entertainment,"સ્ટુડન્ટ ઑફ ધ ઈયર સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર સિદ્ધર્થ મલ્હોત્રા પ્રથમ વાર ડબરન આવ્યાં છે . તેમનું કહેવું છે કે હોટેલમાં તેમની બારીમાંથી દેખાતાં દરિયા કિનારા અને પ્રાકૃતિક દૃશ્યો જોઈ તેમના દિલમાં રૂમાની અહેસાસ જાગી ઉઠ્યાં છે . સિદ્ધાર્થે જણાવ્યું - હું પ્રથમ વાર ડબરન આવ્યો છું . હું ક્યારેય આ જગ્યાએ નથી ફર્યો , પણ પોતાની હોટેલની બારીમાંથી હું જે કંઈ જોઈ શકુ છું , તે જોઈને મને એવો અહેસાસ થાય છે કે જાણે દરિયા કિનારા પ્રણય - ગીતો ગાઈ રહ્યાં છે . ડબરન ખાતે દક્ષિણ આફ્રીકા ઇન્ડિયા ફિલ્મ એન્ડ ટેલીવિઝન ઍવૉર્ડ્સ એટલે કે સૈફ્ટા ખાતે પોતાની પરફૉર્મન્સ આપવા આવેલા સિદ્ધાર્થે જણાવ્યું કે તેઓ પોતાનું શ્રેષ્ઠ કરવા તૈયાર છે . ડબરન ખાતે આ સિદ્ધાર્થની પ્રથમ પ્રસ્તુતિ છે . તેમણે જણાવ્યું કે તેઓ સારૂં પ્રદર્શન કરશે . મૉડેલમાંથી અભિનેતા બનનાર સિદ્ધાર્થ મલ્હોત્રાએ કરણ જૌહર કૃત સ્ટુડન્ટ ઑફ ધ ઈયર ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું . તેઓની આગામી ફિલ્મ હંસી તો ફંસી છે . ઉપરાંત સિદ્ધાર્થે મોહિત સુરીની ધ વિલન ફિલ્મની ઑફર પણ સ્વીકારી લીધી છે ." entertainment,"યશરાજ ડિસ્કવરી અનુષ્કા શર્માની દરેક વાત નિરાળી છે . એડ ફિલ્મોથી લઈને ગંભીર દિગ્દર્શકોની પસંદગી બની ચુકેલ અનુષ્કા શર્મા આજકાલ જબ તક હૈ જાન ફિલ્મના પ્રોમોમાં છવાયેલી છે , પણ ચર્ચામાં તો તે વિશાલ ભારદ્વાજની ફિલ્મ મટરૂ કી બિજલી કા મંડોલા અંગે છે . આપ નામથી જ સમજી ગયા હશો કે ફિલ્મની ખાસિયત શું છે . પોતાના પાત્ર અંગે વાત કરતાં અનુષ્કાના ચેહરે અચાનક ચમક ઉપસી આવે છે . અનુષ્કાએ જણાવ્યું કે ફિલ્મ ઓમકારા જોયાં બાદ જ હું વિશાલજીની ફૅન થઈ ગઈ હતી અને જ્યારે તેમણે મને ફિલ્મની ઑફર કરી તો જાણે મારા પગ જમીનથી અદ્ધર થઈ ગયાં . મેં તરત જ ઑફર સ્વીકારી લીધી . આ મારા માટે એક સ્વપ્ન સાકાર તવા જેવી વાત હતી . ફિલ્મમાં મારો રોલ એક એવી છોકરીનો છે કે જે બહુ હિમ્મત વાળી છે , મસ્તમૌલા છે . સાચું કહું તો તે ફટાકડી છે . તેથી જ હું કહી શકું છું કે આતશબાજ વિશાલે મને ફટાડકી બનાવી નાંખી . અનુષ્કાએ જણાવ્યું કે તેના રોલ વાળા શૉટ્સનું શુટિંગ આ જ મહીને થશે ." business,અમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધારાનો સિલસિલો ફરૂ શરૂ થઈ ગયો છે . અમદાવાદમાં 25મી ફેબ્રુઆરીએ પેટ્રોલની કિંમતમાં 22 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 26 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે . નવી કિંમતો લાગુ થયા બાદ અમદાવાદમાં આજે પેટ્રોલ 69 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડઝલ 69.82 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે . માત્ર અમદાવાદ જ નહિ બલકે દેશના ચારેય મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો નોંધાયો છે . દેશની આર્થિક રાજધાની મુંબઈની વાત કરીએ તો મુંબઈમાં પણ આજે પેટ્રોલ અને ડીઝલ મોંઘા થયાં છે . મુંબઈમાં 21 પૈસાના ભાવ વધારા સાથે પેટ્રોલ આજે 77.20 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 26 પૈસાના ભાવ વધારા સાથે 69.97 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે . દેશની રાજધની દિલ્હીમાં પણ પેટ્રોલ અને ડીઝલ મોંઘા થયાં છે . દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમતમાં 22 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 25 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે . નવી કિંમતો લાગુ થયા બાદ દિલ્હીમાં આજે પેટ્રોલ 71.57 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 66.80 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે . ' જો પીએમ મોદી સત્તામાં પાછા ન આવ્યા તો દેશ 50 વર્ષ પાછળ જતો રહેશે ' sports,"ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઇંગ્લેન્ડ સિરીઝ માટે જોરદાર તૈયારી કરી રહી છે . વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આ સિરીઝ ખુબ જ અગત્યની માનવામાં આવી રહી છે . આવી પરિસ્થિતિમાં વિરાટ સેના કોઈ પણ કસર બાકી રાખવા નથી માંગતી . આ દરમિયાન ટીમ જયારે પ્રેકટીસ સેશન માટે પહોંચી . ત્યારે લોકોની નજર ક્રિકેટના મહાનાયક સચિન તેંડુલકરના દીકરા અર્જુન તેંડુલકર પર મંડાયેલી હતી . સૌથી ખાસ બાબત હતી કે અર્જુન તેંડુલકર અહીં વિરાટ કોહલીની ટીમ માટે આયોજિત કરવામાં આવેલા નેટ સેશન માટે પ્રેકટીસ કરી રહ્યા હતા . ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રી ઘ્વારા અર્જુન તેંડુલકરને કેટલીક ટિપ્સ પણ આપવામાં આવી . આપણે જણાવી દઈએ કે અર્જુન તેંડુલકરને જુલાઈમાં શ્રીલંકા પ્રવાસ પર ભારતની અંડર 19 ટીમ માટે પસંદગી કરવામાં આવી છે . તેને શ્રીલંકામાં રમાઈ રહેલી ચાર દિવસની રમાઈ રહેલી બે , મેચ માટે પસંદ કરવામાં આવ્યા છે . પરંતુ પાંચ મેચ રમનાર વનડે અંડર 19 ટીમનો હિસ્સો નહીં હોય ." business,ઉલ્લેખનીય છે કે ચાલુ ખાતાની ખાધ ત્રીજા ત્રિસમાસિક ગાળા ( ઓક્ટોબરથી ડિસેમ્બર 2012 ) માં વધીન જીડીપીના 6.7 ટકા સુધી પહોંચી ગઇ હતી . જે એક રેકોર્ડ છે . આ અંગે સરકારે કહ્યું કે તે અને રિઝર્વ બેંક દેશના ચાલુ ખાતાની ખાધને ઘટાડવા માટે જરૂરી પગલાં લેશે . આ અંગે રંગરાજને આશા દર્શાવી છે કે ચાલુ નાણાકીય વર્ષના અંતમાં આ ખાધ પાંચ ટકાથી થોડીક વધારે રહેશે . ડિસેમ્બરના ત્રિમાસિક ગાળામાં આ ખાધ અપેક્ષા કરતા ઊંચી રહી હતી . પણ મને વિશ્વાસ છે કે ચોથા ત્રિમાસિક ગાળામાં તેમાં ઘટાડો થશે . મારા અંદાજ મુજબ વર્તમાન નાણાકીય વર્ષની સરેરાશ ખાધ પાંચ ટકાથી થોડી વધારે રહેશે . બીજી તરફ રેટિંગ એજન્સી ક્રિસિના મુખ્ય અર્થશાસ્ત્રી ડી કે જોશીએ જણાવ્યું કે ચાલુ ખાતાની વધતી જતી ખાધ રૂપિયાને નબળો બનાવી શકે છે . sports,"આઇપીએલ 10 સિઝનની આજે 49મી મેચ છે , જે કલકત્તા નાઇટ રાઇડર્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે આ મેચ હાલ મોહાલીના ખચાખચ ભરેલા આઈ . એસ . બિન્દ્રા સ્ટેડિયમમાં રમાઇ રહી છે . ત્યારે આ મેચની તમામ લેટેસ્ટ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો . અહીં અમે તમને આ મેચની તમામ અપડેટ આપતા રહીશું . LIVE UPDATE : કિંગ્સ ઇલેવન પંજાબઃ ગ્લેન મૈક્સવેલ ( કપ્તાન ) , માનન વોહરા , રિદ્ધિમાન સાહા ( વિકેટ કીપર ) , સૉન માર્શ , માર્ટિન ગપ્ટાઇલ , અક્ષર પટેલ , મોહિત શર્મા , સંદીપ શર્મા , સ્વપ્નિલ સિંહ , મેટ્ટ હેનરી , રાહુલ તેવતિયા કલકત્તા નાઇટ રાઇડર્સઃ ગૌતમ ગંભીર ( કેપ્ટન ) , સુનીલ નારાયણ , કુલદીપ યાદ , મનીષ પાંડે , રોબિન ઉથપ્પા , યૂસુફ પઠાણ , ઉમેશ યાદવ , ક્રિસ વોક્સ , ગ્રાન્ડહોમ , અંકિત સિંહ રાજપૂત , ક્રિસ લિન" business,જુન મહિનાથી ભારતની ક્રુડ તેલની ખરીદીમા 20 % નો વધારો થયો હતો બ્રેંટ ક્રુડનો ભાવ ગત 21 જુને 89 ડોલર હતો જે 14 સપ્ટેમ્બરે 116 ડોલર નોંધાયો હતો . જે 25 % નો વધારો દર્શાવે છે . અને એટલા જ પ્રમાણમા ભારતની ક્રુડ તેલની ખરીદીમા વધારો થયો છે . ડિઝલના બેફામ વધારા ઉપર લગામ તાણવી જરૂરી હતી ગરીબ વર્ગને ધ્યાનમા રાખીને ડિઝલ ઉપર સબસિડિ અપાય છે પણ તેનો મહત્તમ લાભ ધનવાન વર્ગ પેટ્રોલ કાર ખરિદવાને બદલે ડિઝલ વાહનો ખરીદીને ઉઠાવી રહ્યા હોવાથી તેમને પેટ્રોલની ખરીદી સામે ડિઝલના દરમા રૂ . 25 - 30નો ફાયદો થતો હતો . અને તેમા સરકાર ઉપર પ્રતિ લિટર રૂ . 15 - 20 નો બોજો પડતો હતો . એવી જ રીતે વ્યાવસાયિક એકમો રાંધણગૅસનો ઉપયોગ કરતા હોવાથી તેમા પણ સરકારી તિજ ઓરી ઉપર વધુ બોજ પડતો હતો . તેલ કંપનીઓને રોજનું રૂ . 551 કરોડનુ નુકસાન અમુક દિવસો પહેલા તેલ માર્કેટિંગ કંપનીઓને વસૂલીમા રૂ . 551 કરોડનું દૈનિક નુકસાન થતુ હતું . આ કંપનીઓ ઉપર ગત જુન સુધીના ત્રિમાસિક ગાળામા રૂ . 157617 કરોડ જેટલુ વિપુલ કરજ હતુ અને તે કારણે તેમને માર્કેટમાં રેટિંગ ઘટવાનો ભય સતાવી રહ્યો હતો . હવે ડિઝલ અને રાંધણ ગૅસના ભાવ વધારાથી તે કંપનીઓની આર્થિક સ્થિતિ બહેતર બનશે . તો રાજકોષિય ખાધ વધવાનો ભય હતો જો ઇંધણ દરમા વધારો કરવામા ન આવ્યો હોત ઇન્ટરનેશનલ રેટિંગ એજન્સીઓ ભારતનુ રેટિંગ ઘટાડી દેત . ભારતની નબળી આર્થિક સ્થિતિના પગલે થોડા સમય પહેલા એસએન્ડપી રેટિંગ ઘટાડી નાખ્યું હતું . આરબીઆઇને હવે વ્યાજ દરો ઘટાડવા માટે સબળ કારણ મળશે રાજકોષિય ખાધ સરકાર ઘટાડે નહી ત્યાં સુધી રિઝર્વ બેન્ક રેપો રેટમા ઘટાડો કરી શકે નહી . હવે સરકારે ડિઝલ ભાવ વધારો કર્યો હોવાથી આરબીઆઇને રેપો રેટ ઘટાડી શકે છે અને તેમ થાય તો દેશના અર્થતંત્રને વેગ મળી શકે છે . sports,"જયપુરમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ જોવાની જો તમે ભૂલી ગયા હોત તો ચોક્કસપણે તમે એક અદભૂત અને અવસ્મરણિય મેચ અવસર ગુમાવ્યા સમાન છે . કારણ કે , જયપુરમાં રન અને ચોગ્ગા - છગ્ગાના વરસાદ , બોલર્સની ભયાનક રીતે ધોલાઇ , નાના વિવાદ સહિત અનેક એવી બાબતો બની કે જેના કારણે આ મેચ સદાય માટે યાદગાર રહી ગઇ છે . આ મેચમાં પ્રથમ ટોસ જીતીને ઓસ્ટ્રેલિયન બેટે્સમેનોએ ભારતીય બોલર્સની ભયાનક રીતે ધોલાઇ કરી હતી અને પાંચ વિકેટ ગુમાવીને 359 રન બનાવ્યા હતા . ઓસ્ટ્રેલિયા તરફથી બેલીએ 92 , હોજે 83 , વોટ્સને 59 , મેક્સવેલે 53 , ફિંચે 50 અને વોગ્સે 11 રનની ઇનિંગ રમી હતી . ભારત તફથી વિનય કુમારે બે અને અશ્વિને એક વિકેટ મેળવી હતી . તો બીજી તરફ ભારતીય બેટ્સમેનો પણ આક્રમક મુદ્રા સાથે મેદાન પર ઉતર્યા હતા . ઓસ્ટ્રેલિયા તરફથી મળેલા 360 રનના લક્ષ્યાંકને ભારતે માત્ર એક વિકેટ ગુમાવીને 43.3 ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો . ઓવર અને ટાર્ગેટ જોતા જ તમે જાણી ગયા હશો કે ભારતીય બેટ્સમેનો કેટલી ક્રુરતા સાથે ઓસ્ટ્રેલિયન બોલર્સ પર તૂટી પડ્યા હશે . ભારત તરફથી રોહિત શર્માએ અણનમ 141 , વિરાટ કહોલીએ અણનમ 100 અને શિખર ધવને 95 રનની ઇનિંગ રમી હતી . ઓસ્ટ્રેલિયા તરફથી ફોકનર એકમાત્ર એવો બોલર્સ હતો કે જે એક વિકેટ લેવામાં સફળ રહ્યો હતો . આ સાથે જ અનેક રેકોર્ડ પણ આ મેચમાં નોંધાયા હતા . તો ચાલો તસવીરો થકી જોઇએ જયપુરની મેચ કેવી રીતે બની ગઇ ઐતિહાસિક ." business,"થોડા સમય પહેલાં ભારતીય રિઝર્વ બેંક તરફથી નોટબંધી અંગેની આંકડાકીય માહિતી જાહેર કરવામાં આવી હતી . એ માહિતી પરથી સ્પષ્ટ થયું હતું કે , 99 ટકા જૂની ચલણી નોટો પરત આવી ચૂકી છે . ત્યાર બાદ હવે એ સવાલ થઇ રહ્યો છે કે , જો મોટાભાગની રકમ સિસ્ટમમાં પરત આવી ગઇ હોય , તો કાળા નાણાં ક્યાં ગયા ? આ અંગે આરબીઆઇના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને નિવેદન આપ્યું છે . રઘુરામ રાજને આ અંગે કહ્યું કે , તેમણે સરકારને નોટબંધીને કારણે લાંબા ગાળે થનારા ફાયદા પર નોટબંધી પછી તુરંત થનાર નુકસાન હાવી થશે , એની ચેતવણી આપી હતી . કાળા નાણાં સિસ્ટમમાં પરત લાવવા માટે તેમણે નોટબંધી સિવાય બીજા વિકલ્પો અંગે પણ સૂચન કર્યું હતું . રઘુરામ રાજને આ વાતો પોતાના આગામી પુસ્તક ' I Do What I Do : On Reforms Rhetoric and Resolve ' માં લખી છે . આ પુસ્તક આવતા અઠવાડિયે બહાર પડશે . રાઘુરામ રાજને જણાવ્યું કે , તેમના કાર્યકાળમાં ક્યારેય નોટબંધી અંગે નિર્ણય લેવાનું કહેવામાં નથી આવ્યું . રાજન અનુસાર , આરબીઆઇ તરફથી એ અંગે પણ જાણકારી આપવામાં આવી હતી કે , યોગ્ય તૈયારીઓના અભાવને કારણે નોટબંધી બાદ શું નુકસાન થઇ શકે છે . નોંધનીય છે કે , 5 સપ્ટેમ્બર , 2016ના રોજ રઘુરામ રાજનનો કાર્યકાળ સમાપ્ત થયો હતો અને નોટબંધીની જાહેરાત 8 નવેમ્બર , 2016ના રોજ થઇ હતી . ભારતીય રિઝર્વ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડાકીય માહિતી અનુસાર , કુલ 15.44 લાખ કરોડમાંથી 15.28 લાખ કરોડ રૂપિયા આરબીઆઇમાં પરત આવી ગયા છે , એટલે કે 99 ટકા રૂપિયા પરત આવ્યા છે . આ પરથી કહી શકાય કે , કાળા નાણાંને બહાર પાડવામાં નોટબંધીની નીતિ નિષ્ફળ રહી ." sports,આઇપીએલ મેચમાં સ્પૉટ ફિક્સિંગના આરોપી ક્રિકેટર એસ શ્રીસંતને આજે કહ્યું કે ' હું નિર્દોષ છું અને મેં કોઇ ખોટું કામ કર્યું નથી . હું ક્યારેય પણ સ્પૉટ ફિક્સિંગમાં સામેલ થયો નથી . ' શ્રીસંત દ્વારા વકીલ રેબેકા જાન દ્વારા મીડિયાને મોકલવામાં આવેલા ઇમેલમાં ક્રિકેટર શ્રીસંતે કહ્યું હતું કે હું ક્યારેય પણ સ્પૉટ ફિક્સિંગમાં સામેલ થયો નથી અને હું હંમેશા ખેલ ભાવના સાથે રમ્યો છું . શ્રીસંતને આજે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સૌમ્યા ચૌહાણે વધુ પાંચ દિવસની કસ્ટડીમાં મોકલી દિધા છે . શ્રીસંતે કહ્યું હતું કે એક ક્રિકેટરના રૂપમાં તેમને ટીકા અને શાબાશી બંને મળી છે . શ્રીસંતે કહ્યું હતું કે ' હું જીવનના એક કઠિન સમયમાંથી પસાર થઇ રહ્યો છું . નિવેદનમાં કહ્યું હતું કે મને આપણી ન્યાયિક પ્રક્રિયા પર સંપૂર્ણ વિશ્વાસ છે અને હું આશ્વસ્ત છું કે આગામી સમયમાં હું સાબિત થઇશ તથા સન્માન સાથે - સાથે ગરિમા ફરીથી મળશે . બ્લૂ ટી શર્ટ અને જીન્સ પહેરેલ શ્રીસંત કોર્ટમાં મીડિયાકર્મીઓ અને વકીલો પણ ભારે સંખ્યામાં લાપરવાહ જોવા મળી રહ્યાં હતા . business,આજે પણ ભારતના મધ્યમવર્ગીય પરિવારો એમ જ માને છે કે સારું વળતર મળતું હોવા છતાં પૈસાનું રોકાણ કરવા માટે શેરબજાર યોગ્ય જગ્યા નથી . કારણ એ છે કે શેરબજાર અનિશ્ચિત છે . તેમાં ક્યારે ચડતી થાય અને ક્યારે પડતી થાય તેને કળવું અઘરું છે . અહીં રૂપિયાનો જુગાર ખેલાય છે . નસીબ સારું હોય તો તમે લખપતિમાંથી કરોડપતિ બની શકો છો . જો નસીબ વાંકુ થાય તો લખપતિમાંથી રોડપતિ બની જતા વાર નથી લાગતી . વાસ્તવમાં શેરબજાર પર સેબીનું કડક નિયંત્રણ છે . શેરબજાર નિયમોનું પાલન કરીને કામ કરે છે . એક વાત ચોક્કસ છે કે તમારે શેરબજારમાં સમજી વિચારીને રોકાણ કરવું પડે છે . સમજદારીથી નાણા રોકવામાં આવે તો શેરબજાર કોઇ જુગાર નથી અને આપ તેમાં અઢળક નફો મેળવી શકો છો . . . entertainment,"પુત્ર વરુણની એક્ટિંગ જોઈ પિતા ડેવિડ ધવન ખુશખુશાલ છે . તાજેતરમાં જ કરણ જૌહરની સ્ટુડન્ટ ઑફ ધ ઈયર ફિલ્મ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરનાર વરુણ ધવન અંગે પિતા ડેવિડ ધવને જણાવ્યું કે તેમને ખુશી છે કે તેમના પુત્ર વરુણે ફિલ્મોમાં એન્ટ્રી કરી છે અને તેમના અભિનયના વખાણ પણ થઈ રહ્યાં છે . બૉલીવુડમાં પોતાની કૉમેડી ફિલ્મોને લઈને ઘણાં ફેમસ રહેલા ડેવિડ ધવન કાયમ એવું ઇચ્છતા હતાં કે તેમનો પુત્ર પણ ફિલ્મોમાં આવે . ડેવિડ ધવને જણાવ્યું - વરુણના ફિલ્મી દુનિયામાં પ્રવેશ દ્વારા હવે મારા ફિલ્મી દુનિયાને અપાયેલ ફાળાની ચુકવણીનો સમય આવી ગયો છે . ફિલ્મી દુનિયા માટે મારા દ્વારા કરાયેલ મહેનત બાદ હું ખુશ છું કે ફિલ્મી દુનિયાએ મારા પુત્રનો સ્વીકાર કર્યો છે . હજી તો શરુઆત છે , પરંતુ જે પ્રકારે તેનું સ્વાગત કરાયું છે , એવું પહેલા ક્યારય નહોતું થયું . મને વરુણ ઉપર ખૂબ ગૌરવ છે . નોંધનીય છે કે સ્ટુડન્ટ ઑફ ધ ઈયરમાં પોતાની એક્ટિંગ માટે લોકોના ખૂબ વખાણ પામનાર વરુણ ધવન હાલ 1981ની રીમેક ચશ્મે બદ્દૂર ફિલ્માં આવી રહ્યાં છે . તેઓ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે . વરુણનું કહેવું છે કે આ ફિલ્મમાં અમે મૂળ ફિલ્મના આત્માને સ્પર્શી પણ નથી શક્યાં . ચશ્મે બદ્દૂર ફિલ્મમાં અલી ઝફર , તાપસી પન્નૂ , સિદ્ધાર્થ અને દિવ્યેન્દુ શર્મા મુખ્ય ભૂમિકાઓમાં છે . ઋષિ કપૂરે પણ ફિલ્મમાં એક મુખ્ય ભૂમિકા ભજવી છે ." business,"કાશ્મીર યુનિવર્સિટીની બિઝનેસ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથેની વાતચીતમાં સુબ્બારાવે જણાવ્યું કે અમે પ્લાસ્ટિકની ચલણી નોટો બજારમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ . હાલમાં અમે તેને માર્કેટમાં પ્રાયોગિક ધોરણે મૂકવાનો વિચાર કરી રહ્યા છીએ . જો તેમાં સફળતા મળશે તો તેને સમગ્ર દેશમાં રજૂ કરવામાં આવશે . સુબ્બારાવે ભારપૂર્વક જણાવ્યું કે પ્લાસ્ટિકની નોટ પર્યાવરણની અનુકુળ હોય છે . આ સાથે તે કાગળની નોટોની સરખામણીએ લાબાંગાળા સુધી ચાલે છે . આ બાબતમાં ઓસ્ટ્રેલિયા અને સિંગાપોરે પ્લાસ્ટિકની ચલણી નોટો બહાર પાડી છે . રિઝર્વ બેંકે તથા સરકારે રૂપિયા 10ની એક અબજ પ્લાસ્ટિક ચલણી નોટો રજૂ કરવાનો નિર્ણય કર્યો હતો . પ્રયોગ અને ચકાસણી કરવા માટે આ નોટોને કોચ્ચિ , મૈસૂર , જયપુર અને ભુવનેશ્વરમાં રજૂ કરવામાં આવશે ." sports,"આઇપીએલ 10 પ્રથમ ક્વોલિફાયર મેચ મુંબઇ ઇન્ડિયન્સ અને રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટ વચ્ચે આ મેચ હાલ મુંબઈનાં ખચાખચ ભરેલા વાનખેડે સ્ટેડિયમમાં રમાઇ રહી છે . રાઇઝિંગ પૂણે સુપરજાઇન્ટે મુંબઇ ઇન્ડિયન્સને હરાવી ફાઇનલમાં પહોચી ગયું છે . જો કે , મુંબઇ ઇન્ડિયન્સને ફાઇનલમાં પહોંચવાની વધુ એક તક છે . બુધવારે સનરાઇઝર્સ હૈદરાબાદ અને કલકાત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે બેંગ્લોરમાં એલિમિનેટર મેચ રમાશે . આ મેચમાં જીતનારી ટીમ 19 મેએ મુંબઇ ઇન્ડિયન્સ સામે ટકરાશે . UPDATE : રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટઃ અજિંક્ય રહાણે , રાહુલ ત્રિપાઠી , સ્ટીવ સ્મિથ , મનોજ તિવારી , મહેન્દ્રસિંહ ધોની , ફર્ગ્યુસન , ક્રિશ્ચિયન , શાર્દુલ ઠાકુર , જયદેવ ઉનડકટ , એડમ ઝમ્પા , વોશિંગ્ટન સુંદર મુંબઇ ઇન્ડિયન્સઃ પાર્થિવ પટેલ , લેન્ડલ સિમન્સ , રોહિત શર્મા , અંબાતી રાયુડૂ , કૃણાલ પંડ્યા , કિરોન પોલાર્ડ , હાર્દિક પંડ્યા , કર્ણ શર્મા , મેકલેરેઘન , લસિથ મલિંગા , જસપ્રિત બુમરાહ" entertainment,"કંગના રાણાવતની આગામી ફિલ્મ કટ્ટી બટ્ટીનું શૂટિંગ શરૂ થઈ ગયું છે . ફિલ્મનું દિગ્દર્શન નિખિલ અડવાણી કરી રહ્યા છે . ફિલ્મમાં કંગના સાથે ઇમરાન ખાન ચમકવાના છે . કંગના રાણાવતની છેલ્લી ફિલ્મ રિવૉલ્વર રાણી જોકે અપેક્ષિત સફળતા નહોતી મેળવી શકી , પણ ક્વીન સાથે વધેલી સ્ટાર વૅલ્યુના પગલે એકાધ ફ્લૉપ તેમનું કંઈ બગાડી ન શકે . એટલે જ તો લોકોમાં કંગનાની આવનાર ફિલ્મો અંગે ઉત્સુકતા જળવાયેલી છે . કંગના રાણાવતની આગામી ફિલ્મોમાં દિગ્દર્શક આનંદ રૉયની તનુ વેડ્સ મનુ 2 અને નિખિલ અડવાણીની કટ્ટી બટ્ટીનો સમાવેશ થાય છે . તનુ વેડ્સ મનુ 2માં કંગના સાથે આર માધવન છે . કટ્ટી બટ્ટી ફિલ્મનું શૂટિંગ ગઈકાલે જ શરૂ થઈ ગયું છે . નિખિલ અડવાણી સલમાન ખાનના બૅનર હેઠળ હીરો ફિલ્મ બનાવવામાં વ્યસ્ત હતાં . હવે તેઓ હીરોનું શિડ્યુઅલ પૂર્ણ કરી ચુક્યા છે અને કટ્ટી બટ્ટીનું શૂટિંગ શરૂ થઈ ગયું છે . યૂટીવી મોશનની ફિલ્મ ઇમરાન - કંગના નવી પેઢીની રિલેશનશિપ નિખિલ અડવાણી યૂટીવીની આગામી ફિલ્મો" entertainment,આગામી 13મી ડિસેમ્બરે રિલીઝ થતી સન્ની લિયોનની ફિલ્મ જૅકપૉટનું પ્રમોશન જોરશોરથી ચાલે ચે . પોતાની ફિલ્મ અંગે અત્યંત ઉત્સાહિત પોર્ન સ્ટાર સન્ની લિયોનનું કહેવું છે કે તેઓ આશા કરે છે કે આગામી ફિલ્મ જૅકપૉટમાં દર્શકો તેમના અભિનય કૌશલ્યને વખાણશે . જૅકપૉટ વાર્તા પ્રધાન ફિલ્મ છે . તે બહુ ઝડપથી આગળ વધે છે . આ ફિલ્મ માત્ર મારા આકર્ષણ અંગેની નથી . આશા છે કે દર્શકોને મારુ એક જુદુ પાસુ જોવા મળશે કે જ્યાં મારો અભિનય વખણાશે . કૈઝાદ ગુસ્તાદ દિગ્દર્શિત જૅકપૉટ ફિલ્મમાં સન્નીના નાયક અભિનેતા - નિર્માતા સચિન જોશી છે . ફિલ્મ આ શુક્રવારે રિલીઝ થવાની છે કે જેમાં દિગ્ગજ અભિનેતા નસીરુદ્દીન શાહ પણ છે . સન્ની લિયોને જિસ્મ 2 દ્વારા બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું . ભારતની ધરતી પર બિગ બૉસ 4 દ્વારા અભિનય કૅરિયર શરૂ કરનાર સન્ની લિયોન શૂટઆઉટ એટ વડાલા ફિલ્મમાં આયટમ સૉંગ પણ કરી ચુક્યાં છે અને જૅકપૉટના પ્રમોશન માટે તેઓ બિગ બૉસ 7માં પણ પહોંચી શકે છે . entertainment,"વર્ષો પહેલા આવેલી ફિલ્મ નમક હલાલમાં અમિતાભ બચ્ચનને અંગ્રેજી ભાષા નહોતી આવડતી . અમિતાભ બચ્ચન આ ફિલ્મમાં એક ડાયલૉગ બોલ્યા હતાં , ‘આઈ કૅન ટૉક ઇંગ્લિશ , આઈ કૅન વૉક ઇંગ્લિશ , બિકૉઝ ઇંગ્લિશ ઇઝ ઍ ફન્ની લૅંગ્વેજ . ' હવે આ લૅંગ્વેજ ફન્ની હોય કે ન હોય , પણ બૉલીવુડે ધમે - ધીમે આ લૅંગ્વેચને સાચે જ ફન્ની બનાવી દીધી છે . આજકાલ દરેક ફિલ્મમાં ફન્ની ઇંગ્લિશનું ટ્રેંડ ચાલી નિકળ્યું છે . થોડાક વર્ષ અગાઉ આવેલી રંગીલા ફિલ્મમાં આમિર ખાન પણ અંગ્રેજી નહોતા જાણતા . આમિરે આ ફિલ્મમાં ફન્ની ઇંગ્લીશ બોલી કે જે લોકોને બહુ ગમી . બે વર્ષ અગાઉ જબ તક હૈ જાન ફિલ્મમાં શાહરુખ ખાનને અંગ્રેજી નહોતી આવડતી અને કૅટરીના કૈફ તેમને અંગ્રેજી શીખવાડે છે . શાહરુખ ખાન ખોટી રીતે અંગ્રેજી બોલતા દેખાયાં અને ફૅન્સને તેમનો અંદાજ ગમ્યો પણ ખરો . એટલુ જ નહીં , તાજેતરની ફિલ્મો હૈદર , હૅપ્પી ન્યુ ઈયરમાં પણ ફન્ની ઇંગ્લિશ નજર આવી રહી છે . તો ચાલો સ્લાઇડર વડે જાણીએ બૉલીવુડ ફિલ્મોમાં ફન્ની ઇંગ્લિશ ડાયલૉગ્સ :" entertainment,હાલમાં જ ખબર આવી હતી કે અક્ષય કુમાર એક દિવસની શૂટિંગ કરવાના 1 કરોડ રૂપિયા ચાર્જ કરે છે . એટલા માટે તેમને તેમની આવનારી ફિલ્મ જોલી એલએલબીના 56 દિવસના શૂટિંગના 56 કરોડ રૂપિયા મળી રહ્યા છે . પરંતુ હવે આપણે ધ્યાન આપીએ પ્રિયંકા ચોપરાની ફી ઉપર જે અક્ષય કુમાર કરતા પણ વધારે છે . પ્રિયંકા ચોપરાને આસામની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવી છે . જેના માટે તેમને એક એડ શૂટ કરવાનું છે . આ એડ શૂટિંગ 10 દિવસનું છે જેના માટે પ્રિયંકા ચોપરાએ 15 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે . એટલે કે એક દિવસના 1.5 કરોડ . આને કહેવાય સ્ટારડમ . હાલમાં જ આઈફા એવોર્ડ થયો હતો . તેમાં પણ સિતારાઓના ઠુમકાની કિંમત સાંભળીને આપણા હોશ ઉડી જશે . પ્રિયંકા ચોપરાને આઈફા એવોર્ડના 5 મિનિટના પરફોર્મન્સ માટે 2 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા . તો જાણો દરેક ફિલ્મ માટે કઈ અભિનેત્રી કેટલા રૂપિયા ચાર્જ કરે છે . . business,"ભારતીય રિઝર્વ બેંક તરફથી નોટબંધીને લગતા આંકડા સાર્વજનિક કરાયા બાદ હવે આવક વેરા વિભાગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે . આવક વેરા વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે , લગભગ 10 લાખ પર તેઓ નજર રાખી રહ્યાં છે . આ લોકો નોટબંધી દરમિયાન સંદિગ્ધ શ્રેણીમાં આવી ગયા છે , કારણ કે તેમના ખાતામાં વધુ પ્રમાણમાં પૈસા જમા કરાવવામાં આવ્યા છે . આ અંગે આવક વેરા વિભાગની તપાસ ચાલુ છે . આવક વેરા વિભાગ અનુસાર , નોટબંધી દરમિયાન કુલ 9.72 લાખ લોકોએ કુલ 13.33 લાખ ખાતાઓમાં 2.89 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા . આ 9.72 લાખ લોકો પર આવક વેરા વિભાગની નજર છે અને તેમને જાણકારી આપ્યા વિના જ તેમની તપાસ થઇ રહી છે . માત્ર 3 - 4 અઠવાડિયાની અંદર જ આ ખાતાઓમાં પૈસા જમા કરાવવામાં આવ્યા હતા . બીજી બાજુ નાણા મંત્રી અરુણ જેટલીએ કહ્યું કે , નોટબંધીથી ઘણો ફાયદો થયો છે . નોટબંધીને કારણે લોકો તરફથી ફાઇળ થતા ટેક્સ રિટર્નમાં 5.43 ટકાનો વધારો નોંધાયો છે . કુલ કરદાતામાં 1.26 કરોડનો વધારો થયો છે . ઉલ્લેખનીય છે કે , બુધવારે આરબીઆઇ તરફથી નોટબંધી સંબંધિત જાણકારી જાહેર કરવામાં આવી હતી , જે અનુસાર 99 ટકા નોટ સિસ્ટમમાં પરત આવી ચૂકી છે . આ આંકડાઓ અનુસાર , કુલ 15.44 લાખ કરોડ રૂપિયામાંથી 15.28 લાખ કરોડ રૂપિયા આરબીઆઇમાં પરત આવ્યા છે ." business,"આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવોમાં સતત ઘટાડાને પગલે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો યથાવત છે . આજે ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે . દિલ્લીમાં આજે પેટ્રોલના ભાવમાં 15 પૈસાનો ઘટાડો જોવા મળ્યો જ્યારે ડીઝલના ભાવમાં 21 પૈસાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે . નવા ભાવ લાગુ થયા બાદ પેટ્રોલના ભાવ 70.55 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલના ભાવ 65.09 રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચી ગયા છે . આ પણ વાંચોઃ ભાજપની રેલી બાદ ટીએમસી કાર્યકર્તાઓએ ગંગાજળથી મેદાનનું કર્યુ શુદ્ધિકરણ અન્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવોની વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 67.96 રૂપિયા પ્રતિ લિટર થતાં 14 પૈસાનો ઘટાડો થયો છે . જ્યારે ડીઝલનો ભાવ 67.97 થતા 22 પૈસાનો ઘટાડો થયો છે . મુંબઈમાં પેટ્રોલના ભાવ 76.13 રૂપિયા પ્રતિ લિટર , ડીઝલના ભાવ 68.10 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયા છે . એક તરફ કાચા તેલના ભાવોમાં ઘટાડો યથાવત રહેતા માનવામાં આવી રહ્યુ છે કે સરકાર પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી વધારી શકે છે . એટલે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ શકે છે . માનવામાં આવી રહ્યુ છે કે આ વધારો આગામી 2 - 3 દિવસોમાં થઈ શકે છે . પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લગભગ 2 રૂપિયા સુધીનો વધારો આવી શકે છે . આ પણ વાંચોઃ મેક્સિકોની વનેસા પૉન્સને માનુષી છિલ્લર પહેરાવ્યો મિસ વર્લ્ડ 2018નો તાજ , જાણો કોણ છે વનેસા તમને જણાવી દઈએ કે ઓપેક ( OPEC ) સભ્યો અને 10 અન્ય તેલ ઉત્પાદક દેશોએ કાચા તેલના ઘટતા ભાવ રોકવાના હેતુથી તેલ ઉત્પાદનમાં રોજિંદો 1.2 મિલિયન બેરલ ઘટાડાનો નિર્ણય કર્યો છે . આની પાછળનું મોટુ કારણ કાચા તેલના ઘટતા ભાવ રોકવાનું માનવામાં આવી રહ્યુ છે . તમને જણાવી દઈએ કે ઓપેક દેશો વચ્ચે થયેલી સમજૂતી પહેલી જાન્યુઆરીથી લાગુ થશે ." business,ભારતીય એરટેલે તેના ગ્રાહકો માટે એક નવી ઓફર શરૂ કરી છે . જેથી કરીને તે તેના હરીફ જીયોને તે પાછળ પાડી શકે અને તેના ગ્રાહકોને તે વધુ સારી સુવિધા આપી શકે . એરટેલના પ્લાન હેઠળ કંપની 84 દિવસ સુધી રોજ 11 જીબી ઇન્ટરનેટ ડેટા આપી રહી છે . જો કે આ ઓફર ખાલી તે જ ગ્રાહકો માટે છે જેમની પાસે 4જી સિમ અને 4જી મોબાઇલ ફોન છે . એરટેલના આ પ્લાનની કિંમત ખાલી 399 રૂપિયા છે . અને આમ જોવા જઇએ તો રોજના તમને ખાલી 4.75 રૂપિયા એટલે કે 5 રૂપિયાથી પણ ઓછાની ચૂકવણી પર ઇન્ટરનેટ ડેટા મળી રહ્યો છે . સાથે જ કંપની તમને અનલિમિટેડ વોઇસ કોલ પણ આપી રહી છે . વધુમાં જો કોઇ દિવસ તમે 1 જીબી ડેટાની લિમિટથી આગળ પણ નીકળી જાવ છો તો પણ તમે 128 કેબીપીએસની સ્પીડથી ઇન્ટરનેટ વાપરી શકો છો . ઉલ્લેખનીય છે કે પહેલા પણ એરટેલ આવી ખાસ ઓફર લાવ્યું હતું . જેમાં ખાલી 244 રૂપિયામાં 70 દિવસ માટે રોજના 1 જીબી ઇન્ટરનેટ સુવિધા આપવામાં આવતી હતી . સાથે જ તે પ્લાનમાં પણ ગ્રાહકોને અનલિમિટેડ વોઇઝ કોલ આપવામાં આવતો હતો . આમ વોડાફોન હોય કે એરટેલ તમામ કંપનીઓ હાલ પોતાના ગ્રાહકોને સારામાં સારી ઓફર આપી લુભાવાના તમામ પ્રયાસો કરી રહી છે . business,"નવી દિલ્હી , 31 ઓગસ્ટ : ભારતનો આર્થિક વિકાસ ખૂબ ધીમો પડી ગયો છે . વર્તમાન નાણાકીય વર્ષના ગયા જૂનમાં પૂરા થયેલા પહેલા ક્વાર્ટરમાં એટલે કે એપ્રિલથી જૂન દરમિયાન દેશે 4.4 ટકાનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ ( જીડીપી ) દર નોંધાવ્યો હતો જે છેલ્લા ચાર વર્ષમાં સૌથી નીચો છે . પહેલા ક્વાર્ટરમાં જીડીપી ઘટીને 4.4 ટકા થયો , મેન્યૂફેક્ચરિંગનો વાર્ષિક દર 1.2 ટકાજેટલો ઘટ્યો છે જ્યારે માઈનિંગ ક્ષેત્રમાં 2.8 ટકાનો ફટકો પડ્યો છે . જોકે કૃષિ ઉત્પાદન 2.7 ટકા વધ્યું છે . ગયા જૂન મહિના સુધીના આગલા ત્રણ મહિના દરમિયાન રહેલી જાગતિક આર્થિક મંદીને લીધે ભારતનું અર્થતંત્ર ત્રિમાસિક દરે ખૂબ ધીમું પડી ગયું હતું . ધારણા કરતાં પણ આર્થિક દર નીચો રહ્યો હતો , એવું સરકારી આંકડાઓ પરથી જાણવા મળ્યું છે . સમીક્ષકોએ જૂન સુધીના ક્વાર્ટર માટે ભારતનો આર્થિક વિકાસ દર 4.7 ટકાનો અંદાજ્યો હતો , પણ તે નોંધાયો છે 4.4 ટકાનો જે 2009ના જાન્યુઆરી - માર્ચના ક્વાર્ટર કરતાં સૌથી ધીમો છે . છેલ્લા અમુક વર્ષોમાં દેશનું અર્થતંત્ર સતત ધીમું પડતું રહ્યું છે અને હવે મોટા ભાગના આર્થિક નિષ્ણાતોનું માનવું છે કે વર્ષ 2013 - 14માં અર્થતંત્ર વધારે કથળશે ." business,"આપ જો શેર બજારમાં થોડો પણ રસ ધરાવતા હશો તો આપે મિડકેપ સ્ટોક્સ અને લાર્જકેપ સ્ટોક્સ શબ્દો ચોક્કસ સાંભળ્યા હશે . વાસ્તવમાં તેનું આખું નામ મિડલ કેપિટલાઇઝેશન સ્ટોક અને લાર્જ કેપિટલાઇઝેશન સ્ટોક છે . શેર બજાર કે સ્ટોક માર્કેટમાં લાર્જ કેપ સ્ટોક એવા શેર્સને માટે કહેવામાં આવે છે જેમની મૂડી વધારે હોય . આ બાબત વિગતે સમજવા માટે આપણે કેપિટલાઇઝેશન એટલે કે મૂડીકરણ સમજવું જોઇએ . મૂડીકરણ એટલે શું ? મૂડીકરણ એટલે કોઇપણ કંપનીના ઇક્વિટી શેર્સની વર્તમાન માર્કેટ પ્રાઇસ . દાખલા તરીકે કોઇ કંપનીના ઇક્વિટી શેર્સનું કુલ મૂલ્ય 1000 છે . એટલે કે કંપનીના શેર્સનો વર્તામન ભાવ પ્રતિ શેર રૂપિયા 10 હોય તો તેની માર્કેટ કેપિટલ 10000 થઇ . આ કારણે મિડ કેપ સ્ટોક્સ એવા શેર્સ છે જેમનું માર્કેટ કેપિટલાઇઝેશન ( બજારમાં મૂડીકરણ ) લાર્જકેપ શેર્સ અને સ્મોલકેપ શેર્સની વચ્ચે હોય . ભારતમાં મિડકેપ શેર્સ અનેક છે . દેશના અગ્રણી સૂચકઆંક નિફ્ટી મિડ કેપ 50માં ક્રોમ્પ્ટન ગ્રેવ્સ , કેનેરા બેંક , એમઆરએફ , રિલાયન્સ ઇન્ફ્રા , રિલાયન્સ કેપિટલ , સિમન્સ અને અન્ય સ્ટોક્સનો સમાવેશ થાય છે . તેમની સંખ્યા અંદાજે 50ની થવા જાય છે . આનો અર્થ એ નથી કે દેશમાં મિડકેપ શેર્સ માત્ર 50 છે . અમે અહીં નિફ્ટી 50માં સામેલ 50 શેર્સનું માત્ર ઉદાહરણ રજૂ કર્યું છે . લાર્જકેપ સ્ટોક્સ શું છે ? લાર્જકેપ સ્ટોક્સ એવા સ્ટોક્સ છે જેમનું માર્કેટ કેપિટલાઇઝેશન સ્મોલકેપ અને મિડકેપ શેર્સ કરતા ઘણું વધારે હોય છે . ભારતમાં આવા શેર્સને બ્લુચિપ શેર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે . તેમાં ITC , રિલાયન્સ , ICICI બેંક , HDFC બેંક , હિન્દુસ્તાન યુનિલીવરસ ભારતી એરટેલ , ઇન્ફોસિસ , ટીસીએસ વગેરેનો સમાવેશ થાય છે . લાર્જકેપ શેર્સમાં મોટા રોકાણકારો જેવા કે મ્યુચ્યુઅલ ફંડ , અગ્રણી FIIs , ઘરેલુ નાણાકીય સંસ્થાઓ વગેરે રોકાણ કરે છે . કારણ કે આ સ્ટોક્સમાં મોટી સંખ્યામાં સ્ટોક્સની લેવડ દેવડ થાય છે . આ શેર્સમાં વ્યક્તિગત રોકાણકારો પણ હોય છે . જો કે સ્મોલકેપ અને મિડકેપને હાઇ બીટા ગણવામાં આવે છે . તેમાં માર્કેટમાં થતી વધઘટની વધારે અસર જોવા મળે છે . લાર્જકેપ શેર્સ કરતા તેને વધારે જોખમી માનવામાં આવે છે ." entertainment,"બોલિવૂડના સ્ટાર્સ મોટેભાગે નેશનલ મુદ્દાઓ પર ટિપ્પણી આપવાથી બચતા હોય છે . કોઇ મોટા વિવાદમાં ફસાઇ જવાના ડરના કારણે બોલિવૂડ સિતારાઓ બને ત્યાં સુધી ચર્ચાસ્પદ નિવેદન આપવાનું ટાળે છે . જો કે , બોલિવૂડના દિગ્ગજ અભિનેતાઓમાંથી એક નસીરૂદ્દીન શાહે હિંદુસ્તાન ટાઇમ્સમાં લખેલ એક લેખમાં ખુલીને પોતાની વાત મુકી છે . નસીરૂદ્દીન શાહે પોતાના લેખમાં ભારતમાં મુસલમાનોની પરિસ્થિતિ અંગે ખુલીને વાત કરી છે . પોતાના ધર્મ , ધર્મ અંગેની તેમની માન્યતાઓ અને તેમની વિચારસરણીને તેમણે લોકો સમક્ષ રજૂ કરી છે . નસીરૂદ્દીન શાહે પોતાના લેખમાં લખ્યું છે , "" મને યાદ નથી કે કઇ રીતે મુસલમાનોને લોકો સંદેહની નજરે જોવા લાગ્યા . નવજાત મુસ્લિમ બાળકના કાનમાં જે પહેલો અવાજ પડે છે , તે ક્યાં તો અઝાનનો હોય છે અને ક્યાં તો કલમાનો . મારા કાનમાં પડનાર પહેલો અવાજ કયો હતો મને યાદ નથી . "" મારો પરિવાર કોઇ ધર્મ સાથે બંધાયેલો નથી "" હું હવે ઇસ્લામ ધર્મ ફોલો નથી કરતો . મારો પરિવાર કોઇ ધર્મ સાથે બંધાયેલો નથી . મારી પત્ની હિંદુ છે . જ્યારે અમારો પુત્ર થયો અને અમે તેને સ્કૂલમાં દાખલ કર્યો તો અમે ધર્મનું ખાનું ખાલી છોડવાનો નિર્ણય કર્યો . આ બાબતે સ્કૂલના પ્રિન્સિપલ સાથે અમારે વિવાદ પણ થયો હતો , પરંતુ અમે એ ખાનું ખાલી જ રાખ્યું , કારણ કે ત્યારે અમને ખબર નહોતી કે અમારો પુત્ર મોટો થઇને શું બનશે . "" અમારામાં પણ સ્વદેશી લોહી વહે છે "" દેશભક્તિ કોઇ ટોનિક નથી , જે કોઇ દબાણપૂર્વક પીવડાવી દેવામાં આવે . જેમ ઘણા મુસ્લિમો આઇએસઆઇએસની નિંદા કરવાનું ટાળે છે , એ જ રીતે ઘણા હિંદુઓ પણ ગૌરક્ષકો દ્વારા જો કોઇ મુસલમાનની હત્યા થાય તો એ ઘટનાની નિંદા કરવાનું ટાળે છે . ભગવા બ્રિગેડવાળાએ લોકોના મનમાં એ વાત બેસાડી દીધી છે કે , સેંકડો વર્ષો પહેલાં આક્રમણકારી મુસલમાન શાસકોએ લૂંટફાટ કરી દેશને નુકસાન પહોંચાડ્યું અને સાથે જ તેમણે ભારતીય મુસલમાનોને પણ સંદેહથી જોઇ તેમને સજા કરવાનું નક્કી કરી લીધું છે . અમે ' આક્રમણકારીઓના વંશજ ' છીએ , પરંતુ અમારામાં પણ સ્વદેશી લોહી છે . અનેક પેઢીઓ પછી , આજે પણ અમારે અમારા પૂર્વજોએ કરેલ અપરાધો સુધારવાની મહેનત કરવી પડે છે . "" ભારતીય મુસલમાનો પોતાને શોષિત અને પીડિત સમજવાનું બંધ કરે "" ભારતના જે મુસલમાનો પોતાને પીડિત અને શોષિત સમજે છે , તેમણે આ વિચારસરણીમાંથી બહાર નીકળી પોતાના અધિકારોને સમજવા જોઇએ . એવું કેમ થાય છે કે , બધું તમારી ફેવરમાં હોવા છતાં તમને લાગે છે જાણે લોકો તમને રંજાડી રહ્યાં છે . મુસલમાનોએ પોતાની અંદરની મુક્તિની ભાવનામાંથી બહાર નીકળી , પોતાના અધિકારોને સમજી પોતાની ભારતીયતા પર ગર્વ કરવો જોઇએ . """ business,"દિવાળીનો સમય નજીક છે . નવા ચોપડાના મૂહૂર્તમાં સૌ કોઇ ઇચ્છશે કે સારો નફો નોંધાય . જો કે ભારતમાં FIIsના રોકાણના આંકડાઓએ માર્કેટ એક્સપર્ટ્સની સાથે રોકાણકારોને તેમની દિવાળી કેવી જશે એ વિશે વિચારતા કરી દીધા છે . માર્કેટ એક્સપર્ટ્સ જણાવે છે કે ભારતીય બજાર છેલ્લા ઘણા સમયથી ' મોદી મેજિક ' ના જોરે દોડી રહ્યું છે . ભારતીય શેરબજારની તેજી ગતિ પાછળ સૌથી મોટું યોગદાન વિદેશી સંસ્થાકીય રોકાણકારો ( FIIs ) નું રહ્યું છે . સપ્ટેમ્બર 2014માં એફઆઇઆઇનું રોકાણ 7 મહિનાની નીચી સપાટીએ પહોંચ્યું છે . અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વૃદ્ધિને પગલે ભારત સહિતનાં ઊભરતા બજારોમાં રોકાણ પાછું ખેંચાવાની આશંકાએ એફઆઇઆઇએ સપ્ટેમ્બરમાં ભારતીય બજારમાં માત્ર 84.5 કરોડ ઠાલવ્યા છે , જે ચાલુ વર્ષે ફેબ્રુઆરી પછીનું સૌથી નીચો આંકડો છે . ફેબ્રુઆરીમાં તેમણે 22.8 કરોડ ડોલરનું રોકાણ કર્યું હતું . આ કારણે આગામી સમયમાં ભારતીય શેરબજાર કઇ દિશામાં દોડશે તે અંગે અનેક ધારણાઓ લગાવવામાં આવી રહી છે . આ અંગે કેટલીક ધારણાઓ આ મુજબ છે . . ." business,"શુક્રવારે રિલાયન્સ જીયોની વાર્ષિક જનરલ મીટિંગ યોજવામાં આવી છે . મોબાઇલ ડેટાના ઉપયોમાં ભારતમાં જીયો નંબર 1 બની ચૂક્યો છે . ત્યારે આ મીટિંગમાં મુકેશ અંબાણીએ તેના જીયો ગ્રાહકો માટે અનેક સ્ક્રીમ લોન્ચ કરી છે . સાથે જ મુકેશ અંબાણીએ ભારતનો ઇન્ટેલિજન્ટ સ્માર્ટ ફોન જીયો ફોનને પણ આ મીટિંગમાં લોન્ચ કર્યો છે . આ મીટિંગમાં મીડિયાને મુકેશ અંબાણીએ જણાવ્યું કે કંપનીએ તેના 10 કરોડ ગ્રાહકોના ટાર્ગેટને મેળવી લીધો છે . અને હવે આજની તારીખમાં જીયો પાસે 12.5 કરોડ યૂઝર્સ છે . વધુમાં અંબાણીએ કહ્યું કે જલ્દી જ રિલાયન્સ જીયો દેશની 99 ટકા જેટલી વસ્તી સુધી પહોંચી જશે . તેમણે કહ્યું કે જ્યાં 2જી નેટવર્કને મોટું કરવામાં 25 વર્ષ લાગી ગયા ત્યાં જ 3 વર્ષની અંદર જીયોએ સૌથી મોટું 4જી નેટવર્ક બનાવી લીધુ છે . શું છે આ ફોનની ખાસયિત ? મુકેશ અંબાણી દ્વારા આજની મીટિંગમાં લોન્ચ કરવામાં આવેલા જીયો ફોનમાં અનેક ખાસયિતો છે . આ ફોનમાં ભારતની 22 ભાષાઓ છે . આ ફોનથી તમે વોઇઝ કોલ પણ કરી શકો છો . સાથે જ અવાજનો કમાન્ડ આપવાથી તમે મેસેજ મોકલી પણ શકો છો . જેનો ડેમો પણ આ મીટિંગ દરમિયાન દેખાડવામાં આવ્યો . સાથે જ તેમાં જીયો મ્યૂઝિક , જીયો સિનેમા , જીયો ટીવી ઇન્સટોલ કરવામાં આવ્વયા છે . તમે વોઇઝ કમાન્ડથી ગીત પર સર્ચ કરી શકો છો ." sports,"નવી દિલ્હી , 21 સપ્ટેમ્બરઃ પોતાના નાનકડા કેરિયરમાં જ સફળતાના નવા શિખરો સર કરનાર ટીમ ઇન્ડિયાના યુવા બેસ્ટમેન વિરાટ કોહલીને ભારતની સૌથી મોટી સેના ' બોર્ડર સિક્યોરિટી ફોર્સ ' ના બ્રાંડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે . બીએસએફમાં 2.5 લાખ સૈનિકો છે જે દેશની સૌથી મહત્વપૂર્ણ પાકિસ્તાન અને બાંગ્લાદેશને અડીને આવેલી બોર્ડરની સુરક્ષા કરે છે . બીએસએફ ચીફ સુભાષ જોશી અને સેનાના અન્ય સભ્યો રમત પ્રત્યે તેમના સમર્પણ અને સખત મહેનત વિશે તેમની સાથે વાત કરશે . સુભાષ જોશીનું કહેવું છે કે તેમને ઓછા સમયમાં જ ક્રિકેટના મેદાનમાં સફળતાઓ મેળવી છે , તો બીજી તરફ સેના પણ દેશની સુરક્ષા માટે સતત પ્રયત્ન કરતી રહી છે . આ કારણે વિરાટ કોહલીને બીએસએફના બ્રાંડ એમ્બેસેડર પસંદ કરવામાં આવ્યા છે જેથી યુવાનોને સેનામાં સામેલ થવાની પ્રેરણા મળી શકે છે . 25 વર્ષીય વિરાટ કોહલીએ 2011માં વેસ્ટઇન્ડિઝ વિરૂદ્ધ પોતાના ટેસ્ટ કેરિયરની શરૂઆત કરી હતી . ટીમ ઇન્ડિયાને વર્લ્ડકપ 2011 અને 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી અપાવવામાં પણ વિરાટ કોહલીની મહત્વપૂર્ણ ભૂમિકા હતી . અત્રે ઉલ્લેખનીય છે કે સેના ગૃહમંત્રાલયના અંતગર્ત આવે છે . દેશમાં આંતરિક સુરક્ષા બનાવી રાખવા માટે પણ બીએસએફની મદદ લેવામાં આવે છે ." sports,તેના ત્યાં પાડેલા દરોડામાં કેટલાક સોનાના બિસ્કિટ્સ પણ જપ્ત કરવામાં આવ્યા છે . પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂલચંદાની મુંબઇ સ્થિત બૂકી જે LCના નામે જાણીતો છે તેના માટે કામ કરતો હતો . આઇપીએલની મેચોમાં થયેલા સટ્ટામાં મૂલચંદાનીની પણ સંડોવણી હતી . પોલીસના જણાવ્યા અનુસાર હજી સુધી તેનું કનેક્શન સ્પોટ ફિક્સિંગ એપિસોડ કે સિન્ડિકેટ ફિક્સિંગમાં બહાર આવ્યું નથી . ઉલ્લેખનીય છે કે બીસીસીઆઇ ચીફ શ્રીનિવાસનના જમાઇ ગુરૂનાથ મયપ્પનને આઇપીએલમાં સટ્ટેબાજી અને સ્પૉટ ફિક્સિંગ કાંડમાં તેમની કથિત સંડોવણે માટે ધરપકડ કરવામાં આવી છે . શનિવારે મયપ્પનને કોર્ટમાં હાજર કરવામાં આવશે . બીજી તરફ બીસીસીઆઇ ચીફ શ્રીનિવાસન પર મયપ્પનની ધરપકડ બાદ રાજીનામું આપવાનું દબાણ વધી ગયું છે આગામી 24 કલાકમાં શ્રીનિવાસનના રાજીનામા અંગેનો નિર્ણય લેવામાં આવશે . હવે પોલીસ દ્વારા સમગ્ર દેશમાં બૂકીઓના અડ્ડાઓ પર પાડવામાં આવી રહેલા દરોડાને પગલે સ્પોટ ફિક્સિંગ અને મેચ ફિક્સિંગમાં વધારે નામો બહાર આવે એવી શક્યતા પ્રબળ બની છે . sports,"ગેઇલને મેન ઓફ ધ મેચ જાહેર કરાતાં તેને કહ્યું હતું કે મારો ગેમપ્લાન એ હતો કે હું અંત પીચ પર ટકી રહું અને મારો આ પ્લાન સફળ રહ્યો હતો . ટીમના અન્ય ખેલાડીઓ સેમ્યુઅલ , ડ્વેન બ્રાવો અને કીરોન પોલાર્ડની ઇનિંગ દ્રારા અમને આ મોટો લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સફળતા મળી હતી . ગેઇલે મજાકિયા અંદાઝમાં શ્રીલંકાની ટીમને કહ્યું હતું કે ' સોરી , શ્રીલંકા વર્લ્ડકપ અમારો છે . ગેઇલે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 41 બોલમાં 74 રન બનાવ્યા હતાં . ક્રિસ ગેઇલે કહ્યું હતું કે અમે શેન વોટસન અને મિશેલ સ્ટાર્કને દરેક બોલરને નિશાન બનાવ્યા હતા કારણ કે આ બંને ખેલાડીઓ સારી બોલીંગ કરે છે . ઓસ્ટ્રેલિયાના સેમીફાઇનલ સુધીના સફર અંગે ગેઇલે કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયાએ ખૂબ સારું પ્રદર્શન કર્યું છે અને તે જીતવાની ક્ષમતા ધરાવે છે . અમે મોટા શોટ્સ રમવા પર ટાર્ગેટ કર્યો હતો જેમાં અમને સફળતા મળી છે . ફાઇનલમાં વેસ્ટઇન્ડિઝના આ ફોર્મને રોકવા માટે શ્રીલંકા માટે એક મોટો પડકાર છે . જો કે શ્રીલંકાની ટીમ પણ ફોર્મમાં છે પરંતુ ક્રિસ ગેઇલ , કીરોન પોલાર્ડ અને મર્લોન સેમ્યુઅલ જેવા બેસ્ટમેનોને રોકવા મલિંગા અને મેડિંસ માટે એટલું સરળ નથી . મેચનું પરિણામ ગમે તે આવે પરંતુ ક્રિકેટપ્રેમીઓ માટે રવિવારે યોજાનારી ફાઇનલ મેચ રોમાંચક બની રહેશે ." sports,"દ્રવિડે કહ્યું , હું ખોટુ નહીં કહું , આ ટીમ માટે કપરો સમય હતો , આકરો ઝટકો પહોંચ્યો છે . આ માતમ સમાન હતું . ટીમનો દરેક ખેલાડી ભાવનાઓમાંથી પસાર થયો . અમે આ મુદ્દે ખુલીને વાત કરી . દ્રવિડે આઇપીએલ એલિમિનેટરમાં સનરાઇઝર્સ હૈદરાબાદ પર મળેલી જીતનો શ્રેય બ્રેડ હોઝ અને મેચ પૂર્વેની ટીમની રણનીતિને આપી . સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને બેટિંગ કરતા સાત વિકેટ પર 132 રન બનાવ્યા , જેના જવાબમાં રાજસ્થાન રોયલ્સે ચાર બોલ બાકી રહેતા છ વિકેટ ગુમાવીને 135 રન બનાવી ચાર વિકેટથી મેચ જીતીને બીજા ક્વોલિફાયરમાં પ્રવેશ મેળવ્યો . હવે 24 મેના રોજ તેમની ટીમ મુંબઇ ઇન્ડિયન્સ સામે ટકરાશે . સ્પોટ ફિક્સિંગ પ્રકરણનો ખુલાસો અને શ્રીસંત સહિત ત્રણ ખેલાડીઓની ધરપકડ બાદ સંકટમાંથી પસાર થઇ રહેલી રાજસ્થાન રોયલ્સે સમયાંતરે વિકેટ ગુમાવ્યા પછી પણ હોજના 29 બોલમાં બે ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી રમેલી અણનમ ઇનિંગના જોરે મેચને પોતાના નામે કરી . હોજે 54 રનની ઇનિંગ રમી ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી . દ્રવિડે હોજના વખાણ કરતા કહ્યું કે , 10 ઓવરમાં 57 રન પર પાંચ વિકેટ ગુમાવ્યા બાદ મેચ જીતવા માટે કંઇક ખાસની જરૂર હતી . બ્રેડ હોજે શાનદાર ઇનિંગ રમીને એ કામ પૂર્ણ કર્યું . દ્રવિડે જોકે સ્વિકાર કર્યો કે તેમની પાસે મેચ માટે યોગ્ય સંયોજન નહોતું , કારણ કે અંકિત ચૌહાણ અને અજીત ચંદિલા જેવા ખેલાડી નહોતા . આ ઉપરાંત પ્રવીણ તાંબે પણ ઇજાગ્રસ્ત હતો અને ટીમમાં ઝડપી બોલર પર જ નિર્ભર રહેવાનું હતું . તેમણે કહ્યું કે , હૈદરાબાદમાં અંતિમ લીગ મેચ બાદ અમને જયપુરમાં સારો બ્રેક મળ્યો અને મેચ પહેલાની અમારી રણનીતિ કારગર સાબિત થઇ ." business,"બેંકો દ્વારા ફિક્સ ડિપોઝિટ ડિપોઝિટ પર પાકતી મુદ્દતે નિશ્ચિત કરેલા દરે વ્યાજ દર મળે છે . કેટલીક બેંકો એકથી બે વર્ષની મુદ્દત માટે જ ટકાથી વધારે વ્યાજ આપે છે . જો આપ ફિક્સ ડિપોઝિટમાં નાણા મુંકો તો આપને ઊંચું વળતર મળે છે . કારણે કે તેમાં દર ત્રણ મહિને વ્યાજની ગણતરી કરવામાં આવે છે . જો કે પાકતી મુદ્દતે આપને જે રકમ હાથમાં મળે છે તે તમારી ધારણા જેટલી વધારે હોતી નથી . તેનું કારણ ફુગાવો અને ટેક્સ છે . આ બે બાબતો પાકતી મુદ્દતે આપના વળતરને ઘટાડે છે . અહીં આપણે એ જાણીશું કે આ બાબતો આપના વળતર પર કેવી રીતે અસર કરે છે . વ્યાજ દર કરતા ફુગાવાનો દર વધારે ભારતમાં છેલ્લા બે વર્ષમાં ફુગાવાનો સરેરાશ દર 9.76 ટકા રહ્યો છે . જ્યારે આપની ફિક્સ ડિપોઝિટનો દર તેના કરતા નીચો હોય છે . આ સ્થિતિને ' રીયલ રેટ ઓફ રિટર્ન ' કહેવામાં આવે છે . આ બાબતને સમજવા માટે એક ઉદાહરણ જાણીએ . આ સ્થિતિમાં એક વર્ષ બાદ નાણાનું મૂલ્ય પહેલાં જેટલું રહેતું નથી . દાખલા તરીકે આજના 10 ટકાના ફુગાવા સાથેના 100 રૂપિયાનું મૂલ્ય આવતા વર્ષે માત્ર 90 રૂપિયા હશે . આથી જો ફુગાવાનો દર 9.76 ટકા હોય અને બેંક આપને 9 ટકા વ્યાજ આપતી હોય તો આપને મળતું વળતર નકારાત્મક છે તેમ કહી શકાય . નિશ્ચિત રીતે કહી ના શકાય પરંતુ ફિક્સ ડિપોઝિટમાં નાણા મૂકતાં નાણાનું ધોવાણ થાય છે . તમે 0.76 ટકા જેટલું મૂલ્ય ગુમાવો છો . અને પાકતી મુદતે આપને ઓછું વળતર મળે છે . આ કારણે ફુગાવો કાપતા આપને નકારાત્મક વળતર મળે છે . આ વળતપ પર કર કપાત થાય છે . જેનાથી તેનું પ્રમાણ વધારે ઓછું થાય છે . આ કારણે ભારતમાં આપને ફિક્સ ડિપોઝિટ પૈસાદાર બનાવી શકતી નથી . જો ફુગાવાનો દર અમેરિકાની જેમ 2 ટકાની અંદર હોય તો આપ ફિક્સ ડિપોઝિટ કરીને પૈસાદાર બની શકો છો . વળી ફુગાવો ઓછો થશે ત્યારે આરબીઆઇ વ્યાજનો દર પણ ઘટાડીને 2 ટકા કરી દેશો જેના કારણે આપ પૈસાદાર બની શકશો નહીં . આવી સ્થિતિમાં લોકો રિયલ એસ્ટોટ , સોનામાં કે શેરમાં રોકાણ કરીને વધારે વળતર મેળવે તેમાં કોઇ નવાઇ નથી . અહીં ફિક્સ ડિપોઝિટમાં રોકાણના અન્ય અપ્રત્યક્ષ નુકસાન આપ્યા છે . વ્યાજદર પર ટેક્સ લાગુ થશે ફિક્સ ડિપોઝિટમાંથી થતી આવક પર ટીડીએસ કપાય છે . આપની આવક જેટલી વધારે તેટલું વળતર ઘટશે . કારણ કે વધારે આવક પર આવે વધારે ટેક્સ ચૂકવવો પડશે . વહેલી મેચ્યોરિટી પર પેન્લ્ટી કેટલાક કિસ્સાઓમાં આપ મુદ્દત કરતા વહેલો ઉપાડ કરો તો આપે પેનલ્ટી ચૂકવવી પડે છે . મોટા ભાગની બેંક વહેલા ઉપાડ પર 1 ટકાની પેનલ્ટી વસૂલ કરતી હોય છે . જો કે કેટલીક બેંકો એવી પણ હોય છે જે પેનલ્ટી વસૂલ કરતી નથી . તારણ : આ ઉપરથી એક બાબત સમજવા જેવી છે કે આપ આપના પરિવારને મદદ માટે થોડું રોકણ ફિક્સ ડિપોઝિટમાં કરો તે વ્યાજબી છે . જો કે તમારું બધું રોકાણ ફિક્સ ડિપોઝિટમાં કરવું તે યોગ્ય વિકલ્પ નથી ." business,"વિશ્વમાં ભારતનું નામ રોશન કરનાર કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં અંબાણી પરિવારની નવી પેઢીના આગમનની તૈયારીઓ થઇ રહી છે . આગામી સમયમાં રિલાયન્સનો બિઝનેસ સંભાળનારી નવી પેઢીમાં રિલાયન્સના ડાયરેક્ટર અને ચેરમેન મુકેશ અંબાણીના જોડિયા બાળકો આકાશ અંબાણી અને ઇશા અંબાણીનો સમાવેશ થાય છે . અત્યાર સુધી તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની વાર્ષિક બેઠકોમાં પોતાના પિતા મુકેશ અંબાણી , માતા નીતા અંબાણી અને દાદીમાં કોકીલાબેન સાથે આકાશ અને ઇશા કુટુંબના સભ્ય તરીકે નજરે પડતા હતા . પરંતુ મુકેશ અંબાણીના બંને બાળકો હવે આ બેઠકોમાં કંપનીના સભ્ય તરીકે વટભેર ભાગ લઇ શકે એવી સંભાવનાઓ સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે . જોડીયા ભાઇ બહેન આકાશ અને ઇશા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં ટૂંક સમયની અંદર કર્મચારી તરીકે જોડાઇ શકે છે . ઉલ્લેખનીય છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ટૂંક સમયમાં ટેલિકોમ અને રિટેલ ક્ષેત્રમાં વિકાસનું નવું ચરણ શરૂ કરવા માંગે છે અને કંપનીના અધિકારીઓનું કહેવું છે કે બિઝનેસના વિસ્તરણમાં પોતાના પિતાનો સાથ આપવા માટે આ બંને બાળકો તેનું સુકાન સંભાળી શકે છે . સૂત્રોના જણાવ્યા અનુસાર બંને બાળકો પિતાની રાહ પર ચાલી શકે છે . મુંકેશ અંબાણીએ પણ અભ્યાસ પુરો કરી કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું હતું . આકાશને મુકેશ અંબાણી પોતાના પરિવારમાં ટેકનીકનો ઉસ્તાદ માને છે . આકાશ બ્રાઉન યુનિવર્સિટીમાં ગ્રેજયુએટનો અભ્યાસ પુરો કરી પાછો ફર્યો છે . જ્યારે ઇશાએ પણ યેલ યુનિવર્સિટીમાંથી મનોવિજ્ઞાન અને દક્ષિણ એશિયાઇ અભ્યાસની ડીગ્રી મેળવી છે . મુકેશ અને નીતાના ત્રણ બાળકોમાં આકાશ અને ઇશા ટ્વિન્સ છે . જેમાં આકાશ સૌથી મોટો છે . જ્યારે બીજો પુત્ર અનંત સૌથી નાનો છે . રિલાયન્સના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આકાશને જે જવાબદારી મળશે તેમાં તે ઓપરેશન્લ બિઝનેસના પાઠ શીખશે અને તેની જવાબદારી લેશે . બદલામાં તેને વેતન મળશે . મોટાભાગના યુવકોની જેમ આકાશ પણ દુરસંચાર કે રિટેલ કારોબારમાં ગ્રાહકોને રૂબરૂ મળવાનુ કામ પસંદ કરી શકે છે ." sports,"ટી 20 વર્લ્ડકપ માં શાનદાર બોલિંગ કરનાર બુમરાહ એ કહ્યું કે તેઓ વસીમ અકરમ , બ્રેટ લી અને મિચેલ જોન્સન ના વીડિયો જોઇને બોલિંગ કરતા હતા . બુમરાહ એ આ ખેલાડીઓને પોતાના પ્રેરણાસ્ત્રોત ગણાવ્યા છે . બુમરાહ એ કહ્યું કે આમ તો ઘણા ખેલાડીઓને તેઓ પસંદ કરે છે પરંતુ વસીમ અકરમ , બ્રેટ લી અને મિચેલ જોન્સન તેના પ્રેરણાસ્ત્રોત છે . બુમરાહ એ કહ્યું કે તેને મિચેલ જોન્સન , લસિત મલીંગા અને ઝહિર ખાન પાસેથી ઘણી શીખવા મળ્યું છે . બુમરાહએ કહ્યું કે તેનો કોઈ જ રોલ મોડેલ નથી તેને બધા જ ખેલાડીઓ પાસેથી શીખવાની કોસિસ કરી છે . હાલમાં જ રમાયેલી ટી20 વર્લ્ડકપ માં બુમરાહનું પ્રદ્સન ખુબ જ સુંદર રહ્યું હતું . પોતાના સાથી ખેલાડીઓના વખાણ કરતા બુમરાહ એ કહ્યું કે ટીમ ઇન્ડિયાનો ભાગ બનવામાં ટીમના સાથ ખેલાડીઓએ ખુબ જ મદદ કરી છે . બુમરાહ એ કહ્યું કે તે પોતાનું પ્રદ્સન વધારે ને વધારે સારું કરવા માટે ખુબ જ પ્રયાસ કરે છે ." business,"નવી દિલ્હી , 5 સપ્ટેમ્બર : પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ( PFRDA ) ને વૈધાનીક દર્જો આપવા માટેનું વિધેયક બુધવારે લોકસભામાં પાસ થઇ ગયું . ગૃહે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી 2011ને 33ના મુકાબલે 174 મત દ્વારા પાસ કરવામાં આવ્યું . વિપક્ષના સંસોધનોમાં કેટલાંકને મત વિભાજન દ્વારા અને બાકીનાને ધ્વનિમતથી અસ્વિકાર કરી દેવામાં આવ્યા . પીએફઆરડીએ ગઠન વર્ષ 2003માં કરવામાં આવ્યું હતું , આ વિધેયકના પાસ થવાથી તેને વૈધાનિક દર્જો મળી ગયો છે . આ બિલ છેલ્લા નવ વર્ષથી લટકેલું હતું . નાણામંત્રી પી . ચિદમ્બરમે આને આજે લોકસભામાં રજૂ કર્યું . પેન્શન બિલને 24 માર્ચ 2011ને પણ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું . ત્યારબાદ તેને નાણાકીય મામલા પર બનાવવામાં આવેલી સ્થાઇ સમિતિને મોકલવામાં આવી . સરકારે 2005માં પણ આ રીતે જ બિલ રજૂ કર્યું હતું , પરંતુ તે પાસ થઇ શક્યું ન્હોતું ." sports,"વેસ્ટ ઇન્ડીઝ ના સ્ટાર બેટ્સમેન ક્રીસ ગેલ પિતા બની ગયા છે . આ વાતની માહિતી ખુદ ક્રીસ ગેલે ઈંસ્ટાગ્રામ પર આપી છે . ક્રીસ ગેલે પોતાની લીવ ઇન પાર્ટનર નતાશા સાથે એક ફોટો શેર કરી છે અને લખ્યું છે કે અમે અમારી સુંદર બેબી ગર્લ બલશ નું સ્વાગત કરીએ છે , જે 2 કલાક પહેલા જ આ દુનિયામાં આવી છે . આ સુંદર ગીફ્ટની ઈચ્છા તો બધાને જ હોઈ છે . આભાર તાશા ! આ પોસ્ટ ધ્વારા ક્રીસ ગેલે પોતાની બેબી ગર્લનું નામ પણ જાહેર કર્યું છે . હાલમાં આઈપીએલ મેચો ચાલી રહી છે અને ક્રીસ ગેલ મેચ વચ્ચેથી પડતી મુકીને પોતાની નાનકડી બેબીને મળવા પહોચી ગયો છે . સરફરાઝ ખાને કહ્યું હતું કે ક્રીસ ગેલ દીકરાના બાપ બનવાના છે જેને મળવા તે જમેકા ગયા છે . પરંતુ ગેલ દીકરા નહી દીકરીના પિતા બન્યા છે ." sports,"મુંબઇની કોર્ટે જામીન આપતા પહેલા શરત મૂકી છે હતી કે બંને દેશ છોડીને ક્યાંય જઇ શકશે નહીં . આ ઉપરાંત બંનેએ સપ્તાહમાં બે વાર મુંબઇ ક્રાઇમ બ્રાન્ચમાં હાજરી આપવી પડશે . વિંદુ દારા સિંગ અને મયપ્પન ઉપરાંત પ્રેમ તનેજા અને અલ્પશ પટેલના પણ જામીન આપવામાં આવ્યા છે . પાછલા દિવસોમાં મુંબઇ પોલીસે જ આ બંનેની ધરપકડ કરી છે . ઉલ્લેખનીય છે કે આઇપીએલમાં સ્પોટ ફિક્સિંગ મામલે રાજસ્થાન રોયલ્સના ત્રણ ખેલાડીઓની પૂછપરછમાંથી મળેલી કડીઓને આધારે ગુરુનાથ મયપ્પનની 23 મે , 2013ની રાત્રે મુંબઇમાંથી ધરપકડ કરવામાં આવી હતી . જ્યારે અભિનેતા વિંદુ દારા સિંહ રંધાવાને 21 મે , 2013ના રોજ પોલીસે ધરપકડ કરી હતી . ગઇ કાલે 3 જૂન , 2013ના રોજ આઇપીએલ સટ્ટેબાજી મામલાના આરોપી ગુરુનાથ મયપ્પન અને વિંદૂ દારા સિંહના પોલીસ રિમાન્ડ પૂરા થઇ ગયા હતા . જેથી મુંબઇ પોલીસે બંનેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બંનેને 14 જૂન સુધી જેલના હવાલે કરી દેવાનો આદેશ આપ્યો હતો ." entertainment,"મુંબઈ , 10 સપ્ટેમ્બર : શાહિદ કપૂરની ફિલ્મ હૈદરનો ઇંતેજાર થઈ રહ્યો છે . એક બાજુ તેના ગીત બિસ્મિલ . . . એ લોકોનું ધ્યાન ખેંચ્યુ છે , તો બીજી બાજુ ફિલ્મનું ત્રીજુ ગીત ખુલ કભી તો . . . રિલીઝ કરી દેવાયુ છે . કાશ્મીરની બર્ફીલી વાદીઓ વચ્ચે શૂટ કરાયેલ હૉટ ગીત ખુલ કભી . . . ની શરુઆત શાહિદ અને શ્રદ્ધાના લિપલૉક સાથે થાય છે . આખુ ગીત શાહિદ કપૂર અને શ્રદ્ધા કપૂર વચ્ચેના પ્રેમ અને રોમાંસની વાર્તા કહે છે કે જેમાં મન મૂકીને ઇંટીમેટ સીન્સ નાંખવામાં આવેલ છે . એમ કહેવુ ખોટુ નહીં ગણાય કે આ ગીતે ફિલ્મની હૉટનેસ વધારી દીધી છે . ખુલ કભી . . . ગીત લખ્યુ છે જાણીતા ગીતકાર ગુલઝારે , તો અરિજીત સિંહે પોતાનો સુર આપ્યો છે . હૈદરના નિર્માતા - દિગ્દર્શક વિશાલ ભારદ્વાજે આ ગીતને સંગીતબદ્ધ કર્યુ છે . નોંધનીય છે કે હૈદર વિલિયમ શેક્સપીયર્સની નવલકથા હૅમલેટ પર આધારિત છે અને તેનું શૂટિંગ કાશ્મીરમાં થયું છે . હૈદરમાં શાહિદ કપૂર લીડ રોલમાં છે ને તબ્બુએ તેમના માતાનો રોલ કર્યો છે . ફિલ્મમાં તબ્બુના પતિ એટલે કે શાહિદના પિતાના મોત બાદ તબ્બુ પોતાના બનેવી એટલે કે શાહિદના માસા કે કે મેનન સાથે પરણે છે . ફિલ્મમાં આર્શિયાના રોલમાં શ્રદ્ધા કપૂર છે કે જે એક વ્યવસાયે પત્રકાર છે અને તે હૈદર તરીકે શાહિદની પ્રેમિકા છે . ચાલો બતાવીએ ખુલ કભી . . . ગીતમાં શાહિદ - શ્રદ્ધાની હૉટનેસની તસવીરો અને વીડિયો પણ :" entertainment,"કરણ જોહરની આવનારી ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલનું ટ્રેલર રિલીઝ થઇ ચૂક્યું છે . આ વાતમાં કોઈ જ શંકા નથી કે દોઢ મિનિટનું આ ટ્રેલર તમારું દિલ ચોરી લેશે . આ ફિલ્મમાં રણબીર કપૂર , અનુષ્કા શર્મા અને ઐશ્વર્યા રાય મુખ્ય રોલમાં છે . આ ફિલ્મની કહાની 3 લોકોની વચ્ચે ફરી રહી છે અયાન , એલિજેહ અને સબા . જેવું કે અફવાહમાં હતું કે રણબીર કપૂર અને ઐશ્વર્યા રાય વચ્ચે ઘણા ઇન્ટેન્સ સીન દેખાઈ રહ્યા છે . જયારે અનુષ્કા અને રણબીરનો સંબંધ મિત્રો જેવો બતાવવામાં આવી રહ્યો છે . જ્યાં બંને એકબીજા સાથે એન્જોય કરતા જોવા મળી રહ્યા છે . ટ્રેલરમાં ફવાદ ખાનની પણ એક ઝલક બતાવવામાં આવી છે . આપણે જણાવી દઈએ કે ફવાદ ખાન આ ફિલ્મમાં એક સપોર્ટિંગ એક્ટરની ભૂમિકામાં છે . જેને તમે અનુષ્કા શર્મા સાથે જોઈ શકશો . આ ફિલ્મ 28 ઓક્ટોબરે રિલીઝ થશે ." sports,"આ છેલ્લા 14 વર્ષમાં પહેલીવાર બન્યુ છે , જ્યારે આ સ્ટાર બેટ્સમેનની એવરેજ નીચે ગઇ છે . આ પહેલા ફેબ્રુઆરી 1999માં પાકિસ્તાન વિરુદ્ધ કોલકતામાં રમાયેલી મેચ બાદ તેંડુલકરની એવરેજ 54 રન પ્રતિ ઇનિંગ કરતા ઓછી થઇ હતી . આ એ જ મેચ હતી જેમાં પહેલી ઇનિંગમાં શોએબ અખતરે તેને શૂન્ય પર આઉટ કર્યો હતો અને બીજી ઇનિંગમાં તે નવ રન પર વિવાદાસ્પદ રીતે રન આઉટ થયો હતો . ત્યારબાદ તેંડુલકરની એવરેજ ઘટીને 53.19 પર પહોંચી ગઇ હતી . તેંડુલકરે ત્યારબાદ શ્રીલંકા વિરુદ્ધ કોલંબોમાં જે મેચ રમાઇ હતી તેમાં 53 અને અણનમ 124 રનની બે શાનદાર ઇનિંગ રમી હતી જેના કારણે તેની એવરેજ 54.49 સુધી પહોંચી ગઇ હતી . ત્યારબાદ માસ્ટર બ્લાસ્ટરે ક્યારેય પાછળ વળીને જોયું નહીં અને 14 વર્ષ સુધી પોતાની એવરેજને 54થી ઓછી થવા દીધી નહીં . આ વચ્ચે ફેબ્રુઆરી 202માં ઝિમ્બાબ્વે વિરુદ્ધ નાગપુરમાં 176 રન બનાવવાના કારણે તેની એવરેજ 58.87 પર પહોંચી ગઇ હતી , જે તેંડુલકરની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ એવરેજ છે . જુન 2001થી ડિસેમ્બર 2002 સુધી તેંડુલકરની એવરેજ 57 રન પ્રતિ ઇનિંગની નજીક રહ્યા , પરંતુ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ જાન્યુઆરી 2011માં અંતિમ સદી ફટકાર્યા બાદ તેની એવરેજમાં ઘટાડો નોંધાયો હતો . તેંડુલકરે ચાર જાન્યુઆરી 2011એ કેપટાઉનમાં 146 રનની ઇનિંગ રમી હતી . આ મેચ બાદ તેની એવરેજ 56.94 પર પહોંચી ગઇ હતી પરંતુ સતત મોટી ઇનિંગ નહીં રમવાના કારણે જાન્યુઆરી 2012માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પર્થમાં રમાયેલી ટેસ્ટ મેચમાં સચિનની એવરેજ 56ની નીચે પહોંચી ગઇ હતી . ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં તેંડુલકરે 35.87ની એવરેજથી 287 રન બનાવ્યા . આ શ્રેણીમાં એવરેજ 55.44 પહોંચી ગયું હતું . ત્યારબાદ તે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બે મેચની ત્રણ ઇનિંગમાં માત્ર 63 રન બનાવી શક્યો . જેની અસર તેની ઓવરઓર એવરેજ પર પણ પડી જે 55થી પણ નીચે પહોંચવાની સ્થિતિમાં આવી ગઇ . ઇંગ્લેન્ડ વિરુદ્ધ અમદાવાદમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં માત્ર 13 રન બનાવવાના કારણે તેની એવરેજ 54.93 સુધી પહોંચી ગઇ હતી . તેંડુલકરે ઇંગ્લેન્ડ વિરુદ્ધ ઘરેલુ શ્રેણીમાં 18.66ની એવરેજથી 112 રન બનાવ્યા હતા . સ્વાભાવિક હતું કે તેની એવરેજ તેનાથી ઘણી જ ખરાબ રીતે પ્રભાવિત થઇ . ભારતે આ શ્રેણી 1 - 2થી ગુમાવી હતી અને તેંડુલકરની એરેજ પણ 54.32એ પહોંચી ગઇ હતી . ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તાજેતરમાં સમાપ્ત થયેલી શ્રેણીમાં ચેન્નાઇમાં રમાયેલી પહેલી મેચમાં તેંડુલકરે 81 અને અણનમ 13 રનની ઇંનિગ રમીને પોતાની એવરેજને 54.46 પર પહોંચાડી દીધી પરંતુ ત્યારબાદની પાંચ ઇનિંગમાં તેણે 7,37,21,32 અને 1 જ રન બનાવ્યો . આ રીતે તેની શ્રેણીમાં તે 32.00ની એવરેજથી 192 રન જ બનાવી શક્યો હતો , જેના કારણે તેની એવરેજ 21મી સદીમાં પહેલીવાર 54થી નીચે જતી રહી હતી ." entertainment,"ફરી એક વાર કામણગારી કાયા ધરાવતાં દીપિકા પાદુકોણેએ કહ્યું છે કે તેઓ સો કરોડ ક્લબમાં ભરોસો નથી ધરાવતાં . તેમણે જણાવ્યું કે સફળતાનો મતલબ સો કરોડ ક્લબ નથી . દીપિકાએ જણાવ્યું - હા , આપની ફિલ્મ જો સો કરોડનો બિઝનેસ કરે , તો તેમાં કોઈ શંકા નથી કે આપને બહુ ખશી થશે , છતાં પણ હું માનું છું કે સક્સેસને બિઝનેસ સાથે જોડવું જોઇએ નહિં . સક્સેસ અને સો કરોડના બિઝનેસ વચ્ચે અંતર હોય છે . નોંધનીય છે કે દીપિકા પાદુકોણે વર્ષના આરંભે રેસ 2માં દેખાયા હતાં કે જેમાં તેમનો મહત્વનો રોલ હતો . રેસ 2 સક્સેસ પણ રહી હતી અને તેણે સો કરોડનો બિઝનેસ પણ કર્યો હતો . પછી તેમની બીજી ફિલ્મ યે જવાની હૈ દીવાની તાજેતરમાં જ રિલીઝ થઈ અને તેણે પણ પહેલા જ સપ્તાહમાં સો કરોડનોબિઝનેસ કર્યો . રણબીર કપૂર સાથે બ્રેક - અપ બાદ દીપિકાની આ પ્રથમ ફિલ્મ હતી . દીપિકા પાદુકોણે આ અંગે ખુશ વ્યક્ત કરતાં કહે છે - હું ખુબ ખુશ છું કે લોકોએ મને અને મારી ફિલ્મોને પસંદ કરી છે , પણ છતાંય હું કહેવા માંગીશ કે સફલતાને સો કરોડ બિઝનેસ સાથે તોલી શકાય નહીં . દીપિકા પાદુકોણે હવે ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મમાં નજરે પડશે કે જેમાં તેઓ શાહરુખ ખાન સાથે બીજી વાર આવી રહ્યાં છે . દીપિકાએ ઓમ શાંતિ ઓમ ફિલ્મ દ્વારા શાહરુખ સાથે જ પોતાના બૉલીવુડ કૅરિયરની શરુઆત કરી હતી . તે પછી બંનેએ કોઈ ફિલ્મમાં સાથે કામ કર્યું નહિં ." sports,"કપ્તાન કૂલના નેજા હેઠળ ચમત્કારિક પ્રદર્શન કરી રહેલી ટીમ ઇન્ડિયાએ રવિવારે યજમાન ઇંગ્લેન્ડને માત્ર પાંચ રનથી હરાવીને આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી પોતાના નામે કરવાની સાથે જ પોતાની સિદ્ધિઓના ખજાનામાં વધુ એક મોતી પરોવી દીધો છે . ધોનીની કપ્તાનીમાં ભારતે 2007માં ટ્વેન્ટી 20 વિશ્વકપ અને 2011માં વનડે વિશ્વકપ જીત્યો અને સાથે સાથે ટીમ ટેસ્ટ અને વનડે રેન્કિંગમાં નંબર વન પહોંચી ગઇ છે . હવે ટીમ ઇન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફીની છેલ્લી આવૃત્તિને જીતીને આ છેલ્લા કિલ્લાને પણ પાર કરી લીધો . પોતાને ભાગ્યશાળી ગણાવતા કપ્તાને કહ્યું કે ' હું સૌભાગ્યશાળી છું કે ટીમે મારા નેતૃત્વમાં ટ્વેન્ટી 20 વિશ્વકપ , આઇસીસી વર્લ્ડકપ અને હવે ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ હાસલ કર્યો છે . મેં આ સફળતાને હાસલ કરવા માટે કંઇ ખાસ કર્યું નથી . અમારી ટીમ ટૂર્નામેન્ટ જીતી રહી છે તે મહત્વપૂર્ણ છે અને હવે મારુ ધ્યાન ત્રિકોણીય શ્રેણી પર કેન્દ્રીત છે . ' ટીમ ઇન્ડિયા ત્રીજીવાર ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પહોંચી છે . વર્ષ 2002 - 03માં તે શ્રીલંકાની સાથે સંયુક્ત વિજેતા બની હતી જ્યારે 2000 - 01માં તેને ફાઇનલમાં ન્યૂઝીલેન્ડના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો . ચેમ્પિયન્સ ટ્રોફીની આ છેલ્લી આવૃત્તિ હતી . આઇસીસીએ હવે આની સાથે સ્થાન પર ટેસ્ટ ચેમ્પિયન્સશિપ આયોજિત કરાવવાનો નિર્ણય કર્યો છે ." business,"નવી દિલ્હી , 27 ઓક્ટોબર : ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાએ જણાવ્યું હતું કે એર ઇન્ડિયાનું ખાનગીકરણ થાય તો ટાટા ગ્રુપને તેમાં આનંદ થશે . રતન ટાટાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે , જ્યારે પબ્લિક સેક્ટરની આ વિમાની કંપનીનો હિસ્સો વેચવા અંગેના અહેવાલો મીડિયામાં પ્રસિદ્ધ થયા છે . રતન ટાટાને જ્યારે પૂછ્યું કે , એર ઇન્ડિયાનું જો ખાનગીકરણ કરવામાં આવે તો તમે તેને અધિગ્રહણ કરવામાં રસ લેશો કે કેમ ? ત્યારે રતન ટાટાએ જણાવ્યું હતું કે જો એર ઇન્ડિયાનું ખાનગીકરણ કરવામાં આવે તો અમે ચોક્કસ રસ લઇશું . ટાટા જૂથ એર ઇન્ડિયામાં હિસ્સો ખરીદવા તૈયાર છે . આ સંદર્ભમાં તેમણે વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન આનંદ શર્મા સાથે એક બેઠક દરમિયાન વાતચીત પણ કરી હતી . એર ઇન્ડિયાની સ્થાપના 1932માં ટાટા સન્સ લિમિટેડના એક એકમ તરીકે થઈ હતી અને 1946 સુધી ટાટા ગ્રૂપ આ એરલાઇન્સનું સંચાલન કરતું હતું , ત્યાર બાદ એર ઇન્ડિયા એક જાહેર ક્ષેત્રની એક લિમિટેડ કંપની બની ગઈ હતી . રતન ટાટાના આ નિવેદન બાદ થોડા સમય પહેલા નાગરિક ઉડ્ડયન પ્રધાન અજિતસિંહે પણ જણાવ્યું હતું કે એર ઇન્ડિયાનું ખાનગીકરણ થવું જોઇએ એ તેમનો વ્યક્તિગત મત છે . સરકારને હોટલ અને ઉડ્ડયન જેવા ક્ષેત્રોમાં રહેવાની જરૂર નથી . તેમણે એમ પણ જણાવ્યું હતું કે વર્તમાન સરકાર સમક્ષ એર ઇન્ડિયાનું ખાનગીકરણ કરવાની કોઈ દરખાસ્ત નથી . લોકો એર ઇન્ડિયાની બ્રાન્ડને ધ્યાનમાં રાખે છે , તેના માલિક કોણ છે ? તેની દરકાર કરતા નથી . અજિતસિંહે વધુમાં જણાવ્યું હતું કે ખાનગીકરણ એ એર ઇન્ડિયાનો એક સંભવિત વિકલ્પ હોઇ શકે છે , અન્યથા વર્ષ 2020 - 21 સુધીમાં ત્રીસ હજાર કરોડ રૂપિયાના મૂડીરોકાણ બાદ આ કંપનીને વધુ મૂડી ભંડોળની જરૂર રહેશે . દરમિયાન ટાટા સિંગાપોર એરલાઇન્સ દ્વારા દેશમાં સંપૂર્ણ કક્ષાની વિમાની કંપની શરૂ કરવાના પ્રસ્તાવને વિદેશી રોકાણ બોર્ડની મંજૂરી મળ્યા બાદ રતન ટાટા અને સિંગાપુર એરલાઇન્સના સીઇઓ ગોહ ચુંગ ફોંગે આજે ઉડ્ડયન અજિતસિંહની મુલાકાત લીધી હતી . 45 મિનિટ સુધી ચાલેલી આ બેઠકમાં નવી વિમાની કંપની શરૂ કરવા અંગેની વાતચીત થઈ હતી અને ટૂંક સમયમાં આ વિમાની કંપની કાર્યાન્વિત થઈ જશે ." entertainment,"મુંબઈ , 27 જાન્યુઆરી : પદ્મશ્રી ચંદ્રક વિજેતા વિદ્યા બાલને પુરસ્કાર પામ્યા બાદ પોતાના પરિવાર , ઉપરવાળા , દેશ અને દર્શકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે અને આ સફળતા પર ખુશી વ્યક્ત કરતા જણાવ્યું છે કે તેઓ આ પુરસ્કાર પામી બહુ ખુશ છે અને ગૌરવ અનુભવે છે . તેમની પાસે શબ્દો નથી પોતાની આ ખુશી વ્યક્ત કરવા માટે . વિદ્યાએ જણાવ્યું - મારા માટે આ પળ અને ઍવૉર્ડ બંને અનમોલ છે . ધ ડર્ટી પિક્ચર જેવી બોલ્ડ ફિલ્મો માટે નેશનલ ઍવૉર્ડ જીતનાર વિદ્યા બાલને એકતા કપૂરના ટેલીવિઝન શો હમ પાંચ દ્વારા કૅરિયર શરૂ કર્યુ હતું . ફિલ્મી દુનિયામાં ચોથા ખાન તરીકે જાણીતા વિદ્યા બાલને વર્ષ 2012માં યૂટીવી મોશનના હૅડ સિદ્ધાર્થ રૉય કપૂર સાથે લગ્ન કર્યા હતાં . વિદ્યા બાલન સિદ્ધાર્થના ત્રીજા પત્ની બન્યાં છે . તેમની આગામી ફિલ્મ શાદી કે સાઇડ ઇફેક્ટ્સ છે કે જેમાં હીરો ફરહાન અખ્તર છે . ચાલો જોઇએ વિદ્યા બાલનની મહત્વની ફિલ્મોની તસવીરી ઝલક :" sports,"ગ્લાસગો , 29 જુલાઇઃ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું પ્રદર્શન છઠ્ઠા દિવસે પણ શાનદાર રહ્યું છે . ભારતે શૂટિંગમાં ત્રણ પદક મેળવ્યા છે . 29 જુલાઇએ ભારતે કુશ્તિમાં ત્રણ સુવર્ણ પદક અને એક રજત પદક જીત્યો છે , જ્યારે શૂટિંગમાં બે રજત પદક અને ત્રણ કાંસ્ય પદક જીત્યા છે અને વેટલિફ્ટિંગમાં ભારતે કાંસ્ય પદક મેળવ્યો છે સુશિલ કુમારે પુરુષ 74 કેજી ફ્રીસ્ટાઇલ કુશ્તિમાં સુવર્ણ પદક જીત્યો છે . વિનેશે 48 કેજી ફ્રીસ્ટાઇલ કુશ્તિમાં સુવર્ણ પદક જીત્યો છે . અમિત કુમારે 57 કેજી ફ્રીસ્ટાઇલ કુશ્તિમાં સુવર્ણ પદક જીત્યો છે . હરપ્રિત સિંહે પુરુષ 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલમાં રજત પદક મેળવ્યો છે . સંજીવ રાજપૂતે પુરુષ 50 મીટર રાઇફલ 3 પોઝિશન ઇવેન્ટ્સમાં રજત પદક મેળવ્યો છે . આ સીડબલ્યુજી યાદીમાં ભારત છઠ્ઠા ક્રમે છે ." sports,"ભારતના રન મશીન નામથી જાણીતા ચેતેશ્વર પૂજારાએ શ્રીલંકા સામે ગુરૂવારે પોતાના કરિયરની 50મી મેચ રમ્યા હતા . ચેતેશ્વર પૂજારા વર્તમાન સમયમાં બેસ્ટ ભારતીય ટેસ્ટ બેટ્સમેન કહેવાય છે . પોતાની 50મી મેચમાં પૂજરાએ શાનાદાર રમતનું પ્રદર્શન કરતાં 4000ના ક્લબમાં એન્ટ્રી લીધી છે . શ્રીલંકા સામેની આ મેચમાં પૂજારા જ્યારે મેદાન પર આવ્યા ત્યારે તેઓ 4000 રન કરવાથી માત્ર 34 રન દૂર હતા . મેચમાં 34 રન ફટકારતાં જ તેમના 4000 રન પૂર્ણ થયા છે . આ સાથે જ મેચની શરૂઆત કરનાર ઓપનિંગ બેટ્સમેન કે . એલ . રાહુલે પણ રેકોર્ડ સર્જ્યો હતો . કે . એલ . રાહુલ સતત 6ઠ્ઠી અર્ધ - સદી ફટકારનાર પહેલા ભારતીય ઓપનર બન્યા છે . રાહુલની આ સતત 6ઠ્ઠી અને પોતાના ટેસ્ટ કરિયરની 8મી અર્ધ - સદી હતી . ચેતેશ્વર પૂજારા ચેતેશ્વર પૂજારાએ 50 ટેસ્ટ મેચોમાં 84 ઇનિંગ રમી આ ઉપલબ્ધિ મેળવી છે . નોંધનીય છે કે , રાહુલ દ્રવિડે પણ 84 ઇનિંગમાં જ ટેસ્ટ ક્રિકેટમાં પોતાના 4000 રન પૂર્ણ કર્યા હતા . 4000 રન પૂર્ણ કરતાની સાથે જ તેમણે સદી પણ ફટકારી છે . શ્રીલંકા વિરુદ્ધ આ તેમની સતત ત્રીજી સદી છે અને આ સાથે જ તેઓ 50મી ટેસ્ટ મેચમાં સદી ફટકારનારા સાતમા ભારતીય બેટ્સમેન બન્યા છે અને આમ કરનાર દુનિયાના 36મા બેટ્સમેન બન્યા છે . 3જા નંબરે ચેતેશ્વર પૂજારા 49 મેચ રમી ચૂકેલ ભારતીય ખેલાડીઓમાં સૌથી વધુ રન બનાવવાના મામલામાં હવે પૂજારાથી આગળ માત્ર ત્રણ ભારતીય દિગ્ગજ ખેલાડીઓ છે અને આ ત્રણેય ક્રિકેટમાંથી સંન્યાસ લઇ ચૂક્યા છે . પહેલા નંબરે છે વીરેન્દ્ર સહેવાગ , જેમણે 49 ટેસ્ટ મેચમાં 81 ઇનિંગમાં 51.54ના સરેરાશ સાથે 4020 રન ફટકાર્યા છે . બીજા નંબરે છે રાહુલ દ્રવિડ , જેમણે 49 ટેસ્ટ મેચમાં 86 ઇનિંગમાં 52.55 સરારેશ સાથે 4046 રન બનાવ્યા છે અને ત્રીજા નંબરે છે સુનીલ ગાવસ્કર . તેમણે 49 ટેસ્ટ મેચમાં 91 ઇનિંગમાં 56.11 સરેરાશ સાથે 4713 રન બનાવ્યા છે . લોકો પૂજારાને રાહુલ દ્રવિડના ઉત્તરાધિકારી કહે છે , કારણ કે પૂજારા પણ એક એવા બેટ્સમેન છે જેમની વિકેટ લેવા માટે વિરોધી ટીમના બોલર્સ આતુર રહે છે . કે . એલ . રાહુલ બુધવારની પત્રકાર પરિષદમાં જ કપ્તાન વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે , ઓપનિંગ બેટ્સમેન તરીકે અભિનવ મુકુંદની જગ્યાએ કે . એલ . રાહુલ મેદાન પર ઉતરશે . ગુરૂવારની મેચમાં મેદાન પર ઉતરેલ કે . એ . રાહુલે સતત 6ઠ્ઠી અર્ધસદી ફટકારી વિરાટ કોહલીના નિર્ણયને યોગ્ય સાબિત કર્યો હતો . આ સાથે જ રાહુલે રાહુલ દ્રવિડ અને વિશ્વનાથ ગુંડપ્પાના રેકોર્ડની બરાબરી કરી છે . રસપ્રદ વાત એ છે કે , આ ત્રણેય ખેલાડીઓ કર્ણાટક રાજ્યમાંથી આવે છે . રાહુલે આ પહેલાં માર્ચમાં ઑસ્ટ્રેલિયા વિરુદ્ધની ટેસ્ટ સીરિઝમાં 5 અર્ધ - સદી ફટકારી હતી . બેંગલુરૂ ટેસ્ટમાં રાહુલે 2 ( 90 અને 51 ) , રાંચીમાં એક ( 67 ) અને ધર્મશાળા ટેસ્ટમાં 2 ( 60 અને 51 ) અર્ધસદી ફટકારી હતી ." sports,"નવી દિલ્હી , 24 એપ્રિલઃ કિંગ્સ ઇલેવન પંજાબના ખેલાડીયોએ મંગળવારે ફિરોજશાહ કોટલા મેદાનમાં રમાયેલી ઇન્ડિયન પ્રિમિયર લીગ સિઝન છની 32મી મેચ અને પોતાની સાતમી મેચમાં દિલ્હી ડેરડેવિલ્સને પાંચ વિકેટથી હરાવી દીધું . આ જીતે કિંગ્સ ઇલેવનને નવ ટીમની હરોળમાં પાંચમાં સ્થાને મૂકી દીધી છે . પંજાબના હરમીતસિંહ મેન ઓફ ધ મેચ બન્યો . ડેરડેવિલ્સ દ્વારા આપવામાં આવેલા 121 રનોના લક્ષ્યનો પીછો કરતા કિંગ્સ ઇલેવને 17 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને જીત મેળવી લીધી . ડેવિડ મિલરે સૌથી વધું 34 રન બનાવ્યા જ્યારે મંદીપ સિંહે 24 રનોનું યોગદાન આપ્યું . સાત મેચોમાં આ કિગ્સ ઇલેવનની ચોથી જીત છે જ્યારે ડેરડેવિલ્સને આઠ મેચોમાં સાતમી હારનો સામનો કરવો પડ્યો છે . ડેરડેવિલ્સે પોતાની છેલ્લી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સને હરાવ્યું હતું પરંતુ ત્યારબાદ ફરી આ ટીમ હારના પાટા પર આવી ગઇ છે . ટોસ જીતીને કિંગ્સ ઇલેવન પંજાબે પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો . પહેલા બેટિંગ કરી દિલ્હીની ટીમે 120 રન બનાવ્યા હતા . જેમાં ડેવિડ વોર્નરે સર્વાધિક 40 રન બનાવ્યા હતા . જ્યારે સહેવાગે 23 , જુનેજા અને ઇરફાન પઠાણે 14 રનોનું યોગદાન આપ્યું હતું . પંજાબની ટીમે માત્ર 17 ઓવરમાં જ લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું હતું . જેમાં મીલર 34 , મનદીપ સિંહ 24 , ડેવિડ હસ્સીએ અને પોમેર્સ્બચે 18 રનનું યોગદાન આપ્યું હતું ." business,"સોમવારે શરૂઆતથી જ રૂપિયો ડોલર સામે નબળો પડ્યો છે . રૂપિયો ડોલર સામે 29 પૈસા ગગડીને 73.87 પર પહોંચી ગયો છે . એશિયાઈ બજારમાં આવેલી કમજોરીનો પ્રભાવ ભારતીય શેરબજારમાં પણ જોવા મળી રહ્યો છે . સેન્સેક્સ શરૂઆતી વધારા પછી હવે નીચે ગગડતો જોવા મળી રહ્યો છે . સોમવારે સેન્સેક્સ 47 પોઇન્ટ ગગડીને 34,687 પર કારોબાર કરી રહ્યું છે . જયારે એક સમયે તે 200 કરતા પણ વધારે પોઇન્ટ પર ચાલી રહ્યું હતું . રૂપિયો શુક્રવારે 56 પૈસા મજબૂત થઈને 73.56 પ્રતિ ડોલર પર બંધ થયો હતો . જયારે આજે સોમવારે શરૂઆતી કારોબારમાં રૂપિયાને ફટકો પડ્યો છે અને રૂપિયો 29 પૈસા તૂટીને 73.87 પર બંધ થયો છે . શુક્રવારે રૂપિયામાં મજબૂતી જોવા મળી હતી જયારે વિશ્વના બજારમાં કાચા તેલની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો હતો . 1 રૂપિયામાં સોનાની ખરીદી કરીને , આ નવરાત્રીમાં બનો માલામાલ જયારે નિફટી 19 પોઇન્ટ ઘટાડા સાથે 10,454 પોઇન્ટ પર કારોબાર કરી રહી છે . આ પહેલા આજે સવારે સેન્સેક્સ વધારા સાથે ખુલ્યું હતું . આજે સેન્સેક્સ 238 પોઇન્ટના વધારા સાથે 34,900 પોઇન્ટ પાર કરી ગયું હતું પરંતુ અચાનક તેમાં ઘટાડો જોવા મળ્યો . નિફટી પણ 51 પોઇન્ટના વધારા પછી થોડા જ સમયમાં ગગડીને 10,500 પોઇન્ટ કરતા નીચે આવી ગઈ ." business,"અમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં થતા વધારાનો સતત વિરોધ થઈ રહ્યો છે છતાં કિંમતો ઘટવાનું નામ નથી લઈ રહી . આજે ફરી પેટ્રોલ - ડીઝલની કિંમતોમાં વધારો થયો છે . નવી કિંમતો લાગુ થયા બાદ 27 પૈસાના વધારા સાથે અમદાવાદમાં આજે પેટ્રોલ 81.8 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે , જ્યારે 11 પૈસાના વધારા સાથે ડીઝલ પણ 79.47 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે . દિલ્હીમાં પેટ્રોલ - ડીઝલની કિંમતોની વાત કરીએ તો 17 પૈસાના વધારા સાથે પેટ્રોલ 82.61 રૂપિયા જ્યારે 10 પૈસાના વધારા સાથે ડીઝલ 73.97 રૂપિયાની સપાટી પર પહોંચ્યું છે . જ્યારે મુંબઈમાં નવા ભાવ લાગુ થયા બાદ પેટ્રોલ 89.97 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે અને ડીઝલ 78.53 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે . સતત થઈ રહેલા ભાવ વધારાના પગલે સામાન્ય નાગરિકોની પરેશાની વધી રહી છે . મુંબઈમાં છેલ્લા ચાર દિવસથી ડીઝલના ભાવમાં કોઈ વધારો નથી થયો , પરંતુ આજે ફરી ભાવ વધ્યા . ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી જે રીતે પેટ્રોલ - ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે તેને લઈને જનતા સતત વિરોધ કરી રહી છે . સરકાર પર આ વાતને લઈને સતત દબાણ વધી રહ્યું છે . જ્યારે બીજી બાજુ પેટ્રોલ - ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે તેની વિરુદ્ધમાં દિલ્હી હાઈકોર્ટમાં અરજી પણ થઈ છે . અરજદારે કેન્દ્રને એ રેકોર્ડ રજૂ કરવાના નિર્દેશની માગણી કરી છે જેના આધાર પર ઓઈલ કંપનીઓ દરરોજ પેટ્રોલ - ડીઝલની કિંમતો નક્કી કરી રહી છે . કોણ હતા ભાજપના પ્રેરણા પુરુષ દીનદયાળ ઉપાધ્યાય ?" sports,"દુનિયાના સૌથી શ્રેષ્ઠ વિકેટકીપર મનાતા મહેન્દ્ર સિંહ ધોની મોટા ભાગે સ્ટંમ્પ પાછળની પોતાની સ્ફૂર્તિથી લોકોને આશ્ચર્યચકિત કરી દે છે . બેટ્સમેન થોડા પણ આગળ નીકળે કે , ધોની એ ક્ષણનો લાભ લઇ તરત તેને આઉટ કરે . પરંતુ ઑસ્ટ્રેલિયા સામે રમાયેલ 4થી વન ડે મેચમાં ધોની પોતાની આ સમયસૂચકતા વાપરવાનું ચૂકી જતાં ટીમ ઇન્ડિયાએ મેચ જીતવાની તક ગુમાવી હતી . સ્ટેડિયમમાં બેઠેલા દર્શકોને પણ ત્યારે જાણે વિશ્વાસ નહોતો થયો કે , આવી ભૂલ ધોનીથી થઇ શકે . ઑસ્ટ્રેલિયાના દાવમાં 23મી ઓવર રમી રહેલ એરોન ફિંચ 47 રન બનાવી ચૂક્યા હતા , ભારત તરફથી યુજવેન્દ્ર બોલિંગ કરી રહ્યા હતા . યુજવેન્દ્ર ચહલના સ્પિન બોલ પર શોટ લગાવવા માટે ફિંચ ક્રિઝ પર આગળ વધ્યા , પરંતુ ચૂકી ગયા અને બોલ પાછળ જતો રહ્યો . આ ક્ષણે સૌને લાગ્યું કે , ધોની આ તકનો લાભ લઇ ફિંચને આઉટ કરશે , પરંતુ ધોની પણ બોલ ઝડપાવની તક ચૂકી ગયા અન ફિંચને જીવનદાન મળ્યું . ફિંચે આ તકનો પૂરો લાભ ઉઠાવતા ત્યાર બાદ 3 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકારી 94 રન બનાવ્યા . ફિંચ અને ડેવિડ વોર્નરે મળી 231 રનની ભાગીદારી નોંધાવી . આ કારણે જ ઑસ્ટ્રેલિયાની ટીમ 334 રનનો વિશાળ સ્કોર કરવામાં સફળ રહી અને ભારતીય ટીમને 21 રનથી હારવાનો વારો આવ્યો . ધોનીની આ ભૂલનો વીડિયો જુઓ અહીં . . ." business,"લોકસભાની ચૂંટણી પહેલાં સરકાર દરેક વર્ગને ખુશ કરવાનો પ્રયાસ કરી રહી છે . સરકાર ટૂંક સમયમાં આ ક્રમમાં ઘર ખરીદનારને મોટી ભેટ આપી શકે છે . સીએનબીસી ની રિપોર્ટ મુજબ લોકસભાની ચૂંટણી પહેલાં મોદી સરકાર તેમના અંતિમ અંતર્ગત બજેટમાં ઘર ખરીદદારોને મોટી રાહત આપવાની તૈયારીમાં છે , જેના હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજનાનું બજેટ 50 ટકા સુધી વધારી શકે છે . સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજનાનું બજેટ વધારી વધુને વધુ લોકોને અફોર્ડેબલ હાઉસિંગ ફંડ પૂરું પાડવા માટે કામ કરશે . તેનું સૌથી મોટું લક્ષ્ય મધ્યમ વર્ગનું કુટુંબ બનશે . સરકાર મધ્યમ વર્ગને ખુશ કરી તેને વોટમાં બદલવાનો પ્રયાસ કરવામાં લાગી ગઈ છે . PMAY ના ફંડમાં વધારાથી ઘણા લોકોને વ્યાજદરોથી છૂટ મળી શકશે . સરકાર ફંડ વધે ત્યાં સુધી હાઉસિંગ ફોર ઓલ સ્કીમના ટાર્ગેટને પૂરો કરવા પર ભાર મૂકશે . 1 માર્ચથી નહીં યુઝ કરી શકો Paytm , ફોન પે , Mobikwik , સહિતના મોબાઈલ વોલેટ , જાણો કારણ તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ઉદ્દેશ દેશના આર્થિક રૂપે નબળા વર્ગને છત પૂરી પાડવાનો છે . આ યોજના હેઠળ નબળા વર્ગોને વ્યાજ પર સબસિડી આપવામાં આવે છે . અને સાથે લોનની ચુકવણી કરવા માટે 20 વર્ષ સુધી તેમની પાસે લાંબો સમય હોય છે જેથી તેમના પર દેવાનો બોજ ન પડે . શહેરી વિસ્તારોના ગરીબ અને મધ્યમ વર્ગને પણ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સમાવવામાં આવ્યા છે . આ યોજનાની પ્રારંભિક જોગવાઈઓ હેઠળ , હોમ લોનની રકમ 3 થી 6 લાખ રૂપિયા સુધીની હતી , જેના વ્યાજ પર સબસિડી આપવામાં આવતી હતી , પરંતુ સરકારે પછીથી તેને વધારી 18 લાખ રૂપિયા કરી છે . ચિપ વાળા ATM કાર્ડના ચક્કરમાં ખાતામાંથી નીકળી ગયા લાખ રૂપિયા" sports,"મોહાલી , 22 એપ્રિલઃ મોહાલી ખાતે રમાયેલી આઇપીએલની 29મી મેચમાં પુણે વોરિયર્સ સામે કિંગ્સ ઇલેવન પંજાબનો રોમાંચક વિજય થયો હતો . પુણે દ્વારા આપવામાં આવેલા 186 રનના લક્ષ્યાંકને પંજાબે ઇનિંગની અંતિમ ઓવરના અંતિમ બોલે હાંસલ કર્યો . પંજાબ તરફથી મંદીપે 77 અને મિલરે 80 રનની શાનદાર ઇનિંગ રમી હતી . પુણે તરફથી કુમાર , મેન્ડિસ અને યુવરાજે એક - એક વિકેટ મેળવી હતી . પુણે તરફથી આપવામાં 186 રનના લક્ષ્યાંકનો પીછો કરતા પંજાબની પ્રથમ વિકેટ ગીલક્રિસ્ટના રૂપમા પડી હતી . ગીલક્રિસ્ટ ચાર રનના વ્યક્તિગત સ્કોર પર ભુવનેશ્વર કુમારની ઓવરમાં વિકેટકીપર રોબિન ઉથ્થપાના હાથે કેચ આઉટ થઇ ગયો હતો . ત્યારબાદ અઝહર મહેમૂદ 00 , એમ વ્હોરા 22 રન પર આઉટ થયા હતા . જો કે , મનદીપ સિંહે 77 રનની અને મિલરે 80 રનની અણનમ ઇનિંગ રમીને પંજાબને વિજયી બનાવ્યું હતું . મનદીપે 58 બોલમાં સાત ચોગ્ગા ફટકાર્યા હતા , જ્યારે મિલરે 41 બોલમાં પાંચ ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા . આ પહેલા ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા ઉતરેલી પુણેની ટીમે ફિંચની 64 રનની ઇનિંગની મદદથી નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીની 185 રન બનાવ્યા હતા . પુણેની પ્રથમ વિકેટ ઉથ્થપાના રૂપમાં પડી હતી . ઉથ્થપાએ 37 રન બનાવ્યા હતા . જ્યારે યુવરાજ સિંહ 34 , એસ સ્મિથ 6 , રાઇટ 34 અને એભિષેક નાયરે 2 રન બનાવ્યા હતા ." entertainment,વર્ષ 2015ની વાત કરવામાં આવે તો સૌથી ફેમસ ફિલ્મ હતી બાહુબલી . આ ફિલ્મનો અંત જ કંઈક એવો બનાવ્યો હતો કે દર્શકો ફિલ્મના બીજા ભાગની રાહ જોવા માટે મજબુર બની ગયા . લોકો બાહુબલી 2 માટે પાગલ બની રહ્યા છે . જે વર્ષ 2017માં રિલીઝ થવા જઈ રહી છે . હાલમાં ફિલ્મનો લોગો રિલીઝ કરવામાં આવી ગયો છે . જેમાં એ પણ બતાવવા માં આવ્યું છે કે ફિલ્મનો પહેલો લૂક 22 ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવશે . હાલમાં ફિલ્મનું શૂટિંગ ખુબ જ જોરશોરથી કરવામાં આવી રહ્યું છે . જે નવેમ્બર સુધીમાં પૂરું થઇ જશે . ખબરોનું માન્યે આ ફિલ્મનો અંત પહેલા પાર્ટ કરતા પણ વધારે રસપ્રદ બનાવવામાં આવ્યું છે . અહીં જુઓ ફિલ્મ બાહુબલીના કેટલાક બેસ્ટ સીન . . . . entertainment,"છોટે નવાબ સૈફ અલી ખાનનો કૉકટેલ પાર્ટી કેસ હજી થંભ્યો નથી . હવે સૈફ અલી ખાન કૅલીફૉર્નિયામાં હૅપ્પી એંડિંગ ફિલ્મના શૂટિંગ દરમિયાન પૅંટ ઉતારવા અંગે ચર્ચામાં આવી ગયા છે . તેમની આવી હરકત જોઈ ફિલ્મના સેટ પર હાજર કાસ્ટ અને ક્રૂ મેમ્બર્સ આશ્ચર્યમાં પડી ગયાં . હકીકતમાં થયું એમ કે હૅપ્પી એંડિંગ ફિલ્મની આખી યૂનિટ નક્કી સમયે શૂટિંગ પૂર્ણ કરવા માટે એક લોકેશનથી બીજા લોકેશને જતી હતી . આ દરમિયાન જ્યારે કપડા બદલવાની વાત આવી , ત્યારે સૈફ શરમ છોડી દીધી . સૈફ અલી ખાને વૅનિટી વૅનમાં જઈ કપડાં બદલવાની જગ્યાએ શૂટિંગ સ્થળે જ કપડા બદલવાનું શરૂ કરી દીધું . તેમણે કપડાં બદલતા સૌની સામે પોઝ પણ આપ્યો . આ અંગે ફિલ્મના દિગ્દર્શક રાજ નિધિમોરૂએ જણાવ્યું કે સૈફ લોકેશન્સ પર કપડાં બદલવામાં એટલો આરામ અનુભવી રહ્યા હતા કે તેમને વગર પૅંટે જોવું નિયમ બની ગયો હતો . ફિલ્મમાં સૈફ ઉપરાંત ઇલિયાના અને ગોવિંદા પણ મહત્વના રોલમાં છે . સ્લાઇડરમાં જુઓ તસવીરો :" business,"અમદાવાદ , 17 સપ્ટેમ્બર : દેશની સૌથી મોટી વાહન નિર્માતા કમ્પની ટાટા મોટર્સ દેશના વિદ્યાર્થીઓ માટે એક સુવર્ણ તક લઈને આવી છે . ટાટા મોટર્સે પોતાની નાનકડી નેનો સાથ દેશમાં એક નવી યોજના શરૂ કરી છે . જી હા , ટાટા મોટર્સે ટાટા નેનો સ્ટુડંટ ઑફ ધ ઈયર સકીમની જાહેરાત કરી છે . આપને જણાવી દઇએ કે આ વર્ષે બૉલીવુડના જાણીતા ફિલ્મ નિર્માતા અને નિર્દેશક કરણ જૌહર પોતાની શાનાર ફિલ્મ સ્ટુડંટ ઑફ ધ ઈયરને રિલીઝ કરવા જઈ રહ્યાં છે . બીજી બાજુ ટાટા નેનો આ ફિલ્મની પ્રમોશન પાર્ટનર પણ છે . આ સ્કીમમાં સમગ્ર દેશના તેવા બધા વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે , જેમની ઉંમર 18 વર્ષ કરતાં ઓછી છે . તે ઉપરાંત આ યોજનામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર ટાટા નેનો સ્ટુડંટ ઑફ ધ ઈયરને ટાટા મોટર્સ તરફથી કુલ 3 લાખ રુપિયાની સ્કૉલરશિપ આપવામાં આવશે . બીજા નંબરે એટલે કે રનર્સ - અપને મેકબુક પ્રો . પુરસ્કાર તરીકે અપાશે . તો હવે વાર સેની છે ? જો તમે પણ આ શાનદાર તકનો ફાયદો ઉઠાવવા માંગતા હો , તો આજે જ ( www . nanostudentortheyear . com ) વેબસાઇટ પર લૉગ ઇન કરો અને પોતાનું રજિસ્ટ્રેશન કરાવો . આ રજિસ્ટ્રેશન ઑનલાઇન કરવામાં આવી રહ્યું છે . કૉમ્પીટિશનમાં ભાગ લેવા માટે અરજી સ્વીકારવાનું શરૂ થઈ ચુક્યું છે , જે આગામી 28મી સપ્ટેમ્બર સુધી ચાલશે . આપને જણાવી દઇએ કે આ કૉમ્પીટિશનના પ્રથમ રાઉન્ડમાં વિદ્યાર્થીઓને ચાર તબક્કાના આધારે જજ કરાશે . તેમાં એકેડેમિક , કલ્ચર , સ્પોર્ટ અને સોશિયલ લાઇફનો સમાવેશ થાય છે . તે પછી ટૉપ 8 પ્રતિસ્પર્ધીઓ આગામી તબક્કામાં ટાટા નેનો સ્ટુડંટ ઑફ ધ ઈયરના ખિતાબ માટે આગળ વધશે . તેમાંથી કોઈ એક વિદ્યાર્થીને ટાટા નેનો સ્ટુડંટ ઑફ ધ ઈયર જાહેર કરવામાં આવશે . વિજેતાની પસંદગી માટે વોટિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે . સ્ટુડન્ટ ઑફ ધ ઈયર ફિલ્મના સ્ટાર્સ વરુણ ધવન , સિદ્ધાર્થ મલ્હોત્રા તેમજ આલિયા ભટ્ટ વિજેતાઓના નામોની જાહેરાત કરશે ." sports,"[ ક્રિકેટ ] ક્રિકેટ ક્ષેત્રે હમણા સુધી જે દેશનું હમણા સુધી કોઇ નામો નિશાન ન્હોતું તે દેશની ટીમથી ભારતીય ધુરંધરો પરાસ્ત થઇને વતન પાછા આવ્યા . આ ક્રિકેટ ટીમનું નામ છે બાંગ્લાદેશ , હા હમણા જ બાંગ્લાદેશના પ્રવાસેથી પરાસ્ત થઇને પાછા ફરેલી ટીમ ઇન્ડિયાની ભારતમાં જોરદાર ટીકાકરવામાં આવી . જોકે જ્યારે ટીમ હારે ત્યારે ખેલાડીઓ ટીકાઓનો ભોગ બને તે સ્વાભાવિક છે . પરંતુ જ્યારે કોઇ ટીમ જીતે અને તેની પર જીતનું ઘુમાન સવાર થઇ જાય તો કંઇક આવું જ બનતું હોય છે , જે બાંગ્લાદેશમાં બન્યું . હા , ભારતીય ટીમની જેટલી મજાક ભારતમાં નથી ઊડી તેના કરતા વધારે તેમની મજાક બાંગ્લાદેશની જમીન પર ઉડાવવામાં આવી રહી છે . બાંગ્લાદેશના એક અખબારમાં એવી જાહેરાત છાપવામાં આવી કે જેનાથી રમતને લાંછન લાગે . તેમાં એક કટરની જાહેરાતમાં માં ભારતીય ધુરંધરોના સર અડધા ગંજા કરી દીધેલા બતાવ્યા છે . બાંગ્લાદેશના બોલરના હાથમાં કટર બતાવવામાં આવ્યું છે અને મહેન્દ્ર સિંહ ધોની , વિરાટ કોહલી , જાડેજા વગેરે ખેલાડીઓના સર અડધા ગંજા કરી દેવામાં આવ્યા છે . અને નીચે લખ્યું છે કે અમે ઉપયોગ કરી લીધો હવે આપની વારી છે . જુઓ વીડિયો . . ." entertainment,"મુંબઈ , 23 જાન્યુઆરી : બૉલીવુડના જાણીતા અભિનેતા રણદીપ હુડાની ફિલ્મ બૅડનું નામ હવે મૈં ઔર ચાર્લ્સ કરી દેવામાં આવ્યું છે . બૉલીવુડમાં ચર્ચા છે કે પ્રવાલ રમણ ચાર્લ્સ શોભરાજ ઉપર એક ફિલ્મ બનાવી રહ્યાં છે . આ ફિલ્મમાં રણદીપ હુડા ચાર્લ્સ શોભરાજના પાત્રને જીવંત કરતાં નજરે પડશે . નોંધનીય છે કે આ અગાઉ આ ફિલ્મનું નામ બૅડ રાખવામાં આવ્યુ હતું , પરંતુ હવે તે મૈં ઔર ચાર્લ્સ નામે રિલીઝ થશે . કહે છે કે ફિલ્મની વાર્તા મહાઠગ - હત્યારો ચાર્લ્સ શોભરાજના 1996માં દિલ્હીની તિહાર જેલ બ્રેક કાંડ પર આધારિત છે . આ કેસની તપાસ આઈપીએસ આમોદ કંઠે કરી હતી . પ્રવાલ રમણે આ ફિલ્મ બનાવવા માટેના રાઇટ્સ આમોદ કંઠ પાસેથી ખરીદ્યા છે . બિકિની કિલરના નામે જાણીતો ચાર્લ્સ શોભરાજ હત્યાના અનેક કેસમાં હાલ આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે . આવો તસવીરો સાથે જાણીએ મૈં ઔર ચાર્લ્સ વિશે વધુ વિગતો :" business,"વર્તમાન સમયમાં બિન બેંકિંગ આર્થિક સેવાઓના બિઝનેસમાં લાગેલી રિલાયન્સ કેપિટલને આજે જાહેર કરેલા પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે પ્રસ્તાવિત બેંકની મુખ્ય પ્રમોટર હશે . આ ઉપરાંત બેંકિંગ લાયસન્સ મેળવવા માટે તે ટૂંક સમયમાં આરબીઆઇને અરજી સોંપશે . સુમિતોમો મિત્સુઇ ટ્રસ્ટ બેંક જાપાનની સૌથી મોટી બેંકો પૈકી એક છે . નિપ્પોન લાઇફ ઇન્શ્યોરન્સ એશિયાની સૌથી મોટી આર્થિક સેવા કંપનીઓમાંથી એક છે . વર્તમાન સમયમાં રિલાયન્સ કેપિટલ જીવન વીમા અને મ્યુચ્યુઅલ ફંડ કારોબારમાં તેમની સાથે ભાગીદારી કરી રહી છે . નવા પગલાંઓમાં રિલાયન્સ કેપિટલે એ એકમોમાં સામેલગીરી કરી છે જેઓ બેંકિંગ લાયસન્સ મેળવવા માટે અરજી કરવાના છે . બેંકિંગ લાયસન્સ મેળવવા માટે આરબીઆઇને 1 જુલાઇસ , 2013 સુધીમાં અરજી મોકલવાની છે . રેલિગેર એન્ટરપ્રાઇસ પણ આ દોડમાં સામેલ છે . બેંકિંગ લાયસન્સ મેળવવા માટેની લાયકાત કેળવવા માટે તેણે પોતાના પ્રમોટર્સનો હિસ્સો ઘટાડીને 49 ટકા કરી દેવાની જાહેરાત કરી દીધી છે . આ ઉપરાંત આદિત્ય બિરલા જૂથ , જે એમ ફાઇનાન્શિયલ સ્રેઇ , ટાએફસીઆઇ અને અન્ય કેટલીક કંપનીઓ પણ બેંકિંગ લાયસન્સ મેળવવા માટે પ્રક્રિયા શરૂ કરી છે ." entertainment,"બૉલીવુડની હૉટ અભિનેત્રી બિપાશા બાસુને તાવ અને થાકની ફરિયાદને પગલે અત્રેની એક હૉસ્પિટલમાં દાખલ કરવી પડી હતી . પછીથી તેને રજા આપી દેવામાં આવી હતી . 33 વર્ષીય બિપાશાને ગઈકાલે બપોર પછી તાવ અને થાકની ફરિયાદ પછી અત્રેની લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યુ હતું . લીલાવતી હૉસ્પિટલના પ્રવક્તા ડૉ . સુધીર દગાંવકરે જણાવ્યું હતું કે તબીયતમાં સુધારો જણાતાં પછીથી તેને રજા આપી દેવામાં આવી હતી . તે ડૉક્ટર્સના ઑબ્ઝર્વેશન હેઠળ હતી . પછી તેની તબીયતમાં સુધારો જણાતાં તેને રજા આપી દેવામાં આવી હતી . બિપાશાએ આજે ટ્વિટ કરી પોતાના ફેંસને પોતાની તબીયત સારી હોવાનું જણાવ્યુ હતું . તેણે ટ્વિટ કર્યું છેઃ ‘એ લોકો જેઓ મારા હૉસ્પિટલાઇઝ્ડ થવાથી ચિંતિત હતાં , તેમને જણાવું છું કે હું હવે સ્વસ્થ છું . ' વિક્રમ ભટ્ટની ફિલ્મ રાઝ - 3 માં મુખ્ય ભૂમિકા ભજવનાર બિપાશાએ જણાવ્યું કે સાજી થઈને આ ફિલ્મની સફળતાની ઉજવણી કરશે . તેણે રાઝ - 3ને સફળ બનાવવા માટે બધા પ્રશંસકોનો આભાર વ્યક્ત કર્યો હતો ." sports,"પાકિસ્તાન સામેની મેચમાં વિજય મેળવ્યા બાદ પત્રકારોને સંબોધતા ધોનીએ કહ્યું , "" જો તમે અમારું કોમ્બિનેશન જુઓ તો અમે સાત બેટ્સમેન સાથે રમ્યા છીએ અને એ સમયે તમે યુવરાજ જેવા ખેલાડીને પડતો મુકી શકો નહીં . અમે ક્યારેય યુવરાજને પડતો મુકવાના વિકલ્પ અંગે વિચારતા જ નહોતા . "" "" અમારી બોલિંગ લાઇન અપમાં એક એવા ડાબોડી બોલરની જરૂર હતી જે બેટ્સમેનને બોલથી દૂર રાખી શકે . તે એક સારો ફિલ્ડર પણ છે . જે આ મેચમાં તેણે કરેલા રનઆઉટ ઉપરથી જોઇ શકો છો . "" તેમ ધોનીએ જણાવ્યું છે . નોંધનીય છે કે , કેન્સર સામેની જંગ જીત્યા પછી યુવરાજ આ પહેલી મેગા ઇવેન્ટ રમી રહ્યો છે . પાકિસ્તાન સામેની મેચમાં તેણે બોલિંગ , ફિલ્ડિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ધેર્યપૂર્ણ ઇનિંગ રમી હતી . બોલિંગની વાત કરીએ તો તેણે બે વિકેટ ઝડપી હતી અને એક રન આઉટ કર્યો હતો તથા 19 રનનું યોગદાન આપ્યું હતું ." business,સરકારના નવા નિયમ મુજબ હવે રોજ રોજ ડીઝલ અને પેટ્રોલના ભાવોમાં વધારો અને ઘટાડો કરવામાં આવે છે . સાથે જ સરકારે તેવો દાવો કર્યો હતો કે આમ દરરોજ પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારવાથી ગ્રાહકોને જ ફાયદો થશે . પણ હાલ જે રીતે ભાવમાં વધારો થયો છે તે જાતો તેવું બિલકુલ પણ નથી લાગી રહ્યું કે તેનાથી ગ્રાહકોને કોઇ ફાયદો થઇ રહ્યો હોય ! લગભગ ગત બે મહિનામાં પેટ્રોલની કિંમતોએ અનેક રેકોર્ડ તોડ્યા . જે બાદ પેટ્રોલ અને ડિઝલની કિંમતો જે ગ્રાહકો જોડેથી લેવામાં આવી છે તે ખરેખરમાં ચોંકવનારી છે . રોજ પેટ્રોલના ભાવમાં ફેરફાર થવાના કારણે શરૂઆતથી લઇને અત્યાર સુધીમાં પેટ્રોલની કિંમત 6 રૂપિયા વધી ગઇ છે . જે ગત ત્રણ વર્ષમાં સૌથી વધુ છે . હાલ પેટ્રોલની કિંમત 69.6 રૂપિયા છે . જ્યારે પહેલી ઓગસ્ટ 2014માં પેટ્રોલની કિંમત 70.33 રૂપિયા હતી . અને 2 જુલાઇથી પેટ્રોલની કિંમત 63.06 રૂપિયા હતી જે હવે 6 રૂપિયા વધીને 69.06 રૂપિયા થઇ ગઇ છે . ડિઝલ પણ 3.67 રૂપિયા વધ્યું ! જુલાઇથી લઇને અત્યાર સુધીમાં ડિઝલની કિંમતોમાં પણ 3.67 રૂપિયાનો વધારે જોવા મળ્યો છે . હાલના સમયમાં દિલ્હીમાં ડિઝલના ભાવ 57.03 રૂપિયા પ્રતિ લીટર છે . જે ગત 4 મહિનામાં સૌથી વધુ છે . 2 જુલાઇના રોજ ડિઝલની કિંમત 53.36 રૂપિયા હતી . જે હવે વધીને 57.03 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે . નોંધનીય છે કે સરકાર દ્વારા 16 જૂનથી રોજ પેટ્રોલ અને ડિઝલના ભાવની સમીક્ષા કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું . જેના પછી હવે તેના ભાવમાં આટલો બધો વધારો જોવા મળી રહ્યો છે . sports,"વેસ્ટઇંડીઝ વિરુદ્ધ ફ્લોરિડામાં રમાયેલી ટી - 20 મેચમાં ટીમ ઇન્ડિયા 1 રનથી હારી ગયું , તેની સાથે જ સોશ્યિલ મીડિયા પર લોકોએ હારનું ઠીકરું સ્ટુવર્ટ બિન્ની પર ફોડી નાખ્યું છે . લોકોએ ટીમ ઇન્ડિયાની હાર માટે બિન્નીને જવાબદાર ગણાવ્યો અને તેના વિરુદ્ધ સોશ્યિલ મીડિયા પર ખુબ જ ટવિટ પણ કરવામાં આવી છે . આપણે જણાવી દઈએ કે વેસ્ટઇંડીઝ વિરુદ્ધ ફ્લોરિડામાં રમાયેલી ટી - 20 મેચમાં સ્ટુવર્ટ બિન્નીએ ખુબ જ વધારે રન આપ્યા હતા . ટીમ ઇન્ડિયા તરફથી સ્ટુવર્ટ બિન્નીએ ખાલી 1 જ ઓવર નાખી હતી . પરંતુ તે 1 ઓવરમાં તેને 32 રન આપ્યા હતા . જેમાં 6 છગ્ગા પણ શામિલ હતા . તે ઓવર પછી જ સ્ટુવર્ટ બિન્ની સોશ્યિલ મીડિયા પર ટ્રેન્ડ કરવા લાગ્યા . પરંતુ બિન્ની વિરુદ્ધ લોકોનો ગુસ્સો ત્યારે વધી ગયો જયારે ટીમ ઇન્ડિયા માત્ર 1 રનથી મેચ હારી ગયું ." entertainment,"બૉલીવુડમાં અટકળોને ક્યારેય વિરામ મળતુ નથી . કોઈ જોડી બનતી હોય કે પછી બગડતી હોય , તેની પાછળ અટકળોનો પ્રવાહ તો હંમેશા ચાલુ જ રહે છે . તેમાં પણ બનતી જોડીઓ અંગેની અટકળો કરતા લોકોને બગડતી કે તુટતી કે તુટેલી જોડીઓ અંગેની અટકળો વાંચવા - સાંભળવામાં વધુ રસ પડતો હોય છે . બૉલીવુડની આવી જ એક તુટેલી જોડી છે હૃતિક - સુઝાન . હૃતિક રોશન અને તેમના ભૂતપૂર્વ પત્ની સુઝાન વચ્ચેના સંબંધો જ્યારે બન્યા હતાં , ત્યારે એટલા ચર્ચામાં નહોતા , પરંતુ જ્યારથી બંનેના સંબંધો વણસવા લાગ્યા , ત્યારથી બંને હૅડલાઇન્સ બનતા રહ્યાં છે અને છુટાછેડા લીધા બાદ પણ આ જોડીની ચર્ચાઓ બંધ થવાનું નામ નથી લેતી . એટલુ જ નહીં , તાજેતરમાં જ સુઝાન દ્વારા હૃતિક રોશન પાસે ખાધા - ખોરાકી પેટે 400 કરોડની માંગણી કરાયાના સમાચાર પણ ખૂબ જ ચર્ચાસ્પદ બન્યા હતાં . જોકે પછીથી તેનું ખંડન કરાયુ હતું . હૃતિક રોશન અને સુઝાને કાયદેસર છુટાછેડા લઈ લીધાં છે . ગત વર્ષના અંતે બંનેએ જુદા રહેવાનો નિર્ણય કર્યો હતો અને હવે કોર્ટ કાર્યવાહી વડે બંને કાયદેસર ભૂતપૂર્વ પતિ - પત્ની બની ચુક્યાં છે . બંનેના સંબંધો વણસવા પાછળના અનેક કારણો કહેવાય છે . તેમાં હૃતિકના બાર્બરા મોરી સાથે , તો સુઝાનના અર્જુન રામપાલ સાથેના સંબંધો પણ ચર્ચામાં રહેતા આવ્યાં છે . જોકે હૃતિક રોશન અને બાર્બરા મોરીઅંગે અફવાઓ ઓછી વહેતી હોય છે , પરંતુ સુઝાન અને અર્જુન રામપાલ મોટાભાગના ઇવેંટ્સમાં સાથે દેખાય છે અને ચોંકાવનારી બાબત તો એ છે કે સુઝાન હૃતિક રોશન સાથે છુટાછેડા લીધાના ચોવીસ કલાક બાદ જ અર્જુન રામપાલ સાથે બાન્દ્રા ખાતેના રેસ્ટોરંટમાં દેખાયા હતાં અને હૃતિકથી છુટા પડ્યા બાદ તો સુઝાન - અર્જુનની મુલાકાતો સતત વધતી જઈ રહી છે . સુઝાન - અર્જુનની વધુ એક લેટેસ્ટ મુલાકાતના સમાચાર આવી રહ્યાં છે . અભિષેક કપૂરના જન્મ દિવસની પાર્ટીમાં સુઝાન - અર્જુન ફરી એક વાર સાથે પહોંચ્યાં અને આ સાથે જ આ બંનેનું નામ પુનઃ ચર્ચામાં આવી ગયું . ચાલો તસવીરો સાથે બતાવીએ સુઝાનની અર્જુન સાથે ટ્રાંસપરંસી :" entertainment,"તાજેતરમાં જ કિમ કાર્દશિયનને બ્રાલેસ જોઈ લોકોની આંખો પહોળી થઈ ગઈ હતી . કિમ હૉલીવુડ ખાતેના વેસ્ટમાં પતિ કૅન્યે વેસ્ટ સાથે ડેટિંગ દરમિયાન બ્રાલેસ કપડાં પહેરીને ખુલ્લેઆમ ફરતા દેખાયા હતાં . રિયલિટી ટેલીવિઝન સ્ટાર કિમ પાસે સ્ટાઇલ સ્ટેટમેંટ છે અને તેમને પોતાના કર્વી બોસમ તથા ક્લીવેજનું પ્રદર્શન કરવામાં ખાસ રસ હોય છે . એટલે જ કિમ વારંવાર બ્રાલેસ થાય છે . દરમિયાન હવે જેનિફર લૉરેંસ પણ સોમવારે સેરેના ખાતે યોજાયેલ બીએફઆઈ લંડન ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાની નવી ફિલ્મના પ્રીમિયર દરમિયાન નેકલાઇન ડ્રેસ સાથે બ્રાલેસ અવસ્થામાં દેખાયા છે . જોકે જેનિફરે પણ આવું પહેલી વાર નથી કર્યું . ઑસ્કાર વિજેતા જેનિફર ગત વર્ષે પેરિસ ફૅશન વીકમાં વ્હાઇટ ડિયોર ડ્રેસમાં દેખાયા હતાં . બ્રાન્ડનો ચહેરો જેનિફર આ પ્રસંગે બ્રાલેસ પણ હતાં . જેનિફર લૉરેંસ અને કિમ કાર્દશિયન ઉપરાંત પણ કેટલીક સેલિબ્રિટીઓને બ્રાલેસ થવાનું ગમે છે . માઇલી સાયરસ , રિહાના , જેનિફર એનિસ્ટન તથા નિકી મિનાજ જેવી કેટલીક સેલિબ્રિટીઓ તો બ્રૅસિયર પહેરવાનું જ પસંદ નથી કરતી . ચાલો તસવીરો સાથે જોઈએ બ્રાલેસ થનાર હૉલીવુડ હૉટીઝ :" sports,"આઇપીએલ 10 સિઝનની આજે 31મી મેચ છે , જે ગુજરાત લાયન્સ અને અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે આ મેચ હાલ બેંગલોરના ખચાખચ ભરેલા ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઇ રહી છે . ત્યારે આ મેચની તમામ લેટેસ્ટ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો . અહીં અમે તમને આ મેચની તમામ અપડેટ આપતા રહીશું Update : ગુજરાત લાયન્સઃ બ્રેન્ડન મેક્કુલમ , સુરેશ રૈના ( કેપ્ટન ) , બાસિલ થમ્પી , જેમ્સ ફોકનર , એરોન ફિન્ચ , ઇશાન કિશન , રવિન્દ્ર જાડેજા , દિનેશ કાર્તિક , ઇરફાન પઠાણ , નાથુ સિંહ , એન્ડ્ર્યૂ ટાય રોયલ ચેલેન્જર્સ બેંગલોરઃ ક્રિસ ગેલ , મનદિપ સિંહ , વિરાટ કોહલી ( કેપ્ટન ) , એબી ડી વિલિયર્સ , ટ્રેવિસ હેડ , કેદાર જાધવ , પવન નેગી , સેમ્યુઅલ બદ્રી , શ્રીનાથ અરવિંદ , યુજવેન્દ્રચહલ ," sports,"ભારત - પાકિસ્તાન મેચ પહેલા બંને ટીમો મેદાન પર પરસેવો વહાવી રહી છે . બંને ટીમ એશિયાકપ માં એક બીજા વિરુદ્ધ 11 મી વખત ટકરાવવા જઈ રહી છે . આમ પણ મેચ જયારે ભારત અને પાકિસ્તાનની હોઈ ત્યારે તે રમતા કરતા વધારે જ બની જાય છે . બંને દેશોની મેચો જોશ અને જનુનથી ભરપુર હોઈ છે . બંને ટીમો એકબીજાને હરાવવામાં કોઈ જ કસર બાકી રાખવા નથી માંગતી . મેચ પહેલા બંને ટીમો પર જીતવા માટે ખુબ જ વધારે દબાણ રહેલું છે . મેચમાં ટોસ પણ ખુબ જ મહત્વનો છે કારણકે છેલ્લી મેચોમાં કઈ રીતે પીચ ટીમને મદદ કરે છે તે ટોસ પર જ આધાર રાખે છે . મેચ પહેલા રવીન્દ્ર જાડેજા , શિખર ધવન , વિરાટ કોહલી અને બીજા ટીમ ઇન્ડિયાના ખેલાડી ઓ નેટ પ્રેકટીસમાં પરસેવો પાડતા જોવા મળ્યા હતા . તો જુઓ ભારત - પાકિસ્તાન મેચ પહેલા ટીમ ઇન્ડિયા ની મસ્તી . . ." entertainment,"બૉલીવુડના જાણીતાં વિલન શક્તિ કપૂરે આશિકી 2 ફિલ્મના નિર્માતા મહેશ ભટ્ટ તથા દિગ્દર્શક મોહિત સુરી પ્રત્યે આભાર વ્યક્ત કર્યો છે કે જેમણે તેમના પુત્રી શ્રદ્ધાને આ ફિલ્મમાં કાસ્ટ કરી છે . આશિકી 2 ફિલ્મ 1990માં આવેલી આશિકીની સિક્વલ છે . ફિલ્મમાં શ્રદ્ધા કપૂર સાથે આદિત્ય રૉય કપૂર છે . શ્રદ્ધા કપૂરે અગાઉ બે ફિલ્મો કરી છે , પરંતુ તેમના કામની ખાસ નોંધ લેવાઈ નથી . જોકે આશિકી 2 અંગે કહે છે કે આ ફિલ્મ શ્રદ્ધાના કૅરિયર માટે બહેતરીન સાબિત થશે . આશિકીમાં અનુ અગ્રવાલ તથા રાહુલ રૉય હતા , તો આશિકી 2માં અનુના સ્થાને શ્રદ્ધા કપૂર અને રાહુલના સ્થાને આદિત્ય રૉય કપૂર છે . 54 વર્ષીય શક્તિ કપૂરે એક ઇન્ટર્વ્યૂ દરમિયાન જણાવ્યું - મહેશ ભટ્ટનો ખૂબ - ખૂબ આભાર . મોહિત સુરીનો પણ ખૂબ આભાર કે મારી પુત્રી શ્રદ્ધા કપૂરને આશિકી 2 માટે કાસ્ટ કરી . આશિકી 2 એક ખૂબ જ બહેતરીન ફિલ્મ સાબિત થવાની છે . મારા શબ્દો આપ નોંધી લ્યો . આ સાથે જ તેમણે ફિલ્મના સંગીત દિગ્દર્શક જીત ગાંગુલી , મિથુન તેમજ અંકિત તિવારીના પણ વખાણ કરતાં જણાવ્યું - ફિલ્મનું સંગીત રૉકિંગ છે . ભારતના લગભગ 60 ટકા લોકો ફિલ્મના ગીતો પોતાની રિંગ ટોનમાં સેટ કરી ચુક્યાં છે . મારી પાસે અમેરિકા , લંડન તથા રશિયાથી ફોન આવી રહ્યાં છે કે આશિકી 2 એક ખૂબ જ બહેતરીન ફિલ્મ હશે . બીજી બાજુ શક્તિ કપૂરના પુત્ર સિદ્ધાર્થ કપૂર પણ સંજય ગુપ્તાની શૂટઆઉટ એટ વડાલા ફિલ્મ દ્વારા બૉલીવુડ કૅરિયરની શરુઆત કરવા જઈ રહ્યાં છે . આ અંગે શક્તિ કપૂરે જણાવ્યું - મારા સંતાનો ખૂબ મહેનત કરી રહ્યાં છે . મેં ક્યારેય કોઈ નિર્માતાને ફોન કરીને કહ્યું નથી કે તેઓ મારા બાળકોને કાસ્ટ કરે . મારા બાળકોએ પોતે જ પોતાના ઑડિશન આપ્યાં અને અહીં સુધી પહોંચ્યાં છે ." sports,નવનિયુક્ત બીસીસીઆઇના કાર્યકારી અધ્યક્ષ જગમોહન ડાલમિયાએ કહ્યું કે તે આવનાર દિવસોમાં ક્રિકેટની છબીને સુધારવા માટે કડક નિર્ણય લેશે . તેમણે કહ્યું કે આઇપીએલમાં ફેલાયેલી ગંદકીને સાફ કરવાની શરૂઆત થઇ શકે છે . સૂત્રોના જણાવ્યા અનુસાર ડાલમિયા ઇચ્છે છે કે આઇપીએલમાં ના તો ચિયર લીડર્સ હોય અને ના તો સ્ટેટેજીક ટાઇમ આઉટ . ડાલમિયા એ પણ ઇચ્છે છે કે આઇપીએલ મેચો બાદ યોજાનાર નાઇટ પાર્ટીઓ બંધ થાય અને બુકીઝને નીરાશ કરવા માટે ખેલાડીઓની સાથે સુરક્ષા અધિકારીઓ પણ રાખે . ડાલમિયાએ સોમવારે કહ્યું કે સંજય જગદાલે રાજીનામુ પરત લેવા માટે રાજી નથી . જગદાલે બીસીસીઆઇ સચિવ પદથી રાજીનામુ આપી દીધુ હતું . ડાલમિયાએ જણાવ્યું કે અમને અજય શિર્કેના જવાબની રાહ છે . શિર્કેના કોષાધ્યક્ષ પદથી રાજીનામુ આપ્યું હતું . ડાલમિયા અનુસાર ક્રિકેટને સાફ રાખવા માટે કસર બાકી નહી રહેવા દે . મને આ જવાબદારી આપવામાં આવી છે . મારુ માનવું છે કે હું આનાથી નહીં ભાગું . આઇસીસી મીટિંગમાં હું પ્રતિનિધિત્વ પણ કરી શકું છું અને નહીં પણ . તેમણે જણાવ્યું કે જો બીસીસીઆઇમાં કોઇ જગ્યા ખાલી છે તો તેને ભરવામાં આવશે . કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં પ્રેસ કોન્ફ્રેન્સમાં કહ્યું કે જો ખેલાડી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનું જણાશે તો તેના માટે આઇપીએલ ફ્રેંચાઇજીને જવાબદાર ગણીને કાર્યવાહી કરવામાં આવશે . entertainment,"બૉલીવુડ અભિનેતા રણબીર કપૂરે પોતાના પિતા ઋષિ કપૂર સાથે મળી પોતાના દાદા રાજ કપૂર તથા પરદાદા પૃથ્વીરાજ કપૂરની ફિલ્મ આવારની રીમેક બનાવવાના સમાચારો ફગાવી દીધાં છે . તેમણે જણાવ્યું કે આવારા માટે રાજ કપૂર , પૃથ્વીરાજ કપૂર અને નરગિસ પાછા લાવવા પડે . રણબીર કપૂર પોતાની આવનાર ફિલ્મ યે જવાની હૈ દીવાની અને પૅરાશૂટ તેલના જોડાણ પ્રસંગે બોલી રહ્યા હતાં . તેમની સાથે વાયજેએચડી ફિલ્મના અભિનેત્રી દીપિકા પાદુકોણે પણ ઉપસ્થિત હતાં . રણબીરે જણાવ્યું - હું પોતાના માતા - પિતા સાથે રહુ છું , પરંતુ હજી સુધી મારા પિતાએ આ અંગે મને ક્યારેય કશું જણાવ્યુ નથી . મેં પહેલી વાર અખબારોમાં આ અંગે વાંચ્યું . મારા મતે આવારા ફિલ્મની રીમેક બનાવવા માટે રાજ કપૂર , નરગસિજી તથા પૃથ્વીરાજ કપૂર ત્રણેને પાછા ધરતીએ લાવવા પડે . તો જ આ ફિલ્મ બની શકે . રણબીર કપૂરે જણાવ્યું - મને નથી લાગતું કે અમારી પાસા આવારા જેવી ફિલ્મની નવી આવૃત્તિ બનાવવાની ક્ષમતા છે . આ બાબત અમારા ગજા બહારની છે . નોંધનીય છે કે આવારા 1951માં બની હતી . તેનું દિગ્દર્શક રાજ કપૂરે કર્યુ હતું . ફિલ્મમાં રાજ ઉપરાંત પૃથ્વીરાજ કપૂર , નરગિસ તથા કે . એન . સિંહ પણ હતાં . ગઈકાલે આ અંગેના સમાચારો વહેતા થયા હતાં કે ઋષિ કપૂર આવારાની રીમેક બનાવવાની તૈયારી કરી રહ્યાં છે . તેઓ આરકે બૅનર હેઠળ આ ફિલ્મ બનાવશે અને તેમાં ઋષિ કપૂર પોતાના દાદા પૃથ્વીરાજ કપૂર અને રણબીર કપૂર પોતાના દાદા રાજ કપૂરની ભૂમિકા ભજવશે . રણબીર કપૂર હાલ પિતા ઋષિ કપૂર તથા માતા નીતૂ સિંહ સાથે બેશરમ ફિલ્મમાં પહેલી વાર સાથે આવી રહ્યાં છે . ખેર , હાલ તો આપણે જોઇએ વાયજેએચડી અને પૅરાશૂટના જોડાણ પ્રસંગની તસવીરો ." sports,"મુંબઇ , 6 જૂનઃ સ્પોટ ફિક્સિંગમાં નામ આવ્યા બાદ ધરપકડ કરવામાં આવેલા વિંદુ દારા સિંહને જમાનત મળ્યા બાદ આજે મીડિયાને ઇન્ટરવ્યુ આપતા કહ્યું છે કે , આ આખા પ્રકરણ દરમિયાન મીડિયાએ બેજવાદબારી દર્શાવી , જેના કારણે તેની છબી ખરાબ થઇ છે . વિંદુએ કહ્યું છે કે હું સ્પોટ ફિક્સિંગમાં સામેલ નહોતો , ચેન્નાઇ ટીમના સીઇઓ ગુરુનાથ મયપ્પન મારા મિત્ર છે , હું તેમને ઘણા સમયથી જાણું છું . અમે બન્નેએ ફિક્સિંગ નથી કરી , પરંતુ તેમ છતાં પોલીસ અમને રિમાન્ડમાં લઇ ગઇ . હવે કોર્ટે કહીં દીધું છે કે આ મામલા સાથે મારે કોઇ લેવા દેવા નથી . હવે આ વિષયમાં મીડિયાને હું કોઇ ઇન્ટરવ્યું નહીં આપું . તેમણે સાક્ષી સાથેના પોતાના સંબંધો અંગે પણ કહ્યું છે કે , ચેન્નાઇમાં મેચ જોવા ગયો હતો , સાક્ષી ધોનીએ મને કહ્યું હતું કે વિંદુ ભૈયા અહીં આવીને બેસો . જો કે આ પ્રકારની અફવાઓ પાયા વિહોણી છે કે તેમની ફિક્સિંગમાં કોઇ ભૂમિકા છે . સાચી વાત તો એ છે કે મે ટીમ ઇન્ડિયાના સુકાની ધોની સાથે ક્યારેય વાત કરી નથી , મારી પાસે તેમનો નંબર પણ નથી , તે કરોડો રૂપિયા કમાય છે , પછી તે સ્પોટ ફિક્સિંગ શા માટે કરે ? સ્પોટ ફિક્સિંગમાં વિંદુની ધરપકડ બાદ આવેલા નિવેદનો બાદ જ ગુરુનાથ મયપ્પનની પણ પોલીસે પૂછપરછ કરી હતી . મીડિયા ચેનલો દ્વારા આપવામા આવેલા સમાચારોમાં એમપણ કહેવામાં આવ્યું હતું કે , વિંદુએ પોલીસને નિવેદનમાં જણાવ્યું કે સ્પોટ ફિક્સિંગમાં બે સુપર સ્ટાર પણ સામેલ છે . જેમાં એક વિતેલા જમાનાના અને એક હાલના સુપર સ્ટાર છે , પરંતુ વિંદુએ આ તમામ વાતોનું ખંડન કર્યું છે અને કહ્યું છે કે , ક્રિકેટ જોવા અંગે મારી માતા મને ના પાડી રહી હતી , પરંતુ મે તેમની વાત માની નહીં , હવે હું જીવનમાં ક્યારેય ક્રિકેટ નહીં જોઉં . હું પોલીસ હિરાસતમાં હતો , મે આ વાત બુકીઓને પણ કહીં હતી પરંતુ તે માન્યા નહીં , પરંતુ હું જે કહું છું તે જરૂર કરું છું ." business,"નોંધનીય છે કે યુએસ એફડીએ પ્લાન્ટ ખાતે ઉત્પાદિત દવાની ગુણવત્તા સાથે બાંધછોડ કરવામાં આવી છે અને તે યુએસ માર્કેટમાં આવી દવાનું વેચાણ બંધ કરવા માગે ત્યારે ઈમ્પોર્ટ એલર્ટ ઈસ્યુ કરવામાં આવે છે . પાછલા સપ્તાહે ભારતીય ફાર્માસ્યુટિકલ સેકટરની અગ્રણી કંપની રેનબેકસી પણ છેતરપિંડી તથા ભેળસેળના ક્રિમિનલ ચાર્જિસમાં ભૂલો સ્વીકારી યુએસ કાયદા ખાતા સાથે 50 કરોડ ડોલરમાં પતાવટ કરવા સહમતિ થઈ હતી . કંપનીએ સ્વીકાર્યું હતું કે ઉત્પાદનમાં ભેળસેળ થઈ હતી . ભારતમાંથી યુએસમાં મોટા પ્રમાણમાં દવાઓની નિકાસ થાય છે . રેનબેકસી , વોકહાર્ટ , સન ફાર્મા જેવી ફાર્માસ્યુટિકલ કંપનીઓ જેનેરિક દવાઓની યુએસમાં મોટા પ્રમાણમાં નિકાસ કરે છે . યુએસ એફડીએના આવા વલણને લઈને ફાર્માસ્યુટિકલ સેકટરના અગ્રણીઓએ ચિંતા વ્યકત કરી છે . દરમિયાન એફડીઆઈની નીતિને લઈને વોકહાર્ટ કંપનીના શેરમાં પણ નરમાઈ જોવા મળી છે . નોંધનીય છે કે પાછલા 12 મહિનામાં આ શેરમાં 700 ટકાનો ઉછાળો નોંધાયો હતો . હવે આગામી સમયમાં તેના શેર પર આ મુશ્કેલીની અસર જોવા મળશે ." business,"આ વખતે બજેટમાં મિડલ ક્લાસને ટેક્સમાંથી છૂટ મળવાની સંભાવના છે . સ્વર્ણ જાતિઓને આર્થિક આધાર પર 10 ટકા આરક્ષણમાં છૂટ આપ્યા પછી હવે સરકાર મિડલ ક્લાસને રાહત આપવાની તૈયારી કરી રહી છે . ટાઈમ્સ નાઉ રિપોર્ટ અનુસાર નાણાં મંત્રાલય અંતરિમ બજેટમાં મિડલ ક્લાસને ટેક્સમાં છૂટ આપવાની વાતચીત કરી રહ્યું છે . તેને કારણે નોકરિયાત વર્ગને રાહત મળી શકે છે . સરકાર બજેટમાં કંઈક એવું લાવી શકે છે જેથી મિડલ ક્લાસના હાથમાં વધારે પૈસા બચત થઇ શકે . રિપોર્ટ અનુસાર તેના હેઠળ ઈન્ક્મ ટેક્સમાં સેવિંગ લિમિટ વધારવા પર વિચારણા થઇ રહી છે . તેની સાથે મિડલ ક્લાસ અને પેંશનરને ટેક્સમાં છૂટ આપવા પર પણ વિચાર થઇ રહ્યો છે . નાણાં મંત્રાલય હાઉસિંગ હોનમાં વ્યાજદરમાં પણ છૂટ આપી શકે છે . મોદી સરકાર માટે સારા સમાચાર , 2019માં જીડીપી 7.2 % રહેવાનું અનુમાન જો સેવિંગ લિમિટ વધારવામાં આવે તો તેનાથી ઘરેલુ બચત વધશે . બજેટમાં સરકાર બેઝિક કસ્ટમ ડ્યુટીમાં પણ બદલાવ કરી શકે છે . આ મુદ્દે ટેક્સ વિભાગ અને નાણાં મંત્રાલય વચ્ચે વાતચીત થઇ રહી છે . આપને જણાવી દઈએ કે આ પહેલા પણ ખબર આવી હતી કે બજેટમાં ટેક્સ મુદ્દે પ્રાવધાન આવી શકે છે . ઇ - કૉમર્સ કંપનીઓને સરકારની શરત મંજૂર નથી તેના સિવાય સરકારે જીએસટી ઘ્વારા વેપારીઓને રાહત આપી છે . જયારે ખેડૂતો માટે પણ રાહતની વાતચીત ચાલી રહી છે ." entertainment,"અદાએં બડ઼ી ફંકી , કરે હૈ નૌટંકી , યે છોડ઼ી બડ઼ી ડ્રામા ક્વીન હૈ . હા જી , અમે વાત કરી રહ્યા છીએ બૉલીવુડના ડ્રામા ક્વીન પરિણીતી ચોપરાની કે જેમણે છેલ્લા ત્રણ વર્ષોમાં બૉલીવુડમાં એક મહત્વનું સ્થાન હાસલ કર્યું છે . માત્ર બૉલીવુડ જ કેમ , પરિણીતીએ પોતાના ફૅન્સ હૃદયમાં પણ વિશેષ સ્થાન બનાવ્યું છે . ગર્લ નેક્સ્ટ ડોરવાળી પર્સનાલિટી અને આંખો વડે જાદૂ પાથરનાર પરિણીતીએ આ ત્રણ વર્ષોમાં વધારે ફિલ્મો તો નથી કરી , પણ પોતાની આગામી ફિલ્મ અંગે ખૂબ ચર્ચાઓમાં રહ્યાં . આજે પરિણીતી ચોપરાનો જન્મ દિવસ છે . તેઓ 26 વર્ષના થઈ ગયાં છે . આપને બતાવવા જઈ રહ્યા છીએ પરિણીતી ચોપરા અંગેની કેટલીક એવી દિલકશ અને રસપ્રદ બાબતો કે જે તેમને બાકીની અભિનેત્રીઓથી જુદી પાડે છે . તો ફેરવો સ્લાઇડર અને જાણો ફંકી ગર્લ પરિણીતી ચોપરા વિશે :" entertainment,"બોલિવુડના ખેલાડી કુમાર એટલે કે અક્ષય કુમાર પોતાની ફિટનેસ અને પોતાના સ્ટંટસ માટે ઘણા વધુ ચર્ચામાં રહે છે અને હંમેશા તેમને કોઈને કોઈમાં આ કરતા જોવા મળે છે . . . પરંતુ આ વખતે જે વીડિયો સામે આવ્યો છે તેમાં અક્ષય કુમારનો પુત્ર આરવ છે અને તે ચાલતી ટ્રેનમાં સ્ટંટ કરી રહ્યો છે . જૂનિયર ખેલાડી કુમારનો આ વીડિયો ઘણો વધુ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે આ વીડિયોને લગભગ 10 લાખ લોકો જોઈ ચૂક્યા છે . તમને જણાવી દઈએ કે આ વીડિયોમાં ચાલતી ટ્રેનની અંદરના પોલ્સને પકડીને ગુલાટી ખાતો જોવા મળી રહ્યો છે અને ઘણી સફાઈથી તે ગુલાટી ખઈ રહ્યો છે . આ વીડિયોને તેની મા અને અભિનેત્રી ટ્વિંકલ ખન્નાએ પોસ્ટ કર્યો છે અને તેણે લખ્યુ છે કે . . એક જૂના બ્લોગની ચિપ છે . . પોતાની ટ્રેનિંગનું પ્રદર્શન ટ્રેનમાં કરી રહ્યા છે અને મારી બુઆનો અવાજ થોડો ઓકવર્ડ છે . એમાં કોઈ શક નથી કે અક્ષયના પુત્ર તેના પગલે જ ચાલી રહ્યો છે . અક્ષય વિશે તો બધા જાણે છે કે તે ફિલ્મોમાં પોતાના સ્ટંટસ જાતે જ કરે છે અને ઘણી હોશિયારીથી કરે છે . અક્ષય કુમાર ઉપરાંત તેનો દીકરો પણ આ અંગે ઘણો સીરિયસ છે અને ટ્રેનિંગ લઈ રહ્યો છે . તમને જણાવી દઈએ કે આરવની અભિનય ટ્રેનિંગ માટે અક્ષયે કહ્યુ હતુ કે તે સ્વતંત્ર છે અને જ્યાં ઈચ્છે ત્યાં પોતાનું કેરિયર બનાવી શકે છે પરંતુ અત્યારે તે અભ્યાસ કરી રહ્યો છે . અક્ષય કુમારની વાત કરીએ તો હાલમાં જ તેની ફિલ્મ ગોલ્ડ રીલિઝ થઈ છે જે ઘણી વધુ ચાલી છે . હાલમાં તમે જુઓ આરવનો ચાલતી ટ્રેનમાં સ્ટંટ . આ પણ વાંચોઃ કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિને થઈ ગંભીર બિમારી , હોસ્પિટલમાં ભરતી" business,"ગયા મહિને ઓનલાઇન આવ્યા બાદ આજે ભારતીય સ્માર્ટફોન મેન્યુફેક્ચર જોલોએ પોતાનો નવો Q3000 બજારમાં ઉતાર્યો છે . 5 . 7 ઇન્ચ સ્ક્રીનવાળો નવો જોલો ફેબલેટની સ્ક્રીનમાં 1080 પિક્સલ ડિસપ્લે આપવામાં આવી છે . જોલો Q3000ને 20,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે . કંપની અનુસાર નવો ફેબલેટ રીટેલ સ્ટોરની સાથે કોમર્સ સાઇટમાં પણ મળશે . ફોનમાં આપવામાં આવેલા ફીચર અંગે વાત કરીએ તો જોલો Q3000માં 5.7 ઇન્ચની ફુલ એચડી સ્ક્રીન આપવામાં આવી છે . જે 1920×1080 પિક્સલ રિઝોલ્યુશન સપોર્ટ કરે છે . સ્ક્રીનમાં 396 પિક્સલ પર ઇન્ચ આપવામાં આવ્યા છે . ફેબલેટમાં મીડિયાટેક ક્વોડ કોર પ્રોસેસર લાગેલું છે , જે 1.5 ગીગાહર્ટ્ઝ સ્પીડ સાથે રન કરે છે , એટલે કે તમે તેમાં ગેમિંગ અને હાઇડેફિનેશન વીડિયો સહેલાયથી જોઇ શકો છો . સાથે જ VR SGX544 જીપીયુ અને 2 જીબી રેમ ઇનબિલ્ડ છે . તો ચાલો તસવીરો થકી જોઇએ ફોનમાં આપવામાં આવેલા અન્ય ફીચર્સને ." business,"ઇવીલિક્સનો દાવો છે કે ફેસબુક ફોનનું નામ ' એચટીસી ફર્સ્ટ ' હશે . આ ફોનના ફોટા લોચિંગ પહેલાં લીક થઇ ગયા છે . એચટીસી આ પહેલાં પણ બે ફેસબુક ડેડીકેટેડ ' સાલસા ' અને ' ચા ચા ' નામથી સ્માર્ટફોનને લોન્ચ કરી ચુક્યો છે . આ બંને ફોનના કી - બોર્ડમં ફેસબુક માટે સ્પેશિયલ ' કી ' આપવામાં આવી હતી , પરંતુ આ ફોન બજારમાં પોતાની છાપ છોડી શક્યો ન હતો . શું હશે ફેસબુક સ્માર્ટફોનની ખાસિયતો સ્ક્રીનઃ 4.3 ઇંચ પ્રોસેસરઃ ડ્યૂઅલ કોર ક્વોલકમ સ્નૈપ ડ્રેગન રેમઃ જીબી સ્ટોરેજઃ 16 જીબી કેમેરોઃ 5 મેગા પિક્સલ પળેપળના સમાચારથી અપડેટ રહેવા માટે આજે જ ગુજરાતી વનઇન્ડિયા ન્યૂઝલેટર સબસ્ક્રાઇબ કરો . . ." business,ઓઇલ એન્ડ ગેસ ક્ષેત્રમાં ઉત્ખનનમાં અગ્રણી કંપનીઓમાં સામેલ બીએચપી બિલિટને ભારતમાંથી પોતાની ઓઇલ અને પ્રાકૃતિક ગેસની યોજનામાંથી પીછેહઠ કરવાનો નિર્ણય લીધો છે . બીએચપી બિલિટને આ નિર્ણય ભારત સરકારના વિભાગો દ્વારા નિર્ણયો લેવામાં વિલંબ થવાને કારણે લીધો છે . આ અંગે બીએચપી બિલિટને જણાવ્યું છે કે તેણે ભારતમાં પોતાની નવ યોજનાઓને બંધ કરવાનો નિર્ણય લીધો છે . ત્યાર બાદ કંપની ભારતમાં માત્ર એક યોજના પર કામ કરશે . આ અંગે નિષ્ણાતોનું માનવું છે કે તેનાથી ભારતમાં તેલ અને પ્રાકૃતિક ગેસના ઉત્પાદન પર અસર પડશે . આ કારણે ઓઇલ અને ગેસ અંગે ભારતની અન્ય રાષ્ટ્રો પર નિર્ભરતા વધશે . આ નિર્ણયને પગલે ભારત સરકાર માટે મોટો આંચકો હોવાનું માનવમાં આવે છે . બીએચપી બિલિટનના નિર્ણયથી ભારતમાં વિદેશી કંપનીઓના રોકાણની યોજનાને મુશ્કેલી નડશે . આ મહિનાના પ્રારંભમાં વિદેશી રોકાણની સીમા પરના પ્રતિબંધને કારણે મુશ્કેલી નડતા તેણે પણ સંયુક્ત સાહસને બંધ કરવાનો નિર્ણય લીધો હતો . આ પહેલા દક્ષિણ કોરિયાની કંપની પોસ્કો અને લક્ઝમ્બર્ગ સ્થિત સ્ટીલ મેકર કંપની આર્સેલર મિત્તલે પણ ભારતમાં પોતાના વેપાર સંબંધી નિયમોનો હવાલો આપતા પોતાનો પ્રોજેક્ટ બંધ કરવાનો નિર્ણય લીધો હતો . sports,"એશિયન ગેમ્સમાં કબડ્ડીમાં શામિલ હિમાચલની કવિતા ઠાકુરની કહાની પ્રેરણાદાયક છે . પોતાની હિમ્મત અને મક્કમ નિર્ણય ઘ્વારા કવિતાએ ગરીબીની સાંકળ તોડીને આંતરરાષ્ટ્રીય કબડ્ડીમાં પોતાનું નામ નોંધાવ્યું . ઘરમાં ગરીબીની હાલતમાં કવિતાએ ઢાબા પર કામ કર્યું . નાનપણમાં વાસણ સાફ કરવા અને એઠવાડ ઉઠાવવાની કવિતાની કહાની ખુબ જ સંઘર્ષપૂર્ણ રહી છે . વર્ષ 2014 એશિયાડ તેની કિસ્મતમાં એક નવું સોપાન લઈને આવ્યું . કવિતા અને તેના આખા પરિવારની કિસ્મત બદલાઈ ગયી . ટીમે ગોલ્ડ મેડલ મેળવ્યો ત્યારે સરકારનું ધ્યાન કવિતા તરફ ગયું . જે માતાપિતાએ આખું જીવન ઢાબા પર કામ કરીને વિતાવ્યું , હવે કવિતાની કબડ્ડીએ તેમને મનાલી શહેર પહોંચાડ્યા . કવિતાએ વર્ષ 2007 દરમિયાન કબડ્ડી રમવાનું ચાલુ કર્યું . આંતરરાષ્ટ્રીય સ્તરે સતત સારું પ્રદર્શન કર્યા પછી કવિતાને વર્ષ 2009 દરમિયાન ભારતીય ખેલ પ્રાધિકરણમાં જવાનો મોકો મળ્યો . ત્યારપછી કવિતાએ પાછું વળીને નથી જોયું . Asian Games 2018 : દીપક કુમારે ભારતને અપાવ્યો ત્રીજો મેડલ વર્ષ 2011 દરમિયાન બેડ રેસ્ટની સલાહ દરેક ખેલાડી માટે સંઘર્ષનો સમય આવે છે . કવિતા માટે વર્ષ 2011 ખુબ જ મુશ્કિલ રહ્યો હતો . તેમની તબિયત એટલી ખરાબ થઇ ગયી હતી કે ડોક્ટરો ઘ્વારા તેમને 6 મહિના માટે બેડ બેડ રેસ્ટની સલાહ આપવામાં આવી હતી . કવિતાને પણ લાગ્યું હતું કે હવે તેમનું કરિયર પૂરું થઇ જશે અને તેઓ ફરી મેદાનમાં નહીં આવી શકે . પરંતુ મક્કમ નિર્ધારે તેમને મજબૂત બનાવ્યા . બિમારીને હરાવીને કવિતા બમણા જોશ સાથે મેદાનમાં આવી . ડિફેન્ડર રૂપે નજર આવનારી આ ખેલાડીએ વર્ષ 2012 દરમિયાન ભારતીય ટીમને એશિયન કબડ્ડી ચેમ્પિયનશીપમાં ગોલ્ડ અપાવ્યો . આશા કરીયે છે કે કવિતા આ વર્ષે પણ ટીમને નવી ઉંચાઈ પર લઇ જશે ." sports,"ભારતમાંથી હજારો કરોડ રૂપિયા લઇને લંડન ભાગી જનાર વેપારી વિજય માલ્યા ચેમ્પિયન્સ ટ્રોફીની ભારત - પાકિસ્તાનની મેચ જોવા પહોંચ્યા હતા . ઉલ્લેખનીય છે કે , ભાગેડુ વેપારી વિજય માલ્યાની ધરપકડ કરવાની દરેક સંભવ કોશિશ ભારત સરકાર કરી ચૂકી છે . વિજય માલ્યા વિરુદ્ધ અનેક બેંકો પાસેથી લગભગ 9000 કરોડ રૂપિયા લઇને ભાગી જવાના આરોપ સહિત અન્ય ઘણા કેસો નોંધાયા છે . તેઓ આઇપીએલ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના માલિક પણ છે . બેંકો પાસેથી પૈસા લઇને વિજય માલ્યા લંડન નાસી છૂટ્યા હતા . વિજય માલ્યાના કેસ મામલે ઇડી પોતાની ચાર્જ શીટ તૈયાર કરી ચૂકી છે , જલ્દી જ માલ્યા વિરુદ્ધ લંડનની કોર્ટમાં આ ચાર્જ શીટ ફાઇલ કરવામાં આવશે . લંડનના વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં આઇડીબીઆઇ બેંક પાસેથી લગભગ 900 કરોડની લોન લેવાના મામલે વિજય માલ્યા વિરુદ્ધ સુનવણી ચાલી રહી છે . પ્રાપ્ત માહિતી અનુસાર , આ સુનવણીની આગલી તારીખ 13 જૂન છે . તપાસ એજન્સિઓને આ સમય આપવામાં આવ્યો છે , જેથી તેઓ પોતાની રિપોર્ટ સાથે કોર્ટમાં હાજર થાય . ઇડીએ પણ લગભગ 1000 પાનાંની ચાર્જ શીટ તૈયાર કરી છે . જેમાં કેસની વિગતો , ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ અને બેંકો સાથેની પૂછપરછની જાણકારી છે . જો કે , વિજય માલ્યાની સ્ટેડિયમની આ તસવીર પરથી સ્પષ્ટ છે કે , તેમને આ વાતોથી કોઇ ફરક નથી પડતો ." entertainment,"આપ બધા જ જાણો છો કે બિગબોસ 10 ગઈ કાલરાત થી શરૂ થઇ ચુક્યો છે અને બિગબોસના હોસ્ટ સલમાન ખાને બધા જ કન્ટેસ્ટન્ટ સાથે ઓળખાણ કરાવી દીધી છે . નોન સેલિબ્રિટીથી લઈને સેલિબ્રિટી કન્ટેસ્ટન્ટ બિગબોસના ઘરમાં એન્ટ્રી લઇ ચુક્યા છે . # Video : બિગબોસ 10 મારપીટ તો પાક્કી જ છે , આ રહ્યો પુરાવો અમે તમને એવી માહિતી આપીશુ જેને જાણીને તમે ચોક્કસ હેરાન થઇ જશો . જો તમે બિગબોસના 10 કન્ટેસ્ટન્ટના નામ જાણી લીધા હોય તો તે બધા જ નામોમાં એક નામ છે આકાંશા શર્મા . આપ વિચારી રહ્યા હશો કે અમે આ નામ પર આટલું ફોકસ કેમ કરી રહ્યા છે . તો આપને જણાવી દઈએ કે આકાંશા શર્મા ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહની ભાભી રહી ચુક્યા છે . જેનો ખુલાસો આકાંશા શર્માએ જાતે જ કર્યો છે . આપને જણાવી દઈએ કે આકાંશા શર્મા ના લગ્ન વર્ષ 2014માં યુવરાજ સિંહ ના ભાઈ જોરાવર સિંહ સાથે થયા હતા . પરંતુ આ લગ્ન 4 મહિનાથી વધારે ના ટકી શક્યા . બંનેના લગ્ન વર્ષ 2014માં થયા હતા અને 4 મહિનામાં જ તેઓ અલગ થઇ ગયા . પરંતુ હજુ સુધી તેમના તલાક થયા નથી . યુવરાજ સિંહ સાથે કનેક્શન હોવાના કારણે આકાંશા શર્માને એક મજબૂત પ્રતિસ્પર્ધી માનવામાં આવી રહી છે ." sports,"ઈન્ડોનેશિયામાં ચાલી રહેલ 18 માં એશિયન ગેમ્સમાં આમ તો રોજ ઘણી રોમાન્ચક મેચો જોવા મળી રહી છે , ઘણા ખેલાડીઓએ આ ખેલમાં પોતાના પ્રદર્શનથી બધાને પોતાના દીવાના બનાવી દીધા છે પરંતુ મંગળવારની રાહ દરેક રમત પ્રશંસક જોઈ રહ્યો હતો કારણ હતુ બેડમિન્ટનની એક ઐતિહાસિક મેચ કે જે ભારતની પી વી સિંધુ અને વિશ્વની નંબર વન ખેલાડી તાઈ જુ યિંગ વચ્ચે રમાવાની હતી . આ મુકાબલો ઐતિહાસિક એટલા માટે પણ હતો કારણકે સેમીફાઈનલ મુકાબલામાં રિયો ઓલિમ્પિકની સિલ્વર મેડલિસ્ટ સિંધુએ અકાને યામાગુચીને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો કે જે કોઈ પણ ભારતીય શટલર ખેલાડી દ્વારા કરવામાં આવેલુ શ્રેષ્ઠ પ્રદર્શન હતુ . તાઈ જુ યિંગે ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાયના નહેવાલને હરાવીને ફાઈનલમાં પગ મૂક્યો હતો . એટલે આ મુકાબલો બે દિગ્ગજો સાથે સાથે પોતાના દેશના ખેલાડીને હરાવનાર સામે હિસાબ ચૂક્તો કરનાર પણ હતો . જો કે આ મુકાબલામાં ફરીથી એક વાર તાઈ જુ યિંગે મેદાન મારી લીધુ અને પી વી સિંધુને હરાવીને ગોલ્ડ પર કબ્જો મેળવી લીધો . વળી સિંધુને સિલ્વર મેડલથી જ સંતોષ માનવો પડ્યો . આ પણ વાંચોઃ યામાગુચીને હરાવીને પી વી સિંધુએ રચ્યો ઈતિહાસ , ફાઈનલમાં કર્યો પ્રવેશ હારીને પણ રચ્યો ઈતિહાસ તમને જણાવી દઈએ કે પી વી સિંધુ ભલે આ મેચ હારી ગઈ હોય અને તે ગોલ્ડ ચૂકી ગઈ હયો પરંતુ તેમછતા તેણે ઈતિહાસ રચ્યો છે કારણકે ભારતીય ખેલના ઈતિહાસમાં પી વી સિંધુ એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતનાર પહેલી ભારતીય ખેલાડી બની ગઈ છે . આ મહત્વના મુકાબલામાં સિંધુએ 21 - 13 થી પોતાનો પહેલો સેટ ગુમાવી દીધો . વળી , બીજા રાઉન્ડમાં તાઈએ 16 - 21 થી બીજો સેટ જીતીને ભારતની ગોલ્ડની આશાઓ તોડી દીધી અને સિંધુએ ફરીથી એક વાર સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો . તમને જણાવી દઈએ કે આ મેડલ સાથે ભારતના ચંદ્રકોની સંખ્યા હવે 44 થઈ ગઈ છે . આ પણ વાંચોઃ એશિયન ગેમ્સ 2018 : મહિલા કબડ્ડીમાં ભારતને હરાવનાર ભારતીય મહિલા" sports,"પોતાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ દરમિયાન ઘણી વખત પ્રતિબંધિત કરવામાં આવેલા અખ્તરે કહ્યું કે એ સાચી વાત છે કે મારે કારકિર્દીમાં ઘણા વિવાદોનો સામનો કરવો પડ્યો , પરંતુ દરેક વખતે મારી ભૂલ નહોતી . જો કે , શાહિદ આફ્રિદી સાથે પાકિસ્તાન ડ્રેસિંગ રૂમમાં થયેલા વિવાદનો તેણે સ્વિકાર કર્યો છે . અખ્તરે આઇપીએલ અંગે કહ્યું કે , તે વાસ્તવિક ક્રિેકેટ નથી . પૈસા અને ગ્લેમરના કારણે ખેલાડીઓ તેમા ભાગ લઇ રહ્યાં છે . આઇપીએલમાં થતી લેટ નાઇટ પાર્ટી અંગે અખ્તરનું કહેવું છે કે ઓસ્ટ્રેલિયા હોય કે ભારત કે પછી અન્ય કોઇ ટીમ . પ્રત્યેક ટીમના ખેલાડીઓ પાર્ટીમાં જાય છે . જ્યારે હું 22 - 23 વર્ષનો હતો , ત્યારે લેટ નાઇટ પાર્ટી કરવો એ પાકિસ્તાન ટીમનું કલ્ચર હતું . ખેલાડી લેટ નાઇટ પાર્ટી કરે છે અને રાત્રે મોડેથી સુએ છે , જેની અસર તેમના પ્રદર્શન પર પડે છે . અખ્તરે પીસીબી સાથેના પોતાના વિવાદ અંગે કહ્યું કે બોર્ડમાં કેટલાક ભ્રષ્ટ લોકો છે , જેમના કારણે ખેલાડીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને મે જ્યારે તેની સામાને ઉઠાવ્યો તો મને નિશાન બનાવવા આવ્યો . હું ભવિષ્યમાં પણ દેશ અને ક્રિકેટની ભલાઇ માટે અવાજ ઉઠાવતો રહીશ ." entertainment,"એમટીવી યંગ જનરેશનની સૌથી મનગમતી ચૅનલ છે . આ ચૅનલનો શો રોડીઝ યંગસ્ટર્સ વચ્ચે ઘણો લોકપ્રિય થયો હતો . શોના હોસ્ટ રણવજિયર , રઘુ તથા રાજીવ યંગસ્ટર્સ માટે હીરો બની બની ગયા હતાં , પરંતુ ધીમે - ધીમે આ શોની લોકપ્રિયતા ઘટવા લાગી અને તેનું સ્થાન લઈ લીધું સ્પ્લિટ્સવિલાએ . સ્પ્લિટ્સવિલા એક એવો શો છે કે જેમાં કેટલાક છોકરાઓ અને છોકરીઓ પોતાના માટે પ્રેમની શોધમાં આવે છે . અનેક વખત આ લવ સ્ટોરીઝ શોના અંત સુધી ચાલે છે , તો ક્યારેક - ક્યારેક શો દરમિયાન જ આ પ્રેમ કહાણીઓ બદલાઈ જાય છે . આ વખતે સ્પ્લિટ્સવિલા 7માં પણ અનેક હૉટ અને સેક્સી યુવતીઓ તથા ડૅશિંગ યુવાનોએ ભાગ લીધો છે . કે જેમાંથી બે જોડીઓ હાલ ફાઇનલમાં એક - બીજા સાથે પાર્ટિસિપેટ કરવાનો ઇંતેજાર કરી રહી છે . આ બે જોડીઓમાં સામેલ છે મયંક ગાંધી તથા સ્કારલેટ તથા બીજી જોડી છે અભિષેક અને ખુશી . તો ચાલો બતાવીએ એમટીવી સ્પ્લિટ્સવિલા 7નની કેટલાક સુંદર અને હૉટ સ્પર્ધકોની તસવીરો :" sports,"આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અનેક ખેલાડીઓએ વિભિન્ન પ્રકારના રેકોર્ડ નોંધાવ્યા છે . સર ડોન બ્રેડમેને જ્યારે પોતાની કારકિર્દી પૂર્ણ કરી ત્યારે તેમણે 29 સદી ફટકારી હતી . એ સમયે એવું કહેવાતું હતું કે આગામી ઘણા વર્ષો સુધી આ રેકોર્ડ તૂટી શકશે નહીં , પરંતુ 36 વર્ષ બાદ સુનિલ ગાવસ્કરે તેમના રેકોર્ડને તોડ્યો , ત્યારબાદ પાંચ બેટ્સમેનોએ સુનિલ ગાવસ્કર દ્વારા બનાવવામાં આવેલા ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદીના રેકોર્ડને તોડી નાંખ્યો . જેમાં એક નામ ભારતના મહાન ખેલાડી સચિન તેંડુલકરનું પણ છે . સચિન તેંડુલકરે ટેસ્ટ ક્રિકેટમાં 50 સદીઓ ફટકારી છે . હાલના સમયે જોવામાં આવે તો એવો એકપણ ખેલાડી જણાતો નથી કે જે અમુક વર્ષેમાં સચિનના આ રેકોર્ડને તોડી શકશે . આવા અનેક રેકોર્ડ છે , જે સચિન તેંડુલકરે પોતાની 24 વર્ષ જેટલી લાંબી ક્રિકેટ કારકિર્દીમાં બનાવ્યા છે . આજે એમાના જ સાત એવા રેકોર્ડ અંગે અમે તસવીરો થકી માહિતી આપી રહ્યાં છીએ , જે ભવિષ્યમાં કોઇ ખેલાડી દ્વારા તોડવામાં આવશે કે કેમ તે એક પ્રશ્ન છે . ટીમ ઇન્ડિયાના યુવા ખેલાડી સંજુ સેમસનની 10 અજાણી વાતો 1975 WC : ‘અણનમ ' ગાવસ્કરના 174 બોલમાં માત્ર 36 રન ! આ પણ વાંચોઃ - . . . છતાં આ ખેલાડીઓ આગળ ન લાગ્યું ‘મહાન ' નું લેબલ" sports,"pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; મુંબઇ , 5 ઓક્ટોબરઃ ટી20 વર્લ્ડકપમાંથી બહાર થઈ ગયા બાદ નિરાશ થયેલા સુરેશ રૈનાએ સોશિયલ સાઇટસ ટિવટર પર પોતાની ભડાસ નીકાળી હતી . આ પાકિસ્તાનની ટીમ માટે વપરાયેલા કઠોર શબ્દો હતા . જે બાદમાં એકાઉન્ટમાંથી ડિલીટ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ અંગે સુરેશ રૈનાએ જણાવ્યું હતું કે આ કોમેન્ટ મેં નહીં પણ મારા ભત્રીજાએ કરી હતી . હું એક સ્પોર્ટસમેન છું માટે હું કોઇ ખેલાડી અથવા ટીમનું અપમાન કરી શકું નહીં . આનાથી જેની લાગણી દુભાઇ છે તેમની હું માફી માગું છું . રૈનાએ ભારત આવતા જણાવ્યું હતું કે હું ઘણાં દિવસો બાદ વતન પાછો ફર્યો છું . એટલે હું ઘણો ખુશ છું . અને હવે હું ચેન્નઇ સુપરકિંગ્સ સાથે જોડાવા આતુર છું . pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; function googleAnalyticsCodeCommon ( ) { var main _ url = $ ( ' link [ rel = "" canonical "" ] ' ) . attr ( "" href "" ) ; var url = document . location . href ; var pattern = ' https : / / ' + window . location . hostname ; url = url . replace ( pattern , "" "" ) ; var title = document . title ; ga ( "" oneindiagu . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" rosoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" dhoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; url = document . location . href ; var jcode = ' var _ comscore = _ comscore | | [ ] ; var comscoreParams = { c1 : "" 2 "" , c2 : "" 7732551 "" , c3 : "" "" , c4 : "" ' + url + ' "" , c5 : "" "" , c6 : "" "" , c15 : "" "" } ; _ comscore . push ( comscoreParams ) ; var s = document . createElement ( "" script "" ) , el = document . getElementsByTagName ( "" script "" ) [ 0 ] ; s . async = true ; s . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / sb "" : "" http : / / b "" ) + "" . scorecardresearch . com / beacon . js "" ; el . parentNode . insertBefore ( s , el ) ; ' ; setTimeout ( jcode , 500 ) ; var _ qevents = _ qevents | | [ ] ; ( function ( ) { var elem = document . createElement ( ' script ' ) ; elem . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / secure "" : "" http : / / edge "" ) + "" . quantserve . com / quant . js "" ; elem . async = true ; elem . type = "" text / javascript "" ; var scpt = document . getElementsByTagName ( ' script ' ) [ 0 ] ; scpt . parentNode . insertBefore ( elem , scpt ) ; } ) ( ) ; _ qevents . push ( { qacct : "" p - yjta2aSVPaHEL "" } ) ; window . google _ analytics _ uacct = "" UA - 110466 - 73 "" ; }" entertainment,"બૉલીવુડ ફિલ્મ નિર્માણ કમ્પની યશ રાજ ફિલ્મ્સ એટલે કે વાયઆરએફ દક્ષિણ ભારતીય ફિલ્મોનું નિર્માણ શરૂ કરવા જઈ રહી છે . સફળતમ હિન્દી ફિલ્મ બૅન્ડ બાજા બારાતની તામિળ તેમજ તેલુગુ રીમેક દ્વારા વાયઆરએફ દક્ષિણ ભારતીય ફિલ્મોનું નિર્માણ શરૂ કરશે . વાયઆરએફ દ્વારા જારી એક નિવેદન મુજબ - આદિત્ય ચોપરાના નિર્માણ હેઠળ બનતી બૅન્ડ બાજા બારાતની તામિળ - તેલુગુ રીમેકનું દિગ્દર્શન ગોકુલ કૃષ્ણા કરશે . લોકપ્રિય દક્ષિણ ભારતીય અભિનેતા નૈની તેમજ નવોદિત અભિનેત્રી વાણી કપૂર ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવશે . ફિલ્મનું શૂટિંગ ગત માસે શરૂ થઈ ચુક્યું છે , જ્યારે ફિલ્મનું નામ નક્કી કરવાનું હજી બાકી છે . વાયઆરએફના ઉપપ્રમુખ ( માર્કેટિંગ તથા કમ્યુનિકેશન ) રફીક ગંગજીએ એક નિવેદનમાં જણાવ્યું - વાયઆરએફ દ્વારા નિર્માણ પામનારી પ્રાદેશિક ફિલ્મોમાં પ્રથમ ફિલ્મ બૅન્ડ બાજા બારાતની રીમેક હશે . નોંધનીય છે કે બૅન્ડ બાજા બારાત બૉલીવુડ ફિલ્મ છે કે જેમાં અનુષ્કા શર્મા અને રણવીર સિંહ મુખ્ય ભૂમિકામાં હતાં . શાહરુખ ખાન સાથે રબ ને બના દી જોડી ફિલ્મ દ્વારા બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર અનુષ્કાની આ બીજી ફિલ્મ હતી ." business,ડોલરને મુકાબલે સુધી નીચે ગગડ્યા પછી રૂપિયામાં હવે સુધારો દેખાઈ રહ્યો છે . શુક્રવારે રૂપિયો 72 કરતા નીચે આવી ગયો છે . શુક્રવારે શરૂઆતી કારોબાર દરમિયાન ડોલરના મુકાબલે રૂપિયો 71.84 પર આવી ચુક્યો છે . ડોલરને મુકાબલે રૂપિયો 53 પૈસા મજબૂત થઈને 71.84 પર કારોબાર કરી રહ્યો છે . ડોલરને મુકાબલે રૂપિયો બે અઠવાડિયાના મજબૂત સ્તરે પહોંચી ગયો છે . શુક્રવારે શેરમાર્કેટમાં સુધારો જોવા મળ્યો છે . શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ અને નિફટી બંનેમાં શાનદાર તેજી જોવા મળી છે . સેન્સેક્સ શુક્રવારે 289.67 અંક વધ્યું છે જયારે નિફટી પણ 89.55 અંક વધી છે . પર્સનલ લોન લેતા પહેલાં ધ્યાન રાખો આ 5 બાબતો રૂપિયો ગઈ કાલે ડોલરના મુકાબલે 72.37 પર બંધ થયો હતો . બુધવારે કારોબારમાં રૂપિયો 72.34 રૂપિયા પ્રતિ ડોલરના ઉપલા સ્તરે પહોંચ્યો હતો . અંતમાં રૂપિયો ગઈ કાલે 61 પૈસાની મજબૂતી સાથે 72.37 રૂપિયા પ્રતિ ડોલર પર બંધ થયો હતો . વૈશ્વિક સ્તરે કાચા તેલની કિંમત નરમ પડવાને કારણે રૂપિયામાં સુધાર જોવા મળી રહ્યો છે . જો ક્રૂડ ઓઇલ સસ્તું થશે તો સીધી રીતે મોંઘવારી અટકવાની સંભાવના વધી જશે અને રૂપિયાની હાલતમાં પણ સુધાર આવશે . 9 વર્ષ પછી RBI એ 8.46 ટન સોનાની ખરીદી કરી entertainment,કરણ જૌહરની નટખટ રાધાએ હાઈવેમાં એક સીધી - સાદી છોકરીનો અવતાર ધર્યો છે . નટખટ રાધાને ઓળખ્યાં કે કેમ ? અરે એ જ નટખટ રાધા સ્ટુડન્ટ ઑફ ધ ઈયર ફૅમ આલિયા ભટ્ટ . પોતાની પ્રથમ જ ફિલ્મ દ્વારા લોકોના દિલોમાં રાજ કરનાર આલિયા ભટ્ટ પોતાની બીજી ફિલ્મ હાઈવેમાં એક સીધી - સાદી છોકરીનો રોલ કરી રહ્યાં છે . ફિલ્મનું શૂટિંગ લગભગ સમાપ્તિના આરે છે અને આલિયાની માનીએ તો હાઈવે તેમના માટે પડકારજનક ફિલ્મ રહી . ગત વર્ષે કરણ જૌહર નિર્મિત સ્ટુડન્ટ ઑફ ધ ઈયર ફિલ્મમાં એક મૉડર્ન છોકરીની ભૂમિકા સાથે આલિયા ભટ્ટે પોતાના ફિલ્મી કૅરિયરની શરુઆત કરી હતી . દિગ્દર્શક ઇમ્તિયાઝ અલી તેમજ નિર્માતા સાજિદ નડિયાદવાલાની હાઈવે ફિલ્મમાં આલિયા ભટ્ટ એક સીધી - સાદી છોકરીના રોલમાં છે . ફિલ્મની વાર્તા બે એવા યુવાનોની છે કે જેમના સ્વભાવ એક - બીજાથી વિરુદ્ધ છે . આવો હાઈવે ફિલ્મની તસવીરી ઝલક સાથે જાણીએ આલિયા ભટ્ટના ફિલ્મ સાથે જોડાયેલા અનુભવો . sports,"જયપુર , 16 ઓક્ટોબરઃ પુણેમાં શ્રેણીની પ્રથમ વનડે હાર્યા બાદ એવું લાગી રહ્યું હતું , કે ટીમ ઇન્ડિયા જયપુરમાં ધમાકેદાર પ્રદર્શન કરશે . ખાસ કરીને બોલિંગ સેક્ટરમાં , પરંતુ ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા ભારત સામે જે વિશાળકાય લક્ષ્યાંક મુક્યો છે , તેનાથી ફરીથી ભારતીય ક્રિકેટ ટીમની નબળી બોલિંગ ક્રિકેટ વિશ્વની આંખોમાં ખૂંચવા લાગી છે . બેટિંગ ક્ષેત્રે ભારત ગમે તેટલું મજબૂત હોય પરંતુ બોલિંગ હંમેશા ભારત માટે એક નબળું પાસુ રહ્યું છે . જયપુરમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ટોસ જીતીને બેટિંગ કરતા ભારત સામે 360 રનનો લક્ષ્યાંક મુક્યો છે . ઓસ્ટ્રેલિયા તરફથી હોજે 83 , બેલીએ અણનમ 92 રનની ઇનિંગ રમી હતી . આ ઉપરાંત ફિંચે 50 અને વોટ્સન 59 અને મેક્સવેલે 53 રનની ઇનિંગ રમી હતી . ભારત તરફથી માત્ર વિનય કુમાર જ થોડોક સફળ રહ્યો હતો અને તેણે બે વિકેટ લીધી હતી જ્યારે આર અશ્વિને એક વિકેટ લીધી હતી . ભારતની બોલિંગની વાત કરીએ તો ભુવનેશ્વર કુમારે 10 ઓવરમાં 54 , ઇશાંત શર્માએ નવ ઓવરમાં 70 , વિનય કુમારે નવ ઓવરમાં 73 , જાડેજાએ 10 ઓવરમાં 72 , અશ્વિને 8 ઓવરમાં 50 અને યુવરાજ સિંહે 4 ઓવરમાં 35 રન આપ્યા હતા . આમ જયપુરમાં ભારતની બોલિંગ ફરી કંગાળ રહી હતી . અહીં તસવીરો થકી ઓસ્ટ્રેલિયાની ઇનિંગ દર્શાવવામાં આવી છે ." entertainment,"દક્ષિણ ભારતીય સુપર સ્ટાર ધનુષ કહે છે કે ભલે તેમની પાસે કેટલીય ફિલ્મોની ઑફર આવે , પણ તેઓ ફિલ્મની પસંદગી કરતી વખતે પટકથા એટલે કે સ્ક્રિપ્ટને મહત્વ આપે છે . ધનુષની પ્રથમ બૉલીવુડ ફિલ્મ રાંઝણા ટુંકમાં જ રિલીઝ થવાની છે . ધનુષ શુક્રવારે ફિલ્મના પ્રમોશન પ્રસંગે બોલી રહ્યા હતાં . તેમની સાથે ફિલ્મના હીરોઇન સોનમ કપૂર પણ ઉપસ્થિત હતાં . ધનુષે જણાવ્યું - મારી પ્રાથમિકતા ફિલ્મની સ્ક્રિપ્ટ હોય છે . હું એવી ફિલ્મોની પસંદગી કરુ છું કે જે પડકારજનક હોય અને જેમાં હું પોતાનો સર્વશ્રેષ્ઠ રોલ કરી શકું . ધનુષે 2002માં થુલ્લુવાધો ઇલામાય સાથે તામિળ સિનેમામાં શરુઆત કરી હતી અને અત્યાર સુધી તેઓ 28 તામિળ ફિલ્મોમાં કામ કરી ચુક્યાં છે . તેઓ દેશ ભરમાં ફિલ્મ 3ના ગીત વ્હાય ધિસ કોલાવેરી ડી . . . ના કારણે પ્રખ્યાત થયાં છે . તેમણે તામિળ ફિલ્મ આદુકલમ માટે રાષ્ટ્રીય ફિલ્મફૅર પુરસ્કાર પણ હાસલ કર્યુ છે . રાંઝણા સફળ થતા દક્ષિણ ભારતીય સિનેમા અને બૉલીવુડ વચ્ચે તાલમેલના પ્રશ્ને ધનુષે જણાવ્યું - હું તે અંગે અત્યારે નથી વિચારતો . હું હાલ રાંઝણા રિલીઝ થવાની રાહ જોઈ રહ્યું છું . જો રાંઝણા સફળ થાય , તો હું આગળ એક તામિળ અને એક હિન્દી ફિલ્મ કરીશ . આનંદ એલ રાય દિગ્દર્શિત રાંઝણા ફિલ્મમાં અભય દેઓલ પણ છે . ફિલ્મ 21મી જૂને રિલીઝ થશે . આવો તસવીરોમાં જોઇએ રાંઝણા ફિલ્મનું પ્રમોશન ." sports,"આઇપીએલ 10 સિઝનની આજે 52મી મેચ છે , જે દિલ્હી ડેરડેવિલ્સ અને રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસ વચ્ચે આ મેચ હાલ દિલ્હીના ખચાખચ ભરેલા ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમમાં રમાઇ રહી છે . ત્યારે આ મેચની તમામ લેટેસ્ટ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો . અહીં અમે તમને આ મેચની તમામ અપડેટ આપતા રહીશું . UPDATE : રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસઃ અજિંક્ય રહાણે , રાહુલ ત્રિપાઠી , સ્ટીવ સ્મિથ ( કેપ્ટન ) , મહેન્દ્રસિંઘ ધોની ( વિકેટ કીપર ) , બેન સ્ટોક્સ , મનોજ તિવારી , ક્રિશ્ચિયન , વોશિંગ્ટન સુંદર , શાર્દુલ ઠાકુર , જયદેવ ઉનડકટ , એડમ ઝમ્પા દિલ્હી ડેરડેવિલ્સઃ સંજુ સેમસન , કરૂણ નાયર , રિષભ પંત , શ્રેયસ અય્યર ( વિકેટ કીપર ) , માર્લોન સેમ્યુઅલ્સ , કોરી એન્ડરસન , શાહબાજ નદીમ , પેટ કમિન્સ , અમિત મિશ્રા , ઝહિર ખાન , મોહમ્મદ શમી ," entertainment,"પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપિક ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીનું ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યુ છે . વિવેક ઓબેરોય નરેન્દ્ર દામોદર દાસ મોદીના લુકમાં જોવા મળી રહ્યા છે . તેમણે લગભગ પીએમ મોદીના લુકને મેચ કર્યુ છે . તેમની પાછળ રાષ્ટ્રીય ધ્વજ લહેરાતો જોવા મળી રહ્યો છે અને ફિલ્મને પંચલાઈન આપવામાં આવી છે ઉ - દેશભક્તિ જ મારી શક્તિ . ફિલ્મનું પોસ્ટર 23 ભાષાઓમાં લોન્ચ કરવામાં આવ્યુ છે . નોંધનીય છે કે 2019 પહેલા આ ફિલ્મ મોદી માટે માસ્ટર સ્ટ્રોક સાબિત થઈ શકે છે . તમને જણાવી દઈએ કે ફિલ્મનું નિર્દેશન કરી રહેલા ઓમંગ કુમાર આ પહેલા સરબજીત અને મેરી કોમની બાયોપિક પણ બનાવી ચૂક્યા છે . આ ફિલ્મો બોક્સ ઓફિસ પર સારી ચાલી અને ફેન્સની અપેક્ષાઓ પર પણ ખરી ઉતરી . પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ બાયોપિકમાં તેમના જીવનની ઘણી ઘટનાઓને પડદા પર ઉતારવામાં આવશે . આ ફિલ્મથી વિવેક ઓબેરોયને ઘણી અપેક્ષાઓ છે . તે ઘણા વર્ષો બાદ આ ફિલ્મથી કમબેક કરવા જઈ રહ્યા છે . ફિલ્મના પ્રોડ્યુસર્સમાં વિવેક ઓબેરૉયના પિતા સુરેશ ઓબેરૉય પણ શામેલ છે . હાલમાં વિવેક બોલિવુડમાં નહિ પરંતુ સાઉથની ફિલ્મોમાં વધુ સક્રિય છે . તેમણે અજીત કુમાર સાથે વિવેગમ જેવી સુપરહિટ ફિલ્મ પણ આપી હતી . મીડિયાના રિપોર્ટ અનુસાર બાયોપિકમાં પ્રાઈમ મિનિસ્ટરની ભૂમિકા માટે વિવેક ઓબેરૉયને સિલેક્ટ કરતા પહેલા પરેશ રાવલને કન્સીડર કરવામાં આવી રહ્યા હતા . ફિલ્મનું શૂટિંગ દિલ્લી , ગુજરાત હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં થશે . આ પણ વાંચોઃ ભાજપ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની ચાલતી ટ્રેનમાં હત્યા , લાગ્યો હતો રેપનો આરોપ" sports,"કોલકતા , 6 નવેમ્બરઃ સચિન તેંડુલકરના નામનો ખોટો સ્પેલિંગ લખવાના કારણે મજાકનું પાત્ર બનેલા બંગાળ ક્રિકેટ સંઘ ( કેબ ) ને બુધવારે ફરીથી ક્ષોભજનક સ્થિતિમાં મુકાવુ પડ્યું હતું . ઇલેક્ટ્રોનિક સ્કોરબોર્ડ પર આ દિગ્ગજ બેટ્સમેનના પત્નીનું ‘મિસ્ટર ' અંજલિ લખીને સ્વાગત કરવામાં આવ્યું . કેબ તરફથી કરવામાં આવેલી બે દિવસમાં આ બીજી ભૂલ છે . હાઇકોર્ટ છેડે સ્થિત મોટી સ્ક્રીન પર પહેલી ટેસ્ટ મેચના પહેલા દિવસે લંચ દરમિયાન લખવામાં આવ્યું હતું કે , વેલકમ મિસ્ટર અંજલિ તેંડુલકર એન્ડ માસ્ટર અર્જુન તેંડુલકર . અંજલિ પોતાના પુત્ર અર્જુન સાથે લંચ સમયે પ્રેસિડેન્ટ બોક્સમાં પહોંચી હતી , પરંતુ મોટી સ્ક્રીન પર ખોટા સંદેશ આપવામાં આવ્યા . અમુક મિનિટ બાદ ભૂલમાં સુધારો કરવામાં આવ્યો , જો કે ત્યાં સુધી જે નુક્સાન થવાનું હતું તે થઇ ગયું હતું . કેબના સંયુક્ત સચિવ સુબીર ગાંગુલીએ કહ્યું કે , આ ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે કે પ્રત્યેક દિવસ કંઇકને કંઇક બની રહ્યું છે . અમે કંઇ નથી કરી શકતા કારણ કે તેની જવબદારી ખાનગી એજન્સી પાસે છે . જો કે , મેચ પૂર્ણ થયા બાદ અમે એજન્સી વિરુદ્ધ કાર્યવાહી કરીશું . જે કંઇ થયું તેના માટે અમે માફી માગીએ છીએ . મંગળવારે ભારતીય સુકાની મહેન્દ્ર સિંહ ધોની દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં આવતાની સાથે જ કેબની ભૂલ તરફ ઇશારો કરવામાં આવ્યો . તેમણે કહ્યું કે , પહેલા મને એ જણાવો કે સચિનના નામનો સ્પેલિંગ ખોટો કોણે લખ્યો . આ ઘણી મોટી ભૂલ છે . કેપના કોષાધ્યક્ષ વિશ્વરુપ ડેએ આ વાતને મોટી બનાવવા બદલ ધોનીની ટીકા કરી છે . તેમણે કહ્યું કે , ધોની અમને કહીં શકતા હતા , પરંતુ તેમણે તે ઉચિત ના સમજ્યું ." entertainment,"રાતોરાત સુપરસ્ટાર બનવાનો મોકો ભાગ્યે જ કોઈ ટીવી સ્ટારને મળે છે . એક શૉ હિટ થયા પછી તેમની ગણતરી મોટા ટીવી સ્ટારમાં થવા લાગે છે . હાલમાં આવું જ કંઈક ચાલી રહ્યું છે શ્રદ્ધા આર્યા સાથે , જે કુંડળી ભાગ્ય સીરિયલમાં પ્રિતોનો રોલ કરી રહી છે . તે હાલમાં પોતાની ઓનસ્ક્રીન સંસ્કારી ઇમેજ પાછળ છોડી ચુકી છે . શ્રદ્ધા આર્યા હવે ટીવીની બોલ્ડ સુપરસ્ટાર લિસ્ટમાં શામિલ થઇ ચુકી છે . આવતાની સાથે આ શૉ ટીઆરપી લિસ્ટમાં જોરદાર ઉડાન ભરી રહ્યો છે . આ શૉને નંબર 1 લિસ્ટમાંથી હટાવવું ખુબ જ મુશ્કિલ બની ગયું છે . શ્રદ્ધા આર્યાની હોટ તસવીરોએ તેનેં વાયરલ સુપરસ્ટાર બનાવી દીધી છે . શ્રદ્ધા હાલમાં સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ થઇ ગયી છે . હાલમાં તે પોતાના મિત્રો સાથે ટોલિયામાં ડાન્સ કરતી પણ નજરે પડી હતી . સોશ્યિલ મીડિયા પર તે અવારનવાર પોતાની ફોટો શેર કરતી રહે છે . જો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક નજર કરવામાં આવે તો શ્રદ્ધા આર્યા રિયલ લાઈફમાં પણ ઘણી બોલ્ડ છે . શ્રદ્ધાએ હાલમાં જ કેટલીક તસવીરો પોસ્ટ કરી છે જે ખુબ જ વાયરલ થઇ રહી છે . તો એક નજર કરો સોશ્યિલ મીડિયા પર વાયરલ થતી ટીવી સ્ટારની બોલ્ડ તસવીરો પર . . . ." entertainment,"[ બોલીવુડ ] વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને આપણે તસવીરોમાં , ક્રિકેટના મેદાનમાં તો જોયા જ છે . પરંતુ હવે લાગે છે કે ટૂંક સમયમાં જ તેમના ફેન્સ તેમને સિલ્વર સ્ક્રીન પર પણ જોઇ શકશે . હા , સૂત્રોની માનીએ તો બંને અનુરાગ કશ્યપની ફિલ્મ બોમ્બે વેલવેટમાં સાથે જોવા મળશે . એક મિનિટ આપની ગુંચવળ દૂર કરી દઇએ . ફિલ્મમાં રણવીર કપૂર અને અનુષ્કા શર્મા જ છે . પરંતુ બની શકે છે કે આ ફિલ્મની સાથે વિરાટ પોતાની બોલીવુડ ડેબ્યૂ કરે . નોંધનીય છે કે રિયલ લાઇફની જેમ ફિલ્મમાં પણ વિરાટ ક્રિકેટરની ભૂમિકામાં દેખાશે . સૂત્રોની માનીએ તો ફિલ્મમાં લીડ રોલ રણવીર કપૂર નિભાવી રહ્યા છે , પરંતુ અનુષ્કાની સાથે કેટલાંક સીન વિરાટના પણ છે . જો આ અફવાહ સાચી થઇ તો અનુરાગ કશ્યપની ફિલ્મને ખૂબ જ ફાયદો થઇ શકે છે . અનુષ્કા અને વિરાટને મોટા પર્દા પર સાથે જોવા માટે તેમના ફેન્સ ઉત્સાહિત છે . હવે તો ફિલ્મની રાહ છે જે 15 મેના રોજ રિલિઝ થઇ રહી છે ." sports,ક્રિકેટની દુનિયામાં એક ખૂબ જ દુખદ ઘટના બની છે . નવોદિત ગુજરાતી ક્રિકેટરની શ્રીલંકામાં સ્વિમિંગ પુલમાં ડૂબી જવાના કારણે મોત થઇ છે . હાલ જે પ્રાપ્ત માહિતી મળી રહી છે તે મુજબ શ્રીલંકામાં અંડર 17ની ટીમમાં આ ખેલાડી રમવા આવ્યો હતો . અને તે આઇસલેન્ડ નેશનની ટીમ માટે રમી રહ્યો હતો અને મૂળ ગુજરાતનો યુવાન હતો . શ્રીલંકામાં મેચ રમવા આવેલા આ ખેલાડીની ઉંમર ખાલી 12 વર્ષની હતી . શ્રીલંકાના સ્થાનીક મીડિયા સંડે ટાઇમ્સમાં જે મુજબ ખબર છાપવામાં આવી છે તે પ્રમાણે આ ઘટના ત્યારે થઇ જ્યારે ટીમના ચાર ખેલાડીઓ સ્વિમિંગ પુલમાં હતા . શ્રીલંકાની પામુગામા હોટલના સ્વિમિંગ પુલમાં જ્યારે ચાર વિદ્યાર્થીઓ તરી રહ્યા હતા ત્યારે આ દુર્ધટના થઇ હતી . તે પછી યુવકને હોસ્પિટલ પણ લઇ જવામાં આવ્યો હતો . પણ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો . રિપોર્ટ મુજબ તે પછી તેનો શબ પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યું હતું . અને આ સમગ્ર ધટના કેવી રીતે થઇ તે માટે હાલ પોલીસ તપાસ કરી રહી છે . શ્રીલંકાની આ ટૂર્નામેન્ટમાં રમવા માટે કુલ 19 યુવાનો આવ્યા હતા . entertainment,"હાલમાં જ જાણીતી બોલીવૂડ અભિનેત્રી ચિત્રાંગદા સિંહ પોતાના ડાયરેક્ટર પર આરોપ લગાવ્યો કે તેણે ચિંત્રાગદા સાથે જબરદસ્તી સેક્સી સીન કરાવ્યો . અને ના પાડવા છતાં તેણે બધાની સામે તેને ટોકી અને ખરી ખોટી વાતો સંભળાવી . જેના કારણે તે રડીને આ સેટ છોડીને જતી રહી . નોંધનીય છે કે આ વખતે તેમની સાથે સેટ પર નવાઝુદ્દીન સિદ્દીકી પણ હતા . અને આ ફિલ્મને અડધેથી છોડીને ચિંત્રાગદા ચાલી ગઇ . નિર્દેશકની જબરજસ્તી સેક્સ સીન માંગણી , ચિત્રાંગદાએ રડીને છોડ્યો ફિલ્મ સેટ ત્યારે હવે ફિલ્મ ડાયરેક્ટર કુશાન નંદીના પાર્ટનર કિરણ શ્રોફે આ મામલે કેટલીક નવી વાતો સામે મૂકી છે . જેણે આ આખા મુદ્દાની બીજી બાજુ બતાવી છે . ત્યારે શું છે આ આખો મુદ્દો અને કિરણ શ્રોફે આ સમગ્ર પ્રકરણ પર ચિંત્રાગદા વિષે કેવી કેવી વાતો કહી છે તે વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં . . . ." entertainment,"કહેવાય છે કે બિકની એક મુશ્કેલ ડ્રેસ છે અને દરેક મહિલાઓનું તેને પહેરવું શક્ય નથી . કારણ કે બિકની માટે તેવું ફિગર પણ હોવું જરૂરી છે . જો કે બોલીવૂડમાં બિકની હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે . જ્યારે જ્યારે બોલીવૂડની કોઇ હિરોઇને બિકની પહેરી છે હંગામો અને ચર્ચા થઇ જ છે . અને કિરના કપૂરે જ્યારે ઝીરો સાઇઝ થઇને બિકની પહેરી હતી તે પછી તો બોલીવૂડની તમામ હિરોઇનોમાં જાણે કે બિકની પહેરવાનો એક ટ્રેન્ડ જ થઇ ગયો હતો . અને પછી ફિલ્મમાં હિરોઇન બિકની ના પહેરે તો નવાઇ હતી ! બોલીવૂડની તમામ હિરોઇનો તેમના બોડી અને ફિગરનું ખાસ ધ્યાન રાખે છે . અને માટે જ બિપાશા બસુ , પ્રિયંકા ચોપડા , સની લિયોની અને એમી જેક્શન જેવી હિરોઇનો જ્યારે બિકની પહેરે છે ત્યારે ખૂબ જ સેક્સી અને આકર્ષક લાગે છે . પણ હાલમાં જ જ્યારે આલિયા ભટ્ટે તેની ફિલ્મ શાનદારમાં પિંક રંગની બિકની પહેરી હતી . ત્યારે અનેક લોકોએ કહ્યું હતું કે આલિયા બિકનીમાં તેવી આકર્ષક નહતી લાગતી . વળી સિદ્ઘાર્થ મલ્હોત્રા સાથે આલિયા ભટ્ટના બિકની ફોટોશૂટના કારણે કમાલ આર ખાન અને સિદ્ધાર્થ મલ્હોત્રા વચ્ચે ટ્વિટર વોર પણ છેડાઇ ચૂક્યો હતો . ત્યારે આ પહેલા પણ બોલીવૂડની કેટલીક અભિનેત્રીઓએ તેમનો બિકની લૂક બતાવ્યો છે પણ તે તેમાં એટલી હોટ અને સેક્સી કરતા અજીબો ગરીબ વધુ લાગી છે . જુઓ તસવીરો . . . ." entertainment,"બૉલીવુડના સુપરસ્ટાર શાહરુખ ખાન ફરી એક વાર ફરહાન અખ્તરના દિગ્દર્શન હેઠળ કામ કરવા જઈ રહ્યાં છે , તે પણ ડૉન 3માં , પણ આ વખતનો ડૉન નથી એમ કહેવાનો કે તેને 11 દેશોની પોલીસ શોધી રહી છે અને નથી એમ પણ કહેશે કે તેને જંગલી બિલાડીઓ બહુ પસંદ છે . મળતી માહિતી મુજબ હવે આ ડૉન શક્ય છે કે જીંસ - પેંટ ન પણ પહેરે અને મૉડર્ન ડાન્સ પણ ન કરે . શક્ય છે કે આ વખતે ડૉન ગુજરાતી બોલશે અને કદાચ ગરબા પણ રમે , કારણ કે આ વખતે ફરહાન અખ્તર પડદા ઉપર ગુજરાતી ડૉન રજૂ કરનાર છે કે જેના માટે તેઓ સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં લાગેલા છે . તેઓ શાહરુખ ખાનને તૈયાર કરી ચુક્યાં છે અને તે માટે કિંગ ખાન પોતે પણ ઉત્સાહિત છે . કહે છે કે શાહરુખ ખાન આજકાલ ગુજરાતી વેશભૂષા તથા કલ્ચર પર ખાસ ધ્યાન આપી રહ્યાં છે . નોંધનીય છે કે ફરહાન અખ્તરે શાહરુખ ખાન સાથે ડૉન અને પછી ડૉન 2 બનાવી હતી . બંને ફિલ્મો સરેરાશ રહી હતી . શાહરુખે બંને ફૉર્મેટમાં એક્શન કિંગનો રોલ કર્યો હતે કે જેના વખાણ ભારત કરતા વિદેશોમાં વધુ થયા હતાં . જોઇએ ગુજરાતી અંદાજમાં કિંગ ખાન પડદા ઉપર કેવીક કમાલ કરે છે ?" sports,ટી20નો મતલબ છે જે 20 ઓવરમાં સૌથી વધુ રન . અને જે ટીમે વધુ રન કર્યા તેની જીતવાની સંભાવના વધારે . પણ આઇપીએલ ના 10 વર્ષના ઇતિહાસમાં એવું અનેક વાર બન્યું છે કે સમગ્ર ટીમ જ ચપટીમાં આઉટ થઇ જાય અને તેના કારણે મોટો અપસેટ સર્જાયો છે . હાલમાં વિરાટ કોહલીની આરસીબી ટીમે પણ ફટાફટ આઉટ થઇને આવો જ અપસેટ સર્જ્યો હતો . ત્યારે નીચેના આર્ટીકલમાં જાણો તેવી અન્ય કંઇ ટીમો છે જે ઓછો સ્કોર કરીને પેવિલિયન ભેગી થઇ ગઇ છે . અને બીજી ટીમના ઓછા ટાર્ગેટ આપી જીતવાના ચાન્સ વધાર્યા છે . આ અંગે વિગતવાર જાણો અહીં . . . . 1 . રોયલ ચેલેન્જર બેંગલોર IPL 2017માં વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર બેંગલોરે કલકત્તા નાઇટ રાઇડર્સની વિરુદ્ધમાં 9.0 ઓવરમાં જ 49 રન કરીને ઓલ આઉટ થઇ ગઇ હતી . અને આ સાથે આઇપીએલના 10 વર્ષના ઇતિહાસમાં સૌથી ઓછા રન કરનારી ટીમમાં મોખરેનું સ્થાન લઇ લીધું છે . 2 . રાજસ્થાન રોયલ્સ રાજસ્થાન રોયલ્સ 2009માં રોયલ ચેલેન્જર બેંગ્લોર વિરુદ્ધ રમતાં 15.1 ઓવરમાં 58 રનમાં ઓલ આઉટ થઇ ગયા હતા . 3 . કલકત્તા નાઇટ રાઇડર્સ આઇપીએલ 2008માં કલકત્તા નાઇટ રાઇડર્સે મુંબઇ ઇન્ડિયન વિરુદ્ધ રમતા 15.2 ઓવરમાં 67 રને ઓલઆઉટ થઇને હાર માની લીધી હતી . 4 . રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 2014ની મેચમાં રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ રમતા 15 ઓવરમાં 50 રન આપી ઓલઆઉટ થતા અપસેટ સર્જ્યો હતો . 5 . કોચી ટ્સકર્સ કેરલા આઇપીએલ 2011 વખતે કોચી ટ્સકર્સ કેરલાએ 16.3 ઓવરમાં 74 રને ઓલઆઉટ થઇ ગઇ હતી . જેના લીધે તે આ લિસ્ટમાં 5માં ક્રમે છે . 6 . ચેન્નઇ સુપર કિંગ્સ 2013માં આ ટીમે મુંબઇ ઇન્ડિયન વિરુદ્ધ રમતા 15.2 ઓવરમાં 79 રને ઓલઆઉટ થઇ ગયા હતા . 7 . દિલ્હી ડેરડેવિલ્સ દિલ્હી ડેરડેવિલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ રમતા 2013માં 19.1 ઓવરમાં 80 રન આપી ઓલઆઉટ થઇ ગઇ હતી . 8 . રાજસ્થાન રોયલ્સ 2011માં રાજસ્થાન રોયલ્સે કલકત્તા નાઇટ રાઇડર્સ રમતા 15.2 . ઓવરમાં 81 રને ઓલઆઉટ થઇ હતી . 9 . ડેક્કન ચાર્જર્સે 2010માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ રમતા ડેક્કન ચાર્જર્સ 18.3 ઓવરમાં 82 રને ઓલઆઉટ થઇ હતી . 10 . રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 2008માં કોલકત્તા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ રમતા 15.1 ઓવરમાં 82 રને ઓલઆઉટ થઇ ગયા હતા . sports,"ટીમ ઇન્ડિયા અને ચેન્નઇ સુપરકિંગ્સના સ્ટાર ખેલાડી સુરેશ રૈનાના કરિયરમાં એક મહાન સિદ્ધી જોડાઇ ગઇ છે . કારણ કે તેમણે આઇપીએલમાં 3,500 રનોનો આંકડો પાર કરી લીધો છે . આઇપીએલ 1થી આઇપીએલ 8 સુધીની સફર સુરેશ રૈનાએ આ મહાન કામ કર્યું છે અને આઇપીએલમાં 3,500 રન બનાવનાર પહેલા બેટ્સમેન બની ગયા છે . આપને જણાવી દઇએ કે ઉત્તર પ્રદેશના સુરેશ રૈના આઇપીએલના 123 મેચોની 119 પારીઓમાં 19 વાર અણનમ રહેતા 3,506 રન બનાવ્યા છે . આઇપીએલમાં એક માત્ર સદી લગાવનાર રૈના આ દરમિયાન 24 અર્ધસદી લગાવી ચૂક્યા છે . આ દરમિયાન રૈનાએ 307 ચોગ્ગા અને 143 છગ્ગા લગાવ્યા છે . રૈના બાદ આઇપીએલમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ કેકેઆરના કપ્તાન ગૌતમ ગંભીરના નામે છે જેણે આઇપીએલમાં અત્યાર સુધી 3000 રન બનાવ્યા છે . ગંભીરે 111 મેચોની 110 પારીઓમાં 10 વખત અણનમ રહેતા 3,015 રન બનાવ્યા છે . ગંભીરે આ દરમિયાન 26 અર્ધસદી ફટકારી છે . જ્યારે આ લિસ્ટમાં ત્રીજા ક્રમે મુંબઇ ઇન્ડિયન્સના કપ્તાન રોહિત શર્માનું નામ આવે છે . રોહિતના નામે આઇપીએલની 119 મેચોની 115 પારીઓમાં 3147 રન બનાવવાનો રેકોર્ડ છે ." sports,"નવી દિલ્હીઃ એશિયા કપમાં ભારતીય ટીમની કમાન સંભાળનાર હીટમેન રોહિત શર્મા હાલ ટેસ્ટ ટીમથી બહાર છે , તેવામાં રોહિત શર્મા વિજય હજારે ટ્રૉફી રમીને આગામી સિરીઝ માટે તૈયારી કરી રહ્યા છે . મુંબઈ માટે રમતા રોહિત શર્માએ ક્વાર્ટર ફાઈનલમાં સારું પ્રદર્શન કર્યું અને 33 રન બનાવ્યા હતા . મુંબઈની ટીમે આ મેચ 9 વિકેટથી જીતી લીધો હતો . આ મેચ દરમિયાન કંઈક એવું થયું જેને જોઈ લોકો દંગ રહી ગયા હતા . વાત એમ હતી કે મેચ ખતમ થયા બાદ એક ફેન મેદાનમાં ઘૂસી ગયો હતો . રોહિત શર્મા જ્યારે મેદાનથી બહાર જઈ રહ્યો હતો તો એ ચાહકે શર્માને પગે લાગ્યો પણ એટલેથી તે ન અટક્યો , રોહિત શર્માને ગળે મળ્યો અને બીજા ગાલ પર રોહિત શર્માને કિસ કરવાનો જ હતો કે રોહિત શર્મા તેનાથી બચીને દૂર થઈ ગયો . જે બાદ આ ફેન નાચતાં કૂદતાં સ્ટેડિયમમાં ચાલ્યો યો . સુરક્ષાકર્મીને ખ્યાલ જ ન આવ્યો કે આ ફેન મેદાનમાં ક્યારે ઘૂસી ગયો હતો ." business,"ફૂડ ડિલિવરી સેગમેન્ટમાં ટૂંક સમયમાં એક મોટી ડીલ થઈ શકે છે . એપ્લિકેશન દ્વારા કેબ સેવાઓ પ્રદાન કરનારી ઉબર ( uber ) ની એક ફૂડ ડિલિવરી યુનિટ , ઉબર ઇટ્સ ( uber eats ) તેના ભારતના બિઝનેસને પ્રતિસ્પર્ધી કંપની સ્વિગી ( swiggy ) ને વેચવા માટેની વાત કરી રહી છે . જો કે , સૂત્રોએ જણાવ્યું હતું કે આ ડીલ આગામી મહિના સુધીમાં ફાઇનલ થઇ શકે છે . આ સ્વિગીનું હમણાં સુધીનું સૌથી મોટું સંપાદન હશે . ઉબર માટે તેના ગ્લોબલ ફૂડ બિઝનેસના એક ભાગને વેચવા માટેની આ પ્રથમ ડીલ હશે . 10 % હિસ્સો મળવવાની શક્યતા સૂત્રોએ જણાવ્યું હતું કે આ સોદો સ્ટોક સ્વેપ દ્વારા થઈ શકે છે . આમાંથી , સ્વિગીમાં ઉબરને આશરે 10 % હિસ્સો મળવાની સંભાવના છે . સ્વિગીનું મૂલ્ય આશરે 3.3 અરબ ડૉલર છે . ઉબર 120 - 150 અરબ ડૉલરના સ્ટોક ઇશ્યૂ લાવવાની તૈયારી કરી રહ્યું છે અને તેથી જ તે વિશ્વભરમાં તેના નુકશાનને ઘટાડવા માંગે છે . ઉબર ઇટ્સ વેચાણનું પગલું આ હેઠળ લેવામાં આવી રહ્યું છે . ઉબર ( uber eats ) ઇટ્સની ગ્લોબલ કિંમત 20 અરબ ડોલરથી વધુ હોવાનું અનુમાન છે . 2018 ના પહેલા ક્વાર્ટરમાં તેની વૈશ્વિક આવક 1.5 અબજ ડોલર હતી . સૂત્રોનું કહેવું છે કે સમાન રેસ્ટૉરન્ટ્સ અને ગ્રાહકો માટે સ્પર્ધામાં ભંડોળ ખર્ચવાને બદલે , સ્વિગીમાં હિસ્સો લેવો એ સારો નિર્ણય છે . આનાથી ફૂડ ડિલિવરી માર્કેટમાં આપવામાં આવતા ભારે ડિસ્કાઉન્ટમાં ઘટાડો થઈ શકે છે . જણાવી દઈએ કે સ્વિગી ( swiggy ) એ છેલ્લીવાર ડિસેમ્બરમાં ભારતીય ખાદ્ય ઉદ્યોગમાં સૌથી મોટા સિંગલ ધિરાણ દરમિયાન એક અબજ ડોલર ઊભા કર્યા અને આ સોદા સાથે અત્યાર સુધીમાં તે સૌથી મોટા એક્વિઝિશનને અંજામ આપે તેની સંભાવના છે . છેલ્લા એક વર્ષમાં સ્વિગી અને ગુડગાંવમાં સ્થિત ઝોમેટો , બંને પૂંજી ભેગી કરી રહ્યા છે કારણ કે તેઓ તેમના ગ્રાહકોને સુવિધા આપે છે . ડીલ માટે વાત એવા સમયે થઇ છે જ્યારે ઉબરના હરીફ ઓલાએ ફૂડપાંડા હેઠળ તેના ખાદ્ય ધંધામાં ધીમી ગતિએ વધારો કર્યો છે અને માર્કેટીંગ અને ગ્રાહક સંપાદનના ખર્ચમાં બે તૃતિયાંશ ભાગ ઘટાડો કર્યો છે ." entertainment,"લોનાવાલા , 26 ઑક્ટોબર : કલર્સના વિવાદાસ્પદ , પરંતુ લોકપ્રિય શો બિગ બૉસ 7માં આજે રાત્રે કયામતની રાત છે , કારણ કે આજના દિવસે કોઈ એકે બિગ બૉસમાંથી બહાર થઈ જવાનું હોય છે . જનતાના વોટના આધારે જેને સૌથી ઓછા મોટ મળે છે , તેને બિગ બૉસના ઘરમાંથી બહાર થઈજવુ પડો છે . આજની કયામતની રાત હશે મિયા આસિફ માટે . અમારા રિપોર્ટર સોનિકા મિશ્રાના જણાવ્યા મુજબ આસિફે આજે જનતાના સૌથી ઓછા વોટના કારણે શો છોડી જવું પડશે . બંગ્લાદેશી મૉડેલ તથા સિંગર આસિફ આઝમીની બિગ બૉસમાંની સફર બહુ લાંબી નથી રહી . તેઓ ગત માસે જ વાઇલ્ડ કાર્ડ દ્વારા એન્ટ્રી પામી શોમાં આવ્યા હતાં , પરંતુ પોતાના કૌશલ્ય દ્વારા તેઓ દર્શકોનું મનોરંજન કરવામાં અસમર્થ રહ્યાં . આજે કયામતની રાતે જે ચાર લોકોના ડેંજર ઝોનાં નામ હશે , તેમાં કુશાલ ટંડન , તનીષા મુખર્જી , મહોમ્મદ આસિફ તથા અરમાન કોહલીનો સમાવેશ થાય છે કે જેમાં આસિફની વિદાઈ થશે , તો તનીષાને એક સીક્રેટ રૂમમાં પણ મોકલવામાં આવશે . નોંધનીય છે કે ખૂબ જ નાટકીડ રીતે હાલ બિગ બૉસની કૅપ્ટન સીટ કુશાલ ટંડનને આપવામાં આવી છે કે જેઓ આજકાલ ગૌહર ખાનની બહુ નજીક છે , તો તનીષા મુખર્જી અને અરમાન કોહલી વચ્ચે પણ બહુ નિકટતાઓ જોવામાં આવી રહી છે . જુઓ આજે આઉટ થનાર આસિફની બિગ બૉસની અત્યાર સુધીની તસવીરી સફર :" sports,"ટીમ ઇન્ડિયાના બેસ્ટ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ ખુબ જ અચરજ ભરેલું નિવેદન આપ્યું છે . ધોની એ કહ્યું કે જો ભારતમાં અમે કોઈ મેચ હારી જઈએ છે તો એવું લાગે છે કે જાણો અમે કોઈ ગુનો કરી દીધો છે જાણે આતંકી હોઈએ . ધોનીએ આ વાત ન્યુયોર્કમાં પોતાના જીવન પર બનેલી ફિલ્મ એમએસધોની - ધ અનટોલ્ડ સ્ટોરીના પ્રમોશન દરમિયાન કહી ખુબ જ શાંત રહેવાવાળા ધોનીનું આવું નિવેદન સાંભળીને બધા જ હેરાન થઇ ગયા . ધોનીએ આ વાત 2007ના વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાના નિરાશાજનક પ્રદર્શનવાળી વાત પર કહી હતી . જેમાં ભારત પહેલા જ રાઉન્ડમાં બહાર થઇ ગયું હતું . ધોનીએ કહ્યું કે તે સમયે તેના રાંચીવાળા ઘરની બહાર લોકોએ પથ્થર પણ માર્યા હતા . ધોનીએ કહ્યું કે તેને ક્યારેય પણ આલોચનાથી ડર નથી લાગ્યો . આલોચનાને કારણે જ તે એક સારો વ્યક્તિ બની શક્યો છે . તે કઠોર નિર્ણય પણ લઇ શકે છે તેનો અસર તેની કપ્તાની પર પણ પડ્યો છે . ધોનીએ કહ્યું કે 2007ના વર્લ્ડકપથી આવ્યા પછી જે રીતે તેમને ખુબ જ કડક સુરક્ષાની વચ્ચે એરપોર્ટની બહાર કાઢવામાં આવ્યા . તે ખુબ જ વિચારવાલાયક હતું . તે દરમિયાન મને એવું લાગી રહ્યું હતું કે અમે લોકો કોઈ ખુબ જ મોટા આતંકી છે , જે ગુનો કર્યા પછી પકડવામાં આવ્યા છે ." entertainment,પ્રિયંકા ચોપરા બોલિવૂડની એવી અભિનેત્રી છે જેનું દરેક કામ એક અલગ અંદાઝમાં જ થાય છે . જ્યારથી તેઓ બોલિવૂડથી હોલિવુડ તરફ આગળ વધ્યા છે ત્યારથી તેમની સ્માર્ટનેસમાં ચાર ચાંદ લાગી ગયા છે . પ્રિયંકા ચોપરા હાલમાં જ ન્યુયોર્કમાં સ્ટૅચુ ઓફ લિબર્ટી ફરવા નીકળી . પ્રિયંકા ચોપરા તેની મિત્ર અને મમ્મી સાથે હતી . જેની તસવીરો તેને સોશ્યિલ મીડિયા પર પણ શેર કરી . પ્રિયંકા ચોપરા ત્યાં એક સુપરસ્ટારની જેમ નહીં પરંતુ એક પર્યટકની જેમ જ પહોંચી અને ફરવાનો પૂરો આનંદ ઉઠાવ્યો . આપને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરા રહે પણ ન્યુયોર્કમાં જ છે . પોતાના મિત્રો સાથે પ્રિયંકા ચોપરા જયારે સ્ટૅચુ ઓફ લિબર્ટી ફરવા નીકળી ત્યારે તેની ખુશી તેના ચહેરા પર સાફ જોવા મળતી હતી . આપને જણાવી દઈએ કે સ્ટૅચુ ઓફ લિબર્ટી દુનિયાના સૌથી વધારે ફરવાલાયક પર્યટક સ્થળમાનું એક છે . પ્રિયંકા ચોપરાને નસીબદાર કહીએ તો નવાઈ નહીં કારણકે તેઓ ત્યાં ફરવાની સાથે સાથે કામ પણ કરે છે . ક્રુઝ પર એન્જોય કરતી પ્રિયાંક ચોપરા મસ્તી કરવામાં સૌથી આગળ . sports,"ક્રિકેટના ભગવાન માનવામાં આવતા સચિન તેંડુલકરે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે . ક્રિકેક પ્રેમીયોમાં આ સમાચાર બાદ નિરાશા પ્રસરી ગઇ હતી . પરંતુ નિરાશાને યુવરાજે પોતાના શાનદાર પ્રદર્શન થકી દૂર કરી આપી હતી . રાજકોટમાં રમાયેલી એકમાત્ર ટી - 20 મેચમાં ભારતે ઑસ્ટ્રેલિયાને 6 વિકેટથી માત આપી દીધી છે . આ રોમાંચક મેચમાં કમબેક મેન યુવરાજસિંહે 77 રનોની તોફાની પારી ખેલી અને ભારતને જીત અપાવી . ઑસ્ટ્રેલિયાએ ભારતને 202 રનોનું લક્ષ્ય આપ્યું હતું , પરંતુ યુવરાજની પારી સામે કાંગારુઓએ નતમસ્તક થવું પડ્યું . લગભગ 8 મહીનાથી પણ વધારે સમય બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછા ફરી રહેલા યુવરાજ જ્યારે ઑસ્ટ્રેલિયા સામે મેદાનમાં ઉતર્યા ત્યારે તેમની સામે પડકાર ખૂબ જ ગંભીર હતો . ટીમ ઇન્ડિયાના ત્રણ સલામી બેટ્સમેન આઉટ થઇ ચૂક્યા હતા . અને ભારત સામે લક્ષ્ય હતું 202 રનોનું . વિરાટ કોહલીની સાથે યુવરાજ પાસે એ મોટી ભાગીદારીની અપેક્ષા હતી . હજી તો બંને તાલમાં આવી રહ્યા હતા કે કોહલીએ ખોટી દિશામાં શૉટ ફટકારી વિકેટ ગુમાવી દીધી . હવે બધું જ યુવરાજ સિંહ અને કપ્તાન ધોની પર નિર્ભર હતું . પરંતુ સતત વિકેટ પડ્યાનું દબાણ છતાં યુવરાજે પોતાની નેચરલ ગેમ ચાલુ રાખી . 25 બોલોમાં યુવરાજે પોતાની અર્ધસદી પૂરી કરી લીધી . લક્ષ્ય હવે નજીક આવતું જતુ હતું . કેપ્ટન કૂલ પણ યુવરાજને સ્ટ્રાઇક આપીને નોન સ્ટ્રાઇકથી તેમના શૉટનો આનંદ ઉઠાવી રહ્યા હતા . શરૂમાં મુશ્કેલ લાગી રહેલો લક્ષ્ટ ટીમ ઇન્ડિયાએ 2 બોલ બાકી રહેતા હાસીલ કરી લીધો . યુવરાજે 35 બોલોમાં અણનમ 77 રન બનાવ્યા . જેમાં 8 ચોગ્ગા અને 5 ગગનચુંબ્બી છગ્ગાઓનો સમાવેશ થાય છે . યુવરાજ અને ધોનીની વચ્ચે પાંચમી વિકેટ માટે 102 રનોની ભાગીદારી થઇ . આ જીતે એકવાર ફરી બતાવી દીધું કે યુવરાજ સિંહ ભારતીય મિડલ ઑર્ડરની જરૂરત છે . એટલું જ નહીં યુવરાજે એવું પણ દર્શાવી દીધું કે જેટલી મુશ્કેલીઓ આવશે તેઓ પહેલા કરતા વધારે મજબૂત બનીને આવશે ." business,"બેંગ્લોર , તાજેતરમાં જ ઇન્ફોસિસમાંથી રાજીનામું આપીને કોર્પોરેટ જગતમાં હાહાકાર મચાવી દેનાર વી . બાલકૃષ્ણન બુધવારે સાંજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે . દેશની બીજા નંબરની સૌથી મોટી સોફ્ટવેર સેવા પુરી પાડનાર કંપનીમાંથી અચાનક છોડી દિધાને ત્રણ અઠવાડિયા બાદ બાલકૃષ્ણને કહ્યું હતું કે ' હાં હું આપનો સભ્યો બની ગયો છું . આજે મને વેરિફિકેશન બાદ સભ્યપદ મળી ગયું છે . તેમને કહ્યું હતું કે ' આમ આદમી પાર્ટીએ દેશના રાજકારણમાં ક્રાંતિ લાવી છે . હું તેનાથી આકર્ષિત થયો છું . ' 20 ડિસેમ્બરે બાલકૃષ્ણન કંપનીના બોર્ડ અને સેવા છોડવાની જાહેરાત કરતાં ઇન્ફોસિસે કહ્યું હતું કે રાજીનામું 31 ડિસેમ્બર 2013થી લાગુ થશે . વર્ષ 1991માં ઇન્ફોસીસ સાથે જોડાયા અને ત્યારબાદ મુખ્ય નાણાંકીય અધિકારી બનનાર બાલકૃષ્ણન સીઇઓની દોડમાં હોવાનું કહેવામાં આવતું હતું . જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તે પોતાની વેપારી પ્રતિબદ્ધતાની સાથે રાજકીય કારકિર્દી જોઇ રહ્યાં છે , તેમને કહ્યું હતું કે ' હું સમજતો હતો કે ભવિષ્યમાં બંને સંભાળી શકીશ . ' જ્યારે તેમને લોકસભાની ચૂંટણી વિશે પૂછવામાં આવ્યું તો તેમને કહ્યું કે ' આ વિશે હાલ કંઇપણ કહેવું ઉતાવળ કહેવાશે . '" sports,"પૂર્વ ટેસ્ટ ક્રિકેટ અમ્પાયર એસ . આર . રામચંદ્ર રાવનું 81 વર્ષની ઉંમરે નિધન થયું હતું . કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશને સોમવારે જાહેર કરેલા નિવેદનમાં શ્રી રામચંદ્ર રાવના અચાનક થયેલા મૃત્યુ અંગે શોક વ્યક્ત કર્યો હતો . એ . આર . રામચંદ્ર રાવનો જન્મ 16 સપ્ટેમ્બર , 1931ના રોજ થયો હતો . તેમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના અમ્પાયરિંગની શરૂઆત રણજી ટ્રોફીથી કરી હતી . નવેમ્બર , 1975માં અલીગઢમાં ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ વચ્ચે રમાયેલી મેચથી તેમણે ડેબ્યૂ કર્યું હતું . ત્યાર બાદ તેમણે 20 ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મેચોમાં અમ્પાયરિંગ કરી હતી . તેમની અમ્પાયરિંગની સૌથી યાદગાર મેચ હતી , માર્ચ , 1987માં રમાયેલ ભારત અને પાકિસ્તાનની મેચ . આ મેચ અમદાવાદમાં રમાઇ હતી . આ મેચમાં સુનીલ ગાવસ્કરે 10,000 રન પૂરા કર્યા હતા અને આવું કરનાર તે પ્રથમ ખેલાડી બન્યા હતા . રામચંદ્ર રાવે ત્રણ વનડે ઇન્ટરનેશનલ મેચમાં પણ અમ્પાયરની ભૂમિકા ભજવી હતી . માર્ચ , 1987માં જ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલ પૂનાના વનડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં તેમણે છેલ્લી વાર અમ્પારિંગ કર્યું હતું ." sports,ઉલ્લેખનીય છે કે વર્લ્ડકપમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મેચમાં ભારતના દાવ બાદ વરસાદ પડ્યો હતો . ધોનીનું કહેવું છે કે વરસાદના કારણે ભારતીય સ્પિનર બેઅસર થઇ ગયા હતા . ધોનીએ આ મેચમાં ત્રણ સ્પિનરનો સમાવેશ કર્યો હતો . સ્પિનરોનો જાદૂ ન ચાલતાં ઓસ્ટ્રેલિયાએ ભારતને સરળતાથી 9 વિકેટે હરાવી જીત મેળવી હતી . આ મોટી હારના કારણે ભારત સુપર - 8માં ત્રણમાંથી બે મેચ જીત્યા બાદ પણ પાકિસ્તાનથી રનના આધારે પાછળ રહ્યું ગયું અને વર્લ્ડકપમાંથી ભારતીય બહાર થઇ ગઇ . ચેતન શર્માએ ભારતની હાર માટે હરભજનનો ટીમમાં સમાવેશ ન કરવાની વાત કરી હતી . ચેતન શર્માએ કહ્યું હતું કે દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ રમવામાં આવેલી અંતિમ મેચમાં ભારત માટે મહત્વપૂર્ણ હતી પરંતુ આ મેચમાં ધોનીએ હરભજન સિંહનો ટીમમાં સમાવેશ કર્યો ન હતો . ચેતન શર્માએ હરભજન સિંહના વખાણ કરતાં કહ્યું હતું કે આ બોલેરે ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં 400 વિકેટ લીધી છે . હરભજન સિંહનો ટીમમાં સમાવેશ કરવો જોઇતો હતો . વર્લ્ડકપની સેમીફાઇનલમાં ક્વાલિફાઇ કરવા માટે ભારત દક્ષિણ આફ્રિકાને 121 રનો પર ઓલઆઉટ કરી શક્યું ન હતું . ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ હાર માટે વરસાદને જવાબદાર ગણાવ્યો છે . ચેતન શર્માએ કહ્યું હતું કે ધોનીએ હારની જવાબદારી સ્વિકારી લેવી જોઇએ . entertainment,શુક્રવારે સિદ્ધાર્થ મલ્હોત્રા અને જેકલિન ફર્નાન્ડિઝની ફિલ્મ અ જેન્ટલેન રિલિઝ થઇ છે . આ ફિલ્મમાં જેકલિન અને સિદ્ધાર્થની સાથે સુનીલ શેટ્ટી પણ લાંબા સમય પછી રૂપેરી પડદે પાછા ફરી રહ્યા છે . આ ફિલ્મને રાજ અને ડી . કે એ ડાયરેક્ટ કરી છે તો ફોક્સ સ્ટાર સ્ટૂડિયાએ પ્રોડ્યૂસ . આ ફિલ્મ દ્વારા જેકલિન અને સિદ્ધાર્થની જોડી પહેલી વાર રૂપેરી પડદે એક સાથે જોવા મળી રહી છે . વળી લાંબા સમયથી સિદ્ધાર્થ અને જેકલિન કોઇ મોટી હિટ ફિલ્મ નથી આપી શક્યા . ત્યારે શું આ ફિલ્મ તેમની કારર્કિર્દીને એક હીટ ફિલ્મ આપશે ? વધુમાં તેવું પણ જાણવા મળ્યું છે કે સિદ્ધાર્થ અને જેકલિનની આ ફિલ્મમાં એક રોમાન્ટિક કિસ પણ છે જેના કારણે સિદ્ધાર્થની કહેવાતી ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટે સિદ્ધાર્થને બાય બાય કહી દીધું છે . ત્યારે આજે રજૂ થનારી આ ફિલ્મ તમારે થિયેટરમાં જોવા જવું કે નહીં તે માટે જાણો અહીં . . . . entertainment,"લૉસ એંજલ્સ , 11 જાન્યુઆરી : સને 1987ની હિટ ફિલ્મ રોબોકૉપ ફરી એક વાર આવી રહી છે દર્શકોને રોમાંચિત કરવા માટે . આ વખતે રોબોકૉપ ફિલ્મના ફ્રેંચાઇઝી દ્વારા તેની વીડિયો ગેમ્સ અને કૉમિક બુક્સ પણ તૈયાર કરવામાં આવી છે . ફિલ્મ ઉપર અનેક ટેલીવિઝન સિરીઝ પણ બની છે . રોબોકૉપની બે સિક્વલ્સ બની છે . બૉક્સ ઑફિસે નંબર વન પર તેણે કબ્જો જમાવ્યો હતો . એમ્પાયર મૅગેઝીનની 500 ગ્રેટેસ્ટ મૂવીઝ ઑફ ઑલ ટાઇમમાં પણ તેનું સ્થાન છે . આ વખતે રોબોકૉપ ફિલ્મમાં 2028નું વર્ષ દર્શાવવામાં આવનાર છે . રોબોકૉપમાં આ વખતે એલેક્સ મર્ફી નામના એક પોલીસ અધિકારીની વાર્તા છે કે જે એક સારો પતિ , પિતા અને અધિકારી છે . તે ડેટ્રૉયેટમાં ક્રાઇમ વિરુદ્ધ ઝઝૂમી રહ્યો છે . ફરજ દરમિયાન તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત બની જાય છે અને પછી ઓમ્નીકૉર્પ કમ્પની રોબોટિક્સ સાઇંસનો ઉપયોગ કરી એલેક્સની જિંદગી બચાવી લે છે . એલેક્સ મર્ફી પછી ગુનેગારોને પહોંચી વળવા માટે રોબોકૉપના અવતારમાં પરત ફરે છે . ફિલ્મમાં ટેક્નોલૉજી અને એક્શનનું જોરદાર મિશ્રણ છે . રોબોકૉપ ફિલ્મમાં જોએલ કિન્નામૅન , ગૅરી ઓલ્ડમૅન , સૅમ્યુઅલ એલ જૅક્સન , માઇકલ કિટન તથા ઍબી કૉર્નિશ મુખ્ય ભૂમિકાઓમાં નજરે પડશે . ફિલ્મનું દિગ્દર્શન જોએસ પૅડિલ્હાએ કર્યું છે . ભારતમાં રોબોકૉપ ફિલ્મ આગામી 14મી ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે . ચાલો બતાવીએ હૉલીવુડ ફિલ્મ રોબોકૉપની તસવીરી ઝલક અને ટ્રેલર પણ :" sports,"રિયો ઓલિમ્પિક 2016નું દંગલ 5 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહ્યું છે . ઓલિમ્પિકમાં ભાગ લેવાનું સપનું દરેક ખેલાડીનું હોઈ છે . કેટલાકને આ તક જલ્દી મળી જાય છે તો કેટલાકને ઘણો સમય લાગી જાય છે . નેપાળની ગૌરિકા સિંહના જીવનમાં આ તક ખુબ જ જલ્દી આવી ગયી છે . આપણે જણાવી દઈએ કે નેપાળની ગૌરિકા સિંહ ઓલિમ્પિક સીઝનની સૌથી નાની ઉંમરની એથ્લેટ છે . પહેલીવાર ઓલિમ્પિકમાં ભાગ લઇ રહેલી ગૌરિકા સિંહ તરવાની 100 મીટરની "" બેકસ્ટ્રોક પ્રિલિમરી "" માં ભાગ લેશે . મૂળરૂપથી નેપાળની રહેવાવાળી ગૌરિકા સિંહ 2 વર્ષની ઉમરથી જ લંડનમાં હતી . પરંતુ કેટલાક પારિવારિક કારણસર તેમનો પરિવાર એપ્રિલ 2015માં નેપાળ આવી ગયો . જ્યાં તેમનો સામનો 2015 ના ભૂકંપથી થયો . ગૌરિકા સિંહ નેપાળના તે ભૂકંપની ગવાહ હતી ." business,"સ્માર્ટફોન વિશ્વમાં દરરોજ એકથી એક ચઢિયાતા અને નીતનવા ફીચર સાથેના મોબાઇલ ફોન લોન્ચ કરવામાં આવી રહ્યાં છે . આ જ યાદીમાં હવે વોટરપ્રૂફ સ્માર્ટફોનનું નામ પણ જોડાઇ ગયું છે . વિશ્વ સ્માર્ટફોન બજારમાં ધૂમ મચાવી રહેલા આ સ્માર્ટફોન 2014માં ભારતીય બજારમાં પણ સ્માર્ટફોનના રસિયાઓને આકર્ષતા જોવા મળશે . જોકે ભારતમાં હાલ અમુક સ્માર્ટફોન છે જે વોટરપ્રૂફ છે પરંતુ સ્માર્ટફોન વપરાશકર્તા પાસે ગણ્યાગાંઠ્યા જ ઓપ્શન રહી જાય છે . સેમસંગ હોય કે પછી સોની બન્ને કંપની દ્વારા વોટરપ્રૂફ સ્માર્ટફોનની વણઝાર કરી છે . ખાસ કરીને સોની દ્વારા અનેક પ્રકારના હેન્ડસેટ લોન્ચ કરવામાં આવ્યા છે , જે વોટરપ્રૂફ છે . હાલ ભારતમાં મળી આવતા સ્માર્ટફોનની વાત કરવામાં આવે તો સોની એક્સપીરિયા ઝેડ અલ્ટ્રા છે , જે ઘણો જ મોંઘો વોટરપ્રૂફ સ્માર્ટફોન છે . જેની કિંમત 43 હજારની આસપાસ છે . આ ઉપરાંત સોનીના એક્સપીરિયા ઝેડ1 પણ વોટરપ્રૂફ સ્માર્ટફોન છે . સેમસંગની વાત કરવામાં આવે તો સેમસંગ ગેલેક્સી એસ4 એક્ટિવ પણ વોટરપ્રૂફ સ્માર્ટફોન છે . તો ચાલો તસવીરો થકી જાણીએ કે ભારતમાં 2014માં ક્યા ક્યા વોટરપ્રૂફ સ્માર્ટફોન જોવા મળશે ." sports,"વોરિયર્સની હાલત પર ચર્ચા કરતા કપિલ દેવે કહ્યું કે ' એલન ડોનાલ્ડને આવી સ્થિતિમાં જોઇને દુઃખ થાય છે , પરંતુ આની માટે તે પોતે જવાબદાર છે , તેમના કેટલાક નિર્ણયો તેમને ભારે પડ્યા છે . ' કપિલ દેવે જણાવ્યું કે ' શરુઆતી મેચોમાં ઓલરાઉન્ડર સ્ટીવન સ્મિથને તક નહી આપવી ડોનાલ્ડની ભૂલ હતી . અશોક ડિંડાને ખરાબ બોલિંગ છતા સતત રમાડતા રહેવું એક મોટી ભૂલ છે . સાથે જ મિશેલ માર્શને દરેક મેચમાં તક આપવી અને મોટા મુકાબલામાં અસંથા મેંડિસ જેવા પ્રતિભાશાળી બોલરો તરફ ધ્યાન ન આપવું એક મોટી ભૂલ છે . ' મેચ બાદ ડોનાલ્ડ ખૂબ જ નિરાશ દેખાયો . આખી મેચ દરમિયાન તેના ચહેરા પરથી રંગ બદલાતો રહ્યો અને તે આખો સમય નિરાશ દેખાયો . તેની આ નિરાશા છેલ્લી આઠ મેચોથી ચાલી આવી રહી હતી . તેની ટીમ પ્લેઓફની દોડથી ક્યારની બહાર થઇ ચૂકી છે અને હવે તો તે જીતવાની આશા પણ છોડી ચૂકી છે ." sports,"ભારતની જાણીતી મહિલા પહેલવાન વિનેશ ફોગાટે મોટી ઉપલબ્ધિ મેળવી છે . હરિયાણાની આ પહેલવાને પ્રતિષ્ઠિત લૉરિયન્સ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડમાં નામાંકન મેળવીને પહેલી ભારતીય એથલીટ હોવાનો રેકોર્ડ બનાવી દીધો છે . આ પુરસ્કારનું આયોજન 18 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે . તમને જણાવી દઈએ કે 24 વર્ષની વિનેશે ઈજા હોવા છતા જોરદાર કમબેક કર્યુ છે . તેમણે ગોલ્ડ કોસ્ટ રાષ્ટ્રમંડળ રમતો અને જકાર્તા એશિયાઈ રમતોમાં સુવર્ણ પદક જીત્યો હતો . તેમણે લોરેન્સ વર્લ્ડ કમબેક ઓફ ધ યર ( વર્ષમાં કમબેક કરનાર સર્વશ્રેષ્ઠ ખેલાડી ) ની શ્રેણીમાં નામાંકિત કરવામાં આવી છે . વિનેશને 2016 ઓલિમ્પિક રમતોની 50 કિગ્રા ફ્રી સ્ટાઈલ સ્પર્ધા દરમિયાન ક્વાર્ટર ફાઈનલમાં ઢીંચણમાં ઈજા થઈ હતી . આ ભારતીય કુશ્તી સંઘ ઉપરાંત તમામ રમત પ્રેમીઓ માટે એક અવાંછિત ઘટના હતી કારણકે વિનેશ આ ઓલિમ્પકમાં પદકની પ્રબળ દાવેદાર તરીકે ગઈ હતી . હવે તેમને અમેરિકી ટૂર ચેમ્પિયનશીપ વિજેતા ગોલ્ફર ટાઈગર વુડ્ઝ સાથે આ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે . તમને જણાવી દઈએ કે વુડ્ઝે પણ પાંચ વર્ષ બાદ પોતાની પહેલી ટુર્નામેન્ટ જીતી છે . તે ઉપરાંત જાપાનના ફિગર સ્કેટર યુઝુરુ હાનયુ , કેનેડાના સ્નોબોર્ડર માર્ક મેકમોરિસ , અમેરિકાના મહાન સ્કી રેસર લિંડસે વોન અને નેધરલેન્ડના પેરાલિંપિક ચેમ્પિયન બિબિયન મેંટલ સ્પીને પણ આમાં નામાંકિત કરવામાં આવ્યા છે . ઉલ્લેખનીય છે કે ગઈ વખતે ભારતીય રમતોએ 2004 લોરિયન્સ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડમાં ત્યારે આ ઉપલબ્ધિ મેળવી હતી જ્યારે ભારતીય ક્રિકેટ ટીમ અને પાકિસ્તાની ક્રિકેટ ટીમે બંને દેશો વચ્ચે રાજકીય તણાવ છતાં એક આંતરરાષ્ટ્રીય મેચ રમીને લોરિયનન્સ સ્પોર્ટ ફોર ગુડ એવોર્ડ શેર કર્યો હતો . પરંતુ વિનેશની ઉપલબ્ધિ એ દ્રષ્ટિએ ખાસ છે કારણકે તે એવી પહેલી ભારતીય ખેલાડી છે જે આ પ્રતિષ્ઠિત એવોર્ડમાં નોમિનેટ થઈ . તેમને આ પુરસ્કારની સાત શ્રેણીઓમાંથી એકમાં નામાંકિત કરવામાં આવ્યા છે . આ પણ વાંચોઃ લદ્દાખના બર્ફીલા તોફાનમાં 10 પર્યટકો ફસાયા , તાપમાનના કારણે રેસ્ક્યુમાં મુશ્કેલી" sports,"ગત બે સત્રની જેમ જ આમાં ગ્રુપ ચરણની મેચો બાદ ક્વાલિફાયર થશે . આગળ કહેવામાં આવ્યું છે કે , વિશ્વની સર્વશ્રેષ્ઠ 20 ટી20 ટીમો વચ્ચે કુલ 29 મેચો રમાશે . ટૂર્નામેન્ટની ઇનામી રાશી 60 લાખ ડોલર હશે . પહેલું સત્ર 2009માં ઉપવિજેતા રહેલા ત્રિનિદાદ અને ટોબેગોને ગ્રુપ ચરણમાં સીધો પ્રવેશ મળ્યો છે , જેણે 2011 અને 2012માં ક્વાલિયફાયર મેચો રમી હતી . ઇંગ્લેન્ડની ટીમ આ વખતે ટૂર્નામેન્ટ નહીં રમે . ચેમ્પિયન્સ લીગ સંચાલન પરિષદના અધ્યક્ષ એન શ્રીનિવાસને કહ્યું કે , આ ટૂર્નામેન્ટમાં વિશ્વ ક્રિકેટના સર્વશ્રેષ્ઠ ખેલાડી રમશે અને કરોડો દર્શકો નિહાળશે . ક્વાલિફાયરમાં ચાર ટીમો હશે જેમાં પેપ્સી આઇપીએલ 2013માં ચોથા નંબરની ટીમ , ઓટાગો વોલ્ટસ અને શ્રીલંકા તથા પાકિસ્તાનની સ્થાનિક ટી20 વિજેતા ટીમ સામેલ છે . આ ટીમ એક બીજા વિરુદ્ધ એક વાર રમશે અને ટોચના બે ગ્રપ ચરણમાં જશે . ગ્રુપ ચરમમાં 10 ટીમો હશે . ગ્રુપ એમા આઇપીએલ 2013ની વિજેતા અને ત્રીજા નંબરની ટીમ , હાઇવેલ્ડ લાયન્સ , પર્થ સ્ક્રોચર્સ અને ચેમ્પિયન્સ લીગ 2013 ક્વાલિફાયરની ટોચ ટીમ સામેલ છે . ગ્રુપ બીમાં બ્રિસબેન હીટ , ત્રિનિદાદ અને ટોબેગો , આઇપીએલ 2013 ઉપવિજેતા , ટાઇટંસ અને ચેમ્પિયન્સ લીગ ક્વાલિફાયરની બીજા નંબરની ટીમ સામેલ છે . ગત વખતે ઓસ્ટ્રેલિયાની સિડની સિક્સર્સે ખિતાબ જીત્યો હતો ." business,"આજકાલ દરેક વ્યક્તિના મોઢા પર એક જ નામ છે અને તે છે રિલાયન્સ જીયો . મુકેશ અંબાણીએ એજીએમ કાર્યલયથી રિલાયન્સ જીયોના ફાયદોઓ વિષે લોકોને જાણકારી આપી હતી . જીયોના ગ્રાહકો માટે તમામ કોલ્સ સંપૂર્ણ પણે મફત રહેશે . જીયોના ગ્રાહકોને વાઇસ કોલ માટે પૈસા આપવાની જરૂર નહીં પડે . વાંચો રિલાયન્સ જીયો 15 ખાસ વાતો જે "" તમારા કામની છે "" BSNL પણ ગ્રાહકને આકર્ષવા માટે તૂટી પડ્યું છે . BSNL પણ ગ્રાહકને સારી એવી સુવિધા આપવા જઈ રહ્યું છે . 50 રૂપિયામાં 1 GB સુધી 4G ડેટા આપવાના રિલાયન્સ જિયોના દાવાના એક દિવસ પછી જ સરકારી ટેલીકોમ કંપની BSNLએ મોટી જાહેરાત કરી છે . આ કંપની 1.20 રૂપિયામાં એક જીબી ડેટા આપશે . 9 સપ્ટેમ્બરથી બીએસએનએલએ બ્રોડબેન્ડ માટે નવા કન્ઝ્યુમર્સ માટે એક્સપીરિયન્સ અનલિમિટેડ બીબી - 249 પ્લાનની જાહેરાત કરી છે . રિલાયન્સ જીયોએ ટેલિકોમ કંપનીઓમાં સારી એવી હરીફાઈ શરૂ કરી દીધી હોય તેમ લાગી રહ્યું છે . આ હરીફાઈથી ગ્રાહકોનો ફાયદો ચોક્કસથી થઇ જશે ." business,"ન્યુ યોર્ક , 20 ઓક્ટોબર : ભારતીય મૂળના લોકો ( એનઆરઆઇ - NRI ) દ્વારા સ્થાપવામાં આવેલી 6 કંપનીઓને અમેરિકાના શહેરોમાં સ્થિત સૌથી વધારે ઝડપી કારોબાર વધારનારી 100 કંપનીઓની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે . ફોર્ચ્યુન અને આઇસીઆઇસી દ્વારા તૈયાર કરવામાં આવેલી આ યાદીમાં આ 6 કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે . હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના પ્રોફેસર માઇકલ પોર્ટર દ્વારા 1994માં સ્થાપિત આઇસીઆઇસી પ્રતિવર્ષ એવી 100 કંપનીઓની ઓળખ કરીને તેમને રેંકિંગ આપે છે જે અમેરિકાના મધ્યવર્તી શહેરોમાં સ્થિત છે . આ સાથે તેઓ ઝડપથી પોતાનો બિઝનેસ વધારી રહી છે . આ યાદીમાં 17મા ક્રમે ફ્યુચરનેટ ગ્રુપ એક નિર્માણ , પર્યાવરણ , તકનીક અને સુરક્ષા સાવા પ્રદાન કરનારી કંપની છે . તેના સીઇઓ ભારતમાં જન્મેલા પેરી મહેતા છે . આ કંપનીનો પાંચ વર્ષનો વૃદ્ધિદર 498.2 ટકા છે . વર્ષ 2013માં તેણે 9.7 કરોડ ડોલરનો વેપાર કર્યો હતો . આ જ રીતે આ યાદીમાં 43માં સ્થાને વ્હૂ ફેબ્રિકેશન્સ એક વાઇન લાઇફસ્ટાઇલ બ્રાન્ડ છે . તે સમગ્ર દુનિયામાં વાઇનના હજારો છુટક વેપારીઓ પાસે વાઇનનું માર્કેટિંગ કરે છે . આ કંપનીના સીઇએ ધ્રુવ અગ્રવાલે પોતાનો બિઝનેસ એક ગેરેજમાંથી શરૂ કર્યો હતો . મેક્સ કોઠારીની કંપની એક્સપ્રેસ કિચન 67મા ક્રમે છે . જેનો પાંચ વર્ષનો વૃદ્ધિદર 172.1 ટકા છે . આ કંપની સેવા અને ગુણવત્તાના મામલામાં હોમ ડેપો અને લોવેસ જેવી દિગ્ગજ કંપનીઓની સ્પર્ધા કરે છે . આ જ રીતે ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક ફર્મ વેસ્ટકોસ્ટ ટ્રકિંગ 68મા ક્રમે છે . જે પટેલ દ્વારા સ્થાપવામાં આવેલી કંપનીનો વૃદ્ધિદર 168.1 ટકા છે ." entertainment,ફિલ્મ અભિનેતા આમીર ખાને પોતાની પર્સનલ લાઇફ વિશે મોટો ખુલાસો કર્યો છે . આમીરનું કહેવુ છે કે જ્યારે તે બાળક હતો ત્યારે તેની પોતાના પિતા સામે બોલવાની પણ હિંમત નહોતી . પોતાની આવનારી ફિલ્મ ' દંગલ ' માં એક કડક મિજાજના પિતાની ભૂમિકા નિભાવી રહેલા બોલીવુડના દિગ્ગજ અભિનેતા આમીર ખાનનું કહેવુ છે કે આજના સમયમાં ઘરનો માહોલ ઘણો બદલાયો છે અમારા સમયમાં તો પિતાની સામે બાળકોની બોલવાની પણ હિંમત નહોતી . હું પણ વિદ્રોહી સ્વભાવનો હતો પોતાના પિતા વિશે વાત કરતા આમીર ખાને કહ્યુ કે તે હિટલરથી પણ આગળ હતા . અમને તેમની બહુ બીક લાગતી હતી . આમીરે કહ્યુ કે પિતા તો કડક હતા જ અને હું પણ વિદ્રોહી સ્વભાવનો હતો . હું ખૂબ તોફાન કરતો હતો . આમીર ખાને ' દંગલ ' ના ગીત ' બાપૂ સેહત કે લિએ તૂ તો હાનિકારક હે ' વિશે બોલતા આ વાત કહી . આ ગીતમાં આમીરને પોતાની દીકરીઓ સાથે અનુશાસન માટે ખૂબ જ કડક બતાવવામાં આવ્યો છે . આ યોગ્ય નથી આમીરે કહ્યુ કે મોટાભાગે મા - બાપ પોતાના સપના બાળકો પર થોપતા હોય છે . આપણે નક્કી કરી લઇએ છીએ કે બાળકોએ પોતાના જીવનમાં શું કરવાનુ છે . ખાને કહ્યુ કે આ યોગ્ય નથી . આપણે બાળકોને પોતાના જીવનના નિર્ણય જાતે જ લેવા દેવા જોઇએ . દંગલમાં બન્યા છે ત્રણ દીકરીઓના પિતા આમીર ખાન પોતાની આવનારી ફિલ્મ ' દગલ ' માં હરિયાણાના પહેલવાન મહાવીર ફોગાટની ભૂમિકા નિભાવી રહ્યા છે . જે પોતાની દીકરીઓને જાતે ટ્રેનિંગ આપીને પહેલવાન બનાવે છે . આમીર ફિલ્મમાં પિતા સાથે પોતાની દીકરીઓના કોચ પણ છે . એટલા માટે તે ઘણા કડક મિજાજના પિતા બન્યા છે . આમીરે એક કાર્યક્રમ દરમિયાન આ વાત કહી . આમીરની ફિલ્મ દંગલ ' આ વર્ષે ક્રિસમસ પર રિલીઝ થવાની છે . sports,સનરાઇઝર્સે કિંગ્સ ઇલેવન દ્વારા આપવામાં આવેલા 124 રનના લક્ષ્યને 18.5 ઓવરમાં જ પાંચ વિકેટના નુકસાન પર હાસલ કરી લીધું . અંતિમ ક્ષણોમાં મેચ રોમાંચક વળાંકમાં આવી ગઇ હતી . તેને 12 બોલ પર 18 રનની જરૂરિયાત હતી . હાલત ગંભીર હતી પરંતુ થિસિરા પરેરાએ ( અણનમ 23 ) મહમૂદ દ્વારા ફેકવામાં આવેલ 19મી ઓવરમાં ત્રણ છગ્ગા લગાવીને સનરાઇઝર્સની જીત પાક્કી કરી લીધીં . પરેરાએ 11 બોલનો સામનો કરતા ત્રણ છગ્ગા લગાવ્યા . આશીષ રેડ્ડીએ છ રનો પર અણનમ ફર્યા . આ બંનેએ 16 ઓવર પર 30 રનોની ભાગીદારી નીભાવી . સનરાઇઝર્સે અત્યાર સુધી સાત મેચ રમી છે . પાંચમાં તેને જીત અને બે મુકાબલામાં હારનો સામનો કરવો પડ્યો છે . બીજી બાજુ કિંગ્સ ઇલેવને પાંચ મેચ રમી છે જેમાંથી બેમાં જીત અને ત્રણમાં હાર નસીબ થઇ છે . entertainment,"વિશાલ ભારદ્વાજની આગામી 18મી એપ્રિલના રોજ રિલીઝ થનાર એક થી ડાયન ફિલ્મ અત્યારથી જ ચર્ચમાં છે . ઇમરાન હાશમી અને તેમની સાથે ત્રણ ડાયનો કલ્કી કોચલીન , કોંકણા સેન શર્મા તથા હુમા કુરૈશી પણ છે . ફિલ્મમાં હુમા તથા ઇમરાન વચ્ચે લાંબુ લિપલૉક સીન પણ છે કે જે અંગો ખૂબ હોબાળો પણ મચેલો છે . આમ છતાં એક થી ડાયન ફિલ્મના નિર્માતા વિશાલ ભારદ્વાજનું કહેવું છે કે તેમની ફિલ્મ એક થી ડાયન માત્ર પુખ્તો માટેની ફિલ્મ નથી . આ ફિલ્મમાં બાળકોનું પણ ખૂબ સારૂં કામ છે . તેથી આ ફિલ્મને એ કાર્ડ નહીં , પણ યૂએ પ્રમાણપત્ર મળવું જોઇએ . નોંધનીય છે કે ફિલ્મના નિર્માતા વિશાલ ભારદ્વાજ તથા એકતા કપૂર છે . ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે કન્નન અય્યરે . કહે છે કે ફિલ્મ કોંકણા સેન શર્માના પિતા મુકુલ શર્માની વાર્તા ઉપર આધારિત છે . ફિલ્મમાં ઇમરાન હાશમી એક જાદુગર બન્યાં છે . આવો આપણે માણીએ એક થી ડાયન ફિલ્મની સ્પેશિલય સ્ક્રીનિંગની તસવીરી ઝલક ." business,ભારત સરકાર તરફથી 200 રૂપિયાની નવી નોટની જાહેરાત કરવામાં આવી છે . 25મી ઓગસ્ટથી આ નવી નોટોને લોકો માટે જાહેર પણ કરવામાં આવશે . ભારતીય રિર્ઝવ બેંકની વેબસાઇટ પર જાહેર નોટિફિકેશન મુજબ 200 રૂપિયાની આ નવી નોટ 25 ઓગસ્ટે જાહેર થશે . સુત્રોની માનીએ તો 200 રૂપિયાની નોટના 50 કરોડ જેટલા બંડલને બજારમાં શરૂઆતમાં લાવવામાં આવશે . જો કે 200 રૂપિયાની નવી નોટ આવતા કેશની લેવડ દેવડમાં સરળતા રહેશે . વળી અત્યાર સુધી 100 રૂપિયા અને 500 રૂપિયાની વચ્ચે કોઇ નોટ ઉપલબ્ધ નહતી . તો 200 રૂપિયાની નવી નોટ આવવાથી આ મુશ્કેલી પણ ઓછી થશે . નોટબંધી પછી સરકાર દ્વારા કાળા નાણાંને રોકવામાં માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે . જેના ભાગરૂપ જ આ 200 રૂપિયાની નવી નોટ જાહેર કરવામાં આવી છે . જો કે ભારતીય સ્ટેટ બેંકના ગ્રુપ ચીફ ઇકોનોમિસ્ટ સૌન્ય કાંતિ ધોષે જણાવ્યું કે મોટી સંખ્યામાં નવી નોટો બજારમાં આવતા સામાન્ય નાગરિકની મુશ્કેલીઓ વધી શકે છે . 2000 રૂપિયાની નવી નોટની જેમ નકલી નોટોની મુશ્કેલી 200 રૂપિયાની નવી નોટને પણ વેઠવી પડી શકે છે . જે લોકોની મુશ્કેલી વધારશે . business,"નરેન્દ્ર મોદી સરકારમાં દેશનું દેવું 49 ટકા વધીને રૂ . 82 લાખ કરોડ થયું છે . શુક્રવારે કેન્દ્ર સરકારના દેવા પર સ્ટેટસ રિપોર્ટની 8 મી આવૃત્તિમાં આ આંકડો દર્શાવવામાં આવ્યો છે . અહેવાલ અનુસાર જૂન 2014 સુધીમાં તે રૂ . 54 , 90 , 763 કરોડ હતું . જે સપ્ટેમ્બર 2018 સુધી વધીને રૂ . 82 , 03 , 253 કરોડ થયું છે . સરકાર પર દેવામાં ભારે વધારો થવાને લીધે જાહેર દેવામાં 51.7 ટકાનો વધારો થયો છે . જો કે છેલ્લાં સાડા ચાર વર્ષમાં રૂ . 48 લાખ કરોડથી વધીને રૂ . 73 લાખ કરોડ થઇ ગયું છે . કેન્દ્રિય બજેટ 2019 : નોકરિયાત લોકોને મળી શકે છે મોટી ભેટ , ઇનકમ ટેક્સ ક્ષેત્રે થઇ શકે છે મોટો ફેરફાર" business,સાર્વજનિક ક્ષેત્રની કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને કહ્યું કે આ વૃદ્ધિમાં સ્થાનીય વેચાણ ટેક્સ અથવા વૈટનો સમાવેશ નથી કરાયો . આ ભાવ વધારો શુક્રવારે મધ્યરાત્રિથી લાગૂ કરાયો છે . આ ભાવ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલના ભાવ 90 રૂપિયા વધારીને 63.99 રૂપિયા પ્રતિ લીટર થઇ જશે જે હાલમાં 63.09 રૂપિયા છે . જ્યારે ડીઝલનો ભાવ હાલમાં 49.69 રૂપિયાથી વધીને 50.25 રૂપિયા પ્રતિ લીટર થઇ જશે . આ રીતે ઓઇલ કંપનીઓએ સબ્સીડી વગરના રસોઇ ગેસના સિલેન્ડરની કિમત 45 રૂપિયા પ્રતિ સિલેન્ડર ઓછા કરી દીધા છે . પેટ્રોલના ભાવમાં એક માર્ચ બાદ ત્રણ મહીનામાં પહેલીવાર વધારો કરવામાં આવ્યો છે . ત્યાર બાદ તેના ભાવ ચાર વાર ઘટાડવામાં આવ્યા હતા . ડીઝલની વાત કરીએ તો તેના ભાવ આ વર્ષે પાંચમી વખત વધ્યા છે . સાર્વજનિક ક્ષેત્રની ઓઇલ કંપનીઓને જાન્યુઆરીમાં દર મહિને ડીઝલના ભાવમાં 50 પૈસા પ્રતિ લીટર વધારનો નિર્ણય ને સર્વસમ્મતિ આપવામાં આવી હતી . entertainment,"મહાત્મા ગાંધી . આ નામ પહેલા ઘણા સંબોધન લગાવવામાં આવે છે . મહાત્મા ગાંધી , રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને ઘણા સંબોધન લગાવાય છે , કારણ કે મોહનદાસ કરમચંદ ગાંધી કોઈ વ્યક્તિ નહીં , પણ એક વિષય હતાં . એક એવો વિષય કે જેની ઉપર એક નહીં , અનેક ફિલ્મો કંડારી શકાય છે , પરંતુ આ આપણું દુર્ભાગ્ય છે કે એક મહાત્મા વિશે માત્ર ગણીગાંઠી પાંચ જ ફિલ્મો બની છે . રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીનો આજે 145મો જન્મ દિવસ છે . પોરબંદરમાં જન્મેલા આ મહાન સપૂતે ઘણા વાદ - વિવાદ વચ્ચે દેશના આઝાદ કરાવ્યો અને છેલ્લે તેમની હત્યા કરી દેવાઈ . ગાંધીજીની હત્યા બાદ પણ તેમના વિચારોની પ્રાસંગિકતા કાયમ જળવાઈ રહી છે અને તેનાથી બૉલીવુડ પણ સતત પ્રભાવિત થતું રહ્યું છે . બૉલીવુડે અનેક ફિલ્મો દ્વારા ગાંધીજીને પડદા ઉપર જીવંત કરવાનો પ્રયત્ન કર્યાં છે અને તે પ્રયત્નો સફળ પણ રહ્યાં છે . જોકે એ ભારતીય સિનેમાની કનમસીબી કહેવાય કે ગાંધીજી ઉપર સૌથી મહત્વની જે ફિલ્મ ગાંધી બની , તે બૉલીવુડની નહીં , પણ હૉલીવુડની ફિલ્મ હતી . તે વિદેશી ફિલ્મ નિર્માતા રિચર્ડ એટનબરોએ બનાવી હતી અને તેમાં મહાત્મા ગાંધીનો રોલ પણ વિદેશી કલાકાર બેન કિંગ્સલેએ કર્યો હતો . પછી બૉલીવુડ પણ જાગ્યું . ગાંધી ફિલ્મ હિન્દીમાં પણ રિલીઝ થઈ અને પછી બૉલીવુડે વધુ ચાર ફિલ્મોમાં ગાંધીજીને જીવંત કર્યાં . ભારત આઝાદ થયે 67 વર્ષ થઈ ચુક્યા છે અને ગાંધીજીનું જીવન એટલું વિશાળ અને ઘટનાઓથી સભર હતું કે તેમના એક - એક પ્રસંગ પર એક - એક ફિલ્મ બનાવી શકાય , પણ દુર્ભાગ્યની વાત છે કે બૉલીવુડ આ બાબતમાં રાંક જ સાબિત થયું છે . આવો આપણે તસવીરો વડે જાણીએ ક્યારે રૂપેરી પડદે જીવંત થયાં ગાંધીજી :" sports,"આઇપીએલ 10 સિઝનની આજે 32મી મેચ છે , જે કલકત્તા નાઇટ રાઇડર્સ અને દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે આ મેચ હાલ કલકાત્તાના ખચાખચ ભરેલા ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાઇ રહી છે . ત્યારે આ મેચની તમામ લેટેસ્ટ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો . અહીં અમે તમને આ મેચની તમામ અપડેટ આપતા રહીશું . Update : દિલ્હી ડેરડેવિલ્સઃ ઝહિર ખાન ( કેપ્ટન ) , કરૂણ નાયર , સંજુ સેમસન , શ્રેયસ અય્યર , અંકિત બવાને , રિષભ પંત , કોરી એન્ડરસન , અમિત મિશ્રા , ક્રિસ મોરિસ , કાગિસો રબાડા , પેટ કમિન્સ કલકાત્તા નાઇટ રાઇડર્સઃ ગૌતમ ગંભીર ( કેપ્ટન ) , સુનીલ નારાયણ , કુલદીપ યાદ , મનીષ પાંડે , રોબિન ઉથપ્પા , ઉમેશ યાદવ , યૂસુફ પઠાણ , શેલ્ડન જેક્સન , ક્રિસ વોક્સ , ગ્રાન્ડહોમ , નાથન કુલ્ટર નાઇલ" entertainment,"ગો ગોવા ગોન નિર્માતા : કિશોર લુલ્લા , સૈફ અલી ખાન દિગ્દર્શક : કૃષ્ણ ડીકે , રાજ નિદિમોરૂ ગીત : સચિન - જિગર કલાકાર : સૈફ અલી ખાન , કુણાલ ખેમૂ , વીર દાસ , આનંદ તિવારી , પૂજા ગુપ્તા સમીક્ષા : બૉલીવુડમાં આજકલ નવા - નવા પ્રયોગો થઈ રહ્યાં છે . આ જ નવા પ્રયોગની દેણ છે આજે રિલીઝ થયેલી ફિલ્મ ગો ગોવા ગોન કે જે પોતાની રીતે અનોખી અને વિચિત્ર છે . દિગ્દર્શક કૃષ્ણ ડીકે તથા રાજ નિદિમોરૂએ મજેદાર રીતે એક કડવી સચ્ચાઈ લોકો સમક્ષ રજૂ કરી છે . આજનો યુવા વર્તમાનમાં જીવે છે . તેની પાસે સફળતા તો છે , પણ પોતાની કુટેવોના કારણે ભાવિ નામની કોઈ ચીજ નથી . તેથી તે મુશ્કેલીઓમાં ગૂંચવાતો જાય છે . ગો ગોવા ગોન ફિલ્મ પણ આ જ વાત કહે છે . પ્રથમ વાર હિન્દી સિનેમાના રજત પટલે ઝોમ્બીઝ દેખાયાં છે કે જેઓ જીવતી લાશો હોય છે . તેઓ લોહી પીવે છે , પણ દિગ્દર્શકો કૃષ્ણ ડીકે તથા રાજ નિદિમોરૂના ઝોમ્બીઝ નાચે પણ છે , ગાય પણ છે અને એટલું જ નહીં લોકો સાથે રોમાંસ પણ કરે છે . તે માટે દિગ્દર્શકોની વિચારસરણીના વખાણ કરી શકાય છે , કારણ કે તેમણે એક બિહામણી વસ્તુને રસપ્રદ બનાવી દીધી છે . એક્ટિંગની બાબતમાં આનંદ તિવારીએ બાજી મારી છે , પણ કદાચ દિગ્દર્શકોએ તેમને વધુ મહત્વ આપ્યું નથી . કુણાલ ખેમૂ , પૂજા ગુપ્તા અને વીર દાસ ખાસ નથી . આનંદ તિવારી બાદ સૈફ અલી ખાનની એક્ટિંગ વખાણી શકાય છે . તેમનો રોલ ઓછો છે , પણ જેટલો છે , તેટલામાં તેઓ છવાઈ ગયાં છે . સંગીત એવું નથી કે જેને યાદ કરવામાં આવે . છતાં બ્લડી મન્ડે તૂ મેરા ખૂન ચૂસ લે . . . ગીત લોકોને ગમી રહ્યું છે . ગોવાના દૃશ્યોનું સુંદર રીતે ચિત્રણ કરાયું છે , તો ઝોમ્બીઝની એક્શન પણ ખૂબ સારી છે કે જે જોઈ લોકો ડરશે , હસશે અને ચીસો પણ પાડશે . ડાયલૉગ્સમાં ખુલ્લાપણું છે , તો ગાળાગાળીનો પણ સારો એવો ઉપયોગ કરાયો છે . સરવાળે સૈફ અલી ખાન નિર્મિત ગો ગોવા ગોન ફિલ્મ અનોખી જ નહીં , પણ મહાવિચિત્ર ફિલ્મ છે . વાર્તા : ગો ગોવા ગોન ત્રણ મિત્રો કુણાલ ખેમૂ , વીર દાસ તથા આનંત તિવારીની વાર્તા છે . તેઓ કામના દબાણથી પરેશાન રહે છે . ત્રણેને લાગે છે કે નશો કરવો અને મોજ - મસ્તી કરવી આજની ફૅશન અને પ્રગતિ છે . મન્ડે આવતાં સુધી પણ તેમનું વીકેન્ડ હૅંગઓવર ઉતરતું નથી . દરમિયાન એક છોકરીને ઇમ્પ્રેસ કરવાના ચક્કરમાં ત્રણે ગોવા જતાં રહે છે કે જ્યાં તેઓ એક રેવ પાર્ટીમાં પહોંચી જાય છે . ત્રણે ડ્રગ્સ લે છે , પરંતુ જ્યારે સવારે નશો ઉતરે છે , ત્યારે તેઓ જુએ છે કે તેમની આજબાજુના લોકો ઝોમ્બીઝમાં અવતરિત થઈ ચુક્યાં છે . અહીં સુધી કે જે છોકરી ઉપર તેઓ ફિદા થયાં છે , તે પણ ઝોમ્બી બની ગઈ છે . ત્રણેની પાછળ છોકરી લોહી ચુસવા માટે દોડે છે . ત્રણએ પોતાની જાન બચાવવા ભાગે છે . તેમની મદદે આવે છે સૈફ અલી ખાન કે જે ડ્રગ્સ માફિયા છે ." sports,"કેસની તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાંચના સૂત્રોના જણાવ્યા અનુસાર શ્રીસંતના ઇમેલ એકાઉન્ટમાં મોડલોના ઢગલાબંધ ફોટા છે અને આ ફોટા શ્રીસંતના અનુરોધ પર કાસ્ટિંગ ડાયરેક્ટરે મોકલ્યા હતા . સૂત્રોના જણાવ્યા અનુસાર કેટલાક ફોટામાં શ્રીસંતને મોડલોની એકદમ નજીક જોવા મળ્યો હતો અને તેના લેપટોપમાંથી કેટલીક વિદેશી છોકરીઓના ફોટા છે જે ચીયર્સલીડર્સ હોય શકે છે . ક્રાઇમ બ્રાંચના એક અધિકારીએ જણાવ્યું હતું કે ડાયરેક્ટરે દાવો કર્યો છે કે શ્રીસંત એટલા માટે ફોટા માંગ્યા હતા કારણ કે તેને પોતાની કંપની ' એસ36 ' ને પ્રમોટ કરવા માટે જાહેરાત માટે મોડલની પસંદગી કરવાની હતી . ' એસ36 ' મિનરલ વોટર , કપડાં અને રમત સાથે સંકળાયેલી વસ્તુઓને પુરી પાડે છે . પોલીસના જણાવ્યા અનુસાર ' એસ36 ' માં શ્રીસંતના ભાગીદાર માનવામાં આવતાં એક તેલુગૂ ફિલ્મ - નિર્માતાને પણ પુછપરછ માટે બોલાવવામાં આવ્યાં છે . અધિકારીઓએ જણાવ્યું હતું કે એક - બે દિવસમાં નિર્માતા સાથે પુછપરછ કરવામાં આવશે . તેમને જણાવ્યું હતું કે ' ટેમારિંડ ટૂર્સ ટ્રાવેલ્સ ' સાથે જોડાયેલ એક વ્યક્તિની પણ પુછપરછ કરવામાં આવશે જેના દ્વારા શ્રીસંતના ઉપ - નગરીય બ્રાંદ્રાના પાંચ સ્ટાર ' સોફીટેલ ' હોટલમાં બે રૂમ બુક કરાવ્યા હતા . સૂત્રોએ જણાવ્યું હતું કે પોલીસ તે અંગે તપાસ કરી રહી છે કે કાસ્ટિંગ ડાયરેક્ટરના ઇમેલમાં જે મોડલોના ફોટા છે શું તે અન્ય ક્રિકેટરોને પણ મોકલવામાં આવ્યાં છે . મુંબઇની ક્રાઇમ બ્રાંચે 16 મેના રોજ શ્રીસંત અને તેના ખાસ મિત્ર જીજૂ જનાર્દનના હોટલના રૂમની તલાસી લીધી હતી . બંનેને પોલીસની વિશેષ શાખાએ સ્પૉટ ફિક્સિંગ મુદ્દે ધરપકડ કરવામાં આવી હતી . પોલીસે સીસીટીવી ફૂટેજ પ્રાપ્ત કર્યા છે જેમાં કેટલાક લોકો શ્રીસંત અને જીજૂના રૂમમાં આવતાં જતાં જોવા મળ્યા હતા ." entertainment,"મુંબઈ , 24 સપ્ટેમ્બર : સલમાન ખાન આજકાલ ખોવાયેલાં - ખોવાયેલાં અને ચુપચાપ રહે છે . ન તો મીડિયા સાથે વધારે ઇન્ટરેક્ટ કરે છે અને ન વધારે બોલે છે . હવે તેમની આ ખામોશી તેમજ ઉદાસીનું કારણ શું છે . તે જાણવા માટે આપ જરૂર આતુર હશો . હકીકતમાં સલમાન એટલા માટે ઉદાસ છે , કારણ કે તેમની સુપરહિટ ફિલ્મ એક થા ટાઇગર કમાણી તો જબર્દશ્ત કરવામાં સફળ રહી , પણ આમ છતાં તે આમિર ખાનની 3 ઇડિયટનો રેકૉર્ડ તોડવામાં નિષ્ફળ નીવડી . જે દિવસે એક થા ટાઇગર રિલીઝ થઈ હતી , તે જ દિવસે આ ફિલ્મે બૉક્સ ઑફિસ ઉપર બીજી બધી ફિલ્મોના રેકૉર્ડ્સ તોડવા શરૂ કરી દીધા હતાં . બૉડીગાર્ડ , દબંગ , રેડી , રા . વન જેવી ઘણી ફિલ્મોના રેકૉર્ડ આ ફિલ્મે માત્ર બે અઠવાડિયામાં જ તોડી નાંખ્યા હતાં . રિલીઝ થવાના માત્ર પાંચ દિવસોમાં જ એક થા ટાઇગરે કુલ 100 કરોડનો બિઝનેસ કરી નાંખ્યો હતો અને તે પછી એમ પણ કયાસ લગાવવામાં આવ્યાં કે એક થા ટાઇગર સાથે સલમાન ખાન 300 કરોડ ક્લબમાં એન્ટ્રી પામી લેશે . તે વખતે એમ પણ લાગ્યું કે ટુંકમાં જ એક થા ટાઇગર આમિર ખાનની ફિલ્મ 3 ઇડિયટ કે જે અત્યાર સુધી 202 કરોડની કમાણી કર સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ છે ને પાછળ મુકી દેશે . એક થા ટાઇગર રિલીઝ થયા બાદ ત્રણ અઠવાડિયા સુધી કોઈ સારી ફિલ્મ આવી નહિં અને તેથી જ ફિલ્મનો બિઝનેસ વધતો રહ્યો , પણ રાઝ 3 , બર્ફી તેમજ હીરોઇન રિલીઝ થયા બાદ એક થા ટાઇગરનો બિઝનેસ ઘણો કુણો પડ્યો . સૌથી વધુ બર્ફી ફિલ્મે એક થા ટાઇગરના બિઝનેસને ઠંડો કર્યો . બર્ફી ફિલ્મે એક થા ટાઇગર દ્વારા ઘણા સિનેમા હૉલ છીનવી લીધા તેમજ બર્ફી રિલીઝ થયાના એક અઠવાડિયા બાદ આખરે એક થા ટાઇગરનું કલેક્શન એકદમ ઠપ થઈ ગયું અને બૉક્સ ઑફિસે એક થા ટાઇગરની ટિકિટ બારી ઉપર ખામોશી છવાઈ ગઈ . બસ તેથી જ સલમાન ખાન આજકાલ થોડાંક નિરાશ છે , પણ કોઈ વાત નહિં . હજુ તેમની દબંગ 2 આવવાની બાકી છે . જોઇએ દબંગ સલમાન આમિરને પાછળ પાડી શકે છે કે નહિં ." sports,"આઇપીએલ 10ની ફાઇનલ મેચમાં રાઇઝિંગ પુના સુપરજાયન્ટ ટીમના સ્પિન બોલર વોશિંગટન સુંદરે આઇપીએલના ઇતિહાસનો મોટો રેકોર્ડ પોતાને નામ કર્યો છે . સુંદરે આઇપીએલની ફાઇનલ મેચમાં રમનાર સૌથી નાની ઉંમરના ખેલાડીનો રેકોર્ડ પોતાને નામ કર્યો છે . તમિલનાડુના સ્પિન બોલર વોશિંગટન સુંદરની ઉંમર છે માત્ર 17 વર્ષ 228 દિવસ અને આ ઉંમરમાં તેઓ આઇપીએલ ફાઇનલ મેચ રમનારા સૌથી યુવા ખેલાડી બની ગયા છે . પુનાની છેલ્લે રમાયેલ મેચમાં પણ સુંદરે મહત્વપૂર્ણ ફાળો આપ્યો હતો , મુંબઇ ઇન્ડિયન્સ વિરુદ્ધની ક્વોલિફાયર મેચમાં તેમણે શાનદાર રમતનું પ્રદર્શન કરતાં 16 રન આપી 3 વિકેટ ઝડપી હતી . તેમણે ત્રણ મહત્વપૂર્ણ બેટ્સમેન રોહિત શર્મા , કેરૂન પોલૉર્ડ અને અંબાતી રાયડૂને આઉટ કર્યા હતા . ક્વોલિફાયર મેચમાં સુંદરના આ શાનદાર પ્રદર્શનને કારણે જ પુનાની ટીમ ફાઇનલમાં જગ્યા બનાવી શકી હતી . સૌથી નાની ઉંમરના મેન ઓફ ધ મેચ પોતાની આ શાનદાર રમત માટે તેમને મેન ઓફ ધ મેચનો ખિતાબ પણ મળ્યો હતો . તેઓ સૌથી નાની ઉંમરમાં મેન ઓફ ધ મેચનો ખિતાબ મેળવનાર ખેલાડી બન્યા હતા . વોશિંગટન સુંદરે પુનાની ટીમમાં રવિચંદ્રન અશ્વિનની જગ્યા લીધી છે . સૌથી નાની ઉંમરમાં આઇપીએલ ફાઇનલ રમનાર ખેલાડીઓ વોશિંગટન સુંદર રવિવારે મુંબઇ ઇન્ડિયન્સ વિરુદ્ધની ફાઇનલ મેચ 17 વર્ષ 228 દિવસની ઉંમરે રમ્યા હતા . આ પહેલા રવિન્દ્ર જાડેજા વર્ષ 2008માં 19 વર્ષ 178 દિવસની ઉંમરે આઇપીએલ ફાઇનલ રમ્યા હતા , મનીષ પાંડે વર્ષ 2009માં 19 વર્ષ 256ની ઉંમરે આઇપીએલ ફાઇનલ રમ્યા હતા ." entertainment,"મુંબઈ , 21 જાન્યુઆરી : દિગ્ગજ અભિનેતાઓ નસીરુદ્દીન શાહ અને પંકજ કપૂર દસ વરસ બાદ ફરી એક સાથે રૂપેરી પડદે દેખાવાનાં છે . વર્ષ 2004માં મકબૂલ ફિલ્મમાં સાથે કામ કરનાર નસીર - પકંજ પછીથી કોઇક મુદ્દે વિવાદ થતા ક્યારેય સાથે નહીં દેખાયાં , પરંતુ બંને વચ્ચેની આ શત્રુતા સામે નૉકર ( હથોડો ) બની ઉપસી આવ્યાં છે યુવા દિગ્દર્શક નિતિન ચંદ્રા . નિતિને પોતાની આગામી ફિલ્મ કમ્પની ઉસ્તાદમાં કામ કરવા માટે બંનેને ઑફર કરી છે . નસીરુદ્દીન શાહ અને પંકજ કપૂર પરસ્પર સાઢુભાઈ છે . અભિનેત્રી બહેનો રત્ના પાઠક તથા સુપ્રિયા પાઠકના લગ્ન ક્રમશઃ નસીરુદ્દીન શાહ અને પંકજ કપૂર સાથે થયાં છે . રત્ના - સુપ્રિયા જોકે ક્યારેય રૂપેરી પડદે સાથે નથી દેખાયાં , પણ નસીરુદ્દીન શાહ અને પંકજ કપૂર અગાઉ પણ કેટલીક ફિલ્મોમાં સાથે કામ કરી ચુક્યાં છે . મંડી , જાને ભી દો યારોં , મોહન જોશી હાજિર હો જેવી ફિલ્મોમાં સાથે કામ કરનાર નસીર - પંકજ છેલ્લે જાન્યુઆરી - 2004માં આવેલી મકબૂલ ફિલ્મમાં સાથે દેખાયા હતાં , પરંતુ પછી બંને વચ્ચે કોઈ ફિલ્મ અંગે વિવાદ થતાં બંનેના રસ્તા જુદા થઈ ગયા હતાં . આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :" entertainment,"રાજ - 3 એક એવી જ વ્યક્તિની વાર્તા છે , જે પોતાના અંદરની સારાઈને હરાવી બુરાઈને જીતવા માંગે છે અને જ્યારે એક વાર આ ખરાબ તાકત વ્યક્તિ પર હાવી થાય , તો પછી તે એટલી શક્તિશાળી થઈ જાય છે કે પછી તેને હરાવવું કોઈના વશની વાત નથી રહેતી . માત્ર સારાઈને શક્તિ બનાવીને જ બુરાઈને જીતી શકાય છે . એમ પણ દરેક બુરાઈના અંત માટે ક્યાંક ને ક્યાંક તેને ખતમ કરનાર તાકાત વસતી હોય છે . રાજ 3 એવા જ ઘણાં રાજ ( રહસ્યો ) ઉપરથી પર્દો હટાવશે . વાર્તા - ફિલ્મની વાર્તા એક સુપરસ્ટાર શાન્યા ( બિપાસા બાસુ ) ની છે . શાન્યા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી સફળતા હાસલ કરે છે . તે એક સ્માર્ટ અને ડેશિંગ દિગ્દર્શક આદિત્ય ( ઇમરાન હાશમી ) સાથે પ્રેમ કરે છે , પરંતુ એ જ વખતે એક નવી અભિનેત્રી સંજના ( ઈશા ગુપ્તા ) ની ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી થાય છે અને તે શાન્યાની જગ્યા લેવાનું શુરૂ કરી દે છે . શાન્યા સંજનાની સફળતાથી ઈર્ષ્યા કરવા લાગે છે . તેને લાગે છે કે સંજના તેના કરિયરની સાથે સાથે તેના પ્રેમ આદિત્યને પણ તેનાથી છીનવી રહી છે . પછી શરૂ થાય છે શાન્યાનો કાળો જાદૂ અને સંજનાની મુશ્કેલીઓ . આદિત્ય જે હવે સંજના સાથે પ્રેમ કરવા લાગે છે , તે શાન્યાને કોઈ પણ રીતે રોકવાની કોશિશ કરે છે . અને જ્યારે આદિત્યને લાગે છે કે તે શાન્યાને નહિં રોકી શકે , ત્યારે તે શાન્યાને છોડી સંજના પાસે જતો રહે છે અને શાન્યાને ચેતવણી પણ આપે છે કે તે સંજનાથી દૂર રહે . અંતે શું થાય છે ? શું શાન્યા સંજનાને પોતાના કાળા જાદૂ વડે મારી નાંખે છે ? શું આદિત્ય શાન્યાને રોકવામાં સફળ થાય છે ? શું શાન્યા પોતાના કાળા જાદૂ વડે આદિત્યને પામી લે છે ? આ બધા રહસ્યો ખોલશે રાજ 3 . રાજ 3 માં બિપાશા બાસુએ ફરી એ વાત સાબિત કરી દીધી છે કે આ બંગાળી બાળા આજે પણ પોતાની એક્ટિંગ દ્વારા બીજી હીરોઇનોને ભોંય ભેગી કરી શકે છે . બિપાશાના જોરદાર એક્ટિંગ સ્કિલ્સ આગળ ઈશા ગુપ્તા જ નહિં , પણ ઇમરાન હાશમી પણ ફીકા પડી જાય છે . બિપાશાનો હૉટ અંદાજ , તેમની ડાયલૉગ ડિલીવરી , તેમના એક્સપ્રેશન ખરેખર લાજવાબ છે . બીજી બાજુ ઈશા ગુપ્તા આખી ફિલ્મમાં એક સેંસેટિવ ડૉલની જેમ દેખાય છે , જેને ડગલે ને પગલે કોઈકના સહારાની જરૂર છે . ઇમરાન હાશમીએ ચોક્કસ સારા પ્રયત્ન કર્યા છે અને ક્યાંક - ક્યાંક તેઓ ઘણાં શ્રેષ્ઠ પણ દેખાય છે . ફિલ્મનાં સંગીતમાં કોઈ ખાસ દમ નથી . જ્યાં સુધી રાજ ફિલ્મની વાત છે , તો તેનું એક ગીત આજે પણ બધાની જીભે ચડેલું છે . તેના કરતાં રાજ 3 ના ગીતો બહું ખાસ નથી . વિક્રમ ભટ્ટે ઘણાં પ્રયાસો કર્યા છે લોકોને ભયભીત કરવાના અને ફિલ્મના 3ડી ઇફેક્ટ દ્વારા મહદ અંશે તેઓ આ પ્રયાસમાં સફળ પણ થયા છે . ફિલ્મનાં કેટલાંક સીન એવા છે , જેને જોઈને એક વાર તો આપણાં રુઆંટા ઊભા થઈ જાય છે . ખાસ કરીને જ્યારે ઈશા ગુપ્તાની નોકરાણી પંખા સાથે ફાંસીએ લટકીને આપઘાત કરે છે અને બીજા એક સીનમાં ઈશા ઉપર 800થી વધુ કૉક્રોચ ચડી જાય છે અને તે પોતાના બધા કપડાં ઉતારીને ભાગે છે . હાલ એટલું કહી શકાય છે કે ફિલ્મ સરવાળે દર્શકોને જરૂર પસંદ આવશે . બિપાશાના ફેંસને આ ફિલ્મ જરૂર પસંદ પડશે . હવે ઇંતેજાર છે બૉક્સ ઑફિસ રિપોર્ટનો . ત્યારે જ ખબર પડશે કે આખરે બિપાશાનો કાળો જાદૂ બૉક્સ ઑફિસ પરપણ ચાલી રહ્યો છે કે નહિં ." sports,"ઇન્ડિયન ટીમના કપ્તાન કૂલ મહેન્દ્ર સિંહ ધોની પોતાના બાઇક પ્રેમ માટે જાણીતા છે . ધોનીએ પોતાની પહેલી બાઇકની તસવીરો જાહેર કરી છે . મહેન્દ્ર સિંહની પહેલી બાઇક હતી રાજદૂત . મહેન્દ્ર સિંહ ધોની હાલમાં ક્રિકેટમાંથી બ્રેક લઇને પોતાના અંગત જીવનનો આનંદ માણી રહ્યા છે . ધોનીએ પોતાના પહેલા બાઇકની તસવીરો સોસિયલ સાઇટ્સ ટ્વિટર પર રજૂ કરી છે . ધોનીએ સૌથી પહેલા રાજદૂતની તસવીર પોસ્ટ કરી અને ત્યારબાદ તેણે તેના એન્જીનની તસવીર પણ રજૂ કરી . ધોની દ્વારા અપલોડ કરાયેલી આ બાઇક ઘણા વર્ષોથી તેના ઘરમાં ધૂળ ખાય છે , અને તેણે તેનો ઉપયોગ કરવાનું પણ છોડી દીધું છે . ધોનીએ તસવીરો સાથે લખ્યું છે કે ' મારી સૌથી પહેલી બાઇક ' . જુઓ કેવી હતી ધોનીની સૌથી પહેલી બાઇક . . ." business,"વર્તમાન સમયમાં ઇન્ટરનેટે આપણા જીવનમાં ક્રાંતિ લાવી દીધી છે . આપણે હવે ઓનલાઇન શોપિંગ , ઓલાઇન વાંચન અને ઓનલાઇન વાતચીત કરતા થઇ ગયા છીએ . તો શા માટે ઓનલાઇન વિલ ( વસીહતનામુ - WILL ) તૈયાર ના થઇ શકે ? ચોક્કસ થઇ શકે . ઓનલાઇન વિલ તૈયાર કરવાનો ખર્ચ પણ ખુબ વાજબી છે . તાજેતરમાં Ezeewill . com દ્વારા માત્ર ત્રણ સ્ટેપમાં જ આપનું વિલ તૈયાર થઇ જાય તેવી સરળ પ્રક્રિયા તૈયાર કરી છે . આ માટે આપે માત્ર એક પ્રશ્નોત્તરીનો જવાબ લખવાનો છે . આ પ્રક્રિયા પૂરી કરતા પહેલા આપે પોર્ટલ પર આપનું નામ અને અન્ય વિગતો લખવાની છે . આ વિગતો આપ્યા બાદ પોર્ટલ પર આપનું રજિસ્ટ્રેશન થઇ જશે . રજિસ્ટ્રેશન થયા બાદ આપ પોર્ટલની શરતો માન્ય રાખીને આગળ વધી શકો છો . વિલ તૈયાર કરવા માટે જરૂરી પ્રશ્નોના જવાબ આપ્યા બાદ આપ તેને ફરીથી વાંચીને અભ્યાસ કરી શકો છો . આપ તેનાથી સંતુષ્ય થાય તે પછી પેમેન્ટ કરી શકો છો . પેમેન્ટ કરતા જ વિલ ફાઇનલ થાય છે . આ ફાઇનલ વિલ ડોક્યુમેન્ટ બને છે , જેને આપ સુધી પહોંચાડવામાં આવે છે . આ વિલ તૈયાર કર્યા બાદ એક પ્રશ્ન એ પણ ઉઠે છે કે વિલના એક્ઝિક્યુટર કોણ હશે ? આ વ્યવસ્થા પણ Ezeewill . com કરી આપે છે . જાણો તેના ચાર્જીસ શું છે ? ઓનલાઇન વિલ તૈયાર કરવા માટે આપે માત્ર રૂપિયા 4,000 ચૂકવવા પડે છે . મહત્વની બાબત એ છે કે અહીં આપના અનેક ગણા રૂપિયા બચે છે . આપ જો ઓનલાઇન વિલ તૈયાર કરાવશો તો અંદાજે રૂપિયા 25,000નો ખર્ચ કરવો પડે છે . આ 4,000 રૂપિયાના ખર્ચમાં બે રિવ્યુ ઇન્ટરેક્શનનો સમાવેશ થાય છે . વધારાના પ્રત્યેક રિવ્યુ ઇન્ટરેક્શન માટે આપે રૂપિયા 250નો ચાર્જ ચૂકવવો પડશે . માન્ય શહેરોમાં વિલની હોમ ડિલિનરી માટે રૂપિયા 500નો ચાર્જ ચૂકવવો પડે છે . આમ ઓનલાઇન વિલ તૈયાર કરવું અનેક રીતે વાજબી અને સમજદારીનું ઉદાહરણ પૂરું પાડે છે ." business,"બેન્કો સિવાયની સંસ્થાઓને થાપણ લેવાની મનાઈ કરનારું પગલુ ધીમું હોઈ શકે છે અને તેને લગતી પ્રક્રિયા પૂરી કરવાની કોઈ સમય મર્યાદા નક્કી કરવામાં આવી નથી . જોકે આ નિર્ણય અંગે હજુ કોઈ કાર્ય પદ્ધતિ પણ શરૂ કરવામાં આવી નથી . રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર ડી . સુબ્બારાવે જણાવ્યું છે કે , રિઝર્વ બેન્કના મત પ્રમાણે સમય જતા અમારે એવી નાણાકીય સિસ્ટમ તરફથી આગળ વધવું જોઈએ કે જેમાં થાપણનો સ્વીકાર બેન્કિંગ સિસ્ટમ પુરતો જ મર્યાદિત રહે . બેન્કિંગ સિસ્ટમની બહાર થાપણો એકત્ર કરવાનું ઓછુ થવું જોઈએ અને સમય આવ્યે તે નાબૂદ કરાશે . પશ્ચિમ બંગાળનમા ચીટફંડ કૌભાંડ પછી નિયમનકારો જેવા કે આરબીઆઈ અને સેબી વચ્ચે પરસ્પર દોષારોપણની રમત ચાલી હતી અને તેના પગલે આરબીઆઈ દ્વારા આ પ્રમાણેનો ભાર પૂર્વકનો નિર્ણય લેવો પડ્યો છે કે એકલી બેન્કો જ થાપણો સ્વીકારી શકશે . આ કૌભાંડમાં હજારો રોકાણકારોએ તેમની જિંદગીની બચત ગુમાવી છે , પણ આ કંપનીઓના રોકાણકારોનું રક્ષણ કરવાની જવાબદારી કોઈ નિયમન કાર દ્વારા લેવામાં આવી નથી . ભારતીય કાયદા નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓ , રાજ્ય સરકારોના નિયંત્રણ હેઠળ આવતા ચીટફંડ અને સહકારી મંડળીઓને ડિપોઝિટ સ્વીકારવાની મંજૂરી આપે છે , પરંતુ દેખરેખ નબળી હોવાથી કતૌભાંડીઓ સજા વીના છટકી જાય છે . વિદેશી બેન્કો માટે ટૂંક સમયમાં નવા નિયમો આવશે ભારતમાં આવેલી ખાનગી બેન્કોને ખૂબ જ ટૂંક સમયમાં સબસિડિયરી કંપનીમાં રૃપાંતરણ થવુ પડશે . આગામી થોડા મહિનાઓમાં આરબીઆઈ દ્વારા વિદેશી બેન્કો માટે અકે નવી ગાઈડ લાઈન લાવવાનું વિચારી રહી છે . આરબીઆઈના ગવર્નર ડી . સુબ્બારાવે જણાવ્યું છે કે હજુ આ વિશે અમુક કાયદાકીય કાર્યવાહી કરવાની બાકી છે તે પથી આ નિયમાવલી રજૂ કરવામાં આવશે . વર્ષ 2008ની મંદી પછી ભારત સતર્ક થઈ ગયું છે . આરબીઆઈના મત પ્રમાણે વિદેશી બેન્કો અહી સબસિડિયરી કંપની બની ને કામ કરે જેથી વિદેશમાં તેમની શાખાને કોઈ નુકસાન તોય તો તેની અસર ભારતની ઈકોનામી પર પડશે નહીં . હાલ બધી જ વિદેશી બેન્કો ભારતમાં તેમની બ્રાન્ચથી કામ કરી રહી છે ." sports,"ભારત અને શ્રીલંકા વચ્ચેની પાંચ વન ડે સીરિઝની 4થી મેચ ગુરૂવારે કોલંબો ખાતે રમાઇ હતી . ભારત આ સીરિઝમાં 3 - 0થી આગળ છે . વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમે દાંબુલામાં રમાયેલ પ્રથમ વન ડે મેચમાં 9 વિકેટના અંતરથી જીત મેળવી હતી . પલ્લેકલમાં રમાયેલ બીજી વન ડે મેચમાં ભારતીય ટીમે જીતવા માટે ખાસી મહેનત કરવી પડી હતી . આ મેચમાં શ્રીલંકા તરફથી આ સીરિઝમાં પહેલીવાર રમવા આવેલ અકીલા ધનંજયે 6 ભારતીય બેટ્સમેનને આઉટ કરી શ્રીલંકાની ટીમને જીત તરફ આગળ વધારી હતી . પરંતુ ભૂતપૂર્વ ભારતીય કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીના અનુભવને પરિણામે ભારત 3 વિકેટથી આ મેચ જીતી ગયું હતું . પલ્લેકલમાં જ રમાયેલ 3જી વન ડે મેચમાં ભારત 6 વિકેટથી જીત્યું હતું . ગુરૂવારે રમાયેલ મેચ ભૂતપૂર્વ ભારતીય કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીની 300મી વન ડે મેચ છે . સ્કોર અપડેટ્સઃ ટીમ ઇન્ડિયા ( પ્લેઇંગ ઇલેવન ) : શિખર ધવન , રોહિત શર્મા , વિરાટ કોહલી ( કપ્તાન ) , લોકેશ રાહુલ , મનીષ પાંડે , એમએસ ધોની ( વિકેટ કીપર ) , હાર્દિક પંડ્યા , અક્ષર પટેલ , શાર્દુલ ઠાકુર , કુલદીપ યાદવ , જસપ્રિત બુમરાહ શ્રીલંકા ( પ્લેઇંગ ઇલેવન ) : દિલશાન મુનાવીરા , નિરોસન ડિક્વેલા ( વિકેટ કીપર ) , કુસલ મેંડિસ , લાહિરૂ થિરિમાને , એન્જેલો મેથ્યૂઝ , મલિંદા સિરીવર્દના , વનિદુ હસરંગા , મલિંદા પુષ્પકુમારા , અકીલા ધનંજયા , વિશ્વા ફર્નાંડો , લસિથ મલિંગા ( કપ્તાન )" sports,"સ્પોટ ફિક્સિંગના મામલામાં દોષી પામેલા લોકો સાથે પૂછપરછ કરતા કેટલીક મહત્વની જાણકારીઓ પ્રાપ્ત થઇ છે . સૂત્રો તરફથી મળેલી જાણકારી અનુસાર મુંબઇ પોલીસે તપાસમાં બાદ જણાવ્યું કે આઇપીએલની કૂલ 17 મેચ ફિક્સ હતી . પોલીસ અનુસાર ટૂંક સમયમાં હવે આ બદા ખેલાડીઓના અવાજના નમૂના લેવામાં આવશે . આ ઉપરાંત પોલીસને શ્રીસંત અંગે વધુ પુરાવા હાથ લાગ્યા છે . જાણકારી અનુસાર મુંબઇમાં શ્રીસંત સોફિટેલ હોટલમાં રોકાયા હતા અને શ્રીસંતને કાસ્ટિંગ ડાયરેક્ટરે યુવતીઓની કેટલીક તસવીરો મોકલી હતી . શ્રીસંતને આ તસવીરો ઇમેઇલ દ્વારા મોકલવામાં આવી હતી . પોલીસના જણાવ્યા અનુસાર શ્રીસંત , યુવતીઓ અને સટ્ટેબાજ પબમાં મળ્યા હતા ત્યાં જ ફિક્સિંગની ડિલ નક્કી થઇ હતી . ફિલહાલ પોલીસે સોફિટેલ હોટલ અને એ પબની સીસીટીવી ફૂટેજને જપ્ત કરી લીધી છે ." sports,"આઇપીએલ 10 સિઝનની આજે 23મી મેચ છે , જે કોલકાતા નાઇટ રાઇડર્સ અને ગુજરાત લાયન્સ વચ્ચે રમાનાર છે . કોલકાતાના ખચાખચ ભરેલા ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાઇ રહી છે . ત્યારે આ મેચની તમામ લેટેસ્ટ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો . અહીં અમે તમને આ મેચની તમામ અપડેટ આપતા રહીશું . Update : ગુજરાત લાયન્સઃ બ્રેન્ડન મેક્કુલમ , ડ્વેન સ્મિથ , સુરેશ રૈના ( કેપ્ટન ) , દિનેશ કાર્તિક , એરોન ફિન્ચ , ઇશાન કિશન , રવિન્દ્ર જાડેજા , જેમ્સ ફોકનર , પ્રવીણ કુમાર , બાસિલ થમ્પી , ધવલ કુલકર્ણી કોલકાતા નાઈટ રાઈડર્સઃ ગૌતમ ગંભીર ( કેપ્ટન ) , રોબિન ઉથપ્પા , મનિષ પાંડે , યૂસુફ પઠાણ , સૂર્યકુમાર યાદવ , ક્રિસ વોક્સ , સુનીલ નારાયણ , કુલદીપ યાદવ , ક્રિસ વોક્સ , નાથન કુલ્ટર નાઇલ , ઉમેશ યાદવ , કોલિન ડી ગ્રાન્ડહોમ" entertainment,"ટીવી સિરિયલ ' ભાભીજી ઘર પર હે ' ની અંગૂરી ભાભી એટલે કે એક્ટ્રેસ શિલ્પા શિંદે પર ટીવી એસોસિએશને બેન મુક્યો છે . એક્ટ્રેસ શિલ્પા શિંદે હવે ક્યારેય ટીવી પર જોવા નહીં મળે . ઉલ્લેખનીય છે કે , એક્ટ્રેસ શિલ્પા શિંદેએ આ સિલિયલના પ્રોડ્યૂસરના પતિ પર યૌન શોષણ નો આરોપ મૂક્યો હતો . પ્રોડ્યૂસરે આ મામલે પોતાના પતિનો સાથ આપતાં આ તમામ આરોપો ખોટા હોવાનું જણાવ્યું હતું . આ સાથે જ તેણે શિલ્પા શિંદે અનપ્રોફેશનલ હોવાનો આરોપ પણ મૂક્યો હતો . આ કેસ અંગેના અનેક વિવાદો વચ્ચે એવી પણ વાત બહાર આવી હતી કે , શિલ્પા શિંદેએ પ્રોડ્યૂસરના પતિ વિરુદ્ધ યૌન શોષણનો કેસ દાખલ કરતાં પ્રોડ્યૂસરે શિલ્પાનું કરિયર ખતમ કરવાની ધમકી આપી હતી . શિલ્પા પર મુકવામાં આવેલ બેન બાદ આ ધમકી સાચી પડી હોવાનું લાગી રહ્યું છે . CINTAAનું માનીએ તો , કેસ દરમિયાન શિલ્પાને પોતાનો પક્ષ રજૂ કરવાની પૂરી તક આપવામાં આવી હતી . પરંતુ તે પ્રોડ્યૂસરના પતિ સામેનો આરોપ સાબિત ન કરી શકી . તેમના પક્ષમાં માત્ર 5 ટકા વોટ પડ્યા , જ્યારે 95 ટકા લોકોનું માનવું હતું કે શિલ્પા ખોટું બોલી રહી છે . આ કારણે જ શિલ્પા શિંદેને બેન કરવામાં આવી છે . હવે તે ટીવી પર જોવા નહીં મળે . શિલ્પા શિંદે પર લાઇફટાઇમ બેન મુકવામાં આવ્યો છે . એક રીતે કહી શકાય કે , ' ભાભીજી ઘર પર હે ' ની પ્રોડ્યૂસરે શિલ્પા શિંદેનું કરિયર ખતમ કરી નાંખ્યું છે ." business,"ન્યુ યોર્ક , 8 નવેમ્બર : માઈક્રોબ્લોગિંગ સાઈટ ટિ્વટરનો આઇપીઓ આજે ખૂલ્યો હતો . ટ્વિટરના શેરની ન્યૂ યોર્ક સ્ટોક એક્સચેન્જમાં એન્ટ્રીએ શેરમાર્કેટમાં ખળભળાટ અને નવો ઉત્સાહ જગાવી દીધો છે . તેણે પ્રવેશના પહેલા દિવસે જ જંગી સોદાઓમાં 92 ટકાનો લાભ મેળવ્યો છે . ઈન્વેસ્ટરોએ આ શેરને ખરીદવા પડાપડી કરી છે . તેને લીધે શેરની માર્કેટ વેલ્યૂ 25 અબજ ડોલર થઈ ગઇ છે . ટિ્વટરે બુધવારે તેના આઈપીઓનું મૂલ્ય 26 ડોલર પ્રતિ શેર નક્કી કર્યું હતું , પણ આજે શેર 45.10 ડોલર પ્રતિ શેર ખૂલ્યો હતો . આ લાભને કારણે શેર 50 ડોલરની ઉંચાઈને પણ સ્પર્શ કરી ગયો હતો . સેનફ્રાન્સિસ્કોની કંપની ટિ્વટર આઈપીઓ મારફત 1.8 અબજ ડોલર મેળવવા ધારે છે . ટિ્વટરે તેની સ્થાપનાથી લઈને સાત વર્ષ સુધીમાં કોઈ નફો મેળવ્યો નથી . સૂત્રોનું કહેવું છે કે ફ્લોટેશનને કારણે ટિ્વટરના શેરની જોરદાર ડિમાન્ડ ઊભી થઈ છે . ઈન્વેસ્ટરોએ ઓફર કરાયેલા શેર કરતાં 30 ગણા વધારે શેરની માગણી કરી હતી , કારણ કે તેમને વિશ્વાસ છે કે સોશ્યલ મીડિયા કંપનીમાં વિકાસની ભરપૂર તકો રહેલી છે ." entertainment,"સોશ્યિલ મીડિયાની સેક્સી સ્ટાર કરિશ્મા શર્મા ફરી એકવાર પોતાની બોલ્ડ ફોટોને કારણે ચર્ચામાં આવી છે . કરિશ્મા શર્માએ આ વખતે બ્લેક ડ્રેસમાં પોતાની બોલ્ડ ફોટો અપલોડ કરી છે . દરેક વખતની જેમ આ વખતે પણ કરિશ્મા શર્મા પોતાની તસ્વીરોને કારણે છવાઈ ચુકી છે . ઇન્સ્ટાગ્રામ પર સ્ટાર બનવાની લિસ્ટમાં કરિશ્મા શર્માનું નામ સૌથી ઉપર આવે છે . કરિશ્મા શર્માને રાતોરાત સ્ટાર બનાવવામાં બોલ્ડ વેબ સીરીઝનો હાથ છે , જેમાં તેને બેક ટુ બેક બેડ સીન અને ન્યૂડ સીન આપ્યા હતા . ત્યારપછી ઇન્ટરનેટની બોલ્ડ સુપરસ્ટારમાં તેનું નામ જોડાઈ ગયું . દરેક વખત મુજબ આ વખતે પણ કરિશ્મા શર્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બ્લેક અને રેડ ડ્રેસમાં બોલ્ડ ફોટો પોસ્ટ કરી છે . હાલ તેણે પોતાની સેક્સી તસવીરો પોસ્ટ કરી છે . જેના પરથી નજર હટાવવી તમારા માટે મુશ્કેલ થઈ જશે . આ તસવીરો બાદ ફરી એકવાર કરિશ્મા શર્મા આ અઠવાડિયાની સુપર સ્ટાર બની ગઈ છે . ટીવીની આ સુપરસ્ટારે પાણીમાં આગ લગાવી , સેક્સી તસવીરો વાયરલ ઉલ્લેખનીય છે કે કરિશ્માએ યૈ હૈ મોહબ્બતેં માં પણ નાની ભૂમિકા નિભાવી ચૂકી છે . પરંતુ તેને ઈન્ટરનેટની સ્ટાર બનાવવા પાછળ એકતાની આ બોલ્ડ વેબ સિરીઝનો મોટો હાથ રહ્યો છે . આ વર્ષ ફરી એકવાર કરિશ્મા શર્મા માટે મોટા સમાચાર લઈને આવ્યું છે . બહુ જલદી ઋતિક રોશનની સુપર 30નો ભાગ બનશે . આ ફિલ્મમાં તે એક ડાંસ નંબર કરતી જોવા મળશે ." sports,આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં શનિવારે બર્મિઘમના એઝબેસ્ટનમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઇ રહેલી મેચ વરસાદના કારણે અટકાવવામાં આવી છે . વરસાદ થયો ત્યાં સુધી પાકિસ્તાને 19 ઓવરમાં ત્રણ વિકેટના નુકસાન પર 70 રન બનાવી દિધા હતા અને કેપ્ટન મિસ્બાહ ઉલ હક પાંચ રન તથા અસદ શફીક 14 રન બનાવીને પીચ પર રમી રહ્યાં હતા . ટોસ હારીને પહેલાં બેટીંગ કરવા માટે ઉતરેલી પાકિસ્તાની ટીમની શરૂઆતથી દબાણમાં જોવા મળતી હતી અને પહેલી વિકેટ ત્રીજી ઓવરના ત્રીજા બોલમાં નાસિર જમશેદ ( 2 ) ના રૂપમાં પડી હતી . ભુવનેશ્વર કુમારે ફેકેલી આ ઓવર મેડન વિકેટ ઓવર રહી હતી . ચાર રના કુલ યોગ પ્રથમ વિકેટ ગુમાવ્યા બાદ પાકિસ્તાને સંભાળીને રમવાનું શરૂ કર્યું અને બીજી વિકેટ માટે કામરાન અકમલ ( 21 ) અને મોહંમદ હાફિજ ( 27 ) રન ફટકારી કુલ 46 રન ભાગીદારી બનાવી હતી . ભુવનેશ્વર કુમારે 13મી ઓવરના પ્રથમ બોલમાં હાફિજની વિકેટ ઝડપી પાડી હતી . હાફિજે 31 બોલમાં પાંચ ચોગ્ગા ફટકાર્યા હતા . વરસાદના કારણે મેચ બંધ થતાં પહેલાં રવિચંદ્રન અશ્વિને ત્રીજી વિકેટ ઝડપી પાડી હતી . અશ્વિને 16મી ઓવરમાં પ્રથમ બોલમાં અકમલને વિરાટ કોહલીના હાથે કેચ આઉટ કરાવ્યો હતો . બંને ટીમોની ટૂર્નામેંટમાં આ ત્રીજી મેચ છે તથા ભારત પહેલાંથી બે મેચ જીતીને ટૂર્નામેંટની સેમીફાઇનલમાં પ્રવેશી ચૂક્યું છે તો બીજી તરફ પાકિસ્તાન બંને મેચ હારીને ટૂર્નામેંટની બહાર થઇ ગયું છે . અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં વરસાદના કારણે 12મી ઓવર પછી રમત રોકવામાં આવી હતી ત્યારે પાકિસ્તાનનો સ્કોર એક વિકેટના નુકસાન પર 50 રનનો હતો . sports,"વાત જ્યારે પાકિસ્તાનને ક્રિકેટમાં હરાવાની હોય ત્યારે ટીમ ઇન્ડિયા હોય કે અંડર 19ની આઇસીસી ટીમ , જીત ભારતની મોટાભાગે થતી હોય છે . આઇસીસી અંડર 19 વર્લ્ડ કપના બીજા સેમીફાઇનલમાં પણ ભારતે પાકિસ્તાનની ટીમને 203 રને હરાવીને ફાઇનલમાં પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે . પૂરી ટૂર્નામેન્ટમાં અજય રહેલી ટીમ ઇન્ડિયાની ટીમે પાકિસ્તાનને એકતરફી રમતમાં હરાવીને આ જીત મેળવી છે . હવે ભારત ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સાથે મેચ રમશે . ઓસ્ટ્રેલિયાની ટીમે પણ અફધાનિસ્તાનની ટીમને હરાવીને આ સ્થાન મેળવ્યું છે . ઉલ્લેખનીય છે કે આઇસીસી અંડર 19 વર્લ્ડ કપમાં ભારતના ખેલાડીઓએ આ વખતે શાનદાર પ્રદર્શન કર્યું છે . નોંધનીય છે કે પાકિસ્તાન સાથેની આ મેચમાં ભારતના શુભમન ગિલે મેન ઓફ ધ મેચ રહ્યા હતા . ભારત પાકિસ્તાનને 203 રનોથી હરાવીને ફાઇનલમાં પહોંચ્યું છે . નોંધનીય છે કે 69ના સ્કોર પર જ પાકિસ્તારની 9મી વિકેટ પડી ગઇ હતી . અને અભિષેક શર્મામાં પાકિસ્તાનની આ દસમી વિકેટ પણ મેળવીને ભારતની જીતાડ્યું હતું . નોંધનીય છે કે ભારતે પાકિસ્તાનને 273 રનનું લક્ષ્ણાંક આપ્યું હતું . નોંધનીય છે કે ભારતની અંડર 19 ટીમે આ સમગ્ર ટૂર્નામેન્ટમાં અદ્ધભૂત પ્રદર્શન કર્યું છે . અને પાકિસ્તાન સાથેની આ મેચમાં પણ શાનદાર પ્રદર્શન કરીને ફરી એક વાર ભારતીય ટીમે સાબિત કરી દીધું હતું કે કેમ તે ફાઇનલમાં રમવા માટે દાવેદાર છે . આ વખતે ભારતની અંડર 19 ટીમના પ્રદર્શનને જોતા ક્રિકેટ પ્રેમીઓની ફાઇનલમાં પણ ભારત જીતે તેવી આશા ઊભી થઇ છે . પાકિસ્તાન સાથેની આ મેચમાં ભારતે જોરદાર ઓપનિંગ બેટિંગથી જીતને શરૂઆતમાં જ પોતાની તરફ કરી લીધી હતી . અને કેપ્ટન પૃથ્વી શો અને મંજોત કાલરાએ 10 ઓવરમાં જ 59 રનનો સ્કોર બનાવી લીધો હતો . ત્યારે આ મેચ તેની શરૂઆતની જેમ જ અંત સુધી એકતરફી રહી હતી . અને પાકિસ્તાન તેના સારું પ્રદર્શન કરવ અસર્મથ રહી હતી ." business,"જેટ એરવેઝનું પરિચાલન અસ્થાયી ધોરણે બંધ થયા પછી , વિમાન કંપની જેટ એરવેઝના કર્મચારીઓની મુશ્કેલીઓ ઘટવાનું નામ લેતી નથી . જેટનું પરિચાલન બંધ થયા પછી કર્મચારીઓને તેમનો પગાર મળી રહ્યો નથી . એરલાઇનના પ્રમોટર અને તેના ધિરાણકર્તાઓ બંને પોતાના હાથ પાછાં ખેંચી રહ્યા છે . કંપનીના કર્મચારીઓએ એક મહિનાના પગાર માટે દર દર ભટકવું પડી રહ્યું છે . જેટ એરવેઝના સીઈઓ વિનય દુબેએ જણાવ્યું હતું કે અમે વારંવાર કંપનીના ધિરાણકર્તાઓને કહ્યું છે કે કર્મચારીઓને વેતન મળ્યું નથી અને તેમની પર આર્થિક કટોકટી વધી રહી છે , પરંતુ તેમની પાસેથી કોઈ મદદ મળી નથી . પગારના અભાવના કારણે કર્મચારીઓની મુશ્કેલી વધી રહી છે . કંપનીના સીઇઓ અનુસાર , જો કર્મચારીઓમાં આ સ્થિતિ બની રહી તો તેમની પાસે બીજી કંપનીમાં નોકરી શોધ્યા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચશે નહિ . જ્યાં કર્મચારીઓ પગાર ન મળવાથી મુશકેલીમાં છે , તો ત્યાં બેંકોએ સ્પષ્ટ કર્યું છે કે બોલી પ્રક્રિયાને સમાપ્ત કર્યા વિના પગાર પર કોઈ પ્રતિબદ્ધતા નક્કી થઇ શકતી નથી . આવામાં , જેટ એરવેઝના કર્મચારીઓનું ભવિષ્ય જોખમમાં છે . કંપનીએ બેંકોની સામે કર્મચારીઓના વેતનનો મુદ્દો મુક્યો હતો , પરંતુ બેંકોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ સમસ્યાનો ઉકેલ કંપનીના શેરધારકોએ મેળવવો જોઈએ . નોંધપાત્ર રીતે , જેટ એરવેઝના કર્મચારીઓએ સરકારને જેટલી જલદી શક્ય હોય એટલું જલ્દી એરલાઇન માટે બોલી પ્રક્રિયા પૂર્ણ કરાવાની વિનંતી કરી છે . જેટ એરવેઝ કર્મચારીએ એપાર્ટમેન્ટ પરથી કૂદીને આત્મહત્યા કરી" entertainment,"નવી દિલ્હી , 5 ડિસેમ્બર : બૉલીવુડના કિંગ ખાનના ઘરે જ્યારે પ્રિંસ અબરામ આવ્યો , તો સૌના મગજમાં અનેક સવાલ ઊભા થયાં . શાહરુખે ક્યારેય કોઈ પણ સવાલનો જવાબ નહીં આપ્યો . સરોગેસી વડે જન્મેલો અબરામ શરુઆતમાં થોડોક નબળો હતો , પણ હવે મન્નતનો પ્રિંસ સમ્પૂર્ણપણે સ્વસ્થ છે અને શાહરુખ ખાન પણ દુનિયાના તમામ સવાલોના જવાબ આપવા લાગ્યાં છે . ઇન્ડિયા ટુડે ગ્રુપ્સ એજંડામાં શાહરુખને જ્યારે તેમના ત્રીજા સંતાન અંગે સવાલો કરાયાં , તો સૌપ્રથમ તેમણે જણાવ્યું - અબરામનો જન્મ સરોગેસી વડે સમય કરતા પહેલા થઈ ગયો હતો . હવે તે સમ્પૂર્ણપણે સ્વસ્થ છે . જ્યારે તે હસે છે , ત્યારે તેના ગાલે પણ ડિમ્પલ પડે છે કે જેમ મારા ગાલે પડે છે . એ વાતમાં કોઈ શંકા નથી કે ડિમ્પલ ધરાવતો બાળક પામી હું ખુશ છું . શાહરુખે જુલાઈ માસમાં અબરામના જન્મ અંગે દુનિયા સમક્ષ ખુલાસો કર્યો હતો . તે પ્રી - મૅચ્યોર ડિલીવરી દ્વારા જન્મ્યો હતો . તેથી આરોગ્ય સંબંધી મુશ્કેલીઓ ઊભી થઈ હતી , પરંતુ હવે બધુ સાજુ - માજુ થઈ ગયું છે . શાહરુખે પોતાના દીકરા અંગે જણાવ્યું - અબરામ માશાલ્લાહ બેહદ હસીન અને હવે સ્વસ્થ છે અને તેણે બહુ બધી ખુશીઓ ફેલાવી દીધી છે . ચાલો હવે આપને તસવીરો સાથે બતાવીએ કે કિંગ ખાનને કેમ જરૂર પડી અબરામની ?" business,"ઈન્સ્યોરન્સ શબ્દ જ એવો છે જેનાથી ડર પણ લાગે અને મૂંઝવણ પણ થાય , પરંતુ આમાં કોઈ છટકબારી નથી . હવે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ હોવો આવશ્યક છે . જો કે અનુકૂળ એડ - ઓનની સાથે વ્યાપક નીતિ એ શ્રેષ્ઠ રીત છે . એક કોમ્પ્રિહેન્સિવ મોટર પોલિસી તમને અકસ્માત સમયે કે તમારી કાર ગુમ થઈ જાય તેવા સમયે આર્થિક સમસ્યામાંથી છૂટકારો આપે છે . આવી પરિસ્થિતિમાં લીગલ લીયાબિલિટીસ સામે તમને રક્ષણ આપે છે . આ દેશની પ્રથમ કોમ્પ્રિહેન્સિવ કાર પોલિસી છે , કોકો DHFL જનરલ ઇન્સ્યોરન્સ દ્વારા થોડા સમય પહેલા જ લોન્ચ કરવામાં આવેલ ખુબ જ અદ્ભુત ઓનલાઇન કસ્ટમાઈઝેબલ કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્સ્યોરન્સ પોલિસી છે , અને આ પોલિસી એ લોકો માટે બેસ્ટ છે જેઓ વિચારે છે કે એવરેજ કાર પોલિસી એ એક રીતે પૈસા નો બગાડ જ છે . જયારે કોકો ડ્રાઈવ ટેલર મેડ કાર ઇન્સ્યોરન્સ કવર્સ સાથે આવે છે અને તેના કારણે તે બીજાથી અલગ પડે છે કેમ કે તે દરેક કાર યુઝર્સ ને જરૂરિયાતોને પુરી કરવા માટે સંપૂર્ણ રીતે કસ્ટમાઈઝેબલ છે . અને કોકો ડ્રાઈવ 4 વિલર કોમ્પ્રિહેન્સિવ પોલિસી વિષેની સૌથી સારી વાત એ છે કે તે એક માત્ર એવી પોલિસી છે ઇન્ડસ્ટ્રીમાં કે જે એન્હાન્સડ પર્સનલાઇઝડ એક્સિડન્ટ કવર આપે છે અને તે પણ રૂ . 35 લાખ સુધી . ' ન્યૂ કાર ફોર ઑલ્ડ કાર ' અને ' ટાયર રિપ્લેસમેન્ટ ' થી ' કી અને લૉક રિપ્લેસમેન્ટ ' અને ' એનસીબી સિક્યોર ' સુધીના ઍડ - ઑન સાથે , ગ્રાહકો તેમની વ્યક્તિગત મોનિટરિંગ જરૂરિયાતો મુજબ અનુકૂળ ઍડ - ઓન પસંદ કરી અને ઉમેરાવી શકે છે . જો ગ્રાહકો ' ઇએમઆઈ પ્રોટેક્ટર ' અને ' આઉટસ્ટેન્ડિંગ લોન પ્રોટેક્ટર ' જેવા એડ ઓન પસંદ કરે છે તો પોલિસીના પિરિયડ દરમ્યાન એક્સિડન્ટના સમયે વાહનને ફાઇનાન્સિંગ કરાવવામાં મદદ કરે છે . અને આખા ઇન્ડિયાની અંદર કવેરજ આપવામાં આવે છે તે ઉપરાંત ભારતના પાડોસી દેશો જેવા કે નેપાળ , ભુટાન , પાકિસ્તાન , બાંગ્લાદેશ , શ્રીલંકા અને માલદિવ્સને પણ કોકો ડ્રાઈવની અંદર શામેલ કરવામાં આવ્યા છે . કોકોડ્રાઈવ પ્રાઇવેટ કાર પેકેજ પોલિસી વિષેની અમુક માહિતી અહીં છે . માક્રેટની અંદર સૌથી વધુ એડઓન્સ આપવામાં આવે છેઃ 19 એડઓન્સ જો તમે થોડી તપાસ કરશો અને અન્ય કંપનીઓની વેબસાઈટ જોશો તો તમને ખ્યાલ આવશે કે લગભગ બધી જ ઇન્સ્યોરન્સ કંપનીઓ 5થી 6 જ એડઓન ઓફર કરતી હોઈ છે , અને ગ્રાહકોની જૌરૂરિયાતો મુજબ કયા પ્રકારની કાર છે , કારનું આયુષ્ય શું છે , અને તેઓ કયા શહેરમાં રહે છે તેના આધારે બદલાતી રહેતી હોય છે . જયારે કોકોડ્રાઈવની અંદર 19 જેટલા એડઓન્સની સુવિધા આપવામાં આવે છે . દેશની પ્રથમ મોટર પોલિસીઃ વન સ્ટોપ શોપ એક મજબુત ટુલ્સ સાથે બનાવવામાં આવેલ દેશનું પ્રથમ મોટર પોલિસી ગ્રાહકને અમુક જ એડઓન આપવામાં આવતા ઓપ્શન્સના બદલે સૌથી વધુ એડઓન કવર્સ આપે છે . જેની અંદર ખુબ જ વોઇશલ ઓપ્શન્સમાંથી તેઓ પોતાની જરૂરિયાત મુજબ એડ કરી શકે છે . સર્વોચ્ચ પર્સનલ અકસ્માત કવર કોકો ડ્રાઈવની અંદર ઘણા બધા નોન સ્ટાન્ડર્ડ એડઓન પણ આપવામાં આવે છે જેમ કે , ઉન્નત માલિક , કબજો કરનાર અને પેઇડ ડ્રાઈવર વ્યક્તિગત અકસ્માત કવર . જણાવી દઈએ કે કોકોડ્રાઈવ ઇન્ડસ્ટ્રીણાં સૌથી વધુ પર્સનલ એક્સિડન્ટ કવર આપે છે , કે જે 35 લાખ સુધીનું છે . કરન્ટ મેન્ડેટ અનુસાર પર્સનલ એક્સિડન્ટ કવર 15 લાખ સુધીનો આપવા માં આવે છે પરંતુ કોકો ડ્રાઈવની સાથે ગ્રાહક ( માલિક ડ્રાઈવર ) 35 લાખ સુધીનું કવર મેળવી શકે છે અને અને બીજા occupants રૂ . 22 લાખ સુધીનું પર્સનલ એક્સિડેન્ટલ કવરેજ મેળવી શકે છે . સરળતાથી ખરીદવાની સાથે હકીકતે કસ્ટમાઈઝેબલ ચેટ ફીચરની સાથે ગ્રાહકો હવે ગાઇડેડ ઇકોમર્સનો બાયિંગ અનુભવ કરી શકે છે . અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ દ્વારા કોકો ડ્રાઈવ પર્સનાલિઝડ કસ્ટમાઈઝડ સજેશન આપે છે અને તે જ વસ્તુ કોકો ડ્રાઈવને અલગ બનાવે છે . ડિજિટલ ઉત્પાદનો સાથે વીમા ગેમને વધારવાનો પ્રયાસ ચોક્કસપણે આ પેઢીના ટેક - સમજવાળા ગ્રાહકો સાથે બ્રાઉની પોઇન્ટ્સ કમાવવાની તક આપશે . અને કોકો ડ્રાઈવની અંદર ઓનલાઇન ખરીદી કરતી વખતે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગના કારણે ગ્રાહકોને તેમની જરૂરિયાતો અનુસાર એડઓન્સના સજેશન આપવામાં આવશે જેથી તેઓ વધુ સારી રીતે એડ ઓન્સને નક્કી કરી શકે . દા . ત . મુંબઈના રહેવાશીને એન્જીન પ્રોટેક્શન એડઓનનું સજેશન આપવામાં આવશે , જયારે ચંદીગઢમાં રહેતા વ્યક્તિને તે નહિ આપવામાં આવે , કેમ કે મુંબઈની અંદર પાણી લોગિંગની સમસ્યા છે જેના કારણે એન્જિનમાં પાણીનો પ્રવેશ થઇ શકે છે . મોટર વીમા માટેના સરળ ઑનલાઇન પોર્ટલનો હેતુ કાર વીમા ખરીદવાની વિસ્તૃત અને બોજારૂપ પ્રક્રિયાને સરળ બનાવવું છે . અને તેટલું જ નહીં ક્લાઈમ્સ અને કેન્સલેશન પ્રોસેસને પણ ખુબ જ એફર્ટલેસ બનાવવામાં આવી છે . એવા સમયની અંદર જયારે ઇન્સ્યોરન્સ પોલિસી તેમની હોતી નકામી ટર્મ્સ અને કન્ડિશનના કારણે સમજવી અઘરી બની જાય છે , અને અનિચ્છનીય બંડલ અપ એડ - ઑન્સ પરાણે આપવામાં આવતા હોઈ છે ત્યારે , પારદર્શક અને કસ્ટમાઇઝ કરેલી પ્રક્રિયા કે જે કોકો ડ્રાઈવ પ્રાઇવેટ કાર કેર પોલિસી બજારમાં ઑફર કરે છે તે ચોક્કસપણે તેને ભાગીદાર બનાવશે . મોટર વીમા માટે ગ્રાહકોની પ્રથમ પસંદગી સાબિત થશે ." business,"નાણાં વિભાગના અગ્રણી બે અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે બેન્કોને જૂનના પ્રથમ સપ્તાહ સુધીમાં જવાબ આપવાનુ જણાવવામાં આવ્યું છે . એક અધિકારીના જણાવ્યા પ્રમાણે , સીબીડીટીના સૂચનથી જ ડાયરેક્ટર ઓફ ઈન્કમટેકસ અથવા ડીસીઆઈ દ્વારા આ નોટિસ રજૂ કરવામાં આવી છે . બેન્કોને જૂનના પ્રથમ સપ્તાહ સુધીમાં જવાબ આપવાનું જણાવવામાં આવ્યું છે અને બેન્કો દ્વારા તેને ગંભીરતાથી નહી લેવામાં આવે તો કરવેરા વિભાગ દ્વારા અનય કડક પગલાં લેવામાં આવે તેવી શક્યતા છે . બેન્કો દ્વારા આ વિશે કોઈ પણ ટિપ્પણી કરવામાં આવી નથી . આ ત્રણેય બેન્કો વિરુદ્ધ આરબીઆઈ દ્વારા મની લોન્ડરિંગ અને નો યોર કસ્ટમરનો નિયમ તોડવા બદલ તપાસ કરવામાં આવી રહી છે . આ બેન્કોની તપાસ તેમના સર્વિલાન્સ વિભાગ દ્વારા પણ કરવામાં આવી રહી છે . ઓનલાઈન પોર્ટલ કોબરા પોસ્ટે આ બેન્કોના કર્મચારીઓ દ્વાર ખોટા કરવામાં આવેલા ટ્રાન્ઝેક્શનની ક્લિપિંગ પણ રજૂ કરી છે , ત્યાર બાદ આરબીઆઈ દ્વારા આ બેન્કોની તપાસ શરૃ કરવામાં આવી છે . સેન્ટ્રલ બેન્ક દ્વારા આ ત્રણેય બેન્કોને નો યોર કસ્ટમનો નિયમ તોડવા માટે કારણ દર્શક નોટિસ ફટકારવામાં આવી છે . નાણા વિભાગ દ્વારા પણ આ વિશેમાં બેન્કો સામે કડક પગલા લેવામાં આવી રહ્યા છે . સેન્ટ્રલ બેન્કે જણાવ્યું છે કે , બેન્કિંગ સિસ્ટમના કોઈ પણ કૌભાંડોને સરકાર દ્વારા સહન કરવામાં આવશે નહીં . નાણા વિભાગના મત પ્રમાણે આ ગુના માટે બેન્કોને રૃ . એક કરોડનો દંડ પણ ખૂબ ઓછો કહેવાય . બીએમઆર એડ્વાઈઝરીના એન્ટી મનિલોન્ડરિંગના હેડ સરબજિત સિંહે જણાવ્યું છે કે , આ કૌભાંડોથી ખ્યાલ આવી શકે છે કે ગ્રાહકો પાસે નો યોર કસ્ટમરની ડિલ કરવા માટે બેન્કો પાસે જોઈએ તે પ્રમાણેના સ્કીલ્ડ સ્ટાફની અછત છે . આ પદ્ધતિનો સારી રીતે ઉપયોગ કરી શકાય તે માટે બેન્કોએ દુનિયાની બેસ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરવો જોઈએ ." business,Jio મોબાઇલ ફોન ખરીદવા માટે લાંબા સમયથી રાહ જોતા લોકો હવે ગણતરીના કલાકોમાં આ ફોન લેવા માટે ઓનલાઇન બુકિંગ કરાવી શકશે . 24 ઓગસ્ટ સાંજે 5:30 વાગે જીઓ મોબાઇલ ફોનનું બુકિંગ શરૂ થશે . ફોનની કિંમત 1500 રૂપિયા છે જે રિફંડેબલ છે . ઉલ્લેખનીય છે કે આ ફોનની જાહેરાત રિલાયન્સે પોતાની વાર્ષિક જનરલ મીટિંગમાં કરી હતી . ત્યારે આ ફોનનું બુકિંગ પણ વહેલા તે પહેલાના આધારે કરવામાં આવી રહ્યું છે . ઉલ્લેખનીય છે કે આ ફોનમાં તમારે સિક્યોરીટી પેટે જ 1500 રૂપિયા આપવાને છે જે પાછળથી તમને પાછા મળશે . સાથે જ 153 રૂપિયા ભરે તમે દર મહિને કોલિંગ અને અનલિમિટેડ ડેટાની સુવિધા ઉઠાવી શકશો . સાથે જ તેમાં મેસેજિંગ અને મનોરંજન માટે પણ અનેક સુવિધા છે . વધુમાં ઘરના ટીવી સાથે જોડેને પણ તમે તમારી ગમતી સિરિયલ આ ફોન દ્વારા જોઇ શકો છો . ત્યારે સાંજે મોટી સંખ્યામાં લોકો જીયો ફોન માટે બુકિંગ કરાવશે તેવું માનવામાં આવી રહ્યું છે . business,"ઇન્ટરનેટ જાયન્ટ અને સર્ચ એન્જીન યાહૂએ ભારતમાં 600 કર્મચારીઓને છૂટા કરીને દિવાળીના સમયે ઘરે બેસાડી દીધા છે . યુએસમાં પોતાના હેડક્વાર્ટરમાં પ્રોડક્ટ એન્જીનિયરિંગ ટીમને મજબૂત કરવા માટે ભારતમાં છટણી શરૂ કરી દીધી છે . આ છટણીની સીધી અસર ભારતના પ્રોડક્ટ ટીમ એન્જીનીયર્સની ટીમ ઉપર પડશે . સીનિયર એક્ઝુક્યુટિવ્ઝને સનીવેલ ઓફિસમાં પોઝિશન ઓફર કરવામાં આવશે અને ટીમોના એક હિસ્સાને પિંક સ્લિપ મળશે . આ અંગે એક રિક્રૂટમેન્ટ કન્સલ્ટન્ટના જણાવ્યા પ્રમાણે યાહૂના ભારત ખાતેના સ્ટાફમાંથી 70 ટકા લોકોને છટણીની અસર થશે . છટણી પછી યાહૂના ભારતમાં કામકાજ ઓપરેશન્સ સપોર્ટ ફન્કશન સુધી સીમીત રહી જશે . ઉલ્લેખનીય છે કે એક સમયે યાહુ માટે 2,000થી પણ વધારે એન્જીનીયર્સ કામ કરતા હતા . છેલ્લા ઘણા સમયથી આ સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે . યાહૂ ઇન્ડિયાના આરએન્ડડી હેડ હરિ વાસુદેવ અને કેટલાક અન્ય સીનિયર એક્ઝુક્યુટિવ્ઝને અમેરિકામાં શિફ્ટ થવા માટે કહેવામાં આવ્યું છે . સર્ચ એન્ડ માર્કેટ પ્લેસેઝના વાઇસ પ્રેસિડેન્ટ અમિત દયાલ પહેલાથી જ અમેરિકા શિફ્ટ થઇ ગયા છે . વાસુદેવે કહ્યું કે યાહૂ ઇન્ડિયા અને પૂર્વ આરએન્ડડી હેડ શૌવિક મુખર્જીએ કમાન સંભાળી હતી . મુખર્જી 2013માં સનીવેલ શિફ્ટ થઈ ગયા હતા . નજીકના સુત્રોના જણાવ્યા પ્રમાણે તેમણે એક વર્ષ પહેલા જ હાયરિંગ બંધ કરી દીધી હતી અને છેલ્લા કેટલાક સપ્તાહમાં છટણીની સંખ્યા સતત વધારો થતો ગયો હતો . યાહૂના જણાવ્યા પ્રમાણએ ભારતમાં પોતાની હાજરી ચાલુ રાખશે . પરંતુ કંપની કેટલીક ટીમોને મજબૂત કરવા વિચારી રહી છે . યાહૂએ વર્ષ 2002માં ભારતમાં રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ સેન્ટર સ્થાપિત કરનારી પહેલી મલ્ટિનેશનલ કંપનીઓમાંની એક હતી . આમ હોવા છતાં ગૂગલ અને કેટલીક કંપનીઓએ ભારતમાં પોતાની આરએન્ડડી ટીમો બનાવી હતી . યાહૂએ ગૂગલના પૂર્વ એક્ઝુક્યુટિવ્સ મેરિસા મેયરને 2012માં કંપનીના ટર્નઅરાઉન્ડ માટે હાયર કર્યા હતા . મેરિસાના નેજા હેઠળ યાહૂએ સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ ટમ્બલર , મોબાઇલ એનાલિટિક્સ ફર્મ ફ્લરી અને એગ્રીગેટરનો ખરીદ્યા હતા . તાજેતરમાં યાહૂને ચીનની ઇ - કોમર્સ કંપની અલિબાબાના આઈપીઓ ઉપર પાંચ અબજ ડોલરનો વધારાનો ફાયદો થયો હતો . યાહૂ ઉપરાંત ગૂગલ , સિસ્કો , બ્રાન્ડકોમ અને ટેક્સાસ ઇંસ્ટ્રૂમેન્ટ્સે પોતાની પ્રોડક્ટ ઇજનેરી ટીમોનો કેટલોક હિસ્સાને ભારતમાં શિફ્ટ કર્યો છે . એપલ , ફેસબુક જેવી કંપનીઓની ઇમર્જિંગની માર્કેટ્સમાં સફળતાથી આ ધારણા મજબૂત બની ગઇ છે કે આ માર્કેટ્સ માટેની પ્રોડક્ટ્સ સિલીકોન વેલીમાં તૈયાર કરી શકાય છે ." entertainment,"મૈંને પ્યાર કિયા ફિલ્મથી લઈ દબંગ 2 સુધી બૉલીવુડમાં છવાઈ જનાર સલમાન ખાનનો ગઈકાલે જન્મ દિવસ હતો . પૂરા 48 વર્ષના થઈ ગયાં છે સલમાન ખાન . દર વર્ષની જેમ આ વર્ષે પણ સલમાન ખાન અને તેમના જન્મ દિવસે એક જ ચર્ચા ઉડી - ઉડીને આંખે વળગી કે તેઓ લગ્ન ક્યારે કરશે ? અત્યાર સુધી બૉલીવુડના મોસ્ટ બૅચલર અભિનેતાઓ કે અભિનેત્રીઓની વાત કરતી વખતે સૌથી આગળ સલમાન ખાનનું નામ જ ઉપસી આવે છે , પરંતુ જેમ - જેમ સમય પસાર થતો જાય છે , તેમ - તેમ સલમાન ખાનની ઉંમર વધતી જાય છે . હવે તેઓ 48 વર્ષના થઈ ગયાં છે અને બૉલીવુડમાં હવે સલમાન ખાન માટે મોસ્ટ બૅચલરના સ્થાને મોસ્ટ એજેડ બૅચલર ટૅગ લાઇન વપરાવવા લાગે , તો નવાઈ નથી . ખેર , આજે આપણે એ વિશે ચર્ચા નથી કરવી . સલમાને પોતાના જન્મ દિવસ પ્રસંગે પાર્ટી આપી હતી . સલમાનને શુભેચ્છાઓ પાઠવવા માટે બૉલીવુડની અનેક હસ્તીઓ પહોંચી , પરંતુ તેમાં સલમાનના એક વખતના ઘણા સાથીઓની ગેરહાજરી હતી . ખાસ તો સલમાન ખાનની કોઈ પણ એક્સ ગર્લફ્રેન્ડ આ પાર્ટીમાં નહોતી . ઐશ્વર્યા રાયના આવવાની તો કોઈ શક્યતા હતી જ નહીં , પણ કૅટરીના કૈફની આવવાની થોડી ઘણી શક્યતા હતી . તેઓ પણ ન આવ્યાં . આવે પણ ક્યાંથી ? કૅટરીના કૈફ તો હાલ પોતાના બૉયફ્રેન્ડ રણબીર કપૂર સાથે વિદેશ પ્રવાસે છે . જોકે અનિલ કપૂર અને આમિર ખાન જેવા સાથીઓ જરૂર પહોંચ્યા હતાં , તો સોનાક્ષી સિન્હા અને સના ખાન જેવી સલમાનની નવી અભિનેત્રીઓએ પણ હાજરી આપી હતી . ચાલો સલમાન ખાનના જન્મ દિવસની પાર્ટીની તસવીરો જોઇએ :" business,"જ્યાં એક તરફ દેશભરના લોકો મોદી સરકાર દ્વારા 500 અને 1000 રુપિયાની નોટ બંધ કરવા અંગે મિશ્ર પ્રતિભાવો આપી રહ્યા છે . ત્યાં બીજી તરફ કેટલાક લોકો એ જાણવા માંગે છે કે પીએમ મોદીએ આ જાતે કર્યુ છે કે કોઇના કહેવાથી આ નિર્ણય કર્યો છે . વાસ્તવમાં ક્યોરા નામની એક સવાલ - જવાબ વાળી વેબસાઇટ પર અનિલ બોકીલ નામના એક વ્યક્તિની ઘણી ચર્ચા ચાલી રહી છે . કહેવામાં આવી રહ્યુ છે કે પીએમ મોદી દ્વારા ઉઠાવાયેલા આ મહત્વના પગલા પાછળ આ વ્યક્તિનું દિમાગ છે . આવો જાણીએ લોકો કેમ આવુ કહી રહ્યા છે . પીએમ મોદીને આપ્યો હતો પ્રસ્તાવ વાસ્તવમાં અનિલ બોકીલે પીએમ મોદીને પ્રસ્તાવ આપ્યો હતો કે કાળાનાણા પર રોક લગાવવા માટે બજારમાંથી 500 અને 1000 રુપિયાની બધી નોટો પાછી લઇ લો . આ જ કારણથી અત્યારે અનિલ ચર્ચામાં આવી ગયા છે અને લોકો કહી રહ્યા છે કે આમના જ પ્રસ્તાવનો અમલ કરતા પીએમ મોદીએ આ મહત્વનુ પગલુ ભર્યુ છે . જો કે મોદી સરકાર તરફથી હજુ સુધી એવુ કંઇ પણ કહેવામાં નથી આવ્યુ કે તેમણે કોના પ્રસ્તાવ પર આ પગલુ ભર્યુ છે . કોણ છે અનિલ બોકીલ અનિલ બોકીલ અર્થક્રાંતિ સંસ્થાના એક પ્રમુખ સભ્ય છે . તમને જણાવી દઇએ કે અર્થક્રાંતિ સંસ્થા મહારાષ્ટ્રના પૂનાની એક સંસ્થા છે જે એક ઇકોનોમિક એડવાઇઝરી બોડીની જેમ કામ કરે છે . આ સંસ્થાના સભ્યો ચાર્ટર્ડ એકાઉંટંટ અને એંજિનિયર છે . 9 મિનિટનો સમય આપીને 2 કલાક સાંભળ્યા હતા પીએમ મોદીએ અર્થક્રાંતિની વેબસાઇટ પર કરાયેલા દાવા અનુસાર જ્યારે અનિલ બોકીલ અર્થક્રાંતિ તરફથી તૈયાર કરાયેલા ' અર્થક્રાંતિ પ્રપોઝલ ' ને મોદી સામે રજૂ કરી રહ્યા હતા તો શરુઆતમાં તેમને માત્ર 9 મિનિટનો સમય આપવામાં આવ્યો હતો . પરંતુ પીએમ મોદીને તેમનો પ્રસ્તાવ અને વાતો પસંદ પડી અને તે અનિલ બોકીલને 2 કલાક સુધી સાંભળતા રહ્યા . અર્થક્રાંતિ પ્રપોઝલમાં હતા 5 પોઇંટ અર્થક્રાંતિ પ્રપોઝલમાં 5 પોઇંટ હતા જેને પીએમ મોદી સામે રજૂ કરવામાં આવ્યા . આવો જાણીએ કયા હતા એ 5 પોઇંટ - 1 . બધા 56 ટેક્સને ખતમ કરી દેવામાં આવે જેમાં ઇંકમ ટેક્સ અને ઇમ્પોર્ટ ડ્યૂટીને પણ ખતમ કરવાની રજૂઆત હતી . 2 . બજારમાંથી 100,500 અને 1000 રુપિયાની બધી નોટો પાછી લેવામાં આવે . 3 . બધા જ વધુ કિંમતના ટ્રાંઝેક્શન જેમ કે ચેક , ડીડી , ઓનલાઇન વગેરે માત્ર બેંકિંગ સિસ્ટમ દ્વારા જ કરવામાં આવે . 4 . કેશ ટ્રાંઝેક્શનની લિમિટ નિર્ધારિત કરવામાં આવે અને કેશ ટ્રાંઝેક્શન પર કોઇ ટેક્સ ના લગાવવામાં આવે . 5 . સરકારની આવક માટે સિંગલ ટેક્સ સિસ્ટમ હોવી જોઇએ જે સીધી બેંકિંગ સિસ્ટમ પર લાગે જેને બેંકિંગ ટેક્સ પણ કહી શકાય . તેની મર્યાદા 2 % થી 0.7 % સુધી હોઇ શકે છે . આ ટેક્સ માત્ર ક્રેડિટ અમાઉંટ પર લગાવવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો ." entertainment,"વર્ષ 2018 દરમિયાન કરિશ્મા તન્નાને સંજુ ફિલ્મ ઘ્વારા શાનદાર શરૂઆત મળી . આ ફિલ્મમાં નાનકડા રોલ હોવા છતાં પણ કરિશ્મા તન્ના પોતાના સેક્સી અંદાઝને કારણે યાદ રહી જાય છે . હાલમાં કરિશ્મા તન્ના કયામત કી રાત સીરિયલમાં જોવા મળી રહી છે . કરિશ્મા તન્ના ફિલ્મી જીવનથી અલગ રિયલ લાઈફમાં ખુબ જ બોલ્ડ અને સેક્સી રહેવાનું પસંદ કરે છે . કરિશ્મા તન્ના પોતાના સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર બોલ્ડ ફોટો શેર કરતી રહે છે . આ વખતે કરિશ્મા તન્નાએ બાથટબમાં બેસીને બ્લેક ડ્રેસમાં એવી ફોટો શેર કરી છે , જે ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે . કરિશ્માનો શાનદાર અંદાઝ લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે . કરિશ્મા શર્મા આ પહેલા પણ હોટ ફોટો પોસ્ટ કરી ચુકી છે . આ પહેલા તે બોલ્ડ અને ન્યૂડ ફોટોમાં જોવા મળી ચુકી છે . બ્લેક ડ્રેસમાં સેક્સી રાગિની કરિશ્મા શર્માની એવી તસવીરો , દેખાવા લાગ્યું બધું જ વર્ષ 2018 કરિશ્મા તન્ના માટે ખુબ જ શાનદાર રહ્યું . સંજુ ફિલ્મ સાથે નાગિન 3 અને કયામત કી રાત જેવી સીરિયલના શાનદાર પ્રોજેક્ટ તેની પાસે રહ્યા . નાગિન 3 સીરિયલમાં કરિશ્મા તન્નાએ કેમિયો કર્યો હતો . કયામત કી રાત સીરિયલમાં કરિશ્મા સાથે વિવેક દહિયાની જોડી લોકોને પસંદ આવી . તેના પહેલા ભાગ પછી હવે બીજો ભાગ પણ શરુ થઇ ચુક્યો છે . અહીં કરિશ્મા તન્નાની વાયરલ થતી તસવીરો પર એક નજર કરો . . . બાથટબ વીડિયોથી તોડી બોલ્ડનેસની હદ , સારા ખાનની સેક્સી ફોટો" entertainment,"શંકરના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 2.0 ગુરુવારે રિલીઝ થવા જઈ રહી છે . મેગા સ્ટાર રજનીકાંત અને બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારનું હોવું આ ફિલ્મને વિશાળ બનાવે છે . ફિલ્મના ટ્રેલરને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે . પરંતુ આ વાત નક્કી છે કે 2.0 એક મોટા સ્તરની ફિલ્મ છે . આ ફિલ્મમાં દર્શકોને એક્શન , ઈમોશન સહીત વીએફએક્સ કરિશ્મો પણ જોવા મળશે . અક્ષય કુમાર સાથે થયેલા એક ઇન્ટરવ્યૂમાં તેમને જણાવ્યું કે આ ફિલ્મ ફક્ત એક્શન અથવા વિજ્ઞાન સંબંધિત ફિલ્મ નથી . પરંતુ આ ફિલ્મમાં જળવાયું પરિવર્તન જેવો ગંભીર મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે અને વૈશ્વિક સ્તરે તેનો સંદેશ પણ આપવામાં આવ્યો છે . હોશ ઉડાવી દેશે અક્ષય કુમારની ફિલ્મ 2.0 , એકદમ જોરદાર અક્ષય કુમારે કહ્યું કે આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે આ ધરતી બીજા જીવોની પણ છે . પૃથ્વી ફક્ત મનુષ્યની જ નથી પરંતુ જીવ , જંતુ , જાનવર અને પક્ષીઓની પણ છે . તેઓ અવાજ નથી ઉઠાવી શકતા , પરંતુ તેમને પણ જીવવાનો સમાન અધિકાર છે . આ એક સીન શૂટ કરવામાં થયો 50 કરોડનો ખર્ચ , 1 લાખ મોબાઈલ મંગાવવામાં આવ્યા હતા 2 . 0 ફિલ્મ સાથે અક્ષય કુમાર તમિલ સિનેમામાં ડેબ્યુ કરી રહ્યા છે . રજનીકાંત સાથે તેમની જોડીને લઈને ફેન્સ ઘણા ઉત્સાહિત છે . આ ફિલ્મમાં અક્ષય કુમાર વિલન તરીકે રજનીકાંત સાથે ટક્કર લેતા જોવા મળશે . આ ફિલ્મ 3ડી રિલીઝ થવા જઈ રહી છે . 2 . 0 ફિલ્મ હિન્દી , તમિલ અને તેલુગુમાં રિલીઝ થશે જયારે 12 ભાષાઓમાં ડબ થશે ." business,જો તમે કાર્ડથી વસ્તુઓની શોપિંગ કરો છો તો તમારા માટે એક સારા ખબર છે . નવા વર્ષથી ડેબિટ અને ક્રેડિટ કાર્ડની શોપિંગ સસ્તી થશે . આરબીઆઇ એ ડિઝિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે મર્ચેટ ડિસ્કાઉન્ટ રેટ એટલે કે એમડીઆરને લઇને દેશના વેપારીઓને મોટી રાહત આપી છે . આ રાહત પછી સામાન્ય લોકોને પણ તેનો ફાયદો મળશે . આરબીઆઇ એ મોનેટરી પોલિસ રિવ્યૂ પર જણાવ્યું કે ડિઝિટલ પેમેન્ટને આનાથી બૂસ્ટ મળશે . ત્યારે આ અંગે વિગતવાર જાણો અહીં . . . ટેક્સ જ્યારે પણ કોઇ બેંક કોઇ વેપારીથી કાર્ડ પેમેન્ટ સેવા માટે લે છે તો તેને મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ કહે છે . મોટાભાગના વેપારી એમડીઆર ફિસનો ભાર ગ્રાહક પર નાંખે છે . આ સમયે દેશમાં બેંક મર્ચેન્ટ પ્રત્યેક ટ્રાંજેક્શન માટે 1.50 થી લઇને 1.75 ટકા સુધી વસૂલે છે . જો કોઇ આરબીઆઇ મર્ચેન્ટ ડિસકાઉન્ટ આપે છે તો તેનો સીધો ફાયદો લોકોને થશે . વેપારીઓથી વસૂલાત આરબીઆઇ એમડીઆરની વસૂલાત માટે વેપારીઓને બે શ્રેણીમાં રખાય છે . જે વેપારીની લેવડ દેવડ 20 લાખ પ્રતિવર્ષથી વધુ હોય તે મોટા વેપારીઓની શ્રેણીમાં આવે છે . જે વેપારીઓની લેવડ દેવડ 20 લાખની ઓછી હોય તે નાના વેપારીઓમાં આવે છે . MDRમાં બદલાવ પ્રાપ્ત જાણકારી મુજબ નવા ચાર્જ હેઠળ એક હજાર રૂપિયાથી ઓછાની લેવડ દેવડ પર 2.50 લેવામાં આવશે . 1 થી 2 હજારની લેવડ દેવડ પર પાંચ રૂપિયા અને બે હજારની લેવડ દેવડ પર નવ રૂપિયા લાગશે . આરબીઆઇએ કહ્યું છે કે એમડીઆરમાં બદલાવથી ડેબિટ કાર્ડનો ઉપયોગ વધશે અને તેનાથી જોડાયેલા એકમો માટે બિઝનેસ સસ્ટેનેબિલિટી સુનિશ્ચિત થશે . entertainment,"અમિતાભ બચ્ચન કે જેઓ બૉલીવુડના મહાનાયક છે અને ટેલીવિઝનના નાના પડદે પણ જેમણે પોતાની ઓળખ સ્થાપિત કરી છે , પુનઃ એક વાર નવું કરવાની આકાંક્ષા સાથે એક ફિક્શન ટીવી સીરિયલ લઈને આવી રહ્યાં છે . તેઓ સોની ટીવી ઉપર આવનાર છે . સોની ટીવી પર અમિતાભનો કૌન બનેગા કરોડપતિ શો પહેલા જ ઇતિહાસ રચી ચુક્યો છે અને એટલે જ અમિતાભે કંઈક નવું કરવાના વિચાર સાથે ટેલીવિઝન આર્ટિસ્ટ તરીકે નાના પડદે ઉતરવાનો નિર્ણય કર્યો છે . અમિતાભે મીડિયાને જણાવ્યું કે તેઓ કદાચ આ સીરિયલમાં સસરાનો રોલ કરશે . અમિતાભનો આ શો બાકીના તમામ ટીવી સો ઉપર ભારે પડવાનો છે એવી આશા સેવાઈ રહી છે . સોની ટીવી પર શરૂ થનાર આ નવા શોના નિર્માતા એન્ડેમો એન્ડેમોલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ તથા સરસ્વતી ક્રિએશન્સ છે . અનુરાગ કશ્યપ દિગ્દર્શિત આ શોને અમિતાભ બચ્ચન હોસ્ટ કરવાના છે . અમિતાભ બચ્ચને જોકે આ ટીવી શો અંગે કંઈ જણાવ્યું નથી , પરંતુ મીડિયાના પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું કે ટીવી શોમાં સાસ - વહુ જેવા અનેક પાત્રો હોય છે . તેમનું પાત્ર કદાચ સસરાનો હશે . અમિતાભને પૂછવામાં આવ્યું કે નાના પડદે હંમેશા મહિલાઓનો વર્ચસ્વ રહ્યો છે , તેની ઉપર કેમ વિજય મેળવશો ? અમિતાભે જવાબ આપ્યો કે વિજય તો તેઓ અગાઉથી જ તમામ ઉપર મેળવી ચુક્યા છે . બીજી બાજુ અનુરાગ કશ્યપ કે જેઓ સીરિયલના દિગ્દર્શક છે , તેમનું કહેવું હતું કે અમિતાભ બચ્ચન ખૂબ જ ડિમાંડિંગ છે . આવો વનઇંડિયાના રિપોર્ટર સોનિકા સાથે અમિતાભની વાતચીતના અંશ તસવીરો સાથે જોઇએ ." entertainment,"બૉલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને તેમના પત્ની અભિનેત્રી જયા બચ્ચને સોમવારે પોતાના લગ્નની 40મી વર્ષગાંઠ ઉજવી . બંનેએ આ પ્રસંગે સાથ પસાર કરેલી પળો યાદ કરી . અમિતાભે જણાવ્યું કે ઈશ્વરની તેમની ઉપર મોટી કૃપા છે કે તેમને આટલો સારો પરિવાર મળ્યો . અમિતાભે બ્લૉગ ઉપર લખ્યું - આજે 3જી જૂન , 2013ના રોજ લગ્નના 40 વરસ પૂર્ણ થઈ ગયાં . છેલ્લા 40 વર્ષો જયા અને મેં સાથ વિતાવ્યાં . આ આખી ઝિંદગી છે . અમિતાભ બચ્ચન અને જયા બચ્ચને અભિમાન , ચુપકે ચુપકે , શોલે અને ઝંજીર જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે . બિગ બીએ બ્લૉગ ઉપર લખ્યું - 40 વરસ અગાઉ ખૂબ જ સાદગીસભર સમારંભમમાં અમારા લગ્ન સમ્પન્ન થયા હતાં . દક્ષિણ મુંબઈના માલાબાર હિલ્સ ખાતે એક મિત્રના ઘરે સાદાઈથી અમારા લગ્ન થયા હતાં . કોઈ પણ ધૂમ - ધડાકા કે આડંબર વગર બધું પૂર્ણ થયુ હતું . અમિતાભે લખ્યું - અમે એક - બીજાને વાયદો કર્યો હતો કે જો ઝંજીર સફળ થઈ , તો અમે લગ્ન કરી લઇશું . આજે અમે એક પુત્ર - પુત્રી અને ત્રણ બાળકોના દાદા - દાદી અને નાના - નાની છીએ . ઈશ્વરની મોટી કૃપા રહી છે આજે અમને વહુ - દીકરા , દીકરી - જમાઈ તથા આટલા સારા વેવાઈ મળ્યાં છે . અમિતાભ બચ્ચનને સવારથી જ ઇંટરનેટ ઉપર લગ્નની વર્ષગાંઠે શુભેચ્છાઓ મળી રહી છે . તેમણે ટ્વિટરના માધ્યમથી શુભેચ્છાઓ આપનારનો આભાર વ્યક્ત કર્યોં . અમિતાભે લખ્યું - સૌનો તેમની શુભેચ્છાઓ બદલ આભાર . ઈશ્વર આપને આશીર્વાદ આપે ." sports,"ભારતીય ક્રિકેટ ટીમના ડ્રેસિંગ રૂમની ચર્ચાઓ હંમેશા ટોક ઓફ ધ ટાઉન રહી છે . તેવામાં ભારતીય ક્રિકેટર રોહિત શર્માએ ડ્રેસિંગ રૂમની આવી જ એક વાતનો મોટો ખુલાસો કર્યો છે . શ્રીલંકાની ટીમના મોટો ફેન રહાણેને જબરદસ્તી કિસ કરી હોવાની વાત બહાર આવી છે . રોહિત શર્માએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે 2015માં ભારતીય ટીમ શ્રીલંકાના પ્રવાસ પર હતી ત્યારે એક ફેને અજિંક્ય રહાણેને કિસ કરી લીધી હતી . આ ફેન બીજુ કોઇ નહીં પણ શ્રીલંકાના જાણીતા ક્રિકેટ પ્રેમી પર્સી અંકલ જ છે . ઉલ્લેખનીય છે કે શ્રીલંક અને ક્રિકેટ જગતમાં પર્સી અંકલ નામે જાણીતા આ વ્યક્તિ શ્રીલંકાની તમામ મેચોમાં નાચતા ગાતા અને પોતાની ટીમના ઝંડા સાથે ટીમને ચીયર કરતા જોવા મળે છે . અને સાથે જ તેમને તેમના ફેવરેટ ક્રિકેટરને વ્હાલથી ગાલ પર ચુંમવું પણ ગમે છે . જેમણે અજિંક્ય રહાણેને કિસ કરી હતી અને તે પછી આખી ટીમે અને ખાસ કરીને વિરાટ કોહલી હસી હસીને લોટ પોટ થઇ ગયો હતો . રોહિત શર્માએ આ વાતનો ખુલાસો વિક્રમ સથાયેના શો "" What the Duck season 2 "" માં કર્યો હતો . પર્સી અંકલે કહ્યું કે તે રહાણેના બહુ મોટા ફેન છે અને તેને મળવા માંગે છે જે બાદ તેમણે રહાણે ભેટી તેમની કિસ કરી હતી અને રહાણે આ વાતના કારણે ખૂબ જ અજીબ ફિલ કરી રહ્યા હતા તે તેમના ચહેરાથી સ્પષ્ટ દેખાતું હતું . ત્યારે તમે પણ આ વીડિયો જુઓ અહીં . કારણ કે હાલ આ વીડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે . . ." sports,પાકિસ્તાન ક્રિકેટ પર વધુ એક ફિક્સિંગનું કલંક પાક્કું થઇ ગયું છે . વર્ષ 2012 દરમિયાન ઇંગ્લિશ કાઉન્ટરીમાં થયેલી મેચ ફિક્સિંગ અંગે દાનિશ કનેરિયાએ મેચ ફિક્સિંગ આરોપ કબૂલ કરી લીધો છે . 6 વર્ષ પહેલા થયેલી આ મેચ ફિક્સિંગ સાજિશકર્તા અને પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયાએ પોતાનો ગુનાહ કબૂલ કરી લીધો છે . તેની સાથે સાથે તેમને ક્રિકેટ ફેન્સ પાસે માફી પણ માંગી છે . અલ જજીરાની એક ડોક્યુમેન્ટ્રીમાં દાનીશે પોતાનો ગુનાહ કબૂલ કર્યો છે . આજીવન બેન લાગ્યો હતો ફિક્સિંગનો આ મામલો જયારે સામે આવ્યો ત્યારે ઇંગ્લિશ ક્રિકેટ બોર્ડએ દાનિશ કનેરીયા પર આજીવન પ્રતિબંધ લગાવી દીધો હતો . આ પ્રતિબંધ દુનિયાના બધા જ ક્રિકેટ બોર્ડ માને છે . આ પ્રતિબંધ પછી કનેરીયા ક્યારેય પણ ફર્સ્ટક્લાસ ક્રિકેટ નથી રમી શક્યા . ક્રિકેટરનો ખુલાસોઃ મેચ ફિક્સિંગ માટે થઇ હતી કૉલગર્લની ઓફર શુ હતો મામલો વર્ષ 2009 દરમિયાન થયેલી આ ઘટનામાં કાઉન્ટરી ક્લબ ઍક્સેસ ખેલાડી માર્વિન વેસ્ટફિલ્ડ એ ભારતીય બુકી અનુ ભટ્ટ પાસેથી 6000 બ્રિટિશ પૉઉન્ડની લાંચ લીધી . લાંચ આપવાની શરત હતી કે તેને ડરહામ વિરુદ્ધ 40 ઓવરની મેચમાં પોતાની પહેલી ઓવરમાં 12 રન આપશે . પરંતુ તેને 10 રન જ આપ્યા તેમ છતાં તેને પૈસા આપવામાં આવ્યા હતા . દાનિશ કનેરીયા પર આરોપ હતો કે તેને આ ફિક્સિંગમાં મિડલમેનની ભૂમિકા નિભાવી હતી . પરંતુ કનેરીયા વિરુદ્ધ કોઈ પણ પુરાવા મળ્યા નહીં . જયારે માર્વિનને આ આરોપ માટે 2 મહિના જેલમાં રહેવું પડ્યું હતું . કનેરિયાએ પોતાનો ગુનાહ કબૂલ કરતી વખતે માર્વિન પાસે માફી પણ માંગી છે . business,જો તમે પણ અમિતાભ બચ્ચન સાથે કોન બનેગા કરોડપતિ રમીને આકર્ષક ઇનામ જીતવાની ઇચ્છા રાખો છો તો એક જોરદાર ઓફર જીયો તમારી માટે લઇને આવ્યો છે . રિલાયન્સ જીયો દ્વારા પણ તમે કોન બનેગા કરોડપતિની રમત રમી શકો છો . આ માટે એક ખાસ સુવિધા કરવામાં આવી છે . આ માટે તમારે કોન બનેગા કરોડપતિ ટીવી પર નહીં જોવું પડે પણ તમે ક્યારેય પણ આવું કરી શકશો જ્યારે તમે ઇચ્છો . ખાસ એપ રિલાયન્સ જીયોની જીયો ચેટ એપની મદદથી તમે પોતાના મોબાઇલ ફોન પર જ કોન બનેગા કરોડપતિ રમી શકો છો . આ માટે તમારી પાસે રિલાયન્સ જીયોનું સિમ કાર્ડ હોવું જરૂરી છે . અને તમારી પાસે 4જી હેન્ડસેટ પણ હોવો જરૂરી છે . ઉલ્લેખનીય છે કે આ રિલાયન્સ જીયો એપ ખાલી રિલાયન્સ જીયો નંબર પર જ ચાલે છે . તે પણ ઇન્ટરનેટ દ્વારા . રજિસ્ટ્રેશન આ માટે તમારે સૌથી પહેલા જીયો ચેટ એપ ડાઉનલોડ કરવાનું રહેશે . અને પછી તમારે રિલાયન્સ જીયોના નંબરની સાથે લોગિન કરવાનું રહેશે . આ પછી તમારી સામે Jio KBC Play Alonના વિકલ્પ પર ક્લિક કરવું પડશે . આ પછી તમારે કેટલીક જાણકારી આ એપમાં નાખવી પડશે . જાણકારી નાખ્યા પછી તમને કેબીસીનો આઇકોન દેખાશે . આ આઇકોન પર ક્લિક કર્યા પછી તમારી રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થશે . કોન બનેગા કરોડપતિ રજિસ્ટ્રેશન પછી જે સમયે ટીવીમાં કોન બનેગા કરોડપતિ શો આવશે . તે સમયે તમને જીયો ચેટ પર પણ સવાલ જોવા મળશે . જ્યાં સુધી તમે સાચો જવાબ આપો છો ત્યાં સુધી તમે આ ગેમમાં આગળ જાવ છો અને ખોટા જવાબ પર તમે ગેમની બહાર જાવ છો . તો શરૂઆતના 10 સવાલો માટે તમને 30 સેકન્ડનો સમય મળશે અને તે પછીના સવાલો સમય નિર્ધારિત નહીં રહે . જો કે તમારે તે વાતનું ધ્યાન રાખવું પડશે કે જ્યાં સુધી ટીવી પર કેબીસી આવશે ત્યાં સુધી જ જીયો ચેટમાં તમે આ સવાલ જવાબો આપી શકશો . sports,"સાઉથેમ્પટન , 26 જુલાઇઃ લોર્ડ્સ ખાતે ટેસ્ટ મેચ જીત્યા બાદ ભારત ટેસ્ટ શ્રેણીમાં 1 - 0થી આગળ છે અને રવિવારથી સાઉથેમ્પટન ખાતે શરૂ થઇ રહેલી શ્રેણીની ત્રીજી મેચમાં પણ ભારતનું પલડું ઇંગ્લેન્ડની સરખામણીએ ભારે રહેશે . ભારતે જે પ્રકારનું પ્રદર્શન લોર્ડ્સ ટેસ્ટમાં કર્યું હતું તે જ પ્રકારનું સાતત્યપૂર્ણ પ્રદર્શન અહીં પણ જાળવી રાખશે તો તે ઇંગ્લેન્ડ પર ભારે પડી શકે તેમ છે , કારણ કે ઇંગ્લેન્ડ છેલ્લી 10 ટેસ્ટ જીત્યું નથી . જો ભારત અહીં રમાનારી ટેસ્ટ મેચમાં પણ વિજયી થશે તો ભારત આ શ્રેણીમાં 2 - 0થી આગળ થઇ જશે . પહેલી ટેસ્ટ ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાઇ હતી , જે ડ્રોમાં પરિણમી હતી . ભારતે લોર્ડ્સમાં ટેસ્ટ મેચ નહીં જીતી શકવાના મેણાંને ભાંગતા બેટિંગ અને બોલિંગ બન્ને ક્ષેત્રે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ઇંગ્લેન્ડ સામે 95 રનથી વિજય મેળવ્યો હતો . બેટિંગની વાત કરવામાં આવે તો મુરલી વિજયે ધારણા કરતા પણ સારું પ્રદર્શન કર્યું છે અને તે ટેસ્ટ શ્રેણીમાં 317 રન સાથે ટોપ પર છે , તેણે શ્રેણીમાં વિરાટ કોહલી , ચેતેશ્વર પૂજારા , ઇયાન બેલ અને એલિસ્ટર કૂક કરતા વધારે રન બનાવ્યા છે . જોકે મુરલી વિજયના ધેર્યએ બધાને અચંભિત કરી દીધા હતા . સપ્ટેમ્બરમાં ખેલાશે ચેમ્પિયન્સ લીગ ટી20નો જંગ , જાણો કાર્યક્રમ આ પણ વાંચોઃ - ઇસીબીમાં રાજકારણ હોવાથી કૂક છે હજુ સુધી સુકાનીઃ પીટરસન ટી20 ફોર્મેટમાં મુરલી વિજય એક વિસ્ફોટક ખેલાડી ગણાય છે અને તેણે આઇપીએલ દ્વારા પોતાનું નામ બનાવ્યુ છે , તેણે મેદાનમાં ઉભા રહેવાની શક્તિ અને સામર્થતા દર્શાવતા 922 બોલનો સામનો કરીને 315 રન બનાવ્યા છે . બોલિંગની વાત કરવામાં આવે તો ઇશાંત શર્માએ સાત વિકેટ લીધી અને તે તમામ સમાચાર પત્રોમાં છવાઇ ગયો પરંતુ સાચો હીરો મુરલી વિજય છે ." sports,ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ બોલીવૂડની જાણીતી અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે આજે પ્રભુતાના પગલાં માંડ્યા છે . ઇટલીમાં આ બંન્ને જણાએ લગ્નના સાત ફેરા લીધા છે . આ લગ્નમાં સચિન તેંડુલકર અને બોલીવૂડના કિંગ શાહરૂખ ખાન હાજર રહ્યા હતા . ઇટલીના બોર્ગા ફિનોચીતો રિસોર્ટમાં બંન્ને જણાએ લગ્ન કર્યા છે . અને તેમણે આ અંગે તેમના ઇસ્ટ્રાગામ એકાઉન્ટ પર પણ જાણ કરતા લખ્યું છે કે મિસ્ટર એન્ડ મિસિસ કોહલી . માનવામાં આવી રહ્યું છે કે ડિસેમ્બર 26ના રોજ અનુષ્કા અને વિરાટના મુંબઇમાં રિસેપ્શન થશે . નોંધનીય છે કે 2013માં એક શેમ્પુની એડ દરમિયાન વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પહેલી વાર એક બીજાને મળ્યા હતા . અને ત્યાંથી તેમના સંબંધો પહેલા મિત્રતા અને પછી પ્રેમમાં ફેરવાયા હતા . તે પછી બંન્ને જણાએ સોમવારે લગ્ન કરી લીધા હતા . નોંધનીય છે કે આ પ્રસંગે બંન્નેના પરિવારજનો અને મિત્રો સાથે રહ્યા હતા . entertainment,ફિલ્મ અભિનેત્રી વાણી કપૂર પાછળ કોઈ અજ્ઞાત વ્યક્તિ પાછળ પડ્યાનો મામલો સામે આવ્યો છે . વાણી કપૂર આ પીછો કરનાર વ્યક્તિથી એટલી બધી ગભરાઈ ગઈ કે તેનાથી પીછો છોડાવવા માટે તે પોલીસ સ્ટેશન પહોંચી ગઈ . મળતી જાણકારી અનુસાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા પછી વાણી સુરક્ષિત પોતાના ઘરે પહોંચી . ખરેખર જે સમયે વાણી પોતાની કારમાં જઈ રહી હતી ત્યારે તેના એક ફેન્સે તેનો પીછો કરવાનું ચાલુ કરી દીધું . જયારે વાણીને તેની ખબર પડી ત્યારે તેને પોતાના ડ્રાઈવરને ગાડીની સ્પીડ વધારવા માટે કહ્યું . તેમ છતાં સનકી ફેને વાણીનો પીછો છોડ્યો નહીં . થોડા સમય પછી વાણી તેના સનકી ફેન્સથી પીછો છોડાવવા માટે સફળ રહી પરંતુ ત્યારપછી તે તેની કારની ખુબ જ નજીક આવી ગયો . આ સનકી ફેન્સ વાણી સાથે મળીને તેની સાથે વાત કરવા માંગતો હતો . વાણીની કાર જયારે વર્સોવા પહોંચી ત્યારે તે ઘણી ગભરાઈ ચુકી હતી . તેને બીક હતી કે તેનો સનકી ફેન તેના ઘર સુધી આવી જશે . તેને કારણે વાણી વર્સોવા પોલીસ સ્ટેશને પહોંચી અને તેના સનકી ફેન્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી . ત્યારપછી પોલીસે આ મામલે કાર્યવાહી કરવાની ખાતરી આપી . મળતી જાણકારી અનુસાર વાણી કપૂરના સનકી ફેન્સનું નામ સમીર ખાન છે . પરંતુ હજુ સુધી તેના વિશે વિસ્તારથી જાણકારી નથી મળી શકી કે આખરે તે વાણી કપૂરનો પીછો કેમ કરી રહ્યો હતો . પોલીસે આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવાની વાત કરી છે . પરંતુ હજુ સુધી આ વાતની પુષ્ટિ નથી થઇ શકી કે આ સનકી ફેન્સ વિરુદ્ધ શુ કાર્યવાહી કરવામાં આવી છે . business,"રિઝર્વ બેન્કની ગાઈડલાઈન્સ અનુસાર વિદેશી બેન્કો દેશમાં કોઈ પણ જગ્યાએ તેની 100 ટકા સબસિડિયરી બ્રાન્ચ ખોલી શકશે . જોકે કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં વિદેશી બેન્કે બ્રાન્ચ ખોલવા માટે રિઝર્વ બેન્કની મંજૂરી મેળવવી પડશે . હાલ વિદેશી બેન્ક એક ગ્રૂપ તરીકે ભારતમાં દર વર્ષે 12 શાખા ખોલી શકે છે . જોકે ભારતે સામાન્યતઃ વધુ શાખા ખોલવા માટે મંજૂરી આપી છે . સીટી બેન્ક , એચએસબીસી , સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ અને ડીબીએસ જેવી ઓગસ્ટ 2010 પહેલા ભારતમાં શાખા ખોલનાર જૂની વિદેશી બેન્કને તેમની અસલ વિદેશી બેન્કની શાખા તરીકે ઓપરેટ કરવાનો વિકલ્પ ખુલો રહેશે , પરંતુ તેમને ધ હોલી ઓન્ડ સબસિડિયરી ( ડબલ્યુઓએસ ) માં રૂપાંતર થવા માટે તેમને ઈન્સેન્ટિવાઈઝ્ડ થવું પડશે . ડબલ્યુઓએસ માટે પ્રારંભિક લઘુતમ મૂડી રૂપિયા 500 કરોડ રહેશે . જે વિદેશી બેન્કને અપફ્રન્ટ તરીકે લાવવાની જરૂર પડશે અને હાલની વિદેશી બેન્કોને પણ આ નિયમ લાગુ પડશે . જો તેઓ તેમની શાખાને ડબલ્યુઓએસમાં રૂપાંતર કરવા માગતા હોય . આરબીઆઈએ વધુમાં જણાવ્યું હતું કે ડબલ્યુઓએસ દ્વારા પહેલા દિવસથી જ બેઝલ - 3 જરૃરિયાતોની ( 9 ટકા ટાયર - 1 મૂડી ) પૂર્તતા કરવી પડશે . પ્રથમ ત્રણ વર્ષ માટે ડબલ્યુઓએસ દ્વારા ટાયર - 1 કેપિટલ 10 ટકા પર રાખવી પડશે . ડબલ્યુઓએસ માટે પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગની જરૂરિયાત 40 ટકા રહેશે . હયાત વિદેશી બ્રાન્ચને ડબલ્યુઓએસમાં રૂપાંતર થવા માટે પીએસએલના લક્ષ્યાંકોની પૂર્તતા કરવા પૂરતો સમય અપાશે . વિદેશી બેન્કની નવી શાખા ખૂલવાની સાથે આરબીઆઈએ આ શાખાઓને ભારતીય બેન્કોની સમકક્ષ દરજ્જો આપવાનો નિર્ણય કર્યો છે . જો વિદેશી બેન્ક ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં કોઈ બેન્કની શાખાઓ ન હોય ત્યાં ( ટાયર - 5 અને ટાયર - 6 ) શાખાઓ ખૂલશે તો તેમને 25 ટકા શાખાઓ ખોલવા માટે આરબીઆઈની મંજૂરી જરૂર રહેશે નહીં . આરબીઆઈએ એવી પણ શરત મૂકી છે કે વિદેશી બેન્કોના ત્રીજા ભાગનાં ડાયરેક્ટરો ભારતમાં સબસિડિયરીના મેનેજમેન્ટથી કે તેની પેરેન્ટસ કે એસોસિયેટ્સથી સ્વતંત્ર હોવા જોઈએ અને આ ડાયરેક્ટરો ભારતમાં વસતા ભારતીય નાગરિકો હોવા જોઈએ ." entertainment,"દક્ષિણ ભારતીય સિનેમામાં મોટું નામ ધરાવતાં મણિરત્નમ પુનઃ બૉલીવુડ ફિલ્મ બનાવવા જઈ રહ્યાં છે . તે પણ મોટા દિગ્ગજો સાથે . સમાચાર છે કે મણિરત્નમ ટુંકમાં જ આમિર ખાન અને એકતા કપૂર સાથે ફિલ્મ બનાવવાનાં છે . એવું નથી કે ત્રણે એક સાથે ફિલ્મમાં કામ કરવાના છે . હકીકતમાં મણિરત્નમની એક સ્ક્રિપ્ટ આમિર ખાનને ગમી ગઈ છે . તેથી તેઓ મણિરત્નમ સાથે કામ કરવા જઈ રહ્યાં છે , તો બીજી બાજુ એકતા કપૂર મણિરત્નમ સાથે મળી ફિલ્મ બનાવવા જઈ રહ્યાં છે . આમિર અને એકતા મણિરત્નમ સાથે જુદા - જુદા કામ કરવાનાં છે . મળતી માહિતી મુજબ મણિરત્નમે આમિર ખાન સાથે કરીના કપૂરને પણ સાઇન કર્યાં છે અને એ . આર . રહેમાનને સાઇન કરવાનાં છે . આપને જણાવી દઇએ કે મણિરત્નમે 2011માં મોટા બજેટની રાવણ ફિલ્મ બનાવી હતી કે જે સુપર ફ્લૉપ રહી હતી . ફિલ્મમાં ઐશ્વર્યા રાય , અભિષેક બચ્ચન ઉપરાંત સૂર્યા લીડ રોલમાં હતાં . ફિલ્મ રિલીઝ થયા બાદ અમિતાભ બચ્ચને ફિલ્મની ખૂબ ટીકા કરી હતી અને જણાવ્યુ હતું કે જાણીજોઈને અભિષેકના રોલ સાથે ચેડા કરી તેને ખરાબ બનાવાયુ હતું કે જેથી ફિલ્મ ફ્લૉપ થઈ . આ પછી બચ્ચન પરિવાર અને મણિરત્નમ વચ્ચે અણબનાવના સમાચારો પણ આવ્યા હતાં . મણિરત્નમે શાહરુખ ખાન સાથે પણ દિલ સે નામની ફ્લૉપ ફિલ્મ આપી હતી . હવે જોઇએ તેઓ આમિર ખાન સાથે કયો જાદૂ કરે છે ?" business,"ભારતમાં નોન રેસિડેન્ટ ઇન્ડિયન્સ ( NRIs ) ને આવક વેરા કાયદાની કલમ 80C હેઠળ ભારતીયોની જેમ કર બચતનો લાભ મળતો નથી . ભારતમાં કર બચતને સમજતા પહેલા એ સમજવું અગત્યનું છે કે કલમ 80C હેઠળ કઇ કઇ કર બચતોનો સમાવેશ થાય છે . કલમ 80C હેઠળની કર બચતોમાં ચૂકવવામાં આવેલી વીમા રકમ , કર મુક્તિની પરવાનગીવાળું HRA , બાળકોની ચૂકવવામાં આવેલી ટ્યુશન ફી , પબ્લિક પ્રોવિડન્ડ ફંડ ( PPF ) , યુનિટ લિંક્ડ ઇન્શ્યોરન્સ પ્લાન ( ULIP ) , નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ્સ , એમ્પ્લોઇઝ પ્રોવિડન્ડ ફંડ વગેરેનો સમાવેશ થાય છે . આનો અર્થ એ થાય છે કે નાણાકીય વર્ષ દરમિયાન તમે આમાંથે એકમાં પણ રોકાણ કે ખર્ચ કર્યો હોય તો આપને તેટલી રકમ આપની કર પાત્ર આવકમાંથી બાદ મળે છે . આ બાબતને વધારે સારી રીતે સમજવા માટે આપણે એક ઉદાહરણ જોઇએ . દાખલા તરીકે એક નાણાકીય વર્ષ દરમિયાન આપની આવક રૂપિયા 5.5 લાખ છે . ઉપરના વિવિધ બચત સાધનોમાં આપે કુલ રૂપિયા 1.20 લાખનું રોકાણ કર્યું છે . આ કારણે કલમ 80cના લાભને બાદ કરતા આપની કુલ કરપાત્ર આવક રૂપિયા 4.30 લાખ છે . આ કારણે આપે રૂપિયા 5.5 લાખ પર નહીં પરંતુ રૂપિયા 4.30 લાખની રકમ પર કર ચૂકવવાનો છે . NRIs અને કલમ 80C NRIsને કલમ 80c હેઠળ આવતા સાધનોમાં રોકાણ કરવાની છૂટ નથી એટલે તેમને તેનો લાભ પણ મળતો નથી . દાખલા તરીકે NRIsને નવું ખાતું ખોલાવીને નેશનલ સેવિંગ સર્ટિફિકેટ કે પીપીએફમાં રોકાણ કરવાની મંજુરી નથી . હા , તેઓ ભારતમાં તેમનું જુનું ખાતું હોય તો તેનો ઉપયોગ ચોક્કસ કરી શકે છે . NRIs એમ્પ્લોઇઝ પ્રોવિડન્ડ ફંડમાં પણ રોકાણનો પ્રશ્ન ઉભો થતો નથી . તેઓ યુલિપ્સ અને લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસીનું પ્રીમિયમ ભરી શકે છે . NRIsને પોસ્ટ ઓફિસની નાની બચત યોજનામાં નવું રોકાણ કરવાની પણ મંજુરી નથી . તારણ : જો આપ NRIs હોવ તો અહીં ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 80c હેઠળ કર્યા સાધનોમાં આપ કર બચત કરીને કરલાભ મેળવી શકો તેની યાદી આપી છે . નોંધનીય છે કે આ વર્ષે બજેટમાં નાણા મંત્રી અરૂણ જેટલીએ કલમ 80c હેઠળ કર બચત મર્યાદા એક લાખથી વધારીને રૂપિયા 1.5 લાખ કરી છે ." business,"ત્રણ વર્ષનો કરાર આ વર્ષના એપ્રિલ મહિનાથી અમલી બનાવવામાં આવ્યો છે . વર્કર્સને તેમનો 80 ટકા વધારો પ્રથમ વર્ષમાં મળી જશે . જ્યારે બાકીનો વધારો પછીના બે વર્ષમાં મળશે . આ અંગે મારૂતિ ઉદ્યોગ કામદાર યુનિયનના મહામંત્રી કુલદીપ જંઘુએ જણાવ્યું કે ' અમે અમારા પગાર બાબતે મેનેજમેન્ટ સાથે કરાર કર્યો છે . કરારને પગલે પ્લાન્ટના કર્મચારીઓના માસિક પગારમાં સરેરાશ રૂપિયા 18,000નો વધારો થશે . આના પગલે જુનિયર વર્કરને પણ પગારમાં રૂપિયા 15,000નો વધારો મળશે . આ સૂચવે છે કે વર્કર્સ અને મેનેજમેન્ટ વચ્ચેના કોઇ પણ મુદ્દા વાટાધાટો થઇ ઉકેલી શકાય છે . ' મારૂતિ સુઝુકી ઇન્ડિયાના ચીફ ઓપરિટિંગ ઓફિસર ( એડમિનિસ્ટ્રેશન ) એસ વાય સિદ્દીકીએ જણાવ્યું કે ' ચાર મહિના અને 40 મીટિંગ બાદ અમે માનેસર અને ગુરગાંવના કર્મચારીઓને પગારમાં વધારો આપીને આનંદ અનુભવી રહ્યા છીએ . '" entertainment,"જો વાત રજનીકાંતની કરવામાં આવતી હોઈ તો કંઈક સ્પેશ્યલ થવું તો બને જ છે . રજનીકાંત કઈ પણ ઓર્ડિનરી તો કરતા જ નથી . પહેલા આપણે કબાલીના પોસ્ટર પ્લેન પર જોયા ત્યારબાદ લેમ્બોર્ગીની કાર પર જોયા . પરંતુ હવે ડબલ ડેકર બસ પણ સામે આવી છે . જે કબાલીના પોસ્ટરથી સજાવવામાં આવી હતી . બેંગ્લોરમાં કબાલી ફિલ્મનો પહેલી શો સવારે 4 વાગ્યેથી શરૂ થઈ ચુક્યો છે અને લોકોની ભીડ પણ એટલી જ છે . લોકોમાં રજનીકાંતની ફિલ્મની દીવાનગી એટલી છે કે લોકો સવારે 3 વાગ્યાના ટિકિટની લાઈનમાં લાગ્યા છે . જ્યારે લોકોને ફિલ્મ વિશે પૂછવામાં આવ્યું ત્યારે લોકોના મોઢેથી એક જ શબ્દ હતા કે "" સુપર "" "" રિયલ હીરો "" . સોશ્યિલ મીડિયા પર પણ લોકો ફિલ્મના વખાણ કરતા થાકતા નથી . તો વીડિયોમાં જુઓ આખરે લોકોનું શુ કહેવું છે આ ફિલ્મ માટે . . ." sports,"આઇપીએલની આ 10મી સીઝન છે . ગત દસ વર્ષોમાં આઇપીએલ એ ક્રિકેટ રસિયાના મનમાં એક ખાાસ જગ્યા બનાવી લીધી છે . અને સાથે જ આઇપીએલના ખેલાડીઓએ પણ . આઇપીએલ દ્વારા જેટલા ભારતીય ખેલાડીઓને નામના મળી છે તેટલી જ નામના વિદેશી ખેલાડીઓને પણ મળી છે . યુનિર્વસલ બોસ નામને જાણીતા ક્રિસ ગેઈલ વાત હોય કે ડેવિડ વોર્નરની , આ છે આઇપીએલના ઇતિહાસના 10 સારા વિદેશી ક્રિકેટરો જેમનું યોગદાન આ સિરીઝમાં મહત્વનું રહ્યું છે . 1 . ક્રિસ ગેઈલ ક્રિસ ગેઇલને યુનિવર્સ બોસ કહેવામાં આવે છે . આઇપીએલમાં તે સૌથી લાડકવાયા વિદેશી ખેલાડી છે . વિવાદોના કિંગ તેવા ક્રિસ ગેઈલ ટી 20 સ્પેશ્યાલિસ્ટ છે . અને તેમણે અત્યાર સુધીમાં ટી - 20માં 10,000 રન ફટકાર્યા છે . 2 . ડેવિડ વોર્નર ઓસ્ટ્રેલિયાનો ઓપનર ડેવિડ વોર્નર પણ આઇપીએલના ટોપ 10 કેપ્ટનમાંથી એક છે જેણે આઇપીએલમાં ખાસ નામના મેળવી છે . ડાબોડી બેટ્સમેન તેવા ડેવિડે 2009 થી આઇપીએલ રમવાની શરૂ કરી અને અત્યાર સુધી 107 મેચો રમી છે . 3 . એબી ડી વિલિયર્સ એબી ડી વિલિયર્સ ભારતીય ક્રિકેટ ચાહકોમાં Mr360ના નામે ખૂબ જ લોકપ્રિય છે . તેણે અત્યાર સુધીમાં આરસીબી માટે રમતા 124 મેચ રમી છે જેમાં તેણે 3402 રન ફટકાર્યા છે . જમણા હાથથી રમતા આ બેટ્સમેને અત્યાર સુધીમાં 152 છગ્ગા આ હરિફાઇમાં માર્યા છે . 4 . શેન વોટસન ઓસ્ટ્રેલિયાના શેન વોટસન પહેલા રાજસ્થાન રોયલ્સ માટે રમવાની શરૂઆત કરી હતી . ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન તેવા શેન વોટસને 99 મેચમાં 2,612 રન બનાવ્યા છે . અને 83 વિકેટ પણ ઝડપી છે . માટે જ આ ઓલરાઉન્ડર ક્રિકેટર લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે . 5 . બ્રેન્ડન મેક્યુલમ ન્યૂઝીલેન્ડનો આ ક્રિકેટર આંતરાષ્ટ્રીય ક્રિકેટમાંથી ભલે નિવૃત્તિ લઇ ચૂક્યો હોય પણ તે ટી 20માં જોરદાર પ્રદર્શન આપી રહ્યો છે . તેણે રમેલી 99 મેચમાં તેણે 2698 રન કર્યા છે . 6 . લસિથ મલિંગા શ્રીલંકાના લિથિલ પેસર કહેવાતા મલિંગા છે ટી - 20 મેચની જાન . મુંબઇ ઇન્ડિયન માટે 2009થી રમતો લસિથ મલિંગા છે બધાનો ફેવરેટ . તેણે 102 મેચમાં 147 વિકેટ લીધી છે . 7 . જેક કાલિસ સાઉથ આફ્રિકાનો આ ક્રિકેટર હવે આઇપીએલ મેચમાં નથી રમતો . પણ તેનું પર્ફોમન્સના લીધે તે આ લીસ્ટમાં સામેલ છે . 2008 થી 2014ની વચ્ચે તેણે 98 મેચ રમી જેમાં તેણે 2427 રન ફટકાર્યા . જમણા હાથના આ ખેલાડીએ આઇપીએલમાં 17 અર્ધશતક લગાવી છે . અને 65 વિકેટ ઝડપી છે . હાલ તે કેકેઆરના કોચ તરીકે ભૂમિકા ભજવી રહ્યા છે . 8 . શોન માર્શ ડાબોડી બેટ્સમેન શોન માર્શ ઓસ્ટ્રેલિયાના ટોપના ખેલાડીમાંથી એક છે . અને આંતરાષ્ટ્રીય કક્ષાનું ક્રિકેટ રમે છે . તે ઓરેન્જ કપ વિનર પણ રહેલા છે . પંજાબ કિંગ્સ ઇલેવન વતી રમતા તેમણે 64 મેચમાં 2269 રન બનાવ્યા છે . અત્યાર સુધીમાં તેમણે 18 વાર 50 રન ફટકાર્યા છે . 9 . બ્રાવો જમાઇકન ઓલરાઉન્ડર ડ્વેઈન બ્રાવો 2008થી આઇપીએલ રમે છે . અને ત્યારથી લઇને અત્યાર સુધીનું તેમણે સારી રમત આપી છે . પહેલા તે ચેન્નઇ સુપર કિંગ માટે પછાળથી ગુજરાત લાયન્સ માટે રમે છે . 106 મેચમાં બ્રાવોએ 1262 રન કર્યા છે . 122 વિકેટ આપી છે . 10 . સુનિલ નરીન વેસ્ટ ઇન્ડિઝનો આ ક્રિકેટર મિસ્ટ્રી સ્પીનરના નામે જાણીતો છે . 2012થી આઇપીએલમાં રમતા તેણે તેના સ્પીનરના જોરે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે . અને તેણે કેકેઆરની જીતમાં અનેક વાર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે ." sports,"1 જૂન , 2017 ને ગુરૂવારથી ઇંગ્લેન્ડમાં ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત થનાર છે . ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની પહેલી મેચ બાંગ્લાદેશ અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે . 4 જૂનના રોજ ભારત પોતાની પહેલી ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ પાકિસ્તાન સામે રમશે . ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાતી મેચ અંગે બંન્ને દેશોમાં કેટલો ઉત્સાહ હોય છે એ કહેવાની જરૂર નથી . જો કે , પાકિસ્તાનના બેટ્સમેન અઝહર અલીનું કહેવું કંઇક બીજું જ છે . તેમનું માનવું છે કે , આ કોઇ હાઇ - પ્રોફાઇલ મેચ નહીં હોય , ભારત - પાકિસ્તાન વચ્ચેની મેચ પણ નોર્મલ મેચ જેવી જ રહેશે . અઝહરે કહ્યું હતું કે , ' એક ખેલાડી તરીકે તમારે દરેક મુકાબલા માટે તૈયાર રહેવું જોઇએ . કોઇ ઇન્ટરનેશનલ મેચ સરળ નથી હોતી . દરેક મેચ માટે તમારે સખત મહેનત કરવી પડે છે અને ભારત વિરુદ્ધની મેચમાં પણ કંઇ એવું જ છે . ' અઝહરે આગળ કહ્યું કે , ' હું આ મેચને અન્ય સામાન્ય મેચની માફક જ લઉં છું . કોઇ પણ ખેલાડી મેચને સહજતાથી લે છે અને પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને રમે છે . ખેલાડીએ ટીમની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રમવાનું હોય છે . જ્યારે અમે મેદાનમાં પોતાના દેશનું ટી - શર્ટ પહેરીને ઉતરીએ છીએ , ત્યારે પોતાના તરફથી 100 % આપવાની કોશિશ કરીએ છીએ . દરેક ખેલાડીનું એવું જ હોય છે . ક્રિકેટમાં મીની વર્લ્ડકપને નામે જાણીતી ચેમ્પિયન્સ ટ્રોફી અંગે વાત કરતાં અઝહરે કહ્યું કે , ' ચેમ્પિયન્સ ટ્રોફી એ ખેલાડીઓ માટે તેમનું કૌશલ્ય દેખાડવાની સુંદર તક સમાન છે . પાકિસ્તાની ટીમ પૂરી મહેનત અને લગન સાથે મેચ રમશે . ' ઉલ્લેખનીય છે કે , ઇન્ટરનેશનલ મેચોમાં અઝહર અલીનું પ્રદર્શન ખાસું નોંધપાત્ર રહ્યું છે . તેમણે 45 મેચોમાં 38.21ની એવરેજ સાથે 1605 રન ફટકાર્યાં છે ." entertainment,"હવે જ્યારે હીરોઇન રિલીઝ થઈ ચુકી છે , ત્યારે કરીનાને ઐશ્વર્યા અને પોતાની વચ્ચે સરખામણી માટે કહેવામાં આવ્યું , તો કરીનાનો જવાબ હતો કે ઐશ્વર્યા આઇકૉન છે અને તેની સાથે તે પોતાની સરખામણી ન કરી શકે . તાજેતરમાં જ એક સમાચાર પત્ર સાથેની વાતચીત દરમિયાન કરીનાએ જણાવ્યું , ‘ઐશ એક આઇકૉન છે . તે સૌંદર્યનો દીવો છે . જો તેમણે આ ફિલ્મ કરી હોત , તો બિલ્કુલ અલગ રીતે જ કરી હોત અને મેં આ ફિલ્મ અલગ રીતે કરી છે . મને નથી લાગતું કે હું તેમની સાથે કોઈ પણ પ્રકારની સરખામણી કરી શકું . ' પોતાની ફિલ્મ હીરોઇન અંગે કરીનાએ જણાવ્યુ હતું , ‘માહીનું પાત્ર મારા દ્વારા ભજવાયેલ અત્યાર સુધીના બધા પાત્રો કરતાં મુશ્કેલ હતું . માહી એકદમ અનેલેંસ્ડ છે અને તેનું પાત્ર પૉઝિટિવ તેમજ નેગેટિવ બંને છે . પણ અસલી જીવનમાં હું ઘણી જ બેલેંસ્ડ છું . મને ખબર છે કે હું પોતાના કરિયર અને પોતાના અંગત જીવનમાં શું ઇચ્છુ છું . ' હાલ કરીનાની ફિલ્મ હીરોઇન રિલીઝ થઈ ચુકી છે અને સૌને ઇંતેજાર છે કે ક્યારે બૉક્સ ઑફિસ રિપોર્ટ આવે અને જણાવે કે આખરે કરીનાની આ ફિલ્મ તેને નેશનલ એવૉર્ડની નજીક પહોંચાડે છે કે નહિં . સાથે જ કરીનાનો આજે જન્મ દિવસ પણ છે . આપણાં કરતાં કરીનાને વધુ ઇંતેજાર હશે પોતાના જન્મદિને પોતાની ફિલ્મને મળી રહેલી સફલતાની ઉજવણી કરવાનો ." sports,"આજે ભારતના રમત જગત માટે બેવડી જીત અને ખુશીનો દિવસ છે . એક તરફ જ્યાં મહિલા પહેલવાને સાક્ષી મલિકે રિયો ઓલમ્પિકના 13માં દિવસે ભારતનું ખાતું ખોલ્યું છે ત્યાં જ બીજી તરફ પહેલીવાર બેડમિન્ટનના ઇતિહાસમાં પી વી સિંધુએ સિલ્વર મેડલ જીતાડી ભારતીયોની ખુશી ડબલ કરી દીધી છે . કેવી રીતે પીવી સિંધુ મેળવી જીત વાંચો અહીં . જો કે પી વી સિંધુની ફાઇનલ મેચ બાકી છે અને સંપૂર્ણ શક્યતા છે કે પી વી સિંધુ ભારતને સુવર્ણ પદક પણ જીતાવી શકે છે . પણ તે પહેલા જ પીવી સિંધુએ એક અનોખો જ ઇતિહાસ સર્જી લીધો છે . તે શું છે તે વિષે વાંચો અહીં . દુનિયાની નંબર 3 ખેલાડીને હરાવી પીવી સિંધુએ આજે તેની જાપાની પ્રતિસ્પર્ધી નોઝોમ ઓકુહારાને હરાવી છે . નોઝોમ વિશ્વની નંબર 3ની મહિલા બેડમિન્ટન ખેલાડી છે . જેને સિંધુએ 21 - 19 અને 21 - 10 એમ બે સેટમાં હરાવી શાનદાર જીત મેળવી છે . વિશ્વની નંબર 2 ખેલાડીને પણ હરાવી એટલું જ નહીં , આ પહેલાની સ્પર્ધામાં પી વી સિંધુએ દુનિયાની નંબર 2 મહિલા ખેલાડીને હરાવીને ગેમ ચેન્જર બની ગઇ હતી . અને સિંધુની આ એક પછી એક જીત જોતા જાણકારોનું પણ માનવું છે કે પી વી સિંધુ ભારતને બેડમિન્ટનમાં સુવર્ણ પદક અપાવી શકે છે . ક્યારે છે ફાઇનલ મેચ ? હવે 19 ઓગસ્ટે શુક્રવારે 7:30 કલાકે પી વી સિંધુની ફાઇનલ મેચ છે જેમાં તે સ્પેનની પ્રતિસ્પર્ધી જોડે મેચ રમશે . બેડમિન્ટનમાં પહેલી નોંધનીય છે કે બેડમિન્ટનમાં હજી સુધી કોઇ મહિલાએ ભારતને સિલ્વર મેડલ નથી આપવ્યો . અને આ રીતે પીવી સિંધુ સુવર્ણ પદક જીત્યા પહેલા જ ભારતના મહિલા બેડમિન્ટનના ઇતિહાસમાં એક નવો રેકોર્ડ રચી દીધો છે . ત્યારે 21 વર્ષીય પી વી સિંધુ ભારતને 19મી તારીખે સુવર્ણ પદક પણ જીતાવી દે તેવી પૂર્ણ શક્યતાઓ હાલ રહેલી છે ." business,આ નિર્ણયને પગલે હવે બેંકો સુવર્ણ આભૂષણોના નિકાસકારોની જરૂરિયાત માટે જ સોનાની આયાત કરી શકશે . સોમવારે જાહેર કરવામાં આવેલા સરકારી આંકડા અનુસાર એપ્રિલ 2013માં સોના અને ચાંદીની આયાત 138 ટકા વધીને 7.5 અબજ ડોલર થઇ ગઇ હતી . જ્યારે ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન 3.1 અબજ ડોલર સોનાની આયાત કરવામાં આવી હતી . સોનાની આયાત વધારવાથી એપ્રિલમાં દેશની વેપાર ખાધ વધીને 17.8 અબજ ડોલર થઇ ગઇ હતી . વેપાર ખાધ વધવાથી ચાલુ ખાતા પર દબાણ વધે છે . રિઝર્વ બેંક અનુસાર ચાલુ ખાતાની વધારે ખાધ દેશની અર્થવ્યવસ્થા માટે સૌથી વધારે જોખમી છે . આરબીઆઇની સોનાની આયાતને મર્યાદિત કરવાનો નિર્ણય સોના સંબંધિત કાર્ય સમૂહની ભલામણોના આધારે લેવામાં આવ્યો છે . જેનાથી સોનાના આયાત નિયમોને અન્ય વસ્તુઓની આયાત સાથે જોડવાનું સૂચન કરવામાં આવ્યું હતું . જેથી સોના તથા અન્ય વસ્તુઓની આયાતનું પ્રમાણ જળવાઇ રહે . sports,"ભારતીય ક્રિકેટ ટીમના માસ્ટર બ્લાસ્ટર , ક્રિકેટના ભગવાન અને વિશ્વ ક્રિકેટના મહાન ખેલાડી તરીકેની ઉપાધી મેળવનારા સચિન તેંડુલકર દ્વારા કારકિર્દીની 200મી ટેસ્ટ રમ્યા બાદ નિવૃત્તિ લેવાની જાહેરાત કરવામાં આવી છે . આ જાહેરાતને હજુ લાંબો સમય થયો નથી , ત્યાં તો તેઓ રાજકારણની પીચ પર બેટિંગ કરવાના હોવાની વાતો પણ વહેતી થવા લાગી છે . એવા સમાચાર મળી રહ્યાં છે કે , સચિન તેંડુલકર કોંગ્રેસ માટે પ્રચાર કરવાના છે . માહિતી અનુસાર મધ્યપ્રદેશ કોંગ્રેસની ઇચ્છા છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં ક્રિકેટર સચિન તેંડુલકર પાર્ટી માટે ચૂંટણી પ્રચાર કરે . આ બાબતનો ખુલાસો એ બાબત પરથી થાય છે કે મધ્યપ્રદેશ કોંગ્રેસ દ્વારા ચૂંટણીં પંચને આપવામાં આવેલી તેના સ્ટાર પ્રચારકોની યાદીમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે . આ અંગે પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ જણાવ્યું કે આ સંદર્ભમાં કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સચિન સાથે વાતચીત કરશે . સચિન તેંદુલકર કોંગ્રેસ માટે વોટ માંગશે કે નહીં તેનો અંતિમ નિર્ણય સચિન તેંદુલકર જ લેશે . જો ખરેખર સચિન તેંડુલકર રાજકારણમાં જોડાશે તો તેમને ભાજપના નવજોત સિંહ સિદ્ધુના બાઉન્સરનો સામનો કરવો પડશે એ ચોક્કસ છે , તો ચાલો તસવીરો થકી જોઇએ કે ભારતના એવા કયા કયા ક્રિકેટર્સ છે કે જેઓ રાજકારણમાં આવ્યા છે ." business,"છેલ્લા કેટલાક ક્વાર્ટર્સથી દર વખતે ટીસીએસ ત્રિમાસિક આંકડાઓ જાહેર કરે છે અને રોકાણકારો ઉત્સાહિત બની જતા હોય છે . એવી જ રીતે એચસીએલ ટેક પણ આશ્ચર્યજનક રીતે વૃદ્ધિ પામી રહ્યો છે . જ્યારે ઇન્ફોસિસના કિસ્સામાં છેલ્લા ત્રણ વર્ષથી જ્યારે પણ તે પોતાના પરિણામો જાહેર કરે છે ત્યારે અલગ વાત બની રહી છે . કેટલીકવાર પરિણામો એટલા નિરાશાજનક રહે છે કે પરિણામોના દિવસે સ્ટોકમાં 16થી 17 ટકાનું ગાબડું પડી જાય છે . જો કે હવે પવનની દિશા બદલાઇ છે . તાજેતરના ઇતિહાસમાં એવું પ્રથમ વાર બન્યું છે કે પરિણામોના બીજા જ દિવસે એચસીએલ ટેકના શેર્સમાં 9 ટકાનો ભારે ઘટાડો જોવા મળી અને આવી જ સ્થિતિ ટીસીએસના કિસ્સામાં પણ છે . તેના શેર્સમાં પણ 9 ટકાનો ઘટાડો નોંધાયો છે . બીજી તરફ જૂન 30,2014ના રોજ પૂરા થતા ક્વાર્ટરના પરિણામો આવ્યા બાદ ઇન્ફોસિસના શેર્સમાં 7 ટકાનો જંગી ઉછાળો જોવા મળ્યો છે . ટીસીએલ અને એચસીએલ ટેકના કિસ્સામાં શું થયું ? વિશ્લેષકોનું માનવું છે કે ટીસીએલ અને એચસીએલ ટેકના પરિણામો એટલા પણ નિરાશાજનક નથી . શક્ય છે કે વિદેશી ફંડોએ આ શેર્સનું ભારે વેચાણ કર્યું હોય જેના કારણે આ શેર્સ ઊંધા માથે પછડાયા છે . કેટલીક બ્રોકિંગ ફર્મ્સે ટીસીએસના સ્ટોક્સ ખરીદવાની હજી પણ સલાહ આપી છે . ઇન્ફોસિસ ખરીદો અનેક બ્રોકિંગ ફર્મ દ્વારા ઇન્ફોસિસના શેર્સ ખરીદવાની સલાહ આપવામાં આવે છે . ઇન્ફોસિસના પરિણામો બાદ ICICI ડાયરેક્ટે તેને ખરીદવાની ભલામણ કરી છે . હવે તેની ટાર્ગેટ પ્રાઇસ વધારીને રૂપિયા 4465થી 4500ની વચ્ચે આપવામાં આવી રહી છે . તારણઃ ટીસીએસના શેર્સ વેચવાને બદલે તેના પર દાવ લગાવવા જેવો છે . લોવર લેવલે એચસીએલ પણ ખરીદવા જેવા છે . 30 જૂન , 2014ના રોજ પૂરા થતા ક્વાર્ટરના પરિણામો નીચા આવવાનું એક કારણ એ પણ હોઇ શકે કે બંને કંપનીઓ પાસેથી રોકાણકારોની અપેક્ષા વધી ગઇ હતી ." entertainment,સલમાન ખાનની ફિલ્મ દબંગ 3 ને લઈને ફેન્સ ઘણા જ ઉત્સાહમાં છે . થોડા સમય પહેલા જ જાહેરાત કરવામાં આવી હતી કે વર્ષ 2017ની ઈદમાં જ દબંગ 3 રિલીઝ કરવામાં આવશે . પરંતુ એવું ના થઇ શક્યું ફિલ્મને લઈને ઘણી વાતો પણ સામે આવી રહી છે . ફિલ્મની કાસ્ટની વાત કરીએ તો સલમાન ખાન સાથે એમી જેક્શનની પણ વાતો આવી રહી છે . સોનાક્ષી સિન્હાનું ફિલ્મમાં ના હોવું પણ લગભગ ફાઇનલ છે . એમી જેક્શનને જયારે દબંગ 3 વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેને કહ્યું કે દુર્ભાગ્યથી તેને સલમાન ખાન સાથેની ફિલ્મ કિક ડેટ્સના કારણે છોડવી પડી . પરંતુ હવે તે સલમાન ખાન સાથે ચોક્કસથી કામ કરવા માંગે છે . સલમાન ખાન સુપરસ્ટાર અને એક સારા અભિનેતા પણ છે . sports,"ભારતના ઉભરતા સિતારા લક્ષ્ય સેને રવિવારે એશિયા જુનિયર ચેમ્પિયનશીપમાં ભારતની વર્ષોની આતુરતાનો અંત લાવીને ઈતિહાસ રચી દીધો છે . લક્ષ્યે દુનિયાના મોટા જુનિયર બેડમિન્ટન ખેલાડી હાલના જુનિયર વિશ્વ ચેમ્પિયન થાઈલેન્ડના કુનલાવુત વિતિદસર્નને સીધા સેટમાં હરાવીને છ વર્ષ બાદ ભારતને પહેલો ગોલ્ડ અને 53 વર્ષો બાદ પુરુષ વર્ગને ગોલ્ડ અપાવ્યો . લક્ષ્યે ઘરેલુ ખેલાડીને 21 - 19,21 - 18 ના સીધા સેટોમાં હરાવીને ગૌરવ ઠક્કર ( 1965 ) અને પીવી સિંધુ ( 2012 ) બાદ આ ટુર્નામેન્ટમાં ગોલ્ડ જીતનાર ત્રીજા ભારતીય ખેલાડી બની ગયા છે . આવો રહ્યો મુકાબલો ઉલ્લેખનીય છે કે પૂર્વ નંબર એક લક્ષ્ય અને વિતિદસર્ન પહેલી વાર સામસામે આવ્યા હતા . મુકાબલાની શરૂઆતમાં મેચ સ્લો હતી પરંતુ બાદમાં ભારતીય શટલરે મુવમેન્ટ વધારી અને પોતાના નર્વસનેસ એક તરફ રાખીને સામા ખેલાડી પર હાવી થઈ ગયા . અપેક્ષા મુજબ જુનિયર વિશ્વ નંબર એક વિતિદસર્ને પહેલા ગેમની શરૂઆત કેટલાક એટિકંગ મુવ્ઝ સાથે કરી અને બે પોઈન્ટનો વધારો મેળવી લીધો પરંતુ સેને કમબેક કરીને ઝડપથી બે પોઈન્ટ મેળવી લીધા અને સ્કોર 7 - 7 થી બરાબર કરી દીધો . બંને વચ્ચે ટક્કર બરાબર ચાલી રહી હતી , કોઈ પણ બીજાને આગળ વધવાની તક આપતુ નહોતુ અને આ જ રીતે પહેલા ગેમનો સ્કોર 19 - 19 સુધી પહોંચી ગયો અને અહીં ભારતીય ખેલાડીએ બે પોઈન્ટ મેળવીને પહેલી ગેમ જીતી લીધી . બીજી ગેમ પણ પહેલી ગેમની જેમ જ શરૂ થઈ . પહેલા સ્કોર 4 - 4 થી બરાબર હતો અને બાદમાં 17 - 17 થી બરાબર થયો . સેને 18 મો પોઈન્ટ મેળવીને સામે કોઈ પોઈન્ટ લેવાનો કોઈ તક આપી નહિ અને ગેમ જીતી લીધી 16 વર્ષના આ ભારતીય શટલરે ઈતિહાસ રચી દીધો . આ ટુર્નામેન્ટમાં પોતાના ગોલ્ડ મેડલ સુધીની સફરમાં ક્વાર્ટર ફાઈનલમાં બીજા રેંકિંગના ખેલાડી લી શીફેન્ડને , સેમી ફાઈનલમાં ચોથા ક્રમાંકના ખેલાડી રુમબેને હરાવ્યો હતો . બે વર્ષ સેને આ ઈવેન્ટમાં 14 વર્ષની ઉંમરમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો ." business,ઓક્ટોબર મહિનો એટલે નાણાકીય વર્ષનો વચગાળાનો મહિનો . આમ છતાં કેટલાક લોકો અત્યારથી જ કર બચત માટે આયોજન શરૂ કરે છે . કર બચત માટે માર્કેટમાં ઉપલબ્ધ સાધનો દ્વારા ઇન્કમ ટેક્સની કલમ 80સી હેઠળ રૂપિયા 1.5 લાખ સુધીની કર બચત કરી શકાય છે . અમે અહીં માર્કેટમાં બેસ્ટ છે તેવા 5 ટેક્સ સેવિંગ સાધનો અંગે માહિતી આપી રહ્યા છીએ . આ માહિતી વાંચવા આગળ વાંચો . . . પબ્લિક પ્રોવિડન્ડ ફંડ પબ્લિક પ્રોવિડન્ડ ફંડ બે કારણોથી બેસ્ટ ટેક્સ સેવિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે . કારણ કે તે 80સી હેઠળ કર બચત કરે છે સાથે તેનું વ્યાજ પણ કરમુક્ત છે . તેનો અવગુણોમાં તેનો લોક ઇન પીરિયડ અને ટ્રસ્ટ્સ તથા એનઆરઆઇ માટે રોકાણ શક્ય નહીં હોવાના છે . બેંક ટેક્સ સેવિંગ ફિક્સ્ડ ડિપોઝિટ બેંકોની ટેક્સ સેવિંગ ફિક્સ્ડ ડિપોઝિટ પીપીએફ કરતા વધારે વળતર આપે છે . પણ તેનું વ્યાજ કરપાત્ર છે . ELSS ફંડ ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ ( ELSS ) કલમ 80સી હેઠળ કરલાભ આપે છે . જો કે તેનું જોખમ એ છે કે ELSS ઇક્વિટીમાં રોકાણ કરે છે . આ કારણે આપના રોકાણ સહીસલામત રહેશે કે નહીં તેની ખાતરી મળી શકતી નથી . જો કે ELSS પીપીએફ અને બેંક ડિપોઝિટ કરતા વધારે વળતર આપે છે . નેશનલ સેવિંગ સર્ટિફિકેટ નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં પીપીએફ જેટલું જ વ્યાજ મળે છે . જો કે તેનું વ્યાજ કરપાત્ર છે . તેનો લોક ઇન પીરિયડ તેનો અવગુણ છે . લાઇફ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ લાઇફ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ આપને કર બચતની સાથે જીવન સુરક્ષા પ્રદાન કરે છે . sports,"pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; ( function ( ) { try { var tcptElm = document . createElement ( "" script "" ) ; tcptElm . async = true ; tcptElm . type = "" text / javascript "" ; tcptElm . src = "" https : / / b - s . tercept . com / pixel ? account _ id = TCPT - 1552 "" ; tcptElm . src = tcptElm . src + "" & loc = "" + escape ( document . URL ) + "" & rfr = "" + escape ( document . referrer ) ; var s = document . getElementsByTagName ( "" script "" ) [ 0 ] ; s . parentNode . insertBefore ( tcptElm , s ) ; } catch ( i ) { } } ) ( ) ; સૂત્રોના જણાવ્યા અનુસાર માસ્ટર બ્લાસ્ટરે ભારતીય રમતોને વધુ પાવરફૂલ બનાવવા બે પાનાંની ટૂંકી માર્ગદર્શિકાની સાથે 25 સ્લાઇડનું પ્રેઝન્ટેશન સુપરત કર્યું છે . આ પ્રેઝન્ટેશમાં સચિને ચાર મહત્વના મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો છે . સચિનને આ ટૂંકી માર્ગદર્શિકામાં કઇ રીતે ગ્રાસરૂટ લેવલે યુવાનોના કૌશલ્યોને પ્રોત્સાહન આપી શકાય , કઇરીતે કોલેજ અને યુનિવર્સિટિ સ્તરે રમતોને પ્રોત્સાહન આપી શકાય , કઇરીતે રમતગમત માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવું તેમજ કઇરીતે દરેક ભારતીય માટે શારીરિક પ્રવૃત્તિ ફરજિયાત કરવી જોઇએ જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે . સૂત્રોના જણાવ્યા અનુસાર સચિનને આ અંગેની પ્રેરણા ત્યારે મળી જ્યારે ભારતે લંડન ઓલિમ્પિક 2012માં ખુબ જ સારૂ પ્રદર્શન કર્યુ હતુ . એટલે ભારત પાસે એવી તાકાત રહેલી છે કે તે એક સ્પોર્ટીંગ નેશન બની શકે છે . pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; var tcpt _ loaded = 0 ; googletag . cmd . push ( function ( ) { tcpt _ loaded = ( window . tercept & & window . tercept . init ) ? 1 : 0 ; ( tcpt _ loaded = = 1 ) ? ( window . tercept . init ( 1008496,200 , false ) ) : "" "" ; } ) ; var target _ words = [ ] ; var gptadslots = [ ] ; var url = document . location . href ; var pattern = / \ / ( [ 0 - 9 ] [ a - z ] - _ ) * \ / / g ; var url _ section = url . split ( ' / ' ) ; var number _ pattern = / ^ [ 0 - 9 ] + $ / ; var topic _ pattern = / topic\ / ( . * ) / g ; var search _ pattern = / \ ? q = ( . * ) & / g ; var file _ pattern = / ( . * ) \ . html / i ; var ga _ value = ' ' ; var domain _ varifier = / ( . * ) \ . ( . * ) \ . ( . * ) / g ; var file _ chunk = ' ' ; var value = ' ' ; var topSlot = [ ] , bottomSlot = [ ] ; var viroolSlot ; for ( var i = 1 ; i < url _ section . length ; i + + ) { ga _ value = url _ section [ i ] ; if ( ga _ value . length > 0 ) { if ( ga _ value . match ( topic _ pattern ) ) { target _ words . push ( RegExp . $ 1 ) ; } else if ( ga _ value . match ( file _ pattern ) ) { ga _ value = ga _ value . replace ( ' _ ' , ' - ' ) ; ga _ value = ga _ value . replace ( ' . html ' , ' ' ) ; target _ words . push ( ga _ value ) ; console . log ( "" ga - added value "" + ga _ value ) ; file _ chunk = ga _ value . split ( ' - ' ) ; for ( var x in file _ chunk ) { if ( ! file _ chunk [ x ] . match ( file _ pattern ) ) { target _ words . push ( file _ chunk [ x ] ) ; } } } else if ( ga _ value . match ( search _ pattern ) ) { target _ words . push ( RegExp . $ 1 ) ; } else { if ( url _ section [ i ] . match ( domain _ varifier ) ) { if ( RegExp . $ 1 = = ' www ' ) value = RegExp . $ 2 ; else value = RegExp . $ 1 ; } else value = url _ section [ i ] ; target _ words . push ( value ) ; } } } console . log ( target _ words ) ; try { googletag . cmd . push ( function ( ) { var curr _ url = document . location . href ; if ( curr _ url . indexOf ( "" / news / "" ) > - 1 ) { googletag . pubads ( ) . set ( "" page _ url "" , "" https : / / www . oneindia . com / news / "" ) ; } else if ( curr _ url . indexOf ( "" / movies / "" ) > - 1 ) { googletag . pubads ( ) . set ( "" page _ url "" , "" https : / / www . filmibeat . com / "" ) ; } else if ( curr _ url . indexOf ( "" / nri / "" ) > - 1 ) { googletag . pubads ( ) . set ( "" page _ url "" , "" https : / / www . oneindia . com / news / "" ) ; } else if ( curr _ url . indexOf ( "" / business / "" ) > - 1 ) { googletag . pubads ( ) . set ( "" page _ url "" , "" https : / / www . goodreturns . in / "" ) ; } else if ( curr _ url . indexOf ( "" / sports / "" ) > - 1 ) { googletag . pubads ( ) . set ( "" page _ url "" , "" https : / / www . oneindia . com / news / "" ) ; } else { googletag . pubads ( ) . set ( "" page _ url "" , "" https : / / www . oneindia . com / news / "" ) ; } googletag . defineSlot ( ' / 1008496 / gujarati - top - 728x90 ' , [ [ 728,90 ] , [ 970,90 ] , [ 970,250 ] ] , ' div - gpt - ad - 1384836365243 - 3 ' ) . addService ( googletag . pubads ( ) ) . setTargeting ( ' tcpt ' , ( tcpt _ loaded & & window . tercept . gettcptTarget ( ' / 1008496 / gujarati - top - 728x90 / div - gpt - ad - 1384836365243 - 3 ' , [ [ 728,90 ] , [ 970,90 ] , [ 970,250 ] ] , 1 ) ) | | [ ' TCPT _ NL ' ] ) . setTargeting ( ' tcpt2 ' , ( tcpt _ loaded & & window . tercept . gettcptTarget ( ' / 1008496 / gujarati - top - 728x90 / div - gpt - ad - 1384836365243 - 3 ' , [ [ 728,90 ] , [ 970,90 ] , [ 970,250 ] ] , 2 ) ) | | [ ' TCPT _ NL ' ] ) . setTargeting ( ' tcpt3 ' , ( tcpt _ loaded & & window . tercept . gettcptTarget ( ' / 1008496 / gujarati - top - 728x90 / div - gpt - ad - 1384836365243 - 3 ' , [ [ 728,90 ] , [ 970,90 ] , [ 970,250 ] ] , 3 ) ) | | [ ' TCPT _ NL ' ] ) ; googletag . defineSlot ( ' / 1008496 / gujarati - island - 300x250 ' , [ [ 300,250 ] , [ 300,600 ] ] , ' div - gpt - ad - 1384836365243 - 2 ' ) . addService ( googletag . pubads ( ) ) . setTargeting ( ' tcpt ' , ( tcpt _ loaded & & window . tercept . gettcptTarget ( ' / 1008496 / gujarati - island - 300x250 / div - gpt - ad - 1384836365243 - 2 ' , [ [ 300,250 ] , [ 300,600 ] ] , 1 ) ) | | [ ' TCPT _ NL ' ] ) . setTargeting ( ' tcpt2 ' , ( tcpt _ loaded & & window . tercept . gettcptTarget ( ' / 1008496 / gujarati - island - 300x250 / div - gpt - ad - 1384836365243 - 2 ' , [ [ 300,250 ] , [ 300,600 ] ] , 2 ) ) | | [ ' TCPT _ NL ' ] ) . setTargeting ( ' tcpt3 ' , ( tcpt _ loaded & & window . tercept . gettcptTarget ( ' / 1008496 / gujarati - island - 300x250 / div - gpt - ad - 1384836365243 - 2 ' , [ [ 300,250 ] , [ 300,600 ] ] , 3 ) ) | | [ ' TCPT _ NL ' ] ) ; if ( screen . width > = 1280 ) { googletag . defineSlot ( ' 1008496 / oneindia - inside - gujarati - right - rail ' , [ [ 160,600 ] , [ 120,600 ] , [ 300,250 ] , [ 300,600 ] ] , ' div - gpt - ad - 1433158874614 - 1 ' ) . addService ( googletag . pubads ( ) ) ; } if ( data _ match _ vdo ) { googletag . defineSlot ( ' / 1008496 / Virool - Inline - Video - RP ' , [ 1,1 ] , ' div - gpt - ad - 1542173993327 - 0 ' ) . addService ( googletag . pubads ( ) ) ; } if ( document . getElementById ( ' div - gpt - ad - 1468990096444 - 0 ' ) ) { googletag . defineSlot ( ' / 1008496 / oi - guj - inarticle - 300x250 - 1 ' , [ 300,250 ] , ' div - gpt - ad - 1468990096444 - 0 ' ) . addService ( googletag . pubads ( ) ) ; } if ( document . getElementById ( ' div - gpt - ad - 1468990096444 - 1 ' ) ) { googletag . defineSlot ( ' / 1008496 / oi - guj - inarticle - 300x250 - 2 ' , [ 300,250 ] , ' div - gpt - ad - 1468990096444 - 1 ' ) . addService ( googletag . pubads ( ) ) ; } if ( document . getElementById ( ' div - gpt - ad - 1506054776114 - 0 ' ) ) { googletag . defineSlot ( ' / 1008496 / vuukle - comments - 300x250 ' , [ [ 250,250 ] , [ 300,250 ] , [ 400,250 ] , [ 480,300 ] , [ 728,90 ] , [ 970,90 ] , [ 970,250 ] , [ 600,300 ] , [ 600,338 ] , [ 300,600 ] ] , ' div - gpt - ad - 1506054776114 - 0 ' ) . addService ( googletag . pubads ( ) ) ; } if ( document . getElementById ( ' div - gpt - ad - 1378114593997 - 1 ' ) ) { googletag . defineSlot ( ' / 1008496 / news - inside - page - island - 300x250 ' , [ [ 160,600 ] , [ 120,600 ] , [ 300,250 ] , [ 300,600 ] ] , ' div - gpt - ad - 1378114593997 - 1 ' ) . addService ( googletag . pubads ( ) ) ; } var containerElem = document . getElementById ( ' containerMain ' ) ; if ( containerElem ) { if ( containerElem . hasAttribute ( ' data - adcont _ identity ' ) ) { var oicmscontidentify = containerElem . getAttribute ( ' data - adcont _ identity ' ) ; if ( oicmscontidentify = = "" true "" ) { target _ words . push ( ' oicmscontidentify ' ) ; } } } googletag . pubads ( ) . setTargeting ( "" host "" , location . hostname ) ; googletag . pubads ( ) . setTargeting ( "" curl "" , window . location . href . split ( ' ? ' ) [ 0 ] ) ; window . streamampClientConfig = { targets : { topic : target _ words } } ; window . streamamp . initialize ( true ) ; googletag . pubads ( ) . addEventListener ( ' slotRenderEnded ' , function ( event ) { var slotId = event . slot . getSlotElementId ( ) ; var eachSize = event . slot . getSizes ( ) [ 0 ] [ ' l ' ] + ' x ' + event . slot . getSizes ( ) [ 0 ] [ ' j ' ] ; if ( eachSize = = = ' 300x250 ' ) { if ( event . isEmpty ) { backupAds ( slotId , ' computer ' , 300,250,1 ) ; } } } ) ; } ) ; } catch ( err ) { console . log ( "" article - page - ad : "" + err ) ; } function backupAds ( divId , device , width , height , styleFlag ) { var ad _ frame = document . createElement ( "" iframe "" ) ; ad _ frame . src = "" / common / adaptive / mobi / ads / backup - ad . html ? device = "" + device ; ad _ frame . id = "" google _ ad _ frame "" ; ad _ frame . scrolling = "" no "" ; ad _ frame . width = width + "" px "" ; ad _ frame . height = height + "" px "" ; ad _ frame . style . border = "" none "" ; if ( styleFlag = = 1 ) { ad _ frame . style . float = "" left "" ; } var refnode = document . getElementById ( divId ) ; document . getElementById ( divId ) . innerHTML = ' ' ; document . getElementById ( divId ) . style . display = ' block ' ; document . getElementById ( divId ) . appendChild ( ad _ frame ) ; }" sports,"બેંગ્લોર , 1 નવેમ્બરઃ ભારત અને ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમો વચ્ચે શનિવારે એમ . ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સાત મેચોની શ્રેણીની અંતિમ વનડે મેચ રમાવાની છે . ભારતે છઠ્ઠી મેચમાં જે રીતે પ્રદર્શન કર્યુ હતુ , તેને જોઇને તે શ્રેણી જીતશે તેવી સંભાવનાઓ પ્રબળ થઇ રહી છે . આ શ્રેણીમાં બન્ને ટીમો 2 - 2 અંક સાથે બરોબરી પર છે . ઓસ્ટ્રેલિયાએ પુણે અને મોહાલીમાં જીત નોંધાવી હતી , જ્યારે ભારતે જયપુર અને નાગપુરમાં 300થી વધુ રનના લક્ષ્યનો પીછો કરતા ધમાકેદાર જીત હાંસલ કરી હતી . રાંચી અને કટકમાં થનારી ક્રમશઃ ચોથી અને પાંચમી વનડે વરસાદના કારણે ધોવાઇ ગઇ હતી . જો ચાર મેચો પૂર્ણ થઇ ગઇ છે , તેમાં બોલિંગ નબળી અને બેટિંગ શક્તિશાળી પૂરવાર થઇ છે . બોલર્સે આ ચારેય મેચોમાં માત્ર 52 વિકેટ હાંસલ કરી છે , તો બીજી તરફ બેટ્સમેનોએ કુલ 2889 રન બનાવ્યા છે . ચિન્નાસ્વામી સ્ટેડિયમની પીચ પણ બેટ્સમેનોને મદદ કરતી છે અને તેથી આ મેચમાં પણ બેટ્સમેનો છવાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે ." sports,"મુંબઇ , 18 નવેમ્બરઃ આજે એક પ્રશ્ન દરેક ક્રિકેટ પ્રેમીને ઉઠી રહ્યો છે કે , જ્યારે ક્રિકેટના મહાન ખેલાડી સચિન તેંડુલકર દ્વારા ક્રિકેટને અલવીદા કહેવામાં આવ્યું ત્યારે ભારતીય ક્રિકેટ બોર્ડના ચીફ સિલેક્ટર સંદીપ પાટીલ ક્યાં જતા રહ્યાં છે . કેટલાક પૂર્વ ખેલાડીઓને પણ વિશ્વાસ છે કે , ત્રણેય દિવસ કે જે સમયે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં મેચ ચાલી રહી હતી , એ સમયે પણ સંદીપ પાટીલ ત્યાં જોવા મળ્યા નહોતા . આ અંગે એક પૂર્વ ક્રિકેટરે કહ્યું કે , મે સંદીપ પાટીલને સચિનની અંતિમ મેચ દરમિયાન વીઆઇપી બોક્સમાં પણ જોયા નહોતા . નોંધનીય છે કે , સચિન તેંડુલકરે જ્યારે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનું વિચાર્યું ત્યારે તેણે બીસીસીઆઇને પત્ર લખ્યો હતો , ના કે સંદીપ પાટીલને . આ ઉપરાંત સચિન દ્વારા તેની ફેરવેલ સ્પીચ દરમિયાન પણ વિવાદ હોવાની વાત આડકતરી રીતે જણાઇ રહી હતી , કારણ કે સચિને પોતાની ફેરવેલ લિસ્ટમાં હાલની પસંદગી કમિટીનો ઉલ્લેખ કર્યો નહોતો . જો કે , બીજી તરફ સંદીપ પાટીલ એ વાતનો ઇન્કાર કરી રહ્યાં છે કે , સચિન દ્વારા લેવામાં આવેલી નિવૃત્તિ પાછળ તેમનો હાથ છે . તેમણે કહ્યું કે , સચિનને મળવું એક ગૌરવની વાત હશે , પરંતુ હું તેમને છેલ્લા 10 મહિનાથી મળ્યો નથી . ના તો મે તેમને ફોન કર્યો છે અને ના તો તેમણે મને ફોન કર્યો છે . નોંધનીય છે કે , ઉક્ત વાત તેમણે સપ્ટેમ્બર મહિનામાં કહીં હતી , જ્યારે સચિનના ભવિષ્ય અંગે પ્રશ્નાર્થ થઇ રહ્યાં હતા ." entertainment,"આલિયા ભટ્ટ અને શાહરુખ ખાનની આવનારી ફિલ્મ ડિયર ઝીંદગીની ઘોષણા થઇ ચુકી છે . ગૌરી સિંધેના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મનું ટ્રેલર દિવાળીમાં રિલીઝ કરવામાં આવશે . બધાને જ ખબર છે કે દિવાળીમાં અજય દેવગનની ફિલ્મ શિવાય અને કરણ જોહરની ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલ રિલીઝ થવા જઈ રહી છે . આપણે જણાવી દઈએ કે આલિયા ભટ્ટ અને શાહરુખ ખાનની આવનારી ફિલ્મ ડિયર ઝીંદગીનું ટ્રેલર કરણ જોહરની ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલ સાથે જોડવામાં આવશે . એટલે કે 28 ઓક્ટોબરે શાહરુખ ખાનની આવનારી ફિલ્મ ડિયર ઝીંદગીનું ટ્રેલર પણ સામે આવી જશે . આ ફિલ્મમાં શાહરુખ ખાન અને આલિયા ભટ્ટની સાથે અલી ઝફર , આદિત્ય રોય કપૂર અને કુણાલ કપૂર મુખ્ય રોલમાં જોવા મળશે . આ ફિલ્મ 25 નવેમ્બરે રિલીઝ થશે . ડિયર ઝીંદગી માટે કેટલાકે સવાલ પણ કર્યા હતા કે શાહરુખ ખાન 50 વર્ષના છે અને આલિયા ભટ્ટ 22 વર્ષના છે . તો આ જોડી કઈ રીતે બરાબર દેખાય ગૌરી શિંદેએ સાફ સાફ શબ્દોમાં જણાવ્યું કે આ ખુબ જ અલગ પ્રકારની કહાની છે અને તેમના અલગ રીતે તો લવ ટ્રાઇએન્ગલ છે ." sports,"તેંડુલકરે કહ્યું કે હું મારા માટે કોઇ લક્ષ્ય નક્કી નથી કરતો , જો હું લક્ષ્ય બનાવીશ તો પણ તેને હું મારા સુધી જ સિમિત રાખીશ . હુ થોડોક અંધવિશ્વાસુ છું . તેણે અહીં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે ટીમનું લક્ષ્ય ટૂર્નામેન્ટ જીતવાનું છે અમે બધા એવું ઇચ્છીએ છીએ . મુંબઇ ઇન્ડિયન્સના પ્રશસકો માટે આ શાનદાર ભેટ હશે . હું હંમેશા ખિતાબ જીતવા માંગતો હતો . અમે મેદાનમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી જીત હાંસલ કરવા માટે જઇએ છીએ , બાકી બધું ભગવાનના હાથમાં હોય છે . તેંડુલકર આ આઇપીએલ સત્રમાં પૂર્વ ઓસ્ટ્રેલિયન સુકાની રિકી પોન્ટિંગના નેતૃત્વ હેઠળ રમશે . તેણે કહ્યું કે ટીમ ટૂર્નામેન્ટ માટે તૈયાર છે અને ટ્રોફી જીતવા માટે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે . તેંડુલકરે કહ્યું કે ગત સત્રોમાં પણ અમે હંમેશાથી ટૂર્નામેન્ટ જીતવા ઇચ્છતા હતા , પરંતુ તેવુ થઇ શક્યું નહી . અમે એકાદ બે વાર તેની નજીક પહોંચી ગયા હતા , અમે સેમીફાઇનલમાં પણ સ્થાન મેળવી લીધું છે . હું મુંબઇ ઇન્ડિયન્સ ટીમ અને ખેલાડીઓ તરફથી એવું વચન આપવા માંગુ છું કે અમારી પ્રતિબદ્ધતા , સમર્પણ અને ધ્યાન ખિતાબ જીતવા પર રહેશે . તેમણે કહ્યું કે કોઇપણ પરિણામની ગેરન્ટી નહીં લઇ શકે , પરંતુ અમે પ્રતિબદ્ધતાની ગેરન્ટી લઇ શકીએ છીએ . અમે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ હોઇશું અને અમે જેવું સમર્થન છેલ્લા પાંચ વર્ષથી મળતું આવ્યું છે એવું જ સમર્થન આ વખતે પણ મળશે તેવી આશા છે . આ પ્રકારનું સમર્થન મળવું શાનદાર હોય છે , જેમાં અમને એક ટીમ તરીકે સર્વશ્રેષ્ઠ કરવામાં મદદ મળે છે . મુંબઇ ઇન્ડિયન્સની ટીમ આઇપીએલ 2013માં પોતાના અભિયાનની શરૂઆત ચાર એપ્રિલે બેંગ્લોરમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ કરશે ." business,"આ વિસ્તારમાં ઘટતા ઉત્પાદન પર પ્રતિબંધ લગાવવામાં મદદ મળશે . રિલાયન્સ તથા તેના સહયોગી બ્રિટેનની બીપીને 155 મીટર ગેસ મળ્યો છે . આ કુવામાં ગત પાંચ વર્ષોથી ખોદકામ કરવામાં આવતું હતું . આ કુવાના ખોદકામ હાલની ડી1 તથા ડી3 ફિલ્ડથી બે કિલોમીટર નીચે ગઇ છે . રિલાયન્સ ઇડસ્ટ્રીઝ - બીપીને નિવેદનમાં કહ્યું છે કે કેજી - ડી6 એમજે1 કુવાનું ખોદકામ , 1,24 મીટર પાણીના નીચે ગયું છે . કુલ મળીને 4,509 મીટર ( સમુદ્રી તળેટીથી 4.5 કિલોમીટર ) ખોદકામ કર્યું . મેસોજોઇક સિનરિફ્ટ ક્લાસટિક વિસ્તારમાં ગેસની સંભાવનાની શોધ કરવા માટે આ ખોદકામ કરવામાં આવ્યું હતું જે હાલના ઉત્પાદક ભંડાર ધીરૂભાઇ - 1 તથા 3 ( ડી1 તથા ડી3 ) ગેસ ફિલ્ડથી 2,000 મીટર નીચે છે . નિવેદન અનુસાર આ કુવામાં લગભગ 155 મીટર ગેસ ભંડાર હોવાના સંકેત મળ્યા છે ." business,"આરપીએલ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( આરઆઈએલ ) ની સહિયોગી કંપની છે . નિયામકે આ કંપનીને ઈન્ડિયન પેટ્રોકેમિકલ્સ કોર્પ લિમિટેડ ( આરપીઆઈએલ ) નાં શેર્સમાં આંતરિક કારોબાર ( ઈનસાઈડર ટ્રેડિંગ ) કરવા માટે દોષિ ઠેરવ્યા છે . આરપીઆઈએલે વર્ષ 2007માં આઈપીસીએલનાં શેર્સમાં સોદા કરતા આંતરિક કારોબારનાં નિયમોને નેવે મુક્યા હતા . ખોટા સોદાઓ દ્વારા અંબાણીની કંપનીએ 3.82 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો . આઈપીસીએલ એક સરકારી કંપની હતી , જેને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ખરીદી હતી . કેટલાક સમય સુધી આ શેર બજારમાં એક અલગ લિસ્ટેડ કંપની બની રહી . પ્રમોટર સમૂહનાં એકમનાં કારણે આરપીઆઈએલને આઈપીસીએલનાં આરઆઈએલમાં વિલયની માહિતી પહેલેથી હતી . જેના આધારે કંપનીએ 22 ફેબ્રુઆરી , 2007થી 8 માર્ચ , 2008ની વચ્ચે સોદા કર્યા હતા . સેબીની તપાસ દરમિયાન આ માહિતી સામે આવી . તે સમયે મુકેશ અંબાણી આઈપીસીએલનાં ચેરમેન હતા ." entertainment,રિતિક રોશન અને કંગના રાણાવતનો હાઈ પ્રોફાઈલ ડ્રામા પૂરો થવોનું નામ જ નથી લેતો . બંને એવા સ્તર પર જઈ ચુક્યા છે કે કીચડ તો બંને પર જ ઉડવાનું છે . કંગના રાણાવતના વકીલનું માન્યે તો બોલિવૂડમાં કંગના રાણાવતના કેટલાક આપતિજનક વીડિયો વાયરલ થઇ રહ્યા છે . આ વીડિયો અને તસ્વીરો વાયરલ કરાવવાનું કામ ખુદ રિતિક રોશન કરી રહ્યા છે . એટલું જ નહી પરંતુ કંગના રાણાવતના વકીલનું કેહવું છે કે રિતિક રોશન ના નામનો ઉપયોગ કરીને ચેટ કરવાવાળું કોઈ બીજો વ્યક્તિ નહી પરંતુ ખુદ રિતિક રોશન જ છે . તેમને કંગના સાથે મજાક કરી છે અને જયારે કંગના ગંભીર થઇ ત્યારે તે આઈડી ને ફેક કહી દીધું . કંગના રાણાવતના વકીલે ઘણા દાવાઓ સાથે મુંબઈ પોલીસને આ મામલે સખત જાંચ કરવા માટેની અપીલ કરી છે . કંગના રાણાવતના વકીલે રિતિક રોશન પર કેટલાક ગંભીર આરોપ પણ લગાવ્યા છે . તે જુઓ . . . . . business,કેન્દ્ર સરકારે નાના વેપારીઓને મોટી છૂટ આપી તેમની દિવાળી સુધારી લીધી છે . સરકારે તેમના રિટર્ન દાખલ કરવાની સમય સીમા વધારી છે . જીએસટી લાગુ થયા પછી વ્યવસાયમાં થઇ રહેલી મુશ્કેલી અને અર્થવ્યવસ્થા પર પડી રહેલી તેની અસરને જોતા સરકારે નાના વેપારીઓને મોટી રાહત આપતા દર મહિને દાખલ કરવામાં આવતા જીએસટી રીટર્નના બદલે ત્રણ મહિને રિર્ટન ભરવાની માંગણીને મંજૂરી આપી દીધી છે . કમ્પાઉન્ડિંગ સ્કીમની સીમા 75 લાખ થી 1 કરોડ કરી દેવામાં આવી છે . સાથે જ વેપારીએ ત્રિમાસી રિટર્ન દાખલ કરવા મામલે પણ છૂટ આપવામાં આવી છે . જીએસટી કાઉન્સિલમાં બેઠક પછી નાણાં પ્રધાન અરુણ જેટલીએ કહ્યું કે બેઠકમાં નાના વેપારીઓની સમસ્યા પર ચર્ચા કરવામાં આવી હતી . જે પછી નિકાસકારો માટે ઇ - વોલેટ વ્યવસ્થા શરૂ કરવામાં આવ્યા છે . સાથે જ કમ્પાઉડિંગ સ્કીમ હેઠળ 75 લાખ રૂપિયાના ટર્નઓવરની સીમા વધારીને 1 કરોડ રૂપિયા કરવામાં આવી છે . આવા વેપારીઓ હવે 3 મહિનાના કુલ વેચાણ 1 ટકા જમા કરી રિટર્ન દાખલ કરી શકે છે . રિવર્સ ચાર્જની વ્યવસ્થા પણ આવનારા વર્ષની 31 માર્ચ સુધી સ્થગિત કરી લેવામાં આવી છે . સાથે જ જેમ્સ એન્ડ ઝ્વેલરી પર સરકારે પોતાની પહેલાની સૂચનાઓ રદ્દ કરી ટૂંક સમયમાં નવી સૂચનાઓ જાહેર કરવાની વાત કરી છે . આમ જીએસટી લાગુ કર્યાના 3 મહિના પછી સરકારે જીએસટી મામલે આવી રહેલી મુશ્કેલીઓનું નિરાકરણ શોધવાનો પ્રયાસ શરૂ કર્યો છે . business,"નવી દિલ્હી , 28 ઓગસ્ટ : કર્મચારી ભવિષ્ય નિધિ યોજના સંગઠન ( ઇપીએફઓ ) ની પેન્શન યોજનામાં લઘુત્તમ માસિક પેન્શન રૂપિયા 1000 કરવા અંગેનું જાહેરનામુ આજે બહાર પડયું છે . આ સાથે કર્મચારીઓની સામાજીક સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વના એવા ઇપીએફ માટે વેતનની સીમા પણ વધારીને રૂપિયા 15,000 કરી દેવામાં આવી છે . આ સુધારાનું અમલીકરણ 1લી સપ્ટેમ્બરથી શરૂ થશે . કર્મચારી પેન્શન યોજના 1995 ( ઇપીએસ - 95 ) માં ન્યુનતમ પેન્શન રૂપિયા 1,000 કરવાથી તત્કાલ 28 લાખ પેન્શન ધારકોને ફાયદો થશે . કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ( ઇપીએફઓ ) ના અંશ ધારક બનવાની પાત્રતા માટે વેતનની સીમાને રૂપિયા 6,500થી વધારીને રૂપિયા 15,000 કરવાથી સંગઠિત ક્ષેત્રના 50 લાખ વધુ કર્મચારીઓ આ યોજનાના દાયરામાં આવી જશે . કેન્દ્રીય ભવિષ્ય નિધિ કમિશ્નર કે કે ઝાલને કહયું છે કે સરકારે વેતન સીમા વધારીને રૂપિયા 15,000 દર મહિને કરવાથી ઇપીએસ 95 હેઠળ ન્યુનતમ માસિક વેતન 1,000 રૂપિયા અને કર્મચારીની ઇપીએફ હેઠળની ઇડીએલઆઇ યોજના હેઠળ અધિકતમ વીમા રકમ ( પારિવારિક પેન્શન ) 3 લાખ રૂપિયા કરવાનું જાહેરનામુ પણ બહાર પાડવામાં આવ્યુ છે . તેમણે કહયું હતું કે હવે ઇડીએલઆઇ હેઠળ વધુમાં વધુ વીમા રકમ 3.60 લાખ રૂપિયા થઇ જશે . જેમાં જાહેરનામા હેઠળ નકકી કરવામાં આવેલી રકમ પર 20 ટકા ( 60,000 રૂપિયા ) લાભ પણ સામેલ થશે . આનો અર્થ એ છે કે જો ઇપીએફ ધારકનું મૃત્યુ થાય તો તેના પરિવારના હાલ મળનાર 1.56 લાખ રૂપિયાને બદલે રૂપિયા 3.60 લાખ મળશે . તેમણે કહયુ હતુ કે ન્યુનતમ પેન્શન , વેતન સીમા અને ઇડીએલઆઇ અંગેનું જાહેરનામુ 1લી સપ્ટેમ્બરથી લાગુ થશે . આજ રીતે એ તમામ પેન્શન ધારકો જેમને હાલ 1,000 રૂપિયા દર મહિનાથી ઓછુ પેન્શન મળે છે તેઓને ઓકટોબરથી ઓછામાં ઓછી આટલી રકમ મળશે . ઇપીએસ 95 હેઠળ પાત્રતા પ્રદાન કરવાનો ફેસલો કેન્દ્રીય મંત્રી મંડળે 28મી ફેબ્રુઆરીએ લીધો હતો . પરંતુ આચારસંહિતાને કારણે તે લાગુ થઇ શકયો નહોતો . આ ફેસલાથી લગભગ 28 લાખ પેન્શન ધારકોને ફાયદો થશે . જેમાં 5 લાખ વિધવાઓનો પણ સમાવેશ થાય છે . કુલ મળીને ઇપીએફઓના દાયરામાં 44 લાખ પેન્શન ધારકો આવે છે . ઇપીએફઓ નિર્ણય કરતી સંસ્થા સીબીટીએ પ ફેબ્રુઆરીના રોજ બેઠક કરી હતી અને એ માટે ઇપીએસ ૯પમાં ફેરફાર કરવા નિર્ણય લીધો હતો ." business,"આપ આપના પ્રોવિડન્ડ ફંડ એટલે કે પીએફ ખાતાને આશીર્વાદ માનીને અને ભવિષ્ય માટે રોકાણના એક સાધન સમજીને ખાસ ધ્યાન નથી આપતા ? તો આપે સાવધાન રહેવાની જરૂર છે . વળી , જો આપે પાછલી કંપનીની નોકરી છોડીને નવી નોકરી શરૂ કર્યા બાદ પોતાના પીએફના પૈસા નથી ઉપાડ્યા ? તો આપના નાણા છૂમંતર થઇ જાય એ પહેલા તેનો ઉપાડ કરી લેવો જોઇએ . ભારતના ગુપ્તચર તંત્ર પાસે એવી માહિતી આવી છે કે હેકર્સની એક ગેંગની નજર ભારતીયોના પીએફ ખાતાઓ પર છે . આ હેકર્સ પીએફ ખાતામાંથી મોટી રકમ ઉડાવી દેવાની ફિરાકમાં છે . અંગ્રેજી બિઝનેસ દૈનિક બિઝનેસ સ્ટાન્ડર્ડના એક અહેવાલ અનુસાર અત્યાર સુધીમાં હેકર્સે નકલી દાવાઓ કરીને રૂપિયા 2 કરોડથી વધારે રકમ પર હાથ સાફ કરી લીધો છે . તેમાંથી મોટા ભાગના ખાતાઓમાં બેલેન્સ ખૂબ ઓછું હતું . આ માટે હેકર્સે મોટા ભાગે એવા ખાતાઓને નિશાન બનાવ્યા હતા જે બેકાર કે નિષ્ક્રિય પડ્યા હતા . માહિતગારોનું કહેવું છે કે જો આપને આપના પીએફ ખાતામાં કોઇ પણ પ્રકારની ગરબડ જણાય તો તેની માહિતી એમ્પ્લોઇઝ પ્રોવિડન્ડ ફંડ ઓર્ગેનાઇઝેશન ( ઇપીએફઓ ) ને ચોક્કસ આપવી . જેમના દ્વારા આપને આપના ખાતાની સુરક્ષા અંગે માહિતી મળશે . જો ઇપીએફઓ આપને આપના રેકોર્ડ ચકાસવાની અનુમતી આપતા નથી તો આપ માહિતીના અધિકાર કાયદા હેઠળ માહિતી પ્રાપ્ત કરી શકો છે ." sports,"સૂત્રોએ જણાવ્યા પ્રમાણે તેન્ડુલકર મુંબઇ માસ્ટર્સ ટીમનો બહારી ચહેરો હશે , જેમ શાહરુખ ખાન કોલકતા નાઇટ રાઇડર્સનો ચહેરો છે . સૂત્રોએ કહ્યું કે , ફ્રેન્ચાઇઝીમાં તેમનો એક હિસ્સો હશે , જ્યારે બાકી હિસ્સો બીજી કંપનીનો હશે . તે એક ભાગીદાર હશે . ભારતીય બેડમિન્ટન લીગના પહેલા સત્રમાં મુંબઇ , પુણે , હૈદરાબાદ , દિલ્હી , બેંગ્લોર અને લખનઉ ટીમ હશે . ટીમોના માલિકોની ઘોષણા આ મહિને કરવામાં આવશે . સૂત્રોએ જણાવ્યું કે , લખનઉ ટીમના માલિક સહારા સમૂહ હશે , જ્યારે ડાબર પુણે ટીમ ખરીદશે . બેંગ્લોરના માલિક પણ નક્કી થઇ ચૂક્યા છે . દિલ્હી અને કર્ણાટક રીયલ એસ્ટેટ સમૂહ ખરીદશે . દશ લાખ ડોલરની આઇબીએલને બે મહિના બાકી છે અને આયોજક નજીકના ભવિષ્યમાં વધુ પ્રવાસ કરશે ." sports,"IPLનો ખિતાબ 2 વાર જીતી ચૂકેલ કોલકત્તા નાઈટ રાઈડર્સ માટે આ વખતની સિઝનમાં પણ રોમાંચક થતો જઈ રહ્યો છે . ટીમે શુક્રવારે મહત્વના મુકાબલામાં કિંગ્ઝ ઈલેવન પંજાબને હરાવીને 13 મેચોમાં 12 પોઈન્ટ મેળવી લીધા છે . તેને પ્લેઓફમાં પહોંચાડવા માટે છેલ્લી મેચમાં મોટી જીત મેળવવી પડશે . મેચમાં હીરો સાબિત થયેલા બેટ્સમેન શુબમન ગિલ જેણે અંત સુધી બેટિંગ કરીને ટીમને જીત અપાવી . શુબમનના દાવથી તેનો પરિવાર તો ખુશીથી ઝુમ્યો અને ટીમના માલિક શાહરુખ ખાન પણ ખુશ થયા અને તેમણે તેના પિતા લખવિંદર ગિલ માટે એક મઝાનું ટ્વિટ કર્યુ . શુબમને 49 બોલમાં અણનમ 65 રન કર્યા જેમાં 5 ચોગ્ગા અને 2 છક્કા શામેલ છે . આ તેની આ સિઝનની અડધી સદી છે . શુબમને જેવી અડધી સદી પૂરી કરી તો તેના પપ્પા ડક આઉટની તરફ અચાનક ભાંગડા કરતા જોવા મળ્યા . વળી તેની મા તાળીઓ વગાડવા લાગી . જીત બાદ શાહરૂખ પણ તેના પપ્પાના ડાંસથી ઈમ્પ્રેસ થયા . તેમણે ટ્વીટ કરે બધા ખેલાડીઓને આના અભિનંદન આપ્યા અને સાથે લખ્યુ , ' આજની રાત પપ્પાની છે . પપ્પા અને પરિવાર માટે 3 ચીયર્સ . ' તમને જણાવી દઈએ કે પંજાબની ટીમે મેચ પહેલા બેટિંગ કરીને 6 વિકેટ ગુમાવીને 183 રન બનાવ્યા . સેમ કુરેને અણનમ 55 અને નિકોલસે પૂરને 48 રનનો દાવ રમ્યો . જવાબમાં કોલકત્તાને ક્રિસ લિન અને શુબમન રૂપે સારી શરૂઆત મળી . બંને વચ્ચે પહેલી વિકેટ માટે 62 રનની ભાગીદારી થઈ . ક્રિસ લિને 22 બોલમાં 46 રન બનાવીને આઉટ થઈ ગયા પરંતુ શુબમન ટકી રહ્યા . ત્યારબાદ રોબિન ઉથપ્પા 22 રન અને આંદ્રે રસેલ 24 રન બનાવીને આઉટ થયા પરંતુ શુબનમ ગિલ ન થમ્યા . કોલકત્તાની 13 મેચોના 12 પોઈન્ટ છે . જો તે પોતાની છેલ્લી મેચ જીતી જાય તો પ્લેઓફમાં પહોંચી શકે છે . આ પણ વાંચોઃ જાનલેવા વિપત્તિથી બચવાની રીતો ઓડિશા પાસેથી શીખે અમીર દેશઃ અમેરિકી મીડિયા" sports,"ટેસ્ટ અને વન - ડે ક્રિકેટમાં રનનો વરસાદ વરસાવનાર દુનિયાના મહાન બેટ્સમેન સચીન તેંડુલકર 198 ટેસ્ટ મેચ અને 463 વન - ડે ઈન્ટરનેશનલ મેચોમાં 100 ઈન્ટરનેશનલ સદી ફટકારનાર સચીન ચાલીસીમાં પ્રવેશ્યો હોવા છતાં ક્રિકેટ રમવાની તેની ધગશમાં કોઈ જ ઘટાડો થયો નથી . મેદાનમાં ટીમ વતી શ્રેષ્ઠ રીતે પરફોર્મ કરવાની ઈચ્છા આજે પણ એટલી જ પ્રબળ છે જેટલી 1989માં 16 વર્ષની વયે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એન્ટ્રી કરતી વખતે હતી . છેલ્લા કેટલાક સમયથી તેમની નિવૃત્તિ વિશેની ચર્ચા થઈ રહી છે . બે વર્ષ પહેલાં તેનું એક સપનું સાકાર થયું હતું . ભારતની વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય હોવાનું . ત્યારબાદ સચીને વન ડે ક્રિકેટને રામ રામ કરી દીધા છે . વર્ષ 2011માં ભારત વર્લ્ડ કપ જીત્યું ત્યાર પછી સચીન 21 ટેસ્ટ મેચો રમ્યો છે , પણ એમાં તે 31.80ની સરેરાશ સાથે માત્ર 1145 રન ફટકારી શક્યા હતા . તેમ છતાં કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને ક્રિકેટ બોર્ડે સચીનની નિવૃત્તિનો નિર્ણય તેની પર છોડ્યો છે . સચીન ટેસ્ટ ક્રિકેટમાં 51 સેન્ચૂરી કરી ચૂક્યો છે જ્યારે વન ડે ક્રિકેટમાં એમણે 49 સેન્ચૂરી નોંધાવી છે . ટેસ્ટ મેચોમાં તેમણે 15,738 રન કર્યા છે જ્યારે વન ડે ક્રિકેટમાં 18426 રન કર્યા છે . પ્રથમ કક્ષાની ક્રિકેટમાં એના નામે 307 મેચોમાં 25,228 રનનો આંકડો બોલે છે ." business,હવેથી આપનું ખાતું જે બેંકમાં હોય તે બેંક સિવાયના એટીએમમાંથી પૈસા ઉપાડવાનું મોંઘુ બનવા જઇ રહ્યું છે . બીજી બેંકોના એટીએમમાંથી દર મહિને નિઃશુલ્ક ઉપાડ વ્યવહારની મર્યાદા પાંચથી ઘટાડીને હવે માત્ર બે વારકરી દેવામાં આવશે . જો કે નવો નિયમ ક્યારથી અમલી બનશે તે અંગે કોઇ સ્પષ્ટતા આપવામાં આવી નથી . રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ગ્રામીણ વિસ્તારોમાં અગાઉના નિયમોને ચાલુ રાખવાના નિર્દેશો આપ્યા છે . જ્યારે શહેરી વિસ્તારોમાં નવો નિયમ લાગુ પડશે . ગ્રામીણ વિસ્તારોમાં એટીએમ ધારકોને નજીકના એટીએમ વિશે માહિતી આપવાનો નિર્દેશ પણ RBIએ કર્યો છે . હવે અન્ય બેંકના એટીએમમાંથી બે વારથી વધુ વાર રૂપિયા ઉપાડવાના વ્યવહાર પર પ્રતિ વ્યવહાર 20 રૂપિયાથી વધુનો ચાર્જ વસૂલ કરવામાં આવશે . જ્યારે બિન નાણાકીય વ્યવહાર માટે રૂપિયા 9 ચાર્જ વસૂલ કરવામાં આવશે . છેલ્લા ઘણા સમયથી અન્ય બેંકોના એટીએમમાંથી રૂપિયા ઉપાડવાની મર્યાદા ઘટાડવાની માગ કરી રહ્યા હતી . આ સાથે બેંકો એવું પણ ઈચ્છતી હતી કે પાંચથી વધુ વાર એટીએમમાંથી પૈસા ઉપાડવા પર લેવાતો ચાર્જ પણ વધવો જોઈએ . બેંકોની દલીલ છે કે અન્ય બેંકોના એટીએમનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે . એટીએમ ધારકો વધુમાં વધુ રૂપિયા કાઢે છે . આથી બેંકોને નુકસાન જાય છે . બેંકોની એવી પણ દલીલ છે કે સિક્યૂરિટીના નવા નિયમોને લઈને આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકાને કારણે પણ તેમનો ખર્ચ વધી ગયો છે . જેની ભરપાઈ તેઓ આ રીતે કરવા માંગે છે . હાલમાં અન્ય બેંક એટીએમમાંથી રૂપિયાના ઉપાડ પર પ્રતિ ટ્રાન્ઝિક્શન 15 રૂપિયાનો ચાર્જ લાગતો હતો . નોંધનીય છે કે વર્ષ 2009માં અન્ય બેંકોના એટીએમના ઉપયોગને તદ્દન ફ્રી કરી દેવાયો હતો . બાદમાં બંકોના કહેવાથી મહિને માત્ર 5 ફ્રી ટ્રાન્ઝિક્શન માન્ય રખાયા હતા . sports,"ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રણ ટેસ્ટ મેચ સીરિઝની 3જી ટેસ્ટની છેલ્લી મેચ સોમવારે પલ્લેકલ ખાતે રમાઇ હતી . ત્રીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ભારતે આ મેચ તથા ઇનિંગમાં 171 રનથી વિજય મેળવ્યો હતો . ભારતના શિખર ધવન અને હાર્દિક પંડ્યાએ શાનદાર રમતનું પ્રદર્શન કરતાં સદી ફટકારી હતી . આ પહેલીવાર ભારતીય ટીમ વિદેશમાં કોઇ ટેસ્ટ સીરિઝ પર 3 - 0થી કબજો કરવામાં સફળ રહી છે . કપ્તાન વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમે પહેલી મેચ 304 રનના અંતર સાથે તથા બીજી મેચ 53 અને ઇનિંગથી જીતી હતી . સ્કોર અપડેટ્સઃ ભારતીય ટીમ ( પ્લેઇંગ ઇલેવન ) : શિખર ધવન , કે . એલ . રાહુલ , ચેતેશ્વર પૂજારા , વિરાટ કોહલી ( કપ્તાન ) , અજિંક્ય રહાણે , હાર્દિક પંડ્યા , રિદ્ધિમાન સાહા ( વિકેટ કીપર ) , રવિચંદ્રન અશ્વિન , કુલદીપ યાદવ , ઉમેશ યાદવ , મહમ્મદ શમી શ્રીલંકા ટીમ ( પ્લેઇંગ ઇલેવન ) : દિમૂથ કરુણારત્ને , ઉપુલ થરંગા , કુસલ મેંડિસ , ધનંજય ડીસિલ્વા , દિનેશ ચાંડીમલ ( કપ્તાન ) , એન્જેલો મેથ્યૂઝ , નિરોશન ડિક્વેલા ( વિકેટ કીપર ) , રંગના હેરાથ , દિલરુવાન પરેરા , મલિંડા પુષ્પાકુમારા , નુવાન પ્રદીપ" business,"દર પખવાડિયે પેટ્રોલના ભાવમાં ફેરફાર કરવાના લેવાયેલા નિર્ણય અંતર્ગત , ભાવમાં નવો વધારો કરાયો છે . નવો ભાવવધારો આજે મધરાતથી અમલમાં આવશે . છેલ્લા સાડા ત્રણ મહિનામાં આ પહેલો મોટો ભાવ વધારો છે . છેલ્લો ભાવ વધારો 1 જૂનના રોજ કરવામાં આવ્યો હતો . જ્યારે આંતરરાષ્ટ્રીય ફ્યુઅલ માર્કેટમાં ઘટાડાને પગલે ચાર વાર કિંમતો ઘટાડવામાં પણ આવી હતી . આ ભાવ વધારા અંગે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ( આઇઓસી ) એ એક નિવેદનમાં જણાવ્યું છે કે "" છેલ્લા ભાવ ફેરબદલ બાદ રૂપિયાના મૂલ્યમાં સતત ઘટાડો જોવા મળ્યો છે . આ મસય દરમિયાન આંતરરાષ્ટ્રીય એમએસ ( મોટર સ્પિરિટ ) ની કિંમતોમાં પણ વધારો નોંધાયો છે . આ બંને પરિબળોને પગલે કંપનીએ ભાવ વધારવાની ફરજ પડી છે . """ entertainment,"સલમાન ખાન બૉલીવુડમાં સૌથી ચર્ચિત અભિનેતા ગણાય છે . તેમની ફિલ્મો આવવાની હોય , આવી ગઈ હોય , ફ્લૉપ ગઈ હોય કે પછી સફળ નિવડી હોય . સલમાન ખાન તમામ બાબતોમાં ચર્ચાસ્પદ રહે છે , તો તેમનો પરિવાર પણ ટૉક ઑફ ધ ટાઉન બનતો રહે છે . હવે વાત જ્યારે પરિવારની આવી છે , તો આપને જણાવી જ દઇએ કે સલમાન ખાનના ઘરે ટુંકમાં જ લગ્નની શરણાઈ વાગવાની છે . જો જો રખે ચૂકતાં . સલમાન ખાન લગ્ન કરવા નથી જઈ રહ્યાં . તેઓનો હાલ લગ્ન કરવાનો કોઈ ઇરાદો પણ નથી . આ તો તેમના નાના બહેન અર્પિતા ખાનની ડોલી ઉઠવાની વાત થઈ રહી છે . આપના મનમાં પ્રશ્ન ઉપસ્થિત થતો હશે કે કોણ બનવા જઈ રહ્યો છે સલમાનનો બીજો બનેવી . સલમાનની મોટી બહેન અલવીરા ખાને તો અતુલ અગ્નિહોત્રી સાથે લગ્ન કર્યા છે . આમ અતુલ સલમાનના પહેલા બનેવી છે . હવે વારો અર્પિતાનો આવ્યો છે . જાણવા મળે છે કે અર્પિતા ખાન બહુ જલ્દી લગ્ન કરી લેવાની છે અને તેમના સપાનાના રાજકુમારનુ નામ છે આયુષ શર્મા . આમ અર્પિતા ખાન ટુંકમાં જ મિસિસ શર્મા બની જશે . અર્પિતા અને દિલ્હીના આયુષ શર્મા ઘણા સમયથી ડેટિંગ કરતા હતાં . જાણવા મળે છે કે બંને જાન્યુઆરીમાં લગ્ન કરી લેવાના છે . લગ્ન પહેલા તાજેતરમાં જ અર્પિતા ખાને સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર આયુષ સાથેની તસવીરો શૅર કરી અને કૅપ્શનમાં લખ્યું - ટુંકમાં જ મિસિસ શર્મા બનીશ . ચાલો આપને બતાવીએ અર્પિતાના રાજકુમાર આયુષની તસવીરો :" sports,"ક્રિકેટને અલવિકા કહીં ચૂકેલા મહાન ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર ચાલું વર્ષે ઇન્ટરનેટ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવતા ખેલાડી બની ગયા છે . ગુગલ દ્વારા જારી કરવામાં આવેલા આકંડાઓ અનુસાર , સચિન સૌથી વધુ સર્ચ કરવામાં આવતી ભારતીય હસ્તીઓમાં ટોપ 10માં સામેલ છે . તેંડુલકર ઉપરાંત સર્વાધિક સર્ચ થનારા ખેલાડીઓમાં મિલ્ખા સિંહ , ભારતીય ક્રિકેટ ટીમના સુકાની મહેન્દ્ર સિંહ ધોની , અર્જેન્ટિના ફુટબોલ ટીમના સ્ટાર સ્ટ્રાઇકર લિયોનેલ મેસી , સ્વિટ્ઝરલેન્ડના ટોચના ટેનિસ સ્ટાર રોજર ફેડરર , ભારતની ટોચની મહિલા ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા , રાહુલ દ્રવિડ , ક્રિસ ગેલ , રવિન્દ્ર જાડેજા અને ભારતીય ટોચ બેડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલ સામેલ છે . દૂરસંચાર કંપની ભારતીય એરટેલ દ્વારા બુધવારે જારી એરટેલ મોબીટ્યૂડ 2013ના નિર્ણયો અનુસાર પણ ખેલની શ્રેણીમાં સચિન તેંડુલકર સર્વાધિક સર્ચ કરવામાં આવનારી હસ્તીઓમાં સૌથી ઉપર રહ્યાં અને ગયા વર્ષની સરખામણીએ 124 ટકાની બઢત નોંધાવી . રોજર ફેડરર બીજા નંબર પર રહ્યાં . ધોની અને યુવરાજને ટોપ 5માંથી હટવું પડ્યું , તેમના સ્થાને સેરેના વિલિયમ્સ , સાનિયા મિર્ઝા અને સાઇના નેહવાલે લઇ લીધી છે . આઇપીએલ - 6ની ફાઇનલમાં પહોંચેલી રાજસ્થાન રોયલ્સના સુકાની રાહુલ દ્રવિડ ટોપ પાંચમાં રહ્યાં . નોંધનીય છે કે , આઇપીએલ - 6માં સ્પોટ ફિક્સિંગ અને સટ્ટેબાજીના આરોપમાં ફસાયેલા ત્રણેય ખેલાડી , એસ . શ્રીસંત , અજિત ચંડીલા અને અંકિત ચવ્હાણ પણ રાજસ્થાનની ટીમના જ હતા અને દ્રવિડે આ મામલે ગવાહી આપવાનું સ્વિકાર્યું હતું ." sports,"આવો જ એક રેકોર્ડ છે , એક ઇનિંગમાં સૌથી વધારે રન આપી દેનાર અને આ યાદીમાં ભારતીય ખેલાડીઓ ટોચ પર છે . આઇપીએલે અત્યારસુધી છ શ્રેણીમાં એક જ ઇનિંગમાં સૌથી વધારે રન આપવાનો રેકોર્ડ સનરાઇઝર્સ હૈદરાબાદના ઝડપી બોલર ઇશાંત શર્માના નામે નોંધાયેલો છે . આમ આ યાદીમાં પ્રારંભિક ત્રણેય બોલર ભારતીયો જ છે . ઇશાંત શર્માએ 8 મે 2013ના રોજ હૈદરાબાદમાં રમાયેલી આઇપીએલની 54મી મેચમાં ચેન્નાઇ સુપરકિંગ્સ વિરુદ્ધ ચાર ઓવર્સમાં પ્રતિ ઓવર 16.50ની એવરેજથી 66 રન આપ્યા . આ પહેલા આ રેકોર્ડ દિલ્હી ડેરડેવિલ્સના ભારતીય બોલર્સ વરુણ એરોનના નામે હતો . તેણે ગત વર્ષે ચેન્નાઇ સુપર કિંગ્સ વિરુદ્ધ ચાર ઓવરમાં 63 રન આપ્યા હતા . આ યાદીમાં ત્રીજા નંબર પર છે પુણે વોરિયર્સનો ભારતીય બોલર અશોક ડિંડા . જેણે આ વર્ષે મુંબઇમાં મુંબઇ ઇન્ડિયન્સ વિરુદ્ધ ચાર ઓવરમાં 63 રન આપી એરોનના રેકોર્ડની બરોબરી કરી હતી . વરુણ એરોને 63 રન આપીને બે વિકેટ લીધી હતી , જ્યારે ઇશાંત શર્મા અને અશોક ડિંડાએ એક પણ વિકેટ હાંસલ કરી નહોતી . આમ આ વર્ષે વધુ બે બોલર્સે ચાર ઓવરમાં 60થી વધુ રન આપ્યા છે . જેમાં કિગ્સ ઇલેવન પંજાબનો એમસી નેસેર અને કોલકતાનો રયાને મૈક્લોરેન પણ છે ." sports,"ઇંચિયોન , 29 સપ્ટેમ્બરઃ ભારતની દિગ્ગજ ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાનું માનવું છે કે હાલ ચાલી રહેલા એશિયન ગેમ્સમાં ટીમને પાંચ પદક મળવાએ ઘણું સારું પ્રદર્શન છે , ખાસ કરીને એ જોઇને કે ભારત આ સ્પર્ધામાં પોતાના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓની સાથે આવ્યું નથી . સાનિયાએ સાકેત માઇનેની સાથે મિશ્રિત યુગલ ફાઇનલમાં ઉતરતા પહેલા કહ્યું હતું કે , આ સપ્તાહ ઘણો સારો રહ્યો . અમે મહિલા યુગલમાં પદક જીતવામાં સફળ રહ્યાં , જે મોટી સિદ્ધિ છે , કારણ કે પહેલા અમે આવું ક્યારેય કર્યું નથી . મારે આગેવાની લેવાની હતી . અમે અહીં યુવા ટીમ સાથે આવ્યા છીએ . અમારી સર્વશ્રેષ્ઠ ટીમ નથી આવી . પાંચ પદક ઘણું સારું પ્રદર્શન છે . દુબઇમાં રહેતી હૈદરાબાદની સાનિયા મિર્ઝાએ પત્રકારોને કહ્યું કે , ઇંચિયોનમાં ભારે વરસાદના કારણે મેચને આગળ ખસેડી દેવામાં આવી છે . ડબલ્યુટીએ ટૂર પર યુગલ અંક એકઠાં કરવા માટે શરૂઆતમાં એશિયન ગેમ્સમાંથી હટવા અંગે વિચાર કરી રહેલી સાનિયા દેશની પદક જીતવાની સંભાવનાઓમાં વધારો કરવા માગતી હતી . તેણે કહ્યું કે , મે આવવાનો નિર્ણય કર્યો , હું જાણતી હતી કે આ સારો નિર્ણય છે . મારા માટે સૌથી મહત્વપૂર્ણ એ હતું કે ભારતને વધુમાં વધુ પદક જીતવાની સંભાવના બનાવું . મે એ કર્યું જે હું કરી શકતી હતી અને જે બે સ્પર્ધાઓમાં હું રમી છું તેમાં બે પદક જીત્યા છે ." entertainment,"હૉલીવુડ ફિલ્મ એપિક 17મી મેના રોજ ભારતીય થિયેટરોમાં રિલીઝ થવાની છે . આ ફિલ્મ અમેરિકામાં એક અઠવાડિયા બાદ રિલીઝ થશે . સાહસિક કૉમેડી ધરાવતી એપિક થ્રી ડી એનિમેશન ફિલ્મ છે . ફૉક્સ સ્ટાર સ્ટુડિયોની આ ફૅન્ટાસી ફિલ્મ વિલિયમ જૉયસનાપુસ્તક ધ લીફ મેન એન્ડ ધ બ્રેવ ગુડ બગ્સ ઉપર આધારિત છે . આ ફિલ્મમાં કૉલિન ફારેલ , જોશ હચરસન , અમાન્ડા સેફ્રાઇડ , પિટબુલ જેવા કલાકારોએ પોતાનો અવાજ આપ્યો છે . એક નિવેદનમાં જણાવાયું છે કે એપિક ફિલ્મ સૌપ્રથમ ભારતમાં રિલીઝ થશે . ફિલ્મ સારી અને નરસી તાકતો વચ્ચે ચાલતી લડાઈ અંગે છે . આઇસ એજ દ્વારા જાણીતા થયેલ ક્રિસ વેજ એપિક ફિલ્મના દિગ્દર્શક છે ." business,"મુકેશ અંબાણીએ આજે એજીએમ કાર્યલયથી રિલાયન્સ જીયોના ફાયદોઓ વિષે લોકોને જાણકારી આપી હતી . તેમણે કહ્યું કે 5 સપ્ટેમ્બરથી ભારત બદલવાનું છે . નોંધનીય છે કે 5 સપ્ટેમ્બરથી રિલાયન્સ જીઓ પોતાની સેવાઓ શરૂ કરવાનો છે . મુકેશ અંબાણી આ સાથે જ જીયોને પીએમ નરેન્દ્ર મોદીના ડિઝિટલ ઇન્ડિયાના વિઝન સાથે પણ જોડ્યું . ત્યારે રિલાયન્સ જીયોથી તમારા - મારા જેવા સામાન્ય લોકોને શું શું ફાયદા થશે તે વિષે જાણો અહીં . . . . 1 . જીયોના ગ્રાહકો માટે તમામ કોલ્સ સંપૂર્ણ પણે મફત રહેશે . જીયોના ગ્રાહકોને વાઇસ કોલ માટે પૈસા આપવાની જરૂર નહીં પડે . 2 . 31 ડિસેમ્બર 2016 સુધી જિયો વેલકમ ઓફર હેઠળ ડેટા , કોલ , વીડિયો બધુ જ મફતમાં આપશે . માર્ચ 2017 સુધી ભારતની 90 ટકા વસ્તી સુધી રિલાયન્સ જીઓ પહોંચી જશે . જે ભારતને સસ્તા ડેટા આપનાર દેશની બજારમાં બદલી દેશે . 3 . જિયોના એપને બુક કરવા માટે 1500 રૂપિયા વાર્ષિક ખર્ચ ચાર્જ કરશે . જે 31 ડિસેમ્બર 2017 સુધી તમામ એક્ટિવ જીયો ગ્રાહકોને મફત મળશે . 4 . જિયોએ દુનિયાભરનો સૌથી સસ્તો ડેટા દેવાનો વાયદો કર્યો છે . જે મુજબ ખાલી 50 રૂપિયામાં 1 જીબી ડેટા મળશે . જેનો હાલનો બજાર ભાવ 250 પ્રતિ જીબી છે . એટલું જ નહીં જો તમે વધારે ડેટા ઉપયોગ કરશો તો પ્રતિ જીબી ડેટા 25 રૂપિયા સુધીમાં તમને મળી શકે છે . 5 - ડેટા સ્પીડ આગળ ચાલીને 1 જીબી પ્રતિ સેકન્ડ સુધી જવાની યોજના છે . 6 . મુકેશ અંબાણીએ કહ્યું કે રિલાયન્સ જીયો પસંદ કરીને દરેક ભારતીય ડેટા ગિરી કરી શકેશે . 7 . વધુમાં સમગ્ર દેશમાં રોમિંગ ચાર્જ નહીં લાગે . આમ તમે ક્યાં પણ જાવ કોલ રિસિલ કરવા માટે પૈસા નહીં ચૂકવવા પડે . 8 . રિલાયન્સ જીઓ હેઠળ રિલાયન્સ જલ્દી જ 4જી સ્માર્ટફોનની એક સીરીઝ પણ લોન્ચ કરશે . 9 રિલાયન્સ જિયોને ભવિષ્યને ધ્યાનમાં રાખીને બનાવામાં આવ્યું છે . જેનાથી સરળતાથી 5જી અને 6જી ટેકનીક અપગ્રેડ થઇ શકે . 10 . જે લોકો પાસે 4જી નેટવર્ક નથી કે પછી જેની પાસે 2જી કે 3 જી નેટવર્ક છે તેમના માટે પર્સનલ રાઉટલ લગાવામાં આવશે . જેને જિયો ફાઇ નામ અપાયું છે . અને તેની કિંમત 1999 રૂપિયા છે . 11 તેમાં કોઇ બ્લેકઆઉટ નહીં થાય . નોંધનીય છે કે બ્લેકઆઉટ એટલે જે દિવસે કંપનીનું કોઇ પણ ટૈરિફ કામ ન કરે તે દિવસે ગ્રાહકને સામાન્ય દરથી પૈસા ચૂકવવા પડે છે . મોટાભાગની કંપનીઓ તહેવારોના દિવસે આવું કરતી હોય છે . 12 . જિયો પ્લાન માત્ર 19 રૂપિયાથી શરૂ થઇ રહ્યો છે . આ પ્લાન તે લોકો માટે જ છે ક્યારેક જ ડેટાનો ઉપયોગ કરે છે . 13 . આ સિવાય 149 રૂપિયાથી લઇને 4,999 રૂપિયા પ્રતિ મહિનાનો પણ પ્લાન છે . જેના હેઠળ ડેટા ઓફર કરવામાં આવે છે . 14 . વિદ્યાર્થીઓ માટે રિલાયન્સ જીઓની ખાસ ઓફર છે . જે સ્પેશલ સ્ટૂડન્ટ ડિસ્કાઉન્ટ ઓફર નામ આપવામાં આવ્યું છે . જે હેઠળ વિદ્યાર્થીઓને મુખ્ય ટેરિફ પ્લાન કરતા 25 ટકા વધુ ડેટા આપવામાં આવશે . 15 . માત્ર આધાર કાર્ડની મદદથી રિલાયન્સ સ્ટોરથી જિયોનું કનેક્શન મળી શકશે . અને તે માત્ર 15 મિનિટમાં જ સ્ટાર્ટ થઇ જશે ." business,"બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદ ભારતની બીજી સૌથી વધુ કમાણી કરતી કંપની બની ગઇ છે . ગત વર્ષે કંપનીએ 30,783 કરોડનો વેપાર કર્યો હતો . અને તેણે હવે ભારતની પ્રથમ કંપની બનવા માટે હિંદુસ્તાન યુનિલીવરને પછાડવી પડશે . ઉલ્લેખનીય છે કે હાલમાં જ બાબા રામદેવે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં તેમની કંપની પતંજલિ આયુર્વેદિક 200 કરોડનો આંકડો પણ આંબી જશે . જો કે તે વાત ખૂબ જ ઓછા લોકો જાણે છે કે પતંજલિ આયુર્વેદિકને આ સ્તરે લાવવા માટે રામદેવ કરતા પણ આચાર્ય બાલકૃષ્ણની મહેનત વધુ છે . બાલાકૃષ્ણની પતંજલિમાં 94 ટકાનો ભાગ ધરાવે છે . ત્યારે આ કંપનીના સીઇઓ તરીકે તે અલગ જ ભૂમિકા ભજવે છે . જાણો આ અંગે વિગતવાર . . . ." sports,"જયપુર , 9 એપ્રિલઃ રાજસ્થાન રોયલ્સ ટીમે પોતાના ઓલાઉન્ડર દેખાવની મદદથી સોમવારે સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલી આઇપીએલની આઠમી મેચમાં કોલકતા નાઇટ રાઇડર્સને 19 રનથી હરાવ્યું છે . રાજસ્થાનની આ સતત બીજી જીત છે . તેણે દિલ્હી ડેરડેવિલ્સને તેના જ ઘરે હરાવીને જીતની શાનદાર શરૂઆત કરી હતી . રાજસ્થાન રોયલ્સ દ્વારા આપવામાં આવેલા 145 રનના લક્ષ્યનો પીછો કરી રહેલી નાઇટ રાઇડર્સ નિર્ધારિત 20 ઓવરમાં માત્ર 125 રન જ બનાવી શકી . નાઇટ રાઇડર્સ તરફથી ઇયોન મોર્ગનને સર્વાધિક 51 રન બનાવ્યા હતા . રાજસ્થાન તરફથી સિદ્ધાર્થ ત્રિવેદી અને કેવન કૂપરે ત્રણ - ત્રણ વિકેટ લીધી જ્યારે રાહુલ શુક્લાએ બે વિકેટ મેળવી હતી . કૂપરે 19મી ઓવરના પહેલાં બોલ પર મોર્ગનને બોલ્ડ કરીને પોતાની ટીમના જીતના માર્ગને આસાન બનાવી દીધો હતો . મેચની બાજી પલાટવી નાંખે તેવી ઇનિંગ મોર્ગન દ્વારા રમવામાં આવી હતી . તેણે 32 બોલમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટાકર્યા હતા . રાજસ્થાન સામેની મેચમાં નાઇટ રાઇડર્સની શરૂઆત સારી રહી નહોતી . ગત શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરનાર ઓપનિંગ બેટ્સમેન માનવિંદર બિસલા એક રનના વ્યક્તિગત સ્કોર પર રાહુલની ઓવરમાં બોલ્ડ થઇ ગયો હતો , ત્યારે રાઇડર્સનો સ્કોર 19 રન હતો . ત્યાર બાદ આ જ ઓવરમાં જેક કાલિસ શૂન્ય રન પર આઉટ થતાં રાઇડર્સને મોટો ફટકો પહોંચ્યો હતો . સુકાની ગંભીરે 22 રનની પોતાની ઇનિંગથી પોતાની ટીમને ઝડપી શરૂઆત અપાવી હતી . બિસલા અને કાલિસની વિકેટ પડ્યા બાદ આશા હતી કે ગંભીર અને મનોજ તિવારી ( 14 ) સ્કોરને આગળ વધારશે , પરંતુ ટીમનો સ્કોર 40 રન પર પહોંચ્યો ત્યારે ત્રિવેદીએ તિવારીને એલબી આઉટ કર્યો હો . તિવારીએ ગંભીર સાથે મળીને 20રની ભાગીદારી નોંધાવી હતી . તેણે 13 બોલમાં એક ચોગ્ગો ફટકાર્યો હતો . . તિવારી બાદ ગંભીર પણ ત્રિવેદીનો શિકાર બન્યો હતો . ગંભીરે 22 બોલનો સામનો કરીને એક ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 22 રન બનાવ્યા હતા . ગંભીરની વિકેટ પડ્યા બાદ યુસુફ પઠાણ શૂન્ય , લક્ષ્મી રતન શુક્લા 2 , ભાટિયા 12 , બ્રેટ લી 5 , શામી અહેમદ 5 રન બનાવ્યા હતા . આ પહેલા રાજસ્થાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 144 રન બનાવ્યા હતા . જેમાં બ્રેડ હોજે સૌથી વધારે 46 રન બનાવ્યા હતા . જ્યારે અજિંક્ય રહાણેએ 36 રનનુ યોગદાન આપ્યું હતું . જ્યારે રાહુલ દ્રવિડ 17 , એસટીઆર બિન્ની 14 , કૂપર શૂન્ય , ડીએચ યાજ્ઞિક 16 રન બનાવ્યા હતા . રાઇડર્સ તરફથી એસ નારિને 2 જ્યારે ભાટિયા , શુક્લા અને લીએ એક - એક વિકેટ લીધી હતી ." sports,"રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ અને અર્જૂન એવોર્ડ્ 2017ની જાહેરાત થઇ ગઇ છે . ક્રિકેટરમાં ગુજરાતી ખેલાડી ચેતેશ્વર પુજારા અને હરમનપ્રીત કૌરને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે . આ ઉપરાંત પેરાઓલ્મપિક મરિયાપ્પન થંગાવેલુ , વરુણ ભાટી અને ગોલ્ફર એસએસપી ચૌરસિયા સમેત 17 ખેલાડીઓને આ વર્ષે અર્જૂન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે . વધુમાં પૂર્વ હોકી કપ્તાન સરદાર સિંહ અને પૈરાઓલમ્પિંક જેવલિન થ્રોઅર દેવેન્દ્ર ઝાઝારિયાને પણ સંયુક્ત રૂપથી રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે . ઉલ્લેખનીય છે કે આજે જ ચેતેશ્વર પૂજારાએ તેની 50મી ટેસ્ટ મેચ રમીને 4000 વધુ રન કરનાર ખેલાડીઓની ક્લબમાં પોતાનું નામ નોંધાયું છે . અને સાથે જ આજે આ યાદીમાં મારીયાપન થાંગવાલૂ અને વરુણ ભાટી જેવા પેરા એથલીટ ખેલાડીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે . ત્યારે વાંચો નીચે સમગ્ર 17 ખેલાડીઓનું લિસ્ટ જેમને આ એવોર્ડ મળ્યો છે . અર્જૂન એવોર્ડની યાદી ચેતેશ્વર પુજારા - ક્રિકેટ હરમનપ્રીત કૌર - ક્રિકેટ વીજે સુરેખા - તીરદાંજી ખુશબીર કૌર - એથલેટિક્સ અરોકિન રાજીવ - એથલેટિક્સ પ્રંશથી સિંહ - બાસ્કેટબોલ એલ દેવેન્દ્ર સિંહ - બોક્સિંગ ઓઇનમ બેબેમ્ દેવી - ફૂટબોલ એસએસપી ચૌરસિયા - ગોલ્ફ એસવી સુનિલ - હોકી જસવીર સિંહ - કબડ્ડી પી . એન પ્રકાશ - શૂટિંગ અમાલરાજ - ટેબલ ટેનિસ સાકેત માયનેની - ટેનિસ સત્યાવાર્ટ કાદિયન - રેસલિંગ મારીયાપન થાંગવાલૂ - પેરા એથલીટ વરુણ ભાટી - પેરા એથલીટ" entertainment,શુક્રવારના રોજ રિલીઝ થયેલ રાજકુમાર રાવની ફિલ્મ ન્યૂટન ઓસ્કાર માટે સિલેક્ટ થઇ છે . ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ શુક્રવારે આ અંગે જાહેરાત કરી હતી . અમિત માસુરકરની આ ફિલ્મ લોકતંત્ર અને ચૂંટણીના વિષય પર આધારિત છે . છત્તીસગઢના અંતરિયાળ નક્સલી વિસ્તારમાં થતી ચૂંટણી અંગે અહીં વાત કરવામાં આવી છે . રિલીઝના પ્રથમ દિવસે જ ફિલ્મની પસંદ ઓસ્કાર માટે કરવામાં આવી છે . ઇન્ડિયા તરફથી ઓસ્કારની બેસ્ટ ફોરેન ફિલ્મ કેટેગરીમાં ન્યૂટન ફિલ્મ નોમિનેટ કરવામાં આવી છે . બોલિવૂડની 26 ફિલ્મોને પછાડીને ન્યૂટન ફિલ્મ ઑસ્કારમાં જવાની તક ઝડપી છે . ક્રિટિક્સ તરફથી આ ફિલ્મને ઘણો સારો રિસ્પોન્સ મળ્યો છે .