર્ગહીન એક આત્મપ્રદેશના સુખની તુલનામાં ન આવે. ૫૦૬ ... .કહે કલાપૂર્ણસૂરિ સંસારનું કૃત્રિમ સુખ છે. આ સહજ છે, એ જ મોટો ફરક છે. આવું સુખ સાંભળવાથી ફાયદો શો ? આથી આપણી અંદર જ આવું સુખ પડેલું છે એવું જણાય ને તેથી તે મેળવવાની તીવ્ર રુચિ પેદા થાય, આ જ મોટો ફાયદો. કર્તા કારણ કાર્ય નિજ પરિણામિકભાવ, શાતા શાયક ભોગ્ય ભોક્તા શુદ્ધ સ્વભાવ; ગ્રાહક રક્ષક વ્યાપક તન્મયતાએ લીન, પૂરણ આત્મ ધર્મ પ્રકાશ રસે લયલીન... ૪૦ના સિદ્ધો શુદ્ધ સ્વભાવના ભોક્તા હોય છે. પ્રકાશ રસમાં લયલીન હોય છે. સિદ્ધોએ ત્યાં કરવાનું શું ? વૈશેષિક દર્શન મુક્તને જડ માને છે. આની ઠેકડી ઉડાડતાં કોઈએ કહ્યું છે : ‘‘વૃંદાવનમાં શિયાળ થવું સારું, પણ વૈશેષિકની મુક્તિ સારી નહિ.'’ જૈનદર્શનની મુક્તિ આવી જડ નથી. ત્યાં અભાવ નથી, પણ આત્મશક્તિઓનો સંપૂર્ણ ઊઘાડ છે. ત્યાં જડતા નથી, પણ પૂર્ણ ચૈતન્યની પરાકાષ્ઠા છે. દ્રવ્યથી એક ચેતન અલેશી, ક્ષેત્રથી જે અસંખ્ય પ્રદેશી; ઉત્પાત-નાશ-ધ્રુવ કાલ ધર્મ, શુદ્ધ દ્રવ્યથી એક ચેતન લેશ્યારહિત છે. ક્ષેત્રથી આત્મા અસંખ્ય પ્રદેશવાળો છે. કાળથી ઉત્પાદ – વ્યય – ધ્રૌવ્ય યુક્ત છે. ભાવથી શુદ્ધ ઉપયોગમાં રમણ કરનાર છે. પ્રશ્ન ઃ આત્મામાં ઉત્પાદ – વ્યય – ધ્રૌવ્ય શી રીતે ઘટે ? ઉત્તર ઃ આત્મામાં અભિનવ પર્યાયની ઉત્પત્તિ થાય છે. પૂર્વ પર્યાયનો નાશ થાય છે. અને જ્ઞાનાદિથી આત્મા ધ્રુવ (શાશ્વત) છે. નિશ્ચયથી આપણું વ્હેઠાણ આપણો આત્મા જ છે. સ્થાન માટે ઝગડા થવાની ઉપયોગ ગુણ ભાવ 212... 118911 કહે કલાપૂર્ણસૂરિ ૫૦૭ સંભાવના ઊભી થાય ત્યારે આ વાસ્તવિક્તા યાદ કરજો. સાદિ અનંત અવિનાશી અપ્રયાસી પરિણામ, ઉપાદાન-ગુણ તેહિજ કારણ - કાર્ય-ધામ; શુદ્ધ નિક્ષેપ ચતુષ્ટય જુનો રસ્તો પૂર્ણાનંદ, કેવલનાણી જાણે જેહના ગુણનો છંદ..... II૪રો એવી શુદ્ધ સિદ્ધતા કરણ ઈસ, ઈન્દ્રિય સુખથકી જે નિરીયા; પગલી ભાવના જે અસંગી, તે મુનિ શુદ્ધ પરમાર્થ રંગી.. ૪૩ આવી શુદ્ધ સિદ્ધતા મારી ક્યારે પ્રગટે? એવી રુચિ જાગે, તો આપણી સાધના સાચી. એરુચિમાટે ઈન્દ્રિયોના સુખપરનિઃસ્પૃહતા જાગે, પદ્ગલિક ભાવોથી વેગળાપણું રહે તે જ મુનિ સાચા અર્થમાં મુનિ છે. સ્યાદ્વાદ આતમસત્તા રુચિ સમકિત તેહ, આત્મધર્મનો ભાસન, નિર્મલ જ્ઞાની જેહ, આતમ રમણી ચરણી ધ્યાની આતમલીન, આતમ ધર્મરમ્યો તેણે ભવ્ય સદા સુખ પીન... I૪૪. આત્મસત્તાની રુચિ એટલે સમ્યક્ત્વ. આત્મસત્તાનો બોધ એટલે સમ્યજ્ઞાન.' આત્મસત્તાની રમણતા એટલે સમ્યક્યારિત્ર. આ રત્નત્રયીને પામે તે આત્મા પુષ્ટ બને અહો ભવ્યો! તમે ઓળખો જૈન ધર્મ, જિણે પામીએ શુદ્ધ અધ્યાત્મ મર્મ અલ્પકાળે ટળે દુષ્ટકર્મ, પામીએ સોય આનંદ શર્મ. ૪પા ભવ્યો...! મારી સલાહ માનતા હો તો જૈનધર્મને ઓળખો. તમને શુદ્ધ અધ્યાત્મ ધર્મનો મર્મ મળશે. પ્રયત્ન કરશો તો અલ્પકાળમાં દુષ્ટકર્મો ખપી જશે. અલ્પકાળમાં કલ્યાણ થઈ જશે. એમ પૂ.દેવચન્દ્રજી કહે છે. » કહે કલાપૂર્ણસૂરિ ૫૮ ... મુખ્ય પદાર્થ છે ઃ આત્મા. એને એક ઓળખતાં બીજું બધું પોતાની મેળે ઓળખાઈ જશે. મુખ્ય વાત તો માર્ગ-દર્શનની છે. બાકીનો માર્ગ તો માર્ગ પોતે જ બતાવશે. આગળ જતા જઈએ તેમ તેમ આગળ-આગળનો માર્ગ સ્પષ્ટ થતો જાય. પૂર્વ અનુભવ જ પછીના અનુભવની ઝાંખી કરાવશે. નય નિક્ષેપ પ્રમાણે જાણે જીવાજીવ, સ્વ-પર વિવેચન કરતાં થાયે લાભ સદીવ; નિશ્ચય ને વ્યવહારે વિચરે જે મુનિરાજ, ભવસાગર તારણા નિર્ભય તેહ જહાજ..... ૪૬॥ ભગવાન જ નહિ, મુનિ પણ તરણ-તારણ જહાજ છે. મુનિ જીવાજીવ, નય–નિક્ષેપ, નિશ્ચય-વ્યવહાર આદિ જાણનારા અને સ્વ-પરનો વિવેક કરનારા હોય છે. ‘‘વસ્તુ તત્ત્વે રમ્યા તે નિર્પ્રન્થ, તત્ત્વ અભ્યાસ તિહાં સાધુ પંથ; તિણે ગીતાર્થ ચરણે રહીજે, શુદ્ધ સિદ્ધાંત રસ તો લહિજે.....’’ ૫૪૭૫ ‘‘આપણે પોતાની મેળે હવે બધું મેળવી લઈશું’ એવા ભ્રમમાં કોઈ ન રહે માટે અહીં અધ્યાત્મવેત્તા ગીતાર્થ ગુરુની આવશ્યક્તા બતાવે છે. તો જ શુદ્ધ સિદ્ધાંતરસ પીવા મળશે. ‘‘શ્રુત અભ્યાસી ચોમાસી વાસી લીંબડી ઠામ, શાસનરાગી સોભાગી શ્રાવકના બહુ ધામ; ખરતરગચ્છ પાઠક શ્રી દીપચન્દ્ર સુપસાય, ‘દેવચન્દ્ર’ નિજ હરખે, ગાયો આતમરાય.....'' ।।૪૮॥ લીંબડીમાં શ્રાવકોના ઘણા ઘરો છે. આજે પણ છે. ત્યાં મેં આત્માના ગુણ-ગાન ર્યા છે, એમ કર્તા કહે છે. ‘“આત્મગુણ રમણ કરવા અભ્યાસે, શુદ્ધ સત્તા રસીને ઉલ્લાસે કહે કલાપૂર્ણસૂરિ .... ૫૦૯ ‘દેવચન્દ્રે’ રચી અધ્યાત્મગીતા, આત્મરમણી મુનિ સુપ્રતીતા.....'' ।।૪૯॥ બીજા અધ્યાત્મથી અજાણ જીવો પર પણ ઉપકાર થાય માટે આ અધ્યાત્મગીતા બનાવી છે. આમાં મારે શું રચવાનું હોય ? આત્મરમણી મુનિને તો આ સુપ્રતીત જ છે. એમ અંતે કવિશ્રી પોતાનો કર્તૃત્વભાવ હટાવી દે છે. * આજે અમારા ગુરુદેવ પૂ. કંચનવિજયજી મ.ની ૨૮મી સ્વર્ગતિથિ છે. અનશનપૂર્વક ૧૧મા ચોવિહાર ઉપવાસે કાળધર્મ પામેલા. ખૂબ જ નિઃસ્પૃહ હતા. ઉપધિ જુઓ તો સંથારિયું અને ઉત્તરપટ્ટા સિવાય કશું જ ન મળે. ગૃહસ્થપણામાં પાલીતાણામાં ૫-૭ વર્ષ રહ્યા. ખાસ કરીને ગુરુ નક્કી કરવા જ હેલા. ઘણા-ઘણા આચાર્યોના પરિચયમાં આવ્યા. એમાં તેમણે પૂ. કનકસૂરિજીને ગુરુ તરીકે સ્વીકાર્યા. અમે અહીં આવ્યા તેમાં તેઓ પણ કારણ છે. ૫૧૦ ... એમના ઉપકારને કઈ રીતે ભૂલાય ? એમના ચરણે અનંત વંદન.....! કહે કલાપૂર્ણસૂરિ