source_url,target_url,text,summary https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B3%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A1%E0%AB%87/,https://www.pmindia.gov.in/en/news_updates/cabinet-apprised-of-the-agreement-between-india-and-denmark-on-cooperation-in-the-field-of-science-technology-and-innovation/,"પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકને ભારત અને ડેન્માર્ક વચ્ચે વિજ્ઞાન, પ્રૌદ્યોગિકી અને નવીનીકરણના ક્ષેત્રે થયેલા સહયોગ અંગે માહિતી આપવામાં આવી હતી. તા. 22 મે, 2018ના રોજ ભારત અને ડેન્માર્ક વચ્ચે વિજ્ઞાન, પ્રૌદ્યોગિકી અને નવીનીકરણ ક્ષેત્રમાં સહયોગ માટેના કરાર પર હસ્તાક્ષર થતાં તે બંને દેશો માટે એક ઐતિહાસિક સિમાચિન્હરૂપ બન્યા. લાભ: આ કરાર દ્વારા બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોનો એક નવો અધ્યાય શરૂ થશે કારણ કે બંને દેશો હવે વિજ્ઞાન, પ્રૌદ્યોગિકી અને નવીનીકરણના ક્ષેત્રે પોતાની પરસ્પરની પૂરક તાકાતનો લાભ લઈ તેને વધારશે. આ સમજૂતીનો ઉદ્દેશ ભારત અને ડેન્માર્ક વચ્ચે વિજ્ઞાન, પ્રૌદ્યોગિકી અને નવીનીકરણના ક્ષેત્રે રહેલા અવસરોને પરસ્પરના હિતમાં રૂપાંતરિત કરીને ભારત અને ડેન્માર્ક વચ્ચેના સહયોગને પ્રેત્સાહન આપવાનો, વિકસાવવાનો તથા તેને માટે સુગમતા કરી આપવાનો છે. આ કરારના લાભાર્થીઓમાં વૈજ્ઞાનિક સંસ્થાઓના સંશોધકો, શિક્ષણવિદો, સંશોધન અને વિકાસની પ્રયોગશાળાઓ અને કંપનીઓનો સમાવેશ થાય છે. આ કરાર અંતર્ગત પુનઃપ્રાપ્ય ઊર્જા, પાણી, પદાર્થ વિજ્ઞાન, સસ્તી આરોગ્ય સેવાઓ, સિન્થેટીક બાયોલોજી, ફંકશનલ આહાર અને દરિયાઈ અર્થવ્યવસ્થા જેવાં સક્ષમ ક્ષેત્રોમાં સત્વરે સહયોગ હાથ ધરાશે.","Cabinet apprised of the Agreement between India and Denmark on Cooperation in the field of Science, Technology and Innovation" https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-11-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-12-%E0%AA%A8%E0%AA%B5/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-to-visit-karnataka-tamil-nadu-andhra-pradesh-and-telangana-on-11th-and-12th-november/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11 અને 12 નવેમ્બર, 2022ના રોજ કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને તેલંગાણાની મુલાકાત લેશે. 11મી નવેમ્બરે સવારે લગભગ 9:45 વાગ્યે, પ્રધાનમંત્રી સંત કવિ શ્રી કનક દાસની પ્રતિમાઓને અને બેંગલુરુના વિધાના સૌધા ખાતે મહર્ષિ વાલ્મિકીને પણ પુષ્પાંજલિ અર્પણ કરશે. સવારે લગભગ 10:20 વાગ્યે, પ્રધાનમંત્રી બેંગલુરુના","PM to visit Karnataka, Tamil Nadu, Andhra Pradesh and Telangana on 11th and 12th November" https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%AE%E0%AB%8C%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%85%E0%AA%AC%E0%AB%81/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-pays-tributes-to-maulana-abul-kalam-azad-and-acharya-jb-kripalani-on-their-birth-anniversaries/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મૌલાના અબુલ કલામ આઝાદ અને આચાર્ય જે. બી. ક્રિપલાણીને તેઓની જન્મજયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ પાઠવી. પ્રધાનમંત્રીએ કહ્યું, “ભારતીય ઇતિહાસનાં બે મહારથીઓ મૌલાના અબુલ કલામ આઝાદ અને આચાર્ય જે. બી. ક્રિપલાણીને એમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ, ભારતની આઝાદીની લડતમાં અને ત્યાર બાદ એમનું યોગદાન રાષ્ટ્ર નિર્માણમાં ફળદાયી રહ્યું છે.”",PM pays tributes to Maulana Abul Kalam Azad and Acharya JB Kripalani on their birth anniversaries https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%9B%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%80%E0%AA%B8%E0%AA%97%E0%AA%A2%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B2-%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-condoles-the-passing-away-of-shri-balramji-dass-tandon-the-governor-of-chhattisgarh/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના રાજ્યપાલ શ્રી બલરામજી દાસ ટંડનના નિધન પર શોક વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રીએ કહ્યું કે, “છત્તીસગઢના રાજ્યપાલ શ્રી બલરામજી દાસ ટંડનના નિધનથી દુઃખ થયું. આપણે એક અતિ સન્માનિત જાહેર જીવનની હસ્તીને ગુમાવી છે. એમની લોક સેવાને હંમેશા માટે યાદ કરવામાં આવશે. દુઃખની આ ઘડીએ મારી સંવેદના એમના પરિવારજનો તથા શુભચિંતકો સાથે છે. શ્રી બલરામજી દાસ ટંડને પંજાબમાં શાંતિ અને પ્રગતિના કાર્ય માટે દસકાઓ સુધી કાર્ય કર્યું છે. તેઓ ઉદ્યોગ અને શ્રમ કલ્યાણ જેવા ક્ષેત્રો માટે ઉત્સાહી હતા, રાજ્યના વિકાસમાં તેમના વહીવટી અનુભવનો મુલ્યવાન ફાળો રહ્યો છે. કટોકટીનો વિરોધ કરવા માટેની એમની બહાદૂરીને હંમેશા યાદ કરવામાં આવશે.”","PM condoles the passing away of Shri Balramji Dass Tandon, the Governor of Chhattisgarh" https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B3%E0%AB%87-%E0%AA%A1%E0%AB%80%E0%AA%8F%E0%AA%A8%E0%AA%8F-%E0%AA%9F%E0%AB%87%E0%AA%95%E0%AA%A8%E0%AB%8B%E0%AA%B2/,https://www.pmindia.gov.in/en/news_updates/cabinet-approves-dna-technology-use-and-application-regulation-bill-2018/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ડીએનએ ટેકનોલોજી (ઉપયોગ અને પ્રસ્તુતતીકરણ) નિયમન બિલ, 2018ને મંજૂરી આપવામાં આવી હતી. બિલની વિગત: ""ડીએનએ આધારિત ટેકનોલોજી (ઉપયોગ અને પ્રસ્તુતતીકરણ) બિલ 2018"" બનાવવાનો મુખ્ય આશય ડીએનએ આધારિત ફોરેન્સિક ટેકનોલોજીઓની ઉપયોગિતા વધારવાનો છે, જેથી દેશનાં ન્યાયતંત્રને સાથસહકાર મળે અને દેશમાં ન્યાયતંત્ર મજબૂત થાય. વિવિધ પ્રકારનાં ગુનાઓનો કોયડો ઉકેલવા માટે અને ખોવાયેલી વ્યક્તિઓની ઓળખ કરવા માટે ડીએનએ આધારિત ટેકનોલોજીના વપરાશને સમગ્ર દુનિયામાં માન્યતા પ્રાપ્ત છે. ડીએનએ પ્રયોગશાળાઓની ફરજિયાત માન્યતાઓ અને નિયમન માટે મંજૂરી પ્રદાન કરીને બિલ દેશમાં આ ટેકનોલોજીનાં પ્રસ્તાવિત વિસ્તૃત ઉપયોગને સુનિશ્ચિત કરવા ઇચ્છે છે સાથે-સાથે એવી ખાતરી આપવા પણ ઇચ્છે છે કે ડીએનએ ટેસ્ટનાં પરિણામો વિશ્વસનિય છે અને આપણાં નાગરિકોનાં અંગતતા જાળવવાનાં અધિકારોની દ્રષ્ટિએ ડેટાના દુરુપયોગથી રક્ષણ મળશે. ઝડપથી ન્યાય પ્રદાન કરવો. ગુનાઓની સાબિતી દરમાં વધારો કરવો. બિલની જોગવાઈઓ વ્યક્તિઓ વચ્ચે ઊલટ સરખામણીને શક્ય બનાવશે, જ્યારે એક તરફ અમુલ લોકોની ખોવાયેલા હોવાની ફરિયાદ નોંધાય છે અને બીજી તરફ દેશનાં વિવિધ વિસ્તારોમાં ઓળખ ન થઈ શકે એવા મૃતદેહો મળી આવે છે ત્યારે તેની ઓળખ સંપાદન કરી શકાશે તથા સામૂહિક આપત્તિમાં પીડિતોની ઓળખ સ્થાપિત પણ કરી શકાશે. પૃષ્ઠભૂમિ: ઇજાગ્રસ્ત માનવશરીર (હત્યા, બળાત્કાર, માનવ તસ્કરી કે ગંભીર ઈજા) તરીકે વર્ગીકૃત થયેલા અપરાધોમાં સંકળાયેલી ઘટનાઓનું તથા મિલકત (ચોરી, લૂંટફાટ અને ધાડ પાડવી સહિત) સાથે થયેલા ગુનાઓ ઉકેલવા ફોરેન્સિક ડીએનએની અસરકારક ઉપયોગિતા પુરવાર થયેલી છે. વર્ષ 2016માં નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યૂરો (એનસીઆરબી)નાં આંકડા મુજબ, દેશમાં આ પ્રકારનાં અપરાધોની કૂલ 3 લાખથી વધુ ઘટનાઓ ઘટે છે. તેમાંથી અત્યારે અતિ ઓછા કિસ્સાઓ ડીએનએ ટેસ્ટિંગને આધિન છે. એક અપેક્ષા મુજબ, આ પ્રકારની વિવિધ શ્રેણીમાં આ ટેકનોલોજીનો ઉપયોગ વધવાથી ઝડપથી ન્યાય મળશે તેમજ ગુનેગારો જાહેર થવાની સંખ્યાનાં દરમાં વધારો થશે, જે અત્યારે ફક્ત 30 ટકા આસપાસ છે (વર્ષ 2016 માટે એનસીઆરબીનાં આંકડા મુજબ).","Cabinet approves DNA Technology (Use and Application) Regulation Bill, 2018" https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AE%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BF-2/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-bows-to-swami-vivekananda-on-his-jayanti/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદને તેમની જયંતિ પર વંદન કર્યા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું કે, “સ્વામી વિવેકાનંદને તેમની જયંતી પર વંદન કરૂ છું. આજે રાષ્ટ્રીય યુવા દિવસે હું આપણા યુવાનોની અભૂતપૂર્વ ઉર્જા અને ઉત્સાહને સલામ કરૂ છું, કે જેઓ ન્યૂ ઈન્ડિયાના ઘડવૈયા છે”",PM bows to Swami Vivekananda on his Jayanti https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B3%E0%AB%87-%E0%AA%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BF%E0%AA%9F%E0%AB%8D%E0%AA%AF-4/,https://www.pmindia.gov.in/en/news_updates/cabinet-approves-mou-between-the-icai-and-bahrain-institute-of-banking-and-finance-bahrain/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી. તેમાં ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઑફ ઇન્ડિયા (આઇસીએઆઈ) અને બહરિન ઇન્સ્ટિટ્યૂટ ઑફ બેંકિંગ એન્ડ ફાઇનાન્સ (ડીઆઈડીએફ), બહરિન વચ્ચે બહરિનમાં એકાઉન્ટિંગ, ફાઇનાન્સ અને ઓડિટની ચકાસણીમાં જાણકારીનાં આધારને મજબૂત બનાવવામાં એક સાથે કામ કરવા થયેલી સમજૂતીને મંજૂરી આપવામાં આવી હતી. મુખ્ય વિશેષતાઓઃ 1. આઇસીએઆઈ એકાઉન્ટિંગ અને ફાઇનાન્સ સાથે સંબંધિત બીઆઈબીએફનાં એકઉન્ટિંગ અને ફાઇનાન્સ અભ્યાસક્રમની સમીક્ષા કરીને બીઆઇબીએફને ટેકનિકલ મદદ ઉપલબ્ધ કરાવશે. 2. આઇસીએઆઈ પોતાનાં સીએ અભ્યાસક્રમને લાગુ કરવાની ભલામણ કરશે, જેથી બીઆઇબીએફનાં વિદ્યાર્થીઓને આઇસીએઆઈનું સભ્યપદ મેળવવાનાં ઉદ્દેશ સાથે આઇસીએઆઈની પરીક્ષામાં બેસવામાં મદદ મળશે. 3. આઇસીએઆઈ યોગ્યતા ધરાવતાં બીઆઇબીએફ વિદ્યાર્થીઓ માટે આઇસીએઆઈની વ્યાવસાયિક પરીક્ષાનું આયોજન કરવા માટે ટેકનિકલ સહાયતા ઉપલબ્ધ કરાવશે. આ સમજૂતી આઇસીએઆઈનાં સભ્યોની વ્યાવસાયિક કામગીરી વધારવાની તક પ્રદાન કરશે અને સાથે-સાથે આઇસીએઆઈ સ્થાનિક રાષ્ટ્રીય સંસ્થા બની જશે. આ સમજૂતીનો ઉદ્દેશ એક સાથે કામ કરવાનો છે, જેથી સભ્યો, વિદ્યાર્થીઓ અને તેમની સંસ્થાઓનાં હિતમાં પારસ્પરિક લાભદાયક સંબંધિત વિકસિત થઈ શકે. લાભાર્થીઃ બહરિનમાં કોઈ સ્થાનિક વ્યાવસાયિક એકાઉન્ટિંગ સંસ્થા નથી. એટલે આઇસીએઆએ બીઆઇબીએફ સાથે સાથ-સહકાર સ્થાપિત કર્યો છે. તેનાથી બહરિનનાં બજારમાં કામ કરતાં ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પર સકારાત્મક અસર પડશે અને બહરિન જવા ઇચ્છતાં લોકોને પણ સરળતાપૂર્વક લાભ થશે. બહરિનને આઇસીએઆઈની શાખ અને યોગ્યતામાં વિશ્વાસ છે. બહરિન પોતાનાં નાગરિકોને એકાઉન્ટિંગ અને એકાઉન્ટિંગ પરીક્ષાનાં ક્ષેત્રમાં પ્રોત્સાહન આપવા માગે છે. તેનાથી સક્ષમ એકાઉન્ટિંગ વ્યાવસાયિકોનો આધાર ઊભો થશે, જેનાં પરિણામે એકાઉન્ટિંગનાં ક્ષેત્રમાં કૌશલ્ય વિકાસનો માર્ગ પ્રશસ્ત થશે. પૃષ્ઠભૂમિઃ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઑફ ઇન્ડિયા (આઇસીએઆઈ) ભારતમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનાં વ્યવસાયનાં નિયમન માટે સંસદ દ્વારા પસાર કરેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ધારા, 1949 દ્વારા સ્થાપિત કાયદેસર સંસ્થા છે. બહરિન ઇન્સ્ટિટ્યૂટ ઑફ બેંકિંગ એન્ડ ફાઇનાન્સ (બીઆઇબીએફ)ની સ્થાપના બહરિન સામ્રાજ્યમાં માનવ મૂડીને તાલીમ આપવા અને વિકસિત કરવા માટે 1981માં થઈ હતી.","Cabinet approves MoU between the ICAI and Bahrain Institute of Banking and Finance, Bahrain" https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%B9%E0%AA%AE%E0%AB%8D/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-condoles-the-passing-away-of-shri-mohammad-asrarul-haque/,"પ્રધાનમંત્રીએ શ્રી નરેન્દ્ર મોદીએ મોહમ્મદ અસરારૂલ હકના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું, “બિહારનાં કિશનગંજથી લોકસભાનાં સાંસદ શ્રી મોહમ્મદ અસરારૂલ હકના નિધનથી દુઃખ છું. દુઃખની આ ઘડીએ એમના પરિવારજનો અને સહયોગીઓ પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરુ છુ”",PM condoles the passing away of Shri Mohammad Asrarul Haque https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%8F%E0%AA%A8%E0%AA%A1%E0%AB%80%E0%AA%8F%E0%AA%AE%E0%AA%8F%E0%AA%A8%E0%AB%80/,https://www.pmindia.gov.in/en/news_updates/prime-minister-chairs-6th-meeting-of-ndma/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય આપત્તિ વ્યાવસ્થાપન સત્તામંડળ (એનડીએમએ)ની છઠ્ઠી બેઠકની અધ્યક્ષતા કરી હતી. પ્રધાનમંત્રીએ દેશમાં આવતી વિવિધ આપત્તિઓનું અસરકારક નિવારણ કરવા અને વ્યવસ્થાપન કરવાની એનડીએમએની જુદી-જુદી કામગીરીઓની સમીક્ષા કરી હતી. તેમણે એનડીએમએ દ્વારા હાથ ધરાયેલા વિવિધ ચાલુ પ્રોજેક્ટની સમીક્ષા પણ કરી હતી. પ્રધાનમંત્રીએ જાન-માલનું રક્ષણ કરવા અસરકારક કામગીરી હાથ ધરવા વધારે સહિયારી કવાયતો કરવા વિવિધ હિતધારકો વચ્ચે શ્રેષ્ઠ સંકલનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ બેઠકમાં એનડીએમએનાં સભ્યો અને અધિકારીઓ ઉપરાંત કેન્દ્રિય ગૃહ મંત્રી શ્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય નાણામંત્રી શ્રી અરુણ જેટલી અને કેન્દ્રિય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી રાધા મોહન સિંહ ઉપસ્થિત રહ્યા હતા.",Prime Minister chairs 6th meeting of NDMA https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A6%E0%AB%80%E0%AA%8F-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%A6%E0%AA%B0/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-visits-sindri-lays-foundation-stone-of-various-development-projects-in-jharkhand/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (25 મે, 2018) સિંદરી ખાતે એક કાર્યક્રમ પ્રસંગે ભારત સરકાર અને ઝારખંડ સરકારના અનેકવિધ પ્રકલ્પોનો શિલાન્યાસ કર્યો. તેમાં નીચેનાનો સમાવેશ થાય છે: • હિન્દુસ્તાન ઉર્વરક અને રસાયણ લિમિટેડના સિંદરી ફર્ટીલાઈઝર પ્રોજેક્ટનું નવીનીકરણ • ગેઈલ દ્વારા રાંચી શહેર ગેસ વિતરણ પરિયોજના • ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટયુટ ઑફ મેડીકલ સાયન્સ (એઈમ્સ) દેવઘર • દેવઘર એરપોર્ટનો વિકાસ • પતરાતૂ સુપર થર્મલ પાવર પરિયોજના પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં જન ઔષધી કેન્દ્રો માટે સમજુતી કરારોના આદાન-પ્રદાનમાં પણ કરવામાં આવ્યાં હતા. જન મેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ ભગવાન બિરસા મુંડાને શ્રધાંજલિ પાઠવી. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ઝારખંડના ત્વરિત વિકાસ માટે સાથે મળીને કામ કરી રહી છે. તેમણે કહ્યું કે આજે જે પરિયોજનાઓનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે તે તમામ માટેનો કુલ ખર્ચ 27,000 કરોડ રૂપિયા છે. તેમણે કહ્યું કે આ વિકાસ પરિયોજનાઓ ઝારખંડના યુવાનોને તક ઉપલબ્ધ કરાવશે. તેમણે કહ્યું કે જયારે તેમણે હોદ્દો સંભાળ્યો હતો ત્યારે 18,000 એવા ગામડાઓ હતા કે જ્યાં વીજળી પહોંચી નહોતી. અમે આ ગામડાઓમાં લોકોના જીવનમાં પ્રકાશ ફેલાવવાનું કામ કર્યું છે અને ત્યાં વીજળી લઇ ગયા છીએ, તેમણે ઉમેર્યું. હવે અમે એક કદમ આગળ વધ્યા છીએ અને અમે એ બાબતની ખાતરી કરી રહ્યા છીએ કે ભારતમાં પ્રત્યેક પરિવાર સુધી વીજળીની પહોંચ હોય. તેમણે કહ્યું કે જે ફર્ટીલાઈઝર પ્લાન્ટનું કામ અટકી ગયું હતું તેમને ફરી શરુ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. તેમણે ઉમેર્યું કે પૂર્વીય ભારત તેમાંથી ઘણું પ્રાપ્ત કરશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ઝારખંડમાં એઈમ્સની સ્થાપનાથી રાજ્યમાં આરોગ્ય કાળજી ક્ષેત્રમાં પરિવર્તન આવશે. ગરીબોને ટોચની ગુણવત્તા ધરાવતી આરોગ્ય કાળજી પ્રાપ્ત થશે, એમ તેમણે ઉમેર્યું હતું. પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે હવાઈ મુસાફરીને પણ સસ્તી અને સૌને માટે સુગમ બનાવી દીધી છે.","PM visits Sindri, lays Foundation Stone of various development projects in Jharkhand" https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%B5%E0%AB%87%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A8-%E0%AA%95/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-inaugurates-newly-constructed-transit-accommodation-for-mps-at-western-court-annexe/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં નવનિર્મિત વેસ્ટર્ન કોર્ટ એનેક્સીનું લોકાર્પણ કર્યું હતું. આ ભવન સાંસદો માટે અવરજવર દરમિયાન રોકાવાની સગવડ પૂરી પાડશે. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ આ યોજના પૂર્ણ કરવા માટે યોગ્ય પ્રયાસો કરવા બદલ લોકસભાનાં અધ્યક્ષ શ્રીમતી સુમિત્રા મહાજનની પ્રશંસા કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, શ્રીમતી સુમિત્રા મહાજન સાંસદોની સુવિધાનો હંમેશા ખ્યાલ રાખે છે. તેમણે કહ્યું હતું કે, આ પ્રોજેક્ટમાં તેમણે ઝીણામાં ઝીણી બાબતો પર ધ્યાન આપ્યું છે, જે તેમના ખંતને પ્રતિબિંબિત કરે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, પ્રોજેક્ટ નિશ્ચિત સમય અને ખર્ચની મર્યાદાની અંદર પૂર્ણ થઈ ગયો છે. તેમણે પ્રોજેક્ટનાં નિર્માણમાં સંકળાયેલા તમામ લોકોને અભિનંદન પાઠવ્યાં હતાં. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જ્યારે નવા સાંસદો ચૂંટાય છે, ત્યારે તેમણે હોટેલમાં રહેવું પડે છે અને આ બાબતો હેડલાઇન બને છે. જોકે તેમણે કહ્યું હતું કે, આ સમાચારોમાં અગાઉનાં સાંસદો નિશ્ચિત સમયથી વધારે સમય સુધી સરકારી બંગલાનો કબજો જમાવીને બેઠા હોય છે એ વાતનો ઉલ્લેખ ઘણી વખત હોતો નથી. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર ડૉ. બાબાસાહેબ આંબેડકરે દર્શાવેલા માર્ગને અનુસરી રહી છે, ડૉ. આંબેડકરનાં આદર્શોનાં હાર્દમાં સંવાદિતા અને સમન્વય હતો, ગરીબમાં ગરીબ વ્યક્તિની સેવા કરવી સરકારનું અભિયાન છે. પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી કે, નવી દિલ્હીમાં 26 અલીપુર રોડ પર બાબાસાહેબ આંબેડકરનાં સ્મારકનું લોકાર્પણ 13 એપ્રિલનાં રોજ – તેમની જન્મજયંતિની પૂર્વસંધ્યાએ થશે. આ ઘરમાં તેમણે અંતિમ શ્વાસ લીધાં હતાં. તેમણે ડૉ. આંબેડકરનાં નામે કેટલાંક ચોક્કસ લોકો દ્વારા રમાતા રાજકારણને વખોડી કાઢ્યું હતું.",PM inaugurates newly constructed transit accommodation for MPs at Western Court Annexe https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%89%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-addresses-book-release-event-to-mark-one-year-in-office-of-vice-president-venkaiah-naidu/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વેંકૈયા નાયડુના ઉપરાષ્ટ્રપતિ પદ પર એક વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે તેના સન્માનમાં એક પુસ્તક “મુવિંગ ઓન, મુવિંગ ફોરવર્ડ – અ યર ઇન ઑફીસ”ના વિમોચન સમારોહને સંબોધન કર્યું હતું. તેમણે આ પુસ્તકની પ્રથમ પ્રત ભારતના ઉપરાષ્ટ્રપતિને અર્પણ કરી હતી. આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે તેમને અનેક વર્ષોથી શ્રી વેંકૈયા નાયડુ સાથે કામ કરવાની તક મળી છે, શ્રી નાયડુ હંમેશા અન્ય કોઈપણ વસ્તુ કરતા જવાબદારી પર સૌથી વધુ ભાર મુકે છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે શ્રી વેંકૈયા નાયડુજીએ હંમેશા તેમને જે પણ ફરજ આપવામાં આવી તેને અત્યંત ઉદ્યમશીલતા સાથે નિભાવી છે અને તે ભૂમિકાનો ખૂબ સરળતાથી સ્વીકાર કરી લીધો હતો. તેઓ છેલ્લા 50 વર્ષથી જાહેર જીવનમાં છે – 10 વર્ષ વિદ્યાર્થી રાજકારણમાં અને 40 વર્ષ રાજ્યમાં તેમજ રાષ્ટ્રીય રાજકારણમાં. શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે શ્રી વેંકૈયા નાયડુની અંદર તમામ વર્ગના લોકોને પ્રિય બની રહેવાની ક્ષમતા છે સાથે-સાથે તેઓ અનુશાસનવાદી પણ રહ્યાં છે. તેઓને જ્યારે પણ કોઈ જવાબદારી સોંપવામાં આવે છે તો તેઓ દૂરંદેશી નેતૃત્વ પૂરું પાડે છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે સોંપવામાં આવેલ કામને પૂરો ન્યાય મળે તે માટે તેઓ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ નિષ્ણાતોની સેવા લે છે. પ્રધાનમંત્રીએ યાદ કરતા જણાવ્યું કે જ્યારે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયી શ્રી વેંકૈયા નાયડુને મંત્રીમંડળમાં સામેલ કરવા માંગતા હતા ત્યારે વેંકૈયાજીએ તેમને ગ્રામીણ વિકાસનો પોર્ટફોલિયો આપવાની દરખાસ્ત કરી હતી. વેંકૈયાજી હૃદયથી એક ખેડૂત છે અને તેઓ ખેડૂતો અને ખેતીના કલ્યાણ માટે ઉત્સાહી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના શ્રી વેંકૈયા નાયડુના પ્રયત્નોના લીધે જ અમલમાં આવી શકી છે. એક એવા સમયમાં જ્યારે રાજકીય પરિદ્રશ્ય માત્ર ટ્રેનના સ્ટોપેજની આસપાસ જ કેન્દ્રિત હતું ત્યારે નાયડુજીએ એ બાબતની ખાતરી કરી કે નેતાઓ રસ્તાઓ અને જોડાણ માટેના અન્ય સ્વરૂપો વિષે વિચારવાનું શરુ કરે. પ્રધાનમંત્રીએ ઉપરાષ્ટ્રપતિની તેમના વકતૃત્વ માટે પ્રશંસા કરી પછી તે અંગ્રેજી હોય કે તેલુગુ હોય. તેમણે કહ્યું કે ઉપરાષ્ટ્રપતિએ કચેરીમાં તેમના પ્રથમ વર્ષ દરમિયાન કરેલા કાર્યનું રીપોર્ટ કાર્ડ રજૂ કર્યું, જે પ્રશંસનીય છે અને તેમાં તેમણે સંસદની અંદર અને બહાર કરેલા વસ્તૃત કાર્યોનો સમાવેશ થાય છે.",PM addresses book release event to mark one year in office of Vice President Venkaiah Naidu https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B3%E0%AB%87-%E0%AA%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BF%E0%AA%9F%E0%AB%8D%E0%AA%AF-3/,https://www.pmindia.gov.in/en/news_updates/cabinet-approves-mou-between-the-icai-and-national-board-of-accountants-and-auditors-tanzania/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી. તેમાં ઇન્સ્ટિટ્યૂટ્સ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઑફ ઇન્ડિયા (આઇસીએઆઈ) અને નેશનલ બોર્ડ ઑફ એકાઉન્ટ્સ એન્ડ ઓડિટર્સ (એનબીબીએ), તાન્ઝાનિયા વચ્ચે થયેલા સમજૂતીકરાર (એમઓયુ)ને મંજૂરી આપવામાં આવી હતી. આ એમઓયુ અંતર્ગત મેમ્બરશિપ મેનેજમેન્ટ, વ્યાવસાયિક નૈતિકતા, ટેકનિકલ સંશોધન, સતત વ્યાવસાયિક વિકાસ, વ્યાવસાયિક એકાઉન્ટની તાલીમ, એકાઉન્ટની ગુણવત્તા પર નજર રાખવી, એકાઉન્ટની જાણકારી વધારવી, વ્યાવસાયિક અને બૌદ્ધિક વિકાસનાંક્ષેત્રમાં પારસ્પરિક સહયોગનું માળખુ સ્થાપિત કરવામાં આવશે. અસરઃ આ એમઓયુ આઇસીએઆઈનાં સભ્યો, વિદ્યાર્થીઓ અને તેમની સંસ્થાઓનાં વ્યાપક હિતમાં પારસ્પરિક લાભદાયક સંબંધોનો વિકાસ કરશે. આ એમઓયુ આઇસીએઆઈનાં સભ્યોને તેમની વ્યાવસાયિક કામગીરીનાં વિસ્તાર માટે તકો ઉપલબ્ધ કરાવશે. આ એમઓયુ આઇસીએઆઈ અનેએનબીબીએ, તાન્ઝાનિયા વચ્ચે મજબૂત કાર્યસંબંધ સ્થાપિત કરશે. પૃષ્ઠભૂમિઃ આઇસીએઆઈ અને તેમનાં સભ્યો માટે આફ્રિકામાં એકાઉન્ટન્સી અને ઓડિટિંગ વ્યવસાયને વિકસાવવામાં મદદ કરવા માટે પુષ્કળ તકો ઉપલબ્ધ છે. એનબીબીએ, તાન્ઝાનિયાની સાથે આઇસીએઆઈનાં સંબંધો સ્થાપિત થવાથી ભારતીય સીએ માટે પરોક્ષ રીતે રોજગારીનું સર્જન કરવામાં મદદ મળશે, કારણ કે તાન્ઝાનિયાનાં કર્મચારીઓ વચ્ચે તેમને સ્વીકાર્યતા અને માન્યતા મળશે. સાથે-સાથે તેનાથી આફ્રિકાનાં બજારમાં કાર્યરત તથા આફ્રિકા અને તાન્ઝાનિયાનાં બજારોમાં કામ કરવાની ઇચ્છા ધરાવતાં ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સકારાત્મક છબી બનાવવામાં પણ મદદ મળશે. આઇસીએઆઈ ભારતીય સંસદનાં એક કાયદા દ્વારા સ્થાપિત એક કાયદેસર સંસ્થા છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ કાયદો, 1949 ભારતમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનાં વ્યવસાયને સંચાલિત કરે છે. નેશનલ બોર્ડ ઑફ એકાઉન્ટન્ટ્સ એન્ડ ઓડિટર્સ (એનબીબીએ)ની સ્થાપના તાન્ઝાનિયાની સંસદ દ્વારા સ્વીકૃત 1972નાં ઓડિટર્સ એન્ડ એકાઉન્ટન્ટ્સ (રજિસ્ટ્રેશન) કાયદા નંબર 33 અને 1995નાં કાયદા નંબર 2માં સંશોધન અંતર્ગત કરવામાં આવી છે. તાન્ઝાનિયા સરકારનાં નાણાં મંત્રાલયને આધિન તેનું સંચાલન થાય છે.","Cabinet approves MoU between the ICAI and “National Board of Accountants and Auditors, Tanzania" https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A1%E0%AB%80%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-interacts-with-mudrayojana-beneficiaries-across-the-country-through-video-bridge/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડીયો બ્રિજના માધ્યમથી સમગ્ર દેશના મુદ્રા યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી. પ્રધાનમંત્રી દ્વારા વિડીયો બ્રીજની શ્રેણીમાં સરકારી યોજનાના વિવિધ લાભાર્થીઓ સાથે વાતચીત પ્રક્રિયામાં આ દ્વિતીય વિડીયો કોન્ફરન્સીંગ હતી. લાભાર્થીઓ સાથે વાત કરતા આનંદનો અનુભવ કરી રહ્યા હોવાનું જણાવી પ્રધાનમંત્રીએ કહ્યું કે મુદ્રા યોજના એ રોજગારીને બમણી કરનારી સાબિત થઇ છે. તેમણે આગળ વધુમાં ઉમેર્યું કે આ પહેલ દ્વારા ઉદ્યોગકારોને ધિરાણકર્તાઓ અને દલાલોના વિષચક્રમાંથી મુક્તિ મેળવવામાં મદદ મળી છે. તેણે યુવાનો, મહિલાઓ અને જે લોકો તેમના વ્યવસાયને શરુ કરવા અથવા વધારવા માંગે છે તેમની માટે નવી તકોનું નિર્માણ કર્યું છે. પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત સરકારે અત્યાર સુધીમાં 5.75 લાખ કરોડ રૂપિયાની કુલ 12 કરોડ લોન મંજુર કરી છે. જેમાંથી 3.25 લાખ કરોડ રૂપિયાની કિંમતવાળી 28% લોન સૌપ્રથમ વાર ઉદ્યોગ શરુ કરનારા ઉદ્યોગસાહસિકોને આપવામાં આવી છે. વહેંચવામાં આવેલ કુલ લોનમાંથી કુલ લાભાર્થીઓમાંથી 74% મહિલાઓ છે અને 55% લોન એસસી/એસટી અને અન્ય પછાત વર્ગોને આપવામાં આવી છે. પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના લાભાર્થીઓને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આ યોજનાએ ગરીબોના જીવનને બદલી નાખ્યું છે. તેમણે કહ્યું કે નાના અને લઘુ વ્યવસાયોને ઉમેરીને આ યોજનાએ લોકોને આર્થિક, સામાજિક રીતે મજબુત કરવામાં મદદ કરી છે અને લોકોને સફળ બનવા માટે એક મંચ પૂરું પાડ્યું છે. સ્વ-રોજગારનું નિર્માણ કરવા પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે સ્વ-રોજગારી હોવું એ હાલના સમયમાં ગર્વનો વિષય છે અને તેણે લોકોને એવી બાબતો પ્રાપ્ત કરવામાં મદદ કરી છે કે જે અગાઉ અશક્ય લાગતી હતી. વાતચીત દરમિયાન પ્રધાનમંત્રીએ જણાવ્યું કે જો મુદ્રા યોજના કેટલાક વર્ષો અગાઉ અમલમાં મુકવામાં આવી હોત તો તેણે લાખો લોકોને તેમના પોતાના વ્યવસાયો શરુ કરવામાં મદદ કરી હોત અને તેનાથી મોટી સંખ્યામાં હિજરત કરીને જનારા લોકોની સંખ્યાને અટકાવી શકાઈ હોત. પ્રધાનમંત્રી સાથે વાતચીત કરતા લાભાર્થીઓએ એ બાબત દર્શાવી કે કઈ રીતે મુદ્રા યોજનાએ તેમને તેમનો પોતાનો વ્યવસાય સ્થાપિત કરવામાં મદદ કરી છે અને તેના કારણે અન્ય લોકો માટે રોજગારીનું નિર્માણ કરવામાં પણ મદદ કરી છે. પ્રધાનમંત્રી મુદ્રા યોજના (પીએમએમવાય) એ નોન-કોર્પોરેટ, નોન-ફાર્મ, નાના/લઘુ ઉદ્યોગોને 10 લાખ સુધીની લોન પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી દ્વારા 8 એપ્રિલ, 2015ના રોજ શરુ કરવામાં આવેલ એક યોજના છે. આ ધિરાણોને પીએમએમવાય અંતર્ગત મુદ્રા તરીકે ઓળખવામાં આવે છે. આ લોન કમર્શિયલ બેંકો, આરઆરબી, નાની ફાયનાન્સ બેંકો, કોર્પોરેટ બેંકો, એમએફઆઈ અને એનબીએફસી દ્વારા આપવામાં આવે છે.",PM interacts with Mudra Yojana beneficiaries across the country through video bridge https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B3%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AA%E0%AA%B6%E0%AB%81%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B2%E0%AA%A8-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87/,https://www.pmindia.gov.in/en/news_updates/cabinet-apprised-of-the-mou-between-india-and-denmark-for-cooperation-in-the-fields-of-animal-husbandry-and-dairying/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી. તેમાં કેન્દ્રીય મંત્રીમંડળને પશુપાલન અને ડેરી ક્ષેત્રમાં સહયોગ સ્થાપિત કરવા માટે ભારત અને ડેન્માર્ક વચ્ચે હસ્તાક્ષર થયેલા સમજૂતી કરાર (એમઓયુ)ની જાણકારી આપવામાં આવી હતી. આ સમજૂતી પર 16 એપ્રિલ, 2018નાં રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સમજૂતીનો ઉદ્દેશ ડેરી વિકાસ અને સંસ્થાગત માળખાને મજબૂત કરવા અંગે વર્તમાન જાણકારીનો વ્યાપ વધારવા માટે પશુપાલન અને ડેરી ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગને પ્રોત્સાહન આપવાનો છે. આ એમઓયુ અંતર્ગત સંયુક્ત કાર્યક્રમો તૈયાર કરવા, સહયોગ અને ચર્ચાવિચારણા કરવા તથા સંબંધિત મૂલ્યાંકન માટે દરેક પક્ષનાં પ્રતિનિધિત્વની સાથે એક સંયુક્ત કાર્ય સમૂહ (જેડબલ્યુસી)ની રચના કરવામાં આવશે. આ ભાગીદારી અંતર્ગત ડેન્માર્ક પશુ પ્રજનન, પશુ સ્વાસ્થ્ય અને ડેરી, ઘાસચારાનું વ્યવસ્થાપન વગેરે ક્ષેત્રમાં જ્ઞાન અને કુશળતા પ્રદાન કરાવશે, જેથી પારસ્પરિક હિત ધરાવતાં પશુનાં વેપાર સહિત ભારતીય પશુઓની ઉત્પાદકતા અને ઉત્પાદનમાં વધારો થઈ શકશે.",Cabinet apprised of the MoU between India and Denmark for cooperation in the fields of Animal Husbandry and Dairying https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%9F%E0%AB%87%E0%AA%95%E0%AA%A8%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-to-attend-annual-dgp-conference-at-bsf-academy-in-tekanpur/,"પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટેકનપુર, મધ્યપ્રદેશમાં બીએસએફ અકાદમી ખાતે આગામી 7મી અને 8મી જાન્યુઆરીએ ડીજીપી અને આઈજીપીની વાર્ષિક પરિષદમાં ભાગ લેશે. ડીજીપીની આ પરિષદમાં સમગ્ર દેશમાંથી આવેલા ટોચના પોલીસ અધિકારીઓ સુરક્ષાને લગતા મુદ્દાઓ વિશે વિચાર વિમર્શ કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પરિષદને અગાઉ વર્ષ 2014માં આસામનાં ગુવાહાટીમાં, વર્ષ 2015માં ગુજરાત ખાતે કચ્છનાં ધોરડો રણમાં અને વર્ષ 2016માં હૈદરાબાદની પોલીસ અકાદમાં પણ સંબોધન કર્યું હતું. છેલ્લી મુલાકાત દરમિયાન, સરહદપારના આતંકવાદ અને કટ્ટરવાદને લગતા મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ નેતૃત્વ, સોફ્ટ સ્કીલ્સ અને સંયુક્ત તાલીમના મહત્વ ઉપર ભાર મુક્યો હતો. તેમણે પોલીસ દળ માટે ટેકનોલોજી અને માનવ ઇન્ટરફેસનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. વાર્ષિક ડીજીપી સભાને રાષ્ટ્રીય રાજધાનીની બહાર યોજવા પાછળ પ્રધાનમંત્રીનું એ દુરંદેશીપણું હતું કે આ પ્રકારની સભાઓ સમગ્ર દેશમાં યોજાવી જોઈએ અને તે માત્ર દિલ્હી પુરતી મર્યાદિત ન રહેવી જોઈએ.",PM to attend Annual DGP Conference at BSF Academy in Tekanpur https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%A8%E0%AB%87%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B3%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D/,https://www.pmindia.gov.in/en/news_updates/former-pm-of-nepal-shri-pushpa-kamal-dahal-prachanda-calls-on-pm/,નેપાળના પૂર્વ પ્રધાનમંત્રી અને નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીના સહ-અધ્યક્ષ શ્રી પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. બંને નેતાઓએ ભારત-નેપાળના સંબંધોમાં પ્રગતિની સાથે-સાથે દ્વિપક્ષીય હિતોના વિષયો પર ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ એમની અગાઉની મુલાકાતને યાદ કરી હતી અને ભારત-નેપાળના સંબંધોને ઘનિષ્ઠ બનાવવા માટે શ્રી દહલના યોગદાન બગલ એમનો આભાર પ્રગટ કર્યો હતો. આ વર્ષે થયેલી પોતાની નેપાળની બંને યાત્રાને યાદ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યુ હતુ કે ભારત-નેપાળ વચ્ચે સતત થઇ રહેલ ઉચ્ચ સ્તરીય વાર્તાલાપે બંને દેશોના સંબંધોને ગતિ પ્રદાન કરી છે.,"Former PM of Nepal, Shri Pushpa Kamal Dahal ‘Prachanda’ calls on PM" https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AF-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%95-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B6%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D/,https://www.pmindia.gov.in/en/news_updates/cabinet-approves-amendment-in-the-national-council-for-teacher-education-act-1993/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે રાષ્ટ્રીય શિક્ષક પ્રશિક્ષણ પરિષદ અધિનિયમ, 1993 માં સુધારો કરીને રાષ્ટ્રીય શિક્ષક પ્રશિક્ષણ પરિષદ અધિનિયમ (સંશોધિત) ધારો, 2017નાં નામે રજૂ કરવાની મંજૂરી આપી છે, જેનો ઉદ્દેશ એનસીટીઇની મંજૂરી વિના શિક્ષકનાં શૈક્ષણિક અભ્યાસક્રમો હાથ ધરનાર કેન્દ્રીય/પ્રાદેશિક/વિશ્વવિદ્યાલયોને પશ્ચાતવર્તી માન્યતા આપવાનો છે. આ સુધારાનો હેતુ અકાદમિક વર્ષ 2017-2018 સુધી એનસીટીઇની માન્યતા વિના શિક્ષકો માટે શૈક્ષણિક અભ્યાસક્રમો હાથ ધરનાર કેન્દ્ર/રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશનું ફંડ મેળવતી સંસ્થાઓ/વિશ્વવિદ્યાલયોને પશ્ચાતવર્તી માન્યતા આપવાનો છે. પશ્ચાતવર્તી માન્યતા એક વખત ઉઠાવેલા પગલાં સ્વરૂપે આપવામાં આવી છે, જેથી આ સંસ્થાઓમાંથી પાસ થનાર વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે એ સુનિશ્ચિત કરી શકાય. આ સુધારો એ સંસ્થાઓ/વિશ્વવિદ્યાલોયમાં અભ્યાસ કરનાર કે પાસ થનાર વિદ્યાર્થીઓને શિક્ષક તરીકે રોજગારી મેળવવા સક્ષમ બનાવશે. માનવ સંસાધન વિકાસ મંત્રાલયનાં શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગે ઉપરોક્ત ઉલ્લેખિત લાભ પ્રાપ્ત કરાવવા આ સુધારો રજૂ કર્યો છે. બી. એડ અને ડી. ઇએલ. એડ. જેવા શિક્ષકોનાં શૈક્ષણિક અભ્યાસક્રમો ચલાવતી તમામ સંસ્થાઓએ એનસીટીઇ કાયદાની કલમ 14 હેઠળ રાષ્ટ્રીય શિક્ષક પ્રશિક્ષણ પરિષદ પાસેથી માન્યતા મેળવવી પડશે. ઉપરાંત આ પ્રકારની માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ/વિશ્વવિદ્યાલયોનાં અભ્યાસક્રમોને એનસીટીઇ ધારાની કલમ 15 હેઠળ મંજૂરી આપવામાં આવશે. એનસીટીઇએ તમામ કેન્દ્રિય વિશ્વવિદ્યાલયો અને/રાજ્ય ઓબ્વર્ન્મેન્ટ/રાજ્યનાં વિશ્વવિદ્યાલયો/જિલ્લા શૈક્ષણિક અને તાલીમ સંસ્થાઓ (ડીઆઇઇટી)ને લખીને એનસીટીઇને 31-03-2017 સુધી શિક્ષણ માટે શૈક્ષણિક અભ્યાસક્રમો શરૂ કરવા પૂર્વમંજૂરી મેળવવાનું ફરજિયાત બનાવવાની કાયદેસર જોગવાઈ વિશે જાણકારી આપી હતી. તમામ કેન્દ્રિય વિશ્વવિદ્યાલયો અને/રાજ્ય ઓબ્વર્ન્મેન્ટ/રાજ્યની વિશ્વવિદ્યાલયો/જિલ્લા શૈક્ષણિક અને તાલીમ સંસ્થાઓ (ડીઆઇઇટી) 31-03-2017 સુધી આ પ્રકારની કોઈ સંસ્થા/યુનિવર્સિટી એનસીટીઇની મંજૂરી વિના ચાલતી હોય તો એનસીટીઈને જાણ કરીને એક વખતનાં પગલાં સ્વરૂપે જૂનાં મુદ્દાઓનું સમાધાન કરી શકે છે. પૃષ્ઠભૂમિ: એનસીટીઇ ધારો, 1993 1 જુલાઈ, 1995થી અમલમાં આવ્યો હતો અને જમ્મુ-કાશ્મીર સિવાય સમગ્ર દેશમાં લાગુ થયો હતો. આ ધારાનો મુખ્ય ઉદ્દેશ એનસીટીઇને શિક્ષક માટેની શૈક્ષણિક વ્યવસ્થા, નિયમનનાં આયોજિત અને સંકલિત વિકાસને હાંસલ કરવા તથા કથિત વ્યવસ્થામાં યોગ્ય નિયમો અને ધારાધોરણો જાળવવા સંસ્થા પ્રદાન કરવાનો છે. આ ધારાનાં ઉદ્દેશો પાર પાડવા કાયદામાં અલગ જોગવાઈઓ કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ શિક્ષણ માટે શૈક્ષણિક અભ્યાસક્રમોને માન્યતા આપવાનો અને માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ/વિશ્વવિદ્યાલયો દ્વારા નિયમોનાં પાલન માટે માર્ગદર્શિતા સ્થાપિત કરવાનો છે.","Cabinet approves amendment in the National Council for Teacher Education Act, 1993" https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%9A%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A8%E0%AA%BE%E0%AA%87%E0%AA%A8%E0%AB%87/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-congratulates-chennai-on-citys-inclusion-in-unesco-creative-cities-network/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચેન્નાઇને યુનેસ્કોનાં ક્રિએટિવ શહેરોનાં નેટવર્કમાં સમાવેશ થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું, “ચેન્નાઇની સમૃદ્ધ સંગીત પરંપરા માટે યુનેસ્કો ક્રિએટિવ શહેરોનાં નેટવર્કમાં તેના સમાવેશ પર ચેન્નાઇના લોકોને અભિનંદન. આપણી સમૃદ્ધ સંસ્કૃતિમાં ચેન્નાઇનું યોગદાન મૂલ્યવાન છે. આ ભારત માટે ગૌરવની બાબત છે.",PM congratulates Chennai on city’s inclusion in UNESCO creative Cities Network https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9C%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%B6%E0%AA%AE-4/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-greets-everyone-on-vijaya-dashami-2/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિજયા દશમીના અવસર પર સૌને શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ એવી પણ કામના કરી કે આ શુભ અવસર દરેકના જીવનમાં હિંમત, સંયમ અને સકારાત્મક ઊર્જા લાવે. પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું; “વિજયના પ્રતીક વિજયાદશમી પર તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન. હું ઈચ્છું છું કે આ શુભ અવસર દરેકના જીવનમાં હિંમત, સંયમ અને સકારાત્મક ઊર્જા લાવે.”",PM greets everyone on Vijaya Dashami https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%B5%E0%AB%80%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%AC%E0%AB%8D-3/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-interacts-with-farmers-across-the-country-through-video-bridge/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો બ્રિજના માધ્યમથી સમગ્ર દેશના ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો હતો. આ વીડિયો સંવાદના માધ્યમથી 2 લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટરો (સીએસસી) અને 600 કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (કેવીકે)ને જોડવામાં આવ્યા હતા. સરકારી યોજનાઓના વિવિધ લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સ માધ્યમથી પ્રધાનમંત્રી દ્વારા વાર્તાલાપનો આ સાતમો સંવાદ હતો. 600થી વધુ જિલ્લાઓના ખેડૂતો સાથે વાત કરવાનો આનંદ વ્યક્ત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ખેડૂતો એ આપણા ‘અન્નદાતા’ છે. તેમણે કહ્યું કે દેશની ખાદ્યાન્ન સુરક્ષાનો સંપૂર્ણ શ્રેય ખેડૂતોના શિરે જવો જોઈએ. ખેડૂતો સાથેના પ્રધાનમંત્રીના વાર્તાલાપમાં કૃષિ અને અન્ય સંલગ્ન ક્ષેત્રોને લગતા અનેકવિધ મુદ્દાઓને સાંકળી લેવામાં આવ્યા હતા જેમ કે ઓર્ગેનિક કૃષિ, વાદળી ક્રાંતિ, પશુપાલન, બાગાયતી ખેતી, ફૂલોની ખેતી વગેરે. દેશમાં ખેડૂતોના સંપૂર્ણ કલ્યાણ માટે તેમનો દ્રષ્ટિકોણ રજૂ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકાર 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા અને ખેડૂતોને તેમના ઉત્પાદન માટે વધુમાં વધુ કિંમતો પૂરી પાડવા માટે કામ કરી રહી છે. તેમણે ઉમેર્યું કે તેમનો પ્રયાસ છે કે ખેડૂતોને પાકની તૈયારીથી લઈને તેના વેચાણ સુધીના કૃષિના દરેક તબક્કે મદદ મળી રહે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સરકાર કાચા માલની લઘુત્તમ કિંમતોની મળી રહે, ઉત્પાદન માટે યોગ્ય કિંમત પૂરી પાડવામાં આવે, ઉત્પાદનનો બગાડ થતો અટકાવી શકાય અને ખેડૂતો માટે આવકના વૈકલ્પિક સ્રોતો સુનિશ્ચિત કરવા માટે ઉત્સુક છે. તેમણે કહ્યું કે સરકારની કટિબદ્ધતાના પરિણામસ્વરૂપ ખેડૂતોએ બાબતનો અનુભવ કરવો જોઈએ કે ‘બીજથી બજાર’ સુધી (વાવણીથી વેચાણ) કઈ રીતે સરકારની વિવિધ પહેલોએ ખેડૂતોને તેમની પરંપરાગત ખેતીને સુધારવા માટે મદદ કરી છે. કૃષિ ક્ષેત્રમાં પરિવર્તન અંગે વાત કરતા શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે કૃષિ ક્ષેત્ર છેલ્લા 48 મહિનામાં ખૂબ ઝડપથી વિકાસ પામ્યું છે. તેમણે ઉમેર્યું કે આ સમયગાળા દરમિયાન દેશમાં દૂધ, ફળો અને શાકભાજીઓનું નોંધપાત્ર ઉત્પાદન જોવા મળ્યું છે. સરકારે કૃષિ ક્ષેત્ર માટે બજેટની જોગવાઈ જે અગાઉની સરકારના પાંચ વર્ષ દરમિયાન 1,21,000 કરોડ રૂપિયા હતી તેની સરખામણીએ તેને વર્તમાન સમયમાં (2014-2019) લગભગ બમણી કરીને 2,12,000 કરોડ રૂપિયા સુધી કરી દીધી છે. એજ રીતે 2010-2014 દરમિયાન થયેલ સરેરાશ 255 મિલિયન ટનના પાક ઉત્પાદનની સરખામણીએ 2017-2018 દરમિયાન પાકનું ઉત્પાદન 279 મિલિયન ટન જેટલું વધી ગયું છે. આ સમયગાળા દરમિયાન વાદળી ક્રાંતિને લીધે મત્સ્ય ઉદ્યોગમાં 26 ટકાનો અને પશુપાલન તેમજ દૂધ ઉત્પાદનમાં 24 ટકાનો વધારો નોંધાયો છે. ખેડૂતો સાથે વાતચીત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ખેડૂતોના સમગ્ર કલ્યાણને સુનિશ્ચિત કરવા માટે સરકારે સોઇલ હેલ્થ કાર્ડ, કિસાન ક્રેડિટ કાર્ડના માધ્યમથી ધિરાણ, નીમ કોટેડ યૂરિયાના માધ્યમથી ગુણવત્તાયુક્ત ખાતર, પાક વીમા યોજનાના માધ્યમથી પાક વીમો, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાના માધ્યમથી સિંચાઈ પૂરી પાડી છે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત આજની તારીખમાં સમગ્ર દેશમાં અંદાજે 100 સિંચાઈ પરિયોજનાઓ પૂરી કરવામાં આવી છે અને આશરે 29 લાખ હેક્ટર જમીનને સિંચાઈ અંતર્ગત લાવવામાં આવી છે. સરકારે ઓનલાઈન પોર્ટલ ઈ-નામ પણ શરૂ કર્યું છે કે જે ખેડૂતોને તેમના ઉપજ યોગ્ય કિંમતે વેચવા માટે સક્ષમ બનાવે છે. છેલ્લા ચાર વર્ષમાં ઈ-નામ હેઠળ 585 નિયંત્રિત જથ્થાબંધ ભાવના બજારોને આવરી લેવામાં આવ્યા છે. સરકારે ઓર્ગેનિક ખેતી અંતર્ગત પણ આશરે 22 લાખ હેક્ટર જમીનને આવરી લીધી છે કે જે 2013-14માં માત્ર 7 લાખ હેક્ટર હતી. સરકાર પૂર્વોત્તરને ઓર્ગેનિક કૃષિના કેન્દ્ર તરીકે વિકસિત કરવાનું પણ આયોજન કરી રહી છે. વાર્તાલાપ દરમિયાન ખેડૂત ઉત્પાદન સમૂહ અને એફપીઓ (ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન) દ્વારા જે સંગઠિત શક્તિનું પ્રદર્શન કરવામાં આવ્યું છે તે અંગે પણ પ્રધાનમંત્રીએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. કેમ કે તેનાથી ખેડૂતો ઓછા ખર્ચે કૃષિ સંબંધી કાચા માલને પ્રાપ્ત કરવા અને તેમના ઉત્પાદનોને અસરકારક રીતે વેચવા માટે સક્ષમ બનાવે છે. છેલ્લા 4 વર્ષમાં 517 ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે અને ખેડૂતો વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપવા માટે ફાર્મર પ્રોડ્યુસર કંપનીઓને આવકવેરામાં છૂટ આપવામાં આવી છે. પ્રધાનમંત્રી સાથે વાતચીત કરતા વિવિધ કૃષિ યોજનાઓના લાભાર્થીઓએ જણાવ્યું કે કઈ રીતે વિવિધ કૃષિ યોજનાઓએ તેમને ઉત્પાદન વધારવામાં મદદ કરી છે. લાભાર્થીઓએ સોઇલ હેલ્થ કાર્ડના મહત્વને પણ દર્શાવ્યું અને સહયોગાત્મક ચળવળના તેમના અનુભવ પણ વહેંચ્યા હતા.",PM interacts with farmers across the country through video bridge https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%8F%E0%AA%B6%E0%AA%BF%E0%AA%AF%E0%AA%A8-%E0%AA%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AB%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%95%E0%AB%8D%E0%AA%9A%E0%AA%B0-%E0%AA%87/,https://www.pmindia.gov.in/en/news_updates/pms-address-at-the-opening-ceremony-of-the-third-annual-meeting-of-aiib/,"એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકના પ્રમુખ, મંચ પર ઉપસ્થિત અન્ય મહાનુભાવો, ભારત અને વિદેશમાંથી આવેલા પ્રતિષ્ઠિત પ્રતિનિધિઓ, બહેનો અને ભાઈઓ, એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકની ત્રીજી વાર્ષિક બેઠક માટે અહીં મુંબઈ આવવા બદલ હું હર્ષની લાગણી અનુભવી રહ્યો છું. બેંક અને તેના સભ્યો સાથે સહાભાગિતા વધારવાનો અવસર મળવાથી અમે અત્યંત આનંદ અનુભવી રહ્યા છીએ. એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકે તેની આર્થિક કામગીરીનો જાન્યુઆરી 2016માં પ્રારંભ કર્યો હતો. ત્રણ વર્ષથી ઓછા સમયગાળામાં કૂલ મળીને તેના 87 સભ્યો છે અને તેનું મૂડી ભંડોળ 100 અબજ અમેરિકન ડોલરને આંબી ગયું છે. આ બેંક દ્વારા એશિયામાં મહત્વની ભૂમિકા નિભાવવાનું નિશ્ચિત છે. મિત્રો, એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક એ આપણા લોકોને ઉજ્જવળ ભવિષ્ય પૂરું પાડવા માટે એશિયાના દેશોના સામૂહિક પ્રયાસોનું પરિણામ છે. વિકસતા દેશો તરીકે આપણે સમાન પડકારોનો સામનો કરી રહ્યા છીએ. તેમાંનો એક છે માળખાગત સુવિધાઓ માટેની જોગવાઈઓ માટે સંસાધનો શોધવા. મને આનંદ છે કે આ વખતની બેઠકની થીમ છે “માળખાકિય વિકાસ માટે નાણા એકત્રિત કરવા: નવીનીકરણ અને સહયોગ”. એઆઈઆઈબી દ્વારા ટકાઉ માળખાકિય વિકાસમાં થનારું રોકાણ અબજો લોકોના જીવન પર અસર કરનારું છે. એશિયા હજી પણ શિક્ષણ, આરોગ્ય, આર્થિક સેવાઓ અને સામાન્ય રોજગારીની તકોમાં મોટા અંતરથી તફાવતનો સામનો કરી રહ્યું છે. સંસાધનો પેદા કરવામાં એઆઈઆઈબી જેવા સંસ્થાનો ક્ષેત્રીય બહુપક્ષવાદ લાવવામાં મદદરૂપ થવા માટે મહત્વની ભૂમિકા નિભાવી શકે તેમ છે. ઊર્જા અને વીજળી, પરિવહન, દુરસંચાર, ગ્રામીણ માળખું, કૃષિ વિકાસ, જળ પુરવઠો અને ગટર વ્યવસ્થા, પર્યાવરણનું સંરક્ષણ, શહેરી વિકાસ અને માલપરિવહન વગેરે ક્ષેત્રોને લાંબા ગાળાના ભંડોળની જરૂરિયાત છે. આ ભંડોળ માટેના વ્યાજના દર પરવડે તેવા અને યોગ્ય હોવા જોઈએ. ઘણા ઓછા સમયમાં એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકે ડઝન જેટલા દેશોમાં 25 પરિયોજનાઓને ચાર અબજ અમેરિકન ડોલરથી વધુની નાણાકીય મદદ સાથે મંજૂરી આપી છે. આ એક સારી શરૂઆત છે. લગભગ 100 અબજ ડોલરની મૂડી અને સભ્ય દેશો માટે માળખાગત સુવિધાની જરૂરિયાત સાથે હું આ પ્રસંગે એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકને તેના નાણા ભંડોળને 2020 સુધીમાં 4 અબજ ડોલરથી 40 અબજ ડોલર અને 2025 સુધીમાં 100 અબજ ડોલર સુધી વિસ્તારવા માટે અનુરોધ કરું છું. તેના માટે સરળ પ્રક્રિયા અને ઝડપી મંજૂરીની જરૂર પડશે. તેના માટે ઉચ્ચ કક્ષાની ગુણવત્તાની પરિયોજનાઓ અને તેની મજબૂત દરખાસ્તોની પણ જરૂર પડશે. હું માનું છું કે ભારત અને એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક આર્થિક વિકાસ દરને સમાવેશી અને ટકાઉ રાખવા માટે વચનબદ્ધ છે. ભારતમાં આપણે જાહેર ખાનગી ભાગીદારી (પીપીપી) મોડેલ અને ઇનફ્રાસ્ટ્રક્ચર ડેબિટ ફંડ તેમજ માળખાગત સવલતોને ભંડોળ આપવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણ ટ્રસ્ટનો આદર્શ અપનાવ્યો છે. માળખાગત રોકાણ માટે ભારત ઉપલબ્ધ (બ્રાઉનફિલ્ડ) મિલકતને અલગ મિલકત તરીકે વિકસાવી રહ્યું છે. આ પ્રકારની મિલકતોએ જમીન આકારણી, પર્યાવરણ અને વન મંજૂરી જેવા તબક્કા પસાર કરી લીધા છે, જે સામાન્ય રીતે ઓછા જોખમી છે. આમ આ પ્રકારની મૂડી માટે પેન્શન, વીમામાંથી સંસ્થાકીય રોકાણ અને વેલ્થ ફંડ જેવી મિલકતો માટે વધુ ઉજ્જવળ સંભાવનાઓ રહેલી છે. અન્ય પહેલ રાષ્ટ્રીય રોકાણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભંડોળ છે. તેનો હેતુ માળખાગત ક્ષેત્રે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એમ બંને સ્રોતોથી રોકાણ મેળવવાનો છે. આ ભંડોળ એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકે રોકાણ માટે 20 કરોડ અમેરિકન ડોલરના આપેલા વચનને વેગ આપશે. બહેનો અને ભાઇઓ, ભારત વિશ્વની સૌથી મોટી રોકાણ માટે અનુકૂળ અર્થવ્યવસ્થાઓમાંની એક છે. રોકાણકારો વિકાસ અને સ્થિરતા ઇચ્છે છે. તેઓ પોતાના રોકાણને ખાતરીપૂર્વકનું રક્ષણ મળે તે માટે સ્થિર રાજકારણ અને સહકાર ધરાવતું માળખું ઇચ્છે છે. વિશાળ પ્રમાણમાં કામગીરી અને ઉચ્ચ નફાકારકતાથી રોકાણકારો સ્થાનિક બજારનું કદ, કૌશલ્ય ધરાવતા કર્મચારીઓ અને સારા માળખાને પણ ઝંખે છે. આ તમામ માપદંડોમાં ભારત સારી સ્થિતિ પર છે અને સારી કામગીરી બજાવી રહ્યું છે. અમારા કેટલાક અનુભવ અને સિદ્ધિઓને હું તમારી સાથે વહેંચવા માગું છું. વૈશ્વિક અર્થતંત્ર માટે ભારત મહત્વના સ્થાન તરીકે આગળ વધી રહ્યું છે અને તે વૈશ્વિક વિકાસને પણ આગળ ધપાવી રહ્યું છે. 2.8 ટ્રિલિયન અમેરિકન ડોલરના કદ સાથે તે વિશ્વમાં સાતમા ક્રમે છે. ખરીદ શક્તિમાં ભારત અત્યારે ત્રીજો સૌથી મોટો દેશ છે. 2017ના ચોથા ત્રિમાસિકમાં ભારતનો વિકાસ દર 7.7 ટકાનો રહ્યો છે. અમે 7.4 ટકાના વિકાસ દરની ધારણા રાખી હતી. સ્થિર કિંમતોને કારણે અમારા સૂક્ષ્મ-આર્થિક માપદંડો મજબૂત છે. મજબૂત બાહ્ય તંત્ર અને ફુગાવાની સ્થિતિ અંકુશમાં છે. તેલની કિંમતો વધી રહી હોવા છતાં ફુગાવો નિર્ધારિત મર્યાદામાં છે. સરકાર રાજકોષીય એકત્રીકરણના માર્ગે પ્રતિબદ્ધ છે. જીડીપીની ટકાવારી મુજબ સરકારનું દેવું ઘટી રહ્યું છે. લાંબી રાહ જોયા બાદ ભારતના રેટિંગમાં સુધારો કર્યો છે. બાહ્ય ક્ષેત્રો તંદુરસ્ત રહ્યા છે. અમારો વિદેશી હુંડિયામણ દર 400 અબજ અમેરિકન ડોલરથી વધુ છે જે અમને પર્યાપ્ત રક્ષણ પૂરું પાડે છે. ભારતના અર્થતંત્રમાં વિશ્વનો ભરોસો મજબૂત બની રહ્યો છે અને વધી રહ્યો છે. કુલ એફડીઆઇનો વેગ સ્થિરતાપૂર્વક વધી રહ્યો છે અને છેલ્લા ચાર વર્ષમાં 222 અબજ અમેરિકન ડોલર એકત્રિત કરવામાં આવ્યા છે. અંકટાડના વિશ્વ રોકાણ અહેવાલ મુજબ ભારત અત્યારે વિશ્વના મોખરાના એફડીઆઈ માટેના ઉત્તમ સ્થાનો પૈકીનું એક છે. બહેનો અને ભાઈઓ, વિદેશી રોકાણકારની નજરથી જોઇએ તો ભારતને સૌથી ઓછી જોખમી રાજનૈતિક અર્થવ્યવસ્થા માનવામાં આવે છે. રોકાણને વેગ આપવા માટે સરકારે સંખ્યાબંધ પગલા લીધા છે. વેપાર અને સાહસોમાં સુધારા માટે અમે સરળ નિયમો ઘડ્યા છે. અમે રોકાણકારને સક્ષમ, પારદર્શી, ભરોસાપાત્ર અને અપેક્ષિત વાતાવરણ પૂરું પાડ્યું છે. એફડીઆઈ માળખાને અમે સાનુકૂળ કર્યું છે. આજે મોટા ભાગના ક્ષેત્રો સ્વયંસંચાલિત મંજૂરીના માર્ગે છે. અમારા દેશની પ્રગતિમાં માલ અને સેવા કર (જીએસટી) સૌથી નોંધપાત્ર સુધારો છે. તે એક રાષ્ટ્ર એક કરના સિદ્ધાંત પર ચાલે છે. તેણે બમણા ટેક્સને ઘટાડી દીધો છે અને તેનાથી માલ પરિવહન ક્ષમતા વધી છે. ભારતમાં વ્યવસાય કરવા રોકાણકારો માટે આ બાબત સરળ બની છે. આ અને આ પ્રકારના અન્ય સુધારાની વૈશ્વિક સમૂદાયે નોંધ લીધી છે. વિશ્વ બેંકના વ્યાપાર-વાણિજ્ય માટે સરળતા માટેના 2018ના અહેવાલમાં ભારતે છેલ્લા ત્રણ વર્ષમાં 42 ક્રમની છલાંગ લગાવી છે અને હવે ભારત મોખરાના 100 દેશમાં આવી ગયો છે. ભારતીય બજારના કદ અને વિકાસમાં ઘણી શક્યતાઓ રહેલી છે. છેલ્લા દસ વર્ષમાં ભારતની માથાદીઠ આવક બમણી થઈ ગઈ છે. અમારી પાસે 30 કરોડથી વધારે મધ્યમવર્ગીય ગ્રાહકો છે. આગામી દસ વર્ષમાં આ સંખ્યા બમણી થઈ જવાની અપેક્ષા છે. ભારતના કદ અને જરૂરિયાતે રોકાણકાર માટે અર્થવ્યવસ્થાનો વધારાનો લાભ આપ્યો છે. ઉદાહરણ તરીકે ભારતમાં આવાસ કાર્યક્રમનો લક્ષ્યાંક શહેરી વિસ્તારમાં એક કરોડ આવાસોનો છે. આ સંખ્યા ઘણા બધા દેશોને એકત્રિત કરીને તેની કુલ જરૂરિયાત કરતા પણ ઘણી વધારે છે. આથી જ ભારતમાં જો પ્રયાસ કરવામાં આવે તો મકાનના બાંધકામમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ વધારાનો લાભ કરાવી આપે છે. આ વ્યાપનું અન્ય ઉદાહરણ છે ભારતમાં પુનઃપ્રાપ્ય ઊર્જા કાર્યક્રમ. અમે 2022ના વર્ષ સુધીમાં 175 ગિગાવોટ પુનઃપ્રાપ્ય ઊર્જાની ક્ષમતાનો લક્ષ્યાંક રાખ્યો છે. તેમાંથી 100 ગિગાવોટ સૌર ઊર્જા ક્ષમતા હશે. અમે આ લક્ષ્યાંકમાં ઉમેરો કરવા જઈ રહ્યા છીએ. 2017માં જે ઊર્જા હતી તેમાં વધુ પુનઃપ્રાપ્ય ઊર્જા ઉમેરી છે. આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન મારફતે અમે મુખ્ય પ્રવાહમાં સામૂહિક પ્રયાસથી ઉમેરો કરી રહ્યા છીએ. આ વર્ષના પ્રારંભે આ જોડાણની એક પરિષદ નવી દિલ્હીમાં મળી હતી. આ જોડાણે 2030 સુધીમાં એક ટ્રિલિયન અમેરિકી ડોલરના રોકાણ સાથે 1000 ગિગાવોટની સૌર ક્ષમતાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. ભારત ઈ-મોબિલીટી પર કામ કરી રહ્યું છે. અમારી સામેના પડકારો છે ટેકનોલોજી અને ભંડારણ. આ વર્ષે અમે વૈશ્વિક મોબિલીટી કોન્ફરન્સ યોજી રહ્યા છીએ. મને આશા છે કે તેનાથી અમને આગળ વધવામાં મદદ મળશે. મિત્રો, ભારતમાં અમે તમામ સ્તરે કનેક્ટિવિટીમાં સુધારો કરી રહ્યા છીએ. ભારતમાલા યોજનાનો હેતુ માર્ગ કનેક્ટિવિટીમાં સુધારો લાવવાનો છે અને તે માટે નેશનલ કોરીડોર અને રાજમાર્ગોનું બાંધકામ થઈ રહ્યું છે. બંદરોની કનેક્ટિવિટી, બંદરોનું આધુનિકીકરણ અને ઉદ્યોગો સાથે બંદરોના જોડાણ માટે સાગરમાલા પ્રોજેક્ટ હાથ ધરાયો છે. રેલવે નેટવર્ક પરનો બોજો ઘટાડવા માટે ખાસ માલવહન કોરિડોર રચવામાં આવ્યા છે. કાંઠામાં જળમાર્ગ ટ્રાન્સપોર્ટ દ્વારા આંતરિક વેપાર માટે રાષ્ટ્રીય જળ માર્ગની ક્ષમતા વધારવા માટે જળ માર્ગ વિકાસ પ્રોજેક્ટ હાથ ધરાયો છે. પ્રાંતિય હવાઈમથકના વિકાસ માટે અમારી ઉડાન યોજના છે. આ ક્ષેત્ર હું માનું છું ત્યાં સુધી વંચિત રહ્યું છે અને તેના પર ધ્યાન આપવાની જરૂર છે જેમાં ભારતના વિશાળ કાંઠાના વિસ્તાર અને પરિવહન તથા માલની હેરફેર પર નજર રાખી શકાશે. જ્યારે આપણે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના પરંપરાગત ખ્યાલ અંગે વાત કરીએ ત્યારે હું ભારતે જેના પર કામ કર્યું છે તેવા આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ચોક્કસથી ઉલ્લેખ કરીશ. ભારતનેટ દેશમાં અંતિમ માઈલ સુધી ઈન્ટરનેટ જોડાણ પૂરૂ પાડવાનો લક્ષ્યાંક ધરાવે છે. ભારતમાં 460 મિલિયન ઈન્ટરનેટ ઉપભોક્તા છે અને 1.2 બિલિયન લોકો ફોનનો ઉપયોગ કરે છે. અમે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપી રહ્યા છીએ. અમારી યુનાઈટેડ પેમેન્ટ ઈન્ટરફેસ પ્રણાલી અથવા યુપીઆઈ તથા ભીમ એપ અને રૂપે કાર્ડ ભારતના ડિજિટલ અર્થતંત્રની ક્ષમતા દેખાડે છે. ઉમંગ એપ દ્વારા 100થી વધારે જાહેર સેવાના ક્ષેત્રો દેશવાસીઓને તેમના મોબાઈલ ફોન પર ઉપલબ્ધ છે. અમારૂ ડિજિટલ ઈન્ડિયા મિશન ડિજિટલ રીતે અલગ પડેલા ગામડા અને શહેરોને જોડાવા માટે કાર્યરત છે. ખેતી ભારતના અર્થતંત્રની જીવાદોરી છે. અમે ગોદામ અને કોલ્ટ સ્ટોરેજ, ખાદ્ય પ્રસંસ્કરણ, પાક વીમો અને ખેતી સાથે સંકળાયેલી અન્ય પ્રવૃત્તિઓમાં રોકાણ વધે તેને પ્રોત્સાહન આપી રહ્યા છીએ. અમે સૂક્ષ્મ-સિંચાઇને પ્રોત્સાહન આપી રહ્યા છીએ જેથી પાણીના ઓછા ઉપયોગમાં પણ ઉત્પાદન વધારી શકાય. એઆઈઆઈબી આ ક્ષેત્રમા રોકાણની સંભાવનાઓને જુએ અને અમારો સહયોગ કરે. અમારો લક્ષ્યાંક 2022 સુધીમાં પ્રત્યેક ગરીબ અને ઘરવિહોણા લોકોને શૌચાલય, પાણી અને વિજળી સહિતનું મકાન આપવાનો છે. અમે કચરાના વ્યવસ્થાપન માટે વિવિધ અસરકારક રણનીતિ અંગે વિચારી રહ્યા છીએ. અમે તાજેતરમાં જ આયુષમાન ભારત અને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા અભિયાન જેવી યોજના શરૂ કરી છે. આનાથી 100 મિલિયન ગરીબો અને વંચિત પરિવારોને વાર્ષિક 7000 ડોલરના વીમાનો લાભ મળશે. અમારી સ્વાસ્થ્યને લગતી યોજનાઓના કારણે મોટી સંખ્યામાં રોજગારી પણ નિર્માણ કરશે. આનાથી ઉચ્ચ ગુણવત્તાની દવાઓ અને અન્ય તબીબી ટેકનોલોજીના સાધનોનું નિર્માણ કરવા માટે પ્રોત્સાહન આપશે. આ ઉપરાંત તેનાથી સંલગ્ન કોલ સેન્ટર, સંશોધન અને મૂલ્યાંકન તથા આઈઈસી પ્રવૃત્તિઓ જેવા ક્ષેત્રમાં રોજગારીનું નિર્માણ થશે. સમગ્ર સ્વાસ્થ્ય ઉદ્યોગને આનાથી વેગ મળશે. આ ઉપરાંત સરકાર સ્વાસ્થ્યના લાભો આપે છે તેનાથી પરિવારને બચાવવા માટે સ્વાસ્થ્ય પાછળ થતો ખર્ચ અન્ય રોકાણમાં ઉપયોગમાં લઈ શકાશે. તેનાથી ગરીબ પરિવારની આવકમાં વધારો થશે જેનાથી અર્થતંત્રમાં પણ માંગ ઊભી થશે. હું રોકાણકારો માટે આ ક્ષેત્રમાં ઘણો લાભ જોઈ શકું છું. મિત્રો, પુનરોત્થાનની ભારતની વાતો એશિયાના મોટા ભાગના દેશોને પણ સ્પર્શે છે. હવે ભારતીય ઉપખંડ વૈશ્વિક આર્થિક પ્રવૃત્તિના હાર્દમાં છે. તે હવે વિશ્વમાં વિકાસનું મુખ્ય એન્જિન બની ગયો છે. ખરેખર હવે જેમ ઘણા લોકો કહે છે તેમ આ “એશિયાની સદી” છે. ‘નવા ભારત’નો ઉદય થઇ રહ્યો છે. તે એક એવું ભારત છે કે જે તમામને માટે આર્થિક તકો, જ્ઞાન આધારિત અર્થતંત્ર, સંપૂર્ણ વિકાસ તથા આધુનિક, લવચીક અને ઇન્ફ્રાસ્ટ્રકચરના પાયા પર ઉભેલું છે. અને એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક સહિત હવે અન્ય તમામ વિકાસ ભાગીદારો સાથેની સહભાગીતાને ચાલુ નિરંતર ચાલુ રાખવા માટે આશાન્વિત છીએ. અંતે હું આશા રાખું છું કે આ ફોરમમાં થઈ રહેલી ચર્ચા દરેકને માટે ઉપયોગી અને લાભદાયી સાબિત થાય. ધન્યવાદ.",PM’s address at the opening ceremony of the Third Annual Meeting of AIIB https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AF%E0%AA%BE%E0%AA%82%E0%AA%97%E0%AB%81%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4%E0%AB%80%E0%AA%AF-%E0%AA%B8%E0%AA%AE%E0%AB%82%E0%AA%A6%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A8/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-addresses-indian-community-in-yangon/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મ્યાનમારના યાંગુન ખાતે ભારતીય સમૂદાયને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ ઉપસ્થિત જનમેદનીને સંબોધતાં કહ્યું હતું કે, “તમે હજારો વર્ષોથી ભારત અને મ્યાનમારના મહાન સુપુત્રો અને સુપુત્રીઓની સિદ્ધિઓ અને આકાંક્ષાઓનું, સંસ્કૃતિ અને સામાજિક સુધારણા, ભૂગોળ અને ઇતિહાસનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છો” તેમણે મ્યાનમારની મહાન આધ્યાત્મિક સંસ્કૃતિની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારતીય યહૂદીઓ અહીં ભારત માટે રાષ્ટ્રદૂત જેવા છે. તેમણે કહ્યું હતું કે યોગાને જે વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થઈ છે તે આ યહૂદીઓની સિદ્ધિ છે જેણે યોગાને વિશ્વના તમામ ખૂણે ખૂણે પહોંચાડ્યો છે. “હું તમને મળી રહ્યો છું ત્યારે મને એવી લાગણી પણ થાય છે કે વિદેશમાં વસતા આપણા ભાઈઓનો ભારતમાં સરકારી શાસકો સાથેનો વાર્તાલાપ હવે માત્ર એક તરફી રહી ગયો નથી. ” તેમ પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું. અમે આપણા દેશમાં માત્ર સુધારા જ કરી રહ્યા નથી પરંતુ નવા રાષ્ટ્રનું નિર્માણ કરી રહ્યા છીએ તેવી ખાતરી આપતા પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે ગરીબી, આતંકવાદ. ભ્રષ્ટાચાર. કોમવાદ, જ્ઞાતિવાદથી મુક્ત ભારતનું નિર્માણ થઈ રહ્યું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારતમાં કેન્દ્ર સરકાર માળખાગત સુવિધા પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. તેમણે જણાવ્યું કે સારી સવલતો એટલે હવે માત્ર રસ્તાઓ અને રેલવે જ રહી નથી તેમાં હવે એવા પાસાનો સમાવેશ થાય છે જે સમાજમાં ગુણવત્તાસભર પરિવર્તન લાવે છે. તેમણે જણાવ્યું હતું કે સરકાર હવે આકરા નિર્ણયો લેવાથી ડરતી નથી. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે જીએસટીએ ભારતમાં હવે નવી સંસ્કૃતિનો ઉમેરો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે ભારતની જનતાને વિશ્વાસ છે કે ભારતમાં પરિવર્તન શક્ય છે અને આપણી સિસ્ટમમાં જે દૂષણો ઘૂસી ગયા છે તે દૂર કરી શકાય છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે જન-સંપર્કથી જ ભારત અને મ્યાનમારના સંબંધો મજબૂત બનશે. આ સંબોધન દરમિયાન યાંગુન પ્રાંતના મુખ્યમંત્રી શ્રી ફીયો મીન થીન પણ ઉપસ્થિત રહ્યા હતા.",PM addresses Indian Community in Yangon https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B3%E0%AB%87-icmr-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8/,https://www.pmindia.gov.in/en/news_updates/cabinet-approves-mou-between-the-icmr-and-inserm-france/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકનેઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડીકલ રીસર્ચ (આઈસીએમઆર) અને ફ્રાન્સના ઇન્સ્ટીટયુટ નેશનલ દે લા સાંતિત દે લા રિસર્ચે મેડીકાલે (આઇએનઈઆરએમ) વચ્ચે માર્ચ 2018માં હસ્તાક્ષર કરવામાં આવેલ સમજૂતિ કરારો (એમઓયુ) બાબતે માહિતી આપવામાં આવી હતી. વિશેષતાઓ: આ સમજૂતિનો ઉદ્દેશ મેડીકલ, જૈવ વિજ્ઞાન અને સ્વાસ્થ્ય સંશોધન ક્ષેત્રે પારસ્પરિક હિત માટે સહયોગ આપવાનો છે. બંને પક્ષોની વધુ સારી વૈજ્ઞાનિક પદ્ધતિઓના આધાર પર બંને દેશોની વચ્ચે નીચે મુજબના ક્ષેત્રો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવા અંગે સહમતી સાધવામાં આવી: ડાયાબિટિસ અને મેટાબોલીક વિકાર, જીન એડીટીંગ ટેકનોલોજીના નીતિશાસ્ત્ર અને નિયામક મુદ્દાઓ ઉપર કેન્દ્રિત જૈવિક નૈતિકતા દુર્લભ બીમારીઓ; અને બંને પક્ષો વચ્ચે ચર્ચા બાદ પારસ્પરિક હિતના અન્ય ક્ષેત્રો પર વિચાર કરવામાં આવશે આ સમજૂતિ વડે આઈસીએમઆર અને આઈએનએસઈઆરએમની વચ્ચે આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ સહયોગના માળખા અંતર્ગત પારસ્પરિક હિતના ક્ષેત્રોમાં સંબંધો વધુ મજબુત બનશે. બંને પક્ષોની વૈજ્ઞાનિક ઉત્કૃષ્ટતા વડે ચોક્કસ ક્ષેત્રોમાં સ્વાસ્થ્ય સંશોધન પર સફળ કાર્ય કરવામાં મદદ મળશે.","Cabinet approves MoU between the ICMR and INSERM, France" https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%AE%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9D%E0%AA%BE%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-in-mirzapur-dedicates-bansagar-canal-project-to-the-nation/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મિર્ઝાપુરમાં બાણસાગર નહેર પરિયોજના રાષ્ટ્રને સમર્પિત કરી હતી. આ પ્રોજેક્ટ રાજ્યમાં સિંચાઈની સુવિધાને મોટું પ્રોત્સાહન આપશે તથા ઉત્તરપ્રદેશનાં મિર્ઝાપુર અને અલ્હાબાદ જિલ્લાઓનાં ખેડૂતો માટે મોટા પાયે લાભદાયક થશે. શ્રી નરેન્દ્ર મોદીએ મિર્ઝાપુર મેડિકલ કોલેજનું શિલારોપણ કર્યું હતું. તેમણે રાજ્યમાં 100 જન ઔષધિ કેન્દ્રોનું ઉદઘાટન પણ કર્યું હતું. તેમણે ચુનારમાં બાલુઘાટ ખાતે ગંગા નદી પર એક પુલનું લોકાર્પણ પણ કર્યું હતું, જે મિર્ઝાપુર અને વારાણસી વચ્ચે જોડાણની સુવિધા આપશે. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, મિર્ઝાપુરનો વિસ્તાર ઘણી સંભવિતતા ધરાવે છે. તેમણે મિર્ઝાપુરમાં સૌર પ્લાન્ટનું ઉદઘાટન કરવા ફ્રાંસનાં રાષ્ટ્રપતિ મેક્રોન સાથે લીધેલી અગાઉની મુલાકાતને યાદ કરી હતી. અહીં પ્રધાનમંત્રીએ વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો અને તેમણે છેલ્લાં બે દિવસમાં ઉદઘાટન કરેલા કે શિલાન્યાસ કરેલા વિવિધ પ્રોજેક્ટ વિશે જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, બાણસાગર પ્રોજેક્ટની યોજના ચાર દાયકા અગાઉ બની હતી અને તેનો શિલાન્યાસ વર્ષ 1978માં થયો હતો, પણ પ્રોજેક્ટમાં બિનજરૂરી વિલંબ થયો હતો. તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2014 પછી આ પ્રોજેક્ટને પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાનો ભાગ બનાવવામાં આવ્યો હતો અને તેને પૂર્ણ કરવા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં હતાં. કેન્દ્ર સરકારની ખેડૂતો માટેનાં વિવિધ કલ્યાણકારી પગલાંઓ વિશે વાત કરતાં પ્રધાનમંત્રીએ વિવિધ ખરીફ પાક માટે લઘુતમ ટેકાનાં ભાવ (એમએસપી)માં તાજેતરમાં થયેલા વધારાનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેમણે ગરીબો માટે સ્વાસ્થ્ય સેવાઓને વાજબી બનાવવા માટેનાં પગલાં વિશે વાત કરી હતી, જેમાં જન ઔષધિ કેન્દ્રો માટેની વાત સામેલ હતી. તેમણે જણાવ્યું હતું કે, સ્વચ્છ ભારત અભિયાન રોગનું નિયંત્રણ કરવામાં અસરકારકતા પણ પ્રદાન કરે છે. તેમણે કહ્યું હતું કે, સ્વાસ્થ્ય વીમા યોજના – આયુષ્માન ભારત ટૂંક સમયમાં શરૂ થશે. તેમણે કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે પણ વાત કરી હતી.","PM in Mirzapur, dedicates Bansagar Canal Project to the Nation" https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%AB%E0%AA%BF%E0%AA%AB%E0%AA%BE-%E0%AA%85%E0%AA%82%E0%AA%A1%E0%AA%B0-17-2/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-meets-indian-team-that-participated-in-fifa-u-17-world-cup/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, તાજેતરમાં સંપન્ન થયેલા ફિફા અંડર-17 વર્લ્ડ કપમાં ભાગ લેનારી ભારતીય ટીમનાં ખેલાડીઓને આજે મળ્યાં હતાં. પ્રધાનમંત્રી સાથે ખેલાડીઓએ ફિફા દરમિયાન મેદાનમાં અને મેદાનની બહાર તેમનાં અનુભવો અને રમતનાં વિવિધ પાસાં વિશે વાત કરી હતી. પ્રધાનમંત્રીએ ખેલાડીઓને ટુર્નામેન્ટનાં પરિણામને લઈને નિરાશા ન અનુભવવા પ્રોત્સાહન આપ્યું હતું, પણ તેને નવું શીખવાની તક તરીકે જોવા પ્રેરણા આપી હતી. તેમણે કહ્યું હતું કે, ઉત્સાહ અને જુસ્સા સાથે સ્પર્ધા સફળતા તરફનું પ્રથમ પગથિયું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત ફૂટબોલમાં ઘણી સફળતા મેળવી શકે તેમ છે. તેમણે ઉલ્લેખ પણ કર્યો હતો કે, રમતગમતથી વ્યક્તિત્વ વિકસે છે, આત્મવિશ્વાસ વધે છે અને સંપૂર્ણ વિકાસ થાય છે. આ પ્રસંગે કેન્દ્રિય યુવા બાબતો અને રમતગમત રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ પણ ઉપસ્થિત હતાં.",PM meets Indian Team that participated in FIFA U-17 World Cup https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%B0%E0%AA%B6%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AB%87-%E0%AA%AA%E0%AB%8D/,https://www.pmindia.gov.in/en/news_updates/pms-statement-prior-to-his-departure-to-russia/,રશિયાની યાત્રા પૂર્વે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નિવેદનનો મૂળપાઠ આ મુજબ છે: “રશિયાના મૈત્રીપૂર્ણ લોકોને શુભેચ્છાઓ. હું આવતીકાલે (21-05-2018) સોચીની મારી યાત્રા અને રાષ્ટ્રપતિ પુતિન સાથેની મારી મુલાકાત માટે ઉત્સુક છું. તેમને મળીને હંમેશા આનંદ થાય પ્રાપ્ત છે. મને વિશ્વાસ કે રાષ્ટ્રપતિ પુતિન સાથેની ચર્ચા ભારત અને રશિયા વચ્ચેની ખાસ અને વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવશે.,PM’s statement prior to his departure to Russia https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A8%E0%AA%B0%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D-41/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-korean-president-inaugurate-mobile-manufacturing-facility-in-noida/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને પ્રજાસત્તાક દક્ષિણ કોરિયાનાં રાષ્ટ્રપતિ શ્રી મૂન જે-ઇને આજે નોઇડામાં સેમસંગ ઇન્ડિયા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડનાં એક વિશાળ મોબાઇલ ઉત્પાદન એકમનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ એકમનાં ઉદઘાટનને ભારતની આંતરરાષ્ટ્રીય ઉત્પાદન કેન્દ્ર બનવાની સફરમાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, લગભગ રૂ. 5,000 કરોડનું રોકાણ ભારતની સાથે સેમસંગનાં વેપારી સંબંધો મજબૂત કરશે તેમજ ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચેનાં દ્વિપક્ષીય સંબંધોની દ્રષ્ટિએ પણ અતિ મહત્ત્વપૂર્ણ છે. પ્રધાનમંત્રીએ એ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે, ડિજિટલ ટેકનોલોજી સામાન્ય નાગરિકોનાં જીવનને સરળ બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે, જેમાં ઝડપી અને વધારે પારદર્શક સેવાનું પ્રદાન સામેલ છે. તેમણે સ્માર્ટ ફોન, બ્રોડબેન્ડ અને ડેટા કનેક્ટિવિટીનાં વિસ્તરણનો ઉલ્લેખ કરીને તેને ભારતમાં ડિજિટલ ક્રાંતિનો સંકેત ગણાવ્યો હતો. આ સંદર્ભમાં તેમણે સરકારી ઈ-માર્કટપ્લેસ (ગવર્મેન્ટ ઇ-માર્કેટ પ્લેસ-જેમ), ડિજિટલ નાણાકીય લેવડ-દેવડમાં વૃદ્ધિ, ભીમ એપ અને રૂપે કાર્ડ વિશે જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ ફક્ત આર્થિક નીતિગત ઉપાય જ નથી, પણ દક્ષિણ કોરિયા જેવા મિત્ર દેશો સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો એક સંકલ્પ પણ છે. તેમણે કહ્યું હતું કે, સમગ્ર વિશ્વનાં એ તમામ વેપારીઓ અને વ્યાવસાયિકોને અમારું ખુલ્લું આમંત્રણ છે, જે ‘નવા ભારત’ની પારદર્શક કાર્યપ્રણાલીનો લાભ ઉઠાવવા ઇચ્છે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતની ઝડપથી વૃદ્ધિનાં માર્ગે અગ્રેસર અર્થવ્યવસ્થા અને નવો વિકસતો મધ્યમ વર્ગ રોકાણની પુષ્કળ સંભવિતતાઓનું સર્જન કરે છે. પ્રધાનમંત્રીએ એ વાતનો ઉલ્લેખ પણ કર્યો હતો કે, અત્યારે મોબાઇલ ફોનનાં ઉત્પાદન ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત બીજા સ્થાને છે. એટલું જ નહીં ભારતમાં લગભગ ચાર વર્ષનાં ગાળામાં મોબાઇલ ફોનનાં ઉત્પાદન એકમો કે ફેક્ટરીઓની સંખ્યા બે આંકડાથી વધીને હવે 120નાં સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ છે. તેમણે કહ્યું હતું કે, તેમાં રોજગારીની લાખો તકોનું સર્જન થાય છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, આ નવા મોબાઇલ ઉત્પાદન એકમ મારફતે કોરિયાની ટેકનોલોજી અને ભારતીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સોફ્ટવેરનો સમન્વય સમગ્ર દુનિયા માટે ઉત્કૃષ્ટ ઉત્પાદન ઉપલબ્ધ કરાવશે. તેમણે તેને બંને દેશોની ક્ષમતા અને સંયુક્ત વિઝન ગણાવ્યું હતું.","PM, South Korean President, inaugurate mobile manufacturing facility in Noida" https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6%E0%AA%AD%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82-%E0%AA%86%E0%AA%82%E0%AA%97%E0%AA%A3%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A1%E0%AB%80-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95/,https://www.pmindia.gov.in/en/news_updates/anganwadi-workers-from-across-the-country-call-on-pm/,"દેશભરની 100થી વધારે આંગણવાડી કાર્યકર્તાઓનાં એક જૂથે પ્રસન્નતા વ્યક્ત કરવા અને માનદ્ વેતન તથા અન્ય પ્રોત્સાહનોમાં તાજેતરમાં થયેલા વધારા માટે ધન્યવાદ આપવા માટે પ્રધાનમંત્રીની મુલાકાત લીધી હતી. આંગણવાડી કાર્યકર્તાઓની શુભેચ્છા સ્વીકારીને પ્રધાનમંત્રીએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી કે તેમને મળવા દેશભરનાં તમામ વિસ્તારોમાંથી આંગણવાડી કાર્યકર્તાઓ આવી છે. પ્રધાનમંત્રીએ બાળકનાં શારીરિક અને માનસિક વિકાસમાં પોષણનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે, આ સંબંધમાં આંગણવાડી કાર્યકર્તાઓને મુખ્ય ભૂમિકા અદા કરવાની છે. તાજેતરમાં જાહેર થયેલા પોષણ મહિનાનો ઉલ્લેખ કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ અભિયાન દરમિયાન જે ગતિ આવી છે, એમાં ઘટાડો ન થવો જોઈએ. તેમણે કહ્યું હતું કે, પોષણ માટે સતત ધ્યાન આપવાની અને સારી ટેવો વિકસાવવાની આવશ્યકતા હોય છે, જેને આંગણવાડી કાર્યકર્તાઓ દ્વારા સુલભ કરાવી શકાય છે. તેમણે આંગણવાડી કાર્યકર્તાઓને એ સુનિશ્ચિત કરવા માટે પ્રોત્સાહિત કર્યા કે લાભાર્થીઓને ઉપલબ્ધ કરાવવામાં આવતી પોષણ આહારની સહાયતાને વિવેકબુદ્ધિથી ઉપયોગ કરવો જોઈએ. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, બાળકો આંગણવાડી કાર્યકર્તાઓની વાત વધારે ધ્યાનપૂર્વક સાંભળશે. આંગણવાડી કાર્યકર્તાઓની જાગૃતિ લાવવામાં મુખ્ય ભૂમિકા છે. તેમણે શ્રેષ્ઠ પોષણ આહારની જાળવણી અને પ્રયાસોને પ્રોત્સાહન સ્વરૂપે વિવિધ આંગણવાડી કાર્યકર્તાઓ વચ્ચે સ્વસ્થ સ્પર્ધાને પ્રોત્સાહન આપ્યું. આ પ્રસંગે કેન્દ્રીય મહિલા અને બાળક વિકાસ મંત્રી શ્રીમતી મેનકા ગાંધી પણ ઉપસ્થિત હતાં.",Anganwadi workers from across the country call on PM https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%95-%E0%AA%A6%E0%AA%BF-4/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-greets-teaching-community-on-teachers-day-pays-tributes-to-former-president-dr-sarvepalli-radhakrishnan-on-his-jayanti/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શિક્ષક દિવસ પર શિક્ષક સમુદાયને શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાક્રિષ્નને તેમની જંયતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું, “શિક્ષક દિવસના અવસર પર શિક્ષક સમુદાયને શુભેચ્છા. શિક્ષકો યુવાઓના માનસિક ઘડતર અને રાષ્ટ્રના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આપણે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને એક પ્રતિષ્ઠિત શિક્ષક ડૉ. સર્વપલ્લી રાધાક્રિષ્નને તેમની જયંતિ પર નમન કરીએ છીએ.”",PM greets teaching community on Teachers’ Day; pays tributes to Former President Dr. Sarvepalli Radhakrishnan on his Jayanti https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AA%82/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-congratulates-weightlifter-deepak-lather-on-clinching-a-bronze-in-the-mens-69-kg-category-at-commonwealth-games/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રમંડળ રમતોમાં વેટલિફ્ટિંગમાં કાંસ્યપદક જીતવા બદલ દીપક લાઠેરને અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું, “આપણા વેટલિફ્ટર્સ શ્રેષ્ઠ ફોર્મમાં છે ! મારા યુવાન મિત્ર દીપક લાઠેરે પુરૂષ 69 કિગ્રા શ્રેણીમાં કાંસ્યપદક જીત્યો છે. આ યુવા મિત્રોને અભિનંદન અને તેમના ભવિષ્ય માટે શુભકામનાઓ. દીપક લાઠેર ગોલ્ડ કોસ્ટ ખાતે પુરૂષ 69 કિગ્રા શ્રેણીમાં કાંસ્ય પદક જીતીને રાષ્ટ્રમંડળ રમતોમાં પદક જીતનારો સૌથી નાની વયનો ભારતીય વેટલિફ્ટર બની ગયો છે.",PM congratulates Weightlifter Deepak Lather on clinching a bronze in the men’s 69 kg category at Commonwealth Games https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%97%E0%AA%BE%E0%AA%B2%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D-3/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-greets-people-of-nagaland-on-statehood-day/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાગાલેન્ડ રાજ્યનાં લોકોને સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “તેમનાં રાજ્યની સ્થાપના દિવસનાં પ્રસંગે હું નાગાલેન્ડનાં લોકોને મારી શુભેચ્છા પાઠવું છું. આ રાજ્યમાં પુષ્કળ કુદરતી સુંદરતા અને ઉદ્યમી નાગરિકો વસે છે. હું પ્રાર્થના કરું છું કે રાજ્ય આગામી સમયમાં વિકાસની નવી ઊંચાઈઓ સર કરશે.”",PM greets people of Nagaland on Statehood Day https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B2/,https://www.pmindia.gov.in/en/news_updates/pms-remarks-at-the-closing-session-of-the-conference-of-governors/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત રાજ્યપાલ પરિષદનાં સમાપન સત્રને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ પરિષદ દરમિયાન વિવિધ ઇનપુટ આપવા બદલ રાજ્યપાલોનો આભાર માન્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતમાં વિચારો, સ્ત્રોતો અને ક્ષમતાઓની ખામી નથી, પણ કેટલાંક ચોક્કસ રાજ્યો અને પ્રદેશો શાસનની ખામીને કારણે પાછળ રહી ગયા છે. તેમણે કહ્યું હતું કે, ગરીબોનાં લાભ માટેની વિવિધ સરકારી યોજનાનો અમલ સારું શાસન હોય છે ત્યાં સારી રીતે થાય છે. મિશન ઇન્દ્રધનુષ જેવી યોજનાઓનું ઉદાહરણ આપીને તેમણે જણાવ્યું હતું કે, રાજ્યપાલો સરકારી પહેલોની શ્રેષ્ઠ અસરકારકતા સુલભ કરી શકે છે. ભારતની એકતા અને અખંડિતતાને મજબૂત કરવા પ્રધાનમંત્રીએ રાજ્યપાલોને એક ભારત, શ્રેષ્ઠ ભારત અને રન ફોર યુનિટી જેવી પહેલોમાં જોડાવા અપીલ કરી હતી.",PM’s remarks at the closing session of the Conference of Governors https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%AA%E0%AA%9F%E0%AA%A3%E0%AA%BE-%E0%AA%AF%E0%AB%81%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B5/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-addresses-centenary-celebrations-of-patna-university/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પટણા યુનિવર્સિટીના શતાબ્દી મહોત્સવમાં સંબોધન કર્યું હતું. એમણે કહ્યું હતું કે, તેઓનું પટણા યુનિવર્સિટીની મુલાકાત અને વિદ્યાર્થીઓ વચ્ચે ઉપસ્થિતિ રહેવું તેમનાં માટે ગૌરવ સમાન છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “હું બિહારની ભૂમિને શત્ શત્ વંદન કરું છું. આ યુનિવર્સિટીએ દેશ ને બહુ મોટુ યોગદાન આપનારા વિદ્યાર્થીઓ પેદા કર્યા છે.” પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેઓનું અવલોકન છે કે સમગ્ર રાજ્યમાં સિવિલ સર્વિસમાં ટોપ પર આવતા વિદ્યાર્થીઓ એવા હોય છે કે, જેમણે પટણા યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હોય. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “દિલ્હીમાં હું એવા ઘણાં અધિકારીઓને મળ્યો છુ, જે પૈકી ઘણાં બિહારનાં છે.” શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, બિહારનાં મુખ્યમંત્રી શ્રી નીતિશકુમારે રાજ્યનાં વિકાસ માટે કરેલી કામગીરી પ્રશંસનીય છે. એમણે ઉમેર્યું હતું કે, કેન્દ્ર સરકાર પૂર્વ ભારતનાં વિકાસને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, બિહારને ‘જ્ઞાન’ અને ‘ગંગા’ એમ બંનેનાં આશીર્વાદ છે. એમણે ઉમેર્યું હતું કે, આ જમીન વિશિષ્ટ વારસો ધરાવે છે. એમણે એમ પણ કહ્યું હતું કે, પરંપરાગત શિક્ષણથી આપણી યુનિવર્સિટીઓને નવીનત્તમ શિક્ષણ તરફ આગળ વધવાની જરૂર છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વૈશ્વિકરણનાં યુગમાં આપણે સમગ્ર દુનિયામાં બદલાતાં પ્રવાહને સમજવાની અને સ્પર્ધાત્મકતાનો જુસ્સો વધારવાની જરૂર છે. તેમણે ઉમેર્યું હતું કે, આ સંદર્ભમાં ભારતે દુનિયામાં પોતાનું સ્થાન મેળવવું પડશે. એમણે વિદ્યાર્થીઓને લોકોની સમસ્યાઓના સમાધાન માટે નવીનત્તમ ઉપાયો વિચારવા અપીલ કરી હતી. એમણે કહ્યું હતું કે, તેઓ જે શીખી રહ્યા છે તેના થકી સ્ટાર્ટ-અપ સેક્ટર મારફતે સમાજ ઉપયોગી થાય તેવી ઘણી કામગીરી કરી શકે છે. પટણા યુનિવર્સિટીથી એરપોર્ટ પરત ફરતાં પ્રધાનમંત્રી, બિહારનાં મુખ્યમંત્રી અને અન્ય મહાનુભાવોએ બિહાર મ્યુઝિયમની મુલાકાત લીધી હતી, જેમાં રાજ્યનો સમૃદ્ધ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો પ્રદર્શિત કરવામાં આવ્યો છે.",PM addresses Centenary Celebrations of Patna University https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%97%E0%AA%BE%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%95/,https://www.pmindia.gov.in/en/news_updates/cabinet-approves-mou-between-india-and-singapore-on-cooperation-in-the-field-of-personnel-management-and-public-administration/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે મળેલી ભારત સરકારની કેબિનેટે ભારત અને સિંગાપુર વચ્ચે કર્મચારી વ્યવસ્થાપન અને જાહેર વહિવટ ક્ષેત્રે થયેલા સમજૂતિ કરાર (એમઓયુને) પર હસ્તાક્ષરને મંજૂરી આપી છે. વિવિધ પાસાં : આ સમજૂતિ કરારનો ઉદ્દેશ શાસનની હાલની પદ્ધતિ કામકાજ કરતા લોકો, કામકાજના સ્થળ અને નોકરીઓ, જાહેર સર્વિસ આપવાની વ્યવસ્થા, માનવ સંસાધન વ્યવસ્થાપન, જાહેર ક્ષેત્રમાં સુધારા નેતૃત્વ/પ્રતિભા વિકાસ, ઈ-ગવર્નન્સ/ડીજીટલ સરકાર અંગેની વર્તમાન શાસન વ્યવસ્થા સુધારવાનો છે. લાભ: આ સમજૂતિના કરારથી ભારત અને સિંગાપુર વચ્ચે જાહેર વહિવટ અને શાસનલક્ષી સુધારાના ક્ષેત્રે સહયોગનું માળખુ ઉભુ થશે. આ સમજૂતિ કરારનો ઉદ્દેશ જાહેર વહિવટ, સુશાસન અને જાહેર સેવાઓના ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી હાંસલ કરવાનો છે. જેનાથી વધુ બહેતર જાહેર જવાબદારી ખાતર અને પ્રોત્સાહન પ્રાપ્ત થશે, જેથી તેના દ્વારા ઓનલાઈન પબ્લિક સર્વિસ પૂરી પાડવાના જાહેર વહિવટમાં ઉત્તમ અને નવતર પ્રકારની પ્રણાલી દાખલ કરવાનો ઉદ્દેશ છે.",Cabinet approves MoU between India and Singapore on Cooperation in the field of Personnel Management and Public Administration https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%B6%E0%AB%8B/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-inaugurates-the-ahmedabad-shopping-festival-2019/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ – 2019નું ઉદ્ઘાટન કર્યું હતું. અહિં સમગ્ર ગુજરાતમાંથી સ્ટ્રીટ વેન્ડર્સથી માંડીને શોપિંગ મોલ્સ અને કલાકારોથી હોટેલ-રેસ્ટોરાં સાથે સંબંધિત વ્યવસાયો પોતાનાં ઉત્પાદનોનું પ્રદર્શન કરવા અને તેને પ્રોત્સાહન આપવા એકત્ર થયા છે. આ ફેસ્ટિવલનું આયોજન વાઇબ્રન્ટ ગુજરાત સમિટની સાથે થયું હોવાથી તે વિશેષ છે. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જનમેદનીને સંબોધન કર્યું હતુ. તેમણે કાર્યક્રમની પ્રશંસા કરતા કહ્યું હતું કે, “સામાન્ય રીતે આપણે વિદેશમાં જ મોટી બિઝનેસ સમિટ જોઈએ છીએ. હવે વાઇબ્રન્ટ તેમજ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલની શરૂઆત પ્રશંસનીય પહેલ છે.” પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “સરકાર દેશમાં વ્યવસાય માટે સાનુકૂળ વાતાવરણ ઊભું કરવા સતત કામ કરે છે. છેલ્લાં ચાર વર્ષ દરમિયાન જૂના કાયદાઓ રદ કરવામાં આવ્યાં છે અને સેંકડો નિયમોને સરળ બનાવવામાં આવ્યા છે. આ પ્રકારનાં પ્રયાસોને કારણે વિશ્વ બેંકનાં વેપાર-વાણિજ્ય સરળ કરવાનાં ક્રમાંકમાં ભારતનો ક્રમ નોંધપાત્ર રીતે સુધરીને 142થી 77મો થયો છે.” પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “લઘુ ઉદ્યોગસાહસિકો માટે વેપાર-વાણિજ્ય કરવાની પ્રક્રિયા સરળ બનાવવા અમે સતત પ્રયાસરત છીએ. જ્યારે બેંકો જીએસટી અને અન્ય રિટર્નને આધારે નાના ઉદ્યોગસાહસિકોને લોન આપી શકે છે, ત્યારે આપણે સરળ વ્યવસ્થા તરફ અગ્રેસર છીએ. અમે 59 મિનિટમાં રૂ. એક કરોડ સુધીની લોન આપીએ છીએ.” આજે દિવસની શરૂઆતમાં પ્રધાનમંત્રીએ ગાંધીનગરમાં મહાત્મા મંદિર એક્ઝિબિશન કમ કન્વેન્શન સેન્ટરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે વાઇબ્રન્ટ ગુજરાત સમિટના નવમા સંસ્કરણનો તખ્તો તૈયાર થઈ ગયો છે, જે ગાંધીનગરમાં 18 થી 20 જાન્યુઆરી દરમિયાન યોજાશે. સમિટમાં વિવિધ દેશોનાં વડા, વૈશ્વિક ઉદ્યોગનાં દિગ્ગજો અને વિચારકો સહભાગી થશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સમિટનાં પ્રારંભિક સત્રને સંબોધિત કરશે.",PM inaugurates the Ahmedabad Shopping Festival-2019 https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B3%E0%AB%87-%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A3-%E0%AA%85%E0%AA%A8%E0%AB%81%E0%AA%B8/,https://www.pmindia.gov.in/en/news_updates/cabinet-approves-the-constitution-scheduled-tribes-order-amendment-bill-2018-for-revision-in-list-of-scheduled-tribes-of-arunachal-pradesh/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે આજે બંધારણ (અનુસૂચિત જન જાતિ) આદેશ (સુધારા) વિધેયક 2018માં અરૂણાચલ પ્રદેશની અનુસૂચિત જનજાતિઓની યાદીમાં બંધારણ (અનુસૂચિ જાતિ) આદેશ 1950માં કેટલાક સુધારા માટે સંસદમાં રજૂ કરવા માટે મંજૂરી આપી છે, જેથી અરૂણાચલ પ્રદેશમાં અનુસૂચિત જનજાતિઓની યાદીમાં સુધારો કરી શકાય. અરૂણાચલ પ્રદેશની અનુસૂચિત જાતિઓની યાદીમાં નીચે મુજબના સુધારા કરવામાં આવશેઃ ક્રમ-1 માં આવેલી 'અબોર'ને નાબૂદ કરવામાં આવશે, કારણ કે તે જાતિ ક્રમ નં. 16માં આવેલી 'આદી' જ છે. ક્રમાંક 06માં ખામપ્તિને બદલે તાઈ ખામ્તી મૂકવામાં આવશે. મિશ્મી-કામન (મીજૂ મિશ્મી) નો સમાવેશ કરવામાં આવશે. ઈદુ (મિશ્મી) અને તેરોન (ડિગારૂ મિશ્મી) નો સમાવેશ કરવામાં આવશે. મોન્પા, મેમ્બા, સરતાંગ, સજોલોંગ, (મિજી) નો સમાવેશ ક્રમ નં.9 માં 'મોમ્બા'ને બદલે કરવામાં આવશે. નોક્ટે, તાંગસા, તૂતસા, 'વાંચો'નો ક્રમાંક 10ની અરૂણાચલ પ્રદેશની અનુસૂચિત જાતિની યાદીમાં કોઈપણ નાગા આદિવાસી તરીકે સમાવેશ કરવામાં આવશે. સૂચિત સુધારા માટેનો તર્ક નીચે મુજબ છેઃ એબોરને રદ કરવું – ફરી વાર નામ આવતું હોવાથી રદ કરાયું છે. ખાંમપ્તિને બદલે જાતિ ઉમેરવી. ખંપતી નામે ઓળખાતી કોઈ જાતિ નથી. હયાત એન્ટ્રીમાં માત્ર મિશ્મીનો સમાવેશ થાય છે. હકિકતમાં એવો કોઈ સમુદાય નથી. મિશ્મી- કામનનો સમાવેશ, ઈદુ અને તારોનની હાલની એન્ટ્રીમાં માત્ર મિશ્મીનો સમાવેશ થાય છે. હકિકતમાં આવી કોઈ જાતિ નથી. મોમ્પા, મેમ્બા, સરતાંગ, 'વાંચો' ની હાલની એન્ટ્રીમાં કોઈપણ નાગા સમુદાય એવો ઉલ્લેખ કરવામાં આવશે, કારણ કે રાજ્યમાં માત્ર નાગા સમુદાય છે. નોક્ટે, તાંગસા, તુત્સા અને 'વાંચો' નો સમાવેશ કરવો કારણ કે રાજ્યની યાદીમાં માત્ર નાગા સમુદાય એવો ઉલ્લેખ છે. આ વિધેયક કાયદા તરીકે અમલી બને ત્યારે નવી યાદીમાં સમાવેશ કરાયેલ સમુદાયો એટલે કે અરૂણાચલ પ્રદેશની અનુસૂચિત જન જાતિઓને પણ ભારત સરકારના અનુસૂચિત જન જાતિઓને હાલની યોજનાઓ હેઠળ પ્રાપ્ત લાભ મળતા થશે. આવી મહત્વની યોજનાઓમાં મેટ્રિક પછીની છાત્રવૃત્તિ, રાષ્ટીય ફેલોશિપ, ટોપ ક્લાસ એજ્યુકેશન, રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આર્થિક અને વિકાસ નિગમમાંથી રાહત દરે ધિરાણો, અનુસૂચિત જન જાતિના દિકરા-દિકરીઓ માટે છાત્રાલયના લાભ વગેરેનો સમાવેશ થાય છે. આ બધાં લાભ ઉપરાંત તેમને સરકારી નીતિ મુજબ નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓના પ્રવેશમાં અનામતનો પણ લાભ મળશે.","Cabinet approves ‘The Constitution (Scheduled Tribes) Order (Amendment) Bill, 2018’ for revision in list of Scheduled Tribes of Arunachal Pradesh" https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87%E0%AA%B6%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%95%E0%AB%80%E0%AA%AF-%E0%AA%95/,https://www.pmindia.gov.in/en/news_updates/dr-h-wiranto-indonesias-coordinating-minister-for-political-legal-and-security-affairs-calls-on-prime-minister/,"પ્રજાસત્તાક ઇન્ડોનેશિયાનાં રાજકીય, કાયદાકીય અને સંરક્ષણ બાબતોનાં સંકલન મંત્રી ડૉ. એચ. વિરાન્ટો આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યાં હતાં. પ્રધાનમંત્રીએ ડિસેમ્બર, 2016માં ભારતમાં ઇન્ડોનેશિયાનાં રાષ્ટ્રપતિ જોકો વિડોડોની સફળ મુલાકાતને યાદ કરી હતી અને કહ્યું હતું કે, તેઓ ચાલુ મહિનાનાં અંતે ભારતમાં રાષ્ટ્રપતિ જોકો વિડોડોને આવકારવા આતુર છે, જ્યારે આસિયાન દેશોનાં નેતાઓ આસિયાન-ઇન્ડિયા કોમેમોરેટિવ સમિટ માટે ભારતની મુલાકાત લેશે અને પછી પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિઓ તરીકે પણ ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દરિયાઈ પડોશી હોવાનાં નાતે બ્લૂ ઇકોનોમી (દરિયા માર્ગે વેપારવાણિજ્ય)નાં વિકાસ અને દરિયાઈ સુરક્ષાનાં ક્ષેત્રમાં ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે સહકાર સ્થાપિત કરવાની પુષ્કળ તક છે. આ સંદર્ભમાં પ્રધાનમંત્રીએ ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે સુરક્ષા સંવાદની પ્રથમ બેઠકનાં આયોજનને આવકાર્યું હતું.","Dr. H. Wiranto, Indonesia’s Coordinating Minister for Political, Legal and Security Affairs, calls on Prime Minister" https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B3%E0%AB%87-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%87%E0%AA%9D%E0%AA%B0/,https://www.pmindia.gov.in/en/news_updates/cabinet-approves-mou-between-india-and-israel-on-cooperation-in-the-oil-and-gas-sector/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે ઓઇલ અને ગેસ ક્ષેત્રમાં ભારત અને ઇઝરાયેલ વચ્ચે થયેલા સમજૂતીકરાર (એમઓયુ)ને મંજૂરી આપી છે. આ એમઓયુ ઊર્જા ક્ષેત્રમાં થયેલા ભારત-ઇઝરાયેલ વચ્ચેનાં સંબંધને વેગ પ્રદાન કરશે એવી અપેક્ષા છે. આ સમજૂતી એકબીજાનાં દેશોમાં રોકાણને પ્રોત્સાહન આપવાની, ટેકનોલોજી હસ્તાંતરણ, આરએન્ડડી (સંશોધન અને વિકાસ), સંયુક્ત અભ્યાસ હાથ ધરવાની, માનવ સંસાધનોનું નિર્માણ કરવાની ક્ષમતા અને સ્ટાર્ટ-અપ્સનાં ક્ષેત્રમાં જોડાણની સુવિધાઓ આપશે.",Cabinet approves MoU between India and Israel on Cooperation in the Oil and Gas Sector https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4-%E0%AA%A4%E0%AA%A5%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%93-%E0%AA%A4%E0%AB%8B%E0%AA%AE%E0%AB%87-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF/,https://www.pmindia.gov.in/en/news_updates/cabinet-approves-mou-between-india-and-sao-tome-and-principe-for-cooperation-in-the-field-of-traditional-systems-of-medicine-and-homoeopathy/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં ભારત તથા સાઓ તોમે અને પ્રિન્સીપી વચ્ચેના પરંપરાગત તબીબી પ્રણાલીઓ અને હોમિયોપથીના ક્ષેત્રે થયેલા સમજૂતિ કરારને પશ્ચાદવર્તી અસરથી મંજૂરી આપવામાં આવી છે. આ સમજૂતિના કરાર પર માર્ચ 2018માં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. મહત્વપૂર્ણ અસર : આ સમજૂતિ કરારને કારણે બંને દેશો વચ્ચે પરંપરાગત તબીબી પ્રણાલીઓ અને હોમિયોપથીના ક્ષેત્રે સહયોગમાં વૃધ્ધિ થશે. પરસ્પરના આ સાંસ્કૃતિક વારસાને કારણે આ કરાર બંને દેશો માટે ખૂબ જ મહત્વના બની રહેશે. અમલીકરણની વ્યુહરચના અને લક્ષ્યાંકો: હસ્તાક્ષર કરેલા સમજૂતિ કરારની નકલો પ્રાપ્ત થયા પછી બંને પક્ષો વચ્ચે પ્રવૃત્તિઓ શરૂ થશે. બે દેશો વચ્ચે કરવામાં આવેલી આ પહેલ હસ્તાક્ષર કરાયેલા કરારની શરતો મુજબ રહેશે અને આ સમજૂતિ કરાર અમલમાં રહે ત્યાં સુધી સતત પ્રક્રિયા ચાલુ રહેશે. પશ્ચાદભૂમિકા: ભારતને સુવિકસિત તબીબી પ્રણાલીઓ અને તબીબી છોડ સ્વરૂપે વરદાન પ્રાપ્ત થયું છે. આ બાબત વિશ્વમાં આરોગ્ય ક્ષેત્રે ખૂબ જ મહત્વ ધરાવે છે. ભારત સરકારના આયુષ મંત્રાલયને મળેલા આદેશ મુજબ આયુર્વેદ, યોગ, અને નેચરોપથી, યુનાની, સિધ્ધ, સોવા-રિગપા અને હોમિયોપથી સહિતની પરંપરાગત તબીબી પ્રણાલીઓને પ્રોત્સાહન, પ્રચાર તથા વિશ્વસ્તરે લઈ જવા માટેની કામગીરી કરાઈ છે. મલેશિયા સરકાર, ત્રિનિદાદ અને ટોબેગો સરકાર, હંગેરીની સરકાર, બાંગ્લાદેશ સરકાર, નેપાળ સરકાર, મોરિશિયસ સરકાર, મોંગોલીયા સરકાર, ઈરાન સરકાર સાથે પરંપરાગત તબીબી પ્રણાલીઓમાં સહયોગનાં અસરકારક પગલાં લેવામાં આવ્યાં છે. શ્રીલંકાની સરકાર સાથે વધુ એક સમજૂતિ કરાર કરવાની દરખાસ્ત છે.",Cabinet approves MoU between India and Sao Tome and Principe for Cooperation in the field of Traditional Systems of Medicine and Homoeopathy https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%AC%E0%AA%B9%E0%AB%81%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AB%80-%E0%AA%85%E0%AA%AD/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-condoles-the-passing-away-of-versatile-actor-shashi-kapoor/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બહુમુખી અભિનેતા શશિકપૂરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, “શશિકપૂરની બહુમુખી પ્રતિભા તેની ફિલ્મો અને થિયેટરમાં દેખાતી હતી, જેમાં તેમણે એક જનૂન સાથે અભિનય કર્યો હતો. તેમના શાનદાર અભિનયને આવનારી પેઢીઓ હંમેશા યાદ રાખશે. તેમના નિધનથી દુઃખી તેમના પરિવાર અને પ્રશંસકો સાથે મારી સાંત્વના છે.””",PM condoles the passing away of versatile actor Shashi Kapoor https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4%E0%AB%80%E0%AA%AF-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8-%E0%AA%B8%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-2016-%E0%AA%AC%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8/,https://www.pmindia.gov.in/en/news_updates/ips-officer-trainees-of-2016-batch-call-on-pm/,"ભારતીય પોલીસ સેવાની 2016 બેચના 110 થી વધુ તાલીમાર્થી અધિકારીઓએ આજે (08-11-2017) પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. તાલીમાર્થી અધિકારીઓ સાથે વાતચીત દરમિયાન પ્રધાનમંત્રીએ પોલીસ સેવામાં માનવીય અભિગમ અને ટેકનોલોજીના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે આઝાદીથી અત્યાર સુધીમાં ફરજ દરમિયાન જીવ ગુમાવનારા 33,000 પોલીસ કર્મચારીઓના બલિદાનને પણ યાદ કર્યું હતું. આ ચર્ચા દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા સલાકાર શ્રી અજીત દોવાલ પણ ઉપસ્થિત હતા.",IPS Officer Trainees of 2016 batch call on PM https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%B8%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80-%E0%AA%B8%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-addresses-civil-servants-on-the-occasion-of-civil-services-day/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સનદી સેવા દિવસ પ્રસંગે સનદી અધિકારીઓને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે આ પ્રસંગ પ્રશંસા કરવાનો, મૂલ્યાંકન કરવાનો અને આત્મનિરીક્ષણ કરવાનો છે. તેમણે પ્રધાનમંત્રી પુરસ્કારને સનદી અધિકારીઓને પ્રોત્સાહન આપવાના એક પગલા તરીકે ગણાવ્યો અને પુરસ્કાર પ્રાપ્તકર્તાઓને અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યું કે પુરસ્કારો સરકારની પ્રાથમિકતાને પણ દર્શાવે છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી પાક વીમા યોજના, દિનદયાળ ઉપાધ્યાય કૌશલ્ય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના અને ડિજિટલ ચુકવણી વગેરે જેવા પ્રાથમિકતા ધરાવતા કાર્યક્રમો માટે આ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે એ કાર્યક્રમોનવાભારત માટે મહત્વના કાર્યક્રમો છે. તેમણે પ્રધાનમંત્રી પુરસ્કાર પર અને મહત્વાકાંક્ષી જીલ્લાઓમાં કરવામાં આવેલ પહેલો પરના બે પુસ્તકો કે જેનું આજે વિમોચન કરવામાં આવ્યું તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. મહત્વાકાંક્ષી જીલ્લાઓના વિષય પર બોલતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આ 115 જીલ્લાઓ તેમના સંપૂર્ણ રાજ્ય માટે વિકાસનું એન્જીન બની શકે તેમ છે. તેમણે વિકાસમાં જન ભાગીદારી પર ભાર મુક્યો, વર્ષ 2022, આઝાદીની પંચોત્તેરમી જયંતિ એ આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના સપનાના ભારતનું નિર્માણ કરવાની દિશામાં એક મહતવની પ્રેરણા બની શકે તેમ છે. પ્રધાનમંત્રીએ એ બાબતને ભારપૂર્વક જણાવી કે અંતરિક્ષ ટેકનોલોજી સહિતની તમામ ઉપલબ્ધ ટેકનોલોજીનો ઉપયોગ પ્રશાસનને સુધારવા માટે થવો જોઈએ. તેમણે કહ્યું કે સનદી અધિકારીઓ માટે વિશ્વમાં ઉભરી રહેલી ટેકનોલોજી સાથે તાલ મિલાવીને ચાલતા રહેવું ખૂબ જ જરૂરી છે. તેમણે સનદી અધિકારીઓને મહાન ક્ષમતાવાળા લોકો તરીકે ઓળખાવ્યા અને કહ્યું કે આ ક્ષમતાઓ દેશના લાભ માટે એક મોટો સિંહફાળો આપી શકે તેમ છે.",PM addresses Civil Servants on the occasion of Civil Services Day https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%95%E0%AA%82%E0%AA%AC%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80/,https://www.pmindia.gov.in/en/news_updates/list-of-mousagreements-signed-during-the-state-visit-of-prime-minister-of-the-kingdom-of-cambodia-to-india/,"ક્રમ સમજુતી/એમઓયુ/કરાર અને એમઓયુનો ઉદ્દેશ્ય મંત્રી/અધિકારીનું નામ કે જેમણે ભારત અને કંબોડિયા તરફથી સંધીનું આદાનપ્રદાન કર્યું 1. વર્ષ 2018-2022 માટે કંબોડિયા સાથે સાંસ્કૃતિક આદાનપ્રદાન કાર્યક્રમ. આ સીઈપી ભારત અને કંબોડિયા વચ્ચે સાંસ્કૃતિક આદાનપ્રદાનએ પ્રોત્સાહન આપવા અને તેમની વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોને મજબુત બનાવવા પર ભાર મુકવા બાબતે છે. ભારત તરફથી: ડૉ. મહેશ શર્મા, રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો), સાંસ્કૃતિક મંત્રાલય, ભારત સરકાર કંબોડિયા તરફથી: શ્રીમતી ફોઉરંગ સેકોના, સંસ્કૃતિ અને લલિત કલા મંત્રી, કંબોડિયા સરકાર. 2. એક્ઝીમ બેંક, ભારત સરકાર અને કંબોડિયા સરકાર વચ્ચે સ્તુંગ સ્વ હબ વોટર રિસોર્સ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે નાણાકીય સહાય આપવા યુએસ ડોલર 36.92 મિલિયનની લાઈન ઓફ ક્રેડીટ માટે ક્રેડીટ લાઈન સમજુતી. ભારત તરફથી: સુશ્રી પ્રીતિ શરણ, સચિવ (પૂર્વીય દેશો) વિદેશી બાબતોનું મંત્રાલય કંબોડિયા તરફથી: શ્રી ફાન ફલ્લા, રાજ્યના ઉપસચિવ, અર્થતંત્ર અને નાણાકીય મંત્રાલય, કંબોડિયા સરકાર 3. ગુનાહિત બાબતોમાં પારસ્પરિક કાયદાકીય સહાય. આ સમજુતી બંને દેશો માટે ગુનાહિત બાબતોમાં સહયોગ અને કાયદાકીય મદદ વડે ગુનાઓની અટકાયત, તપાસ અને કાર્યવાહી માટેની અસરકારકતાને વધારવા ઉપર ભાર મુકવા બાબતે છે. ભારત તરફથી: સુશ્રી પ્રીતિ શરણ, સચિવ (પૂર્વીય દેશો) વિદેશી બાબતોનું મંત્રાલય (એમઈએ) કંબોડીયા તરફથી: શ્રી સેન્ગ લાપ્રેસ, આંતરદેશીય ગુનાઓના મુખ્ય સલાહકાર, કંબોડિયા સરકાર 4. માનવ તસ્કરીની અટકાયત માટે સહકાર અંગે સમજુતી. આ સમજુતી માનવ તસ્કરીની અટકાયત, બચાવ અને પ્રત્યાવર્તનને લગતા મુદ્દાઓ પર દ્વિપક્ષીય સહકાર માટે ભાર મુકે છે. ભારત તરફથી: સુશ્રી પ્રીતિ શરણ, સચિવ (પૂર્વીય દેશો) વિદેશી બાબતોનું મંત્રાલય (એમઈએ) કંબોડિયા તરફથી: શ્રીમતી ચુ બન અંગ, રાજ્ય સચિવ, આંતરિક માનવ તસ્કરી મંત્રાલય, કંબોડીયા સરકાર",List of MoUs/Agreements signed during the State Visit of Prime Minister of the Kingdom of Cambodia to India https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AE%E0%AA%BF%E0%AA%B6%E0%AA%A8-%E0%AA%97%E0%AA%82%E0%AA%97%E0%AB%87%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A4%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BF%E0%AA%A7%E0%AA%BF/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-interacts-with-mission-gange-delegation/,"ગંગા નદીની સાફસફાઈને લઈને જાગૃતિ ફેલાવવા માટે મિશન ગંગે અભિયાન પર નીકળેલા 40 સભ્યોનું એક જૂથ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યું હતું. આ જૂથમાં દુનિયાનાં સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય મહિલા બચેન્દ્રી પાલનાં નેતૃત્વમાં આ અભિયાનમાં માઉન્ટ એવરેસ્ટ સર કરનાર 8 પર્વતારોહક પણ સામેલ છે. ભારત સરકારનાં ‘નમામિ ગંગે’ અભિયાનથી પ્રેરિત આ અભિયનને ‘મિશન ગંગા’ નામ આપવામાં આવ્યું છે. એક મહિના સુધી ચાલનાર આ અભિયાનમાં હરિદ્વારથી પટના સુધીનું અંતર રિવર રાફ્ટિંગ મારફતે કાપવામાં આવશે. આ દરમિયાન આ ટુકડી બિજનૌર, નારૌરા, ફારૂખાબાદ, કાનપુર, અલ્હાબાદ, વારાણસી અને બક્સરમાં રોકાશે. આ તમામ સ્થળો પર ટુકડી લોકોને ગંગાની સફાઈ પ્રત્યે જાગૃતિ લાવશે અને સ્વચ્છતા સંબંધિત કામગીરી ચલાવશે. પ્રધાનમંત્રીએ અભિયાનનાં સભ્યો સાથે વાતચીતમાં તેમનાં દ્વારા થઈ રહેલી પહેલની પ્રશંસા કરી હતી અને ગંગા નદીની સફાઈનાં મહત્ત્વને સૂચવ્યું હતું. તેમણે જૂથનાં સભ્યોને વિનંતી કરી હતી કે તેઓ જે શહેરોમાંથી પસાર થાય ત્યાં પોતાનાં જાગૃતિ અભિયાન દરમિયાન વિશેષરૂપે શાળાનાં બાળકોને જરૂર મળે.",PM interacts with Mission Gange delegation https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%AE%E0%AB%81%E0%AA%82%E0%AA%AC%E0%AA%88%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%BE/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-condoles-loss-of-lives-due-to-accident-on-the-bandra-worli-sea-link-mumbai/,પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મુંબઈમાં બાંદ્રા-વરલી સી-લિંક પર અકસ્માતને કારણે થયેલી જાનહાની પર દુઃખ વ્યક્ત કર્યું છે. પ્રધાનમંત્રીએ ઘાયલ લોકોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના પણ કરી હતી. પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું; “મુંબઈમાં બાંદ્રા-વરલી સી લિંક પર અકસ્માતને કારણે થયેલી જાનહાનિથી વ્યથિત છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. હું આશા રાખું છું કે જેઓ ઘાયલ થયા છે તેઓ ઝડપથી સાજા થાય.”,"PM condoles loss of lives due to accident on the Bandra-Worli Sea Link, Mumbai" https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B3%E0%AB%87-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AA%BF%E0%AA%A8/,https://www.pmindia.gov.in/en/news_updates/cabinet-approves-memorandum-of-cooperation-between-india-and-finland-on-environmental-cooperation/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ભારત અને ફિનલેન્ડ વચ્ચે પર્યાવરણ ક્ષેત્રે થયેલા સહયોગના કરારને મંત્રીમંડળે મંજૂરી આપી છે. આ સહયોગના કરારથી બંને દેશો વચ્ચે, બંને દેશોમાં લાગુ પડતા કાયદાઓને આધિન તથા કાનૂની જોગવાઈઓને ધ્યાનમાં લઈને પર્યાવરણ સુરક્ષા અંગે તથા કુદરતી સ્રોતોના વ્યવસ્થાપન અંગે સમાનતા, પરસ્પરના લાભ તથા આદાન-પ્રદાનના લાંબાગાળાના અને ઘનિષ્ઠ સહયોગને સ્થાપિત કરવામાં તેમજ તેને પ્રોત્સાહન આપવામાં સહયોગ મળશે. આ સમજૂતી કરારને કારણે પર્યાવરણની વધુ સારી સુરક્ષા માટે અત્યાધુનિક ટેકનોલોજી અને ઉત્તમ પ્રણાલીઓ, વધુ સારી જાળવણી તેમજ જળવાયુ પરિવર્તનનું વધુ સારુ વ્યવસ્થાપન તેમજ વન્ય જીવોની સુરક્ષા અને જાળવણી માટે સહયોગ પ્રાપ્ત થવાની અપેક્ષા છે. આ સમજૂતી કરાર હેઠળ સહયોગનાં ક્ષેત્રોમાં નીચેની બાબતોનો સમાવેશ થશે : i. હવા અને વાયુનું પ્રદૂષણ રોકવું, હવાનું શુદ્ધિકરણ કરવું, પ્રદૂષિત થયેલી જમીનમાં સુધારા કરવા ii. જોખમી કચરા સહિતનું વેસ્ટ મેનેજમેન્ટ તથા કચરાનુ ઊર્જામાં રૂપાંતર કરવાની ટેકનોલોજીનો વિકાસ iii. સરક્યુલર ઈકોનોમીને પ્રોત્સાહન, ઓછા કાર્બનવાળા ઉપાયો, જંગલો સહિતના કુદરતી સ્રોતોનુ સાતત્યપૂર્ણ વ્યવસ્થાપન iv. જળવાયુ પરિવર્તન v. પર્યાવરણ અને જંગલોનુ મોનિટરીંગ તથા ડેટા મેનેજમેન્ટ vi. દરિયાઈ અને સાગરકાંઠાના સ્રોતોની જાળવણી vii. દરિયાઈ/સમુદ્રમાં આવેલા ટાપુઓનુ સુસંકલિત જળ વ્યવસ્થાપન viii. બંને પક્ષકારો સાથે સંયુક્ત રીતે નક્કી કરાયેલ અન્ય ક્ષેત્રો પૂર્વભૂમિકા: પર્યાવરણ બાબતે ચિંતાજનક મુદ્દા વધવાની પ્રક્રિયા કોઈ દેશ પૂરતી સિમિત નથી પરંતુ તેનાથી સમગ્ર વિશ્વ માટે ખતરો ઊભો થઈ રહ્યો છે. ભારતનો સમાવેશ દુનિયાના ઉભરતા અર્થતંત્રોમાંના એક અર્થતંત્ર તરીકે થાય છે. તે લાંબો સાગરકાંઠો ધરાવે છે. અને તેનુ જૈવિક વૈવિધ્ય પણ ઘણું સમૃદ્ધ છે. ફિનલેન્ડની પર્યાવરણને લગતી સમસ્યાઓમાં હવા ને વાયુના પ્રદૂષણ અને તેના વન્ય જીવનને બચાવી લેવાનો સમાવેશ થાય છે. ફિનલેન્ડની મુખ્ય પર્યાવરણ એજન્સી એ પર્યાવરણ મંત્રાલય છે, જેની સ્થાપના વર્ષ 1983માં કરવામાં આવી હતી. દેશ તથા આસપાસના દેશોમાંથી ઔદ્યોગિક પ્રદૂષણને કારણે હવા તથા પાણી પુરવઠાની શુદ્ધિને અસર થાય છે. આ દેશ જળ પ્રદૂષણ, અને કુદરતી સ્રોતોની વધતી જતી માંગનો સામનો કરી રહ્યો છે. બંને દેશો વેસ્ટ વોટર મેનેજમેન્ટ, નષ્ટ થતી પ્રજાતિઓની જાળવણીની સમસ્યા જળ અને વાયુ પ્રદૂષણનુ નિયંત્રણ જેવી પર્યાવરણને લગતી સમસ્યાઓનો તથા કુદરતી સ્રોતોની વધતી માંગનો સામનો કરી રહ્યાં છે. બંને દેશો માટે વધતી જતી પર્યાવરણલક્ષી સમસ્યાઓ પર અંકુશ લાવવાની આવશ્યકતાને કારણે બંને દેશોએ હાથ મિલાવવાનુ નક્કી કર્યું છે અને લાંબા ગાળા માટે પર્યાવરણ સુરક્ષા અને કુદરતી સ્રોતોના વ્યવસ્થાપન માટે ઘનિષ્ઠ સહયોગ સ્થાપવાનો નિર્ણય કર્યો છે અને એ માટે વધુ સારા પર્યાવરણ માટે સાનુકૂળ નિવડે તેવી નવીન ટેકનોલોજી અને ઉત્તમ પ્રણાલીઓનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે.",Cabinet approves Memorandum of Cooperation between India and Finland on Environmental Cooperation https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%9A%E0%AB%87%E0%AA%9F/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-greets-people-on-cheti-chand/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકોને ચેટીચાંદના અવસર પર શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રી કહ્યું કે, “ચેટીચાંદનાં શુભ પ્રસંગે સિંધી સમુદાયને મારી શુભેચ્છા. હું ભગવાન ઝુલેલાલને પ્રાર્થના કરીશ કે તેમના આશીર્વાદ હંમેશા તમારા પર વરસાવે અને આવનારૂ વર્ષ તમારા જીવનને આનંદથી ભરી દે.”",PM greets people on Cheti Chand https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-10/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-greets-media-persons-on-national-press-day/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પ્રેસ દિવસ પર મીડિયા પ્રતિનિધિઓને શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “રાષ્ટ્રીય પ્રેસ દિવસ પર મીડિયાના તમામ મિત્રોને મારી શુભેચ્છા. હું આપણાં મીડિયા, ખાસ કરીને પત્રકારો અને કેમેરાપર્સનની મહેનતની પ્રશંસા કરું છું, જેઓ રાતદિવસ કામ કરે છે તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઘટનાઓને આકાર આપતાં વિવિધ સમાચારો રજૂ કરે છે. મીડિયાની ભૂમિકા વંચિત વર્ગોનો અવાજ બનવામાં પ્રશંસનીય છે. છેલ્લાં ત્રણ વર્ષમાં મીડિયાએ ‘સ્વચ્છ ભારત અભિયાન’ને સારું એવું બળ આપ્યું છે અને સ્વચ્છતાનાં સંદેશને અસરકારક રીતે આગળ વધાર્યો છે. અત્યારે આપણે સમાચારો સોશિયલ મીડિયા અને મોબાઇલ ફોન મારફતે વધારે જોઈએ છીએ. મને ખાતરી છે કે ટેકનોલોજીનો આ વિકાસ મીડિયાની પહોંચ વધુ વધારશે અને મીડિયાને વધુ લોકતાંત્રિક અને સહભાગી બનાવશે. સ્વતંત્ર પ્રેસ જીવંત લોકશાહી માટે મહત્ત્વપૂર્ણ છે. અમે પ્રેસની સ્વતંત્રતા જાળવવા અને તમામ સ્વરૂપે અભિવ્યક્તિની આઝાદીને સુનિશ્ચિત કરવા કટિબદ્ધ છીએ. આપણું મીડિયા 125 કરોડ ભારતીયોની કુશળતા, તાકાત અને રચનાત્મકતા વધુને વધુ પ્રદર્શિત કરશે એવી શુભેચ્છા.”",PM greets media persons on National Press Day https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%9A%E0%AB%80%E0%AA%A8%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-9%E0%AA%AE%E0%AA%BE-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF/,https://www.pmindia.gov.in/en/news_updates/pms-intervention-at-the-plenary-session-of-9th-brics-summit-xiamen-china/,"યોર એક્સલન્સીસ, રાષ્ટ્રપતિ શિ જિનપિંગ, રાષ્ટ્રપતિ જેકોબ ઝુમા, રાષ્ટ્રપતિ માઇકલ ટેમર, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન, શરૂઆત રાષ્ટ્રપતિ શિના આ ઉષ્માસભર આવકાર અને આ સમિટ માટે ઉત્કૃષ્ટ આયોજન કરવા બદલ આભાર માનીને કરું. નિયંત્રિત સેશન દરમિયાન અમારી ચર્ચા ફળદાયક રહી હતી. તેનાથી અમારી પારસ્પરિક સમજણમાં વધારો થયો છે અને પરિપ્રેક્ષ્યોની વધારે જાણકારી મળી છે. પોતાના અસ્તિત્વના એક દાયકાથી વધારે સમય પછી બ્રિક્સે સહકાર સ્થાપિત કરવા માટે મજબૂત ફ્રેમવર્ક વિકસાવ્યું છે. અત્યારે અનિશ્ચિતતા તરફ દુનિયા સરકી રહી છે, ત્યારે આપણે દુનિયામાં સ્થિરતા અને વૃદ્ધિમાં પ્રદાન કરીએ છીએ. જ્યારે વેપાર અને અર્થતંત્ર આપણા સહકારનો પાયો છે, ત્યારે અત્યારે આપણા પ્રયાસો ટેકનોલોજી, પરંપરા, સંસ્કૃતિ, કૃષિ, પર્યાવરણ, ઊર્જા, સ્પોટર્સ અને આઇસીટીના વિવિધ ક્ષેત્રોને સ્પર્શ્યાં છે. ન્યૂ ડેવલપમેન્ટ બેંકે બ્રિક્સ દેશોમાં માળખાગત અને સ્થાયી વિકાસ માટે સંસાધનો ઊભા કરવા તેની કામગીરીને અનુરૂપ લોનની વહેંચણી કરવાનું શરૂ કર્યું છે. સાથે સાથે આપણી સેન્ટ્રલ બેંકોએ કોન્ટિન્જેન્ટ રિઝર્વ એરેન્જમેન્ટ સંપૂર્ણપણે કાર્યરત કરવા વિવિધ પગલાં લીધા છે. આ પ્રગતિના માપદંડો છે, જેના પર આપણે કામગીરી કરી શકીએ. આગળ જતા આપણા દેશો, લોકો આપણી સફરના કેન્દ્રમાં જળવાયેલા રહે એ મહત્વપૂર્ણ છે. મને એ કહેતા ખુશી થાય છે કે ચીને ગયા વર્ષે આપણા એક્સચેન્જમાં લોકો વચ્ચેના આદાનપ્રદાન પર ભાર મૂકવાનું પગલું લીધું છે. આ પ્રકારના સંબંધો આપણા જોડાણોને મજબૂત કરશે અને આપણી સમજણ વધારશે. મહાનુભાવો, ભારતની પોતાની પરિવર્તન લાવવાની લાંબી સફર પર અમારા નાગરિકોને ગર્વ છે. અમે ગરીબી નાબૂદ કરવા તેમજ સ્વાસ્થ્ય, સાફસફાઈ, કૌશલ્ય, ખાદ્ય સુરક્ષા, જાતિ સમાનતા, ઊર્જા, શિક્ષણ અને નવીનતા સુનિશ્ચિત કરવા યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છીએ. સ્વચ્છ ગંગા, અક્ષય ઊર્જા, ડિજિટલ ઇન્ડિયા, સ્માર્ટ સિટીઝ, હાઉસિંગ ફોર ઓલ અને સ્કિલ ઇન્ડિયા જેવા રાષ્ટ્રીય કાર્યક્રમોએ સ્વચ્છ, હરિયાળા અને સર્વસમાવેશક વિકાસ માટે પાયો નાંખ્યો છે. તેઓ અમારા 800 મિલિયન યુવાનોની રચનાત્મક ઊર્જાનો લાભ પણ મેળવે છે. અમારા મહિલા સશક્તિકરણના કાર્યક્રમોએ ઉત્પાદકતામાં અનેકગણો વધારો કર્યો છે, જે રાષ્ટ્રનિર્માણમાં મહિલાઓને મુખ્ય પ્રવાહમાં લાવે છે. અમે કાળા નાણાં અને ભ્રષ્ટાચાર સામે કામગીરીને વિવિધ સ્તરે આગળ વધારી છે. આગળ જતા અમારા રાષ્ટ્રીય અનુભવોનો ઉપયોગ કરીને બ્રિક્સ દેશો તમામ માટે લાભદાયક પરિણામો માટે ભાગીદારીને મજબૂત કરી શકે છે. પારસ્પરિક સહકાર વધારવા માટે કેટલાક વિચારો આવે છે. સૌપ્રથમ, ગયા વર્ષે આપણે બ્રિક્સ રેટિંગ એજન્સીની રચના કરવાના પ્રયાસો પર ચર્ચા કરી હતી. ત્યારથી નિષ્ણાતોનું જૂથ આ પ્રકારની એજન્સીની વ્યવહારિકતાનો અભ્યાસ કરી રહ્યું છે. હું અપીલ કરું છું કે વહેલામાં વહેલી તકે તેની રચના માટે રોડમેપને અંતિમ ઓપ આપવો જોઈએ. બે, આપણી સેન્ટ્રલ બેંકોએ તેમની ક્ષમતાઓને વધારવી જોઈએ અને ધ કોન્ટિન્જેન્ટ રિઝર્વ એરેન્જમેન્ટ અને આઇએમએફ વચ્ચે સહકારને પ્રોત્સાહન આપવું જોઈએ. ત્રણ, આપણા દેશોના વિકાસ માટે વાજબી, વિશ્વસનિય અને સ્થાયી ઊર્જાની સુલભતા મહત્વપૂર્ણ છે. ઉપલબ્ધ તમામ સંશાધન પ્રવાહોનો ઉપયોગ કરવા આબોહવાને અનુકૂળ વિકાસ કરવા આપણું ધ્યાન ખેંચે છે. ખાસ કરીને અક્ષય ઊર્જા વિવિધ મોરચે મહત્વપૂર્ણ છે. તેને ઓળખીને ભારતે ફ્રાંસ સાથે નવેમ્બર, 2015માં સંયુક્તપણે મુખ્ય આંતરરાષ્ટ્રીય પહેલ – ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ (આઇએસએ) લોન્ચ કરી હતી. તે સૌર ઊર્જાનો વપરાશ વધારીને પારસ્પરિક લાભ માટે 121 દેશોનું જોડાણ ઊભું થશે. બ્રિક્સ દેશો સૌર ઊર્જાના એજન્ડાને મજબૂત કરવા આઇએસએ સાથે ગાઢપણે જોડાઈને કામ કરી શકે છે. આપણે પાંચ દેશો અક્ષય અને સૌર ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવા એકબીજાને પૂરક કૌશલ્યો અને ક્ષમતાઓ ધરાવીએ છીએ. એનડીબી આ પ્રકારના સહકારને ટેકો આપવા આઇએસએ સાથે અસરકારક જોડાણ પણ સ્થાપિત કરી શકે છે. આપણે એનડીબી પાસેથી વધારે સ્વચ્છ ઊર્જા ફંડિંગ, ખાસ કરીને સૌર ઊર્જા મેળવવા ઇચ્છીએ. ચાર, આપણે યુવાનોની વધારે વસતિ ધરાવતા રાષ્ટ્રો છીએ. આપણે શક્ય હોય ત્યાં સુધી આપણી સંયુક્ત પહેલોમાં આપણા યુવાનોને મુખ્ય પ્રવાહમાં લાવવાની જરૂર છે. કૌશલ્ય વિકાસમાં સહકાર વધારી અને શ્રેષ્ઠ પદ્ધતિઓનું આદાનપ્રદાન કિંમતી માધ્યમ બનશે. પાંચ, ગયા વર્ષે ગોવામાં આયોજિત સંમેલનમાં આપણે આપણા શહેરો વચ્ચે સહકારના સંદર્ભમાં સ્માર્ટ-સિટીઝ, શહેરીકરણ અને આપત્તિનિવારણ વ્યવસ્થાપન પર વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું. આપણે આ ટ્રેક પર વધારે ઝડપથી આગળ વધવાની જરૂર છે. છ, વૈશ્વિક વૃદ્ધિ અને પરિવર્તનના આગામી તબક્કા માટે ટેકનોલોજી અને નવીનતા પાયારૂપ છે. ભારત જાણે છે કે ટેકનોલોજી અને ડિજિટલ સંસાધનો ગરીબી અને ભ્રષ્ટાચાર દૂર કરવા શક્તિશાળી માધ્યમો છે. નવીનતા અને ડિજિટલ અર્થતંત્ર પર બ્રિક્સની મજબૂત ભાગીદારી વૃદ્ધિને વેગ આપવા, પારદર્શકતા વધારવા અને સ્થાયી વિકાસ લક્ષ્યાંકોને ટેકો આપવા મદદ કરી શકે છે. હું બ્રિક્સ ફ્રેમવર્ક હેઠળ સહયોગાત્મક પાયલોટ પ્રોજેક્ટનો વિચાર કરવાનું સૂચન કરીશ, જેમાં ખાનગી ઉદ્યોગસાહસિકતા સામેલ છે. છેલ્લે, કૌશલ્ય, સ્વાસ્થ્ય, માળખાગત, ઉત્પાદન અને જોડાણના ક્ષેત્રોમાં બ્રિક્સ અને આફ્રિકાના દેશો વચ્ચે ક્ષમતા નિર્માણ માટે જોડાણ પર વધારે કેન્દ્રીત કામગીરીથી ભારતને ખુશી થશે. મહાનુભાવો, છેલ્લાં દાયકામાં આપણા દેશોના નેતાઓની બે પેઢીઓએ બ્રિક્સના ઉદય અને વિકાસમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. આપણે વિશ્વસનિયતા, પ્રભાવ ઊભો કર્યો છે તથા વૃદ્ધિને વેગ આપ્યો છે. હવે આગામી દાયકો મહત્વપૂર્ણ છે. જ્યાં આપણે સ્થિરતા મેળવીએ, સ્થાયી વિકાસ અને સમૃદ્ધિ મેળવી શકીએ એવું વાતાવરણ ઊભું કરવાનું છે. આ પરિવર્તનનો પવન ફૂંકવામાં બ્રિક્સ નેતૃત્વ મહત્વપૂર્ણ બની રહેશે. જો આપણે બ્રિક્સ તરીકે આ ક્ષેત્રોમાં એજન્ડા નિર્ધારિત કરી શકીએ, તો દુનિયા આને સોનેરી દાયકા તરીકે ઓળખશે. ભવિષ્યના વિકાસશીલ બજારો સાથે પહોંચવાના આપણા સેગમેન્ટમાં હું અમારા કેટલાક વિચારો વહેંચીશ. મને ખાતરી છે કે તેનાથી બ્રિક્સને આપણી સહિયારી સફરમાં ભાગીદારીની નવી ઊંચાઈએ પહોંચવામાં મદદ મળશે. તમારો આભાર.","PM’s Intervention at the Plenary Session of 9th BRICS Summit, Xiamen, China" https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B3%E0%AB%87-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9D%E0%AA%BF%E0%AA%B2%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1/,https://www.pmindia.gov.in/en/news_updates/cabinet-approves-signing-of-the-tor-provide-tax-assistance-to-swaziland/,પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને સ્વાઝિલેન્ડ (એનું નવું નામ ‘ઇસ્વાતિની’ છે) વચ્ચે ‘સીમાવિહિન કર નિરીક્ષક કાર્યક્રમ’ અંતર્ગત સ્વાઝિલેન્ડને કરવેરા સંબંધિત સહાયતા આપવા માટે પ્રસિદ્ધ ભારતીય નિષ્ણાતની ભાગીદારી સાથે સંબંધિત વિચારાર્થ વિષય (ટીઓઆર) પર થયેલા હસ્તાક્ષરને મંજૂરી આપી દીધી છે. મુદ્દાવાર વિગતો ‘સીમાવિહિન કર નિરીક્ષક (ટીઆઈડબલ્યુબી) કાર્યક્રમ’ અંતર્ગત ભારત સરકાર અને ઈસ્વાતિની સામ્રાજ્યની સરકાર દ્વારા એક ભારતીય નિષ્ણાતની પારસ્પરિક રીતે પસંદગી કરવામાં આવી છે. વિચારાર્થ વિષય સાથે ટીઆઈડબલ્યુબી કાર્યક્રમ અંતર્ગત ઇસ્વાતિનીને કરવેરા સાથે સંબંધિત સહાયતા આપવા માટે પ્રસિદ્ધ ભારતીય નિષ્ણાતની ભાગીદારી સાથે જોડાયેલી શરતોને ઔપચારિક સ્વરૂપ આપવામાં આવશે. મુખ્ય અસર: ટીઆઈડબ્લ્યુબી કાર્યક્રમ અંતર્ગત ભારતીય નિષ્ણાતની ભાગીદારી સાથે વિકાસશીલ દેશોમાં કરવેરા સંબંધિત બાબતોમાં ક્ષમતા નિર્માણ કરવામાં ભારત દ્વારા સહયોગને પ્રોત્સાહન મળશે. પૃષ્ઠભૂમિ: સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (યુએનડીપી) અને આર્થિક સહયોગ અને વિકાસ સંગઠન (ઓઈસીડી) દ્વારા સંયુક્ત સ્વરૂપે શરૂ કરવામાં આવેલી ‘સીમાવિહિન કર નિરીક્ષક (ટીઆઈડબલ્યુબી) કાર્યક્રમનો ઉદ્દેશ ઓડિટ ક્ષમતાને મજબૂત કરીને રાષ્ટ્રીય કરવેરા વહીવટી માળખાને મજબૂત કરવા માટે વિકાસશીલ દેશોને જરૂરી સહયોગ આપવાનો તથા અન્ય દેશો સાથે આ માહિતીને વહેંચવાનો છે. ટીઆઈડબલ્યુબી કાર્યક્રમનો ઉદ્દેશ વિકાસશીલ દેશોનાં ટેક્સ ઓડિટરોને જરૂરી ટેકનિકલ જાણકારીઓ અને કૌશલ્ય હસ્તાંતરિત કરવાની સાથે-સાથે આ ટેક્સ ઓડિટરોની સાથે સામાન્ય ઓડિટ પદ્ધતિઓ અને જ્ઞાન સંસાધનોનાં પ્રચાર-પ્રસારને વહેંચી આ દેશોની કરવેરાની વહીવટી વ્યવસ્થાને મજબૂત કરવાનો છે. ટીઆઈડબલ્યુબી કાર્યક્રમ કરવેરા સાથે સંબંધિત બાબતો પર સહયોગ વધારવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા થઈ રહેલાં પ્રયાસોનાં પૂરક સ્વરૂપે છે અને સાથે આ વિકાસશીલ દેશોની સ્થાનિક કરવેરા સાથે સંબંધિત પ્રયાસોમાં યોગદાન પણ કરે છે. ભારત વિકાસશીલ દેશોમાં કરવેરા સાથે સંબંધિત બાબતોમાં ક્ષમતા નિર્માણ માટે જરૂરી સહયોગ આપી રહ્યો છે. જોકે ભારત આ સંદર્ભમાં વૈશ્વિક સ્તરે અગ્રણી હોવાથી ભારત કરવેરા સંબંધિત બાબતોમાં દક્ષિણ-દક્ષિણ સહયોગ અથવા વિકાસશીલ દેશો વચ્ચે સહયોગ સુનિશ્ચિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે.,Cabinet approves Signing of the TOR provide tax assistance to Swaziland https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%95%E0%AA%BF%E0%AA%AE-%E0%AA%85%E0%AA%A8-2/,https://www.pmindia.gov.in/en/news_updates/pms-interaction-with-itbp-excursion-groups-of-students-from-sikkim-and-ladakh/,"ભારતનાં વિવિધ વિસ્તારોની મુલાકાત લઇ રહેલા સિક્કિમ અને લદાખનાં 53 વિદ્યાર્થીઓ, જેઓ આઇટીબીપીનાં બે પ્રવાસી સમુહોનાં ભાગ છે, તેઓ આજે (તા. 06 ફેબ્રુઆરી, 2018) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યાં હતાં. પ્રધાનમંત્રીએ અનૌપચારિક વાતચીતમાં તેઓને સમૃદ્ધ, ભ્રષ્ટાચારમુક્ત ભારતનું વિઝન વહેંચ્યું હતું. પ્રધાનમંત્રીએ આ વિઝન પ્રાપ્ત કરવા માટે કામ કરવા બદલ તેમની પ્રશંસા કરી હતી. તેમણે વધુ કાર્યક્ષમ બનવા માટે વિદ્યાર્થીઓને ફિટ રહેવાની અપીલ પણ કરી હતી. આ સંદર્ભમાં તેમણે યોગનાં સમાન મહત્ત્વની પણ ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ શીખવાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે, હંમેશા નવું શીખવાની સ્વભાવિકતા કેળવવી જોઈએ. વિદ્યાર્થીઓએ ડિજિટલ ઇન્ડિયામાં આતુરતા દાખવી હતી. કેશલેસ વ્યવહારોની ચર્ચા પણ થઈ હતી. પ્રધાનમંત્રીએ સમજાવ્યું હતું કે, સામાન્ય લોકોને સબસિડી જેવા સરકારી લાભનાં પ્રત્યક્ષ હસ્તાંતરણથી કેવી રીતે લાભ થાય છે. વિદ્યાર્થીઓએ પ્રધાનમંત્રીએ લખેલા પુસ્તક “એક્ઝામ વોરિઅર્સ”નો ઉલ્લેખ કર્યો હતો, જેમાં તેમણે વિદ્યાર્થીઓને બિનજરૂરી તણાવ અને દબાણ વિના જીવન જીવવાની સલાહ આપી છે.",PM’s interaction with ITBP excursion groups of students from Sikkim and Ladakh https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BE%E0%AA%A8-3/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-addresses-public-meeting-on-the-occasion-of-commencement-of-work-for-the-rajasthan-refinery-in-barmer-rajasthan/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનનાં બાડમેર સ્થિત પચપદરામાં રાજસ્થાન રીફાઇનરીનાં કાર્યનો શુભારંભ કરાવ્યો તથા આ પ્રસંગે એક વિશાળ તથા ઉત્સાહપૂર્ણ જાહેર સભાને સંબોધન કર્યું. આ પ્રસંગે રાજસ્થાનનાં મુખ્યમંત્રી શ્રીમતી વસુંધરા રાજે અને કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનને અભિનંદન આપતા પ્રધાનમંત્રીએ કહ્યું કે કેટલાક દિવસો પૂર્વે જ ભારતમાં મકરસંક્રાંતિ ખુબ જ ઉત્સાહ પૂર્વક ઉજવવામાં આવી. આ તહેવારની મોસમ એ સમૃદ્ધિની છડી પોકારે છે એમ કહી પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે આ વિવિધ તહેવારોની ઉજવણીની તુરંત બાદ તેઓ એક એવી પરિયોજના કે, જે અસંખ્ય લોકોના જીવનમાં ખુશીઓ અને સમૃદ્ધિ લાવશે તેના માટે રાજસ્થાનમાં આવીને અત્યંત ખુશી અનુભવે છે. આ “સંકલ્પથી સિદ્ધિ”નો સમય છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, આપણે આપણા લક્ષ્યની ઓળખ કરવાની છે અને દેશની આઝાદીના 75માં વર્ષ એટલે કે 2022 સુધીમાં તેમની પ્રાપ્તિ માટે અથાગ કાર્યો કરવાના છે. પ્રધાનમંત્રીએ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી શ્રી ભૈરોસિંહ શેખાવતનાં યોગદાનને યાદ કર્યું અને કહ્યું હતું કે, તેમણે રાજસ્થાનના આધુનિકીકરણની દિશામાં ઉલ્લેખનીય યોગદાન આપ્યું હતું. તેમણે વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી જસવંત સિંહનું સ્વાસ્થ્ય જલ્દી સારૂ થાય તેની માટે પણ પ્રાર્થના કરી હતી. આ સાથે જ તેમણે કહ્યું કે આપણા દેશમાં શ્રી જસવંત સિંહે ઉલ્લેખનીય યોગદાન આપ્યું છે. પ્રધાનમંત્રીએ દુષ્કાળની પરિસ્થિતિમાં યોગ્ય વ્યવસ્થા કરવા બદલ અને મુશ્કેલ પરિસ્થિતિ સામે લડવા માટે સામાન્ય જનતાની ભરપુર મદદ કરવા બદલ રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી શ્રીમતી વસુંધરા રાજેની પ્રશંસા કરી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર સશસ્ત્ર દળો માટે ‘વન રેન્ક, વન પેન્શન’ને એક વાસ્તવિકતાનું સ્વરૂપ આપવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે એમ પણ કહ્યું કે સરકારે તેને શક્ય બનાવવા માટે અથાગ પ્રયાસ કર્યા છે. પ્રધાનમંત્રીએ ‘જન ધન યોજના’નો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ગરીબોની પહોંચ હવે બેન્કિંગ સેવાઓ સુધી વિસ્તૃત થઇ ગઈ છે. તેમણે રાંધણ ગેસ સાથે જોડાયેલી ‘ઉજ્જ્વલા યોજના’ની સાથે સાથે 18,000 વીજળી વિહિન ગામડાઓમાં વીજળી પહોંચાડવાની દિશામાં કરવામાં આવેલી મહત્વની પ્રગતિનો પણ ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ રાજસ્થાનના હિતો અને પ્રગતિ માટે મુખ્યમંત્રી શ્રીમતી વસુંધરા રાજેની પ્રતિબદ્ધતા માટે તેમની પ્રશંસા કરી હતી.","PM addresses public meeting on the occasion of commencement of work for the Rajasthan Refinery in Barmer, Rajasthan" https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%85%E0%AA%96%E0%AA%BF%E0%AA%B2-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4-2/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-dedicates-all-india-institute-of-ayurveda-to-the-nation/,"પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ (અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાન) દેશને અર્પણ કર્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ એકત્ર જનમેદનીને ધનવંતરી જયંતિની ઉજવણી આયુર્વેદ દિવસ તરીકે કરવા બદલ અભિનંદન આપ્યાં હતાં. તેમણે અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાનની સ્થાપના બદલ આયુષ મંત્રાલયને અભિનંદન આપ્યાં હતાં. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જ્યાં દેશ પોતાનાં ઇતિહાસ અને વારસાની કદર અને જતન ન કરે, ત્યાં સુધી તે પ્રગતિ ન કરી શકે. તેમણે ઉમેર્યું હતું કે, જે દેશો પોતાની સંસ્કૃતિને ભૂલી ગયા છે, તે દેશે પોતાની ઓળખ ગુમાવી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જ્યારે ભારત આઝાદ નહોતો, ત્યારે તેનું જ્ઞાન અને યોગ તથા આયુર્વેદ જેવી તેની પરંપરાઓ વિસરાઈ ગઈ હતી. તેમણે ઉમેર્યું હતું કે, ભારતીયો આ પરંપરાઓ ભૂલી જાય કે તેમનો આ પરંપરાઓ પર ભરોસો ઘટે એવાં પ્રયાસો થયાં હતાં. તેમણે કહ્યું હતું કે, છેલ્લાં ત્રણ વર્ષમાં આ સ્થિતિ કેટલીક હદે બદલાઈ છે અને લોકોનો વિશ્વાસ આપણાં વારસામાં પુનઃસ્થાપિત થયો છે. તેમણે ઉમેર્યું હતું કે, આપણાં વારસા પર ગર્વ આયુર્વેદ દિવસ કે યોગ દિવસ માટે એકત્ર થતાં લોકોમાં પ્રતિબિંબિત થાય છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આયુર્વેદ ફક્ત તબીબી પદ્ધતિ નથી, પણ જાહેર સ્વાસ્થ્ય અને પર્યાવરણનાં સ્વાસ્થ્ય સાથે સંબંધિત છે. એટલે સરકાર સરકારી હેલ્થકેર સિસ્ટમમાં આયુર્વેદ, યોગ અને અન્ય આયુષ વ્યવસ્થાઓને સંકલિત કરવા ભાર મૂકે છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર દેશનાં દરેક જિલ્લામાં આયુર્વેદ હોસ્પિટલ સ્થાપિત કરવા કામ કરે છે. તેમણે કહ્યું હતું કે, છેલ્લાં ત્રણ વર્ષમાં 65થી વધારે આયુષ હોસ્પિટલો વિકસાવવામાં આવી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વિશ્વમાં હર્બલ અને ઔષધિય છોડ આવકનો નોંધપાત્ર સ્ત્રોત બની શકે છે અને ભારતે આ સંબંધમાં તેની ક્ષમતાઓનો ઉપયોગ કરવો જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે, કેન્દ્ર સરકારે હેલ્થકેર સિસ્ટમમાં 100 ટકા એફડીઆઇની મંજૂરી આપી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકાર ગરીબો માટે વાજબી ખર્ચે હેલ્થકેર પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. નિવારણાત્મક હેલ્થકેર, વાજબી ખર્ચે સરળતાપૂર્વક સારવાર ઉપલબ્ધ કરાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે, સ્વચ્છતા નિવારણાત્મક હેલ્થકેરની સરળ વ્યવસ્થા છે. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે ત્રણ વર્ષમાં 5 કરોડ શૌચાલયો બનાવ્યાં છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, નવી એમ્સ સ્થાપિત કરવાનો ઉદ્દેશ ગરીબોને શ્રેષ્ઠ હેલ્થકેર સુવિધાઓ પ્રદાન કરવાનો છે. તેમણે સ્ટેન્ટ અને ની ઇમ્પ્લાન્ટની કિંમત ઘટાડવા તથા વાજબી કિંમતે દવાઓ પ્રદાન કરવા જન ઔષધિ કેન્દ્રો સ્થાપિત કરવા જેવા પગલાંનો ઉલ્લેખ કર્યો હતો.",PM dedicates All India Institute of Ayurveda to the nation https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%86%E0%AA%88%E0%AA%9F%E0%AB%80%E0%AA%AC%E0%AB%80%E0%AA%AA%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BF%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6%E0%AA%95%E0%AB%87-%E0%AA%AA%E0%AB%8D/,https://www.pmindia.gov.in/en/news_updates/dg-itbp-presents-a-cheque-of-rs-8-5-crore-towards-prime-ministers-national-relief-fund/,ભારત તિબેટ સરહદી પોલિસ દળના મહાનિદેશક શ્રી આર. કે પચનંદા આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને તેમણે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાં દાન પેટે રૂ. 8.5 કરોડનો ચેક અર્પણ કર્યો. આ રકમ આઈટીબીપીના કર્મચારીઓના યોગદાનથી એકત્રિત કરવામાં આવી હતી.,"DG, ITBP presents a cheque of Rs. 8.5 crore towards Prime Minister’s National Relief Fund" https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AB%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%82%E0%AA%B8%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%87/,https://www.pmindia.gov.in/en/news_updates/french-minister-for-europe-and-foreign-affairs-calls-on-pm/,"ફ્રાંસનાં યુરોપ અને વિદેશી બાબતોનાં મંત્રી શ્રી જીન-યેઝ લે ડ્રિયાન આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યાં હતાં. તેમણે પ્રધાનમંત્રીને જૂન, 2017માં તેમની ફ્રાંસની મુલાકાત પછી બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી પ્રગતિ વિશે જાણકારી આપી હતી. પ્રધાનમંત્રીએ ભારત અને ફ્રાંસ વચ્ચે સંબંધોને ગાઢ બનાવવામાં શ્રી લે ડ્રિયાનની હાલની ભૂમિકા અને ફ્રાંસનાં સંરક્ષણ મંત્રી તરીકેની અગાઉની ભૂમિકાની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત અને ફ્રાંસ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીનું મહત્ત્વ દ્વિપક્ષીય સંદર્ભ પૂરતું મર્યાદિત નથી, પણ પ્રાદેશિક અને વૈશ્વિક સંદર્ભ એમ બંનેમાં શાંતિ અને સ્થિરતા માટે પ્રેરકબળ તરીકે કામ કરે છે. પ્રધાનમંત્રીએ એવું પણ જણાવ્યું હતું કે, તેઓ ફ્રાંસનાં રાષ્ટ્રપતિ મેક્રોનને તેમની શક્ય તેટલી વહેલી અનુકૂળતાએ ભારતમાં આવકારવા આતુર છે.",French Minister for Europe and Foreign Affairs calls on PM https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A8%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A1%E0%AA%BF%E0%AA%95-%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B6/,https://www.pmindia.gov.in/en/news_updates/joint-press-statement-from-the-summit-between-india-and-the-nordic-countries/,"આજે સ્ટૉકહોમમાં ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, ડેન્માર્કના પ્રધાનમંત્રી શ્રી લાર્સ લોક્કે રાસમુસેન, ફિનલેન્ડના પ્રધાનમંત્રી જુહા સિપીલા, આઈસલેન્ડના પ્રધાનમંત્રી કેટરીન જેકબ્સદોતિર, નોર્વેના પ્રધાનમંત્રી શ્રી ઇરના સોલબર્ગ અને સ્વીડનના પ્રધાનમંત્રી શ્રી સ્ટેફ઼ાન લવૈન દ્વારા સ્વીડીશ પ્રધાનમંત્રી અને ભારતીય પ્રધાનમંત્રીના યજમાન પદે એક શિખર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિખર સંમેલન દરમિયાન પ્રધાનમંત્રીઓએ નોર્ડિક દેશોને ભારત વચ્ચેના સંબંધો ઘનિષ્ઠ બનાવવાની ખાતરી આપી હતી અને વૈશ્વિક સલામતી, આર્થિક વિકાસ, નવીનીકરણ તથા જળવાયુ પરિવર્તન જેવા મહત્વના મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીઓએ સમાવેશી વિકાસ પ્રાપ્ત કરવા તથા સાતત્પૂર્ણ વિકાસનાં ધ્યેયને સિદ્ધ કરવા માટે મુક્ત વ્યાપારને એક ઉદ્દીપક પરિબળ ગણાવ્યું હતું. તેમણે વૈશ્વિક સ્તરે નવીનીકરણનાં અગ્રણી તરીકે નોર્ડિક દેશોના વિકાસ ઉપર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીઓએ એ બાબત સ્વીકારી હતી કે પરસ્પર સાથે જોડાયેલી દુનિયામાં નવીનીકરણ અને ડિજિટલ પરિવર્તન પ્રેરક પરિબળ છે. નવીનીકરણ પ્રણાલીના નોર્ડિક અભિગમમાં ખાનગી ક્ષેત્ર, જાહેર ક્ષેત્ર અને શિક્ષણ જગત સાથેના સહયોગની મજબૂત લાક્ષણિકતા જોવા મળે છે. તે અંગે ચર્ચા પણ થઈ અને ભારતનાં પ્રતિભા અને કૌશલ્યથી સભર સમુદાય સાથે એકરૂપતા પણ ઓળખવામાં આવી. શિખર સંમેલનમાં સમૃદ્ધિ અને સાતત્યપૂર્ણ વિકાસ માટે મેક ઈન ઈન્ડિયા, સ્ટાર્ટ-અપ ઈન્ડિયા, ડિજિટલ ઈન્ડિયા અને ક્લીન ઈન્ડિયા જેવા મુખ્ય રાષ્ટ્રીય કાર્યક્રમો દ્વારા ભારત સરકારનાં નવીનીકરણ અને ડિજિટલ પહેલ તરફની નિષ્ઠા પર ભાર મૂકવામાં આવ્યો. નોર્ડિક દેશો દ્વારા હાથ ધરાયેલા ઉપાયોમાં ક્લીન ટેકનોલોજી, દરિયાઇ સમાધાન, બંદરોનું આધુનિકીકરણ, ખાદ્ય પ્રસંસ્કરણ, આરોગ્ય, જીવન વિજ્ઞાન અને કૃષિનો પણ ઉલ્લેખ થયો. શિખર સંમેલનમાં ભારત સરકારનાં સ્માર્ટ સીટી પરિયોજનાને ટેકો પૂરો પાડવાના ઉદ્દેશથી હાથ ધરાયેલા નોર્ડિક સસ્ટેઇનેબલ સિટી પ્રોજેકટસની પણ પ્રશંસા કરવામાં આવી. પ્રધાનમંત્રીઓએ એ બાબતની નોંધ લીધી કે ભારત અને નોર્ડિક દેશોની અનોખી મજબૂત લાક્ષણિકતાઓ વેપાર અને મૂડી રોકાણની વિવિધતા તથા પરસ્પરને હિતકારી સહયોગો માટે અપાર તકો પૂરી પાડી શકે તેમ છે. ચર્ચા દરમિયાન પરસ્પરની સમૃદ્ધિ માટે નિયમો આધારિત બહુપક્ષીય વ્યાપાર પ્રણાલી તેમજ મુક્ત અને સમાવેશી આંતરરાષ્ટ્રીય વ્યાપાર પર ભાર મૂકવામાં આવ્યો. નોર્ડિક દેશો અને ભારત બંને માટે વ્યપાર-વાણિજ્યની સરળતા પર ભાર મૂકવામાં આવ્યો. પ્રધાનમંત્રીઓએ એ બાબત સ્વીકારી હતી કે આતંકવાદ અને હિંસક આત્યંતિકતા એ આંતરરાષ્ટ્રીય સમુદાય માટે મહત્વના પડકારો છે. તેમણે માનવ અધિકારો, કાયદાનું શાસન અને લોકશાહીના સંદર્ભમાં સાયબર સુરક્ષા સહિત વૈશ્વિક સલામતી જેવી સમાનરૂપે સ્પર્શતી બાબતો અંગે ચર્ચા કરી અને નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય પદ્ધતિ માટે હિમાયત કરી. તેમણે નિકાસ નિયંત્રણ અને પરમાણુ પ્રસાર નિરોધ અંગે પણ ચર્ચા કરી હતી. નોર્ડિક દેશોએ ભારતની ન્યુક્લિયર સપ્લાયર ગ્રુપમાં સામેલ થવા માટેની અરજીને આવકારી હતી અને વહેલામાં વહેલી તકે એક હકારાત્મક પરિણામ સુધી પહોંચવા માટે એક જૂથ તરીકે પરસ્પર રચનાત્મક રીતે કામ કરવાની નિષ્ઠાનો પુનરોચ્ચાર કર્યો હતો. પ્રધાનમંત્રીઓએ સંયુક્ત રાષ્ટ્ર અને સેક્રેટરી જનરલના, સભ્ય દેશોને સક્ષમ બનાવવાની કાર્યસૂચિ 2030 પ્રત્યે સમર્થન વ્યક્ત કર્યું હતું અને વિકાસ, શાંતિપૂર્ણ કાર્યવાહી, શાંતિ જળવાઈ રહે તેવી વ્યવસ્થા નિર્માણ કરવાના અને સંઘર્ષ નિવારીને સંયુક્ત રાષ્ટ્રના પ્રયાસોને મજબૂત બનાવવાની દરખાસ્તોની નોંધ લીધી હતી. નોર્ડિક દેશો અને ભારતે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારાની જરૂરિયાત, કાયમી અને બિનકાયમી બેઠકોનું વિસ્તરણ સહિતની બાબતો અંગે પુનરોચ્ચાર કરીને તેને વધુ પ્રતિનિધિત્વ ધરાવતી, જવાબદારીયુક્ત, અસરકારક તથા 21મી સદીના પરિવર્તનો બાબતે પ્રતિભાવ આપનારા બનાવવાની હિમાયત કરી હતી. નોર્ડિક દેશો સંમત થયા હતા કે કાયમી અને બિન-કાયમી સભ્યો અંગે સુધારા કરાયેલી સુરક્ષા પરિષદમાં ભારત કાયમી બેઠક માટે મજબૂત દાવેદાર છે. પ્રધાનમંત્રીઓએ સાતત્યપૂર્ણ વિકાસ તથા પેરીસ સંધિના મહત્વપૂર્ણ અમલીકરણના કાર્યસૂચિ 2030ના અમલીકરણ માટેની સંપૂર્ણ નિષ્ઠા અંગે પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે વધુ સ્વચ્છ ઊર્જા પ્રણાલી, નવીનીકરણીય ઊર્જા, બળતણ, ઊર્જા કાર્યક્ષમતા અને વધુ સ્વચ્છ ઊર્જાનાં ઉત્પાદન માટે પ્રયાસો ચાલુ રાખવાની ઘોષણા કરી હતી. પ્રધાનમંત્રીશ્રીએ એ બાબતે નોંધ લીધી હતી કે રાજકીય, સામાજિક અને આર્થિક જીવનમાં મહિલાઓનો સંપૂર્ણ અને અર્થપૂર્ણ સહયોગ એ સમાવેશી વિકાસ માટે મહત્વની બાબત છે અને મહિલાઓના આર્થિક સશક્તિકરણ બાબતે સંમતિ વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીઓએ એ બાબતે સંમતિ દાખવી હતી કે મજબૂત ભાગીદારી નવીનીકરણને વેગ આપવામાં, આર્થિક વૃદ્ધિમાં, લાંબા ગાળાના ઉપાયોમાં અને પરસ્પરને હિતકારી વેપાર અને મૂડી રોકાણોમાં મદદરૂપ બની શકે છે. શિખર સંમેલનમાં શિક્ષણ, સંસ્કૃતિ, શ્રમદળોના આવાગમન અને પ્રવાસન દ્વારા લોકોથી લોકોના મજબૂત સંપર્ક અંગે ભારપૂર્વક ઉલ્લેખ કરવામાં આવ્યો હતો –એ તમામ ક્ષેત્રો કે જેમાં નોર્ડિક દેશો અને ભારતમાં સતત રૂચિ અને સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.",Joint Press Statement from the Summit between India and the Nordic Countries https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-17-18-%E0%AA%B8%E0%AA%AA%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AC%E0%AA%B0/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-to-visit-varanasi-on-september-17-and-18-2018/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 17 અને 18નાં સપ્ટેમ્બરનાં રોજ પોતાનાં સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાત લેશે. તેઓ 17 સપ્ટેમ્બરનાં રોજ બપોરે વારાણસી પહોંચશે, તેઓ સીધા નરુર ગામ માટે રવાના થઈ જશે, જ્યાં એક પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓને મળશે, જે એક બિન-નફાકારક સંસ્થા ‘રુમ ટૂ રીડ’ની સહાયતાથી ચાલી રહી છે. ત્યારબાદ ડીએલડબલ્યુ સંકુલમાં પ્રધાનમંત્રી કાશી વિદ્યાપીઠનાં વિદ્યાર્થીઓ અને તેમનાં દ્વારા સહાયતા મેળવતાં બાળકોની સાથે મુલાકાત કરશે. બીએચયુનાં એમ્ફિથિયેટરમાં 18 સપ્ટેમ્બરનાં રોજ પ્રધાનમંત્રી રૂપિયા 500ની વધુ કિંમતની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કે લોકાર્પણ કરશે. જે યોજનાઓનું લોકાર્પણ કરશે, એમાં જૂની કાશી માટે સમેકિત વિદ્યુત વિકાસ યોજના (આઈપીડીએસ) અને બીએચયુમાં એક અટલ ઇન્ક્યુબેશન સેન્ટર સામેલ છે. જે યોજનાઓનો શિલાન્યાસ કરશે, એમાં બીએચયુનું રિજનલ ઓપ્થેલ્મોલોજી સેન્ટર સામેલ છે. પ્રધાનમંત્રી સભાને પણ સંબોધિત પણ કરશે.","PM to visit Varanasi on September 17 and 18, 2018" https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A8%E0%AA%BE-3/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-launches-several-development-projects-in-ahmedabad-gujarat/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદની મુલાકાત લીધી હતી અને વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શુભારંભ કર્યો હતો. પ્રધાનમંત્રીએ આજે અમદાવાદનાં વસ્ત્રાલ ગામ સ્ટેશનમાં અમદાવાદ મેટ્રો સેવાનાં પ્રથમ તબક્કાનું ઉદઘાટન કર્યું હતું. તેમણે અમદાવાદ મેટ્રોનાં બીજા તબક્કા માટેનો શિલાન્યાસ પણ કર્યો હતો. વન નેશન, વન કાર્ડ મોડલ પર આધારિત ભારતની પ્રથમ સ્વદેશી પેમેન્ટ ઇકોસિસ્ટમ અને ઓટોમેટિક ફેર કલેક્શન સિસ્ટમનું અનાવરણ કર્યું હતું. પછી તેમણે મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી હતી અને તેમાં સફર કરી હતી. પ્રધાનમંત્રીએ અમદાવાદમાં 1200 પથારી ધરાવતી નવી સિવિલ હોસ્પિટલ, નવી કેન્સર હોસ્પિટલ, દાંતની હોસ્પિટલ અને આંખની હોસ્પિટલનું ઉદઘાટન કર્યું હતું. તેમણે દાહોદ રેલવે વર્કશોપ તથા પાટણ-બિંદી રેલવે લાઇન દેશને અર્પણ કરી હતી તથા લોથલ મેરિટાઇમ મ્યુઝિયમનો શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ બી. જે. મડિકલ કોલેજનાં મેદાનમાં જનસભાને સંબોધન કરતાં કહ્યું હતું કે, આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે, કારણ કે અમદાવાદ મેટ્રોનું સ્વપ્ન સાકાર થયું છે. તેમણે જણાવ્યું હતું કે, મેટ્રો અમદાવાદનાં લોકો માટે પરિવહનનું સુવિધાજનક અને પર્યાવરણને અનુકૂળ માધ્યમ બનશે. વર્ષ 2014 અગાઉ દેશમાં મેટ્રોનું નેટવર્ક ફક્ત 250 કિલોમીટરની લંબાઈ ધરાવતું હતું, જ્યારે અત્યારે 655 કિલોમીટરની લંબાઈ ધરાવે છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે કોમન મોબિલિટી કાર્ડનું અનાવરણ થયું છે, જે મેટ્રોમાં સફર કરવા માટે વિવિધ કાર્ડની જરૂરિયાતને દૂર કરે છે અને દેશભરમાં પરિવહનનાં અન્ય માધ્યમોનો ઉપયોગ કરે છે. તેમણે કહ્યું હતું કે, આ કાર્ડ મોબિલિટી માટે ‘વન નેશન, વન કાર્ડ’ સુનિશ્ચિત કરશે. તેમણે ઉમેર્યું હતું કે, આપણા દેશમાં બનેલું કાર્ડ આ પ્રકારનાં કાર્ડ બનાવવા માટે આંતરરાષ્ટ્રીય નિર્ભરતાને દૂર કરે છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, ભારત દુનિયાના એવા દેશોમાંનું એક છે, જે પરિવહન માટે વન નેશન – વન કાર્ડ ધરાવે છે. પ્રધાનમંત્રીએ ગુજરાતનાં વિકાસ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલો વિશે પણ વાત કરી હતી, જેમ કે પાણીનાં પુરવઠાની યોજના, તમામ માટે વીજળી, માળખાગત સુવિધાનો વિકાસ, તમામ માટે મકાન અને ગરીબો માટે વિવિધ યોજનાઓ. તેમણે રાજ્યમાં આદિવાસી સમુદાયનાં કલ્યાણ માટે હાથ ધરવામાં આવતી વિવિધ યોજનાઓ વિશે વિગતે વાત કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, છેલ્લાં એકથી બે દાયકામાં ગુજરાતનું પરિવર્તન રાજ્યનાં લોકોનાં સર્વોત્તમ આયોજન અને મહેનતનું પરિણામ છે, ગુજરાતનાં વિકાસને એક કેસ સ્ટડી તરીકે લેવો જોઈએ કે કોઈ પણ રાજ્યમાં વિકાસ કેવી રીતે હાથ ધરવો જોઈએ. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, ગુજરાતમાં માળખાગત વિકાસ સાથે સંબંધિત વિવિધ પ્રકારનાં પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે, જે રાજ્યમાં મોટા પાયે પરિવર્તનનો પવન ફૂંકશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, લોથલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ પૂર્ણ થતાં પ્રાચીન ભારતની દરિયા સાથે સંબંધિત વેપાર-વાણિજ્યની ક્ષમતા પ્રદર્શિત થશે. તેમણે કહ્યું હતું કે, આ મ્યુઝિયમમાં વૈશ્વિક કક્ષાની સુવિધા હશે અને રાજ્યમાં પ્રવાસન સાથે સંબંધિત સંભવિતતામાં વધારો થશે. કેન્દ્ર સરકારે આરોગ્ય ક્ષેત્રને પ્રાથમિકતા આપી હોવાનું જણાવી પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકાર દેશભરમાં વેલનેસ સેન્ટરથી લઈને મેડિકલ કોલેજોનું નિર્માણ કરીને સ્વાસ્થ્ય સાથે સંબંધિત ઉચ્ચ ગુણવત્તાયુક્ત સુવિધાઓ ઊભી કરી રહી છે. તેમણે સમગ્ર ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય સ્તરની સ્વાસ્થ્ય સંબંધિત સુવિધાઓનાં નિર્માણનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, મેડિસિટીનું નિર્માણ પૂર્ણ થતાં આશરે 10,000 દર્દીઓને સેવા મળશે. નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, સરકાર દેશમાં તમામ પ્રકારની સમસ્યાઓ સામે લડવા પ્રતિબદ્ધ છે, જેમાં ભ્રષ્ટાચારથી લઈને આતંકવાદ સુધીનાં પડકારો સામેલ છે. તેમણે લોકોને ખાતરી આપી હતી કે, દેશવિરોધી અનિષ્ટ તત્વો સામે કડક હાથે કામ લેવામાં આવશે. તેમણે દેશની સુરક્ષા પર મતબેંકનું રાજકારણ ન રમવા વિપક્ષને જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ પ્રકારની કામગીરીથી સૈન્ય દળોનો જુસ્સો તૂટી જાય છે અને દુશ્મનોનું મનોબળ વધે છે.","PM launches several development projects in Ahmedabad, Gujarat" https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A6%E0%AB%80-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%87%E0%AA%9D/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-modi-israeli-pm-netanyahu-dedicate-icreate-to-the-nation/,"પ્રધાનમંત્રી મોદી અને ઇઝરાયલનાં પ્રધાનમંત્રી નેતન્યાહૂએ આજે (17-01-2018) અમદાવાદ નજીકનાં વિસ્તારમાં સ્થિત આઇક્રીએટ સુવિધા કેન્દ્ર દેશને સમર્પિત કર્યું હતું. આઇક્રીએટ ખાદ્ય સુરક્ષા, જળ, જોડાણ, સાયબર સુરક્ષા, આઇટી અને ઇલેક્ટ્રોનિક્સ, ઊર્જા, બાયો-મેડિકલ સાધનો અને ઉપકરણો વગેરે જેવા મોટાં પડકારો ઝીલવા રચનાત્મકતા, નવીનતા, એન્જિનીયરિંગ, પ્રોડક્ટ ડિઝાઇન અને વિકસતી ટેકનોલોજીનાં ઉપયોગનાં સુભગ સમન્વય મારફતે ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા ઊભું કરવામાં આવેલું સ્વતંત્ર કેન્દ્ર છે. બંને નેતાઓએ વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી, જેમાં અલગ-અલગ ક્ષેત્રોની તકનીક અને નવપ્રવર્તન પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રીએ જનમેદનીને સંબોધતા કહ્યું હતું કે, ભારત અને ઇઝરાયલનાં લોકોને એકબીજાની નજીક લાવવામાં નવીનતા મુખ્ય ભૂમિકા ભજવે છે. તેમણે જણાવ્યું હતું કે, આખી દુનિયાએ ઇઝરાયલની તકનીકી ક્ષમતા અને રચનાત્મકતાની નોંધ લીધી છે. તેમણે જણાવ્યું હતું કે, ભારતનાં યુવાનો ઉત્સાહી અને પ્રતિભાશાળી છે. યુવા પેઢીને થોડાં પ્રોત્સાહન અને સંસ્થાગત ટેકાની જરૂર છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકાર સંપૂર્ણ વ્યવસ્થાને નવીનતાને અનુકૂળ બનાવવા કામ કરે છે, જેથી નવા વિચારો પેદા થઈ શકે; વિચારો નવીનતા તરફ દોરી જશે; અને નવીનતા જ નવા ભારતનું નિર્માણ કરવામાં મદદ કરશે. તેમણે જણાવ્યું હતું કે, સફળતાની પ્રથમ આવશ્યકતા સાહસિકતા છે. તેમણે આઇક્રિએટમાં વિવિધ નવીન પ્રવૃત્તિઓમાં સંકળાયેલા સાહસિક યુવાનોને અભિનંદન પાઠવ્યાં હતાં. પ્રધાનમંત્રીએ કાલિદાસનો ઉલ્લેખ કરતા પરંપરા અને આધુનિકતા વચ્ચેની દ્વિધા અંગે વાત કરી હતી. તેમણે ભારતની યુવા પેઢીને અત્યારે દેશ સામેનાં પડકારોને ઝીલવા નવીન અભિગમ અપનાવવા તથા શક્ય એટલાં ઓછાં ખર્ચે સામાન્ય નાગરિકનાં જીવનની ગુણવત્તા સુધારવા વિનંતી કરી હતી. પ્રધાનમંત્રીએ ખાદ્ય ચીજવસ્તુઓ, જળ, સ્વાસ્થ્ય અને ઊર્જા જેવા ક્ષેત્રોમાં નવીનતા માટે ભારત અને ઇઝરાયલ વચ્ચે સહકાર સ્થાપિત કરવા અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, બંને દેશો વચ્ચે આ ક્ષેત્રોમાં સાથસહકાર 21મી સદીમાં માનવજાતનાં ઇતિહાસમાં નવા પ્રકરણની શરૂઆત કરશે.","PM Modi, Israeli PM Netanyahu dedicate iCreate to the nation" https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%B8%E0%AB%8C%E0%AA%B0%E0%AA%AD-%E0%AA%9A%E0%AB%8C%E0%AA%A7%E0%AA%B0%E0%AB%80/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-congratulates-saurabh-chaudhary-on-winning-gold-in-mens-10m-air-pistol-event/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઇન્ડોનેશિયાનાં જકાર્તા-પાલેમ્બાંગ ખાતે યોજાઈ રહેલા એશિયાઈ રમતોત્સવ 2018માં પુરુષોની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં સુવર્ણ પદક જીતવા બદલ સૌરભ ચૌધરીને અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું, “16 વર્ષીય સૌરભ ચૌધરીએ આપણા યુવાનો જે ક્ષમતા અને સાહસથી સમૃદ્ધ છે તેનું પ્રદર્શન કર્યું છે. આ અસાધારણ યુવાને એશિયાઈ રમતોત્સવ-2018માં પુરુષોની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં સુવર્ણ પદક પ્રાપ્ત કર્યું છે. તેને અભિનંદન”",PM congratulates Saurabh Chaudhary on winning gold in Men’s 10m Air Pistol event https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B3%E0%AB%87-%E0%AA%85%E0%AA%82%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9C/,https://www.pmindia.gov.in/en/news_updates/cabinet-approves-agreement-between-india-and-algeria-on-cooperation-in-the-field-of-space-sciences-technologies-and-applications/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળને અંતરિક્ષ વિજ્ઞાન, ટેકનોલોજી અને એપ્લિકેશનનાં ક્ષેત્રમાં સહયોગ પર ભારત અને અલ્જીરિયા વચ્ચે થયેલી સમજૂતીની જાણકારી આપી હતી. આ સમજૂતી પર બેંગાલુરુમાં 19 સપ્ટેમ્બર, 2018માં હસ્તાક્ષર થયા હતા. મુખ્ય વિશેષતાઓ: આ સમજૂતી પૃથ્વીનાં દૂર સંવેદનશીલ, સેટેલાઇટ, સંચાર, સેટેલાઇટ આધારિત નેવિગેશન, અંતરિક્ષ વિજ્ઞાન અને ઉપગ્રહોની શોધ, અંતરિક્ષ વિજ્ઞાન અને અંતરિક્ષ વ્યવસ્થાઓ તથા ગ્રાઉન્ડ સિસ્ટમ, અંતરિક્ષ ટેકનોલોજી એપ્લિકેશન સહિત અંતરિક્ષ વિજ્ઞાન ટેકનોલોજી અને વિવિધ ઉપયોગિતામાં સહયોગીની સંભાવનાઓમાં સહાયક બનશે. આ સમજૂતીથી એક સંયુક્ત કાર્ય સમૂહ બનશે, જે આ સમજૂતીને લાગુ કરવાની સમયમર્યાદા અને ઉપાયો સહિત એક કાર્યયોજના તૈયાર કરશે. કાર્યસમૂહમાં ડીઓએસ/આઈએસઆરક્યૂ તથા અલ્જીરિયાની અંતરિક્ષ એજન્સી (એએસએએલ) સભ્ય હશે. અસર: આ સમજૂતીથી ભારત અને અલ્જીરિયા વચ્ચે સહયોગમાં મજબૂતી આવશે અને દૂર સંવેદનશીલ, સેટેલાઇટ, નેવિગેશન, અંતરિક્ષ વિજ્ઞાન તથા બાહ્ય અંતરિક્ષનાં શોધનાં ક્ષેત્રમાં નવી સંશોધન કામગીરીઓ અને ઉપયોગિતાઓની સંભાવનાઓને બળ મળશે. સમજૂતીથી માનવતાનાં લાભ માટે અંતરિક્ષ ટેકનોલોજી એપ્લિકેશનનાં ક્ષેત્રમાં સંયુક્ત કામગીરી વિકસિત થશે. આ રીતે દેશનાં તમામ વર્ગો અને વિસ્તારોને લાભ મળશે. પૃષ્ઠભૂમિ: ભારત અને અલ્જીરિયા અંતરિક્ષનાં ક્ષેત્રમાં વાણિજ્યિક સ્વરૂપે સક્રિય રહ્યાં છે. એનટ્રિક્સ કોર્પોરેશન લિમિટેડ ગ્રાઉન્ડ સ્ટેશનની સ્થાપના માટે અલ્જીરિયાનાં અધિકારીઓ સાથે કામ કરી રહી છે અને 2010-16 દરમિયાન અલ્જીરિયાનાં 3 નાનાં ઉપગ્રહો અને એક નેનો ઉપગ્રહનું પીએસએલવી દ્વારા પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું. અલ્જીરિયાએ રાજદ્વારી માધ્યમો દ્વારા ભારતની સાથે અંતરિક્ષ સહયોગમાં રસ દાખવ્યો છે. ડિસેમ્બર, 2014માં વિદેશ મંત્રાલયે અંતરિક્ષ સહયોગ માટે આંતર સરકારી સમજૂતી (આઇજીએ) કરવા માટે અલ્જીરિયાનાં પ્રસ્તાવ પર વિચાર કરવા માટે ઇસરો/અંતરિક્ષ વિભાગને આગ્રહ કર્યો હતો અને અલ્જીરિયા દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલા સમજૂતીનાં સ્વરૂપને મોકલ્યો હતો. ઇસરો અને અલ્જીરિયાની અંતરિક્ષ એજન્સી (એએસએએલ)એ આંતર સરકારી સમજૂતીનાં સ્વરૂપની સમીક્ષા કરી છે અને ઇમેલ મારફતે ટિપ્પણીઓનું આદાન-પ્રદાન કર્યું છે. બંને પક્ષ એજન્સી સ્તરે અંતરિક્ષ સહયોગ સમજૂતી પર સંમત થયા છે.","Cabinet approves Agreement between India and Algeria on Cooperation in the field of Space Sciences, Technologies and Applications" https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-11/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-addresses-valedictory-session-of-national-law-day-2017/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં રાષ્ટ્રીય બંધારણ દિવસ – 2017નાં સમાપન સત્રને સંબોધન કર્યું હતું. તેમણે ભારતનાં બંધારણને આપણી લોકશાહી રાજ્ય-વ્યવસ્થાનાં માળખાનું હાર્દ ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય બંધારણ દિવસ બંધારણનાં ઘડવૈયાઓને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ છે. તેમણે કહ્યું હતું કે, બંધારણ તમામ કસોટીઓમાંથી પસાર થયું છે અને નિરાશાવાદીઓને ખોટા પુરવાર કર્યા છે. પ્રધાનમંત્રીએ તેમનાં સંબોધનમાં ડૉ. બી. આર. આંબેડકર, ડૉ. સચિદાનંદ સિંહા, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને ડૉ. સર્વપલ્લી રાધાક્રિષ્નનને ટાંક્યાં હતાં. આ રીતે તેમણે બંધારણ અને તેની જોગવાઈઓ મારફતે સુશાસન માટેનાં કેટલાંક મહત્ત્વપૂર્ણ પાસાં ઉજાગર કર્યા હતાં. તેનાં વિષયો, બંધારણની લાંબા સમય સુધી અમલ રહેવાની ક્ષમતા, દેશને માર્ગદર્શન આપવાની તેની કાર્યક્ષમતા અને તેમાં સુધારા-વધારા કરવા માટેની જોગવાઈઓ હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, બંધારણ આપણાં દેશનું સંરક્ષક છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આપણે, ભારતનાં લોકોએ આપણાં બંધારણમાં આપણાં પ્રત્યે રાખવામાં આવેલી અપેક્ષાઓ પર ખરાં ઉતરવાં કામ કરવું જોઈએ. તેમણે જણાવ્યું હતું કે, દેશની જરૂરિયાતો અને તેનાં પડકારોને ધ્યાનમાં રાખીને શાસન સાથે સંબંધિત વિવિધ સંસ્થાઓએ એકબીજાને સાથસહકાર આપવો જોઈએ અને આ રીતે એકબીજાને મજબૂત કરવા જોઈએ. તેમણે કહ્યું હતું કે, આગામી પાંચ વર્ષમાં આપણે નવા ભારતનું નિર્માણ કરવા, આપણાં દેશનાં સ્વાતંત્ર્યસેનાનીઓએ સ્વતંત્ર ભારત માટે જોયેલા સ્વપ્નોને સાકાર કરવા આપણી ઊર્જાનો સમન્વય કરવો જોઈએ. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, બંધારણને ભારતીયન સમાજનો એકતા અને અખંડતા માટેનો દસ્તાવેજ પણ ગણાવવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે, આપણાં દેશને આઝાદી મળી એ સમયે જે નબળાઈઓને ઓળખવામાં આવી હતી, એ હજુ પણ સંપૂર્ણપણે દૂર થઈ નથી. તેમણે જણાવ્યું હતું કે, અત્યારે જ્યારે ભારતનો આત્મવિશ્વાસ પરાકાષ્ઠાએ છે, ત્યારે વર્તમાન સમયને ભારતનો સુવર્ણકાળ કહી શકાય. તેમણે કહ્યું હતું કે, રચનાત્મક વાતાવરણનો ઉપયોગ નવા ભારતનું નિર્માણ કરવા ઝડપથી કરવો જોઈએ. “સરળ જીવન”નાં મહત્ત્વ પર ભાર મૂકતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકારની ભૂમિકા નિયમનકાર કરતાં વધારે સુવિધાકારની હોવી જોઈએ. પ્રધાનમંત્રીએ “સરળ જીવન”નાં કેટલાંક ઉદાહરણો ટાંક્યાં હતાં, જે છેલ્લાં ત્રણ વર્ષમાં ઊભા થયા છે, જેમ કે આવકવેરાનું ઝડપી રિફંડ, પાસપોર્ટની ઝડપી ડિલિવરી વગેરે. તેમણે જણાવ્યું હતું કે, આ પહેલોથી સમાજનાં તમામ વર્ગો પર સકારાત્મક અસર થઈ છે. તેમણે કહ્યું હતું કે, આશરે 1200 જૂનાં અને બિનઅસરકારક કાયદા નાબૂદ કરવામાં આવ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, સરળ જીવનથી “વેપાર-વાણિજ્યની સરળતા” પર સકારાત્મક અસર પણ થાય છે. તેમણે કહ્યું હતું કે, લોકઅદાલતો ન્યાયતંત્રમાં વિલંબિત કેસોની સંખ્યા ઘટાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. તેમણે “સરળતાપૂર્વક અને સમયસર ન્યાય મળે” એ માટે સુધારો કરવા જરૂરી કેટલાંક અન્ય પગલાં સૂચવ્યાં હતાં. દેશમાં અવારનવાર ચૂંટણીઓ યોજાવાનાં કારણે રાષ્ટ્રની તિજોરી પર મોટા પાયે નાણાકીય ભારણ પડે છે એ બાબતનો તેમજ સુરક્ષા દળો અને સરકારી કર્મચારીઓને ચૂંટણીનાં કામમાં રોકવા અને તેની વિકાસલક્ષી કાર્યક્રમો પર અસર જેવા અન્ય સંબંધિત મુદ્દાઓનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કેન્દ્ર અને રાજ્ય સરકારોની ચૂંટણીઓ એકસાથે યોજવાની શક્યતા પર રચનાત્મક ચર્ચા કરવાની અપીલ કરી હતી. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કાર્યકારિણી, ધારાસભા અને ન્યાયતંત્ર વચ્ચેનું સંતુલન બંધારણની કરોડરજ્જુ છે. આ સંદર્ભમાં પ્રધાનમંત્રીએ સર્વોચ્ચ અદાલતનાં ચુકાદાઓમાંથી કેટલાંક અવતરણો ટાંક્યા હતાં.",PM addresses valedictory session of National Law Day – 2017 https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%A8-%E0%AA%A5%E0%AA%88-%E0%AA%B0%E0%AA%B9%E0%AB%8D%E0%AA%AF/,https://www.pmindia.gov.in/en/news_updates/india-is-changing-because-indians-have-decided-to-change-pm/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુરતમાં ટાઉનહોલમાં આયોજિત ન્યૂ ઇન્ડિયા યૂથ કોન્ક્લેવમાં યુવાન વ્યાવસાયિકો સાથે ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીને ન્યૂ ઇન્ડિયા યૂથ કોન્ક્લેવમાં જબરદસ્ત આવકાર મળ્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દેશમાં પરિવર્તન થઈ રહ્યું છે અને લોકોએ શ્રેષ્ઠ ભારત માટે પરિવર્તન કરવાનો નિર્ણય કર્યો હોવાથી આ શક્ય બન્યું છે. આજે સુરતમાં નેશનલ યૂથ કોન્ક્લેવને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અગાઉ એવો અભિગમ હતો કે, કંઈ બદલાશે નહીં કે કોઈ પરિવર્તન થશે નહીં. જોકે માનસિકતા બદલાઈ છે અને એ હવે દેખાઈ રહ્યું છે. તેમણે જણાવ્યું હતં કે, “એક સમયે લોકોની માનસિકતા એવી હતી કે, કંઇ બદલી ન શકે. અમે આવ્યાં અને સૌપ્રથમ માનસિકતા બદલી છે – હવે બધું બદલી શકે છે. ભારતમાં પરિવર્તન થઈ રહ્યું છે, કારણ કે ભારતીયોએ પરિવર્તનનો પવન ફૂંકવાનો નિર્ણય કર્યો છે.” ભારતની ક્ષમતા વિશે પ્રધાનમંત્રી કહ્યું હતું કે, “આતંકવાદીઓએ મુંબઈમાં હુમલો કર્યો હતો, પછી શું થયું હતું? અમારી સરકારનાં શાસનમાં ઉરીમાં હુમલો થયો હતો, પછી શું થયું હતું? આ પરિવર્તન છે. આપણાં જવાનોનાં હૃદયમાં ગુસ્સો હતો, પ્રધાનમંત્રીનાં હૃદયમાં પણ ગુસ્સો હતો, એટલે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી. ઉરી આતંકવાદી હુમલા પછી મને ઊંઘ આવી નહોતી અને પછી શું થયું એ બધા જાણે છે. આ પરિવર્તન છે.” પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેમની સરકારનું કાળાં નાણાં સામેનું અભિયાન નિર્ણાયક અને સાહસિક પગલું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વિમુદ્રીકરણ પછી ત્રણ લાખ કંપનીઓ બંધ થઈ ગઈ છે અને કોઈએ વિચાર્યું પણ નહોતું કે, કાળાનાણાં પર નિયંત્રણ લાવી શકાશે. તેમણે ઉમેર્યું હતું કે, “ભારતીયો વચ્ચે પબ્લિક સેન્ટિમેન્ટ બદલાયું છે અને એનાથી દેશમાં પણ પરિવર્તન આવશે. મને એમાં વિશ્વાસ છે. અગાઉ લોકો માનતાં હતાં કે, બધુ લોકો કરશે, પણ અમે આ માન્યતા બદલી છે. આપણા કોઈ પણ કરતા દેશ સર્વોપરી છે.” પ્રધાનમંત્રીએ હળવી શૈલીમાં કહ્યું હતું કે, તેમનો આ દિવસમાં ચોથો જાહેર કાર્યક્રમ છે. જોકે તેઓ થાક્યાં નથી અને પછી તેમણે લોકોને પૂછ્યું હતું કે, તેઓ થાક્યાં છે કે નહીં. તેનાં જવાબમાં લોકોએ ના પાડી હતી. ગુજરાતની એક દિવસની મુલાકાતમાં પ્રધાનમંત્રીએ આજે સુરત એરપોર્ટનાં ટર્મિનલ ભવનનાં વિસ્તરણનો શિલાન્યાસ કર્યો હતો અને સુરતમાં વિવિધ વિકાસ યોજનાઓનું ઉદઘાટન કર્યું હતું. તેમણે સુરતમાં અત્યાધુનિક રસીલાબેન સેવંતીલાલ વિનસ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ દાંડીમાં રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારકનું લોકાર્પણ કર્યું હતું.",PM Modi addresses New India Youth Conclave at Surat https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%95%E0%AB%87%E0%AA%AC%E0%AA%BF%E0%AA%A8%E0%AB%87%E0%AA%9F%E0%AB%87-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A8-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AA%95%E0%AB%8D/,https://www.pmindia.gov.in/en/news_updates/cabinet-approves-mou-between-india-and-denmark-on-food-safety-cooperation/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ મળેલ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે ભારત અને ડેન્માર્ક વચ્ચે ખાદ્ય સુરક્ષાના ક્ષેત્રમાં સહયોગને લગતા સમજુતી કરારો (એમઓયુ)ને તેની પૂર્વવર્તી મંજુરી આપી દીધી છે. આ સમજુતી કરારો પર 16 એપ્રિલ 2018ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સમજુતી કરારો દ્વિપક્ષીય સંબંધો, પારસ્પરિક સમજણ અને વિશ્વાસને મજબુત બનાવવાની સાથે જ બંને પક્ષોને ખાદ્ય સુરક્ષા પ્રત્યેના તેમના ક્ષમતા નિર્માણના પ્રયત્નોમાં વધુ સક્ષમ બનાવશે. વધુમાં તે બંને દેશોમાં ખાદ્ય સુરક્ષાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રવૃત્તિઓની સમજણ કેળવશે તેમજ ખાદ્ય સુરક્ષાને લગતા મુદ્દાઓનો ઝડપી નિકાલ લાવવા સમર્થ બનાવશે. આ સમજુતી કરારો મહત્વના ખાદ્ય પદાર્થોના વેપારમાં સહાયભૂત બનશે અને શ્રેષ્ઠ પ્રવૃત્તિઓ સુધીની પહોંચ કેળવીને ખાદ્ય સુરક્ષાની ગુણવત્તાને સુધારવામાં મદદ કરશે",Cabinet approves MoU between India and Denmark on Food Safety Cooperation https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%88%E0%AA%B8%E0%AB%82/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-launches-railway-projects-in-mysuru-inaugurates-development-works-at-shravanabelagola/,પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મૈસૂર રેલવે સ્ટેશન ખાતે મૈસૂર અને કેએસઆર બેંગલોર વચ્ચેની વીજળીકરણ કરાયેલી રેલવે લાઈન રાષ્ટ્રને સમર્પિત કરી હતી. તેમણે મૈસૂર રેલવે સ્ટેશન ખાતે યોજાયેલા એક સમારંભમાં મૈસૂર અને ઉદેપુર વચ્ચે દોડનારી પેલેસ ક્વિન હમસફર એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી હતી. આ અગાઉ પ્રધાનમંત્રીએ મહામસ્તકાભિષેક મહોત્સવ -2018 પ્રસંગે શ્રવણબેલગોલાની મુલાકાત લીધી હતી. તેમણે વિનયગીરી હિલ ખાતે એએસઆઈ દ્વારા નવાં કંડારેલાં પગથિયાંનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે બાહૂબલી જનરલ હોસ્પિટલનું ઉદઘાટન પણ કર્યુ હતું. શ્રવણબેલગોલા ખાતે એકત્ર થયેલી મેદનીને સંબોધન કરતાં તેમણે કહ્યું હતુ કે સંતો અને મહંતોએ આપણા સમાજની સેવા કરી છે અને એક હકારાત્મક તફાવતનું સર્જન કર્યું છે. આપણા સમાજની તાકાત એ છે કે આપણે હંમેશાં સમયની સાથે બદલાતા રહ્યા છીએ અને નવા બદલાવને સારી રીતે અપનાવીએ છીએ પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું હતું કે ગરીબોને સારી ગુણવત્તા ધરાવતી તબીબી સારવાર પોસાય તે રીતે પૂરી પાડવી તે આપણી ફરજ છે.,PM launches railway projects in Mysuru; inaugurates development works at Shravanabelagola https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%AC%E0%AB%80%E0%AA%8F%E0%AA%B8%E0%AA%8F%E0%AA%AB%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-greets-bsf-personnel-on-their-raising-day-2/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સીમા સુરક્ષા દળ (બીએસએફ)નાં જવાનો અને તેમનાં પરિવારજનોને બીએસએફના સ્થાપના દિવસ પર અભિનંદન આપ્યાં હતા. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “બીએસએફના સ્થાપના પર બીએસફનાં જવાનો અને તેમનાં પરિવારજનોને અભિનંદન. બીએસએફ આપણાં દેશની ધૈર્યયુક્ત અને દોષરહિત સેવાનું ઉદાહરણ પૂરું પાડે છે. તેઓ આપણને મુશ્કેલીઓથી બચાવે છે, પછી તે સરહદ પર હોય કે પછી કુદરતી આપત્તિ અને આફતના સમયે હોય. આપણને બીએસએફ પર ગર્વ છે.”",PM greets BSF personnel on their Raising Day https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B3%E0%AB%87-%E0%AA%86%E0%AA%A4%E0%AA%82%E0%AA%95%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87/,https://www.pmindia.gov.in/en/news_updates/cabinet-approves-signing-of-india-russia-agreement-on-cooperation-in-combating-terrorism-and-organized-crime/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે તમામ પ્રકારનાં આતંકવાદ અને સંગઠિત અપરાધ સામે લડવા માટે ભારત અને રશિયા વચ્ચે સાથસહકાર સ્થાપિત કરવા માટે થનાર સમજૂતી પર હસ્તાક્ષરને મંજૂરી આપી હતી. ગૃહમંત્રીનાં નેતૃત્વમાં ભારતીય પ્રતિનિધિમંડળ 27 થી 29 નવેમ્બર, 2017નાં રોજ રશિયાની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે આ સમજૂતી પર હસ્તાક્ષર થશે. પૃષ્ઠભૂમિઃ ભારત અને રશિયા પારસ્પરિક હિતની વિવિધ બાબતો પર આંતરરાષ્ટ્રીય સ્તરે ગાઢ સાથસહકાર અને સંબંધનો લાંબો ઇતિહાસ ધરાવે છે. સમગ્ર દુનિયામાં આતંકવાદ અને સંગઠિત અપરાધમાં વધારો થયો છે. આ કારણે વિવિધ દેશો વચ્ચે તમામ પ્રકારનાં આતંકવાદનો સંયુક્તપણે સામનો કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. પ્રસ્તાવિત સમજૂતી ઓક્ટોબર, 1993માં બંને દેશો વચ્ચે થયેલી સમજૂતીનું સ્થાન લેશે, જે સુરક્ષાનાં ક્ષેત્રમાં પારસ્પરિક લાભોને વધારે મજબૂત કરવાની દિશામાં તથા નવા અને પરિવર્તનકારક જોખમ અને ભય સામે સંયુક્તપણે લડવાની દિશામાં પગલું છે. આ સમજૂતી માહિતી, કુશળતા, શ્રેષ્ઠ પદ્ધતિઓનાં આદાનપ્રદાન અને વહેંચણી મારફતે ભારત અને રશિયા વચ્ચેનાં સંબંધોને ગાઢ બનાવશે તેમજ આ વિસ્તારમાં આતંકવાદનો સામનો કરવામાં તથા સુરક્ષા વધારવામાં મદદરૂપ થશે.",Cabinet approves signing of India – Russia Agreement on cooperation in combating terrorism and organized crime https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B3%E0%AB%87-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AF-%E0%AA%9F%E0%AB%8D/,https://www.pmindia.gov.in/en/news_updates/cabinet-approves-fixed-term-for-chairperson-and-members-of-the-national-trust/,"પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય ટ્રસ્ટ બોર્ડના અધ્યક્ષ અને સભ્યોની ત્રણ વર્ષ માટે મુદ્દત નિશ્ચિત કરવા માટેના રાષ્ટ્રીય ટ્રસ્ટ ફોર વેલ્ફેર ઑફ પર્સન વિથ ઓટીઝમ, સેરેબ્રલ પાલ્સી, માનસિક માંદગી અને એકાધિક વિકલાંગતા અધિનિયમ, 1999ના કલમ 4(1) અને કલમ 5(1)માં સુધારો કરવાના પ્રસ્તાવને મંજુરી આપી દીધી છે. રાષ્ટ્રીય ટ્રસ્ટ અધિનિયમ, 1999 ની કલમ 4(1)માં જણાવાયું છે કે રાષ્ટ્રીય ટ્રસ્ટનાં અધ્યક્ષ કે બોર્ડના કોઇ સભ્યનો ત્રણ વર્ષનો નિર્ધારિત સમયગાળો પૂર્ણ થયા પછી પણ જ્યાં સુધી તેમના કોઇ ઉત્તરાધિકારીની વિધિવત રીતે નિમણુક ન થાય ત્યાં સુધી પોતાનું કાર્ય ચાલુ રાખી શકશે. અધ્યક્ષ રાજીનામું આપે તેવા સંજોગોમાં આ અધિનિયમની કલમ 5(1) તેને કાર્યાલયમાં ત્યાં સુધી પદભાર ચાલુ રાખવાની મંજુરી આપે છે, જ્યાં સુધી તેમના ઉત્તરાધિકારીની વિધિવત નિમણુંક ન થાય. કાયદામાં કરવામાં આવેલી વર્તમાન સમયની ઉપરોક્ત જોગવાઈઓ અનુસાર અધ્યક્ષનો કાર્યકાળ અનિશ્ચિત મુદ્દતનો થઇ જાય છે, જ્યાં સુધી કોઈ યોગ્ય ઉત્તરાધિકારી નિમણુંક માટે લાયક ઠરતો નથી. આ જોગવાઈઓમાં પ્રસ્તાવિત સુધારા આ પ્રકારની પરિસ્થિતિને ટાળવા માટે કરવામાં આવ્યા છે અને આ રીતે તે કોઈપણ એક વ્યક્તિ દ્વારા એક જ પદ પર લાંબા સમય સુધી ચાલુ રહેવાની સંભાવનાને નાબુદ કરશે.",Cabinet approves fixed term for Chairperson and Members of the National Trust https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%85%E0%AA%AE%E0%AB%83%E0%AA%A4%E0%AA%B8%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-condoles-loss-of-lives-due-to-train-accident-in-amritsar/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમૃતસરમાં થયેલી ટ્રેન દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કર્યું હતું કે, “અમૃતસરમાં થયેલી રેલવે દુર્ઘટનાને લઈને બહુ દુઃખી છું. આ ઘટના હૃદયવિદારક છે. મૃતકોનાં પરિવારો પ્રત્યે મારી સંપૂર્ણ સહાનુભૂતિ છે. હું પ્રાર્થના કરું છું કે જે લોકો એમાં ઘાયલ થયા છે, તેઓ ઝડપથી સ્વસ્થ થઈ જાય. મેં અધિકારીઓને તમામ પ્રકારની આવશ્યક સહાયતા ઉપલબ્ધ કરાવવા જણાવ્યું છે.”",PM Condoles loss of lives due to train accident in Amritsar https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-23-%E0%AA%93%E0%AA%97%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-to-visit-gujarat-on-23rd-august/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23 ઓગસ્ટ, 2018નાં રોજ ગુજરાતની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી વલસાડ જિલ્લાનાં જુજવા ગામમા એક વિશાળ જનસભામાં કેન્દ્ર સરકારની “તમામ માટે મકાન”ની મહત્ત્વાકાંક્ષી યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)નાં લાભાર્થીઓના સંયુક્ત ઇ-ગૃહપ્રવેશના સાક્ષી બનશે. ગુજરાતમાં એક લાખથી વધારે મકાનોનું નિર્માણ પૂર્ણ થઈ ગયું છે. રાજ્યનાં 26 જિલ્લાઓમાં લાભાર્થીઓ આ મકાનોમાં એકસાથે ગૃહપ્રવેશ કરશે. વલસાડમાં દક્ષિણ ગુજરાતનાં પાંચ જિલ્લા – વલસાડ, નવસારી, તાપી, સુરત અને ડાંગનાં લાભાર્થીઓ એકત્ર થશે. બાકીનાં જિલ્લાઓમાં તાલુકા સ્તરે સંયુક્ત ગૃહપ્રવેશની ઉજવણી થશે. આ જિલ્લાઓમાં લાભાર્થીઓને વલસાડમાં મુખ્ય કાર્યક્રમ સાથે વીડિયો લિન્ક મારફતે જોડાવામાં આવશે. આ કાર્યક્રમમાં 2 લાખથી વધારે લોકો ઉપસ્થિત રહેશે એવી અપેક્ષા છે. આ જ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અંતર્ગત પસંદ થયેલા લાભાર્થીઓને પ્રમાણપત્રો અને રોજગારીનાં પત્રો વહેંચશે, જેમાં દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય વિકાસ યોજના, મુખ્યમંત્રી ગ્રામોદય યોજના અને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા અભિયાન સામેલ છે. તેઓ નિયુક્તિપત્રો અને મહિલા બેંક કોરસ્પોન્ડેન્ટને મિનિ-એટીએમનું વિતરણ કરશે. તેઓ જનસભાને સંબોધન પણ કરશે. પ્રધાનમંત્રી જૂનાગઢમાં કેટલીક વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન કરશે. આ પરિયોજનાઓમાં જૂનાગઢ સરકારી સિવિલ હોસ્પિટલ, જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં 13 પ્રોજેક્ટ અને ખોખરડામાં દૂધ પ્રસંસ્કરણ પ્લાન્ટ સામેલ છે. તેઓ જનસભાને સંબોધિત પણ કરશે. પ્રધાનમંત્રી ગાંધીનગરમાં ગુજરાત ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીનાં પદવીદાન સમારોહમાં દીક્ષાંત સંબોધન આપશે. તેઓ દિલ્હી પરત જતાં અગાઉ ગાંધીનગરમાં સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ઉપસ્થિત રહેશે.",PM to visit Gujarat on 23rd August 2018 https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-25-%E0%AA%AE%E0%AB%87%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%9C-%E0%AA%AA%E0%AA%B6/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-to-visit-west-bengal-and-jharkhand-on-may-25/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25 મેના રોજ પશ્ચિમ બંગાળ અને ઝારખંડની મુલાકાત લેશે. તેઓ શાંતિ નિકેતન ખાતે વિશ્વ ભારતી વિશ્વવિદ્યાલયના પદવીદાન સમારોહમાં ભાગ લેશે. તેઓ શાંતિ નિકેતન ખાતે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોના પ્રતિક સ્વરૂપ બાંગ્લાદેશ ભવનનું પણ ઉદઘાટન કરશે. બાંગ્લાદેશના પ્રધાનમંત્રી સુશ્રી શેખ હસીના આ બંને કાર્યક્રમો પ્રસંગે ઉપસ્થિત રહેશે. ઝારખંડમાં પ્રધાનમંત્રી સિંદરી ખાતે એક કાર્યક્રમમાં ભારત સરકાર અને ઝારખંડ સરકારના વિવિધ વિકાસકાર્યોનો શિલાન્યાસ કરાવશે. તેમાં નીચેનાનો સમાવેશ થાય છે: હિન્દુસ્તાન ઉર્વરક અને રસાયણ લિમિટેડના સિંદરી ફર્ટીલાઈઝર પરિયોજનાનું નવીનીકરણ ગેઈલ દ્વારા રાંચી નગર ગેસ વિતરણ પરિયોજના ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સ (એઈમ્સ), દેવઘર દેવઘર હવાઇમથકનો વિકાસ પતરાતૂ સુપર થર્મલ પાવર પરિયોજના (3×800 મેગાવોટ) તેઓ જન ઔષધી કેન્દ્ર માટે એક સમજૂતી કરારના આદાન-પ્રદાન કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી એક જાહેરસભાને સંબોધન કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી રાંચીમાં ઝારખંડના મહત્વાકાંક્ષી જિલ્લાઓના જિલ્લા કલેકટરો સાથે વાર્તાલાપ પણ કરશે.",PM to Visit West Bengal and Jharkhand on May 25 https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%96%E0%AB%87%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1-2/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-wishes-the-participants-of-khelo-india-youth-games/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સનાં રમતવીરોને શુભેચ્છા પાઠવી છે. આજે પૂણેમાં ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સની શરૂઆત થઈ છે. પ્રધાનમંત્રીએ કહ્યું, “આજે પૂણેમાં શરૂ થયેલી ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સમાં ભાગ લેનાર તમામ યુવાન મિત્રોને મારી શુભેચ્છા. આ ટૂર્નામેન્ટ આપણા યુવાનોને તેમનાં રમતગમતનાં સ્વપ્નો સાકાર કરવા તેમની અંદર રહેલી રમતની પ્રતિભાને પ્રદર્શિત કરવા મંચ પ્રદાન કરશે. વધારે રમત, શ્રેષ્ઠ સ્વાસ્થ્ય અને ફિટ રાષ્ટ્ર! #5",PM wishes the participants of Khelo India Youth Games https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%86%E0%AA%B5%E0%AA%A4%E0%AB%80%E0%AA%95%E0%AA%BE%E0%AA%B2%E0%AB%87-%E0%AA%A1-2/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-to-inaugurate-the-dr-ambedkar-international-centre-tomorrow/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 15 જનપથ દિલ્હી ખાતે ડો. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરનું ઉદ્ઘાટન કરશે. તેઓ ડો. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ફોર સોશિયો-ઇકોનોમિક ટ્રાન્સફોર્મેશનનો (ડીએઆઇસીએસઇટી) પણ શુભારંભ કરશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આવતીકાલે સવારે 11 વાગે હું 15 જનપથ, દિલ્હી ખાતે ડો. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરનું ઉદ્ઘાટન કરીશ. આ પ્રસંગ વધારે વિશેષ છે, કારણ કે મને આ સેન્ટરનું શિલારોપણ કરવાની તક મળી હતી. આપણી રાષ્ટ્રીય રાજધાનીનાં હાર્દમાં ડો. આંબેડકરને આ યોગ્ય શ્રદ્ધાંજલિ છે. ડો. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર બૌદ્ધ સંપ્રદાયનું જોડાણ છે અને સમકાલીન સ્થાપત્ય છે. તેમાં સેમિનાર અને કોન્ફરન્સ હોલ સામેલ છે. તેમાં ત્રણ ઓડિટોરિયમ અને ડિજિટલ પુસ્તકોનાં ખજાના સાથે વિસ્તૃત પુસ્તકાલય છે. આવતીકાલે ડો. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ફોર સોશિયો-ઇકોનોમિક ટ્રાન્સફોર્મેશનનો (ડીએઆઇસીએસઇટી) પણ શુભારંભ થશે. આ સંસ્થા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવાનો માર્ગ પ્રશસ્ત કરશે તેમજ યુવાનો વચ્ચે સંશોધન, મૌલિક વિચારસરણીને પ્રોત્સાહન આપશે.”",PM to inaugurate the Dr. Ambedkar International Centre tomorrow https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%95%E0%AB%87%E0%AA%AC%E0%AA%BF%E0%AA%A8%E0%AB%87%E0%AA%9F%E0%AB%87-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%88-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%95%E0%AB%87/,https://www.pmindia.gov.in/en/news_updates/cabinet-approves-setting-up-of-a-special-purpose-vehicle-to-be-called-government-e-marketplace/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળે નીચેની બાબતો માટે પોતાની મંજૂરી આપી: 1. કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા જરૂરી સામાન અને સેવાઓની ઉપલબ્ધી પૂરી પાડવા માટે કંપની કાયદો ૨૦૧૩, હેઠળ નોંધાયેલી કંપની સેક્શન 8 તરીકે રાષ્ટ્રીય જાહેર પ્રાપ્તિ સ્થાન તરીકે સરકારી ઈ- માર્કેટ પ્લેસના નામે ઓળખાતા વિશેષ ઉદ્દેશ્ય વાહનની સ્થાપના. જીઈએમ એસપીવી સામાન્ય ઉપયોગના સામાન અને સેવાઓની પ્રાપ્તિ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારી મંત્રાલયો/ વિભાગો, કેન્દ્રીય અને રાજ્યના જાહેર ક્ષેત્રના સંસ્થાનો (સીપીએસયુ અને એસપીએસયુ), સ્વાયત્ત સંસ્થાઓ અને સ્થાનિક સંસ્થાઓને પારદર્શક અને ચોક્કસ પદ્ધતિ દ્વારા સીધે સીધું ઓનલાઈન માર્કેટપ્લેસ પૂરું પાડશે. 2. ડીજીએસ&ડી 31 ઓક્ટોબર 2017થી સ્થગિત કરવામાં આવશે અને સમેટી લેવામાં આવશે. સંજોગોવશાત જો ડીજીએસ&ડીને 31 ઓક્ટોબર 2017 સુધીમાં સમેટી નહીં શકાય તો વિભાગ તેને સ્થગિત કરવાની તારીખ ચોક્કસ વાજબી કારણો સાથે મોડામાં મોડા 31 માર્ચ 2018 સુધી લંબાવી શકશે.",Cabinet approves setting up of a Special Purpose Vehicle to be called Government e-Marketplace https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AB%88%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95-%E0%AA%93/,https://www.pmindia.gov.in/en/news_updates/pms-meeting-with-global-oil-and-gas-experts-ceos/,"આજે ભારત અને વિદેશનાં ઓઇલ અને ગેસ ક્ષેત્રનાં સીઇઓ અને નિષ્ણાંતો પ્રધાનમંત્રી મોદીને મળ્યાં હતાં. તેમાં સાઉદી અરેબિયા અને યુએઇનાં મંત્રીઓ તેમજ કંપનીઓનાં સીઇઓ અને નિષ્ણાતો સામેલ હતા, જેમાં સાઉદી અરામ્કો, એડનોક, બીપી, રોસનેફ્ટ, આઇએચએસ મર્કિટ, પાયોનિયર નેચરલ રિસોર્સીસ કંપની, ઇમર્સન ઇલેક્ટ્રિક કંપની, ટેલ્યુરિયન, મુબદલા ઇન્વેસ્ટમેન્ટ કંપની, સ્કલ્મબર્ગર લિમિટેડ, વૂડ મેકન્ઝિ, વર્લ્ડ બેંક, ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (આઇઇએ), એનઆઇપીએફપી, બ્રૂકિંગ્સ ઇન્ડિયા અને ભારતની વિવિધ કંપનીઓ સામેલ હતી, જેઓ અપસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમ એમ બંને પ્રકારની કામગીરી સાથે સંકળાયેલી છે. આ બેઠકમાં કેન્દ્રિય મંત્રીઓ શ્રી અરુણ જેટલી અને શ્રી ધર્મેન્દ્ર પ્રધાન, નીતિ આયોગનાં ઉપાધ્યક્ષ ડૉ. રાજીવ કુમાર અને કેન્દ્ર સરકાર તથા નીતિ આયોગનાં વરિષ્ઠ અધિકારીઓ પણ સામેલ હતાં. વૈશ્વિક સીઇઓ અને નિષ્ણાંતો સાથે બેઠક દરમિયાન તેમણે કેન્દ્ર સરકારે ચાર વર્ષમાં વેપાર-વાણિજ્ય સરળ કરવા માટે લીધેલા પગલાંની પ્રશંસા કરી હતી, ખાસ કરીને ભારતમાં ઊર્જા ક્ષેત્રમાં. નિષ્ણાતોએ ભારતનું સ્થાન અપસ્ટ્રીમ રોકાણની દ્રષ્ટિએ સ્પર્ધાત્મક રેન્કિંગમાં 56થી 44 થયું હતું એવો ઉલ્લેખ ખાસ કર્યો હતો. ભારતમાં ઓઇલ અને ગેસનું વિસ્તરણ, સંશોધન અને ઉત્પાદન, સૌર ઊર્જા અને જૈવઇંધણની સંભવિતતા તથા કેન્દ્ર સરકારનો ઊર્જા ક્ષેત્રને લઈને સંપૂર્ણ અભિગમ જેવા વિષયો પર ચર્ચા થઈ હતી. નિષ્ણાતોએ આ પ્રકારનાં સંવાદની વિશિષ્ટ પહેલની પ્રશંસા કરી હતી, જે નીતિગત બાબતો પર વિવિધ હિતધારકોને એક મંચ પર લાવે છે. ઊર્જા ક્ષેત્રનાં આંતરરાષ્ટ્રીય સ્તરનાં આગેવાનો સાથેની બેઠકમાં પ્રધાનમંત્રીએ ઓઇલ અને ગેસનાં બજારમાં ભારતની મહત્ત્વપૂર્ણ સ્થિતિ વિશે વાત કરી હતી. તેમણે નોંધ્યું હતું કે, ઓઇલ બજાર ઉત્પાદક સંચાલિત છે તથા જથ્થો અને કિંમતો ઓઇલ ઉત્પાદક દેશો નક્કી કરે છે. પર્યાપ્ત ઉત્પાદન થતું હોવા છતાં ઓઇલ ક્ષેત્રની માર્કેટિંગનાં વિશિષ્ટ પાસાં ઓઇલની કિંમતોમાં વધારો કરે છે. પ્રધાનમંત્રી મોદીએ ઓઇલ બજારોમાં ઉત્પાદકો અને ઉપભોક્તાઓ વચ્ચે ભાગીદારી માટેનો કેસ પ્રસ્તુત કર્યો હતો, કારણ કે આ પ્રકારની ભાગીદારીઓ અન્ય બજારોમાં અસ્તિત્વમાં છે. આ વૈશ્વિક અર્થતંત્રને સ્થિર બનાવવામાં મદદ કરશે, જે સુધારાનાં માર્ગે અગ્રેસર છે. શ્રી મોદીએ ભારત સાથે પ્રસ્તુત ચોક્કસ નીતિગત મુદ્દા પર નિષ્ણાંતોનું ધ્યાન દોર્યું હતું. સૌપ્રથમ, તેમણે સૂચવ્યું હતું કે, ક્રૂડ ઓઇલની કિંમતોમાં વધારાનાં કારણે ઉપભોક્તા દેશોને ઘણાં આર્થિક પડકારોનો સામનો કરવો પડે છે, જેમાં સંસાધનની ગંભીર ખેંચ સામેલ છે. ઓઇલ ઉત્પાદક દેશોનો સહકાર આ ગેપ દૂર કરવામાં અતિ મહત્ત્વપૂર્ણ બની રહેશે. તેમણે ઓઇલ ઉત્પાદક દેશોને વિકાસશીલ દેશોમાં ઓઇલ ક્ષેત્રમાં વાણિજ્યિક સંશોધન કરવા માટે વધારાનું રોકાણ કરવા માટે અપીલ કરી હતી. બે, તેમણે સંશોધન હેઠળ વધારે વિસ્તાર વિશે વાત કરી હતી તથા ટેકનોલોજી અને વ્યાપનાં વિસ્તરણની દ્રષ્ટિએ વિકસિત દેશોનો સહકાર માંગ્યો હતો. ત્રણ, તેમણે ગેસ ક્ષેત્રનાં વિતરણમાં ખાનગી ક્ષેત્ર ભાગીદાર થાય એવી ઇચ્છા વ્યક્ત કરી હતી. ટેકનોલોજીની વાત કરતાં તેમણે હાઈ પ્રેશર અને હાઈ ટેમ્પરેચર ટેકનોલોજી એપ્લિકેશન્સમાં સહાય માટે અપીલ કરી હતી, જે કુદરતી ગેસનાં વાણિજ્યિક સંશોધન માટે પ્રસ્તુત છે. છેલ્લી અને મહત્ત્વપૂર્ણ બાબત, તેમણે પેમેન્ટની શરતોની સમીક્ષા કરવા માટે વિનંતી કરી હતી, જેથી સ્થાનિક ચલણને કામચલાઉ રાહત આપી શકાય. પ્રધાનમંત્રીએ ક્ષેત્રમાં તેમની સરકારે હાથ ધરેલી વિવિધ નીતિગત પહેલો અને વિકાસલક્ષી પગલાં વિશે પણ વાત કરી હતી. તેમણે ગેસ પ્રાઇઝિંગ અને માર્કેટિંગમાં ઉદારીકરણ વિશે વાત કરી હતી, ખાસ કરીને ઊંડા પાણીમાં તેમજ હાઇ પ્રેશર, હાઈ ટેમ્પરેચરમાં ઉત્ખનન માટે જરૂરી ટેકનોલોજીની જરૂરિયાત પણ વ્યક્ત કરી હતી. તેમણે ઓપન એકરેજ લાઇસન્સિંગ પોલિસી, કોલ બેડ મિથેનનું વહેલાસર મોનેટાઇઝેશન, નાનાં ક્ષેત્રોનાં સંશોધન માટેની પહેલો અને રાષ્ટ્રીય સ્તરે સેઇસ્મિક સર્વેનો ઉલ્લેખ કર્યો હતો. વાણિજ્યિક ઉત્ખનનની વાત કરતાં તેમણે ઉત્પાદન વહેંચણી કરારનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો.",PM’s meeting with Global Oil and Gas Experts/CEOs https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE%E0%AA%93%E0%AA%A8%E0%AB%80-53/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-congratulates-sanjita-chanu-on-winning-the-gold-medal-in-the-womens-53-kg-weightlifting-event/,"રાષ્ટ્રમંડળ રમતોમાં સુવર્ણ પદક જીતવા પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વેટલિફ્ટર સંજીતા ચાનૂને શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, “ભારત માટે બીજો સુવર્ણ પદક ! રાષ્ટ્રમંડળ રમતોમાં મહિલાઓની 53 કિગ્રા વેઈટલિફ્ટીંગ શ્રેણીમાં સુવર્ણ પદક જીતવા પર સંજીતા ચાનૂને શુભેચ્છા. આ શ્રેષ્ઠ પ્રદર્શનથી રાષ્ટ્ર ગૌરવ અનુભવે છે. વેટલિફ્ટર ખુમુકચામ સંજીતા ચાનૂએ ઓસ્ટ્રેલીયાના ગોલ્ડ કોસ્ટ શહેરમાં રમાઈ રહેલા 2018 રાષ્ટ્રમંડળ રમતોમાં ભારતને આજે બીજો સુવર્ણ પદક અપાવ્યો હતો.",PM congratulates Sanjita Chanu on winning the Gold Medal in the Women’s 53 kg weightlifting event https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%80%E0%AA%8F%E0%AA%AE%E0%AA%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%B9%E0%AB%81%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B7%E0%AB%80-%E0%AA%B5%E0%AB%87%E0%AA%AC%E0%AA%B8/,https://www.pmindia.gov.in/en/news_updates/pmindia-multilingual-website-now-available-in-13-languages/,"પ્રધાનમંત્રીની અધિકૃત વેબસાઇટનું આસામી અને મણિપુરી સંસ્કરણ શરૂ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની સત્તાવાર વેબસાઇટ www.pmindia.gov.in નું આજે આસામી અને મણિપુરી ભાષાઓનું સંસ્કરણ શરૂ કરવામાં આવ્યું હતું. હવે વેબસાઇટ આસામી અને મણિપુરી ભાષામાં પણ સુલભ થઈ શકશે, જે આ બંને રાજ્યોનાં નાગરિકો તરફથી મળેલી વિનંતીઓને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે. આજે બે ભાષાઓનાં સંસ્કરણનો ઉમેરો થવાની સાથે પીએમઇન્ડિયા વેબસાઇટ હવે અંગ્રેજી અને હિંદી ઉપરાંત 11 પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ છે – આસામી, બંગાળી, ગુજરાતી, કન્નડ, મલયાલમ, મણિપુરી, મરાઠી, ઓડિયા, પંજાબી, તમિલ અને તેલુગુ. આ 11 પ્રાદેશિક ભાષામાં વેબસાઇટ નીચેની લિન્ક પરથી પ્રાપ્ત થઈ શકશે",PMINDIA Multilingual Website now available in 13 languages https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%A8%E0%AA%B5%E0%AB%80-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B9-5/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-lays-foundation-stone-for-india-international-convention-and-expo-centre-dwarka/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીનાં દ્વારકામાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર (આઈઆઈસીસી)નું ભૂમિપૂજન કર્યું હતું. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે કહ્યું હતું કે, આ સેન્ટર ભારતની આર્થિક પ્રગતિ, સમૃદ્ધિ, સાંસ્કૃતિક વારસા અને પર્યાવરણનાં સંરક્ષણ પ્રત્યે આપણી ચેતના દર્શાવે છે. તેમણે જણાવ્યું હતું કે, આ સરકારનાં વિઝનનો ભાગ છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરની માળખાગત સુવિધા અને વેપારી સુવિધાનાં મહત્ત્વને પ્રદર્શિત કરે છે. પ્રધાનમંત્રીએ યાદ અપાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે કેવી રીતે દેશનાં વિકાસ માટે અનેક શ્રેણીબદ્ધ યોજનાઓ શરૂ કરી છે. તેમણે આ સંદર્ભમાં સૌથી લાંબી ગેસ પાઇપલાઇન, મોબાઇલ ફોન બનાવતું સૌથી મોટું ઉત્પાદન એકમ અને દરેક કુટુંબને વીજળીનો પુરવઠો પહોંચાડવાની ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ તમામ નવા ભારતનાં કૌશલ્ય, સ્વરૂપ અને ગતિનો નમૂનો છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વિશ્વનાં અનેક દેશોએ સંમેલનોનાં આયોજન માટે વ્યાપક ક્ષમતા વિકસાવી છે. આ વિષય પર ઘણાં સમય સુધી ભારતમાં વિચારવામાં આવ્યું નથી. હવે એમાં પરિવર્તન થઈ રહ્યું છે એવું તેમણે ઉમેર્યું હતું. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોઈ પણ દેશની પ્રગતિ મજબૂત સંગઠનાત્મક અને સંસ્થાકીય ક્ષમતાઓ મારફતે થાય છે, જે વર્ષોનાં પ્રયાસોનું પરિણામ છે. તેમણે કહ્યું હતું કે, આ માટે યોગ્ય સમયે ઉચિત નિર્ણયો લેવા મહત્ત્વપૂર્ણ છે અને કોઈ પણ પ્રકારનો વિલંબ કર્યા વિના એનો અમલ થવો જોઈએ. પ્રધાનમંત્રીએ આ સંદર્ભમાં ઉલ્લેખ કર્યો હતો કે, તાજેતરમાં સરકારી બેંકોનાં વિલયનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે, બેંકોનાં વિલય વિશે લગભગ અઢી દાયકા અગાઉ વિચારણા હાથ ધરવામાં આવી હતી. પણ એનો અમલ કરવામાં આવ્યો નહોતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, એમની સરકાર રાષ્ટ્રહિતમાં કઠોર નિર્ણય લેવામાં પીછેહટ નહીં કરે. તેમણે કહ્યું હતું કે, છેલ્લાં ચાર વર્ષમાં ચોતરફ વિકાસ થયો છે અને રાષ્ટ્રહિતને સર્વોપરી મહત્ત્વ આપવાનાં કારણે આ વિકાસ થયો છે, લોકોનાં હિતમાં કઠોર નિર્ણય લેવાની પ્રક્રિયા ચાલુ રહેશે, અનેક પડકારો હોવા છતાં દેશનું અર્થતંત્ર મજબૂત છે. વેપારી સુગમતાની ચર્ચા કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર આ પ્રયાસને જિલ્લા સ્તર સુધી લઈ જવા માટે કામ કરી રહી છે.","PM lays foundation stone for India International Convention and Expo Centre, Dwarka" https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AA%B0%E0%AB%80%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8/,https://www.pmindia.gov.in/en/news_updates/pareeksha-pe-charcha-pms-interactive-session-with-students/,"પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિદ્યાર્થીઓ સાથે પરીક્ષાને લગતા મુદ્દાઓ ઉપર એક ટાઉનહોલ સત્રનું આયોજન કર્યું. તેમણે નવી દિલ્હીમાં કાર્યક્રમ સ્થળ તાલકટોરા સ્ટેડીયમ ખાતેથી વિદ્યાર્થીઓનાં પ્રશ્નોને વાચા આપી હતી. વિદ્યાર્થીઓએ પણ તેમને વિવિધ ટીવી સમાચાર ચેનલો, નરેન્દ્ર મોદી મોબાઇલ એપ અને માય ગવ પ્લેટફોર્મ દ્વારા પ્રશ્નો પૂછ્યા હતા. ચર્ચાનો પ્રારંભ કરાવતા, પ્રધાનમંત્રીએ જણાવ્યું કે તેઓ વિદ્યાર્થીઓ, તેમના માતાપિતા અને તેમના પરિવારનાં મિત્ર તરીકે ટાઉનહોલ સત્રમાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે તેઓ જુદા જુદા માધ્યમો દ્વારા સમગ્ર દેશનાં 10 કરોડ લોકો સાથે વાત કરી રહ્યા છે. તેમણે તેમના પોતાના એવા શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી કે જેમણે તેમની અંદર એવા મુલ્યોનું સિંચન કર્યું કે જેના થકી તેઓ આજે પણ તેમનામાં એક વિદ્યાર્થીને જીવંત રાખી શક્યા છે. તેમણે દરેક વ્યક્તિને પોતાની અંદર એક વિદ્યાર્થી જીવંત રાખવા પ્રોત્સાહન આપ્યું. લગભગ બે કલાક સુધી ચાલેલા આ સત્ર દરમિયાન પ્રધાનમંત્રીએ માનસિક ગભરામણ, ચિંતા, એકાગ્રતા, પરોક્ષ દબાણ, માતાપિતાની અપેક્ષાઓ અને શિક્ષકની ભૂમિકા વગેરે જેવા અનેક વિષયો પર પ્રશ્નોની ચર્ચા કરી હતી. તેમના જવાબો બુદ્ધિચાતુર્ય, હાસ્યવિનોદ અને અનેકવિધ જુદા જુદા વિસ્તૃત ઉદાહરણોથી અલંકૃત હતા. તેમણે પરીક્ષા દરમિયાન તણાવ અને ચિંતાને પહોંચી વળવા માટે આત્મ વિશ્વાસનું મહાત્મ્ય દર્શાવવા માટે સ્વામી વિવેકાનંદનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કેનેડીયન સ્નોબોર્ડર માર્ક મેકમોરીસનું ઉદાહરણ આપ્યું કે જેણે તાજેતરના ચાલી રહેલા શિયાળુ ઓલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક હાંસલ કર્યો છે અને આ ચંદ્રક તેણે પોતાને માત્ર અગિયાર મહિના અગાઉ તેના જીવનને જોખમમાં મુકનારી ઈજા પછી તુરંત પ્રાપ્ત કર્યો હતો. એકાગ્રતાનાં વિષય પર પ્રધાનમંત્રીએ મહાન ક્રિકેટર સચિન તેંદૂલકરે રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’માં આપેલી સલાહને યાદ કરી હતી. તેંદુલકરે જણાવ્યું હતું કે, તે માત્ર વર્તમાનમાં જે બોલ ઉપર રમી રહ્યો છે તેના પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે, અને ભૂતકાળ કે ભવિષ્યની ચિંતા નથી કરતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે એકાગ્રતાને વધારવામાં યોગ પણ સહાયક બની શકે છે. પરોક્ષ દબાણની ચર્ચા કરતા પ્રધાનમંત્રીએ ‘પ્રતિસ્પર્ધા’ (અન્ય લોકો સાથે સ્પર્ધા કરવી)ને બદલે અનુસ્પર્ધા (પોતાની જાત સાથે સ્પર્ધા કરવી)નાં મહત્વ પર ભાર મુક્યો હતો. તેમણે કહ્યું કે, દરેક વ્યક્તિએ માત્ર એટલો પ્રયાસ કરવો જોઈએ કે તેણે અગાઉ જે સિદ્ધિ પ્રાપ્ત કરી હોય તેના કરતા બીજી વખતે તે વધુ સારો દેખાવ કરી શકે. પ્રત્યેક માતાપિતા પોતાના સંતાનો માટે બલિદાન આપે છે તેની નોંધ લેતા પ્રધાનમંત્રીએ માતાપિતાઓને વિનંતી કરી કે તેઓ તેમના સંતાનોની સિદ્ધિઓને સામાજિક પ્રતિષ્ઠાનો પ્રશ્ન ન બનાવે. તેમણે ઉમેર્યું કે દરેક બાળક પોતાના આગવા કૌશલ્ય સાથે જન્મે છે. પ્રધાનમંત્રીએ એક વિદ્યાર્થીનાં જીવનમાં ઈન્ટેલેકચ્યુઅલ કવોશન્ટ (બુદ્ધિમત્તા ગુણાંક) અને ઈમોશનલ કવોશન્ટ (લાગણી ગુણાંક) બંનેનાં સમાન મહત્વને સમજાવ્યું હતું. સમય વ્યવસ્થાપન વિશે બોલતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ વર્ષ દરમિયાન એક જ પ્રકારનું સમયપત્રક કે આયોજન અનુકુળ નથી હોતું. તેથી, તેમણે ઉમેર્યું કે, વ્યક્તિએ પરિવર્તનક્ષમ બનવું જોઈએ અને પોતાના સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો જોઈએ.",Pariksha pe Charcha – PM’s interactive session with students https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6%E0%AB%8B%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%87%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%B0%E0%AB%87%E0%AA%B2%E0%AA%B5%E0%AB%87-%E0%AA%95/,https://www.pmindia.gov.in/en/news_updates/cabinet-approves-indore-metro-rail-project-comprising-ring-line-bengali-square-vijay-nagar-bhawarsala-airport-patasia-bengali-square/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ઇન્દોર મેટ્રો રેલ યોજનાને મંજૂરી આપી દીધી છે, જેમાં બંગાળી સ્ક્વેયર-વિજયનગર-ભાવરશાળા-એરપોર્ટ-પાટાસિયા-બંગાળી સ્ક્વેયર રિંગ લાઇન સામેલ છે. આ માર્ગની કુલ લંબાઈ 31.55 કિલોમીટર છે, જે ઇન્દોરનાં તમામ મુખ્ય કેન્દ્રો અને શહેરી વિસ્તારોને જોડશે. વિગતઃ રિંગ લાઇનની લંબાઈ 31.55 કિલોમીટર છે. રિંગ લાઇન બંગાળી સ્ક્વેયર-વિજયનગર-ભાવરશાળા-એરપોર્ટ-પાટાસિયા-બંગાળી સ્ક્વેયર સુધીની હશે. રિંગ લાઇન પર સ્ટેશનોની સંખ્યા 30 છે. આ યોજનાથી ઇન્દોર શહેરમાં સુરક્ષિત, વિશ્વસનિય અને વાજબી પરિવહન સિસ્ટમ ઉપલબ્ધ થશે, જેમાં શહેરનાં તમામ મુખ્ય કેન્દ્ર જોડાશે. એમાં દુર્ઘટનાઓમાં, પ્રદૂષણ, સફરનાં સમયમાં ઘટાડો થશે, ઊર્જાનો વપરાશ ઘટશે, અસામાજિક પ્રવૃત્તિઓમાં ઘટાડો થશે તથા શહેરી વિસ્તાર અને સતત વિકાસ માટે જમીનનાં ઉપયોગમાં મદદ મળશે. આ યોજના પાછળ અંદાજે રૂ. 7500.80 કરોડનો ખર્ચ થશે અને એને ચાર વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. ફાયદાઃ મેટ્રો રેલ યોજનાથી ઇન્દોરની 30 લાખની વસતિને પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપે લાભ થશે તથા આ મેટ્રો રેલવે કોરિડોરથી રેલવે સ્ટેશન, બીઆરડી સ્ટેશન, બસોનું ફીડર નેટવર્ક, ઇન્ટરમીડિયટ પબ્લિક ટ્રાન્સપોર્ટ તથા નોન-મોટર પરિવહન માટે મલ્ટિમોડલનો સમન્વય થશે. આ યોજનામાં પ્રવાસી ભાડાં ઉપરાંત ભાડું અને જાહેરાત, ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ડેવલપમેન્ટ (ટીઓડી) અને ટ્રાન્સફર ડેવલપમેન્ટ રાઇટ (ટીડીઆર)થી કમાણી થશે. મેટ્રો રેલવે કોરિડોરની આસપાસનાં રહેણાક વિસ્તારોને બહુ લાભ થશે, કારણ કે આ લોકો પોતાની આસપાસનાં સ્ટેશનોથી શહેરનાં વિવિધ વિસ્તારોમાં સરળતાપૂર્વક પહોંચી જશે. રિંગ લાઇન સ્માર્ટ સિટી યોજના અંતર્ગત શહેરની ગીચ વસતિ ધરાવતાં વિસ્તારો અને નવા વિકસિત થઈ રહેલાં ક્ષેત્રોનાં રેલવે સ્ટેશન, એરપોર્ટ અને એબીડી સાથે જોડાશે. મેટ્રો રેલવેથી સ્થાનિક રહેવાસીઓ, પ્રવાસીઓ, ઓફિસમાં કામ કરતાં કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, મુલાકાતીઓ અને પર્યટકોને પર્યાવરણને અનુકૂળ તથા સતત જાહેર પરિવહનનું સાધન ઉપલબ્ધ થશે. પ્રગતિઃ આ યોજનાનો અમલ કરવા માટે મધ્યપ્રદેશ મેટ્રો રેલ કંપની લિમિટેડની રચના કરવામાં આવી છે. ઇન્દોર મેટ્રો રેલ યોજના માટે કેન્દ્ર સરકાર અને મધ્યપ્રદેશ સરકાર સમાન આધારે ખર્ચનું વહન કરશે અને એ માટે એશિયાન ડેવલપમેન્ટ બેંક અને ન્યૂ ડેવલપમેન્ટ બેંક પાસેથી થોડું ઋણ લેવામાં આવશે. મેસર્સ ડીબી એન્જિનીયરિંગ એન્ડ કન્સલ્ટિંગ જીએમબીએચને મેસર્સ લુઈ બર્જર એસએએસ અને મેસર્સ જિયોડેટા એન્જિનીયરિંગની સાથે ઇન્દોર મેટ્રો રેલ યોજનાનાં જનરલ કન્સલ્ટન્ટ તરીકે નિમણૂક થઈ છે. યોજનાનાં પ્રથમ સિવિલ કાર્યો માટે ટેન્ડર્સ મંગાવવામાં આવ્યાં છે. ટૂંક સમયમાં કામ શરૂ થઈ જશે.",Cabinet approves Indore Metro Rail Project comprising Ring Line (Bengali Square – Vijay Nagar – Bhawarsala – Airport – Patasia – Bengali Square) https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%9C%E0%AA%A8%E0%AA%95%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%97%E0%AA%B0%E0%AB%80%E0%AA%AC%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%BE/,https://www.pmindia.gov.in/en/news_updates/cabinet-approves-continuation-of-pradhan-mantri-jandhan-yojana/,"‘દરેક કુટુંબની દરેક પુખ્ત વયની વ્યક્તિ’ માટે ખાતું ખોલાવવા પર ધ્યાન કેન્દ્રિત રાષ્ટ્રીય નાણાકીય સર્વસમાવેશકતા અભિયાન અંતર્ગત (પીએમજેડીવાય) 14.8.2018 પછીથી ઓવરડ્રાફ્ટ મર્યાદા રૂ. 5,000થી વધારીને રૂ. 10,000 થશે રૂ. 2,000 સુધીના ઓવરડ્રાફ્ટ માટે કોઈ શરતો નહીં. ઓવરડ્રાફ્ટ સુવિધાનો લાભ લેવા માટેની વયમર્યાદા 16-60 વર્ષની હતી જે વધારીને 18-65 વર્ષ કરવામાં આવી 28.8.18 પછી ખુલેલા નવા પીએમજેડીવાય ખાતાઓ માટે નવા રૂપે કાર્ડધારકો માટે અકસ્માતનું વીમાકવચ રૂ. 1 લાખથી વધારીને રૂ. 2 લાખ કરવામાં આવ્યું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 05-09-2018નાં રોજ યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં જનતા અને ગરીબો માટેની પહેલને મોટું પ્રોત્સાહન મળ્યું હતું. કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં રાષ્ટ્રીય નાણાકીય સર્વસમાવેશકતા માટેનાં અભિયાન – પ્રધાનમંત્રી જન ધન યોજના (પીએમજેડીવાય)ને નિમ્નલિખિત ફેરફારો સાથે ચાલુ રાખવા મંજૂરી આપવામાં આવી છેઃ- • 14.8.2018 પછી રાષ્ટ્રીય નાણાકીય સર્વસમાવેશકતા માટેનું અભિયાન (પીએમજેડીવાય) ચાલુ રહેશે. • હાલની ઓવર ડ્રાફ્ટ (ઓડી) મર્યાદા રૂ. 5,000 થી વધીને રૂ. 10,000 થશે. • રૂ. 2,000 સુધીનાં ઓડી માટે કોઈ શરત લાગુ નહીં પડે. • ઓડીની સુવિધાનો લાભ લેવા માટે વયમર્યાદા 18-60 વર્ષથી વધારીને 18-65 વર્ષ કરવામાં આવશે. • ‘દરેક કુટુંબની દરેક પુખ્ત વયની વ્યક્તિ’ માટે વિસ્તૃત વ્યાપ હેઠળ 28.8.18 પછીથી નવું પીએમજેડીવાય ખાતું ખોલાવનાર નવા રૂપે કાર્ડધારકો માટે અકસ્માતનું વીમાકવચ રૂ. 1 લાખથી વધારીને રૂ. 2 લાખ કરવામાં આવશે. અસર: અભિયાન ચાલુ રહેવાથી દેશમાં પુખ્ત વયની તમામ વ્યક્તિઓ/કુટુંબો ઓછામાં ઓછું એક સામાન્ય બેંક ખાતું ધરાવશે તેમજ અન્ય નાણાકીય સેવાઓ, સામાજિક સુરક્ષા યોજનાઓ અને રૂ. 10,000 સુધીનાં ઓવરડ્રાફ્ટની સુવિધાનો લાભ મળશે. એટલે તેઓ આ સુવિધાઓ સાથે નાણાકીય સેવાઓનાં મુખ્ય પ્રવાહમાં આવશે અને સરકારની વિવિધ સબસિડી યોજનાઓનાં લાભનાં હસ્તાંતરણની સુવિધા વધારે અસરકારક રીતે લઈ શકશે. પીએમજેડીવાય હેઠળ પ્રાપ્ત થયેલી સિદ્ધિઓ: • રૂ. 81,200 કરોડની રકમ જમા કરાવીને અંદાજે 32.41 કરોડ જન ધન ખાતાઓ ખુલ્યાં. • 53 ટકા જન ધન ખાતાધારકો મહિલાઓ છે અને 59 જન ધન ખાતાઓ ગ્રામીણ અને અર્ધશહેરી વિસ્તારોમાં છે. આ ખાતાધારકોને અંદાજે 24.4 કરોડ રૂપે કાર્ડ ફાળવવાની સાથે 83 ટકાથી વધારે શરૂ (operative) જન ધન ખાતાઓ (અસમ, મેઘાલય, જમ્મુ-કાશ્મીર સિવાય) આધાર સાથે જોડાયેલા છે. • 7.5 કરોડથી વધારે જન ધન ખાતાઓને ડીબીટી (સીધા લાભ હસ્તાંતરણ)નો લાભ મળ્યો છે. • 1.26 લાખ પેટા સેવા વિસ્તારો (ગ્રામીણ વિસ્તારો)માં બેંક સહાયક (",Cabinet approves continuation of Pradhan Mantri JanDhan Yojana https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A8%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AA%82%E0%AA%B0%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%A3-%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80/,https://www.pmindia.gov.in/en/news_updates/defence-minister-of-japan-calls-on-the-pm/,"જાપાનનાં સંરક્ષણ મંત્રી શ્રી ઈત્સુનોરી ઓનોડેરા આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ પ્રધાનમંત્રી તરીકેની જવાબદારી સંભાળી તે અગાઉના જાપાન સાથેના પોતાના જૂના સંબંધોને પ્રધાનમંત્રી મોદીએ યાદ કર્યા હતા તથા છેલ્લાં થોડાં વર્ષોમાં ભારત અને જાપાન વચ્ચે વિશેષ વ્યૂહાત્મક અને આંતરરાષ્ટ્રીય જોડાણમાં વૃદ્ધિને આવકાર આપ્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, ભારત અને જાપાન વચ્ચે સંરક્ષણ ક્ષેત્રમાં સંબંધો મુખ્ય આધારસ્તંભ છે. તેમણે બંને દેશો વચ્ચે સંરક્ષણ ક્ષેત્રમાં વિવિધ સ્તરે સંવાદ સ્થાપિત કરવાની વ્યવસ્થાને મજબૂત કરવાની વાત આવકારી હતી તેમજ ભારત અને જાપાનનાં સૈન્ય દળો વચ્ચે જોડાણમાં વધારાની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ બંને દેશો વચ્ચે સંરક્ષણ ક્ષેત્રમાં ટેકનોલોજીનાં સાથસહકારમાં પ્રગતિની પણ પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ ગયા વર્ષે જાપાનનાં પ્રધાનમંત્રી શિન્ઝો આબેની સફળ મુલાકાતને પણ યાદ કરી હતી અને જણાવ્યું હતું કે, તેઓ ચાલુ વર્ષનાં અંતે જાપાનની મુલાકાત લેવા ઉત્સુક છે.",Defence Minister of Japan calls on the PM https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B3%E0%AB%87-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%87%E0%AA%A1%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B0/,https://www.pmindia.gov.in/en/news_updates/cabinet-approves-measures-to-promote-hydro-power-sector/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે હાઇડ્રોપાવર સેક્ટરને પ્રોત્સાહન આપવાનાં ઉપાયોને મંજૂરી આપી દીધી છે. નોન-સોલર રિન્યૂએબલ એનર્જી પર્ચેઝ ઓબ્લિગેશન (આરપીઓ)નાં ભાગરૂપે મોટી હાઇડ્રોપાવર યોજનાઓની જાહેરાત સામેલ છે. વિગતઃ મોટાં હાઇડ્રોપાવર પ્રોજેક્ટની જાહેરાત અક્ષય ઊર્જાનાં સ્રોત સ્વરૂપે કરવામાં આવશે (હાલની રૂપરેખા મુજબ, ફક્ત 25 મેગાવોટથી ઓછી ક્ષમતા ધરાવતી હાઇડ્રોપાવર યોજનાઓને અક્ષય ઊર્જા સ્વરૂપે શ્રેણીબદ્ધ કરવામાં આવી છે). આ ઉપાયોનાં નોટિફિકેશન પછી શરૂ થયેલી મોટી હાઇડ્રોપાવર યોજનાઓ નોન-સોલર રિન્યૂએબલ એનર્જી પર્ચેઝ ઓબ્લિગેશન એમાં સામેલ હશે (એમાં નાની હાઇડ્રોપાવર યોજનાઓ અગાઉથી જ સામેલ છે). હાઇડ્રોપાવર સેક્ટરમાં વધારાની યોજનાનાં ક્ષમતાને આધારે વિદ્યુત મંત્રાલય દ્વારા મોટી હાઇડ્રોપાવર યોજનાઓનાં વાર્ષિક લક્ષ્યાંકો વિશે નોટિફિકશન ઇશ્યૂ કરવામાં આવશે. મોટી હાઇડ્રોપાવર યોજનાઓનાં સંચાલન માટે ટેરિફ નીતિ અને ટેરિફ નિયમનોમાં જરૂરી ફેરફારો કરવામાં આવશે. યોજનાનો કાર્યકાળ 40 વર્ષ સુધી વધાર્યા પછી ટેરિફનાં બેંક લોડિંગ દ્વારા ટેરિફ નક્કી કરવા માટે ડેવલપરોને લવચિકતા પ્રદાન કરવા, લોનની ચુકવણીનો ગાળો 18 વર્ષ સુધી વધારવા અને 2 ટકા ટેરિફ વધારવા સહિત ટેરિફને તર્કસંગત બનાવવા. કેસનાં આધારે હાઇડ્રોપાવર યોજનાઓના ફ્લડ મોડરેશન ઘટકનાં નાણાકીય પોષણ માટે અંદાજપત્રીય સહાયતા પ્રદાન કરવી; અને માર્ગો અને પુલો જેવી મૂળભૂત સુવિધાઓનાં નિર્માણમાં આર્થિક ખર્ચને પૂર્ણ કરવા માટે અંદાજપત્રીય સહાયતા પ્રદાન કરવી. કેસનાં આધારે આ વાસ્તવિક ખર્ચ, પ્રતિ મેગાવોટ 1.5 કરોડ રૂપિયાના દરથી મહત્તમ 200 મેગાવોટ ક્ષમતા ધરાવતી યોજનાઓ અને પ્રતિ મેગાવોટ 1.0 કરોડ રૂપિયાનાં દરથી 200 મેગાવોટથી વધારે ક્ષમતા ધરાવતી યોજનાઓ માટે હોઈ શકે છે. રોજગારીનાં સર્જનની સંભવિતતા સહિત મુખ્ય અસરઃ જેમ કે મોટાં ભાગની હાઇડ્રોપાવર યોજનાઓ હિમાલયની ઊંચાઈઓ અને પૂર્વોત્તર ક્ષેત્રમાં સ્થિત હોવાથી વીજ ક્ષેત્રમાં પ્રત્યક્ષ રોજગારી મળવાથી આ ક્ષેત્રનો સામાજિક-આર્થિક વિકાસ સુનિશ્ચિત થશે. એમાં પરિવહન, પર્યટન અને અન્ય નાનાં વેપારી ક્ષેત્રમાં પરોક્ષ રોજગાર/ઉદ્યોગસાહસિકતાની તક પણ ઉપલબ્ધ થશે. એનો અન્ય એક લાભ પણ થશે ક સૌર અને પવન ઊર્જા જેવા ઊર્જા સ્રોતોમાંથી વર્ષ 2022 સુધી લગભગ 160 ગીગાવોટ ક્ષમતાની એક સ્થિર ગ્રિડ ઉપલબ્ધ થઈ જશે. પૃષ્ઠભૂમિ ભારતમાં લગભગ 1,45,320 મેગાવોટ હાઇડ્રોપાવર ક્ષમતાની સંભાવના છે, પરંતુ અત્યાર સુધી ફક્ત લગભગ 45,400 મેગાવોટનો જ ઉપયોગ થઈ રહ્યો છે. છેલ્લાં 10 વર્ષોમાં હાઇડ્રોપાવર ક્ષમતામાં ફક્ત આશરે 10,000 મેગાવોટની વૃદ્ધિ કરવામાં આવી છે. અત્યારે હાઇડ્રોપાવર ક્ષેત્ર એક પડકારજનક તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે અને કુલ ક્ષમતામાં હાઇડ્રોપાવરનો હિસ્સો વર્ષ 1960થી 50.36 ટકાથી ઘટીને 2018-19માં લગભગ 13 ટકા રહી ગયો છે. પર્યાવરણને અનુકૂળ હોવાની સાથે સાથે હાઇડ્રોપાવરની અન્ય ઘણી મહત્ત્વપૂર્ણ વિશેષતાઓ છે, જેમાં તરત રેમ્પિંગ, બ્લેક સ્ટાર્ટ, પ્રતિક્રિયાત્મક શોષણ વગેરે સામેલ છે. આ વિશેષતાઓનાં બળે આ પીકિંગ પાવર, સ્પિનિંગ રિઝર્વ અને ગ્રિડ સંતુલન માટે એક આદર્શ છે. આ ઉપરાંત હાઇડ્રોપાવર સેક્ટરમાંથી રોજગારીની તક મળવી અને પર્યટન ક્ષેત્રનો વિકાસ થવાથી સંપૂર્ણ ક્ષેત્રનો સામાજિક-આર્થિક વિકાસ થાય છે. સાથે સાથે એનાથી જળ સુરક્ષા, સિંચાઈ સુવિધા અને પૂરમાં ઘટાડો જેવા લાભ પણ થાય છે. હાઇડ્રોપાવરનું મહત્ત્વ એનાથી પણ વધારે છે, કારણ કે આપણાં દેશમાં આબોહવામાં પરિવર્તનને લઈને રાષ્ટ્ર માટે નિર્ધારિત પોતાનાં યોગદાનનું સન્માન કરીને વર્ષ 2022 સુધી સૌર અને પવન વીજળીની ક્ષમતામાં 160 ગીગાવોટનો ઉમેરો કરવા અને વર્ષ 2030 સુધી ગેર-ફોસાઇલ ઇંધણ સ્રોતોમાંથી કુલ ક્ષમતાનો 40 ટકા હિસ્સો ઉમેરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. જોકે વીજળીનું ઉત્પાદન અને ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ, ખાસ કરીને શરૂઆતનાં વર્ષોમાં વધારે ટેરિફ હોવાને કારણે વીજળી ખરીદવાની સમજૂતીઓ (પીપીએ) પર હસ્તાક્ષર કરવા ઇચ્છતી નહોતી. પૂર દરમિયાન થયેલા ઉપાયો પર થનાર ખર્ચ અને યોજનામાં મૂળભૂત સુવિધાઓનાં ખર્ચને કારણે હાઇડ્રોપાવર ક્ષેત્રનાં ટેરિફનાં દરો ઊંચા છે. આ બાબતને ધ્યાનમાં રાખીને હાઇડ્રોપાવર સેક્ટરને પ્રોત્સાહન આપવા ઉપાયોનો અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટેરિફ ઘટાડીને ઉપભોક્તાઓ પર આર્થિક બોજ ઘટાડવાનાં ઉદ્દેશ સાથે પૂરનાં સમયે યોજનાની સુરક્ષા પર થનાર ખર્ચ અને મૂળભૂત સુવિધાઓનાં ખર્ચ માટે અંદાજપત્રીય સહાયતા પ્રદાન કરવાનું સામેલ છે.",Cabinet approves Measures to promote Hydro Power Sector https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B3%E0%AB%87-%E0%AA%94%E0%AA%B7%E0%AA%A7%E0%AA%BF%E0%AA%AF-%E0%AA%89%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A6/,https://www.pmindia.gov.in/en/news_updates/cabinet-approves-mou-between-india-and-indonesia-on-cooperation-in-the-field-of-pharmaceutical-products-pharmaceutical-substances-biological-product-and-cosmetics-regulatory-functions/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે ભારતનાં કેન્દ્રીય ઔષધિ ધારાધોરણ નિયંત્રણ સંસ્થા (સીડીએસસીઓ) અને ઇન્ડોનેશિયાનાં નેશનલ એજન્સી ફોર ડ્રગ એન્ડ ફૂડ કન્ટ્રોલ (બીપીઓએમ) વચ્ચે ઔષધિય ઉત્પાદન, ઔષધિય પદાર્થ, જીવ વૈજ્ઞાનિક ઉત્પાદન અને કોસ્મેટિક નિયમનનાં ક્ષેત્રમાં સાથ-સહકાર સ્થાપિત કરવા સમજૂતીકરાર (એમઓયુ)ને પોતાની કાર્યોત્તર મંજૂરી આપી હતી. આ એમઓયુ પર 29 મે, 2018નાં રોજ જાકાર્તામાં હસ્તાક્ષર થયાં હતાં. આ એમઓયુથી એકબીજાની નિયમનકારી જરૂરિયાતો બાબતે સમજણને વધુ સારી બનાવવામાં મદદ મળશે અને આ બંને દેશો માટે ફાયદાકારક સાબિત થશે એવી અપેક્ષા છે. આનાથી ઔષધિય ઉત્પાદનોનાં નિકાસને પણ પ્રોત્સાહન મળશે. આ સમાનતા, પારસ્પરિકતા અને પારસ્પરિક હિતોનાં આધારે ઔષધિય ઉત્પાદનો નિયમન સાથે સંબંધિત બાબતોમાં બંને દેશો વચ્ચે સૂચનાઓનાં આદાન-પ્રદાન અને સૌહાર્દપૂર્ણ સહયોગ વચ્ચે એક માળખું પણ સ્થાપિત કરશે. સાથે-સાથે આ બંને દેશોનાં નિયમનકારી સત્તામંડળોની શ્રેષ્ઠ સમજણ પણ સુનિશ્ચિત થશે. પૃષ્ઠભૂમિઃ સીડીએસસીઓ સ્વસ્થ્ય સેવા મહાનિદેશાલયનું એક સહાયક કાર્યાલય છે, જે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ સાથે સંબંધિત કાર્યાલય પણ છે. તે ભારતમાં દવાઓ, ચિકિત્સા ઉપકરણો અને કોસ્મેટિક ઉત્પાદનો માટે રાષ્ટ્રીય નિયમનકારક સત્તામંડળ છે. બીપીઓએમ ઇન્ડોનેશિયામાં આ ઉત્પાદનોનું નિયમન કરે છે.","Cabinet approves MoU between India and Indonesia on cooperation in the field of pharmaceutical products, pharmaceutical substances, biological product and cosmetics regulatory functions" https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%B5%E0%AB%80%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%95%E0%AB%8B-9/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-interacts-with-beneficiaries-of-various-social-security-schemes-across-the-country-via-video-bridge/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ મારફતે દેશભરમાં વિવિધ સામાજિક સુરક્ષાઓનાં લાભાર્થીઓ સાથે વાત કરી હતી. તેમાં અટલ વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને વયવંદના યોજના એમ ચાર મુખ્ય સામાજિક સુરક્ષા યોજનાઓ આવરી લેવામાં આવી હતી. સરકારી યોજનાઓનાં વિવિધ લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે સંબોધિત કરેલી શ્રેણીમાં પ્રધાનમંત્રીનું આ આઠમું સંબોધન હતું. મુશ્કેલીઓ સામે લડતાં અને વધુ મજબૂત બનેલા લોકો સાથે વાત કરીને ખુશી વ્યક્ત કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, સામાજિક સુરક્ષા યોજનાઓ લોકોને મજબૂત બનાવે છે. તેમણે ઉમેર્યું હતું કે, વર્તમાન સરકારની સામાજિક સુરક્ષા યોજનાઓથી જીવનની અનિશ્ચિતતા સાથે અસરકારક રીતે લડવામાં લોકોને મદદ મળશે તેમજ તેઓ કુટુંબને નાણાકીય મુશ્કેલીની સ્થિતિમાંથી બહાર નીકળવા સક્ષમ પણ બનાવશે. પ્રધાનમંત્રીએ ગરીબ અને વંચિત વર્ગની નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરવા સરકારનાં વિવિધ પગલાઓની રૂપરેખા પણ જણાવી હતી. તેમાં ગરીબો માટે બેંકોનાં દ્વાર ખોલવા – બેંકિંગની સુવિધાથી વંચિત લોકોને બેંકિંગની સુવિધા પ્રદાન કરવી સામેલ છે, જેથી નાનાં વેપારીઓ અને નવા ઉદ્યોગસાહસિકો માટે મૂડી સુલભ થશે તેમજ ગરીબ અને વંચિત માટે સામાજિક સુરક્ષા કવચ મળશે તેમજ નાણાકીય રીતે અસુરક્ષિત લોકોને નાણાકીય કવચ મળશે. પ્રધાનમંત્રીએ લાભાર્થીઓ સાથે વાત કરીને જણાવ્યું હતું કે, વર્ષ 2014થી 2017 દરમિયાન પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ 28 કરોડ બેંક ખાતા ખોલવામાં આવ્યાં હતાં, જે દુનિયાભરમાં કુલ બેંક ખાતાઓનો આશરે 55 ટકા હિસ્સો છે. તેમણે એવી ખુશી પણ વ્યક્ત કરી હતી કે, અત્યારે ભારતમાં વધુ મહિલાઓ બેંક ખાતાઓ ધરાવે છે અને ભારતમાં અત્યારે બેંક ખાતાઓની સંખ્યા 80 ટકા થઈ છે, જે વર્ષ 2014માં 53 ટકા છે. લોકોની મુશ્કેલીઓને સાંભળવા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વ્યક્તિની ખોટ ક્યારેય પૂરી ન શકાય છતાં સરકાર અસરગ્રસ્ત પરિવારોની આર્થિક સુરક્ષા સુનિશ્ચિત કરવા હંમેશા પ્રયાસરત છે. તેમણે જણાવ્યું હતું કે, આશરે રૂ. 300 જેટલું ઓછું પ્રિમિયમ ચૂકવીને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજનામાંથી પાંચ કરોડથી વધારે લોકોને લાભ મળ્યો છે. અકસ્માત વીમા કવચ યોજના પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના વિશે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, 13 કરોડથી વધારે લોકોએ આ યોજનાનો લાભ લીધો છે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ લોકો દર વર્ષે રૂ. 12ની ચુકવણી કરીને રૂ. 2 લાખ સુધીનાં અકસ્માતનાં વીમા કવચમાં વળતરનો દાવો કરી શકે છે. પ્રધાનમંત્રીએ વાતચીત દરમિયાન સરકારની વયોવૃદ્ધ લોકોની સારસંભાળ લેવાની વિવિધ પહેલો ટૂંકમાં જણાવી હતી. તેમણે કહ્યું હતું કે, ગયા વર્ષે વયવંદના યોજના શરૂ થઈ હતી અને આશરે ત્રણ લાખ વૃદ્ધોએ તેનો લાભ લીધો છે, જે અંતર્ગત 60 વર્ષથી વધારે વયનાં લોકોને 10 વર્ષ માટે 8 ટકા સુનિશ્ચિત વળતર મળશે. ઉપરાંત સરકારે આવકવેરાની મૂળભૂત મર્યાદા વરિષ્ઠ નાગરિકો માટે રૂ. 2.5 લાખથી વધારીને રૂ. 3 લાખ પણ કરી છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, સરકાર વયોવૃદ્ધ લોકોની સુખાકારી માટે કટિબદ્ધ છે. સરકારની તમામને સામાજિક સુરક્ષા કવચ પ્રદાન કરવાની કટિબદ્ધતા પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, છેલ્લાં ત્રણ વર્ષમાં ત્રણ મુખ્ય સામાજિક સુરક્ષા યોજનાઓ (પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવનજ્યોતિ યોજના, અટલ પેન્શન યોજના) હેઠળ 20 કરોડથી વધારે લોકોને લાવવામાં આવ્યાં છે. પ્રધાનમંત્રીએ લાભાર્થીઓને એવું સુનિશ્ચિત કરવા પણ જણાવ્યું હતું કે, સરકાર તેનાં તમામ નાગરિકોનું કલ્યાણ સુનિશ્ચિત કરવાનાં પ્રયાસો જાળવી રાખશે, ખાસ કરીને ગરીબો અને વંચિતોને શક્ય તમામ રીતે સક્ષમ બનાવાશે. પ્રધાનમંત્રી સાથે વાત કરતાં વિવિધ સામાજિક સુરક્ષા યોજનાઓનાં લાભાર્થીઓને જરૂરિયાતનાં સમય દરમિયાન આ યોજનાઓ કેવી રીતે મદદરૂપ થાય છે એ સમજાવ્યું હતું. વાતચીતમાં લાભાર્થીઓએ વર્તમાન સરકારે પ્રસ્તુત કરેલી વિવિધ યોજનાઓ માટે પ્રધાનમંત્રીનો આભર માન્યો હતો અને કહ્યું હતું કે, મોટા ભાગની યોજનાઓ ઘણાં લોકોનાં જીવન માટે પરિવર્તનકારી પુરવાર થઈ છે.",PM interacts with beneficiaries of various social security schemes across the country via video bridge https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AA%E0%AB%80%E0%AA%8F%E0%AA%AE%E0%AA%93-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%8F/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-meets-officials-from-pmo-and-spg/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, આજે લોક કલ્યાણ માર્ગ ખાતે પીએમઓના અધિકારીઓ અને એસપીજી કર્મચારીઓને મળ્યા અને તેમની સાથે નવા વર્ષની શુભેચ્છાઓની આપલે કરી હતી. મુલાકાતમાં 1000 થી વધુ લોકો હાજર હતા. પ્રધાનમંત્રીએ તેમના દ્વારા કરવામાં આવતી સારી કામગીરીની પ્રશંસા કરી, તેમજ તેઓને ભવિષ્યમાં પણ આ પ્રયાસો ચાલુ રાખવા માટે પ્રોત્સાહન આપ્યું હતું.",PM meets officials from PMO and SPG https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B3%E0%AB%87-%E0%AA%95%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AF-%E0%AA%94%E0%AA%A6/,https://www.pmindia.gov.in/en/news_updates/cabinet-approves-cadre-review-of-group-a-executive-cadre-of-central-industrial-security-force/,"પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલા કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (સીઆઈએસએફ)ની ગ્રુપ એ એક્ઝીક્યુટીવ કેડરની કેડર સમીક્ષા માટે મંજુરી આપી દીધી છે. તેમાં સિઆઇએસએફની વરિષ્ઠ ડ્યુટી પદોમાં નિરીક્ષક કર્મચારીગણમાં વધારો કરવા માટે સહાયક કમાન્ડન્ટથી લઈને અપર મહાનિદેશક સુધીનાં રેન્કમાં 25 જગ્યાઓનું નિર્માણ કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સીઆઈએસએફ કેડરના પુનર્નિર્માણથી ગ્રુપ એની જગ્યાઓ 1252થી વધીને 1277 થશે, જેમાં અપર મહાનિદેશકની 2 જગ્યાઓ, મહાનિરીક્ષકની 7 જગ્યાઓ, ઉપ મહાનિરીક્ષકની 8 જગ્યાઓ અને કમાન્ડન્ટની 8 જગ્યાઓનો સમાવેશ કરવામાં આવશે. અસર: સીઆઈએસએફમાં ગ્રુપ એની આ જગ્યાઓની રચના થયા બાદ આ સુરક્ષા દળની નિરીક્ષણ ચોકસાઈ અને ક્ષમતા નિર્માણમાં વધારો થશે. સુરક્ષા દળમાં ગ્રુપ એની જગ્યાઓની કેડર સમીક્ષામાં પ્રસ્તાવિત જગ્યાઓના સમયસર કરવામાં આવેલા નિર્માણથી દેખરેખ તેમજ વહીવટી ક્ષમતામાં વધારો થશે. પૂર્વભૂમિકા: 1983માં સુધારવામાં આવેલા સિઆઇએસએફ એક્ટ 1968 દ્વારા સિઆઇએસએફનું નિર્માણ કરવામાં આવ્યું હતું તેમજ તેને કેન્દ્રના સશસ્ત્ર દળ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. સિઆઇએસએફના મૂળ દસ્તાવેજમાં જાહેર ક્ષેત્ર હેઠળની માલિકીની સંપત્તિને રક્ષણ અને સુરક્ષા પૂરી પાડવા જણાવવામાં આવ્યું હતું. આ કાયદામાં 1989, 1999 અને 2009માં ફરીથી સુધારો કરવામાં આવ્યો જેથી કરીને કેન્દ્ર સરકાર હસ્તકના જાહેર ક્ષેત્રના એકમો અને અન્ય ફરજોને પૂરા પાડવામાં આવતા સુરક્ષા કવચ તેમજ ફરજોમાં વૃદ્ધિ કરી શકાય. સિઆઇએસએફની સ્થાપના 1969માં માત્ર 3 બટાલીયનની નિર્ધારિત ક્ષમતા સાથે કરવામાં આવી હતી. સિઆઇએસએફ પાસે 12 રીઝર્વ બટાલીયન અને એચકયુઆર સિવાય અન્ય સીએપીએફ જેવી કોઈ બટાલીયન પેટર્ન નથી. વર્તમાન સમયમાં આ દળ સમગ્ર દેશમાં ફેલાયેલા 336 ઔદ્યોગિક એકમો (59 વિમાન મથકો સહીત)ને સુરક્ષા કવચ પૂરું પડે છે. આ દળ કે જેની શરૂઆત 1969માં માત્ર 3192ની મંજુરી પ્રાપ્ત ક્ષમતા સાથે થઇ હતી તે હાલ 30.06.2017માં 1,49,088ની ક્ષમતા સુધી વિકસી ચુકી છે. સીઆઈએસએફનું મુખ્ય મથક દિલ્હીમાં આવેલું છે. આ સંગઠનનું નેતૃત્વ મહાનિદેશક કરે છે, જે એક જુના કેડરનું પદ છે.",Cabinet approves Cadre review of Group ‘A’ Executive Cadre of Central Industrial Security Force https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4%E0%AA%B0%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A8-%E0%AA%B6/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-releases-commemorative-coin-in-honour-of-bharat-ratna-shri-atal-bihari-vajpayee/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્ન શ્રી અટલબિહારી વાજપેયીનાં માનમાં સ્મારક સિક્કો બહાર પાડ્યો હતો. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, શ્રી વાજપેયીજી આપણી વચ્ચે નથી એ આપણે માની જ શકતાં નથી, તેમને સમાજનાં તમામ વર્ગો ચાહતા હતા તથા તેઓ દિગ્ગજ અને સન્માનીય નેતા હતા. તેમણે કહ્યું હતું કે, દાયકાઓ સુધી શ્રી વાજપેયીજીએ લોકોની લાગણીઓ અને ભાવના વ્યક્ત કરી હતી. એક વક્તા તરીકે તેઓ અદ્વિતીય હતા, તેઓ દેશનાં ઉત્કૃષ્ટ વક્તાઓમાંનાં એક હતા. શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, શ્રી વાજપેયીજીએ તેમની રાજકીય કારકિર્દીનો મોટા ભાગનો સમયગાળો વિપક્ષમાં બેસીને પસાર કર્યો હતો, પણ તેમણે હંમેશા દેશનાં હિતમાં હોય તેવા મુદ્દાઓની રજૂઆત કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, શ્રી વાજપેયીજી લોકશાહીને સર્વોપરી બનાવવા ઇચ્છતા હતા. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, શ્રી વાજપેયી આપણા બધા માટે પ્રેરણાસ્રોત બની રહેશે.",PM releases commemorative coin in honour of Bharat Ratna Shri Atal Bihari Vajpayee https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B3%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AB%81-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B8%E0%AB%87/,https://www.pmindia.gov.in/en/news_updates/cabinet-approves-increasing-of-government-ownership-in-gst-network-and-change-in-the-existing-structure-with-transitional-plan/,"પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે વસ્તુ અને સેવા કર નેટવર્કમાં (જીએસટીએન) સરકારની માલિકીને વધારવા અને વર્તમાન માળખાને ટ્રાન્જીશનલ પ્લાન સાથે નીચે મુજબ બદલવા માટે મંજૂરી આપી દીધી છે: જીએસટીએનમાં બિન સરકારી સંસ્થાઓ દ્વારા રાખવામાં આવેલી સંપૂર્ણ 51 ટકા ઇક્વિટીનું સંપાદન માલિકી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સરખા ભાગે કરવામાં આવશે અને જીએસટીએન બોર્ડને ખાનગી કંપનીઓ દ્વારા હસ્તગત કરાયેલ ઇક્વિટીને જપ્ત કરવાની પ્રક્રિયા હાથ ધરવાની પરવાનગી અપાશે. જીએસટીએનનું પુનર્ગઠન, જેમાં 100 ટકા સરકારી માલિકી હશે અને કેન્દ્ર (50 ટકા) અને રાજ્યો (50 ટકા) વચ્ચે ઇક્વિટી માળખું રહેશે. જીએસટીએન બોર્ડની વર્તમાન રચનામાં પરિવર્તનની પરવાનગી આપી કેન્દ્ર તથા રાજ્યોમાંથી ત્રણ ડાયરેક્ટર, બોર્ડ ઑફ ડાયરેક્ટર્સ દ્વારા નામાંકિત ત્રણ અન્ય સ્વતંત્ર ડાયરેક્ટર તેમજ એક ચેરમેન અને સીઈઓ. આમ, કુલ ડાયરેક્ટરની સંખ્યા 11 છે.",Cabinet approves increasing of Government ownership in GST Network and change in the existing structure with transitional plan https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-30-%E0%AA%B8%E0%AA%AA%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AC%E0%AA%B0/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-to-visit-gujarat-on-september-30-2018/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બર, 2018નાં રોજ ગુજરાતની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી આણંદમાં આધુનિક ફૂડ પ્રોસેસિંગ સુવિધાઓનું ઉદઘાટન કરશે, જેમાં અમૂલનો અત્યાધુનિક ચોકલેટ પ્લાન્ટ સામેલ છે. પ્રધાનમંત્રી આણંદ કૃષિ વિશ્વવિદ્યાલયનાં ઇન્ક્યુબેશન સેન્ટર કમ સેન્ટર ઓફ એક્સલન્સ ઇન ફૂડ પ્રોસેસિંગ અને મુજકુવા ગામમાં સોલર કો-ઓપરેટિવ સોસાયટીનું ઉદઘાટન પણ કરશે. પ્રધાનમંત્રી આણંદ અને ખાત્રજમાં અમૂલની ઉત્પાદન સુવિધાઓનું વિસ્તરણ કરવા ભૂમિપૂજન કરશે. તેઓ જનસભાને સંબોધિત કરશે. પછી પ્રધાનમંત્રી અંજાર જશે. તેઓ અંજાર-મુન્દ્રા પાઇપલાઇન પ્રોજેક્ટ, મુન્દ્રા એલએનજી ટર્મિનલ અને પાલનપુર-પાલી-બાડમેર પાઇપલાઇન પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે. તેઓ અહીં પણ જનસભાને સંબોધિન કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી રાજકોટમાં આવશે. અહીં તેઓ મહાત્મા ગાંધી મ્યુઝિયમનું ઉદઘાટન કરશે. મ્યુઝિયમ રાજકોટની આલ્ફ્રેડ હાઈ સ્કૂલમાં સ્થાપિત કરવામાં આવ્યું છે, જે મહાત્મા ગાંધીનાં બાળપણનાં ઘડતરનાં વર્ષોનો મહત્ત્વપૂર્ણ ભાગ હતો. આ ગાંધી સંસ્કૃતિ, મૂલ્યો અને દર્શન વિશે જાગૃતિ લાવવામાં મદદરૂપ થશે. પ્રધાનમંત્રી 624 મકાનોનાં સરકારી હાઉસિંગ પ્રોજેક્ટનું ઉદઘાટન દર્શાવતી તકતીનું અનાવરણ પણ કરશે. તેઓ 240 લાભાર્થી કુટુંબોના ઇ-ગૃહ પ્રવેશના સાક્ષી બનશે. પ્રધાનમંત્રી નવી દિલ્હી પરત ફરતાં અગાઉ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લેશે.","PM to visit Gujarat on September 30, 2018" https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%95%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF-%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B3%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82/,https://www.pmindia.gov.in/en/news_updates/cabinet-approves-setting-up-of-national-nutrition-mission/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે ત્રણ વર્ષ માટે રૂ. 9046.17 કરોડનાં બજેટ સાથે 2017-18થી શરૂ થનાર રાષ્ટ્રીય પોષણ મિશન (એનએનએમ)ની સ્થાપના કરવાની મંજૂરી પ્રદાન કરી છે. મુખ્ય બાબતોઃ એનએમએમ એક સર્વોચ્ચ સંસ્થા સ્વરૂપે મંત્રાલયોનાં પોષણ સંબંધિત કાર્યક્રમો અને યોજનાઓ પર નજર રાખવા માટે, નિરીક્ષણ કરવા માટે, લક્ષ્યાંકો નિર્ધારિત કરવા અને માર્ગદર્શન આપવાની કામગીરી કરશે. આ પ્રસ્તવમાં નીચેની બાબતો સામેલ છે: કુપોષણની સમસ્યાનાં સમાધાન માટે વિવિધ યોજનાઓનાં યોગદાન માટેની રૂપરેખા. અતિ મજબૂત સમન્વય તંત્રની રચના કરવી. આઇસીટી આધારિત રિયલ ટાઇમ આધારે નજર રાખવાની વ્યવસ્થા. લક્ષ્યાંકો હાંસલ કરવા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને પ્રોત્સાહન આપવું. આઇટી આધારિત ઉપકરણોનાં ઉપયોગ માટે આંગણવાડીની મહિલા કાર્યકર્તાઓને પ્રોત્સાહન આપવું. આંગણવાડીઓની મહિલા કાર્યકર્તાઓ દ્વારા રજિસ્ટરોનો ઉપયોગ બંધ કરવો. આંગણવાડી કેન્દ્રો પર બાળકોની ઊંચાઈ માપવાનું શરૂ કરવું. સામાજિક હિસાબ-કિતાબ લોકોને જન આંદોલન મારફતે પોષણ પર વિવિધ કામગીરીઓ વગેરે માધ્યમોમાં સામેલ કરવા, પોષણ સંસાધન કેન્દ્રોની સ્થાપના કરવી વગેરે સામેલ છે. મુખ્ય અસર: આ કાર્યક્રમ લક્ષ્યાંકોનાં માધ્યમથી ઠીંગણાપણું, અલ્પ પોષાહાર, લોહીની ઊણપ અને જન્મ સમયે નવજાત બાળકનાં વજન ઓછું હોવા જેવી સમસ્યાઓનું સમાધાન કરશે. તેનાથી વધારે સારી રીતે નજર રાખીને સમયસર કામગીરી કરવા માટે સાવચેતી જાળવવા, તાલમેળ સ્થાપિત કરવા અને નિર્ધારિત લક્ષ્યાંકો હાંસલ કરવા મંત્રાલયો અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને કાર્ય કરવા, માર્ગદર્શન આપવા અને નજર રાખવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે. લાભ અને કવરેજ: આ કાર્યક્રમથી 10 કરોડથી વધારે લોકોને લાભ થશે. તમામ રાજ્યો અને જીલ્લાને તબક્કાવાર રીતે એટલે કે 2017-18માં 315 જિલ્લા, વર્ષ 2018-19માં 235 જિલ્લા અને 2019-20માં બાકીનાં જિલ્લાઓને આવરી લેવામાં આવશે. નાણાકીય ખર્ચ: વર્ષ 2017-18ની શરૂઆતથી ત્રણ વર્ષ માટે રૂ. 9046.17 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. તેમાં સરકારનું અંદાજપત્રીય સમર્થન (50 ટકા) અને આઇબીઆરડી અથવા અન્ય એમડીબી દ્વારા 50 ટકા સમર્થન મળશે. કેન્દ્ર તથા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે 60:40 પૂર્વોત્તર ક્ષેત્રો અને હિમાલયની પર્વતમાળામાં વસેલા રાજ્યો માટે 90:10 તથા સંઘ રાજ્ય ક્ષેત્રો માટે 100 ટકા સરકારી અંદાજપત્રીય સમર્થન મળશે. ત્રણ વર્ષનાં ગાળા માટે ભારત સરકારનો કુલ હિસ્સો રૂ. 2849.54 કરોડ હશે. અમલીકરણની વ્યૂહરચના અને લક્ષ્યાંક: રાષ્ટ્રીય પોષણ મિશનનું લક્ષ્યાંક ઠીંગણાપણું, અલ્પપોષણ, લોહીની અલ્પતા (નાનાં બાળકો, મહિલાઓ અને કિશોરીઓમાં) જેવી સમસ્યાઓ ઘટાડવાનો તથા દર વર્ષે ઓછું વજન ધરાવતાં બાળકોમાં ક્રમશઃ 2 ટકા, 2 ટકા, 3 ટકા અને 2 ટકા ઘટાડો કરવાનું છે. જોકે ઠીંગણાપણાને ઓછું કરવાનો લક્ષ્યાંક લઘુત્તમ 2 ટકા છે, વર્ષ 2022 (2022 સુધીમાં મિશન 25) સુધીમાં ઠીંગણાપણું 38.4 (એનએફએચએસ-4)થી ઓછું કરીને 25 ટકા લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. પૃષ્ઠભૂમિ: છ વર્ષથી ઓછી વયનાં બાળકો અને મહિલાઓ વચ્ચે કુપોષણ સંબંધિત સમસ્યાઓનું સમાધાન કરવા સરકારે ઘણી યોજનાઓ લાગુ કરી છે. આ યોજનાઓ ચાલુ હોવા છતાં દેશમાં કુપોષણ તથા સંબંધિત સમસ્યાઓનું સ્તર ઊંચું છે. યોજનાઓની સંખ્યા ઓછી નથી, પણ સામાન્ય લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા યોજનાઓનો એકબીજા સાથે તાલમેળ સ્થાપિત કરવામાં ઊણપ જોવા મળી છે. એનએનએમ સુદ્રઢ વ્યવસ્થા સ્થાપિત કરીને ઇચ્છિત તાલમેળ સ્થાપિત કરવા કટિબદ્ધ રહેશે.",Cabinet approves setting up of National Nutrition Mission https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5-%E0%AA%B6%E0%AB%8C%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AA%AF-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7-2/,https://www.pmindia.gov.in/en/news_updates/pms-message-on-world-toilet-day-2/,"વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પાઠવેલા સંદેશનો મૂળપાઠ નીચે મુજબ છે. “આજે, વિશ્વ શૌચાલય દિવસ પર, અમે રાષ્ટ્રમાં સ્વચ્છતા અને સાફ-સફાઇને લગતી સુવિધાઓને વધારવાની દિશામાં અમારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીએ છીએ. છેલ્લા ચાર વર્ષમાં ભારતમાં સ્વચ્છતાના વ્યાપમાં થયેલ નોંધપાત્ર વધારા પર અમે ગૌરવ અનુભવીએ છીએ. સ્વચ્છ ભારત અને સ્વચ્છતા માટેની વધુ સારી સુવિધાઓની સુનિશ્ચિતતા માટેનું આ અભિયાન જન આંદોલન છે. 130 કરોડ ભારતીયો અને ખાસ કરીને મહિલાઓ તથા યુવાનોએ આ ઝુંબેશની આગેવાની લીધી છે. હું સ્વચ્છ ભારતના સ્વપ્નને પરિપૂર્ણ કરવા માટે કાર્ય કરી રહેલા સૌને અભિનંદન પાઠવું છું.”",PM’s message on World Toilet Day https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%88%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%87/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-condoles-loss-of-lives-in-the-earth-quake-in-iran-and-iraq/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈરાન અને ઇરાકના અમુક ભાગોમાં આવેલા ભૂકંપથી થયેલી જાનહાનિ અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું કે, “મારી સંવેદનાઓ ઈરાન અને ઇરાકના અમુક ભાગોમાં આવેલા ભૂકંપમાં પોતાના પ્રિયજનોને ગુમાવનારાઓ સાથે છે. હું પ્રાર્થના કરું છું કે ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકો ઝડપથી સાજા થાય.“",PM condoles loss of lives in the earthquake in Iran and Iraq https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B3%E0%AB%87-%E0%AA%B8%E0%AA%82%E0%AA%A4%E0%AB%81%E0%AA%B2%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE/,https://www.pmindia.gov.in/en/news_updates/cabinet-approves-national-monitoring-framework-on-sustainable-development-goals/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે સંલગ્ન લક્ષ્યોની સાથે સંતુલિત વિકાસના લક્ષ્યાંકો (એસડીજી) પર દેખરેખ રાખવા માટે રાષ્ટ્રીય સંકેતક રૂપરેખા (એનઆઈએફ)ની સમયાન્તરે સમીક્ષા અને સુધારણા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવા માટે મંજૂરી આપી દીધી છે. ઉચ્ચ સ્તરીય સમિતિની અધ્યક્ષતા ભારતના મુખ્ય સાંખ્યિકીવિદ અને સાંખ્યિકી અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (એમઓએસપીઆઈ)ના સચિવ દ્વારા કરવામાં આવશે. તેમાં સભ્યો તરીકે આંકડા સ્રોત મંત્રાલય અને નીતિ આયોગના સચિવ રહેશે જ્યારે અન્ય સંલગ્ન મંત્રાલયોના સચિવો વિશેષ આમંત્રિતો તરીકે ઉપસ્થિત રહેશે. તેમનું કાર્ય સમયાન્તરે સંકેતોની સુધારણા સહિત રાષ્ટ્રીય સંકેતક રૂપરેખાની સમીક્ષા કરવાનું રહેશે. લક્ષ્યો: વિકાસાત્મક પડકારોને પહોંચી વળવા માટે વર્તમાન સમયમાં કાર્યરત રાષ્ટ્રીય નીતિઓ, કાર્યક્રમો અને વ્યુહાત્મક કાર્ય યોજનાની અંદર એસડીજીને મુખ્ય પ્રવાહમાં લાવવા માટેના પગલાઓ લેવા. રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે એનઆઈએફના સાંખ્યિકી સંકેતો એએસડીજી પર દેખરેખ રાખવા માટેના મુખ્ય આધારસ્તંભો રહેશે અને તે જુદા-જુદા એસડીજી અંતર્ગત લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવા માટેની નીતિઓના પરિણામોને વૈજ્ઞાનિક રીતે તપાસશે. સાંખ્યિકી સંકેતોના આધારે, એમઓએસપીઆઈ એ એસડીજીના અમલીકરણ પર રાષ્ટ્રીય અહેવાલો બહાર પાડશે. આ અહેવાલો રાષ્ટ્રીય સ્તરે પ્રગતિનું મૂલ્યાંકન, પડકારોને ઓળખી કાઢવામાં અને અનુકરણ માટે સૂચનો આપવામાં મદદ કરશે. ઉચ્ચ સ્તરીય સમિતિએ તેની સુધારણા માટે નિયમિત સમયે રાષ્ટ્રીય સંકેતક રૂપરેખાની સમીક્ષા કરશે. એસડીજીની રાષ્ટ્રીય અને ઉપરાષ્ટ્રીય જાણકારી પહોંચાડવા માટેના ભેદભાવ માટે અને સમયાન્તરે આ સંકેતકો પર એમઓએસપીઆઈને નિયમિતપણે માહિતી પૂરી પાડવા માટે આંકડા સ્રોત મંત્રાલય/ વિભાગો જવાબદાર રહેશે. નજીકની અને અસરકારક દેખરેખ માટે આધુનિક આઈટી સાધનોનો ઉપયોગ કરવામાં આવશે. મુખ્ય અસરો: એસડીજી એ વિકાસના આર્થિક, સામાજિક અને પર્યાવરણીય આયામોનું સંકલન સાધે છે. તે બદલાતા વિશ્વમાં ‘સૌનો સાથ સૌનો વિકાસ’ના પાયાના ધ્યેયમંત્ર સાથે ગરીબી દુર કરવાની અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવાની દિશામાં અગ્રેસર છે. એસડીજી એ 17 ધ્યેયો અને 169 લક્ષ્યો સાથે તમામ માટે વધુ તકોનું સર્જન કરીને, અસમાનતાને ઘટાડીને, જીવનની ગુણવત્તાના સ્તરને ઉપર ઉઠાવીને, ન્યાયપૂર્ણ સામાજિક વિકાસ અને સંકલનમાં વૃદ્ધિ કરીને, કુદરતી સંસાધનો અને પ્રણાલીના સંકલિત અને સંતુલિત વ્યવસ્થાપનને પ્રોત્સાહન આપીને સંતુલિત, સંકલિત અને ન્યાયપૂર્ણ આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવા તરફ લક્ષ્યિત છે. એનઆઈએફ એ રાષ્ટ્રીય સ્તર પરએસડીજી પર પરિણામ આધારિત દેખરેખ અને માહિતી પહોંચાડવામાં મદદ કરશે. નેશનલ સંકેતક રૂપરેખાનું અમલીકરણ કરવા પર કોઈ પ્રત્યક્ષ નાણાકીય સૂચનો આપવામાં આવ્યા નથી. આમ છતાં, સંલગ્ન મંત્રાલયોએ એસડીજી સંકેતકોની દેખરેખને સુવિધા પૂરી પાડવા માટે તેમની ડેટા સિસ્ટમને રીઅલાઈન અને મજબુત કરવાની જરૂર પડશે. એસડીજી વડે લોકોના જીવનમાં પરિવર્તન આવવાની સંભાવના છે અને એસડીજીના અમલીકરણમાં પ્રગતિની દેખરેખ એ સંપૂર્ણ રાષ્ટ્ર માટે લાભપ્રદ નીવડશે. પૂર્વભૂમિકા: ન્યુ યોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલય ખાતે 2000માં યોજાયેલ મિલેનિયમ સમિટ દરમિયાન “મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ્સ’ (એમડીજી) તરીકે ઓળખાતા આઠ વિકાસના લક્ષ્યાંકોનો સ્વીકાર કરવામાં આવ્યો હતો કે જેમાં 2000 થી 2015 સુધીમાં જુદા-જુદા દેશોએ તેમના રાષ્ટ્રીય વિકાસની વ્યૂહરચનાઓને પ્રાપ્ત કરવા માટેનો એક કાચો મુસદ્દો ઘડી કાઢ્યો હતો. એમડીજીમાં આઠ લક્ષ્યો હતા અને તેણે વિવિધ વિકાસના મુદ્દાઓને સંબોધવામાં આવ્ય હતા. એમડીજીના લક્ષ્યાંકો સમગ્ર દેશોમાં અનિયમિતરૂપે પ્રાપ્ત કરવામાં આવ્યા હતા અને એમડીજીની ઉપયોગીતા ચકાસવા માટે અને 2015 પછીના વિશ્વમાં વિકાસાત્મક સહયોગને માર્ગદર્શન આપવા માટેના સંભવિત ઉપાયો શોધવા માટે એક નવીન ચર્ચા શરુ કરવાની જરૂરિયાત અનુભવાઈ હતી. સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાએ તેના 70માં સત્ર દરમિયાન સંતુલિત વિકાસના લક્ષ્યાંકો (એસડીજી)ને આગામી 15 વર્ષ માટે માન્યતા આપી અને તેનો સ્વીકાર કર્યો હતો. 1લી જાન્યુઆરી, 2016ના રોજથી 17 એસડીજી અમલમાં આવ્યા. જો કે તેમને કાયદાકીય રીતે ગઠિત કરવામાં નથી આવ્યા પરંતુ તેમ છતાં એસડીજી એ વાસ્તવમાં આંતરરાષ્ટ્રીય જવાબદારીઓ બની ચુક્યા છે અને આગામી પંદર વર્ષમાં દેશોની સ્થાનિક ખર્ચ કરવાની પ્રાથમિકતાનું નવસંસ્કરણ કરવાની ક્ષમતા ધરાવે છે. આ લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવા માટે દેશો એક રાષ્ટ્રીય રૂપરેખાની સ્થાપના કરે અને માલિકી પોતાના હાથમાં લે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. અમલીકરણ અને સફળતા એ દેશોના પોતાની વિકાસાત્મક નીતિઓ, આયોજનો અને કાર્યક્રમો પર નિર્ભર છે. ધ્યેયો અને લક્ષ્યાંકોના અમલીકરણમાં કરવામાં આવેલ પ્રગતિના સંદર્ભમાં રાષ્ટ્રીય સ્તર પર અનુસરણ અને સમીક્ષા માટે દેશો સ્વયં જવાબદાર રહેશે. રાષ્ટ્રીય સ્તર પર એસડીજી અંતર્ગત લેવામાં આવતા પગલાઓ માટે ગુણવત્તા, પહોંચ અને સમયસરની માહિતીની જરૂર પડશે.",Cabinet approves National Monitoring Framework on Sustainable Development Goals https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE/,https://www.pmindia.gov.in/en/news_updates/pms-gift-to-myanmar-state-counsellor-daw-aung-san-suu-kyi/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મ્યાન્મારનાં સ્ટેટ કાઉન્સેલર ડાઉ આંગ સાન સૂ કીને મૂળ સંશોધન દરખાસ્તની વિશેષ પુનઃરચના ભેટ ધરી હતી, જે તેમણે મે, 1986માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડીમાં ફેલોશિપ માટે સબમિટ કરી હતી. આ સંશોધન દરખાસ્તનું શીર્ષક હતું “ધ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ઓફ બર્મીઝ એન્ડ ઇન્ડિયન ઇન્ટેલેકચ્યુઅલ ટ્રેડિશન્સ અંડર કોલોનિયાલિઝમઃ એ કમ્પેરેટિવ સ્ટડી.”",PM’s gift to Myanmar State Counsellor Daw Aung San Suu Kyi https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B3%E0%AB%87-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%97%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%AE%E0%AB%87%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A8/,https://www.pmindia.gov.in/en/news_updates/cabinet-approves-monetization-of-3-70-acres-of-land-at-pragati-maidan-by-itjpo/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય મંત્રી મંડળની બેઠકે પ્રગતિ મેદાન ખાતે ભારત વેપાર સંવર્ધન સંગઠન (આઈટીપીઓ) દ્વારા 3.7 એકર જમીનના મુદ્રીકરણને મંજુરી આપી દીધી છે. આ કાર્ય પારદર્શક સ્પર્ધાત્મક હરાજી પ્રક્રિયાના માધ્યમથી ખાનગી ક્ષેત્ર સહિત ત્રીજા પક્ષ દ્વારા હોટલના નિર્માણ અને સંચાલન માટે 99 વર્ષોનાભાડા પટ્ટાના આધાર પર હશે. આ પગલું પ્રગતિ મેદાનની વિકાસ પરિયોજના પ્રથમ તબક્કાનો ભાગ છે, અર્થાત એકીકૃત પ્રદર્શન સહ કન્વેન્શન સેન્ટર (આઈઈસીસી)નો જ એક ભાગ છે. તેની મંજૂરી 2254 કરોડ રૂપિયાના અંદાજીત ખર્ચ સાથે જાન્યુઆરી 2017માં મંત્રીમંડળની આર્થિક બાબતોની સમિતિ દ્વારા આપવામાં આવી હતી. આઈઈસીસી પરિયોજનાઓ અંતર્ગત સાત હજાર લોકોને બેસવાની વ્યવસ્થા, 1,00,000 વર્ગ મીટરનું પ્રદર્શન ક્ષેત્ર અને 4800 વાહનોની બેઝમેન્ટ પાર્કિંગ સુવિધાની સાથે વિશ્વ સ્તરીય અત્યાધુનિક પ્રદર્શન સહ કન્વેન્શન સેન્ટર બનાવવાનો પ્રસ્તાવ છે. પ્રગતિ મેદાનની આસપાસના ક્ષેત્રોમાં વાહનવ્યવહારની ભીડભાડ દૂર કરવા માટેના પગલાઓથી આ વિસ્તારનાટ્રાફિકમાં ઘટાડો થશે. જમીનના મુદ્રીકરણના માધ્યમથી ઉભા કરવામાં આવેલા ભંડોળનો ઉપયોગ આઈઈસીસી પરિયોજનાઓની આર્થિક જરૂરિયાતોના એક સાધન તરીકે કરવામાં આવશે કે જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને વેપાર પ્રોત્સાહન માટે શિખર સ્તરીય બેઠકો અને પ્રદર્શન/કાર્યક્રમોનું આયોજન કરવા માટે જરૂરી છે. આઈઈસીસી પરિયોજના અને વાહનવ્યવહારની ભીડભાડ દૂર કરવા માટેનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. આઈટીપીઓએ જણાવ્યું છે કે આ સમગ્ર પરિયોજના સપ્ટેમ્બર 2019 સુધીમાં પૂરી થઇ જાય તેવી આશા છે. આઈઈસીસી પરિયોજનાદ્વારા ભારતીય વ્યાપાર અને ઉદ્યોગોને ફાયદો થશે અને ભારતનો વિદેશ સાથેનો વેપાર વધારવામાં મદદ મળશે.",Cabinet approves monetization of 3.70 acres of land at Pragati Maidan by ITJPO https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B3%E0%AB%87-%E0%AA%AD%E0%AB%8B%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B2-%E0%AA%AE%E0%AB%87%E0%AA%AE%E0%AB%8B%E0%AA%B0%E0%AA%BF/,https://www.pmindia.gov.in/en/news_updates/cabinet-approves-enhancement-of-age-of-superannuation-of-general-duty-medical-officers-specialist-grade-doctors-and-teaching-medical-faculty-working-in-bhopal-memorial-hospital-and-research-centre-b/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી. તેમાં કેન્દ્રીય મંત્રીમંડળે ભોપાલ મેમોરિયલ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, ભોપાલનાં જનરલ ડ્યુટી મેડિકલ ઓફિસર, સ્પેશ્યલ ગ્રેડ ડૉક્ટર અને ટીચિંગ મેડિકલ ફેકલ્ટીની નિવૃત્તિની વયમર્યાદા કેન્દ્રીય સ્વાસ્થ્ય સેવાનાં ડૉક્ટરો અને કેન્દ્ર સરકારની અન્ય હોસ્પિટલો/સંસ્થાઓમાં કામ કરનાર ડૉક્ટર્સને અનુરૂપ વધારીને 65 વર્ષ કરવા સંબંધિત સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનાં સ્વાસ્થ્ય સંશોધન વિભાગનાં પ્રસ્તાવને મંજૂરી આપી હતી. શૈક્ષણિક, બિન-શૈક્ષણિક અને કેન્દ્રીય સ્વાસ્થ્ય સેવાની જાહેર સ્વાસ્થ્ય સબ-કેડર સહિત જનરલ ડ્યુટી મેડિકલ અધિકારીઓ અને નિષ્ણાતોની નિવૃત્તિની ઉંમરને જાન્યુઆરી, 2018માં જાહેર સૂચના સ્વરૂપે વધારીને 65 વર્ષ કરવામાં આવી છે. સરકારનાં આ નિર્ણયથી બીએમએચઆરસી ફેકલ્ટી અને નિષ્ણાત ડૉક્ટરોની ઊણપ દૂર કરવામાં મદદ મળશે. સાથે-સાથે તેનાથી ભોપાલ ગેસ કરૂણાંતિકાનાં પીડિતો અને તેમનાં પરિવારનાં સભ્યોને ઉત્તમ ચિકિત્સા સેવા મળી શકશે.","Cabinet approves enhancement of age of superannuation of General Duty Medical Officers, Specialist Grade doctors and Teaching Medical Faculty working in Bhopal Memorial Hospital and Research Centre, Bhopal" https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B3%E0%AB%87-%E0%AA%9A%E0%AB%82%E0%AA%82%E0%AA%9F%E0%AA%A3%E0%AB%80-%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B5%E0%AA%B8/,https://www.pmindia.gov.in/en/news_updates/cabinet-approves-mou-between-india-and-suriname-for-cooperation-in-the-field-of-electoral-management-and-administration/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલા કેન્દ્રીય મંત્રીમંડળે ચૂંટણી વ્યવસ્થાપન અને વહીવટના ક્ષેત્રમાં સહયોગ માટે ભારત અને સુરીનામ વચ્ચે થયેલા સમજૂતી કરાર (એમઓયુ)ને મંજૂરી આપી દીધી છે, જેમાં ચૂંટણી પ્રક્રિયાના સંગઠનાત્મક અને તકનીકિ વિકાસના ક્ષેત્રમાં જ્ઞાન અને અનુભવોનું આદાન-પ્રદાન કરવાનોનો સમાવેશ થાય છે. આ સમજૂતી દ્વારા માહિતીનું આદાન-પ્રદાન, સંસ્થાગત સુદ્રઢીકરણ અને ક્ષમતા નિર્માણ, કર્મચારીઓનું પ્રશિક્ષણ, નિયમિત પરામર્શ વગેરેનું આયોજન કરવામાં મદદ મળશે. આ સમજૂતી કરાર દ્વિપક્ષીય સહકારને પ્રોત્સાહન આપશે, જેનો હેતુ સુરીનામ માટે તકનીકિ સહાય/ક્ષમતાને ટેકો આપવાનો છે, જે ચૂંટણી વ્યવસ્થાપન અને વહીવટના ક્ષેત્રમાં સહકાર પ્રદાન કરશે.",Cabinet approves MoU between India and Suriname for cooperation in the field of electoral management and administration https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-20-%E0%AA%B8%E0%AA%AA%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AC%E0%AA%B0/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-to-lay-foundation-stone-for-india-international-convention-and-expo-centre-dwarka-on-september-20/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 20 સપ્ટેમ્બર, 2018નાં રોજ નવી દિલ્હીમાં દ્વારકા ખાતે ઇન્ડિયા ઇન્ટરનેશનલ કેન્વેશન એન્ડ એક્સ્પો સેન્ટર (આઇઆઇસીસી)નું ભૂમિપૂજન કરશે. ત્યાર બાદ પ્રધાનમંત્રી અહીં એકત્રિત જનમેદનીને સંબોધન કરશે. સેક્ટર 25, દ્વારકામાં સ્થિત આ સેન્ટર આંતરરાષ્ટ્રીય સ્તરનું અત્યાધુનિક એક્ઝિબિશન-કમ-કન્વેન્શન સેન્ટર બનશે, જે નાણાકીય, હોસ્પિટાલિટી અને રિટેલ સેવાઓ જેવી સુવિધા આપશે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. 25,700 કરોડ છે. આ પ્રોજેક્ટ ઔદ્યોગિક નીતિ અને સંવર્ધન વિભાગ (ડીઆઈપીપી) દ્વારા સ્થાપિત 100 ટકા સરકારી કંપની ઇન્ડિયા ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર એન્ડ એક્ઝિબિશન સેન્ટર લિમિટેડ (આઈઆઈસીસી લિમિટેડ) દ્વારા લાગુ કરવામાં આવે છે.","PM to lay foundation stone for India International Convention and Expo Centre, Dwarka on September 20" https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%95%E0%AB%87%E0%AA%AC%E0%AA%BF%E0%AA%A8%E0%AB%87%E0%AA%9F%E0%AB%87-%E0%AA%9C%E0%AB%80%E0%AA%8F%E0%AA%B8%E0%AA%9F%E0%AB%80-%E0%AA%B9%E0%AB%87%E0%AA%A0%E0%AA%B3-%E0%AA%A8%E0%AB%87%E0%AA%B6/,https://www.pmindia.gov.in/en/news_updates/cabinet-approves-the-establishment-of-the-national-anti-profiteering-authority-under-gst/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ગઈકાલ (15મી નવેમ્બરના રોજ)થી મોટા પાયે વપરાતી સંખ્યાબંધ ચીજવસ્તુઓનાં જીએસટીનાં દરોમાં ધરખમ ઘટાડા પછી તરત જ જીએસટી હેઠળ નેશનલ એન્ટી-પ્રોફિટિયરીંગ ઓથોરિટી (એનએએ – રાષ્ટ્રીય નફાખોરી-વિરોધી સત્તામંડળ)નાં અધ્યક્ષ અને ટેકનિકલ સભ્યોની જગ્યાઓ ઊભી કરવા મંજૂરી આપી છે. આને પગલે આ એપેક્સ બોડીની તાત્કાલિક સ્થાપનાનો માર્ગ મોકળો બન્યો છે. ચીજવસ્તુઓ અને સેવાઓ પર જીએસટીનાં દરમાં ઘટાડાનો લાભ કિંમતોમાં ઘટાડા દ્વારા છેવટના ગ્રાહક સુધી પહોંચે તેની ખાતરી મેળવવા માટે આ બોડીની રચના ફરજિયાત છે. ભારત સરકારના સચિવ સ્તરના વરિષ્ઠ અધિકારીના વડપણ હેઠળ કેન્દ્ર અને/અથવા રાજ્યોમાંથી ચાર ટેકનિકલ સભ્યોની એનએએની સ્થાપનાને પગલે વધુ એકવાર સુનિશ્ચિત થયું છે કે, સરકાર જીએસટીનાં અમલીકરણના લાભ ચીજવસ્તુઓ અને સેવાની કિંમતોમાં ઘટાડા સ્વરૂપે ગ્રાહકો સુધી પહોંચાડવા શક્ય તમામ પગલાં લેવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. અગાઉ 14મી નવેમ્બર, 2017ના રોજ મધ્યરાત્રિથી અમલમાં આવે તે રીતે 178 ચીજવસ્તુઓ પર જીએસટીનાં દર 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યા હતા. હવે 28 ટકા જીએસટીનો દર લાગુ પડતો હોય તેવી માત્ર 50 જ ચીજવસ્તુઓ છે. તે જ રીતે, સંખ્યાબંધ ચીજો પરથી જીએસટી 18 ટકાથી ઘટાડીને 12 ટકા કરવામાં આવ્યો છે અને કેટલીક ચીજવસ્તુઓ પરથી જીએસટી સંપૂર્ણ હટાવી લેવાયો છે. જીએસટીના કાયદામાં નફાખોરી-વિરોધી પગલાં સાંકળી લેવાથી ચીજવસ્તુઓ અને સેવાઓ પર જીએસટીના દરમાં ઘટાડો અને ઈનપુટ ટેક્સ ક્રેડિટના તમામ લાભ ગ્રાહકો સુધી પહોંચે તેની ખાતરી માટે સુવ્યવસ્થિત સંસ્થાકીય પદ્ધતિ મળે છે. આ સંસ્થાકીય માળખામાં એનએએ, સ્ટેન્ડિંગ કમિટી, દરેક રાજ્યની સ્કિનિંગ કમિટી તેમજ સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઈઝ એન્ડ કસ્ટમ્સ (સીબીઈસી)માં ડાયરેક્ટોરેટ જનરલ ઑફ સેફગાર્ડસ સામેલ છે. જે ગ્રાહકોને તેઓ જ્યારે વસ્તુ કે સેવા ખરીદે ત્યારે એમ લાગે કે કિંમતોમાં અનુરૂપ ઘટાડાનો લાભ તેમને મળ્યો નથી, તેઓ જે-તે રાજ્યની સ્ક્રિનિંગ કમિટીને રાહત માટે અરજી કરી શકે છે. જોકે, સમગ્ર ભારતને આવરી લેતા બહોળા જનસમુદાય સંબંધિત નફાખોરીની ઘટનાઓનાં કેસમાં અરજી સીધી જ સ્ટેન્ડિંગ કમિટીને કરી શકાય છે. પ્રાથમિક નિરીક્ષણમાં નફાખોરીનું તત્ત્વ જોવા મળે તો સ્ટેન્ડિંગ કમિટી તેને વધુ તપાસ માટે સીબીઈસીના ડાયરેક્ટર જનરલ ઑફ સેફગાર્ડસને મોકલી આપશે, જે પોતાનો અહેવાલ એનએએને સોંપશે. એનએએ નફાખોરીનું તત્વ સુનિશ્ચિત કરે તે સંજોગોમાં નફાખોરી વિરોધી પગલાં લેવાં જરૂરી બની જાય છે. જે તે સપ્યાલર / બિઝનેસને તેની કિંમતો ઘટાડવા અથવા તો ચીજો કે સેવાઓ મેળવનારા લોકોને વ્યાજ સાથે વધારે વસૂલેલી રકમ ચૂકવવા માટે એનએએ આદેશ આપી શકે છે. જો ચીજવસ્તુ કે સેવા મેળવનાર સુધી વધુ વસૂલેલી રકમના લાભ પહોંચાડી શકાય તેમ ન હોય તો એનએએ એ રકમ કન્ઝ્યુમર વેલફેર ફંડમાં જમા કરાવવાનો આદેશ પણ આપી શકે છે. છેવટના કિસ્સામાં એનએએ કસૂરવાર બિઝનેસ એકમને દંડ ફટકારી શકે છે અને જીએસટી હેઠળ તેનું રજિસ્ટ્રેશન પણ રદ્દ કરી શકે છે. એનએએની રચનાને પગલે જીએસટીના દરમાં તાજેતરના ઘટાડાના લાભ મેળવી શકવા બાબતે તેમજ જીએસટીમાં સમગ્રપણે પણ ગ્રાહકોનો વિશ્વાસ વધશે.",Cabinet approves the establishment of the National Anti-profiteering Authority under GST https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B3%E0%AB%87-%E0%AA%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%80%E0%AA%9F%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81/,https://www.pmindia.gov.in/en/news_updates/cabinet-approves-mou-between-the-icai-and-the-institute-of-certified-public-accountants-of-kenya/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય મંત્રી મંડળની બેઠકે ઇન્સ્ટીટ્યુટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઑફ ઇન્ડિયા (આઈસીએઆઈ) અને ઇન્સ્ટીટયુટ ઑફ સર્ટીફાઈડ પબ્લિક એકાઉન્ટસ ઑફ કેન્યા (આઈસીપીએકે) વચ્ચેના સમજૂતી કરારો પર હસ્તાક્ષર કરવા માટે મંજૂરી આપી દીધી છે. તેના વડે સંયુક્ત સંશોધન, ગુણવત્તાયુક્ત સહાય, ક્ષમતા અને સક્ષમતા નિર્માણ, તાલીમાર્થી એકાઉન્ટન્ટ આદાન–પ્રદાન કાર્યક્રમો અને સતત વ્યવસાયિક વિકાસ (સીપીડી) પાઠ્યક્રમ, કાર્યશાળા અને સંમેલનના આયોજન વડે પારસ્પરિક સહયોગ અને સંગઠન સ્થાપિત કરવા માટે સહાયતા મળશે. વિગતો: આઈસીએઆઈ અને આઈસીપીએકે પારસ્પરિક સંસ્થાના કર્મચારીઓને તેમના કાર્યક્રમ અનુસાર નક્કી કરવામાં આવેલ અનૌપચારિક કાર્ય સ્થળના માધ્યમ વડે તેમના જ્ઞાન અને અનુભવમાંથી શીખવાના અવસરો પૂરા પાડશે. સમજૂતી કરારમાં નક્કી કરાયા મુજબ સભ્યો સાથેના સહયોગ અને આઈસીએઆઈએકેની વ્યૂહાત્મક ભાગીદારીનો પ્રચાર કરવા તેમજ જાગૃતિ ફેલાવવા માટેની પ્રવૃત્તિઓને સંયુક્ત રીતે પ્રોત્સાહન આપશે. આઈસીએઆઈ અને આઈસીપીએકે મુખ્ય પહેલો અને તાલીમાર્થી એકાઉન્ટન્ટ આદાન-પ્રદાન કાર્યક્રમો પર સહયોગ સાધશે. મુખ્ય અસરો: ભારત, કેન્યાનો છઠ્ઠો સૌથી મોટો વેપારી ભાગીદાર છે અને કેન્યાને સૌથી વધુ નિકાસ કરતો દેશ છે. આફ્રિકન દેશો પરના એક અહેવાલ અનુસાર, સકલ ઘરેલું ઉત્પાદન (જીડીપી)ના વિકાસની દ્રષ્ટીએ કેન્યાનું અર્થતંત્ર 2017માં આફ્રિકામાં ટોચના પ્રદર્શનકર્તાઓમાનું એક રહ્યું હોવાની સંભાવના છે. કેન્યા પાસે મોટા પ્રમાણમાં વૈવિધ્યપૂર્ણ આર્થિક આધાર છે અને તે કેન્યામાં બનેલી વસ્તુઓ માટે ભારતીય બજારોમાં વધુમાં વધુ પહોંચ પ્રાપ્ત કરવાનું લક્ષ્ય ધરાવે છે જ્યારે ભારત કેન્યાનો ટોચનો વિદેશી વેપારી ભાગીદાર બનવાની સંભાવનાઓ શોધવામાં રસ ધરાવે છે. કેન્યાનું અર્થતંત્ર એ આફ્રિકન દેશોની વચ્ચે ટોચના અર્થતંત્રોમાનું એક છે તે બાબતનો સ્વીકાર કરીને અને બંને દેશો દ્વારા તાજેતરના ભૂતકાળમાં હાથ ધરવામાં આવેલ રોકાણો અને વિશ્વાસને ધ્યાનમાં રાખીને ભારતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અગાઉથી જ દેશના આર્થિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવી રહ્યા છે; કેન્યામાં ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માટે વ્યવસાયિક તકોની પુષ્કળ સંભાવનાઓ રહેલી છે.",Cabinet approves MoU between the ICAI and the Institute of Certified Public Accountants of Kenya https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B3%E0%AB%87-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AA%BF%E0%AA%B2/,https://www.pmindia.gov.in/en/news_updates/cabinet-approves-agreement-between-india-and-philippines-on-co-operation-and-mutual-assistance-in-customs-matters/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે ભારત અને ફિલિપાઇન્સ વચ્ચે કસ્ટમ્સ સાથે સંબંધિત બાબતોમાં સાથસહકાર સ્થાપિત કરવા અને પારસ્પરિક સહયોગ વધારવા થયેલી સમજૂતીને માન્યતા આપી હતી. આ સમજૂતીથી કસ્ટમ સાથે સંબંધિત અપરાધોનું નિવારણ કરવા અને તેની તપાસ કરવા માટે પ્રસ્તુત માહિતી મેળવવામાં મદદ મળશે. વળી તેનાથી બંને દેશો વચ્ચે વેપાર-વાણિજ્યમાં વધારો થશે અને વેપારી ચીજવસ્તુઓનાં ક્લીઅરન્સમાં કાર્યદક્ષતા વધશે એવી અપેક્ષા પણ છે. આ સમજૂતીનો અમલ કરવા માટે મહત્વની રાષ્ટ્રીય કાયદાકીય જરૂરિયાતો પૂર્ણ થયા પછી તેનો અમલ થશે, જેનું પાલન બંને દેશો કરશે. પૃષ્ઠભૂમિઃ આ સમજૂતી બંને દેશોનાં કસ્ટમ સત્તામંડળોને માહિતી અને ગુપ્તતાની વહેંચણી કરવા માટે કાયદેસર માળખું પ્રદાન કરશે. તે કસ્ટમનાં કાયદાઓને યોગ્ય રીતે લાગુ કરવા, કસ્ટમ સાથે સંબંધિત અપરાધોનું નિવારણ કરવા અને તેની તપાસ કરવા તથા કાયદેસર વેપારને વધારે સુલભ બનાવવામાં મદદ કરશે. બંને દેશોનાં કસ્ટમ વહીવટીતંત્રોની સંમતિ મળ્યાં પછી પ્રસ્તાવિત સમજૂતીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. પ્રસ્તાવિત સમજૂતીમાં ભારતીય કસ્ટમ વિભાગની ચિંતાઓ અને જરૂરિયાતો, ખાસ કરીને જાહેર થયેલ કસ્ટમ મૂલ્યની ખરાઈ પર માહિતીનું આદાનપ્રદાન અને બંને દેશો વચ્ચે વેપાર થયેલી ચીજવસ્તુઓનાં મૂળનાં પ્રમાણપત્રોની અધિકૃતતા જેવી બાબતોની વિશેષ કાળજી લેવામાં આવી છે.",Cabinet approves agreement between India and Philippines on co-operation and mutual assistance in customs matters https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%AC%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-unveils-development-projects-worth-rs-33000-crores-for-bihar/,"બિહારમાં માળખાગત, કનેક્ટિવિટી, ઊર્જા સુરક્ષા અને હેલ્થકેર સેવાઓનાં ક્ષેત્રોમાં વિકાસલક્ષી પ્રોજેક્ટને પ્રોત્સાહન આપતાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બરૌનીમાં રૂ. 33,000 કરોડનાં મૂલ્યનાં પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે બિહારનાં રાજ્યપાલ લાલજી ટંડન, મુખ્યમંત્રી નીતિશકુમાર, નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદી, કેન્દ્રીય ખાદ્ય અને ઉપભોક્તા મંત્રી રામવિલાસ પાસવાન સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. પ્રધાનમંત્રીએ અનેકવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યા પછી જનસભાને સંબોધિત કરી હતી. પ્રધાનમંત્રીએ એક બટન દબાવીને અંદાજે રૂ. 13,365 કરોડનાં પટણા મેટ્રો રેલ પ્રોજેક્ટનું ડિજિટલ શિલારોપણ કર્યંર હતું. આ મેટ્રો રેલ બે કોરિડોર ધરાવશે – એક કોરિડોર દાણાપુરથી મીઠાપુર સુધી અને બીજો કોરિડોર પટણા રેલવે સ્ટેશનથી ન્યૂ આઇએસબીટી સુધી. આ પ્રોજેક્ટ પાંચ વર્ષમાં પૂર્ણ થશે તેમજ પટણા અને આસપાસનાં વિસ્તારોમાં જાહેર પરિવહનની સુવિધાને સરળ બનાવશે. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જગદીશપુર-વારાણસી નેચરલ ગેસ પાઇપલાઇનનાં ફુલપુરથી પટણા પટ્ટાનું ઉદ્ઘાટન કર્યું હતું. પોતે જે પ્રોજેક્ટનું શિલારોપણ કરે છે એને કાર્યરત પણ કરવો એવા પોતાના વિઝનનું અન્ય એક ઉદાહરણ ગણાવીને પ્રધાનમંત્રીએ યાદ અપાવ્યું હતું કે, તેમણે જુલાઈ, 2015માં આ પ્રોજેક્ટ શરૂ કરાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, “આ પ્રોજેક્ટથી સ્થાનિક ઉદ્યોગને ગેસનો પુરવઠો સુનિશ્ચિત થશે અને બરૌનીનાં ખાતરનાં કારખાનાને નવજીવન મળશે તેમજ પટણામાં પાઇપ ગેસનો પુરવઠો શરૂ પણ થશે. ગેસ આધારિત ઇકોસિસ્ટમ આ વિસ્તારમાં યુવાનો માટે રોજગારીની તકોનું સર્જન કરશે.” આ વિસ્તાર માટે પોતાની પ્રાથમિકતા પર પ્રકાશ ફેંકતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતુ કે, “સરકાર પૂર્વ ભારત અને બિહારનાં સંપૂર્ણ વિકાસ માટે પ્રતિબદ્ધ છે.” પ્રધાનમંત્રી ઉર્જા ગંગા યોજના હેઠળ વારાણસી, ભુવનેશ્વર, કટક, પટણા, રાંચી અને જમશેદપુર ગેસ પાઇપલાઇન મારફતે જોડાઈ ગયા છે. પ્રધાનમંત્રીએ પટણા સિટી ગેસ વિતરણ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું, જે પટણા શહેર અને આસપાસનાં વિસ્તારોમાં પાઇપ ગેસનો પુરવઠો પ્રદાન કરશે. આ વિવિધ પ્રોજેક્ટથી જોડાણ વધશે, ખાસ કરીને પટણા અને નજીકનાં વિસ્તારોમાં તેમજ ઊર્જાની ઉપલબ્ધતામાં વધારો થશે. પ્રધાનમંત્રીએ ગરીબોનાં ઉત્થાન માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરીને કહ્યું હતું કે, “એનડીએ સરકારનું વિકાસનું વિઝન દ્વિસ્તરીય છેઃ માળખાગત વિકાસ અને સમાજનાં વંચિત સમુદાયોનું ઉત્થાન, જેઓ 70 વર્ષથી મૂળભૂત સુવિધાઓ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે.” તેમણે બિહારમાં હેલ્થકેર સિસ્ટમનાં વિસ્તરણનું લોકાર્પણ કરીને કહ્યું હતું કે, “આ હેલ્થકેર ક્ષેત્રનાં માળખાગત વિકાસની દ્રષ્ટિએ ઐતિહાસિક દિવસ છે. જ્યારે છાપરા અને પૂર્ણિયામાં નવી મેડિકલ કોલેજો શરૂ થશે, ત્યારે ગયા અને ભાગલપુરમાં મેડિકલ કોલેજોનું અપગ્રેડેશન થશે.” તેમણે ઉમેર્યું હતું કે, “જ્યારે એમ્સ પટણામાં આવી છે, ત્યારે રાજ્યમાં લોકોની હેલ્થકેરની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે વધુ એક એમ્સ સ્થાપિત થઈ રહી છે.” પ્રધાનમંત્રીએ પટણામાં રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનાં પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે 96.54 કિલોમીટરમાં ફેલાયેલા કર્માલિચક સુએજ નેટવર્ક માટે શિલારોપણ પણ કર્યું હતું. બાઢ, સુલતાનગંજ અને નૌગાચિયામાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સાથે સંબંધિત કામગીરી પણ પ્રધાનમંત્રીએ શરૂ કરાવી હતી. તેમણે વિવિધ સ્થળો પર 22 અમૃત પ્રોજેક્ટ માટે શિલારોપાણ કર્યું હતું. પુલવામામાં આતંકવાદી હુમલા પછી દેશમાં પેદા થયેલા પીડા, ગુસ્સા અને આક્રોશનાં સંદર્ભમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “જે આગ તમારાં હૃદયમાં છે, એ જ આગ મારાં દિલમાં છે.” પ્રધાનમંત્રીએ પટણામાં શહીદ કોન્સ્ટેબલ સંજય કુમાર સિંહા અને ભાગલપુરનાં શહીદ રતન કુમાર ઠાકુરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, જેમણે દેશ માટે શહીદ થયાં હતાં અને જણાવ્યું હતું કે, મુશ્કેલીની આ ઘડીમાં શહીદોનાં પરિવાર સાથે આખો દેશ ઊભો છે. પ્રધાનમંત્રીએ 9 એમએમટી એવીયુની ક્ષમતા ધરાવતી બરૌની રિફાઇનરી એક્સપાન્શન પ્રોજેક્ટનું શિલારોપણ કર્યું હતું. તેમણે દુર્ગાપુરથી મુઝફ્ફરપુર અને પટણા સુધી પારાદીપ-હલ્દિયા-દુર્ગાપુર એલપીજી રિફાઇનરીનાં વિસ્તરણ માટે શિલારોપાણ પણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ બરૌની રિફાઇનરીમાં એટીએફ હાઇડ્રોટ્રીટિંગ યુનિટ (ઇન્ડજેટ) માટે શિલારોપાણ પણ કર્યું હતું. આ વિવિધ પ્રોજેક્ટ શહેર અને આસપાસનાં વિસ્તારમાં ઊર્જાની ઉપલબ્ધતામાં નોંધપાત્ર વધારો કરશે. આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીએ એમોનિયા-યુરિયા ફર્ટિલાઇઝર કોમ્પ્લેક્સનું શિલોરાપણ કર્યું હતું. એનાથી ખાતરનાં ઉત્પાદનને વેગ મળશે. પ્રધાનમંત્રીએ નીચેનાં ક્ષેત્રો પર રેલવે લાઇન્સનાં ઇલેક્ટ્રિફિકેશનનું ઉદ્ઘાટન પણ કર્યું હતું: બરૌની-કુમેદપુર, મુઝફ્ફરપુર-રક્સૌલ, ફતુહા-ઇસ્લામપુર, બિહારશરીફ-દાનિયાવણ. આ પ્રસંગે રાંચી-પટણા એસી વીકલી એક્સપ્રેસ ટ્રેનનું ઉદઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીનું આગામી મુકામ ઝારખંડમાં રાંચી છે, જેમાં તેઓ હઝારીબાગ અને રાંચીની મુલાકાત લેશે. તેઓ હઝારીબાગ, દુમ્કા અને પલમૌમાં હોસ્પિટલો માટે શિલોરાપણ કરશે તેમજ વિવિધ શ્રેણીબદ્ધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે.","PM unveils development projects worth Rs.33,000 crores for Bihar" https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B3%E0%AB%87-%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B0%E0%AB%81%E0%AA%AA%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87/,https://www.pmindia.gov.in/en/news_updates/cabinet-approves-establishment-and-operationalisation-of-permanent-campuses-of-the-iisers-at-tirupati-and-berhampur/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે તિરુપતિ (આંધ્ર પ્રદેશ) અને બેરહામપુર (ઓડિશા) ખાતે બે નવા ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઑફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (આઈઆઈએસઈઆર)ના કાયમી પરિસરની સ્થાપના અને તેમના કાર્યાન્વયન માટેની મંજૂરી આપી દીધી છે. તે માટેનો કુલ ખર્ચ 3074.12 કરોડ રૂપિયા થવાની સંભાવના છે (નોન રીકરીંગ: 2366.48 કરોડ રૂપિયા અને રીકરીંગ: 707.64 કરોડ). કેબિનેટ દ્વારા રજીસ્ટ્રારના બે પદ કે જે 7માં સીપીસીના લેવલ 14ની અંદર પ્રત્યેક આઈઆઈએસઈઆરમાં એક હશે તેના નિર્માણ માટે પણ મંજૂરી આપી દેવામાં આવી છે. વિગતો: નીચેની વિગતો અનુસાર મૂલ્યાંકન કરવામાં આવેલ કુલ ખર્ચ 12 કરોડ રૂપિયા આંકવામાં આવ્યો છે જેમાંથી 2366.48 કરોડ આ સંસ્થાઓના કાયમી કેમ્પસના નિર્માણ માટે ખર્ચ કરવામાં આવશે: સંસ્થા મૂડી રિકરિંગ કુલ આઈઆઈએસઈઆર તિરુપતિ 1137.16 354.18 1491.34 આઈઆઈએસઈઆર બેરહામપુર 1229.32 353.46 1582.78 કુલ 2366.48 707.64 3074.12 બંને આઈઆઈએસઈઆર 1,17,000 ચોરસમીટરના વિસ્તારમાં નિર્માણ પામશે. પ્રત્યેક આઈઆઈએસઈઆરમાં 1855 વિદ્યાર્થીઓ માટે તમામ માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ સંસ્થાઓના કાયમી પરિસરનું નિર્માણ કાર્ય ડિસેમ્બર 2021 સુધીમાં પૂરું કરી દેવામાં આવશે. લાભ: આઈઆઈએસઈઆર અન્ડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ, પીએચડી અને ઇન્ટીગ્રેટેડ પીએચડી સ્તરે ટોચની ગુણવત્તા ધરાવતું વૈજ્ઞાનિક શિક્ષણ પૂરું પાડશે. તેઓ વિજ્ઞાનની અગ્રિમ હરોળમાં સંશોધન હાથ ધરશે. તેઓ ભારતમાં વૈજ્ઞાનિક માનવબળનો મજબુત પાયો તૈયાર કરીને અને શિક્ષક તરીકે કામ કરવા શ્રેષ્ઠતમ વૈજ્ઞાનિક પ્રતિભાઓને આકર્ષિત કરીને ભારતને જ્ઞાન અર્થતંત્ર તરફ આગળ વધવા માટે સક્ષમ બનાવશે. પૂર્વભૂમિકા: વર્ષ 2015માં, આઈઆઈએસઈઆર તિરુપતિની સ્થાપના આંધ્ર પ્રદેશ રીઓર્ગેનાઈઝેશન એક્ટ, 2014 અંતર્ગત કરવામાં આવી હતી જ્યારે આઈઆઈએસઈઆર, બેરહામપુરની સ્થાપના વર્ષ 2015માં કેન્દ્રીય નાણામંત્રી દ્વારા તેમના બજેટમાં કરવામાં આવેલ જાહેરાતના પગલે વર્ષ 2016માં કરવામાં આવી હતી. આ સંસ્થાઓ વર્તમાન સમયમાં તેમના ટ્રાન્ઝીટ કેમ્પસમાંથી ચલાવવામાં આવી રહી છે.",Cabinet approves establishment and operationalisation of permanent campuses of the IISERs at Tirupati and Berhampur https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%B0%E0%AA%AE%E0%AA%9D%E0%AA%BE%E0%AA%A8%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA-2/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-greets-people-on-the-beginning-of-holy-month-of-ramzan/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રમઝાનના પવિત્ર માસની શરૂઆત પર લોકોને શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રીએ કહ્યું, “સૌને રમઝાનની શુભેચ્છાઓ. આપણે પયગંબર મહંમદ સાહેબના પવિત્ર વિચારોને યાદ કરીએ, જેમણે સંવાદિતા, દયા અને દાનના મહત્વ પર ભાર મૂક્યો હતો. પવિત્ર રમઝાન માસનો પણ આ જ ગુણ છે.”",PM greets people on the beginning of holy month of Ramzan https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%B8%E0%AB%80%E0%AA%86%E0%AA%87%E0%AA%8F%E0%AA%B8%E0%AA%8F%E0%AA%AB%E0%AA%A8/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-greets-cisf-personnel-on-the-raising-day-of-cisf/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રિય ઔદ્યોગિક સુરક્ષા દળનાં સ્થાપના દિવસે સીઆઇએસએફનાં જવાનોને શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “કેન્દ્રિય ઔદ્યોગિક સુરક્ષા દળનાં સ્થાપના દિવસ પર સીઆઈએસએફનાં જવાનોને અભિનંદન અને શુભેચ્છા. સીઆઈએસએફએ મહત્ત્વપૂર્ણ સંસ્થાઓની સુરક્ષાની જરૂરિયાતોને અસરકારક રીતે પૂરી કરીને પોતાનું એક વિશિષ્ટ સ્થાન ઊભું કર્યું છે. આ સંસ્થાઓમાંથી ઘણી ભારતનાં પુનરુત્થાન અને રાષ્ટ્રને જોડવાની પ્રેરણા આપે છે.”",PM greets CISF personnel on the Raising Day of CISF https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B3%E0%AB%87-%E0%AA%A4%E0%AB%81%E0%AA%82%E0%AA%97%E0%AA%AD%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%8D/,https://www.pmindia.gov.in/en/news_updates/cabinet-approves-implementation-of-ccea-decision-on-closure-of-tungabhadra-steel-products-limited/,"પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય મંત્રીમંડળે તુંગભદ્રા સ્ટીલ પ્રોડક્ટ્સ લીમીટેડ (ટીએસપીએલ)નાં બંધ થવા પર તેના અચલાયમાન સંપત્તિના નિકાલ અંગેના સીસીઈએના નિર્ણયના અમલીકરણને મંજુરી આપી દીધી છે. તેમાં ટીએસપીએલની જવાબદારીઓ પૂરી કર્યા બાદ કંપની રજીસ્ટ્રારની યાદીમાંથી આ કંપનીનું નામ કાઢી નાખવાની પણ ભલામણ કરી છે. અત્રે એ નોંધવું ઘટે કે સીસીઈએ એ ડિસેમ્બર 2015માં તમામ કર્મચારીઓ, કામદારો અને લેણદારોના બાકી રહેતા ઋણ ચૂકવી દીધા બાદ કંપની બંધ કરવા માટે મંજુરી આપી દીધી હતી. મંત્રીમંડળે 20,000 સ્ક્વેર મીટર જમીનની સાથે એમએમએચ પ્લાન્ટ કર્ણાટક સરકારને હસ્તાંતરિત કરવાની મંજુરી આપી દીધી છે. મંત્રીમંડળે કંપનીની હોસ્પેટ ખાતે આવેલી 82.37 એકર જમીનને પણ કર્ણાટક સ્ટેટ હાઉસિંગ બોર્ડના ઉપયોગ માટે કર્ણાટક સરકારને વેચી દેવાની મંજુરી આપી દીધી છે. આ જમીન કર્ણાટક સરકારને તેમણે મુકેલા પ્રસ્તાવ અનુસાર એકરદીઠ 66 લાખ રૂપિયામાં વેચવામાં આવી રહી છે.",Cabinet approves implementation of CCEA decision on closure of Tungabhadra Steel Products Limited https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%AB%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%95%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-90/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-addresses-inaugural-session-of-90th-annual-general-meeting-of-ficci/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ફિક્કીની 90મી સાધારણ વાર્ષિક સભા (એજીએમ)નાં ઉદ્ઘાટન સત્રને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે તેમણે ફિક્કીની સ્થાપના વર્ષ 1927માં થઈ ત્યારે ભારતીય ઉદ્યોગજગત સાયમન પંચનાં વિરોધમાં એક થયો હોવાનાં પ્રસંગને યાદ કર્યો હતો. વર્ષ 1927માં અંગ્રેજ સરકારે સાયમન પંચની રચના કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતીય ઉદ્યોગજગત એ સમયે દેશનાં હિત માટે ભારતીય સમાજનાં તમામ વર્ગો સાથે જોડાયો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વર્ષ 1927માં હતું એવું જ વાતાવરણ અત્યારે જોવા મળે છે. અત્યારે દેશનાં લોકો દેશ પ્રત્યેની જવાબદારીઓ અદા કરવા આગળ આવ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, લોકોની આશા અને આકાંક્ષાઓ પૂરી કરવા દેશને ભ્રષ્ટાચાર અને કાળાં નાણાં જેવી આંતરિક સમસ્યાઓથી મુક્ત કરવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે, રાજકીય પક્ષો અને ઔદ્યોગિક સંગઠનોએ દેશની જરૂરિયાતોને ધ્યાનમાં રાખવી જોઈએ અને લોકોની લાગણીઓ સમજવી જોઈએ તથા તેને અનુરૂપ કામ કરવું જોઈએ. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આઝાદી પછી અત્યાર સુધી દેશે ઘણી સફળતા મેળવી છે, પણ કેટલાંક પડકારો ઊભા થયાં છે. તેમણે જણાવ્યું હતું કે, ગરીબો વ્યવસ્થા સામે સંઘર્ષ કરી રહ્યાં હોય એવું જણાય છે. તેમને બેંક ખાતાઓ, ગેસનાં જોડાણો, શિષ્યવૃત્તિઓ, પેન્શન વગેરે જેવી ચીજવસ્તુઓ માટે સંસ્થાઓમાં આવવું પડે છે અને વિવિધ અવરોધોનો સામનો કરવો પડે છે. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર આ પ્રકારની સમસ્યાઓનું સમાધાન કરવા કામ કરે છે તથા પારદર્શક અને સંવેદનશીલ વ્યવસ્થા ઊભી કરવાનો પ્રયાસ કરે છે. તેમણે જણાવ્યું હતું કે, આનું એક ઉદાહરણ જન ધન યોજના છે અને કેન્દ્ર સરકારે “જીવનની સરળતા” વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમણે ઉજ્જવલા યોજના, સ્વચ્છ ભારત અભિયાન હેઠળ શૌચાલયનું નિર્માણ કરવા અને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, તેમનો ઉછેર ગરીબીમાં થયો હોવાથી તેઓ ગરીબો અને દેશની જરૂરિયાતો પૂરી કરવાની જરૂરિયાત સારી રીતે સમજે છે. તેમણે ઉદ્યોગસાહસિકોને જામીનગીરીમુક્ત લોન પ્રદાન કરવા મુદ્રા યોજનાનો ઉલ્લેખ પણ કર્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર બેંકિંગ વ્યવસ્થાને મજબૂત કરવા કામ કરે છે. તેમણે કહ્યું હતું કે, એનડીએ સરકારને એનપીએની હાલની સમસ્યા મોટા ભાગે અગાઉની સરકાર પાસેથી વારસામાં મળી છે. તેમણે કહ્યું હતું કે, ફાઇનાન્શિયલ રેગ્યુલેશન એન્ડ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ (એફઆરડીઆઇ) બિલ વિશે અફવાઓ ફેલાવવામાં આવે છે. સરકાર ખાતાધારકોનાં હિતોનું રક્ષણ કરવા કામ કરે છે, પણ અફવાઓ તેનાથી વિપરીત ફેલાવવામાં આવી રહી છે. તેમણે કહ્યું હતું કે, ફિક્કી જેવી સંસ્થાઓ આ પ્રકારની સમસ્યાઓ વિશે જાગૃતિ લાવવા માટે જવાબદાર છે. તેમણે જણાવ્યું હતું કે, ફિક્કી જીએસટીને વધારે અસરકારક બનાવવામાં પણ ભૂમિકા ભજવી રહી છે. સરકાર જીએસટી માટે મહત્તમ વ્યવસાયો રજિસ્ટર થાય એ સુનિશ્ચિત કરવા પ્રયાસરત છે. જેટલી વ્યવસ્થા વધારે ઔપચારિક બનશે, તેટલો જ વધારે લાભ ગરીબોને મળશે. તેનાથી બેંકો પાસેથી ધિરાણ સરળતાપૂર્વક ઉપલબ્ધ થશે અને લોજિસ્ટિક્સનો ખર્ચ ઘટશે, જેથી વ્યવસાયોની સ્પર્ધાત્મકતા વધશે. તેમણે ઉમેર્યું હતું કે, ફિક્કી નાનાં વેપારીઓ વચ્ચે વિસ્તૃત જાગૃતિ લાવવા કેટલીક યોજના ધરાવે છે. તેમણે એવું પણ કહ્યું હતું કે, ફિક્કીએ સામાન્ય નાગરિકોનું બિલ્ડર્સ દ્વારા થતું શોષણ જેવી સમસ્યાઓ પર જરૂરી જણાય ત્યારે ચિંતા વ્યક્ત કરવી જોઈએ. પ્રધાનમંત્રીએ યુરિયા, ટેક્સટાઇલ, નાગરિક ઉડ્ડયન અને સ્વાસ્થ્ય જેવા ક્ષેત્રોમાં સરકારે લીધેલા નીતિગત નિર્ણયોનો તથા તેનાથી તેમને થયેલા લાભોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે સંરક્ષણ, નિર્માણ, ફૂડ-પ્રોસેસિંગ વગેરે જેવા ક્ષેત્રોમાં થયેલા સુધારાઓનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ પ્રકારનાં વિવિધ પગલાંઓને પરિણામે વિશ્વ બેંકનાં “વેપારવાણિજ્ય સરળ કરવાનાં” ક્રમમાં ભારતનો ક્રમ 142માંથી 100 થયો છે. તેમણે અન્ય માપદંડોનો ઉલ્લેખ પણ કર્યો હતો, જે અર્થતંત્રની મજબૂત સ્થિતિને સૂચવે છે. તેમણે કહ્યું હતું કે, સરકારે લીધેલા આ પગલાં રોજગારીનાં સર્જનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ફૂડ પ્રોસેસિંગ, સ્ટાર્ટ-અપ્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સૌર ઊર્જા, હેલ્થકેર વગેરે જેવા ક્ષેત્રોમાં ફિક્કી ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. તેમણે ફિક્કીને એમએસએમઇ ક્ષેત્ર માટે થિંક-ટેંકની ભૂમિકા ભજવવા અપીલ કરી હતી.",PM addresses inaugural session of 90th Annual General Meeting of FICCI https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-19%E0%AA%AE%E0%AB%80-%E0%AA%A8%E0%AA%B5%E0%AB%87%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AC%E0%AA%B0-2/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-to-visit-arunachal-pradesh-and-uttar-pradesh-on-19th-november/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19 નવેમ્બર, 2022ના રોજ અરૂણાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સવારે 9:30 વાગ્યે ઇટાનગરમાં ડોની પોલો એરપોર્ટનું ઉદઘાટન કરશે અને 600 મેગાવૉટના કામેંગ હાઇડ્રો પાવર સ્ટેશનનું લોકાર્પણ કરશે. ત્યાર બાદ તેઓ ઉત્તર પ્રદેશનાં વારાણસી પહોંચશે, જ્યાં તેઓ બપોરે લગભગ 2 વાગ્યે 'કાશી તમિલ સંગમમ'નું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી અરૂણાચલ પ્રદેશમાં પૂર્વોત્તરમાં કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપવા માટેનાં એક મહત્ત્વપૂર્ણ પગલાં સ્વરૂપે પ્રધાનમંત્રી અરૂણાચલ પ્રદેશમાં પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ – 'ડોની પોલો એરપોર્ટ, ઇટાનગર'નું ઉદઘાટન કરશે. એરપોર્ટનું નામ અરૂણાચલ પ્રદેશની પરંપરાઓ અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પ્રતિબિંબિત કરે છે અને સૂર્ય ('ડોની' ) અને ચંદ્ર ('પોલો' ) પ્રત્યેના તેના સદીઓ જૂના સ્થાનિક પૂજ્યભાવને પ્રતિબિંબિત કરે છે. અરૂણાચલ પ્રદેશનું આ પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ 640 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે 690 એકરથી વધુ વિસ્તારમાં વિકસાવવામાં આવ્યું છે. 2300 મીટરના રનવે સાથે, આ એરપોર્ટ બારેમાસ દિવસની કામગીરી માટે અનુકૂળ છે. એરપોર્ટ ટર્મિનલ આધુનિક ઇમારત છે, જે ઊર્જા દક્ષતા, પુનઃપ્રાપ્ય ઊર્જા અને સંસાધનોનાં રિસાયક્લિંગને પ્રોત્સાહન આપે છે. ઇટાનગરમાં નવાં એરપોર્ટના વિકાસથી આ વિસ્તારમાં કનેક્ટિવિટી સુધરશે એટલું જ નહીં પરંતુ વેપાર અને પર્યટનની વૃદ્ધિ માટે ઉત્પ્રેરક તરીકે પણ કામ કરશે, જેથી આ ક્ષેત્રના આર્થિક વિકાસને વેગ મળશે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી 600 મેગાવૉટનું કામેંગ જળ વિદ્યુત મથક પણ દેશને અર્પણ કરશે. અરૂણાચલ પ્રદેશનાં પશ્ચિમ કામેંગ જિલ્લામાં રૂ. 8450 કરોડથી વધારેના ખર્ચે વિકસાવવામાં આવેલી અને 80 કિલોમીટરથી વધારેના વિસ્તારમાં વિકસાવવામાં આવેલી આ પરિયોજનાથી અરૂણાચલ પ્રદેશ વીજળી સરપ્લસ રાજ્ય બનશે, જેનો લાભ ગ્રિડની સ્થિરતા અને સંકલનની દ્રષ્ટિએ નેશનલ ગ્રિડને પણ થશે. આ પ્રોજેક્ટ ગ્રીન એનર્જીના સ્વીકારને વધારવાની દેશની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવામાં મુખ્ય રીતે યોગદાન આપશે. પીએમ વારાણસીમાં પ્રધાનમંત્રીનાં વિઝનથી પ્રેરિત થઈને 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'નાં વિચારને પ્રોત્સાહન આપવું એ સરકારનાં મુખ્ય ક્ષેત્રોમાંનું એક રહ્યું છે. આ વિઝનને પ્રતિબિંબિત કરતી વધુ એક પહેલ 'કાશી તમિલ સંગમમ'નું આયોજન કાશી (વારાણસી)માં એક મહિના સુધી ચાલનારો કાર્યક્રમ છે, જેનું ઉદઘાટન પ્રધાનમંત્રી 19 નવેમ્બરના રોજ કરશે. આ કાર્યક્રમનો ઉદ્દેશ દેશની સૌથી મહત્ત્વપૂર્ણ અને પ્રાચીન વિદ્યાપીઠોમાંની બે- તમિલનાડુ અને કાશી વચ્ચે સદીઓ જૂનાં જોડાણોની ઉજવણી કરવાનો, તેની પુન:પુષ્ટિ કરવાનો અને પુનઃશોધ કરવાનો છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ બંને પ્રદેશોના વિદ્વાનો, વિદ્યાર્થીઓ, દાર્શનિકો, વેપારીઓ, કારીગરો, કલાકારો વગેરે સહિત જીવનનાં તમામ ક્ષેત્રના લોકોને એક સાથે આવવા, તેમનાં જ્ઞાન, સંસ્કૃતિ અને શ્રેષ્ઠ પ્રથાઓ વહેંચવા અને એકબીજાના અનુભવોમાંથી શીખવાની તક પૂરી પાડવાનો છે. તમિલનાડુથી 2500થી વધુ પ્રતિનિધિઓ કાશીની મુલાકાત લેશે. તેઓ સમાન વેપાર, વ્યવસાય અને રસ ધરાવતા સ્થાનિક લોકો સાથે વાતચીત કરવા માટે સેમિનાર, સાઇટ વિઝિટ વગેરેમાં ભાગ લેશે. કાશીમાં બંને પ્રદેશોના હાથવણાટ, હસ્તકળા, ઓડીઓપી ઉત્પાદનો, પુસ્તકો, ડોક્યુમેન્ટરીઝ, વાનગીઓ, કળા સ્વરૂપો, ઇતિહાસ, પ્રવાસન સ્થળો વગેરેનું એક મહિના સુધી ચાલનારું પ્રદર્શન પણ યોજાશે. આ પ્રયાસ એનઇપી ૨૦૨૦ના જ્ઞાનની આધુનિક પ્રણાલીઓ સાથે ભારતીય જ્ઞાન પ્રણાલીઓની સંપત્તિને એકીકૃત કરવા પર ભાર મૂકવાની સાથે સુસંગત છે. આઈઆઈટી મદ્રાસ અને બીએચયુ એ આ કાર્યક્રમ માટેની બે અમલીકરણ એજન્સીઓ છે.",PM to visit Arunachal Pradesh and Uttar Pradesh on 19th November https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%97%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%86/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-visits-ananda-temple-bagan/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મ્યાનમારમાં બાગાનમાં આનંદ ટેમ્પલની મુલાકાત લીધી હતી. આ બૌદ્ધ સંપ્રદાયનાં મંદિરનું નિર્માણ 12મી સદીની શરૂઆતના વર્ષોમાં થયું હતું. તે સંપૂર્ણ બાગાન વિસ્તારમાં બીજું સૌથી મોટું મંદિર છે. ભારતીય પુરાતત્વ વિભાગ (એએસઆઈ)એ આ મંદિરનું માળખાકીય સંરક્ષણ અને રાસાયણિક જાળવણીનું કાર્ય હાથ ધર્યું છે. ગયા વર્ષે ધરતીકંપ દરમિયાન મંદિરને નુકસાન થયા પછી તેના જીર્ણોદ્ધારનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીને મંદિરના ચાલુ જીર્ણોદ્ધાર કાર્યની ઝાંખી કરાવતું ફોટો પ્રદર્શન દર્શાવવામાં આવ્યું હતું. તેમણે પ્રાર્થના કર્યા બાદ મંદિરની પરિક્રમા કરી હતી, જે દરમિયાન એએસઆઈના પ્રતિનિધિએ જીર્ણોદ્ધાર પ્રક્રિયાની જાણકારી આપી હતી. પ્રધાનમંત્રીએ મંદિરમાં વિઝિટર્સ બુક પર સહી કરી હતી અને આનંદ મંદિરના જીર્ણોદ્ધારમાં ભારતના મહત્વપૂર્ણ પ્રદાનની તકતીનું અનાવરણ કર્યું હતું. એએસઆઈએ એશિયાના વિવિધ દેશોમાં કેટલાક મુખ્ય સંરક્ષણ કાર્યો હાથ ધર્યા છે. આનંદ મંદિર ઉપરાંત આ કાર્યોમાં અફઘાનિસ્તાનમાં બામિયાન બુદ્ધાઝ, કમ્બોડિયામાં અંગકોર વાટ તથા તા પ્રોહ્મ મંદિરો, લાઓસમાં વાટ ફો મંદિર અને વિયેતનામમાં મા સન મંદિર સામેલ છે.","PM visits Ananda Temple, Bagan" https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B3%E0%AB%87-%E0%AA%B5%E0%AB%87%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%89%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF-%E0%AA%B8/,https://www.pmindia.gov.in/en/news_updates/cabinet-approves-mou-between-india-and-korea-on-trade-remedy-cooperation/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે વેપાર ઉપાય સહયોગ પર ભારત અને કોરિયા વચ્ચેના એક સમજૂતી કરાર (એમઓયુ)ને પૂર્વવર્તી મંજૂરી આપી દીધી છે. આ સમજૂતી કરાર પર જુલાઈ 2018માં કોરિયાના રાષ્ટ્રપતિની ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સમજૂતી કરારો વડે બંને દેશો વચ્ચે વેપાર ઉપાયો જેવા કે એન્ટી ડમ્પિંગ, સબસીડી અને પ્રતિકારી શુલ્ક તથા સુરક્ષાત્મક પગલાઓ જેવા ક્ષેત્રમાં સહયોગને પ્રોત્સાહન અપાશે કે જે દ્વિપક્ષીય વ્યાપારી સંબંધોને વધુ મજબૂત બનાવશે.",Cabinet approves MoU between India and Korea on Trade Remedy Cooperation https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%87%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BF%E0%AA%95-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B8%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%95-%E0%AA%85%E0%AA%AB%E0%AA%98/,https://www.pmindia.gov.in/en/news_updates/visit-of-president-of-islamic-republic-of-afghanistan-to-india/,"ઇસ્લામિક પ્રજાસત્તાક અફઘાનિસ્તાનનાં રાષ્ટ્રપતિ ડો. મોહમ્મદ અશરફ ગનીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં આમંત્રણ પર 19 સપ્ટેમ્બર, 2018નાં રોજ ભારતની મુલાકાત લીધી હતી. બંને નેતાઓએ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં પ્રવર્તમાન વ્યૂહાત્મક સંબંધોની પ્રગતિની સમીક્ષા કરી હતી અને સકારાત્મક મૂલ્યાંકન કર્યું હતું. તેમણે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર વધીને 1 અબજ ડોલરનાં આંકડાને વટાવી ગયો એનાં પર સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે 12થી 15 સપ્ટેમ્બર, 2018 સુધી ઇન્ડિયા-અફઘાનિસ્તાન ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ શો સફળતાપૂર્વક સંપન્ન થયાની પ્રશંસા પણ કરી હતી. આ શોનો ઉદ્દેશ બંને દેશો વચ્ચે ચાબહાર પોર્ટ અને એર-ફ્રેઇટ કોરિડોર સહિત વિવિધ માધ્યમો થકી જોડાણને વધારે ગાઢ બનાવવાનો હતો. અફઘાનિસ્તાનમાં માળખાગત, માનવ સંસાધન વિકાસ જેવા ઊંચી અસર ધરાવતાં ક્ષેત્રો અને અન્ય ક્ષમતા નિર્માણનાં વિવિધ પ્રોજેક્ટમાં નવી વિકાસલક્ષી ભાગીદારીને ગાઢ બનાવવા સંમતિ સધાઈ હતી. રાષ્ટ્રપતિ ગનીએ એમની સરકારની શાંતિ અને સુલેહ માટેની પહેલો પર તેમજ અફઘાનિસ્તાન અને એનાં લોકો આતંકવાદ અને કટ્ટરવાદનાં પડકારોનો સામનો કેવી રીતે કરે છે એ વિશે પ્રધાનમંત્રીને જાણકારી આપી હતી. પ્રધાનમંત્રીએ અફઘાનનાં નેતૃત્વમાં, અફઘાન દ્વારા અને અફઘાન નિયંત્રિત શાંતિ અને સુલેહની પ્રક્રિયાને ટેકો આપવા પર ભાર મૂક્યો હતો, જે અફઘાનિસ્તાનને અખંડ, શાંતિપૂર્ણ, સર્વસમાવેશક અને લોકતાંત્રિક દેશ તરીકે જાળવવા તેમજ આર્થિક રીતે વાઇબ્રન્ટ દેશ તરીકે વિકસવા સક્ષમ બનાવશે. પ્રધાનમંત્રીએ ભારત તરફથી અફઘાનિસ્તાનની સરકારનાં પ્રયાસોને ટેકો આપવાની સતત કટિબદ્ધતા પર ભાર મૂક્યો હતો, તેમજ અફઘાનિસ્તાનની સુરક્ષા અને સાર્વભૌમિકતા જાળવવા માટે સહાય કરવાની ખાતરી આપી હતી. સાથે સાથે તેમણે અફઘાનિસ્તાનમાં આતંકવાદી હુમલાઓ અને હિંસાની ટીકા કરી હતી તેમજ આતંકવાદ સામેની લડાઈમાં અફઘાનિસ્તાનનાં લોકો અને રાષ્ટ્રીય સુરક્ષા દળો સાથે એકતા પ્રદર્શિત કરી હતી. જ્યારે બંને નેતાઓએ વિવિધ આંતરરાષ્ટ્રીય મંચો પર સંકલન અને સલાહકારી પ્રવૃત્તિઓ સંતોષ વ્યક્ત કર્યો હતો, ત્યારે બંને દેશો આ સહકારને મજબૂત કરવા તથા સમૃદ્ધિ, શાંતિ, સ્થિરતા અને પ્રગતિ માટે પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય ભાગીદારી સાથે સંબંધોને ગાઢ બનાવવા કામ કરવા સંમત થયા હતાં.",Visit of President of Islamic Republic of Afghanistan to India https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B3%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7-2017-18-%E0%AA%A5%E0%AB%80-2019-2020%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82/,https://www.pmindia.gov.in/en/news_updates/cabinet-approves-continuation-of-rastriya-yuva-sashaktikaran-karyakram-scheme-for-the-period-2017-18-to-2019-2020/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે વર્ષ 2017-2018થી વર્ષ 2019-2020નાં સમયગાળા માટે રાષ્ટ્રીય યુવા સશક્તીકરણ કાર્યક્રમ યોજના ચાલુ રાખવાની મંજૂરી આપી દીધી છે. ઈએફસીની મંજૂરીને અનુરૂપ આ માટે રૂ. 1160 કરોડનાં બજેટની જોગવાઈ કરવામાં આવી છે. વિશેષતાઓ – 12મી પંચવર્ષીય યોજના દરમિયાન નાણાં મંત્રાલય અને નીતિ આયોગની સલાહથી યોજનાને તર્કસંગત બનાવવાની પ્રક્રિયા કરવામાં આવી હતી. આ અંતર્ગત 8 યોજનાઓને ઉપયોજનાઓ સ્વરૂપે રાષ્ટ્રીય યુવા સશક્તીકરણ કાર્યક્રમને આધિન કરવામાં આવી છે. એનાં કારણે યોજનાઓ વચ્ચે શ્રેષ્ઠ તાલમેળ સ્થાપિત કરવામાં મદદ મળી છે. આ ઉપરાંત યોજનાઓની કુશળતામાં સુધારો આવ્યો છે અને ઉપલબ્ધ સંસાધનોનાં આધારે શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત થયાં છે. યોજનાનાં લાભાર્થીઓમાં 15-29 વર્ષની વયજૂથનાં યુવાનો સામેલ છે, જે રાષ્ટ્રીય યુવા નીતિ 2014માં ‘યુવાનો’ની પરિભાષાને અનુરૂપ છે. ખાસ કરીને કિશોરો સાથે સંબંધિત કાર્યક્રમનાં ઘટકોનું વયજૂથ 10-19 વર્ષની છે. રાષ્ટ્રીય યુવા સશક્તીકરણ કાર્યક્રમ અંતર્ગત નીચેની 8 ઉપયોજનાઓ છે – i. નેહરુ યુવા કેન્દ્ર સંગઠન ii. રાષ્ટ્રીય યુવા વાહિની iii. રાષ્ટ્રીય યુવા અને કિશોર વિકાસ કાર્યક્રમ iv. આંતરરાષ્ટ્રીય સહયોગ v. યુવા છાત્રાલય vi. સ્કાઉટ અને ગાઇડ સંગઠનોને સહાયતા vii. રાષ્ટ્રીય અનુશાસન યોજના viii. રાષ્ટ્રીય યુવા નેતૃત્વ કાર્યક્રમ પૃષ્ઠભૂમિ – રાષ્ટ્રીય યુવા સશક્તીકરણ કાર્યક્રમ યોજના, યુવા બાબતો અને ખેલ મંત્રાલય દ્વારા સંચાલિત કેન્દ્રીય ક્ષેત્રીય યોજના છે અને આ 12મી પંચવર્ષીય યોજનાનાં સમયથી ચાલી રહી છે. યોજનાનો ઉદ્દેશ યુવાનોમાં વ્યક્તિત્વ અને નેતૃત્વ ગુણોને વિકસાવવાનો તથા યુવાનોને રાષ્ટ્રનિર્માણ માટેની કામગીરીઓમાં જોડવાનો છે.",Cabinet approves continuation of Rastriya Yuva Sashaktikaran Karyakram Scheme for the Period 2017-18 to 2019-2020 https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B3%E0%AB%87-%E0%AA%B0%E0%AB%87%E0%AA%B2%E0%AA%B5%E0%AB%87%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D/,https://www.pmindia.gov.in/en/news_updates/cabinet-approves-productivity-linked-bonus-for-railway-employees/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે નાણાકીય વર્ષ 2017-18 માટે તમામ નોન-ગેઝેટેડ રેલવે કર્મચારીઓ (આરપીએફ/આરપીએસએફ કર્મચારીઓને બાદ કરતાં)ને 78 દિવસનાં વેતનને સમકક્ષ ઉત્પાદકતા સાથે જોડાયેલું બોનસ (પીએલબી) ચુકવવાની મંજૂરી આપી દીધી છે. રેલવે કર્મચારીઓને 78 દિવસોનાં પીએલબીની ચુકવણી પર રૂ. 2044.31 કરોડનો ખર્ચ થશે. લાયકાત ધરાવતા નોન-ગેઝેટેડ રેલવે કર્મચારીઓને પીએલબીની ચૂકવણી માટે પગારની ગણતરીની મર્યાદા દર મહિને રૂ. 7000 નક્કી છે. 78 દિવસ માટે દરેક લાયક રેલવે કર્મચારીને મહત્તમ રૂ. 17,951ની ચૂકવણી થશે. આ નિર્ણયથી લગભગ 11.91 લાખ નોન-ગેઝેટેડ રેલવે કર્મચારીઓને લાભ મળશે. રેલવેની ઉત્પાદકતા સાથે સંબંધિત બોનસ સંપૂર્ણ દેશનાં તમામ નોન-ગેઝેટેડ રેલવે કર્મચારીઓ (આરપીએફ/આરપીએસએફ કર્મચારીઓને બાદ કરતાં)ને આવરી લે છે. લાયકાત ધરાવતા રેલવે કર્મચારીઓને પીએલબીની ચૂકવણી દર વર્ષે દશેરા/પૂજાની રજા અગાઉ કરવામાં આવે છે. મંત્રીમંડળનો આ નિર્ણય પણ આ વર્ષે રજાઓ અગાઉ લાગુ થઈ જશે. વર્ષ 2017-18 માટે 78 દિવસનાં વેતનને સમકક્ષ ઉત્પાદકતા સાથે સંબંધિત બોનસ આપવા રેલવેનું કામકાજ સુધારવાથી કર્મચારીઓનું મનોબળ વધશે. પૃષ્ઠભૂમિઃ રેલવે ભારત સરકારનું સાહસ છે, જ્યાં 1971-80માં ઉત્પાદકતા સાથે જોડાયેલું બોનસ દેવાની શરૂઆત થઈ હતી. એ સમયે તેની પાછળનો આશય એ હતો કે, અર્થતંત્રની કામગીરીમાં માળખાગત ટેકો પ્રદાન કરવામાં રેલવેની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે. રેલવેનાં સંપૂર્ણ કામકાજને ધ્યાનમાં રાખીને બોનસ ચૂકવણી ધારો, 1965ને અનુરૂપ બોનસની ધારણાને બદલે ઉત્પાદકતા સાથે સંબંધિત બોનસ ચૂકવણીને ઇચ્છનીય સમજવામાં આવી.",Cabinet approves Productivity Linked Bonus for Railway Employees https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%86%E0%AA%B5%E0%AA%A4%E0%AB%80%E0%AA%95%E0%AA%BE%E0%AA%B2%E0%AB%87-%E0%AA%AA%E0%AB%8D/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-to-visit-kumbh-at-prayagraj-tomorrow/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે પ્રયાગરાજમાં કુંભની મુલાકાત લેશે. તેઓ કુંભમાં ‘સ્વચ્છ કુંભ, સ્વચ્છ આધાર’ કાર્યક્રમમાં સહભાગી થશે, જેનું આયોજન પેયજલ અને સ્વચ્છતા મંત્રાલયે કર્યું છે. પ્રધાનમંત્રી સફાઈ કર્મચારીઓ, સ્વચ્છાગ્રહીઓ, પોલિસ કર્મચારીઓ અને નાવિકોને ‘સ્વચ્છ કુંભ, સ્વચ્છ આધાર’ પુરસ્કાર એનાયત કરશે. સ્વચ્છ સેવા સન્માન બેનિફિટ પેકેજની ડિજિટલ જાહેરાત પણ થશે. ત્યાર બાદ પ્રધાનમંત્રી જનસભાને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી ત્રિવેણી સંગમમાં સ્નાન કરશે. તેઓ પ્રયાગરાજમાં સફાઈ કર્મચારીઓ સાથે વાતચીત પણ કરશે. આ વર્ષે પ્રયાગરાજમાં આયોજિત કુંભમાં સ્વચ્છતા અને સ્વચ્છ ભારતની પહેલો પર અભૂતપૂર્વ ધ્યાન કેન્દ્રત કરવામાં આવ્યું છે, આથી પ્રધાનમંત્રી કુંભમાં સ્વચ્છતા સુનિશ્ચિતતા કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા લોકોનું ‘સ્વચ્છ કુંભ, સ્વચ્છ આધાર’ પુરસ્કારથી સન્માન કરશે.",PM to visit Kumbh at Prayagraj Tomorrow